________________
28
I શ્રીમદ્ રાજચંદ્ર | “સત્ય”, “અહિંસા” અને “બ્રહ્મચર્ય સંબંધીની પ્રેરણા પોતે શ્રીમદુના જીવનમાંથી લીધેલી છે તેવો નિર્દેશ ગાંધીજીએ કરેલ છે, અને સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ એક વ્યક્તિના જીવનમાંથી હું સૌથી વધારે શીખ્યો હોઉં તો તે શ્રી રાયચંદભાઈના જીવનમાંથી શીખ્યો છું.
આફ્રિકાના વસવાટ દરમિયાનના ધર્મમંથનના કામમાં ગાંધીજીએ ૨૭ પ્રશ્નો શ્રીમજીને પૂછ્યા હતા જેનો ખુલાસો મેળવીને ગાંધીજીએ પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ધર્મને બદલવા માટેની મિત્રોની સલાહને અસ્વીકાર કર્યો હતો.
શ્રીમદ્દની જન્મજયંતિનાં વ્યાખ્યાનોમાંથી તથા આત્મકથામાંથી શ્રીમદ્ પ્રત્યે ગાંધીજીએ વ્યક્ત કરેલો આદરભાવ આપણને સારી રીતે જાણવા મળે છે.
ગાંધીજીને એક “મહાત્મા” અને શ્રીમને એક “ધર્માત્મા'નું બિરુદ ઘણા લેખકોએ આપેલું છે, તે બંનેના વ્યક્તિત્વમાં રહેલું સામ્ય પ્રગટ કરવાની સાથે સાથે બંનેના જીવનધ્યેયની ભિન્નતાનો પણ નિર્દેશ કરે છે.
ઉપર્યુક્ત મહાનુભાવો ઉપર શ્રીમદ્ રાજચંદ્રજીની ખૂબ જ અસર થઈ અને તેમના જીવનની દિશા જ જાણે કે બદલાઈ ગઈ ! પરંતુ આ ઉપરાંત બીજા પણ અનેક પુરુષો ઉપર તેમના જીવનની અને બોધની અસર પડી જેમાં મુખ્ય છે :
શ્રી પોપટલાલ મહોકમચંદભાઈ શાહ “ભાઈશ્રી', જેઓએ કાવિઠામાં બોધ પામી વડવા મુકામે શ્રીમદ્ રાજચંદ્રના નામે
સંસ્થા ઊભી કરી. 0 મોરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સંઘવી, જેઓ શ્રીમન્ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org