________________
- શ્રીમદ્ રાજચંદ્ર
(૪) નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પવિકલ્પની મંદતા જેને થઈ છે. પંચ વિષયથી વિરક્તબુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો.
આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(૫) આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી, ઘણો કાળ વીતતાં સત્પુરુષનો માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઈ ગયા જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવો ઓછા હોવાથી, જીવને સત્પુરુષની ઓળખાણ તત્કાળ થતી નથી. ઘણા જીવો તો સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છ કાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્ર ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે; પણ તે યથાર્થ નથી. ૯. મુમુક્ષુ-આત્માર્થી-જિજ્ઞાસુ
45
(૧) મુમુક્ષુતા એ છે કે સર્વ પ્રકા૨ની મોહાસક્તિથી મૂંઝાઈ એક ‘મોક્ષ’ને વિષે જ યત્ન કરવો; અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
મુમુક્ષુ જીવમાં શમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. નિત્ય તેવો પરિચય રાખતાં,
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only