________________
શ્રીમદ્ રાજચંદ્ર -
43
આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.
સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.
વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ, ક્યાંથી પ્રતીતિમાં આવે ?
૭.
વૈરાગ્ય
(૧) ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. (૨) વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
(૩) સત્પુરુષ કરતાં મુમુક્ષુનાં ત્યાગ-વૈરાગ્ય વધી જવા જોઈએ. મુમુક્ષુઓએ જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાના વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે.
(૪) જ્ઞાન, વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે, એકલાં ન હોય.
(૫)
(દોહરા)
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org