________________
44
'બહર)
શ્રીમદ્ રાજચંદ્ર
૮. સદ્ગુરુ-સપુરુષ (૧) ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે : (૧) કાષ્ઠસ્વરૂપ (૨) કાગળસ્વરૂપ (૩) પથ્થરસ્વરૂપ. કાષ્ઠસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે, કારણ કે સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે છે અને તારી શકે છે. કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસારસમુદ્રને પોતે તરી શકે નહીં, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે એ બીજાને તારી શકે નહીં. પથ્થરસ્વરૂપ તે પોતે બૂડે અને પરને પણ બુડાડે. કાષ્ઠસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. (ર)
(દોહરા) ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ;
અપૂર્વ વાણી પરમ કૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૩) સદ્ગુરુનું માહાત્મ :
(દોહરા) સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org