________________
11
|| શ્રીમદ્ રાજચંદ્ર . આત્મકલ્યાણ સાધી શકે છે તેવો પ્રયોગાત્મક બોધ આપણને શ્રીમદ્રના જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે; –માત્ર જરૂરિયાત છે સતત પ્રામાણિક પુરુષાર્થની અને દઢ ધર્મ-આરાધનાની.
ચિંતન, મનન અને આત્મસાક્ષાત્કાર શ્રીમદ્દનું સમસ્ત વ્યક્તિત્વ ગંભીર ચિંતન અને સતત ધર્માભિમુખતાનું પ્રતિબિંબ હોવા છતાં સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યેના તેમના પ્રેમપૂર્ણ વ્યવહારનું પણ આપણને દિગ્દર્શન કરાવી જાય છે.
બાળપણથી જ લાગેલી ઉન્નત જીવન જીવવાની ધૂન, જાતિસ્મરણજ્ઞાન, ગહન શાસ્ત્રાધ્યયન, વધતો જતો વૈરાગ્ય, “સેતુ”ના જ રટણ અને અનુભવની સતત ઝંખના, સતત સગુણોની વૃદ્ધિનો પુરુષાર્થ અને સત્તાસ્ત્રો દ્વારા જાણેલાં તત્ત્વોના અર્થનું ઉપશમભાવ સહિત અંતર્દષ્ટિપૂર્વક ઊંડું ચિંતન-મનન – આ બધાં વિવિધ સત્સાધનોના અનુષ્ઠાનથી વિ.સં. ૧૯૪૭માં તેમને શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થાય છે : ૧. “ઓગણીસે સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.
...ધન્ય રે દિવસ.” આત્મા જ્ઞાન પામ્યો તે નિઃશંસય છે; ગ્રંથિભેદ થયો તે ત્રણે કાળમાં સત્ય વાત છે.' જૈનદર્શનની રીતિએ જોતાં સમ્યગુદર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે.”
માત્ર સામાન્ય સત્સંગનો યોગ મળ્યો હોવા છતાં, પોતાને ગૃહસંબંધી અને વ્યાપારસંબંધી વિવિધ ઉપાધિઓનો યોગ હોવા
م
له
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org