________________
n
શ્રીમદ્ રાજચંદ્ર m
તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરી ફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે, તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.
46
વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યગ્દર્શન ક્યાંથી થાય ? સભ્યચરિત્ર ક્યાંથી થાય ? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી.
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. (દોહરા)
(૨)
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; તોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. કષાયથી ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પછી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.
(૩) આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ ઘટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ ક૨વામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે ને ક૨વા યોગ્ય પણ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org