________________
| શ્રીમદ્ રાજચંદ્ર || તેઓ નિયમિતતાથી વધુ ને વધુ સમય માટે મુંબઈની બહારનાં વિવિધ “નિવૃત્તિક્ષેત્રોમાં રહેવા લાગ્યા જેથી ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ સાથે પોતાને એકાંત અધ્યયન-ચિંતન-મનનનો યોગ પ્રતિબંધ વગર સિદ્ધ થઈ શકે.
લોકપ્રતિબંધ, સ્વજન-પ્રતિબંધ, દેહાદિ-પ્રતિબંધ અને સંકલ્પવિકલ્પ-પ્રતિબંધનો અપરિચય કરવાનો તેમનો પુરુષાર્થ સમયની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચી શકાય.
– વિ. સં. ૧૯૪૭થી વિ. સં. ૧૯૫૧ (પ્રથમ તબક્કો)
– વિ. સં. ૧૯૫૨થી દેહવિલય પર્યત (બીજો તબક્કો), જેને આપણે હવે પછીના અંતિમ સાધનાના પ્રકરણમાં જોઈશું. પ્રથમ તબક્કો :
આ તબક્કા દરમ્યાન તેમના પુરુષાર્થને અવરોધક ઘણો વિપરીત કર્મોદય હતો તેથી પ્રગતિ પણ તેટલા પ્રમાણમાં મંદ ગતિથી જ થઈ શકે તેમ હતું. યથા –
ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે.
..ધન્ય “જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ.” ‘ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો
જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org