________________
O શ્રીમદ્ રાજચંદ્ર
રાખવો, વ્યાજબી નફો જ લેવો, કોઈનું દિલ દુભાય નહીં તેમ વર્તવું, ગમે તેટલો નફો થતો હોય તો પણ આપેલા વચનથી ફરવું નહીં, હિસાબ ચોખ્ખો અને કાળજીપૂર્વક રાખવો ઇત્યાદિ વેપારની ઉચ્ચતમ પ્રણાલિકાઓને તેઓ સતતપણે જાળવતા, જેથી થોડા જ કાળમાં તેમની પેઢીએ ઘણી પ્રગતિ કરી હતી.
14
મહાત્મા ગાંધીજી નોંધે છે, “ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ શ્રી રાયચંદભાઈએ ખોટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરતી કાળજી અને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા... આટલી કાળજી અને હોશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા. જેવી વેપારની વાત પૂરી થાય કે તરત જ તેઓ કોઈ ધાર્મિક પુસ્તક કે નોંધપોથી ઉઘાડી લેખન-વાંચનમાં લાગી જતા, કારણ કે તેમની રુચિનો વિષય વેપાર નહીં પણ આત્માર્થ હતો.”
આમ, શ્રીમદ્ એક શિષ્ટ, પ્રામાણિક અને કુશળ વેપારી તરીકે આપણી સામે તરી આવે છે.
સામાજિક ક્રાંતિના ક્ષેત્રે પણ શ્રીમદે સ્ત્રી-કેળવણી, કજોડાના સંબંધનો વિરોધ, આર્યપ્રજાની પડતીનાં કારણો, ખર્ચાળ લગ્નજમણોનો વિરોધ વગેરે વિષયો ઉપર ગદ્ય-પદ્યમય રચનાઓ દ્વારા નવજાગૃતિનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો.
ગૃહસ્થાશ્રમ પ્રવેશ
આપણા ચારિત્રનાયકનું જીવન વિ. સં. ૧૯૪૪માં વીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમ ભણી વળે છે; અને તે અનુસાર શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસભાઈ મહેતાના મોટાભાઈ શ્રી પોપટલાલભાઈની સુપુત્રી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only