________________
1 શ્રીમદ્ રાજચંદ્ર | જ છે કે આરંભપરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
૧૦. જ્ઞાન (૧) જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન.
(૨) જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી.
(૩) જ્ઞાન તો છે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.
(૪) જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન “અજ્ઞાન” કહેવા યોગ્ય છે. અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.
(ચોપાઈ) જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તણા શંકા નહીં સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. (૬) સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત્વસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્ માત્ર સંશય નથી... સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org