________________
42
1 શ્રીમદ્ રાજચંદ્ર
.
. સુખ ' (૧) જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે, વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું, એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે.
(૨) જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે... જે સુખ ભયવાળાં હોય છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે; તેમજ પરિણામે મહા તાપ, અનંત શોક અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી.
(૩) અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ.
સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.
એ ક્રમ યથાયોગ્ય ચલાવતો રહીશ તો તું મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ.
(૪) માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવાનો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
(૫) દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org