________________
16
| શ્રીમદ્ રાજચંદ્ર D. અંશ માત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.'
જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીન ભાવે સેવવાં યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થાશ્રેણી છતાં અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણાં માસ થયાં વર્તે છે.” બંને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ.. તમે સ્વસ્થતાને બહુ ઇચ્છજો, મારી ભક્તિને સમભાવથી ઇચ્છજો.” કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.'
આ પ્રમાણે શ્રીમદ્ ગૃહસ્થાશ્રમમાં રહેવું કોઈ અન્ય કારણે નહીં પણ પૂર્વકર્મથી નિવૃત્ત થઈ જવા માટે જ મુખ્યપણે હતું એમ માની શકાય. વળી આત્માર્થને સાધનાર માટે ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમનું જીવન એક સ્પષ્ટ પડકારરૂપ છે. મોક્ષનો ધોરીમાર્ગ અને પરોપકારની પ્રવૃત્તિનો માર્ગ જોકે નિર્ગથતામાં સર્વાગ સિદ્ધ થઈ શકે છે પણ તથારૂપ પ્રવર્તન ન બની શકે તો પ્રબુદ્ધ અને સાવધાન ગૃહસ્થ-સાધક ધર્મમાર્ગની આરાધના નિઃશંકપણે કરીને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org