________________
18
| શ્રીમદ્ રાજચંદ્ર | છતાં, મુંબઈ જેવા મોહોત્પાદક ક્ષેત્રમાં મુખ્યપણે નિવાસ હોવા છતાં સતત સપુરુષાર્થથી, અંતરંગ સાધનાના બળ દ્વારા અને નિરંતર તત્ત્વદૃષ્ટિના પ્રયોગથી મનુષ્ય આધ્યાત્મિકતાની જરૂરથી વૃદ્ધિ કરી શકે છે એવો બળવાન બોધ આપણને શ્રીમના જીવનના આ મહત્ત્વપૂર્ણ અને રહસ્યમય કાળના અવલોકનથી મળી શકે છે. આ સમય (વિ. સં. ૧૯૪૭ના અષાઢ માસ પછીના થોડા માસ) પછી તરત જ તેઓશ્રીનો નિવાસ રાળજ મુકામે (ખંભાત પાસે) હતો ત્યારે લખાયેલાં ચાર કાવ્યો તેઓએ આત્મદર્શનની પ્રસાદીરૂપે આપણને આપ્યાં છે, તેનો આત્મહિતેચ્છુઓએ સ્વકલ્યાણાર્થે બરોબર ઉપયોગ કરી લેવા જેવો છે. તે ચાર કાવ્યો આ પ્રમાણે છે.
(૧) હે પ્રભુ ! હે પ્રભુ! શું કહું (૨) યમ નિયમ સંયમ આપ કિયો. (૩) જડ ભાવે જડ પરિણમે .... (૪) જિનવર કહે છે જ્ઞાન ...
એકાંત સાધનાનો રંગ અનંતની યાત્રાના રસિક એવા શ્રીમદ્જીને શુદ્ધ આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થઈ તો પણ તેમનો આગળની દશાપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ તો ચાલુ જ રહ્યો – બલ્ક વધારે જોર પકડતો ગયો, અને આશ્રમ ભજનાવલિમાં ગાંધીજીએ સામેલ કરેલા તથા સંત વિનોબાજીએ કંઠસ્થ કરેલા કાવ્ય “અપૂર્વ અવસર'ની ભાવના અનુસાર સર્વસંગપરિત્યાગની દિશામાં તેઓએ પુરુષાર્થ આદર્યો.
કુટુંબ” અને “લક્ષ્મી' બંનેનો અપરિચય થઈ શકે તે હેતુથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org