Page #1
--------------------------------------------------------------------------
________________
તુમ્ય નેમ ] નમ: તો
નમઃ ૩૫ બળ ને વેષે (°
છે તુર્ય નમઃ તુખ્ય નવ,
Aસુષ્ય ને મે તુાં નમક.
હુ તુર્ય ને મે તુાં નેમ. ૧)
'
- કમર ,
ના કા
ન નવા
છે એ તુાં નમક તેલ,
પી
એ તબ્ધ જ રા
.
કરી ને
»
કરી ના
૦૦૦ના .
N
200000000e0oooooooo
વર્ય નમઃ તુન્ય નમઃ
N
|| ભકતામર સુભ્ય નમઃ |
હર ડૉ. રેખા વોરા
ને
|
6.
હર્ય નમઃ (શ્ય તો એ
એ .
e 1
,
0
1
to pole
તું
"tt to top
oß lep po
-)
ejo P :
1. નમઃ ન.
"
elo teo
teno ર0P
DID :ht 30
DD ::
to ROP Horop in
"
illo pop
: htોn to :::10P
TO ROD H0 Rod HP
Page #2
--------------------------------------------------------------------------
________________
|| ભક્તામર તુભ્ય
લેખક ડૉ. રેખા વ્રજલાલ વોરા
પ્રકાશક
જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
નમઃ II
Page #3
--------------------------------------------------------------------------
________________
Bhaktāmar Tubhyam Namah
by Dr. Rekha Vrajlal Vora
© ડૉ. રેખા વ્રજલાલ વોરા
પ્રથમ આવૃત્તિ : ૨૦૦૯
કિંમત : રૂ. ૪00
પ્રાપ્તિસ્થાન
ડૉ. રેખા વ્રજલાલ વોરા C/૫૫, મહાવીર જૈન સોસાયટી, શંકર લેન, કાંદીવલી (વેસ્ટ),
મુંબઈ-૪૦૦૦૬૭. ફોન : ૨૮૦૭૮૭૯૪
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી B-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાછળ, નહેરુનગર, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : ૨૬૭૬૨૦૮૨
પ્રકાશક જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ અમદાવાદ ૩૮૦ ૦૦૭
મુદ્રક
ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્પણ
શું શું આપ્યું તમે ? જીવન હર્યુંભર્યું બને એ માટે સઘળું આપ્યું.
સદાય સ્નેહ અને હૂંફ આપ્યાં. જીવનધારક ધર્મના સંસ્કાર આપ્યા.
હવે શું માગું ?
એટલું જ કે જન્મોજન્મ માતા-પિતા રૂપે પામું તમને. પિતાશ્રી વ્રજલાલ પોપટલાલ વોરા માતુશ્રી શારદાબહેન વ્રજલાલ વોરા
પાવન ચરણોમાં અર્પણ.
- રેખા વોરા ---------
)
Page #5
--------------------------------------------------------------------------
________________
जटाशाली गणेशाय॑ः, शङ्करः शाङ्कराङ्कितः । युगादीशः श्रियं कुर्याद्, विलसत्सर्वमङ्गलः ।। મસ્તક પર જટાને ધારણ કરનારા, ગણધરો વડે પૂજાયેલા, સહુનું કલ્યાણ કરનારા, મુક્તિનાં ચિહ્નોથી યુક્ત તથા સર્વમંગલનો વિસ્તાર કરનારા એવા શ્રી આદિનાથ પ્રભુ તમારું કલ્યાણ કરો.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સાધકની સાધનાનું લક્ષ્યબિંદુ છે પરમપદની પ્રાપ્તિ. પ્રભુભક્તિ, પ્રભુનાં ગુણગાન, પ્રભુના ચરણોમાં સર્વ સમર્પણની ભાવના પરમપદ અર્થાત્ મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે. આના માટે કોઈ ઉચ્ચ આત્મા નિમિત્તરૂપ બનતો હોય છે.
અર્થશાસ્ત્ર (Economics) સાથે M.A. કર્યું. ભણવાનો શોખ, આથી ફરી સમાજશાસ્ત્ર(sociology)ના વિષય સાથે M.A. કર્યું. સાથે સાથે એક્યુપ્રેશર(Accupressure)નો પણ અભ્યાસ કર્યો. જ્ઞાનપિપાસા એટલી પ્રબળ હતી કે કંઈક ભણવાની ઇચ્છા સતત થયા કરતી. મારાં માતા-પિતા ખૂબ જ ધાર્મિક વૃત્તિના તેથી બાળપણથી જ ધર્મના સંસ્કાર. વ્યાવહારિક જ્ઞાન તો લીધું પણ જૈન ધર્મમાં રુચિને કારણે કંઈક જૈન વિષયમાં ભણવાની પ્રબળ ઇચ્છા થતી.
ભક્તામર સ્તોત્રનું પઠન ઘણાં વર્ષોથી કરતી હતી. આ સ્તોત્રનો ભાવાર્થ જેમ જેમ સમજતી ગઈ તેમ તેમ તેમાં રહેલું કાવ્યત્વ અને અધ્યાત્મ બંનેનો અપૂર્વ સુમેળ સમજાતો ગયો. આ સ્તોત્ર સો કોઈના કંઠ અને હૃદય બંનેમાં વસેલું છે. તેમાં પ્રભુની સ્તુતિનો ભાવ અદ્ભુત રીતે પ્રગટ થાય છે.
આ સ્તોત્રમાં જે રીતે પ્રભુના શાંત રસનું નિરૂપણ થયેલું છે તેવું બીજું ક્યાંય થયેલું જોવા મળતું નથી તેથી તેમાં વિશેષ રસ જાગ્રત થયો. તેથી કરીને તેને લગતાં સાહિત્ય, પુસ્તકો તેમજ હસ્તપ્રતોનો અભ્યાસ શરૂ કર્યો. પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર, ડેક્કન યુનિવર્સિટી, કોબા પુસ્તક ભંડાર, શારદાબહેન રિસર્ચ સેન્ટર – અમદાવાદ, લીંબડી, ખંભાત, જેસલમેર, સુરત, અમૃતલાલ કાળીદાસ પુસ્તક ભંડાર – ઇર્ષા, મુંબઈ, મહાવીર જૈન વિદ્યાલય - મુંબઈ – આ સર્વ જ્ઞાનભંડારોની હું આભારી છું કે જેણે મને પુસ્તકો, ઝેરોક્ષ, હસ્તપ્રતો વગેરે પૂરાં પાડ્યાં. આ ગ્રંથભંડારોમાંથી લગભગ ૧૦૦ જેટલાં પુસ્તકો વાંચ્યા પછી થયું કે આવા અદ્ભુત સ્તોત્ર વિશે સવિશેષ – વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજ આવે તે માટે વધુ વાંચન કરવાનું વિચાર્યું. જેમ વાંચન કરતી ગઈ તેમ તેની વિશેષતા અંગે જાણવાની ઇચ્છા વધુ પ્રબળ થતી ગઈ.
આ માત્ર ભગવાનની સ્તુતિ જ નથી. પણ સ્તુતિની સાથોસાથ ભક્તના હૃદયના ઊર્વાહરણનું આલેખન છે. સ્તુતિ દ્વારા પ્રભુના ગુણો આત્મામાં પ્રવેશે, એનું બીજ રોપાય અને એનું વિકસન થાય. આમ આ માત્ર પ્રભુસ્તુતિ નથી પણ એક ભક્તોને માટે ક્રમિક યાત્રાનો આલેખ છે અને એ જ આ સ્તોત્રની વિશેષતા છે. એક બાજુ પ્રભુના ગુણોનું દર્શન કરતા જાવ અને એની સાથે તમારા અંતરમાં એ ગુણો કેટલા પ્રગટ્યા છે એનું વિશ્લેષણ કરતા જાવ. આ એક ભિન્ન પ્રક્રિયા છે. પ્રભુના જે ગુણોનું વર્ણન છે એ માત્ર અહોભાવવાળું વર્ણન નથી પણ ભક્તના આત્માના
Page #7
--------------------------------------------------------------------------
________________
નિજ સ્વરૂપને જાગ્રત કરાવનારું, ઢંઢોળનારું તત્ત્વ છે. પ્રભુના ગુણોનું સિંચન જે ભક્તાત્મા પર થાય છે તેના અંતરમાં તેવી જ ગુણરૂપી કૂંપળો ફૂટે છે.
અનેક વિશેષતાઓમાં આ સ્તોત્રની એક વિશેષતા એ છે કે સામાન્ય માણસને પોતાના જીવનમાં આવનારાં – આવેલાં દુઃખોમાંથી બચાવનારું કોઈ જોઈએ છે... તો એ આ સ્તોત્ર છે. કોઈ ભક્તને તીર્થંકરની ભક્તિમાં ઓળઘોળ કરી દેતું સ્તોત્ર લાગે અને કોઈ સાધકને તીર્થંકરની ગુણરાશિનું સ્વ જીવનમાં રૂપાંતર કરવાનો પડકાર લાગે. ભક્તામર સ્તોત્રવિષયક આવી કંઈક વિશેષતાઓ અંગે જાણી-વિચારીને ગહન અભ્યાસ કરવાર્થે તેના પર પીએચ.ડી. કરવાનું નક્કી કર્યું. જ્યાં સુધી વાંચન કે લેખનકાર્ય કરો ત્યાં સુધી સતત પ્રભુના સ્મરણમાં રહેવાની અને તેના ઊંડાણમાં જવાની તક મળે તેવો વિષય નક્કી થયો : જૈન સ્તોત્રસાહિત્ય અને ભક્તામર સ્તોત્ર'. શ્રી મહર્ષિ દયાનંદ કૉલેજના પ્રો. ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ શોધ-પ્રબંધની શરૂઆત કરી.
"ગુરુવેવો ભવઃ" એ ઉક્તિ આ વાત્સલ્યમય કરુણામૂર્તિ, નમ્ર-નિખાલસ ડૉ. કલાબહેન માટે યથાયોગ્ય છે. તેમણે સ્નેહની સરવાણી કરીને પોતાના અતિવ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને મને સુંદર માર્ગદર્શન આપ્યું છે. તેમનો સહયોગ અવિસ્મરણીય છે.
મુંબઈ યુનિવર્સિટીમાંથી ૨૦૦૧માં પીએચ.ડી.ની ઉપાધિ મળી. આજે તેને આપ સર્વ સમક્ષ 'II ભક્તામર તુર્થ્ય નમઃ II' ગ્રંથ સ્વરૂપે રજૂ કરી રહી છું.
આ ગ્રંથમાં મારો ઉપક્રમ આ પ્રત્યક્ષ અર્થની સાથોસાથ તેની પાછળ રહેલી પરોક્ષ અનુભૂતિ દર્શાવવાનો છે. એમાં પ્રભુસ્તુતિ છે, ગુરુસ્તુતિ છે અને ભાવસ્તુતિ છે. આમ આ નાનકડા સ્તોત્રમાં શાસ્ત્રનો વિચાર કરીએ તો એનો અનેક ભૂમિકાએ વિચાર કરવો પડે. તેથી આ ગ્રંથમાં એનો વાચ્યાર્થ અને ગૂઢાર્થ દર્શાવ્યો છે અને એમાં પણ ગૂઢાર્થની વિશેષ–વ્યાપક રીતે ચર્ચા કરી છે.
આ ગ્રંથના પ્રારંભે જૈન સ્તોત્રસાહિત્યનો અભ્યાસ આપેલો છે જેથી આ સ્તોત્ર વિશેની એક ભૂમિકા વાચકના મનમાં ઊપસી આવે. એના રચિયતા આચાર્યશ્રી માનતુંગસૂરિના જીવનચરિત્રની સાથોસાથ આ મહાન સ્તોત્રની સર્જનકથા પણ વણી લીધી છે અને એ નિમિત્તે જેમની સ્તુતિ રૂપે આ સ્તોત્ર લખાયું છે તે શ્રી આદિનાથ પ્રભુના જીવનચરિત્રને ટૂંકમાં આલેખ્યું છે. ભક્તામર સ્તોત્ર સર્વગ્રાહી ગ્રંથ આપવાનો આશય હોવાથી તેની પદ્યસંખ્યા, પ્રભાવક કથાઓ, વૃત્તિપાદપૂર્તિઓ એ બધાંનો આમાં સમાવેશ કર્યો છે. એ જ રીતે એમાં ગૂઢાર્થ રીતે સમાયેલાં મંત્ર– યંત્ર−તંત્ર, અષ્ટકો વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ બધાંની સાથોસાથ જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, અધ્યાત્મ-પ્રેમીઓ અને સાહિત્યરસિકોના હૃદયમાં અને કંઠમાં આ સ્તોત્ર સવિશેષ સ્થાન ધરાવે છે અને તેથી જ તેના પ્રત્યેક શબ્દમાં નીતરતું કાવ્યત્વ મને એના અર્થમાંથી થતા મુક્તિપંથનો ૨મણીય ઉઘાડ દર્શાવે છે. એનો વસંતતિલકા છંદ અને એના ગુજરાતીમાં થયેલા પદ્યાનુવાદ સાથે-સાથે તમિલ, તેલુગુ, મરાઠી, ઉર્દૂ, ફારસી, બંગાળી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં લિવ્યંતરો થયાં છે. તેની માહિતી આપવામાં આવી છે.
VI
Page #8
--------------------------------------------------------------------------
________________
સૂરિજી સ્તોત્રની રચનામાં જણાવે છે કે, હે ત્રણ જગતના નાથ, મહાસત્તાધીશ, ત્રિભુવનનાયક પરમાત્મા ! આપ એકમેવ સકલ જગતના આરાધક છો, હે દયાના સાગર પ્રભુ ! આપ સર્વેશ્વર, લોકેશ્વર, જિનેશ્વર, અખિલ બ્રહ્માંડના સર્વોપરિ મહાસત્તાધીશ છે. દેવેન્દ્રોને દર્શનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યોગીન્દ્રોને આદરણીય, પ્રાણીમાત્રને પૂજનીય, સકલ વિશ્વને વંદનીય છો. આપના સિવાય અમને આ ત્રિભુવનમાં કોઈનો જ આધાર નથી. આપ જ અમારું સર્વસ્વ છો. ત્રિભુવન અત્યંકર જે સંપૂર્ણ અભયને પામેલા છે તે પરમકૃપાળુ પરમાત્મા જ સંપૂર્ણ અભયને આપનાર છે. તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને સૂરિજી તેમના ચરણયુગલમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે.
Where there is faith in god fear has no power. જ્યારે આપણી શ્રદ્ધા પરમાત્મા ઉપર કેન્દ્રિત થાય છે ત્યાં ભયની શક્તિ તરત નાશ પામી જાય છે.
શ્રી માનતુંગસૂરિજીએ સાધના–ધ્યાનયોગ–ભક્તિ દ્વારા કાર્યસિદ્ધિનાં પાંચ પગથિયાં બતાવ્યાં છે :
૧. Fear is nothing but luck of faith in God.
પરમાત્મામાં શ્રદ્ધાનો અભાવ તેનું નામ ભય છે. આમ સૂરિજીએ કાર્યસિદ્ધિનું પ્રથમ પગથિયું શ્રદ્ધા બતાવી છે.
૨. In action.
શ્રદ્ધાને અમલમાં મૂકવી એ કાર્યસિદ્ધિનું બીજું પગથિયું છે.
3. Stop thinking about the difficulties.
આવી પડેલી મુશ્કેલીનો વિચાર બંધ કરવો. આ કાર્યસિદ્ધિનું ત્રીજું પગથિયું છે.
૪. Think only about good.
માત્ર અને માત્ર પરમકૃપાળુ પરમાત્માનો જ વિચાર કરવો. આ કાર્યસિદ્ધિનું ચોથું પગથિયું સૂરિજીએ જણાવ્યું છે.
4. When human mind is silent then divine mind is in active expression.
જ્યારે પ્રભુના નામસ્મરણથી મન શાંત થઈ જાય છે ત્યારે આત્મામાં રહેલી અનંતશક્તિ જાગ્રત થાય છે અને તે દ્વારા મુશ્કેલમાં મુશ્કેલ કાર્યમાંથી માર્ગ મળી આવે છે. ગમે તેવાં મહાન કાર્યો સિદ્ધ કરી શકાય છે. પછી તે જંજીરોથી જકડાયેલ બંધન અવસ્થા હોય તો પણ તેમાંથી મુક્તિ મેળવી શકાય છે, તે માનતુંગસૂરિજીએ સાબિત કરી બતાવ્યું છે. જ્યારે હૃદયમાં સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે ૫રમાત્મા ત્યાં હાજર જ હોય છે. અહીં સૂરિજીએ પરમાત્મા સાથે એકાત્મતા સાધવાની કળા સિદ્ધ કરીને બતાવી છે. જે મનુષ્યોએ મનની એકાગ્રતા સાધવાની કળા સિદ્ધ કરી છે તેને રાજાઓના રાજા બનવાની કળા સિદ્ધ થઈ છે. મનુષ્ય આમ કરી શકે છે તેને
VII
Page #9
--------------------------------------------------------------------------
________________
શિવરમણીરૂપી મોક્ષની લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈને તેના કંઠમાં આરોપણ કરવા તત્પર બનીને જ રહે છે.
ભક્તામરને અનેક ભૂમિકાથી જોઈ શકાય. આ જ તેની વિશેષતા છે. અભ્યાસક, સંશોધક, આધ્યાત્મિક શોધ કરતી વ્યક્તિની ભૂમિકાથી, ભાવપૂર્ણ ભક્તિની ભૂમિકાથી, એક મુમુક્ષાર્થીની ભૂમિકાથી... આ બધા જે સ્તર છે તેને એકસાથે લેવાનો પ્રયાસ આ ગ્રંથમાં છે.
શ્રી માનતુંગસૂરિજીની પ્રભુના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ, ફળસ્વરૂપ સમ્યફ ભક્તિ અને એમની સાધનાનાં રહસ્યો આપણી આરાધનામાં અને ભક્તિમાં નવા પ્રાણ પૂરનારાં બની રહેશે. સૂરિજીએ ભક્તામર સ્તોત્રમાં જે વર્ણવ્યું છે તેને આપ સમક્ષ રજૂ કરવાનો બાળ-સહજ પ્રયાસ માત્ર આ પુસ્તક છે. આમાં જે કંઈ છે તે તેમણે જણાવેલ રત્નત્રયીરૂપી સાધ્ય સુધી પહોંચવાનું સાધન છે. જે ત્રુટિ છે તે આ અલ્પમતિજ્ઞ – અલ્પશ્રુતિજ્ઞ મારી પોતાની છે.
આ પુસ્તક સર્વ આરાધકોના કરકમલમાં મૂકતાં દિવ્ય આનંદ અનુભવાય છે. સૂરિજીએ સર્વ જગતના કલ્યાણાર્થે ભક્તામર સ્તોત્ર'રૂપી અણમોલ ભેટ આપી છે. આ ચિંતનાત્મક પારસમણિને સર્વજન હૃદયમાં ધારણ કરે અને પ્રથમ જિનેશ્વર શ્રી આદિનાથ ભગવાનના ચરણયુગલમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી સમ્યકભક્તિ વડે સમ્યકજ્ઞાન–સમ્યક્દર્શન અને સમ્યફચારિત્રને પ્રાપ્ત કરે એ જ પરમકૃપાળુ પરમાત્માને અભ્યર્થના.
સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી, આચાર્યશ્રી પધસાગરસૂરીશ્વરજી, આચાર્યશ્રી કુંદકુંદસૂરિ મહારાજસાહેબ, આચાર્યશ્રી યશોભદ્રસૂરિ મહારાજસાહેબ તથા પાલિતાણા નિવાસી શ્રી ભોગીલાલ મણિલાલ ઝવેરીના સંસારી ભાઈ શ્રી પ્રીતિવિજયજી મહારાજ સાહેબ(રાજસ્થાન)ના મળેલા આશીર્વાદથી મારું આ કાર્ય પરિપૂર્ણ થયેલ છે તેનો મને હર્ષ છે.
જેમના સાનિધ્યમાં રોમેરોમમાંથી “ભક્તામર સ્તોત્ર ઊભરાતું હતું તેવા ડૉ. દિવ્યપ્રભાશ્રીજીના સહયોગ બદલ તથા સાધ્વીજી શ્રી તત્ત્વપૂર્ણાશ્રીજીના શિષ્યા તત્ત્વદર્શિતાશ્રીજીના શિષ્યા શ્રી તત્ત્વરંજિતાશ્રીજી મહારાજસાહેબ જેમના મુખમાંથી વહેતાં અમૃત વચનોથી મને બળ મળતું રહ્યું છે તેમની હું આભારી છું.
મારા સંશોધન તથા આ પુસ્તકપ્રકાશનના કાર્યમાં સર્વપ્રથમ હું ઋણી છું મારાં માતુશ્રી શારદાબહેન વ્રજલાલ વોરા તથા પિતાશ્રી વ્રજલાલ પોપટલાલ વોરાની. તે બંનેના શુભ-આશિષ નિરંતર મારા પર વરસતા રહે છે. મારી માતાનું સ્વપ્ન હતું કે મારી પીએચ.ડી. ડિગ્રીનો મહાનિબંધ પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય. આજે મારી માતા જ્યાં પણ હશે ત્યાં સવિશેષ પ્રસન્ન હશે અને મને પણ એટલી જ પ્રસન્નતા છે કે આજે એમનું એ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. મારા પરિવારના દરેક નાના-મોટા સભ્યોનો આ તકે આભાર માનું છું, જેમનો સાથ-સહકાર સતત મળ્યા કર્યો છે.
VIII
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી ભાનુમતીબહેન ભોગીલાલ ઝવેરીનો આ કાર્યમાં સહકાર આપવા બદલ આભાર માનું છું.
ડૉ. ધનવંત શાહનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે તેમના અતિવ્યસ્ત જીવનવ્યવહારમાંથી સમય કાઢીને મારા આ પુસ્તક માટે બે બોલ લખી આપ્યા. એમનો સાથ અને સહકાર મને હંમેશાં મળતા રહ્યા છે અને એમના આશીર્વાદરૂપ અમૃતધારા મારા પર સહૃદય વરસતી રહે છે. તેમની હું ઋણી છું. ડૉ. કુમારપાળ દેસાઈ અને પ્રતિમાબહેન દેસાઈની વાત હું કયા શબ્દોમાં રજૂ કરું અને ક્યાંથી શરૂ કરું એ જ મને સમજાતું નથી. કુમારપાળભાઈએ આ પુસ્તક પ્રગટ કરવા માટે મને ઉત્સાહિત કરી છે અને મને દરેકેદરેક કાર્યમાં અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે તેમજ આ ગ્રંથ વિશે અભિપ્રાય આપીને ઉપકૃત કરી છે.
મારા પુસ્તકની કવરપેજની ડિઝાઇન કરી આપવા બદલ શ્રી દેવનભાઈ મોદી તથા શ્રીમતી હેતલબહેન મોદી(ઘાટકોપર-મુંબઈ)નો હૃદયપૂર્વક આભાર માનું છું. મફીબહેન રમણલાલ શાહ (અંબુજા મેટલ), રાજેશભાઈ તથા લંડનમાં રોકાણ દરમિયાન શ્રી અશોકભાઈ પટ્ટનીના સહયોગ બદલ તેમનો તથા તેમના પરિવારનો આભાર માનું છું.
૧૯-૧૦-૨૦૦૯
- ડૉ. રેખા વોરા
IX
Page #11
--------------------------------------------------------------------------
________________
ગહન સ્તોત્રનો સર્વાગી અભ્યાસ
સર્જનકાળથી પ્રકાશનકાળ સુધીની ગતિવિધિનો સમગ્ર આલેખ ચિત્ત સમક્ષ હોય, ત્યારે કેવો અનુભવ થાય ? શ્રી રેખાબહેન વોરાએ શ્રી ભક્તામર સ્તોત્રના વિષય પર મહાનિબંધ લખવાનું શરૂ કર્યું, ત્યારથી આરંભીને એના આ ગ્રંથ-પ્રકાશન સુધીની સઘળી ગતિવિધિનો. હું એક સાક્ષી છું. કેટલાક શુભકાર્યમાં સાક્ષી બનવું, એનો પણ એક આનંદ હોય છે.
આ મહાનિબંધનાં વિષય-પસંદગીમાં રેખાબહેનની ધર્મપરાયણ માનસમૃષ્ટિનું પ્રતિબિંબ જોવા મળે છે. વળી આ કાર્ય તેઓ સર્વાંશે પૂર્ણ કરી શકે તે માટે તેમનાં માતુશ્રી શારદાબહેન વોરાએ સતત પ્રેરણા પૂરી પાડી અને એને પરિણામે આ કપરું કાર્ય શક્ય બન્યું. કપરું એ માટે કે સામાન્ય રીતે મહાનિબંધનો જેટલો વિસ્તાર હોય, એનાથી બમણો આ મહાનિબંધનો વિસ્તાર છે. આમ તો શ્રી ભક્તામર સ્તોત્ર વિશે ઘણા ગ્રંથો રચાયા છે, પરંતુ આ એક એવો ગ્રંથ છે કે જેમાં શ્રી ભક્તામર સ્તોત્રનો સમગ્રતયા સર્વાગી ખ્યાલ મળી રહે છે. આથી આમાં શ્રી ભક્તામર સ્તોત્ર વિશેની કોઈ વિગત બાકી રહે નહિ તેવો પ્રયત્ન એમણે કર્યો છે અને એમાં ડૉ. કલાબહેન શાહનું માર્ગદર્શન એટલું જ ઉપયોગી નીવડ્યું છે.
આચાર્યશ્રી માનતુંગસૂરિ-રચિત “શ્રી ભક્તામર સ્તોત્ર' એ પ્રભાવક, પરિવર્તનકારી અને આધ્યાત્મિક ઊર્ધ્વતાસાધક સ્તોત્ર છે. આ સ્તોત્રનો પ્રત્યેક શબ્દ અનેક અર્થછાયાઓ ધરાવે છે. એના એકેએક શબ્દની પસંદગીમાં મહાન આચાર્યશ્રીનું ગહન ચિંતન, આધ્યાત્મિક અનુભવ અને ધ્યાનસાધનાથી ઊર્ધ્વતાનો અનુભવ થાય છે. એથી બાહ્ય દૃષ્ટિએ આ સ્તોત્રમાં માત્ર તીર્થકર ભગવાનની ગુણસ્તુતિ લાગે, પરંતુ તેના અંતરાલમાં અનેક ગહન ભાવનાઓ રહેલી છે. કેટલાકને આ ચમત્કારિક કે જીવનમાં આવતી આપત્તિ દૂર કરતી સ્તુતિ લાગે છે, પરંતુ ભક્તામર સ્તોત્ર એ તો મંત્રગર્ભિત સ્તોત્ર છે. પરિણામે એના શબ્દોની એવી સાહજિક રચના કરવામાં આવી છે કે સ્તોત્રજાપ દ્વારા સહજ જ સર્વસિદ્ધિ સધાય છે અને તેને પરિણામે શ્રી ભક્તામર સ્તોત્રની સાથોસાથ એનાં ફળ, ઉપયોગ, આધિ, વ્યાધિ અને ઉપાધિનું નિવારણ સંકળાયેલાં છે.
આ સ્તોત્રની બીજી મહત્ત્વની બાબત સ્તુતિ દ્વારા પોતાની આત્મા સુધારણા છે. જે રીતે તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવે યુગના પ્રારંભે સમાજનું ઘડતર કર્યું, એ રીતે ભક્ત પોતાના આંતર-ઘડતરની અભ્યર્થના સેવે છે અને તેથી જ સંવેગ અને બુદ્ધિના પ્રારંભિક તંદ્રને પાર કરીને તેઓ સ્તુતિમાં એકરૂપ બને છે. આમ કરવાથી પોતાના કષાયજનિત
Page #12
--------------------------------------------------------------------------
________________
દોષો, મિથ્યાજનિત દૃષ્ટિકોણ અને અનીતિમય આચારધારા નષ્ટ થાય છે અને તેને પરિણામે દુર્લભ બોધિ સુલભ બને છે. સ્તોત્રમાં બાહ્ય રૂપે ભક્તિનો પ્રવાહ વહે છે, આંતર રૂપે અધ્યાત્મ-સાધના ચાલે છે. બાહ્ય રીતે ગુણવર્ણન થાય છે, તો આંતરિક રીતે અધ્યાત્મમાર્ગનું આલેખન થાય છે. આંખ તીર્થંકરની મૂર્તિ જુએ છે અને સાથોસાથ ભીતરમાં આંતરદૃષ્ટિનું જાગરણ થાય છે. આદિનાથ ભગવાનના વ્યક્તિત્વમાંથી પ્રગટતા ગુણો ભક્તના હૃદયમાં નિર્મળતા અને પવિત્રતા પ્રગટાવે છે અને આપોઆપ જીવનશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિ સધાય છે.
એ દૃષ્ટિએ શ્રી ભક્તામર સ્તોત્ર એ જ્ઞાનનું પૂજન છે, તો અધ્યાત્મનું પ્રમાણ છે. સંક્ષેપમાં કહીએ તો આ ભક્તિથી પરિપૂર્ણ સ્તુતિ એક બાજુએ તીર્થંકરના આરાધનાના ચરમશિખર પર પહોંચે છે, તો બીજી બાજુએ સાધનાના પંથે ચાલતો સાધક તીર્થંકરની શક્તિ અને એમની અધ્યાત્મિક વિભૂતિમત્તાનો સ્પર્શ પામે છે.
આ સ્તોત્ર દ્વારા જીવનના દૃશ્ય અને અદૃશ્ય, કાલ્પનિક અને વાસ્તવિક સઘળા ભયથી મુક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ એની સાથોસાથ મહાયોગી આનંદઘનજી મહારાજે કહ્યું છે તેમ ‘અબ હમ અમર ભયે'ની સ્થિતિ તરફની આમાં યાત્રા છે. શ્રી ભક્તામર સ્તોત્રના પદે પદે ગહન અર્થો રહેલા છે. એની કથા કહે છે કે શ્રી ભક્તામર સ્તોત્રની પ્રત્યેક ગાથાની સાથોસાથ આચાર્ય શ્રી માનતુંગાચાર્યને લગાડેલાં તાળાંઓનું બંધન આપોઆપ તૂટતું ગયું. તીર્થંકર પ્રત્યેની અગાધ ભક્તિનો આ એક સાહજિક આવિર્ભાવ છે. સામાન્ય માનવી એને આશ્ચર્ય કે ચમત્કાર રૂપે જુએ, પરંતુ વાસ્તવમાં પ્રભુ પ્રત્યેના તીવ્ર તલસાટ અને ઉત્કૃષ્ટ ભક્તિનું આ સાહજિક પરિણામ છે. શ્રી ભક્તામર સ્તોત્રની એક એક ગાથા સાથે તાળાંઓનું બંધન તૂટે છે. એ અર્થમાં કહીએ તો એની પ્રત્યેક ગાથાની સાથોસાથ સાધકનાં કર્મબંધનરૂપી તાળાંઓ પણ તૂટતાં જશે એવી શ્રદ્ધા સર્જાય છે.
શ્રી ભક્તામર સ્તોત્રની ગાથાઓના પ્રત્યેક શબ્દમાં અનેક સંકેતો પ્રાપ્ત થાય છે. એના શબ્દોમાં પ્રભુના સ્તુતિવર્ણન ઉપરાંત સાધકના આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શક એવો અર્થ પણ નિહિત છે. એનું કાવ્યત્વ, એનું માધુર્ય, એની રમણીયતા અને એ બધાંની સાથોસાથ ભાવનો પ્રવાહ, સાધકની નમ્રતા, દર્શનનું ઊંડાણ અને ભૌતિક અને આધ્યાત્મિક જીવનનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, આથી આ સ્તોત્રનો પ્રભાવ જોતાં એવું અનુભવાય કે સામાન્ય માનવીથી માંડીને ઉત્કૃષ્ટ આરાધક સુધી સહુ કોઈને આ સ્તોત્ર પોતાની રીતે સ્પર્શે છે અને એમાંથી પોતાની પાત્રતા અને ભૂમિકા પ્રમાણે પામે છે.
વિરાટ ગંગા નદી વહેતી હોય, ત્યારે પ્રત્યેક વ્યક્તિ એમાંથી પોતાની ક્ષમતા પ્રમાણે જળપ્રાપ્તિ કરે છે. શ્રી ભક્તામર સ્તોત્રમાંથી પણ એ જ રીતે સામાન્ય માણસથી માંડીને
XI
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ સાધક અને ત્યાગી મહાત્માઓએ ભિન્ન ભિન્ન પ્રાપ્તિ કરી છે. આથી જ આ સ્તોત્ર કોઈને વ્યાવહારિક લાભનું કારણ લાગ્યું છે, તો કોઈને પરમ ધ્યાનના સ્વર્ગ સમું દિખાયું છે.
આવા મહિમાવંતા સ્તોત્ર વિશે રેખાબહેન વોરાએ ખૂબ ઊંડું અધ્યયન કર્યું. ગ્રંથભંડારોમાં જઈને જૂની હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. આ મહાન સ્તોત્ર વિશે પ્રકાશિત પુસ્તકો સમીક્ષાત્મક દૃષ્ટિએ જોયાં અને આ સઘળા પરિશ્રમના ફળરૂપ આવો શ્રી ભક્તામર
સ્તોત્ર વિશે સર્વગ્રાહી આકરગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. આ ગ્રંથના પ્રાગટ્ય માટે એમના પિતાશ્રી આદરણીય શ્રી વ્રજલાલભાઈ વોરાએ પણ એટલો બધો ઊંડો રસ લીધો કે આ ગ્રંથના એકેએક પાને કોઈ ભાષા કે વિગતની અશુદ્ધિ ન રહે તે માટે પરિશ્રમ કર્યો.
મારી દૃષ્ટિએ આ ગ્રંથ વિરલ એ માટે છે કે જીવનમાં પોતાને ધર્મના સંસ્કારો આપનારા સ્તોત્ર વિશે આટલો ગહન અભ્યાસ કરવો અને એ માટે માતા-પિતાનું પ્રબળ પ્રોત્સાહન સાંપડવું તેમજ આ વિષયની સર્વાગી રજૂઆત માટે ખંત, ઉત્સાહ અને અભ્યાસનિષ્ઠાથી કામ કરવું એ વિરલ જ ગણાય. આવું મુશ્કેલ કાર્ય સિદ્ધ કરવા માટે શ્રી રેખાબહેનને ધન્યવાદ.
તા. ૧૭–૧૦–૨૦૦૯
– કુમારપાળ દેસાઈ
XII
Page #14
--------------------------------------------------------------------------
________________
સંશોધકનો પરિશ્રમ
જૈન ધર્મ અને સાહિત્યમાં નારીઓએ કરેલ પ્રદાનનું વિશિષ્ટ મૂલ્યાંકન થવું જોઈએ એવો વિચાર મને હંમેશાં સતાવ્યા કરે છે. મારું સદ્ભાગ્ય છે કે Ph.D. કરવા માટે મોટે ભાગે બહેનો મારી પાસે માર્ગદર્શન માટે આવે છે અને મારી ભાવનાને સંવર્ધિત કરે છે. બ્રાહ્મી–સુંદરીની અનુયાયી બની જૈન ધર્મશાસનની સેવા કરવાનો અભિનંદનીય દૃષ્ટિકોણ રાખે છે.
બહેન રેખા વોરાએ સ્તોત્રસાહિત્ય અને ભક્તામર સ્તોત્ર’ જેવો વિષય Ph.D.ની ડિગ્રી માટે પસંદ કરી. જૈન ધાર્મિક ગ્રંથોનું સાહિત્યકીય દૃષ્ટિએ મૂલ્યાંકન કરવાનો અભિગમ સેવ્યો અને એ કાર્ય સુપેરે પાર પાડ્યું છે. આ વિષય વિશાળ, ગંભીર અને ગહન છે.
કોઈ પણ વિષય પર સંશોધનકાર્ય કરવું એ માનીએ તેટલું સરળ નથી. અને એમાંય જેન ધર્મ અને સાહિત્યનાં ગ્રંથાલયોમાંથી હસ્તપ્રતો તથા પ્રાચીન ગ્રંથો પ્રાપ્ત કરવાનું કાર્ય કેટલું કઠિન છે તેનો અનુભવ સંશોધન કાર્ય કરનારને થાય છે. બહેન રેખા મુંબઈમાં રહીને જૈન સ્તોત્રસાહિત્ય વિશેની માહિતી મેળવવા મહારાષ્ટ્રમાં પૂના પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિર – ડેક્કન યુનિવર્સિટીથી માંડીને મુંબઈના વિવિધ જ્ઞાનભંડારો, સૂરત, ખંભાત, ભરૂચ, લીંબડી, પાલનપુર, અમદાવાદ વગેરે નગરોના જ્ઞાનભંડારોની મુલાકાત લઈ અનેક ગુરુભગવંતો તથા સાક્ષરોને મળી મબલક માહિતી ભેગી કરી મને બનાવતી, ચર્ચા-વિચારણાઓ કરતી ત્યારે તેની સંશોધન કરવાની અથાગ મહેનત તથા જિજ્ઞાસાઓની પ્રત્યક્ષ પ્રતીતિ થઈ હતી.
એક હજાર પાનામાં તૈયાર થયેલ આ શોધનિબંધમાં સ્તોત્રનું સ્વરૂપ, અન્ય ધર્મોનાં સ્તોત્રો, ભક્તામર સ્તોત્ર વિષયક સાહિત્ય વગેરેનું વિસ્તૃત આલેખન પ્રાપ્ત થાય છે.
સૌથી વિશેષ રસપ્રદ પ્રકરણ “ભક્તામરનું કાવ્યતત્ત્વ છે. કોઈ પણ પ્રાચીન કે મધ્યકાલીન કવિઓએ ક્યાંય કહ્યું નથી કે તેઓએ કાવ્યસર્જનના હેતુથી આ રચના કરી છે. પરંતુ તેમની રચનાઓ વિધિના સાહિત્યમાં ઉત્તમ સ્થાને બિરાજમાન થઈ શકે તેવી છે. એમાં ૫ પૂ. માનતુંગસૂરીશ્વરજી રચિત “ભક્તામર સ્તોત્ર' એ જૈન ધર્મ અને સાહિત્યનું એક ઉત્તમોત્તમ ભક્તિસ્તોત્ર છે. આ સ્તોત્રની પંક્તિએ પંક્તિએ, શબ્દ શબ્દ અને અક્ષરે અક્ષરે કવિના હૃદયનો ગર્યો નિીતર્યો નિર્ભેળ ભક્તિભાવ સહજ રીતે કાવ્ય બનીને અવતર્યો છે.
- ડૉ. કલા શાહ
XIII
Page #15
--------------------------------------------------------------------------
________________
ભક્તિના માનસરોવરનું મોતી 'શાશ્વત ભક્તામર સ્તોત્ર'
તીર્થકર ભગવાનના ગુણો અને સિદ્ધિઓનું વર્ણન કરવા માટે અવન્તિ ઉપર સર્જાયેલા બધા જ શબ્દો ઓછા પડે, જે ઇષ્ટદેવે પ્રત્યે શ્રદ્ધા હોય, એમના પ્રત્યે હૃદયમાં જાગ્રત થતાં ભક્તિ તરંગો ક્યારેય પૂર્ણ ન થાય, કાંઈક એવું જ માનતુંગાચાર્ય રચિત ભક્તામર સ્તોત્ર' માટે કહી શકાય.
પ્રત્યેક શબ્દના ધ્વનિમાં સૂર્ય સમાન તેજ અને બુદ્ધિ માને નહિ એવા ભવ્ય ચમત્કારનો સાક્ષાત્કાર બિરાજમાન છે એવા આ સ્તોત્રના ગુણાનુરાગ કરવા કલમ ઉપાડવી એટલે વિરાટ કલાસ પર્વતના આરોહણ માટે એક ડગલું માંડવું.
ડૉ. રેખા વોરાએ આજથી દશ વર્ષ પહેલાં પીએચ.ડી.ની ઉપાધિ નિમિત્તે પોતાના શોધપ્રબંધ જૈન સ્તોત્રસાહિત્ય અને ભક્તામર સ્તોત્ર' વિષય ઉપર મહાનિબંધ લખવા પોતાની કલમ ઉપાડી, અને એ શોધપ્રબંધ આજે || ભક્તામર તુલ્યું નમઃ ||' શીર્ષકથી આપણને પ્રાપ્ત થાય છે. | સર્વ પ્રથમ તો ફરિયાદ કરવાનું મન થાય છે કે આવા અધ્યયનશીલ ગ્રંથના પ્રકાશન માટે આટલો વિલંબ શા માટે કર્યો ? પરંતુ સમય પાકે ત્યારે જ સત્યનું અવતરણ થાય છે. દસ વર્ષ પછી પણ આવો ગ્રંથ જૈન સમાજને પ્રાપ્ત થાય એ અલ્પ આનંદની ઘટના નથી જ.
સમગ્ર ગ્રંથનું વાંચન કરીને જ્યારે ભાવક બહાર આવે છે ત્યારે એક તીર્થયાત્રાનો સાત્ત્વિક આનંદ અનુભવ્યો હોય એવી પ્રતીતિ એ વાચકને થાય છે.
જૈન સ્તોત્રસાહિત્ય હિમાલય જેવું વિશાળ અને સાગર જેટલું ગહન છે. એ સમગ્ર સાહિત્યનું દર્શન કરવું, એનું અચન કરવું અને અનેક પરિમાણોથી એ સ્તોત્રોની વિશિષ્ટતા દર્શાવવી એ કપરું કામ છે અને એમાંય “ભક્તામર સ્તોત્રને કેન્દ્રમાં રાખી. આ અમર સ્તોત્રની જુદી જુદી શબ્દઅર્થની વિભાવનાને સ્પર્શી, એમાંથી પ્રાપ્ત થતાં આનંદ, સત્ત્વ, તત્ત્વ અને સત્યને સ્પષ્ટ રીતે પ્રસ્તુત કરવાં એ અતિ કઠિન કામ છે. આશ્ચર્યની વાત એ છે કે આ કાર્ય કોઈ સાધ્વીશ્રી કે સાધુ ભગવંતોએ નથી કર્યું પણ સંસારની બધી જ જવાબદારીનું પૂર્ણ વફાદારીપૂર્વક વહન કરતાં કરતાં પૂરી નિષ્ઠાથી આ શુભ કાર્ય કુમારી ડૉ. રેખાબહેનને પાર પાડ્યું છે. મારી દૃષ્ટિએ આ એક મહોત્સવની પળ છે.
ભક્તામરની ગાથાઓ ૪૪ કે ૪૮ ? આ વિશદ ચર્ચા અહીં છે. ક્યાંક વાંચ્યું હતું કે ભક્તામરની પર ગાથા છે અને ચાર ગાથામાં આ સ્તોત્રનું રહસ્ય છે. પણ એ ગાથાઓ કાળના પ્રવાહમાં વિલિન થઈ ગઈ છે.
XIV
Page #16
--------------------------------------------------------------------------
________________
ભક્તામરનો પ્રત્યેક શબ્દ તીર્થ સમાન છે અને એ વસંતતિલકા છંદથી પ્રગટતો શબ્દ ધ્વનિ કોઈ દિવ્ય વાતાવરણનું સર્જન કરે છે એવી આ સ્તોત્રની ધ્વનિશક્તિ છે. આ કારણે આ સ્તોત્ર મહામંત્રનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રત્યેક અક્ષર એક બીજમંત્ર સમાન છે. પ્રત્યેક ગાથાનું અલગ અલગ વ્યક્તિત્વ અને એમાંથી નીપજતાં પરિણામો અને સંસારની અનેક વ્યાધિ–ઉપાધિનું નિવારણ છે. ભક્તને ભક્તિની સમાધિ પાસે લઈ જવાનું પૂર્ણ સામર્થ્ય આ ભક્તામર મહાસ્તોત્રમાં છે.
આ સ્તોત્રના રચયિતા સર્વદા પરમ વંદનીય શ્રી માનતુંગાચાર્યના જીવનની રૂપરેખાથી પ્રારંભ કરી આ સ્તોત્રનો રચનાકાળ અને સર્જનની કથા તેમજ ઉપર જણાવ્યું તેમ એની ગાથાસંખ્યા, એનું કાવ્યત્વ એ નિમિત્તે સર્જાયેલી પ્રભાવક કથાઓ અને આ સ્તોત્રનું મહાભ્ય તેમજ એનાં મંત્ર, તંત્ર, યંત્ર અને અષ્ટકો વગેરે આ વિશાળ ફલકને રેખાબહેને અહીં સમાવી લીધાં છે. એમના ઊંડા અભ્યાસની પ્રતીતિ એમણે જે જે ગ્રંથોનો આ નિમિત્તે અભ્યાસ કર્યો એ ગ્રંથોની સૂચિ વાંચતાં રેખાબહેનની વિષયસજ્જતાની અને વિષય ન્યાયની પ્રતીતિ થાય છે. જે અભિનંદનીય અને ભવિષ્યના શોધનિબંધકારક માટે પ્રેરક બને છે.
જે જે ભાવિકોને ભક્તામરનું નિત્ય સ્મરણ કરવું છે એ પુણ્યશાળી જીવ આ ગ્રંથનું ચયન કરશે તો એમને ભક્તિથી વિશેષ અહીં અગોચર પ્રાપ્ત થશે, જે એમની શ્રદ્ધાભક્તિમાં ગુણાકારો કરાવશે. શ્રદ્ધામાં સમજને ઉમેરો એટલે દિવ્ય સત્યની પ્રતીતિ !
ડૉ. રેખાબહેનની આ શબ્દપ્રજાને આપણે હરખથી વધાવીને આ શબ્દ કર્મના તપને વંદન કરીએ.
- ડૉ. ધનવંત શાહ ઇમેલ : drdtshah@hotmail.com
મો. ૯૮૨૦૦૦૨૩૪૧
Xv
Page #17
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
-
33
જે
છે
૪
ર
121
142
169
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના જિનભક્તિ જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી
ભક્તામર સ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા ૭. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન
શ્રી ભક્તામર સ્તોત્ર
પદ્યસંખ્યાની સમસ્યા ૧૦. ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ ૧૧. પ્રભાવક કથાઓ ૧૨. મહાન પ્રભાવિક સ્તોત્ર ૧૩. “ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર-તંત્ર અને અષ્ટકો ૧૪. ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ ૧૫. સાધનાની કેડીએ
S
176
S
338
389
417
441
469
500
513
a સંદર્ભસૂચિ
517
XVI
Page #18
--------------------------------------------------------------------------
________________
હસ્તિનાપુરના જિનાલયમાં આદિનાથ ભગવાનને
ઈશ્નરસનું પારણું કરાવતા શ્રેયાંસકુમાર
Page #19
--------------------------------------------------------------------------
________________
'શ્રી ભક્તામર સ્તોત્રનાં યંત્રો છે
निर्धूमवर्तिरपवर्जिततैलपूरः न ह्रीं अर्ह णमो चउदसपुवीणं।'
न ही जयायै नमः
दीपोऽ परस्त्वमसि नाथा जगत्प्रकाशः ॥१६॥ |
कुरु कुरु स्वाहा। नें ग्लौँ माणिभद्राय नमः
तम्ल्यै
. श्री विजयायै नमः ने नमः सुमंगला-सुसीमा नाम देवी कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि।
૧૬મી ગાથાનું યંત્ર
Delhke IA amb el pallapa
Mali
ति हराय नाथ
धिशोषणाय
Assed
भअभ
मलभूषणाय
ચિત્રબંધમાં લખાયેલી ભક્તામર સ્તોત્રની ૨૬મી ગાથા
Page #20
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ
વિશ્વનો સાહિત્યભંડાર વિવિધ સ્તોત્રરૂપી કાવ્યપુષ્પોથી ભરેલો છે. અનેક કુશળ કાવ્યકારોએ વિદ્વત્તા દ્વારા પોતપોતાની કાવ્યકુશળતા સહજ કુતૂહલતાપૂર્વક પ્રગટ કરી છે. સ્તોત્રના આવા અગાધ સમુદ્રને એક જૂથમાં સંકલિત કરવો એ કઠિન કામ છે. કારણ કે અનેક કવિગણોએ વિવિધતાઓથી ભરપૂર કાવ્યનાં શ્રદ્ધાસુમન પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યા છે. ઘણા નિગ્રંથકારોએ પોતાની ભાવભક્તિપૂર્ણ રસધારા દ્વારા પોતાના આરાધ્યદેવના ચરણોને પ્રક્ષાલ્યા છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાને જેઓ પામ્યા છે તેવા સાધકોએ પોતાના હૃદયની વીણાના તાર પર પ્રાર્થનાના સુમધુર ગીત ગાયાં છે. આ જગતના પ્રત્યેક ધર્મ કે સંપ્રદાયમાં ભગવાનની ભક્તિના ઉદ્દેશને માટે ભજન, શ્લોક, સ્તોત્ર, સ્તવન, પ્રાર્થના, મંત્ર, જાપ વગેરેનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. તે દરેકની અંદર પોતાના ઇષ્ટદેવનાં યશોગાન ગવાય છે. પછી એ ધર્મો ઈશ્વરવાદી હોય કે અનીશ્વરવાદી હોય, દરેક ધર્મમાં આરાધ્યનાં ગુણગાન મહત્તા, પ્રતિભા, અલૌકિકતા વગેરે જુદા જુદા કાવ્ય-સ્વરૂપે વ્યક્ત થતાં રહ્યાં છે. એના સ્મરણથી આરાધ્ય પ્રત્યે શ્રદ્ધાભક્તિમાં દઢતા વધતી રહે છે અને મોક્ષરૂપી લાખેણી લક્ષ્ય પ્રાપ્તિના ઇચ્છુકોએ લાલિત્યપૂર્ણ આખ્યાનોથી પોતાની કાવ્યકલાથી દેવાધિદેવની આરતી ઉતારી છે. જ્ઞાનના અલંકારોથી અલંકૃત થયેલી ભાષાના સ્થાને ભક્તની કાલીઘેલી ભાષા જ માત્ર હોય છે. પોતાના ઇષ્ટનું સૌંદર્ય-માધુર્ય જ નજર સમક્ષ આવે છે. ભક્તની નજરમાં અર્જુનની એકાગ્રતા જોવા મળે છે અને આ જ એકાગ્રતા ભક્તિની પરાકાષ્ઠા હોય છે. એની (ઇષ્ટની) કૃપાનું ફળ સર્વત્ર ફેલાયેલું જોઈ શકાય છે. એના જ પ્રભાવથી આ અસાર સંસાર
Page #21
--------------------------------------------------------------------------
________________
2 ।। ભક્તામર તુભ્ય નમઃ ||
સારરૂપ બન્યો છે. ભગવાનનાં વચનોનો આશ્રય લઈને અનેક જીવો આત્મકલ્યાણ કરવામાં અગ્રેસર બન્યા છે અને આ પરંપરા આગમ અને વેદ બંનેના ઉદ્ભવકાળથી જ અદૃશ્યપણે ચાલી આવી છે.
માનવજીવનની સફળતા અને કર્મ નિર્જરાપૂર્વક શુભકર્મના ઉદયને માટે આરાધનાના વિભિન્ન માર્ગોની પ્રરૂપણા આગમોની અપરિમેય જ્ઞાનગરિમાના ગુણગાન કરવાવાળા નિગ્રંથકારો કરી છે. આમાં બે પ્રકારના સંકેતોનો સમાવેશ થાય છે ઃ (૧) સૂક્ષ્મ, (૨) સ્થૂળ. સૂક્ષ્મ સંકેત ઉત્તમ સાધકો માટે બતાવ્યો છે. જેમાં ઉત્કૃષ્ટ યોગની ભૂમિકાઓ અને માંત્રિક પ્રક્રિયાઓની સાધના કરાવે છે. પરંતુ યંત્રની જેમ કામ કરતા આજના યુગના માનવ માટે આ બધું સહજ રીતે સાધ્ય નથી અને એટલા માટે સ્થૂળ સંકેતોનો નિર્દેશ મધ્યમ સાધકોને માટે આપવામાં આવ્યો છે. એમાં ઉપકરણો દ્વારા પ્રભુપૂજા અને સ્તુતિ-પ્રાર્થના ઇત્યાદિનું વિશિષ્ટ સ્થાન છે. પૂજામાં સાધક પોતાની શક્તિ અનુસાર પૂજાસામગ્રી લાવે છે અને એને ભક્તિભાવપૂર્વક મંત્ર-સ્તુતિ-પ્રાર્થના સાથે પ્રભુને સમર્પિત કરે છે. તદ્ઉપરાંત સ્તુતિ-સ્તોત્ર દ્વારા પ્રભુની કૃપાપ્રાપ્તિ માટે નિવેદન કરે છે. આ એક સ્થૂળ-સામાન્ય-નિયમિત વિધિ છે. તેથી જ સ્તુતિને આરાધનાનું એક પ્રમુખ સ્થાન પણ કહેવામાં આવે છે જે સાધન દ્વારા સાધકને સાધ્ય સુધી પહોંચાડે છે.
સ્તોત્રનું ઉદ્ગમસ્થાન
મનુષ્યજન્મમાં આવેલા માનવી પ્રત્યેક ક્ષણે અનેક સંકટોનો સામનો કરતા હોય છે. આવા સંકટના સમયે તે ઘણી વાર દુઃખી થઈને સંકટમાંથી બહાર નીકળવા માટે સહાયતાની શોધ કરે છે, તો ક્યારેક કંઈક વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં સુખની આકાંક્ષા, કૃપાની કામના, અપેક્ષાની પ્રાર્થના અને ઉપેક્ષિતની અવગણનાને માટે ઊઠતાં-બેસતાં, સૂતાં-જાગતાં, દિવસ-રાત, હસતાં-રમતાં-રડતાં-કકળતાં ઇષ્ટ કે સહાયકને યાદ કરતાં જે કાંઈ પણ બોલે છે તે જ સ્તુતિ કે સ્તોત્ર બની જાય છે. આવી રીતે અંતઃસ્થલમાંથી નીકળતા શબ્દો જ સ્તુતિનું ઉદ્ગમસ્થાન છે. આની શરૂઆત સ્તોત્રના સહજ-ધ્વનિના રૂપમાં જ થાય છે.
સૃષ્ટિના સર્જનકાળથી સ્તોત્રની શરૂઆત થઈ છે એ નિર્વિવાદ છે. અર્થાત્ જ્યારથી આ સૃષ્ટિનો આરંભ થયો, પ્રકૃતિના વિવિધ પદાર્થોની જડ અને ચેતન પદાર્થોની રચના થઈ ત્યારથી સ્તોત્રનો પ્રારંભ થયો છે એમ કહી શકાય. સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ આનું કારણ સમજાવતાં જણાવે છે કે “અચેત પ્રકૃતિના સર્જનમાં સરિતાઓનો કલકલ, પાંદડાંનો સરસરાટ, વાદળાંઓનો ગડગડાટ, પર્વતોના પડઘાઓ તથા ચેતન પશુપક્ષીઓમાં પ્રત્યેકની ગર્જના, તર્જના અને કલરવોમાં પણ એ જ પરમાત્મા પ્રત્યેની ક૨વામાં આવતી નિર્વચનીય સ્તુતિનો આભાસ મળે છે. અતઃ એમ કહી શકાય કે સૃષ્ટિના આરંભકાળથી જ સ્તુતિ-સ્તોત્રની શરૂઆત થઈ છે.’ એ નિર્વિવાદ છે.”૧
તાત્પર્ય કે સૃષ્ટિના જડ અને ચેતન દરેક પદાર્થમાં એક યા બીજા પ્રકારે પ૨માત્માની સ્તુતિ
Page #22
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 3 સ્તવના થતી હોવાનો આભાસ મળે છે. પછી તે સ્તુતિ શાબ્દિક હોય કે અશાબ્દિક હોય. આ પ્રભુની અપરંપાર કૃપાનો જ પ્રભાવ છે કે જેના પરિણામે દરેકમાં સ્પંદનો જાગતા જોવા મળે છે અને એ સ્પંદનો પ્રભુની સ્તવના-સ્તુતિ-સ્તોત્ર સ્વરૂપનાં હોય છે.
સાધકે ભક્તિભાવપૂર્વક કાલીઘેલી ભાષામાં કરેલી પ્રભુ-સ્તવના પણ બાળકની કાલીઘેલી ભાષામાં વાત કરવા જેટલી જ મધુર અને આહ્લાદક લાગે છે. સંકટમાં સપડાયેલો મનુષ્ય પ્રભુને ખૂબ જ ભાવપૂર્વક યાદ કરે છે, તેનું સ્મરણ-ચિંતન કરે છે. ચિંતન કરતાં કરતાં જ એક એવા મુકામ પર પહોંચી જાય છે કે જ્યારે તેના કંઠમાંથી પ્રભુના ગુણગાનના શબ્દો આપોઆપ પ્રવાહિત થઈ જાય છે. અને આ પ્રગટ થયેલાં શાબ્દિક વચનો સ્તોત્રનું સ્વરૂપ ધારણ કરે છે. સંકટ સમયે રચાયેલાં સ્તોત્રોનાં અનેક ઉદાહરણો આપણને મળી આવે છે. શ્રી બાણ ભટ્ટે રચેલ ‘ચંડીશતક' અને તેમના જ સમકાલીન મહાન આચાર્ય શ્રી માનતુંગસૂરિ વિરચિત ‘ભક્તામર સ્તોત્ર’ આનાં શ્રેષ્ઠતમ ઉદાહરણો છે.
સ્તોત્ર વિષે એટલું ચોક્કસ કહી શકાય કે આ જગતમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જેના સાહિત્યમાં અલ્પાંશે પણ સ્તુતિ-સ્તોત્રને સ્થાન ન મળ્યું હોય. તેમાં પણ ખાસ કરીને ભારતની પવિત્ર ભૂમિ ઉપર ઊગેલાં ધર્મવૃક્ષોનું સ્તોત્રરૂપી સરિતામાંથી વહેતા ભક્તિરસથી સિંચન થયેલું વિશેષ રૂપમાં જણાય છે. ડૉ. રુદ્રદેવ ત્રિપાઠીના કથનાનુસાર, “ભારતીય વાડ્મયનું મૂળ ‘સ્તોત્રસાહિત્ય' ગણાય છે. સ્તોત્ર-સાહિત્યમાં જ સાહિત્યની અનન્ય ધારાઓ વ્યાપ્ત રહેલી છે, અને કલ્પના, કવિત્વ કે કળાતત્ત્વોના ઉમળકાભેર ઉચ્છલનનો જે અપરિમેય આનંદ સ્તોત્રમાં વિદ્યમાન છે તે અન્યત્ર દુર્લભ છે.”ર
આ ઉક્તિના આધારે પણ સિદ્ધ થાય છે કે સૃષ્ટિના આરંભથી જ સ્તોત્રનો ઉદ્ભવ થયો છે અને એમ માનવાને કારણ પણ છે. માનવજન્મમાં આવેલું પ્રાણી ડગલે ને પગલે અનેકવિધ સંકટોનો સામનો કરતું હોય છે. જ્યાં સુધી પોતાની શક્તિ અને બુદ્ધિ ચાલે છે ત્યાં સુધી કોઈ પણ પરમાત્માની મદદને ઇચ્છતું નથી. પરંતુ જ્યારે કોઈ પણ સ્થળેથી સહાય મળવાની શક્યતા ન દેખાય ત્યારે પોતાને સહાય કરવા માટે સહાયકને શોધે છે, તો ક્યારેક કંઈક વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. માનવીના અભાવોની ખાણ કોઈનાથી પુરાતી નથી અને જે કોઈ તેને આ સંસારમાં મળે છે તે અંધ-બધિર' જેવા હોય છે. આવી સ્થિતિમાં માનવી એક માત્ર દિવ્ય પરમ શક્તિના સ્વામી એવા ઇષ્ટદેવના શરણે જાય છે. શરણે ગયા પછી જુએ છે કે અહીંયાં તો મારા જેવા અનેકાનેક જીવો પોતપોતાની માગણી કરતા ઊભા છે. ત્યારે તે વિચારે છે કે, મારે શું કરવું ? કઈ રીતે કહેવું ? આમ વિચારતાં અનાયાસે નિશ્ચયપૂર્વક બોલે છે, જે સ્તુતિ કે સ્તોત્ર બની જાય છે એટલે કે અંતઃસ્થલમાંથી નીકળતા, ભક્તિભાવથી ભરપૂર કાવ્યમય વિચારો અથવા પરમાત્માના ચરણોમાં સમર્પિત થતાં પદો સ્તોત્રની સંજ્ઞા પામે છે. અર્થાત્ અંતઃસ્થલમાંથી નીકળતા શબ્દો જ સ્તુતિ-સ્તોત્રનું ઉદ્ગમસ્થાન છે, અને ભક્તિના સુભગ-સહજ ધ્વનિના રૂપમાં
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 5 કોઈ પણ સ્તોત્રની શરૂઆત મંગલાચરણથી જ કવિઓ કરતા હોય છે. ત્યારબાદ સ્તોત્રકાર ભક્તિભાવપૂર્વક પોતાના મનઃહૃદયમાં રહેલા ભાવોને શબ્દરૂપી સ્વરૂપ આપતો હોય છે અર્થાત્ પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરતો હોય છે. પોતાને લઘુ-ન્યૂન ગણાવે છે. જ્યારે પોતાના ઇષ્ટદેવને ઉત્કૃષ્ટ ગણાવી પુરુષોત્તમ જેવાં ઉપનામોથી નવાજતો હોય છે. આરાધ્ય દેવ - ઇષ્ટદેવના સ્વરૂપનું વર્ણન કરે છે. તેનાં ગુણગાન, તેના રૂપ. તેનાં પ્રભાવનો મહિમા અનેક રીતે તે સ્તોત્રમાં વર્ણવે છે. આવા પુરુષોત્તમ પાસે હંમેશાં યાચક તરીકે યાચના કરતો જ જોવા મળે છે. અને અંતમાં સ્તોત્ર દ્વારા મળતા ફળનું વર્ણન અવશ્ય કરતો હોય છે. આવું સ્વરૂપ પ્રાયઃ દરેક સ્તોત્રનું જોવા મળતું હોય છે.
સ્તુતિમાં એક પદ્યપ્રમાણ જોવા મળે છે. સ્તોત્રની પઘસંખ્યા ઓછામાં ઓછી પાંચ શ્લોકની હોય છે. પણ તેની મહત્તમ પદ્યસંખ્યામાં કોઈ મર્યાદા હોતી નથી. તાત્પર્ય કે સ્તોત્રની પઘસંખ્યા દસ પદ્યપ્રમાણથી શરૂ કરી વીસ, ચાલીસ, પચાસ, સો કે હજાર પઘપ્રમાણ સુધીની પણ સંભવી શકે છે.
સ્તોત્રમાં જુદા જુદા દેવતાઓની સ્તુતિ પણ કરવામાં આવે છે. તેમાં રજૂ કરવામાં આવેલા વિષયો પણ ઘણાં સ્તોત્રોમાં જુદા જુદા જોવા મળે છે.
સ્તોત્રની પરિભાષા :
વિશ્વના બધા જ ધર્મોનું ઉત્તમોત્તમ તથા પ્રાથમિક સાહિત્ય જે મળી આવે છે તે સ્તોત્ર રૂપમાં જ પ્રાપ્ત થાય છે. વિવિધ ધર્મોના આવા સાહિત્યનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, ઇષ્ટદેવ પ્રત્યે કૃતજ્ઞતા અથવા આત્મનિવેદનનું નામ જ સ્તોત્ર છે.'
‘અ’ ધાતુમાં ‘ત્ર' પ્રત્યય લગાવવાથી સ્તોત્ર અને ‘સ્તિનૈતિ’ પ્રત્યય હોવાથી સ્તુતિ શબ્દ બને છે. એનો અર્થ છે સ્તુતિ અર્થાત્ ‘સ્તોતવ્ય’. દેવતાના પ્રશંસનીય ગુણોના સંબંધિત શબ્દો જ સ્તુતિ અથવા સ્તોત્ર કહેવાય છે. જૈમિનીય ન્યાયમાલામાં ‘સ્તોતબાયા વેવતાયા: સ્તાવળે મુર્ખ: સંબંધળીર્તનું સ્તીતિશંતિ ધાત્વોર્ડાવ્યોર્જ:' તાત્પર્ય કે સ્તોત્ર શબ્દથી સામાન્ય રીતે એ સ્પષ્ટ થાય છે કે, આ સ્તુતિને માટે જ રચાયેલું કાવ્ય છે. પોતાના ઇષ્ટદેવની યશોગાથા, પોતાની આત્માભિલાષાને સ્તોત્રમાં એના રચનાકાર દ્વારા સાક્ષાત્કાર કરાવવામાં આવે છે તથા એવાં સ્તોત્ર ભક્તની ભક્તિભાવપૂર્વકની ઉત્કૃષ્ટ ચરમસીમાનો આભાસ કરાવે છે.
પોતાની પ્રાથમિક અવસ્થામાં જ્યારે સાધક શુભ રાગમાં પ્રવૃત્ત થાય છે ત્યારે પરાવલંબી ધ્યાનના રૂપમાં તે પોતાના અનુકરણીય એવં પ્રાપ્ય આદર્શ ઇષ્ટદેવના ગુણોમાં એકરાગ થઈને તેના ગુણગાન કરે છે. ઇષ્ટદેવના આ ભક્તિપૂર્વકના ગુણગાન જ ભાવભીના લલિત સ્તુતિ-સ્તોત્રોનું રૂપ લે છે. ‘ભૂતભૂતનુળોમાવન સ્તુતિઃ' આરાધ્યમાં જે ગુણ છે અને જે નથી પણ એની ઉપસ્થિતિનું નામ જ સ્તુતિ છે. ભક્તિના આવેશમાં ભક્ત બહુધા ભગવાનમાં એવા ગુણોનું પણ આરોપણ કરી દે છે જે એમાં નથી.
Page #25
--------------------------------------------------------------------------
________________
6 | ભક્તામર સુભ્ય નમઃ |
જનસામાન્યની લૌકિક ધારણા અનુસાર ક્યારેક અતિશયોક્તિઓને માધ્યમ બનાવીને ઇષ્ટદેવની કરવામાં આવેલી પ્રશંસા જ સ્તોત્ર છે, એવું સમજવું ક્યારેય પણ ઉચિત નથી. કારણ કે શાસ્ત્રકારોની આજ્ઞા છે કે, ઇષ્ટદેવની માત્ર સ્તુતિની અપેક્ષાએ એમની મહાન શક્તિઓ અને ગુણોનું ચિંતન સ્તવન થવું જોઈએ. આના કારણે માનવીને પોતાના અવગુણ-દોષો અને અસમર્થતાઓનું જ્ઞાન થાય છે, તથા તે પોતાની વિકાસ સાધનામાં પોતાના ઇષ્ટદેવના માર્ગનું અનુસરણ કરવામાં તત્પર થાય છે. ગીતામાં પણ કહ્યું છે કે, “યો છૂધ્ધ: વ :' - જે એના પર શ્રદ્ધા રાખે છે તે તેના જેવો જ બની જાય છે. ભક્તની પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની દઢ શ્રદ્ધા જ તેને તેના જેવો જ બનાવે છે અને આ જ કારણે આધ્યાત્મિક જગતમાં સ્તુતિ-સ્તોત્રનું વિશિષ્ટ મહત્ત્વનું સ્થાન છે. સ્તોત્રની રચના મોટા ભાગે ભક્તકવિ કરે છે તેથી તેમાં કાવ્યકલા, ભક્તિરસ અને શાંતિરસનાં પણ દર્શન થાય છે.
સ્તોત્રમાં જે સ્તોતવ્યના ગુણોનું સ્મરણ કે કથન થાય છે તે અસતું ન હોવું જોઈએ. એવું સૂચન કરતા અન્ય આચાર્યોને ટાંકતાં શ્રીરુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “આરાધ્યના ઉત્કૃષ્ટ-દર્શન ગુણોનું વર્ણન જ સ્તોત્ર કહેવાય. જો એમાં ગુણ ન હોય અને માત્ર મિથ્યા કથન જ હોય તો પ્રતારણા કહેવાય છે. એથી આવા ગુણો ઈશ્વરમાં જ હોઈ શકે છે. તેથી ઈશ્વર જ એક સ્તોતવ્ય છે, અણુભાષ્ય છે. મંત્ર-પદ્ય જે છંદોબદ્ધ ગુણકીર્તન થાય છે તેનું નામ સ્તોત્ર છે."
ઇષ્ટદેવ ઈશ્વર જ એક સર્વગુણસંપન્ન છે કે જેમાં બધા જ ગુણો હોય છે. સાધક આવા પરમ આત્માને જ સ્તોતવ્ય ગણીને સ્તુતિ કરતો હોય છે. તેમના માટે કરાયેલી સ્તુતિ જેમાં શબ્દોને છંદોબદ્ધ રીતે ઇષ્ટદેવના ગુણોને વણી લેવામાં આવે છે તેવી રચનાને સ્તોત્ર કહેવામાં આવે છે. સ્તોત્રનો અર્થ - વિભાવના :
વિશ્વમાં હિંદુ ધર્મ સૌથી પ્રાચીનતમ ધર્મ છે. હિંદુ ધર્મના મહાન ગ્રંથોમાં ઋગ્વદ સૌથી પૌરાણિક છે. શ્રી હીરાલાલ કાપડિયા વેદ વિશે પોતાના મંતવ્યમાં આ પ્રમાણે જણાવે છે કે, “આર્ય ભૂમિના ઉપલબ્ધ સાહિત્યનો વિચાર કરતાં વેદોને સૌથી પ્રાચીન માનવા એ અનુચિત નહીં ગણાય. આવી પરિસ્થિતિમાં સ્તુતિ-સ્તોત્રની આદ્ય ઉત્પત્તિ માટે ઋગ્વદ સંહિતા તરફ દૃષ્ટિપાત કરતાં એના પ્રાથમિક અષ્ટકના પ્રારંભિક અનુવાકમાં આદ્ય નવ ચામાં અગ્નિદેવની સ્તુતિ, દ્વિતીય તથા તૃતીય અનુવાકમાં ઇન્દ્રની સ્તુતિ; પાંચમામાં સ્તોત્ર-ઉત્પત્તિ અને સ્તોત્રવર્ણન; નવમામાં ઉષ:પ્રાર્થના અને સૂર્યની સ્તુતિ તથા દસમામાં વરુણની સ્તુતિ એ પ્રમાણે અનેક સ્તુતિરૂપ ઋચા નજરે પડે છે પરંતુ આ સ્વાભાવિક ઘટના છે, કેમકે ઋગુનો અર્થ જ સ્તુતિ છે."*
તાત્પર્ય કે ઋવેદ એવો સંપૂર્ણ ગ્રંથ છે કે જેમાં વિવિધ પ્રકારનાં સ્તોત્રનો સંગ્રહ છે. તેથી જ આ ગ્રંથ હિંદુ ધર્મના સાહિત્યમાં અગત્યનું સ્થાન ધરાવે છે.
પૂર્વમીમાંસાના અર્થવાદ પ્રામાણ્યાધિકરણમાં વ્યાખ્યાનકાર વેદાન્તાચાર્યાદિએ તથા
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 7. ઉત્તરમીમાંસાના દેવતાધિકરણના ભાષ્યકાર અને ભાગ્યવિવરણ કાર આચાર્યોએ સ્તુતિ શબ્દની વ્યાખ્યામાં કહ્યું છે કે, જો ગુણ ખોટો વર્ણવાય તો સ્તુતિત્વ જ નષ્ટ થઈ જાય અથવા મિથ્યાત્વ ગુણ કહેવાથી પુરોચના પણ ન થઈ શકે. એટલે અર્થવાદ કર્મના પુરોચક અર્થવાદ ગુણોની વિદ્યમાનતાને જ વ્યક્ત કરે છે."
ઇષ્ટદેવના વિદ્યમાન ગુણોનું વર્ણન હોય તેને સ્તુતિ કે સ્તોત્ર કહેવાય. પરંતુ જે અસ્તિત્વમાં ન હોય તેવા અને મિથ્યાત્વ ગુણ જે ઇષ્ટદેવમાં હોતા જ નથી તેનું વર્ણન કરવામાં આવે તો તે પણ એક પ્રકારની પ્રતારણા જ કહેવાય અને આ રીતે સ્તોત્રનું સ્તુતિત્વ જ નષ્ટ પામે છે.
મહાન દિગમ્બરાચાર્ય સ્તુતિવિદ્યાના રચયિતા શ્રી સમન્તભદ્રએ સ્તુતિ કરવાનો મુખ્ય હેતુ “માસાં ગયે' અર્થાતુ અપરાધો પર વિજય પ્રાપ્ત કરવા માટેનું કારણ માન્યું છે. અન્ય વિદ્વાનો સ્તોત્રની વ્યાખ્યા આપતાં કહે છે કે, “પ્રતિરીતિમંત્રä રસ્તોત્રમ્, ઇન્ફોરવરૂપ ગુણકીર્તન વા' અર્થાતું પ્રત્યેક ગીતપદ્યમાં જે મંત્રવિચારણા પ્રસ્તુત થાય છે તે સ્તોત્ર છે અથવા છંદોબદ્ધ રૂપમાં જે ગુણકીર્તન કરવામાં આવે છે તે સ્તોત્ર છે.* - સ્તોત્રની વ્યાખ્યાઓ જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા રૂપમાં આપી છે. પરંતુ આ બધામાં - ભાવતોષ gવ સર્વત્ર વIRvi તરી ૨ સધને મવરતુવ’ – સર્વત્ર ભગવત્ સંતુષ્ટિ જ કારણ છે અને એનું સાધન એકમાત્ર ભગવાનની સ્તુતિ જ છે – આ સંદર્ભે સાહિત્યકલારત્ન શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી જણાવે છે કે,
'स्तवैरुच्यावचैः स्तोत्रैः पौराणैः प्राकृतैरपि ।
स्तुत्वा प्रसीद भगवन्निति वन्देत दण्डवत् ।' અર્થાત્ નાનામોટા પૌરાણિક અથવા પ્રાકૃત સ્તવ-સ્તોત્રો દ્વારા સ્તુતિ કરીને, ભગવાનું ! પ્રસીદે એવું કહેવું અને દંડવત્ પ્રણામ કરવા.”
અગ્નિપુરાણમાં અલંકારોની શૃંખલામાં સ્તુતિને એક સ્વતંત્ર અલંકાર જ માન્યો છે જ્યારે એ જ પ્રકારના વિષ્ણુસહસ્ત્રનામ અને લલિતસહસ્રનામ વગેરેમાં તો દેવતાઓનાં નામ જ સ્તુતિસ્તોત્ર ગણાવ્યાં છે.
શ્રી બિપિનચંદ્ર ત્રિવેદી સ્તુતિ-સ્તોત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “સ્તુતિનો અર્થ છે ગુણકીર્તન, સ્તુતિ એટલે પ્રશંસા – તેમાં આપણે જેની સ્તુતિ કરીએ છીએ તેના ગુણો અને મહિમાનું વર્ણન મુખ્ય હોય છે."
આચાર્યશ્રી મહાપ્રજ્ઞ સ્તોત્રની વિભાવના આપતાં કહે છે કે, “અવરોધોને દૂર કરવાનું મોટું આલમ્બન બને છે તે – સ્તોત્ર.૯
આચાર્યશ્રી પદ્મસાગરસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે, “આપણા આરાધ્યદેવના સદ્ગણોની છંદોબદ્ધ પ્રશંસા જ સ્તુતિ, સ્તવન કે સ્તોત્ર છે. સ્તોત્રથી ભાવો પવિત્ર થાય છે. જે
Page #27
--------------------------------------------------------------------------
________________
8 છે ભક્તામર તુલ્યુ નમઃ | સદ્ગણોની પ્રશંસા કરવામાં આવે છે તેને પોતાના જીવનમાં અપનાવવાથી પરોક્ષ રૂપથી પ્રેરણા મળે છે. શ્રદ્ધાળુ પણ શ્રદ્ધયના ચિંતનથી શ્રદ્ધેય બનવા લાગે છે. આ જ કારણે પ્રાચીન કાળથી આધ્યાત્મિક જગતમાં સ્તુતિ-સ્તોત્રનું વિશિષ્ટ સ્થાન રહેલું છે." શ્રી રુદ્રદેવ ત્રિપાઠી સ્તોત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે,
"नमस्कारस्तथाऽऽशीश्च सिद्धान्तोक्ति: पराक्रमः ।
विभूति: प्रार्थना चेति षड्विधं स्तोत्रलक्षणम् ।।" આ તત્ર શાસ્ત્રોક્તિ પરિભાષામાં પણ નમસ્કાર, આશીર્વાદ, સિદ્ધાંત-પ્રતિપાદન. પરાક્રમવર્ણન, વિભૂતિસ્મરણ અને પ્રાર્થના આ છ વસ્તુઓ પૈકી એક એક કે સમગ્ર જેમાં હોય તેને સ્તોત્ર કહ્યું છે.”
સ્તુતિ, સ્તવન, સ્તોત્ર એ ત્રણેય ગુણકીર્તનના જ પ્રકારો છે. તેમાં સ્તુતિ એક કે બે પદ્યપ્રમાણ હોય છે, સ્તવન પાંચ કે સાત પઘપ્રમાણ હોય છે અને સ્તોત્ર આઠ-દશ પદ્યોથી માંડીને સો કે તેથી અધિક પઘોનું પણ હોય છે. આમ છતાં સ્તવન અને સ્તોત્ર ઘણી વાર એકબીજાના પર્યાય તરીકે પણ વપરાય છે. દાખલા તરીકે ઉવસગ્ગહરં પાંચ પદ્યોનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન છે, છતાં સ્તોત્ર તરીકે પ્રસિદ્ધ છે.
ઉપર્યુક્ત વિવિધ ગ્રંથોમાં આચાર્યો, વિદ્વાનોના મત પ્રમાણે સ્તોત્રની વિભાવના આપવામાં આવી છે. તેના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે, સ્તુતિ-સ્તવન-સ્તોત્ર બધાંમાં ઇષ્ટદેવના વિદ્યમાન ગુણોનું યથાયોગ્ય રીતે વર્ણન, છંદોબદ્ધ રીતે કરવામાં આવે છે અને આવું વર્ણન સાધકને ઇષ્ટદેવમાં વધુ શ્રદ્ધાવાન બનાવે છે અને આરાધ્યદેવ જેવા ગુણો પોતાનામાં પણ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. અર્થાત્ પરમાત્માના ગુણોની પ્રશંસા કરતાં કે સાંભળતાં આત્મા પરમ સ્વરૂપને પ્રાપ્ત કરવા અગ્રેસર થાય છે.
સ્તોત્રની બીજી અનેક વ્યાખ્યાઓ મળી આવે છે જે આ પ્રમાણે છે : (૧) ન તુ-પ્ટન |
स्तवै-गुण कर्मादिभि: प्रशंसने अमरः । द्रव्यस्तोत्रं कर्मस्तोत्रं विधिस्तोत्रं तथैव च ।
तथैवा भिजनस्तोथं स्तोत्रमेतच्चतुर्विधम् ।१२ (२) गुणसंकीर्तनात् त्रायचे यस्मात् तत् स्तोत्रम् ।।१३ (3) Praise to god with song. " (8) Order or psalms, poems intended to be sung in Praise of or as a prayer to a
deity. 24
Page #28
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ છે 9. (4) A song in praise of Gods of heroes is used in the septuagint to denote various Hebrew musical forms and was adopted by the Church (Council of Toledo, 633) to mean any song of praise to God except the psalms."
(5) Song of praise and thanks giving to God, Hymns were introduced in to Christian worship at an early date. 99
(9) The word 'Hymn' was employed by the ancient Greeks to signify a song or poem composed in honour of Gods, heroes or famous men, or to be recited on some joyful, mournful or solemn occasion."
(૮) Stotra denotes the song' of the udgatr and his assistant priests.
(e) A stotra is the direct speech in the intensity of feeling when the devotee becomes inspired and has come nearest to the Divine presence. ?
(90) A stotra is composition that praises the virtues of a God with a view to promoting bhakti in the minds of the people who chant the stotra."
(૧૧) સ્તોત્ર માટે કહેવામાં આવ્યું છે કે પ્રતિ તિરસ્ત્રીષ્મ સ્તોત્રમ - કોઈ દેવતાનું છંદોબદ્ધ સ્વરૂપ કથન કે ગુણકીર્તન અથવા સ્તવન સ્તોત્ર કહેવાય છે.
(૧૨) નૈરો દોસ્તૃ ગૌર ઉસ સહાય પુરોહિત નો શત્ર Eી ગયા હૈ, વૈસે શી વાતૃ और उसके सहायक के स्तुतिगान को स्तोत्र कहा गया है ।२३
(૧૩) સ્તુતિવાક્ય. કોઈ પણ દેવની છંદોબદ્ધ સ્તુતિ, સ્તુતિનાં પદ, સમગાનયુક્ત મંત્ર પ્રકરણ, કોઈ પણ દેવ વગેરેની સ્તુતિના શ્લોક, પ્રભુની મહત્તા અને મનુષ્યની દીનતા દાખવતા ખંડકાવ્ય ખાસ કરીને પૂજા વખતે બોલાય છે.* સ્તોત્રના પ્રકારો :
પ્રકૃતિનાં અનેક તત્ત્વોની જેમ સ્તોત્રના પ્રકારો અનેક ગણાવી શકાય તેમ છે. શાસ્ત્રમાં કહ્યું
रुचीनां वैचित्र्याद् ऋजुकुप्लिनानापथजुषाम् આ ઉક્તિ અનુસાર ભક્તિ, આચાર્ય અને કવિઓના વાગ્વિલાસને વરસાદના દિવસોમાં અચાનક વરસેલી બુંદોની જેમ તેવી મતિ, તેવી રૂચિ, તેવી ગતિ માર્ગોનુસરણની પદ્ધતિની ગણના સમુદ્રના તરંગ, નક્ષત્રમાલા તથા આકાશના તારાગણના સમૂહની ગણનાની જેમ ચોક્કસ અશક્ય
છે ૨૫
શૌનકીય બૃહદેવતામાં કહેવામાં આવ્યું છે કે :
Page #29
--------------------------------------------------------------------------
________________
10 | ભક્તામર તુલ્ય નમઃ |
स्तुतिस्तु नाम्ना रूपेण कर्मणा बान्धवेन च ।
स्वर्गायुधर्न-पुत्राधैरथैराशीस्तु कथ्यते ।। અર્થાત્ સ્તુતિને નામ, રૂપ કર્મ અને બંધુત્વ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. તથા સ્વર્ગ, આયુ. ધન અને પુત્રાદિ વગેરેની ભાવનાથી આશીર્વાદ મેળવવા માટે પણ સ્તુતિ કરવામાં આવે છે. એના આધાર પર (૧) નામ-સ્તોત્ર (૨) રૂપ-સ્તોત્ર, (૩) કર્મ-સ્તોત્ર, (૪) ગુણ-સ્તોત્ર અને (૫) આશી:પરક સ્તોત્ર – એવા પાંચ પ્રકાર પાડી શકાય.
ઉપર્યુક્ત પાંચ પ્રકારો ઉપરાંત અન્ય શાસ્ત્રજ્ઞોએ, આચાર્યો અને વિદ્વાનોએ બીજા પ્રકારો વર્ણવ્યા છે.
'नमस्कारस्तथाऽऽशीश्च सिद्धान्तोक्तिः पराक्रमः ।
___ विभूति: प्रार्थना चेति षड्विधं स्तोत्रलक्षणम् ।।' આ તંત્રશાસ્ત્રોક્ત પરિભાષાના આધારે સ્તોત્રના (૧) નમસ્કાર, (૨) આશીર્વાદ, (૩) સિદ્ધાંતપ્રતિપાદન, (૪) પરાક્રમ-વર્ણન, (૫) વિભૂતિસ્મરણ અને (૬) પ્રાર્થના એમ છ પ્રકાર હોય છે.
સ્તોત્રના આરાધના, અર્ચના અને પ્રાર્થના એ ત્રણ પ્રકારો વિશેષ રીતે પ્રસિદ્ધ છે. આ ત્રણે પ્રકારોની વિગત આ રીતે ઓળખી શકાય તેમ છે.
(૧) આરાધના-સ્તોત્ર : આરાધ્યનાં રૂપ, ગુણ અને એશ્વર્યનું જેમાં વિસ્તારથી વર્ણન હોય તે આરાધના-સ્તોત્ર.
(૨) અર્ચના સ્તોત્ર : ભાવ-ભક્તિમૂલક દ્રવ્યપૂજાના પ્રકારો વડે ઈશ્વરનાં કૃતિત્વ અને કર્તુત્વનું જેમાં વિશ્લેષણ હોય તે અર્ચના-સ્તોત્ર.
(૩) પ્રાર્થના સ્તોત્ર : આરાધ્યવિષયક પ્રશંસા, પોતાની દયનીયતા અને હીનતાનું પ્રદર્શન કરી અનુકંપા મેળવવા માટેનાં વચનો જેમાં હોય તે પ્રાર્થના-સ્તોત્ર.
બીજા આચાર્યો દ્રવ્ય-સ્તોત્ર, કર્મ-સ્તોત્ર, વિધિ-સ્તોત્ર અને અભિજન-સ્તોત્ર આવાં નામોથી પણ સ્તોત્રના ચાર પ્રકારો માને છે. કેટલાક શક્તિશાળી ભક્તોએ “ઉપાલંભ સ્તોત્ર' પણ રચ્યાં છે. પરમાત્માનાં અનંત નામોમાં સ્તુતિ અને સ્તોત્રને પણ તેમનાં નામોમાં ગણાવ્યાં છે. તેથી સહસ્રનામાદિ અને નામ-કીર્તન પણ સ્તોત્રનો એક પ્રકાર છે. તંત્રશાસ્ત્રોમાં મંત્રના જે પ્રકારો ગણાવ્યા છે, તેમાં સ્તોત્ર-મંત્રનો પણ એક પ્રકાર છે. તે માટે શારદા તિલકમાં કહ્યું છે કે -
'दिसहस्राक्षरा मन्त्रा: खण्डश: शतधा कृता: ।
ज्ञातव्या: स्तोत्ररूपास्ते मन्त्रा एते यथास्थिता: ।।' આ સ્તોત્રો જ્યારે અષ્ટક વગેરે સંખ્યાઓના આધારે, આકારાદિ વર્ણોના આધારે, છંદ, ઉત્સવ, ધર્મ, અનુગ્રહ, નિગ્રહ, વિનય, કાળક્રિયા અને નિશ્ચિત વિષયના આધારે રચાવા લાગ્યાં, ત્યારે તો તેમના પ્રકારોની સંખ્યા અગણિત થઈ ગઈ.
Page #30
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ છે || તંત્રશાસ્ત્રમાં પરિભાષિત કરવામાં આવેલ સ્તોત્રના છ પ્રકારો છે. તે ઉપરાંત શ્રી રુદ્રદેવ ત્રિપાઠીએ બીજા ત્રણ પ્રકારો આરાધના, અર્ચના અને પ્રાર્થના જણાવ્યા છે. જે અન્ય આચાર્યોના મતાનુસાર સ્તોત્રના મૂળભૂત પ્રકારો છે. સ્તોત્રની વિભાવના અનુસાર પણ આ ત્રણે પ્રકારનું અસ્તિત્વ સ્તોત્રમાં હોય છે. પોતાના ઇષ્ટદેવના રૂપ-ગુણની યશગાથા, તેને પ્રાપ્ત થતી વિભૂતિઓનું વર્ણન સ્તોત્રમાં થાય છે તે ઇષ્ટનું આરાધન-સ્તોત્ર છે. જ્યારે દ્રવ્યપૂજા સાથે સ્તોત્રનું ગાન કરવામાં આવે છે, જેમાં પ્રભુના કર્તુત્વનું વિશ્લેષણ કરવામાં આવ્યું હોય છે. તે અર્ચના સ્તોત્ર છે. ઇષ્ટદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે તેના કરતાં ભક્ત પોતાને લઘુ, હીન, ન્યૂન દર્શાવે છે અને પ્રભુને ઉત્કૃષ્ટ બતાવીને તેની પ્રશંસા કરતા શબ્દોની હારમાળા બનાવે છે. તે પ્રાર્થનાસ્તોત્ર છે. તે ઉપરાંત ઈષ્ટદેવનાં અનંત નામવાળાને પણ સ્તોત્રનો એક પ્રકાર ગણાવ્યો છે. ઉદાહરણ તરીકે વિષ્ણુસહસ્ત્રનામ અને લલિતસહસ્રનામ આવા પ્રકારનાં સ્તોત્રમાંનાં એક છે.
ઉપર્યુક્ત સ્તોત્રના પ્રકારો જોવા મળે છે. જ્યારે કે ઉપલબ્ધ સ્તોત્રસાહિત્યના આધાર પર તો સ્તોત્રોના અનેક પ્રકાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે તેને નીચેના પ્રકારોમાં આચાર્યોએ વિભાજિત કર્યા છે :
(૧) સંખ્યાશ્રિત સ્તોત્ર : મુક્તક, પક્ષક, ષષ્ઠી, સપ્તક, અષ્ટક, દશક, દ્વાદશી, ષોડશી, બિશતિકા, ચતુબિશતિકા, કાત્રિશિકા, પશ્ચાશતી શતક, સહસ્ત્રનામ વગેરે.
(૨) કલાશ્રિત સ્તોત્ર : નિગ્રહ, અનુગ્રહ, ઉપાલંભ, પીડાહર, ઋણહર, દારિદ્રનાશક, રક્ષાકવચ, શરણ વગેરે.
(૩) ધ્યાનપૂજાશ્રિત સ્તોત્ર : ન્યાય, ધ્યાન, હૃદય, પ્રાર્થના, અપરાધ, ક્ષમાપના, માનસ–પૂજા, આત્મબોધ, કેવલ્ય, વૈરાગ્ય વગેરે.
(૪) મંત્રપદાશ્રિત : વિભિન્ન દેવતાઓના મંત્રોના સમાવેશ સાથેનું સ્તોત્ર.
(૫) શાસ્ત્રાશ્રિત સ્તોત્ર જુદાં જુદાં શાસ્ત્ર અને સંપ્રદાયના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાવાળાં સ્તોત્ર. (૬) કાવ્યકલાશ્રિત સ્તોત્ર : જેમાં
૧. કોષની દૃષ્ટિએ નામવાળા અષ્ટોત્તરશતનામ, સહસ્ત્રનામ વગેરે ૨. ભાષાની દૃષ્ટિએ વિવિધ ભાષાઓના સૌષ્ઠવથી સર્જાયેલું સ્તોત્ર ૩. છંદોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ આર્યાદિક સ્તોત્ર ૪. અલંકારને માધ્યમ બનાવીને લખવામાં આવેલું સ્તોત્ર. જેમાં શબ્દ અને અર્થગત
અલંકારોનું પ્રમુખ સ્થાન હોય છે. (૭) ચમત્કારાશ્રિત સ્તોત્ર : કાવ્ય તથા તેના સંબંધિત અન્યોન્ય જુદા જુદા ચમત્કાર જેવી
Page #31
--------------------------------------------------------------------------
________________
12 * ॥ ભક્તામર તુભ્ય નમઃ II
રીતે ચિત્રબંધ, સમસ્યાપૂર્તિ શ્ર્લેષ, સરસ્વતી, કમળ વગેરે. મુખ્ય પદગર્ભ, મંત્ર-તંત્ર-યંત્ર યોગ, ભેષક વગેરેને ગર્ભિત રાખીને બનાવેલા સ્તોત્ર આ પ્રકારમાં આવે છે.
(૮) ઉપદેશાશ્રિત સ્તોત્ર : જીવ, આત્મા, મન, માનવ વગેરેને લક્ષમાં રાખીને એનું કલ્યાણ કરવાની ભાવનાથી આપવામાં આવેલા ઉપદેશોનો સમાવેશ કરવાવાળા સ્તોત્ર વગેરે.
આચાર્યો અને શાસ્ત્રકારોએ ગણાવેલ ઉપર્યુક્ત પ્રકારોમાંથી હાલમાં ઘણાં સ્તોત્ર વિદ્યમાન જોવા મળે છે. ઉદાહરણ તરીકે ચમત્કારાશ્રિત સ્તોત્ર માટે મયૂર ભટ્ટનું 'સૂર્યશતક' અને બાણ ભટ્ટનું ‘ચંડીશતક’ ઉત્તમ ઉદાહરણો છે. તેવી જ રીતે કાવ્યકલાશ્રિત સ્તોત્ર તરીકે શ્રી માનતુંગસૂરિ વિરચિત ‘ભક્તામર સ્તોત્ર' ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સંખ્યાશ્રિત સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકરની દ્વાત્રિશિંકાઓ, પંચાત્રિશિંકાઓ, એકાત્રિશિંકાઓને ઓળખાવી શકાય. મંત્રપદાશ્રિત સ્તોત્ર તરીકે શ્રી ભદ્રબાહુસ્વામી કૃત ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’ તથા માનતુંગસૂરિકૃત ‘ભક્તામર સ્તોત્ર'ને ગણાવી શકાય. આવાં અનેક ઉદાહરણો આપણને સ્તોત્રના પ્રકારને હિસાબે મળી આવે છે. સ્તોત્રના આવા અને આ સિવાયના અનેક પ્રકારો જોવા મળે છે.
સ્તુતિની પદ્ધતિ :
માનવીનાં સર્વ દુઃખોનું દુઃખ ઇષ્ટદેવની વિસ્મૃતિમાં રહેલું છે. જેમાંથી સ્તુતિ બચાવી લે છે. માનવીના મનમાં દ્વેષ, ધિક્કાર, હિંસા, ઇન્દ્રિયસુખો પાછળની આંધળી દોટ, મહત્ત્વાકાંક્ષાઓ અને અભિમાન છલોછલ ભરેલાં હોય છે. ત્યારે વિકાર-પ્રલોભનોને દૂર રાખવાં, મન અને આત્માની દૃઢતા કેળવવા ઇષ્ટદેવની સ્તુતિ એક અમોઘ શસ્ત્ર બની જાય છે. આવી સ્તુતિ-સ્તવના કઈ રીતે કરવામાં આવે ? આ એક પ્રશ્ન છે. પ્રાયઃ સ્તોત્રકાર સ્તુતિના આરંભમાં જેમ ‘સૌંદર્યલહરી'માં શ્રી શંકરાચાર્યે કહ્યું છે, “પ્રભુનું સ્તોતું વા થમતપુખ્ય: પ્રમાવિત: ?'' મહિમ્નસ્તોત્રમાં શ્રી પુષ્પદંતે કહ્યું છે, “મહિમ્ન પારં તે પરમવિદુષોયઘસવશી... મમાગ્યેષ સ્તોત્ર હર નિરપવાવ પરિર્ ।'' સર્વ જિન સાધારણ સ્તવમાં શ્રી નરચંદ્રસૂરિના કહેવા પ્રમાણે, ‘સરતિ સરતિ શ્વેત: સ્તોતુનેતન્ત્રવીર્ય ।'' સાધારણ જિન સ્તવમાં શ્રી બપ્પભટ્ટસૂરિ કહે છે કે ન તા શિરો યા ન વન્તિ તે મુળાન ।" જિનસ્તુતિપંચાશિકામાં મહીમેરુમુનિએ કહ્યું છે કે સ્તવનમિષાતે નિખાં બિહ્વામ્ ।'' સાધારણ જિન સ્તવનમાં શ્રી સોમપ્રભસૂરિએ કહ્યું છે કે “સ્તું નાથસ્ત્વાં સ્તુવે નાથ ।'' – વગેરેને સિદ્ધ કરતાં પ્રવૃત્તિને સિદ્ધ કરે છે.
..
કોઈ પણ સ્તુતિકારની સ્તુતિ માટે થતી પ્રવૃત્તિ ઉપર્યુક્ત કથનો પ્રમાણેની હોય છે. સ્તુતિ કોઈ પણ પ્રકારે કરો પણ તે સ્તુતિ જીવશ્રદ્ધાપૂર્વકની હોવી અતિ આવશ્યક છે. શ્રદ્ધા વિનાની સ્તુતિ જીવ વગરના ખોળિયા જેવી હોય છે. અર્થાત્ આત્મા વિનાના શરીર જેવી, સુગંધ વિનાના અત્તર જેવી હોય છે.
સ્તુતિ સંબંધી વિચારણામાં એટલું કહી શકાય છે કે કોઈ પણ સ્તુતિકારની સ્તુતિ માટે થતી પ્રવૃત્તિ અને તેનાથી થતા લાભો વિશે શ્રી સમન્તભદ્ર આચાર્યના 'સ્વયંભૂસ્તોત્ર'માં જણાવ્યા મુજબ
Page #32
--------------------------------------------------------------------------
________________
ભાવના હોય છે. તેમણે કહ્યું છે કે
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ * 13
स्तुतिः स्तोतुः साधोः कुशलपरिणामाय स तथा, भवेन्मा वा स्तुत्यः फलमपि ततस्तस्य च सतः । किमेवं स्वाधीन्याज्जगति सुलभे श्रेयसपथे, स्तुयान्न त्वां विद्वान् सततमभिपूज्यं नमिजिनम् । । ११६ ।।
અર્થાત્ ‘સ્તુતિ એ તેનું ફળ ન હોવા છતાં સ્તુતિ કરનાર સાધુના કુશલ પરિણામ માટે હોય છે તેથી જગતમાં સ્વાધીન અને સુલભ એવાં કલ્યાણ-માર્ગરૂપ આ સ્તુતિ વિષે હે નેમિનાથ ! કોણ વિદ્વાન પ્રવૃત્ત ન થાય ?' એટલે સ્તુતિ ફળ આપે કે ન આપે પણ તેનાથી થતાં કુશલ પરિણામો સર્વેને વાંછનીય છે. સ્તુતિ કરનારની સરખામણી દીવામાં બળતી વાટની સાથે કરવામાં આવે છે. ઉપાસના કરતો ભવ્યજીવ સ્વયંમાં શુદ્ધ સ્વરૂપ વિકસિત કરવા માટે જે રીતે વાટ તેલાદિથી સજ્જિત થઈ દીવાની ઉપાસનામાં તન્મય બની જાય છે, તેમ જ આત્માર્પણ કરી તદાકાર બને છે.
તાત્પર્ય કે ઉત્તમ સ્તોત્રકારની રચના ઉત્તમ સ્તુતિ માટે હોય છે. પછી તેનું ફળ પ્રાપ્ત થાય કે નહીં તે વિચારણીય નથી. આના માટે સ્તુતિ ફલાકાંક્ષાથી પર થઈને દીપકમાં બળવાવાળી જ્યોતની જે તૈલાદિથી તરબોળ થઈ છે તેની સમજ આપી છે; જેમ કે એ દીપકની તપશ્ચર્યા કરતી હોય તેમ એના ચરણોમાં જ તન્મયતાપૂર્વક પોતાને સમર્પિત કરી દે છે, તેનામાં જ તદાકાર બની જાય છે, અને સ્વયં દીપકની સમરૂપ બનીને, દીપકમય બનીને પ્રકાશમાન બની જાય છે. તેવી જ રીતે સ્તુતિકાર પણ સ્વયંમાં આ શુદ્ધ સ્વરૂપને વિકસિત કરવાની દૃષ્ટિથી સ્તુતિ કરે છે.
દીપક અને વાટના દૃષ્ટાંતથી એ સ્પષ્ટ થાય છે કે જો સ્તુતિ માત્ર સ્તુતિ હોય અથવા પોપટની જેમ પઢવું અથવા માત્ર સ્તુતિ રૂઢિપાલન હોય તો એમાં કોઈ અર્થ સિદ્ધ થતો નથી. ભાષા કરતાં ભાવની અગત્ય વધારે હોય છે. શબ્દ વિનાની પણ હૃદયથી થતી સ્તુતિ ચાલે, હૃદય વિનાની પણ શબ્દાડંબરવાળી સ્તુતિ નિરર્થક છે. આત્મા ૫ર જામેલા કર્મના પડળની મલિનતાને દૂર કરવાનો પ્રયત્ન હોય તો જ સ્તુતિ સાર્થક ગણાય. હૃદયમાંથી શ્રદ્ધાપૂર્વક થતી સ્તુતિ આત્માને લાગેલી મલિનતા સ્વચ્છ કર્યા વિના રહેતી નથી. તેથી જ સ્તુતિ તો સાચા હૃદયથી થવી જોઈએ. સ્તુતિ કરતાં સ્તોતવ્યના ગુણોની અનુભૂતિ કરતાં કરતાં એમાં જ એકાકાર થઈ, તેમાં જ અનુરાગી બની એના ગુણોને સ્વયં પોતાનામાં વિકસિત કરવાનો પ્રયત્ન કરે તો સ્તુતિનો ઉદ્દેશ અને એનો હેતુ સિદ્ધ થાય છે. આની સાથે જ આરાધ્યદેવમાં શ્રદ્ધા, વિશ્વાસ, મન-વચન અને કાયા દ્વારા તેનામાં નિષ્ઠા હોવી પણ અતિ આવશ્યક છે.
સ્તુતિ સાધનાનું આવશ્યક અંગ ધ્યાન છે. હૃદયપૂર્વકની સ્તુતિમાં ભક્ત એટલો આર્તધ્યાન રહેવો જોઈએ કે તે વખતે તેને બીજી કોઈ પણ વસ્તુનું ભાન જ ન હોય. જ્યાં સુધી સ્તુતિ હૃદયમાં ન ઊતરે ત્યાં સુધી સ્તુતિનો કોઈ અર્થ નથી. સ્તુતિ કરતાં કરતાં સ્તોતવ્યમાં ઉપાસક એટલો
Page #33
--------------------------------------------------------------------------
________________
14 || ભક્તામર તુલ્યું નમઃ II
તરૂપ થઈ જાય કે તેને બીજા કશાનું ભાન જ ન રહે. આવી તલ્લીનતા કેવી રીતે આવે ? શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૬, શ્લોક ૨૫-૨૬માં કહ્યું છે કે, “ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં ઉપશમતાને પ્રાપ્ત થયું. ધૈર્યમુક્ત બુદ્ધિથી મનને પરમાત્મામાં સ્થિર કરીને અને કોઈ પણ વિચારને મનમાં આવવા ન દેવો તથા આ ચંચળ અને અસ્થિર મન જ્યાં-ત્યાં દોડીને જાય ત્યાં ત્યાંથી હટાવીને વારંવાર તેને પરમાત્મામાં જ લગાવવું જોઈએ.''
ભક્ત સાધક જ્યારે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન પદ્યાત્મક સ્વરૂપે કરાયેલ વર્ણન દ્વારા કરે છે ત્યારે જે પ્રકારે વર્ણન થાય છે તે જ પ્રકારનું સ્વરૂપ સાધકના મનઃચક્ષુ સમક્ષ તાદૃશ્ય થઈ જાય છે. સ્તુતિમાં પણ ઇષ્ટદેવના ગુણોનું, તેમના સ્વરૂપનું, તેમને પ્રાપ્ત થયેલી વિભૂતિઓનું વર્ણન હોય છે. તેથી સ્તુતિ ક૨ના૨ની નજર સમક્ષ, આ સર્વ ભક્તની નજર સમક્ષ પણ ઉપસ્થિત થાય તેવું વર્ણન હોય છે. વિવિધ છંદોનો પ્રયોગ, આલંકારિક શૈલી, કાવ્યકલાથી પૂર્ણ શબ્દલાલિત્ય અને કલ્પનામય ભાવો વગેરે તથ્યોનો સમાવેશ કરીને સ્તુતિની રચના કરવામાં આવે છે. જેના દ્વારા પાઠન-શ્રવણથી નિર્મળ ચિત્તમાં વર્ણાનુસારી પ્રતિબિંબ અંકિત થઈ શકે છે તથા થોડા સમય માટે પણ સાધકનું ચિત્ત સ્તોતવ્ય સાથે સમરૂપ બને છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે, “સ્તોત્રનું માનસિક સ્મરણ અને મંત્રનું વાચિક સ્મરણ બંને ફૂટેલા ઘડામાં પાણી ભરવા સમાન છે.’
જો સ્તોત્રનું ફક્ત માનસિક રીતે પોપટ-પઠન કરવામાં આવે અને મંત્રનું વાચિક અર્થાત્ તંત્ર અને યંત્ર વિના ગણવામાં આવે તો તેનું કોઈ ફળ મળતું નથી. સ્તોત્રનું પઠન અંતઃકરણપૂર્વક, ધ્યાન ધરીને સ્તોતવ્ય સાથે તદ્રુપ થઈને મધુર સ્વરમાં અને અર્થાનુસંધાન દ્વારા થવું જોઈએ. અર્થાનુસંધાનનો અર્થ એ થાય છે કે જે કંઈ બોલવામાં આવે છે તેનો અર્થ શું છે ? તેનું જ્ઞાન રાખીને સ્તુતિનો પાઠ કરવામાં આવે તો તે સ્તુતિ સફળ થાય છે. કારણ કે સ્તુતિમાં કરવામાં આવેલા વર્ણનાનુસાર સ્મૃતિપટ પર ચિત્રાંકન અંકિત થાય છે અને તે દ્વારા જેનું વર્ણન કરવામાં આવ્યું છે તેની સાથે તાદાત્મ્ય સધાય છે. આ સ્તુતિ કરવાની સરળ અને સાચી પદ્ધતિ છે કે જેના દ્વારા જેની સ્તુતિ કરવામાં આવે છે તેના જેવા બની શકાય છે અર્થાત્ પરમાત્માની સ્તુતિ કરતાં કરતાં પરમ આત્મા બની શકવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
‘જ્ઞાનપૂર્વક કરેલાં કર્મો નિષ્ફળ ન જાય' એ ઉક્તિને ધ્યાનમાં રાખીને શુદ્ધ ઉચ્ચારણ, રસાનુકૂળ સ્વરોચ્ચાર તથા છંદ બોલવાની પદ્ધતિ આત્મસાત્ કરવી જોઈએ. આ બધી વાતો ગુરુભગવંત કે યોગ્ય વિદ્વાન પાસે શીખી લેવી જરૂરી છે. પાઠનું પાઠાન્તર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પાઠનું પાઠાન્તર થતાં અર્થનો અનર્થ થઈ જતો હોય છે.
સ્તુતિ દ્વારા સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનાર ત્રણે જગતનું આધિપત્ય જેનું છે તેવા ઇષ્ટદેવ, ઈશ્વર, આરાધ્યદેવ સાથે સીધો સંબંધ જોડી શકાય છે. સ્તુતિ દ્વારા વિશ્વની મહાન શક્તિને પ્રાપ્ત કરી શકાય છે. આ શક્તિ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જેટલી જ નક્કર સર્વકાલીન અને પૃથ્વી
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ જ 15 પર સર્વત્ર વ્યાપેલી છે. સ્તુતિ કરવાની પદ્ધતિ યથાયોગ્ય હોય તો પરમ પદ સુધી ચોક્કસ પહોંચી શકાય છે.
ભક્તિ ભાવનાથી સંકળાયેલા કાવ્યમય શબ્દાત્મક વિચારો કે ઇષ્ટદેવના ચરણોમાં તેમનાં યશોગાનનું નિવેદન કરતાં પદ્યો તે આ સ્તોત્ર છે. અને આ સ્તોત્રમાં જુદા જુદા ભાવો વિવિધ શૈલીઓ દ્વારા રજૂ થવાથી એક જાતનું આંતરિક સૌંદર્ય જાગે છે. તથા શ્રદ્ધા તેમજ વિશ્વાસના આધારે ભક્તની ભાવના એકરાગતામાં પરિણમે છે. “સ્તોત્રં ચ ન તુષ્ટતે ?' કાલિદાસની આ ઉક્તિ ખરેખર યથાયોગ્ય છે. સંસારમાં એવું કોણ હશે જે પોતાની પ્રશંસા, પોતાની સ્તુતિ સાંભળીને પ્રસન્ન ન થાય ? તેથી જ ઇષ્ટની આરાધનાનાં ભિન્ન ભિન્ન અંગોમાં સૌથી સરળ અંગ સ્તોત્રપાઠ કહેવાય છે. તેથી આપણા પ્રાચીન આચાર્યોએ સ્તોત્ર-સાહિત્યની અદ્ભુત સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ દ્વારા સર્વસાધારણ માનવને ઉત્તમ આરાધનાનો લાભ મળે છે અને પરમ પદ, શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ સરળ બન્યો છે. વિશ્વના વિવિધ ધર્મોમાં સ્તોત્ર-સાહિત્ય :
આ વિશ્વમાં અનેક ધર્મોની ઉત્પત્તિ અને અંત અનાદિકાળથી ચાલ્યાં આવે છે. આ ધર્મો પછી તે ઈશ્વરવાદી હોય કે અનીશ્વરવાદી હોય, તે દરેકમાં ઇષ્ટ વસ્તુનાં ગુણગાન તો જરૂર ગવાયાં છે. સ્તુતિ-સ્તોત્રનું સામાન્ય ભાષામાં અર્થઘટન કરીએ તો તે ઇષ્ટદેવના ગુણોનું કીર્તન છે. આ અર્થઘટનને ધ્યાનમાં લઈને જોઈએ તો એવો ભાગ્યે જ કોઈ દેશ આ ધરાતલ ઉપર હશે કે જેને સાહિત્યમાં અલ્પાંશે સ્તુતિ-સ્તોત્રને સ્થાન ન મળ્યું હોય. તેથી વિશ્વસાહિત્યના વિરાટ દર્શનમાં જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો એ નિશ્ચિત રૂપથી કહેવું પડશે કે, સાહિત્યજગતમાં સ્તોત્રસાહિત્ય જેટલું વિશાળ છે એટલે અન્ય કોઈ પણ સાહિત્યનું પ્રમાણ નથી. હિંદુ ધર્મ જગતનો સૌથી આદિધર્મ માનવામાં આવ્યો છે. તેના વેદ, આગમ વગેરે બધામાં સ્તુતિઓ છે. પુરાણોમાં પણ બહુધા સ્તુતિઓ વણિત છે. રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોમાં પણ તેને પ્રાસંગિક સ્થાન પ્રાપ્ત થયું છે. સ્વતંત્ર જુદાં જુદાં સ્વરૂપોમાં રચાયેલ સ્તુતિ-સ્તોત્રોની સંખ્યા અગણિત છે.
વિશ્વના ભિન્ન ભિન્ન ધર્મો – બોદ્ધ, ચીની, ખ્રિસ્તી, યહૂદી, હિંદુ આદિ ધર્મોમાં પણ સ્તોત્રની રચના થયેલી જોવા મળે છે. દરેક ધર્મમાં સ્તોત્રનો પ્રકાર ભલે અલગ અલગ હોય પરંતુ દરેકમાં ઇષ્ટદેવના ગુણોનું એક યા બીજા પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. હિંદ સ્તોત્ર સાહિત્ય: - આર્યભૂમિના હસ્તગત હિંદુ સાહિત્યનો વિચાર કરતાં વેદોને સૌથી પ્રાચીન માનવા એ ઉચિત જ ગણાશે. વેદિક સ્તોત્રનું લેખનકળાનું બંધારણ ઉચ્ચતમ સંસ્કૃતિનું નિદર્શન કરે છે. તેનું મુખ્ય અંગ ભારતીય જ નહીં પણ પ્રાચીન આર્ય પ્રણાલિકાનું પણ દર્શન કરાવે છે. તેના શબ્દપ્રયોગો એવી રીતે કંડારવામાં આવેલાં છે કે તે આપણને વિપુલ શબ્દભંડાર અને પ્રાચીનકાળના તત્ત્વજ્ઞાનનો સાક્ષાત્ પરિચય કરાવે છે. તેમાં સમાયેલા જ્ઞાનના ભંડારથી આપણને પૌરાણિક
Page #35
--------------------------------------------------------------------------
________________
16 | ભક્તામર તુલ્ય નમઃ | સમયની ભારતની આર્યસંસ્કૃતિ જ નહીં પણ તે સમયના ભારતવાસીઓ અને તેમના આચારવિચાર, રહેણીકરણી અને સંસ્કૃતિનું આબેહૂબ વર્ણન કરાવવાને સમર્થ જણાય છે. તેમાં આર્ય સંસ્કૃતિ અને પૌરાણિક ધર્મો વિષે પણ સ્પષ્ટ ચિત્ર ઉપસાવાયેલ છે. તે ઉપરાંત ઇન્દ્રિયગમ્ય અસાધારણ તત્ત્વ જેમાં ઈશ્વરનું એકાંતવાદમાંથી અનેકાંતવાદમાં કેવી રીતે નિરૂપણ થતું આવ્યું અને તેણે હિંદુ ધર્મ ઉપર છેલ્લાં બે હજાર વર્ષથી કેવું વર્ચસ્વ જમાવેલ છે તે પણ ઊભરી આવેલું જણાય છે. અને તેમાંથી આર્ય સંસ્કૃતિમાંથી હિંદુત્વ, જૈનત્વ, બોદ્ધત્વ વગેરે ધર્મોનાં મૂળ પારખી શકાય છે.
અન્ય સાહિત્યોમાં સ્તોત્ર શબ્દ પ્રત્યે જુદાં જુદાં અનુમાનો અને અનુભૂતિ થતી હોવાથી અત્રે એ જાણવું ઉપયોગી થઈ પડશે કે વેદોમાં સ્તોત્રના ભાવાર્થો કઈ રીતે જુદા જુદા લેવામાં આવેલા છે, તે જોઈએ તો સર્વ પ્રથમ સ્તોત્રને સામાન્ય રીતે પ્રભુ પ્રત્યેની સર્વોચ્ચ ભક્તિભાવનાના અર્થમાં તેના ભક્ત ઉપરના ઉપકારની અને ભક્ત દ્વારા તેના ગુણોનું વર્ણન અને તેના ઉપકૃત્યતાની પ્રબળ અનુભૂતિ દર્શાવવા સ્તુતિ થાય છે. વિશેષ કરીને પ્રભુ સમક્ષ ધરાતી ભૌતિક સામગ્રીઓનું સમર્પણ કરવામાં આવે છે અને અન્ય રીતે નીચલી કક્ષાના દેવો કે પિશાચો દ્વારા કરવામાં આવતા ઉપદ્રવોના નિવારણ અર્થે તેનો પાઠ કે સ્તવન કરવામાં આવે છે. અથવા કોઈ ચમત્કાર સર્જવા પણ સ્તુતિ કરવામાં આવે છે.
ઋગ્વદ કે જે અન્ય વેદોમાં સૌથી પ્રાચીન છે તેમાં જણાવેલ છે કે, પ્રથમ પ્રકારનાં સ્તોત્રો મુખ્યત્વે અનેક પ્રકારે પ્રભુના ગુણોના વર્ણન રૂપે અને તેના ઉપકારના બદલામાં ગવાતાં હોય છે. જ્યારે અન્ય બીજી જે રીતે સ્તોત્રનો પ્રયોગ થતો રહેલો છે તે બાકીના ત્રણ વેદોમાં થતો જણાવેલ છે.
સ્તોત્ર એટલે જે તત્ત્વજ્ઞાન પણ દર્શાવે છે અથવા બિનસાંપ્રદાયિકતાપણું પણ દર્શાવે અને આવા સ્તોત્રો ઋગ્વદ અને અથર્વવેદમાં મળી આવે છે. વેદોનો ઉદભવ અને પરંપરાઃ
પરંપરાગત જાણકારો અને શાસ્ત્રકારોના મત પ્રમાણે આ વેદો આદ્ય સૃષ્ટિના સર્જક બ્રહ્માએ રચેલાં છે અને પૂર્વકાળના ઋષિમુનિઓએ જોયા કે સાંભળેલા છે. વૈજ્ઞાનિક સંશોધન પછી એવું તારણ નીકળે છે કે એ વેદો સમયાંતરે જુદા જુદા ઋષિમુનિઓએ તે તે કાળના ગવાતા અને પઠન કરાતા તાલ, લય અને સમયાનુસાર સૌએ પોતપોતાની રીતે તેમાં સુધારા-વધારા કે ફેરફારો કર્યા હશે. જેનો ઉદ્દેશ પરમાત્માને પ્રસન્ન કરવાનો અને તેમની કૃપા મેળવવાનો જ હતો. છતાં પણ આ વેદો ઉત્તરોત્તર ક્યારે અને કેવી રીતે ઉદ્ભવ્યા તે નક્કી કરવું શક્ય નથી. પરંતુ તે ઈ. સ. પૂર્વે ૫૦૦ પહેલાં અને તે પણ બૌદ્ધ ધર્મના ફેલાવા પહેલાં ઘણી સદીઓથી વિદ્યમાન હશે. બોદ્ધ ધર્મ પણ માને છે કે વેદો ઈ. સ. પૂર્વે ૮00 કરતાં પણ વધારે વર્ષોથી અસ્તિત્વમાં હોઈ શકે છે. વળી તેની ભાષા તેમજ ધાર્મિક વિચારસરણી તથા ભોગોલિક મુદ્રાઓ સાબિત કરે
Page #36
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 17 છે કે વેદો ઘણા સમયકાળ પૂર્વેના છે અને એ સ્પષ્ટ છે કે પ્રાચીન અને અર્વાચીન કાળમાં આ સ્તોત્રો બન્યાં ત્યારે ઉત્તરમાં કાબુલથી ગંગાતટ સુધીમાં આર્યન આક્રમણકારો ફરી વળ્યા હતા અને દરેક વેદોમાં તેના સમયકાળનું અંતર એવું જ સાબિત કરે છે. આથી એવું ચોક્કસપણે માની શકાય કે વેદોનું અસ્તિત્વ ઈ. સ. પૂર્વે ૧૩૦૦ પછીનું નહીં જ હોય. દરેક સમાજમાં ધાર્મિક માન્યતાઓ, ભાષાકીય, સામાજિક અને રાજકીય પ્રથામાં ધીમો ફેરફાર થાય છે. તે આ સ્તોત્રો દ્વારા જણાય છે. અમેરિકામાં અંગ્રેજી વસાહતીઓ આવ્યા પછી ફક્ત ચાર જ સદીમાં જે ફેરફારો થયા તે પરથી અંદાજ બાંધી શકીએ કે સેંકડો સદીમાં કેટકેટલા ફેરફારો થયા હશે. જર્મન લેખક હર્મન યકોબી અને લોકમાન્ય ટિળક ૧૮૯૩માં ખગોળકીય સંશોધન દ્વારા એવા નિર્ણય પર આવ્યા કે વૈદિક સંસ્કૃતિ અતિપ્રાચીન કાળથી વિદ્યમાન છે. જોકે લોકમાન્ય ટિળકનું માનવું છે કે વેદિક પરંપરા ઈ. સ. પૂર્વે ૬૦૦૦થી પણ પ્રાચીન છે જ્યારે શ્રી હર્મન યકોબીનું માનવું છે કે તે ઈ. સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ જૂની છે. છતાં આગળ પડતા શાસ્ત્રકારો જેવા કે વ્હીટની ઓલ્ડનબર્ગ અને તીબોટ જેવા માનવા તૈયાર નથી કે પ્રાચીન ભારતીયો સૂર્યની ખગોળશાસ્ત્રીય જાણકારી ધરાવતા હતા. આ સમગ્ર વિષય એક શંકાસ્પદ બાબત છે. ખગોળશાસ્ત્રીય ગણતરી નિઃશંકપણે માને છે અને અવેસ્તાના વાડ્મય સાહિત્ય પરથી સિદ્ધ થઈ શકે એમ છે કે વેદિક સ્તોત્રોની ભાષાકીય રચના અને ભારતની વિવિધ જાતિઓની સમયાનુસાર બદલાતી સંઘરચના દર્શાવે છે કે ઈરાનીઓ અને ભારતીયો સૈકાઓ પહેલાં એકબીજાથી જુદા પડ્યા હોવા જોઈએ. જ્યારે શ્રી હર્મન યકોબીના અનુમાન મુજબ તેઓ ઈ. સ. પૂર્વે ૪૫૦૦માં જુદા પડ્યા હોઈ શકે. શ્રી હ્યુગો વીકલેરાએ ઈ. સ. ૧૯૦૭માં શોધી કાઢેલ કે વેદિક મંત્રોમાં આવતા મિત્રા, વરુણ, ઇન્દ્ર એ એશિયા માયનોરના શિલાલેખો, જે ઈ. સ. પૂર્વે ૧૪૦૦ વર્ષ જૂના છે, તેને મળતા આવે છે.
વેદિક સ્તોત્રોનો વિકાસ અને વૃદ્ધિ :
જ્યારે આર્યન લોકો હિન્દુકુશ પર્વતમાળાના ઘાટના રસ્તે હિન્દુસ્તાનમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના ધર્મના સંસ્કાર રૂપે મિત્રા, વરુણ, ઇન્દ્ર ઇત્યાદિની ભક્તિ ભગવાન સ્વરૂપે કરતા જે તે કાળ અનુસાર પોતાની સાથે જ લાવેલા હતા. ‘અવેસ્તા’ અને ‘વેદો’ની સરખામણી કરતાં એવું લાગે છે કે ઈરાનીઓ જેવી રીતે ‘અગ્નિ’ અને ‘સોમ'ની પૂજા કરે છે તેવી રીતે આ આર્ય પ્રજા પણ પોતાના ‘અગ્નિ’ અને ‘સોમ’ પૂજાના સંપ્રદાયને અનુસરી રહ્યા હતા. તેમના સ્તોત્રની રચના અને ગાવાની પદ્ધતિ ધાર્મિક રીત મુજબ હતી. જેનો મુખ્ય ધ્યેય તેના સંબંધિત દેવોની કૃપા અને આશીર્વાદ મેળવવાનો રહેતો જેને માટે ઘી’ તથા ‘સોમ'ના છોડવામાંથી કાઢેલ સોમરસ અર્ધ્ય રૂપે ભેટ ધરાતો હતો. જોકે તે સમયના આર્યન લોકો જે વિશેષ ભાવાર્થ સહિતનાં સ્તોત્રમાં ગાતા તેમાં અને અત્યારનાં ગવાતાં સ્તોત્રોમાં ઘણો બદલાવ આવેલો જણાય છે. અત્યારે જે ગવાય છે તે વંશપરંપરાગત ઊતરી આવેલા સાધુ-સંતો કે પૂજારીઓ દ્વારા જાણે-અજાણે થયેલા ફેરફારોને કારણે હશે એમ અનુમાન કરી શકાય છે. ઈ. સ. પૂર્વ ૮૦૦ પહેલાં જ્યારે પુસ્તકો લખાયાં ન હતાં ત્યારે મોખિક રીતે પોતપોતાની યાદદાસ્ત મુજબ વંશ-વારસાગત આ સ્તોત્રો અપાતાં જે
Page #37
--------------------------------------------------------------------------
________________
18
॥ ભક્તામર તુભ્ય નમઃ II
સૌ યાદ રાખી લેતાં અને કાળક્રમે તેમાં થોડાઘણા ફેરફારો થયા, પોતપોતાની સમજ મુજબનો તેમાં ઉમેરો થતો ગયો. તે ઋગ્વેદની સૌપ્રથમ રચના અથવા રૂપરેખા ગણાઈ. ત્યારબાદ જ્યારે પણ બીજા વેદોની રચના થઈ હશે ત્યારે તેનો મૂળ આધાર મહદ્ અંશે લેવાયો. અન્ય બીજા વેદો સમયાંતરે અસ્તિત્વમાં આવ્યા અને જ્યારે તેમને ગ્રંથ રૂપે અંતિમ સ્વરૂપ મળ્યું તે ‘સંહિતા’ રૂપે આપણી સમક્ષ છે. આ સંહિતાનું રચનાકાર્ય બ્રાહ્મણ કાળ અર્થાત્ ઈ. સ. પૂર્વે ૬૦૦ના સમયમાં થયું હોવું જોઈએ. પણ તે ઉપનિષદોની સાથેના સંલગ્ન કાળ પહેલાંનું હતું. ‘સંહિતા’ના રચયિતાએ મૂળ કથાવસ્તુમાં કોઈ ફેરફાર કર્યો નહીં હોય પરંતુ તે સમયના મંત્રોના ઉચ્ચારો અને લય, ગાવાબોલવાની પદ્ધતિમાં થતા આરોહ-અવરોહ વગેરેમાં પરિણમતા ભેદો સિવાય મૂળ કથાવસ્તુની જાળવણી સાચવવાની ખાસ તકેદારી રાખેલી છે. જેના માટે સૌપ્રથમ કક્ષાના વ્યાકરણાચાર્ય ‘સાકલ્પ’એ ‘પદ’ એટલે કે લખવા-વાંચવાના શબ્દો વિશેથી શરૂઆત કરી જેમાં ‘સંહિતા'માંના પ્રત્યેક અક્ષર અને શબ્દની વિસ્તૃતપણે છણાવટ કરી. જેથી ઋગ્વેદમાં સમાયેલા પવિત્ર મંત્રો અને તેમાં સમાયેલ વ્યાપક અર્થો અકબંધ જળવાઈ રહે. આ આદિ વ્યાકરણવિદના પ્રયાસને કારણે જ આજે ૨૫૦૦ વર્ષનો સમયગાળો વ્યતીત થયો હોવા છતાં ઋગ્વેદના મૂળ પાઠમાં કાનામાત્રાનો પણ ફરક થયો હોવાનું જણાતું નથી. જેનો કોઈ જોટો ગોત્યો જડે તેમ નથી. જે રીતે આ મંત્રો રચાયા ત્યારે બોલાતા હશે, તેવી જ રીતે આ કાળમાં પણ લગભગ બોલાય છે. પણ ઋગ્વેદ સિવાયના વેદોની સંહિતાનાં પદો રચાયા પછીના કાળમાં તે વેદોની રચનામાં ફેરફાર થયા હોવાની સંભાવના શક્ય ગણી શકાય.
છંદરચના અને શબ્દપ્રયોગો :
ઋગ્વેદની રચના અને તેમાં સમાયેલા શબ્દો ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષે થયેલા વ્યાકરણાચાર્ય ‘પાણિની’ના સંસ્કૃત ભાષાના નિશ્ચિત સ્વરૂપે ગોઠવાયેલા છે અને વ્યાકરણના ઉચ્ચ નમૂનારૂપ છે. આ રીતે ક્રિયાપદનાં મૂળ બાર રૂપમાં અને સંલગ્નિત કોઈક રૂપ વપરાયેલ જે હવે સંસ્કૃત ભાષામાં એક રૂપ તરીકે વપરાતું જણાઈ રહ્યું છે. વેદિક સ્તોત્રોની શબ્દરચના અને શબ્દપ્રયોગ સંસ્કૃત ભાષામાં બોલાતા શબ્દભારથી અનોખા પ્રકારનાં અને કર્ણપ્રિય તેમજ સુરીલા, મધુર હોવાનું દરેક સંહિતામાં જણાય છે.
ઋગ્વેદનાં બધાં સ્તોત્રો છંદબદ્ધ અને તાલબદ્ધ છે. તેની ઘણી કડીઓ ચાર પદની બનેલી છે. પરંતુ કોઈક ત્રણ કે પાંચ પદની પણ જણાય છે. જેમાં આઠ, અગિયાર કે બાર એકસ્વરી શબ્દો વપરાયા હોય છે. જોકે ઋગ્વેદનાં સ્તોત્રો સંસ્કૃત ભાષામાં રહેલા છંદ અને ગવાતાં સ્તોત્રો જેવાં લાગે પણ તેનો લય, ગાવા-બોલવાની પદ્ધતિમાં કોઈ ખાસ નિયમ જણાતો નથી. મોટા ભાગે વેદિક સ્તોત્રો ચાર પદની કડીઓનાં બનેલાં હોય છે અને એકસરખા લય અને છંદમાં બોલાતાં હોય છે. પણ કડીની શરૂઆત જે સ્વરે થાય તેના ઊતરતા ક્રમે તે પૂરી કરાય છે. કોઈ ખાસ કડીઓ તીવ્રપણે ઉચ્ચારાય એમ રચાઈ હોય છે. ગાયત્રી મંત્રની જેમ એ એકસાથે કડીઓમાં બોલાય છે. આ પ્રકારની પદરચનાઓ પ્રગાથા તરીકે ઋગ્વેદના આઠમા ગ્રંથમાં મળી આવે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 19. ઋગ્વદમાં ૧૦૧૭ અને તેમાં પાછળથી ઉમેરાયેલાં ૧૧ મળી ૧૦૨૮ સ્તોત્રો છે જેમાં ૧૦૬૦૦ શ્લોકો છે. આ દરેક સ્તોત્ર દશથી વધારે શ્લોકોનાં બનેલાં છે. નાનામાં નાનો શ્લોક એક કડીનો છે. જ્યારે મોટામાં મોટો શ્લોક અઠ્ઠાવન કડીનો છે. જો સંહિતાનું અસલ લખાણ સીધા અક્ષરો, પદ્યમાં છાપવામાં આવે તો ૩૩ લીટીના એક એવા ૬૦૦ પાનાં ભરાઈ શકે.
ઋગ્વદ બે ભાગમાં વહેંચાયેલું છે. એક જેને અષ્ટક કહેવાય. તેમાં દરેકમાં આઠ-આઠ અધ્યાય હોય છે. જેમાં ૫ થી ૬ શ્લોકનો વર્ગસમૂહ હોય છે.
બીજા વિભાગને “સૂક્તાઓ, ઋચાઓ, સ્તોત્ર કહેવાય. તે દસ મંડલ' કહેવાતા ગ્રંથોમાં સમાય છે.
અથર્વવેદની રચના ઋગ્વદ પછી થઈ હશે તેવું માનવામાં આવે છે. અથર્વવેદમાં ૨૦ કાંડ છે. તેમાં ૭૩૧ સ્તોત્ર છે. આ સ્તોત્રમાં એક શ્લોકથી માંડીને આઠથી નવ શ્લોકો હોય છે. કુલ શ્લોકોની સંખ્યા ૫૦૩૮ની છે.
સામવેદમાં ૧૫૪૯ શ્લોકો છે. તેમાંથી ઘણા શ્લોકો ઋગ્વદમાંથી લેવામાં આવ્યા છે અને લગભગ ૭૫ જેટલા શ્લોકો ગાયત્રી મંત્ર પરથી રચવામાં આવ્યા છે.
યજુર્વેદ એ પ્રાર્થનાગ્રંથ છે. જેમાં અડધી ઋચાઓ મૌલિક છે અને અડધી ચાઓ ઋગ્વદમાંથી લેવામાં આવી છે. આમાં મોટાભાગની પુરુષ સૂક્તાઓ છે. યજુર્વેદની ભાષા-ગદ્યપ્રકારના મંત્રો અને મૌલિક શ્લોકો ઋગ્વદ જેવાં જ છે પણ તે પછીથી રજૂ થયેલા છે.
ચારે વેદોમાં વિવિધ સ્તોત્રો રચાયેલા છે. ઋગ્યેદ સંહિતાના પ્રથમ અષ્ટકના પ્રારંભિક અનુવાકમાં આરંભની નવ ઋચાઓમાં અગ્નિ-દેવની સ્તુતિ, બીજા તથા ત્રીજા અનુવાકમાં ઇન્દ્રની સ્તુતિ, પાંચમા અનુવાકમાં સ્તોત્ર ઉત્પત્તિ અને વર્ણન, નવમા અનુવાકમાં ઉષાની અને સૂર્યની સ્તુતિ તથા દશમાં અનુવાકમાં વરુણ દેવતાની સ્તુતિ એ પ્રમાણે અનેક સ્તુતિ-સ્તોત્રરૂપ ઋચાઓ દષ્ટિગોચર થાય છે. આવું દરેક વેદમાં છે.
વેદો ઉપરાંત પણ હિંદુ સ્તોત્રસાહિત્ય ઘણા વિશાળ પાયા પર રચાયેલું છે. બ્રાહ્મણ, ઉપનિષદ, ગૃહ્યસૂત્ર અને શ્રૌતસૂત્રના અભ્યાસથી માલુમ પડે છે કે સ્તુતિના વિષય તરીકે ફક્ત પ્રાકૃતિક દશ્ય જ ન રહેતાં ધીરે ધીરે તેમાં બદલાવ આવ્યો. તેમાં મુશલ, ઉષ્કલ આદિની સ્તુતિ થવા માંડી. ભક્તિ કરવા માટે યથાયોગ્ય સ્થળ મળે તેવી રીતે આ વાતાવરણ બદલાતું ગયું અને તેના પરિણામે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો અસ્તિત્વમાં આવ્યા. તેના પરિણામે આવાં ભક્તિકાવ્યોની જ્વાળા વધુ પ્રજવલિત બની. પુરાણો ભક્તિભાવ પ્રદર્શિત કરવાના સાધન તરીકે વધારે સાનુકૂળ થઈ પડ્યાં અને તેમાંનાં જ કેટલાંક વર્ણનો મહાકાવ્યોની સામગ્રીરૂપ બન્યાં. ઉદાહરણ તરીકે જોઈએ તો મહાકવિ ભારવિના ‘કિરાતાર્જુનીયના અંતિમ સર્ગમાં અર્જુન દ્વારા મહાદેવ સ્તુતિ, કાલિદાસના “રઘુવંશ'ના દશમા સર્ગમાં સોળમા શ્લોકથી અને કુમારસંભવના બીજા સર્ગમાં તેરમા શ્લોકથી દેવો દ્વારા પરમાત્માની સ્તુતિ, માઘના શિશુપાલ વધના ચૌદમા સર્ગના
Page #39
--------------------------------------------------------------------------
________________
20 / ભક્તામર તુલ્યુ નમઃ પ્રારંભના ભીખ દ્વારા કૃષ્ણની સ્તુતિ. આમ વિવિધ કાવ્યકારોએ સ્તુતિસ્તોત્રના વૃક્ષને વટવૃક્ષ બનાવ્યું છે.
બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, પદ્મપુરાણ, માર્કન્ડેયપુરાણ, હરિવંશપુરાણ, સ્કન્દપુરાણ, વિષ્ણુધર્મોત્તરપુરાણ આદિ પુરાણોએ લોકપ્રિય અને ભજ્યાત્મક ધર્મના પ્રચારના કાર્યમાં ફાળો આપ્યો છે. તેની સાથે સાથે તાંત્રિક સાહિત્ય જેવા કે પ્રપંચસાર વારાહી, ભૈરવ. શારદાતિલક, નીલતંત્ર, તંત્રસાર, આદિ સાહિત્યએ પણ ફાળો આપ્યો છે. આની સાથે ગ્રહો-નક્ષત્રોના પ્રભાવની માન્યતાને કારણે અનેક સ્તુતિ-સ્તોત્રનો ઉદ્ભવ થયો.
વર્મના ઉદાહરણ રૂપે ભાગવત પુરાણના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયગત નારાયણ વર્મનો, કવચના દૃષ્ટાંત તરીકે બૃહદ સ્તોત્ર મુક્તાહારમાં સમાવિષ્ટ થયેલા શિવ-કવચ, સૂર્યકવચ, ગણેશ કવચનો ઉલ્લેખ થઈ શકે તેમ છે. આની જેમ જ બૃહદ સ્તોત્ર મુક્તાહારના શિવ-રક્ષા, બાલરક્ષા, વિષ્ણુપંજર, વજપંજર, વૈલોક્યવિજય, દુર્ગાપદુદ્ધર મહામૃત્યુંજય, ગ્રહશાંતિ એ સર્વ પણ વેદને માનનારા હિંદુધર્મીઓના સ્તોત્ર-સાહિત્યનો એક ભાગ છે. આ સાહિત્યનો આવો વિશાળ અને વિપુલ ભંડાર અને તેની સાર્વજનિકતાનો ખ્યાલ આ ઉપરથી આવી જાય છે.
તદૂઉપરાંત બૃહત્ સ્તોત્ર-૨નાકર, બૃહદ્ સ્તોત્ર-મુક્તાહાર, બૃહસ્તવ-કવચ માલામાં અનેક સ્તોત્રો છે. સૃષ્ટિનું સર્જન કરનારા તરીકે જેને માનવામાં આવે છે તે બ્રહ્માને ઉદ્દેશીને વિશેષ સ્તોત્રો રચાયાં હોય તેમ જણાતું નથી. દક્ષિણ ભારતમાં જેને ધુડિરાજ તરીકે ઓળખવામાં આવે છે તે ગણપતિ વિશે અનેક સ્તોત્રો રચાયાં છે. આમાં ગણપતિને વિનાયક, કપિલ, શેષપુત્ર, પાર્શ્વપુત્ર, જ્યેષ્ઠ, ચિંતામણિ, મયૂરેશ, સિદ્ધદાતા, વિધ્વરાજ, વિઘ્નહર્તા આદિ અનેક ઉપનામોથી સંબોધવામાં આવેલ છે. શિવશક્તિ અને વિષ્ણુને ઉદ્દેશીને પણ સ્તોત્રો રચાયાં છે. શિવને મહેશ, શંકર મહાદેવ, નિલકંઠ, વીરેશ્વર, પશુપતિ તરીકે પણ ઓળખાવેલ છે. શંકરાચાર્ય, રાવણ, વ્યાસે પણ મહાદેવશિવનાં સ્તોત્રો રચ્યાં છે.
| વિષ્ણુ સંબંધી અનેક સ્તોત્રો રચાયાં છે. વિષ્ણુને બ્રહ્મણ્યદેવ, પુરુષ, અય્યત, નારાયણ, હરિ, ગોવિંદ, ત્રિવિક્રમ, જગન્નાથ, પાંડુરંગ આદિ નામોથી સ્તુતિ કરવામાં આવી છે. વિષ્ણુના દશ અવતાર સંબંધી જુદાં જુદાં સ્તોત્રો રચાયાં છે.
શક્તિનાં દેવી સંબંધી અનેક સ્તોત્રો રચાયાં છે. આ દેવીનાં અનેક નામો આ સ્તોત્રોમાં જોવા મળે છે. આ શક્તિ વિશ્વજનની છે અને એના સોળ નામ સૂચવવામાં આવ્યાં છે.
અનેક દેવ-દેવીઓનાં સ્તોત્ર ઉપરાંત ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા જેવી પવિત્ર નદીઓનાં તેમજ દેવતારૂપ ગણાતી વ્યક્તિઓનાં પણ સ્તોત્રો રચાયાં છે. ગંગાષ્ટક, અન્નપૂર્ણા સ્તોત્ર, વેદસાર, શિવસ્તવ, ચર્પટપંજરિકા, આનંદલહરી અને કાશીપંચક - એ છ શંકરાચાર્યની કૃતિ તરીકે ઓળખવામાં આવે છે.
પુષ્પદંતનું શિવમહિમ્ન સ્તોત્ર, કુલશેખરની મુકુંદમાલા, આનંદવર્ધનનું દેવીશતક, મયૂર ભટ્ટનું
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ છે 21 સૂર્યશતક, બાણભટ્ટનું ચંડીશતક, યાજ્ઞવક્યનું સૂર્યાસ્પૃસ્તોત્ર, ઉપમન્યુનું શિવસ્તોત્ર તથા વિષ્ણુષપદી હિંદુ સાહિત્યનાં મહાન સ્તોત્રો છે.
ઋગ્વદમાં પ્રથમ મંડળમાં અગ્નિની સ્તુતિ કરવામાં આવી છે. તેમાંના કેટલાક શ્લોક આ પ્રમાણે છે :
अग्निमीडे पुरोहितं । यज्ञस्य देवमृत्विजं । होतारं रत्नघाततम् । अग्निः पूर्वेभिर्ऋषिरीयो नूतनैरूत्त । से देवां एह वक्षति ।।
अग्निना रथिं मे श्रवत् पोषमेव दिवे दिवे । यशसं वीरवत्तमम् ।। १-२-३ નવ મંત્રોના આ સૂક્તમાં યજ્ઞ, પુરોહિત, દીપ્તિમાન દેવોને બોલાવનાર, ઋત્વિક અને રત્નાધારી અગ્નિની હું સ્તુતિ કરું છું. પ્રાચીન ઋષિઓએ જેની સ્તુતિ કરી છે. આધુનિક ઋષિગણ જેની સ્તુતિ કરે છે, તે અગ્નિદેવને આ યજ્ઞમાં બોલાવીએ. અગ્નિના અનુગ્રહથી યજમાનને ધન મળે છે અને તે ધન અનુદિન વધે છે તથા કીર્તિકર થાય છે.
કવિ બાણભટ્ટ ચંડીશતકમાં ચંડીદેવીની સ્તુતિ કરી છે. તેમાં તેમણે શિવ, સૂર્ય, ઇન્દ્ર, ચન્દ્ર, વાયુ, કુબેર વગેરે દેવોથી ચંડીદેવીને શ્રેષ્ઠ અભિવ્યક્ત કરી છે. યથા :
विद्राणे रुद्रवृन्दे सवितरि ताले वज्रिणि ध्वस्तवज्रे, जाताशके शशाङ्क विरमति मरुति व्यक्तवैरे कुबेरे । वैकुण्ठे कुष्ठितास्ने महिषमतिरूपं पौरुषोपघ्ननिघ्नं,
निर्विघ्नं निघ्नती वः शमयतु दुरितं भूरिभावा भवानी ।।१६६ || તેવી જ રીતે કવિ મયૂર ભટ્ટે સૂર્યશતકમાં સૂર્યદેવનું સ્તોત્ર રચ્યું છે. તેમાં તેમણે શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે દેવોથી સૂર્યદેવને મહાન અને મહત્ત્વશાળી તરીકે બિરદાવ્યા છે અને તેમના મહિમાને વર્ણવ્યો છે. યથા
शीर्णघ्राणाध्रिपाणीन् व्रणिभिरपधनैर्घघराव्यक्तघोषान् दीर्घाघ्रातावनघोघैः पुनरपि घटयत्येक उल्लाघयन् यः । धर्माशोस्तस्य वोऽन्तद्विगुणघनघृणानिघ्ननिर्विघ्नवृत्ते,
दत्तार्धाः सिद्धसङधैर्विदधतु घृणय: शीघ्रमङघोविघातम् ||१६|| પુષ્પદંતકૃત મહિમ્ન સ્તોત્રમાં ભગવાનને જુદાં જુદાં વિશેષણોથી વર્ણવવામાં આવ્યા છે. યથા :
त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति, प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्यादजुकुटिलनानापथजुषां, नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।।
Page #41
--------------------------------------------------------------------------
________________
22 || ભક્તામર તુલ્યું નમઃ | - કાલિદાસનો સ્તોત્ર સાહિત્યમાં અમૂલ્ય ફાળો રહેલો છે. તેમણે રઘુવંશ, કુમારસંભવ. મેઘદૂત, શાકુંતલ ઇત્યાદિની રચના કરેલ છે. “કુમારસંભવમાં તેમણે ઉમા-પાર્વતીના રૂપવર્ણનની છટા વર્ણવતાં તેના ચરણો પૃથ્વી ઉપર સ્થળકમળની શોભાને ધારણ કરતા હતા તેવું અતિ સુંદર વર્ણન કરેલું છે.
अभ्युन्नताङगुष्ठनख प्रभाभिर्निक्षेपणाद्रागभिवोदगिरन्तो ।
आजह्रतुस्तच्चरणौ पृथिव्यां स्थलारविन्दश्रियमव्यवस्थाम् ।। સામવેદમાં ઘણાબધા શ્લોકો ગાયત્રી મંત્ર પરથી રચાયા છે. માનવીના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ, વિપ્ન, સંકટ આવે જ છે. એનું નિવારણ કરવાનું દરેક જણ ઇચ્છે છે. આવા કષ્ટના નિવારણ માટે આપણા આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓ અને શાસ્ત્રકારો મહાત્માઓએ મંત્રરૂપી ઉપાય બતાવ્યો છે, અને આવો જ એક લોકપ્રિય મંત્ર છે ગાયત્રી મંત્ર.
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि । धियो योनः प्रचोदयात् ।। હિંદુ ધર્મશાસ્ત્રમાં ગાયત્રી મંત્રનું એક અનોખું સ્થાન છે. તેના ઉપાસકો પાસેથી તેના ચમત્કારની વાતો સાંભળવા મળે છે. આજના યુગમાં પણ તેની મહત્તા અપાર છે. તેથી જ લોકોની શ્રદ્ધા તેના પ્રત્યે વધેલી જોવા મળે છે. પ્રાચીનથી આજના વૈજ્ઞાનિક યુગ સુધી તેનો મહિમા પ્રસરેલો છે. પ્રાચીન ઋષિમુનિઓ, તપસ્વીઓ, ગુરુઓ અને અન્ય લોકો પણ એનો જાપ કરતા હતા અને આજે પણ કરે છે. વિદ્વાનોએ આ મંત્રના મહિમાનું ગાન કર્યું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ મંત્ર વિશે કહેલું કે, ગાયત્રી મંત્રનો જાપ જો શુદ્ધ ચિત્તે નિરંતર કરવામાં આવે તો જાપ કરનાર રોગગ્રસ્ત જ થતો નથી, તેનું કષ્ટ પણ દૂર થાય છે.
રવીન્દ્રનાથ ટાગોરે તો ત્યાં સુધી કહ્યું છે કે, ગાયત્રી મંત્રથી તો મેં સર્વ કંઈ પ્રાપ્ત કરી લીધું છે કે જેની ઉપલબ્ધિની મને આશા નહોતી. આ અંગે મારા આંતરિક ચક્ષુ ખોલીને મને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરી સદ્ધાર્ગ બતાવ્યો છે.
આપણા સ્વતંત્ર ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું છે કે ગાયત્રી મંત્ર એ મનુષ્યને નવજીવન પ્રદાન કરનારી એક પ્રાર્થના છે.
આ વિદ્વાનોના મંતવ્યો પરથી કહી શકાય કે ગાયત્રી મંત્રનો મહિમા સૌ કોઈએ ગાયો છે. આ મંત્રના પ્રભાવથી માનવીની શારીરિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને તે દ્વારા માનવીની મનોવાંછના પરિપૂર્ણ થાય છે. આ મંત્ર દિવ્યશક્તિને સંબોધિત પ્રાર્થના છે. જેના બળ પર સૂર્ય પ્રકાશ આપે છે અને તે ત્રણે લોકમાં વિસ્તરેલ છે. ગાયત્રી મંત્રનો મુખ્ય ઉદ્દેશ બુદ્ધિને નિર્મળ અને તેજસ્વી બનાવવાનો છે. ગાયત્રી મંત્ર જ એકમાત્ર જાપ છે જેમાં સ્તુતિ, ધ્યાન અને વંદના આ ત્રણેયનો સમન્વય છે. આથી એને ત્રણ વિભાગોમાં વિભાજિત કરી શકાય તેમ છે.
(૧) ૐ ભૂર્ભુવ:
Page #42
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ
23
આમાં પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. તે ત્રણે લોકમાં વિદ્યમાન છે અને પોતાના તેજથી પ્રકાશિત કરે છે.
(૨) તત્ સવિતુર્વરેળ્યમ્ મળે તેવસ્ય ધીમહિ 1
આ પદમાં પાપનાશક જ્યોતિપુંજનું એકાગ્ર ચિંતન અને ધ્યાન છે.
(૩) ધિયો યોન: પ્રોદ્યાત્ |
આ પદમાં મંત્રશક્તિ દ્વારા બુદ્ધિને સાચી દિશામાં સંચાલિત કરવા અને શાશ્વત સુખરૂપી મોક્ષની પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે.
આ આધ્યાત્મિક સ્વરૂપની વાત થઈ. ગાયત્રી મંત્રનું વૈજ્ઞાનિક સ્વરૂપ કંઈક આવું છે. ગાયત્રી મંત્રના ઉપાસકો માને છે કે આ મંત્રનો જાપ કરવાથી અપમૃત્યુ થતું નથી, હૃદયરોગનો હુમલો રોકવા માટેનો રામબાણ ઇલાજ છે, તેથી જ ગાયત્રી મંત્રને એક રક્ષક મંત્ર તરીકે પણ માનવામાં આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિનું દિવ્ય પ્રકાશમાન એવું આપણું સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય ઘણા પ્રાચીન કાળથી ચાલ્યું આવ્યું છે. તેમાં અનેક દેવો-દેવીઓની સ્તુતિ કરવામાં આવી છે. હિંદુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી-દેવતાની માન્યતા પ્રચલિત છે અને તેના પર અઢળક સાહિત્ય રચાયેલું જોવા મળે છે. આ સાહિત્યમાં પ્રાર્થના, સ્તુતિ, ધ્યાન, જપ દ્વારા અનંત સુખની પ્રાપ્તિને કવિપુંગવોએ વર્ણવ્યા છે અને તે દ્વારા પોતાના ઇષ્ટદેવના ચરણોમાં ભાવપુષ્પો ચઢાવ્યાં છે. સુંદર ભાવમાધુરી અને રસમાધુરી દ્વારા પ્રભુ પ્રત્યેના અનન્ય ભક્તિભાવને રજૂ કર્યો છે.
બૌદ્ધ ધર્મના સ્તોત્ર :
બૌદ્ધ ધર્મમાં સ્તોત્ર જેવો શબ્દપ્રયોગ તેમનાં ધર્મપુસ્તકોમાં લગભગ નહીંવત્ જોવામાં આવે છે. સ્તોત્રનો ખરેખરો અર્થ પ્રશસ્તિ, કાવ્ય કે ધાર્મિક ઉચ્ચકોટિનું ઊર્મિકાવ્ય એમ થાય. જે દેવદેવીને સંબોધીને કહેવાયું હોય. અથવા તો એક કાવ્ય જે માણસોના સમૂહમાં સાથે મળીને દેવળોમાં ગવાતું હોય. જ્યારે બોદ્ધ ધર્મમાં આવા અર્થમાં દેવળોમાં સમૂહમાં કોઈ કાવ્યોનું પઠન થતું હોવાનું મનાતું નથી. કારણ કે તેમનાં કોઈ મંદિરો, દેવળો કે એવાં કોઈ દેવ-દેવીઓનાં સ્થાનક હોતાં જ નથી કે જેથી તેમને કોઈ ધાર્મિક સ્તોત્રો ઉચ્ચારવાનાં હોય. છતાં પણ બીજી રીતે જોતાં ગતાનુગતિક રીતે તેઓના અન્ય ગ્રંથો Nikayaમાં આવા ધાર્મિક ન કહી શકાય એવા ઉત્તમ પ્રકારના સાહિત્યમાંથી લીધેલાં ૧૦-૧૨ પુસ્તકો છે જે ગદ્ય-પદ્યમાં બોલી-ગાઈ શકાય તેવાં જણાય છે.
ઉદાહરણાર્થે ‘સુત્ત નિપત્તા' (Sutta Nipatta)માં જે અતિપ્રાચીન ગણી શકાય તેવાં ઊર્મિકાવ્યો સમાયેલાં છે. જેમાં ૧૬-૧૬ કાવ્યખંડોનાં લગભગ ૭૦-૭૧ ઊર્મિકાવ્યો આવેલાં છે. આ કાવ્યોને પાંચ ગ્રંથોમાં સમાવાયેલાં છે. આમાંથી કોઈમાં પણ આ કાવ્યો કોને ઉદ્દેશીને અથવા કયા આશયથી બન્યાં છે તે સ્પષ્ટ રીતે જાણી શકાતું નથી, એથી જુદી જ રીતે ‘ધમ્મ પદ'માં સંકલ્પ, સુવિચાર,
Page #43
--------------------------------------------------------------------------
________________
24 ।। ભક્તામર તુલ્યું નમઃ II
કુવિચાર, સન્માર્ગ, જ્ઞાનની ઉત્કંઠા, સુખની અનુભૂતિ વગેરે બાબતો વ્યવસ્થિત રીતે કંડારાયેલી છે. અર્થાત્ ઉચ્ચ પ્રકારનું આમ જીવન એટલે ધમ્મ (ધર્મ). જોકે આ શબ્દપ્રયોગ પાશ્ચાત્ય ભાષામાં જે અર્થમાં લેવાયો છે તેથી ઘણો ઉચ્ચ છે. આમાંના અડધા ઉપરના વિષયો આથી પણ પ્રાચીન પુસ્તકોમાં લખાયેલા જણાય છે. જ્યારે બાકીના જ્યારથી બુદ્ધ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો અને જે તત્કાલીન સમાજમાં પ્રચલિત હતી તેવી ભારતની લોકકથાઓ અને લોકવાયકાઓમાં પણ જણાયેલ છે. જોકે એ શંકાસ્પદ રહે છે કે આવાં ઊર્મિકાવ્યો કે પદો બૌદ્ધ ધર્મના ઉદયકાળ પહેલાં પણ હતાં કે ન હતાં. તેની માહિતી પ્રાપ્ત થતી નથી; આથી એમ પણ ન કહી શકાય કે આ પદો બૌદ્ધધર્મીઓનાં જ બનાવેલાં છે પણ તેમના પહેલાંનાં પણ બનાવેલાં હોઈ શકે અથવા ઘણાંખરાં પદો અગાઉના બનાવેલાં પદોમાં સુધારોવધારો કરીને પ્રસ્તુત કરાયાં છે એમ ચોક્કસપણે કહી શકાય.
'Verselets of Norm'માં નીતિશાસ્ત્રના (સર્તનના) નિયમો જે વધતા-ઓછા અંશે સર્વે ઉચ્ચ ધર્મો સામાન્યપણે અનુસરે છે તે બાબત મોટાભાગે ધર્મપરિવર્તન નહીં કરેલાઓના ઊતરતા પ્રકારના ચરિત્ર વિશે વિશેષ નિર્દેશ કરે છે. આ ઉત્તમ સાહિત્યની કૃતિઓમાંથી ઉદ્ધૃત કરેલા પુસ્તકની અતિ પ્રચલિતતા યુરોપમાં હોવાનું આ ઉપરથી સ્પષ્ટ થાય છે. તેનાં મોટાભાગનાં પદો સરળતાથી સમજી શકાતાં હોય છે અને સન્માર્ગ કે સદાચરણના નિયમોમાં જે અસામાન્યતા કે કઠિનતા દેખાય છે તેમાનું કંઈ પણ આ પદોમાં જણાતું નથી.
જ્યારે બુદ્ધોએ સંસ્કૃતમાં લખવાની શરૂઆત કરી ત્યારે તેમણે ધમ્મ પદ'નું નામ બદલીને એના જેવું જ લખવા માંડ્યું. ફેરફાર માત્ર એટલો કર્યો કે જે અઘરાં પદો હતાં તે કાઢી બીજાં ઉમેર્યાં. આ નવા સંસ્કરણ કરાયેલા સંસ્કૃત ગ્રંથો વાચક વર્ગમાં ઘણા લોકપ્રિય થયા. તેના અનુવાદો તિબેટી અને ચાઇનીઝ ભાષામાં પણ થયા છે.
પરંતુ ‘સુત્ત નિપત્તા’નું એનાથી તદ્દન ઊલટું ભાવિ નિર્માણ થયું. તેની રચનાઓમાં અને વિષયોમાં ઉચ્ચ સદાચરણના માર્ગો બાબત વધુ ભાર મૂકવામાં આવેલ છે અને લગભગ ક્રિશ્ચિયન ‘Verselets of Norms’ સ્તુતિઓની જેમ જ તેની રચનાઓ થયેલી જણાય છે. યુરોપમાં જે પાલી ભાષાવિદો સિવાય ભાગ્યે જ કોઈ વાંચે છે અને તે પણ તેનાં ત્રણ ટૂંકાં ટૂંકાં સાદાં વર્ણનાત્મક કાવ્યો જ વંચાય છે. ભારતમાં પણ પાલી ભાષાના લુપ્ત થવા સાથે તેનો પણ લોપ થયો અને તિબેટી કે ચાઇનીઝ ભાષામાં તો તેનો અનુવાદ પણ થયેલ નથી.
પૂર્વકાળમાં વર્ષો પહેલાં ઉત્તર ભારતમાં આવાં પદો કે સ્તુતિઓ ધર્મપ્રચાર માટે કે બોધ આપવા માટે ભજનકીર્તનની જેમ તાલ અને લયબદ્ધ રીતે ગવાતાં હતાં. આપણી સાતમી શતાબ્દીના સમયમાં ઇ-વેંગ તેના રસપ્રદ વર્ણનમાં જણાવે છે કે તેના સમયમાં આવા સંસ્કૃત ભાષામાં બનાવેલા સ્તુતિ-પાઠો આ બૌદ્ધો સરઘસ આકારમાં કોઈ ધાર્મિક વડાના સ્મારકને ફરતા કૂંડાળામાં કે કોઈ નાલંદાના બૌદ્ધ મઠોમાં મળીને ગાતા જણાયા હતા.
Page #44
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 25 ઉપર જણાવ્યા તેવા પાલી ભાષામાં બનાવેલા કેટલાક સ્તુતિપાઠો હજી પણ સિલોન(શ્રીલંકા)માં બૌદ્ધ ભિખ્ખઓ માંદગીને ખાટલે પડેલાઓ કે શ્રદ્ધા વિનાના ખેડૂતોને ત્યાં ઓપચારિક મુલાકાત વખતે જાય ત્યારે તેમને ગાઈ સંભળાવે છે. આવો ધર્મ સંભળાવવાનો રિવાજ ક્યારથી પડ્યો છે કે કેટલા અંશે અપનાવવામાં આવ્યો છે કે તેમ કરવાનો કોનો આદેશ હશે તે જાણવા મળતું નથી.
રામચંદ્ર કવિભારતી નામના બંગાળના બ્રાહ્મણે લખેલ સો સ્તોત્રનું એક “ભક્તિશતક છે. આ કવિ ઈ. સ. ૧૨૪૫માં પરાક્રમબાહુ રાજા સાથે સિલોન આવ્યો. અહીં તેણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. અત્યંત અલંકૃત શૈલીમાં તેણે આ શતકમાં બુદ્ધની સ્તુતિ કરી છે. આ સ્તુતિનું અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલું છે. તેનો કેટલોક ભાગ આ પ્રમાણે છે :
"Be gracious, O Lord, ruler of the Gods, ruler of the world, conqueror, O Buddha, Who deservest to be wroshipped by the world, to be worshipped by me, to be worshipped by the good, 0 enemy of sin, enemy of mundane existence, enemy of lust, enemy of darkness ! To thee verily am I devoted (bhakta) with body, speach and thought.
He is son of the family, he is devoted to thee, he bears the burden of thy teaching. He is a disciple, he takes refuge with thee, he is thy slave, he who never on any account swerves from thy command.
Doing good to the world, O Buddha, is worship to thee, doing evil to it. O Lord of the world, is pain to thee. O Jina, how should I, when doing evil to the world, not be ashamed of saying that I am devoted to thy Lotus feet !
Where is my mercy, where is my sympathy, where my Love, as I am doing evil, and not good, to that every world for whose benefit thou hast, in a hundred ways, given away wealth, men, power, life, body and kingdom."?
આ સ્તોત્ર હિનયાન અને મહાયાન એ બંને પંથોને પૂજ્ય એવું સ્તોત્ર છે. આવા પ્રકારના સ્તોત્ર દ્વારા બૌદ્ધ સ્તોત્રની પરંપરા આપણી નજર સમક્ષ તાદશ્ય થાય છે. આવું જ બીજું એક સ્તોત્ર જે બુદ્ધસ્તવઃ' નામે પ્રસિદ્ધ છે જે આ પ્રમાણે છે :
વંદામિ તે કનકવર્ણનિમા વરલક્ષણા વિમલચંદ્રમુખા ! વંદામિ તે અસમતાનપરા સદશો ન તે સ્તિ ત્રિભવે વિરજા // મૃદુ ચારુ સ્નિગ્ધ શુભ કેશ નખા ગિરિરાજતુલ્ય તવ ચોપિરિહ | નોષ્ણીષમીક્ષિતુ તવાસ્તિ સમો વિભ્રાજતે ભૂવિ તવોર્ણ મુને ! કુન્દુશખહિમશુભ્રનિમા નીલોત્યલાભશુભનેત્રવાર |
Page #45
--------------------------------------------------------------------------
________________
26 | ભક્તામર તુલ્ય નમઃ |
કૃપયાસે જગદિદં હિ થયા વન્દામિ તે વિમલનેત્ર જિન છે. જિલ્લ પ્રભૂત તનુ તામ્રનિભા વદન ચ છાદયસિ મેનસ્વકમ્ | ધર્મ વદન્વિનયસે ચ જગત્ વંદામિ મધુર સ્નિગ્ધગિરા || દશનાઃ શુભાઃ સુદઢ વજનિમા વિંશદશાખવિરલા સહિતાઃ |
કુર્વસ્મિ તે વિનયસે ચ જગત્ વન્દામિ તે મધુરસત્યકથા |૨૭ આ સ્તોત્ર અત્યંત સરળ અને સુરમ્ય ભાષામાં રચાયેલું છે જેમાં બુદ્ધની સ્તુતિ કરવામાં આવી છે. ચીની ભાષામાં સ્તોત્રરચના :
ક્રિશ્ચિયન ધર્મમાં જેવી રીતે સમૂહમાં સરઘસ આકારે દેવળોમાં ભેગાં મળીને જવાનું હોય છે એવું મૂર્તિપૂજકોમાં હોતું નથી એવું પૂર્વવિધાન કરી શકાય છે. પ્રભુભક્તિ કરનારાઓ પ્રભુસ્તુતિઓ ગાવા માટે સમૂહમાં ભેગા થતા નથી કે મંદિરોમાં પ્રભુને અરજ કરવા માટે કે પ્રભુની મૂર્તિ સામે પ્રણિપાત કરવા માટે જતા ભક્તો સ્તુતિઓ ગાતાં ગાતાં જતા નથી.
પૂર્વજોની ભક્તિ લગભગ સામૂહિક રીતે કરાતી હોય એવું જણાય છે પણ તે કુટુંબના કુળ કે ગોત્ર પૂરતી મર્યાદિત હોય છે અને પૂર્વજોની ભક્તિમાં તેમના ગુણગાનની સ્તુતિઓ ગવાય છે તે સાવ અજાણ્યું નથી. ધ શી કિંગ' કવિતાઓનું પુસ્તક છે જેમાં પૂર્વના કાળમાં પૂર્વજોની ભક્તિ કરાતાં જેવાં ઊર્મિકાવ્યો અને સમૂહગાનો, સ્તુતિઓ કે દીકરા-દીકરીઓના ભક્તિભાવપૂર્વકના પવિત્ર ગીતો હોય છે. ચૌ સામ્રાજ્ય (૧૧૨૨-૧૨૨૯)ના રાજાઓ જેમાંથી એ ઊતરી આવેલ શોધી કાઢ્યાં તેમાંનું એક ઊર્મિકાવ્ય નીચે મુજબ હતું :
O, thou accomplished great Haju-chi
To thee alone I was given To be, by what we owe to thee,
The correlate of Heaven, On all who dwell within our land
Grain-Food didst thou bestow : 'Tis to thy wonder-working hand
This gracious boon we owe God had the wheat and barley meant
To nourish all mankind. None would have fathomed his intent
But for thy guiding mind Man's social duties thou didst show
Page #46
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ ♦ 27
To every tribe and state:
From thee the social virtues flow
That stamp our land "The great".
૨૮
ચીનના મહારાજાધિરાજે જ્યારે તેના વડવાઓની ભક્તિનું આયોજન કર્યું તે સમયે તેની સમક્ષ એક સ્તુતિગાન તેના વડવાઓના બહુમાનમાં ગવાયું હતું. તે મહારાજા જ્યારે વડવાઓની પ્રતિકૃતિ યજ્ઞવેદી જેવા ઊંચા સ્થાન પર રાખી તેમની સમક્ષ ઊભા રહેલ ત્યારે પ્રથમ ભાગ ગવાયો હતો. આ કાવ્ય ત્રણ ભાગમાં ગવાયું હતું. બીજો ભાગ જ્યારે તેમણે ‘Kow Tow’ની વિધિ કરી ત્યારે ગવાયું અને જ્યારે પવિત્ર વસ્તુઓ ભેટ અપાઈ ત્યારે ત્રીજો ભાગ ગવાયો હતો. તે દરમિયાન તેમના વડવાઓના આત્માઓ સ્વર્ગમાં પાછા ગયા એમ મનાતું હતું. આ સ્તુતિઓ ગવાતી ત્યારે મંદમંદ ધીમા મધુર સ્વરે સંગીત જુદી જુદી જાતનાં વાઘો ઉપર લહેરાવાતું હતું. તે પ્રસંગનું વાતાવરણ અને ધાર્મિક પ્રસંગની ગંભીરતા એવી રીતે વધતાં કે ત્યાં હાજર રહેલા સંગીતકારો, રાજ્યના હોદ્દેદારો, ગાયકો વગેરે એવી ગંભીરતાથી સ્તુતિઓ ગાતા કે બધા રાજાની જેમજ ભાવવિભોર થઈ જતા જણાતા હતા.
કયૂશ્યસની ભક્તિમાં રાજ્યપ્રેરિત ભક્તિ ઠરાવેલા સમયે રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા ગાવા-બજાવાતા સ્તુતિપાઠો ને બુદ્ધિમાન પ્રજ્ઞાના ગુણગાન સમૂહમાં આ પ્રમાણે ગવાતા :
Confucius ! Confucius !
Great indeed art thou, O Confucius.
Before thee
None like un to thee
After thee
None Equal to thee
Confucius ! Confucius !
Great indeed art thou, O Confucius.
૨૯
સ્વર્ગ અને ધરતીની પ્રાર્થના કરવામાં પણ સ્તુતિઓ વપરાતી હતી. 'Toist Canon'માં સ્તુતિઓનાં કેટલાંક પુસ્તકોમાં ઉત્કટ ઇચ્છા અને પશ્ચાત્તાપ દર્શાવતાં કાવ્યો-સ્તુતિઓ છે. અને There pure ones' તથા બીજી ‘Deithes', ‘Dopper' કે ‘Charles wain' અને બીજા ગ્રહો અને તારાગણોની કરાતી સ્તુતિઓ આવેલી છે. બૌદ્ધ ધર્મનાં પુસ્તકોમાં આવતી કાવ્યની કડીઓની જેવી જ કડીઓ આવા ધાર્મિક પ્રસંગોમાં ગવાતી હોય છે. બૌદ્ધ અને Taoist સંપ્રદાયોમાં દેવદેવીઓનાં ગુણગાન કરવા ગવાતી લઘુ કાવ્યસ્તુતિઓ પણ લખાયેલી જણાય છે. ગ્રીસ અને રોમમાં રાજકીય સરઘસો જે ધાર્મિક વિચારણામાં સમ્મિલિત હતાં તેને મળતાં જ ચીનના ‘Confucius’ના વખતમાં પણ હતાં, અને સંત તેને સંમતિ આપતા હતા. તેમની સંમતિપૂર્વક ગવાતાં હતાં. આવી ધાર્મિક ક્રિયાઓ ‘No’ એવા નામથી કહેવાતી. આ ‘No’ એવા નામથી કહેવાતી ધાર્મિક
Page #47
--------------------------------------------------------------------------
________________
28
।। ભક્તામર તુલ્યું નમઃ II
ક્રિયા તે એક જાતની મજાકમસ્તીની રમત જેવું હતું, અને આ સરઘસ ગાયકવૃંદનું બનેલું રહેતું. અત્યારના જમાનામાં આ અદાકા૨ો ગાતાં ગાતાં ગોળ ગોળ ફરતા હોય છે. અત્યારનું તેનું નામ ‘Yangka’ – ગીતો ગાનાર એવું છે અને બૌદ્ધ ધર્મોપદેશકો અત્યારના જમાનામાં એવું જ કરે છે.
ઇટાલીની પ્રસિદ્ધ વ્યક્તિ તરીકે માર્કો પોલો થઈ ગયો. તે પોતાના પ્રવાસવર્ણનમાં કીનસે' (અત્યારનું Hang-chow) શહે૨માં જે રીતે મરણોત્તર ક્રિયા થતી તેના વિશે જણાવે છે કે, મરણોત્તર ક્રિયા સમયે મૃતકના શબની પાછળ પાછળ વાજિંત્રો વગાડાતાં અને ગાતાં ગાતાં નીકળતાં કે –
"The instruments which they have caused to be played at his funeral and the idol hymns that have been chanted shall also be produced again to welcome him in the next world and that the idols themselves will come to do him honour."
,,30
ખ્રિસ્તી ધર્મનાં સ્તોત્ર :
પશ્ચિમના દેશોમાં ખ્રિસ્તી ધર્મનું સ્થાન મહત્ત્વનું છે. આ ખ્રિસ્તી ધર્મનાં સ્તોત્ર વાડ્મય ઉદ્ગમસ્થાન શોધવા માટે હિબ્રુ વાડ્મય સાહિત્ય જોવું જોઈએ. સેંટ ઑગસ્ટાઇને ‘સ્તોત્ર’ શબ્દની આપેલી વ્યાખ્યા તત્કાલીન ખ્રિસ્તી સમાજે માન્ય કરેલી છે. સેંટ ઑગસ્ટાઇનના મત પ્રમાણે,
Praise to God with song” એટલે સ્તોત્ર,
આધુનિક કાળમાં સ્તોત્ર સંશાની વ્યાપકતા ઘણી જ વિસ્તરેલી જોવા મળે છે. રોમન કેથોલિકમાં ‘સાધુની સ્તુતિ' આ જ સ્તોત્રની સંજ્ઞા ઉપયોગમાં આવે છે. તેવી જ રીતે તાલબદ્ધ ગદ્ય કવિતા, ધાર્મિક ચિંતન-પ્રાર્થના કે સ્તુતિ એવા અનેક અર્થથી સ્તોત્ર શબ્દનો ઉપયોગ કરેલો છે. તે છતાં ‘Hymn' અથવા ‘Psalms' આવો ઉલ્લેખ ગ્રીક ચર્ચોમાં થયેલો જોવા મળે છે.
The Word 'Hymn' was employed by the ancient Greek to signify a song or poem composed in honour of Gods, heroes or famousmen, or to be recited on some joyful, mournful or solemn occasion.
૩૧
બાઇબલમાં જૂનાં ગ્રીક ગીતોનું હિબ્રુ ભાષામાં જે ભાષાંતર થયેલ છે તે સંગ્રહનું ‘Tehillin’ એવું નામ છે. પ્રાચીન ગ્રીકોએ દેવ, યોદ્ધાઓ કે પ્રસિદ્ધ વ્યક્તિના પ્રેમના ક્યારેક આનંદયુક્ત, ક્યારેક દુ:ખદ અથવા ગંભીર પ્રસંગોચિત રચેલાં કવન એ અર્થમાં સ્તોત્ર શબ્દ વપરાયેલો હોય એવું જણાય છે.
પ્રાચીન ચીની લોકોએ સ્વર્ગમાં ગયેલા રાજાને માટે સ્તોત્ર રચેલાં છે. તેવી જ રીતે સીરિયા, ઇજિપ્ત, હિંદુસ્તાનની સંસ્કૃતિના સ્તોત્ર-કાવ્યના અધિક પ્રાચીન પુરાવા મળી આવે છે. એથેન્સના નાટ્યકાર સાર્વજનિક ખેલ સમયે જેની સ્તુતિ ક૨વાના ઉદ્દેશથી સ્તોત્ર શબ્દનું સાધર્મ દાખવવા માટે શબ્દ વાપરતા હતા તેમણે છંદોબદ્ધ દેવસ્તુતિ, વિવાહવિષયક કે ઉત્સવવિષયક ગીતો, ગ્રીક દેવતાવિષયક કાવ્યો, શોકગીતો, વિલાપગીતો કે મંત્ર અને જાદુના આધાર પર કાવ્યો – આ
Page #48
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સુષ્ટિ ક 29. અર્થમાં સ્તોત્ર શબ્દની યોજના કરી છે.
આભારવચન, ઈશ્વરની વાણી અને પ્રાર્થના એવો ઉલ્લેખ પાઉલોના અંતિમ શબ્દોમાં હતો. આ બધા સમાનાર્થી શબ્દો ધાર્મિક સાધનાનું એક અગત્યનું અંગ છે, અને તેનો આગ્રહ અને પ્રતિષ્ઠા પણ ખ્રિસ્તી દર્શનમાં છે અને તે છે પ્રાર્થના સ્તોત્ર, સ્તુતિ, પ્રભુનું ધ્યાન, તેની વિનંતી, તેનો આભાર, તેની વાણી-સંસર્ગ, પ્રભુ-સન્મુખ લઘુતા, ન્યૂનતા, દીનતાથી હૃદયપૂર્વક થયેલી અરજ અને યાચના. ક્યારેક ધર્મ અને સદાચારપૂર્ણ કાર્ય અઘરું પણ બની શકે છે. તેવે સમયે ધર્મનું એક મહત્ત્વપૂર્ણ અંગ આપણા હાથમાં એક સરળ અને ઉપાય સમર્થ સાધન મૂકે છે અને તે છે, પ્રાર્થના-સ્તોત્ર-સ્તુતિ.
ખ્રિસ્તી ધર્મના મસીહા ઈસુ પ્રાર્થના કરતા : “ઈસુએ આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાળી." બીજે દિવસે પરોઢિયે ઈસુ ઊઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા. “ઈસુ પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા” ઈસુએ પોતાના જાહેર જીવનની શરૂઆતમાં રણમાં રહીને ચાળીસ દિવસ પ્રાર્થનામાં ને તપમાં ગાળ્યા હતા. યહુદીઓ (જ) સ્તોત્રઃ
જ્યારથી પ્રાચીન ખ્રિસ્તી સમાજને અનેક દેશોમાં ફેલાવી દેવામાં આવ્યો ત્યારથી પ્રવાસી યહૂદીઓ પોતાની ઇબ્રાની ભાષાની સાથે અન્ય ભાષાઓનો પ્રયોગ કરવા લાગ્યા. એમના વિશાળ ધાર્મિક સાહિત્યમાં કેટલીક રચનાઓ અરામી અને પ્રાચીન યૂનાની ભાષામાં ઉપલબ્ધ છે. ઈ. સ. પૂર્વે ત્રીજી સદીથી લઈને પહેલી સદી દરમ્યાન યૂનાની ભાષા-ભાષી યહૂદીઓએ પોતાનાં શાસ્ત્રોનો એક બૃહદ યૂનાની અનુવાદ તૈયાર કર્યો જેને સત્તર અનુવાદકોની પરંપરાગત સંખ્યાના કારણે સપ્તતિ અનુવાદ' કહેવાય છે. અનેક પ્રભુભક્ત, ગેરયહૂદી પણ, ધર્મશાસ્ત્રનાં નૈતિક મૂલ્યોથી પ્રભાવિત હતા અને આ અનુવાદને મહત્ત્વ આપતાં હતાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનકાળ પછી એમના શિષ્ય પ્રાયઃ આ જ યૂનાની અનુવાદને ભણતા હતા.
લગભગ ઈ. સ. ૯૦માં યહૂદી ધર્મગુરુઓએ ધર્મશાસ્ત્રોની એક ગ્રંથસૂચિ બનાવી જેને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવી :
(૧) વ્યવસ્થાગ્રંથ, (૨) નબી ગ્રંથ, (૩) રચનાઓ અથવા પુસ્તકો.
પરંતુ આ ત્રણ વિભાજનવાળા નિર્ણયથી યૂનાની ભાષા-ભાષી યહૂદીઓને માટે સમસ્યા ઊભી થઈ, કારણ કે બૃહદ યૂનાની અનુવાદમાં આ સિવાયના અનેક બીજા ગ્રંથો મળે છે, જેનો યહૂદી ધર્મગુરુઓએ પ્રાથમિક સૂચિમાં સમાવેશ કર્યો નથી. યૂનાની અનુવાદમાં આ પ્રમાણે મળે છે :
(૧) તોબીત (૨) યહૂદી શેષ અસ્તર, (૩) મક્કાબિયનો પહેલો ગ્રંથ, (૪) મક્કાબિયોનો બીજો ગ્રંથ, (૫) પ્રજ્ઞા ગ્રંથ, (૬) પ્રવક્તા ગ્રંથ, (૭) બારુક (જેમાં યિર્મેયાહના પત્રનો પણ સમાવેશ થયેલો
Page #49
--------------------------------------------------------------------------
________________
30 । ભક્તામર તુર્થ્ય નમઃ II
છે.)૪
ઈ. સ. પૂર્વે બીજી સદીની આસપાસ તોબીત – એ શિક્ષાપ્રદ ધર્મકથા કોઈક પ્રવાસી યહૂદીએ લખી હતી, પરંતુ અત્યારે એ પ્રારંભિક મૂળ પાઠનો માત્ર થોડો અંશ જ ઉપલબ્ધ થઈ શક્યો છે. યૂનાની 'સપ્તતિ અનુવાદ'માં સંપૂર્ણ રચના સુરક્ષિત છે. તોબીત ગ્રંથના એ યૂનાની ભાષાંતરમાં ઘણા પાઠભેદો છે.
તોબીત ગ્રંથથી એ શિક્ષા મળે છે કે પ્રભુ પોતાના દુઃખી ભક્તજનોને આશ્ચર્યજનક ઢંગથી સહાયતા કરે છે. તોબીન નામની વ્યક્તિની કથાના માધ્યમ દ્વારા યહૂદી લેખક પોતાની સમકાલીન પેઢીને માટે ભક્તિમય જીવનનો આદર્શ રજૂ કરે છે. નૈતિક મૂલ્યોના આ સજીવ ચિત્રણમાં ‘નવાં નિયમો'ના થોડા સમય પહેલાંના, યહૂદીઓના ધાર્મિક અને સામાજિક વાતાવરણની ઝાંખી થાય છે. જૈન સ્તોત્રો :
જૈન ધર્મમાં સ્તોત્રોની રચના અનેક શાસ્ત્રકારો, આચાર્યો અને કવિઓએ કરી છે. અરિહંત પરમાત્માની ધર્મદેશના સમયે તેમણે આપેલી દેશનાના આધારે ગણધરોએ સ્તોત્રની રચના કરી છે અને ત્યારપછી થયેલા વિદ્વાનો, આચાર્યો અને શાસ્ત્રકારોએ સ્તોત્રની રચના કરેલી જોવા મળે છે.
વિશ્વના વિવિધ ધર્મોમાં સ્તોત્રનું સ્વરૂપ જુદું જુદું જોવા મળે છે પરંતુ અંતે તો તેમાં પ્રભુનાં મહિમા, ગુણગાન, સ્વરૂપ આદિનું જ વર્ણન કરવામાં આવેલું હોય છે. ધાર્મિક ઉત્ક્રાંતિની ગૂંચવણોની સાંકળની એક અગત્યની કડી રૂપે આ સ્તોત્ર સાહિત્ય આવશ્યક છે અને સાથે સાથે તેની અનેકવિધ ઉપયોગિતા પણ છે. સ્તોત્ર થકી માનવી પાપભીરુ બનીને રહે છે. સ્તોત્રનાં પઠનપાઠન દ્વારા માનસિક મૂંઝવણોમાંથી માર્ગ મેળવે છે. સ્તોત્ર અનેક પ્રકારનાં હોય છે. પરંતુ તેની ફળસિદ્ધિ તો એક જ પ્રકારની હોય છે. પ્રભુ ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને તેની મનોવાંચ્છના પૂર્ણ કરે છે. ગમે તેવા દુઃખ, સંકટ, વિપદા, આફતોથી પીડાતો માનવી જ્યારે પ્રભુનું શરણ સ્વીકારે છે ત્યારે તે આ સર્વમાંથી મુક્તિ મેળવીને શાશ્વત સુખ મેળવે છે. શાશ્વત સુખનો સ્વામી બને છે, અથવા શાશ્વત સુખ-મોક્ષ મેળવવા માટેના માર્ગમાં અગ્રેસર બને છે. દરેક ધર્મોમાં આ પ્રકારનાં ભિન્ન ભિન્ન સ્વરૂપના સ્તુતિ-સ્તોત્ર ઉપલબ્ધ છે. પછી તે આદિ હોય કે અર્વાચીન. ખ્રિસ્તી ધર્મમાં ઈ. સ. પૂર્વેથી રાજા દાઉદ સુલેમાન આદિએ સ્તોત્રની રચના કરી છે. તો હિંદુ ધર્મનાં સ્તોત્રો જગતની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિમાં રચાયેલાં સ્તોત્રો છે. સ્તોત્રોની રચના કરવામાં સમય-સ્થળકાળ-ધર્મનું કોઈ બંધન હોતું નથી. ત્યાં તો ભક્તનું હૃદય ભક્તિમાં તરબોળ થતાં અનાયાસ જ કંઠમાંથી શબ્દો સ્ફુરવા લાગે છે. ભલે જુદા જુદા ધર્મો કે ભિન્ન ભિન્ન ભાષાઓમાં સ્તોત્રની રચના થતી હોય પરંતુ અંતે તો તે દરેકનો ઉદ્દેશ તો એક જ છે, કરુણામય, દયાળુ, પરમકૃપાળુ પરમાત્માની અમી નજર તેના પર પડે, તેના થકી તે પણ પ્રભુના માર્ગે ચાલી શાશ્વત સુખનો સ્વામી બને.
Page #50
--------------------------------------------------------------------------
________________
•
=
=
ર
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ ન 31
પાદટીપ ‘સ્તોત્રાવલી', સંપાદક શ્રી યશોદેવસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૩૯-૪૦ ૨. જેન ચિંતામણિ સર્વ સંગ્રહ સાથે ભાગ ૧-૨, નંદલાલ દેવલુક, પૃ. ૮૪૭
જેન ચિંતામણિ સર્વ સંગ્રહ સાર્થ' ભાગ ૧-૨, નંદલાલ દેવલુક, પૃ. ૮૪૭
ભક્તામર કલ્યાણ મંદિર - નઊિણ સ્તોત્રત્રયમ્, પ્રસ્તાવના હીરાલાલ કાપડિયા, પૃ. ૧ ૫. ઉત્તરમીમાંસા દેવતાધિકરણ' સૂ. ૧-૩-૩૬
‘સ્તોત્રાવલી'. શ્રી યશોદેવસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૪૧
સ્તોત્રાવલી'. શ્રી યશોદેવસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૪૧-૪૨
‘શ્રી પાર્શ્વનાથોપસર્ગ હારિણી શાસનદેવી પદ્માવતીમાતા', પૃ. ૧૨૨ ૯. ભક્તામર અંતરાલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૧૪
ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૧ ૧૧. ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ ૧૪ ૧૨. વાચસ્પત્યમ્-છઠ્ઠી ચોખમ્બા સં. ગ્રંથમાલા, વારાણસી ૧, પૃ. ૧૨૮ ૧૩. “ભક્તિનો ભાગ', શ્રી કિંજવડેકર, આ. ૧ ૧૪. એનસાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા', સેંટ ઑગસ્ટાઇન, Vol. XI, પૃ. ૫૭૮ 94. “The Encyclopaedia of Americana', P. 596 95. 'The Dictionary of World Literary Terms', Joseph T. Shipley (Ed.), P. 214 99. "Gosset and Dunlap - Newyork', L'Yod Edvin Smith (Ed.) ૧૮. 'Encyclopaedia of Britannica', Vol. XII, P. 14 96. "Vedic Index of Name and Subject', Vol. II, Macdonnell & Keith, 4854 ૨૦. “શ્રી કલ્યાણલહરી', સં. Foreward, શંભુ ભટ્ટ ૨૧. શિવાનંદલહરી', Preface (Ed), શંભુ ભટ્ટ ૨૨. વેદિક કોશ', બનારસ હિંદુ યુનિ. ૧૯૬૩, સં. સૂર્યકાંત, પૃ. ૧૮૦ ૨૩. વેદિક કોશ', બનારસ હિંદુ યુનિ. ૧૯૬૩, સં. સૂર્યકાંત, પૃ. ૫૮૦ ૨૪. ભગવદ્ગોમંડળ', ભા. ૯. સં. ભગવતસિંહજી, પૃ. ૮૯૭૫ ૨૫. ‘સ્તોત્રાવલી', શ્રી યશોદેવસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૪૩-૪૪ 25. A History of Indian Literature', M. Winternitz, Vol. II, P. 380 ૨૭. બૌદ્ધ સંગ્રહ, સં. દલિનાક્ષ દત્ત, સાહિત્ય અકાદમી, દિલ્હી, પૃ. ૭૨ 26. “Religions of China', J Legge. London, 1880, P. 90 26. 'The Great Teacher, Confucius', G. G. Alexander, London, 1890, P. 297
Page #51
--------------------------------------------------------------------------
________________
32 છે ભક્તામર તુલ્યું નમઃ ૩૦. Marco Polo', Ed. H. Yule, London, 1874, 174 34. 'Encyclopaedia of Britannica', Vol. 12, P. 14 ૩૨. પવિત્ર બાઇબલ નવા નિયમો', લુક, ૬-૧૨, પૃ. ૯૦ ૩૩. પવિત્ર બાઇબલ નવા નિયમો', લુક. ૬-૧૨, પૃ. ૯૮ ૩૪. પવિત્ર બાઇબલ અન્ય પ્રામાણિક ગ્રંથ', પ્રસ્તાવના, પૃ. ૧-૨
Page #52
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રમાહિત્યની વિભાવના
ભારતીય સંસ્કૃતિની સાધનાની પરંપરામાં જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મસંપ્રદાયોની સાહિત્યસંપદા સંપન્ન રૂપથી સમૃદ્ધ છે. આમાં જૈન ધર્મનું સાહિત્ય પ્રાકૃત, અર્ધમાગધી અને સંસ્કૃતમાં, બોદ્ધ ધર્મનું સાહિત્ય પાલી અને સંસ્કૃતમાં તથા વૈદિક ધર્મનું સાહિત્ય વૈદિક સંસ્કૃત તથા શ્રેણ્ય સંસ્કૃતમાં સંકલિત થયેલું છે. આ જ પરંપરા સ્તોત્રસાહિત્યમાં પણ ભાષાની દૃષ્ટિથી અવતરિત થતી રહી છે. પ્રાચીન કાળમાં લોકભાષામાં પણ સ્તોત્ર-સાહિત્ય રચાતું રહ્યું હતું. હાલમાં પણ રચાતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ રચાતું રહેશે.
જૈન સ્તોત્ર-સાહિત્ય સંસ્કૃત ભાષામાં અપૂર્વ ગૌરવને વરેલું છે. સ્તોત્ર દ્વારા ઇષ્ટદેવ તીર્થકર કે આચાર્ય આદિની સ્તુતિ કરે છે. સ્તોત્ર (સ્તુતિ) તો સંસ્કૃત સાહિત્યનો. જૈન સાહિત્યનો એક લોકપ્રિય તેમજ કંઠહાર સમો કાવ્યપ્રકાર છે. વૈદિક હિંદુ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ અનેક સૂરિશ્રીઓ, વિદ્વાનો, કવિઓ દ્વારા રચાયેલા ભક્તિરસમય, વૈરાગ્યગર્ભિત અને નિર્વાણ પ્રબોધક અસંખ્ય સ્તોત્રો પ્રાપ્ત થાય છે જે રાગ-દ્વેષાદિ અષ્ટદશ દોષમુક્ત દેવાધિદેવ જિનોની કે તીર્થકરોની કે સિદ્ધોની સ્તુતિરૂપ છે.
સહસો વિદ્વાનો, કવિઓ અને સાહિત્યકારોએ પોતાના દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવની અવિરત ભક્તિથી ભાવભીનાં સુમધુર, સુવાસિત, રંગબેરંગી પુષ્પોની માળાઓ તીર્થંકર પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી છે. કિંવદંતીઓમાં એમ કહેવામાં આવે છે કે સંસ્કૃત ભાષામાં
Page #53
--------------------------------------------------------------------------
________________
34 છે || ભક્તામર તુલ્ય નમઃ | જૈન સાહિત્યનું સર્વપ્રથમ આલેખન શ્રી ઉમાસ્વાતિએ જ તત્ત્વાર્થધિગમ' સ્તોત્રમાં કર્યું હતું. પ્રાચીનકાળમાં તો આ ભાષામાં ન માત્ર જૈન સ્તોત્રસાહિત્ય જ લખાયું પરંતુ જૈનેતર સંસ્કૃત સાહિત્યમાં તેની સર્વોત્તમ પ્રકારની ટીકાઓ, પ્રટીકાઓની રચના પણ કરાઈ. તેની ફળશ્રુતિ રૂપે આજે જૈન સાહિત્ય સંસ્કૃત ભાષામાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે અને એમાં પણ સ્તોત્રસાહિત્ય તો અપૂર્વતાને પામેલું છે.
જૈન આગમો, પ્રાચીન ગ્રંથો આદિમાં પણ સ્તવન-સ્તોત્રોનો મહિમા ગવાયો છે. આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સ્તોત્રનું પઠન-પાઠન એક પ્રધાન અંગ રહ્યું છે. અનેક પ્રકારના ભયો, રોગો આદિને નાશ કરનારા ચિંતામણિ રત્નની જેમ સ્તુતિ-સ્તોત્ર પણ અનેક આપત્તિનો નાશ કરનારા ચિંતામણિ રત્ન જેવાં ભાવરત્નો છે. જે લોકેષણા ખાતર નહીં પરંતુ આચાર્યોએ જનકલ્યાણ અર્થે રચેલાં છે.
તાત્પર્ય કે પ્રાચીન કાળમાં સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ આદિ તે સમયે પ્રધાનપણે વપરાતી ભાષામાં અનંતોપકારી શ્રી જિનેશ્વરદેવના ભાવવાહી સ્તવન-સ્તોત્રોની રચના પરમાર્થ નિષ્ઠાવાળા મહાપુરુષો-વિદ્વાનો કરતા હતા. આ રીતે ઉચ્ચ કોટિના વિશિષ્ટ આરાધક પુણ્યાત્માના હૈયામાંથી પરમાત્મા પ્રતિ સ્વયંભૂ ભક્તિગંગા પ્રગટ થઈ સ્તોત્રો રૂપે જગતના જીવોને પણ ભાવભક્તિથી ગંગામાં અવગાહી જીવનની પરમશુદ્ધિ તરફ વળવા માટે પ્રેરણા આપે છે.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “આરાધનાનો પંથ કોઈ સીધો-સાદો પંથ નથી. તેમાં કાયિક, વાચિક અને માનસિક સંયમના જે નિર્દેશો છે, તે ભલભલાને શિથિલ બનાવી દે છે. પળે પળે હર્ષ, શોક, ઈર્ષા, ક્રોધ વગેરેમાં રંગાતા મનને વશમાં રાખી શાસ્ત્રોના કહ્યા પ્રમાણે કર્મ કરવાં અતિ કઠિન થઈ પડે છે. સાધન અને સમયની વિષમતા ગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે, તથા ગુરુગમ્ય પરંપરાની પ્રાપ્તિના અભાવે ઉત્તરોત્તર આગળ વધવામાં મુશ્કેલીઓ આવે છે. તેથી આપણા પ્રાચીન આચાર્યોએ સ્તોત્ર-સાહિત્યની સૃષ્ટિ સર્જી છે, અને સર્વસાધારણને ઉત્તમ આરાધનાનો લાભ મળે તે માટે સરલતમ ઉપાય કહી તેઓને બિરદાવ્યા છે, તે પ્રસિદ્ધ છે."*
પ્રભુભક્તિની આરાધનાનાં ભિન્ન ભિન્ન અંગોમાં સ્તુતિ-સ્તોત્રનું સ્થાન મહત્ત્વનું છે. આ પ્રકારનું મહત્ત્વનું ધ્યાન રાખીને જ પૂર્વાચાર્યોએ સ્તોત્રોની રચના કરી છે. સ્તોત્રનું સ્વરૂપ :
સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર આ ત્રણે શબ્દો વ્યુત્પત્તિ અને રૂઢિના આધારે સમાનાર્થી શબ્દો છે. જેને સાહિત્યમાં પણ સ્તોત્રને થોય. સ્તુતિ કે સ્તોત્ર નામથી ઓળખવામાં આવ્યાં છે. સ્તવ અને સ્તવન પણ આનાં જ નામ છે. જો કે સ્તવ અને સ્તોત્રમાં કેટલાક વિદ્વાનોએ ભેદ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
35
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના સ્તુ ધાતુમાંથી બનેલ સ્તોત્રનો અર્થ થાય, જેમની સ્તુતિ કરાય તે સ્તોત્ર' (સ્તુયતે અનેન કૃતિ સ્તોત્રમ્). જૈનાચાર્ય શાંતિસૂરિ સ્તવ અને સ્તોત્રનો ભેદ બતાવે છે. સ્તવ ગંભીર, અર્થસંપન્ન અને સંસ્કૃતમાં રચાયેલું હોય છે તથા સ્તોત્રની રચના વિવિધ છંદ દ્વારા પ્રાકૃત ભાષામાં થાય છે. કેટલીક કૃતિઓ વિશે આ વિધાન સાચું છે. પરંતુ બધે જ આ જોવા મળતું નથી. તેથી આવો ભેદ યથાર્થ નથી. વળી ભાષાને આધારે આવો ભેદ વૈજ્ઞાનિક નથી. સ્તોત્ર કવિઓ તો સ્તવ, સ્તવન, સ્તુતિ અને સ્તોત્ર એ ચારેય શબ્દોને યથાર્થ (સમાનાર્થી) માની પોતાની કૃતિને ગમે તે એક નામ આપે છે.
જૈન ધર્મમાં રચાયેલ કાવ્યપ્રકારોમાં સંસ્કૃત સાહિત્યના સ્તોત્રપ્રકારની સાથે સંબંધ ધરાવતો લઘુ કાવ્યપ્રકાર એ સ્તુતિ છે એવું ઘણા વિદ્વાનો માને છે. સંસ્કૃત ભાષાના ‘સ્તુ' ધાતુ ઉપરથી ઊતરી આવેલો સ્તુતિ શબ્દ છે. જેનો અર્થ પ્રશંસા કરવી, ઇષ્ટદેવનાં ગુણગાન ગાવાં એવો થાય છે. તેવી જ રીતે સ્તવ, સ્તવન પણ સ્તોત્રના સમાનાર્થી શબ્દો છે. સ્તોત્ર એ સ્તુતિ કરતાં મોટા પ્રકારનું કાવ્ય હોય છે. સ્તોત્રનું સ્વરૂપ મોટું હોય છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા સ્તોત્રમાં અષ્ટક, દશક, પંચાશિકા, શતક, અષ્ટોત્તર શતક, દ્વાત્રિશિંકા, પંચાશિંકા, સહસ્રનામમાળા વગેરે ભિન્ન ભિન્ન પઘસંખ્યા હોય છે. સ્તોત્રરચનામાં ભક્તહૃદયની લાગણીઓ અને ભક્તિભાવ ઉપરાંત પ્રભુના ગુણોની યશગાથા ગાવામાં આવે છે.
જૈન ધર્મના અનુયાયીઓમાં સ્તોત્રની રચના અનેક રૂપમાં થઈ છે. મુનિરાજોએ પોતાના સાધુજીવનની સાર્થકતા અને વિદ્યાનો ઉત્તમ ઉપયોગ સ્તોત્રરચનામાં જ માન્યો છે, એમ કહેવાય તો પણ અતિશયોક્તિ ન ગણાય. તેથી જ જૈન સ્તોત્રસમુચ્ચય’, ‘સ્તોત્ર સંદોહ’, ‘પ્રકરણ રત્નાકર’ વગેરે પ્રકાશિત અને કેટલાક અપ્રકાશિત ગ્રંથોને જોતાં તેમાં આલંકારિક સ્તુતિઓ, ચિત્રબંધમય સ્તુતિઓ, મંત્ર-યંત્ર-તંત્ર, યોગ, ભેષજ, અભાણકગર્ભસ્તુતિઓ તથા વિવિધ ભાષાત્મક સ્તુતિઓ મળી આવે છે. અન્ય સંપ્રદાય કરતાં આ સ્તુતિઓમાં કેટલીક વિશેષતાઓ હોય છે. તેમાં સૌથી વધારે વૈશિષ્ટય હોય છે, શૃંગા૨૨સનો અભાવ તેમજ હિંસાને લગતાં વર્ણનો પણ તેમાં હોતાં નથી. એટલે યથાર્થમાં સ્તુતિના જેટલા પ્રકારો હોઈ શકે, તે બધા અહીં સ્તોત્રોમાં મળી જાય - તે સવિશેષ ગૌરવપ્રદ છે.
જૈન સાહિત્યમાં રચાયેલા સ્તોત્રમાં વૈવિધ્ય જોવા મળે છે. આ વૈવિધ્ય ભાષાની દૃષ્ટિએ અર્થાત્ સ્તોત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલા અલંકારો, છંદો, વિવિધ પ્રકારની સ્તુતિઓ, મંત્ર-તંત્ર-યંત્ર, યોગક, ભેષક આદિ ભિન્ન ભિન્ન પ્રકારનાં હોય છે. પરંતુ અંતે તો તેમાં પ્રભુનાં જ ગુણગાનો અને મહિમાનું વર્ણન કરવામાં અવ્યું હોય છે. આ સર્વેમાં એક વિશેષતા જોવા મળે છે તે છે સ્તોત્રોમાં શૃંગા૨૨સનો સંપૂર્ણ અભાવ, કારણ પ્રભુ મોહ-માયાનાં બંધનોથી પર છે. અહીં તીર્થંકરપ્રભુની દાસ્યભાવે, લઘુતાભાવે પ્રાર્થના કરવામાં આવે છે. તે ઉપરાંત આ સ્તોત્રોમાં
Page #55
--------------------------------------------------------------------------
________________
36 // ભક્તામર તુલ્ય નમઃ || મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યોમાં વર્ણવવામાં આવેલાં હિંસાત્મક પદ્યોનો સંપૂર્ણ લોપ જોવા મળે છે. તેનું પ્રધાન કારણ જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત “અહિંસા પરમો ધર્મ છે અને પ્રભુ રાગદ્વેષથી રહિત છે તેથી વીરરસને તેમાં સ્થાન નથી. જૈન સ્તોત્ર-સાહિત્ય એટલા બધા વિશાળ પ્રમાણમાં રચાયેલું છે જેથી કરીને કાવ્યરચનાના જેટલા પણ પ્રકારો હોય છે તે સર્વ પ્રકાર અહીં રચાયેલાં સ્તોત્રોમાં મળી આવે છે. તે બાબત પણ આવાં અદ્ભુત સ્તોત્રોનું વૈશિષ્ટ સમજાવે છે. સ્તોત્રના પ્રકારો :
જૈન સ્તોત્રના અનેક પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. સ્તોત્રની સંરચનાના આધારે રચનાકારના આધારે વિષયને અનુસાર, પ્રધાનતાના આધારે, પ્રકારો પડેલા જોવા મળે છે અને તેવા પ્રકારનાં સ્તોત્રો પણ ઉપલબ્ધ છે. વિવિધ વિદ્વાનો તેના જુદા જુદા પ્રકારો જણાવે છે.
સ્તોત્રના પ્રકાર વિશે શ્રી રદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “આ સ્તોત્રો પૈકી કેટલાંક સ્વયં ઇષ્ટદેવ વડે કહેલાં હોય છે, કેટલાંક પ્રમુખ સિદ્ધ આરાધકો વડે રચાયેલાં હોય છે અને કેટલાંક ભક્તો વડે બનાવેલાં હોય છે. તેમાં પણ વર્ણ-પ્રધાન, ભક્તિપ્રધાન અને રહસ્યનામ-પ્રધાન એવા ત્રણ ભેદો જોવા મળે છે."
શ્રી રુદ્રદેવ ત્રિપાઠીએ સ્તોત્રના રચનાકારના આધારે ત્રણ પ્રકારો ગણાવ્યા અને સ્તોત્રની વિષય-વસ્તુમાં જેની પ્રધાનતા રહેલી છે તેના આધારે ત્રણ પ્રકાર ગણાવ્યા છે. આ ઉપરાંત પણ સ્તોત્રના અનેક પ્રકારો જોવા મળે છે.
જૈન સ્તોત્રના પ્રકારો પર સંક્ષિપ્તમાં વિચાર કરતાં શ્રી હીરાલાલ કાપડિયાએ લખ્યું છે કે, “સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સંસ્તવ તથા સ્તવન એ સંસ્કૃતમાં એકબીજાના પર્યાયવાચી છે. એટલા માટે કોઈ કૃતિને સ્તોત્ર કહેવામાં આવે છે, તો કોઈકને બીજાં પર્યાયવાચક નામ દેવામાં આવે છે. આ પ્રકારનું જે જેન સાહિત્ય છે જેનો ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વિચાર કરવાથી સ્તુતિ-સ્તોત્રના વિવિધ વર્ગ કરી શકાય છે. આમાંથી થોડાક પ્રકાર આ પ્રમાણે છે.
(૧) પદ્યાત્મક, ગદ્યાત્મક અને ઉભયાત્મક સ્તોત્ર; (૨) સંસ્કૃત, પ્રાકૃત, દ્રાવિડ તથા ફારસી ભાષાત્મક સ્તોત્ર; (૩) સ્વાશ્રયી તથા પરાશ્રયી; (૪) મૌલિક અને અનુકરણાત્મક; (૫) વ્યાપક અને વ્યાપ્ય.
આ લેખનપદ્ધતિ અને ભાષાની દૃષ્ટિએ કરવામાં આવેલા વિભાગો, જ્યારે વિષયની દૃષ્ટિથી એના વિભાગો, પેટાવિભાગો, ઉપપેટાવિભાગ બતાવ્યા છે. જેમાં ૧૦ પ્રકાર નીચે પ્રમાણે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
Д
(૧) તત્ત્વપ્રધાન (દાર્શનિક)
ફ
(૪) એક (જિન)
.
(૮) વિશિષ્ટ
સ્તુતિ-સ્તોત્ર
ચ
.
(૩) જિનવિષયક
V
.
(૬) શુદ્ધ
.
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 37
ટ્
(૨) ભક્તિપ્રધાન
T
(૧૦) અજિનવિષયક
V
(૫) અનેક (જિન)
]
О
(૭) મિશ્રિત
.
(૯) સામાન્ય
આ વર્ગીકરણમાં આવેલા પ્રત્યેક વિભાગના પણ પેટાવિભાગ ક૨વામાં આવે તો તેના પણ ઘણા પ્રકાર આપણી સમક્ષ આવે છે. એ જ પ્રકારે રચના શિલ્પની દૃષ્ટિથી :
(૧) વિષય, (૨) ભાષા, (૩) છંદ, (૪) અલંકાર-શબ્દગત, અર્થગત તથા ઉભયગત (૫) વર્ણનશૈલી (૬) પ્રતિપાદન (૭) વિશેષ. આ સાત આધારો પર વિવેચન કરી શકાય તેમ છે. એના સિવાય આ સ્તોત્રોમાં કેટલાંક સ્તોત્રો એટલાં મહત્ત્વપૂર્ણ છે કે જેના પણ એક-બે નહીં પરંતુ અનેક આચાર્યોએ ઘણી ટીકાઓ રચી છે. એટલું જ નહીં, આ સ્તોત્રના અનુકરણ પર પણ જૈનાચાર્યો-કવિઓએ વધુ ભાર આપ્યો છે અને એ જ કારણ છે કે અનેક સ્તોત્રોનું અનુકરણ
પણ થાય છે.’’૩
શ્રી હીરાલાલ કાપડિયાએ સ્તોત્રોના પર્યાયવાચી શબ્દો સ્તવ, સ્તુતિ, સંસ્તવ, સ્તવના એકસરખા પ્રકારો દર્શાવ્યા છે. જેમાં પ્રથમ દર્શાવેલા પ્રકારોનું વર્ગીકરણ ભાષાની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમમાં ગદ્ય-પદ્ય અને ઉભયાત્મક સ્તોત્ર દર્શાવ્યા છે. પદ્યાત્મક સ્તોત્ર એવા પ્રકારના હોય છે જેમાં છંદો, અલંકારો, સુંદર કાવ્યમય વર્ણનશૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. ભક્તામરસ્તોત્ર એ પદ્યાત્મક સ્તોત્રનું ઉત્તમ ઉદાહરણ છે. ગદ્યાત્મક સ્તોત્રમાં આખું સ્તોત્ર
Page #57
--------------------------------------------------------------------------
________________
38 ક || ભક્તામર તુન્યું નમઃ | ગદ્યશૈલીનું હોય છે. જ્યારે ઉભયાત્મક સ્તોત્રમાં ઉપરના બંનેનો સમન્વય થયેલો હોય છે.
ત્યારબાદ તેમણે ભાષાત્મક સ્તોત્ર જણાવ્યાં છે, અર્થાત્ સ્તોત્ર કઈ ભાષામાં લખાયેલું છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે સંસ્કૃત ભાષામાં લખાયેલું કલ્યાણમંદિર સ્તોત્ર અને પ્રાકૃત ભાષામાં લખાયેલું ઉવસગ્ગહર સ્તોત્ર પ્રસિદ્ધ છે.
ત્રીજા પ્રકારમાં સ્વાશ્રયી અને પરાશ્રયીને વર્ગીકૃત કર્યા છે. જૈન સ્તોત્ર મોટા ભાગે પરાશ્રયી પ્રકારનાં સ્તોત્ર હોય છે. જેમાં પોતાના આત્માના કલ્યાણની સાથે સાથે બીજાના કલ્યાણ અર્થે પણ રચાયેલાં સ્તોત્ર હોય છે. સ્વાશ્રયી પોતાના કલ્યાણ અર્થે રચાયેલાં સ્તોત્ર હોય છે. પણ પાછળથી તે બીજાના આત્માનું પણ કલ્યાણ કરે છે.
ચોથા પ્રકારમાં મૌલિક અને અનુકરણાત્મક પ્રકાર દર્શાવ્યો છે. આમાં કવિએ પોતે મૌલિક કૃતિ રચેલી છે કે પૂર્વે રચાયેલી કોઈ કૃતિનું અનુકરણ કર્યું છે તેના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ભક્તામર સ્તોત્ર એ માનતુંગસૂરિએ રચેલ તેમની મૌલિક રચના છે. જ્યારે તેના પર રચાયેલા પાદપૂર્તિરૂપ કાવ્યો અનુકરણાત્મક વિભાગમાં વર્ગીકૃત થાય છે. પાંચમો પ્રકાર વ્યાપક અને વ્યાપ્ય દર્શાવવામાં આવ્યો છે.
ત્યારબાદ તેઓએ વિષયની દૃષ્ટિએ સ્તોત્રના ૧૦ પ્રકારો બતાવ્યા છે, જે વિભાગ, પેટાવિભાગ અને ઉપપેટાવિભાગના રૂપમાં દર્શાવ્યાં છે. તેમાં સૌપ્રથમ તત્ત્વપ્રધાન સ્તોત્રને ગણાવ્યું છે. તેમાં ધર્મની દાર્શનિક વિચારધારાનું પ્રતિબિંબ દૃષ્ટિગોચર થતું હોય છે.
બીજો મુખ્ય પ્રકાર છે ભક્તિપ્રધાન સ્તોત્રનો, જેમાં રચનાકાર ભક્ત અને કવિ બંને હોય છે અને તે ઇષ્ટદેવના ગુણોનું વર્ણન ભક્તિભાવપૂર્વક, ભક્તિરસથી સભર કાવ્યરચનામાં કરે
ભક્તિપ્રધાન કાવ્યોના બે પેટાવિભાગ છે : એક છે જિનવિષયક સ્તોત્ર અને બીજો અજિનવિષયક સ્તોત્ર. જિનવિષયક સ્તોત્રમાં શ્રી જિનેશ્વરદેવના ગુણોની યશોગાથા વર્ણવવામાં આવી હોય છે જ્યારે અજિનવિષયક સ્તોત્રમાં શ્રી જિનેશ્વરદેવ સિવાયના હરિહરાદિ દેવોના વિષયમાં સ્તોત્રકારે સ્તોત્રની રચના કરી હોય છે.
જિનવિષયક વિભાગના વળી બે પેટાવિભાગ છે. જેમાં પ્રથમ એક જિનનું સ્તોત્ર અને દ્વિતીય અનેક જિનવિષયકે સ્તોત્ર છે. એક જિન સ્તોત્રમાં ૨૪ તીર્થકરોમાંથી કોઈ પણ એક તીર્થકર માટે સ્તુતિ-સ્તોત્ર રચાયું હોય છે. ઉવસગ્ગહર સ્તોત્ર એ પાર્શ્વનાથ ભગવાન માટે રચાયેલું એક જિન સ્તોત્ર છે. જ્યારે અનેક જિન સ્તોત્રમાં બધા જ તીર્થકરો વિષે સ્તોત્ર રચાયેલું હોય છે. સકલાઈતું સ્તોત્રમાં ૨૪ જિનની સ્તુતિ છે અને તિજયપહુક્ત સ્તોત્રમાં ૧૭૦ જિનેશ્વરદેવોની સ્તુતિ છે. અનેક જિન સ્તુતિના વળી પાછા બે પેટાવિભાગ પાડવામાં આવ્યા છે, જેમાં એક છે શુદ્ધ અનેક જિન સ્તોત્ર, અને બીજો પ્રકાર છે મિશ્રિત અનેક જિન સ્તુતિ. આમાં શુદ્ધ જિન સ્તુતિમાં અનેક જિનોને
Page #58
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 39 જુદા જુદા વર્ગીકૃત કરીને તેમનાં નામ સાથે સ્તુતિ કરવામાં આવે છે. જ્યારે મિશ્રિત અનેક જિન સ્તુતિમાં બધાંનાં નામ સાથે નહીં પરંતુ બધાંની એકસાથે સ્તુતિ-વંદના સહ સ્તોત્રરચના કરવામાં આવે છે.
શુદ્ધ અનેક જિન સ્તોત્રના બે પેટાવિભાગ છે. પ્રથમ છે વિશિષ્ટ અને દ્વિતીય છે સામાન્ય. પ્રથમ વિભાગમાં અનેક જિનેશ્વરદેવનું વિશિષ્ટ રીતનું શુદ્ધ સ્તોત્ર રચવામાં આવે છે. જ્યારે દ્વિતીય વિભાગમાં અનેક જિનેશ્વરદેવનું શુદ્ધ પણ સામાન્ય રીતનું સ્તોત્ર રચવામાં આવે છે.
ઉપર્યુક્ત વર્ગીકરણ ઉપરાંત તેઓએ કાવ્યની સંરચનાના આધારે સ્તોત્રના સાત પ્રકારો જણાવ્યા છે. જેમાં સ્તોત્રનો વિષય, તે કઈ ભાષામાં રચાયેલું છે, તે કયા છંદમા રચાયેલું છે, ત્રણ પ્રકારના અલંકારોમાંથી કયા કયા અલંકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત તેમાં કવિએ કયા પ્રકારની વર્ણનશૈલી અપનાવી છે, તે સ્તોત્રમાં શેનું પ્રતિપાદન થયેલું છે અને તેમાં શું વિશેષતા દર્શાવવામાં આવી છે. આમ આ સાતના આધારે કાવ્યની સંરચનાના પ્રકારો શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવ્યા છે. તેઓ જણાવે છે કે સ્તોત્રનું મહત્ત્વ તેના પર રચાયેલી ટીકાઓ, વૃત્તિઓ, ચૂર્ણિઓ વિવરણ વગેરેના આધારે અને તેના અનુકરણરૂપ રચવામાં આવેલા પાદપૂર્તિરૂપ કાવ્યના આધારે નક્કી થાય છે.
શ્રી હીરાલાલ કાપડિયાએ ઉપર્યુક્ત સ્તોત્રના પ્રકારો જણાવ્યા છે. જ્યારે ડૉ. મણિભાઈ પ્રજાપતિ સ્તોત્રના પ્રકારો આ પ્રમાણે જણાવે છે. સ્તોત્રકાવ્યના નીચે પ્રમાણે પ્રકારો પાડી શકાય : ૧. (૧) દેવતાનુસારી સ્તોત્ર : તીર્થંકરાદિનાં સ્તોત્રો જેવાં કે ગૌતમસ્વામી સ્તવન, વીર સ્તવન, શોભન સ્તવ, પાર્શ્વજિન સ્તવ, ચતુર્વિંશતજિન સ્તુતિ, નેમિ સ્તવ વગેરે. (૨) દેવીસ્તોત્ર : સરસ્વતી સ્તોત્ર, પદ્માવતી અષ્ટોત્તર વગેરે.
૨.
૩.
૪.
૫.
વિષયાનુસારી સ્તોત્ર : ગ્રહશાંતિ સ્તવ, વિષયાહાર સ્તુતિ, અધ્યાત્મશતક, સિદ્ધચક્ર સ્તવન, તીર્થમાલા સ્તવ, જીવવિચાર સ્તવ, ચૈત્યપ્રતિકૃતિ સ્તવ, દોષાપહાર સ્તોત્ર, નિશ્ચય વ્યવહાર સ્તવ વગેરે
પ્રાતઃસ્મરણ સ્તોત્ર ઃ પ્રાભાતિક જિન સ્તુતિ, પ્રભાત કુલક વગેરે સહસ્રનામ સ્તોત્ર : જિન સહસ્રનામ, સહસ્રનામ સ્તવન વગેરે
પદસંખ્યાનુસારી સ્તોત્ર ઃ (૧) ષટ્ક (છ શ્લોક) (૨) અષ્ટક (આઠ શ્લોક) (૩) વિંશિકા (વીશ શ્લોક) (૪) ચતુર્વિંશિકા (ચોવીશ શ્લોક) (૫) પંચવિંશિકા (પચ્ચીશ શ્લોક) (૬) દ્વાત્રિંશિકા (બત્રીશ શ્લોક) (૭) ષત્રિંશિકા (છત્રીશ શ્લોક) (૮) પંચાશિકા (પચાસ શ્લોક) (૯) શતક (સો શ્લોક) વગેરે.૪
ડૉ. મણિભાઈ પ્રજાપતિ અને શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવેલ સ્તોત્રના પ્રકારોમાં ફક્ત વિષયાનુસારી સ્તોત્રનો પ્રકાર મળતો આવે છે. બાકીના બધા જ સ્તોત્રના પ્રકારો ભિન્ન ભિન્ન છે. આથી સમજી શકાય છે કે સ્તોત્રના પ્રકારોનું પ્રમાણ કેટલું વિસ્તૃત છે અને તે પરથી એ પણ માનવું યથાર્થ છે કે જૈન ધર્મનું સ્તોત્ર-સાહિત્ય કેટલું વિશાળ છે. તેમાં મોટા પ્રમાણમાં
Page #59
--------------------------------------------------------------------------
________________
40 + || ભક્તામર તુલ્યુ નમઃ | વૈવિધ્યપૂર્ણ સ્તોત્ર રચાયાં છે. આ વિવિધ અને વિશાળ પ્રમાણમાં સ્તોત્રો રચાયેલાં હોવા છતાં તેમાં એકતા અને સમરૂપતા જોવા મળે છે. તાત્પર્ય કે વિવિધ પ્રકારનાં સ્તોત્રો જે રચાયાં છે, તે સર્વ સ્તોત્રો શ્રી જિનેશ્વરદેવના ગુણોની ગાથારૂપ જ મોટા પ્રમાણમાં છે. તે સર્વ સ્તોત્રો પ્રભુચરણોમાં સમર્પિત થયેલાં છે. વૈવિધ્યભરી સૃષ્ટિઃ
જૈન સ્તોત્ર-સાહિત્ય પ્રાચીન કાળથી રચાતું આવ્યું છે. આથી તેની વિશાળતા પણ એટલી જ છે. સમુદ્રની ઊંડાઈ ન માપી શકાય તેમ આ સ્તોત્રોની ગહનતા માપવી મુશ્કેલ છે. ગહનતા તો આમાં છે જ પણ સાથે સાથે સ્તોત્રોનું વૈવિધ્ય પણ એટલું જ છે. મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ જૈન સ્તોત્રના પરીક્ષણથી સમજાય છે કે એમાં નામાભિધાન, આરાધ્યદેવ, વિષયવસ્તુ તેમજ ભાષાશૈલી બાબતે પર્યાપ્ત વૈવિધ્ય છે. મંગલાચરણ, ભક્તકવિની આત્માભિવ્યક્તિ, આરાધ્યની ઉપાસના પદ્ધતિ, યાચનાભાવ, આરાધ્યસ્વરૂપ, મહિમા, સ્તોત્રફળ ઇત્યાદિ તત્ત્વોનો સમાવેશ એક યા બીજી રીતે ઘણાખરાં સ્તવ અને સ્તોત્રોમાં થાય છે.
વર્તમાનકાળમાં જે સાહિત્ય હસ્તગત છે તેમાં દરેક સ્તોત્રનાં જુદાં જુદાં નામો ભિન્ન ભિન્ન આરાધ્યદેવ, અર્થાત્ ૨૪ માંથી કોઈ પણ એક કે બધા તીર્થકરોની સ્તુતિ, અલગ-અલગ વિષયને લઈને સ્તોત્રની રચના, તેમજ દરેકની અલગ મૌલિક ભાષાશૈલી જેમાં જુદા જુદા છંદ, અલંકારો, ઉપમાઓ, વર્ણનશૈલી દ્વારા વૈવિધ્યપૂર્ણ સ્તોત્રોની જુદી જુદી ભાષામાં રચના કરવામાં આવી છે.
સ્તોત્રમાં મોટા ભાગે સૌપ્રથમ મંગલાચરણ કરવામાં આવે છે, ત્યારબાદ ભક્તકવિ પોતાના ભાવોની અભિવ્યક્તિ કરે છે. કોઈક સ્તોત્રમાં પોતાના ઇષ્ટદેવ શ્રી જિનેશ્વર પ્રભુની ઉપાસના કરવાની પદ્ધતિ વર્ણવે છે તેમ કરતાં ભક્તિ હંમેશાં યાચક બની રહે છે. તેમાં ઐહિક સુખ કરતાં શાશ્વત સુખની વાત હોય છે. સાથે સાથે ભક્તકવિ આરાધ્યદેવના સ્વરૂપના મહિમાનું વર્ણન કરવાનું ચૂકતો નથી અને અંતમાં સ્તોત્રના પઠન-પાઠનથી શું અને કેવા ફળની પ્રાપ્તિ થશે તેનું વર્ણન સુમધુર સૌમ્ય ભાવે કરે છે. આમાંથી મોટા ભાગનાં તત્ત્વોનો સમાવેશ દરેક સ્તોત્રમાં એક યા બીજી રીતે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે થતો હોય છે.
પ્રાચીન જૈનાગમોમાં આચારાંગ, સૂત્રકૃતાંગ આદિમાં ઉપધાન શ્રાધ્યયન અને વાસ્તવ જેવી વિરલ ભાવનાત્મક સ્તુતિઓ જોવા મળે છે. પરન્તુ મધ્યકાલ સુધીમાં તો ઉવસગ્ગહરે, સ્વયંભૂસ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર વગેરે હૃદયના ભાવોને જાગ્રત કરવાવાળાં અનેક સ્તોત્ર લખાયાં. આ સ્તોત્રોમાં ૨૪ તીર્થકરોનાં ગુણકીર્તન કરવાવાળાં સ્તોત્રોની પ્રધાનતા વગેરે જોવા મળે છે. તેમાં ૨૩ તીર્થકરોને સંબોધીને લખાયેલાં કુલ સ્તોત્રોની સંખ્યા જેટલા જ સ્તોત્રો એકલા શ્રી પાર્શ્વનાથ ભગવાન પર રચાયાં છે. અર્થાત્ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અનુલક્ષીને લખાયેલાં સ્તોત્રોની માત્રા સૌથી વધારે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પછી શ્રી આદિનાથ અને શ્રી મહાવીર સ્વામી પર રચાયેલાં સ્તોત્રોનો ક્રમ આવે છે. બીજા બાકી રહેલા તીર્થકરો પર લખાયેલાં સ્તોત્રોની સંખ્યા
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 41 ઘણી ઓછી છે. પંચ-૫૨મેષ્ઠી અર્થાત્ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પર લખવામાં આવેલાં સ્તોત્રોની સંખ્યા અપેક્ષાથી ઘણી ઓછી છે.
જૈન ધર્મમાં ભક્તિનું રૂપ આરાધ્યને ખુશ કરીને કંઈક મેળવી લેવાનું નથી. અહીં ભક્તિનું દાસ્યરૂપ જોવા મળે છે. આરાધ્ય પોતે રાગ-દ્વેષથી રહિત, વીતરાગી હોય છે. તેથી તેઓ કંઈ લેતા પણ નથી અને દેતા પણ નથી. પરંતુ ભક્તને એના સાંનિધ્યથી એક એવી પ્રેરણાશક્તિ મળે છે કે જેનાથી તે સર્વ કંઈ પ્રાપ્ત કરવાની શક્તિ મેળવી લે છે.
જૈન ધર્મનાં પ્રાચીન સ્તોત્ર પ્રાકૃત ભાષામાં લખાયેલાં મળી આવે છે. જેમાં કુંદકુંદાચાર્યકૃત 'સિદ્ધભક્તિ' સ્તોત્ર પ્રાચીન છે. શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા રચવામાં આવેલું ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’ પ્રાકૃત ભાષામાં, પાંચ ગાથામાં લખાયેલું પ્રાચીન સ્તોત્ર છે. આ સ્તોત્ર પર અત્યાર સુધીમાં નવ ટીકાઓ લખવામાં આવી છે અને તેને એટલું બધું પ્રભાવશાળી સ્તોત્ર માનવામાં આવે છે કે તેને લગતું ઘણું સાહિત્ય રચાયેલું મળી આવે છે. પ્રાકૃતમાં અન્ય ઉલ્લેખનીય સ્તોત્ર શ્રી નંદિષણ દ્વારા વિરચિત ‘અજિત શાંતિ સ્તોત્ર’, ધનપાલકૃત ‘ઋષભ પંચાશિકા’, દેવસૂરિકૃત અનેક સ્તોત્રો જેવાં કે સમ્યક્ત્વસ્વરૂપ સ્તવ, ગણધર સ્તવ, જિનરાજ સ્તવ, તીર્થમાલા સ્તવ, નેમિચરિત્ર સ્તવ, પંચપરમેષ્ઠી સ્તવ અને સિદ્ધચક્ર સ્તવ, ધર્મઘોષસૂરિનું ઇસિમંડલથોત્ત, નન્નસૂરિનું સત્તરિસયથોત્ત, મહાવીર થવ, જિનચંદ્રસૂરિનું ‘નમુક્કારફળપગરણ' આદિ અને અભયદેવસૂરિવિરચિત ‘જયતિહુઅણસ્તોત્ર’ જે અપભ્રંશ ભાષામાં રચાયેલું છે અને જેમાં સ્તંભન પાર્શ્વનાથની સ્તુતિ છે. જેના પર છ જેટલી ટીકાઓ લખાયાનો ઉલ્લેખ મળે છે. દિગમ્બર સંપ્રદાયમાં પ્રચલિત પ્રાકૃત ભાષામાં રચાયેલ ‘નિર્વાણકાંડ સ્તોત્ર’ પણ છે.
સંસ્કૃત ભાષામાં તો જેન સ્તોત્રો અતિ વિશાળ પ્રમાણમાં અને વૈવિધ્યપૂર્ણ રૂપમાં રચાયેલાં જોવા મળે છે. જેમાં અનેક સ્તોત્રો વિવિધ છંદો અને અલંકારોથી અલંકૃત કરીને ભક્ત કવિઓએ રચ્યાં છે. કેટલાંક દાર્શનિક અને તાર્કિક શૈલીમાં તો કેટલાંક શ્લેષમય ભાષામાં તો કેટલાંક પાદપૂર્તિ રૂપ કાવ્યના રૂપમાં પણ રચાયાં છે.
તાર્કિક શૈલીમાં રચવામાં આવેલાં સ્તોત્રોમાં આચાર્ય સમન્તભદ્રવિરચિત ‘સ્વયંભૂ સ્તોત્ર’, ‘દેવાગમ સ્તોત્ર', આચાર્ય હેમચંદ્રસૂરિકૃત ‘અયોગવ્યવચ્છેદ્વાત્રિંશિકા’ અને ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા' તથા આચાર્ય સિદ્ધસેન દિવાકરની કેટલીક દ્વાત્રિંશિકાઓ વિશેષ રૂપથી ઉલ્લેખનીય છે.
આલંકારિક શૈલીમાં રચવામાં આવેલા સ્તોત્રમાં રામચંદ્રસૂરિવિરચિત ‘અનેક દ્વાત્રિંશિકાઓ', જયતિલકસૂરિકૃત ‘ચતુર્હારાવલીચિત્ર સ્તવ' વગેરે અનેક સ્તોત્રો છે.
શ્લેષમય શૈલીમાં વિવેકસાગરવિરચિત વીતરાગસ્તવ, નયચંદ્રસૂરિરચિત સ્તંભપાર્શ્વ સ્તવ તથા સોમતિલક અને રત્નશેખરસૂરિકૃત અનેક સ્તોત્રો છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
42 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
પાદપૂર્તિરૂપ રચવામાં આવેલાં સ્તોત્રોની સંખ્યા પણ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. શ્રી માનતુંગાચાર્ય વિરચિત ‘ભક્તામર સ્તોત્ર’ જે સંસ્કૃત ભાષામાં, વસંતતિલકા છંદમાં રચાયેલું છે. જેમાં અલંકારોનો ભંડાર છે, તેની પાદપૂર્તિરૂપ લગભગ ત્રેવીશ જેટલાં કાવ્યો રચાયેલાં મળી આવે છે. જેમાં કોઈક કર્તાએ દરેક પદ્યના અંતિમ ચરણને લઈને, તો કોઈકે વળી દરેક ચરણ પર પાદપૂર્તિરૂપ કાવ્યની રચના કરી છે. જેના વિષયો અલગ અલગ છે. ઉદાહ૨ણ તરીકે જોઈએ તો, સમયસુંદરકૃત ‘ઋષભ ભક્તામર' જે મૂળ કૃતિના દરેક પદ્યના ચોથા ચરણને લઈને પાદપૂર્તિ કરવામાં આવી છે. લક્ષ્મીવિમલકૃત ‘શાંતિભક્તામર', ધર્મવર્ધનગણિકૃત ‘વીર-ભક્તામર' જેમાં મહાવીર સ્વામીના જીવનને આવરી લેતા પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. રત્નસિંહસૂરિત ‘નેમિ-ભક્તામર’ જેમાં રાજિમતી અને નેમનાથ પ્રભુના જીવનના પ્રસંગોનું ગુંથન કરવામાં આવ્યું છે. શ્રી ખેમકર્ણમુનિના અંતેવાસી શ્રી ધર્મસિંહસૂરિએ ‘શ્રી સરસ્વતી-ભક્તામર’ રચ્યું છે જેમાં સરસ્વતીદેવીની સ્તુતિ ક૨વામાં આવી છે. શ્રી ગિરિધર શર્માએ ભક્તામર સ્તોત્રનાં પઘોના ૧૯૨ ચરણો પર પાદપૂર્તિ કરેલી છે. તે ‘શ્રી ભક્તામર સ્તોત્રમ્ - પાદપૂર્તાત્મકમ્' નામથી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત આત્મ-ભક્તામર, શ્રી હરિ-ભક્તામર, શ્રી કાલુ-ભક્તામર અનેક પાદપૂર્તિરૂપ કાવ્યો ભક્તામર સ્તોત્ર પર રચાયેલાં છે. તેવી જ રીતે કલ્યાણમંદિર સ્તોત્રની પાદપૂર્તિમાં ભાવપ્રભસૂરિ વિરચિત જૈન ધર્મવર સ્તોત્ર, અજ્ઞાત કર્તારચિત પાર્શ્વનાથ સ્તોત્ર’, ‘વીર સ્તુતિ’ આદિ ઉપલબ્ધ છે. એ સિવાય પણ અન્ય સ્તોત્રોની ઘણી પાદપૂર્તિઓની રચના થયેલી છે.
સંસ્કૃત ભાષાના અન્ય સ્તોત્રમાં પાત્ર કેશરીનું પાત્ર કેશરી સ્તોત્ર', દેવનંદિ પૂજ્યપાદનું ‘સિદ્ધભક્તિ અને સિદ્ધપ્રિય સ્તોત્ર', બપ્પભટ્ટિનું ‘શાંતિ સ્તોત્ર’, ‘ચતુર્વિશતિજિન સ્તુતિ’, ‘વીર સ્તવ’, ધનંજયનું ‘વિષાપહાર સ્તોત્ર', કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યકૃત ‘વીતરાગ સ્તોત્ર’, ‘મહાવીર સ્તોત્ર’ અને ‘મહાદેવ સ્તોત્ર’, જિનવલ્લભસૂરિ વિરચિત ‘ભવાદિવારણ’ આદિ અનેક સ્તોત્ર, જિનપ્રભસૂરિકૃત ‘સિદ્ધાંતગમ સ્તવ’, વસ્તુપાલ રચિત ‘અમ્બિકા સ્તવન’, મુનિસુંદર વિરચિત ‘સ્તોત્રરત્નકોષ’ આદિ અનેક વૈવિધ્યપૂર્ણ કૃતિઓનો સમાવેશ થાય છે. આ સિવાયની ઘણી રચનાઓ છે. ઘણી અપ્રકાશિત હસ્તલિખિત પ્રતોના રૂપમાં જ્ઞાનભંડારોમાં ભંડારાયેલી છે.
તાત્પર્ય કે આવી અનેક રચનાઓ – હજારોની સંખ્યામાં ઉપલબ્ધ અને અપ્રકાશિત સ્તોત્ર આ સિવાયનાં પણ છે. ભાષા, વિષય, ગદ્યાત્મકતા, પદ્યાત્મકતા, નામાભિધાન, પ્રભુના ગુણગાનની ગાથાના અનેક સ્વરૂપે વર્ણવાતાં સ્તોત્રો જૈન સાહિત્યમાં બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તે અહીં પ્રતિપાદિત થાય છે.
મ્નેિશ્વર
પ્રભુના સ્વરૂપનો મહિમા :
ઘોર તપ અને ઉગ્ર ચારિત્ર વિના મોક્ષસુખની પ્રાપ્તિ થતી નથી. ઉગ્ર ચારિત્ર અને ઘોર તપની આરાધનાનું સત્ત્વ પ્રાપ્ત કરવું કેવી રીતે ? તે એક પ્રશ્ન છે. એ પ્રાપ્ત કરવાનો ઉપાય
Page #62
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 43 ઉગ્ર ચારિત્રશીલ અને ઘોર તપસ્વીઓના ગુણોની યશગાથાનું ગાન અને તેની સ્તુતિ છે. શ્રી જિનેશ્વરદેવો વિશ્વમાં સર્વોત્કૃષ્ટ કોટિના ચારિત્રવાન - સંયમી અને ઉગ્ર તપસ્વી થઈ ગયા. આ બંને દ્વારા કર્મની નિર્જરા કરીને આ મહાપુરુષો કેવળજ્ઞાનને પામ્યા. આ સાથે શ્રી જિનેશ્વ૨દેવોના જીવનમાં એક બીજી પણ વિશેષતા હતી અને તે જગતના જીવમાત્ર પ્રત્યે અગાધ કરુણાભાવ. જગતના સર્વે જીવો પ્રત્યેની અગાધ કરુણાથી તીર્થંકર નામકર્મનો બંધ કરી, તીર્થંકર બની શાસનની સ્થાપના કરે છે. વિશ્વ ઉપર મહાન ઉપકાર કરનાર દેવાધિદેવ તીર્થંકર ભગવંતો પ્રત્યે પ્રભુભક્તિ ક૨વાને યોગ્ય આત્માઓનાં હૈયામાં ભક્તિ અને બહુમાનના ભાવ જાગ્રત થયા વિના રહેતા નથી અને સાધકના મનમાં જ્યારે આવા ભાવો ઉત્પન્ન થાય છે ત્યારે તેના કંઠમાંથી સ્વયં સ્ફુરે છે શ્રી જિનેશ્વર ભગવંતનું સ્તુતિ-સ્તોત્ર.
સ્તોત્રમાં ભક્ત કવિ ઇષ્ટદેવનાં નામ, ધામ, રૂપ, ગુણ અને અદ્ભુત ચરિતકાર્યોનો મહિમા ગાઈને રોમાંચિત થાય છે, નૃત્યકૃત્ય બની જાય છે.
ઉપર્યુક્ત કથન પ્રમાણેના વિષયોને આવરી લઈને અનેક વિદ્વાનોએ સ્તોત્રોની રચના કરી છે. ઉદાહરણ રૂપે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી માનતુંગસૂરિ, શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી આદિ પ્રાચીન અનેક મહાપુરુષોના હૃદયમાંથી નીકળેલા ભાવોથી સર્જાયેલાં સ્તુતિ-સ્તવના—સ્તોત્રોનો પાઠ આજે પણ આપણને ભાવવિભોર બનાવી દે છે.
શ્રી સિદ્ધસેન દિવાકર ‘કલ્યાણમંદિર સ્તોત્ર’માં જિનેશ્વર પ્રભુના નામનો મહિમા વર્ણવતાં જણાવે છે કે :
આસ્તામચિન્તયમહિમા જિન સંસ્તવસ્તુ, નામાપિ પાતિ ભવતો ભવતો જન્ત; તીવ્રાતપોપહત પાન્થજનાનિંદાધે, પ્રીણાતિ પદ્મસરસઃ સરસોનલોપ || (કલ્યાણમંદિર સ્તોત્ર : શ્લોક ૭)
અર્થાત્ - “હે જિનેશ્વર, તમારા સ્તોત્રનો મહિમા અચિંત્ય છે તે તો દૂર રહો, પરંતુ માત્ર તમારું નામ જ ત્રણ જગતનાં પ્રાણીઓને ભવભ્રમણથી રક્ષણ આપે છે. જેમ કે ઉનાળાના સખ્ત તાપથી વ્યાકુળ થયેલા પથિકજનોને કમળના સરોવરનો આર્દ્ર−ઠંડો વાયુ જ પ્રસન્ન કરે છે, તો પછી સરોવ૨નું જળ અને તેમાં ઊગેલાં કમળો પ્રસન્ન કરે તેમાં શું આશ્ચર્ય ? તે જ રીતે તમારું નામ માત્ર ગ્રહણ કરવાથી જ પ્રાણીઓનું ભવભ્રમણ દૂર થાય છે તો પછી તમા૨ી સ્તુતિ કરવાથી ભવભ્રમણ દૂર થાય તેમાં શું આશ્ચર્ય ?”’
શ્રી જિનેશ્વ૨દેવના નામસ્મરણમાત્રથી સર્વ આપત્તિઓમાંથી મુક્તિ મળે છે. આઠ પ્રકારના ભયોનું નિવારણ થાય છે એમ શ્રી માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્ર'ના ૩૪થી ૪૨ મા શ્લોકમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
44 તે ભક્તામર તુલ્યું નમઃ | કહે છે. તéપરાંત શ્રી માનતુંગસૂરિની દૃષ્ટિએ તો શ્રી જિનેશ્વરદેવ અપૂર્વ દીપક છે.
નિધૂમવત્તિરપવર્જિતલપૂર, કૃત્ન જગન્નયમિદં પ્રકટીકરોપિ; ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાચલાનાં, દીપોડપરસ્વમસિ નાથ જગપ્રકાશઃ
(ભક્તામર સ્તોત્ર : શ્લોક ૧૬) અર્થાતુ હે નાથ ! તમે ત્રણેય જગતને સમસ્તપણે પ્રકાશિત કરનાર અપૂર્વ દીપક છો કે જેમાં ધુમાડો નથી, દિવેટ નથી, તેલ નથી, તેમજ જેને પહાડ ડોલાવનારો એવો પવન પણ કદી કંઈ કરી શકતો નથી.”
માનતંગસૂરિ જિનેશ્વરદેવનો મહિમા વર્ણવતાં જણાવે છે કે, આ જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે (શ્લોક ૧૭) અને હે ભગવન્! તમારું મુખકમલ અલૌકિક ચંદ્ર જેવું શોભે છે, કારણ કે તે નિત્ય ઉદિત રહે છે. (શ્લોક ૧૮). આમ પ્રભુનો મહિમા સૂરિજીએ વિવિધ પ્રકારે વર્ણવ્યો છે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે વીતરાગ સ્તવ' (શ્લોક ૫-૧૧)માં હિંસક પશુઓના મુખમાંથી પોતાની જાતના ભોગે પણ અન્ય પ્રાણીઓની રક્ષા કરતાં કરુણામય વિશ્વવત્સલ જિનેશ્વરદેવના ભવ્ય ચરિતનો મહિમા રજૂ કર્યો છે.
ભક્તામર સ્તોત્રના પ્રથમ બે શ્લોકમાં માનતુંગસૂરિએ જિનેશ્વરદેવના રૂપનો પણ અદ્ભુત મહિમા ગાયો છે. દેવેન્દ્રોના મુગટ મણિમાનું તેજ તેમના પગના નખની કાંતિ સામે ઝાંખું લાગે છે. તેમજ શ્લોક ર૯માં પ્રભુનું શરીર સુવર્ણની કાંતિવાળું વર્ણવ્યું છે અને સર્વ પ્રકારના ગુણોએ પ્રભુમાં આશ્રય કર્યો છે એમ કહીને પ્રભુના ગુણોનું વર્ણન તેઓએ શ્લોક ૨૭માં કર્યું છે.
નમુત્થણે જે અનાદિથી શકસ્તવ'ના નામે ઓળખાય છે તેમાં પણ ૪૮ ગુણવાચક શબ્દોથી ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. તેમાંના કેટલાક ગુણવાચકો આ પ્રમાણે છે. ત્રણ લોકમાં દીપક સમાન, જ્ઞાનરૂપી ચક્ષુના દાતાર, ધર્મના મૂળ નાયક, માર્ગ કહેતાં મોક્ષ માર્ગને બતાવનાર, ભવસમુદ્રને પાર કરનાર, બીજા જીવોને ભવસમુદ્રમાંથી પાર ઉતારનાર, અનંત ગુણોના ધારક આદિ ૪૮ ગુણો વર્ણવવામાં આવ્યા છે.
હરિવંશ પુરાણમાં ઇન્દ્ર નેમિનાથ ભગવાનની સ્તુતિ ભગવાનના ૪૮ ગુણવાચક શબ્દસમૂહથી ૧૫ શ્લોકમાં કરી છે. તેમાં તીર્થકર, પરમેશ્વર, ત્રણ લોકના ગુરુ, અનંત બળના ધારક, સંયમ વડે કામદેવને જીતનાર, અરિહંતરૂપ અચિંત્યપદના ધારક મહેશ તથા બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત બ્રહ્મા આદિ ગુણવાચક શબ્દોથી પ્રભુના ગુણોને સ્તોત્રમાં વર્ણવવામાં આવ્યા છે.
તેવી જ રીતે શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારે કૃતજ્ઞતાના શબ્દો સ્વરૂપ ભગવાનની સ્તુતિ
Page #64
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના * 45
૪૮ ગુણવાચક શબ્દોથી કરી હતી.
જૈન સાહિત્યમાં શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનો મહિમા સ્તોત્રોમાં વિવિધતાપૂર્વક વર્ણવવામાં આવ્યો છે. ઉપર્યુક્ત સિવાયનાં અનેક સ્તોત્રો આનાં ઉત્તમ દૃષ્ટાંતો પૂરાં પાડે છે. દરેક સ્તોત્રમાં પ્રભુનાં નામ, ગુણ, રૂપ તથા તેમના સ્થાપિત તીર્થોનું પણ વર્ણન ક૨વામાં આવે છે. સાથે સાથે જિનેશ્વરદેવમાં રહેલા અલૌકિક મહિમાનું પણ સ્તોત્રોમાં વર્ણન ક૨વામાં આવેલું હોય છે. વિશિષ્ટ પ્રાર્થનાભાવ :
સ્તોત્રમાં યાચના કે પ્રાર્થનાનો ભાવ હોય છે. પ્રાર્થનાનો એક અર્થ માત્ર પ્રભુનો ગુણાનુવાદ થાય છે. તો બીજો અર્થ માગવું કે યાચના - આજીજી પણ થાય છે. કેટલાક સાધકો પ્રાર્થનાનો અર્થ અર્થાત્ સ્તોત્રમાં રહેલા ભાવને સમજતા નથી. આના અનુસંધાનમાં વિખ્યાત તત્ત્વજ્ઞાની અને નાટ્યલેખક શ્રી બર્નાર્ડ શૉનું મંતવ્ય છે કે, “સામાન્ય વ્યક્તિ પ્રાર્થના નથી કરતાં, તેઓ તો માત્ર માંગે છે !''
અર્થાત્ સામાન્ય માણસનો સ્તોત્રના પઠન-પાઠનનો ઉદ્દેશ પોતાની જરૂરિયાતોને પ્રભુની સમક્ષ રાખીને તેની પૂરતી કરવા માટે જ હોય છે. ઘણાં આવી પડેલી આપત્તિના નિવારણ માટે જ પ્રાર્થના કરતા હોય છે અને આમ કરવું નરી નાસ્તિકતા છે. જો યાચના જ કરવી હોય તો સ્વામી વિવેકાનંદનું આ મંતવ્ય એકદમ સચોટ પુરવાર થાય તેવું છે, “પ્રાર્થના દ્વારા જો કંઈ માગવું હોય તો એવી ચીજ ન માગો કે જે નાશવંત હોય.’’
સ્તોત્રના મંત્ર-જપ દ્વારા જો કોઈ પણ યાચના કરવી હોય તો જે નાશવંત નથી એવી વસ્તુની કરવી જોઈએ. કોઈ ભૌતિક સુખસામગ્રીની યાચના ન કરતાં નાશવંત નથી તેવી એટલે શાશ્વત સુખની, જન્મજન્માંતરના ભવભ્રમણમાંથી મુક્તિની, મોક્ષસુખની પ્રાપ્તિની યાચના કરવી જોઈએ.
જૈન દર્શન અનુસાર શ્રી જિનેશ્વરદેવ ન કોઈ અવતારી પુરુષ છે, ન તો સૃષ્ટિના કર્તાસર્જનહાર છે કે ન તો હર્તા, અંત કરનાર છે. મોક્ષગામી, જન્મ-મરણની ભવભ્રમણાથી મુક્ત સિદ્ધાત્મા કોઈને કંઈ આપતા નથી કે કોઈની પાસેથી કંઈ લેતા નથી. જિનેન્દ્રદેવનું આવું સ્વરૂપ જાણવા છતાં પણ મોટા મોટા વિદ્વાન આચાર્યો, શાસ્ત્રકારોએ ભક્તિના આવેગમાં આવીને કે ભાવ-વિહ્વળ થઈને તેમની પાસે યાચના કરી છે. પરંતુ તેમણે કરેલી યાચના એ ભૌતિક સુખ માટેની નથી. પરંતુ સ્વામી વિવેકાનંદના કહ્યા પ્રમાણે, જે નાશવંત નથી, તેવા મોક્ષરૂપી સુખની યાચના કરી છે. કારણ જિનેન્દ્રદેવની ભક્તિને વશ થયેલો સાધક જાણે છે કે તેઓના પુણ્ય ગુણોનું સ્મરણ ચિત્તને પાપરૂપી મલિનતાથી મુક્ત કરીને પવિત્ર બનાવે છે. આવો પવિત્ર બનેલો આત્મા પ્રભુ સાથે જલ્દીથી તપતા સાધી લે છે અને જો તેમ બને તો તેમાં કોઈ આશ્ચર્ય પણ નથી.
શ્રી માનતુંગસૂરિ ‘ભક્તામર સ્તોત્ર'માં કંઈક આવા જ પ્રકારનો ભાવ વ્યક્ત કરતાં જણાવે
છે કે,
Page #65
--------------------------------------------------------------------------
________________
46 || ભક્તામર સુભ્ય નમઃ
નાયભૂત ભુવનભૂષણ ! ભૂતનાથ ! ભૂલૈગુર્ણભુવિ ભવન્તમભિપ્રુવન્તઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેને કિં વા, ભૂત્યાડડશ્રિત ય ઈહ નાત્મસમ કરોતિ ? //૧૦ના
ભક્તામર સ્તોત્ર : શ્લોક ૧૦) અર્થાત્ “હે જગતના શણગાર ! હે પ્રાણીઓના સ્વામિનું! વિદ્યમાન ગુણો વડે તમારી સ્તુતિ કરનારાઓ તમારા જેવા થાય છે, પરંતુ એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. કારણ કે જેઓ આ દુનિયામાં પોતાના આશ્રિતોને સમૃદ્ધિ વડે પોતાના જેવા કરતાં નથી, તેમનું મહત્ત્વ નથી.”
આ ભક્તની પ્રભુ પ્રત્યેની અચલ દઢ શ્રદ્ધા જ છે. શ્રદ્ધા છે, પછી યાચનાની ક્યાં જરૂર રહી?
યાચનામાં ભક્ત હૃદયનું કરુણાકંદ, ક્વચિત્ કાકલૂદીની પણ અનુભૂતિ થાય છે. જેમ કે હરિભદ્રસૂરિ “સાધારણ જિન સ્તોત્ર'માં ચોરસ્વરૂપ ઇન્દ્રિયોથી હરાયેલા વિવેકરૂપી ધનવિહોણા અજ્ઞાની અને સંસ્કાર કૂપમાં પડેલા એવા પોતાનો ઉદ્ધાર કરવા દેવના કરનું આલંબન યાચે છે.
યસ્ય એ હત વિવેક માધનસ્ય, ચોરેઃ પ્રભો ! બલિભિરિજિયનાગવઃ | સંસારકૂપકુહરે વિનિપાતસ્ય,
દેવેશ ! દેહિ કૃપણસ્ય કરાવલમ્બનમ્ . ૮ . સ્તોત્રકાર ધર્મસૂરિ પણ પાર્શ્વજિન સ્તવનમાં પાર્શ્વનાથ પાસે માત્ર ભક્તિની યાચના કરે છે. શ્રી ઉદયરત્ન મહારાજ સાહેબની એક સ્તુતિ લગભગ દરરોજ આપણે બોલીએ છીએ :
ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિ દેવા, સામું જુઓને સેવક જાણી,
એવી શ્રી ઉદયરત્નની વાણી. અહીં પણ ભક્તકવિ શ્રી ઉદયરને પ્રભુ પાસે ભવોભવ જ્યાં સુધી સંસારનાં બંધનોમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી જન્મોજન્મ પ્રભુના ચરણોની સેવા કરવા માટેની યાચના કરી છે.
તાત્પર્ય કે અહીં પણ જે યાચના કરવામાં આવી છે તે ફક્ત મોગામી અરિહંત પરમાત્માની સેવાની યાચના કરવામાં આવી છે. કારણ કે, તેની સેવા કરતાં કરતાં તેના જેવા ગુણો પામીને મોક્ષમાર્ગરૂપી શાશ્વત સુખને પામી શકાય. તેથી અહીં તે પ્રમાણેની યાચના કરવામાં આવી છે. ભોતિક સુખો માટેની કોઈ પણ પ્રકારની યાચના જૈન ધર્મ માટે વર્યુ છે. પ્રભુના ગુણોનું ધ્યાનમનન-કીર્તન કરતાં કરતાં પ્રભુમય બનીને તેના તરૂપ બનીને, તેના જેવા ગુણોનું વહન પોતાનામાં
Page #66
--------------------------------------------------------------------------
________________
થાય તેવું કરવાની યાચના સ્તોત્રમાં કરવામાં આવે છે.
સ્તોત્રપાઠની ફળસિદ્ધિ :
સ્તવન-સ્તોત્ર એ મહામહિમાશાળી ઉપકરણ છે અને તેનો યથાયોગ્ય ઉપયોગ લેવામાં આવે તો મનુષ્ય ઉન્નતિના શિખરે પહોંચી શકે છે.
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 47
=
ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનના ૧૪મા શ્લોકમાં કહ્યું છે કે, “થય – શુÍ માનેળ મતે । નીવે િનળયડુ ? (પત્તર) નાળવસન - ચારિત - લોહિતામં સંખરૂં, નાળ - હંસળ चारित्त बोहिलाभं संपन्ने णं जीवे अंतकिरियं कप्प विभाणोववत्तियं आराहणं आराहेई ||૪||''
-
-
-
હે ભગવન્ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ કયા લાભને ઉત્પન્ન કરે છે ?
ઉત્તરમાં ભગવાન જણાવે છે : “હે શિષ્ય ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ શાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે છે અને જ્ઞાનબોધિ, દર્શનબોધિ તથા ચારિત્રબોધિનો લાભ થતાં તે જીવ કલ્પવિમાનમાં ઉત્પન્ન થવાપૂર્વક મોક્ષમાં જાય છે.”
અર્થાત્ સ્તવ-સ્તુતિરૂપ મંગલથી જીવને દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ બોધિલાભથી પ્રાપ્તિ થાય છે. આનાથી જીવને મુક્તિની (કર્મનો સર્વથા નાશ કરનારી) આરાધનાની પ્રાપ્તિ થાય છે. અથવા વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થવાનો આરાધનાથી લાભ થાય છે.
અહીં એ સ્પષ્ટ થયું છે તે સ્તુતિ-સ્તોત્રાદિ દ્વારા જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે અને તેનાથી તે જ ભવમાં મુક્તિ ન થાય એટલે કે મોક્ષની પ્રાપ્તિ ન થાય તો અવશ્ય વૈમાનિક દેવલોકની પ્રાપ્તિ થાય છે.
=
સ્તોત્રની વિશેષ મહત્તા માનતાં કહેવામાં આવ્યું છે કે આરાધ્ય દેવની ઔપચારિક પૂજાથી પણ અધિક પ્રભાવક સ્તોત્રપાઠને માનવામાં આવ્યો છે – પૂનાòોટિ મુળ સ્તોત્રં કહ્યું છે. એટલે કે પૂજા કરતાં કોટિ સમાન સ્તોત્રપાઠનું ફળ શાસ્ત્રમાં બતાવેલ છે. શ્રી જિનેશ્વરદેવની સ્તવનામાં ભક્તિથી ભાવવિભોર બનતો ભક્ત તીર્થંકર નામગોત્રનો બંધ પણ કરે છે. તેવાં ઘણાં ઉદાહરણો મળી આવે છે જેમાં રાવણનું દૃષ્ટાંત આપણે ત્યાં પ્રચલિત છે. સ્તોત્રરચના અને સ્તોત્રપાઠમાં મન-વચન-કાયાની એકાગ્રતાને સ્વયં સિદ્ધ માનવામાં આવે છે. પ્રભુભક્તિમાં લીન બનતા દેવો પણ મનુષ્યગતિ આદિ મનુષ્યને લગતી ઉત્કૃષ્ટ પ્રભુભક્તિના રસવાળી પુણ્ય પ્રકૃતિનો બંધ બાંધે છે. અર્થાત્ મનુષ્યજન્મમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે દેવો પણ પ્રભુભક્તિમાં એકચિત્ત બની મનુષ્યયોનિમાં જન્મ લેવાનો બંધ બાંધે છે. તેમના માટે સ્તોત્ર દ્વારા પ્રભુની ભક્તિ કરવા થકી મેળવેલ ફળસિદ્ધિ છે.
પ્રભુનાં દર્શન કરતાં આત્મા જેમ જેમ આનંદ પામે છે તેમ તેમ આત્મા પર લાગેલાં કર્મનાં આવરણો નષ્ટ થતાં જાય છે. તેવી જ રીતે ભક્તિભાવપૂર્વક સ્તોત્રનું પઠન કરતાં પણ કર્મની
Page #67
--------------------------------------------------------------------------
________________
48 * || ભક્તામર તુર્થ્ય નમઃ || અપૂર્વ નિર્જરા થાય છે.
શાસ્ત્રકારોએ જિનભક્તિના ચાર પ્રકારો માનેલા છે : વંદન, પૂજન, સત્કાર અને સન્માન. આ ચારે ક્રિયાઓ સુંદર ફળને આપનારી છે અને તે દરેકનું વિશિષ્ટ મહત્ત્વ છે. આમ છતાં તે ઉત્તરોત્તર વિશેષ ફળદાયી છે, એ ભૂલવાનું નથી. આનો અર્થ એ સમજવાનો છે કે વંદન કરતાં પૂજનનું ફળ વિશેષ છે, પૂજન કરતાં સત્કારનું ફળ વિશેષ છે અને સત્કાર કરતાં સન્માનનું ફળ વિશેષ છે. તાત્પર્ય કે આ ચારે ક્રિયાઓમાં ભાવપૂજા કે ગુણકીર્તન ચડિયાતું છે.
પ્રભુનાં દર્શન-વંદન કરતાં પૂજા મહાન છે અને પૂજાથી અક્ષત મૂકવા નૈવેદ્ય ફળ, રૂપાનાણું મૂકી સત્કાર કરવો તેનું ફળ વિશેષ છે અને સાધનરૂપ જિનમૂર્તિ દ્વારા જિનેશ્વરદેવને યાદ કરીને તેમના અદ્ભુત ગુણોનું કીર્તન કરવું અર્થાત્ સ્તોત્રપાઠ કરવો એ મહાન છે. પૂજા કરતાં કોટિ સમાન સ્તોત્રપાઠનું ફળ શાસ્ત્રકારોએ કહ્યું છે.
સ્તોત્રના અંતે સ્તોત્રપાઠનું ફળ બતાવ્યું છે. જેમકે આ સ્તોત્રમાલિકા કંઠે ક૨વાથી મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એમ શ્રી માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્ર'ના અંતે કહે છે : સ્તોત્ર સર્જ તવ જિનેન્દ્ર ! ગુણૈનિબદ્ધામૂ ભક્તા મયા રુચિવર્ણવિચિત્રપુષ્પામ્ । ધત્તે જનો ય બૃહ કર્ણાગતામજä, તું માનતુ ગમવશા સમુપૈતિ લક્ષ્મી: II૪૪)
અર્થાત્ હૈ જિનેશ્વરદેવ, મારા વડે ભક્તિથી પૂર્વોક્તિ જ્ઞાનાદિ ગુણો વડે ગૂંથાયેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારી આ સ્તોત્રરૂપી માલાને આ સંસારમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે, તે માન વડે ઉન્નતિ પામે છે તથા લક્ષ્મી વિવશ થઈને તેની સમીપે જાય છે.
ઘણાં બધાં સ્તોત્રોમાં પાઠ-પઠનનું ફળ જણાવેલું હોય છે. તેવી જ રીતે શ્રી માનતુંગસૂરિએ સ્તોત્રના અંતિમ શ્લોકમાં આ સ્તોત્રનો નિરંતર પાઠ કરવાથી મોક્ષરૂપી આત્મશ્રેયરૂપી ફળ પ્રાપ્ત થવાનું વર્ણન કર્યું છે.
તેવી જ રીતે શ્રી જિનવલ્લભસૂરિ પણ પોતાના ‘પાર્શ્વ જિનસ્તોત્ર'નું ફળ બતાવતાં કહે છે કે,
બુદ્ધે વિમુગ્ધમતિના જિનવલ્લભેન, યે સ્પષ્ટમષ્ટ કમદઃ સમુદઃ પઠન્તિ । ભુયોડનુમય ભવસભ્વસમ્પદં તે. મુòગનાસ્તનતટે સતતં લુઢન્તિ III
અર્થાત્ આ સ્તોત્રનો આનંદપૂર્વક પાઠ કરનાર સંસારસમૃદ્ધિનો અનુભવ કરી મુક્તિરૂપી અંગનાના સ્તન તટે સતત આળોટે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના છે 49. કુમારપાળ મહારાજાએ પોતાની રચેલી સ્તુતિમાં પણ શ્રી જિનેશ્વરદેવનો સ્તોત્રપાઠ કરનારને ખૂબ જ ધન્ય તથા પુણ્યવાન જણાવેલા છે.
જે ભવ્યજીવો આપને ભાવે નમે, સ્તોત્ર-સ્તવે, ને પુણ્યની માળા લઈને પ્રેમથી કંઠે ઠવે. તે ધન્ય છે કૃત પુણ્ય છે, ચિંતામણિ તેના કરે,
વાવ્યો છે પ્રભો ! નિજકૃત્યથી સુરવૃક્ષને એને ગૃહે." કુમારપાલ મહારાજા આ રીતે સ્તુતિ કરવા દ્વારા ત્રણે કાળમાં પરમાત્માને નમસ્કાર કરનાર, સ્તોત્રથી સન્માન કરનાર અને પૂજા કરનાર પુણ્યાત્માઓની ભાવપૂર્ણ અનુમોદના કરે છે. શ્રી જિનેશ્વરદેવ તો વિશ્વવત્સલ અને અતિ મહાના અનેક ગુણોનો ભંડાર છે, અને તેમની ભક્તિભાવપૂર્વક સ્તવના કરનાર પણ મહાન છે. સુકોમળ હૃદયથી ભક્તિપૂર્વકના ભાવોલ્લાસથી સ્તુતિ કરવાથી અનેક ભાવોના પાપકર્મોથી મલિન બનેલો આત્મા સલૂકાઈથી કર્મોની નિર્જરા કરી શકે છે. અર્થાત્ તેના આત્મા પર લાગેલાં કર્મનાં પડળોનો ક્ષય સરળતાથી થઈ જાય છે. આવા ભાવોને અનુસરતી સ્તુતિ કુમારપાળ મહારાજાએ આ પ્રમાણે કરી છે :
પ્રાણી તણાં પાપો ઘણાં ભેગાં કરેલાં જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણવારમાં જે આપને ભાવે સ્તવે; અતિ ગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું ?
એમ જાણીને પણ આનંદથી હું આપને નિત્યે ભજું. શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ મંદિર સ્તોત્રમાં પ્રભુ સ્તવનાથી કેવા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તે અંતિમ શ્લોકમાં વર્ણવ્યું છે.
જનનયનકુમુદચન્દ્ર-પ્રભાસ્વરાઃ સ્વર્ગસમ્પદો ભુક્તવા | તે વિગલિતમલનિચયા, અચિરાત્મોક્ષ પ્રપદ્યને !'
(કલ્યાણ મંદિર - ૪૪) અર્થાત્ “હે મનુષ્યનેત્રરૂપી કુમુદિનીના ચંદ્રરૂપી સ્વામિનું ! પોતાનું મન નિર્મળ થવાથી દેદીપ્યમાન સ્વર્ગની સંપત્તિઓને ભોગવીને શીઘ મોક્ષને પામે છે.'
જેવી રીતે સૂર્યના પ્રગટ થવાથી ક્ષણવારમાં ગાઢ અંધકારનો નાશ થઈ જાય છે તેવી જ રીતે આત્મા પર લાગેલા કર્મનાં આવરણો શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કે સ્તવના-સ્તોત્ર પાઠ-પઠનજાપ કરવાથી ક્ષણવારમાં નાશ પામી જાય છે. ઘણા આત્માઓ સ્તોત્ર-સ્તવન દ્વારા તરી ગયા હોવાનાં દૃષ્ટાંતો મળે છે.
પ્રાચીન કાળથી આજ સુધીમાં અનેક સ્તોત્રોની રચના આચાર્યો, શાસ્ત્રકારો, વિદ્વાનો, ભક્તિ કવિઓએ કરી છે પરંતુ શ્રી જિનેશ્વરદેવના મહિમાને વર્ણવી શક્યા નથી. અર્થાત્ પ્રભુના ગુણોનું,
Page #69
--------------------------------------------------------------------------
________________
50 કે // ભક્તામર તુલ્ય નમઃ | તેમના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે. તેવી જ રીતે શ્રી જિનેશ્વરદેવના ભક્તિભાવપૂર્વક રચાયેલાં સ્તોત્રોનો પાઠ કરવાથી મળતી ફળસિદ્ધિનું વર્ણન કરવું તેટલું જ અશક્ય છે.
સ્તોત્રમાં આરાધ્યદેવને શુદ્ધભાવે કરાતા નમસ્કાર કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ કે ચિંતામણિરત્નથી પણ અધિક છે. એટલે તેના દ્વારા આ સર્વ પ્રકારના લાભો થવાની સંભાવના છે તેથી જ સ્તોત્રથી થતી ફળસિદ્ધિનું વર્ણન કરવું અશક્ય છે.
પાદટીપ ૧. શ્રી પાર્શ્વ-પાવતી આરાધના', પ્રસ્તાવના, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૧.૧૨ ૨. શ્રી પા.પદ્માવતી આરાધના', પ્રસ્તાવના, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૩ ૩. સ્તોત્રાવલી', શ્રી યશોદેવસૂરિ મહારાજસાહેબ, પૃ. ૪૭-૪૮-૪૯ ૪. જૈન રત્ન ચિંતામણિ સર્વસંગ્રહ સાથે, સં. નંદલાલ દેવલુક, પૃ. ૬૮૪
Page #70
--------------------------------------------------------------------------
________________
d
જિનભક્તિ
ભક્ત અને ભગવાનના સંબંધનું નામ જ ભક્તિ છે. દરેક ધર્મમાં કે સંપ્રદાયમાં ભગવાનની ભક્તિ માટે જુદાં જુદાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ભજન, શ્લોક, સ્તોત્ર, પ્રાર્થના, મંત્ર આદિનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. આરાધ્ય દેવના ગુણોની યશગાથા, તેમનો મહિમા, વૈભવ, આદિનું સુંદર નિરૂપણ ભક્ત દ્વારા સ્તોત્ર કે સ્તવનના રૂપમાં કરવામાં આવે છે. આરાધ્યદેવની આરાધનામાં જ્ઞાન અને ભક્તિ એ બે મુખ્ય તત્ત્વ છે. જ્ઞાન દૃષ્ટિનું કાર્ય કરે છે, જેને મસ્તિષ્ક સાથે સંબંધ છે. જ્યારે ભક્તિમાં હૃદયની પ્રધાનતા હોય છે. અનુભૂતિની તીવ્રતા હોય છે અને પ્રેમની પરાકાષ્ઠા હોય છે. તદ્ઉપરાંત પોતાના આરાધ્યદેવના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાની ભાવના હોય છે. ભક્તમાં એકલવ્ય જેવી ગુરુભક્તિ અને અર્જુન જેવી એકાગ્રતા હોય છે જે ભક્તિની ચરમસીમાએ હોય છે. જ્યાં ભક્તિની રસધારામાં તરબોળ થઈને કંઈ પણ વિચાર્યા કે સમજ્યા વિના તેમાં ડૂબકી મારવાનો આનંદ મળે છે. ત્યાં જ્ઞાનની મઠારેલી ભાષાને સ્થાને ભક્તની બાળસહજ કાલીઘેલી ભાષા જ માત્ર હોય છે. ભક્તને ભગવાનનાં ગુણ, રૂપ-સૌંદર્ય, કૃપાનું ફળ, ઔદાર્યતા અને એની ક્ષમાશીલતા જ સર્વત્ર દૃષ્ટિગોચર થાય છે. એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ, છલ-કપટ, ફળની આશા વગેરેનો સમાવેશ થતો નથી. ત્યાં તો શુનુરા) મવિત્ત:' અથવા 'શુભેપુ અનુરાગ: મતિઃ' અર્થાત્ આરાધ્યના ગુણો પ્રત્યે જે અનુરાગ હોય છે તે જ ભક્તિ. આવી ભક્તિ નિઃસ્વાર્થ, નિશ્ચલ અને નિષ્કામ હોય છે, તેમજ ભગવાન પ્રત્યેનો
Page #71
--------------------------------------------------------------------------
________________
52 ।। ભક્તામર તુરૂં નમઃ ।।
ઉત્કૃષ્ટ ગુણાનુરાગ જ સ્વયં શુભ ફળદાયી હોય છે. ભગવત્ ભક્તિમાં લીન ભક્તને તેનું તત્કાલ અને પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થાય છે અને એ સમય દરમ્યાન કષાયો અત્યંત મંદ પડી જાય છે. આત્માના ઉન્માર્ગની શુભ પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ એમાં ઉત્તમ પુણ્યબંધ બંધાય છે અને ભક્તની વિકારોથી મુક્તિ તથા આત્માની ઉન્નતિ થાય છે. કાલાન્તરે આ જ ભક્તિ મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. આવી નિષ્કામ ભક્તિને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આચાર્ય કુંદકુંદે ‘ભાવપાહુડ'માં કહ્યું છે કે :
જિણવરચરણાંબુરુ ં, ણમંતિ જે પ૨મભક્તિરાએણ | તે જમ્મવેલિમૂલં, ખાંતિ વરભાવસત્થેણ ||
અર્થાત્ જે લોકો પરમ ભક્તિરૂપી અનુરાગપૂર્વક જિનેન્દ્ર ભગવાનનાં ચરણકમળોમાં નતમસ્તક રહે છે તે જન્મ-મરણરૂપી સંસારવેલીનું આ ઉત્કૃષ્ટ ભક્તિભાવરૂપ શસ્ત્ર દ્વારા સમૂલ ઉચ્છેદન કરી નાખે છે, સિદ્ધત્વ કે મોક્ષ પ્રાપ્ત કરી લે છે.’’
તાત્પર્ય કે જિન ભક્તિ તો નિષ્કામ ભક્તિ છે. કારણ કે ભક્ત એ જાણે છે કે, જિનેશ્વરદેવ શ્રી અરિહંત ભગવાન તો વીતરાગ હોય છે. તેઓ કોઈનું કંઈ પણ સારું-ખરાબ કરતા નથી કે કંઈ લેતા નથી અને દેતા પણ નથી. તેથી જ આચાર્ય કુંદકુંદે ઉપર્યુક્ત ભાવપાહુડ'ની ગાથામાં જિનેશ્વરદેવને નહીં પરંતુ ભક્તિને જ સંસારરૂપ વેલી અર્થાત્ સંસારના ભવભ્રમણનો નાશ કરનાર તરીકે વર્ણવી છે.
સ્તુતિવિદ્યાના પરમ જ્ઞાની સ્વામી સમન્તભદ્ર કે જેઓ સર્વોત્કૃષ્ટ કવિ અને ભક્ત જ નહીં પરંતુ ઉત્કૃષ્ટ તાર્કિક પણ હતા તેઓ જિનેશ્વરદેવના વીતરાગીપણા વિશે જણાવે છે કે :
ન પૂજાયાર્થસ્વયિ વીતરાગે, ન નન્દિયા નાથ ! વિવાન્ત વે૨ે । તથાપિ તે પુણ્ય-ગુણ-સ્મૃતિનંઃ પુનાતિ ચિતં દુરિતાજ્જનેભ્યઃ ॥
અર્થાત્ “હે નાથ ! ન આપને પૂજા-સ્થિતિથી કોઈ પ્રયોજન છે અને ન નિંદાથી. કારણ કે આપ તો બધા વૈર-વિરોધનો પરિત્યાગ કરીને પરમ વીતરાગ થઈ ગયા છો, તથાપિ આપનાં પુણ્ય ગુણોનું સ્મરણ અમારા ચિત્તને પાપ-મળોથી મુક્ત કરીને પવિત્ર કરી દે છે.''
ભક્તિ રાજ મહાકવિ ધનંજય પણ આ જ તથ્યનું સમર્થન કરતાં જણાવે છે કે -
“ઉપતિ ભક્ત્યા સુમુખઃ સુખાનિ, ત્વયિ સ્વભાવાદ્વિમુખથ દુઃખમ્ । સદાવદાત્ ધૃતિરેકરૂપસ્તયોત્સ્વમાદર્શ ઇવાવભાસિ ||''
અર્થાત્ “ભગવાન ! તમે તો નિર્મળ દર્પણની જેમ સર્વદા સ્વભાવતઃ સ્વચ્છ છો. જે વ્યક્તિ
Page #72
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ 53 નિષ્કપટ ભક્તિમાં નિમગ્ન થઈને ઉક્ત દર્પણમાં પોતાનું મુખ જુએ છે, એને સુખદ સુમુખનાં દર્શન થાય છે. અને તે સ્વભાવથી વિમુખ થઈને – વિકૃત કરીને - એમાં પોતાનું મુખ જુએ તો એને દુઃખ જ પ્રાપ્ત થાય છે."
તાત્પર્ય કે પ્રભુ તો દર્પણ જેવા નિર્મળ અને સ્વચ્છ છે. પરંતુ તેમાં પોતાના મુખનું પ્રતિબિંબ જોનારા પર આધાર છે કે તે કેવી રીતે પોતાનું મુખ જુએ છે. નિષ્કપટ ભક્તિથી મુખ સુંદર જ દેખાશે, પણ જો કપટ સહિત ભક્તિ હશે, ફળની આશા હશે તો મુખ સ્વચ્છ નહીં દેખાય તેમાં ફળરૂપી વિકૃતિઓની માંગ સમ્મિલિત થવાથી અને કદાચિત તેની પૂર્તિ ન થવાથી દુઃખ જ પ્રાપ્ત થાય છે.
તેથી જ નિષ્કામ, નિચ્છલ, નિસ્વાર્થ અને ભાવપૂર્વકની ભક્તિ જ સાચી ભક્તિ છે. ભક્તિમાં અદ્ભુત શક્તિ હોય છે. તેથી જ તેનો મહિમા અચિત્ય અને અકથનીય છે એટલે કે ભક્તિની શક્તિનું વર્ણન કરવું અશક્ય છે, પરંતુ આવી ભક્તિ ત્યારે જ સફળ થાય છે જ્યારે જિનેશ્વરદેવના ચરણયુગલમાં સંપૂર્ણપણે સમર્પણ કરવામાં આવે. ભગવતું ભક્તિ દ્વારા ભૌતિક સુખસામગ્રી મળે તો એ સાચી ભક્તિ નથી કારણ કે તે તો એક પ્રકારની વિનિમય પદ્ધતિ થઈ ગઈ. એટલે કે એક પ્રકારનું આદાન-પ્રદાન થઈ ગયું. ભક્તિનું આ સાચું લક્ષણ નથી. ભક્તિ તો નિઃસ્પૃહ હોવી જોઈએ કે જેમાં દેવલોકનું સુખ પણ નકામું લાગે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં લીન, ભક્તની તો એક જ આશા હોય કે તેને સંસારના ભવભ્રમણના ફેરામાંથી મુક્તિ મળે અને મોક્ષરૂપી સુખની શાશ્વત પ્રાપ્તિ થાય.
વિવેચકો સ્તોત્રકાવ્યને મુક્તકકાવ્યની કોટીમાં મૂકીને ધાર્મિક કાવ્ય કે ભક્તિકાવ્ય તરીકે ઓળખાવે છે. સ્તોત્રકારમાં ભક્ત અને કવિ આ બે રૂપોનો સમન્વય થાય છે. સ્તોત્રસર્જકનું મુખ્ય પ્રેરકબળ ભક્તિ છે. આચાર્ય સમન્તભદ્ર જ્ઞાનમૂલ્ય ભક્તિના પુરસ્કર્તા હતા. વિક્રમની છઠ્ઠી સદીના આચાર્ય પૂજ્યપાદે જિનેન્દ્ર પ્રત્યેના અનુરાગને ભક્તિ કહી છે. ભક્તિનો મહિમા બતાવતાં સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે કે ભક્તિભાવ વિનાનાં શ્રવણ, દર્શન, પૂજન ઇત્યાદિ ક્રિયાઓ નિષ્ફળ છે.
આકર્ણિતાડપિ મહિડપિ, નિરીક્ષિતોડપિ. નૂન ન ચેતસિ મયા, વિતોડસિ ભત્યા; જાતોડમિ તેન જનબાન્ધવ ! દુઃખપાત્ર, યસ્માતક્રિયાઃ પ્રતિફલત્તિ ન ભાવશૂન્યા !!
(કલ્યાણમંદિર સ્તોત્ર : શ્લોક ૩૮) ભક્તિભાવથી પ્રેરિત ભક્તકવિ ઇષ્ટદેવતા કે તીર્થંકરાદિ સમક્ષ ઉપસ્થિત થાય છે તે પ્રસંગે
Page #73
--------------------------------------------------------------------------
________________
54 |ભક્તામર તુલ્યું નમઃ | ભક્તકવિની અનુભૂતિનું વાણીસ્વરૂપ તે સ્તોત્ર દેવ પ્રત્યેની ભક્તિ જ કવિને મુખરિત કરે છે. આમ્રમંજરીના દર્શનથી કોકિલા સ્વતઃ ટહુકી ઊઠે તેમ (માનતુંગાચાર્ય ભક્તામર સ્તોત્ર ૫) આચાર્ય માનતુંગ પોતાને અલ્પબુદ્ધિ અને સ્તુતિ રચવામાં અસમર્થ માની ભક્તિના કારણે જ ઇષ્ટ સ્તવન માટે પોતે પ્રવૃત્ત થયા છે એવું જણાવે છે.
સોડાં તથાપિ તવ ભક્તિ વશાનુનીશ,
કતું સ્તવં વિગતશક્તિ રપિ પ્રવૃત્તઃ ” મહાન વિદ્વાન આચાર્યો અને નિગ્રંથકારોએ ભક્તિને પોતાના સ્તોત્રમાં જુદા જુદા સ્વરૂપે વર્ણવી છે. આચાર્ય પૂજ્યપાદે અનુરાગને જ ભક્તિ કહી. આ જ અનુરાગ નારદના “ભક્તિસૂત્રમાં પણ જોવા મળે છે. આચાર્ય સમન્તભદ્ર એ પણ “સ્વયંભૂ-સ્તોત્ર' અને “સ્તુતિ-વિદ્યા' બંનેમાં ભક્તિરસની ગંગા વહેવડાવી છે. પ્રસિદ્ધ દાર્શનિક ભટ્ટ અકલંકે “અકલંક-સ્તોત્રમાં વિશુદ્ધ ભક્તિરસ વર્ણવ્યો છે. કલિકાલસર્વજ્ઞ સહૃદયી ભક્ત શ્રી હેમચંદ્રાચાર્યે અન્ત-સ્તોત્ર, મહાવીર સ્તોત્ર અને મહાદેવ-સ્તોત્રમાં ભક્તિના રસથાળ પૂર્યા છે.
તાત્પર્ય કે જૈન સ્તોત્રકારો-આચાર્યો, નિગ્રંથકારોમાં કદાચ કોઈક જ એવા હશે કે જેણે સૈદ્ધાંતિક વિદ્વત્તાની સાથે સાથે ભક્તિરસથી ભરપૂર કાવ્યોની સ્તોત્રોની રચના ન કરી હોય. સંસ્કૃત-પ્રાકૃતઅપભ્રંશમાં રચાયેલાં સ્તોત્ર-સ્તુતિઓમાં જૈન ભક્તિનું સવિશેષ સ્થાન છે. જિન-ભક્તિનું સ્વરૂપ
ભક્તિ શબ્દની વ્યુત્પત્તિ વિશે અભિધાન-રાજેન્દ્રકોશમાં જણાવ્યું છે કે, “મન ધાતુમાં ‘વિરતન' સ્ત્રીલિંગ પ્રત્યય લાગવાથી ભક્તિ શબ્દ નિષ્પન્ન થાય છે.”
‘મન’ ધાતુનો અર્થ છે સેવા કરવી. એટલે ભક્તિનો અર્થ છે સેવા, સાચી સેવા ત્યારે જ થાય કે જ્યારે જેની સેવા કરવી હોય તેના પ્રત્યે હૃદયમાં પ્રેમ હોય.
‘અર્થ કલ્પલતાવૃત્તિમાં જણાવ્યા અનુસાર, મત્તે ગાન્તર પ્રીતે | એટલે કે અહીં ભક્તિનો અર્થ આંતરપ્રેમ કરવામાં આવ્યો છે.
‘ પ દ્ર મwવે'માં પણ ભક્તિને સેવા કહી છે.
અભિધાન-રાજેન્દ્રકોશ'માં ‘સેવાયાં વિવિનય સેવા' કહીને ભક્તિને સેવા તો માની જ છે. સેવાનો અર્થ પણ વિનય કર્યો છે.
અર્થાત્ ભક્તિનો અર્થ સેવા પણ થાય છે. સાચી સેવા તેની જ થાય છે કે જેના માટે હૃદયમાં અંતરનો પ્રેમ પ્રગટ્યો હોય અને આ પ્રેમ દ્વારા જે સેવા કરવામાં આવે છે તે જ ભક્તિ છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
ભક્તિનો બીજો પર્યાયવાચી શબ્દ શ્રદ્ધા પણ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણમાં ભક્તિને શ્રદ્ધા જ કહી છે.
આચાર્ય સમન્તભદ્રજીએ સમીચીન ધર્મશાસ્ત્ર'માં શ્રદ્ધા અને ભક્તિ વિશે એક જ અભિપ્રાય માન્યો છે.
અમરાપ્સરમાં પરિષદિ ચિર રમત્તે જિનેન્દ્રભક્તાઃ સ્વર્ગ ।।૬૭ના લખ્વા શિવં ચ જિન ભક્તિરુપતિ ભવ્યઃ ॥૪૧’
55
શ્રી ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થધિગમ્'માં શ્રદ્ધાને જ સમ્યગ્ દર્શન કહ્યું છે.
જ્યાં સુધી શ્રદ્ધા-ભક્તિનો જન્મ ભક્તના મનમાં ન થાય ત્યાં સુધી આત્મા સ્વરૂપનાં દર્શન પણ થવાં અશક્ય છે તેથી જ ભક્તને ભગવાન પ્રત્યે શ્રદ્ધા પ્રગટ થાય છે ત્યારે જ તેના સ્વરૂપનું દર્શન થાય છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતો પ્રયાસ જ આત્મદર્શન કરાવવામાં સમર્થ હોય છે. વસ્તુતઃ ભક્તિમાં દૃઢ શ્રદ્ધા જ રહેલી હોય છે અને તે જ ભક્તને સામર્થ્યવાન બનાવે છે. ભક્તિ અને અનુરાગ, આ બંને શબ્દો પણ એકબીજાના પર્યાયવાચી શબ્દો છે. આચાર્ય પૂજ્યપાદે ભક્તિની વ્યાખ્યા આપતાં લખ્યું છે કે :
‘अर्हदाचार्येषु बहुश्रुतेषु प्रवचने च भावविशुद्धियुक्तोऽनुरागो भक्ति:'
અર્થાત્ અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનમાં ભાવવિશુદ્ધિયુક્ત અનુરાગ જ ભક્તિ છે. ‘હરિભક્તિરસામૃતસિન્ધુ'માં પણ લખ્યું છે કે, ઇષ્ટમાં ઉત્પન્ન થયેલા સ્વાભાવિક અનુરાગને જ ભક્તિ કહેવાય છે.
તુલસીદાસે કહ્યું છે કે, જેવી રીતે કામી માણસને નારી પ્યારી હોય છે તેવી જ રીતે જો ભગવાન પ્યારો થઈ જાય તો તે ઉત્તમ ભક્તિ છે.
અર્થાત્ સ્ત્રી પ્રત્યે જેટલી તલ્લીનતા હોય છે તેટલી તલ્લીનતા-એકાગ્રતા ભક્ત પ્રભુ પ્રત્યેની ભક્તિમાં કરે તો તે અનુરાગ જ ભક્તિ છે. ભક્તનું મન સંસારનાં કામો કરતાં કરતાં પણ પ્રભુચરણોમાં તલ્લીન રહે તો તે ભક્તની ભક્તિ જ અનુરાગ છે, અને આવો અનુરાગ જ ભક્તિ છે. તાત્પર્ય કે અનુરાગમાં જેવી તલ્લીનતા અને એકનિષ્ઠતા સંભવ છે તેવી અન્યત્ર ક્યાંય નથી. ભક્ત કવિ આનંદઘનજી ભક્તિ વિશે જણાવે છે કે,
એસે જિન ચરણ ચિતપદ લાઉં રે મના, એસે અરિહંત કે ગુણ ગાઉં રે મના; ઉદર ભરણ કે કારણે ગાઉવાં બન મેં જાય, ચારો ચરે ચહુર્દિસિ ફિરે, બાકી સુરત બછરુઆ માઁય. ॥૧॥
Page #75
--------------------------------------------------------------------------
________________
56 । ભક્તામર તુભ્યે નમઃ II
અર્થાત્ જે પ્રકા૨ે પેટ ભરવાને માટે ગાયો વનમાં જાય છે, ઘાસ ચરે છે, ચારે દિશાઓમાં ફરે છે, પરંતુ તેનું મન તો તેના વાછરડાંઓમાં જ લાગેલું હોય છે. તેવી જ રીતે સંસારનાં કામો કરવા છતાં ભક્તનું મન ભગવાનનાં ચરણોમાં જ લાગેલું હોય છે.'
નામ-સ્મરણમ્, સ્તવન, સ્તુતિ દ્વારા ભક્તિમાં અવિચળ અન્યયનિષ્ઠા પ્રભુ પ્રત્યે રહેલી હોય છે.
શ્રી જિનેન્દ્રદેવ વીતરાગી છે. તેઓ તો બધા જ પ્રકારના રાગોથી પર થવાનો ઉપદેશ આપે છે. રાગ ગમે તેવા પ્રકારનો હોય તો પણ તે કર્મોના આશ્રવ (આગમન)નું કારણ બને છે. તો પછી જિનેશ્વરદેવ જે સ્વયં વીતરાગી છે તો, તેમના પ્રત્યે રાગ કેવી રીતે સંભવિત છે ?
આ પ્રકારનો ઉત્તર આચાર્ય સમન્તભદ્રે ‘સ્વયંભૂસ્તોત્ર’માં આ પ્રમાણે આપ્યો છે ઃ
“પૂજ્યું જિનું ત્વાર્ચયતો જનસ્ય સાવધલેશો બહુ-પુણ્યરાશો । દોષાય નાડલં કણિકા વિષમ્ય ન દૂષિકા શીત-શિવામ્બુરાશો ।।’3
અર્થાત્ શ્રી જિનેશ્વ૨દેવની પૂજા કરતાં અનુરાગના કારણે જે લેશ માત્ર પાપઉપાર્જન થાય છે, તે બહુપુણ્ય રાશિમાં એ જ પ્રકારે દોષનું કારણ નથી બનતું જે પ્રકારે વિષનું એક કણ કે શીત-શિવામ્બુને – ઠંડા કલ્યાણકારી જલથી ભરેલા સમુદ્રને દૂષિત ક૨વામાં સમર્થ નથી હોતા.'
તાત્પર્ય કે શ્રી જિનેન્દ્રદેવ, વીતરાગ પરમાત્મા પ્રત્યે અનુરાગ કરવાથી લેશમાત્ર પાપ તો થાય જ છે, પરંતુ એટલું જ પુણ્ય અધિક થાય છે કે એ રંજ માત્ર પાપ તેને દૂષિત કરવાનું સામર્થ્ય નથી રાખતું.
સાંસારિક સ્વાર્થથી પ્રેરિત થઈને ક૨વામાં આવેલો રાગ કર્મબંધનું કારણ છે. એટલે કે વીતરાગ પરમાત્માએ રાગથી ‘૫૨' થવાનું કહ્યું છે. એ 'પર' થવાવાળો રાગ કર્મબંધનું કારણ છે જ્યારે વીતરાગ ૫રમાત્મા ‘પર' નથી પરંતુ સ્વયં આત્મા જ છે. આ તો નિષ્કામ અનુરાગ છે તેથી તેમાં કર્મ બાંધવાની શક્તિ નથી હોતી પરંતુ કર્મને છોડવાની હોય છે. તેથી પ્રભુ પ્રત્યે અનુરાગ એ જ ભક્તિ છે.
ભક્તિપૂર્વક કરવામાં આવેલી સ્તુતિ પુણ્યવર્ધક કર્મોને જન્મ આપે છે. શ્રી જિનેશ્વ૨દેવના ગુણોમાં અનુરાગ કરવાથી સામર્થ્યવાન અંતરાય કર્મ, કે જે સારાં કાર્યોમાં વિઘ્ન રૂપે હોય છે, તેનો નાશ થાય છે. શુભ કર્મોનું આગમન થવાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. આચાર્ય શ્રી વસુનન્દિએ પણ ‘શ્રાવકાચાર'માં આવું જ કંઈક જણાવ્યું છે કે, ‘અરિહંત ભક્તિ આદિ પુણ્ય ક્રિયાઓમાં, શુભ ઉપયોગના હોવાથી પુણ્યનું આગમન થાય છે અને તેનાથી વિપરીત અશુભ ઉપયોગથી પાપનો આશ્રવ થાય છે. એવું શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે.
૩
Page #76
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
57
જિનેશ્વરદેવની સ્તુતિથી માત્ર પુણ્યકર્મનો બંધ જ નથી થતો પરંતુ સમ્યક્ દર્શનની પ્રાપ્તિ થાય છે. જે મોક્ષ મેળવવાનું મુખ્ય સાધન છે. ભક્તિમાં આરાધ્ય પ્રત્યે જેટલો અનુરાગ હોય છે એટલી જ શ્રદ્ધા પણ હોય છે. આ બંનેના સમન્વયનું નામ જ ભક્તિ છે.'
આચાર્ય કુંદકુંદસૂરિએ પણ ફરમાવ્યું છે કે શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી જ મોક્ષપ્રાપ્તિના માર્ગનું નિરૂપણ થાય છે, યથાઃ
“જહ ફણિરાઓ સોહરફણમણિમણિક્કકિ૨ણ વિષ્ણુરિઓ । તહ વિમલદંસણધરો જિણમત્તી પવયણે જીવો ।।''
અર્થાત્ ‘નિર્મલ સમ્યગ્ દર્શનનો ધારક જીવ છે જે જિનભક્તિ સહિત છે, અને તે જિનનું પ્રવચન કરવાથી મોક્ષમાર્ગનું નિરૂપણ થાય છે તે વિષય શોભાયમાન છે.'
આચાર્ય સમન્તભદ્રે પણ ભક્તિ દ્વારા મોક્ષમાં બિરાજમાન થવાની વાત ‘સ્તુતિવિદ્યા’માં જણાવી છે. આચાર્ય પૂજ્યપાદની દસ ભક્તિઓમાં, ભક્તિથી મોક્ષ પ્રાપ્ત કરવાનું વર્ણન ઘણા સ્થાને કર્યું છે. ભગવાન સિદ્ધની વંદના કરતાં તેઓ લખે છે કે, બત્રીશ દોષ રહિત કાયોત્સર્ગ કરીને, જે અત્યંત ભક્તિ સહિત, શુદ્ધાત્મા સ્વરૂપ ભગવાન, સિદ્ધની વંદના કરે છે, તે શીઘ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી લે છે.’૪
સમાધિભક્તિ'માં તેઓ સ્પષ્ટ કહે છે કે, ‘ભગવાન જિનેન્દ્રની એકાકી ભક્તિ જ સમસ્ત દુર્ગતિઓને દૂર કરવા, પૂર્ણ કરવા અને મોક્ષ લક્ષ્મીને આપવાને માટે સમર્થ છે.’૫
આત્મા પર લાગેલા કર્મબંધનના આવરણને દૂર કરવા માટે ભક્તની એકાકી ભક્તિ જ સામર્થ્યવાન છે. કારણ કે જિનેશ્વરદેવની ભક્તિ દ્વારા આત્માની સમસ્ત દુર્ગતિઓનો નાશ થાય છે એટલે કે કર્મની નિર્જરા થાય છે અને નવા કર્મનો સંવર થાય છે. તેથી કરીને મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
ભક્તિ અને જ્ઞાનનો પણ અતૂટ સંબંધ છે. જ્ઞાન વિનાની ભક્તિ અંધશ્રદ્ધા છે. જ્ઞાન સમ્યગ્ દર્શન વિના પ્રાપ્ત થતું જ નથી. અરિહંત પ્રભુના દ્રવ્ય ગુણ-પર્યાયની ઓળખાણનું નામ જ સમ્યગ્ દર્શન. આવા સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થતાં સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આચાર્ય સમન્તભદ્ર જ્ઞાન વિશે સ્તુતિમાં લખે છે કે, જેવી રીતે પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણસ્વરૂપ થઈ જાય છે, તેવી જ રીતે ભગવાનની ભક્તિ ક૨વાથી સામાન્ય જ્ઞાન - કેવળજ્ઞાન થઈ જાય છે.''
મોક્ષ આપવાવાળું જ્ઞાન, જ્ઞાનીઓની ભક્તિ કરવાથી મળે છે, પરંતુ એ એવી ભક્તિથી કે જે જ્ઞાનપૂર્વક કરવામાં આવી હોય. આવી રીતે જૈનાચાર્યોએ જ્ઞાન અને ભક્તિને એકબીજાને માટે
Page #77
--------------------------------------------------------------------------
________________
58 ક / ભક્તામર સુભ્ય નમઃ | અનિવાર્ય જણાવતાં, બંનેને એક સમાન ગણાવ્યાં છે. જ્ઞાન અને ભક્તિ બંનેનું એક જ લક્ષ્ય છે અને તે છે મોક્ષની પ્રાપ્તિ. આત્મા પર લાગેલાં આઠ કર્મોની મલિનતાને દૂર કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કર્મોની મલિનતાને દૂર કરવા માટે સાધકે ભક્તિનું સ્વરૂપ ધારણ કરી જિનેશ્વરદેવની ભક્તિ સાચા જ્ઞાન દ્વારા કરવી જોઈએ. જેથી કરીને મોક્ષની પ્રાપ્તિ થાય.
શ્રી શાંડિલ્ય પોતાના “શાંડિલ્યભક્તિસૂત્રમાં જ્ઞાનનો ભક્તિના સ્વરૂપમાં સ્વીકાર કર્યો છે. આત્માનાં દર્શન માટે પણ આત્મામાં અનન્ય નિષ્ઠા જોઈએ, જેવી ભક્તની ભગવાનમાં હોય છે. શ્રી શાંડિલ્ય આત્મામાં લીન થવાને જ ભક્તિ કહી છે.
ભક્તિ અને જ્ઞાનની એકરૂપતા જેવી જૈન ધર્મમાં જોવા મળે છે એવી અન્યત્ર જોવા મળતી નથી.
તાત્પર્ય કે ભક્તિનાં વિવિધ સ્વરૂપ જોવા મળે છે. સેવા, શ્રદ્ધા, અનુરાગ, જ્ઞાન જેવાં વિવિધ સ્વરૂપો દ્વારા શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરી શકાય છે અથવા આ દરેક રીતે ભક્તિ કરવામાં આવતી હોય છે. પ્રભુસેવા દ્વારા તેમાં શ્રદ્ધા સંપન્ન થાય છે. આ શ્રદ્ધા સંપન્ન થવાનું કારણ તેમના પ્રત્યેનો અનુરાગ છે અને આ અનુરાગ તેમના રૂપ-ગુણનું જ્ઞાન થવાથી થાય છે. આથી આ દરેક વચ્ચે એક અતૂટ સંબંધ છે, અને આ દરેક સાથે ભક્તિ જોડાયેલી હોય છે. આ બધાંનાં સમન્વયથી જ ભક્તિમાં તલ્લીનતા અને એકાગ્રતા આવે છે. સાધકનું મન સાધનામાં એકચિત્ત થઈ જાય છે ત્યારે ભક્તને સુખોની એષણા સતાવતી નથી. પરંતુ તેને શાશ્વત સુખની જ વાંચ્છના રહેલી હોય છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ દ્વારા કર્મોની નિર્જરા થાય છે અને શુભ કર્મોનો સંવર થાય છે. તેની ફળશ્રુતિ રૂપે મોક્ષમાર્ગની પ્રાપ્તિમાર્ગનું નિરૂપણ થાય છે.
જૈન ભક્તોને આરાધ્ય માત્ર જ્ઞાન અને દર્શન જ નથી પરંતુ ચારિત્ર પણ છે. અહીં ચારિત્રની ભક્તિ કરવામાં આવી છે. અર્થાત્ તીર્થંકર પરમાત્મા શ્રી જિનેશ્વરદેવે ચારિત્ર અંગીકાર કરેલું હોય છે. તેથી અહીં ઉચ્ચ ચારિત્રધર્મને ધારણ કરેલ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવામાં આવે છે. ચારિત્ર અને ભક્તિનો આવો સુભગ સમન્વય અન્યત્ર દુર્લભ છે. આ એક એવી ભક્તિ છે જેનો સંબંધ એક તરફ બાહ્ય સંસારથી છે તો બીજી તરફ આત્માથી છે. અર્થાત્ ભક્ત એ બાહ્ય સંસારી છે, જ્યારે આત્મા એ પરમાત્મા સ્વરૂપ છે. ચારિત્રના આભામંડળથી દીપી રહ્યા છે તેવા શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવાની છે. તેથી જ જેન ભક્તિમાં ચારિત્રનો મહિમા અપરંપાર છે. ભક્તિની વ્યાખ્યાઃ
આત્માનો આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો આત્માના ગુણોને પ્રકટાવવા જોઈએ. અને આમ ત્યારે જ શક્ય બને જ્યારે જિનભક્તિ યથાર્થ રીતે થાય. જ્યાં જિનભક્તિની શરૂઆત થાય છે ત્યાંથી મિથ્યાત્વ, અહંકાર, અભિમાન આદિ દુર્ગુણો દૂર ભાગે છે, અને તેના સ્થાને પરોપકાર,
Page #78
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
59
તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય, દાન, દયા આદિ ગુણોનું પ્રાગટ્ય થાય છે. જેવી ભાવના તેવી સિદ્ધિ' અથવા તમે જેવી ભાવના ભાવો તેવી તમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી જિનેશ્વરદેવના ગુણોનું સતત મનન-ચિંતન કરવાથી ભક્તિ કરનાર ભક્તના હૃદયમાં પણ તેવા જ ગુણો પ્રકટવા લાગે છે. તાત્પર્ય કે આત્મા પરમાત્મા સ્વરૂપને જિનભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. આમ આત્માનો આધ્યાત્મિક વિકાસ સાધવા માટે જિનભક્તિ જેવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી. આવી જિનભક્તિની પરિભાષા વિવિધ વિદ્વાનોએ આ પ્રમાણે આપી છે.
ભક્તિ શબ્દની વ્યાખ્યા જુદે જુદે સ્થળે જુદા જુદા સંદર્ભોમાં જુદી જુદી ક૨વામાં આવી છે. 'મન્' ધાતુથી ‘વિન્તર્’ પ્રત્યય આવવાથી ભક્તિ શબ્દ નિષ્પન્ન થાય છે. મણ્ ધાતુનો અર્થ છે સેવા કરવી, એટલે ભક્તિનો અર્થ છે સેવા.’
જેની સેવા કરવાની હોય તેના પ્રત્યે પ્રેમ હોય ત્યારે જ સાચી સેવા થાય છે. અર્થ કલ્પલતાવૃત્તિ'માં જણાવ્યા અનુસાર......
'મì: આન્તપ્રીતે:' ।
અર્થાત્ અહીં ભક્તિનો અર્થ આંતરપ્રેમ કરવામાં આવ્યો છે.
શાંડિલ્યસૂત્ર ભાષ્યમાં જણાવ્યું છે કે, “ઈશ્વ૨માં ૫૨મ અનુરાગ તે જ ભક્તિ. તે ઈશ્વરમાં પર એટલે સર્વોત્કૃષ્ટ જે અનુરાગ, જેને પ્રીતિ કહેવાય તેવો અનુરાગ. અતિ નિર્ભર એટલે બીજા રાગોનું વિસ્મરણ કરાવનાર તેમજ તેમના માહાત્મ્યના જ્ઞાનપૂર્વકનો સ્નેહ તે ભક્તિ છે.”
ગુણોના બહુમાનથી હૃદયમાં ઉત્પન્ન થતા પ્રીતિરસને ‘ભક્તિ' શબ્દથી દર્શાવવામાં આવે છે કે જે ગુણજન્ય પ્રીતિ હોય છે. તેમાં કોઈ જ સ્વાર્થ કે અન્ય બીજું કોઈ કારણ હોતું નથી.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણમાં, ભક્તિને જ શ્રદ્ધા કહી છે.'
અર્થાત્ શ્રી જિનેશ્વરદેવમાં રહેલી શ્રદ્ધા, નિષ્ઠા જ ભક્તિ છે. પ્રભુમાં રહેલી શ્રદ્ધા જ તેમની ભક્તિ કરવા માટેનું એક સાધન છે.
આચાર્ય પૂજ્યપાદ ભક્તિની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનમાં ભાવવિશુદ્ધિ યુક્ત અનુરાગ જ ભક્તિ છે.”
અરિહંત–આચાર્ય, કેવળી ભગવંતો પ્રત્યે તેમ જ પ્રવચનમાં ભાવશુદ્ધિ સાથે અનુરાગ હોય તો જ તે ભક્તિ છે. ભક્તિ સાથે અનુરાગ આવશ્યક છે. અનુરાગ વગર ભક્તિ શક્ય નથી. આમ શ્રદ્ધા પછી અનુરાગ પણ ભક્તિનું આવશ્યક સાધન છે.
અનુરાગ યુક્ત ભક્તિ વિશે ‘હરિભક્તિરસામૃતસિંધુ'માં લખ્યું છે કે, “ઇષ્ટમાં ઉત્પન્ન થયેલા સ્વાભાવિક અનુરાગને જ ભક્તિ કહેવાય છે.''
Page #79
--------------------------------------------------------------------------
________________
60 । ભક્તામર તુભ્ય નમઃ II
આચાર્ય પૂજ્યપાદે ‘દશભક્તિ'માંથી શાંતિ ભક્તિમાં શ્રી જિનેશ્વર ભગવાનના ચરણકમલયુગલની સ્તુતિને એક એવી નદી માની છે, જેનાં શીતલ જલથી કાલોદગ્મદાવાનલ શાંત થઈ જાય છે અર્થાત્ મોક્ષ મળે છે.
અર્થાત્ શ્રી જિનેશ્વરદેવનાં ચરણયુગલની ભક્તિ કરતાં અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય કે જિનેશ્વરદેવની ભક્તિ કરવાથી શાશ્વત સુખરૂપી મોક્ષની લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, પછી તેનું સાધન કંઈ પણ હોય, સાધ્ય તો માત્ર આ એક જ છે અને તેની પ્રાપ્તિ જિનભક્તિ દ્વારા જ થાય છે.
જિન ભક્તિના પ્રકારો
૧. પૂજા ઃ
*
અભિધાન-રાજેન્દ્રકોશમાં “ ‘પૂજા' શબ્દ ‘પૂજ’ ધાતુથી માનવામાં આવ્યો છે. આ ‘પૂજ’ ધાતુ જ ગુરોત્ત્વ દ્વા૨ા દીર્ઘ થઈને પૂજાનું રૂપ ધારણ કરી લે છે. પૂજ ધાતુ પુષ્પાદિ દ્વારા અર્ચન કરવામાં, ગંધ, માલા, વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાન આદિ દ્વારા સત્કારના અર્થમાં, સ્તવન આદિ દ્વારા સ્તવના કરવામાં અને પુષ્પ-ફળ, આહાર તથા વસ્ત્રાદિક દ્વારા ઉપચાર કરવામાં આવે છે.’’
‘પાઇઅ-સદ્-મહણવ’માં પૂજાને ‘પૂઆ' કહેવામાં આવી છે. જેનો અર્થ સેવા સત્કાર કરવાનાં અર્થમાં થાય છે.
ભાષાવિજ્ઞાનના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. સુનીતિકુમાર ચૅટર્જીએ ‘પૂજા' શબ્દની દ્રાવિડ ઉત્પત્તિનો સ્વીકાર કરતાં લખ્યું છે કે, “પૂજામાં પુષ્પોનું ચઢાવવું અતિ આવશ્યક છે, આ પુષ્પકર્મ કહેવાય છે.'’ આના આધાર પર પૂજાની વ્યાખ્યા કરતાં માર્ક કોલિન્સે' આને દ્રાવિડ શબ્દ કહ્યો છે, જે ‘પૂ’ અને ‘ગે’ શબ્દથી મળીને બન્યો છે. પૂ'નો અર્થ છે પુષ્પ અને ‘ગે’નું તાત્પર્ય છે કરવું. આ રીતે ‘પૂગે’નો અર્થ થાય છે ‘પુષ્પકર્મ’ અર્થાત્ ફૂલોનું ચઢાવવું, આ ‘પૂગે’થી પૂજા શબ્દ બન્યો છે.
જાર્લ કાર્યેન્ટિયરના કથન અનુસાર ‘પૂજા' શબ્દ ‘પુરુ' કે ‘પુચુ' દ્રાવિડ ધાતુથી બન્યો છે, જેનો અર્થ છે વિલેપન (લપેટવું), અર્થાત્ ચંદન કે સિંદૂરથી લપેડવું અથવા લોહીથી રંગવું, પૂર્વના સમયમાં પૂજાની આ જ રીત હતી.''
વિવિધ આચાર્યો અને નિગ્રંથકારોએ પૂજાની વ્યાખ્યા જુદી જુદી આપી છે.
આચાર્ય સમન્તભદ્ર પૂજાને જ ‘વૈય્યાવૃત્ત' માને છે. તેઓ કહે છે કે, દેવાધિદેવ જિનેન્દ્રના ચરણોની સેવા કરવી એ જ પૂજા છે.'
એમની આ સેવા જલ, ચંદન અને અક્ષત આદિના રૂપની ન રહેતાં ‘ગુણોના અનુસરણ’
Page #80
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
61
તથા ‘પ્રણામ અંજલિ' સુધી જ મર્યાદિત હતી.
પરન્તુ છઠ્ઠી સદીના વિદ્વાન યતિવૃષભે પૂજામાં જલ, ગંધ, અક્ષત, ઉત્તમ ભક્ષ્ય, નૈવેધ, દીપ, ધૂપ અને ફળોનો પણ સમાવેશ કર્યો છે.
'બિન-સિદ્ધ-સૂરિ-પાન્ય-સાદુળ ખં સુયરસ વિયેન । कीरइ विविहा पूजा बियाण तं पूजणविहाणं ।।'
૧૨મી શતાબ્દીમાં થયેલા આચાર્ય વસુનન્દિ શ્રાવકાચારમાં પૂજાવિધાનની પરિભાષા લખે છે કે :
અર્થાત્ ‘અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ તથા શાસ્ત્રોની જે વૈભવથી નાના પ્રકારની પૂજા કરવામાં આવે છે, તેને પૂજન-વિધાન સમજવું જોઈએ.'
આ પૂજા-વિધાન માટે તેમણે આઠ પ્રકારનાં મંગલ દ્રવ્યોનો ઉલ્લેખ કર્યો છે. તેના વિશે તેઓશ્રી આ પ્રમાણે જણાવે છે, ‘આઠ પ્રકારનાં મંગલ દ્રવ્ય અને અનેક પ્રકારના પૂજાના ઉપકરણ દ્રવ્ય તથા ધૂપ-દહન આદિ જિન-પૂજનના માટે વિતરણ કરવાં.'
ભિન્ન ભિન્ન વિદ્વાનોએ પૂજાને જુદી જુદી વર્ણવી છે. પરંતુ પૂજા એ જિન ભક્તિનું મુખ્ય અંગ છે એ સર્વાર્થસિદ્ધ છે.
પૂજાના પ્રકાર
પૂજાના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્ય-પૂજા; (૨) ભાવ-પૂજા.
જિનેશ્વરદેવની મૂર્તિની કોઈક ને કોઈક દ્રવ્ય દ્વારા પૂજા કરવી એ દ્રવ્ય-પૂજા છે. જ્યારે શુદ્ધ ભાવથી વીતરાગી શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કરવા, તેમની ભક્તિ કરવી, તેમનાં ગુણોની સ્તુતિ કરવી એ ભાવ-પૂજા છે.
આચાર્ય વાસુનન્દએ પૂજાના છ પ્રકાર સ્વીકાર્યા છે. તેમાં (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ અને (૬) ભાવ છે.
(૧) નામ-પૂજા : અરિહંતનું નામઉચ્ચારણ કરીને વિશુદ્ધ પ્રદેશમાં પુષ્પ ચઢાવવા તે નામપૂજા છે. તેમાં પ્રભુના ગુણગાનની સ્તુતિનો પણ સમાવેશ થાય છે.
(૨) સ્થાપના-પૂજા : જિનેશ્વરદેવ, આચાર્ય અને ગુરુજન આદિના અભાવમાં એમની આકાર કે નિરાકાર રૂપથી સ્થાપના કરીને જે પૂજા કરવામાં આવે છે તે સ્થાપના-પૂજા છે. દ્રવ્ય-પૂજા એ આકાર સ્થાપના-પૂજાનું ઉદાહરણ છે. જ્યારે ભાવપૂજાનું આલંબન નિરાકારની સ્થાપના-પૂજાનું દૃષ્ટાંત છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
62 | ભક્તામર સુભ્ય નમઃ
૩) દ્રવ્ય-પૂજા : જલ, ગંધ આદિ અષ્ટ દ્રવ્યોથી જિન પ્રતિમાની જે પૂજા કરવામાં આવે છે તેને દ્રવ્યપૂજા માનવી જોઈએ.
(૪) ક્ષેત્રપૂજા : શ્રી જિનેશ્વર ભગવાનના પંચ કલ્યાણક અને પંચ પરમેષ્ઠીઓની મનમાં યાદ રાખીને સૂચક સ્થળોની પૂજા કરવી તે ક્ષેત્ર-પૂજા છે.
(૫) કાલ-પૂજા : જૈન મહાપુરુષોની તિથિઓ પર ઉત્સવ મનાવવો એ કાલ-પૂજા છે.
(૬) ભાવપૂજા : “ભક્તિભાવપૂર્વક શ્રી જિનેશ્વર ભગવાનના ગુણોનું કીર્તન, ધ્યાન, જપ અને સ્તુતિ કરવી તેને ભાવ-પૂજા કહેવામાં આવે છે.'
“અભિધાન-રાજેન્દ્રકોશ'માં પાત્રની દૃષ્ટિએ પૂજાના ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે તે છે : દેવ, શાસ્ત્ર અને ગુરુ.'
ચેઇયવંદન મહાભાસમ્માં પૂજાના ત્રણ પ્રકાર આપવામાં આવ્યા છે – અંગપૂજા, આમિષપૂજા અને સ્તુતિ-પૂજા.”
જ્યારે બૃહદ્ જેન શબ્દાર્ણવમાં પૂજાના પાંચ પ્રકાર આપવામાં આવ્યા છે જે આ પ્રમાણે છેઃ (૧) નિત્યપૂજા (૨) અષ્ટાનિકા પૂજા (૩) ઇન્દ્રધ્વજ પૂજા, (૪) ચતુર્મુખ કે સર્વતોભદ્ર પૂજા અને (૫) કલ્પદ્રુમ પૂજા.
વિભિન્ન ગ્રંથોમાં, નિગ્રંથકારોએ પૂજાના જુદા જુદા પ્રકાર જણાવ્યા છે. આચાર્યોએ શ્રુતભક્તિમાં શાસ્ત્રપૂજાની વાત પણ લખી છે અને દેવની સાથે સાથે ગુરુ શબ્દ પણ જોડાયેલો છે. આચાર્ય કુંદકુંદે પણ મોક્ષપાહુડમાં દેવ અને ગુરુ બંનેની ભક્તિનું મહત્ત્વ જણાવ્યું છે.
આચાર્ય કુંદકુંદના “અષ્ટપાહુડમાં, સમત્તભદ્રના ‘સમીચીન શાસ્ત્રમાં તથા આચાર્ય યતિ વૃષભના “તલોયપષ્ણત્તિમાં પૂજાનું નિરૂપણ થયેલું મળે છે. આચાર્ય દેવનંદિએ ભવસંગ્રહમાં પાંચમા ગુણસ્થાનકનું વર્ણન કરતાં શ્રાવકના ધર્મનું વિવેચન કર્યું છે. તેમાં ધ્યાનમાં વ્રત, ઉપવાસની સાથે સાથે પૂજાનો પણ સમાવેશ કર્યો છે. આચાર્ય વસુનન્દિએ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ શ્રાવકાચારની ૧૧૪ ગાથાઓમાં પૂજા અને પ્રતિષ્ઠાનું વર્ણન કર્યું છે.
શ્રી હરિભદ્રસૂરિની પૂજા પંચાશિકા, ભદ્રબાહુનું પૂજા પ્રકરણ, આચાર્ય જિનપ્રભસૂરિનું પૂજાપ્રકરણ અને ઉમાસ્વાતિનું વાચકનું પૂજાવિધિ પ્રકરણ બહુ જ પ્રાચીન ગ્રંથો છે. આચાર્ય નેમિચંદ્રસૂરિનું પૂજા-વિધાન પણ પ્રસિદ્ધ છે. આ સિવાયની પૂજા સંબંધી અનેક સામગ્રીઓ વિપુલ પ્રમાણમાં પ્રાચીન જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે કે ભંડારાયેલી પણ છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ ઃ
63
૨. સ્તુતિ-સ્તોત્ર :
જૈન ભક્તિનું બીજું અંગ સ્તુતિ-સ્તોત્ર છે. શ્રી જિનેશ્વરદેવના ગુણોની પ્રશંસા કરવી તે પણ સ્તુતિ છે. અરિહંતદેવ તો અનંત ગુણોના ભંડાર છે. તેમનામાં રહેલા ગુણોનું વર્ણન કરી તેના મહિમાનું ગાન કરવાનું છે. તેમાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ હોતી નથી. અર્થાત્ તેમનામાં ન હોય તેવા ગુણોનું તેમાં આરોપણ કરવામાં નથી આવતું. પ્રભુ તો અનંત ગુણોનો ભંડાર છે. તેમાંથી એકાદ ગુણનું વર્ણન કરવું પણ અશક્ય છે તો પછી અતિશયોક્તિ કેવી રીતે થાય ? છતાં ભક્ત પોતાની લઘુતા બતાવી પ્રભુના ગુણોની પ્રશંસા કરે તે જ સ્તુતિ છે.
જિનેશ્વરદેવ એ તો વીતરાગી છે. એ કોઈની પાસેથી કંઈ લેતા પણ નથી અને કોઈને કંઈ દેતા પણ નથી. પરંતુ તેમના નામસ્મરણ માત્રથી બંધાતું પુણ્ય ચક્રવર્તીપણાથી લઈને મોક્ષનું શાશ્વત સુખ આપવા માટે પણ સમર્થ છે. અર્થાત્ પ્રભુના સાન્નિધ્યમાં એવી પ્રે૨ક શક્તિ છે જેનાથી ભક્ત સ્વયં બધુ જ પ્રાપ્ત કરી લે છે. સ્તુતિને જ સ્તોત્ર કહેવનામાં આવે છે.
પૂજા અને સ્તોત્ર બંનેમાં શૈલીગત તફાવત રહેલો છે. ભાવની દૃષ્ટિએ બંને સમાન છે. તેથી તેનાથી મળતું ફળ પણ સરખું હોવું જોઈએ. પરંતુ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, ‘પૂનાોટિસમં સ્તોત્ર’ અર્થાત્ એક કરોડ વખત પૂજા કરવાથી જે ફળ મળે છે, તે ફળ માત્ર એક જ વાર સ્તોત્રપાઠ કરવાથી મળે છે. અહીં પૂજા એટલે દ્રવ્ય-પૂજાના અર્થમાં છે. કારણ કે સ્તોત્રનો સમાવેશ ભાવપૂજામાં થયેલો છે. પૂજા કરતી વખતે સાધકનું ધ્યાન પૂજાની સાધન-સામગ્રી ઇત્યાદિ પર રહે છે. જ્યારે સ્તોત્રપાઠ કરતા ભક્તનું ધ્યાન એકમાત્ર સ્તુત્યના વિશિષ્ટ ગુણો પર કેન્દ્રિત થયેલું હોય છે. તેથી તલ્લીનતાપૂર્વક એકાગ્ર ચિત્તે પ્રભુના એક એક ગુણોનું વર્ણન મધુર, મૌલિક, મનોહારી અને ચિત્તાકર્ષક શબ્દો વડે ક૨વામાં મગ્ન હોય છે. તેથી તેનું ફળ પણ અધિક ગણાયું છે.
જૈન સ્તોત્ર સાહિત્યમાં પ્રાચીન કાળથી અનેક પ્રકારનાં સ્તોત્રોની રચના થઈ છે. આ સ્તોત્રો પ્રાકૃત, સંસ્કૃત, અર્ધમાગધી, અપભ્રંશ ભાષાઓમાં મુખ્યત્વે રચાયેલાં છે.
પ્રાકૃત ભાષામાં રચાયેલાં સ્તોત્રમાં ગૌતમ ગણધરની રચના જયતિહુઅણ સ્તોત્ર' સૌથી પ્રાચીન રચના છે. આચાર્ય કુંદકુંદની રચના લોગસ્સસૂત્ર’, માનતુંગસૂરિનું ભયહર(નમિઊણ) સ્તોત્ર', ભદ્રબાહુ સ્વામીનું ‘ઉવસગ્ગહરં સ્તોત્ર' આદિ અનેક પ્રાકૃત રચનાઓનો સમાવેશ થાય છે.
સંસ્કૃત ભાષામાં અનેક સ્તુતિ-સ્તોત્રની રચનાઓ થયેલી છે. જેમાં આચાર્ય સમન્તભદ્રે ‘સ્તુતિવિઘા’ અને ‘સ્વયંભૂસ્તોત્ર'ની રચના કરી, આચાર્ય પૂજ્યપાદે ‘દશભક્તિ’ની રચના સંસ્કૃત ભાષામાં કરી છે. માનતુંગસૂરિનું ‘ભક્તામર સ્તોત્ર’, સિદ્ધસેન દિવાકરનું ‘કલ્યાણમંદિર સ્તોત્ર’, બપ્પભટ્ટસૂરિનું ‘સરસ્વતી સ્તોત્ર' અને ‘ચતુર્વિંશતિ જિનસ્તુતિ’, વાદિરાન્સૂરિએ ‘જ્ઞાનલોચનસ્તોત્ર’, ‘ભાવસ્તોત્ર' આદિ; કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વીતરાગ સ્તોત્ર, મહાદેવ
Page #83
--------------------------------------------------------------------------
________________
64
|| ભક્તામર તુર્થ્ય નમઃ ||
સ્તોત્ર અને મહાવીર સ્તોત્રનું નિર્માણ કર્યું હતું. અનેક નિગ્રંથકારોએ અનેક સંસ્કૃત સ્તોત્રની રચના કરેલી છે.
૩. સંસ્તવ, સ્તવ અને સ્તવન :
'સંસ્તવનું સંસ્તવઃ' અર્થાત્ સમ્યક્ પ્રકારે સ્તવન કરવું તેને જ સંસ્તવ કહેવાય છે. તાત્પર્ય કે સંસ્તવમાં સમ્યક્ જોડાયેલું હોય છે, નહીંતર તે સ્તવ કે સ્તવન જ છે.
‘અભિધાન-રાજેન્દ્રકોશ’માં જણાવ્યા અનુસાર “સંસ્તવ શબ્દ, ‘વાતુનુńવિન્થિને’, ‘તેન સન્ન આત્મન: સમવન્યસ્થિને', ‘પરિચયે પ્રત્યાક્ષૌ’ અને ‘સ્નેÈ’ આદિ અનેક અર્થોમાં થાય છે. પરંતુ પ્રમુખ રૂપથી એનો સંબંધ પરિચય અને શ્લાઘાથી જ છે.’’
ભક્તિના ક્ષેત્રમાં સંસ્તવ શબ્દનો અર્થ માત્ર ચોવીશ તીર્થંકરોથી સંબંધિત છે, કોઈ પણ લૌકિક પુરુષ સાથે નથી. ભક્તની ભગવાન સાથેની ઘનિષ્ઠતા જ સંસ્તવ છે.
વટ્ટકેરકૃત ‘મૂલાચાર'માં તીર્થંકરના અસાધારણ ગુણોની પ્રશંસા કરવાને જ સ્તવ તરીકે સ્વીકાર કરવામાં આવેલ છે.
સંસ્તવન, સ્તવ, સ્તવન બધાને એક જ ગણવામાં આવ્યા છે. તેમાં કોઈ ભેદ નથી.
સ્તવ અને સ્તોત્રમાં તફાવત બતાવતાં શ્રી શાંતિસૂરિ જણાવે છે કે, “સ્તવ ગંભીર અર્થવાળા અને સંસ્કૃત ભાષામાં રચવામાં આવેલા હોય છે તથા સ્તોત્રની રચના વિવિધ છંદો દ્વારા પ્રાકૃત ભાષામાં થાય છે.’
અર્થાત્ સ્તવ સંસ્કૃત ભાષામાં અને સ્તોત્ર પ્રાકૃત ભાષામાં રચવામાં આવે છે. આવો ભેદ કેટલાક સમય સુધી ચાલ્યો હશે. પરંતુ પછીથી આવો ભેદ નહીં રહ્યો હોય. કારણ કે ભદ્રબાહુ સ્વામીએ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના પ્રાકૃત ભાષામાં કરેલી છે. ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ સંસ્કૃત છે અને ‘પંચકલ્યાણ સ્તવનમ્' પ્રાકૃતમાં રચાયેલું છે.
સ્તવના પ્રકારો : ‘મૂલાચાર'માં વટ્ટકેરે સ્તવ કે સ્તવનના છ પ્રકાર કહ્યા છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ.
પંડિત આશાધરે પણ ‘અનગારધર્મામૃત'ના આઠમા અધ્યાયમાં સ્તવનના આ જ છ પ્રકાર ગણાવ્યા છે. તેમાં ચોવીશ તીર્થંકરોના વાસ્તવિક અર્થવાળાં ૧૦૦૮ નામોથી સ્તવન કરવામાં આવે તેને ‘નામસ્તવ’ કહ્યું છે. તીર્થંક૨દેવની મૂર્તિ કે બિંબના સ્તવનને ‘સ્થાપના સ્તવ', આચાર્ય-ઉપાધ્યાય અને સાધુના શરીર સ્તવનને ‘દ્રવ્ય-સ્તવ’, જૈન મહાપુરુષો અને તીર્થંકરોના સંબંધિત સ્થાનોના સ્તવનને ‘ક્ષેત્ર-સ્તવ’, તીર્થંકરના પંચકલ્યાણક અથવા કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાના સ્તવનને ‘કાલસ્તવ' અને જિનેશ્વરદેવનો હૃદયમાં સ્થાપીને તેમના પ્રત્યે ઉદ્ભવતા પ્રશંસાયુક્ત ભાવોને
Page #84
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિઃ 65
‘ભાવસ્તવ' કહી છે.
શ્રાવકાચારમાં આચાર્ય વસુનન્દિએ જણાવેલ પૂજાના પ્રકાર જેવા જ સ્તવનના ઉપરોક્ત છ પ્રકાર જણાવવામાં આવ્યા છે.
મુનિશ્રી ચતુરવિજયજી શ્રી વિજયસિંહાચાર્યના ‘નેમિસ્તવ’ને સૌથી વધારે પ્રાચીન માને છે. શ્રી સિદ્ધસેન દિવાકરનું ‘પાર્શ્વનાથ સ્તવન’ અને ‘શક્રસ્તવ (ગદ્ય)' પણ પ્રાચીન છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ‘વીર સ્તવ’ અને બપ્પભટ્ટસૂરિના ‘સાધારણ જિન સ્તવન’ પણ બહુ પ્રસિદ્ધ સ્તવ છે. કવિ ધનપાલે સંસ્કૃત-પ્રાકૃતમય ‘વીર સ્તવ’ની રચના કરી છે. આવા અનેક સ્તવની રચનાઓ જૈન સાહિત્યમાં સમાવિષ્ટ થયેલી છે.
૪. વંદના
‘મૂલાચાર'માં વટ્ટકેર વંદનાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “તપગુરુ, શ્રુતગુરુ, ગુણગુરુ, દીક્ષાગુરુ અને રાધિકાગુરુને આદર-સન્માનથી મન-વચન-કાયાની શુદ્ધિથી મસ્તક નમાવીને પ્રણામ કરવા તે વંદના છે.’’
આવશ્યક સૂત્રમાં ભગવાન મહાવીરના મુખ્ય શિષ્યોને નમસ્કાર કરવાને જ વંદના કહી છે.''
ભગવાનના મુખ્ય શિષ્ય ગણધર કહેવાતા હતા. તેઓ જ પ્રભુની દિવ્યધ્વનિના વ્યાખ્યાતા હતા. તેમને ગુરુ તરીકે સન્માનિત કરવામાં આવતા હતા. તે રીતે આવશ્યક સૂત્રમાં ગુરુને માટે અર્પિત નમસ્કારને વંદના કહી છે.
ઉત્તરાધ્યયનના ઓગણત્રીસમા વ્યાખ્યાનમાં પ્રો. હર્મન યકોબીએ લખ્યું છે કે, “ગુરુને શ્રદ્ધા અર્પિત કરવી તે જ વંદના છે.”
શ્રી ધીરજલાલ ટોકરશી શાહનું મંતવ્ય આ પ્રમાણે છે : “ગુરુને નમસ્કાર કરવા, ગુરુનું બહુમાન કરવું, એમના સમાગમથી આત્માને જાગ્રત રાખવો અને સુસ્તી, લાપરવાહી કે વિપરીત
રીતે તેમની ઉપેક્ષા ન કરવી તે જ વંદના છે.”
વિવિધ વિદ્વાનોએ વંદનાની વ્યાખ્યા જુદી જુદી આપી છે છતાં તેનો નિચોડ તો એ જ છે કે કોઈ પણ મહાપુરુષને મસ્તક નમાવીને નમસ્કાર કરવા તે જ વંદના છે. આવા આદરણીય હોય તે ગુરુ જ હોય. જેના સહવાસથી આત્માની ઉન્નતિ થાય છે.
અરિહંત-વંદના : શ્રી જિનેશ્વરદેવ, અરિહંત પરમાત્મા એ આચાર્ય ઉપાધ્યાય કે અન્ય સાધુજન દરેકના ગુરુ છે, તેથી જ જિનેશ્વરની ભક્તિમાં પણ વંદનાનો પ્રયોગ થયો છે. શ્રી હરિભદ્રસૂરિએ ભગવાનની સમક્ષ શુદ્ધ મન-વચન-કાયાથી નમવાને જ વંદના કહી છે.
સર્વના ગુરુને પંચાંગ પ્રણિપાતપૂર્વકના નમસ્કાર કરવામાં આવે છે તે વંદના છે. આવી વંદના
Page #85
--------------------------------------------------------------------------
________________
66 * ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
દેવ અને ગુરુ બંનેને કરવામાં આવે છે. પરંતુ દેવ અર્થાત્ શ્રી જિનેશ્વરદેવને સવિશેષ વંદન ક૨વામાં આવે છે.
જિન-બિંબ સમક્ષ જે વંદન કરવામાં આવે છે તેને ચૈત્ય-વંદન કહેવામાં આવે છે.
વંદના-સાહિત્ય : શ્રી ભદ્રબાહુ સ્વામીએ ૧૯૪ ગાથાઓમાં વંદનાસૂત્ર પર નિર્યુક્તિ લખી છે. જે વંદના પરનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. આ જ સૂત્ર પર શ્રી યશોદેવસૂરિએ વિ. સં. ૧૧૭૪માં ચૂર્ણિ અને શ્રી સોમસુંદરસૂરિએ ભાષ્ય લખ્યું હતું તથા ‘આવશ્યક સૂત્ર' પર પણ ‘વંદાવૃત્તિ’ના નામથી એક ટીકા લખવામાં આવી છે.
‘વંદના’ વિશે પણ ઘણું સાહિત્ય મળી આવે છે. વંદના એ ભક્તિ માટેનું આવશ્યક અંગ છે જેના દ્વારા આળસ અને લાપરવાહી દૂર થાય છે. વંદના દ્વારા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ થાય છે. ૫. વિનય
‘વિનય' એટલે વિશેષ રૂપથી નમસ્કાર કરવા. શ્રી જિનેશ્વરદેવના મહિમાથી પ્રભાવિત થઈને ભક્ત નમીને, પંચાંગ પ્રણિપાત દ્વારા નમસ્કાર કરે છે તે વિનય છે. જ્યાં વિનયપૂર્વક નમવામાં આવે છે, ત્યાં ન તો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોય છે, ન કોઈ પ્રકારનો દબાવ. કોઈ પણ પ્રકારના સ્વાર્થના કારણે વિનયપૂર્વક નમન કરવામાં આવે તો તે એક પ્રકારની ખુશામત છે અને જો દબાવપૂર્વક નમન કરવામાં આવે તો તે કાયરતા છે. વિનય સ્વયં ઉત્પન્ન થાય છે, તેમાં સાત્ત્વિકતાનો ભાવ રહેલો હોય છે. વિનયપૂર્વકનું નમન જ વિનયકર્તાની હૃદયની નિર્મળતાનું પ્રતીક હોય છે. જેનું વિનયપૂર્વકનું નિર્મળ હૃદય હોય તે જ બીજાના ગુણો પર મુગ્ધ થઈને તેના ગુણોની યશોગાથાનું ગાન કરી શકે છે.
ઉમાસ્વાતિના ‘તત્ત્વાર્થધિગમ્'ના પ્રથમ વાક્ય, જ્ઞાનદર્શન ચારિત્રાણિ મોક્ષ માર્ગ:' સાથે વિનય જોડાયેલો છે.
શ્રાવકાચારમાં આચાર્ય વસુનન્દિ જણાવે છે કે, જ્ઞાનમાં, જ્ઞાનના ઉપકરણશાસ્ત્ર આદિમાં તથા જ્ઞાનવંત પુરુષોમાં ભક્તિની સાથે નિત્ય જે અનુકૂળ આચરણ કરવામાં આવે છે તે જ્ઞાન
વિનય છે.’
તાત્પર્ય કે જ્ઞાન-વિનય એ જ્ઞાનની ભક્તિ છે અને એ ભક્તિથી જ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિનય અને શ્રદ્ધાને ગાઢ સંબંધ છે. જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી વિનય ન આવે. જૈન સાહિત્યકારોએ દર્શનમાં શ્રદ્ધા કરવાને જ દર્શન-વિનય કહ્યો છે.
તાત્પર્ય કે તત્ત્વાર્થનું શ્રદ્ધાન જ સમ્યગ્ દર્શન છે. જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેથી જ તત્ત્વાર્થનું શ્રદ્ધાન જ દર્શન-વિનય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ઉચ્ચકોટિનું ચારિત્ર ધારણ કરેલા પ્રત્યેના આદર-સત્કારને ચારિત્ર-વિનય માનવો જોઈએ.
Page #86
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ ૐ 67
ચારિત્ર-વિનય જ શ્રદ્ધાની તીવ્રતા-ભક્તિનું રૂપ ધારણ કરી લે છે. ઉચ્ચકોટીના ચારિત્ર ધારણ કરેલામાં શ્રી જિનેશ્વરદેવ અને અન્ય મહાપુરુષોનો સમાવેશ થાય છે. તેમના પ્રત્યેનો આદર એટલે ચારિત્ર-વિનય. જે ભક્તિનું રૂપ ધારણ કરે છે. ભક્તિમાં, તલ્લીનતામાં એકાગ્રતા હોય છે. તેથી જ ભક્ત તરૂપ ધારણ કરી શકે છે અર્થાત્ ચારિત્રવાન જેવા બની શકે છે. આત્મા પરમાત્મા સ્વરૂપ ધારણ કરી શકે છે. મોક્ષનું સુખ વિનય દ્વારા પ્રાપ્ત થાય છે. વિનય દ્વારા જ્ઞાનનો લાભ, દર્શનમાં શ્રદ્ધા અને ચારિત્રમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે જે મોક્ષ તરફ ઊર્ધ્વગતિ કરવામાં સહાયભૂત થાય છે.
૬. મંગલ
‘મંગ’નો અર્થ થાય છે સુખ અને સુખને લાવવાવાળો મંગલ કહેવાય છે. મંગલ શબ્દની વ્યુત્પત્તિ કરતાં આચાર્ય યતિ વૃષભે ‘તિલોયપણત્તિ’માં લખ્યું છે કે, “જે મલોને ગળાવે છે, વિનિષ્ટ કરે છે, ઘાત કરે છે, દહન કરે છે, હણે છે, શુદ્ધ કરે છે અને વિધ્વંસ કરે છે તેને મંગલ કહે છે.’’
અર્થાત્ આત્મા પર લાગેલા પાપરૂપી મલને ગળાવે છે, તેનો નાશ કરે છે, ઘાતિ અને અઘાતિ કર્મોનો ઘાત કરે છે, તેનું દહન કરે છે. પાપથી આત્માને પર કરી શુદ્ધ કરીને મોક્ષગામી બનાવવા ઉન્નત કરે છે તે મંગલ.
મંગલના પ્રકાર : આચાર્ય યતિ વૃષભે ‘તિયોલપણતિ'માં મંગલના છ પ્રકાર ણાવ્યા છે તે આ પ્રમાણે છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ.
(૧) નામ-મંગલ : પંચપરમેષ્ઠીઓનાં નામને નામ-મંગલ કહે છે. ભગવાનના સહસ્રનામ નામ-મંગલમાં જ સમાવિષ્ટ થયેલાં છે.
(૨) સ્થાપના-મંગલ : આકાર રૂપે અર્થાત્ મૂર્તિ સ્વરૂપે અને નિરાકાર રૂપે અર્થાત્ ભાવરૂપથી સ્થાપિત ક૨વામાં આવેલ ભગવાનની સ્તુતિ આદિ જે ક૨વામાં આવે છે તે સ્થાપના-મંગલ છે.
(૩) દ્રવ્ય-મંગલ : દ્રવ્ય સહિત ભક્તિ કરવામાં આવે છે તેને દ્રવ્ય-મંગલ કહેવામાં આવે છે. (૪) ક્ષેત્ર-મંગલ : તીર્થક્ષેત્રોની ભક્તિને ક્ષેત્ર-મંગલ કહેવામાં આવે છે.
(૫) કાલ-મંગલ : ભગવાનનાં વિવિધ કાર્યોથી પવિત્ર થયેલા કાલની સ્મૃતિમાં પૂજા આદિ કરવા અને મહોત્સવ મનાવવો તે કાલ-મંગલ છે. નંદીશ્વરદ્વીપ સંબંધી પર્વનો આમાં સમાવેશ થયેલો છે.
(૬) ભાવ-મંગલ : કર્મ-મલથી રહિત થયેલા શુદ્ધ આત્માનું ચિંતન કરવાને પણ ભાવ-મંગલ કહેવાય છે. ભગવાનના શુદ્ધ આત્માનું ધ્યાન કરવાથી સાધકનો આત્મા પણ શુદ્ધ અને નિર્મળ થઈ જાય છે. બધાં કર્મ-મલો નાશ પામે છે અને અનંત સુખ પ્રાપ્ત થાય છે. તેથી ભાવ-મંગલ જ સર્વશ્રેષ્ઠ અને શ્રેયસ્કર છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
68 | ભક્તામર તુન્યું નમઃ |
પૂજાસ્તુતિ-સ્તોત્રની જેમ મંગલના પણ ઉપરોક્ત પ્રકારો જણાવ્યા છે. “મંગલ' કરવાનું કારણ સર્વ વિઘ્નો દૂર થાય છે. આ વિબ્દો એવી રીતે દૂર થાય છે – જેમ સૂર્યથી અંધકારનો નાશ થાય છે, તેમ આ વિઘ્નો દૂર થાય છે. આચાર્ય યતિવૃષભ મંગલ' કરવાના કારણ વિષે જણાવે છે કે, “શાસ્ત્રની શરૂઆતમાં મંગલના વાંચનથી, શિષ્ય શાસ્ત્રોમાં પારંગત થાય છે, મધ્યમાં મંગલના ઉચ્ચારણથી વિદ્યાની નિર્વિઘ્ન પ્રાપ્તિ થાય છે અને અંતમાં મંગલ વાંચવાથી વિદ્યાનું ફળ મળે છે.”
કવિ ધનંજય મંગલના પર્યાયવાચી શબ્દોમાં ક્ષેમ, કલ્યાણ, શ્રેયસ, ભદ્ર, ભાવુક, ભવિક, ભવ્ય અને શિવને ગણાવ્યાં છે. “
નમસ્કાર મહામંત્ર એ સૌથી પ્રાચીનતમ મંગલાચરણ છે. વિદ્યાનુવાદ નામના પૂર્વનો પ્રારંભ આ જ મંગલાચરણથી થયો હતો. ઉપલબ્ધ સાહિત્યમાં ભગવંત પુષ્પદંત ભૂતબલિના પખંડાગમનો પ્રારંભ આ જ મંગલાચરણથી થયો છે.
મંગલાચરણનું માહાત્ય સવિશેષ રૂપમાં જોવા મળે છે. કોઈ પણ શુભકાર્યની શરૂઆત મંગલાચરણથી કરવામાં આવે છે અને તે થકી વિવિધ પ્રકારનાં ફળની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પંચપરમેષ્ઠીના નામસ્મરણથી મંગલાચરણ થાય છે. પણ સાથે સાથે પાંચમાંથી કોઈ એકને લઈને પણ મંગલાચરણની શરૂઆત થાય છે. વંદિત્ત સૂત્રમાં સિદ્ધિની સ્તુતિ છે અને આચાર્ય કુંદકુંદ સમયસારનો પ્રારંભ વંદિત્તાની પ્રથમ ગાથાથી કર્યો છે. ૭. મહોત્સવ
જૈન ભક્તિનું સાતમું અંગ મહોત્સવ માનવામાં આવ્યું છે. ભક્તના ભાવોની અભિવ્યક્તિ વિવિધ પ્રકારે થતી હોય છે. જિનેશ્વરદેવના વિવિધ પ્રસંગોએ આ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તે દ્વારા ભક્તના ભાવો વ્યક્ત થાય છે.
તીર્થકર ભગવાનના જન્મ સમયે જન્મોત્સવ મનાવવાનો રિવાજ પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાનના સમયથી ચાલ્યો આવે છે. ઉપલબ્ધ સાહિત્યમાં શ્રી વિમલસૂરિ વિરચિત પમિચરિય” સૌથી પ્રાચીન ગ્રંથ છે જેમાં તીર્થકરના જન્મોત્સવનું વર્ણન છે.
આ પછીના અનેક શાસ્ત્રકારોએ ભગવાનના જન્મોત્સવનું વિશદ રૂપે વર્ણન કર્યું છે. જન્મોત્સવ વખતે ઇન્દ્ર-ઇન્દ્રાણી અને અને અન્ય દેવતાગણ દેવલોકથી આવીને, ત્યારે જ જન્મેલા બાળસ્વરૂપ ભગવાનને જન્માભિષેકને માટે પાંડુક શિલા પર લઈ જાય છે. ત્યારપછી તેઓ આત્માના ઉલ્લાસે નૃત્ય કરે છે.
જન્મ મહોત્સવની જેમ અન્ય ચાર ગર્ભધારણ (ચ્યવન-કલ્યાણ), દીક્ષા-કલ્યાણક. કેવળજ્ઞાનકલ્યાણક અને નિર્વાણ-કલ્યાણક) સમયે પણ દેવો મહોત્સવનું આયોજન કરે છે.
જિનેશ્વર પ્રભુનાં કલ્યાણકો સિવાય રથયાત્રા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
ભારત દેશમાં રથ-યાત્રાનું પ્રચલન બહુ જ પ્રાચીન છે. જ્યારે અત્યારનાં આધુનિક ઈંટ-પથ્થરનાં મંદિરો ન હતાં ત્યારે કાષ્ઠનિર્મિત રથ જ ચાલતાં-ફરતાં મંદિર હતાં. પાકા મંદિરનું નિર્માણ થયા પછી અમુક પ્રસંગોએ ૨થ-યાત્રાનું આયોજન થતું રહ્યું છે.
69
શ્રી હરિષેણાચાર્યે વિક્રમ સંવત ૧૦મી સદીમાં રચેલાં બૃહદ્કથાકોશની ૧૨, ૩૩, ૫૬, ૫૭, ૧૧૫, ૧૩૪ અને ૧૩૯મી કથાઓમાં વિવિધ રથ-યાત્રાઓનું વર્ણન કરેલું છે.
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે મહાવીર ચરિત્ર'માં ૨૫-યાત્રા મહોત્સવનું વર્ણન કર્યું છે જેને સમ્રાટ કુમારપાલે સંપન્ન કરાવી હતી.
આવી ૨થ-યાત્રાનો મહોત્સવ આજના સમયમાં પણ થાય છે. મહાવીર જન્મ જયંતિ, પર્યુષણ પછી આવી ૨થ-યાત્રાઓનું આયોજન થાય છે જે જૈન શાસનની પ્રભાવના કરે છે.
જેન-ભક્તિનાં ઉપરોક્ત સાત અંગોનું નિગ્રંથકારોએ વિવેચન કર્યું છે. પૂજા, સ્તુતિ-સ્તોત્ર, સ્તવન, વંદના, વિનય, મંગલ અને મહોત્સવ જેવાં જિન-ભક્તિનાં અંગો ભૂતકાળમાં હતાં, વર્તમાનમાં પણ છે અને જિનશાસન જ્યાં સુધી ૨હેશે ત્યાં સુધી ભવિષ્યમાં પણ રહેશે તે ચોક્કસ છે. ભક્ત અને ભગવાનના અસ્તિત્વ સુધી આ પરંપરા ચાલુ જ રહેશે.
જૈન ભક્તિના પ્રકારો
જૈન આચાર્યો, શાસ્ત્રકારોએ જૈન ભક્તિના બાર પ્રકાર સ્વીકાર્યા છે. એ બાર પ્રકારો આ પ્રમાણે છે :
(૧) સિદ્ધ ભક્તિ, (૨) શ્રુત ભક્તિ, (૩) ચારિત્ર ભક્તિ, (૪) યોગ ભક્તિ, (૫) આચાર્ય ભક્તિ, (૬) પંચપરમેષ્ઠી ભક્તિ, (૭) શાંતિ ભક્તિ, (૮) નિર્વાણ ભક્તિ, (૯) નંદીશ્વર ભક્તિ, (૧૦) ચૈત્ય ભક્તિ, (૧૧) તીર્થંકર ભક્તિ, (૧૨) સમાધિ ભક્તિ.
ઉપરોક્ત બાર ભક્તિમાંથી બે પ્રકારની ભક્તિ-તીર્થંકર ભક્તિ અને સમાધિ ભક્તિ—નું પઠન એક-બે અવસરો પર જ થાય છે. તેથી અન્ય ભક્તિઓથી અંતરભાવ માની લેવામાં આવ્યો છે. તેથી કરીને દશ ભક્તિઓની જ માન્યતા પ્રચલિત છે.
આ ભક્તિઓની રચના આચાર્ય કુંદકુંદાચાર્યે પ્રાકૃત ભાષામાં અને આચાર્ય પૂજ્યપાદે સંસ્કૃત ભાષામાં કરી છે. આ બંને ૫૨ આચાર્ય પ્રભાચન્દ્રની સંસ્કૃતમાં લખેલી ટીકા ઉપલબ્ધ છે. ચોવીશમા તીર્થંકર મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ ચૈત્યભક્તિની રચના કરી હતી' તેવું માનવામાં આવે છે.
દેશ ભક્તિ પ્રાકૃત-સંસ્કૃતમાં રચાયેલી છે તે અતિ પ્રાચીન પણ છે તેના પર વૃત્તિઓ પણ રચાયેલી છે અને તેના અનુવાદો પણ થયેલા છે. પંડિત જિનદાસ પાર્શ્વનાથે મરાઠી ભાષામાં તેનો અનુવાદ કરેલો છે. ગૌતમસ્વામી ગણધરે ચૈત્યભક્તિની રચના કરી છે. તે પરથી તેની પ્રાચીનતા જાણી શકાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
II ભક્તામર તુલ્યું નમઃ II
70
૧. સિદ્ધ ભક્તિ
સિદ્ધનું સ્વરૂપ : પંડિત આશાધર ‘સિદ્ધ’ની વ્યુત્પત્તિ કરતાં કહે છે કે, “સિદ્ધિ: સ્વાભોપતધિ: સંખાતા વચેતિ સિદ્ધિ' અર્થાત્ સ્વ-આત્મ ઉપલબ્ધિરૂપ સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ ગઈ હોય છે તે જ સિદ્ધ છે.
આચાર્ય કુંદકુંદ સિદ્ધની પરિભાષા આપતાં લખે છે કે, “આઠ કર્મોથી રહિત, આઠ ગુણોથી યુક્ત, પરિસમાપ્ત કાર્ય અને મોક્ષમાં બિરાજમાન જીવ સિદ્ધ કહેવાય છે.' અર્થાત્ આઠ કર્મોનો નાશ કર્યા વિના કોઈ પણ જીવ સિદ્ધપદ પામી શકતો નથી. આચાર્ય કુંદકુંદનું ‘પરિસમાપ્તકાર્ય’, પંડિત આશાધરના સ્વ-આત્મ ઉપલબ્ધિરૂપ કાર્યને પૂરું કરવાની વાત કરે છે.
આચાર્ય પૂજ્યપાદનું મંતવ્ય છે કે, “આઠ કર્મોના નાશથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે, એને જે સિદ્ધ કહેવાય છે, અને એવી સિદ્ધિ કરવાવાળા જ સિદ્ધ કહેવાય છે.'' તાત્પર્ય કે જે આત્માએ આઠ પ્રકારનાં કર્મોનો નાશ કર્યો છે અને તે સ્વ-આત્મ-ઉપલબ્ધિ રૂપ સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે તેને સિદ્ધ કહેવાય છે.
સિદ્ધનું સ્વરૂપ નિરાકાર હોય છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં શ્રી ઉમાસ્વાતિ જણાવે છે કે,
‘મૌવારિક્ત-વૈિિયાદારળ-તૈનસ-હાર્મળાનિ શરીરાળિ '
અર્થાત્ ‘ઔદારિક, વૈક્રિયક, આહા૨ક, તેજસ અને કાર્માણ શરીર જેનાં નથી, તે નિરાકાર પરમાત્મા કહેવાય છે.' તત્ત્વસાર દુહામાં પણ સિદ્ધને અશરીરી કહ્યા છે. પરંતુ તેમાં જ સિદ્ધને માટે સાકાર' અને 'નિરાકાર' બંને વિશેષણોનો પ્રયોગ થયો છે.
જ
અહીંયાં સાકા૨નો અર્થ છે અનંત ગુણોથી યુક્ત અને નિરાકારનો અર્થ છે સ્પર્શ, ગંધ, વર્ણ અને રસથી રહિત.
આચાર્ય કુંદકુંદે સિદ્ધના અનંત ગુણોને સમ્યક્ત્વ, દર્શન, જ્ઞાન, વીર્ય, સૂક્ષ્મતા, અણ્ણાગાન, અગુરુલઘુ અને અવ્યાબાધ એમ આઠ ભાગોમાં વહેંચી દીધા છે.
સિદ્ધ ગતિને પામેલો આત્મા લોકના અગ્ર શિખર ઉપર રહે છે. તે સ્થાનને કોઈકે સિદ્ધશિલા, કોઈકે સિદ્ધપુ૨ી તો કોઈકે મોક્ષ કહ્યું છે. તાત્પર્ય કે સિદ્ધ આત્મા પોતાના સંસારના અંતિમ શરીરનો ત્યાગ કરીને સિદ્ધશિલા ૫૨ વાસ કરે છે. સિદ્ધશિલા પર બિરાજમાન સિદ્ધાત્માઓને જે સુખ મળે છે તેના વર્ણન માટે શબ્દો નથી તેથી તે અવર્ણનીય અને નિર્વચનીય છે. આવા સિદ્ધપદનું સુખ શાશ્વત હોય છે. સિદ્ધ તો સ્વભાવથી જ પરમાનંદરૂપ હોય છે. તેથી શાશ્વત સુખના સ્વામી હોય છે. સિદ્ધપદ પ્રાપ્ત થતાં સંસારના ભવભ્રમણના ફેરા ટળી જવાથી, શાશ્વત સુખ એટલું અધિક હોય છે કે તેનું માપ કાઢવું શક્ય નથી હોતું.
Page #90
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિઃ
71
સિદ્ધ અને અરિહંત વચ્ચે તફાવત
સિદ્ધ પદની પ્રાપ્તિ આઠે કર્મોનો નાશ કરવાથી થાય છે અને ચાર ઘાતી કર્મોનો નાશ કરવાથી અરહિંત પદની પ્રાપ્તિ થાય છે.
સિદ્ધ પદની પ્રાપ્તિ દરેક જીવને થઈ શકે છે, પરંતુ અરિહંત પદને પ્રાપ્ત કરવા માટે તીર્થંકર નામ-કર્મનો ઉદય થવો અનિવાર્ય હોય છે.
તીર્થંકર નામ-કર્મ બાંધનાર આત્માને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી દેવો તેમની દેશના આપવા માટે સમવસરણની રચના કરે છે. અને તે દ્વારા તીર્થંકરને વિશિષ્ટ વિભૂતિઓની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ તેઓ વિશ્વને ધર્મનો ઉપદેશ આપે છે. જ્યારે સિદ્ધ આત્મા સદાય પોતાનામાં જ લીન રહેતા હોય છે.
સિદ્ધ નિરાકાર હોય છે. તેમને શરીર નથી હોતું તેથી તેને જોઈ શકાતા નથી. જ્યારે તીર્થંકર અરિહંત પરમાત્મા કહેવાય છે. તેમને શરીર હોય છે, તેમને જોઈ શકાય છે.
સિદ્ધની ભક્તિ કરવાથી શું ફળ મળે છે તે નિગ્રંથકારોએ આ મુજબ જણાવ્યું છે.
કુંદકુંદાચાર્ય સિદ્ધના પરમ ભક્ત હતા. એક ભક્તને પોતાના આરાધ્યના શરણમાં જવાથી જે પ્રસન્નતા મળે છે, તેવી જ પ્રસન્નતા તેઓને સિદ્ધના શરણમાં જવાથી મળી હતી.
આચાર્ય કુંદકુંદે સિદ્ધના મહિમાવાળાં કેટલાંયે ગીતોનું ગાન કર્યું છે, ક્યાંક તેઓએ મસ્તક નમાવીને નમસ્કાર કર્યા છે અને ક્યાંક વંદના પણ કરી છે. એમને દૃઢ શ્રદ્ધા છે કે “સિદ્ધોની ભક્તિથી ૫૨મ શુદ્ધ સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે.'' તેઓ આગળ જણાવે છે કે, “કેવલજ્ઞાન તો નહીં, પરંતુ ભક્તને તે સુખ પણ મળે છે, જે સિદ્ધોના અતિરિક્ત અન્ય કોઈને મળતું નથી.’’ અર્થાત્ સિદ્ધની ભક્તિ કરવાથી સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને સિદ્ધને મળતાં સુખોની પણ પ્રાપ્તિ થાય છે.
આચાર્ય પૂજ્યપાદ, સિદ્ધની વંદના કરવાથી શું મળે છે, તે વિશે જણાવતાં લખે છે કે, “સિદ્ધોની વંદના કરવાવાળા તેમના અનંતગુણો સરળતાથી મેળવી લે છે.'' તેઓ આગળ જણાવે છે કે, ‘સિદ્ધોના ભક્ત, ભક્તિ માત્રથી જ તે પદને પણ પ્રાપ્ત કરે છે, જેના પર તેઓ સ્વયં પ્રતિષ્ઠિત હોય છે.''પ
આચાર્ય સમન્તભદ્ર ઉત્પ્રેક્ષાલંકારના પ્રયોગ દ્વારા કહે છે કે, જાણે ભવસમુદ્રમાં ડૂબેલા ભવ્ય આત્માઓનો ઉદ્ધાર કરવાને માટે જ સિદ્ધલોકના ઉગ્ર શિખર ઉપર બિરાજે છે.' અર્થાત્ સિદ્ધ સંસારસમુદ્રમાં ડૂબેલા જીવોને બહાર કાઢીને ત્યાં બેસાડવામાં સમર્થ છે, જ્યાં તેઓ સ્વયં બિરાજમાન છે.
તાત્પર્ય કે આવા સિદ્ધ પંચપરમેષ્ઠીની ભક્તિ કરવાથી સમ્યગ્-જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તથા
Page #91
--------------------------------------------------------------------------
________________
72
।। ભક્તામર તુલ્યું નમઃ II
તેમના ગુણો સરળતાપૂર્વક ગ્રહણ કરીને, તેઓ જ્યાં બિરાજમાન છે તે લોકના ઉચ્ચ શિખર ઉપર પણ બેસાડવા માટે તેઓ સામર્થ્યવાન છે. કોઈક વિદ્વાને સિદ્ધને નમવા માટે ભાવનમસ્કારને સર્વોત્તમ માન્યા છે. તથા સિદ્ધોની ભક્તિ કરવાથી સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ૨. શ્રુત ભક્તિ
શ્રુત જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકારોમાંથી આ બીજો પ્રકાર છે. આચાર્ય શ્રુતસાગરે ‘તત્ત્વાર્થવૃત્તિ’માં લખ્યું છે કે, “શ્રવળ શ્રુત જ્ઞાન વિશેષ ત્યર્થ:, ન તુ શ્રવળમાત્રમ્ | શ્રવમાં શ્રુતમિત્યુત્તે શ્રવળમાત્ર ન મવતિ, જિન્તુ જ્ઞાનવિશેષ: ।'' અર્થાત્ પહેલાં લેખનક્રિયાનો જન્મ ન હોવાને કારણે, સઘળું જ્ઞાન ગુરુ-શિષ્યપરંપરાથી સાંભળીને જ પ્રાપ્ત થતું હતું. શાસ્ત્રોમાં નિર્બંધ થયા પછી પણ તે શ્રુત સંજ્ઞાઓમાં જ અભિહિત થતું રહ્યું.
અનેક જૈનાચાર્યોએ શ્રુત ભક્તિની પરિભાષા આપતાં જણાવે છે તેવી રીતે સમન્તભદ્ર જણાવે છે કે “તે જ શાસ્ત્ર શ્રુત કહેવાશે, જેમાં ભગવાનની દિવ્ય ધ્વનિનું પ્રતિનિધત્વ થયું હોય.''
શ્રુત એટલે એક પ્રકારનું જ્ઞાન. આચાર્ય સમન્તભદ્રના કહેવા અનુસાર જે શાસ્ત્રમાં ભગવાનના ઉપદેશના દિવ્ય ધ્વનિનું પ્રતિનિધિત્વ થયું હોય તે શ્રુત કહેવાય. ખરેખર તે યથાર્થ જ છે. શ્રુત સાહિત્ય : શ્રુતના બે પ્રકાર છે ઃ (૧) અંગબાહ્ય, (૨) અંગ-પ્રવિષ્ટ.
(૧) અંગબાહ્યના દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ અનેક પ્રકાર છે.
(૨) અંગ-પ્રવિષ્ટના બાર પ્રકાર છે : આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધર્મકથા, ઉપાસકાધ્યયન, અન્તભ્રંશ, અનુત્તરોપપાદિકદશ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ.
ઉપરોક્ત અંગ-પ્રવિષ્ટના બારમા અંગ દૃષ્ટિવાદમાં ૧૪ પૂર્વેનો સાર સંકલિત થયેલો છે. શ્રુતનો મહિમા : આચાર્ય કુંદકુંદાચાર્ય શ્રુતનો મહિમા વર્ણવતાં જણાવે છે કે,
જો સુયણાણું સળં જાણઈ સુયકેવäિ તમાહુ જિણા |
ણાણું અપ્પા સર્વાં જમ્યા સુયકેવલ તન્હા ||"
અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અને શ્રુત પણ એક જ્ઞાન છે. તેથી શ્રુતજ્ઞાન પણ આત્માને જાણવાને માટે પૂર્ણ રૂપથી સમર્થ છે.
શ્રી ઉમાસ્વાતિ ‘તત્ત્વાર્થસૂત્ર’માં જણાવે છે કે, “મ્નિસńવિધિગમાદા ।'' અર્થાત્ સમ્યગ્ દર્શન, જે મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો મૂલાધાર છે તે જો નિસર્ગથી ઉત્પન્ન થાય છે તો અધિગમથી પણ અધિક છે. અધિગમનો અર્થ છે અર્થવાબોધ. જેની પ્રાપ્તિમાં શ્રુતનું બહુ મોટું યોગદાન છે. “સમ્યગ્ દર્શનના ભેદોમાં અસ્તિકાય પણ છે, જેનો અર્થ દેવ, શાસ્ત્ર, ધૃત અને તત્ત્વોમાં દૃઢ વિશ્વાસ કરવો.’’
વિવિધ પ્રકારના ભેદો સહિતનું શ્રુતજ્ઞાન અપાર છે. કોઈ પંડિત કે મહાન વિદ્વાન, શાસ્ત્રકારો
Page #92
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
73
પણ એનો પાર પામવાને માટે સમર્થ નથી. આ શ્રુતજ્ઞાન દ્વારા ભવસમુદ્રને પાર પામીને શાશ્વત સુખ રૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શ્રુતધરોને વંદના : શ્રુતભક્તિમાં શ્રુતધરોને વંદના કરવામાં આવી છે. ભગવાન મહાવીર ઉપરાંત ત્રણ કેવળી અને પાંચ શ્રુતકેવળી શ્રુતધૃત કહેવાય છે. ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામી પણ કેવળી જ હતા.
શ્રી શાંતિસૂતિએ ‘ચૈઇયવન્દણમહાભાસ'ના પ્રારંભમાં જ લખ્યું છે કે, જેના મહાહૃદ રૂપી મુખથી દ્વાદશાંગીની મહાનદી ઉત્પન્ન થઈ છે, એવા ગિરિ જેવા ગણધરોને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું.'
(
આચાર્ય શુભચંદ્રે ‘જ્ઞાનવર્ણ’માં જણાવ્યું કે, જે શ્રુતસ્કન્ધરૂપી આકાશમાં ચંદ્રની સમાન છે, સંયમશ્રીને વિશેષરૂપથી ધારણ કરવાવાળા છે એવા યોગીન્દ્ર ઇન્દ્રભૂતિ ગૌતમને હું ધ્યાનસિદ્ધ માટે નમસ્કાર કરું છું.”
શ્રુતધરો કે જેમણે દ્વાદશાંગીની રચના કરી છે અને શ્રુતજ્ઞાનને પામવા માટે સંયમી શ્રુતધર કેવળીને ધ્યાનસિદ્ધ માટે શાસ્ત્રકારો, વિદ્વાનોએ નમસ્કાર કર્યા છે.
શ્રુતભક્તિનું ફળ : શ્રી ઉમાસ્વાતિના ફળ વિશે જણાવે છે કે, “ “તત્ત્વાર્થસૂત્ર'નો એક વાર પાઠ કરવાથી જ એક દિવસના ઉપવાસનું ફળ મળે છે.'
આચાર્ય કુંદકુંદાચાર્યનું શ્રુતભક્તિનું ફળ વિશેનું મંતવ્ય આ પ્રમાણે છે કે, “સમયપ્રાકૃત’નું પઠન કરીને જે એના અર્થમાં સ્થિર થશે, તે ઉત્તમ સુખ, અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરશે.”
આચાર્ય પૂજ્યપાદ ‘સ્વાર્થસિદ્ધિ’માં શ્રુતભક્તિના ફળને વર્ણવતાં ણાવે છે કે, ‘“સર્વાર્થસિદ્ધિ’ને ભક્તિપૂર્વક સાંભળવાથી અને ભણવાથી ૫૨મસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, પછી દેવેન્દ્ર અને ચક્રવર્તીના સુખનું કહેવું જ શું ?'
શ્રુતભક્તિનું ફળ પરમસુખ અર્થાત્ મોક્ષસુખની પ્રાપ્તિ છે. પછી તેની તુલનામાં બીજાં ભૌતિક સુખ ક્યાંથી આવે ? દેવેન્દ્ર કે ચક્રવર્તીનાં સુખ તો મળે જ છે.
૩. ચારિત્ર ભક્તિ
‘સર્વાર્થસિદ્ધિ’માં આચાર્ય પૂજ્યપાદ જણાવે છે કે, “વરિત વર્યતેઽનેન ઘરળમાત્ર વા ચારિત્રમ્ ।'' અર્થાત્ જે આચરણ કરે છે, જેના દ્વારા આચરણ કરવામાં આવે કે આચરણ કરવું માત્ર ચારિત્ર કહેવામાં આવે છે.
તાત્પર્ય કે આચરણનું બીજું નામ ચારિત્ર છે. ચારિત્રના બે પ્રકાર છે : સારું ચારિત્ર અને ખરાબ ચારિત્ર. ચારિત્ર ભક્તિનો સંબંધ સારા ચારિત્રથી છે. જૈન સાહિત્યમાં તેને સમ્યગ્ ચારિત્ર કહેવામાં આવ્યું છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
74 || ભક્તામર તુલ્ય નમઃ |
સમ્યગુ ચારિત્રની પરિભાષા : આચાર્ય પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધિ માં સમ્યક્ ચારિત્ર વિશે લખ્યું છે કે, “સંસારર નિવૃત્તિ પ્રત્યાઘચ જ્ઞાનવત: વર્માતા-નિમિત્તોિપરમ: સીરિત્રમ્ !” અર્થાત્ સંસારબંધનને દૂર કરવાની અભિલાષા કરવાવાળા જ્ઞાની પુરુષ. કર્મોની નિમિત્તભૂત ક્રિયાથી વિરક્ત થઈ જાય છે, એને જ સમ્યક ચારિત્ર કહે છે. ચારિત્ર અજ્ઞાનપૂર્વક ન હોય, એટલે જ સમ્યક વિશેષણ જોડવામાં આવ્યું છે.”
આચાર્ય ભટ્ટઅકલંકે 'તત્ત્વાર્થવાત્તિકામાં અને શ્રુતસાગરસૂરિએ તત્ત્વાર્થ વૃત્તિમાં આ જ પરિભાષાનું સમર્થન કર્યું છે. ‘ચારિત્રપાહુડીમાં આચાર્ય કુંદકુંદ ચારિત્રની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે,
જે જાણઇ તંણાણે જે પિચ્છઇ ચ દંસણું ભણિયું '
રાણસ્સ પિચ્છસ્સ ય સમવર્ણા હોઈ ચારિત III અર્થાત્ જે જાણે તે જ્ઞાન અને જે જુએ તે દર્શન, તથા આ બંનેના સમન્વયને ચારિત્ર કહે છે.”
જૈન શાસ્ત્રો અનુસાર માત્ર કર્મકાંડ સમ્યફ ચારિત્ર નથી, તેની પાછળ સાચો ભાવ હોવો જ જોઈએ... એને જ અત્યંતર ચારિત્ર કહે છે.
ચારિત્રના મહિમાનું વર્ણન કરવું ચારિત્ર ભક્તિ જ છે. આચાર્ય સોમદેવે સંયમ અને ધ્યાન આદિ યુક્ત ચારિત્રને નમસ્કાર કરતાં જણાવ્યું છે કે, ચારિત્ર તો “સમ્યકત્વરત્નાકર' છે. એના વિના મોટા મોટા મુનિઓનાં ઉગ્ર તપ પણ વ્યર્થ છે.” તેઓ ભાવવિભોર થઈને બીજા સ્થાને જણાવે છે કે, “મનોકામનાઓને પૂરી કરવાને માટે ચારિત્ર ચિંતામણિ સમાન છે, સૌંદર્ય તથા સૌભાગ્યની નિધિ છે, ઘરની વૃદ્ધિને માટે લક્ષ્મી છે, અને બળ તથા આરોગ્ય આપવામાં પૂર્ણ રૂપથી સમર્થ છે. મોક્ષને માટે કરવામાં આવેલા પંચાત્મક ચરિત્રને હું નમસ્કાર કરું છું. એનાથી વિવિધ સ્વર્ગાપવર્ગ પ્રાપ્ત થાય છે.”
આચાર્ય કુંદકુંદ ચારિત્રભક્તિ કરવાથી શું ફળ મળે છે, તે વિશે જણાવે છે કે, “પૂર્ણ ચારિત્ર પાળીને મોક્ષે ગયેલા સિદ્ધોને વંદના કરવાથી ચારિત્રગત વિશૃંખલતા દૂર થાય છે અને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે.”
સ્વયંભૂસ્તોત્રમાં આચાર્ય સમન્તભદ્ર જણાવે છે કે સમ્યક્યારિત્ર દ્વારા જેઓએ અરિહંત પદ પ્રાપ્ત કર્યું છે તેનું ત્રિલોક પૂજામાં અતિશય આવશ્યક સ્થાન છે.
આચાર્ય પૂજ્યપાદે આચારના પાંચ ભેદ કર્યા છે – જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર, વીર્યાચાર અને ચારિત્રાચાર. આ પાંચેની વંદના કરી છે અને પાંચ પ્રકારના આચારોને ધારણ કરવાવાળા મુનિઓને પણ નમસ્કાર કર્યા છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
75
તાત્પર્ય કે ચારિત્ર ધારણ કરનાર મુનિઓને નમસ્કાર કર્યા છે. કારણ કે આ ચારિત્રધારી મુનિઓ ભવિષ્યમાં મોક્ષસુખને પ્રાપ્ત કરવાવાળા બને છે. તેથી તેમને નમસ્કાર કરી તેમના માર્ગનું અનુસ૨ણ ક૨ી મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકાય છે. ચારિત્રનો મહિમા અપરંપાર છે. જ્ઞાનદર્શનના સમન્વયથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને આ ચારિત્ર શાશ્વત સુખના સ્વામી પણ બનાવે છે. ૪. યોગ ભક્તિ
‘યોગી'ની વ્યાખ્યા કરતાં પંડિત આશાધર જણાવે છે કે, “ોળી ધ્યાનસામગ્રી અદાઙાનિ વિદ્યનો યસ્ય સ યોશી” અર્થાત્ અષ્ટાંગ યોગને ધારણ કરવાવાળા યોગી કહેવાય છે.
શ્રી ધનંજયે, ધનંજયનામમાલા'માં યોગ શબ્દની વ્યુત્પત્તિ આપતાં જણાવ્યું છે કે ‘યોગ શબ્દ ‘યુજ' ધાતુથી બન્યો છે અને યુજ' ધાતુ સમાધિના અર્થમાં આવે છે.’’
પંડિત આશાધર સમાધિ કોને કહેવાય તે સમજાવતાં જણાવે છે કે, “આત્મરૂપે સ્થાયતે ખતમૃતપવત્ નિશ્ચતેન સૂયતે સ_સમાધિઃ ।'' અર્થાત્ જળભરેલા ઘડાની સમાન નિશ્ચિત થઈને, આત્મસ્વરૂપમાં એકાગ્ર થવાને સમાધિ કહે છે.'
સામ્ય, સમાધિ, સ્વાસ્થ્ય, ચિત્ત-વિરોધ અને શુદ્ધોપયોગ આ બધા યોગના સમાનાર્થી શબ્દો છે. આનો અર્થ એવો થાય છે કે આત્મસ્વરૂપમાં એકાગ્ર હોવું તે જ યોગ છે.
પતંજલિના યોગસૂત્રમાં યોગ વિષે જણાવે છે કે, “યો ચિત્તવૃત્તિનિરોધઃ ।''
તેમણે પણ ‘યોગ' શબ્દ 'યુજ' ધાતુથી બન્યો છે અને ત્યાં મસ્તિષ્કને સૂક્ષ્મ બ્રહ્મમાં એકાગ્ર કરી દેવાને જ યોગ માનવામાં આવ્યો છે.
યોગમાં ધ્યાનપૂર્વકની એકાગ્રતાની જ પ્રધાનતા છે. પછી તે કોઈ પણ સ્વરૂપમાં હોય. અર્થાત્ સૂક્ષ્મ બ્રહ્મ સ્વરૂપમાં હોય કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં હોય; સમાધિ અને ધ્યાનની એકાત્મતાનું સમર્થન થઈ ચૂક્યું છે. તેથી યોગીને ધ્યાની પણ કહી શકાય.
ધ્યાની, મુનિ, ઋષિ, યતિ, તાપસ, ભિક્ષુ, તપસ્વી, સંયમી સાધુ પણ યોગીના પર્યાયવાચી શબ્દો જ છે.
યોગી-ભક્તિ : આચાર્ય કુંદકુંદે પ્રાકૃતમાં રચેલ યોગી-ભક્તિ'માં યોગીઓના મહિમાનું વિશદ વર્ણન કર્યું છે. તેઓ જણાવે છે કે,
“ણાણોદયાહિસિત્તે સોલગુણવિસિયે તવસુગન્ધે ।
વવગયરાયસુદઢે સિવગઇપહણાયગે વન્દે ||''
અર્થાત્ ‘જ્ઞાનોદકથી નિષિક્ત, શીલગુણથી વિભૂષિત, તપ સુગંધથી સુગંધિત, રાગ-દ્વેષથી રહિત અને શિવપથના નાયક એવા યોગીઓને નમસ્કાર કર્યા છે.'
Page #95
--------------------------------------------------------------------------
________________
76 છે ભક્તામર તુલ્ય નમઃ |
આચાર્ય પૂજ્યપાદે સંસ્કૃતમાં રચેલી યોગી-ભક્તિમાં, યોગીઓ દ્વારા કરવામાં આવેલાં વિવિધ તપોનું વિશદ વર્ણન કર્યું છે. યોગીની સ્તુતિ કરતાં તેઓ જણાવે છે કે, “ત્રણ યોગ ધારણ કરવાવાળા, બાહ્ય અને અત્યંતર તપથી સુશોભિત, પ્રબુદ્ધ પુણ્યવાળા, મોક્ષરૂપી સુખની ઇચ્છા કરવાવાળા મુનિરાજ, મને સ્તુતિકર્તાને સર્વોત્તમ શુક્લધ્યાન પ્રદાન કરો."
આચાર્ય સમન્તભદ્ર મહાન યોગી મુનિસુવ્રતનાથની વંદના કરતાં કહે છે કે, “આપે અનુપમ યોગબલથી આઠેય પાપ-મલરૂપ કલંકને ભસ્મીભૂત કરતાં, સંસારમાં ન મળતાં સુખોને પ્રાપ્ત કર્યા છે. આપ મારી સંસાર-શાંતિને પણ નિમિત્તભૂત થાવ."
તીર્થકર ભગવાનના ગણધરોને યોગી' શબ્દથી નવાજવામાં આવ્યાં છે. આચાર્ય જિનસેનસૂરિએ ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીને યોગીન્દ્ર અને મહાયોગી' કહ્યા છે. એમની વંદના કરતાં શ્રી જિનસેનસૂરિ કહે છે કે “હે દેવ ! આપ મહાયોગી છો, તેથી આપને નમસ્કાર હો, આપ મહા બુદ્ધિમાન છો, તેથી આપને નમસ્કાર હો; આપ જગતના રક્ષક અને મોટી મોટી ઋદ્ધિઓના ધારક છો, તેથી આપને નમસ્કાર હો.”
શાસ્ત્રકારોએ યોગીઓને નમસ્કાર કર્યા છે અને મહિમાનું ગાન કર્યું છે. નમસ્કાર કરીને તેમના જેવા ગુણો અને તેમને મળતાં સુખોની યાચના પણ ભક્ત કવિઓએ કરી છે. આ યોગીઓમાં | તીર્થકરને અને ગણધરોને તથા શ્રુતકેવલીઓને પણ યોગી કહેવામાં આવ્યાં છે. ૫. આચાર્ય ભક્તિ
આચાર્ય શબ્દ ‘ાર ધાતુથી બન્યો છે. ‘ચર'નો અર્થ થાય છે ચાલવું અથવા આચરણ કરવું,
વામન જયદિત્ય જણાવે છે કે, “રેરાડિ વાપુરી આના પરથી બતાતે માવા વ્યુત્પત્તિ નિષ્પન્ન થાય છે. એનો અર્થ છે કે – “આચાર્ય તે છે, જેના ઉત્તમ ચારિત્રનું અન્ય જન અનુકરણ કરવા લાગે.”
જેન આચાર્યના ૩૬ ગુણોમાં મહાવ્રતોનું ઉત્તમ સ્થાન છે અને તેમનો મુખ્ય ગુણ મંત્રોની વ્યાખ્યા કરવાનો જ છે. સર્વજ્ઞ જિનેશ્વરદેવની વાણી મંત્ર કહેવાય છે. તેની વ્યાખ્યા કરવાનો અધિકાર માત્ર આચાર્યોને જ હોય છે.
શ્રી અમરસિંહના અમરકોશમાં આચાર્યની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે, “મન્નબારણાદાવા મારેષ્ટા –મ્બરે વ્રતી " અર્થાત્ આચાર્ય તે છે જે મંત્રની વ્યાખ્યા કરવાવાળા, યજ્ઞમાં યજમાનને આજ્ઞા દેવાવાળા અને વ્રતોને ધારણ કરવાવાળા હોય.”
તાત્પર્ય કે, આચાર્ય તે છે જેના ઉત્તમ ચારિત્રનું અન્ય જીવો અનુકરણ કરે. સર્વજ્ઞની વાણી મંત્ર સમાન હોય છે તેની વ્યાખ્યા કરવાવાળા તથા મહાવ્રતોને ધારણ કરવાવાળા હોય છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ 17 ધર્મશાસ્ત્રોના આધારે આચાર્યની પરિભાષા આ પ્રમાણે છે. પંચપરમેષ્ઠીઓની ગણનામાં અરિહંત અને સિદ્ધ પછી આચાર્યનું ત્રીજું સ્થાન છે. આચાર્ય કુંદકુંદાચાર્ય ‘અષ્ટપાહુડીમાં આચાર્યની વ્યાખ્યા કરતાં જણાવે છે કે, “જે જ્ઞાનમય છે. સંયમમાં શુદ્ધ છે. સુવીતરાગી છે, અને સાધારણ મુનિઓને કર્મોનો ક્ષય કરાવવાવાળી શુદ્ધ શિક્ષા-દીક્ષા આપે છે, તે આચાર્ય પરમેષ્ઠી જિનેશ્વરદેવના સાક્ષાનું પ્રતિબિંબ જેવા હોય છે.” આચાર્ય પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધિમાં લખ્યું છે કે,
"तत्र आचरन्ति तस्माद् व्रतानि इति आचार्यः' અર્થાત્ જે સ્વયં વ્રતોનું આચરણ કરે છે અને બીજાને કરાવે છે તે જ આચાર્ય કહેવાય છે.'
એ તો સિદ્ધ છે કે આચાર્ય સ્વયે ઉચ્ચ કોટિનું ચારિત્રનું પાલન કરે છે, મહાવ્રતોને ધારણ કરે છે અને બીજાને પણ કરાવે છે. તેઓ મુનિ-સંઘના અગ્રણી હોય છે. મુનિ-સાધુ જીવનના સંચાલનમાં તેમની આજ્ઞા અંતિમ અને સર્વમાન્ય હોય છે.
આચાર્ય ભક્તિ : શુદ્ધ ભાવથી આચાર્યનો અનુરાગ કરવો એને આચાર્ય ભક્તિ કહેવાય છે. આચાર્યમાં અનુરાગનો અર્થ છે આચાર્યના ગુણોમાં અનુરાગ કરવો. આચાર્ય શ્રુતસાગરસૂરિ આચાર્ય-ભક્તિ વિશે જણાવે છે કે, “અનુરાગથી અનુસરીને જ ભક્ત, ક્યારેક તો આચાર્યોને નવાનવાં ઉપકરણોનું દાન આપે છે, ક્યારેક વિનયપૂર્વક તેમની સામે જાય છે, ક્યારેક તેમના પ્રત્યે આદરભાવ દેખાડે છે અને ક્યારેક શુદ્ધ મનથી તેમના પગનું પૂજન કરે છે.”
આચાર્ય કુંદકુંદે આચાર્યોને પ્રણામ કર્યા છે પરંતુ તેઓને જ કે, "જે ઉત્તમ ક્ષમા, પ્રસન્નભાવ, વિતરાગતા અને તેજસ્વિતાથી યુક્ત છે તથા જે આકાશની જેમ નિર્લિપ્ત અને સાગરની જેમ ગંભીર છે."
આચાર્ય પૂજ્યપાદે આચાર્ય ભક્તિમાં આચાર્યના વિવિધ ગુણોનું વિશદ વર્ણન કર્યું છે. અનેક ગુણોથી યુક્ત આચાર્યની ભક્તિ કરવાથી જે ફળ મળે છે, તે વિશે તેઓ જણાવે છે કે, “યોગમાં સ્થિર, તપની વિવિધ વિધિઓના સંપાદનમાં અગ્રણી, પાપકર્મના ઉદયથી થવાવાળા જન્મ-મરણનાં બંધનોમાંથી મુક્ત આચાર્યોને નમસ્કાર કરવાથી, શાશ્વત, નિર્દોષ અને અનંત મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે.”
શાસ્ત્રકારોએ ભગવતી આરાધનામાં વિશુદ્ધ ભાવથી આચાર્યોની તીવ્ર ભક્તિ કરવાની વાત કરી છે. અને તેનું ફળ પણ મોક્ષસુખની પ્રાપ્તિનું જ છે.
આવા આચાર્યોનું સ્મરણ, જિનેશ્વરદેવની જેમ જ મંગલમય છે. અનેક આચાર્યોએ પોતાનાથી પૂર્વે થયેલા આચાર્યોનું સ્મરણ માત્ર એટલા માટે જ કર્યું છે કે, જેનાથી પોતે આરંભેલું શાસ્ત્ર
Page #97
--------------------------------------------------------------------------
________________
78
।। ભક્તામર તુલ્યું નમઃ II
કાર્ય નિર્વિઘ્ન રૂપથી સંપન્ન થઈ શકે.
શ્રી સિદ્ધસેને પહેલી દ્વાત્રિંશિકામાં સમન્તભદ્રનું અને શ્રી જિનસેનસૂરિ હરિવંશ પુરાણમાં સમન્તભદ્ર અને સિદ્ધસેન બંનેનું ગૌ૨વપૂર્ણ સ્મરણ કર્યું છે.
આચાર્ય ભક્તિનું ફળ : આચાર્યની ભક્તિ કરવાથી સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આચાર્ય કુંદકુંદનું યાચનાભાવથી ગુરુભક્તિ કરતું કથન આ પ્રમાણે છે, “મારા અજ્ઞાન દ્વારા આપના ગુણોના સમૂહની જે સ્તુતિ કરવામાં આવી છે, તે ગુરુભક્તિથી યુક્ત મને બોધિલાભ આપે. આચાર્યોની ભક્તિ કરવાવાળા, અષ્ટ કર્મોનો નાશ કરીને, જન્મ-મરણનાં ભવભ્રમણથી દૂર થઈને, સંસારસમુદ્રથી પાર થઈ જાય છે.’
શ્રી ઉમાસ્વાતિ ‘તત્ત્વાર્થસૂત્ર'માં જણાવે છે કે, આચાર્યોની ભક્તિ કરવાવાળા તીર્થંકરના પદને પ્રાપ્ત કરી શકે છે.
તાત્પર્ય કે આચાર્યની ભક્તિ ક૨વાથી, તેમના ગુણોનું સ્તવન કરવા-સાંભળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, શાસ્ત્ર આદિનું કાર્ય નિર્વિઘ્ને પાર પાડે છે. સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે તેથી ભાવપૂર્વક આચાર્યની ભક્તિ કરવાથી ચારિત્રના ભાવ સંપન્ન થાય છે અને આત્મા મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે.
૬. પંચપરમેષ્ઠી ભક્તિ
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને લોકના સર્વ સાધુ એ પંચ-પરમેષ્ઠી કહેવાય છે. આ ક્રમ સાધુથી અરિહંત સુધી, ઉત્તરોત્તર અત્યાધિક આત્મ-શુદ્ધિની દૃષ્ટિથી ક૨વામાં આવેલ છે. સિદ્ધ અધિક પવિત્ર હોવા છતાં, લોકોપકાર કરવાના કારણે અરિહંતને પ્રથમ સ્થાન મળ્યું છે.
આચાર્ય પૂજ્યપાદ ‘સર્વાર્થસિદ્ધિ'માં ઉપાધ્યાય વિશે જણાવે છે કે, “ઉપાધ્યાય તે છે, જેની પાસે જઈને મોક્ષને માટે શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે છે.” તેઓ અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા જીવોને જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે છે.
નેમિચંદ્રાચાર્ય ‘દ્રવ્ય સંગ્રહ'માં ઉપાધ્યાય વિશે જણાવે છે કે, “ઉપાધ્યાય વિદ્વાન હોય છે અને ચારિત્રવાન પણ હોય છે. ઉપાધ્યાય તે જ થઈ શકે છે, જે સાધુના ચારિત્રને પૂર્ણ રૂપથી પાળી ચૂક્યા હોય.''
તાત્પર્ય કે શિક્ષા આપવાનો સંબંધ છે ત્યાં સુધી આચાર્ય અને ઉપાધ્યાય બંને એક સમાન છે. પરંતુ સંઘના સભ્યોને આજ્ઞા આપવી, દીક્ષા પ્રદાન કરવી એ આચાર્યનો જ અધિકાર છે. ઉપાધ્યાય તેમ કરી શકતા નથી.
શ્રી યતિવૃષભ સાધુની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “સાધુએ દૃઢતાપૂર્વક શીલ-વ્રતોનું પાલન
Page #98
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ આ 79 કરવું જોઈએ અને રાગથી રહિત તથા વિવિધ વિનયોથી યુક્ત રહેવું જોઈએ.”
આચાર્ય પૂજ્યપાદ સર્વાર્થસિદ્ધિમાં જણાવે છે કે, “દિર:પ્રવૃતિ: રસધુ." અર્થાત્ સાધુ તે છે જે ચિરકાળથી, જિનદીક્ષામાં પ્રવ્રજિત થઈ ચૂક્યા છે.'
તાત્પર્ય કે સાધુનો સંબંધ શિક્ષા-દીક્ષા દેવાથી નથી હોતો. છતાં પણ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીના સાધનાપથ પર તેઓ આચાર્ય-ઉપાધ્યાયની જેમ જ આગળ વધે છે.
પંચ-પરમેષ્ઠી વ્યાખ્યા : પંચ-મરમેષ્ઠી એટલે પરમપદને પામેલ શુદ્ધ આત્મા. આચાર્ય કુંદકુંદ મોક્ષપાહુડીમાં જણાવે છે કે, “અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, મારા આત્મામાં જ પ્રક્ટ થઈ રહ્યા છે તેથી આત્મા જ મારું શરણ છે.”
શ્રી યોગીન્દ્ર પરમાત્મા પ્રકાશમાં કહે છે કે, જો તે સિદ્ધ પરમેષ્ઠી વ્યવહારનયથી લોકના શિખરની ઉપર બિરાજે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી તે આપણા આત્માસ્વરૂપમાં જ સ્થિર છે.”
તાત્પર્ય કે આ પંચ-પરમેષ્ઠીનો વાસ આપણા આત્મામાં જ છે. માટે આત્માનું શરણું સ્વીકારવાનું છે.
આચાર્ય કુંદકુંદ પરમેષ્ઠીની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “પરમેષ્ઠી તે છે – જે મલરહિત. શરીરરહિત. અનિન્દ્રિય, કેવલજ્ઞાની, વિશુદ્ધાત્મા, પરમજિન અને શિવંકર હોય.”
મલરહિતનું તાત્પર્ય છે કે અઢાર દોષો–ભૂખ, તરસ, જરા, રોગ, જન્મ, મરણ, ભય, મદ, રાગ, દ્વેષ, મોહ, ચિંતા, અરતિ નિદ્રા, વિસ્મય, વિષાદ, પ્રસ્વેદ અને ખેદથી શુદ્ધ થવું. આ પરમેષ્ઠીનો સૌથી મોટો ગુણ છે.
પરમેષ્ઠીઓ મોલમાં બિરાજમાન હોય છે તેથી તેઓ શરીરરહિત નિરાકાર હોય છે અને અનિન્દ્રિય હોય છે. કેવલજ્ઞાની જ મોક્ષપદને પામે છે, તેમજ આ પદ પામવાવાળા શુદ્ધ આત્મા જ હોય છે, અને પરમ જિન તથા શિવ પણ હોય છે. અર્થાત્ પરમેષ્ઠીનું સ્વરૂપ આવું હોય છે.
નવકાર મંત્ર અને એનું મહત્ત્વ : જેને ધર્મનો પાયાનો મૂળ મંત્ર નવકાર મંત્ર પંચ પરમેષ્ઠીથી સંબંધિત છે. આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને લોકના સર્વ સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યા છે.
ડૉ. જગદીશચંદ્ર જન “નવકારમંત્ર' પ્રાચીનતા વિશે જણાવે છે કે, “The original doctrine was contained in the fourteen purvas ‘old texts' which Mahavira himself had taught to his Ganadharas.":10
અર્થાત્ જૈન પરંપરામાં “નવકારમંત્ર સૃષ્ટિની જેમ જ અનાદિકાળથી માનવામાં આવે છે. ભગવાન મહાવીરે ૧૪ પૂર્વોની વિદ્યા, પોતાના ગણધરોને સ્વયં પ્રદાન કરી હતી.'
Dr. A. S. Altekar ggud $, "Mr. Mohanlal Bhgwandas Jhaveri thinks that the
Page #99
--------------------------------------------------------------------------
________________
80 । ભક્તામર તુભ્યે નમઃ ।।
Mantrashastra among the Jains is also of hoary antiquity. He claims that is antiquity goes back to the days of Parshvanatha, the 234 Tirthankara, who flourished about 850 B. C.’૧૧ અર્થાત્ “શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ ‘જૈન મંત્રશાસ્ત્ર’નો પ્રારંભ ઈ. સ. ૮૫૦થી પૂર્વ, અર્થાત્ ભગવાન પાર્શ્વનાથના સમયથી સ્વીકાર્યો છે.”
તાત્પર્ય કે જૈન ધર્મમાં નવકાર મંત્ર શાશ્વતો મંત્ર છે. અનાદિકાળથી ચાલ્યો આવે છે. શ્રી ઝવેરીના જણાવ્યા અનુસાર પાર્શ્વનાથના સમયથી આ મંત્ર ચાલ્યો આવે છે તે ઐતિહાસિક રીતે સિદ્ધ થાય છે. તેથી કદાચ બની શકે છે કે ભગવાન પાર્શ્વનાથના સમયથી પણ ‘૧૪ પૂર્વ’ અને ‘પહેલાથી આવેલી વિદ્યા'ના રૂપમાં પ્રતિષ્ઠિત પણ હોય.
‘નવકાર-મંત્ર’ની પ્રાચીનતાના ઘણા પુરાવાઓ મળી આવે છે. ઘણા પ્રાચીન ગ્રંથોનો પ્રારંભ ‘નવકાર-મંત્ર'ના મંગલાચરણથી થયેલો મળી આવે છે. ‘નવકાર-મંત્ર’માં અપૂર્વ-શક્તિ છે કે જેના ઉચ્ચારણથી ઇન્દ્રલોકનો વૈભવ તો મળે જ છે પરંતુ પરલોકની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર'માં જણાવ્યું છે કે, પંચ-પરમેષ્ઠી ‘નમસ્કાર મંત્ર'થી ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક મહત્ત્વશાળી સમ્યગ્-દર્શન પ્રાપ્ત થાય છે જેના કારણે જીવને મોક્ષસુખ મળે છે.''
૧૧મી સદીમાં થયેલાં શ્રી વાદિરાજસૂરિએ ‘એકીભાવ સ્તોત્ર'માં કહ્યું છે કે, જ્યારે પાપાચારી કૂતરો પણ ‘નવકાર-મંત્ર'ને સાંભળીને દેવ બની ગયો, તો એ નિશ્ચિત છે કે તે મંત્રનો જાપ કરવાથી આ જીવ ઇન્દ્રની લક્ષ્મીને પણ મેળવી શકે છે.''
૧૪મી સદીમાં થયેલા શ્રી જિનપ્રભસૂરિ ‘પંચ-પરમેષ્ઠી નમસ્કાર કલ્પ'માં લખે છે કે, “આ મંત્રની આરાધના કરવાવાળા યોગીજન ત્રિલોકના ઉત્તમ પદને પ્રાપ્ત કરી લે છે. આટલું જ નહીં પરંતુ સહસ્રો પાપોનું સંપાદન કરવાવાળા અને સેંકડો જીવોની હત્યા કરવાવાળા તિર્યંચ પણ આ મંત્રની ભક્તિથી સ્વર્ગમાં પહોંચી જાય છે.’’
તાત્પર્ય કે ‘નવકાર-મંત્ર’ શાશ્વતો મંત્ર છે. તેનો જાપ ક૨વાથી મોક્ષમાર્ગનું પથદર્શન સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના કારણે ઇન્દ્રલોક અને પરલોક બંનેમાં મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ગમે તેવા ભયાનક કર્મનો કરનારો પણ નવકાર-મંત્રને પામી જાય, તેનો પાઠ-જપ, ધ્યાન કરે તો અવશ્ય ભવ-ભ્રમણના ફેરામાંથી મુક્તિ પામીને શાશ્વત સુખ – મોક્ષની પ્રાપ્તિ કરે છે.
પંચ-પરમેષ્ઠી ભક્તિ : પંચ-પરમેષ્ઠીની ભક્તિ કરવાવાળો આત્મા, અષ્ટકર્મોનો નાશ કરીને સંસારની ભ્રમણારૂપ ૮૪ લાખ યોનિમાંથી છુટકારો મેળવે છે, અને શિવ-સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ કરી સામાન્યજનમાં પૂજનીય બને છે.
નવકાર-મંત્રના પંચ-પરમેષ્ઠી લોકોત્તમ છે. ત્રણે લોકના સર્વ જીવો વડે પૂજાયેલ છે. સંસારરૂપ લવણ-સમુદ્રમાં દુ:ખી થયેલાં પ્રાણીઓ માટે તે જ એક માત્ર શરણ છે. તે સર્વનું મંગલ કરનાર
Page #100
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ જ 81 છે. જૈન શાસ્ત્રકારો, આચાર્યો, વિદ્વાનોએ તેથી જ કરીને તેને મંગલરૂપ માન્યો છે. તેની ભક્તિ કરવાથી સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. જે મોક્ષ પ્રદાન કરવા અર્થે પૂર્ણરૂપથી સમર્થ છે.
મુનિભગવંતથી લઈને પૂર્વાચાર્યોએ નમસ્કાર-મંત્રની અપૂર્વ ભક્તિ કરી છે. તે દ્વારા સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ કરી છે.
પંચ પરમેષ્ઠીની ભક્તિ કર્યા સિવાય બીજી કોઈ આરાધના શક્ય નથી. તે સંદર્ભે શ્રી શિવાર્યકોટિ ભગવતી આરાધનામાં જણાવે છે કે, જે પુરષ પંચ-પરમેષ્ઠીની ભક્તિ નથી કરતો, એનો સંયમ ધારણ કરવો ઉજ્જડ ખેતરમાં બીજ વાવવા સમાન છે. પંચ-પરમેષ્ઠીની ભક્તિ વિના જો કોઈ પોતાની આરાધના કરવા માગે, તો તે એવું જ છે જેમ કે બીજ વગરની ધાન્યની ઇચ્છા કરવી અને વાદળા વગર પાણીની ઇચ્છા કરવી.”
અનેક આચાર્યોને તેની ભક્તિ કરવાની કહી છે કે જેના દ્વારા બ્રહ્મતત્વની પ્રાપ્તિ કરી શકાય છે, નિત્ય પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેની ભક્તિ કરવાથી શાસનદેવને પ્રસન્ન થાય છે અને આત્માની ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે. આવી અલૌકિક, અદ્વિતીય શક્તિ નમસ્કાર મહામંત્ર નવકાર-મંત્રમાં રહેલી છે. તેથી તેની ભક્તિ કરી અનંત સુખના સ્વામી બનવાનો લહાવો દરેક સુજ્ઞ જીવાત્માએ લેવો જોઈએ. જેથી કરીને મોક્ષસુખની પ્રાપ્તિ કરી શકાય.
આ પ્રમાણે શાસ્ત્રકારોએ સ્પષ્ટ કર્યું છે કે શ્રુતજ્ઞાનની પૂજા-અર્ચના-વંદના-નમસ્કાર કરવાથી સર્વ પાપોનો ક્ષય થાય છે. બધાં દુઃખો દૂર થાય છે. તથા તે દ્વારા બોધિલાભની પ્રાપ્તિ થાય છે અને જિનગુણસંપત્તિના સ્વામી બનાય છે. ૭. શાંતિ ભક્તિ
શાંતિનો અર્થ છે નિરાકુળતા. જે વીતરાગતાથી ઉત્પન્ન થાય છે. આકુળતા રાગનું પરિણામ છે. કોઈ પણ વાતમાં લીન રહેવું રાગ છે. આને જ આસક્તિ કહેવાય છે અને આ જ આસક્તિ અશાંતિનું મૂળ કારણ છે. સાંસારિક દ્રવ્યોનો ઉપભોગ એ ખરાબ નથી. પરંતુ એમાં આસક્ત હોવું દુઃખદાયી છે. જેના દ્વારા કર્મનો બંધ થાય છે અને આ કર્મનો બંધ જ અશાંતિનું કારણ છે.
શાંતિ બે પ્રકારની હોય છે : (૧) ક્ષણિક, (૨) શાશ્વત,
ક્ષણિક શાંતિ સાંસારિક રાગાદિના ઉપશમથી અને શાશ્વત શાંતિ અષ્ટકર્મોના વિનાશથી ઉત્પન્ન થાય છે. મોક્ષપ્રાપ્તિ કરવી જ શાશ્વત શાંતિ છે.
શાંતિ ભક્તિની પરિભાષા : શાંતિ મેળવવા માટે કરવામાં આવતી ભક્તિ શાંતિ-ભક્તિ કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ કરવાથી ક્ષણિક અને શાશ્વત બંને પ્રકારની શાંતિની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વર ભગવાને તો શાશ્વત શાંતિ મેળવી લીધી છે. તેઓ શાંતિના પ્રતીક માનવામાં આવે છે. તેમના મુખ પર શાંતિરસ પ્રસરેલો જોવા મળે છે. તેથી તે મેળવવા માટે
Page #101
--------------------------------------------------------------------------
________________
82
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
પણ તેમનું આલંબન લેવારૂપ ભક્તિ કરવામાં આવે છે.
આમ તો ૨૪ તીર્થંક૨ શાંતિ પ્રદાન કરે છે તેથી કોઈ પણ જિનેશ્વરદેવની શાંતિ મેળવવા માટે ભક્તિ કરી શકાય છે. પરંતુ ૨૪ તીર્થંક૨માંથી ૧૬મા શ્રી શાંતિનાથ ભગવાનને વિશિષ્ટ રૂપથી શાંતિદાયક માનવામાં આવે છે. શાંતિનાથ ભગવાનને અનુલક્ષીને જેટલાં પણ સ્તોત્રની રચના થઈ છે તે સર્વમાં શાંતિની જ વાત થઈ છે. ઉદાહરણ તરીકે લઘુશાંતિસ્તવની રચના શ્રી માનદેવસૂરિએ કરી છે તેમાં મરકીના ઉપદ્રવથી શાંતિ મેળવવા માટે શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે.
આથી કરીને એ વાત સિદ્ધ થાય છે કે શાંતિ-ભક્તિમાં વિશેષરૂપથી શ્રી શાંતિનાથ ભગવાનની ભક્તિ કરવામાં આવે છે.
શાંતિ ભક્તિ : આચાર્ય પૂજ્યપાદે શાંતિ ભક્તિમાં લખ્યું છે કે, “જિનેન્દ્રના ચરણોની સ્તુતિ ક૨વાથી સમસ્ત વિઘ્નો અને શારીરિક રોગ દૂર થઈ જાય છે. જેવી રીતે મંત્રોના પાઠથી સાપનું ભયંકર વિષ શાંત થઈ જાય છે.''
જિનેશ્વરદેવની ભક્તિથી બધા જ પ્રકારનાં વિઘ્નોનો નાશ થાય છે તથા શારીરિક રોગ ગમે તેવા હોય પરંતુ તેમાંથી મુક્ત થવાય છે અને કાયા નિરોગી બને છે. અન્ય પ્રાણીઓએ કરેલા ઉપદ્રવો પણ તેમની ભક્તિ કરવાથી શાંત થઈ જાય છે. તેમની ભક્તિ કરવાથી નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ગ્રીષ્મ ઋતુના ઉગ્ર તાપથી ત્રસ્ત થયેલા જીવને પાણી અને છાયામાં શાંતિ મળે છે તેવી જ રીતે સંસારનાં દુઃખોથી ત્રસ્ત-દુઃખી થયેલો જીવ પ્રભુભક્તિથી, તેમના ચરણોમાં શાંતિ મેળવે છે.
શાંતિનાથ ભગવાનની ભક્તિ : આચાર્ય સોમદેવ શાંતિનાથ ભગવાનની ભક્તિ કરતાં જણાવે છે કે, “શાંતિ ક૨વાવાળા શાંતિનાથ ભગવાન ! ભવદુઃખરૂપી અગ્નિ પર ધર્મામૃતની વર્ષા કરનારી અને શિવ-સુખ દેનારી શાંતિ મને પ્રદાન કરો.'
શાંતિ ભક્તિમાં ‘શાંત્યાષ્ટક'નો પ્રારંભ કરતાં આચાર્ય પૂજ્યપાદ જણાવે છે કે, “હે શાંતિ જિનેન્દ્ર ! અનેક શાંત્યાર્થી જીવ, આપના પાદપદ્મોનો આશ્રય લઈને તરી ગયા છે, તેઓએ શાશ્વત મોક્ષરૂપ શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. મારા પર કૃપાદ્દષ્ટિ કરો, હું ભક્તિપૂર્વક શાંત્યાષ્ટકનો પાઠ કરી રહ્યો છું.'
૧૦મી સદીમાં થયેલા શ્રી શોભનમુનિ શાંતિના ફળના સંદર્ભમાં જણાવે છે કે, “શાંતિ જિનેન્દ્રનાં પ્રવચનોને સાંભળવા માત્રથી આ જીવ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી લે છે.''
તાત્પર્ય કે સર્વ પ્રકારની શાંતિની પ્રાપ્તિ માટે શ્રી શાંતિનાથ ભગવાનના ચરણયુગલની ભક્તિ કરવી જોઈએ. જેના થકી સર્વ વિઘ્નો દૂર થાય છે અને મંગલની પ્રાપ્તિ થાય છે. આ મંગલનું ફળ પણ શાશ્વત, અવિનાશી છે. અનેક ગ્રંથકારોએ ગ્રંથના અંતિમ મંગલાચરણમાં સમગ્ર લોકના
Page #102
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
જીવો માટે શ્રી શાંતિનાથ ભગવાન પાસે શાંતિની યાચના કરતી પ્રાર્થના કરી છે.
૮. નિર્વાણ ભક્તિ
‘નિર્વાણ’ શબ્દ શ્રિઃ પૂર્વક ‘વો’ ધાતુથી બન્યો છે જેનો અર્થ છે બુઝાવી દેવું. બૌદ્ધ શાસ્ત્રો અનુસાર આત્માનું બુઝાઈ જવું અર્થાત્ શાંત થઈ જવાને નિર્વાણ કહે છે. જેમકે, બૌદ્ધ ત્રિપિટકોમાં ‘શાંત નિવ્વાંણ’ શબ્દ આવે છે. અશ્વઘોષે ‘દીપકની જેમ દુઃખ ક્લેષાદિના ક્ષય થવાથી, આત્માનું શાંત થઈ જવું નિર્વાણ માન્યું છે.'
83
જૈન ધર્મમાં આત્મા ક્યારેય બુઝાતો નથી, પરંતુ સર્વ કર્મનો ક્ષય થઈ જવાથી એક નવું રૂપ ધારણ કરી લે છે. અર્થાત્ જૈન ધર્મમાં બુઝાવી દેવું' ક્રિયા, સંસાર અને કર્મોથી સંબંધિત છે. સર્વ કર્મનો ક્ષય થઈ જવાથી નિર્વાણ પામેલ આત્મા એક એવા શાશ્વત સુખને પામી જાય છે કે જેને છોડીને આત્માએ ફરીથી સંસારમાં આવવાનું નથી હોતું. આ જ કારણે સિદ્ધ, તીર્થંકર, કેવળજ્ઞાની ઉત્કૃષ્ટ કોટિના વીતરાગીઓના મૃત્યુને ‘નિર્વાણ’ કહે છે. જૈન ધર્મશાસ્ત્રોમાં ‘નિર્વાણ' અને “મોક્ષ’ને સમાનાર્થી શબ્દ માનવામાં આવ્યાં છે.
તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિએ કહ્યું છે કે “કૃત્સ્નર્મવિપ્રમોક્ષો મોક્ષઃ !'' અર્થાત્ ‘સઘળાં કર્મોથી છુટકારો થવા ‘મોક્ષ' છે.' અને તેવી જ રીતે સર્વ કર્મોને બુઝાઈ જવું ‘નિર્વાણ' છે.
નિર્વાણ ભક્તિની પરિષાભા ઃ જે આત્માઓ ‘નિર્વાણ' પ્રાપ્ત કરી ચૂક્યા છે, અર્થાત્ ‘મોક્ષપદ’ને પામી ચૂક્યા છે, તેમની ભક્તિ ક૨વી ‘નિર્વાણભક્તિ’ છે. ‘નિર્વાણ ભક્તિ'માં તીર્થંકરોના જીવનમાં આવતાં ‘પંચકલ્યાણકો’ના સ્તવન દ્વારા તેમની સ્તુતિ તથા જ્યાં આવા આત્માઓ નિર્વાણ પામ્યા છે, તેવાં સ્થળો પ્રત્યેના ભક્તિ-ભાવનો સમાવેશ થાય છે. નિર્વાણસ્થળ તેને કહેવાય છે કે જે જગ્યાએ આવા ઉચ્ચ કોટિના આત્માઓનું નિર્વાણ થયું હોય છે.
પંડિત આશાધર ‘જિન સહસ્રનામ'માં જણાવે છે કે,
તીર્થત સંસારસાપરો યેન તત્તીર્થમ્ ।''
અર્થાત્ ‘નિર્વાણ પામેલાઓની ભક્તિ સંસારસાગરથી તા૨વામાં સમર્થ છે, તેથી એને તીર્થ પણ કહે છે.'
તાત્પર્ય કે નિર્વાણ પામેલા ઉચ્ચકોટિના આત્માઓ જે મોક્ષ પદને પામેલા છે તેની ભક્તિ તથા તીર્થંકરોનાં પંચકલ્યાણકો જે સ્થાન સાથે સંબંધિત છે તે પણ તીર્થ કહેવાય છે. તેથી જ તીર્થયાત્રાઓ અને તીર્થસ્તુતિઓ બંને જ નિર્વાણ ભક્તિનાં અંગો છે.
પંચકલ્યાણક સ્તુતિ : પંચકલ્યાણક સ્તુતિમાં ચ્યવનકલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવળજ્ઞાનકલ્યાણ અને નિર્વાણકલ્યાણક સાથે સંબંધિત સ્થળોની સ્તુતિ-સ્તવના કરવામાં આવે છે. આચાર્ય કુંદકુંદ ‘નિર્વાણ ભક્તિ’માં જણાવે છે કે, ‘આ મૃત્યુલોકમાં જેટલાં પણ પંચકલ્યાણકો
Page #103
--------------------------------------------------------------------------
________________
84 - || ભક્તામર તુલ્યું નમઃ સંબંધિત સ્થાન છે, હું એ બધાને મન-વચન-કાયાની શુદ્ધિથી, મસ્તક નમાવીને નમસ્કાર કરું છું.'
આચાર્ય પૂજ્યપાદ નિર્વાણ ભક્તિના પ્રારંભમાં જણાવે છે કે, “હું ભક્તિ-પૂર્વક, ભવ્યજીવોને સંતુષ્ટ કરવાવાળા અને અત્યંત કષ્ટથી પ્રાપ્ત થવાવાળાં પંચકલ્યાણકો દ્વારા પરમ ગુરુ, ભગવાન મહાવીરની સ્તુતિ કરું છું.'
તેઓએ ૨૦ પઘપ્રમાણ સ્તવનમાં પંચકલ્યાણકોનું વિશદ વર્ણન કર્યું છે અને અંતિમ પદમાં પંચકલ્યાણકોની સ્તુતિ કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે જણાવ્યું છે. યથા :
"इत्येवं भगवति वर्धमानचन्द्रे यः स्तोत्रं पढति सुसन्ध्योर्धयोहिं ।
सोऽनन्तं परमसुखं नृदेवलोके भुकत्वान्ते शिवपदमक्षयं प्रयाति ।।" અર્થાત્ જે કોઈ પંચકલ્યાણકકારક સ્તોત્રનું પઠન-પાઠન કરે છે, તે આ મનુષ્યલોકમાં અનંત પરમ સુખ ભોગવીને, અંતમાં અક્ષય શિવ-પદ પ્રાપ્ત કરશે.'
તાત્પર્ય કે પંચકલ્યાણક સ્તુતિમાં તીર્થકરાદિને, અને જે તીર્થનું વર્ણન કરવામાં આવ્યું છે તેની પણ સ્તુતિ કરવામાં આવે છે, અને તેની ફળશ્રુતિ રૂપે મોક્ષ પણ મેળવી શકાય છે.
તીર્થક્ષેત્રો : જ્યાંથી તીર્થકર કે બીજા ઉચ્ચકોટિના આત્માઓને નિર્વાણની પ્રાપ્તિ થઈ છે - તે સિદ્ધક્ષેત્ર કહેવાય છે. દરેક જણને એક સ્થાને અથવા વિવિધ સ્થાનોથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. વર્તમાન ચોવીશીના તીર્થકરોમાંથી શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદ પરથી, વાસુપૂજ્ય સ્વામીને ચંપાપુરીમાં, નેમિનાથ ભગવાન ગિરનાર પર, મહાવીર સ્વામી પાવાપુરીમાં અને બાકીનાં ૨૦ તીર્થકરો સમેતશિખર પરથી મોક્ષપદને પામ્યાં. આ દરેક સ્થળ સિદ્ધક્ષેત્ર કહેવાય છે. આ સિવાયના પણ ઘણાં તીર્થક્ષેત્રો છે જ્યાંથી દિવ્યાત્માઓને શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ છે.
આવાં તીર્થક્ષેત્રોની સ્તુતિ ઘણા ભક્તકવિઓએ ગાઈ છે અને તીર્થયાત્રા કરવાથી મળતાં ફળની ફળશ્રુતિ વર્ણવી છે. છરી પાળતા સંઘોની યાત્રાનું વર્ણન કરતાં સ્તવનો પણ મળી આવે છે. આ તીર્થક્ષેત્રના મહિમાનું ગાન છે અને તે દ્વારા નિર્વાણભક્તિ કરવામાં આવી છે. ૯. નંદીશ્વર ભક્તિ નંદીશ્વર દીપનું વર્ણન તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વાતિએ ત્રણ શ્લોકમાં આ પ્રમાણે કર્યું છે,
જમ્બુદ્વીપ-લવણોદાદયઃ શુભનામાનો દ્વીપ સમુદ્રાઃ III દિ-દ્વિષ્કિમ્માઃ પૂર્વ-પૂર્વ-પરિક્ષેપિણો વલયાકૃત્તયઃ II૮
તન્મધ્યે મેરુનાભિવૃતો યોજન – શતસહસ્ત્રવિષ્કલ્પો જમ્બુદ્વીપ: ll ll" અર્થાતું જૈન શાસ્ત્રો અનુસાર મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. તે એકબીજાથી ઘેરાયેલાં, અને કંગન (સ્ત્રીના હાથની બંગડી)ના આકારવાળા છે. તે બધાની મધ્યમાં જમ્બુદ્વીપ સમૂહ છે. તેનો વિસ્તાર એક લાખ યોજન છે. તેને બે લાખ યોજનનો લવણસમુદ્ર ઘેરાયેલો છે,
Page #104
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ 85 તે નન્દીશ્વર સમુદ્રથી ઘેરાયેલો છે.'
તિલોયપણતિમાં શ્રી યતિવૃષભે નંદીશ્વર દ્વીપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે તેનો સારાંશ કંઈક આવો છે : “તેની ચારે દિશાઓમાં કાળા વર્ણવાળા ચાર અંજનગિરિ છે. જેમાંથી દરેક ૮૪000 યોજન ઊંચા છે. તેની ચારે તરફ ચાર-ચાર જલવાપિકાઓ છે. જે એક લાખ યોજન લાંબી-પહોળી છે. સોળ વાપિકાઓના મધ્યમાં સફેદ રંગના દધિમુખ પર્વત છે, જે દશ-દશ સહસ્ત્ર યોજન ઊંચા છે. પ્રત્યેક જલવાપિકાના બહારના ખૂણામાં લાલ વર્ણના બે-બે રતિકર પર્વત છે, તે એક એક સહસ્ર યોજન ઊંચા છે."
આ પ્રકારે ચાર અંજનગિરિ, સોળ દધિમુખ અને બત્રીસ રતિકર પર્વતોનો યોગ એમ કુલ બાવન થાય છે. આમાં દરેક પર એક-એક વિશાળ જિનમંદિર છે, બધાં જ કુદરતી છે, અને અનાદિકાળથી ચાલ્યાં આવે છે. દરેક જિનમંદિર ૭૨ યોજન ઊંચાં છે. તેમાં પાંચસો ધનુષ ઊંચી જિન-પ્રતિમાઓ બિરાજમાન છે.
નંદીશ્વર દ્વીપની પરિભાષા : નંદીશ્વર દ્વીપનાં કુદરતી જિન-મંદિરોમાં અને તેમાં બિરાજમાન જિન-પ્રતિમાઓની પૂજા-અર્ચના કરવી નંદીશ્વર ભક્તિ કહેવાય છે.
આચાર્ય પૂજ્યપાદ નંદીશ્વર ભક્તિ વિશે જણાવતાં લખે છે કે, “કાર્તિક, ફાગણ અને અષાઢ મહિનાના અંતિમ આઠ દિવસોમાં સૌધર્મ પ્રમુખ વિવુધપતિ નંદીશ્વર દ્વીપ જાય છે અને દિવ્ય અક્ષત, ગંધ, પુષ્પ અને ધૂપ આદિ દ્રવ્યથી તે અપ્રતિમ પ્રતિમાઓની પૂજા કરે છે."
દેવલોકના દેવો આદિ નંદીશ્વર દ્વીપ જઈને આઠ દિવસ સુધી ઉત્સવ મનાવે છે. મધ્યલોકનો સામાન્ય જીવ કે અન્ય કોઈ પણ લોકનો જીવાત્મા નંદીશ્વર દીપ જઈ નથી શકતો. તે પોતાના જિનાલયોમાં નંદીશ્વર દ્વીપનું ચિત્ર બનાવીને અને અપ્રત્યક્ષ રૂપથી જિન પ્રતિમાઓની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરે છે. આ રીતે કરવામાં આવતી દ્રવ્યપૂજા કે ભાવપૂજા જ નંદીશ્વર ભક્તિ છે.
સૌધર્મેન્દ્ર અને દેવો દ્વારા મનાવવામાં આવતો આ મહોત્સવ અષ્ટાનિકા મહોત્સવ કહેવામાં આવે છે. જેમાં જિનાલયમાં બિરાજમાન જિન પ્રતિમાઓને અભિષેક સ્વર્ગના ઇન્દ્ર સૌધર્મેન્દ્ર કરે છે અને અન્ય ઇન્દ્રો પણ આ મહોત્સવમાં પૂજા-અર્ચનમાં ભાગ લે છે. મહાદેવીઓ અને અન્ય દેવીઓ પણ અષ્ટ-મંગલ દ્રવ્ય ધારણ કરીને ઊભી રહે છે અને દેવલોકની સુંદર અપ્સરાઓ નૃત્ય કરે છે. આ અષ્ટાનિકા મહોત્સવનું વર્ણન સ્વયં બૃહસ્પતિ માટે પણ અશક્ય છે.
તાત્પર્ય કે નંદીશ્વર દ્વીપ પર ઊજવવામાં આવતો અષ્ટાનિકા મહોત્સવ સૌધર્મેન્દ્ર આદિ દેવો એવો અદ્ભુત રીતે ઊજવે છે કે તેનું વર્ણન કરવું બૃહસ્પતિ જેવા દેવને માટે પણ અશક્ય છે, પછી સામાન્ય જીવને માટે તેનું વર્ણન કરવું ખરેખર દુષ્કર કાર્ય છે અને તે પણ નજર સમક્ષ જોયા વિના વર્ણન કરવું અતિ કઠિન કાર્ય છે.
નંદીશ્વર દ્વીપની સ્તુતિ નંદીશ્વર દ્વીપના આવા અદ્ભુત. મનોહારી, અલૌકિક, કુદરતી જિન
Page #105
--------------------------------------------------------------------------
________________
86 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
ચૈત્યાલયોને નમસ્કાર કરતાં આચાર્ય પૂજ્યપાદ સ્તુતિ કરે છે કે, “જેમાં જિનેન્દ્રની પાંચસો ધનુષ્ય ઊંચી મણિ-સુવર્ણ અને ચાંદીથી જડાયેલી, કરોડો સૂર્યોની પ્રભાથી પણ અધિક પ્રકાશિત પ્રતિમાઓ બિરાજમાન છે, તે ચૈત્યાલયોને હું નમસ્કાર કરું છું. તે ભાનુના વિમાન સમાન દેદીપ્યમાન, અદ્વિતીય, યશ અને તેજના અધિષ્ઠાનરૂપ છે. એનાં દર્શનથી સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે.’’ તેઓ આગળ આનાથી પ્રાપ્ત થતાં ફળ વિશે જણાવે છે કે, જે પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા આ ત્રણેય કાળ નંદીશ્વરની ભક્તિમાં સ્તોત્રપાઠ કરે છે, તે અનંત કાળ સુધી રહેવાવાળા શાશ્વત સુખને પ્રાપ્ત કરી લે છે.’
તાત્પર્ય કે આવા સુંદર પુણ્યબળની પ્રાપ્તિ કરાવનાર નંદીશ્વર દ્વીપની ભક્તિ કરવાથી મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેથી તેની ત્રણેય કાળ પ્રાતઃકાળ મધ્યાહ્નકાળ અને સંધ્યાકાળની પૂજાસ્તુતિ-સ્તવના કરવી અતિ આવશ્યક છે.
૧૦. ચૈત્ય ભક્તિ
‘ચૈત્ય’ શબ્દ ‘ચિતિ’થી બન્યો છે. ‘ચિતિ’નો અર્થ છે ચિતા. ચિતા પર બનેલા સ્મૃતિ ચિહ્નોને ચૈત્ય કહેવાય છે. બહુ જ પહેલાં આ સ્થાનો પર વૃક્ષ લગાવવામાં આવતાં હતાં તે ચૈત્ય-વૃક્ષ કહેવાય છે.
આવાં ચૈત્યવૃક્ષો તીર્થ સ્વરૂપે હોય છે. મહાભારતમાં પણ ચૈત્યવૃક્ષને માહાત્મ્ય આપવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે, “ચૈત્યવૃક્ષોને છોડીને બીજાં બધાં નાનાં નાનાં વૃક્ષોને કાપી નાંખવાં જોઈએ.'' અર્થાત્ ખંડિયા રાજા જેવાં અન્ય નાનાં નાનાં વૃક્ષો વચ્ચે ચૈત્યવૃક્ષો' ચક્રવર્તી સમાન શોભી રહ્યાં છે.
જૈન ધર્મની પરંપરામાં અનાદિ કાળથી ચૈત્યવૃક્ષ પવિત્ર અને પૂજ્ય મનાતું આવેલ છે. પ્રત્યેક તીર્થંકર ભગવાનની દેશના આપવા માટે રચાતા સમવસરણની રચનામાં ચૈત્યવૃક્ષનું એક મહત્ત્વનું સ્થાન હોય છે. વિવિધ ગ્રંથોમાં નિગ્રંથકારોએ ચૈત્યવૃક્ષનું વર્ણન કરેલું મળી આવે છે.
ચૈત્ય અને પ્રતિમા : શ્રી અભયદેવસૂરિએ ‘ભગવતીસૂત્ર'ની વૃત્તિમાં જિન-પ્રતિમાનો ઉલ્લેખ ‘ચૈત્ય' શબ્દથી કર્યો છે.
‘અભિધાન-રાજેન્દ્રકોશ’માં પણ જણાવવામાં આવ્યું છે કે, “નિત્ય પૂજાને માટે જે અરિહંતની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે તે ચૈત્ય કહેવાય છે.''
‘ચેત્ય’ શબ્દ જૈન ધર્મમાં જિન-પ્રતિમાઓ માટે પ્રયોજવામાં આવ્યો છે. તેથી જ ચૈત્યભક્તિનું માહાત્મ્ય જિન-પ્રતિમાની ભક્તિ કરવા જેટલું જ મહત્ત્વનું અને આવશ્યક છે.
ચૈત્ય અને આત્મા : આચાર્ય કુંદકુંદે શુદ્ધ જ્ઞાનરૂપ આત્માને પણ ચૈત્ય કહેલ છે, અને આવા આત્માને ધારણ કરવાવાળા, વીતરાગી મુનિને ચૈત્યગૃહ માન્યા છે.
જૈન ધર્મમાં પંચ-પરમેષ્ઠી કે જેઓએ શુદ્ધ આત્માસ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે અને આવા
Page #106
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ
87
શુદ્ધ આત્માઓનાં જ ચેત્યાલયો બને છે.
ચેત્યાલય અને મંદિર : ચેત્યાલય નાનું અને મંદિર વિશાળ હોય છે. અપેક્ષાકૃત ચેત્યાલય પ્રાચીન હોય છે. આવાં ચૈત્યાલયોનો જન્મ મહાપુરુષોની સમાધિ પર થતો હોય છે, જ્યારે મંદિર દેવોત્સવને માટે બનેલાં હોય છે.
ચૈત્ય ભક્તિ : ચૈત્યવૃક્ષ, પ્રતિમા, બિંબ અને જિનાલયોની પૂજા-અર્ચના, ચૈત્ય ભક્તિ કહેવાય છે. કહેવામાં આવે છે કે આ ચૈત્ય ભક્તિની શરૂઆત ભગવાન મહાવીર સ્વામીના પહેલા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે ‘જયતિ ભગવાન'થી કરી હતી.
આચાર્ય પૂજ્યપાદ ચૈત્ય ભક્તિ વિશે જણાવે છે કે, “શ્રી જિનેશ્વરદેવ ! સુવર્ણ કમળો પર પગ રાખીને ચાલે છે એ ચરણોમાં ઇન્દ્રોના મણિ-જડિત મુકુટ પણ ઝૂક્યા કરે છે. એમની શરણમાં જવાવાળા ક્લુષિત હૃદય અને પરસ્પર વૈરી એકબીજાનો વિશ્વાસ પ્રાપ્ત કરી લે છે.”
સૌધર્મેન્દ્ર જેવા દેવેન્દ્રો પણ પ્રભુના ચરણમાં મસ્તક નમાવે છે અને તે ચરણોમાં શરણે આવીને નમન કરવાવાળા એકબીજાના દ્વેષી કે રાગી મટીને સહૃદયી બની જાય છે.
શ્રી કીર્તિરત્નસૂરિએ ‘ગિરનાર ચૈત્ય-પરિપાટી સ્તવન'માં લખ્યું છે કે, “જે ઉર્જયન્ત પર્વતના અપાપરૂપ મઠમાં બિરાજમાન બહુ જ પ્રાચીન પ્રતિમાઓને પ્રણામ કરવા માત્રથી જ મનુષ્યનાં પાપ દૂર થઈ જાય છે, તે ઉર્જયન્તગિરિની હું વંદના કરું છું.”
વિવિધ ચૈત્યો–સ્તવના અને તેને કરવામાં આવતા નમસ્કાર જ ચૈત્ય ભક્તિ છે. આવી ભક્તિનો લાભ સૌધર્મેન્દ્ર ઇન્દ્રથી લઈને સામાન્ય જનને પણ પ્રાપ્ત થયેલો હોય છે. ચૈત્ય ભક્તિનાં સાધનો પણ અન્ય ભક્તિની ફળશ્રુતિ રૂપે મળતાં મોક્ષપદ'ને પ્રાપ્ત કરે છે.
ઉપરોક્ત દશ ભક્તિ સર્વમાન્ય, સર્વસામાન્ય અને વિવિધ આચાર્યો દ્વારા વર્ણવાયેલી છે. આ ઉપરાંત પણ બીજી બે પ્રકારની ભક્તિ પણ વર્ણવવામાં આવી છે અને તે છે તીર્થંકર ભક્તિ અને સમાધિ ભક્તિ.
૧૧. તીર્થંકર ભક્તિ
'तीर्थं करोतैपति तीर्थंकर : '
પંડિત આશાધરે જણાવેલ આ કથન દ્વારા સ્પષ્ટ થાય છે કે ‘તીર્થને કરવાવાળા તીર્થંકર કહેવાય છે.'
તેઓ આગળ જણાવે છે કે, “તીર્યતે સંસારસાગરો પેન તત્તીર્થમ્'' અર્થાત્ “આ સંસારરૂપી સમુદ્ર જે નિમિત્તથી તરી શકાય છે તે જ તો તીર્થંકર છે.''
કવિ ધનંજયે, દ્વાદશાંગી શાસ્ત્રને જ તીર્થ કહ્યું છે, કારણ કે તેના સહારે ભવસમુદ્રને પાર કરી શકાય છે.''
Page #107
--------------------------------------------------------------------------
________________
88 ક || ભક્તામર સુભ્ય નમઃ |
આચાર્ય શ્રુતસાગરે, “રત્નત્રયીને તીર્થ માન્યું છે, કારણ કે એના અભાવ થકી સંસારથી, છુટકારો નથી થઈ શકતો.”
તાત્પર્ય કે તીર્થની સ્થાપના કરવાવાળા તીર્થકર કહેવાય છે અને તેનું આલંબન લઈને જ સંસાર-સમુદ્રરૂપ ભવભ્રમણના ફેરામાંથી મુક્તિ મળે છે. આ મુક્તિ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી દ્વારા જ શક્ય બને છે. તથા સંસારના આવાગમનથી મુક્ત કરાવવા માટેનું નિમિત્ત તીર્થ છે. તે નિમિત્તરૂપ તીર્થના વિધાતા હોવાને કારણે સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવ તીર્થકર કહેવાય છે.
સાધુ અને તીર્થકરમાં તફાવત : મોક્ષ' લક્ષ્યની પ્રાપ્તિ અર્થે એક જ માર્ગના પ્રવાસી હોવા છતાં સાધુ અને તીર્થંકરમાં તફાવત હોય છે. તીર્થકર મૌલિક-માર્ગના અષ્ટા હોય છે, સાધુ નહીં. આ જ કારણે તીર્થકરની આગળ ધર્મચક્ર ચાલે છે.
તીર્થકર નામકર્મનો બંધ વર્તમાન પહેલાંના ભવોમાં બંધાય છે. અને તેના ઉદયથી તીર્થકર પદની પ્રાપ્તિ થાય છે. જ્યારે તીર્થકર ભગવાન માતાના ઉદરમાં ગર્ભાવસ્થામાં હોય છે, ત્યારે માતાને ચૌદ સ્વપ્ન દેખાય છે. સાધુની માતાએ એક પણ સ્વપ્ન જોયું છે એવો કોઈ ઉલ્લેખ નથી. તીર્થકરના અવનકલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાનકલ્યાણક અને નિર્વાણ કલ્યાણક પાંચે કલ્યાણકોના મહોત્સવ મનાવવામાં આવે છે. સાધુના આવા કોઈ પણ અવસર પર ઉત્સવ મનાવવામાં આવતો નથી. તીર્થકર ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં દેવો દ્વારા સમવસરણની રચના કરવામાં આવે છે, તેના સિંહાસન પર બિરાજમાન થઈને તેઓ ૧૪ પૂર્વ અને ૧૨ અંગોનો ઉપદેશ આપે છે. એમનો ધ્વનિ ‘દિવ્યધ્વનિ' કહેવાય છે. સાધુને ન તો સમવસરણની વિભૂતિઓ પ્રાપ્ત થાય છે, અને ન તો દિવ્યધ્વનિ. તીર્થકરના આઠ પ્રતિહાર્યો હોય છે : અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર, ભામંડળ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ અને દુભિ સાધુને આમાંથી કંઈ નથી હોતું. સાધુ તો તીર્થંકર પરમાત્માના બતાવેલા માર્ગ પર ચાલીને જ શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે.
તીર્થકરોની સંખ્યા : ભરતક્ષેત્રમાં વર્તમાનકાળમાં ચોવીસ તીર્થંકરો છે. ભૂત અને ભવિષ્ય દરેકમાં પણ ચોવીસ તીર્થકરો હોય છે. વર્તમાન ચોવીસીમાં પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન અને અંતિમ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન છે.
ભરતક્ષેત્ર સિવાયના મહાવિદેહ ક્ષેત્રમાં હાલમાં ૨૦ વિહરમાન ભગવાન છે. જેમાં સમન્વર સ્વામી પણ છે. અત્યારના સાહિત્યમાં અનેક સ્તુતિ-સ્તોત્ર એવાં છે, જેનો સંબંધ સીમધુર સ્વામીની ભક્તિના પ્રસાદ રૂપે રચાયેલો છે.
તીર્થકર ભક્તિઃ આચાર્ય કુંદકુંદ ‘ભાવપાહુડીમાં લખે છે કે,
વિસય વિરત્તો સમણો છદ્ર સવર કારણાઈ ભાલણ |
Page #108
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ ઃ 89
તિસ્થય૨ણામકર્માં બંધઈ અસરેણ કાલેન ||’’
અર્થાત્ સોળ કા૨ણે ભાવનાઓનું ધ્યાન કરવાથી અલ્પ કાળમાં જ તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. એ ભાવનાઓમાં એક અરિહંત ભક્તિ પણ છે.
તાત્પર્ય કે અરિહંતની ભક્તિ કરવાવાળો તીર્થંકર બની જાય છે. અર્થાત્ તીર્થંકર નામ-કર્મ બાંધવા માટે અને તેને પામવા માટે અન્ય કારણોમાં અરિહંત-તીર્થંકર-ભક્તિને ગણવામાં આવી છે અને રહેશે. વર્તમાનમાં તેઓ વિહ૨માન ન હોવાથી તેમની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે અને તે દ્વારા તેની ભક્તિ કરવામાં આવે છે.
અરિહંત તીર્થંકરની ભક્તિમાં ભગવાનની મહત્તા બતાવવી અને પોતાની લઘુતા બતાવવી એ ભક્તનો મુખ્ય ગુણ છે. ‘ભક્તામર સ્તોત્ર’ના રચનાકાર શ્રી માનતુંગસૂરિ પોતાની લઘુતા પ્રદર્શિત કરતાં જણાવે છે કે, “હે ભગવન્ ! હું અલ્પજ્ઞાની છું અને વિદ્વાનોને હાંસીને પાત્ર પણ છું, છતાં પણ આપની ભક્તિના કારણે જ આપની સ્તુતિ કરવાને માટે પ્રવૃત્ત થયો છું. આ તો એવું જ છે જેમ કે વસંતઋતુમાં કોકિલ, આમ્રમંજરીઓને કારણે જ મધુર શબ્દનું ઉચ્ચારણ કરે છે.”
લઘુતાની સાથેસાથે જ ભક્ત, પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે છે. તેને તેમાં સંપૂર્ણ શ્રદ્ધા રહેલી હોય છે, અને તેથી જ તે પરમ-પદની પ્રાપ્તિ કરે છે.
ભક્તને ભગવાનમાં અનંત-ગુણોનાં દર્શન થાય છે. તેના સર્વ ગુણોનું વર્ણન કરવું તો ભક્તને માટે અશક્ય હોય છે. છતાં પણ તે પોતાની સમગ્ર શક્તિથી, પોતાની કુશળતાપૂર્વક, ભક્તિરસધારામાં તરબોળ થઈને ભગવાનના ગુણોનું વર્ણન કરે છે. આ ભક્તિમાં ભક્તને ભગવાન પ્રત્યે આત્મભાવ રહેલો હોય છે. તે પ્રભુના ચરણોની સેવા ક૨વા જ ઇચ્છતો હોય છે. ભગવાનની આવા પ્રકારે ભક્તિ કરવાથી તેનું નામ-સ્મરણ જ સર્વ દુઃખોનું હરણ કરે છે. કલ્યાણમંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકર જણાવે છે કે, “હે દેવ ! આપના સ્તવનનો તો અચિંત્ય મહિમા છે જ, પરંતુ આપનું નામ લેવા માત્રથી જ આ જીવ સંસારનાં સર્વ દુઃખોથી બચી જાય છે. જેવી રીતે ઘામથી પીડિત મનુષ્યને કમલ-યુક્ત સરોવર જ નહીં પરંતુ એની શીતલ હવા પણ સુખ પહોંચાડે છે, શાતા આપે છે.’’
તેવી જ રીતે પ્રભુની ભક્તિ ક૨વાથી સર્વ પ્રકારનાં કર્મોનો નાશ થાય છે. આવા અરિહંત તીર્થંકર ભગવાનની કોઈની પણ સાથે તુલના કરવી શક્ય નથી. શ્રી માનતુંગસૂરિ ભગવાનને હરિ-હરાદિ દેવો કરતાં ઉચ્ચ કોટિના ગણે છે.
તાત્પર્ય કે તીર્થંકરની ભક્તિ કરવાથી આત્મા પર લાગેલા કર્મનાં આવરણો દૂર થાય છે, અથવા હળવાં બને છે. કર્મનાં આવરણો દૂર થાય, ઘાતિ અને અઘાતિ કર્મનો નાશ થાય તો, આત્મા-પરમાત્મા સ્વરૂપ ધારણ કરે છે. આથી તીર્થંકર ભક્તિ એક અતિ આવશ્યક અને પ્રધાનતમ ભક્તિ છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
। ભક્તામર તુલ્યું નમઃ II
90
૧૨. સમાધિ ભક્તિઃ
શ્રી પતંજલિએ યોગસૂત્રમાં જણાવ્યા અનુસાર, “સમાધીયતે કૃતિ સમાધિઃ' સમાધીયતે'નો અર્થ છે, સમ્યાધીયતે પ્રજાપ્રીયિને વિક્ષેપાન્ પરિત્ય મની યંત્ર સ સમાધિ: ||૧૩
અર્થાત્ વિક્ષેપોને છોડીને મન જ્યાં એકાગ્ર થાય છે, તે સમાધિ કહેવાય છે.
આચાર્ય બુદ્ધઘોષના વિશુદ્ધિમગ્ગમાં સમાધાનને જ સમાધિ માની છે અને સમાધાનનો અર્થ કર્યો છે કે, “એક આલંબનમાં ચિત્ત અને ચિત્તની વૃત્તિઓને સમાન અને સમ્યક્ આધન કરવું જ સમાધાન છે.”
સમ્યાધીયતે અને સમ્યાધાનમાં પ્રયોગની ભિન્નતાના સિવાય કોઈ તફાવત નથી. બંને એક જ ધાતુથી બન્યા છે અને બંનેનો એક જ અર્થ છે. મનનું એક આલંબન અથવા ધ્યેયમાં સમ્યક્ પ્રકારથી સ્થિર થવું જ બંનેમાં છે.
સમાધિના ભેદ : સમાધિ બે પ્રકારની હોય છે : એક સવિકલ્પક; બીજી નિર્વિકલ્પક,
સવિકલ્પકમાં મનને પંચપરમેષ્ઠી અરિહંત અને ઓમકારાદિ મંત્રમાં સ્થિર કરવાનું હોય છે. આ સમાધિ અવલમ્બન હોય છે.
‘નિર્વિકલ્પક'માં કલ્પાતીત અર્થાત્ સિદ્ધ અથવા શુદ્ધ આત્મા પર કેન્દ્રિત કરવું પડે છે. આ
સમાધિ નિરાવલમ્બ હોય છે.
સમાધિ ભક્તિની પરિભાષા : સમાધિ ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત કરેલાઓથી, સમાધિ-મરણની યાચના કરવી એને સમાધિ-ભક્તિ કહેવાય છે. સમાધિપૂર્વક પ્રાણનો ત્યાગ કરવો એ સમાધિમરણ છે. આચાર્ય સમન્તભદ્રનું કહેવું છે કે, ‘તપનું ફળ અંત-ક્રિયાના આધાર પર અવલંબિત છે. અતઃ પોતાનામાં સામર્થ્ય હોય તે પ્રમાણે સમાધિ-મરણમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.'
અંત સમયમાં મનને પંચપરમેષ્ઠી, અરિહંત, ઓમકાર, નવકારમંત્ર કે શુદ્ધ સિદ્ધ આત્મામાં કેન્દ્રિત કરવો આસાન નથી. એ ત્યારે જ થઈ શકે છે જ્યારે સમાધિષ્ઠોની કૃપા પ્રાપ્ત હોય. આવી કૃપા બે રીતે પ્રાપ્ત કરી શકાય છે – એક તો સ્તુતિ-સ્તોત્ર દ્વારા પ્રભુનું સ્તવન કરીને, અને બીજું સમાધિસ્થળોની પ્રત્યે આદરસન્માન દેખાડવાથી. આ જ સમાધિ-ભક્તિ છે.
સમાધિ-મરણની યાચના : સમાધિ-મરણની યાચના કરતાં આચાર્ય પૂજ્યપાદ શ્રી જિનેશ્વરદેવને પ્રાર્થના કરે છે કે, “હે જિનેન્દ્રદેવ ! બાલ્યકાળથી આજ સુધી, મારો સમય આપના ચરણોની સેવામાં અને વિનયમાં જ વ્યતીત થયો છે. એના ઉપલક્ષ્યમાં એ જ વરદાન માગું છું કે આજે, જ્યારે, અમારા પ્રાણો-પ્રયાણની ક્ષણ ઉપસ્થિત થઈ છે, મારો કંઠ આપના નામની સ્તુતિના ઉચ્ચારણમાંથી વંચિત ન રહે. હે જિનેન્દ્ર ! જ્યાં સુધી હું નિર્વાણ પ્રાપ્ત કરું, ત્યાં સુધી આપના ચરણયુગલ મારા હૃદયમાં અને મારું હૃદય આપના બંને ચરણોમાં લીન રહે.''
Page #110
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ જ 9 તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવ પાસે યાચના કરવામાં આવી છે કે ભક્તનો જ્યારે અંતિમ સમય આવે ત્યારે તેનું ધ્યાન પ્રભુ ભક્તિમાં જ લીન હોય કે સિદ્ધ ભક્તિમાં રત હોય. આવા પ્રકારનું મરણ થાય તો તે સમાધિમરણ છે અને આવા સમાધિમરણથી ચોક્કસ આત્માની ઉન્નતિ જ થાય છે અર્થાત્ આત્મા મોક્ષસુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. તેથી જ દરેક ભક્તજને સમાધિમરણની વાંચ્છના કરી છે.
શ્રુતજ્ઞાનને સમ્યગુ પ્રકારે પામેલા જેને આચાર્યો, શાસ્ત્રકારોમાં કોઈ એવું નથી કે જેણે ભગવાનના ચરણયુગમાં સ્તુતિ-સ્તોત્રરૂપ પુષ્પોની માળા અર્પણ ન કરી હોય. આવાં વિવિધ સ્તોત્રમાં તેમણે ભિન્ન ભિન્ન પ્રકારની ભક્તિનાં દર્શન કરાવ્યાં છે. તેમણે ભક્તિના ૧૨ પ્રકાર કર્યા છે પરંતુ તીર્થકર ભક્તિ અને સમાધિ-ભક્તિને બીજામાં સમાવિષ્ટ કરીને ૧૦ ભક્તિની જ માન્યતા ચાલી આવી છે.
સિદ્ધ ભક્તિના રૂપમાં નિષ્કલ બ્રહ્મ અને તીર્થકર ભક્તિમાં સકલ બ્રહ્મનું માત્ર વિવેચન કરવામાં આવ્યું છે. અન્યથા બંને એક જ છે.
શાંડિલ્ય અને નારદનાં ભક્તિસૂત્રોમાં, હરિભક્તિરસામૃત સિંધુમાં જ્ઞાન, યોગ અને સમાધિને જ્ઞાનક્ષેત્રના વિષય માનીને ભક્તિથી જુદા રાખવામાં આવ્યાં છે. પરંતુ અહીંયાં શ્રતભક્તિમાં પાંચ પ્રકારનાં જ્ઞાન, યોગી ભક્તિમાં યોગ અને સમાધિ ભક્તિમાં વિવિધ પ્રકારની ભક્તિ કરવામાં આવી છે.
પંચપરમેષ્ઠી ભક્તિ અને આચાર્ય ભક્તિ ગુરભક્તિથી સંબંધિત છે. માત્ર જૈનમાં જ નહીં પરંતુ અન્ય ભારતીય પરંપરામાં ગુરુનું પ્રતિષ્ઠિત સ્થાન છે. પંચપરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધનો પણ સમાવેશ છે. સાથે સાથે આચાર્ય ઉપાધ્યાય અને સાધુનો આમાં સમાવેશ થયેલો છે. અને આ ત્રણે ગુરુસ્થાને પ્રતિષ્ઠિત થયેલા છે.
જેન ભક્તોમાં આરાધ્યદેવ માત્ર દર્શન અને જ્ઞાનથી જ નહીં પરંતુ ચારિત્રથી પણ અલંકૃત છે. ચારિત્રનો મહિમા બધા જ સ્થાને ગાવામાં આવ્યો છે. પરંતુ તેને ભક્તિથી અલગ માનવામાં આવ્યા છે. અહીંયાં દશ ભક્તિમાં ચારિત્રની પણ ભક્તિ કહી છે. ચારિત્ર અને ભક્તિનો આવો સમન્વય અન્યત્ર દુર્લભ છે. ચારિત્ર ભક્તિ એક એવી ભક્તિ છે જેનો સંબંધ એક તરફ બાહ્ય સંસારથી છે, તો બીજી તરફ આત્માથી છે. આના કારણે જ સમગ્ર વ્યક્તિત્વમાં શાલીનતા દૃષ્ટિગોચર થાય છે.
જ્ઞાનાત્માનું લક્ષ્ય હોય છે નિર્વાણ. તેને પણ ભક્તિનો વિષય બનાવીને નિર્વાણભક્તિની રચના કરવામાં આવી છે. તેમાં જેને નિર્વાણભૂમિઓ અને તીર્થયાત્રાઓનું વિવેચન છે.
નંદીશ્વર દ્વીપમાં આવેલાં બાવન જિનચૈત્યાલયો અને પ્રતિમાઓની પૂજા-વંદનાની વાત નંદીશ્વર ભક્તિમાં કરવામાં આવી છે. ત્યાં કાર્તિક, ફાગણ અને અષાઢ મહિનાના અંતિમ આઠ
Page #111
--------------------------------------------------------------------------
________________
92
|| ભક્તામર તુર્થ્ય નમઃ |
દિવસ દેવો વંદના ક૨વા આવે છે. અષ્ટાનિકા મનાવવામાં આવે છે. આજે પણ આ પરંપરા ચાલુ જ છે.
શાંતિ ભક્તિમાં શાંતિની વાત છે. બધાને જ શાંતિ જોઈએ છે. બધા જ હૃદયપૂર્વક તેને મેળવવાની અભિલાષા કરે છે. જૈનોએ પોતાનું આ હૃદય શાંતિ ભક્તિના રૂપમાં પ્રગટ કર્યું છે. શાંતિભક્તિ શાંતરસની જ ભક્તિ છે. ચોવીશ તીર્થંક૨ શાંતિ રસનાં પ્રતીક માનવામાં આવે છે પરંતુ તેમાં પણ સોળમા શાંતિનાથ ભગવાનની શાંતિ ભક્તિ કરવામાં આવે છે.
‘ચૈત્ય’ શબ્દ પ્રાચીનતમ છે. જૈન આચાર્યોએ તેનો વૃક્ષ, પ્રતિમા, આત્મા, મંદિર વગેરેના અર્થમાં પ્રયોગ કર્યો છે. ભગવાનના સમવસરણમાં ચૈત્ય-વૃક્ષોને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. તેની આરાધના આ ચૈત્ય ભક્તિમાં કરવામાં આવી છે.
જૈન સાહિત્યમાં જિન-ભક્તિના મહાન મહર્ષિઓએ તેના ગુણગાન ગાયા છે. પ્રાચીનકાળથી આ પરંપરા ચાલી આવી છે. અર્થાત્ આચાર્ય કુંદકુંદે, અષ્ટપાહુડ, સમયસાર પ્રવચનસાર આદિમાં; આચાર્ય પૂજ્યપાદે દશભક્ત્યાદિસંગ્રહમાં દસેય પ્રકારની ભક્તિ વર્ણવી છે અને અનુરાગને ભક્તિ કહી છે. સ્વામી સમન્તભદ્રે સમીચીન ધર્મશાસ્ત્ર, સ્તુતિવિદ્યા, સ્વયંભૂ સ્તોત્રમાં ભક્તિનું મૂળતત્ત્વ સમજાવ્યું છે. ભટ્ટ અકલંક એક પ્રસિદ્ધ દાર્શનિક હતા. એમણે વિશુદ્ધ ભક્તિની વાત કરી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ભક્ત૫૨ક હૃદયથી અર્હન્ત-સ્તોત્ર, મહાવીર સ્તોત્ર આદિની રચના કરી છે.
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, લોકભાષા આદિમાં ભક્તિસભર સ્તોત્રોની રચના થયેલી છે. એમ કહી શકાય કે આવાં ભક્તિભાવપૂર્વકનાં સ્તોત્રો ભૂતકાળમાં રચાતાં હતાં, વર્તમાનમાં પણ રચાય છે. અને જ્યાં સુધી જૈનશાસન જયવંતુ રહેશે ત્યાં સુધી ભવિષ્યમાં પણ રચાતાં રહેશે.
પાદટીપ
૧.
ર.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
‘અભિધાન-રાજેન્દ્રકોશ', ભાગ-૫, પૃ. ૧૩૬૫
‘સ્વયંભૂ સ્તોત્ર’, આચાર્ય સમન્તભદ્ર, સં. પંડિત જુગલકિશોર મુખ્તાર, ૧૨/૩, પૃ. ૪૨
‘વસુનંદિ શ્રાવકાચાર', આચાર્ય વસુનંદિ, સં. પં. હીરાલાલ, પૃ. ૭૭, ૪૦મી ગાથા ‘દશભક્ત્યાદિસંગ્રહ સિદ્ધભક્તિ-સમાધિ ભક્તિ', આચાર્ય પૂજ્યપાદ, પૃ. ૧૧૨
‘દશભક્ત્યાદિસંગ્રહ સિદ્ધભક્તિ–સમાધિ ભક્તિ', આચાર્ય પૂજ્યપાદ, પૃ. ૧૮૫, શ્લોક ૮
*Some Jaina Canonical Sutras', Bimal Churan, XXXIII, P. 148
‘તિલોયપણતિ આચાર્ય યતિ વૃષભે' ભાગ-૧, સંકલન ડૉ. એ. એન. ઉપાધ્યે અને ડૉ. હીરાલાલ
જૈન, ૧/૯
'ધનંજયનામમાલા', કવિ ધનંજય અમરકીર્તિના ભાસ્ય સહિત, સં. શંભુનાથ ત્રિપાઠી, શ્લોક ૧૯૮
Page #112
--------------------------------------------------------------------------
________________
૯.
૧૦.
૧૧.
જિનભક્તિ ૐ 93
‘જિનસહસ્રનામ', પંડિત આશાધર, સં. હીરાલાલ જૈન, પૃ. ૧૩૯
'Life in Ancient India as depicted in the Jain Canons', Dr. Jagdish Chandra Jain. p. 32 *Mantrashastra and Jainism', Dr. A. S. Altekar, Jain Cultural Research Society, Banaras Hindu University. P. No. 1
૧૨.
શ્રુત સાગરીય જિનસહસ્રનામ', શ્રુતસાગર, ૪૪૮, પૃ. ૧૬૫ ૧૩. પતંજલિ યોગસૂત્ર વ્યાસભાષ્ય', સં. મેજર બી. ડી. વસુ, ૧/૩૨
Page #113
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઈતિહાસ
શ્રી અરિહંત પરમાત્માનું નામ મહામંગલકારી છે. તેમની મૂર્તિ સ્વરૂપે થતી સ્થાપના પણ મંગલકારી છે. અર્થાત્ જિનમૂર્તિ એ સાધક માટેનું પુષ્ટ આલંબન છે. આ જિનમૂર્તિને સાક્ષાત્ જિનસ્વરૂપ માનીને તેની વિવિધ પ્રકારે ભક્તિ કરનારા ઘણા વિદ્વાનો થયા છે, અને ભક્તિ દ્વારા તેના ભાગ્યનાં દ્વાર ઊઘડ્યાં છે અને મોક્ષ રૂપે લક્ષ્મીને વરવાની ઉત્કૃષ્ટ સોપાનશ્રેણી તેમને લાધી છે.
ભક્તિનું મૂળ સ્વરૂપ સ્તોત્ર છે તે તેનું પ્રારંભિક રૂપ પણ છે, અને શાશ્વત સ્વરૂપ પણ છે. આ મહત્ત્વપૂર્ણ ઉપયોગિતા સમયની ગતિની સાથે ન ઓછી થઈ છે. અને ન થશે. જિનેશ્વરદેવનું વર્ણન કરતાં કાવ્યની રચના કરે છે તે જ ભાવભીના લલિત સ્તુતિ સ્તોત્રોનું રૂપ લઈ લે છે. આવી સ્તોત્રરચના, સ્તોત્રપાઠમાં મન-વચન-કાયાની એકાગ્રતા સ્વયંસિદ્ધ થાય છે. વિશેષ કરીને મન અને વચનની એકાગ્રતા સિદ્ધ થાય છે. કહેવામાં પણ આવ્યું છે કે જીભની સાર્થકતા એમાં જ છે, કે તે શ્રી જિનેશ્વરદેવની સ્તુતિમાં પ્રવૃત્ત રહે.
આચાર્ય સમન્તભદ્ર સ્તુતિ-સ્તોત્રને કુશળ પરિણામ લાવનાર, સુંદર ફળ આપનાર તરીકે વર્ણવતાં જણાવે છે કે,
સ્તુતિ સ્તોતુ સાધોઃ કુશલપરિણામાય સ સદા અવેન્યા વા સ્તુત્યઃ ફલમપિ, તતસ્તસ્ય ચ સતઃ ||૧૧૬ll"
જિનેશ્વરદેવના ગુણોના વર્ણનની સ્તુતિ કરતાં સ્તોત્રો હોય તે ઉત્તમ સ્તોત્ર બને છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચાશકમાં સ્તવન સ્તોત્ર અંગે સુંદર વિવેચન કરેલું છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઈતિહાસ 95. તેઓ ચતુર્થ પંચાશકમાં કહે છે કે,
"સારા પણ ઉપૂઈ-થોત્તા, ગંભીર પત્થ-વિરઇયા જે !
સજ્યગુણકિકત્તાણ-૨વા ખલુ તે જિણાણે તુ l/૨૪ll" જે ગંભીર પદો અને અર્થ વડે રચાયેલાં હોય તથા શ્રી જિનેશ્વરદેવોના યથાર્થ ગુણોનાં કીર્તનરૂપ હોય, તે જ સ્તુતિ-સ્તોત્રો-સ્તવન ઉત્તમ જાણવાં."
અર્થાત્ શબ્દોનું એકબીજા સાથે સંધાન કરવાથી કે તેનો પ્રાસ બેસાડવાથી જ સ્તોત્ર-સ્તુતિસ્તવ બની જતાં નથી. તે માટે વિશેષ અર્થસૂચક સુંદર શબ્દોની પસંદગી કરવી પડે છે અને તેમાં જિનેશ્વરદેવના વિદ્યમાન ગુણોનું ગુણગાન કરવું અતિ આવશ્યક છે. સાથે સાથે પ્રભુમાં જે ગુણો ન હોય, તે ગુણોનું આરોપણ કરી સ્તુતિ-સ્તોત્રમાં વર્ણન કરવું એ દોષ છે. તેથી સ્તોત્રકારે તેમાંથી બચવું પણ અતિ આવશ્યક છે. શ્રી હરિભદ્રસૂરિ પંચાશકમાં વિશેષમાં જણાવે છે કે :
“તે સિં અત્યાદિગમે. શિયમેણું હોઈ કુસલ પરિણામો /
સુંદરભાવા તેસિં, ઇયરમિં વિ રયણ-ભાણ રપા'' તે સારભૂત સ્તુતિ-સ્તોત્રના અર્થાવબોધથી કલ્યાણકારી અધ્યવસાયો જરૂર જાગે છે અને તેનો સુંદર ભાવ-અર્થ ન સમજનાર એવા ઇતર જનોમાં પણ રત્નનાં દૃષ્ટાંત પ્રમાણે કુશલ પરિણામો જગાડે છે.”
અર્થાત્ જો આવા સારભૂત-સુંદર-અર્થવાળા સ્તુતિ-સ્તોત્ર-સ્તવનો અર્થ સમજીએ તો ભક્તના હૃદયમાં શુભ ભાવોની પરંપરા પ્રગટે છે અને કદાચ આ અર્થોનો અગાધ ભાવ સમજ ન પડે તો પણ તેનાથી લાભ જ થાય છે અને રત્નના દષ્ટાંત પ્રમાણે સુંદર પરિણામો જગાડે છે. રત્નનું દષ્ટાંત શ્રી હરિભદ્રસૂરિએ આ પ્રમાણે આપ્યું છે :
જરસમણાઈ રયણા, અષ્ણાય ગુણા વિ તે સમિતિ જહા !
કમ્મ-જજરાઈ ઘૂઇમાઇયા વિ તહ ભાવરયણા ઉ l/ર૬ll” અર્થાત્ “રોગી જનોએ જેના ગુણ જાણ્યા નથી, એવાં રત્નો, જેમ રોગીના વર, શૂલ, પ્રમુખ રોગોને શમાવે છે, તેમ પૂર્વોક્ત પ્રશસ્ત ભાવ-રચનાવાળા અજ્ઞાન ગુણવાળા સ્તુતિ-સ્તોત્રરૂપ ભાવરનો પણ કર્મજ્વર વગેરેને શમાવે છે.”
જેવી રીતે રોગીના જ્વર, ફૂલ આદિ પ્રમુખ રોગોને શમાવનાર જે રત્નો હોય છે તેના ગુણ રોગી જન જાણતો નથી તેવી જ રીતે પૂર્વોક્ત કાળમાં સ્તોત્રકારોએ રચેલા બહુવિધ જ્ઞાનગુણોના ભંડાર જેવાં સ્તુતિ-સ્તોત્ર રૂ૫ ભાવરત્નો પણ આત્મા પર લાગેલાં કર્મ જ્વરરૂપી મલીનતાની નિર્જરા કરે છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
96 | ભક્તામર સુભ્ય નમઃ |
જૈન સ્તોત્રનો આરંભ ક્યારથી થયો તે વિષે શ્રી શેખરચંદ જૈન જણાવે છે કે, “જૈન વાગુમયમાં સ્તોત્રસાહિત્યની પ્રધાનતા છે. એનો જન્મકાળ ત્યારથી માનવામાં આવ્યો છે જ્યારથી તીર્થકરના ગર્ભમાં આવવાની શુભ વેળા અને જન્મોત્સવના સમયે ઇન્દ્રો દ્વારા સ્તુતિના રૂપમાં તે ગાવામાં આવ્યાં. આ જ દેવોના ભાવોની કલ્પનાને વિદ્વાન આચાર્યોએ સ્તોત્રના રૂપમાં સજાવી. ગૌતમ ગણધર, ભદ્રબાહુ, કુંદકુંદાચાર્યથી લઈને આજ સુધી અર્ધમાગધી, સંસ્કૃત, હિંદી અને પ્રાદેશિક ભાષાઓમાં સેંકડો સ્તોત્ર રચવામાં આવ્યાં, અનુવાદ કરવામાં આવ્યો. આ સ્તોત્ર માત્ર ધર્મનાં જ પ્રતીક નથી રહ્યાં, પરંતુ ભાષાના ગૌરવશાળી ધરોહર સિદ્ધ થયા. ભારતીય ભાષાઓ ઉપરાંત વિદેશી ભાષાઓમાં પણ આના અનુવાદ થયા તે એની ઉત્કૃષ્ટતાનું જ કારણ છે. બીજી શતાબ્દીથી વર્તમાન ૨૦મી સદી સુધી એની રચનાઓ થતી રહી છે.”
તાત્પર્ય કે યુગની શરૂઆતમાં યુગાદિ તીર્થકર અર્થાત્ શ્રી આદિનાથ ભગવાનની સૌધર્મેન્દ્ર સૌપ્રથમ સ્તુતિ કરી હતી. દરેક જિનેશ્વર ભગવાનના જન્મકલ્યાણકથી લઈને અન્ય પાંચ કલ્યાણકો અને બીજાં અનેક પ્રસંગોએ શ્રુતજ્ઞાની સૌધર્મેન્દ્ર ભગવાનની ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરે છે. સૌધર્મેન્દ્ર રચેલું શક્રસ્તવ (નમુત્થાં) સ્તોત્ર અદ્ભુત, અલૌકિક અને આદર્શ સ્તોત્ર છે. વર્તમાન ચોવીશીના અંતિમ તીર્થકર ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ અર્ધમાગધી ભાષામાં ભગવાનનું ભાવપૂર્ણ સ્તોત્ર રચ્યું હતું. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરી છે. અજિતશાંતિ સ્તવનની રચના શ્રી નંદિષેણે કરી છે. શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી છે. શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્રની રચના કરી છે. છેલ્લાં ૨૦૦૦ વર્ષમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી, હિંદી અને અન્ય જનસામાન્ય ભાષાઓમાં અનેક સ્તોત્રોની રચના થઈ છે. આવાં સુંદર અલૌકિક સ્તોત્રોનો અનુવાદ શ્રી હર્મન યકોબી, વિન્ટરનિટ્સ જેવા વિદેશી વિદ્વાનોએ વિદેશી ભાષામાં પણ કર્યો છે. આ પણ જેને સ્તોત્રની ગૌરવગાથા અને તેની ઉત્કૃષ્ટતાને પુરવાર કરે છે. તેની ભાષા-શૈલી, ભાષા પરનું આધિપત્ય વગેરેની ભારતીય વિદ્વાનોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે.
જૈન સાહિત્યમાં અનેક નિગ્રંથકારોએ જિનભક્તિના પ્રસાદ રૂપે વિવિધ સ્તોત્રોની રચના કરી છે. સરસ્વતીદેવીના સંબંધમાં આ પંક્તિ પ્રસિદ્ધ છે કે, “એની જેના પર કૃપા થઈ જાય છે તેને બધા પ્રકારે સમર્થ બનાવી દે છે. આ કથનાનુસાર સરસ્વતી દેવીની અનુકંપા-કૃપાદૃષ્ટિને પામેલા અનેક આચાર્યો, મુનિરાજ, ભક્ત કવિવરોએ કથાનુસાર સ્તોત્રોની રચનાઓ કરી છે. સમગ્ર સ્તોત્ર-સાહિત્યના પર્યાવલોચનથી એ સાબિત થાય છે કે જેનાચાર્યો અને સાધુભગવંતોનું જ સ્તોત્રરચનામાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આનું કારણ સ્પષ્ટ છે કે જૈન મુનિ મહારાજોએ પોતાના આરાધ્યદેવના ગુણગાનનું યશોગાન કરવામાં પોતાની નિર્મળ ભાવના, ઉત્તમ આદર્શ તથા રાગદ્વેષરહિત વૈરાગ્યરાગની રસિકતાનો પરિચય સ્તોત્રો દ્વારા જ વ્યક્ત કર્યો છે.
શાસ્ત્રોમાં વિદ્વાનોએ ભગવાનનું નામસ્મરણ, તેમની ભક્તિ, પૂજા આદિથી લઈને મોક્ષપ્રાપ્તિની વાત કરી છે અને તે જ આ સર્વ સ્તોત્રોનું રહસ્ય પણ છે. સ્તોત્રકર્તા આચાર્યો
Page #116
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 97 અને મુનિઓ નાનપણથી જ શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. શુદ્ધ ચારિત્રનું પાલન કરતાં આવી ધાર્મિક વૃત્તિને કારણે તેમનું મન સંસારથી વિરક્ત થઈ જતું હતું. તેઓ ધર્મધ્યાનમાં જ વિશેષ પ્રવૃત્ત રહેતા હતા. તપ-તપ-ધ્યાન-આરાધના દરમ્યાન કોઈક એવી ક્ષણ આવી જતી જ્યારે તેમના મુખમાંથી શબ્દો સરી પડતા, જે સ્તોત્રનું સ્વરૂપ ધારણ કરતા.
સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ !' તત્ત્વાર્થસૂત્રના પ્રથમ શ્લોકને અનુસરીને આચાર્યો સ્તોત્રની રચના ભૌતિક સુખ ખાતર ન કરતાં મોક્ષગામી બનવા માટે જ કરતા હતા. તેથી જ દર્શન-જ્ઞાન-ચારિત્રમૂલક પ્રવૃત્તિઓનો પ્રભાવશાળી પરિચય સ્તોત્રસાહિત્યમાં સૌથી અધિક મળે છે. સ્તોત્રોમાં ભક્તિની પ્રધાનતાની સાથે તત્ત્વોની પ્રધાનતા પણ સુવિશેષ જોવા મળે છે તેના પરિણામે લલિત સ્તોત્ર અને દાર્શનિક સ્તોત્ર બંનેની પરંપરા પૂર્ણ વિકસિતપણે થયેલી જોવા મળે છે.
જૈન સાહિત્યના સ્તોત્રસાહિત્યમાં સ્તોત્રકાવ્યની સુદીર્ઘ, સમૃદ્ધ અને અદ્ભુત પરંપરા પ્રાપ્ત થાય છે. જૈન કવિઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તીર્થકરો કે સિદ્ધો, તેમજ અન્ય દેવોનાં આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનપ્રધાન સ્તોત્રો રચીને પ્રાચીન કાળથી આજ પર્યત સ્તોત્રસાહિત્યની શ્રી સુવૃદ્ધિ કરતા રહ્યા છે. પ્રગટ થયેલા સ્તોત્રસંગ્રહો જેવા કે “જૈન સ્તોત્રસંગ્રહ', જૈન સ્તોત્ર સમુચ્ચય', કાવ્યમાલા ગુચ્છક – ૭' વગેરેના વિહંગાવલોકનથી પણ જેન સાહિત્યમાં સ્તોત્રની વિપુલતા, વિવિધતા અને તેની અદ્ભુત સમૃદ્ધિનો ખ્યાલ આવે છે.
વિવિધ સ્તોત્રસંગ્રહના આધારે સાહિત્યના પ્રારંભિક યુગથી જૈન સ્તોત્રકારોએ સંસ્કૃતના સ્તોત્રકાવ્યોને પ્રતિષ્ઠિત કરવામાં અદ્ભુત ફાળો આપ્યો છે. પ્રચલિત અને ઉપલબ્ધ સ્તોત્રકારો અને સ્તોત્રોની કેટલીક શતાબ્દીવાર યાદી નીચે પ્રમાણે છે.
(૧) ગૌતમ સ્વામી : તેમણે ઋષિમંડલસ્તવન રચના કરી હતી. તેઓ વર્તમાન ચોવીશીના અંતિમ તિર્થંકર શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર હતા.
(૨) સ્વામી સમન્તભદ્ર : વિક્રમ સંવત બીજી સદીમાં થયેલા પ્રાચીન સ્તોત્રકાર છે. જેમને “#ત ામક વાદ્રિ વાભિત્વ પIનંત’ વિશેષણથી સંબોધિત કરવામાં આવ્યા છે. એમણે જૈન સ્તોત્ર સાહિત્યમાં અનેકવિધ નવીન પરંપરાઓની શરૂઆત કરી છે. (૧) સ્વયંભૂ-સ્તોત્ર (૨) દેવામસ્તોત્ર (૩) જિનશતક-સ્તોત્ર (૪) વીરજિન-સ્તોત્ર. આ ચાર એમનાં મુખ્ય સ્તોત્રો છે.
આચાર્ય સમન્તભદ્ર ભક્તિરસ સંપન્ન સ્વયંભ-સ્તોત્ર' અને “સ્તુતિવિદ્યાસ્તોત્રોની રચના કરી છે. સ્વયંભૂ-સ્તોત્ર ૧૪૩ શ્લોકાય છે અને એક કિંવદન્તી અનુસાર તેના ઉચ્ચારણથી તેમણે ચંદ્રપ્રભુની મૂર્તિ પ્રગટ કરી હતી. આ છે સ્તોત્રનો અદ્ભુત મહિમા. ભગવાનના ગુણસ્મરણ માત્રથી મન પાપમુક્ત થાય છે. યથા :
"न पूज्यार्थस्तवयि वितरागे न निन्दवा नाथ सिधान्त वैरे । તથાપિ તે પૂછ્યું શુમૃતિનઃ પુનાતિ ચિત કુકરતા નિમ્ય:" || ૬૭||
Page #117
--------------------------------------------------------------------------
________________
|| ભક્તામર તુર્થ્ય નમઃ ।।
‘સ્તુતિવિઘા અને જૈન સ્તુતિશતક'માં કવિનું કાવ્ય કૌશલ્ય પ્રગટ થયું છે. શ્લેષ અને યમકની શાબ્દિક ક્રીડાઓમાંથી ચિત્રકાવ્યનો જન્મ થયો. તે અતિ દુષ્કર કાવ્યનો પ્રકાર છે. અનુલોક-પનિલોક પ્રકારની ચિત્રબંધતામાં સમન્તભદ્રે પોતાનું સાહિત્યજ્ઞાન પ્રગટ કર્યું છે. એક શ્લોકના અક્ષરોના સંયોજનથી દ્વિતીય શ્લોક બનાવવાનું સાહિત્યિક ચાતુર્ય સ્તોત્રમાં પ્રગટ થયું છે. આવા પ્રકારનાં સ્તોત્રો પૂર્વકાલીન શાબ્દિક ક્રિયાપ્રધાન જૈન સ્તોત્રપરંપરાનો નિર્દેશ કરે છે.
98
આ પરથી એમ કહી શકાય કે જો સમન્તભદ્ર વિક્રમની બીજી સદીમાં થયાનું માનવામાં આવે તો જૈન સંસ્કૃત સ્તોત્રસાહિત્યમાં ચિત્રકાવ્યના તેઓ આદ્ય પ્રણેતા હોય તેમ માની શકાય. (૩) ભદ્રબાહુ સ્વામી : વિક્રમની બીજી સદીમાં થયા. જૈન પરંપરામાં પ્રાચીન સ્તોત્રકારો તરીકે ભદ્રબાહુ સ્વામીનું નામ જાણીતું છે.
મુનિશ્રી પુણ્યવિજયજીના મતે સૂત્રો ૫૨ નિર્યુક્તિઓ રચનાર આ ભદ્રબાહુસ્વામી જ છેદસૂત્રોના કર્તા ભદ્રબાહુથી ભિન્ન છે. તેમણે પ્રાકૃતની પાંચ ગાથાઓમાં ‘ઉવસગ્ગહરસ્તોત્ર’ પણ રચ્યું છે. સ્તોત્રના આરંભે કવિ કર્મ બંધનમુક્ત મંગલકલ્યાણ આવાસરૂપ અને વિષધર, વિવિનાશ સ્વરૂપ પાર્શ્વનાથને વંદન કરે છે.
ઉવસગ્ગહરં સ્તોત્રની પ્રથમ ગાથા આ પ્રમાણે છે :
ઉવસગ્ગહરંપાર્સ, પાસ વંદામિ કમ્મદ્દણમુક્યું। વિસહરવિસનિન્નાસ, મંગલકલ્લાણ આવાસ ||૧||’
અર્થાત્, “જેમની સમીપમાં રહેલા દેવો પાર્શ્વ યક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી આદિ ભક્તજનોના સર્વ ઉપસર્ગોને દૂર કરે છે, જેઓ ઘાતીકર્મથી મુકાયેલા હોઈ સર્વજ્ઞ અને સર્વદર્શીપણું પામેલા છે. જેમનું નામસ્મરણ ભયંકર સાપના ઝેરનો નાશ કરનારું છે. તથા જેઓ મંગલ અને કલ્યાણના પરમ ધામ હોઈ સર્વેને એકસરખા પૂજ્ય છે તે પાર્શ્વનાથ ભગવાનને હું મન-વચન કાયાથી શુદ્ધિપૂર્વક વંદન કરું છું.' સ્તોત્રની અંતિમ ગાથા આ પ્રમાણે છે :
“ઇઅ સંઘુઓ મહાયસ, ભત્તિભર નિબ્બરેણ હિયએણ । તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ ! ॥૫॥’'
અર્થાત્ “હે પ્રભો ! મેં આપને અત્યંત ભક્તિથી આ પ્રકારે સ્તવ્યા છે, તેના ફળ રૂપે મને ભવોભવમાં તમારું બોધિબીજ આપો.”
અહીં પંડિત સુખલાલ સંઘવીનું એક વિધાન નોંધપાત્ર છે. તેઓ જણાવે છે કે, “બોદ્ધ પ્રાચીન ત્રિપિટકોમાં અને જૈન આગમોમાં સ્તોત્રો સંસ્કૃતનો ત્યાગ કરી પ્રાકૃત ભાષાને સ્વીકારે છે અને સાથે જ કાલ્પનિક તેમજ પૌરાણિક દેવતાઓનો વિષય છોડી ઐતિહાસિક વ્યક્તિનો વિષય સ્વીકારે છે. એ હિંદુ સ્તોત્રો કરતાં જૈન-બૌદ્ધ સ્તોત્રોની વિલક્ષણતા છે.''
ભદ્રબાહુ સ્વામીએ રચેલા અન્ય મુખ્ય ગ્રંથો બૃહત્ સંહિતા', ‘હોરા શાસ્ત્ર', ‘લઘુ જાતક પંચસિદ્ધાન્તિકા અને ગ્રહશાંતિ', ‘લઘુ સહસ્રનામ સ્તોત્ર' છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
99
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ (૪) સિદ્ધસેન દિવાકર : આચાર્ય સિદ્ધસેન દિવાકરના સમય વિશે મતમતાંતર પ્રવર્તે છે. શ્રી હીરાલાલ કાપડિયા જણાવે છે કે, શ્વેતામ્બરોમાં સ્તુતિકાર તરીકે આદ્ય સ્થાન ભોગવનારા કોઈ હોય તો તે સમગ્ર દર્શનોનું વર્ણન કરનારાઓમાં સૌથી પ્રથમ, તાર્કિકચક્રચૂડામણિ આચાર્ય સિદ્ધસેન દિવાકર છે. એમ કહેવું ખોટું નહીં ગણાય. તેઓના સમય પરત્વે જાત-ભિન્નતા છે, ઈ. સ. છઠ્ઠી શતાબ્દી પછી તો તેઓ થયા જ નથી એમ સૌ કોઈ સ્વીકારે છે.’’
܀
સાહિત્યકલારત્ન આચાર્ય વિજયયશોદેવસૂરિ મહારાજસાહેબ આચાર્ય દિવાકરના સંદર્ભમાં જણાવે છે કે, “સિદ્ધસેન દિવાકરને જૈન સ્તોત્રકારોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલું છે. એમનો સમય જૈન પરંપરા અનુસાર વિક્રમની પ્રથમ સદી માનવામાં આવે છે. શ્રી સુખલાલ જૈને સિદ્ધસેન દિવાકરને, આઘજૈન તાર્કિક, આર્જન કવિ, આદ્યજૈન સ્તુતિકાર, આદ્ય જૈનવાદિ, આઘ જૈનદાર્શનિક તથા આદ્ય સર્વદર્શનસંગ્રાહક માન્યા છે.''
સિદ્ધસેન દિવાકરની રચનાઓમાં દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા, 'શક્રસ્તવ' (ગઘ), ‘જિનસહસ્રનામ' તથા ‘કલ્યાણમંદિર સ્તોત્ર' છે.
દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાં ૩૨-૩૨ ૫દ્યોનાં ૩૨ સ્તોત્રો બહુ જ મહત્ત્વપૂર્ણ અને અનેક દાર્શનિક તત્ત્વોથી સંકલિત છે. તેમાં મહાવીર સ્વામીની સ્તુતિની સાથે સાથે વૈદિક, જૈન, બૌદ્ધ આદિ ભારતીય દર્શનોનું સ્વરૂપ બતાવ્યું છે. તેથી તે જૈન સાહિત્યના આભૂષણરૂપ છે.
‘કલ્યાણમંદિર સ્તોત્ર’ પ્રાચીન જૈન સ્તોત્રમાં અતિ લોકપ્રિય અને બહુ જ પ્રસિદ્ધ સ્તોત્રકાવ્ય છે. તેમાં આચાર્યજીએ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે. વસંતતિલકા છંદમાં ૪૪ પદ્યોનું વૈદર્ભી શૈલીમાં રચાયેલું આ સુંદર સ્તોત્ર છે. એવી પણ કિંવદન્તી છે કે, મહાકાલના મંદિરમાં આ સ્તોત્ર રચાયેલું અને એનું ઉચ્ચારણ થતાં જ શિવમૂર્તિમાંથી શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા પ્રગટ થયેલી. સ્તોત્રની આવી ચમત્કારી શક્તિથી પ્રભાવિત થઈને રાજા વિક્રમાદિત્ય અને અન્ય નગરજનોએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો.
ભાવભક્તિપૂર્વક રચાયેલ આ સ્તોત્રની ભાષા સરળ અને સુમધુર છે. તેમાં કવિએ ભાવોની અભિવ્યક્તિ મનોરમ્ય રીતે વ્યક્ત કરી છે. કવિએ અહીં પોતાની લઘુતાનું દર્શન શ્લોક-૫માં કરાવ્યું છે જે આ પ્રમાણે છે :
અભ્યઘતોઽસ્મિ તવ નાથ ! જડાશયોપ, કર્યું સ્તવં લસદસંખ્યગુણા કરસ્ય | બાલોડપિ કિંન નિજબાહુયુગ વિતત્ય, વિસ્તીર્ણતાં કથયતિ સ્વધિયામ્બુરાશેઃ ॥૫॥
અર્થાત્ “હે નાથ ! હું જડબુદ્ધિવાળો છતાં પણ દેદીપ્યમાન અસંખ્ય ગુણોના સ્થાનરૂપ તમારું સ્તોત્ર ક૨વાને ઉદ્યમવંત થયો છું. કારણ કે બાળક પણ પોતાની બુદ્ધિથી પોતાના હાથ પહોળા કરી શું સમુદ્રના મોટાપણાને નથી કહેતો ? કહે છે જ. જેમ બાળક પોતાના બે હાથ પહોળા
Page #119
--------------------------------------------------------------------------
________________
100
*।। ભક્તામર તુલ્યું નમઃ ।
કરી આવડો મોટો સમુદ્ર છે એમ ક૨ી સમુદ્રનો વિસ્તાર બતાવે છે, તેમ હું પણ મારી શક્તિ પ્રમાણે સ્તુતિ કરવા ઉદ્યમંવત થયો છું તે યોગ્ય છે.''
સ્તોત્રકાર સૂરિજી પ્રભુના નામગ્રહણનું માહાત્મ્ય બતાવતાં કહે છે કે તમારું નામ માત્ર ગ્રહણ કરવાથી પ્રાણીઓનું ભવ-ભ્રમણ દૂર થાય છે. (શ્લોક-૭) ચંદન પર વિંટળાયેલો મણિધર જેમ મયૂરના કેકારવથી મુક્ત થઈ જાય છે તેમ પ્રભુનું નામસ્મરણ હૃદયપૂર્વક લેવાથી મનુષ્ય પણ કર્મના બંધનમાંથી મુક્ત બને છે (શ્લોક ૮). હે જિનેશ્વરદેવ ! તેજવાળા સૂર્યને પ્રગટ થતાં જેમ ચોર નાસી જાય છે તેમ તમારું દર્શન કરવાથી જ મનુષ્યો સેંકડો ભયંકર ઉપદ્રવોથી તત્કાળ મુક્ત થાય છે. (શ્લોક ૯) પાણીએ મંત્રથી અમૃતરૂપ ધારણ કર્યું હોય તો તે પાણી વિષના વિકારને દૂર કરે છે, તેમ આત્માનું પરમાત્મા રૂપે ચિંતવન કરવાથી તે પરમાત્મારૂપ થાય છે. (શ્લોક ૧૭) શ્રી જિનેશ્વરદેવ પોતાના આશ્રિતોને તારે છે તેવું જણાવતાં સ્તોત્રકાર કહે છે કે :
ત્વ નાથ ! જન્મ જલધેવિપ૨ાખ઼ુખોડપ, યત્તારયસ્ય સુમતો નિજપૃષ્ઠલગ્નાન્ । યુક્ત હિ પાર્થિવનિપસ્ય સતસ્વર્વવ ચિત્રં વિભો ! યદસિ કર્મવિપાકશૂન્યઃ ॥૨૯॥
અર્થાત્ “હે નાથ ! આપ આ સંસારસમુદ્રથી વિમુખ છતાં પણ આપની પાછળ લાગેલા સુમતિવાળા(આપનો આશ્રય કરનારા)ને આપ તારો છો. હે વિશ્વેશ ! તે તો યોગ્ય જ છે, કેમકે કુંભારનું બનાવેલું માટીનું વાસણ પોતાનો આશ્રય કરનારને આ લોકમાં પણ વિમુખ (નીચું મોઢું) રાખીને સમુદ્રમાં તારી શકે છે, પણ આપને વિશે એટલું આશ્ચર્ય છે કે તે કર્મવિપાક સહિત હોય છે, અને આપ તો તેથી રહિત છો, છતાં પણ તારી શકો છો.'
સ્તોત્રની કમનીયતા, મનોહારિતા, સુંદર પદાવલિઓ, ભાષાની અકૃત્રિમ શૈલી, કવિતા મનોભાવની, નિર્મળતા કાવ્ય ને વાસ્તવિક સ્તોત્ર બનાવે છે.
(૫) વજસ્વામી : તેમનો સમયકાળ વીર નિર્વાણ પછી ૪૯૬થી ૫૮૪ સુધીનો છે. તેમણે ૫૧ શ્લોકમાં ગૌતમસ્વામી સ્તવન રચ્યું છે. કવિના હૃદયમાં ગૌતમનો નિર્મળ દેહ વિવિધ રૂપ ધારણ કરે છે. અહીં કવિકલ્પનાની મનોહારિતા અનુભવી શકાય છે.
(૬) વિદ્યાનંદ પાદ કેશરી : ઈ. સ. ની ૬ઠ્ઠી સદીનો તેમનો સમયકાળ ગણવામાં આવ્યો છે. આ યુગમાં અન્ય સ્તોત્રોમાં તેમનું રચેલું ‘પાદ કેશરી સ્તોત્ર' પ્રસિદ્ધ છે. એમાં ૫૦ પદોથી મહાવીરની સ્તુતિ છે.
(૭) આચાર્ય દેવનંદિ : વિક્રમની છઠ્ઠી સદીમાં આચાર્ય દેવનંદિએ સિદ્ધિપ્રિય સ્તોત્રની રચનામાં પાદાન્તયમક્ અને ચક્રબંધનો પૂર્ણ પ્રયોગ કર્યો છે.
સાતમી સદીથી રચાતા હિંદુ ધર્મનાં સ્તોત્રોમાં સરળતા અને સ્વાભાવિકતાને સ્થાને તત્કાલીન
Page #120
--------------------------------------------------------------------------
________________
101
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ એશ્વર્યસંપન્ન ભદ્ર સમાજની વિલાસીનતાને કારણે ક્લિષ્ટતા, કૃત્રિમતા અને શૃંગારે પ્રવેશ કર્યો. જૈન ધર્મ વિતરાગી હોઈ, જૈન કવિઓએ રચેલા સ્તોત્રમાં આલંકારિક સમૃદ્ધિ અને શબ્દચમત્કૃતિ તો ભરપૂર નિષ્પન્ન થઈ પણ તે કાવ્યો શૃંગારચિત્રણથી મદણ્ અંશે દૂર રહ્યાં. એ જૈન અને હિંદુ સ્તોત્રો વચ્ચેનો એક મુખ્ય ભેદ છે.
સાતમી સદી એ સ્તોત્રો-કાવ્યોનો સુવર્ણ યુગ છે. આ સદીના ત્રણ મૂર્ધન્ય સ્તોત્રકારો જૈનાચાર્ય માનતુંગસૂરિ, અને હિંદુ ધર્મના બાણભટ્ટ અને મયૂરભટ્ટ સ્તોત્રસાહિત્યના ઇતિહાસમાં જાજ્વલ્યમાન પ્રતિભાઓ છે. તેમની લેખિનીમાંથી સાહિત્યિક સમૃદ્ધિથી સંપન્ન સ્તોત્રોનું નિર્માણ થયું છે.
܀
(૮) માનતુંગસૂરિ : માનતુંગસૂરિનો સમયકાળ અનિશ્ચિત છે. તેમણે નમિઊણ (ભયહર) સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર અને ભત્તિધ્મર સ્તોત્રની રચના કરી. તેઓ ‘સૂર્યશતક'ના કર્તા મયૂરભટ્ટ અને ‘ચંડીશતક'ના કર્તા બાણભટ્ટના સમકાલીન હતા તેવું માનવામાં આવે છે. યુગના આદિપુરુષ શ્રી આદિનાથ ભગવાનની પ્રશંસા કરતું ભક્તામર સ્તોત્ર વસંતતિલકા છંદમાં ૪૪ શ્લોક (દિગમ્બર ૪૮ શ્લોક)માં રચાયેલું છે. તેમાં સૂરિજીએ જિનેશ્વરદેવના અપ્રતિમ રૂપ, ગુણ, નામસ્મરણના મહિમાને પદ્યાત્મક રૂપે વર્ણવ્યાં છે. આ સૌથી વધુ પ્રચલિત સ્તોત્ર છે.
શ્રી જિનેશ્વરદેવના અલૌકિક રૂપને જોતાં શ્રી માનતુંગસૂરિ જણાવે છે કે,
“દુષ્ટ્રવા ભવન્તમનિમેષવિલોકનીયં નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ પીત્વા પયઃ શશિકરદ્યુતિ દુગ્ધસિંધોઃ ક્ષાર જલં જલનિધે રસિતું ક ઇચ્છેત્ '' (ભક્તામર સ્તોત્ર : ૧૧)
અર્થાત્ “હે પ્રભો ! અનિમેષ દષ્ટિએ નિરંતર દર્શન ક૨વાયોગ્ય એવા આપને એક વાર જોયા પછી મનુષ્યની આંખો અન્ય કોઈ સ્થળે સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણની કાંતિ જેવું ક્ષીર સમુદ્રનું શ્વેત દૂધ પીધા પછી દરિયાનું ખારું પાણી પીવાની ઇચ્છા કોણ કરે ?''
માનતુંગસૂરિજીએ આ સ્તોત્રના બારમા શ્લોકમાં પ્રભુને અદ્વિતીય અલંકારરૂપ કહ્યા છે.
“શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ વડે તમારું શરીર નિર્માયેલું છે, તે પરમાણુઓ આ વિશ્વમાં તેટલા જ છે, કારણ કે તમારા જેવું અન્ય રૂપ આ પૃથ્વીમાં કોઈ પણ સ્થળે હસ્તી ધરાવતું નથી.'' (શ્લોક ૧૨)
સૂરિજીએ પ્રભુને અપૂર્વ દીપક કહ્યા છે : “નિર્ધમવર્તિ૨૫વર્જિત તેલપૂરઃ કૃત્નું જગત્રયમિદં પ્રકટીકરોષિ ।
Page #121
--------------------------------------------------------------------------
________________
102 | ભક્તામર સુભ્ય નમઃ |
ગમ્યો ન જાતું મરુતાં ચલિતાચલાનાં દીપોડપરસ્તવમસિ નાથ ! જગતપ્રકાશઃ |"
(ભક્તામર સ્તોત્ર - ૧૬) અર્થાતુ “હે નાથ ! તમે ત્રણેય જગતને સમસ્તપણે પ્રકાશિત કરનાર અપૂર્વ દીપક છો, કે જેમાં ધુમાડો નથી. દિવેટ નથી, તેલ નથી, તેમજ પહાડને ડોલાવનાર વાવાઝોડાથી પણ આપનો જ્ઞાનરૂપી દીપક બુઝાતો નથી.”
શ્રી જિનેશ્વરદેવના નામસ્મરણ માત્રથી આઠ પ્રકારના ભયોનો ભય દૂર થાય છે. આઠ પદ્યના નિચોડરૂપ ૪૩મા શ્લોકમાં જણાવે છે કે :
મત્તઢિપેન્દ્ર-મૃગરાજ-દવાનલા-હિ, સંગ્રામવારિધિમહોદરબન્ધનોત્થમ્ | તસ્યાશુ નાશકુપયાતિ ભય ભિયેવ, પસ્તાવકે સ્તવમિમ મતિમાનધીતે ||'
(ભક્તામર સ્તોત્ર - ૪૩) અર્થાત્ “હે ભગવાન! જેઓ તમારા આ સ્તોત્રનો નિયમિત પાઠ કરે છે, તેનો (૧) મદોન્મત્ત હાથી, (૨) સિંહ, (૩) દાવાનલ, (૪) સર્પ. (૫) સંગ્રામ, () સાગર, (૭) જલોદર તથા (૮) બંધનથી ઉત્પન્ન થયેલો ભય પોતે ભય પામીને શીધ્ર નાશ પામે છે.”
શ્રી જિનેશ્વરદેવના રૂ૫-નામ-ગુણ અને તેના અદ્ભુત મહિમાના વર્ણનની કલ્પનાશક્તિનાં દર્શને આવા સ્તોત્રનાં માર્મિક પદોમાંથી જ થાય છે. તે જોઈને ડૉ. કીથને પણ કહેવું પડ્યું કે માનતુંગ કોઈ નિગણ્ય કવિ નથી, પરંતુ કાવ્યશૈલીની બારીકીના આચાર્ય છે.
શ્રી મણિભાઈ પ્રજાપતિ કલ્યાણ મંદિર અને ભક્તામર સ્તોત્રની તુલના કરતાં જણાવે છે કે, સિદ્ધસેનના કલ્યાણ મંદિર અને માનતુંગના “ભક્તામરમાં અનેક સમાનતાઓ છે. બંનેમાં વસંતતિલકાના ૪૮ શ્લોકો છે. બંનેમાં અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્રત્રય, દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ વગેરે પ્રતિહાર્યોનું વર્ણન છે. અન્ય દેવો કરતાં જિનેશ્વરની ઉત્કૃષ્ટતા પ્રભુગુણવર્ણનની આસક્તિ વગેરેનું નિરૂપણ બંનેમાં લગભગ સરખું છે.”
સિદ્ધસેન દિવાકર અને માનતુંગસૂરિ બંનેમાં પોતાનું બાળક જેવા, બાળક જેવી ચેષ્ટા કરવાવાળા અલ્પબુદ્ધિવાળા, જિનેશ્વરદેવના ગુણોનું વર્ણન કરવાને અસમર્થ, લઘુતા દર્શાવનાર, પ્રભુને ભયોના ભયને નસાડનાર જેવી અન્ય અનેક સમાનતાઓ રહેલી છે.
(૯) નંદિષેણ : લગભગ ઈ. સ.ની ૯મી સદીમાં નંદિષણ મુનિ થઈ ગયા. તેમણે “અજિતશાંતિસ્તોત્રની રચના કરી હતી. અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન બંનેની સાથે સ્તુતિ કરી છે. આ સ્તોત્રમાં તેમણે વિવિધ છંદો, અલંકારો, ઉપમાઓનો ઉપયોગ કર્યો છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
103
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ (૧૦) આર્ય ખપટવંશીય સૂરિ વિજયસિંહ : તેમણે રચેલું ‘નેમિજિન સ્તવન’ પ્રાસાદિક મધુર શૈલીનાં કુલ ૨૪ પદોમાં રચાયેલું છે. સંસારસાગરમાંથી ઉદ્ધાર માટે મથતા કવિ પોતાના પર કૃપાદૃષ્ટિ નાખવા નેમિનાથને વિનવે છે.
નેમિનાથ તો કલ્પવૃક્ષ છે, ૫૨મ જ્યોતિ છે. (શ્લોક ૩-૪,૧૮) ભક્ત કવિ તો ભવોભવ નેમિનાથનાં ચરણની સેવાનું સુખ યાચે છે.
܀
(૧૧) હરિભદ્રસૂરિ : જૈન આગમો ઉપર ઉપલબ્ધ થતી સંસ્કૃત ટીકાઓ તરફ નજર કરતાં જેમને આઘ ટીકાકાર તરીકે ઓળખાવી શકાય એવી મધ્યસ્થ ભાવના પ્રદીપક તેમજ જૈન પરંપરા પ્રમાણે ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિએ પણ સ્તુતિસાહિત્યમાં પોતાનો ફાળો આપ્યો છે. આ વાતની ‘સંસા૨દાવાનલ'ની સુપ્રસિદ્ધ સ્તુતિ તેમજ ‘શ્રી ચતુર્વિશતિ જિનસ્તુતિ' સાક્ષી પૂરે છે. આ સાક્ષ૨૨ત્ને વૈક્રમીય ૬ઠ્ઠી કે ૮મી શતાબ્દી અલંકૃત કરી હતી એ વિષે મતભેદ છે.
આગમોદ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિ પ્રમુખ મુનિવરો ‘વિચારસાર પ્રકરણ'માં અવતરણ રૂપે આપેલી ‘પંચસણ પળતી(સૌ) ગાથાને આધારે છઠ્ઠી શતાબ્દીને આ ગુણજ્ઞ સૂરિવરના હયાતીકાળ તરીકે માને છે, જ્યારે શ્રી જિનવિજય જેવા પ્રમુખ સાક્ષરો એ સ્થાને આઠમી શતાબ્દીનો નિર્દેશ કરે છે.
શ્રી હરિભદ્રસૂરિના સમયકાળ માટે વિદ્વાનોમાં મતમતાંતર પ્રવર્તે છે. તેમણે રચેલી ‘સંસા૨દાવાનલ’ સ્તુતિની વિશેષતા એ છે કે તેઓએ આ સ્તુતિની સમસંસ્કૃત ભાષામાં અર્થાત્ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં વપરાતા શબ્દોમાં રચના કરી છે. આ સંપૂર્ણ સ્તુતિમાં એક પણ જોડાક્ષર નથી.
(૧૨) બપ્પભટ્ટસૂરિ : વિક્રમની નવમી શતાબ્દીના શૃંગારરૂપ, ‘આમ’ નરેશ્વરના પ્રતિબોધક, વાદિકુંજકેસરી પ્રમુખ બિરુદોથી વિભૂષિત એવા શ્રી બપ્પભટ્ટસૂરિએ પણ ચતુર્વિશતિકા' રચી પોતાની કલમને સાર્થક કરી અને મહાકવિ તરીકેની નામના મેળવી છે.
આચાર્ય સિદ્ધસેનના શિષ્ય બપ્પભટ્ટસૂરિએ યમકાલંકારમયી ‘સ્તુતિ ચતુર્વિશતિકા, સરસ્વતી સ્તોત્ર, વીર સ્તવ, શાંતિ સ્તવ' વગેરે સ્તોત્રો સંસ્કૃતમાં રચ્યાં. આ ઉપરાંત વિવિધ છંદોમય ‘વીરસ્તવ’ (૧૧ પદ) અતિ સરળ પદોમાં રચાયું હોઈ, ઊર્મિપ્રધાન બન્યું છે. વીર વિના બધું જ નકામું છે. (વ્યર્થ છે). ઇન્દ્રિયોનું સાફલ્ય તો વીરનું દર્શન ક૨વામાં, ચિંતન કરવામાં અને ગુણ ગાવામાં જ છે. એ વાત કહેતાં બપ્પભટ્ટસૂરિ કહે છે :
ન તાનિ ચક્ષુષિ ન નિ રીક્ષસે,
ન તાનિ ચેતાંસિ ન યેસિ ચિન્ત્યસે ।
ન તા ગિર યા ન વન્તિ તે ગુણા, ન તે ગુણા યે ન ભવન્તમાશ્રિતાઃ ।।૭।।
Page #123
--------------------------------------------------------------------------
________________
104 | ભક્તામર તુવ્ય નમઃ |
૯૬ કાવ્ય પ્રમાણે યમકાલંકારમયી જે સ્તુતિ ચતુર્વિશતિકાઓ લખાઈ છે, એમાં રચનાસમયની દષ્ટિએ આચાર્ય બપ્પભટ્ટસૂરિકૃતિ સ્તુતિ ચતુર્વિશતિકા' સૌપ્રથમ છે. આ સર્વ ચતુર્વિશતિકાઓમાંથી અથવા કોઈ પણ ચાર પદ્યની સ્તુતિ દેવવંદનમાં કાયોત્સર્ગ કર્યા પછી બોલવાની હોય છે તેમાં નીચે પ્રમાણેના વિષયો હોય છે :
“અહિંગયજિણ પઢમ પૂઈ, બીઆ સવ્વાણ તઇઅ નાણસ્સ, વૈયાવચ્ચગરાણ, ઉવઓગતથં ચકલ્થ પૂઈ' ||"
(ચૈત્યવંદન ભાષ્ય - ૫૨). અર્થાત્ “પ્રથમ સ્તુતિ વિવક્ષિત કોઈ એક તીર્થકરની સ્તુતિ, બીજી સર્વ જિનની સ્તુતિ, ત્રીજીમાં જિન-પ્રવચનની અને ચોથી વૈયાવૃન્કર દેવતાઓનું સ્મરણ.”
ચતુર્વિશતિકા દ્વારા યમકપ્રધાન સ્તુતિની રચના કરી છે. બે ચરણોની સમાન આવૃત્તિવાળા યમકનો પ્રયોગ અહીંયા સર્વપ્રથમ થયો છે. સાથે સાથે જ શારદાસ્તવ' અથવા “અનુભૂતિસિદ્ધ સારસ્વત-સ્તવમાં મંત્રાલરોનો સમાવેશ કરતાં પૂર્વેની પરંપરાને પણ એમણે સાચવી રાખી છે.
(૧૩) જંબુસ્વામી : અગિયારમી સદીના પ્રથમ ચરણમાં જંબુમુનિએ જિનશતકમાં સ્ત્રગ્ધરા છંદનો પ્રયોગ તથા શબ્દાલંકારોનો સમાવેશ કર્યો છે.
જંબુસ્વામીના સમયકાળ માટે શ્રી મણિભાઈ પ્રજાપતિનું આનાથી જરા જુદું મંતવ્ય જાણવા મળે છે. “શતક સ્તોત્રકાવ્યની પરંપરામાં ચંદ્રગચ્છના જંબુસ્વામી (૧૦મી સદી)એ જિન શતક રચ્યું છે કે જેની સાલમુનિએ વિવરણ ટીકા-પંજિકા રચી છે."
શ્રી ડૉ. જ્યોતિપ્રસાદ જૈન જંબુસૂરિનો સમયકાળ ઈ. સ. ૯૪૮ અને જિનશતકની રચના કરી હોવાનું જણાવે છે. સાહિત્યકલારત્ન આચાર્ય વિજયયશોદેવસૂરિએ ૧૧મી સદીના પ્રથમ ચરણમાં થયેલા જંબુમુનિ તરીકે ઓળખાવ્યા છે. શ્રી મણિભાઈ પ્રજાપતિએ દશમી સદીમાં થયેલા જંબુસ્વામીની વાત કરી છે જ્યારે ડૉ. જ્યોતિ પ્રસાદ જૈન ઈ. સ. ૯૪૮માં થયેલા જંબુસૂરિ તરીકે વર્ણવ્યા છે. પરંતુ ત્રણે વિદ્વાનોના મતે આ ત્રણે મુનિ સ્વામી કે સૂરિએ જિનશતક'ની રચના કરી છે તેમાં એકમત છે.
(૧૪) ધનપાલ અને શોભનમુનિ : ૧૧મી સદીમાં વિખ્યાત થયેલા ધનપાલ અને શોભનમુનિ બંને ભાઈઓ હતા.
શ્રી હીરાલાલ કાપડિયા આ બંધુબેલડી વિશે માહિતી આપતાં જણાવે છે કે, “અગિયારમી શતાબ્દીરૂપ ગગનપ્રતિ દૃષ્ટિપાત કરતાં વેદપારંગત વિપ્રવર્ય ધનપાલ અને તેમના લઘુબંધુ શ્રી શોભન મુનીશ્વર એ બે તેજસ્વી તારાઓ ઝળકી રહેલા માલૂમ પડે છે. જેમણે ‘ઋષભ પંચાશિકા' તથા વિરુદ્ધવચનીય) શ્રી વીર સ્તુતિનું નિરીક્ષણ કર્યું છે, તે તો તિલકમંજરી' જેવી પ્રોઢ કથા રચનારા આ ધનપાલની વિદ્વત્તા ઉપર મુગ્ધ થયા વિના રહેશે નહિ. આવા પ્રખર વિદ્વાને પણ
Page #124
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઈતિહાસ , 105 શ્રી શોભન મુનિરાજે રચેલી સ્તુતિ-ચતુર્વિશતિકાની ટીકા રચવી યોગ્ય લેખી, એથી પણ “શ્રી શોભન-સ્તુતિનું મૂલ્ય સમજી શકાય છે.""
ધનપાલ કે જેણે તિલકમંજરી' જેવા અદ્ભુત સ્તોત્રની રચના કરી છે, અને તેના જેવાં અનેક સ્તોત્રો રચીને પોતાની કાવ્યકુશળતા અને સંસ્કૃત-ભાષા ઉપર અદ્ભુત પ્રાવીણ્ય પ્રગટ કર્યું છે. વિરુદ્ધવચનીય અલંકારના અર્થસૌંદર્યથી વિદ્વાનોએ એમની “શ્રી મહાવીર સ્તુતિ'નો મહિમા ગાયો છે. યથા :
“નમસ્કૃત્ય સ્તુતિ યત્ર વિરોધાભાસસંકૃતામ્ |
ચકાર પ્રાકૃતાં દેવ નિલે ત્યાદિ સાસ્તિ ચ | સંસ્કૃત-પ્રાકૃત વિરુદ્ધવચનીય ‘શ્રી વીરસ્તવનાં દશેય પદ્યમાં, પ્રત્યેકમાં પહેલું પૂર્વાર્ધ સંસ્કૃતમાં અને બીજું ઉત્તરાર્ધ પ્રાકૃતમાં રચીને કવિ ધનપાલે નવીન કાવ્યશૈલીનું દર્શન કરાવ્યું છે. તેમની ‘ઋષભપંચાશિકામાં શ્રી આદિનાથ ભગવાનના જીવનના પ્રસંગો તથા તેમની પ્રશંસા કરતી સ્તુતિની રચના કરી છે.
ધનપાલના લઘુબંધુ શ્રી શોભનમુનિએ ૨૪ તીર્થકરોની યમક અલંકારમાં શોભન સ્તુતિની રચના કરી છે. આ રચના પર ધનપાલે સંસ્કૃત ભાષામાં “શોભન સ્તુતિ વૃત્તિ રચી છે. ડો. હર્મન યકોબીએ જર્મન ભાષામાં આનો અનુવાદ કર્યો છે. જ્યારે પ્રો. હીરાલાલ કાપડિયાએ ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ કર્યા છે.
(૧૫) અમિતગતિ : ૧૧મી શતાબ્દીમાં થયેલા અન્ય સ્તોત્રકારોમાં અમિતગતિનું નામ પણ આદરણીય છે.
ડૉ. જ્યોતિ પ્રસાદ જૈન અમિતગતિનો સમય ઈ. સ. ૯૭૫થી ૧૦૨૦માં અને તેમની રચના ‘ભાવના-ધાત્રિશિકા' છે તેવું જણાવે છે.
જ્યારે શ્રી મણિભાઈ પ્રજાપતિ અમિતગતિ વિશે જણાવતાં લખે છે કે, “ધારા નગરના શાસક મુંજની સભામાં નવરત્નોમાંના એક અમિતગતિ (૧૧મી સદી)એ પરમાત્મક પત્રિશિકા' રચી છે. મોક્ષપ્રાપ્તિના માર્ગરૂપ આનો જૈન આચારધર્મ પ્રસ્તુત સ્તોત્રમાં પ્રાસાદિક શૈલીમાં રજૂ થયો છે. સંસારના જુદા જુદા જીવો પ્રત્યે કેવું વર્તન રાખવું તે માટે જૈન આચારધર્મ મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ નામની ચાર ભાવનાઓ પ્રબોધે છે. એ ચારેય ભાવનાઓની કામના કરતાં અમિતગતિ જિનેન્દ્રને પ્રાર્થે છે.” કોણ સદેવ હૃદયમાં સ્થાન પામે છે ? તે વિષે જણાવતાં શ્રી અમિતગતિ જણાવે છે કે :
યા વ્યાપકો વિશ્વજનીન વૃત્તિઃ સિદ્ધો-વિબુદ્ધો ધૂતકર્મબંધન : |
ધ્યાતો ધુનીતે સકલ વિકલ દેવદેવો હૃદયે મમાસ્તામ્ //૧૬ll” અર્થાત્ કર્મના બંધનમાંથી મુક્ત થનાર રાગ-દોષરહિત. મુક્તાત્મા જ જૈનદર્શનની દષ્ટિએ
Page #125
--------------------------------------------------------------------------
________________
106 કે તે ભક્તામર સુભ્ય નમઃ | સિદ્ધ-વિબુદ્ધ અને દેવ છે. ભવદુઃખભંજક, વ્યાપક સિદ્ધ, બુદ્ધ અને કર્મબંધ દૂર કરનારા દેવાધિદેવ સદેવ હૃદયમાં નિવાસ કરે એવી કવિની કામના છે. જીવ કેવી રીતે ફળ ભોગવે છે તે વિષે શ્રી અમિતગતિ લખે છે કે :
સ્વયં કૃત કર્મ યદાત્મના પુસફલ તદીય લભતે શુભાશુભમ્ |
પણ દંત યદિ લભ્યતે ફૂટે સ્વયં કૃત કર્મ નિરર્થક તદા” li૩૦ અર્થાત જૈનદર્શન પ્રમાણે જીવ કર્માનુસાર ફળ ભોગવે છે. સુખદુઃખનું કારણ કર્મ છે. જેના સકળ કર્મો ક્ષય પામે છે તે ઈશ્વર છે. (પરિક્ષીને સવર્મ ) કર્માનુસાર ફળપ્રાપ્તિનો સિદ્ધાંત સરળ ભાષામાં શાસ્ત્રકાર શ્રી અમિતગતિ સમજાવે છે.
ઉપર્યુક્ત બંને વિદ્વાનોએ અતિગતિની રચનાનાં નામ અલગ જણાવ્યાં છે.
(૧૬) વાદી રાજસૂરિ : ૧૧મી સદીમાં થયેલા વાદી રાજસૂરિની રચનાઓમાં એકીભાવ સ્તોત્ર', જ્ઞાન લોચન સ્તોત્ર', ‘આધ્યાત્મક શતક' આદિનો સમાવેશ થાય છે.
હિંદુ ધર્મના પ્રતિસ્મરણ સ્તોત્રની જેમ જૈન ધર્મના સ્તોત્ર-સાહિત્યમાં પણ કેટલાંક પ્રાતઃકાળે ગાવાનાં સ્તોત્ર રચાયાં છે.
(૧૭) મુનિચંદ્ર : બારમી સદીમાં થયેલા મુનિચંદ્રસૂરિએ પ્રાતઃકાળે ગાઈ શકાય તેવી પ્રાભાતિક જિન સ્તુતિ'ની રચના કરી છે.
(૧૮) ચંદ્રપ્રભસૂરિ : બારમી સદીના જ આ મુનિચંદ્ર પછી ચંદ્રપ્રભસૂરિએ પ્રભાક કુલક' નામે સાધારણ જિન સ્તવન રચ્યું છે એમાં ૧૩ પદ છે. મંગલાચરણ રૂપ પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે પ્રાતઃકાળે જિનેન્દ્રના મુખનું દર્શન કરવાથી સર્વ આપત્તિઓ, રોગ, દારિદ્રય આદિનો નાશ થાય છે. સ્તોત્રમાં શ્લેષ અલંકાર દ્વારા વિરોધ સર્જવાની અને પાદાન્ત યમક પ્રયોજવાની કવિ શક્તિ દર્શનીય છે. શ્લેષ અલંકારના ઉદાહરણરૂપ શ્લોક આ પ્રમાણે છે.
“વ્યસ્ત સપ્તોત્થિતઃ પશ્યન્ પાદમધું સદારુણમ્ |
ન પુનર્લભતે નાથ ! ભવ દુઃખ સદારુણમ્ IIળી'' અહીં ‘સદારુણમુ’ શબ્દથી રમત છે. સવારુ એટલે સદાઅરુણ (હંમેશાં રક્ત) અને જુદી રીતે સંધિ-
વિચ્છેદ કરીને થયેલ “સલામ એટલે તે ભયંકર', શ્લોકનો અર્થ થાય . “હે નાથ ! સૂઈને ઊઠેલો જે માણસ હંમેશાં રક્તવર્ણ તારું ચરણકમળ નિહાળે તે માણસ કદાપિ ભયંકર દુઃખ પામતો નથી.”
(૧૯) કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમનો સમય ઈ. સ. ૧૧૪૫થી ૧૨૨૯. ચાલુક્યવંશી ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ સાથેની વિદ્વત્તા અને ધાર્મિકતાનો તેમનો સંબંધ ઇતિહાસમાં જાણીતો છે. હેમચંદ્રસૂરિના જીવનમાં વિદ્વત્તાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ ત્રિવેણી એટલે ધર્મ, સરસ્વતી અને રાજનીતિ. ભગવાન મહાવીરે માન્ય કરેલાં ત્યાગ, તપ,
Page #126
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 107 સમભાવ, સ્યાદ્વાદને ધર્મ સાથે વણી લઈને જૈન ધર્મના તત્ત્વો અને સંસ્કારો પ્રજામાં વ્યાપક બને તે માટે તેમણે સ્તોત્રોનું માધ્યમ સ્વીકાર્યું હતું.
આચાર્ય હેમચંદ્રસૂરિએ વીતરાગ સ્તોત્ર', ‘સકલાઈતું સ્તોત્ર', મહાદેવ સ્તોત્ર'. અનન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા’ અને ‘અયોગવિચ્છેદ કાત્રિશિકાની રચના કરી છે.
તેઓએ મહાદેવ સ્તોત્ર'માં કુલ ૪૪ શ્લોકમાં મહાદેવના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. કુમારપાળે જ્યારે તેઓને શિવની સ્તુતિ કરવાનું જણાવ્યું ત્યારે તેમણે મહાદેવ સ્તોત્રની રચના કરી અને જૈન ધર્મની દૃષ્ટિએ વાસ્તવિક પરમાત્મા કોણ કહેવાય એની સુંદર સચોટ રજૂઆત કરી છે.
“ભવબીજાંકુર જનના રાગાદય: ક્ષયમુપગતા યસ્ય |
બ્રહ્મા વા વિષ્ણુ વા હરોઃ જિનો વા નમસ્તસ્ય ||" અર્થાત્ “મહાદેવ કોણ કહેવાય એના માટેના ગુણો બતાવી, તેવા ગુણોવાળા એટલે કે જેવા ભવરૂપી બીજના અંકુરો ઉત્પન્ન કરનાર, રાગાદિ દોષો શમી ગયા હોય તેવા જો કોઈ દેવ હોય, પછી તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હોય તેને મારા નમસ્કાર છે.”
આવી વિલક્ષણતાપૂર્વકની રજૂઆત દ્વારા જાણે કે જૈન ધર્મ અને હિન્દુ ધર્મનો સમન્વય કર્યો છે.
આચાર્ય હેમચંદ્રસુરિકત વીતરાગ સ્તોત્ર એક દાર્શનિક સ્તોત્ર છે. આ સ્તોત્ર ૨૦ પ્રકાશોમાં વિભાજિત થયેલું છે. દરેક વિભાગોમાં ૮થી ૯ શ્લોકો છે. જેમાં પરમાત્માનાં ગુણો, લક્ષણો, સ્વરૂપ, પ્રતિહાર્યો, રૂપ-સૌંદર્ય, વૈરાગ્ય, પ્રભુના અલૌકિક ગુણ વગેરેનું તાત્ત્વિકતાપૂર્વક અને સ્તુત્યાત્મક શૈલીમાં સવિસ્તાર પ્રતિપાદન કર્યું છે. શ્રી જિનેશ્વરદેવનાં તીર્થકર સ્વરૂપો-ગુણોને વર્ણવતો એક દૃષ્ટાંતસ્વરૂપ શ્લોક આ પ્રમાણે છે :
“અસગ્ગસ્થ અને સસ્ય નિમમિસ્ય કૃપાત્મનઃ
મધ્યસ્થસ્ય જગત્માતુરનડ કસ્તેમિ કિંકર I/૧૩૬/l'' અર્થાતુ “વિષયસંગરહિત, સર્વોત્તમ, મમ સ્વરહિત, કૃપાળુ, મધ્યસ્થ, જગતરક્ષક અને નિષ્કલંક એવા તમે, તમારો હું કિંકર (દાસ) છું.”
આચાર્ય હેમચંદ્રસૂરિ એ વર્ધમાનની સ્તુતિ માટે અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા અને અયોગવિચ્છેદ દ્વાáિશિકા' નામની ૩૨ શ્લોકી સ્તુતિઓ દ્વારા જૈન દર્શનના પ્રમુખ સિદ્ધાંતો જેવા કે સ્યાદ્વાદ, નયપ્રમાણ, સપ્તભંગી ઇત્યાદિ પર અતિ ગંભીર અને સૂક્ષ્મ વિચારોને પ્રાસાદિક કાવ્યવાણીમાં ઉતાર્યા છે. સમર્થ આગમધર મલયગિરિએ પોતાની આવશ્યક સૂત્રની ટીકામાં ‘માર વરસ્તુતિ; રવ:' એમ કહીને અનન્યયોગવ્યવસ્કેન ધાર્નિંશિકા'નું ઉદાહરણ આપ્યું છે. આ ઉપરથી પ્રસ્તુત સ્તુતિ કેટલી ગૌરવવંતી અને અર્થગંભીર છે તે સમજી શકાય છે. શ્લોક ૪થી ૧૨માં મીમાંસકો વગેરેના સિદ્ધાંતો રજૂ કર્યા છે. મીમાંસકો વૈદિક હિંસાને ધર્મ માને છે. પરંતુ હેમચંદ્ર
Page #127
--------------------------------------------------------------------------
________________
108
।। ભક્તામર તુભ્ય નમઃ ।
જૈન ધર્મની દૃષ્ટિથી પ્રતિપાદિત કરે છે કે કોઈ પણ પ્રકારની હિંસા એ અધર્મ છે. શ્લોક ૧૩થી ૨૦માં માયાવાદ, સાંખ્ય, બૌદ્ધ ધર્મનાં સિદ્ધાંતોનું ખંડન કરી, શ્લોક ૨૧થી ૨૯માં જૈનદર્શનનું સમર્થન કરી સ્યાદ્વાદની સિદ્ધિ કરી છે. મહાવીરના અનેકાંતવાદથી જ જગતનો ઉદ્ધાર છે એ સ્તોત્રનો કેન્દ્રવર્તી વિચાર છે.
ઇદં તત્ત્વાતત્ત્વવ્યતિક૨ક૨લેડન્ધતમસે, જગન્માયાકારેરિવ હતપરેર્યાં વિનિહિતમ્ । તદુઘર્યું શકતો નિયતમવિસંવાદિવચત્ સ્ત્વમેવાત સ્નાતસ્ત્વયિ કૃતસપર્યા કૃતધિયાઃ ॥૩૨॥'
અર્થાત્ “હે રક્ષક ! જાદુગરોની જેમ અધમ એવા અન્ય દર્શનકારોએ આ જગતને તત્ત્વઅતત્ત્વના જ્ઞાનથી રહિત, ભયંકર અંધકારમાં ગરકાવ કરી નાખ્યું છે. તેમાંથી આ જગતનો ઉદ્ધાર ક૨વો, વિસંવાદથી રહિત એવું આપનું એક વચન (અનેકાંતવાદ) સમર્થ છે. આથી હે ભગવાન ! બુદ્ધિશાળી આપની સેવા-ઉપાસના કરે છે.’’
કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યે તેમને પ્રાપ્ત થયેલી સરસ્વતી, ધર્મ અને રાજનીતિરૂપ ત્રિવેણી સંગમ દ્વારા સાહિત્યનું બહોળું ખેડાણ કર્યું છે. તે દ્વારા જૈન સ્તોત્ર-સાહિત્યની ધરોહરને સમૃદ્ધ બનાવવામાં અનન્ય ફાળો અર્પિત કર્યો છે. ડૉ. જ્યોતિપ્રસાદ જૈન હેમચંદ્રાચાર્યનો સમય ઈ. સ. ૧૧૦૯થી ૧૧૭૨ જણાવે છે.
શ્રી મણિલાલ પ્રજાપતિ અને ડૉ. જ્યોતિપ્રસાદ જૈન બંને હેમચંદ્રાચાર્યનો સમય જુદો જુદો બતાવે છે પરંતુ એક વાત સામાન્ય છે કે તેમનો સમય ૧૨મી સદી રહ્યો છે. તેમના પછી થયેલા આચાર્યો તેમનાથી જ પ્રભાવિત થયેલા ન હતા પરંતુ આ આચાર્યોએ પોતાની સર્જનશક્તિનો ઉપયોગ ભાષ્ય અને વ્યાખ્યાનોમાં અધિક કર્યો હતો.
(૨૦) રામચંદ્રસૂરિ : સમય ૧૨મી સદી. રામચંદ્રસૂરિ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમની રચનાઓમાં ‘કુમારવિહારશતક', ‘યુગાદિદેવ દ્વાત્રિંશિકા', ‘પ્રાસાદ દ્વાત્રિંશિકા', ‘વ્યતિરેક દ્વાત્રિંશિકા’, આદિદેવસ્તવન', નેમિસ્તવ', ‘મુનિસુવ્રતદેવ સ્તવ', 'જિન સ્તોત્રો', ખોડશિકા સાધારણ જિન સ્તવનો'ની રચના કરી હતી.
શ્રી મણિભાઈ પ્રજાપતિ રામચંદ્રસૂરિ વિશે જણાવે છે કે, ‘હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિએ કવિત્વશક્તિના પ્રતાપે હેમચંદ્રાચાર્ય પાસેથી ‘કવિ કટાર મલ્લ'નું બિરુદ મળેલું, તેમણે અનેક સ્તોત્રો રચીને પોતાની અલંકારનિરૂપણ સમતાનું દર્શન કરાવ્યું. તેમણે અનેક દ્વાત્રિંશિકાઓ રચી. જેવી કે ‘વ્યતિરેક દ્વાત્રિંશિકા’, ‘યુગાદિદેવ દ્વાત્રિંશિકા' વગેરે. એક જ અલંકાર પ્રયોજી આખી બત્રીસીની રચના કરવી એ કવિની વિશેષતા છે. એક જ ઉદાહરણ જોઈએ. એમની ‘અપહત્તુતિદ્વાત્રિંશિકા’ના પ્રત્યેક શ્લોકમાં અપહ્ન્રુતિ અલંકાર પ્રયોજ્યો છે. કવિ વર્ણવે છે કે જિનેશ્વરના મસ્તકે ફણાધરની ફણા એ ફણા નથી પરંતુ ભુવનલક્ષ્મીએ ધારણ કરેલ છત્ર છે. “ઇદં ન મોલો ધરણો૨ગેશ્વરસ્ફુરતફણાલીફલકં જગત્પતે । તવાપિ તુ ધ્યાનસુધામ્બુપાયિતઃ કરાતપત્ર ભુવન શ્રિયાકૃતમ્ ॥૨૪॥’
Page #128
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ આમ રામચંદ્રસૂરિએ અલંકારોને મહત્ત્વ આપતાં વિરોધ, ઉપમા, દૃષ્ટાંત, અર્થાન્તરન્યાસ, વ્યતિરેક, અપહનુતિ વગેરે અલંકારો ગર્ભિત દ્વાત્રિંશિકાઓની રચના કરી, તેમના પછી થયેલા કવિ આસડ, મંત્રી પદ્મ તથા ધર્મઘોષસૂરિ આદિએ આ જ અલંકારપ્રવાહને વધારે વિકસિત કર્યો.
܀
109
(૨૧) જિનવલ્લભસૂરિ : વિક્રમની ૧૨મી સદીમાં થયેલા જિનવલ્લભસૂરિએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ૧૦૦ જેટલાં સ્તોત્રો રચ્યાં છે. તેમાં ‘પાર્શ્વનાથ સ્તવન', ‘પંચ કલ્યાણક સ્તોત્ર’, ‘વીર સ્તોત્ર’, ‘સ્તોત્ર પંચક’, ‘ચતુર્વિંશિકા જિન-સ્તુતિ’, ‘જિન વિજ્ઞપ્તિ’ ઇત્યાદિ ૧૦૦ જેટલા સ્તોત્રો રચ્યા છે.
ડૉ. જ્યોતિપ્રસાદ જેને જગવલ્લભસૂરિને ઈ. સ. ૧૧૧૦ના સમયનાં જણાવ્યા છે અને તેમની કૃતિઓમાં અજિત-શાંતિ લઘુસ્તવન’, ‘ભાવારિવારણ સ્તોત્ર’, ‘વીરસ્તવ’, ‘જિનકલ્યાણ સ્તોત્ર’ આદિને ગણાવ્યા છે.
પ્રાકૃતમાં ૨૦ શ્લોક પ્રમાણે પાર્શ્વનાથ સ્તવન તેમણે રચ્યું છે. તેનું ઉદાહ૨ણ આ પ્રમાણે છે. “જામ સામિ ! બહુભવવણેણ જમન્નાયા ક્યાઇ તુર્ગ । નાહં ના... પત્તો પત્તો પુણરુબભવો કિ ં ઇયરા ''
પાર્શ્વજિન સ્તોત્રમાં સ્રગ્ધરા છંદના નવ પદ્ય છે. તેમાં ભાવોને અનુરૂપ વર્ણાનુપ્રાસની છટા અને ન્યાત્મક પદાવલિઓનું નાદસોંદર્ય અનુભવી શકાય છે. જેમકે જેના નામમાત્રથી ત્રણેય જગતના ઉપદ્રવો શમી જાય છે તે પાર્શ્વનો મહિમા કવિએ આ સ્તોત્રમાં ગાયો છે.
જિનવલ્લભસૂરિનું પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પરનું આધિપત્ય તેમની રચનાઓમાં દૃષ્ટિગોચર થાય છે.
(૨૨) વસ્તુપાલ : રાજસ્થાન આબુમાં આવેલા વિખ્યાત વસ્તુપાલ-તેજપાલના દેરાસરો બંધાવનારા વસ્તુપાલ ૧૩મી સદીમાં થઈ ગયા. રાજપુરુષ હોવા છતાં તેમણે ઉત્કૃષ્ટ સ્તોત્રોની રચના કરી છે. શત્રુંજય ઉપર શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરવાથી મળેલી પ્રેરણા રૂપે તેમણે સર્વપ્રથમ ૧૨ પદ્ય પ્રમાણવાળા ‘આદિનાથ સ્તોત્ર'ની રચના કરી. આ સ્તોત્રમાં મહાત્મા વસ્તુપાલે કવિ તરીકે ધાર્મિક વિષયોના પોતાના મનોરથો વ્યક્ત કર્યા છે. તેથી આ સ્તોત્રનું અપર નામ મનોરથમય' પણ છે.
વસ્તુપાલ વિરચિત ‘અમ્બિકા-સ્તવન’માં ૨૨મા તીર્થંક૨ શ્રી નેમિનાથ ભગવાનની શાસનદેવી અને તેમની જ્ઞાતિની કુલદેવી અમ્બિકાનું સ્તવન છે. તેમાં તેમણે દેવી અમ્બિકાને હિમાલયમાંથી જન્મેલી અને હેમવતી (શ્લોક ૧), પુરુષોત્તમ માનનીય (શ્લોક ૬) અને સરસ્વતી (શ્લોક ૯) જેવા જુદા જુદા સ્વરૂપે વર્ણવી છે. અહીં નવમા શ્લોકમાં તેમણે દેવી અમ્બિકા પાસે વરદાનની યાચના પણ કરી છે. અહીં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે ઉત્તરકાલીન દેવસમૂહમાં જૈન અને બ્રાહ્મણતત્ત્વોનું કેવા પ્રકારનું સંમિશ્રણ થતું હતું.
Page #129
--------------------------------------------------------------------------
________________
10 - // ભક્તામર સુભ્ય નમઃ |
“આરાધના' એ વસ્તુપાલની છેલ્લી રચના છે. જેના દશ શ્લોકમાં સંસારની ક્ષણભંગુરતા અને ધર્મની કલ્યાણમયીતા વર્ણવી છે. પ્રબંધ ચિંતામણિમાં કહ્યું છે કે શત્રુંજયની યાત્રાએ જતાં માર્ગમાં મરણાસન્ન વસ્તુપાલે જ તે સુવૃત વિચિત' એ શ્લોક ઉચ્ચારીને “આરાધનાની રચના કરી અને અંતપર્યતારાધના કરી હતી. ઉદયપ્રભસૂરિએ ‘વસ્તુપાલ સ્તુતિમાં વસ્તુપાલની સૂક્તિઓને અમૃતથી પણ અદકેરી કહી છે.
વસ્તુપાલ રાજપુરુષ હતા સાથે સાથે તેમને ધર્મ-સરસ્વતી-લક્ષ્મી આ બધાનો સમન્વય થયો હતો. આજે પણ આબુના દેરાસરો બેનમૂન માનવામાં આવે છે. તે સમયમાં પણ હિંદુ અને જૈન ધર્મ એકબીજાના દેવસમૂહ વડે જોડાયેલા હતા તેનું ઉદાહરણ વસ્તુપાળે રચેલ ‘અમ્બિકા સ્તોત્ર' છે અને તેમની રચનાઓ મધુર અને મનોરમ્ય છે એવો વિદ્વાનોનો મત છે.
(૨૩) ચંદ્રસૂરિ : ૧૩મી શતાબ્દીમાં થયેલા ચંદ્રસૂરિએ સર્વજિનસ્તવ’ અને ‘સાધારણ જિનસ્તવ' વગેરેની રચના કરી છે. તેઓ વસ્તુપાલના સમકાલીન હતા.
સાધારણ જિનસ્તવના આઠેય શ્લોકો કચ-ટ-ત-પ એ પાંચે વર્ગના વર્ષોથી રહિત છે. એ સ્તોત્રની વિશેષતા કવિની કુશળતા છે. આરંભિક શ્લોકમાં કવિ જિનેશ્વરનો જ આશરો લે છે.
संसारसारं शैव श्री सरसीसरसीरुहम ।
__ ऋषीश्वरं वृषावासं श्रेयसां संश्रयंश्रये ।। આમાં એક પણ વર્ણ પંચવર્ગ પૈકીનો નથી.
બીજી સદીમાં થયેલા સમન્તભદ્રના અનુકરણરૂપ પાછળથી જૈન કવિઓએ વિશાળ માત્રામાં ચિત્રબંધથી સંપન્ન કાવ્યોની રચના કરી છે. તેમના એક પ્રધાન રચનાકાર છે જિનપ્રભસૂરિ.
(૨૪) જિનપ્રભસૂરિ : વિક્રમ સંવત ૧૩૬૫માં થયેલા જિનપ્રભસૂરિએ વિવિધરંગી ચિત્રબંધોમાં કાવ્યની રચના કરી હતી. તેમણે શ્રી સોમતિલકસૂરિને એકસાથે ૭૦૦ સ્તોત્ર રચી ભેટ આપ્યાં હતાં. સાહિત્ય કલારત્ન આચાર્ય વિજય શ્રી યશોદેવસૂરિ જિનપ્રભસૂરિ વિશે જણાવતાં લખે છે કે, “જિનપ્રભસૂરિએ રચનામાં એક ભવ્યાતિભવ્ય મોટો કીર્તિમાન સ્થાપિત કર્યો. એમના માટે પ્રસિદ્ધ છે કે શ્રી પદ્માવતી દેવીની કૃપાથી તેમને પ્રખર વિદૂષકતા મળી હતી અને તેમને એ પણ અભિગ્રહ હતો કે પ્રતિદિન એક નવીન સ્તોત્રની રચના કરીને જ આહાર ગ્રહણ કરવો. આ જ કારણ હતું કે સૂરિજીએ વિવિધ ચિત્ર, યમક, શ્લેષાદિ અલંકાર તથા છંદોના વિભિન્ન પ્રયોગથી યુક્ત ૭૦૦ સ્તોત્રની રચના કરી."
જિનપ્રભસૂરિના “વીરસ્તવનમાં તો શબ્દ, વર્ણ, ચમત્કારસંપન્ન ચિત્રકાવ્યના અનેક પ્રકારો પ્રાપ્ત થાય છે. જેમકે મુરજબંધ (શ્લોક-૬), ગોમૂત્રિકા બંધ (શ્લોક ૭), સર્વતોભદ્ર (શ્લોક ૮), એકાક્ષર (શ્લોક ૨૨), ષોડશદલકમલબંધ (શ્લોક ૨૩), હારબંધ (શ્લોક ૨૫), ચામરબંધ (શ્લોક ૨૭) વગેરે. કવિનામ ગુપ્ત ચિત્રનું ઉદાહરણ પણ (શ્લોક ૨૬માં) છે. તેમાં પ્રયોજાયેલ વર્ણોમાંથી જિનપ્રભસૂરિ એવું નામ મળે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 111 જિનપ્રભસૂરિએ વિવિધ વર્ણવાળા સાતસો સ્તોત્રો રચીને જૈનશાસનની પ્રભાવના કરીને સ્તોત્ર-સાહિત્યના આરાધકો ઉપર અણકથ્ય ઉપકાર કર્યો છે.
(૨૫) ધર્મઘોષસૂરિ : ૧૪મી સદીના પ્રખર વિદ્વાન તરીકે તેમની ગણના કરવામાં આવી છે તેમણે રચેલ સ્તોત્રસાહિત્ય અતિ વિશાળ છે.
ધર્મઘોષસૂરિ વિરચિત કૃતિઓમાં ચંદ્રપ્રભ (૭ ભવ), સ્તોત્ર (ગાથા-૬), શાંતિ સ્તોત્ર (ગાથા ૧૦), સુવ્રત સ્તોત્ર (ગાથા ૬), નેમિ સ્તોત્ર (ગાથા ૭), પાર્થસ્તોત્ર (ગાથા ૯), વીરસ્તોત્ર (ગાથા ૧૦), ગિરનાર કલ્પ (ગાથા ૩૨), શત્રુજય કલ્પ (ગાથા ૩૮), અષ્ટાપદ કલ્પ (ગાથા ૨૫, પા સ્તવન (ગાથા ૧૧), વીરસ્તવ (ગાથા ૯), ભવિચતુવિંશતિકા સ્તવ (ગાથા ૧૪), અજિતશાંતિ સ્તવ (ગાથા ૧૭), મહાવીરકલશ (ગાથા ૨૭), પાર્શ્વસ્તવન (ગાથા ૯), સર્વજિનસ્તવન (ગાથા ૯), જિન સ્તવન (ગાથા ૯), જીવવિચાર સ્તવન (ગાથા ૪૦), પંચત્રિશજિનવચનગુણસ્તવન (ગાથા ૩૫), ઋષભ (૧૩ ભવો, સ્તોત્ર (ગાથા ૭), યમકસ્તુતઃ (શ્લોક ૩૯), ચતુર્વિશતિજિન સ્તુતિ (શ્લોક ૨૮), આદિનો સમાવેશ થાય છે.
ઉપર્યુક્ત સાહિત્યમાંથી ધર્મઘોષસૂરિના સર્વજિન સ્તવનમાં અંતિમ આઠપદમાં કમલબંધ છે. “જિનસ્તવની સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. જે કવિની બંને ભાષાઓ ઉપરની પારંગતતા દર્શાવે છે. પાર્શ્વદેવ સ્તવન'માં કવિએ પોતાની નિઃસહાય સ્થિતિનું માર્મિક નિરૂપણ કર્યું છે. એમણે પ્રાકૃત ભાષામાં રચેલ જીવન વિચાર સ્તવન' ભેદોનું વર્ણન, તથા પ્રાણ અને ૧૫ સિદ્ધો વગેરેનું સુંદર નિરૂપણ કરેલ છે.
(૨૬) સોમસુંદરસૂરિ : ૧૫મી સદીમાં થયેલા સોમસુંદરસૂરિએ કર્ભાષામાં કે એકથી અધિક ભાષાઓના પ્રયોગવાળાં સ્તોત્રો પણ રચ્યાં છે. જેમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી, પૈશાચી તથા સૌરસેની જેવી જુદી જુદી ભાષાઓમાં સ્તોત્રની રચના કરી છે. આવાં સ્તોત્રોમાં પુષ્પદસ્મશબ્દસ્તવ, હારબંધ જિનસ્તોત્ર, સાધારણ જિનસ્તવન, શાંતિજિનસ્તવન, નેમિ જિનસ્તવન, પાશ્વજિન સ્તવન આદિનો સમાવેશ થાય છે.
(૨૭) મુનિસુંદરસૂરિ : વિક્રમ સંવત ૧૪૮૫માં થયેલા મુનિસુંદરસૂરિ સોમસુંદરસૂરિના સહસાવધાની શિષ્ય હતા. તેમણે “શાંતિકર સ્તવ' (લઘુ શાંતિ) રચી મહામારીના ઉપદ્રવને નિવાર્યો હતો.
શિરોહી નગરમાં તીડના ઉપદ્રવનો નાશ કરવા તે નગરના રાજાએ મૃગયા શિકાર)નો નિષેધ કર્યો હતો. એમણે “જિન સ્તોત્ર રત્નકોષ', સીમંધર સ્તુતિ', વગેરેની પણ રચના કરી હતી.
(૨૮) રત્નશેખરસૂરિ : ૧૫મી સદીમાં થયેલા રત્નશેખરસૂરિએ ત્રિસંધાન-સ્તોત્રાદિ દ્વારા કંઈક નવા માર્ગોની શરૂઆત કરી.
રત્નશેખરસૂરિની રચનાઓમાં ઘોઘામંડન પાર્શ્વજિન સ્તવ, નવખંડ યમક પાર્થસ્તવ, પાર્થસ્તવ
Page #131
--------------------------------------------------------------------------
________________
112 | ભક્તામર તુલ્યુ નમઃ (વ્યર્થી), ચતુર્વિશતિ જિન સ્તવન, શ્રીપાલમાં ત્રણ ૩૨, ૩ ભાષાસ્તવ આદિની રચના કરી છે.
(૨૯) ન્યાયવિશારદ મહામોપાધ્યાય યશોવિજયજી : ૧૮મી સદીમાં થયેલા ન્યાય વિશારદ મહામોપાધ્યાય યશોવિજયજીએ અનેક સ્તોત્રોની રચના કરી છે. તેમણે જૈન સ્તોત્ર-સાહિત્યને વિશેષ સમૃદ્ધ બનાવ્યું છે.
તેમણે મૂળભૂત પ્રાકૃત ભાષામાં, સંસ્કૃતમાં અને ગુજરાતી તેમજ હિંદી ભાષામાં સ્તોત્રોની રચના કરી છે.
વિષયની દૃષ્ટિએ જોઈએ તો એમણે આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, યોગ, આધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયો ઉપર માર્મિક અને મહત્ત્વપૂર્ણ આલેખન કર્યું છે.
એમણે અનેક નહીં પરંતુ સેંકડોની સંખ્યામાં કૃતિઓની રચના કરી છે. ઐન્દ્રસ્તુત આધ્યાત્મ મત પરીક્ષા, ન્યાયવાદાર્થ, શ્રી પૂજ્યલેખ, સપ્તભંગી પ્રકરણ, સ્યાદ્વાદરહસ્ય (લઘુ), દ્રવ્યગુણ પર્યાયનો રાસ, જંબુરાસ અને કાન્ત વ્યવસ્થા પ્રકરણ, નયપ્રદીપ પ્રકરણ, મહાવીર સ્તવન આદિ અનેકાનેક કૃતિઓની રચના કરી છે. વિવિધ વિષય અને અલગ અલગ ભાષાઓમાં તેમની રચના મળી આવે છે. એમનું મહાવીર સ્તવન (સ્તોત્ર) તત્ત્વજ્ઞાનપ્રધાન હોવા છતાં ભક્તિભાવપૂર્ણ છે જેમકે :
એન્દ્ર જ્યોતિઃ કિમપિ કુનયધ્વાન્ત વિધ્વંસસક્યું, સોવિઘો જિઝતમનુભવે યત્સમાપત્તિપાત્રમ્ | તે શ્રી વીર ભુવનભવના ભોગ સૌભાગ્યશાલિ
જ્ઞાનદર્શ પરમકરુણાકોમલ સ્તો,મહે I/૧/"
અર્થાતુ “કુતર્ક (કુનય)ના અંધકારનો ધ્વંસ કરવામાં સજ્જ અને અવિધાને તત્કાળ દૂર કરનારા કોઈક (અપૂર્વ) આત્મજ્યોતિ (ઐન્દ્રજ્યોતિ) (છેવટના) અનુભવમાં જેમની સાથે તદાકારતાને પાત્ર છે તે સકલ ભુવનોના વિસ્તારનું મંગલ (સૌભાગ્ય) કરનાર અને જ્ઞાનના આબેહૂબ નમૂનારૂપ (આદ), પરમ કરુણાભાવ વડે કોમળ એવા શ્રી વીર (મહાવીર)ની સ્તુતિ કરવાની ઇચ્છા રાખું છું.”
પોતાને શ્રી જિનેશ્વરદેવની કૃપાથી પ્રાપ્ત થયેલી પ્રતિભાનો સર્વાધિક ઉપયોગ પરમાત્માના ગુણગાન ગાવા માટે જ થવો જોઈએ. એવી પૂર્વાચાર્યોની ધારણાને ન્યાયવિશારદ મહામોપાધ્યાય યશોવિજયજીએ પ્રબળ પુરુષાર્થની પુષ્ટિ આપી છે.
(૩૦) ભાવપ્રભસૂરિ : ૧૮મી સદીમાં થયેલા મહિમાપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિએ, માનતુંગસૂરિ વિરચિત “ભક્તામર સ્તોત્ર' અને સિદ્ધસેન દિવાકર વિરચિત “કલ્યાણમંદિર સ્તોત્ર'ને કેન્દ્રમાં રાખીને ભક્તામર પાદપૂર્તિરૂપ કાવ્ય નેમિ-ભક્તામર' (સટીક) અને કલ્યાણમંદિર સમસ્યા પૂર્તિ સ્તવન (સવૃત્તિ) રચ્યાં. આ પ્રત્યેકમાં મૂળ સ્તોત્રના પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ લઈને
Page #132
--------------------------------------------------------------------------
________________
113
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ પાદપૂર્તિરૂપ કાવ્યની રચના કરી છે. અર્થાત્ દરેક શ્લોકના પ્રથમ ત્રણ ચરણ સ્વરચના છે. જ્યારે ચતુર્થ ચરણ મૂળ સ્તોત્રના પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ છે.
(૩૧) મેઘવિજય : મેઘવિજયજીએ રચેલ ‘પંચતીર્થ-સ્તુતિ’ (સવૃત્તિ)માં પ્રત્યેક પદના પાંચ અર્થ થાય છે જે ઋષભદેવ, શાંતિનાથ, સંભવનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથને અનુલક્ષીને છે. (૩૨) ધર્મધુરંધરસૂરિ : આ પ્રખર વિદ્વાન વિક્રમ સંવત ૧૯૭૪થી ૨૦૩૩ સુધીના સમયકાળમાં થયા.
܀
ધર્મધુરંધરસૂરિએ રચેલ કૃતિઓમાં શિરપુર સ્તવનવાળી, આદિજિન પંચકલ્યાણ પૂજા, નિહ્નવવાદ, સન્ધિવિનોદ પંચદશી, સિદ્ધહેમ સરસ્વતી ભાગ ૧-૨, લક્ષણ વિલાસ, શ્રી સિદ્ધસેન દ્વાત્રિંશિકાવૃત્તિ, સાહિત્યશિક્ષા મંજરી, ઇન્દુત, ખંડકાવ્ય ટીકા, શ્રી વર્ધમાન મહાવીરાષ્ટક આઠ અષ્ટકો, અનુભૂત સિદ્ધસારસ્વત, સ્તવટીકા, શબ્દવૃત્તિ મીમાંસા, આમ ગદ્ય-પદ્ય ગુજરાતી સંસ્કૃત પ્રાકૃત મળી ૭૦ ગ્રંથોની રચના કરી છે.
ઉપર્યુક્ત રચનાઓ સિવાય તેમણે ભક્તામર સ્તોત્રના એકેક શ્લોક ઉપર એકેક સ્તવન બનાવવા ઉપરાંત ભક્તામર સ્તોત્રના ચરણને લઈ શ્રી નેમિ ભક્તામર કાવ્ય બનાવી પૂ. શાસનસમ્રાટ નેમિસૂરિનું ચરિત્ર રચ્યું છે.
ભક્તામર સ્તોત્રના એક એક શ્લોક પર બનાવેલ સ્તવનમાંથી ત્રીજો શ્લોક બુધ્યા વિનાપિ વિબુધાર્ચિત પાદપીઠ' ૫૨ રચેલ સ્તવન આ પ્રમાણે છે :
જિનવર ! ખમજો મમ હુંકાર;
વિણબુદ્ધિ ગુણ ગાઉ તુમ્હારા, એ અવમુલ્ય અસાર... ..જિનવર. તવ પદપીઠ પ્રણમે સવિ સુરવર, ભક્તિ કરે એકતા...... જિનવર, હું પણ એહવું કરવા ઇચ્છું, એ પણ મમ હુંકાર....... .જિનવર. લજ્જાહીન વધુ આગળ આગળ, પણ ન મળે ભલીવાર...જિનવર. સલિલ ચમકતા શશધર બિંબને, લેવા ચહે લઘુ બાળ.......જિનવર. તે સમ મુજ આ કરણી જાણો, કલ૨વ જન મનહાર.. ભક્તની ભક્તિ ભરી સેવાનો, નાથ જ એક આધાર. ધર્મધુરંધર પ્રભુપદ સેવન, ઉતારે ભવ પાર....
જિનવર.
જિનવર.
..જિનવર.પ
આવી સુંદર ૪૪ સ્તવનોની રચના, શ્રી ધર્મધુરંધરસૂરિએ કરેલી છે.
ઉપર્યુક્ત વિદ્વાન આચાર્યોએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં સ્તોત્રરચના કરી છે. તદુપરાંત ગુજરાતી તથા અપભ્રંશ ભાષામાં પણ ૧૨મી સદીથી અનેકાનેક સ્તોત્રો અને સ્તવનો વિદ્વાનોએ રચ્યાં છે. અર્થાત્ આ સ્તોત્રસાહિત્યનું ફલક પણ અતિ વિશાળ છે.
ઘણા આચાર્યો અને મુનિ-મહારાજોએ અપભ્રંશ ભાષામાં સ્તુતિ-સ્તવન કે સ્તોત્રની રચના
Page #133
--------------------------------------------------------------------------
________________
114 // ભક્તામર સુભ્ય નમઃ | કરી છે. તેમાંથી કેટલાંક નામોમાં વાદિદેવસૂરિ, જયવંતસૂરિ, અભયદેવસૂરિ, પાર્થચંદ્રસૂરિ, ભાવસુંદર, કુશલલાભ, લાવણ્યસમય, સમયસુંદર, કુશલવર્ધન, ગુણહર્ષ આદિ અન્યનો સમાવેશ થાય છે.
૧૨મી સદીના નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ અપભ્રંશ ભાષામાં રચેલા જયતિયાણા (કુલ ૩૬ ગાથા) સ્તોત્રની દષ્ટાંત તરીકે એક ગાથા જોઈએ.
"જયતિહુયણ વર કયરૂખ જય જિણ ધનંતરિ, જયતિહુયણ કલ્યાણ કોસ, દુરિયકખરિ કેસરિ, તિયણજણ અવિલંધિ આણ ભુવણાય-સામિય;
કુણસુ સુહાઇ જિણેસ પાસ થંભણય પરિઠિય.” અર્થાત્ “હે ત્રિભુવનશ્રેષ્ઠપાસ કલ્પવૃક્ષ ! જય પામો ધનંતરરૂપ જિન જયવંતા રહો. ત્રિભુવનકલ્યાણકના કોશભંડાર અને પાપરૂપી હાથી માટે સિંહસ્વરૂપ એવા તમારો જય હો ! જેમની આજ્ઞા ત્રણેય ભુવનના લોકોએ ઉલ્લંઘી નથી એવા, ત્રણ ભુવનના સ્વામી અને સ્થંભનક નગરમાં રહેલા હે પાર્શ્વ જિનેશ્વર ! સર્વને સુખી કરો ! સુખી કરો ! સુખી કરો !”
ગુજરાતી ભાષામાં સ્તવનોની રચના કરનારા કવિઓમાં વીરવિજયજી, ચિદાનંદજી, ઉદયરત્ન, મોહનવિજય, ન્યાયવિશારદ, મહામોપાધ્યાય યશોવિજયજી આદિને ગણાવી શકાય.
જેન સ્તોત્ર સાહિત્યમાં વિશાળ સ્તોત્ર ભંડારમાંથી ઉપરોક્ત થોડાંક જ સ્તોત્રકારોનો આછેરો પરિચય કે આછેરું વિહંગાવલોકન કર્યું છે. સમગ્ર સ્તોત્રસાહિત્યના સ્તોત્રકારોનું આવું વિહંગાવલોકન કરવા માટે તો એક બૃહદ્ ગ્રંથની રચના કરવી પડે. ઉપલબ્ધ સ્તોત્રકારોની શતાબ્દીવાર યાદી નીચે પ્રમાણે છે. શતાબ્દી ૧૦ સુધી :
૧. ગૌતમસ્વામી ઋષિમંડલસ્તવ, ૨. નંદિષણ અજિતશાંતિસ્તોત્ર ૩. ભદ્રબાહુસ્વામી ઉવસગ્ગહર, ગ્રહશાંતિ, લઘુસહસ્રનામસ્તોત્ર, ૪. સિદ્ધસેનદિવાકર-દ્વાર્નિંશિકા શકસ્તવ (ગદ્ય), જિનસહસ્ત્રનામ, કલ્યાણ મંદિર સ્તોત્ર, ૫. વજસ્વામી “સ્વર્ણાષ્ટાગ્રથી શરૂ થતું ગૌતમસ્તોત્ર, ૬. પાદલિપ્તસૂરિ વીરસ્તુતિ (સુવર્ણસિદ્ધિગર્ભિત), ૭. પાદલિપ્તસૂરિના શિષ્ય સર્વાનંદતીર્થમાલાસ્તવન (શ્લોક ૧૧), ૮. માનતુંગસૂરિ.નમિઊણ ભયહર) સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, ભત્તિબ્બર સ્તોત્ર, ૯. હરિભદ્રસૂરિ સંસારદાવાનલ સ્તુતિ, ૧૦, બપ્પભટ્ટસૂરિ-ચતુર્વિશતિકા. સરસ્વતી સ્તવ, ૧૧. જિનભદ્રસૂરિપારસી ભાષામય સ્તુતિ, ૧૨. માનતુંગસૂરિના શિષ્ય ધર્મઘોષચિંતામણિકલ્પ, ૧૩. માનદેવસૂરિ-લઘુશાંતિસ્તવ.
Page #134
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 115 શતાબ્દી ૧૧
૧૪. શોભન મુનિરાજ સ્તુતિચતુર્વિશતિકા ૧૫. ધનપાલ–ઋષભપંચાશિકા, વીરસ્તુતિ વિરુદ્ધવચનીય), શ્રી મહાવીર સ્તવન (સંસ્કૃત-પ્રાકૃત), સત્યપુરીય, શ્રી મહાવીરઉત્સાહ. શતાબ્દી ૧૨
૧૬. દુનિચંદ્રસૂરિ-ઉપદેશપદમાં પ્રથમ સ્વરમય સ્તુતિ, ૧૭ વિચક્રવર્તીશ્રી પાલસ્તુતિચતુર્વિશતિકા (શ્લોક ૯૬) ૧૮. હેમચંદ્રાચાર્ય વીતરાગસ્તોત્ર, કાર્નિંશિકા, સકલાઈિતુ મહાદેવસ્તોત્ર, ૧૯, ગુર્જરેશ્વર કુમારપાલ વર્ધમાનજિનાત્રિશિકા, ૨૦. હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર-કુમારવિહારશતક, યુગાદિદેવતાત્રિશિકા, પ્રાસાદાવિંશિકા, વ્યતિરેકલાનિંશિકા, આદિદેવસ્તવ, નેમિસ્તવ, મુનિસુવ્રતદેવસ્તવ, જિનસ્તોત્રો, ષોડશિકા સાધારણજિનસ્તવન, ૨૧, બાલચંદ્ર-સ્નાતસ્યાસ્તુતિ, વસંતવિલાસમાં સરસ્વતી સ્તુતિ, ૨૨. વિજયસિંહાચાર્ય–ખર્ગાકાવ્ય, નેમિસ્તવન. ૨૩. શાલિસૂરિ નેમિનિસ્તવન (નમવ્યંજનમય) ૨૪. કુલપ્રભ-મંત્રાધિરાજસ્તવ, નાનાભવાયાસબાસમય-ચતુર્વિશતિજિનસ્તવન, ૨૫. જિનદત્તસૂરિશ્રુતસ્તવ (શ્લો. ૩૦) સર્વકાર્યસાધનસ્તોત્ર, ગુરુપારંપર્યસ્તોત્ર, અજિતશાંતિસ્તવ, ૨૬. હરિભદ્રસૂરિ સાધારણજિન-સ્તવન ૨૭. સિદ્ધસેન - સહિર ત્તિ નામં સુપ્રસિદ્ધ મંત્યિપુર્વનામેનું | શુટ્ટયોત્તા વમેયા નરસ પઢિપ્નતિ રેસેતુ I (વિલાસવઇકહા-પ્રશસ્તિની ગા. ૪). શતાબ્દી ૧૩
૨૮. અભયદેવસૂરિ-પાર્થસ્તવ મંત્રાદિગર્ભિત) જયતિહુયણ, ૨૯. જિનપતિસૂરિ-ઋષભસ્તોત્ર (વિવિધાલંકારમય), ૩૦. જિનવલ્લભસૂરિ-ભાવારિવારણથી શરૂ થતું મહાવીર સ્તોત્ર (સમસંસ્કૃત). ચંદ્રપ્રભસ્તવ (પ્રા.) મહાવીરસ્તવ (પ્રા., ઋષભસ્તોત્ર (પ્રા.) પાર્થસ્તોત્ર (પ્રા.), શાંતિસ્તોત્ર (પ્રા.), નેમિસ્તોત્ર, વિરસ્તોત્ર, અજિતશાંતિ (લઘુ), જિનવિજ્ઞપ્તિસ્તોત્ર (સં.), સરસ્વતી સ્તવ (સં.), પાર્શ્વસ્તવ (સં., પંચકલ્યાણકસ્તોત્ર (ગા. ૨૬), ૩૧. રત્નાકરસૂરિ.રત્નાકરપંચવિંશતિકા, ૩૨. દેવાનંદસૂરિ ગૌતમસ્તોત્ર, ૩૩. વાદિદેવસૂરિ-કુરૂલ્લાસ્તોત્ર, પાર્થસ્તવ, કલિકુંડ પાસ્તવ, ૩૪. દેવેન્દ્રસૂરિસિદ્ધાંતસ્તવ-શાશ્વતજિન સ્તવન, આદિદેવસ્તોત્ર, ત્રિશચતુર્વિશિકાસ્તવન, ચત્તારિઅસ્તવન, કર્મસ્તરાદિ, ૩૫. સૂરપ્રભ-ઋષભજિનસ્તાષત્ર, ૩૬, જિનેશ્વરસૂરિ-પાર્શનિસ્તવન યમક) અંબિકાસ્તોત્ર, ૩૭. વસ્તુપાળ કવિ મંત્રી અંબિકાસ્તોત્ર. ૩૮. ચંદ્રપ્રભસૂરિસર્વજિનસાધારણસ્તવન, ૩૯. ચંદ્રસૂરિ-ગેયમય સિદ્ધચક્રસ્તવન. શતાબ્દી ૧૪
૪૦. જિનપ્રભસૂરિ-શારદાષ્ટક, પંચપરમેષ્ઠીસ્તવાદિ સ્તોત્રો ૭૦૦. ૪૧. સોમપ્રભસૂરિ ચતુર્વિશતિનિસ્તુતિ, સાધારણજિનસ્તવન, શ્રીજિનસ્તવન કમકમય), ૪૨. સોમતિલકસૂરિ સર્વજ્ઞસ્તોત્ર, ઘાત્યાઘેવર, સાધારણજિનસ્તવન, શ્રીમદ્વરસ્તોત્ર (કમલબદ્ધ), પંચમીસ્તવ. ૪૩. ચંદ્રશેખરસૂરિશ્રીમત્સથંભ (હારસ્તવ), ૪૪. જયસુંદર(તિલક સૂરિ–હારવલી સ્તોત્ર. ૪૫. ધર્મસૂરિ
Page #135
--------------------------------------------------------------------------
________________
116 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
મંગલસ્તોત્ર, કસ્તૂરીતિલક, ૪૬. પદ્મપ્રભ-પાર્થસ્તવ, ૪૭. અમરચંદ્ર (વાયડગચ્છીય) પદ્માનંદ કાવ્યાંતર્ગત સ્તુતિ. ૪૮. ધર્મઘોષ-ચંદ્રપ્રભ (૭ ભવ) સ્તોત્ર (ગાથા ૬), શાંતિસ્તોત્ર (ગાથા ૧૦), સુવ્રતસ્તોત્ર (ગાથા ૬), નેમિ સ્તોત્ર (ગાથા ૭), પાર્શ્વસ્તોત્ર (ગાથા ૯), વીરસ્તોત્ર (ગાથા ૧૦), ગિરના૨કલ્પ (ગાથા ૩૨), શત્રુંજય કલ્પ (ગાથા ૩૮), આષ્ટાપદ કલ્પ (ગાથા ૨૫), પાર્શ્વ સ્તવન (ગાથા ૧૧), વી૨સ્તવ (ગાથા ૯), ભવિચતુર્વિશતિકા સ્તવ (ગાથા ૧૪), અજિતશાંતિ સ્તવ (ગાથા ૧૭), મહાવીર કલશ (ગાથા ૨૭), પાર્શ્વસ્તવન (ગાથા ૯), સર્વજિનસ્તવન (ગાથા ૯), જિન સ્તવ (ગાથા ૯), જીવવિચાર સ્તવન (ગાથા ૪૦), પંચત્રિશજિનવચનગુણસ્તવન (ગાથા ૩૫), ઋષભ (૧૩ ભવ), સ્તોત્ર (ગાથા ૭), યમકસ્તુતયઃ (શ્લોક ૩૯), ચતુર્વિશતિજિન સ્તુતિ (શ્લોક ૨૮). ૪૯. રત્નસિંહસૂરિ-નેમિભક્તામરસ્તોત્ર (પ્રાણપ્રિયકાવ્ય) ૫૦. વિબુધપ્રભઋષભકુંતલવર્ણનપંચવિંશતિકા, ૫૧. જયશેખર-જૈનમહિમ્નસ્તોત્ર, ચતુર્વિશતિજિનસ્તવન (વિવિધ છંદમાં).’ શતાબ્દી ૧૫
૫૨. સોમસુંદરસૂરિ-યુષ્મદસ્મશબ્દસ્તવ (૧૮), હારબંધજિનસ્તોત્ર, સાધારણજિનસ્તવન, ચતુર્વિંશતિજિનસ્તવન, શાંતિનાશસ્તવન, નેમિનાથસ્તવ, પાર્શ્વજિનસ્તવન, ૫૩. જિનસુંદરસૂરિચતુર્વિશતિજિનસ્તુતિ (૨થો. ૨૯, ૩૫. ૨૮). ૫૪. ધર્મશેખરસૂરિ-જિનસ્તવ, ૫૫. ચારિત્રરત્નચતુર્વિશતિજિનસ્તુતિ ૫૬. વિશાલરાજશિષ્ય-હરિશબ્દાર્થસ્તોત્ર. ૫૭. રાજશેખર ઘોધામંડનપાર્શ્વજિનસ્તવન, નવખંડયમકપાર્થસ્તવ, પાર્શ્વસ્તવ (ત્ર્યર્થી), ચતુર્વિશતિજિનસ્તવ, શ્રીપાલમાં ત્રણ ૩૨, ૩ ભાષાસ્તવ, ૫૮. કુલમંડનસૂરિ-મહાવીરસ્તવ (નવખંડયમક), અષ્ટાદશાર, હારસ્તવ, ૫૯. ઉદયધર્મ-બત્રીસદલકમલબદ્ધ મહાવીરસ્તવ, હારબદ્ધ ઋષભજિનસ્તવન,
૬૦. જયસુન્દર-અરજિનસ્તવન, ૬૧. મુનિશેખર-ચતુર્વિંશતિજિનસ્તુતિ, ૬૨. જિનમઽણગણિચતુર્વિશતિજિનસ્તુતિ, ૬૩. શુભસુંદર-દેલવાડામંડન, આદિજિનસ્તવન (મંત્રયંત્રાદિગર્ભિત), ૬૪. જિનકીર્તિસૂરિ-પંચભાષાત્મક સ્તવન, ૬૫. ચારિત્રસુન્દરગણિ (?) ષભાષામય સ્તવનપંચક ૬૬. ભુવનસુંદરસૂરિ-કુલ્પપામતીર્થ ઋષભજિનસ્તવન, જીરાઉલિમંડન પાર્શ્વજિનસ્તવન, પાવકદુર્ગમંડન, સંભવનાથસ્તવન, શત્રુંજયસ્તવન, ચતુર્વિશતિજિનસ્તવન, (યમક) અર્બુદમંડન ઋષભજિનસ્તવન, ૬૭. મુનિસુન્દરસૂરિ-સંતિકરસ્તોત્ર, સરસ્વતીસ્તોત્ર, સ્તોત્રરત્નકોષ, ૬૮. દેવરત્નસૂરિશિષ્ય-ચતુર્વિશતિજિનસ્તુતિ. ૬૯. જ્ઞાનસાગરસૂરિ-ઘોઘામંડન પાર્શ્વજિનસ્તવન, ૭૦. તરુણપ્રભ-પાર્શ્વજિનસ્તોત્ર, ૭૧. જ્ઞાનભૂષણ-સરસ્વતીસ્તોત્ર, ૭૨. જયાનન્દસૂરિ-દેવા : પ્રભોથી શરૂ થતું સ્તોત્ર, ૭૩. મેરુતુંગસૂરિ-મંત્રગર્ભિત પાર્શ્વજિનસ્તોત્ર, પાર્શ્વસ્તોત્ર, નવપલ્લવપાર્શ્વસ્તોત્ર, ૭૪. શિવસુન્દર-પાર્શ્વજિનસ્તોત્ર. ૭૫ જયસાગરગણિ-વિજ્ઞપ્તિત્રિવેણીમાં પંચવર્ગપરિહારમય શ્રીપાર્થસ્તવન, તીર્થરાજીસ્તવન, ચૈત્યપરિપાટી, ૭૬. સાધુરાજ-ભોજ્યાદિનામગર્ભિત સ્તવન, ૭૭. જયશેખર (અચલગચ્છીય) ચતુર્વિંશતિજિનસ્તવન, ૭૮. દેવસુંદરસૂરિ-સ્તંભનપાર્શ્વનાથસ્તવન જિનમાણિક્યસૂરિ-સરસ્વતીશબ્દયમકમય યુગાદિજિનસ્તવન ૮૦. રત્નમંડનગણિ
૭૯.
Page #136
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 11 યુગાદિજિનસ્તવન, ૮૧. વીરદેવ-સમવસરણસ્થિત ચતુર્મુખમહાવીરસ્તવ, ૮૨, જિનહર્ષભાષાષ્ટકમય સીમંધરજિનસ્તવન (સાવચૂરિ) ૮૩. મેઘરાજ-યુગાદિજિનસ્તવન (હારબદ્ધ) ૮૪ સિદ્ધાન્તરુચિ (જિનભદ્રસૂરિશિષ્ય) જયરાજપલ્લીસ્થ પાર્શ્વજિનસ્તવન (સં. ૧૪૮૪) શતાબ્દી ૧૬ :
૮૫. હમહંસગણિ-યુગાદિજિનસ્તવન (પ્રથમ સ્વરમય) ૮૬, પાર્શચંદ્ર-વ્યાકરણસંધિગર્ભિત મહાવીરસ્તવ ૮૭. કલ્યાણવિજયગણિ-મગસીપાર્થસ્તોત્ર ૮૮. રવિસાગર-મહાવીરજિનસ્તોત્ર, ગૌતમસ્તોત્ર, ૮૯, લક્ષ્મીસાગરસૂરિ-પુંડરીકસ્તવન, ૯૦. દેવપ્રભ-મહાવીરતાન્ત્રિશિકા ૯૧. હેમવિમલસૂરિશિષ્ય-નવખંડપાર્શ્વજિનસ્તવન ૯૨. હેમવિમલસૂરિશિષ્ય-આનંદમાણિજ્યનવખંડપાર્થસ્તવ ૯૩ રનશેખરસૂરિશિષ્ય મહેસાનામંડન પાર્શનિસ્તવન. ૯૪. જિનસોમસૂરિ. સ્તંભનપાર્થસ્તવ, અજિતનાથસ્તવ, પાર્થસ્તોત્ર. શતાબ્દી ૧૭
૯૫. ધર્મનિધાન-પંચકલ્યાણકગર્ભિત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રા.) ૯૬, કીર્તિરત્નસૂરિ ગિરિનારચત્યપરિપાટી સ્તવન. ૯૭. સહજકીર્તિ-શતદલકમબદ્ધ પાર્થસ્તવ ૯૮. સમયસુંદરોપાધ્યાય-ઋષભભક્તામરસ્તોત્ર ૯૯. ધર્મસાગર-ચતુર્વિશતિજિનસ્તુતિ (શ્લોક, ર૯) ૧૦૦ પદ્મસાગર-અજારાપાર્થસ્તવ, નયસ્તવ, ૧૦૧. ધર્મસાગરના શિષ્યગુણસાગરવીરસ્તુતિ, વરસ્તોત્ર, ગૌતમસ્તુતિ, ગૌતમસ્તોત્ર, ૧૦૨. ગુણવિજય-સરસ્વતી સ્તોત્ર, જિનભવસ્તવ, દીવમંડન, સુવિધિજિનસ્તવન, સારંગશબ્દાર્થસ્તવ, ૧૦૩ ગુણવિજયશિષ્ય માનવિજય-પાર્થસ્તવન, ૧૦૪. સહજસાગર-જિનસ્તવ, ૧૦૫, લલિતકીર્તિશિષ્ય-સિદ્ધાચલમંડન ઋષભજિનસ્તવન ૧૦૬, પદ્મસાગરશિષ્ય રાજસુન્દર-દાદાપાર્શ્વભક્તામર ૧૦૭. પુણ્યરત્ન-યુગાદિનિસ્તવ (શત્રુંજયમંડન) ૧૦૮. સમલચંદ્ર-પાર્શ્વજિનસ્તવન, ૧૦૯. ધર્મવર્ધન-જભાષામયસ્તવન, વીરભક્તામર સ્તોત્ર, ૧૧૦. હેમવિજય-કમલબદ્ધ ૨૪. સ્તવ, યમક ૨૪ સ્તવ, શ્લેષ ૨૪ જિનસ્તવ. ૧૧૧. સમયરાજ જિનસ્તુતિ (ઈંગારક છંદોબદ્ધ) ૧૧૨. મહામેરુ-જિનસ્તુતિગર્ભિત ક્રિયાગુપ્તપંચાશિકા, ૧૧૩. સંઘવિજય-સપ્તતીર્થસ્તવન ૧૧૪. ભાવદેવસૂરિ-કેવલાસમય જિનસ્તવન, શતાબ્દી ૧૮
૧૧૫. મેઘવિજય ઉપાધ્યાય-શંખેશ્વર પાર્શનિસ્તોત્ર, ૧૧૬, મહામોપાધ્યાય યશોવિજયગણિ(૧) ઐન્દ્રસ્તુતિ, સ્તવનાદિ, પરમાત્મપંચવિશિકા, પરમજ્યોતિ, પંચવિંશિકા ૧૧૭. વિનયવિજયગણિ-નયકર્ણિકાસ્તવ. ચત્તારિઅટ્ટસ્તોત્ર, તીર્થપરિપાટી, ત્રયોદશક્રિયાસ્થાનગર્ભિત દીવબંદરગત વીરસ્તવ, ૧૧૮. ભાવપ્રભસૂરિ-ભક્તામરપાદપૂર્તિરૂપ નેમિભક્તામર. ૧૧૯. મેરુવિજયગણિ-શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ ૧૨૦. ઉત્તમસાગરશિષ્ય-પાર્શ્વજિનાષ્ટક ૧૨૧ વિજયપ્રભસૂરિ-દેવપત્તનવાસી જિનસ્તવન, ૧૨૨. કમલવિજય-નેમિનાથસ્તવ
Page #137
--------------------------------------------------------------------------
________________
118 છે ભક્તામર સુભ્ય નમઃ | શતાબ્દી ૧૯
૧૨૩. કીર્તિવિમલશિષ્ય લક્ષ્મીવિમલ-શાંતિભક્તામર, ૧૨૪. ક્ષમાકલ્યાણ-ચતુર્વિશતિજિનચૈત્યવંદન, ૧૨૫, રત્નસાગરગણિબંભણવાડી જિનસ્તવન (તૃતીયવરોત્તારણક). શતાબ્દી (ધ્યાનમાં નથી.)
૧૨૬, કલ્યાણસાગર-સ્તુતિચતુર્વિશતિકા (શ્લો. ૯૬), ૧૨૭. ઉદયસાગર-ઋષભજિનસ્તવન, ૧૨૮. વિજયસાગરગણિ-વીરસ્તોત્ર ૧૨૯. સહજમંડન-સીમંધરજિનસ્તવન, ૧૩૦. ગુણરત્નવરકાણાપાર્શ્વજિનસ્તવન, ૧૩૧. દલપતિરાય-સિદ્ધવિંશિકા, મુત્યષ્ટક, ૧૩૨. સત્યસાગરચતુર્વિશતિજિનસ્તુતિ, ૧૩૩. સર્વવિજય-ઋષભસ્તુતિ, વર્ધમાન સ્તુતિ, (યમક). ૧૩૪. વિનયપ્રમોદપાર્શ્વભક્તામર કાવ્ય ૧૩૫. ગુણદેવગણિ-કખસ્તોત્ર (વૌ વયોગઘઉછોડન Iટે ડો ઢાત. ઘમ | નિઃપવછોડવાડમમાયારિત વોડશોષરસરતથા). ૧૩૬, જિનસૂર-ચારૂપમંડન જિનસ્તવન, ૧૩૭. વિજયકીર્તિ-સરસ્વતી સ્તોત્ર, ૧૩૮. કુશલસાગર-શાંતિનાથસ્તવન, ૧૩૯. કમલપ્રભજિનપંજરસ્તોત્ર, પાર્શ્વજિનસ્તોત્ર ૧૪૦. શ્રી મુનિસમુદ્રના શિષ્ય રત્નકીર્તિ-પાર્શનિસ્તોત્ર ૧૪૧. જંબૂમુનિ જિનશતક, ૧૪૨. શીલશેખર.પંચનિસ્તુતિ, ૧૪૩. લક્ષ્મીકલ્લોલપરાગશબ્દાર્થસ્તોત્ર, ઋષભજિનસ્તોત્ર, કખસ્તોત્ર, ૧૪૪. સૂરચંદ-ઉલવદ્ધિપાર્શ્વજિનસ્તોત્ર, મહાવીરસ્તવ, ૧૪૫. શીલરત્નસીમંધરસ્વામીઅષ્ટક, ચતુર્વિશતિજિનસ્તવન ૧૪૬, શિવલક્ષ્મીઆદોનેમિસ્તોત્ર, ૧૪૭. જયકીર્તિસૂરિ-પાર્થસ્તવ ૧૪૮. આફ્લાદમંત્રી-પાર્થસ્તવ ૧૪૯. બિલ્ડણ મંત્રી - પાર્થસ્તવ, ૧૫૦. જયકેશરસૂરિ-વર્ધમાનજિનસ્તવ, ૧૫૧. જિનસમુદ્રસૂરિ. જેસલમેરપાર્શનિસ્તવ ૧૫૨. જયચંદ્રસૂરિ-સમશ્યામય વીરજિનસ્તવન, કુમ્ભપાક્યુગાદિજિનસ્તવન ૧૫૩. ઉપાધ્યાય મહીસાગર-નેમિનિસ્તવ ૧૫૪. વિજયતિલકોપાધ્યાય-આદિનાથસ્તવન ૧૫૫. મનરૂપવિજય-કખસ્તોત્ર, ૧૫૬. નરચંદ્રસૂરિ-સર્વજિનસાધારણસ્તોત્ર ૧૫૭. કનકપ્રસૂરિ સાધારણજિનસ્તવ, ૧૫૮. મહેન્દ્રસૂરિ-પાર્શનિસ્તવન ૧૫૯. દૈત્રસૂરિ-વીરસ્તવન ૧૬૦. વિનીતવિજય-વાસ્તવન, ૧૬૧. ધર્મસુંદર-વર્ધમાનજિન સ્તવન (ચિત્રમય), ૧૬૨. ધર્મસિંહસરસ્વતીભક્તામર. ૧૬૩. નવિમલ-શાંતિનાથસ્તવન (લાટાનુપ્રાસ), પાર્શ્વસ્તવન
જૈન સ્તોત્રસાહિત્યવિષયક ઉપરોક્ત નોંધ જોતાં આ સાહિત્યની વિપુલતા ધ્યાનમાં આવે છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ અને લોકભાષાનું આ સાહિત્ય પર પ્રાધાન્ય રહેલું જોવા મળે છે. ઉમાસ્વાતિએ સૌપ્રથમ સંસ્કૃત ભાષામાં તત્ત્વાર્થધિગમની રચના કરી હતી. ત્યારબાદ ધીરે ધીરે પ્રાકૃત ભાષામાં સ્તોત્રોની રચના થવા લાગી. સ્તોત્રકારોએ અનેક પ્રકારના સ્તોત્રોની રચના કરેલી જોવા મળે છે. તેમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રભુના નામ-સ્મરણ અને તેમના ગુણ-કીર્તનવિષયક સ્તોત્રો સવિશેષ પ્રમાણમાં મળી આવે છે. જૈન સ્તોત્રસાહિત્યમાં વૈવિધ્યપૂર્ણ સ્તોત્રો રચાયેલાં જોવા મળે છે. તેટલાં વિવિધતાવાળાં સ્તોત્રો અન્ય ધર્મોમાં જોવા મળતાં નથી. જેનાચાર્યોએ રચેલાં સ્તોત્રોમાં દાસ્યભાવ-સેવા સાથે શાંતરસના નિરૂપણની જ પ્રધાનતા રહેલી જોવા મળે છે. અને તેનું મુખ્ય કારણ છે જેની ભક્તિ કરવામાં આવી રહી છે, જેના ગુણોની યશગાથાનું ગાન કરવામાં
Page #138
--------------------------------------------------------------------------
________________
119
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ આવી રહ્યું છે તે શ્રી જિનેશ્વરદેવ સ્વયં શાંતિરસની મૂર્તિ છે. તેથી જ આવાં ભક્તિ-૫૨ક કાવ્યસ્તોત્રોમાં શાંતિરસની પ્રધાનતા જોવા મળે છે. અહીં શૃંગા૨૨સ, વી૨૨સ જેવા અન્ય ૨સોને ક્યાંય સ્થાન નથી. તેનું પણ કારણ છે કે શ્રી જિનેશ્વરદેવ રાગદ્વેષથી રહિત છે. તેમણે તો ઘાતી-અઘાતી કર્મનો સંપૂર્ણ નાશ કરેલો છે. તેથી મોહ-માયા-રાગ-દ્વેષ-ક્રોધ-લોભ ઇત્યાદિને અહીંયાં કોઈ જ સ્થાન નથી, આવા શ્રી અરિહંત પરમાત્મા કોઈને કંઈ જ આપતા નથી અને કોઈની પાસેથી કંઈ જ લેતા નથી. છતાં ભક્તકવિ તેની પાસે યાચના કરે છે. આ યાચના કોઈ પણ પ્રકારના ભોતિક સુખની યાચના નથી પરંતુ શાશ્વત સુખની યાચના ભક્ત દ્વારા કરવામાં આવે છે. અર્થાત્, ભવભ્રમણની ભ્રમણામાંથી સર્વદા મુક્તિ મેળવી મોક્ષસુખની વાંચ્છના કરવામાં આવી છે. આવી યાચના કરતી વખતે હંમેશાં પોતાના માટે લઘુતાભાવ અને પોતાના આરાધ્યદેવ પ્રત્યે ગુરુતાપૂજ્યભાવ રાખે છે. અર્થાત્ પોતાને ન્યૂન અને પોતાના દેવને ઉત્કૃષ્ટ વર્ણવે છે. તે દ્વારા પ્રભુસ્વરૂપનો મહિમા વર્ણવીને તેઓ જે પદને, જે સ્થાનને પામેલા છે તે મેળવવાની તીવ્રતમ ઇચ્છા પ્રકટ કરે છે. શાશ્વત સુખ મેળવતાં પહેલાં અને પછી પ્રભુ જે ગુણોને પામેલા છે તે ગુણો પોતાના સ્વગ્રહી થાય અને તે દ્વારા ભક્ત પોતે પણ સાધકની સાથે સાથે સાધ્ય બનવા માટેની યાચના કરે છે.
܀
શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનો મહિમા ભક્તકવિઓએ વિવિધ પ્રકારનાં વિશેષણો, ગુણવાચક નામો વડે વર્ણવ્યો છે. સૌધર્મેન્દ્ર જેવા મહાન શ્રુતજ્ઞાતાએ ‘શક્રસ્તવ’ (નમુત્યુણ)માં ૪૮ ગુણવાચક શબ્દોથી ભગવાનની સ્તુતિ કરી છે. તથા હરિવંશપુરાણમાં ઇન્દ્રએ નેમિનાથ ભગવાનની સ્તુતિ ભગવાનના ૪૮ ગુણવાચક શબ્દસમૂહથી ૧૫ શ્લોકમાં કરી છે. આવા અનંત ગુણોના ભંડાર શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણ કરવાથી મળતી ફળસિદ્ધિનું વર્ણન પણ દરેક સ્તોત્રકારે પોતાની કૃતિમાં કરેલું જ હોય છે. તદુપરાંત સ્તવન-સ્તોત્ર એ મહાપ્રભાવશાળી છે તેની યથાર્થતા પુરવાર કરતું ઉદાહરણ આપણને ઉત્તરાધ્યયન સ્તોત્રમાં શિષ્યે પૂછેલા પ્રશ્નના ભગવાને આપેલા ઉત્તરમાંથી મળી આવે છે. સ્તોત્રથી કયા પ્રકારનો લાભ મેળવે છે? તે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ણાવે છે કે, “જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિનો લાભ પ્રાપ્ત થાય છે.” અર્થાત્ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે, અને આ રત્નત્રયી જ જીવાત્માને મોક્ષગામી બનાવે છે.
આ રત્નત્રયીને પ્રાપ્ત કરવા માટે જિનભક્તિ કરવી અતિ આવશ્યક છે. જિનભક્તિ વગર કોઈ પણ પ્રકારના સુખની પ્રાપ્તિ થતી નથી. જૈનાચાર્યો, શાસ્ત્રકારો, ભક્તકવિઓએ આ જિનભક્તિનાં વિવિધ અંગ અને પ્રકાર જણાવ્યાં છે. વિવિધતાપૂર્વકની ભક્તિમાં આચાર્યો, પૂજ્યપાદોએ અનુરાગને જ ભક્તિ તરીકે વર્ણવેલ છે. પ્રભુ પ્રત્યેનો સાચો અનુરાગ જ ભક્તિ છે અને એકાગ્રચિત્ત, નિષ્કામ, નિશ્કલ, નિસ્વાર્થ અને ભક્તિભાવપૂર્વકની ભક્તિ જ ભક્તિ છે. આવી ભક્તિ દશ પ્રકારે શાસ્ત્રકારોએ વર્ણવી છે. સિદ્ધ-ભક્તિ, આચાર્ય-ભક્તિ, પંચપરમેષ્ઠીભક્તિ, યોગી-ભક્તિ, નન્દિશ્વર-ભક્તિ, શાંત-ભક્તિ, શ્રુત-ભક્તિ, ચારિત્ર-ભક્તિ, ચૈત્ય-ભક્તિ, નિર્વાણ-ભક્તિ. આ દશ ભક્તિ વર્ણવી છે. કેટલાકે તીર્થંકર-ભક્તિ અને સમાધિ-ભક્તિ પણ વર્ણવી
Page #139
--------------------------------------------------------------------------
________________
120
। ભક્તામર તુલ્યું નમઃ II
છે. અને કેટલાકે આ દશ-ભક્તિમાં જ બંને ભક્તિનો સમાવેશ કર્યો છે. આમાંથી કોઈની પણ ભક્તિ ક૨વાથી એક જ સ૨ખી ફળસિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને તે છે પરમપદ-મોક્ષપ્રાપ્તિનું સુખ.
ભક્તિસભર રચાયેલાં સ્તોત્ર દ્વારા અનંત સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી અરિહંતદેવનું નામ મહામંગલકારી છે. તેઓનાં અનંત ગુણોનું વર્ણન સ્તોત્રમાં થયેલાં હોય છે. અર્થાત્ ભક્તિનું મૂળ સ્વરૂપ સ્તોત્ર છે. અને આવા ભક્તિપ૨ક સ્તોત્રોનું સ્વરૂપ પણ શાશ્વત હોય છે. પ્રાચીનતમ જૈન શાસ્ત્રકારોએ રચેલ સ્તોત્રોનો મહિમા આજે પણ એટલો જ જોવા મળે છે. જૈન સાહિત્યને ચરણે અનેકાચાર્યોએ પ્રસાદ રૂપે સ્તોત્રોની ભેટ ધરી છે. આ સ્તોત્રોનું મહાત્મ્ય જેટલું રચનાકાળના સમયમાં હતું તેટલું જ આજે પણ જોવા મળે છે. અનેકાચાર્યો જૈન ધર્મની ધુરાને જયવંતી રાખવા માટે અનેક સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્ર-સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે. આ ઉપલબ્ધ સાહિત્યવિષયક નોંધ પરથી માહિતીની વાત થઈ. આ સિવાય પણ પ્રાચીન ગ્રંથભંડારોમાં સાહિત્ય ભંડારાયેલું હજી પણ છે. આવા અદ્ભુત સ્તોત્ર ઉપરાંત અનેક સ્તોત્રો હજુ પણ ભંડારાયેલા હોવાની શક્યતા જણાય છે. સ્તોત્રસાહિત્યની ઉપયોગિતા, વિશાલતાને અનુલક્ષીને અનેક જૈન મુનિભગવંતોએ તેને વ્યવસ્થિત કરવાનું કાર્ય આરંભ્યું છે. શ્રી જંબુવિજયજી મહારાજ સાહેબ હાલમાં જેસલમેરના ગ્રંથભંડારમાંથી હસ્તપ્રતો, તાડપત્રીઓ આદિનો અભ્યાસ કરી તેને જાળવવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આગળ થયેલા ઉમાસ્વાતિ, ભદ્રબાહુસ્વામી, સમન્તભદ્ર, કુંદકુંદાચાર્ય, આચાર્ય પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, વસ્તુપાલ, ઉપાધ્યાય યશોવિજયજી જેવાં મુનિરત્નોએ અમૂલ્ય વારસો આપણને આપેલ છે, તે સર્વને મારા કોટિ કોટિ વંદન.
પાદટીપ
૧. ‘ભક્તામર ભારતી ભૂમિકા', સં. કમલકુમાર શાસ્ત્રી, પૃ. ૨
૨. જૈન રત્નચિંતામણિ સર્વસંગ્રહ સાર્થ' ભાગ ૧-૨, સં. નંદલાલ દેવલૂક, પૃ. ૬૮૯
૩. જૈન રત્નચિંતામણિ સર્વસંગ્રહ સાર્થ', ભાગ ૧-૨, સં. નંદલાલ દેવલૂક, પૃ. ૬૮૯
૪. ભક્તામર -કલ્યાણમંદિર નમિઊણ સ્તોત્રમય', પ્રસ્તાવના : હીરાલાલ કાપડિયા, પૃ. ૯-૧૦
૫. શ્રી માનતુંગસૂરિ ભક્તામરસ્તોત્ર', સંકલન : મફતલાલ ઝવેરચંદ ગાંધી, પૃ. ૭
૬. ભક્તામર-કલ્યાણમંદિર નમિઊણ સ્તોત્રમય', પ્રસ્તાવના : હીરાલાલ કાપડિયા, પૃ. ૯-૧૦
Page #140
--------------------------------------------------------------------------
________________
L
શ્રી ભક્તામરસ્તોત્રના રચયિતા આચાર્ય માનસુંગસૂરિજી
જૈન સ્તોત્રના નવસ્મરણ સ્તોત્રમાં સાતમું સ્મરણ મહાપ્રભાવક ‘ભક્તામર સ્તોત્ર'ના રચયિતા શ્રી માનતુંગસૂરિનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. ‘પટ્ટાવલી સમુચ્ચય’માં આપેલી પટ્ટાવલીઓમાં શ્રી મહાવીર સ્વામીની વીસમી પાટે સિરિમાળતુંસૂરિ (૨૦) શ્રી માનતુંગસૂરિ થયાનો ઉલ્લેખ છે.
આ માનતુંગસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર' અને ‘ભયહર' તથા ભત્તિભર’ આદિ સ્તોત્ર રચ્યાની નોંધ પણ ત્યાં ઉપલબ્ધ છે.
શ્રી માનતુંગસૂરિનું ગૃહસ્થ-જીવન અને દીક્ષાપર્યાય સંબંધી વિશેષ વિગતો સૌથી પહેલાં લગભગ ઈ. સ. ૧૨૭૭માં રચાયેલા પ્રભાવક ચરિત'માં મળે છે. તેમાં કહ્યું છે કે
:
વારાણસી નગરીમાં હર્ષદેવ નામનો રાજા હતો. એ નગરીમાં બ્રહ્મક્ષત્રિય જાતિનો ધનદેવ નામનો શ્રેષ્ઠી તેની પત્ની ધનશ્રી સાથે
રહેતો હતો. તેમને માનતુંગ નામનો પુત્ર હતો. આ પુત્રે વૈરાગ્ય પામીને ચારુકીર્તિ નામના દિગમ્બરાચાર્ય પાસે દીક્ષા લીધી હતી અને મહાકીર્તિ નામ ધારણ કર્યું હતું. આ જ વારાણસી નગરીમાં લક્ષ્મીધર નામે તેમના બનેવી રહેતા હતા. જે ધનાઢ્ય અને આસ્તિક-શિરોમણિ હતા. એક વાર મહાકીર્તિ (માનતુંગ) ગોચરી લેવા માટે તેમને ત્યાં પધાર્યા. તે વખતે કોગળો કરવા માટે કમંડળમાંથી જળ લીધું તો તેમાં નિરંતર જળ ભરી રાખવાથી સંમૂર્ચ્છિમ પોરા ઉત્પન્ન થયેલા જણાયા. તેમની
Page #141
--------------------------------------------------------------------------
________________
122 * ॥ ભક્તામર તુર્થ્ય નમઃ ।।
બહેને આ વસ્તુ તરફ તેમનું ધ્યાન દોર્યું અને “વ્રતમાં દયા એ જ સાર છે'' વગેરે ધર્મવચનો કહી તેમને શ્વેતામ્બર મતની દીક્ષા ગ્રહણ કરવા અનુરોધ કર્યો, એટલે ભવભીરુ એવા માનતુંગે શ્રી જિનસિંહ નામના શ્વેતામ્બરાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી.
ગુરુએ તેમને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને સર્વ રીતે યોગ્ય જાણી સૂરિપદે સ્થાપ્યા. ત્યારથી તેઓ શ્રી માનતુંગસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
ત્યારબાદ મયૂર-બાણવાળી ઘટના બનતાં ‘ભક્તામર સ્તોત્ર’ બનાવ્યું. છેવટે માનસિક રોગ લાગુ પડતાં ‘ભયહર સ્તોત્ર' રચીને તે રોગ દૂર કર્યો. છેવટે ગુણાકર નામના શિષ્યને પોતાના પદે સ્થાપી અનશન કરીને સ્વર્ગે સિધાવ્યા.
‘પ્રભાવક ચરિત’ના આધારે એટલું સ્પષ્ટ થાય છે કે શ્રી માનદેવસૂરિની પાટે આવનાર માનતુંગસૂરિજીએ નહિ પણ શ્રી જિનસિંહસૂરિના શિષ્ય શ્રી માનતુંગસૂરિજીએ આ ‘ભક્તામર સ્તોત્ર' બનાવેલું છે.
‘પ્રભાવક ચરિત’ અનુસાર રાજા હર્ષવર્ધન (સમય : ઈ. સ. ૬૦૬થી ૬૪૭ સુધી)ની રાજસભામાં પ્રતિસ્પર્ધક મહાકવિ બાણ અને કવિ મયૂર સંબંધિત લોકપ્રસિદ્ધ દંતકથાઓ અનુસાર કવિ મયૂર દ્વારા રચિત ‘સૂર્યશતક સ્તવ’ અને કવિબાણ દ્વારા રચિત ચંડિકાશતક સ્તવ'ની ચમત્કારપૂર્ણ રચનાને લઈને જૈન મુનિઓ પણ એવી જ ચમત્કારી રચનાઓ કરી શકે છે. એવું બતાવીને રાજાના જૈન અનુયાયી મંત્રી દ્વારા શ્રી માનતુંગાચાર્યને બોલાવવા માટેનો અનુરોધ કર્યો. સૂરિજીને બોલાવીને જંજીરોથી બાંધીને એક ઓરડામાં બંદીવાન બનાવી દેવાયા. આ બંધન અવસ્થામાં સૂરિજીએ ભક્તામર સ્તોત્ર'ની રચના કરીને તેના પ્રભાવથી એક એક શ્લોકની રચનાની સાથે સાથે જંજીરોના તૂટવાનો ઉલ્લેખ મળે છે. પ્રબંધ, ચૂર્ણિઓ, અવચૂર્ણિઓ, ચરિતો વગેરે મહિમાપ્રે૨ક સાહિત્યમાં ઘટનાસ્થળ, સમકાલીન રાજા, સમકાલીન કવિઓ સંબંધિત ભિન્ન ભિન્ન સ્તોત્રમાં તફાવત જોવા મળે છે.
પ્રસિદ્ધ કથાઓ સંબંધિત વિવિધ વિદ્વાનોએ પોતાનાં મંતવ્યો રજૂ કર્યા છે. તેમાં ઐતિહાસિક દષ્ટિએ સૌથી ઉપયોગી ચર્ચા શ્રી હર્મન યકોબી દ્વારા થઈ છે. તેનો સારાંશ કંઈક આ પ્રમાણે છે. શ્રી હર્મન યકોબીએ બતાવ્યું છે કે બાણ અને મયૂર સમકાલીન હોવાનું કોઈ પ્રમાણ મળતું નથી. દસમી સદીના પૂર્વાર્ધમાં આ બંને કવિઓને હર્ષ રાજાની સભાનાં સદસ્યો માનવામાં આવતા હતા. એવું શાÁધર (ઈ. સ. ૧૩૬૮) અને રાજશેખરે (લગભગ ઈ. સ. ૯૦૦) એક શ્લોકમાં આપેલા ઉદાહરણ પરથી કહી શકાય, જે નીચે મુજબ છે :
अहो प्रभावो वाग्देव्या यन्मातग्ड दिवाकर |
श्री हर्षस्या भवत्सभ्यः समं बाण मयूरयोः ।।
ત્યાર બાદ લગભગ ઈ. સ. ૧૦૦૦માં થયેલા કવિ શ્રી પદ્મગુપ્તે ‘નવસાહસાંકચરિત'માં કહ્યું છે કે :
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 123 स चित्रवर्णविच्छति हारिणोरव्रती पतिः ।
श्री हर्ष इव संघट्ट चक्रे बाणमयूरयोः ।। અર્થાત્ બાણ અને મૂયરની વચ્ચે ચાલતી પ્રતિસ્પર્ધા શ્રી હર્ષ રાજા દ્વારા પ્રોત્સાહિત થતી રહેતી હતી.
લગભગ ઈ. સ. ૧૧૦૦માં શ્રી મમ્મટે કાવ્યપ્રકાશની સર્વોપલ્લવૃત્તિમાં દ્વિતીય કારિકાની ટીકા કરતાં લખ્યું છે કે :
"आदित्यादेमयूरादिनामिवानर्थनिवारणं" આમાં કવિરાજ મયૂરે સૂર્યશતક' રચીને કુષ્ઠરોગનું નિવારણ કર્યું હતું તે કથા તો પ્રચલિત છે તે સાથે પરિ" શબ્દથી ચમત્કારિક ઘટનાઓ જોડી દીધી. ઉદાહરણ તરીકે મહાકવિ બાણે મયૂર સાથેની સ્પર્ધામાં “ચંડીશતક'ની રચના કરીને પોતાનાં કાપેલાં અંગોને ફરીથી જોડી દીધાં. આ ઉપરથી એવું સૂચિત થાય છે કે ઈ. સ. ૧૧૦૦ પહેલાં પણ મયૂર અને બાણની પ્રતિસ્પર્ધીની ફલશ્રુતિ સંબંધિત દંતકથાઓ પ્રસિદ્ધ થઈ ચૂકી હતી.
ઈ. સ. ૧૨૭૭માં પ્રભાચન્દ્રએ રચેલા પ્રભાવક ચરિત'માં માનતુંગ ચરિત'ની રચનાના સંદર્ભમાં જણાવે છે કે “અહીં - ત્યાંની સાંભળેલી અને કંઈક સંપ્રદાયમાં પ્રચલિત કિંવદંતીઓનો આધાર લેવામાં આવ્યો હતો. જેમ મયૂરના કુષ્ઠરોગના નિવારણ માટેની દંતકથા સૂર્યશતકનો છઠ્ઠો શ્લોક બની હશે, કદાચ એ જ પ્રભાચન્દ્રની પ્રેરણા અને આદર્શ રહ્યાં હશે.” ભક્તામર સ્તોત્રના ૪રમા (દિગમ્બરના ૪૬મા) શ્લોકમાં જણાવ્યું છે કે
"બાપાનું... મવત્તિ TI" અર્થાતુ બેડીઓના બંધનથી બંધાયેલો મનુષ્ય જો નિરંતર શ્રી જિનેશ્વરદેવના નામનું સ્મરણ કરે તો બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
આ સંદર્ભમાં શ્રી વિન્ટરનિટ્સ જણાવે છે કે “આ શ્લોકનો આધાર બનાવીને ચમત્કારને કથામાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.”
પ્રભાચન્દ્ર પછી શ્રી મેરૂતુંગાચાર્ય જેઓ ઈ. સ. ૧૩૦૫માં થઈ ગયા. તેઓએ આ સંબંધમાં અતિ સંક્ષિપ્ત વિવરણ આપ્યું છે. એમની કથામાં બાણ-મયૂર અને માનતુંગ એકીસાથે રહ્યા છે. છતાં પણ એમણે ચમત્કારનું ઘટનાસ્થળ ઉજ્જયિની બતાવ્યું છે. હકીકતમાં ઘટનાસ્થળ વારાણસી છે. રાજાનું નામ પરમાર રાજ ભોજ આપ્યું છે. બંધનગ્રસ્ત અવસ્થામાંથી મુક્તિની ઘટના તેમણે પણ બતાવી છે. પણ આ ઘટના બંદીગૃહમાં નથી બની, પરંતુ નગરના યુગાદિશ્વરના મંદિરના પાછલા ભાગમાં બની હતી એવું કહેવામાં આવ્યું છે.
‘ભક્તામર સ્તોત્ર'ના સૌથી પ્રાચીન વૃત્તિકાર રુદ્રપલ્લીય શ્રી ગુણાકરસૂરિ ઈ. સ. ૧૩૭૦માં
Page #143
--------------------------------------------------------------------------
________________
124 - || ભક્તામર સુભ્ય નમઃ | થઈ ગયાં. તેઓ તેમની સટિકામાં ઉજ્જયિનીને ઘટનાસ્થળે દર્શાવે છે. વૃદ્ધ ભોજ રાજને તેઓએ રાજા કહ્યો છે. પરંતુ બાણ અને મયૂરની પ્રતિસ્પર્ધાની કથા પ્રચલિત દંતકથા અનુસાર આપી છે. શ્રી માનતુંગસૂરિની ચમત્કારકથામાં એક નાની વિશેષ વિગત આપી છે કે સૂરિજીના એક એક શ્લોકની રચનાની સાથે જ એક પછી એક બંધન તૂટતાં જાય છે અને ૪રમાં શ્લોકની સમાપ્તિ થતાં જ ઓરડાનાં તાળાં પણ તૂટી ગયાં અને સૂરિજી બહાર આવી ગયા.
૧૫મી સદીના પ્રારંભમાં શ્વેતામ્બર સંપ્રદાયની પટ્ટાવલિઓમાં પણ આ ચમત્કારિક ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. ઈ. સ. ૧૪૧૦માં થયેલા તપાગચ્છીય સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિની ગુર્નાવલીમાં આ ઘટનાનો ઉલ્લેખ મળે છે અને ભક્તામર' સિવાય ભયહર સ્તોત્ર' અને “ભક્તિભર સ્તોત્ર'ની રચના આ માનતુંગ દ્વારા થઈ છે. એમ જણાવવામાં આવ્યું છે. - સોમસુંદરસૂરિના ગુરુભાઈ ગુણરત્નસૂરિની ઈ. સ. ૧૪૧૦ની રચના ગુરુપૂર્વક્રમમાં માનતુંગસૂરિ વિષે ઉલ્લેખ છે. તેમાં કહ્યું છે કે “ભક્તામરની કાવ્યસિદ્ધિએ શ્રી માનતુંગસૂરિને બહુ પ્રસિદ્ધિ અપાવી.”
૧૫મી સદીમાં અંતભાગમાં નયચંદ્રસૂરિની રાજગચ્છ પટ્ટાવલીમાં માનતુંગને માળવાના માલેશ્વર ચાલુક્ય વયરસિંહદેવના અમાત્યા બતાવવામાં આવ્યા છે અને ભક્તામર' અને “ભયહર સ્તોત્ર'ના રચયિતા હતા એમ જણાવ્યું છે.
માલેશ્વર વયરસિંહ પ્રથમ ઈ. સ. ૮૧૫માં અને બીજા ઈ. સ. ૮૭૫માં થયા. તેઓ ચાલુક્ય વંશના નહીં પરંતુ પરમાર વંશના હતા. એ નિશ્ચિત રૂપે છે કે આ બંને કરતાં “ભક્તામર સ્તોત્ર' પ્રાચીન રચના છે.
લગભગ ઈ. સ. ૧૫૮૦માં તપાગચ્છીય લઘુસોપાલિકા પટ્ટાવલીમાં માનતુંગસૂરિના સંબંધમાં આ પ્રકારનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
मानतुंगसूरिभक्तामर-भयहर-भत्तिभर-अमरस्तपादिकृत ।
भक्तामरं च भयहरं च विद्यापनेन
नम्रीकृतः क्षितिपतिर्भुजगाधिपश्च । मालवके तदा वृद्धभोजराजसभायां मानं प्राप्तं भक्तामरतः । અર્થાત્ “ભક્તામર-ભયહર' અને ભત્તિબ્બર સ્તોત્રએ શ્રી માનતુંગસૂરિની અમર કૃતિઓ છે. માલવદેશના રાજા વૃદ્ધભોજરાજની સભામાં ભક્તામર સ્તોત્ર દ્વારા તેઓએ માન પ્રાપ્ત કર્યું હતું.
લગભગ એ જ સમય ઈ. સ. ૧૫૮૨માં તપાગચ્છીય ધર્મસાગરગણિના તપાગચ્છ પટ્ટાવલી સૂત્રમાં પણ આવું જ કાંઈક કહ્યું છે કે :
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 125 "येन भक्तामर स्तवनं कृत्या बाण मयूर पंडित बिद्या चमत्कृतोऽपि क्षितिपातः प्रतिबोधितः । भयहर स्तवन वीरचेन च नागराजो वशीकृतः भक्तिभरेत्यादि स्तवनानि च कृतानि ।।"
તાત્પર્ય કે બાણ અને મયૂર પંડિતોની ચમત્કારભરી વિદ્યા પ્રતિબંધિત કરવા માટે ભક્તામર સ્તોત્રની રચના થઈ. નાગરાજને વશીકૃત કરવા માટે “ભયહર' અને ભક્તિભર સ્તોત્ર'ની રચના કરી.
આમ, માનતુંગસૂરિના જીવન સંબંધી અનેક વિચારધારાઓ પ્રચલિત છે. શ્વેતામ્બરોમાં ભક્તામર સંબંધી સૌથી પ્રાચીન કથાઓ મળે છે. પરંતુ દિગમ્બર સાહિત્યમાં ‘ભક્તામર સ્તોત્ર' કે શ્રી માનતુંગસૂરિ વિશેની જે કથાઓ મળે છે તે લગભગ ૧૭મી સદી પછીની જોવા મળે છે. ઈ. સ. ૧૬૨૬માં થયેલા ભટ્ટારક સકલચંદ્રના શિષ્ય “બ્રહ્મચારી રાયમલ્લની ભક્તામર વૃત્તિ ઈ. સ. ૧૩૭૦ પહેલાં થયેલા શ્વેતામ્બરાચાર્ય શ્રી ગુણાકરસૂરિની વૃત્તિને નજર સમક્ષ રાખીને લખાઈ હોય તેમ લાગે છે. આ સંદર્ભમાં શ્રી સારાભાઈ નવાબનું કહેવું છે કે “ગુણાકરની આપેલી કથાઓ પાત્રોના નામ બદલી કરીને પોતપોતાના સંપ્રદાયને પુષ્ટિ આપતા નામની ફેરબદલી કરી નાખી છે.”
ઈ. સ. ૧૬૬૭માં ભટ્ટારક વિશ્વભૂષણકત “ભક્તામર ચરિતામાં બીજી કથા લખાઈ છે. એમાં ભોજ, ભર્તુહરિ, ભારવિ, કાલિદાસ, ધનંજય, વરરુચિ અને માનતુંગ આદિને સમકાલીન ગણાવ્યા છે. એવું પણ જણાવ્યું છે કે, આચાર્ય માનતુંગસૂરિએ “ભક્તામર સ્તોત્રના પ્રભાવથી ૪૮ કમરા(ઓરડા)નાં તાળાંને તોડીને પોતાનો પ્રભાવ બતાવ્યો હતો.
આમાંથી મહાકવિ કાલિદાસ ગુપ્તકાલીન હતા, મહાકવિ ભારવિ જેમણે કિરાતાર્જુન ની રચના કરી તેઓ ઈ. સ. છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયા છે અને ગૂર્જર કવિ માઘના શિશુપાલ વધ’ મહાકાવ્યનો સમય લગભગ ઈ. સ. ૭મી સદીના ઉત્તરાર્ધ છે.
તેથી જ ડૉ. જ્યોતિ પ્રસાદ જેને વિષ્ણુભૂષણના ભક્તામર ચરિત માંથી દિગમ્બર સંપ્રદાયમાં થયેલા મહાકવિ ધનંજય માનતુંગના શિષ્ય હતા માત્ર એટલો જ ઉલ્લેખ કર્યો છે.
ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીએ પણ ધનંજય સિવાયના વરરુચિ, કાલિદાસ, ભર્તુહરિ અને શુભચન્દ્રને સમાવિષ્ટ કર્યા છે.
આમાંથી વરરુચિનો સમય ગુપ્તકાળ કે તેનાથી પૂર્વનો રહ્યો છે. ભર્તુહરિ પાંચમી સદીના પૂર્વાર્ધમાં થયા હતા. શુભચંદ્ર ૧૦મી સદીમાં થઈ ગયા.
શ્વેતામ્બર કથાકારો કરતાં પણ દિગમ્બર કથાકારો માનતુંગના જીવનકાળ માટે વિશેષ અંધારામાં જણાયા છે. તેઓએ ધારાનગરીના રાજા ભોજના દરબારમાં આ સર્વે મહાકવિઓની એકસાથે ઉપસ્થિતિ બતાવી છે.
તાત્પર્ય કે પ્રભાવક ચરિતના થયેલા ઉલ્લેખથી એટલું તો સ્પષ્ટ થાય છે કે શ્રી માનતુંગસૂરિ
Page #145
--------------------------------------------------------------------------
________________
126 | ભક્તામર તુલ્યુ નમઃ | કદાચ બ્રાહ્મણ જાતિમાં જન્મ્યા હોય.
ભક્તામર-કલ્યાણ મંદિર - નમિઊણસ્તોત્રત્રયમ્” નામના ગ્રંથમાં સ્તોત્રયુગલનું તુલનાત્મક પર્યાવલોચન કરતાં શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવ્યું છે કે “શ્રી માનતુંગસૂરિ બ્રાહ્મણ જાતિના હશે, નહિ તો વીસમા શ્લોકમાં સૂચિત હરિહરના પૂર્વદર્શનની વાત અને આ ૨૩મા શ્લોકમાં શ્રતવાક્યોનો શબ્દોલ્લેખ દુઃસંભવિત છે. વિશેષમાં અંતિમ ભાગ તો શ્રીમદ્ ભગવત ગીતાના આઠમા અધ્યાયના નવમા પદ્યમાં પણ દષ્ટિગોચર થાય છે. શુક્લ યજુર્વેદ (અ. ૩૧)ના પુરુષસૂક્તમાં નીચે મુજબ ઉલ્લેખ જોવાય છે.'
'वेदाहमेतं पुरुषं महान्तम्, आदित्यवर्णं तमसः परस्तात् ।' ઋગ્વદમાં પણ આના અંતિમ શબ્દો નજરે પડે છે. કેમકે ત્યાં એવો ઉલ્લેખ છે કે :
"ॐ नग्नं सुधीरं दिग्वाससं ब्रह्मग सनातनं उपैमि वरं
पुरुषमर्हनामादित्यवर्ण तमसः परस्तात् स्वाहा !" આના ઉપરથી અનુભવાય છે તેમ અંતિમ ચરણ એ શ્રુતિવાક્ય છે અને તેને કવિરાજે શ્લોકમાં ગૂંથી લીધું છે.
આવા જ વિચારોને પોતાની કલ્પના તરીકે જણાવતાં દિગમ્બર વિદ્વાન શ્રી અમૃતલાલ શાસ્ત્રીએ ભક્તામર સ્તોત્રમ્ (હિંદી)ના સંપાદનની પ્રસ્તાવનામાં એક કલ્પના' નામના પરિચ્છેદમાં લખ્યું છે કે “ભક્તામર સ્તોત્રના અગિયારમા શ્લોક દૂર્વ ભવન્ત' ઇત્યાદિ અને એકવીસમા શ્લોક મપેવર ઇત્યાદિ પદોથી મારા મનમાં એ કલ્પના ઊઠી રહી છે કે આચાર્ય માનતુંગ પહેલા જેનેતર સંપ્રદાયથી પ્રભાવિત હતા. જે ત્રણ પદોમાં ભગવાન આદિનાથને ક્રમશઃ અપૂર્વદીપ, સૂર્ય અને ચંદ્ર બતાવવામાં આવ્યા છે તેથી એમ જણાય છે કે તેઓ પહેલાં જે સંપ્રદાયથી પ્રભાવિત હતા, તેમાં સાયંકાળે દીપકને, પ્રાત:કાળે સૂર્યને અને પ્રત્યેક માસના શુક્લ પક્ષની બીજના દિવસે ચંદ્રમાને નમન કરવામાં આવતું હતું જે આજે પણ ચાલુ છે.
મહાકવિ ભારવિની કૃતિ જે કિરાત' નામથી પ્રસિદ્ધ છે તેની મલ્લિનાથની ટીકાથી બીજના ચંદ્રને નમન કરવાની વાતને પુષ્ટિ મળે છે. માનતુંગ એ સંપ્રદાયના પરમારાધ્ય દેવોના ચરિત્રગ્રંથોમાં એમના મન ડગવાની વાત વાંચી ચૂક્યા હતા. એમ લાગે છે કે તેથી જ તેમણે ચિત્ર મિત્ર' ઇત્યાદિ પંદરમાં પદ્યમાં ભગવાન આદિનાથને નિર્વિકાર અડગ મનના જણાવી પ્રતિવસ્તુપમા અલંકારના માધ્યમથી સુમેરુ શિખરની ઉપમા આપી છે. આ કલ્પનાપુષ્ટિ પ્રસ્તુત સ્તોત્રના, તામામનન્તિ' ઇત્યાદિ તેવીશમા પદ્યના આધારે કહી શકાય છે, કેમકે ઉક્ત રચના શુક્લ યજુર્વેદના મંત્રને મળતી ઝૂલતી છે. આટલી સમાનતા આકસ્મિક શી રીતે થઈ શકે ?
જ્યાં સુધી પુષ્ટ પ્રમાણ ન મળે ત્યાં સુધી આ વિષયમાં હું કાંઈ કહી શકતો નથી, એટલે જ આ વાતને એક કલ્પના તરીકે લખી છે.”
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામરસ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી
127
પ્રો. હીરાલાલ કાપડિયા એમ માને છે કે શ્રી માનુતંગસૂરિ બ્રાહ્મણ જાતિના હશે અને અમૃતલાલ શાસ્ત્રી તેમને વેદના અભ્યાસી માને છે. એ તેમની કલ્પના માત્ર છે. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અનેકાનેક જૈન આચાર્યોએ પણ પોતાની રચનાઓમાં ભગવદ્ગીતા, વેદ, ઉપનિષદ, આદિ બ્રાહ્મણગ્રંથોનાં વાક્યો ગૂંથ્યાં છે. આમ છતાં તેઓ બ્રાહ્મણ જાતિમાં જન્મ્યા ન હતા. પણ આ બધાં શાસ્ત્રોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ જ કર્યો હતો. ઉદાહરણ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય, શ્રી યશોવિજયજી વગેરે. ભક્તામર સ્તોત્રના રચયિતા શ્રી માનતુંગસૂરિ મહાવિદ્વાન હતા અને તેમણે જૈન ધર્મ ઉપરાંત જૈનેતર ધર્મશાસ્ત્રોનો પણ ખૂબ જ ગહનતાથી અભ્યાસ કર્યો હતો કે જે પ્રતિબિંબિત સ્વરૂપે આ સ્તોત્રમાં જોઈ શકાય છે. રૂપક, ઉપમા અલંકારનો ભંડાર, આકાશી તત્ત્વનો સમન્વય, છંદ વગેરે દ્વારા સ્તોત્ર રચનાની અદ્ભુત કાવ્યશક્તિ તેમને પ્રારંભથી જ વરેલી હશે, નહિ તો આવું અલૌકિક ગંભીર પદાવલીવાળું કાવ્ય થોડી વારની બંધન-અવસ્થા દરમ્યાન તત્કાલ શી રીતે રચી શકાય ? એ પણ એક પ્રશ્ન છે.
ઈ. સ. ૧૩૭૦માં રુદ્રપલ્લી શ્રી ગુણાકરસૂરિએ ભક્તામર સ્તોત્ર’ની ટીકામાં એવો ઉલ્લેખ કર્યો છે કે
"भयहरभत्तिभर स्तवादिकरण प्रकटाः । श्री मानतुंगसूरयः श्वेताम्बराः सन्तिः ।।”
અર્થાત્ શ્વેતામ્બરાચાર્ય શ્રી માનતુંગસૂરિએ ભયહર સ્તોત્ર’, ‘ભત્તિભર સ્તોત્રની રચના કરી છે. આ સર્વમાન્ય હકીકત છે.
શ્રી મુનિસુંદરસૂરિએ ગુર્વાવલીમાં નીચેનાં પઘો દ્વારા તેનું સમર્થન કરેલું છે.
आसीत् ततो दैवत सिद्धिऋद्धिः, श्रीमानतुंग्डोऽय गुरूः प्रसिद्धः । भक्तामराद् बाणमयूर विद्याचमत्कृतं भूपबोधयद् यः ।। ३५ ।। भयहरतः कविराज यश्चाकार्षीद वशम्यदं भगवान भत्तिब्भरेत्यादि नमस्कार स्तवदब्ध बहुसिद्धिः ||३६||
‘રાજગચ્છ પટ્ટાવલી’, ‘તપાગચ્છ પટ્ટાવલી સૂત્ર', ‘લઘુપોસાલિક પટ્ટાવલી’, ‘હીર સૌભાગ્ય’ વગેરે અન્ય ગ્રંથોમાં પણ આ વિગતનો ઉલ્લેખ થયો છે.
શ્રી માનતુંગસૂરિરચિત આ ત્રણ સ્તોત્રમાં ભત્તિભર સ્તોત્રના પ્રારંભમાં મત્તિધ્મર અમરપાળયં પળમિય' એ શબ્દોથી શરૂઆત થાય છે. ‘ભયહર સ્તોત્ર' કે ‘નમિઊણ'ના પ્રારંભમાં નમિળ પળય સુરપાળ ચુડામ”િ એ શબ્દો આવે છે અને ‘ભક્તામર સ્તોત્ર'ના પ્રારંભમાં ભક્તામર પ્રળત મૌનિ' એ શબ્દ આવે છે અને આ જ શ્લોકની ત્રીજી પંક્તિમાં પ્રમ્ય શબ્દ આવે છે.
આમાંની પ્રથમ બંને કૃતિઓ પ્રાકૃત ભાષામાં રચાયેલી છે જ્યારે ત્રીજી કૃતિ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. તાત્પર્ય કે શ્રી માનતુંગસૂરિ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાના મહાવિદ્વાન હતા એમ માનવું યથાયોગ્ય છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
* ॥ ભક્તામર તુર્થ્ય નમઃ ॥
આ સ્તોત્રયની રચના કયા ક્રમાનુસાર થઈ હશે, અર્થાત્ ભત્તિખ્મર, નમિઊણ કે ભક્તામર એ ત્રણમાંથી કયું સ્તોત્ર પ્રથમ રચાયું હશે. આ સંદર્ભમાં શ્રી ધીરજલાલ ટોકરશી શાહ ણાવે છે, “તેમણે સૌપહેલાં ભત્તિખ્મર સ્તોત્ર રચ્યું હશે કારણ કે તેમાં શ્રી નમસ્કાર મંત્ર સંબંધી અનેક ગૂઢ રહસ્યો ભરેલાં છે અને તેની યથાવિધ આરાધનાથી તેમણે મંત્રશક્તિ મેળવી હશે. આ સ્તોત્ર પરની એક અવસૂર્ણિમાં અમે વાંચ્યું છે કે શ્રી માનતુંગસૂરિએ એક વખત નમસ્કાર મહામંત્રના કેટલાક ચમત્કારિક પ્રયોગો બતાવીને મિથ્યાદર્શનવાળાઓને ચૂપ કરી દીધા હતા અને કદાચ આવા પ્રસંગે જ તેમને મહાન ચમત્કાર સર્જવાનું શ્રદ્ધાબળ આપ્યું હશે. ત્યારબાદ ભક્તામર સ્તોત્ર'ની રચનાનો પ્રસંગ આવ્યો અને છેવટે ભયહર નામનું સ્તોત્ર બનાવ્યું.”પ
128
અર્થાત્ ‘ભત્તિભર સ્તોત્ર’, ‘ભક્તામર સ્તોત્ર’ અને છેલ્લે ‘ભયહર સ્તોત્ર' રચાયું. આ ‘ભયહર સ્તોત્ર'ની રચના અંગે ‘શ્રી પ્રભાવક ચરિત'માં કહ્યું છે કે :
કોઈક વાર કર્મની વિચિત્રતાથી તેમને માનસિક રોગ થયો. કારણ કે જે કર્મોએ શલાકા પુરુષોને પણ છોડચા નથી તે કર્મોથી તેઓ પણ પીડા પામ્યા. એટલે તેઓશ્રીએ નાગરાજ ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને અનશન માટે પૂછ્યું ત્યારે ધરણેન્દ્રે કહ્યું કે, “હે પ્રભો ! હજુ આપનું આયુષ્ય બાકી છે તો તે ક્ષીણ કેમ થઈ શકે ? વળી આપશ્રી જેવાની વિદ્યમાનતા ઘણાં પ્રાણીઓને ઉપકારક છે.’” એમ કહીને ધરણેન્દ્ર તેઓશ્રીને અઢાર અક્ષરનો (ચિંતામણિ) મંત્ર આપ્યો કે જેના સ્મરણરૂપ જલથી નવ પ્રકારના રોગોનો નાશ થાય છે. અને તે પોતાના સ્થાને પાતાલ લોકમાં ચાલ્યો ગયો. પછી પરોપકાર પરાયણ શ્રીમાન માનતુંગસૂરિએ તે મંત્રાક્ષરોથી ગર્ભિત નવીન ‘ભયહર સ્તોત્ર’ની રચના કરી કે જે અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. તે મંત્રાક્ષરોના પ્રભાવથી આચાર્ય મહારાજનો દેહ હેમંત ઋતુના કમળ જેવો શોભાયમાન થઈ ગયો.૬
આમ ‘ભક્તામર સ્તોત્ર'ની રચના કારાવાસમાં બંધનાવસ્થામાં હતાં તેમાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને ‘ભયહર સ્તોત્ર'ની રચના રોગ રૂપે આવી પડેલા ઉપસર્ગને દૂર કરવા માટે થઈ. પ્રથમ થયેલા માનતુંગસૂરિએ શ્રી વીરાચાર્યને ગચ્છનો ભાર સોંપી સ્વર્ગગમન કરેલું છે. જ્યારે આ માનતુંગસૂરિએ છેવટે ગુણનિધાન એવા ગુણાકર નામના શિષ્યને ગચ્છનો ભાર સોંપી અનશન કરીને સ્વર્ગગમન કરેલું છે.
દિગમ્બર પટ્ટાવલી જે ૧૭મી સદીમાં રચાયેલી છે. તેમાં શ્રી માનતુંગસૂરિના નામે નીચેની પાંચ રચનાઓ લખાયેલી છે :
(૧) ચિંતામણિ કલ્પ (૨) મણિકલ્પ (૩) ચારિત્રસાર (૪) ઉપસર્ગહર સ્તોત્ર અને (૫) ભક્તામર
સ્તોત્ર.
એવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે કે ‘ચિંતામણિ કલ્પ'ની રચના માનતુંગશિષ્ય ધર્મઘોષે કરી હતી. આ માનતુંગ તે કયા તેનો નિર્ણય થઈ શકતો નથી.
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી મ 129 આ રીતે માનતુંગ નામના વિભિન્ન જૈન ગુરુઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જે નીચે પ્રમાણે છે.
(૧) માનતુંગસૂરિ : જેમનો ઉલ્લેખ સાર્થવાહનના સભાસદના રૂપમાં મુનિ રત્નસૂરિકૃત અમસ્વામી ચરિતની પ્રશસ્તિમાં કરવામાં આવ્યો છે. સાર્થવાહનથી હાલના શાલિવાહનનો અભિપ્રાય હોય તો એમનો સમય ઈ. સની પ્રથમ સદી હશે તો સાર્થવાહનનું રાજ્ય ઈ.સ.ની ત્રીજી સદીના અંત સુધી ચાલ્યું હતું. તો આ માનતુંગનો સમય પણ એ જ હશે.
(૨) માનતુંગસૂરિ : જે શ્વેતામ્બર ખરતરગચ્છ પટ્ટાવલીમાં નંબર ૨૩તેવીશ) પર જેમનો ઉલ્લેખ છે તે માનદેવના શિષ્ય તથા વીરના ગુરુ હતા. આ પટ્ટાવલિમાં ચન્દ્રકુળના સ્થાપક ચંદ્રનો સમય લગભગ ઈ. સ. ૨૫૦ની આસપાસ માનવામાં આવે છે તેથી આ માનતુંગનો સમય લગભગ ઈ.સ.ની ત્રીજી સદી થાય.
૩) માનતુંગસૂરિ : જે તપાગચ્છ પટ્ટાવલીમાં ન. ૨૦ ઉપર ઉલ્લેખિત છે એમાં સમન્તભદ્રનો નં. ૧૬ અને ચન્દ્રનો નં. ૧૫મો છે. આમાં પણ ગુરુ માનદેવ અને શિષ્ય વીર જ છે.
(૪) માનતુંગસૂરિ : જે દેવદ્ધિગણિના સમાન સામયિક વરના ગુરુ હતા. એમનો સમય લગભગ ઈ. સ. ૪૫૦નો છે.
(૫) માનતુંગ : જેમને એક પટ્ટાવલીમાં માલેશ્વર ચાલુક્ય વયરસિંહ દેવના આમાત્ય કહ્યા છે. માલવ રાજાઓમાં ચાલુક્ય વયરસિંહ તો કોઈ નથી થયા પરંતુ પરમાર વંશમાં બે વયરિસિંહ થયા છે. વયરસિંહ પ્રથમ ધારાના પરમારવંશના સ્થાપક કૃષ્ણ ઉપેન્દ્રનો ઉત્તરાધિકારી હતો. વયરસિંહ પ્રથમ તથા તેના અમાત્ય માનતુંગનો સમય લગભગ ઈ. સ. ૭૫૦ કે ઈ. સ. ૮૫૦ રહ્યો હશે. વયરસિંહ બીજો લગભગ ઈ. સ. ૯૫૦માં થયો છે. જો માનતુંગ આના અમાત્ય રહ્યા હશે તો એમનો સમય પણ લગભગ ઈ. સ. ૯૫૦ થયો.
() માનતુંગ : જે મોહનવિજયકૃત માનતુંગ - માનવતી રાગ અને તિલકવિજય કૃત માનતુંગ - મનાવતી ચરિતના નાયક છે અને અવન્તીના રાજા હતા.
(૭) માનતુંગ : પ્રાકૃતમાં રચાયેલા ભયહરસ્તોત્ર' અર્થાત્ નિમિઊણ સ્તોત્ર'ના રચનાકાર. આ સ્તોત્ર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ રૂપે છે અને અંતિમ પદ્યમાં માનતુંગની છાપ છે. “ગો પઢ નો નિસુખ, તાાં વખો ય મળતું રસ'' આને ભક્તામરની જ રચના માની લેવામાં આવી છે પરંતુ આ અનુમાન માત્ર જ છે.
(૮) માનતુંગસૂરિ : ચતુરગચ્છીય અથવા વરગચ્છીય શીલગુણસૂરિના શિષ્ય પૂર્ણિમા શાખાના ગચ્છાધિપતિ મલયપ્રભસૂરિ (ઈ. સ. ૧૨૦૩)ના ગુરુ વિનયચંદ્રસૂરિ (ઈ. સ. ૧૨૨૯-૧૨૮૮)ના દાદાગુરુ અને સિદ્ધ જયન્તી' (બીજું નામ જયન્તી ચરિત્ર, જયન્તી પ્રકરણ, જયન્તી પ્રશ્નોત્તર)ના રચયિતા. આ માનતુંગસૂરિનો સમય લગભગ ઈ. સ. ૧૨૦૦ હોવો જોઈએ.
(૯) માનતુંગસૂરિ : ચંદ્રગચ્છીય જે રત્નપ્રભસૂરિના શિષ્ય હતા અને જેમણે ઈ. સ. ૧૨૭૫માં
Page #149
--------------------------------------------------------------------------
________________
130 * ભક્તામર તુર્થ્ય નમઃ ॥
‘શ્રેયાંસનાથ ચરિત્ર’ની રચના કરી હતી.
(૧૦) માનતુંગ : ભક્તામર સ્તોત્ર'ના રચયિતા.
ઉપરોક્ત દસ માનતુંગોમાંથી નં. ૮ અને નં. ૯ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે જેમાંથી કોઈ પણ ‘ભક્તામર સ્તોત્ર'ના રચનાકાર હોઈ શકે. નં. ૬વાળા માનતુંગ કાલ્પનિક લાગે છે. નં. ૭વાળા ‘ભયહરસ્તોત્ર'ના કર્તા માનતુંગ, નં. ૪ અને નં. ૫માંથી કોઈ એક હોઈ શકે છે. અને બંનેથી સ્વતંત્ર કોઈ બીજા માનતુંગ પણ હોઈ શકે છે. નં. ૧ થી ૩ જુદા જુદા માનતુંગ પ્રતીત થાય છે.
વિન્ટરનિટ્સે એવી સંભાવના વ્યક્ત કરી છે કે ભક્તામરકાર ક્લાસિકલ સંસ્કૃત યુગના કવિ હોવા જોઈએ એવું તેમને શ્રી માનતુંગસૂરિની ભક્તામર સ્તોત્ર'ની ભાષા અને શૈલીના આધારે લાગે છે.
હર્મન યકોબીનો મત પણ તેમને લગભગ ૭મી સદીમાં રાખવાનો છે. મયૂર, બાણ અને ધનંજય પણ આ જ સમયમાં થયા હોવાનું સમર્થન કરે છે.
ડૉ. જ્યોતિપ્રસાદ જૈને પણ ભક્તામરકાર માનતુંગનો સમય ૭મી સદી જ નક્કી કર્યો છે.
પંડિત અમૃતલાલ શાસ્ત્રીએ પૂર્વાપર પ્રભાવોનું વિશ્લેષણ કરીને નિશ્ચિત કરી દીધું છે કે ૧૨મી સદી પહેલાં ઘણા વિદ્વાનોએ ભક્તામર સ્તોત્રના પદ્યનો ઉપયોગ (ઉધૃત) કર્યો છે.
ઉદાહરણ રૂપે ‘કલ્યાણમંદિર સ્તોત્ર' પરનો ભક્તામર સ્તોત્રનો સ્પષ્ટ પ્રભાવ બધા જ વિદ્વાનોએ સ્વીકૃત કર્યો છે. અભિમાન મેરુ પુષ્પદંતના ‘શિવમહિમ્ન સ્તોત્ર' (૧૦મી સદી), જિન સ્વામીનું આદિપુરાણ (૯મી સદી), હરિભદ્રસૂરિની શાસ્ત્રવાર્તાસમુચ્ચય (૮મી સદી) પર પણ ‘ભક્તામર સ્તોત્ર'નો પ્રભાવ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.
પંડિત અમૃતલાલ શાસ્ત્રી કહે છે કે, “એ પણ સુસ્પષ્ટ છે કે ભક્તામરકાર વૈદિક કે બ્રાહ્મણીય સાહિત્યથી ભલીભાંતિ પરિચિત હતા અને તેમના સંસ્કારોથી પણ કદાચ પ્રભાવિત હતાં.’૭
ડૉ. શેખરચંદ જૈન આ સંદર્ભમાં જણાવે છે કે, “આ બધાં તથ્યોના પરિપ્રેક્ષ્યમાં મને તો એવું લાગે છે કે માનતુંગ મૂલતઃ એક બ્રાહ્મણ ધર્માનુરાગી વિદ્વાન અને સુકવિ હતા. જૈન ધર્મથી આકર્ષિત થઈને તેઓ એક જૈન શ્રાવક બન્યા. કદાચ કોઈ શ્વેતામ્બર સજ્જન (સ્ત્રી કે પુરુષ)ની પ્રેરણાથી, ત્યારબાદ સંભવતઃ કર્ણાટકના કોઈ દિગમ્બરાચાર્યના પ્રભાવથી તેઓ દિગમ્બરમુનિ બની ગયા હોય.’’૮
આ ઉપરથી માનતુંગ કઈ જાતિના અને કયા સમયમાં થયા એ કહેવું ખૂબ મુશ્કેલ જણાય છે.
શ્રી કટારિયાજી જણાવે છે તે મુજબ, આ નિર્માણકથાઓ કેટલી અસંગત, ૫રસ્પર વિરુદ્ધ અને અસ્વાભાવિક છે એ વિચારકોથી છુપાયેલું નથી. કોઈક કથામાં માનતુંગને રાજા ભોજના સમયમાં બતાવ્યા છે, તો કોઈકમાં કાલિદાસની સાથે તો કોઈકમાં બાણ-મયૂર વગેરેના સમયના
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 13 બતાવ્યા છે જે પરસ્પર વિરુદ્ધ છે."
આ બધી ચર્ચાના અંતમાં એટલું જ કહી શકાય કે શ્રી માનતુંગસૂરિજી તેમના સમયના સમર્થ આચાર્ય હતા. તેમણે પોતાની અદ્ભુત કાવ્યશક્તિ, આધ્યાત્મિક શક્તિ તથા મંત્રશક્તિ વડે ભક્તામર સ્તોત્ર'ની રચના કરી હતી. તે ઉપરાંત “ભયહર સ્તોત્ર' અને “ભત્તિબ્બર સ્તોત્ર'ની રચના કરી જેને શાસનની મહાન પ્રભાવના કરી હતી. આ સ્તોત્રની રચના દ્વારા અજૈન ધર્મની સામે જૈન ધર્મની બોલબાલા વધારી હતી. રાજા તથા પ્રજા સર્વેને જૈન ધર્મ અંગીકાર કરવા માટે આકર્ષ્યા હતા. આજે પણ ભક્તામર સ્તોત્ર જૈન ધર્મી જનના હૃદયમાં એક અનોખું સ્થાન ધરાવે છે. આવા મહાન યુગપુરુષને કોટિ કોટિ વંદના. સંપ્રદાય વિશે :
ભક્તામર સ્તોત્ર', “ભયહર સ્તોત્ર' અને “ભત્તિબ્બર સ્તોત્ર'ના રચનાકાર શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રત્રયમાંથી એક પણ સ્તોત્રમાં પોતાના સમય કે સંપ્રદાયને જાણી શકાય તેવો કોઈ સંકેત કર્યો નથી. વર્તમાન સમયના બંને સંપ્રદાય . શ્વેતામ્બર સંપદાય અને દિગમ્બર સંપ્રદાય માને છે કે શ્રી માનતુંગસૂરિ વિપક્ષી સંપ્રદાયમાં થયા હતા અને પાછળથી પોતાના સંપ્રદાયમાં સમાવિષ્ટ થઈ ગયા હતા. બંને સંપ્રદાય દ્વારા આવી કિવદંતીઓને સમર્થન આપતી કથાઓ મધ્યકાળમાં રચવામાં આવી છે. બંને સંપ્રદાયમાં ઘણાં સમય પૂર્વેથી ભક્તામર સ્તોત્ર' અને તેના રચનાકાર શ્રી માનતુંગસૂરિ બંને ખૂબ લોકપ્રિય હતાં. અને વર્તમાન સમયમાં પણ છે. પરંતુ તેઓ કયા સંપ્રદાયના હતા તેનો નિર્ણય કરવા માટે પુરાવારૂપ સાહિત્ય ઉપલબ્ધ થતું નથી. આ સંબંધમાં પંડિત અજિતકુમાર શાસ્ત્રીએ લખ્યું છે કે “માનતુંગાચાર્ય દિગમ્બર હતા કે શ્વેતામ્બર એ વાત હજી ઇતિહાસ દ્વારા જાણી શકાઈ નથી. કારણ કે તેના તરફની નિર્વિવાદ રચના મળી આવતી નથી કે જેનાથી આ વાતનો નિર્ણય થઈ શકે. અને “ભક્તામર સ્તોત્રમાં જ ક્યાંય કોઈ એવો શબ્દપ્રયોગ જોવા નથી મળતો જેનાથી તેમનો શ્વેતામ્બરત્વ કે દિગમ્બરત્વનો નિર્ણય કરી શકાય.”
અજિતકુમાર શાસ્ત્રીની આ વાત ઉપરછલ્લી રીતે સાચી લાગે છે છતાં પણ કેટલાક મુદ્દાઓ એવા પણ છે જે સંપ્રદાયને લગતી સમસ્યાના નિવારણ માટે કેટલેક અંશે સહાયક બની શકે છે. જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થતાં અદ્ભુત સ્તોત્રો અને અનેક પ્રકારની ઉત્તમ રચના કૃતિઓનો વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતો દરેક સંપ્રદાય સમકક્ષતાથી વારસદાર છે અને દરેક જૈને તેનું સતત મનન-ચિંતન કરતો હોય છે.
પ્રાપ્ત માહિતીના આધારે અવચૂર્ણિ, ચૂર્ણિ, પૂર્તિ, પાદપૂર્તિ કે બીજી વિવિધ સાહિત્યસામગ્રી અને તેની પ્રાચીનતાના આધારે નિશ્ચયપૂર્વક ન કહી શકાય કે તેઓ તે સંપ્રદાયના હતા. ઉદાહરણ તરીકે –
ભક્તામર સ્તોત્ર'ના રચનાકાર અને રચના સંબંધિત વૃત્તાન્ત તેમના ઉપરની રચનાઓ અને સમસ્યાપૂર્તિરૂપ કાવ્યોની રચના શ્વેતામ્બર સંપ્રદાયની અંદર દિગમ્બર સંપ્રદાય કરતાં અધિક
Page #151
--------------------------------------------------------------------------
________________
132 | ભક્તામર તુલ્યુ નમઃ માત્રામાં રચાયેલી જોવા મળે છે. શ્વેતામ્બર રચનાઓ દિગમ્બર રચનાઓથી પ્રાચીન પણ છે. વૃત્તાંતરૂપ સાહિત્ય ૧૩મી, ૧૪મી સદીથી પ્રાચીનતમ નથી. ઉદાહરણ તરીકે ઈ. સ. ૧૩૭૦ની શ્રી ગુણાકરસૂરિની ટીકાઓ સૌથી પ્રાચીન માનવામાં આવે છે. તથા પાદપૂર્તિરૂપ કાવ્યો પણ ૧૬મી સદીથી પ્રાચીન નથી. આવા મુદ્દાઓ પરથી શ્રી માનતુંગસૂરિ શ્વેતામ્બર સંપ્રદાયના હતા એવું નિશ્ચયપૂર્વક કહેવા માટે કોઈ ચોક્કસ પ્રમાણ ન ગણી શકાય. શ્વેતામ્બર ગ્રંથ ભંડારોમાંથી
ભક્તામર સ્તોત્ર'ની અતિપ્રાચીન હસ્તપ્રતો મળી આવી છે. તેના પરથી એમ ન કહી શકાય કે તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના હતા. આ એક આકસ્મિક ઘટના પણ હોઈ શકે.
એવું પણ બની શકે છે કે દિગમ્બર કે અન્ય ધર્મની પછી તે બોદ્ધ ધર્મ કે અન્ય હિન્દુ ધર્મની રચનાઓ શ્વેતામ્બર ગ્રંથભંડારોમાંથી મળી જવાથી અથવા તો તે રચના પ્રચારમાં હોવાને કારણે તેના રચનાકારને શ્વેતામ્બર ન માની શકાય. શ્રી માનતુંગસૂરિની અન્ય એક રચના ભયહર સ્તોત્ર' (નમિઊણ) માત્ર શ્વેતામ્બર સંપ્રદાયમાં જ પ્રાપ્ત થાય છે અને તેના પર લખાયેલું અન્ય સાહિત્ય પણ ત્યાં જ પ્રાપ્ત થાય છે. પરંતુ તે પણ સંપ્રદાયનો નિર્ણય કરવા માટે પૂરતી સામગ્રી નથી.
પટ્ટાવલી તરફ દૃષ્ટિ કરતાં જાણવા મળે છે કે પ્રાચીન તથા મધ્યકાલીન દિગમ્બર પટ્ટાવલીઓમાં શ્રી માનતંગસૂરિના નામનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયની પટ્ટાવલીઓમાં અને બીજી રચનાઓમાં એમનું નામ જોવા મળે છે.
દિગમ્બર પ્રાચીન પટ્ટાવલીઓ જેવી કે ઈ. સ. ૧૦૦થી ૫૦૩ સુધીના પર્યુષણા કલ્પની સ્થવિરાવલી', લગભગ ઈ. સ. પાંચમી સદીના મધ્યભાગમાં થયેલા દેવવાચક કૃતિ નંદીસૂત્રની સ્થવિરાવલી’ અને લગભગ ૧૨મી સદીના પૂર્વાર્ધમાં થયેલા અજિતસિંહસૂરિની પટ્ટાવલી કે જે ઉપરની બંનેની સ્થવિરાવલીનાં કથનોને સમાન રૂપે રાખવાવાળી છે – તેમાં માનતુંગનું નામ ક્યાંય મળતું નથી. તેનું કારણ એક હોઈ શકે કે જો માનતુંગ ઔદીચ્ય પરંપરામાં થઈ ગયા હોય તો પાંચમી સદી પછી થયા હશે. આ જ કારણે નંદીસૂત્રના વાંચન કરવાવાળાની નામાવલીમાં અને વજ શાખામાં થઈ ગયેલા આચાર્યોની પરંપરામાં સ્થાન મેળવવાનું શક્ય ન હતું. લગભગ ઈ. સ. ૧૨૫૦-૧૨૭૫ની વચ્ચે તપાગચ્છીય ધર્મઘોષસૂરિનું દુઃષમકાલ શ્રમણ સંઘ સ્તવ અને અચલગચ્છીય ધર્મઘોષસૂરિનું માનવામાં આવતું ઋષિમંડલ સ્તવનમાં ઈ. સ. પૂર્વે ૩જી સદીના આર્ય મહાગિરિ સુધીનાં નામ ક્રમાનુસાર આપવામાં આવ્યાં છે. પરંતુ પર્યુષણકલ્પ અને નંદીસૂત્રની
વિરાવલીઓ અને આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં મળી આવતા રેવતિમિત્ર, સત્યમિત્ર, આર્યરક્ષિત, આયનામહસ્તિ અને તેમના પછીના લગભગ ઈ. સ. ૪૭૫-૨૨૯માં થયેલા વાચક હરિગુપ્ત લગભગ ઈ. સ. ૫૪૫-૫૯૪માં થયેલા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેવા નામનો ઉલ્લેખ થયો છે. પરંતુ ત્યાં ક્યાંય માનતુંગાચાર્યનું નામ જોવા મળતું નથી.
શ્રી માનતુંગસૂરિના સમયકાળ અને એમના માનવામાં આવેલ ગુરુ શ્રી માનદેવસૂરિનો સર્વપ્રથમ ઉલ્લેખ પ્રભાવક ચરિત' પછી રુદ્રપલ્લીય શ્રી ગુણાકરસૂરિની ઈ. સ. ૧૩૭૦માં રચાયેલી ભક્તામર વૃત્તિ અને ઈ. સ. ૧૫મી સદીના પૂર્વાર્ધથી લઈને ૧૭.૧૮મી સદીની તપાગચ્છીયા
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામરસ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી * 133 ગુર્વાવલીઓ અને મોટા ભાગે એક અનુકરણ કરવાવાળી ૧૬-૧૭-૧૮મી સદીની અન્ય ગચ્છોની પટ્ટાવલીઓમાં મળે છે. તપાગચ્છીય મુનિસુંદરસૂરિની ગુર્વાવલી અને એમના ગુરુ ગુણરત્નસૂરિના ઈ. સ. ૧૪૧૦ના ‘ગુરુપર્વક્રમવર્ણન'માં કહેવામાં આવ્યું છે કે આર્ય વજના શિષ્ય વજ્રસેન અને એમના શિષ્ય ચંદ્રકુલના સ્થાપક ચંદ્રસૂરિ થયા. તેમના પછી ચંદ્રકુલના ચંદ્રમાં સમાન ૧૭મા આચાર્ય સમન્તભદ્ર થયા. અને ત્યારબાદ વૃદ્ધ દેવસૂરિ થયા. જેમણે કો૨ટા રાજસ્થાનમાં નાહડ મંત્રી દ્વારા નિર્મિત ચૈત્યની પ્રતિષ્ઠા કરી તેમના પછી પ્રદ્યોતનસૂરિ અને એમના પછી માનદેવસૂરિ થયા જેમની પાસે પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા નામની દેવીઓ આવતી-જતી રહેતી હતી. અને તેમણે નાડોલમાં રહીને તક્ષશિલામાં લઘુશાંતિ-સ્તવની રચના કરીને મહામારીના ઉપદ્રવને શાંત કર્યો હતો. એમના પછી ૨૧મા આચાર્ય ‘માનતુંગ’ થયા. જેમણે ‘બાણ' મયૂરની વિદ્યાથી પ્રભાવિત થયેલા રાજાને ભક્તામર સ્તોત્ર'ના ચમત્કારિક પ્રભાવથી પ્રતિબોધ કર્યા હતા. ધરણેન્દ્રને પ્રસન્ન કરીને અઢાર અક્ષરનો ચિંતામણિ મંત્ર મેળવી ‘ભયહર સ્તોત્ર'ની રચના કરી હતી તથા ‘ભક્ત્તિબ્બર’ જેવા નમસ્કાર સ્તવ બનાવ્યાં હતાં. એમના પછી આવેલા તેમના શિષ્ય ૨૨મા આચાર્ય વી૨સૂરિ જેમણે ઈ. સ. ૨૪૪માં નાગપુરમાં શ્રી નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. વીરસૂરિના સમયની ગણતરીના આધાર પરથી શ્રી માનતુંગસૂરિનો સમય લગભગ ઈ. સ. ૨૦૦ થી ૨૪૪ માનવામાં આવ્યો છે.
વિવિધ પટ્ટાવલીઓના આધારે કરવામાં આવેલા અનુમાનના સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ જણાવે છે કે “પટ્ટાવલીકારોની આ માહિતીમાં વિપુલ પ્રમાણમાં કાલાતિક્રમનાં દૃષ્ટાંતો તો છે જ પરંતુ એના સિવાય અનેક વાતો વાસ્તવિક ઇતિહાસથી વિપરીત આવી ગઈ છે. પહેલી વાત તો એ છે કે વજ્રસેનનાં જે ત્રણ-ચાર શિષ્યોથી ચાર શાખાઓમાં પ્રવાહ્યમાન હોવાનો ઉલ્લેખ ‘પર્યુષણા કલ્પ’ની ‘સ્થવિરાવલી’માં પ્રાપ્ત થાય છે. ત્યાં ક્યાંય પણ ચંદ્રશાખા કે ચંદ્રકુલનો ઉલ્લેખ નથી અને પ્રાચીન માનવામાં આવેલા આચાર્ય ચંદ્રની પછી મહાવીરની દાર્શનિક દિગમ્બરાચાર્ય સ્વામી સમંતભદ્રને જબરદસ્તીથી શ્વેતામ્બર બનાવી દેવાનો પ્રયત્ન માત્ર છે. એમના પછી જે દેવસૂરિ થયા એમની વાત કરી છે અને કોરટા (રાજસ્થાન)માં નાગભટ્ટ મંત્રી દ્વારા નિર્મિત ચૈત્યની વાત કરી છે, તે તો પ્રાગ્ મધ્યકાલીન યુગમાં, પ્રતિહાર યુગમાં બનેલી ઘટનાને બીજાં ૬૦૦ વર્ષ પ્રાચીન બનાવી દે છે. આ દેવસૂરિ પ્રબંધોના અનુસાર ઉપર કથિત કોરટાના ચૈત્યના ચૈત્યવાસી મુનિ હતા. અને તેમનો સમય ૯ કે ૧૦મી સદીથી પૂર્વનો ન હતો. તેમના પછી પ્રદ્યોતનસૂરિ થયા એવું કહ્યું છે પરંતુ એ સૂરિનો કાળ ૧૦મી સદીના ઉત્તરાર્ધથી પહેલાં ન હોઈ શકે. એમના નામથી ચાલેલા ગચ્છસંબંધે ૧૧મી સદીના ઉત્તરાર્ધના થોડા લેખ મળ્યા છે. આ આચાર્ય પુરાતન નથી. હવે એમના પછી આવેલા માનદેવસૂરિ જેમનું બનાવેલું ‘લઘુશાંતિ સ્તોત્ર’ આજે ઉપલબ્ધ છે. તેઓ ખુલ્લેઆમ માંત્રિક હોવા ઉપરાંત શૈલીથી તો મધ્યકાલીન જ છે. તેઓ ૧૧મી સદીના ઉત્તરાર્ધથી પ્રાચીન નથી તે ઉપરાંત નડ્યુલ અને શાંકભરી (સાંભર) પણ પ્રાગ પ્રતીહાર કાળથી વધારે પ્રાચીન નથી. આશ્ચર્ય છે કે ઈ. સ. ત્રીજી સદીમાં માનવામાં આવેલા માનદેવ પછી જે માનતુંગસૂરિ થયા, સાથે સાથે તેમને સાતમી સદીના પૂર્વાર્ધમાં થઈ
Page #153
--------------------------------------------------------------------------
________________
134 | ભક્તામર તુલ્યું નમઃ || ગયેલા બાણ-મયૂરના સમકાલીન માનવામાં આવ્યા. બીજી તરફ તેમના શિષ્ય વરસૂરિનો સમય વિક્રમ સંવત ૩૦૦ની નજીકનો માનવામાં આવ્યો. ત્યારે તો ભ્રાંતિની પરાકાષ્ઠા જ થઈ જાય છે. એટલું જ નહિ પાછળના ત્રણે આચાર્યોનાં નામ પટ્ટાવલીઓમાં આગળ ચાલીને ફરીથી લેવાય છે. જે વખતે મધ્યકાળ ચાલુ થઈ ગયો હતો અને અન્યથા તે જ તો આ બધાનો વાસ્તવિક કાળ છે. બીજી તરફ ગુર્વાવલોકારથી ૧૩૩ વર્ષો પહેલાં થઈ ગયેલા પ્રભાવક ચરિતકારે ભક્તામરકારનું નામ જિનસિંહ બતાવ્યું છે. આનાથી ભ્રમણા વધારે વધી જાય છે.'
પટ્ટાવલીઓમાં સમયાનુસાર દૃષ્ટાંતો સહિતની માહિતી વિશાળ પ્રમાણમાં છે. પરંતુ ઇતિહાસકાળ પ્રમાણેની જે વાસ્તવિકતા છે તેના કરતાં વિરોધાભાસી માહિતીઓ પણ છે. દિગમ્બર સંપ્રદાયમાં પર્યુષણા કલ્પ વિરાવલીમાં ક્યાંય પણ ચન્દ્રકુલનો ઉલ્લેખ જોવા મળતો નથી. તેવી જ રીતે શ્વેતામ્બર સંપ્રદાયમાં દિગમ્બરાચાર્ય શ્રી સમન્તભદ્રને શ્વેતામ્બર ગણાવ્યા છે. તેમના પછી થયેલા દેવસૂરિ જે ૯મી કે ૧૦મી સદીમાં થયેલા દેવસૂરિ પ્રબંધમાં ઉલ્લેખથી તેને ૬૦૦ વર્ષ સુધી પ્રાચીન બનાવી દે છે. મધ્યકાળમાં થયેલા આચાર્ય પ્રદ્યોતનસૂરિ અને લઘુશાંતિના રચયિતા માનદેવસૂરિ પણ મધ્યકાલીન છે તેનાથી વધારે પ્રાચીન નથી. સાતમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા માનતુંગસૂરિને બાણ અને મયૂરના સમકાલીન માનવામાં આવ્યા છે. તેની સાથે જ ઈ. સ.ની ત્રીજી સદીમાં થયેલા માનદેવના શિષ્ય પણ માનવામાં આવે છે. અને તેમના શિષ્ય વીરસૂરિનો સમય વિક્રમ સંવત ૩૦૦ની આસપાસનો માનવામાં આવ્યો છે. આ કારણે માનતુંગસૂરિનો સંપ્રદાય કે સમય નક્કી કરવો મુશ્કેલ બને છે.
આના સંદર્ભમાં મુનિશ્રી કલ્યાણવિજયજીનું અવલોકન એવું છે કે વાસ્તવમાં વજસેનસૂરિના પછીના શ્રી ચન્દ્રસૂરિથી લઈને વિમલચંદ્રસૂરિ સુધીના ૨૦ આચાર્યોનો સત્તાસમય અંધકારમય છે. વચ્ચે આ સમય ચૈત્યવાસીઓના સામ્રાજ્યનો સમય હતો. ઉગ્ર વિહારિક સુજ્ઞાની શ્રમણોની સંખ્યા મર્યાદિત હતી. ત્યારે શિથિલાચારી તથા ચૈત્યવાસીઓના અડ્ડાઓ સર્વત્ર આવેલા હતા. આ પરિસ્થિતિમાં વૈહારિક શ્રમણોના હાથમાં કાળગણના પદ્ધતિ ન રહી. આ જ કારણે વજસેનની પછી અને ઉદ્યોતનસૂરિની પહેલાંના પટ્ટધરોનો સમય વ્યવસ્થિત નથી. દરમિયાન કેટલાક આચાર્યોનો સમય ગુર્નાવલીકારોએ આપ્યો છે, પણ તે સુસંગત નથી થતો. જેવી રીતે તપાગચ્છ ગુર્વાવલોકારે આચાર્ય વજસેનસૂરિનો સ્વર્ગવાસ સમય જિન નિર્વાણથી ૬૨૦માં લખ્યો છે. જે વિક્રમ વર્ષોની ગણના અનુસાર ૧૫૦માં મળે છે. તથા વજસેનથી ચતુર્થ પુરુષ શ્રી વૃદ્ધદેવસૂરિજી દ્વારા વિક્રમ સંવત ૧૨૫માં કોરટા નગરમાં પ્રતિષ્ઠા કરાવી હોવાનું બતાવ્યું છે. એ જ પ્રકારે ૧૮મા પટ્ટધર પ્રદ્યોતનસૂરિના પછીના શ્રી માનતુંગસૂરિ જે બાણ અને મયૂરના સમકાલીન હતા તેમને ૨૦મા પટ્ટગુરુ માન્યા છે. મયૂરના આશ્રયદાતા કનોજના રાજા શ્રી હર્ષ હતા. જેમનો સમય વિક્રમ સંવતની સાતમી સદીના ઉત્તરાર્ધ હતો. આ સમય શ્રી માનતુંગસૂરિના પટ્ટગુરુ માનદેવસૂરિના અને માનતુંગસૂરિના પટ્ટધર શ્રી વીરસૂરિની સાથે સુસંગત નથી થતો. કારણ કે માનતુંગસૂરિના પટ્ટધર શ્રી વીરસૂરિનો સમય ગુર્નાવલી કાર શ્રી મુનિસુંદર જેમણે નીચે જણાવેલ શ્લોકમાં પ્રગટ કર્યો છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 135 जज्ञ चैत्ये प्रतिष्ठा कृतमेनागिपुरे नृपात् ।
त्रिभिर्वर्षशतैः ३०० किंचिदधिकै वीरसूरिराट्ट ।।३७।। આચાર્ય માનતુંગને કવિ બાણ-મયૂરના સમકાલીન માનવા અને માનતુંગના ઉત્તરાધિકારી વીરસૂરિનો સમય વિક્રમ વર્ષ ૩૦૦થી વધારે વર્ષ માનવા યુક્તિસંગત નથી. વરસૂરિ પછીના આચાર્ય જયદેવ, દેવાનંદ, વિક્રમ અને નરસિંહ આ ચાર આચાર્યોના સમયની ચર્ચા ગુર્નાવલી તથા પટ્ટાવલીમાં મળતી નથી.”
મુનિશ્રી કલ્યાણવિજયજીએ ગુર્નાવલીમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિવિધ આચાર્યોના સત્તાસમય વિષેના જુદા જુદા મતોનો સમન્વય કરવાનો ખૂબ પરિશ્રમ કર્યો છે. તેમણે માનતુંગસૂરિના સત્તાસમયને નીચે બતાવવા માટે થઈને વીર નિર્વાણ વર્ષને વિક્રમ સંવત માન્યું છે. એથી આગળ ચાલીને તેઓ આ પ્રમાણેનો પ્રયત્ન કરે છે. “પ્રદ્યોતન, માનદેવ, માનતુંગ અને વરસૂરિ આ ચાર આચાર્યોનો સત્તાસમય ૩૦૦ વર્ષનો લગભગ માની લેવામાં આવે તો એકત્રિત સમયાંક ૬૭૫ સુધી પહોંચશે અને આ પ્રકારે માનતુંગસૂરિ, બાણ, મયૂર અને રાજા હર્ષના સમયે વિદ્યમાન થઈ શકે છે.”
શ્રી કલ્યાણવિજયજી દ્વારા કરવામાં આવેલી ચર્ચાના આધારે એ વાત તો નક્કી થાય છે કે પટ્ટાવલીકારો શ્વેતામ્બર હોય કે દિગમ્બર હોય પણ તેઓની પાસે પોતાના ગચ્છની પહેલાં થઈ ગયેલા આચાર્યોનો સત્તા સમય નક્કી કરવા માટે કોઈ પણ પ્રકારના સચોટ પુરાવા ન હતા અને પાટ પરંપરા પર આવેલા આચાર્યોને ક્રમાનુસાર બતાવવાનો નક્કર પુરાવો પણ ન હતો.
પટ્ટાવલી સમુચ્ચયમાં જે તપાગચ્છ પટ્ટાવલી આપવામાં આવી છે. તેમાં પણ મહાવીર સ્વામીની ૨૦મી પાટે શ્રી માનતુંગસૂરિ થયાનો ઉલ્લેખ આવે છે.
જુદી જુદી પટ્ટાવલીઓમાં શ્રી માનતુંગસૂરિના સમય અને સંપ્રદાયની વિસંગતિઓ જોવા મળે છે અને વિવિધ ટીકાકારોએ કરેલી ટીકા અને તેના આધારે વિદ્વાનોએ રજૂ કરેલાં મંતવ્યો પણ જુદા જુદા જોવા મળે છે.
લગભગ ઈ. સ. ૧૦૨૦થી ૧૦૬૦માં થયેલા આચાર્ય પ્રભાચન્દ્રએ ક્રિયાકલાપ'ની ટીકાની અંદર “ભક્તામર સ્તોત્ર'ની ટીકાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે : "मानतुंगनामा सिताम्बरो महाकविः निर्गन्थाचार्यवर्चस्वनीत-महाव्याधि प्रतिपन्न
निर्गन्थमार्गाभगवन किं क्रियतमिति ब्रवाणो भगवता
परमात्मनागुणगण स्तोत्रं विधयतामित्या दृष्टि भक्तामरोत्यादि" અર્થાત્ શ્રી માનતુંગસૂરિ શ્વેતામ્બર મહાકવિ હતા. એક દિગમ્બર આચાર્યએ તેમને રોગમાંથી મુક્ત કર્યા હતા. એથી એમણે દિગમ્બર માર્ગ ગ્રહણ કરી લીધો અને પૂછ્યું : ભગવન્! હવે શું કરું? આચાર્યએ આજ્ઞા કરી. પરમાત્માના ગુણોનું સ્તોત્ર બનાવો. ફળશ્રુતિ રૂપે આદેશાનુસાર ભક્તામર સ્તોત્રની રચના કરી.
Page #155
--------------------------------------------------------------------------
________________
।। ભક્તામર તુર્થ્ય નમઃ ॥
‘પ્રભાવક ચરિત'માં વિક્રમ સંવત ૧૩૩૪માં થયેલા શ્વેતામ્બરાચાર્ય શ્રી પ્રભાચંદ્રસૂરિએ શ્રી માનતુંગસૂરિના સંદર્ભમાં લખ્યું છે કે “પહેલાં તેઓએ એક દિગમ્બર મુનિ પાસે દીક્ષા લીધી હતી અને એમનું નામ ચારુકીર્તિ મહાકીર્તિ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ એક શ્વેતામ્બર સંપ્રદાયની અનુયાયી શ્રાવિકાએ એમને કમંડળના જળમાં ત્રસજીવો બતાવ્યા જેનાથી એમણે દિગમ્બર સંપ્રદાયથી અભાવ થઈ ગયો અને જિતસિંહ નામના શ્વેતામ્બર આચાર્યની પાસે દીક્ષા લઈને શ્વેતામ્બર સાધુ બની ગયા અને એ જ અવસ્થામાં ભક્તામર સ્તોત્રની રચના કરી.''
136
વિવિધ વિદ્વાનોના મતે અને પટ્ટાવલીઓના આધારે શ્રી માનતુંગસૂરિ શ્વેતામ્બર સંપ્રદાયના હતા કે દિગમ્બર સંપ્રદાયના હતા તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તે છતાં ભક્તામર સ્તોત્રનાં આંતરિક લક્ષણોના આધારે પણ સંપ્રદાયવિષયક થોડીઘણી માહિતી મેળવી શકીએ; જેવી કે :
દિગમ્બર સંપ્રદાયના મહાન આચાર્યે દાર્શનિક પરંપરાના કવિઓ તરીકે જાણીતા છે. તેમની સ્તુતિયાત્મક રચનાઓ મોટા ભાગે દર્શનીય છે. આ રચનાઓ દાર્શનિક ઉપરાંત ન્યાયપરક પરિભાષા અને અભાવોથી વ્યાપ્ત જોવા મળે છે. મહાન પ્રાગ્ મધ્યકાલીન પુરુષો જેવા કે દિગમ્બરાચાર્ય સમન્તભદ્ર, દેવનંદિજી, ભદ્ર અકલંકદેવ, મહાકવિ ધનંજય પાદ કેસરી સ્વામી વગેરેની સ્તુતિમાં સામાન્ય રીતે આ વાત નજરમાં આવી જાય છે. તે ઉ૫૨ાંત ૧૦મીથી ૧૨મી સદીની વચ્ચે થયેલા સુપ્રસિદ્ધ મધ્યકાલીન દિગમ્બર રચનાકારો જેવા કે લગભગ ઈ. સ. ૧૦મી સદીના પૂર્વાર્ધમાં થયેલાં વિદ્યાનંદસ્વામી, ૧૦મી કે ૧૧મી સદીમાં થયેલા કવિ ભૂપાલ ચક્રવર્તી, ૧૦મી સદીના ઉત્તરાર્ધના અંતમાં અને ૧૧મી સદીના પૂર્વાર્ધમાં થયેલા માથુરસંધીય આચાર્ય અમિતગતિ, ૧૧મી સદીના પૂર્વાર્ધમાં દ્રાવિડ સંઘના આચાર્ય વાદિરાજ અને ૧૨મી સદીના પૂર્વાર્ધમાં થયેલા કુમુદચંદ્ર વગેરેની સ્તવન-સ્તોત્ર આદિ રચનાઓમાં પણ પ્રભુના ગુણાનુવાદમાં દાર્શનિક તત્ત્વોનો સ્પર્શ થયેલો જોવા મળે છે
જ્યારે ‘ભક્તામર સ્તોત્ર’માં તો સંપૂર્ણ વિશુદ્ધ ભક્તિભાવની ગંગા વહેતી તાદશ્ય થાય છે. આવી જ રચનાઓ શ્વેતામ્બર સંપ્રદાયની અંદર થયેલા રચનાકારોમાં જોવા મળે છે. ઉદાહરણ રૂપે લગભગ ઈ. સ. ૭૩૪-૮૩૯ અથવા ૭૪૪-૮૩૯માં થયેલા વાદિકવિ બપ્પભટ્ટિ, લગભગ ઈ. સ. ૯૫૦માં થયેલા મધ્યકાલીન કવિઓમાંના જિનશતકકાર કવિ જંબૂનાગ, તેમના પછીના ૧૦મી-૧૧મી સદીમાં થયેલા શોભનમુનિ, લગભગ ઈ. સ. ૧૦૭૦-૧૧૧૦માં થયેલા અભયદેવસૂરિ અને મહાન ખરતરગચ્છીય સ્તુતિકા૨ જિનવલ્લભસૂરિ, ૧૧મી-૧૨મી સદીમાં થયેલા શોભનમુનિના વડીલ બંધુ અને રાજા મુંજભોજના સભાકવિ ધનપાલ, ત્યારબાદ થયેલા જિનદત્તસૂરિ અને તેમના પછીની અનેક શ્વેતામ્બર રચનાઓમાં ‘ભક્તામર સ્તોત્ર'ની ઝાંખી દૃષ્ટિગોચર થાય છે. ‘ભક્તામર સ્તોત્ર’ના રચનાકારના સંપ્રદાયને નક્કી કરવા માટે આ તથ્ય કંઈક અંશે ઉપયોગી સમજી શકાય છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી માનતુંગસૂરિ દાર્શનિક વિચારધારાના ન
હતા.
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી ક 137 આચાર્ય પ્રભાચંદ્રએ ક્રિયાકલાપ ટીકામાં કહ્યું છે કે, માનતુંગ અસલમાં શ્વેતામ્બર હતા અને મહાકવિ પણ હતા. ભક્તામર સ્તોત્ર, ભયહર સ્તોત્ર અને ભક્તિભર સ્તોત્ર માનતુંગસૂરિને મહાકવિ માનવા માટેની રચનાઓ છે. એ સિવાય તેમના નામે બીજી કોઈ રચનાઓનો ઉલ્લેખ દષ્ટિગોચર થતો નથી. પ્રભાચંદ્રસૂરિની આ કથાને તથ્યપૂર્ણ માનવામાં આવે તો દિગમ્બર સંપ્રદાયની દંતકથાની દૃષ્ટિએ પણ “ભક્તામર સ્તોત્ર'ની રચના માનતુંગસૂરિ જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયના અનુયાયી રહ્યા હશે ત્યારે જ કરી હશે.
મંત્રપ્રયોગથી રોગને દૂર કરવો એ સાધુ-મહારાજોનાં કર્તવ્ય કે આચાર માનવામાં આવતા નથી. શ્વેતામ્બર સંપ્રદાયમાં તો આનો આગમમાં જ નિષેધ છે. તેવી જ રીતે દિગમ્બર સંપ્રદાયના મુનિ મહારાજના આચારમાં પણ આ પ્રવૃત્તિઓને સ્વીકૃત કર્તવ્યની વિરુદ્ધ, દોષયુક્ત તથા શિથિલાચાર જ માનવામાં આવશે એ વાત નિશ્ચિત છે. તાત્પર્ય કે માનતુંગસૂરિનો સંપ્રદાય પરિવર્તન જો થયો હોય તો તે કોઈ સિદ્ધાંતનો આધાર લઈને નહીં થયો હોય.
આચાર્ય પ્રભાચન્દ્રએ ક્રિયાકલાપમાં માનતુંગસૂરિને એક દિગમ્બરાચાર્યએ રોગમાંથી મુક્ત કર્યા હતા તે દિગમ્બર કોણ હતા ? કયા સંઘના, કયા સંપ્રદાયના રહ્યા હતા તે તેમણે જણાવ્યું નથી.
આ કથાના સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ જણાવે છે કે, “આ કથાથી તો એટલું જ સિદ્ધ થાય છે કે પ્રભાચંદ્ર જાણતા હતા કે સ્તોત્રકર્તા શ્વેતામ્બર સંપ્રદાયના હતા કારણ કે પોતાના સમયમાં ૧૧મી સદીના પૂર્વાર્ધમાં કંઈ નહીં તો માલવ સ્થિત દિગમ્બર સંપ્રદાયના અનુયાયીઓમાં “ભક્તામર સ્તોત્ર'નું પઠન થતું હશે. એટલે તેઓને માટે શ્વેતામ્બર રચનાકારને દિગમ્બર રૂપમાં પ્રસ્તુત કરવા જરૂરી બની ગયું હશે. જેમ શ્વેતામ્બરમાં કલ્યાણ મંદિર સ્તોત્ર અપનાવી લેવાથી કુમુદચંદ્રને સિદ્ધસેન બનાવીને શ્વેતામ્બરમાન્ય બની શકે છે કે ભક્તામરના કર્તાના સંબંધમાં ચાલેલી દિગમ્બર-કથાના પ્રતિવાદમાં શ્વેતામ્બર પ્રભાચંદ્રએ અથવા તેમનાથી થોડા સમય પૂર્વે કોઈ અન્ય શ્વેતામ્બર કર્તાએ સ્તોત્રકાર માનતુંગ પહેલાં દિગમ્બર હતા પછી શ્વેતામ્બર બન્યા એવી કથા રચી દેવામાં આવી હોય.”૧૪
આચાર્ય પ્રભાચન્દ્રની આ કથામાં જણાવ્યા પ્રમાણે માનતુંગસૂરિના સંપ્રદાય વિશેના મતમાં અનેક મુદ્દાઓ દૃષ્ટિગોચર થાય છે.
શ્વેતામ્બરાચાર્ય સિદ્ધાર્ષિ કે જેઓ દિગમ્બર પંડિત આચાર્ય પ્રભાચંદ્રથી લગભગ ૧૨૫ વર્ષ પૂર્વે થઈ ગયા. તેમણે સ્તોત્ર શબ્દના ઉદાહરણમાં ભક્તામર સ્તોત્રને જ લીધું હતું. એનું કારણ એ પણ હોઈ શકે કે “ભક્તામર સ્તોત્ર' જો દિગમ્બર રચનાકારની રચના હોત તો તે સિવાયની બીજી ઘણી રચનાઓ હતી. જેવી કે સિદ્ધસેન દિવાકર, નંદિષેણ કે બપ્પભષ્ટિની રચનાનું ઉદાહરણ શ્વેતામ્બરાચાર્ય સિદ્ધર્ષિએ આપ્યું હોત. પણ તેમણે માત્ર ભક્તામરનું ઉદાહરણ આપ્યું છે.
માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્રમાં જે અષ્ટ મહાભયોનો ઉલ્લેખ કર્યો છે, તેવો ઉલ્લેખ
Page #157
--------------------------------------------------------------------------
________________
138 ।। ભક્તામર તુર્થ્ય નમઃ ।
ગુપ્તકાલ તથા મધ્યકાલનાં શ્વેતામ્બર સ્તવનો તથા થોડાંક સૈદ્ધાંતિક સમુચ્ચય સ્વરૂપ ગ્રંથરચનાઓમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાં આ અષ્ટ મહાભયનું સતત સાતત્ય રહ્યું છે જ્યારે દિગમ્બર સંપ્રદાયના સ્તુત્યાત્મક સાહિત્ય કે અન્ય ગ્રંથમાં આની ઉપસ્થિતિ નથી જોવામાં આવતી. ઉદાહરણરૂપે કુમુદચંદ્રની સામે ભક્તામર સ્તોત્ર' રહ્યું હતું. છતાં પણ તેમણે ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ કે તેમની રચનાઓમાં અષ્ટમહાભય વિષયક પદ્યની રચના નથી કરી. તેનું કારણ એ કે દિગમ્બર સંપ્રદાયમાં આ પ્રકારની પરંપરા જ ન હતી.
‘ભક્તામર સ્તોત્ર'માં અષ્ટ મહાપ્રતિહાર્યોમાંથી જે ચાર પ્રતિહાર્યોનું વર્ણન ચાર શ્લોકમાં કરવામાં આવ્યું છે તે અષ્ટ મહાપ્રતિહાર્યોને લઈને નહીં પરંતુ આગમમાં બતાવેલા ૩૪ અતિશયોમાંથી પસંદ કરીને ચાર દશ્યમાન વિભૂતિઓ અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર જે તીર્થંકરોની દેશનાના સમયે પ્રત્યક્ષ બનતી હતી એનું જ વર્ણન છે. આ પરંપરા ૬ઠ્ઠી - ૭મી સદીના શ્વેતામ્બર આગમમાં આપેલી વ્યાખ્યાઓ અને કથાત્મક સાહિત્યમાં પણ જોવા મળે છે. સમવાયાંગ સૂત્રમાં નાગેન્દ્રવંશીય વિમલસૂરિષ્કૃત પઉમચરિયમાં આવશ્યક નિર્યુક્તિ, સંઘદાસ, ગણિકૃત, વસુદેવ જિનભદ્રગણિ, ક્ષમાક્ષમણકૃત, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યકચૂર્ણિ વગેરેમાં દેવકૃત ચોત્રીશ અતિશયમાંથી દશ્યમાન અતિશય તરીકે આ ચાર મહાપ્રતિહાર્યોને લઈને પઘની રચના કરી છે. અને આ તથ્યના આધારે ભક્તામરમાં તીર્થંકરની વિભૂતિનું વર્ણન કરવાવાળાં ચાર જ પઘો રચાયેલાં છે. જ્યારે દિગમ્બર પરંપરામાં ૩૪ અતિશયોમાં આનો સમાવેશ થયો નથી. પરંતુ અષ્ટ મહાપ્રતિહાર્યોમાં તે સમવિષ્ટ છે તેથી જ તેઓની દૃષ્ટિએ બાકી રહી જતા ચાર પ્રતિહાર્યોનું સ્તોત્રમાં હોવું આવશ્યક સમજતા હશે, તેથી અતિરિક્ત ચાર પદ્યોની રચના થઈ હશે.
અષ્ટ મહાપ્રતિહાર્યોમાંથી ચામર પ્રતિહાર્યના સંબંધમાં દિગમ્બર માન્યતામાં ચામરો બે કે તેનાથી અધિકની સંખ્યા માનવામાં આવે છે. “તિલોયન્તી’માં ચતુષ્ટ ચામર, જિનસેન આદિ પુરાણમાં ચામરાલી, ચામર પંક્તિની તથા ૬૪ ચામરોની વાત કહેવામાં આવી છે. કુમુદચંદ્રએ તો ચામરોના ‘ઓઘ’ સમૂહની વાત કરી છે જ્યારે ‘ભક્તામર સ્તોત્ર'માં ચામરની સંખ્યાનો કોઈ ઉલ્લેખ ન હોવાથી ત્યાં ‘ચામર યુગ્મ’ માનવું યોગ્ય રહેશે. દિગમ્બરોમાં બે ચામરોની માન્યતાવાળી પરંપરા નથી. ત્યારે સ્તોત્રકાર સૂરિજી શ્વેતામ્બર પરંપરાનું અનુકરણ કરતાં હોય તેવું લાગે છે. તેથી જ તેમણે ચામરની સંખ્યા તરફ ઇશારો કર્યો નથી.
ન
૩૪ અતિશયોમાંથી ચાર પ્રતિહાર્યોનાં વર્ણન પછી સ્તોત્રકાર સૂરિજીએ સ્તોત્રના ૩૨માં અને દિગમ્બર સંપ્રદાયના પાઠમાં ૩૬મા શ્લોકમાં શ્રી જિનેશ્વરદેવોના કમલ વિહારનું વર્ણન કર્યું છે. દિગમ્બર સંપ્રદાયમાં લગભગ ઈ. સ. ૫૫૦માં રચાયેલા 'તિલોયપળતિ'માં લગભગ ૬૦૦માં સમન્તભદ્રકૃત ‘આપ્ત મીમાંસા', ધૃવ સ્વયમ્મુ સ્તોત્ર' વગેરે પ્રમાણમાં પ્રાચીન રચનાઓમાં જિનેશ્વરદેવ નભોવિહાર કરતાં હોવાનું બતાવ્યું છે. સ્વયંભૂ-સ્તોત્રમાં પદ્મપ્રભુની સ્તુતિમાં સમન્તભદ્રએ કમલવિહાર અને નભોવિહાર બંને પ્રકારના વિહારને સંદર્ભોનુસાર એક જ પદ્યમાં વર્ણવ્યા છે. જ્યારે ભક્તામર સ્તોત્રમાં ‘નભો વિહાર’નો ઉલ્લેખ સૂરિજીએ કર્યો નથી. જો સ્તોત્રકાર
Page #158
--------------------------------------------------------------------------
________________
139
શ્રી ભક્તામરસ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી સૂરિજી દિગમ્બર હતા તો તેમણે આ મહત્ત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ જરૂ૨થી કર્યો હોત. કારણ કે તેમને એક શ્લોકની ચાર પંક્તિમાં આ વાત રજૂ કરવાને માટે ચોક્કસ તક હતી.
કર્ણાટકના મધ્યકાલીન શિલાલેખોમાં અને દિગમ્બર પટ્ટાવલીઓમાં તેમના સંપ્રદાયના અનેક મહાન આચાર્યોનો ઉલ્લેખ થયેલો જોવા મળી આવે છે. પરંતુ માનતુંગનું નામ ક્યાંય જોવા મળતું નથી.
આ ઉપરાંત દિગમ્બર સંપ્રદાયમાં માનતુંગ જેવા મહાકવિ સુપ્રસિદ્ધ આચાર્યનું નામ મધ્યકાળમાં બીજા મુનિઓએ ધારણ કર્યું હોય એવો એક પણ દાખલો મળતો નથી. દિગમ્બર સંપ્રદાયમાં તો સિંહનંદી, સમન્તભદ્ર, કુમુદચન્દ્ર, પ્રભાચન્દ્ર, અકલંક જેવા મહાન આચાર્યોનાં નામ પાછળથી બીજા મુનિઓએ ધારણ કરેલાં વારંવાર જોવા મળે છે. જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયમાં ‘માનતુંગ’ નામ ધારણ કરવાવાળા અનેક મુનિઓનાં ઉદાહરણો જોવા મળે છે. જેવી રીતે વજસેન, હરિભદ્ર, હેમચંદ્ર, ધર્મઘોષ, સિદ્ધસેન, ભદ્રગુપ્ત, જિનભદ્ર વગેરે પ્રાચીન પ્રસિદ્ધ આચાર્યોનાં નામ અન્ય મુનિઓએ ધારણ કરેલાં જોવા મળે છે. તેવી જ રીતે ‘માનતુંગ’ નામ ધારણ કરેલા મુનિઓનાં નામ પણ જોવા મળે છે.
ઉદાહરણ તરીકે યોગશાસ્ત્રની પ્રતિલિપિની પ્રશસ્તિ (ઈ. સ. ૧૨૩૬)ની પટ્ટાવલીમાં બે માનતુંગનાં નામ છે. જેમાંથી પ્રથમ માનતુંગનો સમય ઈ. સ. ૧૧મી સદીનો ઉત્તરાર્ધ હોવાનો અંદાજ હોઈ શકે.૧૫
ચંદ્રકુલ
1
માનદેવ
માનતુંગ (પ્રથમ)
|
બુદ્ધિસાગર
I
પ્રદ્યુમ્ન
દેવચન્દ્ર
I
માનદેવ પૂર્ણચંદ્ર
1
માનતુંગ (દ્વિતીય)
1
પદ્મદેવ
Page #159
--------------------------------------------------------------------------
________________
140 ભક્તામર તુલ્યું નમઃ |
ભક્તામરકાર માનતુંગસૂરિએ જો પોતાનો સંપ્રદાય બદલી જ લીધો હોત તો શ્વેતામ્બર સંપ્રદાયમાં ૧૧મી સદીથી લઈને લગભગ ૧૫મી સદી સુધીના માનતુંગ નામધારી મુનિઓની હારમાળા કદાચિત ન મળી આવત. તઉપરાંત માનતુંગના બે અક્ષર ‘તુંગના ઉત્તરાર્ધવાળા બીજાં પણ નામ શ્વેતામ્બર સંપ્રદાયમાં મધ્યકાળમાં મળે છે. જેમકે ૧૧મી-૧૨મી સદીમાં થયેલા વિજયતંગ, ૧૩મી-૧૪મી સદીમાં મેરૂતુંગ, ૧૪મી-૧૫મી સદીમાં થયેલા “ભુવનતંગ' વગેરે નામો ગણાવી શકાય. જે નામની અંદર માનતુંગના નામનું પ્રતિબિંબ જોવા મળે છે.
બૃહદ્ ગચ્છીય માનતુંગનો ઉલ્લે મલયપ્રભની ઈ. સ. ૧૨૦૪ની જયન્તી ચરિત ટીકા, જયંતિ પ્રશ્નોત્તરી સંગ્રહ અથવા સિદ્ધ જયંતિની પ્રશસ્તિમાં મળે છે. ૧૬
સર્વદેવ
જયસિંહ
ચન્દ્રપ્રભ
ધર્મઘોષ
શીલગણ
માનતુંગ
મલયપ્રભ
૧૨મી શતાબ્દીના પૂર્વાર્ધમાં પણ માનતુંગ નામનો ઉલ્લેખ મળી આવે છે.
તાત્પર્ય કે અજિતકુમાર શાસ્ત્રીથી લઈને પ્રાચીન આચાર્ય વિદ્વાનો શ્રી માનતુંગસૂરિનો સંપ્રદાય કયો હતો તે નક્કી કરી શકતા નથી. પટ્ટાવલીઓના આધારે પણ આ સ્થિતિનું ચોક્કસ સ્પષ્ટીકરણ મળતું નથી. ક્રિયાકલાપના ટીકાકાર આચાર્ય પ્રભાચંદ્ર પહેલાં તેમને શ્વેતામ્બર કહે છે પછી દિગમ્બર, પણ આ દિગમ્બરાચાર્યના નામનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે બીજી બાજુ પ્રભાવકચરિતકાર પ્રભાચન્દ્રસૂરિએ પ્રથમ તેમને દિગમ્બરમુનિ માન્યા અને પાછળથી જિતસિંહ નામના આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી હોવાનું કહ્યું છે. મહાન આચાર્ય સિદ્ધષિએ સ્તોત્ર શબ્દના ઉદાહરણમાં “ભક્તામર સ્તોત્ર'ને લીધું છે. મુનિશ્રી કલ્યાણવિજયે ચન્દ્રકુલની પાટ પરંપરા આપી છે પણ તેમાં સમયકાળમાં તફાવત જોવા મળે છે. અષ્ટમહાભય અને મહાપ્રતિહાર્ય સંબંધિત
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 141 શ્લોકો પણ તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના હશે એ તરફ અંગુલિનિર્દેશ કરે છે. વિવિધ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ ક્યાંય પણ વિદ્વાનો એકમત જોવા મળતાં નથી. તેથી કરીને શ્રી માનતંગસૂરિ શ્વેતામ્બર સંપ્રદાયના હતા કે દિગમ્બર સંપ્રદાયના હતા તે નિર્ણય કરી શકાતો નથી.
પાદટીપ.
=
M
S
S
9. Winternitz : ‘A History of Indian Literature', Vol. VI, P. 556-661 ૨. પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ', સારાભાઈ નવાબ, પ્રસ્તાવના. પૃ. ૧૧ ૩. “ભક્તામર-કલ્યાણમંદિર-નમિઊણસ્તોત્રયમ્, દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડના ગ્રંથાંક ૭૯,
પ્રો. હીરાલાલ કાપડિયા, પૃ. ૨૭ “ભક્તામર સ્તોત્રમ્', પ્રસ્તાવના, અમૃતલાલ શાસ્ત્રી, પૃ. ૭ “ભક્તામર રહસ્ય', ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૦-૪૧ “પ્રભાવક ચરિત', સં. જિનવિજય, પૃ ૧૧૬ ભક્તામર સ્તોત્રમ્', અમૃતલાલ શાસ્ત્રી, પૃ. ૭-૮ ભક્તામર ભારતી’, ભૂમિકા, ડો. શેખરચંદ્ર જૈન, પૃ. ૩૮
ભક્તામર સ્તોત્ર જેન નિબંધ રત્નાવલી', કટારીયાજી, પૃ. ૩૪૯ ૧૦. “ભક્તામર સ્તોત્ર અનેકાંત', અજિતકુમાર શાસ્ત્રી, ૨.૧, પૃ. ૭૦ ૧૧. માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ ૧૦૨ ૧૨ ‘શ્રી તપાગચ્છ પઢાવલી સૂત્ર', શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ, પૃ. ૧૪૧ ૧૩. પ્રભાવક ચરિત-માનતુંગસૂરિ ચરિતમ્'. પ્રભાચંદ્રસૂરિ. પૃ ૧૧૨/૧૧૭. ૧૪. માનતુંગાચાર્ય કે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ ૧૦૫-૧૦૬ 94. Catalogue of Palm-leaf Manuscript in the Shantinatha Jain Bhandara, P. 259-261 ૧૬, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૩૦૪
S
Page #161
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચનાસમય
અને સર્જનકશા
શ્રી માનતુંગસૂરિજીના સમયના વિષયમાં વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે. વિદ્વાનો હજી સુધી કોઈ એક નિર્ણય પર નથી પહોંચી શક્યા કે તેઓ કયા રાજાના સમયમાં થયા અને તેમના સમકાલીન કવિઓ કોણ હતા ? વિદેશી વિદ્વાન શ્રી ક્વેકનબોઝે શ્વેતામ્બર પટ્ટાવલીઓના આધાર પર તેમનો સમય ઈ. સ. ૩૦૦ કે તેની આસપાસનો માની લીધો હતો. પરંતુ જે કિંવદંતીઓ એમને ઉજ્જયનીના રાજા ભોજના સમકાલીન માને છે તે તેમને ૧૧મી સદીના પૂર્વાર્ધમાં થયા હશે તેવું બતાવે છે. કારણ કે ભોજનો સમયકાળ ૧૧મી સદીના પૂર્વાર્ધ છે.
ભોજરાજાના સમકાલીનતાના સંદર્ભમાં જોઈએ તો ભોજ નામના ઘણા રાજાઓ થયા છે. ભારતીય કથાઓમાં વિક્રમાદિત્ય અને ભોજને સંસ્કૃત કવિઓના આશ્રયદાતા અને સંસ્કૃત સાહિત્યના કવિ-લેખક માન્યા છે.
ભારતીય ઇતિહાસમાં જોવા મળે છે કે હર્ષ પછી તેના યશસ્વી, પુત્ર મુંજે ઈ. સ. ૭૪, વિક્રમ સંવત ૧૦૩૧માં માલવની રાજગાદી સંભાળી તે મહાન યોદ્ધો તો હતો સાથે સાથે કલાસાહિત્યનો સંરક્ષક પણ હતો. તેણે ધારા નગરીમાં અનેક તળાવો ખોદાવ્યાં હતાં. તેની સભામાં પદ્મગુપ્ત, ધનંજય, ધનિક અને હલાયુધ જેવા ખ્યાતનામ સાહિત્યકારો હતા. મુંજ પછી સિંધુરાજ ગાદી પર આવ્યો. તેનો શાસનકાળ અલ્પ હતો. તેના પછી તેનો પુત્ર પરમારરાજ ભોજ ઈ. સ. ૧૦૦૮માં ગાદી પર આવ્યો. આ રાજકુળનો સર્વશક્તિમાન અને યશસ્વી રાજા હતો. ભોજ પણ વિદ્યારસિક રાજા હતો.
Page #162
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા ક 143 સામાન્ય રીતે શ્રી માનતુંગસૂરિનો સમય ઈ. સ. ૭મી સદીનો પૂર્વાધ માનવામાં આવે છે. જે લોકો શેલીની દૃષ્ટિએ વિચાર કરે છે તે તેઓને બાણ-મયૂરના સમકાલીન માને છે. કારણ કે “ભક્તામર સ્તોત્ર'ની શૈલી અને બાણ-મયૂરની સ્તોત્રશૈલી સરખી છે. ભોજના સમયમાં બાણ અને મયૂરનું અસ્તિત્વ સંભવિત નથી. તેથી શૈલીની દૃષ્ટિએ તથા એતિહાસિક તથ્થો ન મળવાથી શ્રી માનતુંગસૂરિએ “ભક્તામર સ્તોત્ર'ની રચના ભોજના રાજ્યકાળ દરમ્યાન નહોતી કરી. કથાઓના આધારે માનતંગ બાણ-મયૂરના સમયના છે અને કોઈ પણ પ્રકારે તેઓનો સંબંધ બાણમયૂર સાથે રહ્યો હશે.
ઉત્તર મધ્યકાલીન સમયની તપાગચ્છીય અને અન્ય ગચ્છોની પટ્ટાવલીઓ શ્રી માનતુંગસૂરિને વિક્રમની ત્રીજી સદીના માન્ય રાખે છે. જ્યારે બીજી તરફ પ્રા. હીરાલાલ કાપડિયાએ પોતાના ભક્તામર-કલ્યાણમંદિર-નમિઊણ સ્તોત્રત્રયમૂની સંસ્કૃત ભૂમિકામાં શ્રી માનતુંગસૂરિના સમયને નક્કી કરવા માટે પોતાની લાચારી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે મધ્યકાલમાં મુસ્લિમ આક્રમણ દરમ્યાન અનેક ગ્રંથાદિ નષ્ટ થઈ જવાથી માનતુંગાચાર્યના સમયને સ્પષ્ટ કરવા માટે પ્રમાણ મળ્યાં નથી. પરંતુ આ મંતવ્ય બાદ થોડાં વર્ષો પછી તેઓએ પોતાના અન્ય એક પ્રકાશનમાં ભક્તામર સ્તોત્રના શીર્ષક પછીના કોષ્ટકમાં એમનો સમય વિક્રમની આઠમી સદીનો આપ્યો છે. અને ત્યાં જ બીજી બાજુએ શ્રી માનતુંગસૂરિને હેમચંદ્રથી નજીક ૧૫૦ વર્ષ પહેલાં થયા એવું પણ જણાવ્યું છે.
દિગમ્બર વિદ્વાનો પાસે પણ એવો કોઈ પુરાવો નથી કે જેના આધાર પર તેઓ માનતુંગના સમયનો થોડોઘણો ચોક્કસ નિર્ણય કરી શકે. ધારાનગરીના રાજા પરમારરાજ ભોજના સમકાલીન લગભગ ઈ. સ. ૧૦૦૮થી ૧૦૬૦માં ધારા-નિવાસી દિગમ્બરાચાર્ય મહાપંડિત પ્રભાચંદ્રએ ‘ક્રિયાકલાપ' ગ્રંથની પોતાની ટીકાની અંદર લખ્યું છે કે માનતંગ નામના શ્વેતામ્બર મહાકવિને એક દિગમ્બરાચાર્યએ મહાવ્યાધિમાંથી મુક્ત કરી દીધા તો તેમણે દિગમ્બર માર્ગ ગ્રહણ કરી લીધો અને પૂછ્યું કે ભગવન્! હવે હું શું કરું ?” આચાર્યે આદેશ આપ્યો કે “પરમાત્માના ગુણોને ગૂંથીને સ્તોત્રની રચના કરો.” ફલશ્રુતિ રૂપે માનતુંગમુનિએ ભક્તામર સ્તોત્ર'ની રચના કરી.
પ્રભાચંદ્ર પછી ઘણાં લાંબા સમય બાદ ૧૭મી સદીના દિગમ્બર સાહિત્યમાં માનતુંગસૂરિને મહાકવિ ધનંજયના ગુરુના રૂપમાં ઉલ્લેખવામાં આવ્યા છે. જો આ ઉલ્લેખિત હકીકતને માની લેવામાં આવે તો એમનો સમય સાતમી સદીના ઉત્તરાર્ધ માની શકાય તેમ છે. આ હકીકતને માનવા માટે ચોક્કસ પુરાવાની જરૂર છે. પરંતુ અહીં તો ધનંજયે પોતે પોતાની રચનાઓમાં શ્રી માનતુંગસૂરિનો પોતાના ગુરુ તરીકેનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી અને મધ્યકાલીન સમયના દિગમ્બર સાહિત્યમાં પણ ક્યાંય ઉલ્લેખ મળતો નથી.
ઈ. સ. ૧૨૭૭માં શ્વેતામ્બરાચાર્ય પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત'ની અંદર માનતુંગસૂરિ ચરિતમ્માં લખ્યું છે કે “વારાણસી નરેશ શ્રી હર્ષદેવના રાજ્યમાં ધનદેવ શ્રેષ્ઠીનો પુત્ર માનતુંગ
Page #163
--------------------------------------------------------------------------
________________
144 * || ભક્તામર તુલ્યું નમઃ હતો, જેને સંસાર પરથી વૈરાગ્ય આવવાથી દિગમ્બરાચાર્ય ચારૂકીર્તિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાકીર્તિને નામે પ્રસિદ્ધ થયા. એમની બહેનની પ્રેરણાથી એમણે દિગમ્બર સંપ્રદાયનો પરિત્યાગ કરીને જિનસિંહસૂરિ પાસે શ્વેતામ્બર સાધુની દીક્ષા ગ્રહણ કરી. કાલાન્તરે તેઓ સૂરિપદને પામ્યા અને અંતમાં પોતાના શિષ્ય ગુણાકરને પટ્ટધર સ્થાપીને સમાધિમરણ પામ્યા. આ જ રાજાની સભામાં મયૂર અને બાણ નામના બે મહાકવિ હતા. મયૂર, બાણના શ્વસુર પણ હતા. મયૂરે સૂર્યશતક' નામના સ્તોત્રની રચના કરીને પોતાના કુષ્ટરોગને દૂર કર્યો અને તેના પ્રતિસ્પર્ધી તરીકે બાણે ચંડીશતક'ની રચના કરીને પોતાના કપાયેલા હાથપગને ફરીથી જોડી દીધાં. તેથી રાજા અને પ્રજા પ્રભાવિત થયા. બ્રાહ્મણધર્મીઓ એવો દંભ કરવા લાગ્યા કે અન્ય કોઈ ધર્મના વિદ્વાનોને આવો ચમત્કાર સિદ્ધ ન હોઈ શકે કે જેવા મયૂર અને બાણ હતાં. આ રાજાના મંત્રીએ મુનિ માનતુંગનું નામ લીધું. મુનિરાજને બોલાવવામાં આવ્યા. રાજાએ એમને લોખંડની બેડીઓમાં બાંધીને ૪૪ તાળાઓમાં બંદી બનાવી દીધા. ત્યારે માનતુંગે ભક્તામર સ્તોત્રની રચના કરી. એક એક શ્લોકની રચના થતાંની સાથે જ એક એક તાળું તૂટતું ગયું. સ્તોત્ર પૂરું થતાં આચાર્ય માનતુંગ સંપૂર્ણ બંધનમુક્ત થઈને કારાગૃહમાંથી બહાર આવ્યા. આ ચમત્કારનો રાજા અને પ્રજા પર અપૂર્વ પ્રભાવ પડ્યો અને જૈન ધર્મની મહાન પ્રભાવના થઈ.”
ઈ. સ. ૧૩૦૫માં મેરૂતુંગાચાર્યરચિત પ્રબંધચિંતામણિમાં રાજાનું નામ ભોજ આપવામાં આવ્યું છે. ઘટનાસ્થળ ઉજ્જયિની બતાવવામાં આવ્યું છે અને મયૂર બાણને શ્વસુર-જમાઈને બદલે બાણને સાળો અને મયૂરને બનેવી જણાવ્યા છે. તઉપરાંત બાણને કુષ્ઠરોગી અને મયૂરના હાથપગ કપાયાની વાત જણાવી છે. પ્રબંધચિંતામણિનો રચનાકાળ ઈ. સ. ૧૩૦૪ અર્થાત્ પ્રભાવકચરિતથી ર૭ વર્ષ પાછળનો છે. પ્રબંધ ચિંતામણિમાં માનતુંગના દિગમ્બરમાંથી શ્વેતામ્બર બનવાનો, દિગમ્બર સાધુપણાનું નામ તથા ગુરુનું નામ અને શ્વેતામ્બર ગુરુ શિષ્યનું નામ તથા સમાધિમરણ વગેરેનો પણ ઉલ્લેખ જોવા મળતો નથી. રાજાના મંત્રીનો પણ ઉલ્લેખ નથી પરંતુ પ્રજાએ માનતુંગને બોલાવ્યા હતા તેવું જણાવ્યું છે.
ગુણાકરસૂરિએ ભક્તામર સ્તોત્ર પર રચેલી ટીકાને સૌથી પ્રાચીન ઈ. સ. ૧૩૭૦ની માનવામાં આવે છે. તેમાં તેમણે રાજાનું નામ વૃદ્ધભોજ લખ્યું છે અને મયૂર-બાણને શ્વસુર-જમાઈ જણાવ્યા છે અને સ્તોત્રરચનાના ઘટનાસ્થળ તરીકે ઉજ્જયની લખ્યું છે. હર્મન યાકોબી, વિન્ટરનિટ્સ અને ડૉ. નેમિચંદ્ર જેને પણ ગુણાકરસૂરિની આ કથાનો ઉલ્લેખ કર્યો છે.
ઈ. સ. ૧૬૧૦માં બ્રહ્મ રાયમલ્લકૃત “ભક્તામર સ્તોત્રવૃત્તિમાં આપવામાં આવેલી કથામાં ઘટનાસ્થળ ધારાનગરી છે. રાજાનું નામ ભોજ આપવામાં આવ્યું છે અને જૈનમંત્રીનું નામ અતિસાર છે. રાજસભાના કવિ કાલિદાસ દ્વારા કાલિકાની આરાધના કરીને પોતાના કપાયેલા હાથ-પગને જોડ્યા, કવિ માઘ દ્વારા સૂર્યોપાસનાથી પોતાનો કુષ્ઠરોગ દૂર કર્યો, કવિ ભારવિ દ્વારા અંબિકાની આરાધનાથી પોતાના ભગંદર રોગને મટાડ્યો જેવા ચમત્કારોથી રાજા-પ્રજા અત્યંત પ્રભાવિત
Page #164
--------------------------------------------------------------------------
________________
145
ભક્તામરસ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા થવાથી મંત્રીએ પોતાના ગુરુ મુનિરાજ માનતુંગને બોલાવ્યા, જે એ સમયે વિહાર કરતાં કરતાં ધારાનગરી આવી પહોંચ્યા હતા. રાજસભામાં કોઈ અદ્ભુત ચમત્કાર બતાવીને ધર્મની પ્રભાવના ક૨વાની પ્રાર્થના કરી. ફલશ્રુતિ રૂપે તેમણે સ્વયંને ૪૮ સાંકળોના બંધનથી બાંધીને અને એકની અંદર એક ૪૮ તાળાથી બંધ ઓરડામાં બંદી બનાવીને ભક્તામર સ્તોત્ર'ની રચના કરી. જેના પ્રભાવથી તે બધાં જ તાળાં તૂટી ગયાં અને મુનિરાજ બંધનોથી મુક્ત થઈને રાજસભામાં આવ્યા. આમ ધર્મની અભૂતપૂર્વ પ્રભાવના થઈ.
ઈ. સ. ૧૯૬૦માં પંડિત નથુરામ પ્રેમીએ ભક્તામર સ્તોત્ર'ની ભૂમિકા આપેલી ભટ્ટારક વિશ્વભૂષણકૃત ‘ભક્તામર ચરિત’માં વર્ણિત કથા અનુસાર રાજા ભોજ છે. ઘટનાસ્થળ ઉજ્જયિની અને રાજકવિ કાલિદાસ છે. એ જ નગરીમાં ‘નામમાલા'ના રચનાકાર જૈન મહાકવિ ધનંજય રહે છે. જે નગરના શેઠ સુદત્તના પુત્ર મનોહરને વિદ્યાભ્યાસ કરાવે છે. ધનંજયના ગુરુ કર્ણાટક નિવાસી દિગમ્બરાચાર્ય માનતુંગ છે. રાજસભામાં કાલિદાસ અને ધનંજય વચ્ચે શાસ્રાર્થ થાય છે. અંતમાં માનતુંગને બોલાવવામાં આવે છે અને એમના દ્વારા ૪૮ શ્લોકવાળા ‘ભક્તામર સ્તોત્ર'ની રચનાના ફળ સ્વરૂપે બંધનમુક્ત થવાનો ચમત્કાર વર્ણવ્યો છે. કાલિદાસ, ધનંજય ઉપરાંત ભર્તૃહરિ, વરરુચિ, શુભચંદ્ર આદિ મહાકવિઓ ભોજરાજાના દરબારમાં હતાં એવું પણ જણાવ્યું છે.
આ ઉપરાંત ભટ્ટારક સુરેન્દ્રભૂષણ, કવિ વિનોદીલાલ, નયવિમલલાલ, જયચંદ છાવડા આદિ અનેક વિદ્વાનોએ આપેલી ‘ભક્તામર સ્તોત્ર’ રચનાની કથા પણ લગભગ શ્રી બ્રહ્મરાયમલ્લ અને ભટ્ટારક વિશ્વભૂષણે આપેલી કથા જેવી જ છે.
પુરાતન મહાન વિદ્વાનોની આ સ્થિતિ રહી છે. હર્મન યકોબી જેવા વિદ્વાન આ વિવાદ માટે કહે છે કે જ્યાં સુધી ભક્તામર કે ભયહરનું કોઈ ઉદાહરણ કે નિર્વિવાદ ઉલ્લેખ ચૂર્ણિઓ, ભાષ્યો કે હરિભદ્ર જેવા પ્રાચીન રચનાકારોની કૃતિઓમાં જોવા ન મળે ત્યાં સુધી નિશ્ચયપૂર્વક એટલું જ કહી શકાય કે ઈ. સ. ૧૩મી સદીના અંતભાગમાં (એટલે ‘પ્રભાવકચરિત’ જે માનતુંગ કથાથી સંબંધિત સૌથી પ્રાચીન સ્તોત્ર છે, તેની રચનાના સમયમાં) માનતુંગને એક પુરાતન આચાર્ય માનવામાં આવતા હતા.
જૈન સાહિત્યના આગમો, ભાષ્યો વગે૨ે પ્રાકૃત ભાષામાં રચાતાં હતાં. આ ગ્રંથોની ગૂંથણીની રીત અને ભાષાની અલગતાને કારણે સંસ્કૃતમાં રચાયેલા સ્તોત્રનું ઉદાહરણ કે તેના શ્લોકનો ઉલ્લેખ થવાનો ત્યાં સંભવ નથી. આગમો સિવાયનાં અન્ય ઘણાં ભાષ્યોની રચના માનુતંગસૂરિના સમયની પહેલાં થઈ ચૂકી હશે એ પણ શક્ય છે. જ્યારે પ્રાકૃતમાં રચાયેલી ચૂર્ણિના રચનાકારોએ અને સંસ્કૃત વૃત્તિકારોએ જે ઉદહરણો આપ્યાં છે તે મોટા ભાગે આગમોના સિદ્ધાંતો, ઉપદેશાત્મક સૂત્રો, દાર્શનિકતાનાં સમર્થક પદ્યો કે નીતિપૂરક સુવાક્યોના રૂપમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે સિદ્ધસેન કે સમન્તભદ્રની સ્તુતિઓ દાર્શનિકતાવાળી છે તેથી તેમાંથી કોઈ શ્લોક કે પદ્ય સંદર્ભયોગ્ય મળી જાય છે. હર્મન યકોબીએ કહેલા હરિભદ્રસૂરિના સંદર્ભમાં કહી શકાય કે એક તો ભક્તામર
Page #165
--------------------------------------------------------------------------
________________
146 જ ભક્તામર તુલ્યું નમઃ | કે ભયહર સ્તોત્ર વિશુદ્ધ ભક્તિપરક રચનાઓ છે તેથી જ જો તેની રચના થોડીક ચૂણિઓની પહેલાં થઈ ચૂકી હોત તો પણ વ્યાખ્યાનકાર પ્રસંગ વગર એમાંથી ઉદાહરણ ન આપે અને આપ પણ ન શકે. મળી આવતી મધ્યકાલીન રચનાઓમાં ભક્તામરનાં જે ઉદાહરણો આપ્યાં છે તે બધાં મહાન આચાર્યોની કાવ્યશાસ્ત્રોની રચનાઓના સંદર્ભમાં જ છે.
પ્રા. હીરાલાલ કાપડિયાએ પોતાની પ્રસ્તાવનામાં હર્મન યાકોબીએ ઉપરોક્ત રજૂ કરેલાં વિચારોના સંદર્ભમાં કોઈ ટીકા-ટિપ્પણી નથી કરી પરંતુ અન્ય રચનાકારો દ્વારા “ભક્તામર સ્તોત્ર વિશેના જે કંઈ ઉલ્લેખો કર્યા છે તેના ઉદાહરણો તેઓએ પોતાની પ્રસ્તાવનામાં રજૂ કર્યા છે. એમાં વાગભટ્ટકૃત ‘વામાનંવાર' જે લગભગ ઈ. સ. ૧૧૨૦-૨પમાં રચાયેલું છે. ખરતરગચ્છીય સિંહદેવગણિની વૃત્તિમાં ભક્તામર સ્તોત્રના ૧૧મા શ્લોક
'दृष्ट्वा भवंतमनिमेषविलोकनीय' નો ઉલ્લેખ છે. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની ઉવસગ્ગહર પોતાની ટીકા અને કપૂરમંજરી ટીકા જેમાં “ભક્તામર સ્તોત્ર'ના ૧૦મા શ્લોક
'नात्यद्भूतं भुवनभूषण ! भूतनाथ !' નો ઉલ્લેખ છે. આ બંને રચનાકારો પ્રભાવક ચરિતકાર પ્રભાચંદ્રના પછીના છે. જ્યારે ઈ. સ.ની ૧૩મી સદીના અંતિમ ચરણમાં થયેલા દિગમ્બર કાવ્યશાસ્ત્રી નેમિકુમાર કાવ્યશાસનની સર્વોપરી ટીકાના માધુર્યાધિકારમાં ભક્તામર સ્તોત્રનો ૧૧મો શ્લોક સમાવિષ્ટ થયેલો જોવા મળે છે. આ બધા પ્રભાચન્દ્રના સમકાલીન છે, કોઈ પણ તેમના પહેલાં થયેલા નથી.
પ્રભાચંદ્રથી જેઓ પહેલાં થઈ ગયા છે તેમાંના એક છે મુનિરત્નસુંદર. પોતાની રચના સમરસ્વામી વરિત'ની પ્રસ્તાવનામાં તેમણે પોતાના સંપ્રદાયમાં થયેલા અનેક કવિઓ અને સૂરિઓની સાથે સાથે માનતુંગના નામનો પણ એક શ્લોકમાં ઉલ્લેખ કર્યો છે :
मानतुंग - देवभद्रसूरि स्तुत्यौ मराभवत् ।
अषतुर्मानसे यौ श्री सातवाहन - भोजयोः ।।२३।। મુનિરત્નસુંદરના સમકાલીન પૂર્ણતલ્લાગચ્છીય આચાર્ય હેમચંદ્રએ “અલંકાર ચૂડામણિ વૃત્તિમાં ભક્તામર સ્તોત્રના ૧૧મા શ્લોકનો સમાવેશ કર્યો છે.
અતિ પ્રસિદ્ધ દિગમ્બરાચાર્ય વ્યાખ્યાનકાર અને દાર્શનિક વિદ્વાન પ્રભાચન્દ્ર જેઓ પરમારરાજ અને તેમના ઉત્તરાધિકારી જયસિંહના સમકાલીન માનવામાં આવે છે. તેમણે ક્રિયાકલાપ' ટીકામાં માનતુંગને મહાકવિના રૂપમાં વર્ણવ્યા છે. એવો જ ઉલ્લેખ શ્રી હીરાલાલ કાપડિયાએ કર્યો છે. તેમના ૩૪ વર્ષ પછી ડૉ. નેમચન્દ્ર શાસ્ત્રીએ અને ૧૧ વર્ષ બાદ ડૉ. જ્યોતિ પ્રસાદ જેને પણ ઉલ્લેખ કર્યો છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
ભક્તામરસ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા
147
૧૧મી-૧૨મી સદીમાં કે તેનાથી પ્રાચીનકાળમાં પણ આ સ્તોત્ર અતિ પ્રસિદ્ધ, ખ્યાતિપ્રાપ્ત અને પ્રચલિત હશે. પરંતુ એના પહેલાં પણ ભક્તામર સ્તોત્ર’ એટલું જ પ્રસિદ્ધ-પ્રચલિત હશે. જેના માટે શ્રી મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ એક ઉદાહરણ આપે છે કે ‘પ્રાચીનકાળમાં આ સ્તોત્રની ખ્યાતિથી સંબંધિત અમે અહીંયાં એવું પ્રમાણ પ્રસ્તુત કરીશું જે માનતુંગના સમય પર ધ્યાન આપવાવાળા વિદ્વાનોના ધ્યાનમાં અત્યાર સુધી નથી આવ્યું. ધર્મદાસગણિની ઉપદેશમાલા (લગભગ ઈ. સ. છઠ્ઠી સદીના મધ્યભાગમાં) ૨૩૦મી ગાથાના ‘પવઘુ શબ્દની વ્યાખ્યામાં સિદ્ધર્ષિએ (કાર્યકાલ ઈ. સ. ૮૮૦થી ૯૨૦) ઉદાહરણ રૂપે ભક્તામર સ્તોત્રનો ઉલ્લેખ કર્યો છે. “તવા મવત્તામરાઘા: સ્તુત્યો યા:”
સિદ્ધર્ષિ જેવા મહાન વિદ્વાન પણ બીજી કોઈ સ્તુતિ-સ્તોત્રને દૃષ્ટાંતના રૂપમાં ન લેતાં ‘ભક્તામર સ્તોત્ર’ને જ ઉદાહરણ રૂપે લેવા માટે આકર્ષિત થઈ જાય છે. તે જ બતાવી આપે છે કે ઈ. સ. ૯મી-૧૦મી સદીમાં ‘ભક્તામર સ્તોત્ર' પ્રસિદ્ધ સ્તોત્ર હતું. એ વખતના સાધુ સંપ્રદાયોમાં અત્યંત લોકપ્રિય હોવા ઉપરાંત તે સમયમાં પણ પ્રાચીન માનવામાં આવતું હશે.
સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ ઇતિહાસવિદ વિદ્વાન ડૉ. એ. બી. ક્રીથે ‘ભક્તામર સ્તોત્ર'ની કથાના સંદર્ભમાં અનુમાન કર્યું છે કે માનતુંગને જે ઓરડામાં કેદ કરવામાં આવ્યા હતા તે તાળાં કે પાશબંધન એ સંસારબંધનનાં રૂપક છે. આવા પ્રકારનાં અનેક રૂપકો છઠ્ઠી-સાતમી સદીમાં લખવામાં આવ્યાં છે. ઉદાહ૨ણ રૂપે ‘વસુદેવહિંડી'માં ગર્ભાવાસનું દુઃખ, વિષયસુખ, ઇન્દ્રિયસુખ, જન્મમરણ વગેરે સંબંધિત અનેક રૂપકો આવે છે. જો ડૉ. કીથનું આ અનુમાન સત્ય હોય તો ‘ભક્તામર સ્તોત્ર’નો રચનાકાળ છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ કે સાતમી સદીનો પૂર્વાર્ધ હોવો જોઈએ. તેમણે એવું પણ અનુમાન કર્યું છે કે માનતુંગ-બાણ સમકાલીન હતા.
સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાના સિરોહીના ઇતિહાસમાં એવું કથન મળે છે કે, શ્રી કંઠપ્રદેશના સ્વામી હર્ષવર્ધન (હર્ષરાજા)નો રાજ્યાભિષેક વિ. સં. ૬૬૪માં થયો. તે મહાપ્રતાપી વિદ્વાન અને વિદ્યાપ્રેમી હતો. તેના સમયમાં સુપ્રસિદ્ધ કાદંબરીકાર બાણભટ્ટ કે જેમણે ‘હર્ષચરિત’ રચ્યું છે. ‘સૂર્યશતક'ના કર્તા મયૂર આદિ તેના દરબારના પંડિતો હતા. જૈન વિદ્વાન ‘માનતુંગાચાર્ય’ (ભક્તામર સ્તોત્રના કર્તા) પણ તે રાજાના સમયમાં થયા એવું કથન મળે છે. ‘ભક્તામર સ્તોત્ર’ પ્રાસાદિક ભાવવાહી ભાષામાં આદિનાથની સ્તુતિ તરીકે રચાયેલું છે.
આ બંને ઇતિહાસવિદોના અનુમાન પરથી કહી શકાય કે શ્રી માનતુંગસૂરિનો સમય ઈ. સ. ૭મી સદીનો મધ્યભાગ હોવો સંભવિત છે. સ્તોત્ર કેટલું પ્રાચીન છે તેનો નિશ્ચય તેના બંધારણ પરથી પણ કરી શકાય છે. ‘ભક્તામર સ્તોત્ર'ની સંરચના અને શૈલી મધ્યકાળથી પણ પહેલાંની છે એવું ચોક્કસપણે દેખાઈ આવે છે.
શ્રી કટારિયા માનતુંગસૂરિ નવમી સદી પહેલાંના સિદ્ધ થાય તેવાં બે ઉદાહરણો આપે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
148 | ભક્તામર તુલ્ય નમઃ | પશ્વસ્તૃ-પાન્વય' સ્વામી વીરસેનના શિષ્ય ભગવર્જિનસેનનું આદિપુરાણનું પહેલું પર્વ ૭ર૯૩૩૧૧નું વર્ણન ભક્તામર સ્તોત્ર સાથે મળતું આવે છે.
બીજું પંડિત અમૃતલાલ શાસ્ત્રીએ ભક્તામરના ૩૦મા શ્લોક વાવવાત વન વાર.. શાત કોમમ્ II” અને આદિપુરાણના ૭૨૯૬માં પદ્યનો ઉલ્લેખ કરીને બંને સ્તોત્રના આશયની સમાનતા પ્રત્યે અંગુલીનિર્દેશ કર્યો છે.
આ બંને ઉદાહરણમાં આદિપુરાણ સાથે “ભક્તામર સ્તોત્ર'ને લેવામાં આવ્યું છે. અને તેના દ્વારા તેની પ્રાચીનતા પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સમયનો નિર્ણય કરવામાં જો વિચારસામ્ય ધરાવતાં ઉદાહરણોનો આધાર માનવામાં આવી શકે તો આનાથી પણ પ્રાચીન અને સરખા હેતુ ધરાવતા ઉદાહરણો પણ જોઈ શકાય. જેમ કે ઈ. સ. ૭૭૫થી ૮૦૦ની વચ્ચે થયેલા ભદ્રકીર્તિ બપ્પભટ્ટસૂરિ)ની ચતુર્વિશતકના પ્રારંભના શ્લોકમાં ભક્તામરના પ્રથમ શ્લોકના પ્રભાવથી રચાયેલું હોય તેવું લાગે છે. અને તે પદ્ય પણ વસંતતિલકા છંદમાં જ રચાયેલું છે.
नमेन्द्रमौलि गतितोत्रम पारिजात ।
..(સ્તુતિ વાર્વિશતિ...૧) भक्तामर प्रणत मौलि मणि प्रभाणा ।
...............મસ્તામર સ્તોત્ર ૨) આમ બંને સ્તુતિ-સ્તોત્રના ઉદ્દેશમાં શબ્દોને લઈને સમાનતા હોય તેવો ભાસ થાય છે. બપ્પભટ્ટસૂરિના સમયમાં પણ ભક્તામર પ્રચલિત અને પ્રસિદ્ધ હશે, એવું લાગ્યા વગર રહેતું નથી. તેથી કદાચ માનતુંગસૂરિ ભદ્રકીર્તિના સમય પહેલાં થયા હશે.
લગભગ ઈ. સ. ૬૩૫–૬૮૦માં થયેલા શ્રી દેવનન્દિએ સમાધિતંત્રની રચના કરી હતી. દેવનન્દી એક ઉચ્ચ કોટિના લક્ષણશાસ્ત્રી હતા અને ઉત્તમ સમાસકાર પણ હતા. તેઓ હંમેશાં પોતાના વિચારો વિશિષ્ટ પ્રકારે સંક્ષેપણ કલાનો આશ્રય લઈ પ્રગટ કરતા હતા. તેમના સમાધિતંત્રના દ્વિતીય શ્લોકની ભક્તામરના રૂપમા શ્લોકની સાથે તુલના કરવાથી બંનેના અર્થ જ નહિ પણ ક્યાંક ક્યાંક શબ્દોમાં પણ સમાનતા જણાઈ આવે છે. છતાં આ બંનેની વચ્ચે સ્વરૂપ સંબંધિત અભિગમનો તફાવત ચોક્કસ જણાય છે.
"बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धिबोधात् त्वं शंकरोऽसि भुवन त्रयशंकरत्वात् । घाताडसि धीर ! शिवमार्गविधेर्विधानात् વ્યાં ત્વમેવ ભવન ! પુરુષોત્તમોડસિ ''
(મવતામર સ્તોત્ર - ૨૫)
Page #168
--------------------------------------------------------------------------
________________
ભક્તામરસ્તોત્રની રચના સમય અને સર્જનકથા ક 149 "जयंति यस्यावदतोऽपि भारती विभूतयस्तीर्थ कृतोऽष्यनी हितुः । शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ।।"
(સમાધિતત્ર | II) ઉપરોક્ત બંને શ્લોકનો અભિગમ અલગ છે. પરંતુ બંને વચ્ચે અર્થ અને શબ્દોની સમાનતા જોઈ શકાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે માનતુંગ દેવનંદિના સમયકાળ ઈ. સ. ૬૩૫થી પણ પહેલાં થયાં હશે અથવા તો ઈ. સ. ૧૭૫થી ૬૩૫ની વચ્ચે થયા હશે એવી શક્યતા છે.
મહાન વ્યાકરણશાસ્ત્રી અને સુપ્રસિદ્ધ દિગમ્બરાચાર્ય સ્વામી શ્રી સમન્તભદ્ર જેઓ લગભગ ઈ. સ. ૫૫૦થી ૬૨૫ની વચ્ચેના સમયકાળમાં થઈ ગયા. તેમની સ્તુત્યાત્મક રચનાઓ સાથે માનતુંગના ભક્તામર સ્તોત્ર'ની સરખામણી કરવાથી તે બંનેની વચ્ચે કોઈ ખાસ સંબંધ હોય એવું જાણી શકાતું નથી. સમન્તભદ્ર આલંકારિક સ્તોત્ર કરવાવાળા મહાન કવિ હતા. તેઓએ ક્લિષ્ટ અલંકારો અને જટિલ યમકો દ્વારા સ્તોત્રની રચના કરી હતી. આમ બંનેના પદ્યોમાં કોઈ પણ પ્રકારની સમાનતા દેખાતી નથી. બંને એકબીજાની રચનાઓથી અણજાણ જ રહ્યા હશે, એવી સંભાવના શક્ય છે.
ભક્તામર સ્તોત્રમાં શ્રી જિનેશ્વરદેવના વિહાર સમયે પગલે પગલે દેવસર્જિત કમળોના પ્રગટ થવાનો ઉલ્લેખ છે.
"उन्निद्रानवपंकजपुंजकंति पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तवयत्र जिनेन्द्र ! धत्तः
પAનિ તત્ર વિવુધા: પરિભક્ત //રૂર TI" આગમમાં બતાવવામાં આવેલા ૩૪ અતિશયોમાં આની ગણતરી નથી કરવામાં આવી પણ લગભગ ઈ. સ. ૪૭૩ના પઉમચરિયામાં આ જ માન્યતાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તેમાં કહ્યું છે કે “નતો હવે વનને તત્તો નીયત્તિ સહસત્તારૂં |''
| ('પઉમચરિય', ૨.૩૧) તેવી જ રીતે દિગમ્બર પરંપરામાં પણ ૩૪ અતિશયોમાં શ્રી જિનેશ્વરદેવના વિહારના સમયના ધરતી પરના દેવસર્જિત માનવામાં આવતાં કમળવિહારની ગણતરી નથી કરી. તેઓ તીર્થકર વિહારને નમોવિહાર' માને છે. શ્રી સમન્તભદ્રએ પણ આત્મમીમાંસાની પ્રારંભિક કારિકામાં એનો નમોયાનના રૂપમાં ઉલ્લેખ કર્યો છે :
"देवागम नभोयान चामरादि विभूतयः ।"
Page #169
--------------------------------------------------------------------------
________________
।। ભક્તામર તુલ્યું નમઃ ।।
જ્યારે ‘સ્વયંમ સ્તોત્ર’માં શ્રી પદ્મપ્રભુને ઉદ્દેશીને લખાયેલા શ્લોકમાં નભસ્થાનમાં સહસ્રપાંખડીવાળા કમળના મધ્યભાગમાં ચરણ રાખતાં જિનેશ્વરદેવના વિહારનો તેઓએ ઉલ્લેખ કર્યો છે જે શ્લોક આ પ્રમાણે છે :
"नभस्तलं
150
पल्लवयन्निवं
गर्भचारेः
I
सहस्रपत्राऽम्बुज पादाऽम्बुजै पातित - भार दर्पो
भूमौ पुजानां विजहर्य
·
त्वं
-
भृत्यै ? || (‘સ્વયંમ્ સ્તોત્ર’,
૨૯)
ઈ. સ. પાંચમી સદીના પૂર્વાર્ધમાં થયેલા શ્રી સિદ્ધસેન દિવાકરની રચનાઓથી માનતુંગસૂરિ પરિચિત રહ્યા હશે. એવો થોડાક ખ્યાલ તે બંનેની રચનાઓમાં ક્યાંક ક્યાંક શબ્દની સમાનતાને લીધે લાગે છે. ઉદાહરણ માટે સિદ્ધસેન દિવાક૨ની જુદી જુદી ‘દ્વાત્રિંશિકા’ અને માનતુંગસૂરિના ‘ભક્તામર સ્તોત્ર'ને જોઈ શકાય.
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् । ('ભક્તામર સ્તોત્ર - ૩૬')
त्वन्नाम संकीर्तन पूतयतनः । (પંચમહાત્રિંશિકા, ૧ (૪))
અન્ય પ્રાચીન મુનિઓના સ્તુતિ-સ્તવનમાં આવા શબ્દોનો પ્રયોગ જોવા મળતો નથી. અહીં બંનેના નામ જીર્તન' અને એના પ્રભાવની વાત કહી છે જે પ્રાચીનતમ ભક્તિમાર્ગ તરફ નિર્દેશ કરે છે. ભક્તામરના ૧૫મા શ્લોકના પ્રથમ ચરણના પ્રારંભના “વિત્ર મિત્ર પવિ તે ત્રિવશાંનામિ' જેવા પદ-ખંડ સિદ્ધસેનની બે દ્વાત્રિંશિકામાં જોવા મળે છે.
“વિત્ર મિત્ર વિ તે ત્રિશાંનામિ..... '' (મવત્તામર સ્તોત્ર, ૫)
" चित्रं किमत्र यदि निर्वचनं विषाय ।" (દ્વિતીય દ્વાત્રિંશિા, ૮)
"चित्रं किमत्र यदि तस्थ तवैप राजन्” (એાવશદ્વાત્રિંશિષ્ઠા, ૧૧)
શબ્દની સમાનતાની સાથે સાથે બીજી પણ એક વાત આ બંનેમાં સમાનતાનો નિર્દેશ કરે છે કે સિદ્ધસેનની દ્વિતીય દ્વાત્રિંશિકા અને એકાદશ દ્વાત્રિંશિકા બંનેના ભક્તામર સ્તોત્ર સાથે સંબંધકર્તા શ્લોકો વસંતતિલકા છંદમાં રચાયેલા છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
151
ભક્તામરસ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા દ્વાત્રિશિંકાઓ સિવાય સિદ્ધસેનના કલ્યાણમંદિર સ્તોત્રનું પરાવર્તન ભક્તામર સ્તોત્રમાં હોય
એવું જણાય છે.
ભક્તામર સ્તોત્રનો નવમો શ્લોક જોઈએ તો,
स्तवनमस्तसमस्तदोषं,
‘બાસ્તાં तव त्वत्सङ्कथाऽपि जगतां दुरितानि हन्ति दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभाञ्जि
"ד
('ભક્તામર સ્તોત્ર', ૯)
અર્થાત્ સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેની પ્રભા - તેનો પ્રકાશ જ સરોવરના કમળોને વિકસ્વર કરે છે. તેવી જ રીતે હે નાથ ! સર્વ દોષોથી રહિત એવું આપનું સ્તવન સ્તોત્ર તો દૂર રહો. પણ આપના વિશે કોઈ સાર્તા કરવામાં આવે કે આપના નામનું કંઈ પણ કથન ક૨વામાં આવે તો તે પણ પ્રાણીઓનાં સઘળાં પાપોને દૂર કરે છે.
કલ્યાણમંદિર સ્તોત્રમાં પણ ઉપરોક્ત કલ્પના જ જોવા મળે છે. કલ્યાણમંદિરનો સાતમો શ્લોક આ પ્રકારનો જ છે :
आस्तामचिन्त्य महिमा जिन ! संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति I तीव्रातपोपहतपान्थ जनान्निदाधे प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि || ('કલ્યાણમંદિર', ૭)
અર્થાત્ હે જિનેશ્વરદેવ ! આપના અચિંત્ય મહિમા યુક્ત સ્તુતિનું મહત્ત્વ તો દૂર રહો પરંતુ આપનું નામસ્મરણ પણ ત્રિલોકના જીવને ભવભ્રમણમાંથી રક્ષવાને સમર્થ છે. ગ્રીષ્મકાળના પ્રચંડ તાપથી સંતપ્ત થયેલા પથિકોને આનંદ આપનાર પદ્મ સરોવર તો દૂર રહો પરંતુ તેની શીતળ લહરી પણ પ્રાણીઓને સંતુષ્ટ કરે છે.
‘ભક્તામર સ્તોત્ર’ અને ‘કલ્યાણમંદિર સ્તોત્ર’માં શ્રી જિનેશ્વરદેવના ગુણ-ગાનનું વર્ણન કરવામાં આવ્યું છે. બંને સ્તોત્રમાં નામનું મહત્ત્વ જ બતાવવામાં આવ્યું છે. આથી બંને એકબીજાથી પ્રભાવિત સ્તોત્ર છે. અથવા બંને સ્તોત્રના રચનાકારોએ કોઈક બીજા પ્રાચીન સ્તોત્રમાંથી આ કલ્પનાનો સ્વીકાર કર્યો હશે. મૂળભૂત શ્રીમદ્ ભાગવતમાંથી નામનું મહાત્મ્ય સ્તોત્ર-સાહિત્યમાં સ્થાનાન્તરિત થયું હશે. ભક્તામર સ્તોત્ર અને કલ્યાણમંદિર સ્તોત્રની તુલના કરવા બીજો એક એક શ્લોક જોઈએ.
Page #171
--------------------------------------------------------------------------
________________
152 ક ને ભક્તામર તુલ્યું નમઃ |
“वल्गत्तुरंगगजगर्जितभीमनादमाजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यद् दिवाकरमयूखशिखापविद्धं त्वत्कीर्तनात्तम इवाशु भिदामुपैति ।।
(ભક્તામર સ્તોત્ર', ૩૮). અર્થાતુ યુદ્ધમાં તમારું નામસ્મરણ કરવાથી જેમાં ઊછળી રહેલા ઘોડા અને હાથીઓની ગર્જના વડે ભયંકર અવાજ થઈ રહ્યો છે એવું શક્તિશાળી શત્રુ રાજાનું સૈન્ય, ઉદય પામી રહેલા સૂર્યનાં કિરણોના અગ્ર ભાગ વડે સૂર્યનો ઉદય થવાથી) અંધારું હણાય તેમ શીધ્ર હણાઈ જાય છે. આવા જ પ્રકારની કલ્પના કલ્યાણ મંદિરના ૩૨મા શ્લોકમાં પણ જોવા મળે છે.
“यद गजदूजित-धनौधमदभ्र भीम भ्रश्यतडिन्मुसल मांसल घोर धारम् । म्दैत्येन भुकतमथ दुस्तवरवारि दधे તેનૈવ તરચ ! ના, હુસ્તરવારિ – કૃત્યમ્ ||
(કલ્યાણમંદિર', ૩૨). અર્થાતુ હે જિનેશ્વરદેવ ! કમઠે તે દયે ચમત્કાર કરતી વીજળીના ચમકારાયુક્ત એવા ઘનઘોર વરસાદથી તમારા ઉપર દુસ્તર વારિ વરસાવ્યું. પણ કેવું આશ્ચર્ય કે તે જ પાણીએ તેના જ સામું દુસ્તર વારિકૃત્ય ભૂંડી તલવારનું કાર્ય કર્યું, અર્થાત્ તેને જ કર્મબંધનરૂપ- દુઃખરૂપ અથવા મૃત્યુરૂપ થઈ પડ્યું. આમ પ્રભુને સાધનામાં વિક્ષેપ કરવાના હેતુથી કરેલું કાર્ય કમઠને પોતાને જ વિક્ષેપરૂપ થઈ પડ્યું. તેવી જ રીતે ભક્તામર સ્તોત્રનો ૨૩મો શ્લોક જુઓ :
"त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयंति मृत्यु નાન્યઃ શિવઃ શિવપશ્ય મુનીન્દ્ર ! પૃથા: ||"
('ભક્તામર સ્તોત્ર', ૨૩) અર્થાત્ હે ભગવનું ! જ્ઞાની પુરુષો તમને સૂર્યસમાન તેજસ્વી નિર્મલ અને અંધકારથી દૂર એવા પરમ પુરુષ માને છે. તમને અંતરથી શુદ્ધિપૂર્વક પ્રાપ્ત કરીને મનુષ્યો મૃત્યુને જીતી જાય છે. મોક્ષસ્થાનને પ્રાપ્ત કરવાનો આવો પ્રશસ્ત માર્ગ કોઈ નથી.
કલ્યાણ મંદિરના ૧૪મા શ્લોકમાં આવો જ ભાવ રહેલો છે :
Page #172
--------------------------------------------------------------------------
________________
ભક્તામરસ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા * 153
त्वां योगिनो जिन । सदा परमात्मरूप मन्वेषयंति હવયાંબુન-હોશ-રેશે, पूतस्य निर्मलरूचेर्यदिवा किमन्य दक्षस्य संभवि पदं ननु कर्णिकायाः ('કલ્યાણમંદિર સ્તોત્ર', ૧૪)
હે જિનેશ્વર પ્રભુ ! પરમાત્મસ્વરૂપ એવા આપને યોગીઓ નિરંતર પોતાના હૃદયકમળમાં જુએ છે (શોધે છે) તે યોગ્ય જ છે. કેમકે પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળનાં બીજનું સ્થળ, કમળના મધ્યપ્રદેશમાં રહેલી કર્ણિકામાં સંભવે છે. તેમજ બીજરૂપ આપનું સ્થળ પણ માણસના હૃદયકમળમાં છે એ વાસ્તવિક જ છે.'
ભક્તામર અને કલ્યાણકમંદિર બંનેની પદાવલી, કલ્પનાઓ અને તથ્ય નિરૂપણપ્રણાલી એક સમાન છે. માનતુંગસૂરિ અને સિદ્ધસેન દિવાકર બંને એકબીજાથી પ્રભાવિત હશે અથવા કોઈક એકથી બીજા પ્રભાવિત હશે. બંને શૈલીની દૃષ્ટિએ પુષ્પદન્તના ‘શિવમહિમ્ન' સ્તોત્રની સમકક્ષાના છે એમ કહી શકાય.
સર્વ વિશ્લેષણના આધાર પર એમ લાગે કે ભક્તામર સ્તોત્ર'ના રચનાકાર શ્રી માનતુંગસૂરિ 'પઉમચરિય'ના રચનાકાર શ્રી વિમલસૂરિની પછી અને દિગમ્બરાચાર્ય સમન્તભદ્રના સમકાલીન રહ્યા હશે એવી સંભાવના છે. જો એવું હોય તો બાણ-મયૂરના તેઓ સમકાલીન હશે એવું બની શકે છે. કિંવદંતીઓમાં તથ્ય જણાય છે. આમ તો ત્રણેયની સ્તોત્ર રચવાની શૈલીમાં કોઈ વિશેષ સામ્ય જોવા મળતું નથી. મયૂરની રચનાઓમાં સમાસ, અલંકાર, શબ્દાડમ્બરની તુલનામાં માનતુંગસૂરિની રચનામાં પ્રભુના ગુણોના વર્ણનની કાંતિ જોવા મળે છે. બાણના ‘ચંડીશતક’ અને મયૂરના ‘સૂર્યશતક’ની સરખામણીમાં માનતુંગસૂરિનું “ભક્તામર સ્તોત્ર’ કાવ્ય પ્રકૃતિની દૃષ્ટિએ પણ બહુ જુદું જણાઈ આવે છે. બાણ-મયૂર દરબારી કવિઓ હતા. જ્યારે માનતુંગસૂરિ દરબારી કવિ ન હતા અને આલંકારિક રચનાઓની દૃષ્ટિએ જોતાં પણ તેઓ કવિતા-સંપ્રદાયના નથી. કદાચ તેઓ બાણ-મયૂર અને સમન્તભદ્રથી પણ થોડા પહેલાં થયા હશે એવું પણ બની શકે. તેથી જ માનતુંગસૂરિનો સમય ઈ. સ. ૫૫૦થી ૬૨૫ વચ્ચેનો સંભવી શકે છે. જ્યારે બીજી તરફ શૈલીની દૃષ્ટિએ જોવા જઈએ તો બૌદ્ધ કવિ માતૃચેટ, કાલિદાસ, સિદ્ધસેન વગેરે ગુપ્ત યુગમાં થયેલા મહાન કવિઓથી માનતુંગસૂરિની કાવ્યશૈલી ભિન્ન જણાય છે.
સામાન્ય રીતે તો આ ગુપ્તકાલીન કવિઓના સમય પછીની રચનાશૈલી હોય એવું જણાય છે. માતૃચેટ, કાલિદાસ અને સિદ્ધસેનના સમકાલીન કે તેમનાથી નજીકના સમયમાં થયેલા માનવામાં આવેલા નાટ્યકાર અને કવિ માતૃગુપ્તનું વસંતતિલકામાં રચાયેલાં એક શ્લોકની શૈલીથી માનતુંગસૂરિના ‘ભક્તામર સ્તોત્ર'ના શ્લોકની રચનાશૈલી ઘણી મળતી આવે છે. જે શ્લોક આ પ્રમાણે છે :
Page #173
--------------------------------------------------------------------------
________________
154 તે ભક્તામર તુષં નમઃ |
"नाट्यं निशामुखसरोरुह राजहंसः, कीरीकपोल तलकान्त तनुः शशाङ्क ! आमाति नाथ ! तदिदं दिधिदुग्धसिन्धु
લિઇડીરાઉન્ડ રિપાટુ યશસ્વ લીયમ્ ||" ગુપ્તકાલીન બધા કવિઓએ વસંતતિલકા છંદમાં કાવ્યરચના કરી છે. પરંતુ માતૃગુપ્તની રચનાઓમાં જ માનતુંગસૂરિની રચના જેવી શૈલી તેવી જ લઢણ, કાવ્યની નિર્તનતા અને સુસ્પષ્ટ રીતની છંદોલયતા જણાય છે. આ પ્રમાણેની સમાનતાથી એમ ન કહી શકાય કે માનતંગસૂરિ ગુપ્તકાલીન હતા. કદાચ એમ પણ બની શકે છે કે તેમની સમક્ષ માતૃગુપ્તની રચનાઓ રહી હોય અને તેઓ પશ્ચાત્કાલીન હોવા છતાં અર્થાતુ ગુપ્તકાળ પછીના હોવા છતાં માતૃગુપ્તની શૈલીના આદર્શને સામે રાખીને તેઓએ રચના કરી હોય. ફક્ત માતૃગુપ્તની એક ઉપલબ્ધ રચનાશૈલીના આધાર પર એવો ચોક્કસ નિર્ણય ન લઈ શકાય કે તેઓ બંને સમકાલીન હતા અથવા તો માનતુંગસૂરિ પહેલાં માતૃગુપ્ત થઈ ગયા હશે.
ભક્તામર સ્તોત્રમાં વિવિધ અલંકારોનો ભંડાર છે. ભક્તામરના ૨૬મા પદ્યમાં ચિત્રાલંકારની રચના થઈ શકે છે. આ શ્લોક આ પ્રમાણે છે. તુાં નમન્નિમુવાર્તિદરી...... fબન ! મોધિ શોષTTય"
(ભક્તામર સ્તોત્ર, ૨૬) ડૉ. રુદ્રદેવ ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, “આ શ્લોક ચતુદલ કમલ-બંધ, સ્વસ્તિક બંધ, પુષ્પ બંધ કે વૃક્ષ બંધ, ૩ૐકાર બંધ, દીપક બંધ વગેરે ચિત્રબંધોની આકૃતિમાં બેસાડી શકાય છે."
| ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં સૌપ્રથમ ચિત્રાલંકાર લગભગ ઈ. સ. ૫૦૦થી ૫૫૦ વચ્ચે થયેલા મહાકવિ ભારવિના ‘કિરાતાજીનીય' નાટકના કેટલાક શ્લોકમાં મળે છે. ત્યારબાદ તેમનાથી ૧૦૦ વર્ષ પછી લગભગ ઈ. સ. ૫૫૦થી ૬૫૦માં થયેલા ઉદાહરણરૂપ કવિરાજ દંડીના કાવ્યદર્શનમાં જોવા મળે છે. આ બંને કવિઓના સમયકાળના મધ્યમાં થયેલા દિગમ્બરાચાર્ય સમન્તભદ્રની મનુગુપ્તકાલીન કૃતિ “સ્તુતિવિદ્યામાં પણ વિશાળ પ્રમાણમાં ચિત્રાલંકારના ઉદાહરણ મળે છે. તેમના કરતાં પહેલાં થયેલા કુશાનકાલીન બોદ્ધ કવિવર અશ્વઘોષ, આર્યદેવ માતૃચેટ કે ગુપ્તકાલીન નાટ્યકાર ભાસ, મહાન પ્રશસ્તિકાર હરિષેણ, મેઘદૂત, શાકુન્તલ, કુમારસંભવના રચયિતા મહાન સંસ્કૃત કવિવર કાલિદાસ અને દાર્શનિક સ્તુતિકાર સિદ્ધસેન દિવાકરની રચનાઓમાં ચિત્રાલંકારનો સમાવેશ થતો હોવાનું દષ્ટિગોચર થતું નથી.
વર્તમાનકાળના મહાન આચાર્ય શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે જે વિદ્વાનો પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને સાતમી શતાબ્દીના હોવાનું જણાવે છે. તેઓનો મુખ્ય આધાર બાણ, મયૂર અને પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની સમકાલીનતા છે. બાણ અને મયૂર સાતમી શતાબ્દીમાં થઈ ગયા છે એવું પ્રમાણ વિદ્વાનોને મળે છે માટે પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. પણ સાતમી
Page #174
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા - 155 શતાબ્દીના હોવા જોઈએ તેવું તારણ કરવામાં આવે છે. પણ બાણ’ અને મયૂર સાથે પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની સમકાલીનતા માનવી એ જરૂરી નથી. પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણિ જેવા અને તેના આધાર પર ચાલેલ પૂ. ગુણાકરસૂરિ મ.સા.ની ટીકાના ઉલ્લેખને બીજી રીતે પણ સમજી શકાય છે. આ ત્રણેય મહાકવિઓ ચમત્કારિક સ્તોત્રો સર્જવાની શક્તિ ધરાવતા હતા અને ત્રણેય મહાકવિઓએ મહાન સ્તોત્રો બનાવ્યાં છે, એટલી જ વાત આ દષ્ટાંતથી સમજવી જોઈએ પણ ત્રણેયની સમકાલીનતા માનવી જરૂરી નથી. એ પણ શક્યતા છે કે લઘુશાંતિના કર્તા પૂ. માનદેવસૂરિ મ. સા. લઘુશાંતિ નામના પ્રભાવક સ્તોત્રની રચના કરી શાકંભરીમાં શાંતિ કરી તો તેમના જ “માન' એવા આદિ શબ્દથી શરૂ થતાં નામવાળા શિષ્ય; માનતુંગસૂરિજીએ પણ સંસ્કૃત ભાષામાં ચમત્કારિક એવા ભક્તામર સ્તોત્રની રચના કરી હોય તે એકદમ સંગત લાગે છે.
બીજું વિદેશી વિદ્વાન જ્વકનબોઝ તો પૂ માનતુંગસૂરિજી મ.સા.ને ત્રીજી શતાબ્દીના જ માને છે અને હર્મન યાકોબી પણ પૂ. માનતુંગસૂરિ મ.સા.ને ત્રીજી શતાબ્દીના હોવાની શક્યતાને નકારી શકતા નથી. માત્ર એમની માંગ એટલી જ છે કે કોઈ પ્રાચીન ટીકા કે ચૂર્ણિમાં કે નિયુક્તિમાં ભક્તામરના શ્લોકનો ઉલ્લેખ મળી જાય તો પૂ. માનતુંગસૂરિ મ.સા.ને ત્રીજી શતાબ્દીના માની શકાય. આમ તેઓ પણ પૂ. માનતુંગસૂરિ મ.સા.નો સમય ત્રીજી શતાબ્દી હોય તો નકારી શકતા નથી. તેઓ આગળ જણાવે છે કે જ્યાં સુધી કાળ નિર્ણય માટે બલિષ્ઠ હેતુ ન મળે ત્યાં સુધી પૂ. માનતુંગસૂરીશ્વરજીને ત્રીજી શતાબ્દીમાં જ થયેલા માનવા તેવો અમારો અભિગમ છે અને એ રીતે સહુ વિચારે એવો નમ્ર અનુરોધ છે.”
વિદ્વાનોના મતે અને પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલ સમય, રાજા કે સમકાલીન કવિઓના વિષયમાં મતમતાંતરો પ્રવર્તે છે. પ્રભાચન્દ્રચાર્ય રચિત પ્રભાવક ચરિત' જે સૌથી પ્રાચીન લગભગ ઈ. સ. ૧૨૭૭ની રચના છે તેમાં જણાવ્યા પ્રમાણે રાજાનું નામ હર્ષદેવ સમકાલીન કવિઓ બાણ, મયૂર અને જ્યાં આ ઘટના બની છે તે ઘટના સ્થળ તરીકે વારાણસી અને તાળાબંધ ઓરડાઓનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે મેરૂતુંગાચાર્યત ઈ. સ. ૧૩૦૫માં રચાયેલ પ્રબંધ ચિંતામણિમાં રાજા પરમારરાજ ભોજ, સમકાલીન કવિઓ બાણ, મયૂર ઉપરાંત કવિ માઘનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જ્યારે ઘટનાસ્થળ ધારાનગરી અને તાળાબંધ ઓરડાનો ઉલ્લેખ છે. ગુણાકરસૂરિકૃત સૌથી પ્રાચીન ટીકા ઈ. સ. ૧૩૭૦માં લખાયેલ “ભક્તામર સ્તોત્રવૃત્તિમાં રાજા વૃદ્ધભોજરાજ, ઉજ્જયિની નગરીના આદિનાથ મંદિરની પાછળ આ ઘટના બની હતી અને તેમના સમકાલીન કવિઓ બાણ અને મયૂરને દર્શાવવામાં આવ્યા છે. ૧૫મી સદીના પુરાતન પ્રબંધ સંગ્રહમાં રાજા તરીકે હર્ષને દર્શાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળ તરીકે વારાણસી અને તાળાબંધ ઓરડાઓનો ઉલ્લેખ મળે છે. જ્યારે સમકાલીન કવિઓનાં નામ આપવામાં આવ્યાં નથી. દિગમ્બર સંપ્રદાયના બ્રહ્મરાયમલ્લની ઈ. સ. ૧૬૧૦માં રચાયેલી “ભક્તામરવૃત્તિમાં રાજા તરીકે ભોજનું નામ છે. સમકાલીન કવિઓ કાલિદાસ, ભારવિ અને માઘને જણાવ્યા છે. ઘટનાસ્થળ તરીકે માલવ દેશમાં ધારાનગરી જણાવવામાં આવે છે. ઈ. સ. ૧૬૬૫માં થયેલા ભટ્ટારક વિશ્વભૂષણકૃત “ભક્તામર
Page #175
--------------------------------------------------------------------------
________________
156 ।। ભક્તામર તુલ્યું નમઃ ।
ચરિત'માં રાજાનું નામ ભોજ, સમકાલીન કવિઓ વરરુચિ, ભર્તૃહરિ, કાલિદાસ, ધનંજય, શુભચન્દ્રનાં નામો આપવામાં આવ્યાં છે અને ઘટનાસ્થળ તરીકે ધારાનગરી દર્શાવવામાં આવી છે.
વિવિધ ગ્રંથો અને નિગ્રંથકારોના માનતુંગસૂરિ કયા રાજાના સમયમાં થયા, તેમના સમકાલીન કવિઓના વિષયમાં અને ઘટનાસ્થળના સંદર્ભમાં મતમતાંતરો જોવા મળે છે.
વિન્ટરનિટ્સ જેવા વિદ્વાને એવી સંભાવના વ્યક્ત કરી છે કે ભક્તામરકાર ક્લાસિકલ સંસ્કૃત યુગના કવિ હોવા જોઈએ. જે તેમણે ભક્તામરની ભાષા અને શૈલી પરથી જણાવ્યું છે. મયૂર, બાણ કે ધનંજયના સમકાલીન હોય તો શ્રી માનતુંગસૂરિ ચોક્કસ સાતમી સદીમાં થયા હશે એમ કહી શકાય. ડૉ. જ્યોતિપ્રસાદ જૈને પણ ભક્તામરકાર માનતુંગનો સમય ઈ. સ. ૭મી સદીમાં જ નિર્ધારિત કર્યો છે.
પંડિત અમૃતલાલ શાસ્ત્રીએ પહેલાં રચાયેલી કૃતિની પાછળની કૃતિ પર પ્રભાવનું વિશ્લેષણ કરીને જણાવ્યું છે કે ૧૨મી સદી પછી ઘણા વિદ્વાનોએ ભક્તામરનાં પઘોનો ઉલ્લેખ કર્યો છે.
આઠમી સદી પછીના ઘણાં સ્તોત્રો ઉપર ભક્તામર સ્તોત્રનો પ્રભાવ પડેલો જોઈ શકાય છે, આના સંદર્ભમાં ડૉ. જ્યોતિપ્રસાદ જૈન જણાવે છે કે “કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરનો ભક્તામર સ્તોત્રનો પડેલો સ્પષ્ટ પ્રભાવ બધા જ વિદ્વાનોએ સ્વીકાર કર્યો છે, તેવી જ રીતે ૧૦મી સદીમાં રચાયેલા પુષ્પદન્તના ‘શિવમહિમ્ન સ્તોત્ર’, ૯મી સદીનું જિનસેન સ્વામીનું 'આદિ પુરાણ' અને ૮મી સદીમાં થયેલા હરિભદ્રસૂરિના ‘શાસ્ત્ર વાર્તા સમુચ્ચય' ઉપર પણ ભક્તામર સ્તોત્રનો પ્રભાવ ક્યાંક ક્યાંક દૃષ્ટિગોચર થાય છે.પ
કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરાંત બીજાં સ્તોત્રો પર પણ ભક્તામર સ્તોત્રનો પ્રભાવ જોવા મળે છે. તેમાં ડૉ. જ્યોતિપ્રસાદ જૈને જણાવેલ સ્તોત્ર સિવાયનાં અન્ય સ્તોત્રો પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે. નીચે જણાવેલ શ્લોકો જે લગભગ મધ્યકાલીન કે ઉત્તર મધ્યકાલીન સ્તુતિ-સ્તોત્રમાંથી લેવામાં આવ્યાં છે. જેના પર પણ ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકનો પ્રભાવ જોવા મળે છે.
(૧) લગભગ સાતમી સદીમાં રચાયેલા પંચપરમેષ્ઠી સ્તુતિ (પંચગુરુ ભક્તિ)માં ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકની આભા પડતી જોવા મળે છે.
1
श्रीमदमरेन्द्रमुकुटप्रघटितमणि किरणवारिधाराभिः प्रज्वलित पदयुगलान्प्रणमामि जिनेश्वरान्भक्त्या ||१||
(૨) તેવી જ રીતે ચૈત્ય સ્તુતિ (ચૈત્યભક્તિ)માં પણ ભક્તામરનું પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય છે.
तदेतमरेश्वर प्रचलमौलिमाला મળિस्फुरतिकरणचुम्बनीय चरणारविन्दद्वयम् । पुनातुभगवज्जिनेन्द्र तव रूपमन्धिकृतम् जगत्कलमन्यतीर्थगुरुरुपदोषोदयैः ।। ३६ ।।
Page #176
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા - 157. (૩) ૧૪મી-૧૫મી સદીમાં રચાયેલ ચતુર્વિશતિ જિનસ્તુતિમાં પણ ભક્તામરની પ્રભા તાદૃશ્ય થાય છે :
"आनन्दसुन्दर पुरन्दर नम्रमौलि मौलिप्रभा समित (सहित) धौतपदारविन्दः । श्री नाभिवंशजलराशि निशीथिवनीशः
श्रेयः श्रियं प्रथयतु प्रथमोजिनेशः ||१||" (૪) ૧૫મી-૧૬મી સદીમાં અજ્ઞાત રચનાકારની સ્તુતિમાં પણ આ જ પ્રમાણે જોવા મળે છે :
भक्तामरेन्द्र नत पङ्कजमुद्विकार श्री वीतरागमजमाप्तमुदारतारम् । तीर्थेश्वरं स्वबलनिर्जितकर्मसारं
शान्तिं स्तुवे स्मरवितान विनाशकारम् |१| (૫) દેવકુલપાટક - ચિંતામણિ - પાર્શ્વનાથ સ્તોત્ર જે લગભગ ૧૫મી સદીના મધ્યભાગમાં રચાયેલું છે. તેમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે તેમાં પણ ભક્તામરની છાપ જોવા મળે છે :
नमद्देवनागेन्द्रमन्दारमाला मरन्दच्छटा धौतपादारविन्दं । परानंद सन्दर्भ लक्ष्मीसनाथं
स्तुवे देव चिन्तामणि पार्श्वनाथम् ।।१।। (૬) લગભગ ૧૬મી સદીમાં જ્ઞાનભૂષણે રચેલ જિનસ્તુતિમાં પણ ભક્તામરનું પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય છે :
नम्रामरेश्वर किरीटनिविष्टशोणरत्नप्रभापटलपाटलिताघ्रिपीठाः । तीर्थेश्वराः शिवपुरीपथसार्थवाहाः
નિ:શેષ વસ્તુ પરમાર્થવિરો નત્તિ ITI ઉપર્યુક્ત જુદાં જુદાં પડ્યો પર ભક્તામર સ્તોત્રના પ્રભાવ જોઈ શકાય છે. શ્રી અમૃતલાલ શાસ્ત્રીએ કરેલાં વિધાન અને ડૉ. જ્યોતિ પ્રસાદ જૈનના મંતવ્યને યથાર્થ પુરવાર કરે છે.
૯મી કે ૧૦મી સદીમાં થયેલાં રાજશેખરે માતગ દિવાકર નામથી મયૂર અને બાણની સાથે હર્ષ રાજાની સભાને સુશોભિત કરવાવાળા કવિના રૂપમાં એમનો ઉલ્લેખ કર્યો છે કે પછી કોઈ બીજાનો, એ કહી ન શકાય. આના સંદર્ભમાં શ્રી જ્યોતિ પ્રસાદ જેન જણાવે છે કે, “માતગ શબ્દથી તેમનું ચાંડાલ હોવાની કિંવદત્તી કાલ્પનિક લાગે છે. દિવાકર' શબ્દ પ્રશંસાસૂચક પણ હોઈ શકે છે. કેમકે એક પ્રમુખ શ્વેતામ્બરાચાર્ય દિવાકર' ઉપનામથી પ્રસિદ્ધ થઈ ગયા તો માનતુંગની સાથે
Page #177
--------------------------------------------------------------------------
________________
158
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
પણ થોડા લોકોએ ‘દિવાકર' શબ્દ જોડી દીધો. લેખકની અસાવધાનીથી માનતુંગનું માતગ થઈ ગયું હોય તો રાજશેખરના માતંગ માનતુંગ હોઈ શકે છે. એમ વી૨દેવ ક્ષપણક નામના દિગમ્બર મુનિ પણ હર્ષવર્ધન (ઈ. સ. ૬૦૬-૬૪૭)ના સમયમાં બાણના મિત્ર હોવાનું મળી આવે છે.’૬
અર્થાત્ રાજશેખરથી માનતુંગનું માતંગ લખાઈ ગયું હોય, જો એમ હોય તો માનતુંગ હર્ષના સમયમાં થયા હોવા જોઈએ. અને જો તેઓ હર્ષના સમયમાં થયા હોય તો સંભવી શકે છે કે માનતુંગ વી૨દેવના શિષ્ય કે ગુરુ રહ્યા હોય તો તેઓ ધનંજયના પણ ગુરુ રહ્યા હોઈ શકે. આ પ્રમાણે જોઈએ તો ભક્તામરકાર માનતુંગસૂરિનો સમય લગભગ ઈ. સ. ૬૦૦થી ૬૫૦નો માની
શકાય.
શ્રી ક્વેકન બૉસ અને શ્રી હર્મન યકોબીના મત સાથે વર્તમાન યુગના આચાર્ય શ્રી રાજયશસૂરિ મ.સા. માનતુંગસૂરિને ત્રીજી સદીમાં થઈ ગયા હોવાનું માને છે. જ્યારે બીજા વિદ્વાનો અને શ્રી હીરાલાલ કાપડિયા અને શ્રી ધીરજલાલ ટોકરશી શાહ જેવા ગ્રંથકારો તેમને છઠ્ઠી કે સાતમી સદીના માને છે. જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ' જેવાં દિગમ્બર પ્રકાશનો માનતુંગસૂરિને ૧૧મી સદીના જણાવે છે. મોટાભાગના વિદ્વાનોને તેમણે “લઘુશાંતિ સ્તવન'ના રચયિતા મહાન શાસકપ્રભાવક શ્રી માનદેવસૂરિના શિષ્ય માને છે. જેઓ મહાવીર સ્વામીની ૧૯મી પાટે થયેલા અને ૨૦મી પાટે માનતુંગસૂરિ થયાનો ઉલ્લેખ ‘પટ્ટાવલી સમુચ્ચય'માં મળે છે.
ભક્તામર સ્તોત્રના રચનાકાર માનતુંગસૂરિના સમયકાળ માટે જુદા જુદા મતો પ્રવર્તમાન છે. આ મતોના આધારે શ્રી માનતુંગસૂરિજી ત્રીજી સદીથી સાતમી સદીની વચ્ચેના સમયગાળામાં થયા હશે એવું અનુમાન કરી શકાય છે.
ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિકથા :
ભક્તામર સ્તોત્રના રચનાકાર શ્રી માનતુંગસૂરીશ્વરજી છે તે વિશેષમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયના બધા જ વિદ્વાનો એકમત હતા અને આજે પણ છે. પરંતુ તેઓ ક્યારે થઈ ગયા તે માટે વિવિધ મતમતાંતરો હોવાને લીધે તેઓ કયા સમય દરમ્યાન વિદ્યમાન હતા તે વિશે કોઈ ચોક્કસ પુરાવા ઉપલબ્ધ નથી.
શ્રી ગુણાકરસૂરિજીએ ઈ. સ. ૧૩૭૦માં રચેલી ‘ભક્તામર સ્તોત્રવૃત્તિ'માં ભક્તામર સ્તોત્રની રચના કઈ રીતે થઈ તેના સંબંધમાં નીચેની કથા રજૂ કરી છે. (આ સ્તોત્રના ઉત્પત્તિ સંબંધી તથા સૂરિજી સંબંધી સમુદાયગત કેટલાક ફેરફારોવાળી, જુદા જુદા વિદ્વાનોએ લખેલી કિંવદંતીઓ પ્રચલિત છે તે મતોનો વચ્ચે વચ્ચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.)
ઉજ્જયિની નગરીમાં વૃદ્ધભોજ રાજા રાજ કરતો હતો. તે વિદ્યાવિલાસી હોવાથી તેના રાજદરબારમાં અનેક પંડિતો, મહાન વિદ્વાનો એકત્રિત થતા હતા. આ નગરમાં રાજાનો માનીતો અને બહુશાસ્ત્રાભ્યાસી મયૂર ભટ્ટ નામનો એક પંડિત હતો. તે કાવ્યરચનામાં ઘણો કુશળ કવિ હતો. તેણે પોતાની પુત્રી બાણભટ્ટ પંડિત સાથે પરણાવી હતી. આ બાણભટ્ટ પણ સંસ્કૃત ભાષાનો મહાપંડિત તથા ઉત્તમ કવિ હતો.
Page #178
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા 159 મયૂર અને બાણના સંબંધના વિષયમાં વિદ્વાનોના મત જુદા જુદા છે. શ્વેતામ્બરાચાર્ય પ્રભાચન્દ્રસૂરિ જેઓએ ઈ. સ. ૧૨૭૭માં લખેલ “પ્રભાવક ચરિત' ગ્રંથમાં માનતુંગસૂરિ ચરિતમ્માં રાજાનું નામ હર્ષદેવ. ઘટનાસ્થળ વારાણસી અને મયૂર અને બાણ વચ્ચેનો સંબંધ સસરા અને જમાઈનો બતાવ્યો છે.
મેરૂતુંગાચાર્યકૃત પ્રબંધ ચિંતામણિ' જે લગભગ ઈ. સ. ૧૩૦૪માં લખાયેલો છે તેમાં રાજાનું નામ ભોજ, ઘટનાસ્થળ ઉજ્જયિની અને મયૂર અને બાણ વચ્ચેનો સંબંધ સાળા અને બનેવીનો બતાવ્યો છે, અર્થાત્ મયૂરને બનેવી અને બાણને સાળો બતાવ્યો છે.
ઈ. સ. ૧૬૧૦માં થયેલા દિગમ્બર સંપ્રદાયના મહાન આચાર્ય બ્રહ્મરાયમલ્લની ભક્તામર સ્તોત્ર વૃત્તિમાં રાજાનું નામ ભોજ રાજા, ઘટનાસ્થળ માલવ દેશની ધારાનગરી અને સમકાલીન કવિઓમાં બાણ, મયૂરને બદલે કવિ કાલિદાસ કે જેમણે કાલિકાની આરાધના કરીને પોતાના કપાયેલા હાથ-પગ ફરીથી જોડી દીધા હતા. આ ઉપરાંત માઘ અને ભારવિ જેવા કવિઓ રાજદરબારમાં હતા.
ઈ. સ. ૧૬૬પમાં ભટ્ટારક વિશ્વભૂષણરચિત “ભક્તામર ચરિત માં જણાવે છે કે રાજાનું નામ ભોજ, ઘટનાસ્થળ ધારાનગરી અને સમકાલીન કવિઓ કાલિદાસ, ધનંજય, શુભચંદ્ર, વરરુચિ અને ભર્તુહરિ હતા.
જુદા જુદા વિદ્વાનોના જુદા જુદા મતો સમકાલીન કવિઓ માટે રહેલા દૃષ્ટિગોચર થાય છે.
હવે આગળ મયૂર-બાણ કથામાં જણાવ્યું છે કે આ બંને પંડિતો વચ્ચે ગાઢ સગપણ છતાં વિદ્યાની બાબતમાં ભારે ઈષ્ય પ્રવર્તતી હતી. કહ્યું છે કે -
___ "न संहति इक्कमिक्कं न विणा चिटुंति इक्कमिक्केण ।
રાસ-વસE-તુરંપા, ગુવારી ઉડિયા વિમા II'' અર્થાત્ “ગધેડા, બળદ, ઘોડા, જુગારી, પંડિત અને બાળકો એકબીજાને સહી શકતાં નથી અને એકબીજા વિના રહી પણ શકતાં નથી.”
કોઈ એક દિવસ તે બંને પોતાના ચઢિયાતાપણા અંગે રાજસભામાં વિવાદ કરવા લાગ્યા, ત્યારે રાજાએ કહ્યું છે કે, “હે પંડિતો, તમે બંને કાશ્મીર દેશમાં જાઓ, ત્યાં રહેલી શારદાદેવી જેને અધિક માનશે તે શ્રેષ્ઠ ગણાશે.”
તે સાંભળી બંને પંડિતો કાશ્મીર તરફ ચાલ્યા. અનુક્રમે ઘણો માર્ગે ચાલીને શારદાદેવીના મંદિર તરફ પહોંચવા આવ્યા. આ પ્રવાસ દરમ્યાન પાંચસો પોઠિયા સામે મળ્યા. બંને પંડિતોએ પોઠવાળાને પૂછ્યું કે “આમાં શું ભર્યું છે?" પોઠવાળાએ કહ્યું, “આ બધી પોઠોમાં ૩ઢંકારવૃત્તિનાં પુસ્તકો છે."
આ ઉત્તરથી પંડિતો વિસ્મય પામ્યા. એક ૐકાર પર આટલાં પુસ્તકો ! તે કોણે રચ્યાં હશે !
Page #179
--------------------------------------------------------------------------
________________
160 ભક્તામર તુષં નમઃ || તેના રચનારા કેવા મહાન પંડિતો હશે !
વળી જરા દૂર ચાલ્યા ત્યાં પાછા એક હજાર પોઠિયા સામે મળ્યા ત્યારે પણ પોઠવાળાને પૂછતાં ઉત્તર મળ્યો કે, “આમાં ૐકાર વૃત્તિનાં પુસ્તકો છે અને પ્રત્યેક પુસ્તકમાં ૐકારવૃત્તિનું અપૂર્વ વર્ણન છે." અને તેમની પંડિતાઈ જોઈને બંને પંડિતો ગર્વરહિત થઈ ગયા.
પ્રવાસમાં અનુક્રમે ઘણો માર્ગ ચાલીને તેઓ કાશ્મીરમાં દાખલ થયા અને મા શારદાદેવીના મંદિરે પહોંચ્યા. ત્યાં ભોજન કરીને પછી રાત્રિ પડી ત્યારે બંને જણા એક મઢીમાં સૂતા હતા. તે વખતે શારદાદેવીએ પરીક્ષા કરવા માટે અર્ધા જાગતા એવા મયૂરને સમસ્યા પૂછી કે "શતન્દ્ર નમસ્તનમ્' એ ચોથું પદ છે તેની પહેલાંનાં ત્રણ પદ રચી શ્લોક પૂરો કરી આપો.
શતન્દ્ર નમતન” . એટલે આકાશનું તળ સો ચંદ્રવાળું છે. પછી અર્ધનિદ્રાગ્રસ્ત મયૂર પંડિતે તરત જ તેની નીચે પ્રમાણે પૂર્તિ કરી.
दामोदरकराघात . विहवलीकृतचेतसा ।
द्रष्टं चाणुरमल्लेन, शतचन्द्रं नमभस्तलम् ।।१।। અર્થાતુ “દામોદર એટલે શ્રીકૃષ્ણના કરપ્રહારથી જેનું ચિત્ત વિહ્વળ થયું છે એવા ચાણૂરમલ્લને આકાશમાં સો ચન્દ્રો દેખાયા.” તાત્પર્ય કે ચાણૂરમલ્લની આંખે અંધારાં આવી ગયાં.
આ પ્રમાણે મયૂર ભટ્ટ સમસ્યા પૂરવાનાં ત્રણ પદ નવાં કહ્યાં. પછી તે જ સમસ્યાપૂર્તિ શારદાદેવીએ અર્ધજાગ્રત એવા બાણભટ્ટને પૂછી, એટલે એણે હુંકાર કરીને તેની નીચે પ્રમાણે પૂર્તિ કરી.
यस्यामुत्तमुङग सौघाग्र . विलोलवदनाम्बुजम् ।
विरराज विभावर्या, शतचन्द्रं नभस्तलम् ॥ અર્થાતું, “ઊંચી હવેલી પર પોતાનું વદનકમલ આમતેમ હલાવી રહેલી સ્ત્રીનું મુખ જાણે સો ચન્દ્રવાળું આકાશ હોય એવું લાગે છે.”
આ પ્રમાણે બાણે પણ સમસ્યા પૂર્ણ કરી. તે બંનેની વાણી સાંભળી શારદાદેવીએ કહ્યું, “તમે બંને ઉત્તમ કોટિના પંડિતો છો, પણ બાણભટ્ટ હુંકાર કરીને પાદપૂર્તિ કરી માટે તે મયૂરભટ્ટ પંડિતથી ન્યૂન છે. મેં તમને રસ્તામાં ઉઠેકારવૃત્તિનાં જે પુસ્તકો બતાવ્યાં તેનો હેતુ એ હતો કે વાણીનો પાર કોણ પામી શકે એમ છે ? કહ્યું છે કે –
मा वहउ कोई गव्वं, इत्थ जण पंडिओ अहं चेव ।
आ सव्वन्नाओ पुण, तरतमजोगेण मइविहवा ।। અર્થાત્ “હું મોટો પંડિત છું એવો ગર્વ કોઈએ પણ કરવો નહિ. સર્વજ્ઞ સિવાય અન્યોમાં તરતમતાયોગે અનેક પ્રકારનો મતિ-વૈભવ હોય છે.”
Page #180
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા છે 161 આ પ્રમાણે બંને પંડિતોને શિક્ષા આપી શારદાદેવીએ તે બંને સસરા જમાઈની મિત્રતા કરાવી, પણ એ મિત્રતા અંતરંગથી થઈ નહીં. અનુક્રમે તેઓ બંને ઉજ્જયિની પાછા ફર્યા અને રાજાની પૂર્વવત્ સેવા કરવા લાગ્યા.
એક દિવસ રાત્રિને વિષે બાણ કવિને પોતાની સ્ત્રીની સાથે પ્રણયકલહ થયો. લગભગ સવાર, સુધી ચાલ્યો. તે મટાડવા સારુ ઘણા ઉપાયો કર્યા તો પણ તે સ્ત્રીનો ક્રોધ ઊતર્યો નહીં, આ વખતે મયુરભટ્ટ શરીરચિતાર્થે બહાર નીકળતાં તેમના મકાન પાસેથી પસાર થયા અને પતિ-પત્ની વચ્ચે કંઈક કલહ થઈ રહ્યો છે એવું સાંભળી તેઓ નીચે ઊભા રહ્યા. ત્યાં નીચેના શબ્દો સાંભળવામાં આવ્યા.
હે પતિવ્રતે ! મારો આ અપરાધ ક્ષમા કર. ફરી તને ક્યારેય પણ કોપાયમાન કરીશ નહીં.” એમ કહી તે બાણભટ્ટ પોતાની પત્નીના પગમાં પડ્યા તે વખતે રોષે ભરાયેલી બાણપત્નીએ નુપૂરયુક્ત ચરણ વડે તેના મસ્તક પ્રહાર કર્યો. પાદપ્રહારનો શબ્દ સાંભળી તથા અત્યંત નમ્ર થઈ ગયેલા બાણભટ્ટનું અપમાન થવા થકી દુઃખ પામી મયૂરભટ્ટ ગોખની નીચે જ ઊભા રહ્યા. તે વખતે બાણભટ્ટે પોતાની સ્ત્રીને નવીન કાવ્યશ્લોક કહ્યો –
“गतप्राया रात्रिः कृशतनु ! शशी शीर्यत इव प्रदीपोऽयं निद्रा वशमुपगतो घूर्णित इव । प्रणामन्तो मानस्त्यजसि न यथा त्वं कथमोह,
યુવપ્રત્યારા હૃદયમાં તે સુયું ! હિતમ્ ||” અર્થાતુ "હે સુંદર ભ્રકુટીવાળી સ્ત્રી ! રાત્રી હવે પૂરી થવા આવી છે. ચંદ્રમા ક્રાંતિ વિનાનો થઈ ગયો છે. અને દીપક પણ ઘેનથી નિદ્રાધીન થતો હોય એમ લાગે છે એટલે કે નિસ્તેજ થઈ ગયો છે. માટે તે સ્ત્રી ! હવે તું ક્રોધનો ત્યાગ કર. આ જગતમાં ક્રોધ તો ત્યાં સુધી જ હોય છે કે જ્યાં સુધી અપરાધી પ્રણામ કરતો નથી. મેં તો તને પ્રણામ કર્યા છે. છતાં માન કેમ મૂકતી નથી ? હે સુભ્ર ! મને લાગે છે કે કઠિન એવા કુચ (સ્તન)ની સાથે રહેવાથી તારું હૃદય પણ કઠિન બની ગયું છે.”
મયૂરભટ્ટ નીચે ઊભા ઊભા આ શ્લોક સાંભળ્યો અને પછી નીચેથી કહ્યું કે, “હે બાણ ! તમે શ્લોક તો ઘણો સુંદર કહ્યો, પણ ચતુર્થ ચરણમાં “સુબ્રુ' શબ્દનો પ્રયોગ કર્યો તે અયોગ્ય છે. કારણ કે વારંવાર વિનવણી કરવા છતાં પોતાનો ક્રોધ છોડે નહિ એવી સ્ત્રીને માટે તો ચડિ એટલે કે કોપાયુક્ત સ્ત્રી' એવો જ શબ્દપ્રયોગ કરવો જોઈએ.”
પિતાના આ શબ્દો સાંભળીને બાણભટ્ટની પત્ની શાંત થઈ ગઈ અને તેને લાગ્યું કે ચોક્કસ મારા પિતાએ મારું ગુપ્ત ચરિત્ર જાણ્યું. પણ આ વસ્તુ તેમના માટે ઠીક નથી. પોતે સતી સ્ત્રી હોવાથી ગોખમાંથી તાંબૂલની પિચકારી તેના માથે ફેંકતા શાપ આપ્યો કે પુત્રીના મર્મને પ્રકાશનારો તું કોઢિયો થજે.'
Page #181
--------------------------------------------------------------------------
________________
162 | ભક્તામર તુલ્ય નમઃ |
બાણપત્ની પતિવ્રતા હતી એટલે તેના શાપની તરત જ અસર થઈ અને મયૂરકવિ કોઢિયો બની ગયો.
મયૂરભટ્ટે આવા શરીરે રાજસભામાં જવાનું યોગ્ય નથી એમ માનીને તેમણે રાજસભામાં જવાનું માંડી વાળ્યું પણ તેમનો જમાઈ બાણભટ્ટે તેની ગેરહાજરીનો લાભ લઈ તેની નિંદા કરવા લાગ્યો, એટલે મયૂરકવિ એક દિવસ પોતાના શરીરનું બરાબર આચ્છાદન કરીને તથા ગરદન પર રૂમાલ વીંટાળીને રાજસભામાં ગયો.
શ્રાવક શ્રી ભીમસિંહ માણેક મયુરભટ્ટ કોઢિયા થયા પછીના પ્રસંગના સંદર્ભમાં જરા જુદી રીતે જણાવે છે કે પછી ખિન્ન થયેલા મયૂરભટ્ટ પશ્ચાત્તાપયુક્ત થઈ ઘેર આવી શરીર કુષ્ઠયુક્ત થતાં વસ્ત્ર પહેરવાથી શરીર તો ઢંકાયું અને ગરદન ઉઘાડી રહી તેથી તેના ઉપર રૂમાલ વીંટી ભોજરાજની સભામાં ગયા. તે દિવસે દ્વેષને લીધે બાણ પંડિત પણ પ્રથમથી જ રાજસભામાં આવી બેઠા હતા. મયૂરભટ્ટને આવતાં જોઈ બાણભટ્ટ દ્વેષમાં બોલ્યા કે “આવો વરકોઢિ' એ પદમાં રાજાને એમ જણાવ્યું કે, “કુદ્ધિ આવ્યો’ એ વાત સાંભળી વૃદ્ધ ભોજરોજ બુદ્ધિમાન હોવાથી તરત સમજી ગયા કે મયૂરભટ્ટ કુષ્ઠિ થયા છે.
બાણકવિના સંકેતથી રાજાએ જાણ્યું કે મયૂરકવિને શરીરે કોઢ થયો છે અને તેથી તેણે પોતાના શરીરને આ રીતે ઢાંક્યું છે. તેથી મયૂરભટ્ટને કહ્યું કે, “પંડિતજી ! તમારે શરીરે કોઢ થયો છે. તે મટ્યા પછી જ રાજસભામાં આવજો.”
આ વચનો મયૂરભટ્ટને અસહ્ય થઈ પડ્યાં. શોકાતુર થયેલા તેણે પોતાના ઘેર આવીને સંકલ્પ કર્યો કે મારે કોઈ પણ રીતે મારો આ રોગ મટાડવો. પછી સુંદર શબ્દરચના વડે ભક્તિપૂર્વક તેણે પોતાના ઇષ્ટદેવ સૂર્યનારાયણની સ્તુતિ કરવા માંડી જેથી સૂર્યનારાયણે પ્રસન્ન થઈ તેનો કોઢ મટાડી દીધો.
શ્રાવક ભીમસિંહ માણેકે, મયૂરભટ્ટ સૂર્યને પ્રત્યક્ષ દેવ જાણી કરેલી સ્તુતિ દ્વારા પ્રસન્ન થયેલા સૂર્યદેવના સંદર્ભમાં જણાવ્યું છે કે “સૂર્યને પ્રત્યક્ષદેવ જાણી સ્થિર મન રાખી સૂર્યની નવા સો શ્લોકથી સ્તુતિ કરી”. તેનું નામ “સૂર્યશતક'. જે હાલ પણ પ્રસિદ્ધ છે. સૂર્ય પ્રત્યક્ષ થયા ત્યારે મયૂરભટ્ટે કહ્યું કે “હે દેવ ! આ મારા શરીરે કુષ્ઠ રોગ થયો છે તેનો તમે નાશ કરો. સૂર્યએ કહ્યું કે, રન્નાદેવીની ઇચ્છા વિના ગમન કરવાને ઇચ્છતા એવા મને પણ મારી સ્ત્રીએ કોઢનો શાપ આપ્યો છે. તે હજી સુધી પણ મારા પાકને વિષે અનુભવું છું. તથાપિ મારા એક કિરણના દાનથી તમારા કોઢનું હું આબાદાન કરીશ.' એમ કહીને સૂર્ય અંતર્બાન થયા અને પોતાના એક કિરણે કરી મયૂરભટ્ટનો કુષ્ઠરોગ દૂર કર્યો.
મયૂરભટ્ટના શરીરને પ્રથમના જેવું જ કાંતિમાન બનાવી દીધું આથી તેમના આનંદનો પાર રહ્યો નહીં.
બીજે દિવસે મયૂરભટ્ટ રાજસભામાં ગયા. ત્યારે તેના શરીરની કાંતિ પૂર્વવત્ –નિરોગી જોઈને
Page #182
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા છે 163 રાજાએ પૂછ્યું કે “પંડિતજી ! તમારો કોઢ શી રીતે મટ્યો ?” મયૂર કવિએ કહ્યું કે, “મારી ભક્તિથી પ્રસન્ન થયેલા સૂર્યનારાયણે મારો રોગ મટાડ્યો.” આથી સર્વ સભાજનો તથા રાજાએ તેની ભક્તિનાં, કાવ્યશક્તિનાં અને વિદ્યાનાં વખાણ કર્યાં.
બાણકવિથી આ સહન થયું નહીં તેથી વિચાર કર્યો કે મારે પણ વિદ્યાના બળથી પ્રશંસાને પાત્ર થવું. એવું ધારી બાણભટ્ટ ભોજરાજને કહ્યું કે “ભક્તિ તથા કાવ્યશક્તિનો ચમત્કાર જોવો હોય તો હું પણ બતાવી શકું છું. મયૂરભટ્ટે તો શરીરે થયેલો કોઢ મટાડ્યો પણ હું કપાયેલા હાથ-પગ પાછા મેળવી શકે એમ છું.” પછી તેના કહ્યા મુજબ રાજાએ તેના હાથપગ કપાવી નાખ્યા અને તેને ચંડિકાદેવીના મંદિર પાછળ મૂકી દીધા. પોતાના કપાયેલા હાથપગ પાછા આણવાની પ્રતિજ્ઞા કરી બાણકવિએ ભક્તિપૂર્વક ચંડિકાદેવીની સ્તુતિ કરવા માંડી. આ સ્તુતિના ફળસ્વરૂપે ચંડિકાદેવીએ પ્રસન્ન થઈને તેના હાથ-પગ જેવા હતા તેવા બનાવી દીધા. આ સ્તોત્ર ચંડીશતક' તરીકે પ્રસિદ્ધ છે. પછી બાણભટ્ટ હસતા મુખ વડે રાજસભામાં આવ્યો જ્યાં ભોજરાજાએ અને સર્વ સભાજનોએ તેની શક્તિની ખૂબ જ પ્રશંસા કરી અને ધન્યવાદ આપ્યા.
આ ઘટના પછી રાજા આ બે કવિઓ – મયૂરભટ્ટ અને બાણભટ્ટ – માટે ભારે માન, મગરૂરી, ગુમાન રાખવા લાગ્યો.
એક વખત ભોજરાજાએ રાજસભામાં સર્વ સભાસદોને કહ્યું કે, આજે તો બ્રાહ્મણોની બોલબાલા છે. એકે સૂર્યને પ્રસન્ન કરીને કોઢ મટાડ્યો અને બીજાએ ચંડિકાને પ્રસન્ન કરીને પોતાના કપાયેલા હાથપગ પાછા મેળવ્યા. શું આજે આવી શક્તિ અન્ય કોઈમાં હશે ખરી ?”
રાજસભામાં હાજર એક સભાજને કહ્યું કે “મહારાજ ! બહુરત્ના વસુંધરા. આ જગતમાં રત્નોની ખોટ નથી. જો આપને આ પ્રકારની શક્તિનો ચમત્કાર જોવો જ હોય તો આ નગરમાં શ્રી માનતુંગસૂરિ નામે એક મહાપ્રભાવશાળી જૈનાચાર્ય બિરાજે છે, તેમને બોલાવો.”
શ્રાવક શ્રી ભીમસિંહ માણેક રાજાના પ્રશ્નનો ઉત્તર અપાયો છે તેના કરતા જરા જુદી રીતે શ્રીમાનતુંગસૂરિની ઓળખાણ આપતાં જણાવે છે કે “સભામાં કોઈ સુશ્રાવક બેઠા હતા. તેમણે કહ્યું કે મહારાજ અમારા જેનદર્શનમાં “શાંતિકરસ્તવના કરનારા શ્રી માનદવસૂરિના પટ્ટ ઉપર બેઠેલા શ્રી માનતુંગાચાર્ય હાલમાં પ્રસિદ્ધ છે.”
આથી રાજાએ શ્રી માનતુંગસૂરિજીને રાજસભામાં બોલાવ્યા. ત્યાં તેમનો યોગ્ય સત્કાર કર્યો અને ઊંચું સ્થાન આપ્યું. તેના ઉપર આચાર્યજીએ બિરાજમાન થઈને એક શ્લોક વડે રાજાને નીચે પ્રમાણે આશીર્વાદ આપ્યા કે .
जटाशाली गणेशार्च्य : शंङ्करः शाङ्कराङ्कितः ।
युगादीशः श्रयिं कुर्याद, विलसत्सर्वमङ्गलः ।। અર્થાત્ “મસ્તક પર જટાને ધારણ કરનારા, ગણધરો વડે પૂજાયેલા, સહુનું કલ્યાણ કરનારા,
Page #183
--------------------------------------------------------------------------
________________
164 * ।। ભક્તામર તુગૂં નમઃ II
મુક્તિનાં ચિહ્નોથી યુક્ત તથા સર્વ મંગળનો વિસ્તાર કરનારા એવા શ્રી આદિનાથપ્રભુ તમારું કલ્યાણ કરો.'
પછી રાજાએ કહ્યું કે, “હે પંડિતવર્ષ ! તમે કંઈક ચમત્કાર જાણતા હો તો બતાવો.”
ત્યારે માનતુંગસૂરિજીએ કહ્યું કે “અમારા ઇષ્ટદેવ આદિનાથ વગેરે તીર્થંકરોનો એવો પ્રભાવ છે કે તેમનું ભક્તિભાવે નામસ્મરણ કરતાં શરીર પરનાં સર્વ બંધનો તૂટી જાય અને કારાગારનાં લોખંડી તાળાં ટપોટપ નીચે પડે.''
શ્રાવક શ્રી ભીમસિંહ માણેકે શ્રી માનતુંગસૂરિજીનો રાજાને આપેલો ઉત્તર આ પ્રમાણે જણાવ્યો છે, “ત્યારે શ્રી માનતુંગાચાર્ય કહેવા લાગ્યા કે અમારા ઇષ્ટદેવ આદિનાથ વગેરે તીર્થંકરોનો એવો પ્રતાપ છે કે મારા હાથપગમાં સાંકળયુક્ત બેડીઓ નાંખો અને સર્વ કમાડ બંધ કરી તમારી મરજીમાં આવે તેટલાં તાળાં આપીને પૂરો અને મારી તપાસ કરવા પ્રહારિકો પણ રાખો અને જો હું તે સર્વ બેડીઓથી મુક્ત થાઉં તો અમારા ઇષ્ટદેવ ખરા સમજવા.''
શ્રી સારાભાઈ નવાબે 'પ્રભાવક ચરિત'ના બારમા પ્રબંધના આધારે આપેલી કથામાં માનતુંગસૂરિએ આપેલો ઉત્તર આ પ્રમાણે છે : “રાજાનાં આવાં વચનો સાંભળીને આચાર્ય બોલ્યા કે, ‘હે રાજન ! અમો ગૃહસ્થ નથી કે વિદ્યા અને ગુણનું પ્રદર્શન કરીને રાજાઓની પાસેથી ધન પ્રાપ્ત કરીએ અમો જે કાંઈ કરીએ તે કેવળ ધર્મને માટે જ'.''
સૂરિજીનાં આવાં સારભૂત ચમત્કારયુક્ત વચનો સાંભળીને રાજાએ કહ્યું કે, “જો એમ જ હોય તો એ ચમત્કાર બતાવવાની કૃપા કરો.'
પછી રાજસભામાં જ લોખંડની બેડીઓ, સાંકળો અને તાળાં વગેરે મંગાવવામાં આવ્યાં અને શ્રી માનતુંગસૂરિજીને હાથે-પગે બેડીઓ નાખી તેમના આખા શરીરને સાંકળોના બંધનથી બાંધી દીધું, તેમજ દરેક સાંકળના બંધ આગળ એક એક તાળું માર્યું આ રીતે કુલ ૪૪ સાંકળો બાંધી અને ૪૪ તાળાં માર્યાં પછી તેમને એક અંધારી ઓરડીમાં કેદ કરી દઈને દ૨વાજાને તાળાં મારી દીધાં. અને તે ઓરડીના ફરતાં રાજના સૈનિકોનો પહેરો ગોઠવી દીધો.
શ્રાવક શ્રી ભીમસિંહ માણેકે તાળાની સંખ્યા બેંતાલીસની બતાવી છે. શ્રી સારાભાઈ નવાબે તાળાની સંખ્યા કથામાં જણાવી નથી. શ્વેતામ્બરાચાર્ય પ્રભાચન્દ્ર રચિત પ્રભાવક ચરિત'માં માનતુંગસૂરિજી લોખંડની જંજીરોમાં જકડાયેલા અને ૪૪ તાળાંમાં કેદ કરાયેલાનો ઉલ્લેખ છે. શ્રી બ્રહ્મરાયમલ્લજીએ માનતુંગસૂરિજીને ૪૮ સાંકળોથી બંધાયેલા અને એકની અંદર એક તાળાં બંધ ૪૮ ઓ૨ડીઓમાં કેદ બતાવ્યા છે. ભટ્ટારક વિશ્વભૂષણે પણ ૪૮ શ્લોકની રચના કર્યાનો ઉલ્લેખ મળે છે.૧૦
૯
સાંકળનાં બંધનોથી બંધાયેલા સૂરિજીએ ત્યાં જ ભક્તિભાવથી ગદ્ગદિત વાણીથી ‘ભક્તામર’ શબ્દથી શરૂ થતાં ‘ભત્તામરપ્રખ્ખત મૌલિમણિપ્રમાનાં ।' એ પદથી શરૂ થતા પોતાના ઇષ્ટદેવ, યુગપુરુષ શ્રી આદિનાથ ભગવાનનું સ્તોત્ર રચવા માંડ્યું. તેમની વાણીની શબ્દશક્તિમાં ભક્તિનો એવો
Page #184
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા - 165 અતિશય હતો કે એ સ્તોત્રના એક એક શ્લોક રચનાની સાથે સાથે એક સાંકળ અને એક એક તાળું તૂટતું ગયું. એ રીતે સ્તોત્રના ૪૪ શ્લોકની રચના પૂરી થતાં ૪૪ સાંકળો અને ૪૪ તાળાંઓનાં બંધનો તૂટી ગયાં અને ઓરડીનાં દ્વાર આપોઆપ ખૂલી ગયાં.
જ્યાં ૪૨ તાળાનાં બંધનનો ઉલ્લેખ છે ત્યાં ૪૨ શ્લોકોની રચના થતાં ૪૨ તાળાં તૂટી ગયાં અને જે કથામાં ૪૮ તાળાંનો ઉલ્લેખ છે ત્યાં ૪૮ શ્લોક સ્તોત્રોની રચના થતાં ૪૮ તાળાં, ૪૮ ઓરડી કે સાંકળો બધાં જ બંધનો તૂટી ગયાનો ઉલ્લેખ જોવા મળે છે.
શ્રી માનતુંગસૂરિ સર્વ બંધનોથી રહિત થતાં રાજાના સૈનિકો સાથે પ્રસન્ન વદને રાજસભામાં આવ્યા. તેમને બંધનમુક્ત જોઈને રાજા વિસ્મય પામ્યો. તેણે સૂરિજીને સિંહાસન પર બેસાડ્યા અને જૈન ધર્મની ભારે પ્રશંસા કરી. પછી રાજાના આગ્રહથી તેમણે બંધનાવસ્થામાં રચેલ એ સ્તોત્ર સર્વ સભાજનોને સંભળાવ્યું. રાજા અને સભાજનો તેઓની આ અદ્ભુત રચનાથી અત્યધિક પ્રભાવિત થયાં અને તે જ સમયથી તે જૈન ધર્મ અને જૈન સાધુઓનો ભક્ત થયા પછી રાજાએ મહામહોત્સવ સહિત શ્રી માનતુંગસૂરિજીને તેમના સ્થાને મોકલ્યા. સ્તોત્રના સર્જનસમયથી જ ‘ભક્તામર સ્તોત્રનો મહિમા જગતમાં દરેકે દરેક જૈન સંપ્રદાય અને જેનેતરોમાં વ્યાપેલો જોવા મળે છે.
વીરવંશાવલી અર્થાત્ તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલીમાં મૂળ પ્રાચીન ગુજરાતી ભાષામાં “ભક્તામર સ્તોત્ર'ની ઉત્પત્તિ વિશેનો ઉલ્લેખ જુદી જાતનો મળી આવે છે, જે આ પ્રમાણે છે :
માલવ દેશના ઉજ્જન નામના નગરમાં વૃદ્ધ ભોજદેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની સભામાં મયૂર અને બાણ નામના બે મહાન બ્રાહ્મણ પંડિતો હતા. એક વખત રાજસભામાં તે બંને જણા વાદવિવાદ કરતા અહંકાર કરવા લાગ્યા. એક કહે કે હું વિદ્વાન છું અને બીજો કહે કે હું વધારે વિદ્વાન છું. આ પ્રમાણે બંને જણને એકબીજા પ્રત્યે અદેખાઈ કરતા જોઈને રાજા ભોજે કહ્યું કે, હે વિદ્વાનો ! તમે બંને જણા કાશ્મીર દેશમાં જાઓ ત્યાં રહેતી શારદાદેવી જેને વિદ્યાવંત કહે તે મોટો પંડિત.
આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી બંને જણા કાશ્મીર તરફ ગયા, અનુક્રમે ઘણો માર્ગ ઓળંગીને શારદાના મંદિરે પહોંચ્યા. ભોજન કરીને બંને જણા સાંજના વખતે સૂતાં હતાં. તે વખતે સરસ્વતીએ પરીક્ષા કરવા માટે અર્ધજાગતાં એવા મયૂરને સમસ્યા પૂછી કે
શતચન્દ્ર નમસ્તલમ્' તે સાંભળી મયૂરે કહ્યું કે -
दामोदरकराघात . विहवलीकृतचेतसा ।
दृष्टं चाणूरमल्लेन, शतचन्द्रं नमभस्तलम् ।।१।। શ્રીકૃષ્ણના કરાઘાતથી આકુળવ્યાકુળ થયેલ ચાણૂરમલ્લે આકાશતલમાં સેંકડો ચંદ્રો જોયાં આ પ્રમાણે સમસ્યા પૂર્ણ કરી.
Page #185
--------------------------------------------------------------------------
________________
166
|| ભક્તામર તુભ્યે નમઃ |
તે સાંભળી પુનઃ બાણને પરીક્ષાના માટે સરસ્વતીએ સમસ્યાનું પદ પૂછ્યું
:
शतचन्द्रं नभस्तलम्.
એ સાંભળી અર્ધજાગ્રત એવા બાણે કહ્યું કે -
܀
यस्यामुत्तमुङ्ग सौघाग्रे - विलोलवदनाम्बुजम् । विरराज् विभावर्या, शतचन्द्रं नभस्तलम् ||१||
આ પ્રમાણે બાણે પણ સમસ્યા પૂર્ણ કરી તે બંનેની વાણી સાંભળી સરસ્વતીએ કહ્યું, “તમે બંને વિદ્વાન છો. “આ પ્રમાણે વિદ્વાનનું બિરુદ મેળવી કેટલાક દિવસે બંને ઘેર આવ્યા. બંનેને પંડિત જાણવા છતાં મયૂરને વૃદ્ધ જાણી ભોજે તેનો ઘણો આદરસત્કાર કર્યો. એટલે દ્વેષે ભરાયેલો એવો બાણ પોતાના બંને હાથપગ કપાવી નાંખીને ચંડીના મંદિરમાં પેઠો, ચંડિકાની ૬૧ કાવ્યોની સ્તુતિ કરી. એટલે ચંડી પ્રત્યક્ષ થઈ અને બોલી કે “હું તારા ઉપર તુષ્ટમાન થઈ છું. તું વરદાન માગ.’’ આ સાંભળી બાણે કહ્યું કે “લોકોને આશ્ચર્ય પમાડવા માટે મારા હાથ અને પગ હતા તેવા કરી દો.’
દેવીએ તે પ્રમાણે કરી દીધા. એટલે દેવીએ જેને નવા હાથપગ આપ્યા છે તેવો તે બાણ પંડિત નગરની મધ્યમાં થઈ રાજદરબારમાં આવ્યો. બાણને મહાપ્રતિભાશાળી જાણી રાજાએ તેનો આદરસત્કાર કર્યો અને આવો ચમત્કાર દેખી વૃદ્ધ ભોજરાજ સભા સમક્ષ સઘળા પંડિતોને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “શેવદર્શન વિના આવો ચમત્કાર બીજા કોઈ દર્શનમાં નથી.''
રાજાનું આ પ્રમાણેનું બોલવું સાંભળીને રાજાનો એક કામદાર જૈન હતો, તેણે કહ્યું, “હે રાજન ! આ જ નગરમાં મહા મંત્રવાદી અને વિઘાપાત્ર એવા માનતુંગસૂરિ નામના જૈનાચાર્ય નિવાસ કરે છે.’
તે સાંભળી વૃદ્ધ ભોજરાજાએ શ્રી માનતુંગસૂરિને રાજદરબારમાં તેડાવ્યા અને વંદન-નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે “હે દર્શનીય મહાપુરુષ ! તમે તમારો ચમત્કાર બતાવીને જિનશાસનનો મહિમા વધારો.”
ત્યારે માનતુંગસૂરિએ વૃદ્ધ ભોજરાજને કહ્યું કે, “પગથી કે કંઠ લગી અડતાલીસ તાળાં સહિત બેડીઓથી મારા શરીરને મજબૂત બાંધો.''
રાજાએ દરબારમાં બેઠેલા સઘળાં મનુષ્યોના દેખતા તેમ જ કર્યું અને તેઓને ત્યાંથી ઉપડાવી ઓ૨ડામાં ઘાલી બારણે તાળાં દઈ રક્ષકો મૂક્યા અને રક્ષકોને કહ્યું કે, “સાવધાન રહેજો.’’
ગુરુ મહારાજે ઓરડામાં બેઠા બેઠા શ્રી ઋષભદેવની સ્તુતિરૂપ ભક્તામર સ્તોત્ર'ની નવીન રચના કરી અને તે સ્તોત્રના પ્રભાવથી શ્રી ઋષભદેવની કિંકરી ચક્રેશ્વરી દેવી આવીને હાજર થઈ. એક કાવ્ય એકેક તાળું ઊઘડે એમ કહેતાં –
‘આપાવđમુધૃવનવેષ્ટિતાઙમા |''
Page #186
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા છે 167 એ બેતાલીસમું કાવ્ય કહેતાં સર્વ સાંકળો ભાંગી ગઈ અને ઓરડાનાં બારણાં ઊઘડી ગયાં અને આચાર્ય મહારાજ રક્ષકની પાસે આવી ઊભા રહ્યા. સેવકે આ પ્રમાણે આચાર્ય મહારાજને જોઈ રાજાને ખબર આપી. ગુરુને કચેરીમાં આવેલા જોઈ રાજાએ ગુરુને નમસ્કાર કર્યા અને આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે, “ધન્ય એ ધર્મ ! ધન્ય એ જૈનદર્શન કે જ્યાં આવા મહાપ્રભાવિક આમ્નાયના જાણકાર શ્રીમાનતુંગસૂરિ જેવા રત્નત્રયીના આરાધક છે.”
ગુરુ મહારાજને મહાનિસ્પૃહી અને નિર્લોભી જાણી, વૃદ્ધ ભોજદેવે ગુરુને કહ્યું કે, “આપે શેનું સ્મરણ કીધું ?"
ત્યારે ગુરુએ કહ્યું કે, “ભક્તામર સ્તોત્રરૂપી શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિનું સ્મરણ કીધું.” વૃદ્ધ ભોજરાજાએ પછી ગુરુ મહારાજને કહ્યું કે, “જે સ્તોત્રમાં બંધનો તૂટ્યાં એવા મંત્રાસ્નાયો છે તે કહો.”
તે વખતે આચાર્ય મહારાજે સ્વર, પદ, અક્ષર, મંત્રયુક્ત દરબાર સમક્ષ પ્રગટપણે “શ્રી ભક્તામર સ્તોત્ર' કહ્યું તે સાંભળીને ભોજરાજાએ આચાર્ય મહારાજને મહામહોત્સવ સહિત શાલાએ મોકલાવ્યા. તે દિવસથી શ્રી ભક્તામર સ્તોત્રનો મહિમા પૃથ્વીને વિશે વિસ્તર્યો અને શ્રી. જિનશાસનની કીર્તિ વધી. આ પ્રમાણે ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિ જણાવી.૧૧
શ્રી ગુણકારસૂરિ રચિત “ભક્તામર સ્તોત્રવૃત્તિમાં આપેલી કથા અન્યોએ આપેલી કથાથી થોડાઘણા અંશે જુદી પડે છે. પ્રભાવચરિત' અને પુરાતન પ્રબંધ સંગ્રહ' બંને ગ્રંથોમાં રાજાનું નામ હર્ષ આપવામાં આવ્યું છે. ઘટનાસ્થળ વારાણસી અને તાળાબંધ ઓરડી બતાવવામાં આવ્યું છે. પ્રભાવક ચરિતમાં સમકાલીન કવિઓ મયૂર અને બાણ જણાવ્યા છે. જ્યારે પુરાતન પ્રબંધ સંગ્રહ'માં કવિઓનાં નામ જણાવવામાં આવ્યાં નથી. સૂરિજીને લોખંડની સાંકળથી જકડીને તાળાં મારવામાં આવ્યાં તેની સંખ્યા પ્રભાવક ચરિત'માં ૪૪ની આપવામાં આવી છે. અર્થાત્ સૂરિજીએ ૪૪ શ્લોકની રચના કરી એમ તેમનું માનવું છે.
પ્રભાવકચરિતથી ૨૭ વર્ષ પછી રચાયેલા પ્રબંધચિંતામણિ'માં રાજાનું નામ પરમારરાજ ભોજ આપવામાં આવ્યું છે. જ્યારે ઘટનાસ્થળ તરીકે ધારાનગરી અને તાળાંબંધ ઓરડી બતાવવામાં આવી છે. અને સમકાલીન કવિઓમાં બાણ, મયૂર અને શ્રીમાલપુરના કવિ માઘનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુણાકરસૂરિકૃત સૌથી પ્રાચીન માનવામાં આવતી, ભક્તામર સ્તોત્ર વૃત્તિમાં રાજાનું નામ વૃદ્ધભોજ આપવામાં આવ્યું છે. ઘટનાસ્થળ તરીકે ઉજ્જયિની નગરી અને આદિનાથ ભગવાનના મંદિરની પાછળનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે સમકાલીન કવિમાં મયૂર અને બાણને માનવામાં આવ્યા છે. સાંકળોનાં બંધનોથી ૪૪ તાળાં વડે બંધાયેલા સૂરિજીને બતાવ્યા છે.
બ્રહ્મરાયમલ્લ રચિત ભક્તામરવૃત્તિમાં રાજાનું નામ ભોજ જણાવવામાં આવ્યું છે. ઘટનાસ્થળ માલવ દેશની ધારાનગરી બતાવવામાં આવી છે. સમકાલીન કવિઓમાં કાલિદાસ, ભારવિ અને માઘને વર્ણવવામાં આવ્યાં છે. સાથે સાથે કવિ કાલિદાસે રાજસભામાં કાલિકાનું આવાહ્ન કરીને
Page #187
--------------------------------------------------------------------------
________________
168 ભક્તામર સુભ્ય નમઃ | પોતાના કપાયેલા હાથપગ ફરી જોડડ્યા અને કવિ માઘે સૂર્યની ઉપાસના કરીને પોતાને થયેલા કુષ્ઠરોગમાંથી મુક્તિ મેળવ્યાનું જણાવ્યું છે. તઉપરાંત મહાન કવિ ભારવિએ અમ્બિકાની આરાધના કરીને પોતાનો ભગંદર રોગ દૂર કર્યો હતો. રાજસભામાં શ્રી માનતુંગસૂરિને બોલાવનાર મંત્રીનું નામ મહિસાગર આપવામાં આવ્યું છે. ૪૮ સાંકળોના બંધનથી બંધાયેલા સૂરિજીને એકની અંદર એક તાળાંબંધ ૪૮ ઓરડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભટ્ટારક વિશ્વભૂષણ રચિત ભક્તામર ચરિત'માં રાજાનું નામ ભોજ જણાવ્યું છે. ઘટનાસ્થળ તરીકે ધારાનગરી અને સમકાલીન કવિઓ તરીકે કાલિદાસ, ધનંજય, શુભચન્દ્ર, વરરુચિ દર્શાવવામાં આવ્યાં છે. મહાકવિ ધનંજયના ગુરુ તરીકે કર્ણાટક નિવાસી દિગમ્બરાચાર્ય માનતુંગને વર્ણવ્યા છે. બંધન અવસ્થામાં ૪૮ શ્લોકવાળા ભક્તામર સ્તોત્રની રચના માનતુંગસૂરિએ કરી અને તેના ફળસ્વરૂપે તેઓ બંધનમાંથી મુક્ત થયાની ચમત્કારપૂર્ણ ઘટના વર્ણવવામાં આવી છે.
પ્રભાચન્દ્રાચાર્ય રચિત પ્રભાવક ચરિત', મેરૂતુંગાચાર્ય રચિત પ્રબંધ ચિંતામણિ', ગુણાકરસૂરિ રચિત ભક્તામર સ્તોત્ર વૃત્તિ, પુરાતન પ્રબોધ સંગ્રહ, બ્રહ્મરાયમલ્લ રચિત “ભક્તામર વૃત્તિ', ભટ્ટારક વિશ્વભૂષણ રચિત “ભક્તામર ચરિત', “વીરવંશાવલિ'માં વર્ણવવામાં આવેલી કથા અને શ્રાવક ભીમસિંહ માણેકે રજૂ કરેલી ભક્તામર સ્તોત્ર' ઉત્પત્તિની કથામાં રાજા, ઘટનાસ્થળ અને સમકાલીન કવિઓ તાળાં કે બંધનોને આધારે શ્લોકોની સંખ્યા વિશેના વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે તે જણાઈ આવે છે. પરંતુ આ સર્વ વિદ્વાનો એક વાત સાથે સંમત થાય છે કે “ભક્તામર સ્તોત્ર'ની રચના શ્રી માનતુંગસૂરિજી મહારાજસાહેબે બંધનાવસ્થામાં કરી હતી. આ સ્તોત્રની રચના દ્વારા તેમના પર જે કારાવાસનું સંકટ હતું તેમાંથી મુક્ત થયા હતા.
પાદટીપ પ્રભાવકચરિતમાનતુંગસૂરિ ચરિતમ્. પ્રભાચન્દ્રસૂરિ, પૃ. ૧૧૨-૧૧૭ Foreword : Heman Jackobi, P. VII, ભક્તામર, કલ્યાણમંદિર, નમિઊણ સ્તોત્રત્રયમ્', હીરાલાલ
કાપડિયા ૩. માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ. ૯૪ ૪. “ભક્તામર રહસ્ય', ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૬૫ ૫. “ભક્તામરભારતી', જ્યોતિ પ્રસાદ જૈન, પૃ. ૩૮
'Jainism of the History of Ancient India', ડૉ. જ્યોતિપ્રસાદ જેન, પૃ. ૧૬૯
શ્રી માનતુંગાચાર્ય વિરચિત મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર', શ્રાવક ભીમસિંહ માણેક, પૃ. ૧૬૫ ૮. પ્રભાવક ચરિત . માનતુંગસૂરિ ચરિતમ્, પ્રભાચન્દ્રસૂરિ, પૃ ૧૧૬ ૯. “ભક્તામર સ્તોત્રવૃત્તિ', બ્રહ્મ રાયમલ્લ ૧૦. “ભક્તામર', ભૂમિકા, પંડિત નાથુરામ પ્રેમી ૧૧. વીરવંશાવલી', પૃ. ૧૮.૧૯
૨.
For
Page #188
--------------------------------------------------------------------------
________________
H
પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ
ભગવાન
આ ભરતક્ષેત્રમાં ત્રીજા આરાના ઉત્તરાર્ધ ભાગમાં જ્યારે ભોગભૂમિનો કાળ પૂરો થયો અને કર્મભૂમિની શરૂઆત થઈ ત્યારે ચૌદ કુલકરોમાં છેલ્લા કુલકર નાભિરાજા થયા. તેમની પત્નીનું નામ મરુદેવી હતું.
આ સમય દરમ્યાન ભૂમિ પર કલ્પવૃક્ષોનો અભાવ થતાં ઇન્દ્રએ ‘અયોધ્યા’ નામની સુંદર નગરીની રચના કરી. તે નગરીની મધ્યમાં ‘સર્વતોભદ્ર’ નામનો મહેલ બનાવ્યો. નાભિરાજા તેમની રાણી મરુદેવી સાથે સર્વતોભદ્ર મહેલમાં નિવાસ અર્થે ગયા.
શ્રી આદિનાથ ભગવાન આ સમયે સર્વાર્થસિદ્ધ દેવલોકમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી રહ્યા હતા. મરુદેવી માતાની કુક્ષિમાં અવતરણ કરવાના માત્ર છ માસ બાકી રહ્યા ત્યારથી દેવ-દેવેન્દ્રોએ આકાશમાંથી અયોધ્યા નગરીમાં રત્નોની વર્ષા શરૂ કરી જે ભગવાનના જન્મ સુધી નિરંતર ચાલુ રહી. ભગવાનના જન્મની વધામણીરૂપ દેવદેવેન્દ્રોએ ધનવર્ષા કરી અયોધ્યા નગરીના નગરજનોને ધનવાન કરી દીધા.
મરુદેવી માતાએ એક મંગલ દિવસે રાત્રીના પાછલા પહોરમાં ચૌદ મંગલ સ્વપ્નો જોયાં. તુરત જ શેયાનો ત્યાગ કરી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી રાત્રીનો બાકીનો સમય પ્રભુસ્મરણમાં વ્યતીત કર્યો. સૂર્યનો ઉદય થતાં નાભિરાજા પાસે જઈ પોતે જોયેલાં ચૌદ સ્વપ્નોની વાત કરી અને તેનું શું ફળ છે તે જાણવાની તત્પરતા દર્શાવી. નાભિરાજાએ સ્વપ્નનું ઉત્તમ ફળ જાણીને મરુદેવીમાતાને કહ્યું કે “હે દેવી ! તમો
Page #189
--------------------------------------------------------------------------
________________
|| ભક્તામર તુભ્યે નમઃ ।
‘રત્નકૂખધારિણી’ છો. ભરતક્ષેત્રના આ કાળના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથનો આત્મા સર્વાર્થસિદ્ધ દેવલોકમાંથી આવી તમારી કુક્ષિમાં અવતરણ પામેલ છે.''
170
܀
વર્તમાન ચોવીસીના ત્રીજા આરાના જ્યારે ચોર્યાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ, આઠ માસ અને પંદર દિવસ બાકી હતા ત્યારે જેઠ વદ - ૪ના શુભ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધ દેવલોકમાંથી ચ્યવી શ્રી આદિનાથનો જીવ મરુદેવી માતાની કુક્ષિમાં અવતરણ પામેલ. દેવ-દેવીઓએ હર્ષોલ્લાસ સાથે પ્રભુનો ચ્યવન કલ્યાણક મહોત્સવ મનાવ્યો.
મરુદેવી માતા સુખપૂર્વક ધર્મધ્યાનમાં મગ્ન રહી આનંદ સહિત ગર્ભનું વહન કરતાં હતાં. ગર્ભાવસ્થાના નવ મહિના અને સાત દિવસ બાદ ફાગણ વદ ૮ના સુપ્રભાતે સૂર્યોદય સમયે શુભમુહૂર્તમાં શ્રી આદિનાથ ભગવાનનો જન્મ થયો. તેમના શરીરનો વર્ણ સુવર્ણ સમાન પીળો હતો. તેમનું આયુષ્ય ચોર્યાશી લાખ પૂર્વનું હતું. ગત ચોવીસીના અંતિમ તીર્થંકર સમ્મતિનાથ પ્રભુના નિર્વાણ બાદ અઢાર ક્રોડાક્રોડી સાગરોપમ બાદ શ્રી આદિનાથ ભગવાનનો જન્મ થયો. સૌધર્મેન્દ્ર અને બીજા ૬૩ ઇન્દ્રો ભગવાનનો જન્મકલ્યાણક ઊજવવા અયોધ્યા નગરીમાં આવ્યા. ઇન્દ્રાણી શચીએ મરુમાતાની શય્યાની પ્રદક્ષિણા કરી, ભક્તિભાવપૂર્વક પ્રણામ અને સ્તુતિ કરી. ત્યારબાદ મયામયી નિદ્રાથી મરુદેવી માતાને નિદ્રાધીન કરી તેમની સોડમાં પ્રભુના જેવું જ આબેહૂબ બાળક મૂક્યું. પછી બાળપ્રભુને લઈ બહાર આવી. સૌધર્મેન્દ્રએ બાળપ્રભુને હાથમાં લઈ દેવ-દેવીઓ સહિત મેરુપર્વત તરફ આકાશમાર્ગે પ્રયાણ કર્યું. દેવોએ વાંજિત્રોના સૂર તાલબદ્ધ વગાડવા. જન્મોત્સવ જ્યાં ઊજવવાનો હતો તે નવ્વાણુ યોજન ઊંચા મેરુપર્વત પર આવી પહોંચ્યા. મેરુ પર્વતની ઈશાન દિશા બાજુ પાંડુકવન અને પાંડુક શિલા છે આ પાંડુક શિલા પર આવેલ સિંહાસન ૫૨ પ્રભુને બિરાજમાન કર્યા. ૧૦૦૮ કળશોથી પ્રભુનો જલાભિષેક કર્યો. અભિષેક વિધિ સંપૂર્ણ થતાં દેવદુંદુભિના નાદ સાથે પ્રભુને ફરી પાછા અયોધ્યા નગરી લાવી મરુદેવી માતાની કૂખમાં મૂકી દીધા. આ રીતે પ્રભુના જન્મકલ્યાણકનો પ્રસંગ પૂર્ણ થયો.
ઇન્દ્રોએ ભેગા મળી ભગવાનનું નામ ઋષભદેવ પાડ્યું. વૃષ એટલે (ઉત્તમ) ધર્મ અને ભભાતિ એટલે શોભતા. એટલે કે ઉત્તમ ધર્મ વડે શોભાયમાન એવા અર્થમાં ઋષભદેવ.
તીર્થંકર ભગવાનની બાલચેષ્ટાઓ અદ્ભુત અને અદ્વિતીય હોય છે. તેવી જ શ્રી ઋષભદેવની હતી. બાલ્યકાળથી જ અનેક વિદ્યાઓ પ્રાપ્ત હતી.
બાલ્યકાળ પૂરો થતાં પ્રભુ યુવાવસ્થામાં પ્રવેશ્યા. તેમના લગ્ન મહાકચ્છ રાજાની બે બહેનો યશસ્વતી તથા સુનંદા સાથે થયા. દેવોએ પણ પ્રભુનો લગ્ન-મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવ્યો.
યશસ્વતીએ ગર્ભધારણના નવ માસ અને સાત દિવસ પૂર્ણ થતાં શ્રી ઋષભદેવ પ્રભુના જન્મદિવસે ફાગણ વદ ૮ના દિવસે પુત્રને જન્મ આપ્યો. જે ભરત ચક્રવર્તીના નામે પ્રસિદ્ધ થયો. ભરતની સાથે બ્રાહ્મી નામની પુત્રીનો જન્મ થયો.
સુનંદાએ ગર્ભધારણ કરી બાહુબલી નામના પુત્રને અને સુંદરી નામની પુત્રીને જન્મ આપ્યો. યશસ્વતીએ ત્યારબાદ બીજા અઠ્ઠાણું પુત્રોને જન્મ આપ્યો હતો.
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન
171
ત્રીજો આરો પૂરો થઈ ચોથો આરો બેસવાની તૈયારીમાં હતો. ત્યારે કલ્પવૃક્ષો સુકાવા માંડ્યાં હતાં. ફળદાન દેવાની શક્તિ દિન-પ્રતિદિન ઓછી થતી જતી હતી. પ્રભુ જાણતા હતા કે ભોગભૂમિનો કાળ પૂરો થઈ કર્મભૂમિનો કાળ શરૂ થઈ ગયો છે. એટલે તેમણે જીવનનિર્વાહ માટે અનાજ, વસ્ત્રાદિ ઉત્પન્ન કરવાનું. ઠંડી-ગરમી-વર્ષા વગેરેથી રક્ષણ માટે ગૃહનિર્માણ કરવાનું અને તે માટે આજીવિકાનાં સાધનો બનાવવાનું માર્ગદર્શન આપ્યું. આ રીતે નગરજનોને જીવનનિર્વાહના અને સુખપૂર્વક રહી શકે તે માટે બધા ઉપાય બતાવ્યા. આ પ્રકારના કર્મ- ઉપદેશપૂર્વક 'કર્મયુગ'નો પ્રારંભ થયો. તેથી શ્રી આદિનાથ ભગવાન ‘યુગકર્તા' નામથી જાણીતા થયા અને આ જ અર્થમાં બ્રહ્મા કહેવાયા.
܀
જ્યારે જીવનના ૮૩ લાખ પૂર્વનો કાળ પૂરો થયો અને એક લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુનું બાકી રહ્યું હતું. તેવામાં પ્રભુના જન્મદિવસ ફાગણ સુદ-૮ના દિવસે પ્રભુના જન્મકલ્યાણકનો ઉત્સવ ઊજવવાનું સૌધર્મેન્દ્ર આદિ દેવોએ નક્કી કર્યું. તેમણે નૃત્યનાટિકાનું આયોજન કર્યું હતું. આ નૃત્યનાટિકા જોઈ રહ્યા હતા. તેવામાં નૃત્યનાટિકાની દેવીઓમાંની એક નીલાંજના નામની દેવીનું આયુષ્ય પૂરું થતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું અને તેના દેહના પરમાણુઓ આકાશમાં વિલીન થઈ ગયા. ઇન્દ્રએ તરત જ એના જેવી જ બીજી દેવીને ત્યાં ગોઠવી દીધી. અન્યોને આની જાણ ન થઈ પરંતુ પ્રભુ બધો ભેદ પામી ગયા, ઉત્કૃષ્ટ વૈરાગ્યજનક આવું દશ્ય જોતાં પ્રભુ અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતવન કરવા લાગ્યા. નાટિકા ચાલુ હતી પણ પ્રભુ તો વૈરાગ્ય- ભાવનાઓમાં મગ્ન હતા. ત્યાં બેઠા બેઠા જ તેમણે ભગવતી દીક્ષા અંગીકાર કરવાનો મનમાં નિર્ણય લીધો. યોગ્ય સમય આવતાં માતા-પિતા અને કુટુંબીજનો સમક્ષ જિનદીક્ષા લેવાનો નિર્ણય પ્રકટ કર્યો. ભગવાનના હૃદયના ભાવ જાણી સ્વર્ગલોકમાંથી લોકાંતિક દેવો અયોધ્યા નગરીમાં આવ્યા. કલ્પવૃક્ષનાં સુંદર ફૂલ પ્રભુના ચરણોમાં મૂકી અત્યંત ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરી, પોતે કૃતાર્થ થયા હોય તેવું અનુભવ્યું.
આ જ સમયે સૌધર્મેન્દ્રને સિંહાસન કંપાયમાન થતાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પૃથ્વી તરફ નીચે નજર કરતાં જણાયું કે શ્રી આદિનાથ ભગવાનની પારમેશ્વરી જિન દીક્ષાની તૈયારી ચાલી રહી છે. તુરત જ સૌધર્મેન્દ્ર સહપત્ની તથા બીજાં અનેક દેવ-દેવીઓ સહિત અયોધ્યા નગરીમાં નાભિરાજાના ‘સર્વતોભદ્ર' મહેલ પાસે આવી પહોંચ્યા. નગરીને ખૂબ સુંદર રીતે સુશોભિત ક૨વામાં આવી. સૌધર્મેન્દ્રએ પ્રભુને પાસુક પુષ્પ વડે પુષ્પાંજલી અર્પી અને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરી પોતાની સાથે લાવેલ ‘સુદર્શન’ પાલખીમાં બિરાજમાન કર્યા. દીક્ષા ગ્રહણ કરવા પહેલાંની રથયાત્રાની શરૂઆત થઈ. આગળ પ્રભુની પાલખી અને પાછળ પ્રભુનાં કુટુંબીજનો અને પ્રજાજનો ચાલતાં હતાં. તેમાં સૌથી આગળ પ્રભુની બંને પત્નીઓ યશસ્વતી અને સુનંદા ગંભીર મુખાકૃતિયુક્ત આંસુભરી આંખે ચાલી રહી હતી, તેમની સાથે પ્રભુના માતા મરુદેવી અને પિતા નાભિરાજા તેમજ ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને પ્રભુના ૯૮ પુત્રો સહિત અન્ય કુટુંબીજનો ચાલતાં હતાં. સર્વની આંખોમાં એક સુલભ સમન્વય જોવા મળતો હતો અને તે પ્રભુના વિયોગના આંસુ તેમજ તેમની દીક્ષાનો આનંદ,
રથયાત્રા સિદ્ધાર્થવન પહોંચી જ્યાં પ્રભુની દીક્ષા વિધિ થવાની હતી. ઇન્દ્રોએ પ્રભુને
Page #191
--------------------------------------------------------------------------
________________
172 | ભક્તામર નમઃ | પાલખીમાંથી ઉતારી, ચંદ્રકાંત મણિની શિલા પર બિરાજમાન કર્યા. પ્રભુએ સઘળાં કુટુંબીજનો, નગરજનો અને દેવગણ તરફ અંતિમ વાર એક ભાવભીની નજર કરી પ્રસંગોચિત બે શબ્દ કહ્યા. પ્રભુનો અવાજ સાંભળવા માટે નીરવ શાંતિનું મોજું ફરી વળ્યું. પ્રભુનું પ્રવચન પૂર્ણ થતાં દેવગણોનાં વાજિંત્રોની ગંભીર સૂરાવલીઓ વચ્ચે પ્રભુએ સ્વયં સર્વ વસ્ત્રાલંકારનો ત્યાગ કર્યો અને પોતાના આત્માની તેમજ ઉપસ્થિત સર્વની અને સિદ્ધ ભગવાનની સાક્ષીએ જગતના સર્વજીવોને અભયદાન આપી સમ્યક ચારિત્રરૂપ પંચમહાવ્રત અંગીકાર કર્યા એટલે કે આજીવન સામાયિક વ્રતનું પાલન કરવા અર્થે કરેમિ ભંતે' ઉચરાવ્યું.
આ પૂર્વે ઊંચે આકાશમાં પૂર્વદિશા તરફ નજર કરી નમઃ સર્વ સિદ્ધભ્યનો નાદ કરી પોતાના હાથે, પોતાના મસ્તક પરના કેશનો પંચમુષ્ટિ લોચ કર્યો. શાસ્ત્રકારો અહીં જણાવે છે કે પ્રભુ જ્યારે રાજાના વેશમાં સુંદર વસ્ત્રાલંકારો અને રત્નજડિત આભૂષણોથી લદાયેલા હતા તે કરતાં પ્રભુનું અત્યારનું સાદું રૂપ વધુ મોહનીય દીસતું હતું. આ દીક્ષાનો દિવસ હતો ફાગણ વદ ૮. પ્રભુનો જન્મદિવસ એ જ દીક્ષા દિવસ.
સમ્રાટ ભરત સહિત હાજર રહેલા સર્વએ પ્રભુની ભક્તિપૂર્વક સ્તવના કરી. દીક્ષા વિધિ અહીં સંપૂર્ણ થયાની ઇન્દ્ર દ્વારા જાહેરાત થતાં સૌ પોતપોતાના માર્ગે પ્રયાણ કરવા લાગ્યા અને પ્રભુએ એકાંત વન તરફ પ્રયાણ આદર્યું. સર્વ તીર્થકરોની જેમ જ પ્રભુ જ્યારે મુનિ અવસ્થામાં હોય છે ત્યારે મોક્ષ માર્ગની આરાધના સમયે સર્વથા મૌન જ પાળે છે. મુનિપણામાં તેઓ કોઈને બોધ આપતા નથી. એકલ વિહારી હોય છે. તેમને કોઈ પણ પ્રકારનો શિષ્ય પરિવાર હોતો નથી. આ દરમ્યાન તેઓ વનમાં જ વિહાર કરે છે. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમણે છ માસના ઉપવાસનું પચ્ચખાણ કર્યું હતું. પ્રભુ મુનિ અવસ્થામાં કર્મના સંવરનિર્જરાના હેતુ સ્વરૂપ પંચમહાવ્રતરૂપ સામાયિક ચારિત્રનું નિરતિચારપૂર્વક પાલન કરતા હતા. નિર્જરા સ્વરૂપ પ્રભુ હંમેશાં સ્વાધ્યાય અને ધ્યાનમાં મગ્ન રહેતા. આને પરિણામે પ્રભુ અલ્પકાળમાં પાંચમા ગુણસ્થાનેથી સીધા સાતમા ગુણસ્થાને આવ્યા. જ્યાં તેમને મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું.
છ માસના ઉપવાસનો કાળ પૂર્ણ થતાં પ્રભુ ભિક્ષાર્થે નગરી કે ગામના માર્ગો પર, ઇર્યાસમિતિપૂર્વક નીચે જોઈ કોઈ ત્રસજીવોની વિરાધના ન થાય તેમ મૌનપણે ચાલતા હતા. તેમને જોઈને લોકોના ટોળેટોળાં તેમની આસપાસ ફરી વળતાં. જાતજાતની ભેટસોગાદો પ્રભુની સમક્ષ ધરતાં. વળી કેટલાક પોતાની દીકરીને વિવાહમાં ગ્રહણ કરવા માટે આગ્રહ કરતાં. પ્રભુ મૌનપણે આ બધી ચેષ્ટા નિહાળતા. કોઈને પણ એવું જ્ઞાન ન હતું કે પ્રભુ ભિક્ષાર્થે વિચરી રહ્યા છે. આહારદાનની વિધિથી તેઓ અજાણ હતા.
છ માસના ઉપવાસના પારણા અર્થે ભિક્ષા લેવા નીકળેલા પ્રભુને ક્યાંય પણ આહારનો યોગ ન થતાં બીજા છમાસના ઉપવાસ થયા. આમ પ્રભુ બારમાસના ઉપવાસી થયા. વિહાર કરતાં કરતાં પ્રભુ હસ્તિનાપુર નગરીની સીમાએ આવી પહોંચ્યા. હસ્તિનાપુર નગરીમાં સોમપ્રભ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમની સાથે તેમના નાના ભાઈ શ્રેયાંસકુમાર રહેતા હતા. તે દિવસે રાત્રીના પાછલા પહોરમાં શ્રેયાંસકુમારે આઠ ઉત્તમ સ્વપ્ન જોયાં. (૧) મેરુ પર્વત, (૨) કલ્પવૃક્ષ, (૩) કેસરીસિંહ,
Page #192
--------------------------------------------------------------------------
________________
173
પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન (૪) વૃષભ, (૫) સૂર્ય, (૬) ચંદ્ર, (૭) રત્નથી ભરેલો સમુદ્ર (૮) અષ્ટ મંગળ દ્રવ્યો સહિત દેવોને જોયા. તુરત જ તેઓએ શૈયાનો ત્યાગ કર્યો. પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી પાછલી રાત્રી ધર્મધ્યાનમાં વ્યતીત કરી. સવારે તેઓ રાજા સોમપ્રભ સાથે પોતાને આવેલા આઠ દિવ્ય સ્વપ્નોની વાત કરતા બેઠા હતા, તેવા સમયે સમાચાર મળ્યા કે પ્રભુ મુનિપણામાં મહેલના ધોરીમાર્ગ પર ચાલ્યા આવે છે. આ સાંભળતાં જ બંને ભાઈ મહેલના દરવાજે આવી ઊભા. પ્રભુને આવેલા જોઈ અત્યંત ભક્તિભાવપૂર્વક નમસ્કાર કર્યા. પ્રભુનાં દર્શન કરતાં જ શ્રેયાંસકુમા૨ને જાતિસ્મરણ-જ્ઞાન થયું. પૂર્વભવમાં બે ચારણમુનિને ભક્તિપૂર્વક કરાવેલા આહારદાનનો પ્રસંગ સંસ્કૃતિપટ પર પ્રગટ થયો. શ્રેયાંસકુમારને આહારદાનનો આ પ્રસંગ યાદ આવતાં તેમણે ભક્તિપૂર્વક ભગવાનના કરપાત્રમાં ધીરે ધીરે ઇક્ષુરસ મૂકી પ્રભુને આહારદાન કર્યું. બાર માસના ઉપવાસના ભગવાને ઇક્ષુ૨સથી પારણાં કર્યાં. તે દિવસ હતો વૈશાખ સુદ ત્રીજ, જેને અક્ષયતૃતીયા તરીકે ઓળખીએ છીએ, ત્યારથી વર્ષીતપની શરૂઆત થઈ હોય તેમ જણાય છે. શ્રેયાંસકુમાર દ્વારા કરવામાં આવેલા આહારદાનથી વર્તમાન ચોવીસીમાં દાનધર્મની શરૂઆત થઈ. આના ફળસ્વરૂપે શ્રેયાંસકુમાર તે જ ભવમાં મોક્ષે ગયા. પ્રભુનું એક વર્ષના ઉપવાસનું પારણું થતાં દેવોએ દેવદુંદુભિ નાદ કર્યો અને દિવ્ય પુષ્પોની વર્ષા કરી,
અહોરાત્ર જાગ્રત રહી મોનપણે પ્રભુ આત્મસાધના કરતા હતા. સ્વાધ્યાયમાં મગ્ન રહેતા હતા. આ કાળ દરમ્યાન પ્રભુએ ક્યારેય કોઈને બોધ આપ્યો નથી. આત્મસાધના કરતાં ચારિત્ર ગ્રહણ કર્યા ને એક હજાર વર્ષ પૂર્ણ થયાં. અનેક દેશોનો વિહાર કરતાં કરતાં પ્રભુ મુનિપણામાં ‘પુરિમતાલ’ નગરના ‘શકટ’ નામના ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનમાં તેઓ એક વૃક્ષની નીચે પૂર્વદિશાભિમુખ થઈને પથ્થરની એક શિલા પર પદ્માસનમાં બિરાજ્યા. ઉત્કૃષ્ટ શુક્લ ધ્યાનમાં શ્રુતજ્ઞાનપૂર્વક પદાર્થના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવના ચિંતનમાં લીન થઈ ક્ષપક શ્રેણી માંડી. મોહનીય કર્મનો ક્ષય કરી બારમા ગુણસ્થાને સ્થિર થયા. ત્યારબાદ બાકી રહેલા જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાયકર્મ એ ત્રણે ઘાતીકર્મનો ક્ષય કરી સંયોગીકેવળી નામના તેરમા ગુણસ્થાને સ્થિર થયા. ત્યાં પ્રભુને અનંતા પદાર્થોના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવનું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થયું. આમ પ્રભુ મુનિરાજ મટીને સર્વજ્ઞ વીતરાગ ભગવાન થયા. પ્રભુને કેવળજ્ઞાન મહા વદ-૧૧ના દિવસે પ્રગટ થયું.
ભરત મહારાજાને પ્રભુના કેવળજ્ઞાનના સમાચાર પ્રાપ્ત થતાં તેઓ સર્વજ્ઞ વીતરાગ ભગવાનના દર્શનાર્થે શકટ ઉદ્યાનમાં આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી. અત્યંત ભક્તિભાવપૂર્વક સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. સૌધર્મેન્દ્રનું આસન કંપાયમાન થયું. ત્યાં પ્રભુના કેવળજ્ઞાનની જાણ થતાં ત્યાં જ રહી ઇન્દ્રાસનથી નીચે ઊતરી પ્રભુને અત્યંત ભક્તિ સહિત ‘ણમો અરિહંતાણં’ કહી પ્રણામ કર્યાં. પછી દેવ-દેવીઓ સાથે આવી પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો હર્ષોલ્લાસપૂર્વક ઉત્સવ મનાવ્યો. પ્રભુની ધર્મોપદેશના માટે અદ્ભુત સમવસરણની રચના કરી. પ્રભુ સમવસરણમાં બિરાજમાન થયાં ત્યારે ભરત ચક્રવર્તી રાજાએ પ્રભુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી :
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां पंदा तद्गुणलब्धये ।।
Page #193
--------------------------------------------------------------------------
________________
174 છે ભક્તામર તુલ્ય નમઃ ||
અર્થાતુ મોક્ષમાર્ગના પ્રણેતા કર્મરૂપી પર્વતના ચૂરેચૂરા કરી નાખનારા વિશ્વના તમામ પદાર્થોના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવને જાણનાર હે પ્રભુ ! આપના જેવા ગુણોની પ્રાપ્તિ અર્થે આપને પ્રણામ કરું છું.
પ્રભુની ભરતે કરેલી સ્તુતિ બાદ પ્રભુને ધર્મોપદેશના આપવા વિનંતી કરી. પ્રભુએ તેમની વિનંતી થતાં ધર્મોપદેશના શરૂ કરી જેમાં જગતમાં રહેલાં છ દ્રવ્યો જીવ - પુદ્ગલ - ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય – આકાશ અને કાળ અને તેના દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવગર્ભિત મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો. તેમાં જીવ-અજીવ, પાપ-પુણ્ય, આશ્રવ-સંવર-નિર્જરા બંધ અને મોક્ષનું સ્વરૂપ વિસ્તારપૂર્વક હતું. જે જીવ આ જાણે અને તદનુસાર પ્રવર્તન કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન-જ્ઞાન-ચરિત્ર એ મોક્ષમાર્ગ છે. આ ત્રણે સહપૂર્ણતાએ મોક્ષ છે. પ્રભુની પ્રથમ દેશના પુરિમતાલ નગરમાં થઈ. આ નગરીના રાજા પ્રભુના જ પુત્ર વૃષભસેન હતાં, તેઓ મતિ-શ્રુતિ અવધિ અને મનપર્યવજ્ઞાનનાં જ્ઞાતા હતાં. તેઓ પ્રભુની ધર્મસભામાં ગણધર થયા. પ્રભુને પ્રથમ આહારદાન દેનાર શ્રેયાંસકુમાર દીક્ષા અંગીકાર કરી પ્રભુના ગણધર થયાં. પ્રભુની પુત્રી બ્રાહ્મી પણ દીક્ષા ગ્રહણ કરી સાધ્વી સમુદાયના વડા બન્યા. પ્રભુની બીજી પુત્રી સુંદરી પણ દીક્ષા લઈ સાધ્વી બન્યાં. શ્રુતકીર્તિ નામના પુરુષે શ્રાવકવૃત્ત ગ્રહણ કરી શ્રાવકોમાં શ્રેષ્ઠ થયા. સતી પ્રિયવ્રતાએ શ્રાવિકાનાં વ્રત ધારણ કર્યા અને શ્રાવિકાઓમાં શ્રેષ્ઠ થઈ. આ રીતે ભગવાન શ્રી ઋષભદેવના શાસનમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ.
પ્રભુના ધર્મ પરિવારમાં ૮૪ ગણધરો; ૨૦,000 કેવળજ્ઞાની; ૪,૭૫૦ શ્રુતકેવળી; ૪,૧૫૦ અધ્યાપક મુનિવરો; ૯,૦૦૦ અવધિજ્ઞાની મુનિવરો; ૨૦,૬૦૦ વૈક્રિય ઋદ્ધિધારક મુનિવરો; ૧૨,૭૫૦ મન:પર્યવજ્ઞાની મુનિવરો; ૮,૪૦૦ નિગ્રંથ મુનિ, બ્રાહ્મી સહિત ૩,૦૦,૦૦૦ સાધ્વીઓ; દઢવ્રતાદિ શ્રાવકો ૩,૫૦,૦૦૦; સુવ્રતાદિ શ્રાવિકો ૫,૫૪,૦OO; બીજા કેટલાય સમ્યગુદષ્ટિ મનુષ્યો અને તિર્યંચોનો પાર જ ન હતો.
યોગ્ય સમયે સૂક્ષ્મક્રિયા કરી અને છેવટે સુપરત ક્રિયા નિવૃત્તિ ધ્યાનપૂર્વક કરી. આ અંતિમ શરીરનો ત્યાગ કરી ભગવાન પરમાત્માસ્વરૂપે પ્રાપ્ત કરી મોક્ષસુખને પામ્યા. પ્રભુનું નિર્વાણકલ્યાણક-મોક્ષકલ્યાણક પોષ વદિ ૧૩ના દિવસે થયું. તે દિવસે પણ દેવોએ ધામધૂમપૂર્વક મોક્ષકલ્યાણકની ઉજવણી કરી.
જૈન આગમો અને ગ્રંથો સિવાય હિંદુ ધર્મગ્રંથોમાં પણ ભગવાન ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વદમાં કરવામાં આવેલી સ્તુતિ આ પ્રમાણે છે :
ॐ त्रैलोक्यप्रतिष्ठितन् चतुर्विंशति तीर्थंकरान् ।
ऋषभाद्यावर्धमानान्तान् सिद्धानां शरणं प्रपद्ये ।। યજુર્વેદ અધ્યાય - ૨૫માં મંત્ર - ૧૯મો આ પ્રમાણે છે :
___ॐ नमोऽहन्तो ऋषभो वा ॐ ऋषभं पवित्रम् । બ્રહ્મપુરાણમાં ઋષભદેવના જન્મ સંબંધી એક શ્લોક છે :
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન છે 175 नाभिस्तु जनयेत्पुत्रं मरुदेव्यां महाद्युपतिम् ।
ऋषभं क्षत्रियज्येष्ठं सर्व क्षत्रियस्य पूर्वजम् ।। સૌધર્મેન્દ્રએ પ્રભુની સ્તુતિ કરેલ તેનું પ્રથમ વાક્ય હતું. હે પ્રભુ! હું બુદ્ધિની તેજસ્વિતાથી રહિત છું. છતાં પણ આપ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને પરમ જ્યોતિ સ્વરૂપ તેમજ ગુણરૂપી રત્નોની ખાણ સ્વરૂપ એવા આપની સ્તુતિ કરવા તૈયાર થયો છું.'
ત્યારબાદ ઇન્દ્રએ શ્રીમાન શબ્દથી શરૂ કરી ધર્મસામ્રાજ્ય નાયક સુધીના પ્રભુના ૧૦૦૮ ગુણવાચક શબ્દોથી પ્રભુની સ્તુતિ કરી હતી. શક્રસ્તવ (નમુત્થણ)માં પણ ઇન્દ્રએ પ્રભુના ગુણવાચક નામોથી પ્રભુની સ્તુતિ કરી છે.
કંઈક આવા જ પ્રકારના ભાવ અને શબ્દોથી શ્રીમાનતુંગાચાર્ય આ ભક્તામર સ્તોત્ર'ના ૩૪-૫મા શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરે છે. સ્તોત્રકાર સૂરિજીએ સુંદર ઉદાહરણો દ્વારા પોતાની લઘુતા અને પ્રભુની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. તેઓ કહે છે કે મારામાં બુદ્ધિ ન હોવા છતાં, હે ગુણસમુદ્ર પ્રભુ ! આપના પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ હું આ “ભક્તામર સ્તોત્ર'રૂપી આપનું સ્તવન કરવા પ્રેરાયો છું.
આ સ્તોત્રની ફળશ્રુતિ શું હશે. તે સૂરિજી અંતિમ શ્લોકમાં જણાવે છે, “આ ભક્તામર સ્તોત્રને કંઠસ્થ કરીને તેનું નિત્ય પ્રતિદિન એટલે કે દરરોજ જે સ્તવન કરશે અને તેના તત્ત્વાર્થને જાણી હૃદયમાં ધારણ કરશે, તે પ્રમાણેનું પોતાનું જીવન વ્યતીત કરશે તે સર્વ પ્રકારના ભયનું નિવારણ કરી અભય એવા મોક્ષને પામશે.”
શ્રી માનતંગસૂરિજીએ ભક્તામર સ્તોત્ર નામને સ્તોત્રમાં ગૂંથી લીધું છે. પ્રથમ શ્લોકનો પ્રથમ અક્ષર “ભક્તામર છે. જ્યારે અંતિમ શ્લોકનો પ્રથમ અક્ષર સ્તોત્ર છે. આમ ભક્તામર સ્તોત્ર' નામ પ્રચલિત છે. અન્ય સ્તોત્ર જેવા કે ઉવસગ્ગહર, નમિઉણ, લોગસ્સ આદિ સ્તોત્રનાં નામ તેના પ્રથમ અક્ષરથી પ્રચલિત છે. તેવી જ રીતે ભક્તામર સ્તોત્ર'નું પણ છે.
ભક્તામર સ્તોત્રમાં સૂરીશ્વરજીએ પ્રથમ જિનેશ્વરને નમસ્કાર કર્યા છે. આથી તે શ્રી આદિનાથ સ્તોત્ર પણ કહેવાયું છે. “આદિનાથ' એટલે આદિ સર્વ પ્રથમ પ્રભુને આદિ પુરુષ પણ કહેવામાં આવ્યા છે. યુગપુરુષ' એવું સંબોધન પણ પ્રભુ માટે કરવામાં આવ્યું છે. અર્થાત્ યુગની શરૂઆત કરનાર.
શ્રી જિનેશ્વરદેવ માટે ૧૦૦૮ ગુણવાચક નામ વર્ણવવામાં આવ્યાં છે. “હરિવંશપુરાણમાં ઇન્દ્રએ નેમિનાથ ભગવાનની સ્તુતિમાં પણ ભગવાનનાં ગુણવાચક નામોથી ૧૫ શ્લોકોમાં સ્તુતિ કરી છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર (મૂળ સ્તોત્ર, ગુજરાતી પદ્યાનુવાદ, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન)
શ્લોક ૧લો અને રજો.
भक्तामरप्रणतमौलिमणि प्रभाणामुद्द्योतकं दलितपापतमोवितानम् । सम्यक् प्रणम्य जिनपायुगं युगादावालम्बनं भवजले पततां जनानाम् ।।१।। ૫: સંરતુત: સત્ત વીમયતત્તવોધાदुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः । स्तोत्रैर्जगत् त्रितय चित्तहरैरुदारैः
स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ।।२।। શબ્દાર્થ :
મત્તામર તમૌસિમપ્રમામિ – ભક્ત દેવોના વિશેષ નમેલા મુકુટના મણિઓની કાન્તિના.
જે ઇષ્ટદેવની વિશેષ પ્રકારે ભક્તિ કરે તે મા કહેવાય. અહીં ઇષ્ટદેવથી શ્રી જિનેશ્વરદેવ સમજવા. તેમની ભક્તિ કરનારા જે અમર અર્થાત્ દેવ, તે ભક્તદેવ. નત એટલે નમેલા, પ્રગતિ એટલે વિશેષ નમેલા. ભક્તિવશાત્ નમસ્કાર કરતી વખતે આ પ્રકારે નમવાનો પ્રસંગ આવે છે. ભૌતિ એટલે મુકુટ. મળ એટલે ચંદ્રકાન્ત આદિ મણિ. દેવોના મુકુટમાં આ પ્રકારના મણિ જડેલાં હોય છે. તેની મા એટલે કાન્તિ. આ પદ છઠ્ઠી વિભક્તિના બહુવચનમાં છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર
૩ડ્વોતમ્ – ઉદ્યોતને કરનારા.
‘૩દ્ ઉપસર્ગ સાથે’ ‘વ્રુતિ રીતૌ' ધાતુથી દ્યોત શબ્દ સિદ્ધ થયેલો છે. તે તેજ પ્રભા, કે પ્રકાશનો અર્થ દર્શાવે છે. ઉદ્યોતયતીતિ ડ્વોતમ્ જે ઉદ્યોતને કરે છે, તે ઉદ્યોતક, એટલે કે ઉદ્યોત કરનાર. આ પદ બિનપાવ્યુાનું વિશેષણ હોવાથી બીજી વિભક્તિમાં આવેલું છે.
રભિતપાપતમોવિતાનમ્ – પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર.
177
પાપરૂપી તમમ્ અંધકાર, તે પાપતમ:, તેનો વિતાન એટલે સમૂહ. તે પાપતમોવિતાન. તેને વનિત કર્યો છે – વિણસ્યો છે જેણે તે પતિતપાપતમોવિજ્ઞાન પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર. આ પણ ‘નિપાવવુાં’”નું વિશેષણ હોવાથી બીજી વિભક્તિમાં આવેલું છે.
-
ચુરી – યુગની આદિમાં, ચોથા આરાના પ્રારંભમાં.
–
લૌકિક ભાષામાં યુગ શબ્દથી સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ એવા ચાર સુદીર્ઘ પરિણામનો સંકેત થાય છે. તથા જૈન ખગોળ જ્યોતિષમાં પાંચ વર્ષના સમયને યુગની સંજ્ઞા અપાયેલી છે, પણ અહીં યુગ શબ્દથી વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા સુષમ-દુઃષમ નામના આરાનો અંતિમ ભાગ અને ચોથા આરાનો આરંભ સમજવાનો છે કે જ્યારે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન ઉત્પન્ન થયા હતા. ઇતિહાસકારો તેને સંસ્કૃત યુગની આદિ માને છે, કેમકે માનવસંસ્કૃતિને અનુરૂપ સર્વ વિદ્યા-કલાનો ઉદ્ભવ એ સમયે થયેલો છે.
મવખતે – સંસારરૂપી સાગરના અથાગ પાણીમાં
મવ રૂપી ખત, તે મવખત. અહીં ભવ શબ્દથી જન્મ-જરા-મરણરૂપ સંસાર સમજવો. તેનું અથાગ એવું ખત પાણી, તે મવખત તેને વિષે. આ પદ સપ્તમીના એકવચનમાં આવેલું છે.
પતતામ્ – પડી રહેલા, ડૂબી રહેલા.
નાનામ્ – મનુષ્યોના.
=
આ બન્ને પદો છઠ્ઠીના બહુવચનમાં છે.
આલમ્બનમ્ – આલંબનરૂપ, આધારભૂત.
બિનપાયુામ્ – જિનેશ્વરદેવના ચરણયુગલને.
બિન – જિનેશ્વરના. પાવ – પગ-ચરણનું, યુ” – યુગ્મ-યુગલ, તેને. જિન શબ્દથી અહીં જિનેશ્વર અર્થાત્ તીર્થંકર ભગવંત સમજવાના છે.
सम्यक् સારી રીતે, ભક્તિપૂર્વક, મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક.
प्रणम्य પ્રણામ કરીને.
સજનવાડામવતત્ત્વનોષાત્ – સમસ્ત શાસ્ત્રના તત્ત્વજ્ઞાનથી. સત્ત
-
સમસ્ત એવું. વાઙમય
Page #197
--------------------------------------------------------------------------
________________
178 | ભક્તામર તુલ્યું નમઃ | તે નવાગામ - શાસ્ત્ર, તેનાથી ઉત્પન્ન તત્ત્વવોધ – તત્ત્વરૂપી બોધ-તત્ત્વજ્ઞાન, તેનાથી આ પદ હેત્વર્થે પંચમીમાં આવેલું છે.
૩મૂતવુદ્ધમઃ – ઉત્પન્ન થયેલી બુદ્ધિ વડે ચતુર એવા ઉમૂત – ઉત્પન્ન થયેલી છે, વૃદ્ધિ – બુદ્ધિ, તેના વડે ટુ – ચતુરને મુતવૃદ્ધિપટુ - તેમના વડે. સુરનોનાર્થે. પદનું વિશેષણ હોવાથી આ પદ તૃતીયા બહુવચનમાં છે.
સુરતનાથે. – દેવેન્દ્રો વડે.
સુઝુ રાખજો રૂતિ સુર: – જે સારી રીતે પ્રકાશે છે, તે સુર, તેનો તોડ તે સુરનો અર્થાતું દેવલોક કે સ્વર્ગ તેનો નાથ કહેતા અધિપતિ, તે સુરનો નાથ અર્થાત્ દેવેન્દ્ર
Mતિત્રિત ચિતદરે – ત્રણ જગતના ચિત્તનું હરણ કરનારા એવા “ત્રતોડવવા કરત ત્રિવયં” જેને ત્રણ અવયવો છે. તે ત્રિતય નાતાં ત્રિતયં ગત ત્રિતયમ્ – જગતનો, ત્રિતા એટલે ત્રણ જગત. તેનું ચિત્ત તે સાત્રિાયશ્ચિત્ત, તેનું હરણ કરનાર તે ત્રિાયશ્ચિત્તર – તેના વડે,
દીપાવે છે મુકુટમણિના તેજને દેવતાના, સંહારે જે અઘતિમિરને માનવોના સદાના; જે છે ટેકારૂપ ભવમહિં ડૂબતાં પ્રાણીઓને, નિશે એવા પ્રભુચરણમાં વંદનારા અમો એ. (૧) જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણી, તે ઇન્દ્રોએ સ્તુતિ પ્રભુતણી રે કરી ભાવ આણી; ત્રિલોકીનાં જનમન હરે સ્તોત્ર માંહિ અધીશ,
તે શ્રી આદિ જિનવર તણી હું સ્તુતિ કરીશ. (૨) ભક્તામર સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ શ્રી માવજી દામજી શાહે મંદાક્રાન્તા છંદમાં કરેલ છે.
આ પદ સ્તોત્રે પદનું વિશેષણ હોવાથી તૃતીયાના બહુવચનમાં છે. અહીં ત્રણ જગતથી ત્રણ લોક એટલે ઊર્ધ્વલોક અર્થાત્ સ્વર્ગ, તિર્યગુલોક અર્થાતુ પૃથ્વી અને અધોલોક અર્થાતુ પાતાલનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્રણ લોકનું ચિત્ત એટલે ત્રણ લોકમાં રહેનારા એવા સુર, નર અને અસુરનું ચિત્ત. તાત્પર્ય કે જેણે સુર, અસુર અને મનુષ્યોનાં ચિત્તનું આકર્ષણ કર્યું છે, એવા.
કરે. – મહા અર્થવાળા એવા.
કારે– મદાર્થો (ગુણાકાર વૃત્તિ) ઉદાર એટલે મહાન અર્થવાળા. આ પદ સ્તોત્રેનું વિશેષણ હોવાથી તૃતીયાના બહુવચનમાં આવેલું છે.
તો – સ્તોત્રો વડે.
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 179. : - જે, જેઓ સંરતુત: – સારી રીતે સ્તવાયેલા છે. તમ્ – તે પ્રથમ– પહેલા.
અહીં પ્રથમ શબ્દથી ચોવીસ તીર્થકરોમાં પહેલા સમજવાના છે. ચોવીશ તીર્થકરોમાં પહેલા શ્રી ઋષભદેવ થયા કે જેઓ નાભિ કુલકર તથા મરુદેવીના પુત્ર હતા. તેમને આદિનાથ કે યુગાદિદેવ પણ કહેવામાં આવે છે.
જિનેન્દ્ર– જિનેન્દ્રને તીર્થકરને.
બિન – એટલે સામાન્ય જિન. તે ચતુર્દશ પૂર્વધર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, તથા સામાન્ય કેવલી જાણવા. તેમાં રૂદ્ર સમાન, તે નરેન્દ્ર. તાત્પર્ય કે જેઓ ચતુર્દશ પૂર્વધર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની તથા સામાન્ય કેવલી રૂપી જિનો કરતાં અષ્ટમહાપ્રતિહાર્ય આદિ લક્ષણો વડે ઘણી ઉત્તમ કોટિના છે, તે જિનેન્દ્ર.
વિ7 – નિશ્ચયથી. મë – હું–માનતુંગસૂરિ. માં – પણ સ્તોથે – સ્તુતિ કરીશ. ભાવાર્થ :
“ભક્તિવંત દેવતાઓના અતિ નમેલા મુગટોના મણિઓની કાંતિનો ઉદ્યોત કરનાર, પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર અને યુગની આદિમાં સંસારરૂપી સાગરના અથાગ પાણીમાં ડૂબી રહેલા મનુષ્યોને આધારરૂપ એવા શ્રી જિનેન્દ્રદેવના ચરણયુગલને મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક નમસ્કાર કરીને, સમસ્ત શાસ્ત્રોના તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વડે ચતુર એવા દેવેન્દ્રોએ, ત્રણ જગતના ચિત્તનું હરણ કરનારા અને મહાન અર્થવાળાં એવાં સ્તોત્રો વડે, જેમની સારી રીતે સ્તુતિ-સ્તવના કરેલી છે એવા પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ-સ્તવના કરીશ. ૧-૨/" વિવેચન : ગાથા ૧.૨
અંધારા ઓરડાના એક આસન પર બિરાજેલા અને સમગ્ર શરીર લોખંડની જંજીરો વડે જકડાયેલું છે એવા શ્રી માનતુંગસૂરિ પોતાના ઇષ્ટદેવ જેની ઇન્દ્રોએ પણ પાંચકલ્યાણક વખતે ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરી છે, એવા શ્રી ઋષભદેવ ભગવાનનું સ્તોત્ર રચવા માટે તત્પર બને છે. પ્રથમ તેઓ મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક ભક્તિથી ભરેલા હૃદયે ભાવ મંગલની પ્રાપ્તિ અર્થે શ્રી આદિનાથ ભગવાનના ચરણ યુગલમાં નમસ્કાર કરે છે.
શ્રી માનતુંગસૂરિજી સ્તોત્રની શરૂઆતમાં જ કોની સ્તુતિ કરવા જઈ રહ્યા છે તે તેઓને ખબર છે. તેઓ જણાવે છે કે, “હું જેમની સ્તુતિ કરું છું તે જિનેન્દ્રદેવની સ્તુતિ મોટા મોટા મહાપુરુષોએ પણ કરી છે. સકલ શાસ્ત્રના જ્ઞાન વડે જેમની બુદ્ધિ પારંગત છે એવા કુશળ ઇન્દ્રોએ ત્રણ લોકનું ચિત્ત પ્રસન્ન કરે એવા સુંદર-ઉત્તમ સ્તોત્ર વડે જેમની સ્તુતિ કરી છે એવા આદિ જિનેન્દ્રને હું પણ ઉત્તમ સ્તોત્ર વડે સ્તવીશ.”
સ્તોષ્ય વિનીમ તે પ્રથમ નિનેન્દ્ર” – એ શબ્દો દ્વારા તેઓ ગંભીર પદ અને અર્થપૂર્ણ
Page #199
--------------------------------------------------------------------------
________________
180
। ભક્તામર તુર્થ્ય નમઃ II
વાક્યો વડે તેમની સ્તુતિ ક૨વાનો સંકલ્પ કરે છે. પંચાગ પ્રણિપાતથી નમસ્કાર થાય છે ખરો પરંતુ તેમાં શ્રદ્ધા, બહુમાનની લાગણી કે ભાવના ન ભળે તો એ દ્રવ્ય-નમસ્કાર બને છે, ભાવનમસ્કાર નહિ. કોઈ પણ કાર્યની સિદ્ધિ અર્થે ભાવમંગલની પ્રાપ્તિ આવશ્યક છે. તેથી જ જૈન સાહિત્ય-રચનાકારો કોઈ પણ સૂત્ર, સિદ્ધાંત કે કાવ્યની રચના કરતી વખતે પંચપરમેષ્ઠીનું કે શ્રી અરિહંતદેવનું સ્મરણ કરે છે અને તેમને મન-વચન-કાયાના પ્રણિપાતપૂર્વક નમસ્કાર કરે છે.
જિન આગમોમાં કહ્યું છે કે અરિહંતો મંગલરૂપ છે, સિદ્ધો મંગલરૂપ છે. સાધુઓ મંગલરૂપ છે, અને કેવલી ભગવંતોએ કહેલો ધર્મ મંગલરૂપ છે અને તેમને ભાવપૂર્વક કરવામાં આવતો નમસ્કાર પણ મંગલરૂપ છે. તેથી જ પંચપરમેષ્ઠીને ભાવપૂર્વક કરાયેલા નમસ્કારની ગણના સર્વોત્કૃષ્ટ મંગલ તરીકે થાય છે.
?
ભક્તામરના પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી આદિનાથના ચરણયુગલમાં પ્રણિપાત છે અને બીજા શ્લોકમાં સૂરિજી શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરે છે. પ્રથમ શ્લોકમાં ચરણમાં પ્રણિપાત શા માટે કરવામાં આવે છે ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે શરીરમાં ઉત્તમ અંગ છે મસ્તિષ્ક. જે મસ્તિષ્ક ઉત્તમ અંગ છે એને પ્રણામ નથી કરવામાં આવ્યા. પગ નિમ્ન છે, નીચે રહે છે, જમીન ઉપર ચાલનાર છે, જમીનને અડનાર છે એને પ્રણામ કરવામાં આવ્યાં એવું કેમ ? ખરેખર તો થવા જોઈએ મસ્તિષ્કને પ્રણામ અને ક૨વામાં આવ્યા છે પગને. આ ભારતીય ચિંતનની મોટી વિશેષતા છે. પ્રણામ તો એને છે કે જે જમીનની સાથે ચાલે છે અને જમીનને અડે છે. નમસ્કાર એને ક૨વામાં આવે છે જે મૂળ છે. પગ આપણા જીવનનો આધાર છે તેથી એને પ્રણામ કરવામાં આવ્યા છે, જે મૂળને છોડીને પાંદડાં, ફૂલ કે ફળને પ્રણામ કરે છે. પગને છોડી ઉત્તમ અંગને પ્રણામ કરે છે. ધ્વજ દંડને છોડીને ફક્ત ધ્વજને પ્રણામ કરે છે, તે કદાચ સત્યને વિસારી દે છે. આધાર છે પગ, આધાર છે ધ્વજદંડ, આધાર છે મૂળ. તે દરેક વૃક્ષનું સિંચન કરે છે...પગ આપણો આધાર છે. સમગ્ર શરીરનું મૂળ છે.. આપણા પગ.’'
એટલે કે નમસ્કાર એને ક૨વામાં આવ્યા છે જે મૂળ છે. જમીનને અડે છે અને જમીનની સાથે જ ચાલે છે. આપણા જીવનનો આધાર છે ચરણ. એ ગતિનું માધ્યમ છે. કોઈ પણ વ્યક્તિ પોતાના પૂર્વજો અને મહાપુરુષોના પચિહ્નોનું અનુસરણ પગ દ્વારા જ કરે છે.
શ્રી માનતુંગસૂરિજી શ્રી આદિનાથ ભગવાનના જે ચરણયુગલમાં નમસ્કાર કરે છે તેનું વર્ણન તેમણે ત્રણ વિશેષણો દ્વા૨ા કર્યું છે.
(૧) શ્રી આદિનાથ પ્રભુના ચરણયુગલમાં ભક્તદેવોએ પોતાનું મસ્તક અત્યંત ભાવપૂર્વક નમાવીને પ્રણામ કરેલાં છે.
(૨) એ ચરણયુગલ પાપરૂપી અંધકારનો નાશ કરનાર છે.
(૩) એ ચરણયુગલ સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલાં મનુષ્યોને મહાન આલંબનરૂપ છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર જ 18) શ્રી માનતુંગસૂરિ કહે છે કે સૌધર્મેન્દ્ર આદિ દેવતાગણ પ્રભુ શ્રી આદિનાથના ચરણોમાં નમસ્કાર કરે છે ત્યારે, ઇન્દ્રના મુગટમણિના કિરણો પ્રભુના ચરણોમાં પથરાય છે ત્યારે શ્રી જિનેશ્વરદેવના અંગૂઠાના નખમાંથી નીકળતાં કિરણો એટલાં બધાં તેજસ્વી હોય છે કે તે પર ઇન્દ્રના મુકુટમણિનાં કિરણો ફેંકાતા પ્રકાશનું વક્રીભવન થાય છે જે તેને વિશેષ પ્રકાશથી છલકાવી દે છે. (આવા જે દેવતાઓ નિરંતર પ્રભુના ચરણોની સેવામાં રહીને સેવાભક્તિ કરે છે. તે ભક્તદેવો.) ઇન્દ્રના મુગટમણિના દિવ્ય તેજ કરતાં પ્રભુના એક નખની પ્રભા વધી જાય છે. મુગટમણિ ઉપર તે નખનો પ્રકાશ પડે છે તેથી જ તે મણિ શોભી રહ્યો છે.
ઇન્દ્રના મુગટમણિનો પ્રકાશ ભગવાનના નખ ઉપર પડે છે એમ ન કહ્યું પણ ભગવાનના નખનો પ્રકાશ ઇન્દ્રના મુગટ ઉપર પડે છે એમ કહીને ઇન્દ્રના મુગટ કરતાં ભગવાનના ચરણની મહત્તા બતાવી. હે પ્રભુ, ઇન્દ્રનો મુગટ પણ આપના ચરણોમાં નમે છે તેથી જ શોભે છે.
ઇનો મુગટનો મણિ પ્રકાશ આપે છે પરંતુ પૂર્ણ રીતે પ્રકાશિત નથી. અને તે એટલા માટે નથી કે તેની સાથે ઇન્દ્રની મોહરૂપી અંધકાર, કામ, ક્રોધ જોડાયેલાં હતાં. જિનેશ્વરદેવના ચરણનો સ્પર્શ કરીને પાપનો અંધકાર દૂર થઈ ગયો. જેની ભીતરમાં અંધકાર છુપાયેલો હતો. જે પૂર્ણ રૂપથી પ્રકાશિત નહોતું તેનું અંતઃકરણ પ્રકાશથી ઝળહળી ઊઠ્યું. આ સંદર્ભે શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ નિરૂપે છે કે, “ભગવાન ઋષભના અંગૂઠામાંથી નીકળતાં કિરણો તે મણિને પણ પ્રકાશિત કરી મૂકે છે. કે જે સ્વયં પ્રકાશિત છે ! અંધકારમાં પ્રકાશ પાથરવો તે એક વાત છે, પરંતુ પ્રકાશિત પ્રકાશથી ભરી દેવો એ બહુ મોટી વાત છે.”
નમસ્કાર પ્રભુના ચરણયુગલને કર્યા કે જે યુગના આરંભે આલંબન બન્યા. સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા મનુષ્યોને ભવસાગર તરવા માટે સુદઢ નોકા જેવું આલંબન આપ્યું. એટલે કે ભક્તિભાવપૂર્વક તેનું શરણ સ્વીકાર કરવામાં આવે તો કોઈ પણ જાતની ભવભ્રમણાની ભીતિ રહેતી નથી. પ્રભુનું આલંબન લેવાથી તેના ભક્તો સંસારરૂપી સમુદ્ર તરી જાય છે અને મોક્ષસુખના અધિકારી બને છે.
પ્રભુની જે ત્રણ વિશેષતાઓ છે : પ્રભુ ઉદ્યોત કરનાર છે, પાપનો નાશ કરનાર છે અને આલંબન આપનાર છે. તે વિષે આ વિશેષણોથી સ્તોત્રકર્તા સૂરિજી એમ કહેવા માંગે છે કે જેને અચિંત્ય શક્તિ પ્રાપ્ત થયેલી છે એવા દેવો પણ શ્રી જિનેશ્વરદેવને પરમ ભક્તિથી નિત્ય નમસ્કાર કરે છે તો આપણે કોણ માત્ર ? ભાવભીર આત્મા તરીકે આપણે તો તેમની પ્રણામાદિ વડે નિરંતર ભક્તિ કરવી જોઈએ. મેં શ્રી આદિનાથ ભગવાનના ચરણયુગલને જે સમ્યક્ પ્રણામ કર્યા છે તે ભક્ત દેવતાના અનુકરણરૂપ છે. ઉત્તમનું અનુકરણ કરવું એ ગતાનુગતિકતા નથી, પણ વિશિષ્ટ પુરુષોએ પ્રવર્તાવેલો એક પ્રશંસનીય આચાર છે. “મશીનનો તિ: ચેન ન પુસ્થા:” . આદિ વચનો તેના પ્રમાણરૂપ છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
182 |ભક્તામર તુલ્યુ નમઃ
સ્તુતિકર્તા શ્રી માનતુંગસૂરિ કહે છે કે, “સખ્ય પ્રણમ્ય' - અર્થાત્ સમ્યક પ્રકારે, ભક્તિભાવપૂર્વક, મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક પ્રણામ કરીને હું આ સ્તુતિ કહીશ. એકલા શબ્દોથી કે એકલા રાગથી નહિ પણ સમ્યક પ્રકારે એટલે જ્ઞાનપૂર્વક વીતરાગ ભાવનો અંશ પ્રગટ કરીને હે જિનેન્દ્ર ! હું આપને સ્તવીશ. સમ્યગુદર્શન એ ભગવાનનું પરમાર્થ સ્તવન છે. તે સર્વજ્ઞની સ્તુતિ છે. આ સ્તોત્ર દ્વારા એવી સમ્યક્ સ્તુતિ કરીશ.
બીજા પદ્યમાં સ્તોત્રકારે “રસ્તોથે કિનીમ તું પ્રથમં નિનેન્દ્રમ" - એ શબ્દો વડે પોતે શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરવાના છે એ વસ્તુ સ્પષ્ટ કરી છે.
ભક્તામર' તેમાં ભક્ત' અને 'અમર' એવા બે શબ્દની સંધિ છે. ભક્ત એટલે જિનેશ્વરદેવની જે ભક્તિ કરે તે ભક્ત અને અમર એટલે દેવ. આમ ભક્તઅમર = ભક્તદેવ, આવા ભક્તદેવો, ગણધરો, બાર અંગને જાણનારા મહાબુદ્ધિમાનો અને સમર્થ પુરુષોએ આપની સ્તુતિ કરી છે. બીજા શબ્દોમાં આ ઋષભદેવ દેવાધિદેવ છે અને દેવેન્દ્રોએ પણ તેમની સ્તુતિ-સ્તવના કરી છે. દેવ-દેવેન્દ્ર કે જેમણે સકલ શાસ્ત્રોના સાર રૂપે જે કલ્પો કહેવાયેલા છે તેનો મર્મ જાણીને નિપુણ થયેલી બુદ્ધિ વડે મહાન અર્થવાળાં સ્તોત્રોનો ઉપયોગ કરી સ્તુતિ-સ્તવના કરી છે. હું પણ તેમના અનુકરણ રૂપે જ શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરીશ.
અહીંયાં સૂરિજીએ “હું પણ આપની સ્તુતિ કરીશ” એમ કહ્યું. માત્ર “અહં' કહ્યું હોત તો અહંકાર થઈ જાય છે. “અહં અહંકારવાચક છે. પણ અહીંયાં “અહંની સાથે “અપિ'નો યોગ થયો. જે વિનમ્રતાવાચક છે. આ યોગમાં સ્તોત્રકારની વિનમ્રતા ઝળકવા લાગી અને આમ સ્તુતિ કરવાનો સંકલ્પ એક શક્તિશાળી સ્તોત્રનિર્માણનો આધાર બની ગયો.
સૂરિજીએ આ સ્તોત્રની રચના કેવા અહોભાવપૂર્વક કરવા ધારી છે તેનું વર્ણન સ્તોત્રના પ્રથમ બે શ્લોકમાં કર્યું છે. તેઓ બરાબર જાણે છે કે ઇન્દ્રો ત્રણ જગતની ચિંતાને હરે એવા ઉદાર સ્તોત્ર વડે પ્રભુભક્તિની રેલમછેલ કરે છે અને તીર્થકર ભગવાનનાં પાંચે કલ્યાણકો ઊજવે છે. અને દરેક વખતે સ્તુતિ-સ્તોત્રો ગાય છે. આ સ્તોત્રો સકલ શાસ્ત્રના સારરૂપ હોય છે. આવા ઇન્દ્રો આપની સ્તુતિ કરે છે. તેમની સામે તો હું અલ્પજ્ઞાની છું. છતાં પણ હું સ્તુતિ કરીશ જ.
શ્રી માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્ર, યુગની શરૂઆત કરનાર યુગાદિ પુરુષ. સર્વજ્ઞ દેવ, ધર્મતીર્થન આદિ કરનારા એવા શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરી ભક્તિરસની ધારા કરી છે. અંતરમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની ભક્તિ વડે સર્વજ્ઞ સ્વભાવી આત્માનું શરણ એ પરમાર્થ ભક્તિ છે. આવા વખતે માનતુંગ ભક્તિભાવમાં એવા તો ભીંજાઈ ગયા છે કે બંધ ઓરડામાં સાંકળ અને તાળાંથી જકડાયેલા એકચિત્ત પ્રભુમય બની આ સ્તુતિ કરી રહ્યા છે. હે પ્રભુ! તારી ભક્તિ કરે ત્યાં ભવનાં બંધન તૂટી જાય છે તો આ બંધન તૂટે જ ને. ભવમાં ડૂબતા જીવોને તારવા
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર માટે પુણ્ય પ્રકાશનો પ્રદ્યોત કરનાર છો. આપનો ઉપદેશ આલંબનરૂપ છે. આપ પાપ-અંધકારનો નાશ કરનારા છો. ને ધર્મની પ્રાપ્તિ કરાવીને ભવસમુદ્રથી તારનાર છો. ઇન્દ્ર જેવા ભક્તદેવો આપની સ્તુતિ કરે છે. તેમ હું પણ મારી અલ્પબુદ્ધિ અનુસાર આપની સ્તુતિ કરીશ. એમ કહી પ્રભુના ચરણયુગલમાં નમસ્કાર કરે છે. પ્રભુના શરણમાં જાય છે. જે પ્રભુશરણે આવેલા જીવને પોતા સ્વરૂપે બનાવવા શક્તિશાળી છે. તે પ્રભુની સ્તુતિ એવાં જ ઉત્કૃષ્ટ ભાવથી ક૨વામાં આવે તો જ સાચી સાર્થકતા છે. સાચી સાર્થકતાના લક્ષને કારણે પ્રભુમય બની સૂરિજીએ સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો.
સ્તુતિ કરતાં કહે છે કે પ્રભુની સ્તુતિ દ્વારા ભવનાં બંધનોનો નાશ થાય છે. પ્રભુસ્તુતિ ભવમાં ડૂબતા જીવના તરવા માટે પણ પુણ્ય પ્રકાશરૂપી ઉદ્યોત છે.
183
માનતુંગસૂરિએ આ સ્તુતિમાં પ્રભુના અનંત ગુણોનું વર્ણન કર્યું છે. આમ તો આ સ્તુતિ શ્રી આદિનાથ ભગવાનને પ્રથમમ્ જિનેન્દ્રને ઉલ્લેખીને ક૨વામાં આવી છે. પરંતુ બધાં જ તીર્થંકરોની સ્તુતિ-સ્તવના આ સ્તોત્રમાં કરવામાં આવી છે. એક તીર્થંકર વધારે પ્રભાવશાળી, શક્તિશાળી અને બીજા તીર્થંકરો ઓછા પ્રભાવશાળી એ માન્યતાને જૈન ધર્મમાં સ્થાન નથી. એટલે એક તીર્થંકરની સ્તુતિ સ્તવનામાં અનંતા તીર્થંકરોની સ્તુતિ-સ્તવના સમાઈ જાય છે.
ભક્તામરના પ્રથમ શ્લોકમાં તીર્થંકરના ૩૪ અતિશયોમાંથી ચાર અતિશયો સૂચવાયેલા છે. ચોત્રીશ અતિશયોમાંથી ચાર અતિશયોને સારભૂત માનવામાં આવ્યા છે : (૧) પૂજાતિશય (૨) અપાયાપગમાતિશય (૩) વચનાતિશય (૪) જ્ઞાનાતિશય.
સર્વેથી પુજાવું તે પૂજાતિશય છે.
સર્વે અપાયો એટલે ઇતિભીતિનો નાશ થયો તે અપાયાપગમાતિશય છે.
પાંત્રીશ પ્રકારના ગુણવાળી વાણી એ વચનાતિશય છે.
સર્વજ્ઞાતા એ જ્ઞાનાતિશય છે.
આ ચાર અતિશયોને પ્રથમ શ્લોકમાં આ પ્રમાણે સૂચવાયેલા છે.
(૧) ‘મવત્તામર પ્રાત મૌનિ મળિ પ્રમાનાં મુદ્યોત' એ પદો વડે પૂજાતિશયનું સૂચન છે. (૨) ‘વનિત પાપ તમો વિતાનામ્' એ પદ વડે અપાયાપગમાતિશયનું સૂચન છે. કારણ કે અપાય એ પાપનું જ પરિણામ છે.
(૩) ‘આનંદ્દન મવખતે પતતાં બનાનામ્' એ પદો વડે વચનાતિશય અને જ્ઞાનાતિશયનું સૂચન છે. કારણ કે જ્ઞાની અને સાક્ય જ ભક્તજનોને આલંબનરૂપ બની શકે છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
184 * || ભક્તામર તુલ્યું નમઃ ।।
પ્રથમ જિનચરણને સંસારસમુદ્રમાં ડૂબી રહેલાં માણસોને માટે આલંબનરૂપ કહેલા છે અને અહીં જ્ઞાન અને વચનને આલંબનરૂપ કેમ ગણાવો છો ? તો જિનચરણ એ જિન ભગવંતોનો જ સંકેત છે અને જિન ભગવંતો જ્ઞાની એટલે સર્વજ્ઞ હોય છે. તથા સાતિશય વાણી વડે સાક્યો વડે જ લોકોને ધર્મની દેશના દે છે. એટલે એમાં કોઈ વિરોધ નથી.
પ્રથમ બે શ્લોકમાંથી મંગળની શરૂઆત થાય છે. સંસારમાં આપણે સૌ ડૂબેલા છીએ. અને આપણી શક્તિથી આપણે બહાર નીકળી શકતા નથી. તેથી તારણહારની સહાયતાની જરૂર પડે છે. આપણા તારણહાર યુગની શરૂઆતમાં થઈ ગયેલા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન અથવા ઋષભદેવ. તેથી ધર્મ સમી નોકાની રચના કરીને ઉપકાર કરનારા ઋષભદેવના ચરણ યુગલમાં વંદન કરીએ છીએ. આ ચરણ યુગલો કેવા છે ? જેમાંથી તેજ વહી રહ્યું છે અને જે અંધકારને દૂર કરવા ઉપરાંત તેના શરણે આવનારને પવિત્ર કરીને તેના પાપ અને અજ્ઞાનને દૂર કરનારા છે.
મહાન પુરુષોની સ્તુતિ કરનાર ભક્તો પણ તેજસ્વી અને વિદ્વાન હોય છે. એટલે અહીં ભક્ત નમ્ર થઈને હું અલ્પબુદ્ધિ છું તેવું સ્વીકારીને સ્તુતિ શરૂ કરે છે. એક વાર મનમાં નિશ્ચય થાય એટલે બીજા વિચારો દૂર થઈને તેની શક્તિઓ એકઠી થવા માંડે છે. તેથી હું સ્તુતિ કરીશ તે નિશ્ચય શરૂઆતમાં નજરે પડે છે. નમ્રતા અને નિશ્ચયથી થાય છે મંગળ શરૂઆત.
શ્લોક ૩જો
बुद्धया विनाऽपि विबुधार्चित पादपीठ !
स्तोतुं
समुद्यतमतिर्विगतत्रपोऽहम्
बालं
विहाय
जलसंस्थितमिन्दुबिम्ब
मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ।।३।।
દેવો સર્વે મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજ્જા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી;
જોઈ ઇચ્છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિશ્ચે એવી હઠ નહિ કરે બાલ વિના સહેજે. (૩)
વિનુપાર્જિતપાપી ! – દેવો વડે જેમનું પગ રાખવાનું આસન પુજાયું છે એવા હે જિનેન્દ્ર ! વિનુષ – દેવ, તેના વડે અર્પિત – પૂજિત તે વિષુધાર્પિત એવું જે પાપી – પગ મૂકવાનું આસન, તે વિષુધાર્થિતાપી. આ પદ જિનેન્દ્રના વિશેષણ તરીકે સંબોધનમાં આવેલું છે. દેવો જિનેન્દ્ર ભગવાનના ચરણની પૂજા કરે છે, તેમ તેમના પાદપીઠની પણ પૂજા કરે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 185 વિસાતત્ર. - લજ્જારહિત, મર્યાદાના ભાનવિના. વિસાત – વિશેષતા પૂર્વક જેની ગયેલી છે જેની ત્રયા લજ્જા-શરમ, તે વાતત્ર :.
ગમ્ – હું માનતુંગસૂરિ. યુદ્ધવિના મા – બુદ્ધિ વિના પણ, બુદ્ધિ નહિ હોવા છતાં વૃદ્ધિ - જ્ઞાનશક્તિ, પ્રજ્ઞા, સ્તોતુન – (તમારી સ્તુતિ કરવાને. (અહીં ત્યાં પદ અધ્યાહારથી લેવાનું છે) સમુદતમતિઃ - તૈયાર થઈ છે જેની બુદ્ધિ એવો. સમુદ્યત – સારી રીતે તૈયાર થયેલી છે જેની મતિ – ઉદ્ધિ તે સમુદ્યતમતિઃ.
ખતરશતમ્ – પાણીમાં રહેલું ? – પાણીમાં, રિયત – રહેલું, તે ખતરરિસ્થતિમ આ પદ ડુમિ -નું વિશેષણ હોવાથી બીજી વિભક્તિમાં આવેલું છે. ફવિપ્લમ્ – ચંદ્રના પ્રતિબિંબને. રૂદ્ – ચંદ્ર, તેનું – પ્રતિબિમ્બ તે ડુત્ત્વવિ, તેને અર્થાત્ ચન્દ્રના પ્રતિબિંબને. વાનમ્ વિદાય - બાળકને છોડીને, બાળક વિના (સિવાય) અન્ય : ગન. - બીજો કયો માણસ ? સહસા – વગર વિચાર્યે પ્રીતુન્ – ગ્રહણ કરવાને, પકડવાને રૂછતિ – ઇચ્છે છે. ભાવાર્થ :
દેવોએ જેમનું પાદપીઠ પૂજ્ય છે એવા હે જિનેશ્વરદેવ ! તમારી સ્તુતિ કરવા યોગ્ય મારી બુદ્ધિ નહિ હોવા છતાં, હું મર્યાદાનું ભાન ભૂલીને, તમારી સ્તુતિ કરવા તત્પર બન્યો છું. પાણીમાં પડેલું ચંદ્રનું પ્રતિબિમ્બ વગર વિચાર્યું પકડવાની ઇચ્છા બાળક સિવાય બીજો કોણ કરે ?” વિવેચન : ગાથા૩
શ્રી માનતુંગસૂરિજી સ્તોત્રરચનાનો સંકલ્પ કરી ચૂક્યા છે. હવે પ્રભુને સીધું સંબોધન કરે છે. પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ અહીંથી શરૂ થાય છે. આચાર્યજી દેવના બુદ્ધિ-સામર્થ્યની સામે પોતાનું બુદ્ધિ-સામર્થ્ય કેટલું છે તેની સરખામણી કરે છે અને બાળકના ઉદાહરણ દ્વારા સમજાવે છે સૂરિજી પ્રભુને કહે છે કે મહાશક્તિશાળી દેવો પણ સર્વ સાથે મળીને તમારી પાદપીઠની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. એટલે કે પ્રભુના પગ રાખવાનું આસન દેવો વડે પુજાયું છે. તેઓ એકલા ભક્તિ કે પૂજા કરતાં નથી. પરંતુ સર્વ દેવો સાથે મળીને પ્રભુની ભક્તિ કે પૂજા કરે છે. તમારા ગુણોને વર્ણવવા માટે તો સૌધર્મેન્દ્ર, બાર અંગોના જાણકારની બુદ્ધિ પણ ઓછી પડે. તમારી સ્તુતિ મારે શી રીતે કરવી ? તે માટે જેવી બુદ્ધિ જોઈએ તે મારામાં નથી. હું તો સાવ મતિહીન ઉત્તમ બળબુદ્ધિથી રહિત છું. શક્તિ વિના કોઈ પણ કાર્ય કરવા તત્પર થઈએ તો તે કાર્ય છોડી દેવું પડે છે. અને હાસ્યાસ્પદ થવાનો વખત આવે છે. જે કાર્યમાં આપણી બુદ્ધિ કે શક્તિ ન પહોંચતી હોય તેવું કાર્ય ન કરવું જોઈએ. પરંતુ પ્રભુ આપની સ્તુતિ કરવાનો ઉત્સાહ મારામાં એટલો તીવ્ર બન્યો છે કે યોગ્ય પ્રતિભા ન હોવા છતાં સર્વ લજ્જાઓનો ત્યાગ કરીને આપની સ્તુતિ કરવા પ્રવૃત્ત બન્યો છું.
હું તો દેવતાઓની અપેક્ષાએ સાવ મતિહીન – ઉત્તમ શક્તિઓથી રહિત છું. છતાં આપની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું. તેમાં આપના પ્રત્યેની અનન્ય ભક્તિ જ મુખ્ય નિમિત્ત છે. મારી
Page #205
--------------------------------------------------------------------------
________________
186
|| ભક્તામર તુર્થ્ય નમઃ |
અલ્પતાનું ભાન મને પૂરેપૂરું છે. પણ અનન્ય ભક્તિને કા૨ણે એ લજ્જાનો મેં ત્યાગ કર્યો છે અને તેમ કરવામાં દેવોથી ઊંચા દેખાવાનો, પ્રતિષ્ઠા મેળવવાનો કે અન્ય કોઈ લોભ તેમાં નિમિત્ત નથી. મારી ભક્તિ અત્યારે એટલી તીવ્ર બની છે કે મારાથી આપની સ્તુતિ-સ્તવના કર્યા સિવાય રહી શકાય તેમ નથી. માટે હું આ સ્તુતિની રચના કરું છું.
હવે પછીની બે પંક્તિઓમાં સૂરિજી પોતાની સરખામણી બાળક સાથે કરે છે. આપની સ્તુતિ સ્તવના કરવાનો મારો પ્રયત્ન બાળકની બાલચેષ્ટા ગણી ઉદારતાથી નિભાવી લેજો.
એક એક ઉપમાનનો ઉપયોગ હવે પછીના પઘમાં સૂરિજી કરે છે. અહીં તેઓ પોતાની સરખામણી બાળક સાથે કરે છે. ઉદાહરણ દ્વારા સમજાવે છે કે શીતલ ચંદ્રમાનું પાણીમાં પડતું પ્રતિબિંબ ઘણું સુંદર હોય છે. તે પ્રતિબિંબ જોઈને બાળક તેને પ્રાપ્ત કરવાની, મેળવવાની જીદ કરે છે. આવી ચેષ્ટા બાળક વિના કોણ કરે ? કોઈ બુદ્ધિમાન મનુષ્ય તેને પકડવાનો પ્રયત્ન કરતો નથી. કારણ કે તેને ખબર છે કે તે પ્રતિબિંબ મેળવવામાં સફળતા મળવાની નથી. પરંતુ અલ્પબુદ્ધિવાળા બાળકમાં જ આ પ્રકારની સમજણ ન હોવાથી તેઓ પ્રતિબિંબિત ચંદ્રમાને પકડવાની ચેષ્ટા કરે છે. આની સંભવિતતા કે અસંભવિતતા કે પોતાની શક્તિઓનો વિચાર કર્યા વગર જ પ્રતિબિંબને પકડવા માટે તેઓ હોંશભેર તૈયાર થાય છે અને તે માટેનો પ્રયત્ન પણ કરે છે. સૂરિજીએ જે સ્તુતિ-સ્તવનાની રચના કરવાનું કાર્ય ઉપાડેલ છે તે પણ આ જ પ્રકારનું કાર્ય છે. તેઓની સ્તુતિ-સ્તવના કરવાનું ગંભીર અને મહાનકાર્ય પોતાની શક્તિ બહારનું છે જાણવા છતાં સ્તુતિ કરવાની ભાવના એટલી તીવ્ર બની છે કે તેઓ પ્રભુની સ્તુતિ કરવા ઇન્દ્રોની વાણી પણ સમર્થ નથી તેવું કાર્ય પૂર્ણ કરવા ચાહે છે અને તેમ કરવામાં દેવોથી ઉંચા દેખાવવાનો, પ્રતિષ્ઠા મેળવવાનો કે અન્ય કોઈ લોભ તેમાં દેખાતો નથી. પરંતુ તેમનો આ પ્રયત્ન એક પ્રકારની બાલસહજ ચેષ્ટા જેવો છે. અને તેને ઉદારતાથી નિભાવી લેવા પ્રભુને પ્રાર્થના કરે છે.
અહીં સૂરિજીએ પોતાની સરખામણી બાળક સાથે કરી છે. બાળકનો અર્થ છે સરળતા અને સમર્પણ–બાળક બિંબ સુધી નથી પહોંચી શકતું તે પ્રતિબિંબ ઉપર અટકી જાય છે. કારણ કે બાળક ભોળું અને સરલ છે. બુદ્ધિશાળી માનવીઓમાં સમર્પણ-ભાવના ઓછી હોય છે. જ્યારે બાળક સમર્પણ ક૨વાનું જાણે છે. સૂરિજીએ પોતાને બાળક સ્વરૂપે રજૂ કરીને પ્રભુના ચરણયુગલમાં સંપૂર્ણ સમર્પણ કર્યું છે. આવી વિનમ્રતા સૂરિજી જેવા ભક્તમાં જ હોય. ભક્ત હૃદય કેવું વિનમ્ર હોવું જોઈએ? તેનું આ સુંદર દૃષ્ટાંત છે. શ્રી માનતુંગસૂરિ એક સમર્થ વિદ્વાન છે. વાણી પર અદ્વિતીય પ્રભુત્વ ધરાવે છે. છતાં ભગવાનના ગુણો ગાવા માટે પોતાને અસમર્થ માને છે. એક બાળક જેવા ગણે છે. જ્યાં સુધી આવી નમ્રતા ન આવે, આવી લઘુતા ન પ્રગટે ત્યાં સુધી ભગવાનની ભક્તિ યથાર્થ પૂર્ણ થઈ શકતી નથી. લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર' એ વચનો સૂરિજીની પોતાની બાળક તરીકેની ગણના અને ભક્તિ કરવાની પ્રબળ ઇચ્છાને સમર્થન કરનાર છે.
આમ આ ગાથાની બે પંક્તિઓમાં સૂરિજી કહે છે કે, જેના સિંહાસનની કે પાદપીઠની ઇન્દ્રોએ ઉત્તમ સ્તુતિ કરીને પૂજા કરી છે. તેની પૂજા કરતાં મને સંકોચ થાય છે. લજ્જા આવે છે, પરંતુ
Page #206
--------------------------------------------------------------------------
________________
–
શ્રી ભક્તામર સ્તોત્ર - 187 મારી અલ્પબુદ્ધિ છે તે જાણવા છતાં આ સંકોચ છોડીને, લજ્જાનો ત્યાગ કરીને હું સ્તુતિ કરી રહ્યો છું. અને બીજી બે પંક્તિઓમાં તેઓ આ પ્રયત્ન કેવો છે તેની સરખામણી કરવા માટે ઉદાહરણ આપે છે કે તે પાણીમાં દેખાઈ રહેલા ચંદ્રમાના પ્રતિબિંબને પકડવા હાથ લંબાવતા બાળક જેવું અલ્પબુદ્ધિ કાર્ય છે. પરંતુ ભક્તિવશ હું તેમ કર્યા વગર રહી શકું તેમ નથી. તો એક નાદાન બાળકની બાલ સુલભ ચેષ્ટા ગણી તેને નિભાવી લેવા પ્રભુને વીનવે છે. કારણ કે તે માટે પ્રભુ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ જ કારણભૂત છે. તેથી ઇન્દ્રો પણ જેના ગુણગાન ગાવા-સ્તુતિ કરવા અસમર્થ છે. તેવા ઇષ્ટદેવ શ્રી આદિજિનની સ્તુતિ કરવા માટે સ્તોત્રકાર અલ્પજ્ઞાની હોવા છતાં ભક્તિવશ સ્તુતિ કર્યા વગર રહી શકે તેમ નથી. તેમ કહીને નિશ્ચયને તો દઢ જ કરવામાં આવ્યો છે. શ્લોક ૪થો
वक्तुं गुणान् गुणसमुद्र । शशाङ्ककान्तान् कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया ? कल्पान्तकालपवनोद्धतनक्रचक्रं को वा तरीतुमलमम्बुनिधिं भुजाम्याम् ? || ४ || સદ્ગુણોથી ભરપુર તમે ચંદ્રવતું શોભનારા. દેવોના એ ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિંધુમાં પ્રલય સમયે ઉછળે પ્રાણીઓ રે,
તેને ક્યારે પણ કરી શકે કોણ રે બાહુ જોરે ? (૪) Tળસમુદ્ર ! હે ગુણના સમુદ્ર ! અહીં ગુણ શબ્દથી જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના વિવિધ ગુણો સમજવા. યુદ્ધ – બુદ્ધિ વડે સુરગુરુપ્રતિમા – બૃહસ્પતિ જેવો. સુરઇ પણ બૃહસ્પતિ, તેના પ્રતિમ્ – સમાન, તે સુરપુર પ્રતિમા / પ – અપિવ. – કોણ મનુષ્ય ?, તે - તારા, તમારા. શશી* છાત્તાન – ચન્દ્રમાં સમાન ઉજ્વલ એવા, પાશ ચંદ્રમા, તેના જેવા મા - ઉજ્વલ તે, શશષ્ઠ ઋત્તિ આ પદ ગુIનું વિશેષણ હોવાથી દ્વિતીયાના બહુવચનમાં છે. ગુન – ગુણોને, વવતુમ્ – કહેવાને, ક્ષમ: - સમર્થ છે, અહીં મસ્ત પદ અધ્યાહારથી લેવાનું છે. વી – અથવા, ત્યાન્તાનપવનોદ્ધતિનવમ્ – પ્રલયકાલના પવનથી જેમાં મગરમચ્છો વગેરે ભયંકર પ્રાણીઓ ઊછળી રહેલાં છે એવા. – – યુગ તેના સત્તા નિમિત્તનો જે વાત તે છત્પત્તાન – અર્થાત્ પ્રલયકાળ, તેના પવન વડે ઉદ્ધત ઊછળી રહેલો એ જ નક્ક - મગરમચ્છ વગેરે ભયંકર જળચરોનો સમુદાય, તે
ત્માન્તનાવનોદ્ધતન તેને આ પદ મ્યુનિધિમનું વિશેષણ હોવાથી દ્વિતીયાના એકવચનમાં આવેલું છે) લૌકિક માન્યતા એવી છે કે જ્યારે પ્રલય થવાનો હોય, ત્યારે અતિ ભયંકર પવન વાય છે. તેના લીધે મહાસાગરમાં ભયંકર મોજાંઓ ઊછળે છે અને તેમાં ઊંડે ઊંડે
Page #207
--------------------------------------------------------------------------
________________
188 છે ભક્તામર સુભ્ય નમઃ || રહેલો મગરમચ્છ વગેરેનો સમૂહ ઉપર આવીને ઊછળવા માંડે છે અને પ્રલય થાય છે.
ગમ્યુનિધિમ – સમુદ્રને, નવું – જલ, તેનો નિધિમ્ – ભંડાર અર્થાત્ સમુદ્રસાગર. મુનાભ્યામ્ – ભુજાઓ વડે, બે હાથ વડે, રીતુમ – તરવાને – કોણ મનુષ્ય મતમ્ – સમર્થ છે ? ભાવાર્થ :
હે ગુણસમુદ્રપ્રભો! તમારા ચંદ્રના જેવા ઉજ્વલ ગુણોને કહેવા માટે બૃહસ્પતિ જેવો મનુષ્ય પણ ક્યાં સમર્થ છે ? એવા તો પ્રલયકાળના પવનથી જેમાં મગરમચ્છ વગેરે ભયંકર જળચર પ્રાણીઓ ઊછળી રહેલાં છે, એવા સમુદ્રને પોતાની ભુજાઓ વડે તરવાને કયો મનુષ્ય શક્તિમાન છે ?'' વિવેચન : ગાથા - ૪
સ્તોત્રની રચના કરી સૂરિજી પોતે ઉપાડેલું જિનગુણ-સ્તુતિ રચવાનું કાર્ય કેટલું ગંભીર અને કઠિન છે તેનું વર્ણન કરે છે. આ સમયે તેમના મનમાં એક અંતર્લ ચાલી રહ્યું છે. જ્યારે કોઈ મોટો પ્રશ્ન સામે આવે છે ત્યારે માનવીના મનમાં એક અંતર્ધ શરૂ થઈ જાય છે. આવા સમયે મનની સ્થિતિ બહુ ચિત્રવિચિત્ર થઈ જાય છે. આવી ક્ષણોમાં જ પ્રભુ સાથે, દેવાધિદેવ, સર્વજ્ઞ સાથે, પોતાના આત્માની સાથે સીધો સંબંધ સ્થપાઈ જાય છે. આવા સમયે સૂરિજી પ્રભુને કહે છે કે, “હે પ્રભુ ! તમે તો ગુણોના મહાસાગર જેવા છો. એટલે કે તમે અનંત ગુણોથી ભરેલા છો. અને તેથી સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની જેમ શોભાયમાન અને આદરણીય છો. તમારો દરેક ગુણ ચંદ્રમાની જેવો ઉજ્જવલ છે. તમારામાં એટલા બધા ગુણો ભરેલા છે કે બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન તમારા આ બધા ગુણોની યથાર્થ સ્તુતિ કરી શકતા નથી. તો મારા જેવા અલ્પબુદ્ધિવાળો તમારા અનંતગુણ સમુદ્રનું વર્ણન શી રીતે કરી શકે ?”
સૂરિજી સર્વજ્ઞની અલૌકિક સ્તુતિ કરતા જાય છે અને સાથે સાથે નમ્રતા પણ પ્રગટ કરતા જાય છે. આપના ગુણો તો દરિયા જેટલા ને મારી બુદ્ધિ અલ્પ ! હે દેવ ! ઉપશમ રસથી ઊછળતા આપના કેવળજ્ઞાનાદિ અનંત ગુણસમુદ્રનું વર્ણન કોણ કરી શકે ? અરે બૃહસ્પતિ જેવા એટલે કે દેવોમાં ગુરુ સમાન, બાર અંગધારક તેઓ પણ અસંખ્ય વર્ષો સુધી હજારો જીભે આપના ગુણગાન ગાય તો પણ આપના ગુણોનું વર્ણન કરી શકતા નથી. એનો પાર તો અનુભવથી જ પમાય છે. વચનથી કે વિકલ્પોથી પાર નહિ પમાય. એમ લક્ષમાં રાખીને આપના પરની પરમ પ્રીતિને લીધે હું આપના ગુણોનું સ્તવન કરું છું.
અહીં સૂરિજીએ મનોમન વિચાર્યું છે કે પોતાનામાં જેટલી ક્ષમતા છે તેનો ઉપયોગ કરવો છે. આ સંકલ્પની સાથે અંતર્ધદ્ધ સમાપ્ત થઈ ગયું અને સ્તુતિનો પ્રવાહ અવિરત બની ગયો. ભગવાનના ગુણની સ્તુતિ ભાવની વિશુદ્ધિ માટે છે. તે વિશુદ્ધિથી સંવર નિર્જરા પણ થાય છે. અને ભવનો નિસ્વાર થાય છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર જ શ્રી કુંદકુંદસ્વામીએ એ જ વાત 'પંચાસ્તિકાય'માં સમજાવી છે :
“તે કા૨ણે મોક્ષેચ્છુ જીવ અસંગને નિર્મમ બની, સિદ્ધોતણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની.’’
‘સમયસા૨'માં પણ પરમાર્થ સ્તુતિના વર્ણનમાં તેઓએ એ જ વાત કહી છે :
જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને, નિશ્ચય વિષે સ્થિતિ સાધુઓ ભાખે જિનેન્દ્ર તેહને.”
189
સૂરિજી બે પંક્તિમાં પોતે અલ્પબુદ્ધિના હોવા છતાં શ્રી આદિનાથ ભગવાનના ગુણોની સ્તુતિ કરવા માટેનો સંકલ્પ નિશ્ચિત કરે છે. પરંતુ તેમ કરવા જતાં પોતાની સ્થિતિ કેવી થાય તેની કલ્પના પણ સૂરિજીને મૂંઝવણમાં મૂકી દે છે. તાત્પર્ય કે તે માટે હું ગમે તેવો પ્રયત્ન કરું તો પણ તમારા ગુણોનું યથાર્થ વર્ણન કરી શકું તેમ નથી. તેઓ પ્રલયકાળના સમુદ્રના વર્ણન દ્વારા પોતાની અવસ્થાનું વર્ણન કરે છે.
ભરતક્ષેત્રમાં જ્યારે પાંચમો આરો ‘સુખમ્-દુઃખમ્' પૂરો થઈ છઠ્ઠો આરો બેસે છે ત્યારે ‘દુઃખમ્ દુઃખમ્' આરો શરૂ થાય છે ત્યારે અનેક પ્રકારનાં અનિષ્ટો શરૂ થાય છે અને શુભ લક્ષણોનો લોપ થાય છે. એટલે કે આવા પ્રલયકારી સમયે દુઃખો જ અસ્તિત્વમાં હોય છે અને સુખનો પૂર્ણરૂપથી લોપ થયેલો હોય છે. જ્યાં પ્રલયકાળના પવન જેવો પવન ફૂંકાતો હોય, અને સમુદ્રએ અતિરોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય, મગરમચ્છ જેવાં ભયંકર પ્રાણીઓ ઊછળી રહ્યાં હોય, એવા
મહાસાગરને બે હાથે તરી જવાનો હોય તો કયો માનવી તરી શકે ? અને કોઈ માનવી જો તરવાની
ચેષ્ટા કરે તો તેની દશા કેવી દુ:ખમયી થાય. અર્થાત્ આવી ચેષ્ટા કોઈ કરે જ નહિ,
ડૉ. સરયૂ મહેતા આ સંદર્ભમાં જણાવે છે કે, ‘આચાર્યજીને જણાય છે કે પ્રભુના ગુણરૂપી સમુદ્રને તરવો એ પણ આવું જ વિકટ કાર્ય છે. પ્રભુમાં અનંત ગુણો સમાવેશ પામ્યા છે. તે સર્વને વર્ણવવાની ઇચ્છા ધરાવતાં આચાર્યજીને કબીરજીની માફક લાગે છે કે –
“ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય; સાત સમુદ્ર કી શાહી કરું હરિગુન લિખ્યા ન જાય.'’૩
પ્રભુ તો અનંત ગુણોના ભંડાર છે. એક ગુણનો મહિમા વર્ણવવા જઈએ ત્યાં બીજા ગુણો સ્મૃતિપટ પર ઊપસી આવે છે. અને તેઓ તે ગુણોની વિચારધારામાં એકરાગ થઈ જાય છે. પરંતુ વાણી વડે બધા ગુણોનું વર્ણન કઈ રીતે થઈ શકે ? કારણ ગુણો અનંત છે અને વાણી કર્મવર્તી છે. ભગવાનના એક જ ગુણનું વર્ણન કરવું હોય તો વૈખરી વાણી પણ તે કરી શકે નહિ, કારણ કે તેની શક્તિ મર્યાદિત છે. તેથી કરીને જ બધા જ ગુણોનું યથાર્થ વર્ણન તો થઈ જ કેવી રીતે શકે ? તેથી કરીને સૂરિજીને પ્રલયકાળના સમુદ્રને પોતાની ભુજા વડે તરવા કરતાં પણ વિશેષ મુશ્કેલી લાગે છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
190 * ॥ ભક્તામર તુલ્યું નમઃ |
આધાત અને પ્રત્યાઘાત એકબીજાના વિરોધી અને સરખા છે.' આ વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે. સૂરિજીએ આ સિદ્ધાંતનું આલંબન લઈને જ જાણે આ શ્લોકની રચના કરી ન હોય. એક બાજુ શાશ્વત સુખના ભંડારરૂપ પ્રભુના અનંત ગુણોરૂપી સમુદ્ર અને છઠ્ઠા આરાના દુઃખના દરિયારૂપ પ્રલયકાળની મુશ્કેલીની સરખામણી કરી છે. અહીં બંને પરસ્પર વિરોધી સુખ અને દુ:ખની તેમણે સ૨ખામણી કરી છે. સૂરિજી આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે કે પોતે શ્રી આદિનાથની સ્તુતિ ક૨વાનું કાર્ય ઉપાડેલ છે તે અતિ વિકટ છે. માટે તેની મહત્તા અને મર્યાદા તેમના ધ્યાનમાં છે.
શ્લોક ૫ મો
-
सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश कर्तुं स्तव विगतशक्तिरपि प्रवृत्तः प्रीत्याडडत्मवीर्यमविचार्य मृगो मृगेन्द्रं, नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ||५||
એવો હું છું ગરીબજન તો યે પ્રભુભક્તિ કાજે, શક્તિ જોકે મુજ મહિં નથી ગુણ ગાઈશ આજે; જો કે શક્તિ નિજમહિં નથી તો ય શું મૃગલાંઓ, ૨ક્ષા માટે નથી શિશુતણી સિંહ સામે જતાં એ ? (૫)
શબ્દાર્થ :
मुनीश હે મુનીશ્વર ! ઋષભદેવ સ તેવી ક્ષમતા હીન, તે અસમર્થ અમ્ – હું (માનતુંગસૂરિ) તથાપિ તો પણ તવ આપની ભક્તિવશાત્ – ભક્તિથી પ્રેરાઈને, ભક્તિના કારણે ર્તુમ્ – રચવા માટે, કરવા માટે સ્તવમ્ - સ્તવન વિતશવિત્તઃ અપિ – છતાં શક્તિહીન, શક્તિ વગરનો પ્રવૃત્તઃ – તત્પર થયો છું પ્રીત્યા – પ્રીતિ વડે, પ્રીતિના કારણે આત્મવીર્યમ્ – પોતાની શક્તિનો અવિઘાર્થ – વિચાર કર્યા વગર મૃન્દઃ હરણ રૃપેન્દ્રમ્ – પશુઓનો રાજા, સિંહ 7 સભ્યતિ – સામનો કરતું નથી વ્હિમ્ – શું નિષ્નશિશોઃ – પોતાના બાળકને - પોતાના બચ્ચાને પરિપાનનાર્થમ્ રક્ષણ ક૨વા માટે
ભાવાર્થ :
-
હે મુનીશ્વર ઋષભદેવ ! આવી રીતે હું શક્તિ વગરનો હોવા છતાં આપના પ્રત્યેની મારી ભક્તિથી પ્રેરાઈને આપનું સ્તવન રચવા માટે હું તત્પર થયો છું. શું એક નિર્બળ એવું હરણ પણ પોતાની શક્તિ-સામર્થ્યનો વિચાર કર્યા વગર પોતાના બચ્ચાં પરની પ્રીતિને લીધે તેનું રક્ષણ કરવા માટે સિંહનો સામનો કરતું નથી ?
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 191
વિવેચન : ગાથા • ૫
સ્તુતિકાર સૂરિજી પ્રભુને ઉદ્બોધન કરતાં કહે છે કે, હે મુનિમંડલના સ્વામી શ્રી ઋષભદેવ ભગવાન ! હું શક્તિહીન છું, આપની સ્તુતિ-સ્તવના કરવા માટે હું શક્તિહીન છું, પણ ભક્તિહીન નથી. આપના ગુણો પ્રત્યે મારું હૃદય ભક્તિથી ઊછળી રહ્યું છે. તેથી જ હું આપની સ્તુતિ-સ્તવના કરવા તત્પર થયો છું.
પ્રભુ પ્રત્યે થતી આ સાધનાના બંધને સૂરિજીમાં પ્રથમ ‘ો અહં' - ‘હું કોણ છું ?'ની જિજ્ઞાસા જગાડી અને જિજ્ઞાસા અનુસંધાનનો આધાર બની. અનુસંધાન આત્માનો અનન્ય ઉત્તર બનીને 'સો મહં તે હૈં' તેના રૂપમાં સાકાર થઈ ગયો.
-
આચારાંગ સૂત્રમાં ‘તો અહમ્'' શબ્દ વ્યાપક અર્થમાં પ્રયોજાયો છે.
"सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ जो आगओ अणु संचरई सोऽहम् !
અર્થાત્ (૧) જે તમામ દિશાઓ અને તમામ અનુદિશાઓથી આવીને અનુસંચરણ કરે છે તે હું છું.
(૨) આ પરિભ્રમણ અથવા બુદ્ધિહીન અવસ્થાને જે મિટાવે છે તે પણ હું છું. એટલે કે જે પરિભ્રમણ કરે છે જન્મ-મૃત્યુ, સુખ-દુ:ખની અનુભૂતિ કરે છે તે હું છું, પ્રગતિમય પણ હું છું, પતનમય પણ હું છું, મુક્ત થઈ શકે છે તે પણ હું છું, જે બંધનોથી સર્વથા મુક્ત થઈ શકે છે તે પણ હું છું. નિશ્ચય દૃષ્ટિથી હજુ પણ અનંત જ્ઞાનદર્શનસ્વરૂપ મુક્તાત્મા પણ હું છું.
અહીં તો “ો અહં’ નો ઉત્તર સૂરિજીએ 'સો અહમ્''થી આપ્યો છે. તાત્પર્ય કે શક્તિહીન પણ પ્રભુભક્તિથી ભરપૂર એવા તેમણે સ્તુતિ સ્તોત્ર રચવાનો નિશ્ચય કર્યો છે. પોતે ઉપાડેલું કાર્ય કેવું કઠિન અને શક્તિ બહારનું છે. એ વસ્તુને વધારે સ્પષ્ટ કરવા એક દૃષ્ટાંત આપ્યું છે.
એક હરણી જે સ્વભાવથી જ નિર્દોષ અને શાંત પ્રાણી છે. તેવી હરણીનાં બચ્ચાંને જ્યારે અતિ બળવાન સિંહ પકડવા પ્રયત્ન કરે છે. સિંહનો સામનો હરણ કદી કરી શકે નહિ. સિંહની શક્તિની અપેક્ષાએ સાવ નિર્બળ હરણી તમામ શક્તિ અને હિંમત એકઠી કરીને હરણી પોતાના બચ્ચાંના રક્ષણ કાજે સિંહનો સામનો કરવા તત્પર બને છે. કારણ કે તેને પોતાનાં બચ્ચાં પર અથાગ પ્રીતિ છે.
આ ઉદાહરણ ૫૨થી એ સમજાય છે કે હરણીને પોતાની અલ્પતા અને લઘુશક્તિનો બરાબર ખ્યાલ છે. છતાં સિંહ સામે બાથ ભીડે છે. પોતાની અશક્તિઓના ભાનથી પોતાના બચ્ચાંને મૃત્યુના મુખમાંથી છોડાવવાનું ઉત્તમ કામ તથા પવિત્ર કાર્ય આરંભેલું છે. તે છોડી દેતી નથી. પરંતુ એ કાર્યને વધુ વેગવાન બનાવે છે. સૂરિજી આ દૃષ્ટાંત દ્વારા એ જણાવવા માગે છે કે હરણીએ ઉત્તમ જાણેલું કાર્ય તેના જેવું નિર્બળ પ્રાણી પણ, અશક્તિના વિઘ્નરૂપ ભયથી છોડી દેતું નથી. તો પછી એમના જેવા ભક્તને પ્રભુના ગુણગાન કરવાનું ઉત્તમ કાર્ય શું માત્ર બુદ્ધિબળની અલ્પતાને
Page #211
--------------------------------------------------------------------------
________________
192 | ભક્તામર તુલ્યું નમઃ || લીધે છોડી દેવું યોગ્ય ગણાય ? પ્રભુ પ્રત્યેનો તેમનો આ ઉત્કટ પ્રેમ બોલી રહ્યો છે. શ્રદ્ધા અને ભક્તિના સહારે તેઓ ભગવાનની સ્તુતિ કરવા ઇચ્છે છે. દઢ સંકલ્પ કરી તેઓ નિશ્ચય કરે છે કે :
कर्तुं स्तवं विगत शक्तिरपि प्रवृत्तः ।।
શક્તિ જોકે મુજ મહિ નથી ગુણ ગાઈશ આજે.” સૂરિજી પ્રભુને જણાવે છે કે ભલે મારી શક્તિ અલ્પ હોય પણ મારી ભાવના તો ઉત્તમ જ છે. એ વિશે લેશ પણ શંકા નથી અને તેથી એ જ નિર્ણય છે કે હું આજે આ અનન્ય ભક્તિને કારણે પ્રભુના ગુણો અવશ્ય ગાઈશ. અને તેમ કરવાના કોઈ પણ પ્રકારના વિપ્નને ગણકારીશ નહિ. જેમ મૃગલી કોઈ વિઘ્નનો ભય રાખતી નથી તેમ ' સૂરિજી પ્રભુ પ્રત્યેની અથાગ પ્રીતિ, શ્રદ્ધા અને ભક્તિમાં એવા તો લીન બની ગયા છે જાણે કે તેઓ પોતાની જંજીરોથી જકડાયેલી અવસ્થાથી પર થઈ ગયા હોવા જોઈએ. તે વિના આવી દઢતા પ્રકાશી શકે ખરી ?
શ્લોકમાં પ્રયુક્ત વિવિધ શબ્દના સંયોગથી તવ શબ્દના ત્રણ મહત્ત્વપૂર્ણ અર્થ મળે છે.
(૧) “સોSE તથાપિ તવ' – બુદ્ધિહીન, શક્તિહીન એવો હું તોયે તારો છું. સમર્પણની પરાકાષ્ઠાએ પહોંચેલા સૂરિજી ભક્ત) પરમાત્મા સમક્ષ પોતાની સ્વ આલોચના કરે છે. રાગદ્વેષથી રહિત સંપૂર્ણ વીતરાગ દશામાં રત પરમાત્માને એમ કહેવું હું તારો છું આ ભક્તિની પરાકાષ્ઠા બતાવે છે.
(૨) તવ ભવિતવત' – અહીં સમર્પણની સર્વોચ્ચતાનું અંતિમ ધ્યેય જોઈ શકાય છે. તારી શક્તિને આધીન બની તારા વિશિષ્ટ પરમાર્થ ભાવથી પ્રભાવિત થનારો હું તારો ભક્ત અને મારા દ્વારા થતી ભક્તિ પણ તારી.
(૩) “તવ સ્તd તું પ્રવૃત્ત:' – તારી સ્તુતિ કરવા માટે હું તત્પર છું. વૃત્ત એટલે અવસ્થા. હે પરમાત્મા ! હું તારા સ્વરૂપમાં એકરૂપ બની મારા પોતાના સ્વરૂપને પ્રગટ કરું છું. મારી સાંસારિક અવસ્થાનું વિસર્જન કરીને તારી સ્તુતિ કરવા માટે પ્રસન્ન ચિત્તે હું તેને પામીને ધન્ય બની ગયો.
‘તવ' શબ્દ દ્વારા પ્રભુ પ્રત્યેનો સંપૂર્ણ સમર્પણભાવ પોતાના સર્વોત્કૃષ્ટ શિખરે પહોંચે છે. આ શ્લોકમાં શક્તિ, ભક્તિ અને પ્રીતિ આ ત્રણ શબ્દોનો અર્થ પણ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. શક્તિનો પ્રયોગ આત્મા માટે થયો છે. ભક્તનો આત્મા અનંત શક્તિમાન છે. પરંતુ પરમાત્મા વગર પોતાને શક્તિહીન સમજે છે. ‘તવ ભક્તિવશાતુ' – તારી ભક્તિના પ્રભાવથી. ભક્તિનો પ્રયોગ પરમાત્મા માટે થયો છે. પ્રીતિ શબ્દમાં માતા-પુત્રના સ્નેહસંબંધ દ્વારા આત્મા-પરમાત્માનો સાધના સંબંધ દર્શાવ્યો છે. ખરેખર તો આત્માની કર્મરહિત અવસ્થા જ પરમાત્મા સ્વરૂપે છે. સંસારના વિષય-કષાયનો મુકાબલો કરી બંધનોથી મુક્ત બને છે. ત્યારે કર્મોથી રહિત થાય છે
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 193 અને આત્માનું નિર્વિકાર સ્વરૂપ પ્રગટે છે. વર્ષોલ્લાસ પ્રગટ થાય છે અને આત્મા પરમાત્માને પોતાની ભક્તિના બંધનમાં બાંધવાનો પ્રયત્ન કરે છે. તાત્પર્ય કે ભક્તિ અને પ્રીતિના કારણે શક્તિહીન ગભરુ હરણી જો સિંહનો સામનો કરી શકતી હોય તો ભક્ત પોતે અલ્પજ્ઞતાના કારણે પ્રભુના ગુણગાન કરવાનું ઉત્તમ કાર્ય શા માટે છોડી દે? અહીં સૂરિજીના આત્મામાં દઢતારૂપી પ્રકાશપૂંજો ઝળકી ઊઠે છે અને તેઓ પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને ભક્તિથી સ્તુતિ-સ્તવના કરવા દઢ સંકલ્પી બને છે. જ્યાં બુદ્ધિપૂર્વકની ગણતરી હોતી નથી. તેમાં તો માત્ર ભાવના અને ઊર્મિને સ્થાન હોય છે અને આ કારણે જ આવી વિશિષ્ટ કાર્યરચના સંભવે છે.
સ્તોત્રકાર સૂરિજીએ અહીં જે મૃગી-મૃગેન્દ્રનું દૃષ્ટાંત આપેલ છે. તેને ગૂઢાર્થમાં સમજીએ તો મૃગી અટલે સંસારરૂપી મોહમાયાના ઉપવનમાં રહેલો ભક્ત અને વિષય-કષાયરૂપ મૃગેન્દ્ર અર્થાત્ સિંહ. ભક્તને કષાયોએ ભીંસમાં લીધો છે. તેને તે ચારે બાજુથી ઘેરી વળ્યો છે અને તેનાથી છૂટવા મૃગીરૂપ ભક્ત પ્રયત્ન કરે છે.
તેથી જ “હે પરમાત્મા ! અનાદિકાળથી વિષય કષાયના સિંહ મારી ઉપર (આત્મા પર) આક્રમણ કરી રહ્યાં છે. એવી અવસ્થામાં છે વિશ્વના તારણહાર ! તું શું ચૂપચાપ જોયા કરીશ અને તારો ભક્ત આત્મા શું લાચાર, વિવશ અને મજબૂર રહીને વિષય-કષાયનો શિકાર થતો રહેશે ? પરિભ્રમણ કરતો રહેશે ? એમ થઈ શકે નહિ. તું તારા બાળકને શીઘ્રતાથી આ શિકાર પાસેથી છોડાવી પરિભ્રમણથી સર્વથા મુક્ત કર. તારા સ્વરૂપમાં સ્થિર કર.”
ભક્ત પોતે સંસારની ભવભ્રમણામાં વિષય-કષાયોનાં બંધનોથી મુક્તિ પામવા ઇચ્છે અને તે ત્યારે જ શક્ય બને જ્યારે પ્રભુ પ્રત્યે અનુરાગ પ્રગટે જેમ હરણી સિંહનો સામનો કરવા તૈયાર થઈ જાય છે તેમ અહીં સૂરિજી શક્તિહીન, સામર્થ્યહીન હોવા છતાં પ્રભુના ગુણગાન ગાવા માટે તત્પર થયાં છે. અને એ દ્વારા સંસારમાંથી મુક્તિ મેળવવાનું તેમનું ધ્યેય છે. શ્લોક ૬ઠ્ઠો
अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेवमुखरीकुरुते बलान्माम् । यत् कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारूचूतकलिकानिकरैकहेतुः ||६|| જોકે હું છું મતિહીન ખરે લાગું છું પંડિતોને, તો યે ભક્તિવશ થકી પ્રભુ હું સ્તવું છું તમોને; કોકિલાઓ ટુહુ કુહુ કરે ચૈત્રમાંહિ જ કેમ ? માનું આવે પ્રતિદિન અહા આમ્રનો મોર જેમ. (૬)
Page #213
--------------------------------------------------------------------------
________________
194 || ભક્તામર તુલ્યું નમઃ | શબ્દાર્થ :
ગન્ધશ્રુતમ્ – અલ્પ શાસ્ત્રજ્ઞાનવાળો મુતવતામ્ – વિદ્વાનોના પરિણાધામ – હસીને પાત્ર મામ્ – મને ત્વમવિત્ત: 4 – આપની ભક્તિ જ વના – બલપૂર્વક મુરઉરી તે – વાચાળ બનાવે છે. 7િ – ખરેખર યત – જે વોહિત. - કોયલ મઘી – વસંતઋતુમાં મધુરમ્ – મધુર સ્વરથી વિરતિ – કૂજન કરે છે, ટહુકી ઊઠે છે. તત્ – તે – અને વી ચૂત ત્રિા - આંબાના રસદાર માંજરનાં ઝૂમખાં નિરુર – તે જ, એક માત્ર જેનું 95 હેતુ – કારણ છે. ભાવાર્થ :
હે ભગવંત ! હું શાસ્ત્રના અલ્પજ્ઞાનવાળો છું અને તેથી શાસ્ત્રનો મર્મ જાણનારા એવા વિદ્વાનોની આગળ હાંસીનું પાત્ર છું, પરંતુ હે પ્રભો ! આપની ભક્તિ મને વાચાળ બનાવી રહી છે, એટલે જ હું આ સ્તોત્રરચનાની પ્રવૃત્તિ કરી રહ્યો છું – જેમ આંબાની ડાળ ઉપર રસદાર માંજરનાં ઝૂમખાં જોઈને વસંતઋતુના આગમનની જાણ થતાં કોયલ ટહુકી ઊઠે છે તે રીતે. વિવેચન : ગાથા . ૬
સ્તોત્રકાર સૂરિજી શ્રદ્ધા અને ભક્તિના સહારે પ્રભુની સ્તુતિ કરવા ઇચ્છે છે. બુદ્ધિની અલ્પતાને કારણે સ્તુતિ ન કરું? પરંતુ કોયલના દૃષ્ટાંત દ્વારા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સ્તુતિ કરવાનો દઢ સંકલ્પ કર્યો. આ શ્લોકમાં સૂરિજીએ પોતાને અલ્પજ્ઞાનવાળો કહ્યો છે. તેમનામાં કેવા પ્રકારની જ્ઞાનની અલ્પતા છે. જ્ઞાન પાંચ પ્રકારનાં છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આપણો વ્યવહાર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે વડે ચાલે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અનુસાર તેમાં તફાવત સંભવે છે. અર્થાત્ જેનો મતિજ્ઞાનાવરણીય કર્મનો
યોપશમ્ ઉત્કૃષ્ટ પ્રકારનો હોય તેની મતિ બુદ્ધિ અતિતીવ્ર હોય છે. જેનો શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો લયોપશમ ઉત્કૃષ્ટ પ્રકારનો હોય તેનું શ્રુતજ્ઞાન ઘણું વિશદ અને વિશાલ હોય છે. પરંતુ સ્તુતિકાર સૂરિજી નમ્રતાપૂર્વક કહે છે કે મહાન મૃતધર ગણધર અને દેવેન્દ્રો પણ આપની સ્તુતિ કરે છે તેમની પાસે હું તો કોણ ? મારામાં તો મતિજ્ઞાન પણ ઘણું અલ્પ છે અને શ્રુતજ્ઞાન પણ ઘણું અલ્પ છે. બુધ્યા વિનાડપિ' એ પદમાં મતિજ્ઞાનની અલ્પતાનો ભાવ રહેલો છે અને અલ્પ શ્રત' પદમાં શ્રુતજ્ઞાનની અલ્પતા સૂચવી છે.
સૂરિજી મુતવતાં પરિદાસઘામ' - એ પદ વડે એવું સૂચવે છે કે હે પ્રભુ ! ક્યાં પૂર્વધર, શાસ્ત્રના મર્મના અઠંગ અભ્યાસી એવા શ્રતધર મહર્ષિઓ અને ક્યાં હું ? આવા કૃતધરોની વિસાતમાં હું કંઈ જ નથી. તેઓ પોતાની નજરમાં સાવ અલ્પજ્ઞાની લાગે છે. સ્વશક્તિ કરતાં મોટું કાર્ય હાથમાં લેવામાં આવે તો તે કાર્ય પંડિતજનોનું નહિ પરંતુ મૂર્ખજનોનું છે. કારણ કે વિદ્વાનો અને પંડિતોનું લક્ષણ છે કે તેઓ પોતાની શક્તિ અને મર્યાદાનો ખ્યાલ કરીને જ કાર્યનો આરંભ કરે છે. શાસ્ત્રોનો અર્થ જાણનારા એવા વિદ્વાનો પણ કાર્ય પાર પાડી શક્યા નથી તે પ્રભુની સ્તુતિ કરવાનું કાર્ય આ ભક્ત પૂરું પાડવા માટે પ્રવૃત્ત થયા છે. એવા વિદ્વાનો હસીને પાત્ર છે. હું
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર : 195 તો તમારી સ્તવના સ્તુતિ કરીશ જ. હું ઇચ્છું તો એમ છું કે મૌન રહીને તમારી આરાધના કરું. પરંતુ જબરદસ્તીથી મારી વાણી પ્રગટ થઈ રહી છે. હે પરમાત્મા ! હું નથી બોલતો, નથી ગાતો પરંતુ તમારા પ્રત્યે રહેલી ભક્તિ બળપૂર્વક મને વાચાળ કરી મૂકે છે. તમારી ભક્તિમાં એવી શક્તિ છે કે મને આ બધું બોલાવી રહી છે.
સૂરિજી પોતાના આ નિર્ધારને સમર્થન કરે એવું એક બહુ જ સુંદર દૃષ્ટાંત કુદરતા ખોળે ૨મતા પંખીઓ પાસેથી મેળવી લે છે. વસંતઋતુમાં આંબાના વૃક્ષ ઉપર જ્યારે મ્હોર આવે છે. ત્યારે વૃક્ષનો દેખાવ પણ સુંદર બન્યો હોય છે. એવા પ્રસન્નતાજનક વાતાવરણમાં સુંદર કંઠવાળી કોયલ મધુર સ્વરે ટહુકવા લાગે છે. કારણ કે તેની સામે રસધર આંબાની માંજરોનો સમૂહ હોય છે. તાત્પર્ય કે આપના અનંતગુણો, અદ્ભુત વીતરાગતા આત્મિક પ્રસન્નતાની મંજરી (માંજરો) જોઈને મારા આત્મારૂપી કોયલ કૂજન કરી ઊઠે છે. અને મારું આ કૂજન છે મુક્તિનું.
સૂરિજી આ દૃષ્ટાંતના સંદર્ભમાં સાધ્વીજી શ્રી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે “સંસારના આ સમ્યક્ ઉપવનમાં મારા જીવનની ધર્મ વસંત પૂર બહારમાં ખીલી રહી છે. હું કેવો ભાગ્યશાળી છું ! તમે તો પંચમ કાળમાં મારી સમક્ષ સાક્ષાત્ થઈ રહ્યા છો અને ભક્તિ બળ દ્વારા હું પ્રત્યક્ષ સ્તુતિ કરી રહ્યો છું. પંચમકાળમાં આવી પરમાર્થ ભક્તિ આત્માનુભૂતિ અને ધર્મલબ્ધિની આ કેવી મધુર મોસમ છે.”પ
પાંચમા આરામાં પ્રભુના શાસનરૂપી કલ્પવૃક્ષ મળ્યું છે. હવે તે રત્નત્રયી રૂપ આંબા પાકશે તેથી ભક્તનું હૃદય ભક્તિથી ઊછળી જાય છે. શ્રી ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં થયા, છતાં જાણે અત્યારે તેઓ સૂરિજીની સામે સાક્ષાત્ બિરાજતા હોય, એમ ભક્તિના બળે કવિ તેમને પ્રત્યક્ષ કરીને સ્તુતિ કરે છે. તેઓ પોતાને અલ્પજ્ઞ ગણે છે અને તેમને સર્વજ્ઞની ભક્તિનો રંગ લાગ્યો છે. લોકો ભલે હાંસી કરે. પંચમકાળમાં આવી ૫રમાર્થ ભક્તિ ! પ્રભુની ભક્તિના બળથી ભક્તને તો અત્યારે ધર્મલબ્ધિની મધુર મોસમ છે. આવા ઉત્તમ ભાવ ભક્તિપૂર્વક આ સ્તુતિ સ્તવનનો ટહુકાર છે.
આ સૂચિત રૂપક દ્વારા ભક્ત કવિ સૂરિજી ઘણું ઘણું સૂચવી જાય છે. સૂરિજી કોકિલ સ્વરૂપે છે. જેમ કે આંબાની માંજરોને જોઈને સુંદર, સુમધુર કંઠવાળી પણ વર્ણથી અશુભ રંગની કોયલ મધુર ટહુકા દ્વારા પોતાની પ્રસન્નતાને અભિવ્યક્ત કરીને વાતાવરણને ખૂબ જ સંગીતમય બનાવી દે છે. પોતાના ચિત્તની પ્રસન્નતાને ટહુકા દ્વારા વ્યક્ત કરતી વખતે પ્રકૃતિ કે અન્ય પ્રાણીનો વિચાર કરતી નથી. તે માત્ર પોતાની ખુશાલી મુક્ત કંઠે ગાઈને સર્વની પ્રસન્નતાનું કારણ બને છે. કોયલના મધુર ગાનમાં લીન બનીને આનંદ માણતા પ્રકૃતિ પ્રેમીઓ તેના રંગ-રૂપ વિશે બે ધ્યાન બને છે અને ફક્ત સાચા આનંદને માણે છે. તેવી જ રીતે અહીંયાં ભક્તનું રોમે રોમ પ્રભુના અનંત ગુણોની સ્મૃતિમાં રોમાંચિત થઈ ઊઠે છે અને ભક્ત કવિ અન્યની પ્રસન્નતાનો કે અપ્રસન્નતાનો વિચાર કરવાને બદલે પોતાની પ્રસન્નતાને જ વ્યક્ત કરવા માટે દૃઢસંકલ્પી બન્યા છે. ભક્તની ભક્તિ પણ એવી અદ્ભુત છે કે તેના સુમધુર રસમાં મગ્ન બનીને તેનો આસ્વાદ માણનારા અન્ય જન ભક્તની શક્તિહીન અવસ્થા, અલ્પજ્ઞતા આદિ ભૂલીને માત્ર ભક્તિરસનું
જ
Page #215
--------------------------------------------------------------------------
________________
196 || ભક્તામર તુલ્ય નમઃ || પાન કરશે. તાત્પર્ય કે કોયલની સામે પોતાને અતિપ્રિય એવી રસદાર આંબાની મંજરીઓને જોઈને તેના સ્વરમાં મધુરતા આવી જાય છે. તેમ પ્રભુ ભક્તિના વિચારથી જ ભક્તની વાણીમાં મધુરતા આવી જાય છે. કોયલના મધુર ટહુકારથી ભક્તના હૃદયમાં ભક્તિનો રણકાર રણઝણી ઊઠે છે.
શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરવાનું આરંભેલું કાર્ય કેટલું કઠિન અને કેટલું મહાન છે તે સમજાવવા જુદાં જુદાં ચાર ઉપમાનોનો તેમણે પ્રયોગ કર્યો છે. પાણીમાં રહેલું ચંદ્રનું પ્રતિબિંબ, મગરમચ્છોથી ભરેલો મહાસાગર, ગભરુ હરણી દ્વારા સિંહનો સામનો અને આ શ્લોકમાં વસંતઋતુમાં મધુર સ્વરે ટહુકા કરતી કોયલ. શ્લોક મો
त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं पापं क्षणात् क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु,
सूर्यांशुभिन्नभिव शार्वरमन्धकारम् ।।७।। જન્મોનાં જે બહુ બહુ કર્યા પાપ તો દૂર થાય, ભક્તો કેરી પ્રભુ ગુણમહિં ચિત્તવૃત્તિ ગુંથાય; વિંટાયું જે તિમિર સઘળું રાત્રિ ને વિશ્વમાંય,
નાશ છે રે સૂરજ ઊગતાં સત્વરે તે સદાય. (૭) શબ્દાર્થ :
વર્લ્સસ્તવન – તારા સંસ્તવન વડે, વૈત – તારું સંસ્તવ – સારું એવું સ્તવન-કીર્તન તે સંસ્તવેન – તેના વડે જે સ્તવનમાં પ્રભુના સદ્ભુત ગુણોનું કીર્તન હોય તેને સંસ્તવ સમજવું. શરીરમાનામ્ – પ્રાણીઓનાં વસન્તતિ – અનેક ભાવોની પરંપરા મત – ની સત્તતિ – પરંપરા સન્નિવ - બંધાયેલું તે મવસન્તતિસદ્ધિ - એટલે અનેક ભાવોમાં બંધાયેલાં પાપમ્ - પાપને પ્રાન્તનો – સમસ્ત લોકોમાં ફેલાયેલ માન્ત – ફેલાયેલાં તોવર – પર્યંત તે કાળાન્તનો ગતિની” – ભ્રમર સમાન કાળું મતિ – ભ્રમર તેના જેવું નીત – કાળું ते. अलिनील - સૂર્યામિન” – સૂર્યનાં કિરણો વડે ભેદાયેલ સૂર્ય નાં અંશુ – કિરણો વડે મન – ભેદાયેલ તે સૂર્યાસુ મિન; શાર્વરમ્ – રાત્રિવિષયક, રાત્રિનું શર્વરી – રાત્રિ, તે પરથી શાર્વર – એવું વિશેષણ બનેલું છે. અન્ય રમ્ – અંધારું રૂવ – જેમ શેષમ્ - સર્વ ક્ષIK – ક્ષણમાત્રમાં લયમ્ સંપતિ – નાશ પામે છે. ભાવાર્થ :
હે પ્રભો ! ભ્રમર જેવું કાળું રાત્રિનું સમસ્ત અંધારું સૂર્યનાં કિરણોથી સંપૂર્ણપણે નાશ પામે
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 197 છે, તેમ અનેક જન્મમાં ઉપાર્જન કરેલાં પ્રાણીઓનાં પાપકર્મ આપની સુંદર સ્તવના કરવાથી તત્કાલ સંપૂર્ણ નાશ પામે છે. વિવેચનઃ ગાથા - ૭
અનાદિકાળથી આપણો આત્મા કષાય, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને યોગના કારણે કર્મબંધન કરતો રહ્યો છે અને તેનાં ફળો ભોગવવા માટે તેને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. એટલે કે બુદ્ધ જે કારણોથી વૈરાગી થયા હતા તેવી જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈને જન્મ, રા, રોગ, શોક અને મરણાદિનો અનુભવ કરવો પડે છે. આ જુદી જુદી યોનિઓમાં પરિભ્રમણ કરતાં કરતાં અનેક પાપકર્મો એકત્રિત થાય છે. સુજ્ઞજનો સમક્ષ એક મોટી સમસ્યા ઉપસ્થિત થાય છે કે, કર્મબંધનમાંથી મુક્તિ કેમ મેળવવી ? શાસ્ત્રોનો મર્મ જાણનારા મહાન વિદ્વાનો, મહર્ષિઓએ આ સમસ્યાના નિવારણ માટે કેટલાક ઉપાયો દર્શાવ્યા છે. પણ સ્તોત્રકાર સૂરિજી કહે છે કે અનાદિકાળથી – પરંપરાગત–ભવભવાંતરથી આત્મા ઉપર પાપકર્મો છવાયેલાં છે. તેમને હટાવવા માટે તમામ આત્મપ્રદેશો ઉપર જો પરમાત્માનું સંસ્તવન છવાઈ જાય તો પાપ નાશ પામી શકે છે. સંસ્તવન એટલે કે સમ્યક પ્રકારનું સ્તવન, સમ્યક્ પ્રકારનું સ્તવન ત્યારે જ હોય જ્યારે તે સમરૂપ બનીને આપણા તમામ આત્મપ્રદેશોમાં આપણાં અણુએ અણુમા, રોમે રોમમાં, લોહીના કણે કણમાં, આપણાં અસ્થિ અને મજ્જામાં, આપણા ધ્યાનમાં સર્વત્ર એકરૂપ બનીને છવાઈ જાય છે. ત્યારે પાપકર્મનો નાશ થાય છે. આ પાપકર્મો સતત ચાલતી પરંપરા છે. એક પાપ બીજા પાપને, બીજું પાપ ત્રીજા પાપને લાગે છે. પાપની એક વિશિષ્ટ પરંપરા છે, અને આ પાપથી કર્મ આવે છે. એટલે કે કર્મની પણ પરંપરા છે. કર્મ આવે છે તે દુઃખ લાવે છે. આપણે દુઃખને હટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પાપને હટાવવાનો પ્રયત્ન કરતા નથી. તેથી સૂરિજીએ પરમાત્મા પાસે દુઃખનો નાશ ન માગ્યો. પરંતુ પાપનો નાશ માગ્યો. જો પાપ જ ન હોય તો કર્મ ન હોય અને કર્મ ન હોય તો દુઃખ ન હોય.
મનુષ્ય બીજું કંઈ પણ ન કરતાં શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવા લાગે અને તેમના અનંતા ગુણોની અનન્ય ભાવે સ્તુતિ-સ્તવના કરે તો શુભ ભાવોની પરંપરા જાગે છે. અને પરિણામે પાપકર્મોની પરંપરાનો ક્ષણમાત્રમાં ક્ષય થઈ જાય છે.
પાપ તો અનાદિ કાળથી છે. તેનો નાશ ક્ષણમાત્રમાં કેવી રીતે સંભવિત છે. અર્થાત્ અનાદિકાળનાં પાપો જે અનેક ભવોમાં બંધાયાં હોય તેનો ક્ષણમાત્રમાં ક્ષય શી રીતે થાય ? એક સુંદર ઉદાહરણ દ્વારા સૂરિજી આ પ્રશ્નનું સમાધાન કરે છે.
સમગ્ર જગતમાં શ્યામવર્ણી ભ્રમર જેવી અમાવસ્યાની રાત્રિનો ભયંકર અંધકાર ચોમેર વ્યાપેલો હોય છે પણ પૂર્વાકાશમાં સૂર્યનાં કિરણો પ્રકાશિત થતાં જ તેનો નાશ થાય છે. અર્થાત્ સૂર્યનાં કિરણો ફૂટતાંની સાથે જ અંધકારને ક્ષણમાત્રમાં છિન્ન ભિન્ન કરી દે છે અને અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી દે છે. તેવી જ રીતે શ્રી જિનેશ્વરદેવના ચરણકમળોનું સ્મરણ અનંતાનંત
Page #217
--------------------------------------------------------------------------
________________
198 8 || ભક્તામર તુલ્યુ નમઃ | સંસારની પરંપરાનો નાશ કરનારું છે. માનવહૃદયમાં પ્રભુનાં અનંતા ગુણોના સ્મરણરૂપી સૂર્યના પ્રકાશ-પુંજોનો ઉદય થાય છે ત્યારે તેમાં છુપાઈ ગયેલાં સઘળાં પાપકર્મોનો તરત જ નાશ થાય છે.
સૂરિજી એ સૂચવે છે કે પાપના ઉદયરૂપી અંધકારથી છવાયેલી રાત્રિ જેવા મારા જીવનમાં પ્રભુસ્મરણરૂપી સૂર્યનો ઉદય થયો છે. તેથી આ અશુભ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલો આ ઉપસર્ગરૂપી અંધકાર અવશ્ય નાશ પામવાનો છે. શ્રી જિનપતિસૂરિજીએ વિદૂરના સ્તોત્રમાં આવું જ ઉદાહરણ આપ્યું છે :
विश्वव्यापितमो हिनस्ति तरणिर्बालोपि कल्याणकुरो । दरिद्राणि गजावली हरिशिशुः काष्ठानि वन्हे कणः ।। पीयुषस्य लवोऽपिरोगनिवह, युद्ध तथाते विभो : ।
भूर्तिः स्फुर्तिमतिसतिस्त्रिजगतिः कुष्टाणि हर्तु क्षणाः ।।६|| અર્થાત્ તરતનો ઉદિત સૂર્ય પણ અંધકારનો ક્ષણમાં નાશ કરી શકે છે. કલ્પવૃક્ષનો અંકુશ માત્ર પણ દરિદ્રતાનો નાશ કરી શકે છે. સિંહનું બચ્ચું પણ ગજપક્તિનો નાશ કરી શકે છે. અગ્નિનો કણ પણ કાષ્ઠ સમૂહનો નાશ કરી શકે છે. એ રીતે પરમાત્મા તારું સ્વરૂપ ત્રણે જાતનાં કષ્ટોનો તરત જ નાશ કરવામાં સમર્થ છે. સૂર્યરૂપી સર્વજ્ઞ પ્રભુની ભક્તિ સ્તવના વડે અલ્પજ્ઞ માનવીના પણ પાપરૂપી અંધકારનો નાશ થાય છે.
શ્રી માનતુંગસૂરિજીએ પ્રભુભક્તિના સ્તુતિના આવા અદ્ભુત મહિમાથી પ્રભાવિત થઈને સ્તોત્ર રચનાનો આરંભ કર્યો છે. ભક્તિ એકલા રાગની વાત નથી. પરંતુ સર્વજ્ઞ સ્વભાવની દૃષ્ટિપૂર્વકની આ ભક્તિ છે. સ્તુતિ દ્વારા પ્રભુના સમ્યત્વ તેજથી ઘોર મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ થાય છે. શ્લોક ૮મો.
मत्वेति नाथ ! तव संस्तवनं मयेद् - मारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु, मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ।।८।। એવું માની સ્તવનો કરવાનો થયો આજ ભાવ, તેમાં માનું મનમહીં ખરે આપનો છે પ્રભાવ; મોતી જેવું કમળપરનું વારિબિંદુ જ જે છે,
તેવી સ્તુતિ મનહર અહા સજ્જનોને ગમે છે. (૮). રૂતિ મત્વા – એમ માનીને નાથ – હે નાથ ! હે સ્વામિનું! તનુથિયા ગ – મંદ બુદ્ધિવાળો હોવા છતાં તનુ – સ્વલ્પ-મંદ છે, ધી – બુદ્ધિ જેની તે તનુધી મયા – મારા વડે ફલમ્ – આ તવ – તારું તમારું સંરતવનમ્ – સંસ્તવન, સ્તોત્ર. ગુણકીર્તન સં – સારું, એવું સ્તવન – ગુણકીર્તન તે સંરતવન, મારમ્યતે – આરંભાય છે. તવ પ્રમાવત્ – તમારા પ્રભાવ વડે સતામ્ – સત્પરુષોનાં
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર એ 199 ત:રષ્યતિ – ચિત્તને હરી લેશે. નનું – ખરેખર ૩૬ વિવું – પાણીનું ટીપું, ૩૬ – પાણી તેનું વિવું – ટીપું તે, કવિન્દુ: નલિનીવર્તપુ - કમલિનીનાં પાંદડાં ઉપર નલિની – કમલિની વર્લેષ - પાંદડાં ઉપર, વત્તાયુતિમ્ – મોતીની કાંતિને મુવતીન . મોતી તેની સ્તુતિ - એટલે કાંતિ તે મુવરાછઘુતિ તેને પૈતિ પામે છે. ભાવાર્થ :
હે નાથ ! અનેક જન્મનાં ઉપાર્જન કરેલા પ્રાણીઓનાં પાપ તમારી સુંદર સ્તવના કરવાથી તત્કાળ સંપૂર્ણ નાશ પામે છે. એમ માનીને તમારું આ સ્તોત્ર મારા જેવા મંદબુદ્ધિવાળા વડે આરંભાય છે, પણ તમારા પ્રભાવથી તે સત્પરષોના ચિત્તનું હરણ કરશે. કારણ કે પાણીનું ટીપું કમલિની પત્ર પર પડતાં તે મોતીની કાંતિ અવશ્ય ધારણ કરે છે. વિવેચન : ગાથા . ૮
પ્રથમ સાત શ્લોકમાં શ્રી આદિનાથ ભગવાન ઉદ્યોત કરનાર, પાપનો નાશ કરનાર, સંસારરૂપ સમુદ્રમાં પરમ આલંબનરૂપ અનંત ગુણોના સાગર અને દેવેન્દ્રો દ્વારા ખવાયેલા છે અને પ્રભુને સૂરિજી પોતાની પ્રત્યક્ષ માને છે. ત્યારે તેમને અનન્ય ભક્તિ કરવાનો ઉત્તમ ભાવ પ્રગટ થયો છે અને એવા ઉત્તમ ભાવ પ્રગટાવવામાં વિશેષ કારણભૂત જો કોઈ હોય તો તે “શ્રી આદિનાથ પ્રભુ જ છે એવું સૂરિજીને લાગે છે. અહીંથી પ્રભુની સ્તવનાનો પ્રારંભ થાય છે. પ્રભુ અને ભક્તની એકરૂપતાનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી એકરૂપતા ન હો ત્યાં સુધી પરિપૂર્ણતા થઈ શકતી નથી. આકાંક્ષા સાથે અનુરાગ અને અનુરાગની સાથે ઉપલબ્ધિ એ ભક્તિની સાર્થકતા છે.
સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, “હે નાથ ! મેં તમારા સ્તવનનો મહિમા જાણ્યો છે અને તેનાથી હું પ્રભાવિત થઈને હું મંદબુદ્ધિવાળો હોવા છતાં આ સ્તોત્રનો પ્રારંભ કરી રહ્યો છું. પરંતુ મને એવો વિશ્વાસ છે કે આ સ્તોત્ર સત્પુરુષોના ચિત્તનું હરણ કરશે.”
પ્રભુના મહિમાનો પ્રભાવ જાણ્યા છે તેથી તેમનું સ્તવન કરવાના ભાવ મારામાં પ્રગટ્યા છે. અને તેમ થવામાં આપ જ પ્રભાવક છો. કારણ કે આપના વિશિષ્ટ પ્રકારના પ્રભાવ વિના મારા જેવો મંદબુદ્ધિવાળો આત્મા આવું વિશિષ્ટ અને મહાન કાર્ય કરવા માટે ક્યારે પણ પ્રવૃત્ત થઈ શકે નહિ. હું જે વ્યક્તિની સ્તુતિ કરી રહ્યો છું, તેના અનંત પ્રભાવ અને અનંત સામર્થ્યનો લાભ મને મળશે. સૂરિજી આગળ કહે છે કે, મારી સ્તુતિ સર્વ વિદ્વાન અને સત્પુરુષોના ચિત્તને પ્રભાવિત કરશે, મારી રચના સામાન્ય છે છતાં ચિત્તાકર્ષક છે. હું જેમની સ્તુતિ કરી રહ્યો છું તેમની સ્તુતિમાં જ એટલી શક્તિ છે કારણ કે આપનો પ્રભાવ જ એવો છે. આપ ખૂબ શક્તિશાળી અને ખૂબ સામર્થ્યવાન છો.
સૂરિજીએ પ્રભુના અનંત ગુણોનો પ્રભાવ જાણીને અને તેનાથી તેઓ અત્યંત પ્રભાવિત થઈને પોતે ગમે તેટલી મંદબુદ્ધિવાળા છે પણ પોતે રચવા ધારેલી સ્તુતિ સ્તવના પ્રભુના પ્રભાવથી અલંકૃત થયેલી છે. પ્રભુના અનંત ગુણોના પ્રભાવ નીચે અને તેની જ પ્રેરણાથી રચાયેલી સ્તુતિ સુંદર
Page #219
--------------------------------------------------------------------------
________________
200।। ભક્તામર તુર્થ્ય નમઃ II
જ હોય, કારણ કે કોઈ પણ પ્રકારની અસુંદરતા પ્રભુ પાસે ટકી શકતી નથી. તેથી રચના સુંદર જ બનવાની છે. સુંદર કૃતિઓ મનને વશ કરે તેવી હોય છે એટલે કે ચિત્તાકર્ષક હોય છે. તેથી જ સૂરિજીને વિશ્વાસ છે કે તેમની સામાન્ય સ્તોત્રરચના પણ પ્રભુના પ્રભાવના કારણે વિદ્વાનો, મનીષીઓ અને સત્પુરુષોના મનને આકર્ષશે જ. અર્થાત્ દરેક સત્પુરુષો, ગુણીજનો આ સ્તોત્રનો ભાવપૂર્વક, સહૃદયતાપૂર્વક સ્વીકાર કરશે જ. અને સર્વના આકર્ષણનું કારણ બનશે.
સ્તોત્રકાર સૂરિજી આગળ કહે છે કે, ‘પાણીનું એક સામાન્ય ટીપું કમલિનીના પત્ર પર પડે છે તો સાચા મોતી જેવી શોભા ધારણ કરે છે તેમ હે નાથ ! મારી સામાન્ય સ્તોત્ર રચના પણ તમારા પ્રભાવથી સત્પુરુષોના ચિત્તનું હરણ કરશે, એટલે કે તેમને ચમત્કાર પમાડશે.'
અર્થાત્ સૂરિજી પ્રભુના પ્રભાવને કમલિનીના પત્ર અને પાણીના ટીપાના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે કમળ કાદવમાં ખીલે છે પણ કાદવમાં રહીને પણ કાદવથી અલિપ્ત રહે છે. અર્થાત્ કમળમાં એવો ગુણ છે કે તે કાદવમાં તો ખીલે છે પણ કાદવનો તેને સ્પર્શ સુધ્ધાં થતો નથી. પાણીનું એક ટીપું સામાન્ય જમીન પર પડે તો તેની કોઈ કિંમત નથી. જ્યારે શતદલ કમળ પર શુદ્ધ પાણીનું ટીપું પડે છે અને તેના ૫૨ સૂર્યકિરણ પડતાં મોતીની જેમ શોભી ઊઠે છે. ઝગમગી ઊઠે છે, એટલે કે કમળ પર પડેલું પાણીનું એક ટીપું કમળની પવિત્રતા અને શુદ્ધતાને કારણે મોતી જેવી શોભા પામે છે. અહીં સૂરિજી એવું સૂચવે છે કે કમળને કાદવનો સ્પર્શ થતો નથી તેમ પ્રભુને સંસારરૂપી કાદવનો અર્થાત્ પાપનો સ્પર્શ પણ થતો નથી. પ્રભુ કમળની જેમ શુદ્ધ છે. જો કોઈ મંદબુદ્ધિવાળો ભક્ત ભક્તિભાવપૂર્વક આવા પ્રભુની સ્તુતિ-સ્તવના કરવા તત્પર થાય તો તે સ્તુતિ-સ્તવના પ્રભુના ગુણોના ઉત્તમ પ્રભાવથી સર્વજનો, સત્પુરુષોને માટે આકર્ષણનું કેન્દ્ર થઈ પડશે તેમના ચિત્તનું હરણ કરનાર બનશે. એટલે કે સત્પુરુષોને ચમત્કાર પમાડશે. આવો અનન્ય વિશ્વાસ સૂરિજીને પોતાના આલંબનરૂપ (પ્રભુ) માટે છે.
શરૂઆતમાં અહીં ‘નાથ’ શબ્દ મૂકીને ભક્ત પોતાનું સર્વસ્વ સમર્પિત કરે છે. અત્યાર સુધી તારા વગર હું અનાથ હતો. તને નાથ કહેતાં જ મારી અનાથતા સમાપ્ત થઈ ગઈ. નાથ જ નાથ બનાવે છે અને અનાથતા મિટાવે છે. અર્થાત્ અહીં નાથત્વ પ્રગટ થઈ ગયું. આમ ‘નાથ’ શબ્દ એ સર્વશ્રેષ્ઠ સંબોધન છે.
સાધ્વીશ્રી દિવ્યપ્રભાજી જણાવે છે કે, “સૂરિજી સ્તોત્રના પ્રારંભના ત્રીજા શ્લોકમાં જે યુદ્ધયાવિનાપિ - બુદ્ધિરહિત અને હવે તે તનુધિયાપિ મંદબુદ્ધિવાળા હોવા છતાં અર્થાત્ પ્રારંભની પૂર્વભૂમિકામાં જે બુદ્ધિરહિત હતા તે મંદબુદ્ધિવાળા થઈ ગયા.''
તેવી જ રીતે બીજા શ્લોકની અંતિમ પંક્તિમાં 'અહં' - શબ્દ હતો. અહં - એટલે હું. હું કરીશ એમ કહેનાર સૂરિજીએ હવે 'માઁ' શબ્દનો પ્રયોગ કર્યો છે. 'મા' એટલે મારા દ્વારા, મારાથી થઈ રહ્યું છે. ‘હું' જ્યારે મારા'માં રૂપાંતરિત થઈ જાય ત્યારે અહમ્ સમાપ્ત થઈ જાય છે. આ સર્વ સમર્પણનું અંતિમ ચરણ છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
201
શ્રી ભક્તામર સ્તોત્ર 'વપ્રમાવાત્' - તારા જ પ્રભાવથી ‘તવસંસ્તવનં' - તારા સ્તવનનો પ્રારંભ થઈ રહ્યો છે. તારો પ્રભાવ ન હોય તો મારાથી કાંઈ જ થવું શક્ય નહોતું.''
જો પ્રભાવ પ્રભુનો અને સ્તવન ભક્તનું હોત તો અથવા પ્રભાવ ભક્તનો અને સ્તવન પ્રભુનું હોત તો કાંઈ જ શક્ય નહોતું. પરંતુ બંને તારા હોય એટલે કે જે અનંત ગુણોનો ભંડાર છે, તેઓનું સૂરિજીએ સ્તવન કર્યું છે. આ સ્તુત્ય એવા છે જે ત્રણે લોકમાં મહાન છે. તેથી ત્રણે લોકમાં તમારી સ્તુતિનો મહિમા ફેલાઈ જાય છે. ઊર્ધ્વ લોકમાં દેવેન્દ્રો પણ ભક્તિપૂર્વક આપની સ્તુતિ કરે છે. મનુષ્ય લોકમાં માનવી પણ આપની સ્તુતિ કરે છે. અને અધોલોકમાં ધ૨ણેન્દ્ર વગેરે પણ પ્રભુની સ્તુતિ-ગુણગાન કરે છે. પ્રભુ અનંત ગુણોની પ્રભુતાથી શોભી રહ્યા છે. પ્રભુના આવા ગુણોનું વર્ણન સૂરિજી કરી રહ્યા છે અને તે સ્તુતિની રચના કેવી ચિત્તાકર્ષક અને સુંદર હશે કે જેવી રીતે કમળપત્ર પર પડેલાં પાણીનાં ટીપાં મોતીની શોભા પામે છે એ રીતે પોતાના મુખમાંથી નીકળેલા આ શબ્દો સ્તવનની શોભા ધા૨ણ ક૨શે અને સત્પુરુષોના ચિત્તનું હરણ ક૨શે. પોતે પોતાને અલ્પજ્ઞ અલ્પ શક્તિશાળી માને છે. પણ પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. પોતે જેની સ્તુતિ કરે છે જેને સ્તવવા ધારેલા છે, જે સ્તુત્ય છે તે પ્રભુ શ્રી આદિનાથ ભગવાનનો પ્રભાવ જ એવો છે કે સામાન્ય રચના પણ અમૂલ્ય રચના બની જાય છે. જ્યાં ભાવ હોય ત્યાં પ્રભાવ પણ હોય જ છે. જે કંઈ ઉત્કૃષ્ટ છે, જે કંઈ ઉત્તમ છે, જે કંઈ પ્રભાવક છે તે સર્વનો યશ તે શ્રી આદિનાથને સોંપે છે. અને અહીં એક અનન્ય ભક્તિની, શ્રદ્ધાપૂર્વકની ભક્તિનાં દર્શન કરાવે છે. તેઓ પ્રભુના યશોગાનમાં એવા તો લીના થઈ ગયા છે કે તેમને નામ, યશ, કીર્તિની રંજમાત્ર ખેવના નથી અને સંપૂર્ણ સમર્પણભાવ લાવી પ્રભુમાં તરૂપ થવાનો પ્રારંભ કર્યો છે.
ભક્તના કવિમાનસમાં એક પછી એક કલ્પનાઓ ઊઠતી રહી છે અને તે સઘળી કલ્પનાઓ પ્રકૃતિમાંથી તેઓએ મેળવી છે. દરેક શ્લોકમાં દૃષ્ટાંતરૂપ આપવામાં આવેલી કલ્પનાઓ ભવ્ય, ઉત્કૃષ્ટ છે તે અહીં રજૂ થતાં ઉપનામો પરથી મળી રહે છે. જેમ જેમ એક પછી એક શ્લોક રચાતા જાય છે તેમ તેમ તેમની ભાષામાં મધુરતા પણ આપવામાં આવેલાં દૃષ્ટાંતો જેટલી જ મધુર બનતી જાય છે.
શ્લોક મો
आस्तां तव स्तवनमस्तसमस्तदोष, त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव, पद्माकरेषु जलजानि विकासभाञ्जि ।।९।।
દૂર રાખો સ્તવન કરવાં આપનાં એકધારાં, પાપો નાસે જગજન તણાં નામ માત્ર તમારાં;
જો કે દૂરે રવિ રહી અને કિરણોને પ્રસારે, તો યે ખીલે કમલદલ તે કિરણોથી વધારે. (૯)
Page #221
--------------------------------------------------------------------------
________________
202 × || ભક્તામર તુલ્યું નમઃ ।
-
તવ – તારું-તમારું અસ્તસમસ્તોષમ્ – સર્વે દોષોથી રહિત અત્ત દૂર થયા છે, જેમાંથી સમસ્ત ટોપ તે અન્ત સમસ્તોષ- અર્થાત્ સર્વે દોષોથી રહિત સ્તવનમ્ – ગુણોનું કીર્તન, વરે આસ્તામ્ · દૂર રહો, ત્વસંથા – તમારી સાર્તા, તમારા ચરિત્ર સંબંધી કરવામાં આવેલું કોઈ પણ કથન અપિ – પણ ખાતામ્ લોકનાં, પ્રાણીમાત્રનાં, ટુરિતાનિ ઇન્તિ – પાપોનો નાશ કરે છે. સહસ્રષ્ટિા: – સૂર્ય, સહસ્ર હજાર છે. વિળ જેનાં અર્થાત્ સૂર્ય, રે – દૂર હોવા છતાં, પ્રમા સમૂહ જેમાં હોય નતમાં જન્મે તે ખલખ - અર્થાત્ કમળ,
કમળ, તેનો આર્
एव તેનો પ્રકાશ જ પદ્મારેપુ – સરોવરમાં પદ્મ છે તે પદ્માર અર્થાત્ સરોવર, નતાનિ – કમળોને विकासभाञ्ज વિકસિત વિકસ્વર તે - કરે છે.
-
-
-
1
ભાવાર્થ :
હે નાથ ! સર્વે દોષોથી રહિત એવું આપનું સ્તવન-સ્તોત્ર તો દૂર રહો, પણ આપના વિષે કોઈ સાર્તા ક૨વામાં આવે કે આપના ચરિત્રનું કંઈ પણ કથન કરવામાં આવે તો તે પણ પ્રાણીમાત્રનાં સઘળાં પાપોને દૂર કરે છે.
સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેની પ્રભા - તેનો પ્રકાશ સરોવરમાં રહેલાં કમળોને પણ વિકસ્વર કરે છે. એમ અહીં પણ સમજવું.
વિવેચન : ગાથા ૯
સિદ્ધ અવસ્થામાં, સિદ્ધભૂમિમાં બિરાજે છે ભગવાન અને પૃથ્વી ઉપર સંસારમાં હોય છે ભક્ત તેમ છતાં સૂરિજીએ સિદ્ધભૂમિમાં બિરાજમાન શ્રી આદિનાથ ભગવાનને પ્રત્યક્ષ ગણીને આ સ્તુતિની રચના કરી છે. ભક્તની ભક્તિ એ ભાવ છે જ્યારે પ્રભુના અનંત ગુણોનું સ્તવન એ તેમનો પ્રભાવ છે. તેમણે આગળના પદ્યોમાં સ્તવનનો અપૂર્વ મહિમા જણાવ્યો છે. આ શ્લોકમાં ભક્ત અને પ્રભુ વચ્ચેના સંબંધની પવિત્રતા અને ઘનિષ્ઠતા કેવી હોય છે તે જણાવે છે. અર્થાત્ ભાવ અને પ્રભાવ (ભક્ત અને ભગવાન) વચ્ચે કેવો ઉત્તમ સંબંધ હોય છે તેના મહત્ત્વને કમળ અને સૂર્યના ઉદાહરણથી સુંદર રીતે સમજાવ્યું છે.
દૂર દૂર આકાશમાં રહેલો સૂર્ય પોતાનાં કિરણોને સર્વત્ર ફેલાવે છે તેમાંથી કેટલાંક કિરણોનો પ્રકાશ પૃથ્વી પર, સરોવરમાં બીડાઈને પડેલાં કમળો પર પડે છે. સૂર્યનાં કિરણોના મુલાયમ, મખમલી સ્પર્શથી કમળની પાંખડી ધીમે ધીમે ખીલવા લાગે છે અને તે પૂર્ણ રૂપથી વિકસ્વર બને છે. આહ્લાદજનક સ્પર્શથી આનંદવિભોર બનીને સરોવ૨માં ઉત્તમ વાતાવરણ રચે છે. અર્થાત્ સૂર્યનાં કિરણોના પ્રભાવથી કમળો વિશિષ્ટ રૂપથી વિકાસ પામી પોતાનો આનંદ અને અહોભાવ પ્રગટ કરે છે. સૂર્યનાં આ કિરણો કમળને દિવસના અમુક જ ભાગમાં પ્રાપ્ત થાય છે. છતાં પણ કમળનો આવો વિકાસ થાય છે. સતત કિરણોનો સ્પર્શ રહ્યા કરે તો વિકાસ કેવો અદ્ભુત હોઈ શકે ?
સૂરિજી પ્રકૃતિમાંથી લીધેલા ઉદાહરણ દ્વારા ભક્ત અને ભગવાનના સંબંધને સ્પષ્ટ રૂપથી
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 203 સમજાવે છે કે “હે નાથ ! તમને થઈ ગયાને ઘણો લાંબો સમય વીત્યા છતાં પણ તમારા ચારિત્રની કથા કરતાં જ અંતરનો મેલ ઓસરવા લાગે છે અને તેની અત્યાર સુધી બિડાઈ રહેલી પાંખડીઓ પટોપટ ઊઘડવા લાગે છે. તે પણ કમળના જેવું વિકસ્વર બની જાય છે. આ પ્રભુના ચારિત્રનો કેટલો મોટો મહિમા !” - શ્રી આદિનાથ ભગવાન દૂર દૂર સિદ્ધ ભૂમિમાં બિરાજે છે. અહીં ભગવાન એ સૂર્ય સમાન છે અને કાદવ જેવા સરોવરમાં ભક્તજન કમળ રૂપે રહે છે. ભગવાનનાં કિરણોનો સ્પર્શ જ્યારે ભક્તને થાય છે ત્યારે પ્રભુની સ્તુતિ સ્તવના કરવા લાગે છે. જેમ સૂર્યનાં કિરણોના સ્પર્શથી કમળની પાંખડીઓ ઊઘડી જાય છે તેમ સર્વ દોષોથી રહિત એવું પ્રભુનું સ્તવન-સ્તોત્ર તો દૂર પણ પ્રભુના વિષે કોઈ સદ્ઘાર્તા કે તેમના ચરિત્ર વિશે કંઈ પણ કથન કરવામાં આવે તો પણ અંતરનો મેલ ઓસરવા લાગે છે અને સઘળાં પાપો દૂર થાય છે. ગુણો ખીલવા લાગે છે. ભક્તના આત્માનો રોમેરોમ ઉલ્લસિત થઈ કમળની જેમ પૂર્ણ વિકસિત બની સરોવરના વાતાવરણને ઉલ્લસિત કરી આનંદવિભોર થઈ નાચી ઊઠે છે. ભક્તનો આત્મા ભગવાનના નામસ્મરણ માત્રથી જ પરમાર્થ માર્ગમાં પ્રગતિ કરે છે. સતત સ્મરણસ્તુતિ નહિ પરંતુ સામાન્ય સ્તુતિ કરવામાં આવે તો પણ પ્રભુના પ્રભાવથી જગતના જીવોનાં પાપ દૂર થાય છે. સંસારથી છૂટવાનું મિથ્યાત્વ અંધકાર દૂર કરવાનું, અનન્ય શક્તિ ભક્તજનને ભગવાન પાસેથી પ્રાપ્ત થાય છે અને શુદ્ધ સ્વરૂપનો વિકાસ થાય છે. પ્રભુની સ્તુતિ અનન્ય ભાવભક્તિથી કરવામાં આવે તો સર્વ પાપોનો નાશ થાય છે. સર્વ પાપો દૂર થાય છે.
સ્તુતિમાં અદ્ભુત સામર્થ્ય છે. કારણ કે જેની સ્તવના સ્તુતિમાં કરવામાં આવી છે તેનો પ્રભાવ અનન્ય છે. સ્તુતિ દ્વારા પરમાત્મા સાથે તાદાભ્યતા સાધી શકાય છે.
શ્રી જિનસેન સ્વામીએ મહાપુરાણમાં સ્તુતિનું સ્વરૂપ બહુ સરળ રીતે બતાવ્યું છે. પ્રભુની સ્તુતિ કરતાં ઇન્દ્ર કહે છે કે, “હે ભગવાન! મારી બુદ્ધિ મંદ હોવા છતાં હું માત્ર ભક્તિથી પ્રેરાઈને, ગુણરત્નોની ખાણ એવા હું આપની સ્તુતિ કરું છું. આપ વીતરાગ હોવા છતાં આપની સ્તુતિ કરનારને પોતાના વિશુદ્ધ પરિણામને લીધે ઉત્તમ ફળ સ્વયં પ્રાપ્ત થાય છે. પવિત્ર ગુણોનું કીર્તન કરવું તે સ્તુતિ છે. પ્રસન્ન, બુદ્ધિવંત ભવ્ય જીવ સ્તુતિ કરનાર (સ્તોતા) છે. સર્વગુણસંપન્ન એવા આપ સર્વજ્ઞદેવ સ્તુત્ય છે. અને મોક્ષસુખની પ્રાપ્તિ તે સ્તુતિનું ઉત્તમ ફળ છે. સ્વાનુભૂતિ રૂ૫ અભેદ ભક્તિ પૂરી થશે ત્યાં સ્તુત્ય અને સ્તુતિ કાર એવો ભેદ નહિ રહે.
આમ સ્તુતિનો અનન્ય મહિમા વર્ણવવામાં આવ્યો છે. સ્તુતિ એ પ્રભુથી પ્રભુતા સુધી પહોંચાડે છે.
કમળને ઉલ્લસિત કે વિકસિત કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રભાવ સૂર્યનાં કિરણોનો છે. સૂર્ય ભલે ખૂબ દૂર દૂર હોય પરંતુ તેનાં કિરણો કમળને સ્પર્શે છે ત્યારે સરોવરમાં બિડાયેલાં તે ખીલી ઊઠે છે. તેવી રીતે સંસારરૂપી ભવસરોવરમાં ભક્તાત્મારૂપી કમળ છે. અનાદિકાળના ઘોર
Page #223
--------------------------------------------------------------------------
________________
204 || ભક્તામર સુભ્ય નમઃ અંધકારમાં તેનું પોતાનું સ્વરૂપ બંધ છે. પરમાત્મારૂપી સૂર્ય જ આ આત્મકમળને ઉઘાડી શકે છે. દૂર હોવા છતાં પરમાત્મા જ ભક્તના આત્મકમળને વિકસિત અને વિકસિત કરી શકે છે. ' સૂરિજી બેડીઓથી જકડાયેલ બંધન અવસ્થામાં રાજકેદી તરીકે છે. એટલે કે રાજાના ઉપસર્ગોનો તેઓ ભોગ બન્યા છે. આથી તેમની સરખામણી કાદવમાં રહેલા કમળ સાથે થઈ શકે છે. બંધન અવસ્થા એ કાદવરૂપ છે અને નિર્લેપતા, કેષિત થયા વિના રહેવું એ કમળની લાક્ષણિકતા બતાવે છે. આવા વિપરીત સંજોગોમાં ભક્તિરૂપી કમળ કરમાયેલું છે. કમળને સૂર્યકિરણરૂપી સંજીવની પ્રાપ્ત થાય તો જ તે ખીલે. ભક્તજન માટે પ્રભુસ્તુતિ એ સંજીવની મંત્ર છે.'
સૂરિજીને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સંસારના ઉપસર્ગરૂપી કાદવમાં કરમાયેલા કમળરૂપી રહેલો હું અવશ્ય વિકાસ પામીશ. અર્થાત્ ભગવાનના ગુણની કથા પણ આત્મવિકાસ કરનાર છે. પ્રભુ તમે અમારાથી દૂર નથી. તમે તો અમારા હૃદયકમળમાં છો. પછી ભલેને ગમે તેટલા ઉપસર્ગો આવે, તેમાંથી પાર ઊતરીશું. અને અમ તમ જેવા જરૂરથી થઈશું. શ્લોક ૧૦મો
નિત્યમાં મુવનમૂષ ! ભૂતનાથ ! भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा,
भूत्याश्रितं य इह नात्मसमं करोति ।।१०।। એમાં કાંઈ નથી નવીનતા નાથ દેવાધિદેવ, ભક્તો સર્વે પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ; લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય,
સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. (૧૦) શબદાર્થ
મુવનમૂષTI – હે જગતના શણગારરૂપ ! ભવન – લોક-જગતુ તેના મૂષણ – શણગાર જગતના શણગાર સમાન તે ભુવનમૂષણ. ભૂતનાથ – હે પ્રાણીઓના સ્વામીનું ! ભૂત પ્રાણી, તેના સ્વામી તે નાચ તે ભૂતનાથ, મૂર્ત ગુૌઃ – વિદ્યમાન ગુણો વડે મુવિ – પૃથ્વીને વિષે મહત્તમ – તમને આપને મgવન્ત: – સ્તવી રહેલા ભવત: તુત્યા ભવન્તિ – આપના જેવા થાય છે. નાત્યમૂત - અતિ આશ્ચર્યજનક નથી – નથી, તે – અતિ-ઘણું, મુતમ્ – આશ્ચર્યજનક, નનું નિશ્ચયથી તેને વિમ્ – તેમાં મહત્ત્વ શું? વી – અથવા મૂત્ય – સમૃદ્ધિ વડે ગાઠિતમ્ – પોતાના આશ્રિતને . – જેઓ ફુદ – આ દુનિયામાં માત્મરામ” – પોતાના જેવા નવરાતિ - કરતા નથી. ભાવાર્થ :
હે જગતના શણગાર ! હે પ્રાણીઓના સ્વામીનું! વિદ્યમાન ગુણો વડે તમારી સ્તુતિ કરનારાઓ
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 205 તમારા જેવા થાય છે, પરંતુ એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી, કારણ કે જેઓ દુનિયામાં પોતાના આશ્રિતોને સમૃદ્ધિ વડે પોતાના જેવા કરતા નથી, તેમનું મહત્ત્વ નથી. વિવેચન : ગાથા ૧૦
સ્તોત્રકાર સૂરિજીએ બે સંબોધનચિહ્નો દ્વારા પરમાત્માને સંબોધિત કર્યા છે. (१) भुवनभूषण, (२) भूतनाथ
આ બંને સંબોધન વિશિષ્ટ સંબંધનું સામંજસ્ય રજૂ કરે છે. ભુવનમૂષ | . એટલે કે અરિહંતા લોગુત્તમા અર્થાત્ હે પરમાત્મા ! આપ આલોકના ભૂષણ છો, અલંકાર છો. જગતના શણગાર છો. અરિહંતો આલોકના સહુથી ઉત્તમ પુરુષો છે. એટલે તેમને ભુવનના ભૂષણ કહી શકાય. અહીં લોક શબ્દથી ત્રણે લોકનું ત્રિભુવનનું સૂચન છે. ઉત્તમ શબ્દનો ભાવ મૂષણ શબ્દ વડે વ્યક્ત થયેલો છે. પરમાત્મા થકી જ આ ભુવન સુશોભિત છે. લોકોત્તર બની ગયા, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યા પછી લોક સાથે શો સંબંધ હોય ? સ્તોત્રકાર સૂરિજી લોકોત્તરનો લોક ઉપર રહેલો પ્રભાવ દર્શાવે છે. સાતમા શ્લોકમાં તેમણે બતાવ્યું છે કે પરમાત્મા વડે લોક આલોકિત (પ્રકાશિત) બને છે. પરમાત્માના આલોકથી આપણો પાપ-અંધકાર હટે છે.
આઠમા અને નવમા શ્લોકમાં પરમાત્મા વડે લોક પ્રભાવિત બને છે. અર્થાતુ પરમાત્માનો પ્રભાવ હોય છે. પરમાત્માના પ્રભાવથી આપણો વીતરાગભાવનો અભાવ હટે છે. અને નાદ્રમુક્ત... શ્લોક દ્વારા એમ દર્શાવે છે કે પરમાત્મા દ્વારા લોક સુશોભિત બને છે. પરમાત્માના સુશોભનથી આપણી અનાદિકાલીન કર્મજન્ય અશોભનીયતા દૂર થાય છે. જ્યારે મિથ્યાત્વનો અભાવ અને સમભાવનો આવિર્ભાવ થાય છે ત્યારે જ ભક્ત પરમાત્માના આલોક-પ્રભાવ અને સુશોભનનો અનુભવ કરે છે.'
તાત્પર્ય કે પ્રાચીન મનીષીઓએ એ અરિહંત ભગવંતને જે લોકોત્તમ વિશેષણ લગાડેલું છે તેનો જ ભાવ આ ભુવનમૂષણ'માં રહેલો છે. ભુવનમૂષણ'ની વિશેષતા એ છે કે એ શબ્દ પદલાલિત્યવાળો છે. ભૂતનાથ – શ્રી જિનેશ્વર ભગવંતને ભૂતનાથ એવું સંબોધન કરવામાં આવ્યું છે. સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભાશ્રીજી ભૂતનાથ શબ્દને સમજાવતાં કહે છે કે, “ભૂત એટલે જીવ જે પોતે સંભૂત છે, જેનું કદી નિર્વાણ નથી થયું. અને જે ભૂત અતીતથી, અનાદિકાળથી અને સદાય રહેનાર છે.”
અહીં જિનેશ્વરદેવને ભૂતનાથ'નું વિશેષણ લગાડવામાં આવ્યું છે. કારણ કે પ્રભુ સર્વ પ્રાણીઓની રક્ષા કરનારા છે. મહાદેવ અને શંકરને પણ ભૂતનાથ કહેવામાં આવ્યા છે. અહીંયા પણ જો ભૂતનાથ શબ્દથી મહાદેવનું સૂચન હોય તો પણ સાર્થક છે. કારણ કે આ વિશ્વની અંદર શ્રી તીર્થંકર પરમાત્મા સિવાય બીજો કોઈ દેવ વિદ્યમાન નથી. ત્રણે લોકમાં તથા દેવો, દેવેન્દ્રો અને શક્રેન્દ્રો શ્રી તીર્થકર ભગવંતને પૂજે છે, વંદે છે અને તેથી તેઓ મહાદેવ નામને સાર્થક કરે છે.
શ્રી કાનજી સ્વામી આ સંદર્ભે જણાવે છે કે, “અરિહંત પરમાત્માને ભૂતનાથ એવું સંબોધન
Page #225
--------------------------------------------------------------------------
________________
206 . || ભક્તામર તુલ્યુ નમઃ || કર્યું છે. એટલે કે સાધક જીવો આપને જ પોતાના નાથ સમજે છે. કેમકે ધર્મની પ્રાપ્તિમાં, રક્ષામાં કે પૂર્ણતામાં આપ જ અમારા નિમિત્ત છો. મહાદેવને ભૂતનાથ કહેવાય છે. એ અહંતદેવ ! હે ઋષભદેવ ! આપ જ અમારા સાચા મહાદેવ છો.
ભૂતનાથ અર્થાતુ સમસ્ત જીવરાશિના નાથ જેમના વગર સહુ અનાથ. આચારાંગ સૂત્રમાં ઘણી જગ્યાએ જીવ માટે મૂયા' શબ્દનો ઉપયોગ થયો છે.
આ શ્લોકમાં સૂરિજી સ્તોત્ર રચવાનો પોતાનો ઉદ્દેશ અન્યોક્તિ દ્વારા વિશેષ સ્પષ્ટ કરે છે. સંસારના સર્વ પ્રકારનાં બંધનોથી છૂટીને પ્રભુસ્વરૂપ થવા ઇચ્છે છે તે મુખ્ય ઉદ્દેશ આ પંક્તિઓમાં પ્રસ્તુત કર્યો છે.
સૂરિજી જણાવે છે કે “હે ભુવનભૂષણ ! હે ભૂતનાથ ! તમારા વિદ્યમાન - અદ્ભુત ગુણોનું કીર્તન કરનારા તમારા જેવા જ થઈ જાય છે. પરંતુ મને એમાં કંઈ આશ્ચર્ય લાગતું નથી. કારણ કે સામાન્ય મનુષ્યો પણ પોતાના સેવકોને ધન વગેરે આપીને પોતાના જેવા બનાવી દે છે. જ્યારે તમે તો ત્રણ ભુવનના નાયક છો. એટલે તમારી સ્તુતિ-સ્તવન કરનારને આ રીતે ન્યાલ કરી દો, એમાં આશ્ચર્ય શું? આશ્ચર્ય તો ત્યારે જ થાય કે જો તમારા અભુત ગુણોનું કીર્તન કરનારા તમારા જેવા ન થતાં ભવભ્રમણના ફેરા કરતાં સંસારસાગરમાં રખડ્યા કરે !”
અર્થાતુ અહીં સૂરિજીએ સંસારના પ્રસંગોમાંથી એક ઉદાહરણ લીધું છે. સંસારમાં કર્મોને આધીન ગરીબ અને ધનવાન બંને પ્રકારના માણસો હોય છે. જે ગરીબ માણસ હોય તે ધનવાન થવા માટે અન્ય ધનવાનની સેવા કરે છે. તેની કૃપાદૃષ્ટિ પામીને ધન પ્રાપ્ત કરવા માટેની જરૂરી આવડત (કલાકારીગીરી) તે મેળવે છે અને તે અનુસાર પુરુષાર્થ પણ કરે છે. ગરીબ માણસે કરેલા પુરુષાર્થના ફળ સ્વરૂપે તે પોતે ધનવાન બને છે. આ સંસારમાં આપણને આવું બનતું જોવા મળે છે.
જેમ સંસારમાં આ પ્રમાણે બનતું હોય છે તે જ પ્રમાણે પરમાર્થમાં પણ બનતું હોય છે. પરમાર્થ માર્ગમાં સૌથી સમૃદ્ધસર્વજ્ઞ પરમાત્મા છે. આ પરમાત્મા જે સમૃદ્ધ છે તેની પરમાર્થ માર્ગનો કર્મથી ગરીબ શુદ્ધ ભાવથી સેવા કરે તો કર્મથી ધનવાન થાય છે. પરમાર્થનું ઉત્તમ પદ જે છે તે તીર્થકર પદ કે અરિહંત પદ આ તીર્થકર પદની ભક્તિભાવપૂર્વક સેવા જો કોઈ આત્મા કરે તો તે પણ આ અરિહંત પદને પામે છે.
પ્રભુના વિદ્યમાન ગુણો વડે તેમની સ્તુતિ કરનાર તેમના સમાન બની જાય છે. સૂરિજી અહીં સમજાવે છે કે ગુણોના ભંડાર એવા પ્રભુને સેવતાં સેવા કરનારને પણ તેવા ગુણોની પ્રાપ્તિ થાય છે તેમાં શું આશ્ચર્ય, જે જેની સેવા કરે તે તેના જેવો થઈ જાય. તમારી સેવા કરવાથી તમારો સેવક તમારું સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે. કારણ કે સંસારમાં પણ કોઈ ગરીબ ધનવાન પાસે રહીને તેની સેવા (પરિશ્રમ) કરે તો સમય જતાં તે ગરીબ પણ ધનવાન બને છે.
અવ્યક્તપણે સૂરિજી જણાવે છે કે મને તો આશ્ચર્ય તો જ થાય જો તમારી અનન્ય સેવા કરવા છતાં પણ સેવકનું પરમાર્થનું દરિદ્રપણું જાય નહિ. અર્થાત્ સેવક સેવ્યરૂપ ન બને તો આ
Page #226
--------------------------------------------------------------------------
________________
207
શ્રી ભક્તામર સ્તોત્ર પંક્તિઓ સમજવા માટે શ્રીમદ્ રાજચંદ્રનું નીચેનું જણાવેલું વચન ચાવીરૂપ બની રહે છે. અચિંત્ય જેનું મહાત્મ્ય છે, તેનું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગ્યારમું આશ્ચર્ય જ છે.’
જે સેવક છે તે પ્રભુની સેવા કરે છે અને સેવા કરતાં કરતાં પરમાર્થને ન પામે તો જ આશ્ચર્યરૂપ છે. સૂરિજી પોતાને બુદ્ધિહીન, શક્તિહીન, મંદબુદ્ધિના, વિદ્વાનોની હાંસીના પાત્ર માનતા હોવા છતાં પ્રભુની યશગાથા અને સ્તવના-સ્તુતિ કરવાને દૃઢસંકલ્પી શા માટે બન્યા ? તેનું રહસ્ય આ શ્લોકમાં પ્રાપ્ત થાય છે. પોતે દરિદ્ર છે અને પરમાત્મા ત્રણ ભુવનના નાયક છે અને તેમની અનન્ય સ્તુતિ-સ્તવના દ્વારા પોતાનું દારિદ્ર દૂર કરવાનો નિર્ધાર આ શ્લોકમાં જણાઈ આવે છે. પ્રભુની સેવા કરતાં કરતાં પ્રભુસ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ સંદર્ભે કાનજી સ્વામી કહે છે કે, પારસમિણ કરતાં પણ પરમાત્મા મહાન છે. કેમકે પારસમણિ સંગે તો લોઢું ફક્ત સોનું બને છે. તે પોતે પારસ નથી બનતું, જ્યારે પરમાત્માના સેવનથી તો આ જીવ પોતે પરમાત્મા બની જાય છે.'
જેનો આશરો લીધો છે, જેનું શરણું સ્વીકાર્યું છે તે પછી તેના જેવા ન થઈએ તો નવાઈ છે. શ્રી માનતુંગસૂરિએ તો ધર્મના આદિ અર્થાત્ શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિની શરૂઆત કરી છે અને એના ગુણોના પ્રભાવને કારણે તેમના ભાવ પણ પ્રભુપદ પામવાના છે. અર્થાત્ અહીં સૂરિજી ગર્ભિત રીતે સૂચવે છે કે હું તમારા અનંત ગુણોનું સ્તુતિ-સ્તવન કરી રહ્યો છું. એટલે ક્યારેક, એકાદ ભવમાં, કાલાંતરે તમારા જેવો જ થઈશ.
શ્લોક ૧૧મો
दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धोः क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? ।। ११ । જોવા જેવા જગમહિં કદિ હોય તો આપ એક, બીજા સર્વે સકળ પ્રભુથી ઉતરે છે જ છેક; પીધું હોયે ઉજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું, ખારાં ખારાં જલધિજળને કો પીએ કેમ માનું ? (૧૧)
શબ્દાર્થ
ભવન્તમ્ – આપને, તમને, વૃદ્ઘ – જોઈને, અનિમેષ – નિરંતર નિમેષ – આંખનો પલકારો તેનાથી રહિત તે, અનિમેષ – એટલે નિરંતર (આંખનો પલકારો માર્યા વિના), વિલોનીય – દર્શન ક૨વા યોગ્ય નાત્ર અન્ય કોઈ સ્થળે નહિ તોષનપયાતિ – સંતોષ પામતી નથી. નસ્ય ચક્ષુ: – મનુષ્યની આંખો ઊત્સા પય: - દૂધ પીઈને શશિરવ્રુત્તિ – ચંદ્રના કિરણ જેવી કાંતિવાળું
Page #227
--------------------------------------------------------------------------
________________
।। ભક્તામર તુલ્યું નમઃ ।।
208
શશિ – ચંદ્ર, તેના વર્ ક્ષીરસાગરનું શ્વેત દૂધ – ચાખવાને ફòત્ ઇચ્છે છે ?
:
—
-
કિ૨ણ, તેની શ્રુતિ – કાંતિ છે જેમાં તે શશિરવ્રુતિ. લુસિન્ધોઃ
કોણ નનિષેઃ – દરિયાનું ક્ષર્ નનં – ખારું પાણી રસિતુમ
-
ભાવાર્થ :
હે પ્રભો ! આંખનો પલકારો માર્યા વિના અનિમેષ દૃષ્ટિએ, નિરંતર દર્શન કરવા યોગ્ય એવા આપના રૂપને એક વાર જોયા પછી મનુષ્યની આંખો અન્ય કોઈ સ્થળે સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણની કાંતિ જેવું ક્ષીરસમુદ્રનું શ્વેત દૂધ પીધા પછી દરિયાનું ખારું પાણી પીવાની ઇચ્છા કોણ કરે ?
–
વિવેચન : ગાથા ૧૧
સ્તોત્રકાર સૂરિજીએ સ્તોત્રના મંગલાચરણમાં ભગવાનનાં સ્તુતિ-સ્તવન, કીર્તનનો મહિમા અને સ્તોત્રરચનાનો હેતુ તેમજ તેમની કથાનો મહિમા જણાવ્યો. હવે આ શ્લોકમાં પ્રભુના દર્શનનો મહિમા જણાવે છે. શ્રી આદિનાથ ભગવાનનું અનન્યપણું કેવી રીતે છે અને અન્ય જીવો કરતાં શા માટે તેઓ જ સ્તુત્ય છે તે ઉદાહરણ દ્વારા તેઓ સમજાવે છે. સૂરિજી જગતથી પર બની પ્રભુમય બનવા ઇચ્છતા હતા. તેથી જ પોતાના ભાવોની અભિવ્યક્તિ પણ પ્રભુને જ સંબોધીને કરી છે. તેમને સમગ્ર જગતની અંદર જો કોઈ દર્શનીય હોય તો તે શ્રી આદિનાથ ભગવાન જ
એવું લાગે છે. કારણ કે તે સર્વોત્કૃષ્ટ છે, સર્વોત્તમ છે. તેમના સિવાયના જીવો તેમનાથી ઊતરતી કક્ષાના છે. શ્રી આદિનાથ ભગવાન સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ છે. કારણ કે ધર્મની શરૂઆત કરનાર, યુગલિયા ધર્મને નિવારનાર, મુક્તિના માર્ગે લઈ જનાર, વગેરે અનેકવિધ ઉપકાર કરનારાઓમાં તેઓ પ્રથમ હતા. માટે સૂરિજી તેમને સર્વોત્તમ ગણે તો તે યોગ્ય જ છે. આવા શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન અનિમેષ નયને અર્થાત્ અપલક દૃષ્ટિએ આંખની પાંપણનું મટકું માર્યા વગર કરવાયોગ્ય સૂરિજીએ કહ્યાં છે.
યોગીરાજ આનંદઘનજીએ ચર્મ-નયન અને દિવ્યનયન(આત્મચક્ષુ)નો ભેદ વ્યક્ત કરીને દર્શન(માર્ગ)નો મહિમા દર્શાવ્યો છે ઃ
“ચરમ નયન કરી મારગ જોવતા, ભૂલ્યો સકલ સંસાર જે.
ને જયણે કરી મારગ જોઈએ,
નયન તે દિવ્ય વિચાર રે.
ચર્મચક્ષુઓ વડે જોવું એ જોવું છે, અને દિવ્ય નયનો વડે જોવું એ દર્શન છે.
જેણે ૫૨માત્માને નથી જોયો તેણે કાંઈ નથી જોયું. જેણે પરમાત્માનાં દર્શન કર્યાં તેણે કંઈક જોયું. જેણે પરમાત્માને આંખોમાં વસાવ્યા તેણે સર્વસ્વ જોયું.
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 209 પ્રભુનાં દર્શન પછી સંસારમાં કંઈ જ દર્શનીય રહેતું નથી. તમામ તુલનાઓ, તમામ ઉપમાઓ સમાપ્ત થઈ જાય છે. ફક્ત પ્રભુનું દર્શન અતુલનીય, અનુપમ અને અપૂર્વ આત્મસાત્ થઈ જાય છે.”
સ્તોત્રકાર સૂરિજી કહે છે “હે ભગવાન! તમારું રૂપ અનુપમ છે. તે અપલક નયને નિરંતર જોવા જેવું છે. જેઓ આ રીતે એક વાર તમારાં દર્શન કરી લે છે તેના ચક્ષુઓને જગતની બીજી કોઈ વસ્તુ જોવાથી સંતોષ થતો નથી. દાખલા તરીકે એક મનુષ્ય એક વાર ક્ષીરસાગરનાં ચંદ્રકિરણો જેવા શ્વેત દૂધનું પાન કરે, તે શું ફરી સમુદ્રનું ખારું પાણી પીવા ઇચ્છે ખરો ? તાત્પર્ય કે ન જ ઇચ્છે.”
શ્રી આદિનાથ ભગવાનનું સ્વરૂપ શાંતિદાયક અને શાંત છે. તારા રૂપ-રંગમાં જેટલું આકર્ષણ છે તેના કરતાં અનેકગણું વધારે આકર્ષણ તારી વીતરાગતામાં છે. તારા અનેક ગુણોમાં છે. પ્રભુના ચંદ્રમા જેવા શીતળ, શાંત સ્વરૂપનું, અપલક પાંપણે દર્શન કરતાં અનેરો આનંદ અનેરી શાંતિ પ્રાપ્ત થાય છે. આવો આનંદ અને આવી શાંતિ બીજા કોઈ પણ સ્વરૂપનાં દર્શન કરવાથી થતી નથી. સૂરિજીએ આ પંક્તિમાં રહસ્ય ભરી દીધું છે. તેઓ કહે છે કે જેમને તું અપલક નયને નિહાળી રહ્યો છે તે અન્ય કોઈ નહિ, તે તે પોતે જ છે. પરમ જ્યોતિર્મય અનંત જ્ઞાન દર્શનસ્વરૂપ છે અને આનંદથી ભરપૂર અપ્રતિમ છે. આચારાંગમાં કહ્યું છે તેમ :
जे अणणणदसी से अणणणरामे
जे अणणणरामे से अणणणदसी જે અનન્ય(આત્માનું)ના તું દર્શન કરી રહ્યો છે તે જ અનન્ય (આત્મા)માં તું રમણ કરે છે. (પ્રસન્ન રહે છે, અને જે અનન્ય (આત્મા)માં તું પ્રસન્ન રહે છે એ જ અનન્ય (આત્મા)ના તું દર્શન કરી રહ્યો છે. અર્થાત્ જેને તું જોઈ રહ્યો છે તે તું સ્વયં છે.
પ્રભુનું રૂપ અનન્ય છે, શાંત, પ્રસન્ન, ભવ્ય, મુખમુદ્રા દર્શનીય છે. તેમનું સ્વરૂપ અલૌકિક હોય છે. તેમાંથી વીતરાગતા, શાંતિ અને આભામંડળની પવિત્રતા પ્રગટતી હોય છે. જિનેશ્વરદેવના સ્વરૂપ અંગે કહ્યું છે કે :
"प्रशमरस निमग्नं दृष्टि युग्मं प्रसन्न वदनकमलमङकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबन्धवन्धयं,
તવાસ નતિ કેવો વીતરી ત્વમેવ ||'' દે હેવ ! તમારાં બંને ચક્ષુઓ પ્રશમરસથી ભરેલાં છે. તમારું વદનકમળ અતિ પ્રસન્ન છે અને તમારો ખોળો કામિનીના સંગથી રહિત છે. વળી તમારું કરયુગલ કોઈ પણ શસ્ત્ર સાથે સંબંધ ધરાવતું નથી, હે દેવ ! આ જગતમાં તમે જ સાચા વીતરાગ છો.”
આવું પ્રભુનું રૂપ અનુપમ છે. પ્રભુનું સ્વરૂપ અપલક પાંપણે વારંવાર દર્શનીય છે. જેઓ
Page #229
--------------------------------------------------------------------------
________________
210 // ભક્તામર તુલ્ય નમઃ | આવા ભક્તિભાવપૂર્વક પ્રભુના અલૌકિક અનન્ય સ્વરૂપનું દર્શન કરી લે છે, તેઓને પછી તમારા સિવાય જે કોઈ પણ છે તે સર્વે અન્યત્ર, અવિલોકનીય અને અદર્શનીય લાગે છે. હવે તેને જગતની અન્ય કોઈ વસ્તુ જોવાથી સંતોષ થતો નથી. તારાં દર્શન માત્રથી જે અતૃપ્ત હતું તે સંતુષ્ટ થઈ ગયું. જે શ્રેષ્ઠ હોય તે જ ગ્રહણ કરવું. ઊતરતી કક્ષાની વસ્તુ શા માટે ગ્રહણ કરવી? અને શ્રેષ્ઠતાની અપેક્ષાએ જ સૂરિજી માત્ર શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરવાનો નિશ્ચય કરે છે.
શ્રી માનતુંગસૂરિજી પોતાના આ ભાવો સમજાવવા માટે ક્ષીરસમુદ્રના દૂધ અને સમુદ્રના ખારા પાણીનું ઉદાહરણ આપે છે કે હે પ્રભુ! સોળે કલાએ ખીલેલા ચંદ્રમાની શુભ ચાંદનીની કાંતિસમાન ક્ષીરસમુદ્રનું દૂધ પીધા પછી લવણસમુદ્રના ખારા પાણીને પીવાની ઇચ્છા કોઈ કરે ખરું? અર્થાત્ કોઈ પણ જીવ આવી ઇચ્છા ન જ કરે.
આ સંદર્ભમાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે, “ક્ષીરસમુદ્રમાં મગરમચ્છ નથી, મેલ નથી, તેનું પાણી ખીર જેવું મીઠું છે. તે ચાખ્યા પછી લવણસમુદ્રનું ખારું પાણી મોઢામાં કોણ નાખશે? તેમ હે દેવ ! આપના શાસનમાં આવીને ચૈતન્ય સમુદ્રની અતીન્દ્રિય શાંતિનો રસ ચાખ્યો, હવે આખોય સંસાર અમને ખારી લાગે છે. સમસ્ત પરભાવોથી પાછા વળીને અમારી પરિણતિ અંતરના સ્વભાવ તરફ ઢળે છે. હવે સર્વજ્ઞ વીતરાગ દેવ સિવાય બીજા અજ્ઞાની-રાગી કુદેવોની માન્યતા આત્માના સર્વ પ્રદેશથી છૂટી ગઈ છે. જે રાગાદિમાં ધર્મ માને તેણે તો હે દેવ ! વીતરાગ એવા આપને દીઠા જ નથી. આપનું વીતરાગી રૂપ જગતમાં સૌથી સુંદર છે. તેને ઓળખ્યા પછી અમારી દષ્ટિ હવે બીજે ક્યાં થંભતી નથી. અમારા રોમેરોમમાં, પ્રદેશ-પ્રદેશમાં આપની વીતરાગતા વસી. ગઈ છે.”
શ્રી આદિનાથ ભગવાન ચંદ્રની ચાંદની જેવા શીતળ અને પ્રસન્નતા આપનાર ક્ષીરસમુદ્રના દૂધ જેવા છે. પ્રભુના આવા આલાદક શાંત-શીતળ અનુપમ રૂપને અનિમેષ દૃષ્ટિએ નિરંતર નીરખવાથી જે અનેરો આનંદ પ્રાપ્ત થાય છે તેવો આનંદ અન્ય કોઈ પણ સ્વરૂપને નીરખવાથી થતો નથી. એટલે કે અન્ય સર્વ સ્વરૂપો લવણસમુદ્રના ખારા જળ જેવાં છે. આનું કારણ જ્યાં કોઈ પણ પ્રકારનો રાગ છે ત્યાં વિલાસ અને વિકારભાવો મુખ પર દેખાયા વગર રહેતા નથી અને જ્યાં આવા વિકારભાવો દેખાય છે ત્યાંથી મીઠાશ ચાલી જાય છે અને ખારાશ આવે છે. અને જ્યાં વિતરાગતા છે, શાંતિ છે, પવિત્રતા છે ત્યાં અનન્યતા પ્રગટે છે. ક્ષીરસમુદ્રના જળમાં દૂધ જેવી મીઠાશ છે. અને એ મીઠાશને ચાખ્યા પછી ખારાશ કોણ ચાખે ? તેથી જ હે પ્રભુ! આપના દર્શન સિવાય અન્ય દર્શનથી હવે સંતોષ થશે નહિ અને તેથી જ અન્યની ઇચ્છા હવે નથી રહી. તાત્પર્ય કે સર્વ દેવોમાં શ્રી જિનેન્દ્ર ભગવંતની મુખમુદ્રા વધારે શાંત, વીતરાગી, આભામંડળની પવિત્રતા તથા પ્રસન્નતાથી ભરપૂર, ચિત્ત હરનાર છે. તેથી નિરંતર દર્શન કરવા યોગ્ય છે. જિનેશ્વરદેવના આ પ્રકારના દર્શનને સ્તુતિમાં પણ વર્ણવાયું છે.”
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 21 "दर्शनं देव देवस्य, दर्शनं पापनाशनम् ।
दर्शनं स्वर्ग सोपानम्, दर्शनं मोक्ष साधनम् ।।" અર્થાત્ દેવાધિદેવ એવા શ્રી અરિહંત પરમાત્માનું દર્શન કરવા યોગ્ય છે એ દર્શન પાપનો નાશ કરનાર છે. એ દર્શન સ્વર્ગમાં પ્રશસ્ત પગથિયા જેવું છે અને મોક્ષનું ઉત્તમ સાધન છે.
તાત્પર્ય કે દેવોના પણ જે દેવ છે એવા દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવનું દર્શન હંમેશાં કરવા યોગ્ય છે. અને આવા પ્રભુનું દર્શન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. સ્વર્ગ મેળવવા માટે પ્રથમ પગથિયારૂપ છે. કારણ પાપનો નાશ થાય તો પુણ્ય બંધાય અને સ્વર્ગનાં સુખ પ્રાપ્ત કરવા માટે પગથિયારૂપ છે અને મોક્ષ મેળવવા માટેનું ઉત્તમ સાધન છે. સાધ્ય સુધી પહોંચવા માટે દર્શન એક સાધન છે.
માનતુંગસૂરિએ આ શ્લોકમાં દર્શનનો અપૂર્વ મહિમા બતાવ્યો છે અને વીતરાગ સ્વભાવની ભક્તિ કરતાં કરતાં સિદ્ધિ પદને પામી શકાય છે. બ્લોક ૧૨મો
यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितस्त्रिभुवनैकललामभूत् । तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां,
यत्ते समानमपरं नहि रूपमस्ति ।।१२।। જે જે ઉંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યાં છે, તે તે સર્વ ગ્રહી ગ્રહ અહ આપમાંહિ જડ્યા છે; આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દીસે
તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કો છે. (૧૨) શબ્દાર્થ
છે. – જે શાન્તરીવિમિઃ – જેમના મોહ-મમતા શાંત થવાથી પ્રશમરસની કાંતિ પ્રકટી છે એવા શાન્ત – થયો છે જેનો ૨ – મોહ-મમતા, તે શત્તરી - તેની – કાંતિથી યુક્ત, તે પાન્તર – અર્થાત્ જેના મુખ પર પ્રશમરસની કાંતિ પ્રગટી છે એવા.
પરમાણુમ: - પરમાણુઓ વડે જે અત્યંત સૂક્ષ્મ છે તે પરમાણુ તમ્ - તમે આપનું શરીર મિત: – બનેલું છે . ઘડાયેલું છે. નિર્માણ થયેલું છે. ત્રિભુવને – હે ત્રણ ભુવનના એકમાત્ર
અદ્વિતીય તતા મૂત – અલંકારરૂપ સુંદર શ્રેષ્ઠ રમણીય તિલક સમાન તાવા વ તુ – ખરેખર એટલા જ છે તે ગણવ: - તે અણુઓ સાપ – પણ પૃથિવ્યમ્ – આ પૃથ્વીમાં થત: – જેથી તે સમાનમ્ – આપના જેવું પરમ્ – બીજું રુપમ્ – રૂપ-સ્વરૂપ નર મારત – નથી.
Page #231
--------------------------------------------------------------------------
________________
212 *
ભાવાર્થ :
|| ભક્તામર તુર્થ્ય નમઃ ।।
ત્રણ ભુવનના અદ્વિતીય અલંકારરૂપ હે પ્રભો ! શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ વડે આપનું શરીર નિર્માયેલું છે, તે પરમાણુઓ આ વિશ્વમાં તેટલા જ છે, કારણ કે આપના જેવું અન્ય રૂપ આ પૃથ્વીમાં કોઈ પણ સ્થળે હસ્તિ ધરાવતું નથી.
પ્રભુના શુભ દર્શનથી સ્તોત્રરચનામાં આગળ વધી રહેલા સૂરિજીનું ધ્યાન પ્રભુની પવિત્રતાથી ભરેલી દેહસૃષ્ટિ ઉપર પડ્યું. આ દેહના પુદ્ગલો-પરમાણુઓ પુનિત-પાવન તો હતા, પણ સાથે સાથે પરમ ઔદારિક હોવાથી અત્યંત પવિત્રતાથી ભરપૂર પણ હતા. પ્રભુનું રૂપ સૂરિજીને અનન્ય લાગતું હતું. કારણ કે તે દેહનું નિર્માણ એવું તો અદ્ભુત હતું કે તેનું રૂપ અનુપમ, અદ્વિતીય અને અતુલનીય હતું. આવા નિર્માણ થયેલા દેહનું એવું કયું રહસ્ય છે જે બીજા અનેક જીવોને પ્રાપ્ત થઈ શકતું નથી ? આ રહસ્યને સૂરિજી હવે આ શ્લોક દ્વારા સમજાવે છે.
પ્રભુનું રૂપ અનન્ય છે તે સમજાવવા માટે એક તાર્કિક કારણ સૂરિજી આપે છે. ત્રણ ભુવનના અદ્વિતીય શણગારરૂપ હે પ્રભો ! તમારા અંતરમાં શમરસ પ્રગટેલો છે અને તેનો ભાવ તમારા મુખમંડલ પર બરાબર તરવરે છે, તેથી તમે શાંતરસની સાક્ષાત મૂર્તિ હો, તેવા જણાઓ છો. તમારા જેવો શાંતરસ અન્ય કોઈ વ્યક્તિના મુખ પર જોવામાં આવતો નથી. તેથી મને એમ લાગે છે કે આ જગતમાં શાંતરસના જેટલા પરમાણુ હશે તે બધા તમારું નિર્માણ કરવામાં વપરાઈ ગયા હશે. જો એમાંના પરમાણુ શેષ રહ્યા હોત તો તમારા જેવી અન્ય શાંત મૂર્તિ અવશ્ય નિર્માણ થઈ હોત. પરંતુ એવી શાંત મૂર્તિ અન્ય કોઈ નિર્માણ થઈ નથી. એટલે મારું એ મંતવ્ય યથાર્થ છે. તાત્પર્ય કે તમારું રૂપ એક અનોખું છે કે જેની સરખામણી આ જગતની અન્ય કોઈ વસ્તુથી
થઈ શકે તેમ નથી.
સ્તોત્રકાર સૂરિજી કહે છે કે ત્રણ લોકના તિલકસ્વરૂપ હે પ્રભુ ! જગતમાં જેટલા ઉત્તમ હે શાંતરસ પરમાણુઓ કહેવાતા સૌમ્ય-તેજસ્વી-કાંતિમય પરમાણુઓ હતા તે બધા વડે આપના દેહનું નિર્માણ થયેલ, આ પરમાણુ તેટલા જ હોવા જોઈએ. કારણ બાકી રહેલા ઊતરતી કક્ષાના પરમાણુઓ વડે જગતના અન્ય જીવોના દેહનું નિર્માણ થયેલ હોવાથી આપના અદ્વિતીય સૌંદર્યવાન દેહના સમાન બીજા કોઈ જીવના દેહનું રૂપ હોતું નથી. પ્રભુ ! કેવો પવિત્ર છે આપનો દેહપર્યાય !. આપમાંથી નીકળતાં કિરણો સમગ્ર વાતાવરણને પ્રભાવિત કરી રહ્યાં છે અને તેમાંથી પ્રસરતી ઊર્જા સહજ-શાંત છે. આપનું અલૌકિક દેહસૌંદર્ય, નિર્વિકાર વિલક્ષણતા સમગ્ર સજીવોના આકર્ષણનું સુંદર કારણ બન્યું છે. આપ વીતરાગી છો તેથી જે કોઈ પ્રાણી આપના સાન્નિધ્યમાં આવે છે તે પણ આપના જેવા સહજ શાંત, નિર્વિકારી થઈ જાય છે. આપના દેહનું નિર્માણ જ એવા પરમાણુઓ દ્વારા થયું છે જેમાં રાગ-રુચિ જ સમાપ્ત થઈ ચૂકી હોય છે.
આચાર્ય મહાપ્રજ્ઞ આ સંદર્ભમાં નિરૂપે છે કે, “આપના પરમાણુઓ શાંત, રાગ-રુચિવાળા છે.'' શાંત-રાગ-રુચિ આ પદના બે અર્થ થઈ શકે છે. એક અર્થ એ કે જેમણે રાગને શાંત કરી
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 213 દીધો છે અથવા જેમની રાગની રુચિ શાંત થઈ ગઈ છે. રાગનું તાત્પર્ય રાગ-દ્વેષ બંને સાથે છે. મૂળવૃત્તિ રાગ છે. વેષ તો તેનો ઉપજીવી છે. રાગ છે તેથી જ ઠેષ થાય છે. રાગ હોય તો વેષ થશે જ નહિ. માનતુંગ કહે છે કે જે પરમાણુઓએ આપની રાગ-રુચિને શાંત કરી દીધીતે દુર્લભ છે. તેનો બીજો અર્થ એ છે કે એવું શરીર દુર્લભ છે જે શરીરમાંથી શાંતરસનાં કિરણો પ્રસરી રહ્યાં છે. ૧૨
શાસ્ત્રકારોએ રસને નવ પ્રકારના ગણાવ્યા છે અને તેમાં શાંતરસને મુખ્ય માનવામાં આવ્યો છે. વીતરાગી તે હોય છે જે સૌથી વધારે શાંત હોય છે. આવા વીતરાગી સ્વરૂપની મહત્ત્વપૂર્ણ શરત રાગને તોડવાની નથી. રાગની રુચિને સમાપ્ત કરવાની છે. શ્રી જિનેશ્વરદેવ તો આવા શાંતરસની મૂર્તિ હોય છે. અર્થાત્ તેમણે સંપૂર્ણપણે રાગ-દ્વેષનો ઘાત કર્યો હોય છે. અને તેથી તેઓ વીતરાગતાની સાક્ષાત્ મૂર્તિ સમાન હોય છે.
પ્રત્યેક જીવાત્માના દેહનું નિર્માણ તેણે કરેલાં કર્મો અનુસાર થાય છે. શ્રી જિનેશ્વરદેવ તીર્થકર ભવ પૂર્વેના ત્રીજા ભવમાં સવિ જીવ કરું શાસન રસી'ની ભાવના ભાવીને તીર્થકર નામકર્મનું નિકાચન કરે છે. તીર્થકર ભવમાં નામકર્મના ઉદયથી શાંતરસથી નિર્માયેલા ઉત્કૃષ્ટ દેહ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
પ્રભુના દેહની ઉત્તમતા બતાવવાની સાથે સૂરિજી આપણને એક સુંદર સિદ્ધાંતનું પણ જ્ઞાન આપે છે. જીવના ભાવ જેમ જેમ ઊર્ધ્વ કક્ષાના થતા જાય છે તેમ તેમ તે શુભ ભાવને લીધે શુભ પ્રકારના પરમાણુઓ જ તે જીવથી ગ્રહાય છે. જેટલા ભાવ ઉચ્ચ તેટલા ઉચ્ચ પ્રકારના પરમાણુ જીવ ગ્રહણ કરે, ત્યારે શ્રી તીર્થકર ભગવંતના ભાવો તો સર્વોત્તમ હોય છે. પૂર્વના ભવમાં જ્યારે ‘સર્વ જીવને શાસન રસી’ કરવાના ભાવો ઉત્કૃષ્ટપણે પ્રવર્તે છે, સ્વાર કલ્યાણની ભાવના ઉત્કૃષ્ટતાએ પહોંચે છે ત્યારે તો જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, અલબત્ત, આવા ભાવની ઉત્કૃષ્ટતાએ પહોંચતા જીવો અલ્પાતિઅલ્પ છે. તેથી જ સર્વજ્ઞપણું પ્રગટાવી તીર્થકર પદ શોભાવનાર આત્મા પણ અલ્પાતિઅલ્પ જ રહ્યા છે અને આવા ઉત્કૃષ્ટ ભાવ સેવનાર, એવો જ ઉત્કૃષ્ટ દેહ ધારણ કરે તેમાં નવાઈ પણ શી છે ? આથી તીર્થંકર પ્રભુને કેટલાક અતિશય જન્મથી જ પ્રગટે છે અને સમય જતાં તેમાં વૃદ્ધિ થતી જતી હોય છે. અન્ય જીવોને પણ ભાવની ઉત્કૃષ્ટતા સાથે દેહની ઉત્કૃષ્ટતા પ્રગટે છે અને સર્વજ્ઞ થયા પછી દેહ માત્ર શાતાવેદનીયનું નિમિત્ત જ રહે છે.
જેટલા મનના ભાવ ઉત્કૃષ્ટ હોય તેટલા ઉત્કૃષ્ટ સ્વરૂપના દેહની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય કે પ્રભુએ ઉત્કૃષ્ટ ભાવો જ ભાવ્યા હતા. એક પણ અશુભ ભાવને પોતાનામાં રહેવા દીધો ન હતો તેથી જ તેમના દેહમાં એક પણ અશુભ પરમાણુનું અસ્તિત્વ દૃષ્ટિગોચર થતું નથી અને તેમનો દેહ ઉત્કૃષ્ટ, અલૌકિક, સૌમ્ય, શાંતરસવાળો હોય છે. સર્વોત્તમ પ્રકારના પરમાણુઓ દ્વારા
Page #233
--------------------------------------------------------------------------
________________
214 | ભક્તામર તુન્યું નમઃ | નિર્માણ પામેલા આ દેહનું સૌંદર્ય એવું અનુપમ હોય છે કે સર્વ જીવોનું ધ્યાન તેમના તરફ આકર્ષાય છે. વિશ્વમાં એવું કોઈ તત્ત્વ નથી, જેનું નિર્માણ શાંતરસમય પરમાણુઓની સંરચનાથી થયું હોય. માત્ર શ્રી જિનેશ્વરદેવના નિર્માણમાં જ આવા વિશિષ્ટ પરમાણુઓનો ઉપયોગ થયો છે અને તેથી જ તેમની ભક્તિભાવપૂર્વક સાધના આરાધના કરવાથી ભક્તને શાંતિની પ્રાપ્તિ થાય છે. પરમાણુઓની શક્તિને સમજવા માટે વૈજ્ઞાનિકોના વર્ષો નીકળી જાય છતાં સમજાવી શકતા નથી. તે વાત તે સૂરિજીએ એક જ પંક્તિમાં વ્યક્ત કરી દીધી છે.
શ્રી જિનેશ્વરદેવના દેહનું નિર્માણ શાંતરસમય પરમાણુઓથી થયું હોવાથી તેમના કલ્યાણકોના સમયે તેમના પદ્ગલિક પ્રભાવ જગતના ત્રણેય લોક ઉપર પડે છે અને એ જ કારણે કલ્યાણક સમયે નારકીઓના જીવો પણ ક્ષણભર આનંદ અને પ્રકાશનો અનુભવ કરે છે.
પ્રભુના કલ્યાણક પ્રસંગે જગતના પરમાણુઓમાં પરિવર્તન આવે છે. આગમમાં પણ આ વાત જણાવવામાં આવી છે.
चउहिं ठाणेहिं लोउज्जोते सिया, तंजहा अरिहंतेहिं जायमाणे हिं, अरिहंतेहिं पव्वयमाणे हिं, अरिहंताणं णाणुप्पायमहिमासु,
अरिहंताणं परिनिव्वाणमहिमासु ! ચાર કારણે લોકમાં ઉદ્યોત થાય છે. (૧) અહંતોનો જન્મ થતાં, (૨) અહંતોના પ્રવર્જિત થવાના પ્રસંગે, (૩) અહંતોના કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના ઉપલક્ષમાં કરવામાં આવતા મહોત્સવ સમયે (૪) અહંતોના પરિનિર્વાણ મહોત્સવ પ્રસંગે.
ઉપરોક્ત વાણી આગમની છે, જેના પરથી શ્રી જિનેશ્વરદેવના પરમાણુઓનો પ્રભાવ જગત ઉપર અને જગતના સર્વજીવો ઉપર કેવો પડે છે તે સમજી શકાય છે. બ્રહ્માંડમાં રહેલાં આકાશી તત્ત્વો ગ્રહ નક્ષત્રોની અસર આપણા મન ઉપર પડે છે અને તેની અસર જીવન પર પડે છે. બાહ્યસૃષ્ટિ અને માનવીની આંતરિક ચેતનાનો વિકાસ એ સાધનાનું અભિયાન છે. જ્યારે પ્રભુના શાંત રસમય મુખનાં દર્શન થાય છે ત્યારે તેમાંથી નીકળતા પુદ્ગલો સાધકની ચેતનાને સાધનામાં મગ્ન બનવા તત્પર કરે છે અને આ તત્પરતા સાધકને પ્રભુમય. પ્રભુ જેવા શાંત બનાવે છે, અર્થાત્ રાગ-દ્વેષ રહિત બનાવે છે
સૂરિજીએ અહીં શ્રી જિનેશ્વરદેવને લલામ' કહ્યા છે. આ શબ્દને સમજાવતાં આચાર્ય મહાપ્રજ્ઞ
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 215 જણાવે છે કે “ત્રિભુવનેક લલાયભૂત " આપ ત્રણે લોકમાં લલામભૂત છો. લલામનો એક અર્થ છે તિલક, આપ ત્રણે લોકમાં તિલક સમાન છો. ચક્રવર્તી સમ્રાટના ગળામાં સુશોભિત માળાને પણ લલામ કહેવામાં આવે છે. આપ ત્રણે લોકના લલામ બની ગયા છો. આપના જેવું ત્રણે લોકમાં બીજું કોઈ જોવા મળતું નથી."13
શ્રી જિનેશ્વરદેવને ત્રિભુવનતિલક સમા ગણવામાં આવ્યા છે. સૂરિજીએ પણ પ્રભુને ત્રણ લોકના તિલક સમાન જણાવ્યા છે. પ્રભુ જેવું અન્ય કોઈ નથી કે જેને માટે લલામ' શબ્દનો પ્રયોગ કરી શકાય. કારણ પ્રભુ સિવાયના અન્ય મનુષ્યાદિમાં આનાથી ઊતરતી કક્ષાનાં નામકર્મ, પુણ્ય પ્રકૃતિઓનો ઉદય ઊતરતી કક્ષાનાં હોવાના કારણે બીજા કોઈ જીવના દેહનું રૂપ-લાવણ્ય-લાલિત્ય ભગવાનના દેહની તુલનામાં આવી શકતું નથી.
આ પંક્તિઓ દ્વારા સૂરિજી પોતે એ બોધ ગ્રહણ કરે છે, તેમજ અન્યને ગ્રહણ કરવા પ્રોત્સાહન આપે છે કે જેમ જેમ પોતાના ભાવોનું ઊર્ધીકરણ થતું જશે તેમ તેમ ઉત્તમ વસ્તુઓ, ઉત્તમના આકર્ષણથી વિના પ્રયત્ન પ્રાપ્ત થતી જશે. ભાવોનું ઊર્ધીકરણ કરવા માટે પ્રભુના ગુણોમાં લીન બનવું એ જ ભક્તજન માટે પરમ કર્તવ્ય છે. એમ કરવાથી પ્રભુનું અનન્યપણે ભક્તને યથાર્થ સમજાતું જશે.
સ્તોત્રકાર સૂરિજીની આ સમગ્ર સ્તુતિ શાંતરસ ઉપર આધારિત છે. રાગ-દ્વેષરૂપ કષાયનો ઘાત થવાથી શાંતરસની પ્રાપ્તિ થાય છે. તેવો આ સ્તુતિનો નિચોડ છે. પ્રભુનું સૌંદર્ય અપ્રતિમ હોય છે. જેમનો દેહ કાંતિ, શાંતિ, પવિત્રતા, નિર્મળતા, વીતરાગતા આદિથી પ્રભાવિત હોય છે. તેમનું આભામંડળ પવિત્ર બની જાય છે અને સાથે સાથે આજુબાજુના વાતાવરણ અને તેમના સંસર્ગમાં આવતા દરેક આત્માઓને તેમના જેવા બનાવી દે છે તેનું કારણ છે મુખમંડળમાંથી ટપકતો શાંતરસ.
શાસ્ત્રકારોએ વર્ણવેલા નવ રસોમાંથી ભક્તામર સ્તોત્રના આ શ્લોકમાં શાંતરસને વર્ણવવામાં આવ્યો છે, જે સૌંદર્યશાસ્ત્રની અદ્ભુત મીમાંસા છે. અહીં સૂરિજીએ ખૂબ સુંદર રીતે સૌંદર્યને સમ્યક રૂપે વ્યાખ્યાયિત કરી છે, જે અધ્યાત્મ અને સૌંદર્યશાસ્ત્ર બંને માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ રીતે સૂરિજીએ સુંદર પ્રિય, નયનહારી, મનોહારી દેહપર્યાયના વિશિષ્ટ દર્શનીય પરમ આભાવાન મુખમંડળનાં દર્શન કરાવ્યાં છે. બ્લોક ૧૩મો
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि, निःशेषनिर्जितजगत् त्रितयोपमानम् । बिम्बं कलङ्कमलिनं क्व निशाकरस्य यद्वासरे भवति पाण्डुपलाशकल्पम् ।।१३।।
Page #235
--------------------------------------------------------------------------
________________
216 *
|| ભક્તામર તુર્થ્ય નમઃ ।
1
જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેવોના ને જનગણ તણા ચિત્તને ખેંચતી તે; થાતો ઝાંખો શશી પણ પ્રભુ આપના મુખ પાસે, મેલા જેવો દિન મહિં અને છેક પીળો જ દીસે.(૧૩)
શબ્દાર્થ
-
ભવનવાસી દેવો, નાગેન્દ્રો નેત્રરિ – નયનનું હરણ સુરનર – દેવ અને મનુષ્ય પુરા કરનારા–આકર્ષણ કરનારા નિશેષઃ – સમસ્તપણે (કાંઈ શેષ રાખ્યા વિનાનું) નિર્પિત – જીતી લીધું છે. નાત્ ત્રિતય ત્રણ જગતની ઉપમાનમ્ – ઉપમાઓ સરખામણી તે વન્ત્રમ્ – આપનું મુખ મંડલ વ – કાંતામતિનમ્ કલંકથી મલિન, ડાઘાથી મેલું निशाकरस्य ચંદ્રમાનું વિશ્વમ્ – બિંબ-મંડલ. ત્ – જે (બિમ્બ) વાસરે – દિવસ દરમ્યાન પાન્ડુપાશમ્ – જીર્ણ થયેલા પાંદડા જેવું – સુકાયેલા નીર્બ – એવા પત્તાશત્વમ્ પાંદડા જેવું.
ભાવાર્થ :
—
–
—
“હે પ્રભો ! જેણે દેવ, મનુષ્ય અને ભવનપતિ દેવોના નયનનું હરણ કર્યું છે અને જેણે ત્રણેય જગતની ઉપમાઓ સંપૂર્ણપણે જીતી લીધી છે એવું આપનું મુખમંડલ ક્યાં ? અને ડાઘાથી મલિન થયેલું તથા જીર્ણ થયેલાં પાંદડાં જેમ દિવસે ફિક્કું પડી જતું ચંદ્રનું બિમ્બ ક્યાં ?''
વિવેચન : ગાથા ૧૩
સ્તોત્રકાર સૂરિજીની પ્રભુ પ્રત્યેની અગાધ ભક્તિનો પરિચય આ શ્લોકમાં થાય છે. શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિનો પ્રારંભ કરતાં પોતાના મનઃચક્ષુ સમક્ષ જે દશ્ય આવ્યું તેનું તેમણે વર્ણન કર્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ સામે આવે છે ત્યારે સૌપ્રથમ તેનું મુખ દેખાય છે અથવા તેના પગ દેખાય છે. શ્રી માનતુંગસૂરિજીને સૌપ્રથમ પ્રભુના પગ દૃશ્યમાન થયા અને તેથી જ તેમણે પ્રથમ બે શ્લોકમાં પ્રભુના ચરણયુગલનું વર્ણન કર્યું. અનેક આચાર્યોએ પ્રભુના ચરણની સ્તુતિ કરી છે. હવે તેમને પ્રભુની સૌમ્ય મુખાકૃતિના દર્શનમાં અંતરંગ સ્વચ્છ, નિર્મળ, વીતરાગ, સર્વજ્ઞ દેવનાં દર્શન થાય છે. તેઓ અહીં પ્રભુના મુખનું વર્ણન લાક્ષણિક શૈલીમાં કરે છે.
આ જગતમાં જેનું મુખ અતિ સુંદર હોય તેના મુખની તુલના ચંદ્રની સાથે કરવામાં આવે છે. ચંદ્રમામાં એવી કઈ ખૂબી છે કે જેને જગતના સુંદર મુખ સાથે સરખાવવામાં આવે છે ? ચંદ્ર રાત્રિના સમયે શાંત મીઠો પ્રકાશ અને શીતળતા પ્રસારી સમગ્ર જનના હૃદયને આનંદ આપે છે. આથી જગતમાં જેના મુખને નિહાળવાથી મનમાં શાંતિ-શીતળતા અને પ્રસન્નતા વ્યાપી જાય તેના મુખની તુલના ચંદ્રની સાથે કરવામાં આવે છે. સ્તોત્રની રચના કરતાં કરતાં સૂરિજીના મનમાં પણ પ્રભુના મુખની તુલના ચંદ્રની સાથે કરવાનો, પ્રભુના મુખને ચંદ્રની ઉપમા આપવાનો વિચાર વીજળીના ચમકારાની જેમ ચમકી જાય છે. પ્રભુના મુખની તુલના ચંદ્ર સાથે કરતાં તેમના સ્મૃતિપટ
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર
217
પર ચંદ્રની બીજી બાજુ પણ ઊપસી આવે છે. અહીં તેમણે પ્રભુના મુખને ચંદ્રની ઉપમા આપવા જતાં જગતના સૌથી સુંદર મુખને કેવો અન્યાય થાય તે તેમણે ચંદ્રની બીજી બાજુ દર્શાવીને વર્ણવ્યું છે. પ્રભુના મુખની તુલના ચંદ્રની સાથે ? આ કેવી રીતે શક્ય છે. કારણ ક્યાં પ્રભુનું મુખ અને ક્યાં ચંદ્રમા ? બંનેમાં તેમને એકાત્મતાની સાથે ઘણો વિરોધાભાસ પણ નજરે આવ્યો. પ્રથમ તુલના અને બાદમાં વિરોધાભાસને તેમણે આ શ્લોકમાં વર્ણવ્યો છે.
શ્રી જિનેશ્વરદેવનું મુખ નિયમિત-નિરંતર દર્શન કરવાયોગ્ય છે. તથા શીતળતા-પ્રસન્નતા અને શાંતરસથી ભરપૂર છે. એ હકીકત જણાવ્યા પછી સ્તોત્રકાર સૂરિજી પ્રભુના મુખનું વર્ણન કરે છે. આ મુખ કેવું છે તો કહે છે કે ઊર્ધ્વલોકમાં સુરેન્દ્ર, ઇન્દ્ર; મધ્યલોકમાં નરેન્દ્ર, ચક્રવર્તી અને અધોલોકમાં નાગેન્દ્ર (ધરણેન્દ્ર) જે પોતપોતાના લોકમાં ઉત્તમ અધિષ્ઠાતા પુરુષો છે. તેમને પ્રભુના મુખે મુગ્ધ કરી દીધા છે. જગતના કોઈ પણ પદાર્થ, જીવ કે અજીવમાં હવે તેમને અહોભાવ કે આદરભાવ રહ્યો નથી. તેમની નજર જગતમાં બીજે ક્યાંય ઠરતી નથી. ત્રણ જગતમાં એવો કોઈ પદાર્થ નથી જેની ઉપમા આપી ભગવાનના મુખારવિંદનું વર્ણન કરી શકે. અર્થાત્ ત્રણે લોકની સર્વોત્તમ ઉપમાઓને પણ પ્રભુનું મુખ જીતી લે છે. ત્રણ લોકમાંથી જે કાંઈ ઉત્તમ વસ્તુ ઉપમા આપવા માટે પ્રાપ્ત થઈ શકે તેમ છે તે તમામ ઉપમાઓને તો પ્રભુનું મુખ નિરસ્ત કરી દે છે.
આ શ્લોક પ્રભુના મુખની અનુપમ વિલક્ષણતાનું અનુપમ ઉદાહરણ છે. કવિઓએ મુખને માટે અનેક ઉપમાઓ આપી છે. મુખકમળ, મુખદર્પણ, મુખચંદ્ર, મુખેન્દુ. આચાર્ય મહાપ્રજ્ઞ આ ઉપમાઓને સમજાવતાં કહે છે કે, “કમળની ઉપમા એટલા માટે છે કે તે કોમળતા, નિર્લેપતા માટે પ્રસિદ્ધ છે. કમળની ઉપમા અનેક અવયવો માટે પ્રયોજાય છે. મુખકમળ, ચરણકમળ, નખકમળ વગેરે. માનતુંગ કહે છે કે મુખ માટે કમળની ઉપમા અપાય છે. પરંતુ આપના (પ્રભુના) મુખ માટે તે ઉપમા લાગુ પડતી નથી. ક્યાં આપના મુખની કોમળતા અને ક્યાં કમળની કોમળતા ! ક્યાં આપની નિર્લેપતા અને ક્યાં કમળની નિર્લેપતા. આપની કોમળતા અને નિર્લેપતાની સામે કમળની કોમળતા અને નિર્લેપતા ટકી જ ન શકે.' આગળ તેઓ કહે છે કે, 'મુખ એવું ચમકદાર દર્પણ જેવું છે કે તેમાં કોઈ પણ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે ! માનતુંગ કહે છે કે ક્યાં આપની પારદર્શતા અને ક્યાં દર્પણ ! આપ જેટલા પારદર્શી છો એટલું પારદર્શી કોઈ દર્પણ નથી.’`
કમળની કોમળતા અને દર્પણની પા૨દર્શિતા બંને ઉપમાઓ પ્રભુના મુખ માટે અપૂરતી છે. વિવિધ ઉપમાઓ દ્વારા પ્રભુને ઉપમિત કરી વિભોર થતાં સૂરિજી પ્રભુના મુખને અન્ય કવિઓની જેમ તેને ચંદ્રથી ઉપમિત કરી એકાએક અટકી જાય છે. પ્રભુનું સુંદર ચિત્તાકર્ષક, દેહલાલિત્ય, સૌમ્ય, શીતલ, કોમળ, શક્તિપ્રેરક, શાંતરસથી ભરપૂર, મનોહારિ, નેત્રહારિ, મનભાવન, આહ્લાદક મુખની આભાથી સૂરિજી પ્રભાવિત થઈ ગયા. એમને થાય છે કે, ‘પ્રભુના મુખને હું ચંદ્ર સાથે કઈ રીતે મૂકી શકું ? ક્યાં પ્રભુનું મુખ અને ક્યાં ચંદ્રમા ?
પ્રભુના મુખનું વર્ણન કર્યા પછી સૂરિજીને લાગે છે કે સુંદ૨માં સુંદર મુખને ભલે ચંદ્રમા સાથે સરખાવવામાં આવે પણ એ સરખામણી અહીંયાં આગળ ક૨વી યથાર્થ નથી. કારણ કે ચંદ્રનું
Page #237
--------------------------------------------------------------------------
________________
218 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
મુખમંડલ કલંકથી મલિન થયેલું છે જ્યારે જિનેશ્વરદેવના મુખમંડલ પર કોઈ કલંક નથી. વળી ચંદ્રનું બિંબ દિવસમાં પાકી ગયેલાં પાંદડાંની માફક ફિક્કું પડી જાય છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવનું મુખ દિવસ અને રાત્રી બંને સમયે સમાન કાંતિવાળું રહે છે. તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવનું મુખમંડળ અનુપમ કાંતિ ધારણ કરનારું છે.
જગતના કોઈ પણ પદાર્થમાંથી ઉત્તમ ગુણને લઈએ તો એ ગુણ પ્રભુના મુખમાં જોવા મળે છે. અર્થાત્ જગતના ઉત્તમ ગુણો પ્રભુના મુખમાં સમાયેલા છે. પ્રભુનું મુખ અનેક ગુણોનો ભંડાર છે. તેમાં અવગુણોને કોઈ સ્થાન નથી. જ્યારે જગતના દરેક પદાર્થની અંદર જ્યાં ગુણ વિહ૨માન હોય ત્યાં તેની સાથે અવગુણ પણ હોય છે. પ્રભુનું મુખ કલંક રહિત, મલિનતા રહિત છે. જ્યારે જગતના અનેક પદાર્થો કલંકિત અને મલિનતાથી ભરેલા હોય છે. પ્રભુના મુખના ગુણોની સરખામણી ચંદ્રની સાથે કરવામાં આવી છે. ચંદ્ર શીતળ, સૌમ્ય અને પ્રસન્નતા આપનાર છે. ચંદ્રની શીતળ ચાંદની, સૌમ્યતાને કારણે તેની સામે નજર માંડી શકાય છે તેથી પ્રસન્નતા પમાય છે. વળી સૂર્યના અસ્ત થયા બાદ રાત્રીના સમય દરમ્યાન તે શીતળતા અને પ્રકાશ પાથરે છે. આ બધા ગુણોને કારણે જગતમાં ચંદ્રને સુંદર ઉપમાન ગણવામાં આવ્યું છે. સૂરિજી હવે અહીં આ ઉપમાન પર ઉપમેયની શ્રેષ્ઠતા બતાવે છે. પ્રભુનું મુખ શીતળ, સૌમ્ય અને પ્રસન્નતાથી ઓપતું છે. આથી આ મુખનાં દર્શન કરનાર તેના શરણે રહેનાર શાંતિ, શીતળતા અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. ચંદ્રની જેમ પ્રભુનું મુખ પણ પરોપકારનું કાર્ય કરે છે. ચંદ્રના બિબમાં જે ગુણો છે તે સર્વ ગુણો પ્રભુના મુખમાં છે. પરંતુ તે ઉપરાંત જે ગુણો ચંદ્રના બિંબમાં નથી તે ગુણો પણ પ્રભુના મુખમાં છે. તે હવે પછીની પંક્તિમાં સૂરિજી વર્ણવે છે.
સૂરિજીએ ઉપમાન પર જે ઉમપેયતા બતાવી છે તે સંદર્ભે સાધ્વીજી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે, “ઉપમાનના અનુસંધાનમાં મળેલાં વ્યોમ વિહારી, સકલંક, વિધુ, આંખો સામે આવતાં દિવસ દરમ્યાન નિસ્તેજ તેમજ ફિક્કા પડેલાં, વિવર્ણ બનેલાં પલાશનાં પાંદડાંની જેમ બિંબ તરફ જાય છે અને પુનઃ સદા સુધા વર્ષી સમુજ્વલ, સદેવ, શીતલ, નિર્મળ, સદાહિતકારી, સર્વોત્તમ પ્રકાશક ધરાતલવિહારી, નિષ્કલંક, ઓજસ્વી, આત્મવિદ્યુના મુખચંદ્રનાં દર્શન થાય છે. અહીં ઉપમાનથી વિશેષ ઉપમેયને બતાવીને તેમને શ્રેષ્ઠ સાબિત કરી રહ્યા છે.૧૫
સૂરિજીએ ચંદ્રમાને ઉપમાન તરીકે વર્ણવ્યો છે. વાદળાઓમાં વિહરમાન ચંદ્રમા સકલંક છે. તેની ગોળાકાર મુખાકૃતિમાં એક કાળી આકૃતિ છે જે ચંદ્રમાને મલિન બનાવે છે. અને તેના નિષ્કલંક – પણાને માટે શ્રાપરૂપ છે. વળી ચંદ્રમા દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશ પાસે અત્યંત પીળો પડી ગયેલો લાગે છે. મેઘવિજય કૃત ભક્તામર ટીકાની વૃત્તિમાં ચંદ્રના બિંબ માટે કહ્યું છે કે ‘નીર્બવત્રતુત્વમ્' પાકી ગયેલાં પાંદડાની માફક ચંદ્રનું બિંબ દિવસ દરમ્યાન ફીકું લાગે છે. જ્યારે કોઈ પણ કાળે પ્રભુનું મુખ નિષ્કલંક છે. ઘાતી અને અઘાતીરૂપ કાલિમાનો સંપૂર્ણ નાશ થયેલો હોવાથી તેમના મુખ ઉપર શાંતરસરૂપ વીતરાગતા છવાયેલી છે. તેથી જ પ્રભુનું રૂપ દિવસ તેમજ
-
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 219 રાત્રીમાં એકસરખું સૌમ્ય, તેજસ્વી, સ્વપ્રભાવથી દેદીપ્યમાન રહે છે. પ્રભુનું મુખ એવું તેજસ્વી છે કે તેને કોઈ પણ અન્ય પદાર્થ ઝાંખું પાડી શકતું નથી. પણ અન્ય જે તેજસ્વી, પ્રકાશિત પદાર્થો છે તેને ઝાંખા પાડે છે. તાત્પર્ય કે પ્રભુનું મુખ એટલું તેજસ્વી છે કે તેની સામે સૂર્યની તેજસ્વિતા પણ ઝાંખી લાગે છે. તો પછી ચંદ્રની તો વાત જ શી રીતે કરી શકાય ?
“મારૂતિ TUIન થયેતિ' અર્થાત્ કોઈ પણ વ્યક્તિનું મુખ તેના હૃદયમાં રહેલા ભાવોને આલેખિત કરે છે. માણસની મુખમુદ્રા તેના હૃદયના ભાવોને પ્રતિબિંબ પાડતા દર્પણ સમાન હોય છે. વ્યક્તિના ગુણદોષો તેની મુખમુદ્રા ઉપરથી વાંચી શકાય છે. પ્રભુનું મુખ શાંત, સૌમ્ય અને પ્રસન્નતાથી વ્યાપ્ત છે. તે તેમના અંતરંગમાં રહેલી સર્વજ્ઞતા અને વીતરાગતાનાં દર્શન કરાવે છે. આવા અનુપમ મુખની સરખામણી કલંકિત ચંદ્રબિંબ સાથે કેવી રીતે કરી શકાય. આમ સૂરિજીને ચંદ્રના બિંબની મર્યાદા ધ્યાનમાં આવી ગઈ. અને તેથી જ તેઓ ચંદ્રના બિંબ સાથે પ્રભુના મુખની તુલના કરતાં કરતાં અચાનક અટકી ગયા.
સૂરિજીને આ શ્લોકમાં નેત્રહારી' શબ્દનો ઉપયોગ કર્યો છે જે પ્રભુ પ્રત્યેની અપાર ભક્તિ અને પ્રેમની પરાકાષ્ઠાનું પ્રમાણ છે. નેત્રહારી એટલે નેત્રનું હરણ કરનાર, સૂરિજી કહે છે કે આંખની ચોરી થાય છે તો શું હરણ કરનાર પ્રભુ સ્વયં છે ? અહીં અર્થ થાય છે કે પ્રભુની મુખમુદ્રા પ્રત્યે નેત્ર આકર્ષિત થઈ ગયા. હવે તેનાં દર્શન વગર જીવને ક્યાંય ચેન પડતું નથી. આમ અહીં સૂરિજીએ નેત્રહારી' શબ્દનું સંયોજન ખૂબ જ સુંદર રીતે કર્યું છે. શ્લોક ૧૪મો
सम्पूर्णमण्डलशशाङ्ककलाकलापशुभ्रा गुणास्त्रिभुवनं तव लघयन्ति । ये संश्रितास्त्रिजगदीश्वर ! नाथमेकं, વસ્તાનિવારયતિ સંચરતો યથેષ્ટમ્ |૪|| વ્યાપ્યા ગુણો ત્રિભુવનમહિ હે પ્રભુ શુભ્ર એવા, શોભો સર્વે સકળ કળાના પૂર્ણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવર તણા આશરે તે રહે છે,
સ્વેચ્છાથી તો અહિતહિં જતાં કોણ રોકી શકે છે ! (૧૪) શબ્દાર્થ
સમન્ડન – પૂર્ણિમાના શશાના પશુ – ચંદ્રની કલાના સમૂહ જેવા ઉજ્વલ, તવITI: – આપના ગુણો, ત્રિભુવનમ્ – ત્રણ ભુવનને, નક્ષયન્તિ – વ્યાપીને રહેલા છે, કે – જે – એક અદ્વિતીય, સમિતા: – આશ્રયીને રહેલા છે.
ત્રિનગરીશ્વર – ત્રણ જગતના સ્વામી, નાથ” – નાથ, અદ્વિતીય સામર્થ્યના સ્વામી તે નાથ.
Page #239
--------------------------------------------------------------------------
________________
220 |ભક્તામર સુભ્ય નમઃ | યથેષ્ટમ્ – ઇચ્છા મુજબ સર્વત્ર, રાંચરત: તાન્ – સંચરતા એવા આપને, ફરી શકતા એવા આપને. વ: નિવારણ્યતિ – કોણ રોકી શકે ? ભાવાર્થ :
હે ત્રણ જગતના નાથ ! પૂર્ણિમાના કલાના સમૂહ જેવા ઉજ્વલ આપના ગુણો ત્રણેય લોકમાં વ્યાપીને રહેલા છે, તે યોગ્ય જ છે, કારણ કે જે અદ્વિતીય સામર્થ્યના સ્વામીના આશ્રિત હોય. તેઓ તે ગુણો) . પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્ર ફરી શકે છે તેમને રોકવાને કોણ સમર્થ હોય? વિવેચન : ગાથા ૧૪
પ્રભુની મુખમુદ્રાના મહિમાનું વર્ણન સૂરિજીએ સોળે કળાએ ખીલેલાં ચંદ્રમા સાથે કર્યું પણ તેમ કરવું યોગ્ય નથી. એમ આગળના તેરમા શ્લોકમાં જણાવનાર સૂરિજી ચૌદમા શ્લોકમાં ફરી એ જ ચંદ્રના બિંબની ઉપમા સ્વીકારે છે. સ્વાભાવિક રીતે આશ્ચર્ય પ્રગટે છે કે સૂરિજીની ઇચ્છા પ્રભુના મુખને ચંદ્રના બિંબ સાથે ઉપમિત કરવાની નથી. પરંતુ મુખદર્શનની આ વિશિષ્ટતાનું વર્ણન કરવામાં તેઓ અહીં સફળ બની રહ્યા છે. કારણ કે પ્રભુના મુખદર્શનને ઉપમા વગર સમજવો મુશ્કેલ છે અને ચંદ્રના બિંબ સિવાય તેમને બીજું કોઈ પણ ઉપમાન ઠીક લાગતું નથી. તેથી શ્લોક ચૌદમાં પ્રભુના ગુણો માટે સર્વકલાઓથી વિકસિત, સિદ્ધશિલા સ્વરૂપ, અત્યંત શુભ, ધવલ, જ્યોન્જામય, પૂર્ણિમાના ચંદ્રને ઉપમાનના રૂપે સૂરિજી સ્વીકાર કરે છે.
સ્તોત્રકાર સૂરિજી મુખમુદ્રાનું વર્ણન કરીને આત્માના ગુણોમાં પ્રવેશ કરે છે. શરીર એ પૌલિક છે. તેની ગમે તેટલી વિશિષ્ટતા બતાવવામાં આવે છતાં તે પુગલ સંરચનાની જ વિશિષ્ટતા છે. પરંતુ જ્યાં સુધી આત્માશ્રિત ગુણોની સ્તુતિ કરવામાં ન આવે ત્યાં સુધી શરીરના કોઈ પણ અવયવની – પછી તે મુખ, નખ કે શીશની – સ્તુતિ નકામી છે. કોઈ પણ આધ્યાત્મિક અને ચિંતનશીલ વ્યક્તિને આત્મિક ગુણો તરફ ધ્યાન આપ્યા સિવાય સંતોષ મળતો નથી. સૂરિજી હવે આત્મિક ગુણોની પ્રરૂપણા કરીને સંતોષની વાત કરી રહ્યા છે. પ્રભુ સર્વગુણસંપન્ન છે. પ્રભુના કોઈ પણ આત્મિક કે શારીરિક ગુણમાં, ભગવાનના શાસનકાળ દરમ્યાન તેમનાથી ચઢિયાતો કોઈ જીવ હોતો નથી.
‘ત્રિનાવીશ્વર નાથમે એટલે ત્રણ જગતના નાથ એક અને અદ્વિતીય. આ જગતમાં તેમના જેવો બીજો કોઈ પણ નહિ. ચક્રવર્તી રાજાનું બળ તેમની પોતાની વિરાટ સેનાનું સમગ્ર બળ ભેગું કરવામાં આવે તેનાથી અનેકગણું હોય છે. જ્યારે તીર્થંકર પ્રભુનું બળ આ ચક્રવર્તી રાજાના કરતાં પણ અનેકગણું હોય છે. પછી તે આત્માશ્રિત હોય કે શરીરાશ્રિત હોય. સર્વ ગુણોમાં ચક્રવર્તી કરતાં તીર્થકર પ્રભુના ગુણસમૂહની વાત સૂરિજીએ કરી છે. પ્રભુના આત્મિક ગુણો વિશે જણાવતાં સૂરિજી કહે છે કે :
___ "संपूर्ण मंडल शशाङ्क कला कलाप शुभ्राः"
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 221 આપના ગુણ સંપૂર્ણ વિકસિત ચંદ્રની કલાના સમૂહ સમાન શુભ્ર છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રની કલાઓ એક જગ્યાએ એકત્ર થાય છે અને આ સંપૂર્ણ ચંદ્રની કલાઓ સમાન શુભ્ર, ઉજ્જવલ આપના ગુણો છે. પ્રભુના ગુણોને શુભ્રની ઉપમા આપવામાં આવી છે. રંગના બે પ્રકાર હોય છે : શ્વેત -શ્યામ. શ્વેત રંગ એ પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે; જ્યારે શ્યામ અંધકારનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રભુના ગુણોને શુભ્ર કહેવામાં આવે છે. જે ગુણો સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. પ્રભુના ગુણો પૂર્ણિમાના ચંદ્રની જેમ સમગ્ર જગતમાં પ્રસરી રહ્યા છે.
હે પ્રભુ ! સર્વ કળાએ અર્થાત્ સોળે કળાએ ખીલેલા, ચંદ્રની કાંતિ જેવા તમારા ઉજ્વળ ગુણો ત્રણે જગતમાં ફેલાયેલા છે. કારણ કે આપ જ ત્રણે જગતના સ્વામી છો. તમારા જેવા જિનવરનો આશ્રય કરીને આ ગુણો રહે છે તેથી તેમને પોતાની ઇચ્છા પ્રમાણે વિહાર કરતાં કોણ રોકી શકે તેમ છે ? - સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકમાં પ્રભુનું શરણું સ્વીકારવાથી મોક્ષરૂપી ઉચ્ચગતિ પ્રાપ્ત થાય છે. એ વિચારને દઢતાપૂર્વક પ્રદર્શિત કર્યો છે. સામાન્ય રીતે જગતમાં જોવા મળે છે કે સર્વજીવ – ભવ્યજીવ હોતા નથી કે જે પોતાની ઇચ્છાનુસાર વર્તી શકે. તેઓ કર્મબંધનની બેડીઓથી બંધાઈને તેને વશરૂપ થઈને વર્તી શકે. પરંતુ અહીંયાં આમાંથી સૂરિજીએ એક અપવાદ બતાવ્યો છે. જે જીવ પ્રભુનું, ત્રણ જગતના નાથનું શરણું લે છે અને પછી પોતાની ઇચ્છા પૂર્ણ કરવા ચાહે તો એ ઇચ્છા એની અવશ્ય પૂર્ણ થાય છે. એવો પ્રભુશરણનો મહિમા છે.
આ ત્રણ જગતનો નાથ કોણ હોઈ શકે ? એ અકિંચન છે, જેણે સર્વસ્વ ત્યજી દીધું છે. તે સૌનો નાથ બની ગયો અને આવા પ્રભુના ગુણોનો, એક નાથનો આશ્રય લીધો છે તેનું શરણ સ્વીકાર્યું છે અને આ નાથ પણ એવો જે ત્રણે લોકના અધિપતિ છે. તેનું ગુણોએ શરણ સ્વીકાર્યું છે, આત્માના સ્વાભાવિક ગુણોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર સમાયેલાં છે. આવા ગુણો ગમે ત્યાં જાય તેને કોણ રોકી શકે. જેમ પૂર્ણિમાના ચંદ્રનાં કિરણો ચારે બાજુ ફેલાઈ જાય છે. તેને કોઈ સીમા નડતી નથી તેમ તમારા ગુણોને પ્રસાર પામતાં કોણ રોકી શકે ?
અહીં સૂરિજીએ ભગવાન શ્રી આદિનાથની સ્તુતિ કરતાં કરતાં એક દાર્શનિક સત્યનું રહસ્યઉદ્ઘાટન કરી દીધું કે ગુણોનો વિકાસ ત્યાગમાંથી થાય છે. અકિંચનમાંથી જ તમામ ગુણોની ઉત્પત્તિ થાય છે અને જે ગુણો અકિંચનમાંથી ઉદ્ભવેલા છે તે જગતમાં પ્રસરી રહ્યા છે. આવા ગુણોને પ્રસરતાં કોણ રોકી શકે. કોઈ જ નહિ. જૈનદર્શનનું સૌથી મોટું સાધનસૂત્ર છે “અકિંચન, જ્યાં પરિગ્રહનો ત્યાગ થાય છે ત્યાં અકિંચનની શરૂઆત થાય છે.
સંસારના ભવભ્રમણ કર્મ-બંધનરૂપ અવસ્થામાંથી મુક્તિ માટે એક અપવાદ છે. પ્રભુના ચરણમાં ક્ષમા, વૈરાગ્ય આદિ ગુણોએ આશ્રય લીધેલો હોવાથી તે જગતવ્યાપી બન્યા છે. ત્રણે જગતમાં સર્વ જીવો જો તે ગુણોનું નિરંતર નામ-કીર્તન કરે તો અવશ્ય ઉચ્ચ અવસ્થા, મોક્ષસુખની પ્રાપ્તિ કરે છે. અહીં શરણ લેનાર ગુણો છે અને આશ્રય આપનાર શ્રી આદિનાથ ભગવાન છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
222 ભક્તામર તુલ્યુ નમઃ | આથી ઉચ્ચ અવસ્થા, મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છા અવશ્ય પૂર્ણ થાય છે. કારણ મોક્ષ આપવા માટે પ્રભુ સિવાય કોઈ પણ સમર્થ હોતું નથી. ન્યાયની દૃષ્ટિએ જોઈએ તો પણ જેની પાસે જે હોય તે આપે. આ દૃષ્ટિએ પણ પ્રભુ પાસે સર્વસ્વ છે. મોક્ષ સિવાયની કોઈ વસ્તુ અન્ય કોઈ પણ આપી શકે એમ હોય છે. પરંતુ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચરિત્ર, અનંતસુખ અને અનંતવીર્ય. એ પ્રભુ સિવાય કોઈ પણ આપવા સમર્થ હોતું નથી. જેમ ગુણો પ્રભુના આશ્રયે રહીને ત્રણે જગતમાં પ્રસાર પામે છે, તેને ફેલાતા કોઈ રોકી શકતું નથી, તેને કોઈ પ્રકારના કર્મબંધનનાં વિદ્ગો રોકી શકતાં નથી. જ્યાં સુધી પ્રભુનું શરણું સ્વીકાર્યું ન હોય ત્યાં સુધી જીવાત્મા કર્મબંધનને આધીન થઈને ભવભ્રમણની ભ્રમણામાં અટવાતો રહે છે. પરંતુ પ્રભુના શરણે જતાં કર્મબંધનની બેડીઓ આપોઆપ તૂટી જાય છે. તેને ભવભ્રમણની ભ્રમણામાંથી મુક્તિ મળે છે અને શાશ્વત સુખ, મોક્ષગતિને પામે છે.
સર્વ જીવાત્મામાં અનંત ગુણો રહેલા હોય છે. તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ સમવસરણમાં દેશના આપે છે. ત્યારે તેઓ જગતના જીવોને જણાવે છે કે, “ત્રણ જગતના સર્વે જીવો ! તમારો આત્મા મારી જેમ જગતનો એક પદાર્થ છે. તેમાં અનંત ગુણો રહેલા છે. ઘવ્ય યુક્ત છે. એટલે કે આત્માના દરેક ગુણ, દ્રવ્યમાં ધ્રુવપણે રહીને પર્યાયમાં એટલે કે અવસ્થામાં પલટાયા કરે છે. દરેક ગુણ તેના જે તે સમયના પર્યાયમાં રહેલો છે અને તે પર્યાયનો જ ભોગવટો કહેતાં અનુભવ જીવને હોય છે. દરેક આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય શક્તિ રૂપે રહેલાં હોવા છતાં વર્તમાન અવસ્થામાં જે હીનપણું છે તે કર્મોદયના નિમિત્તથી થયેલ છે. અને જીવને વર્તમાનની આ હીન અવસ્થાનો જ અનુભવ હોય છે અને તે કર્મોનો ક્ષય કરવાનો ઉપાય છે અને તેનું નામ મોક્ષમાર્ગ છે.'
આત્મામાં જ અનંત શક્તિ રહેલી છે પણ તેને કર્મનાં બંધનો નડે છે. પણ પ્રભુના શરણે આવેલા ક્ષમા, વૈરાગ્ય વગેરે ગુણોનો આત્મા જો આશ્રય લે તો તે અવશ્ય મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકે છે. જો સમર્થનું શરણું સ્વીકારવામાં આવે તો સામર્થ્ય આપોઆપ આવી જાય છે. શ્રી આદિનાથ પ્રભુ એવા નાથ છે જે સમર્થ છે. આવા સમર્થ પ્રભુનું શરણું જે ગુણોએ સ્વીકારી લીધું છે તે ગુણોને રોકવાની શક્તિ કોનામાં હોય ? તેવા ગુણોને સમગ્ર જગતમાં “પ્રસ્તાનિવારણ્યતિ સંરતો યથેષ્ટમ" એટલે કે પ્રસાર પામતાં કોણ રોકી શકે ? તેવા શબ્દો આ અર્થમાં સૂરિજીએ વાપર્યા છે.
અહીં સૂરિજીએ પ્રભુનું શરણ અર્થાત્ પ્રભુના આશ્રયે રહેલા ગુણોનું શરણ સ્વીકારી લીધું છે. તેથી તેઓ પોતે પણ પોતાનું ઇચ્છિત વિના વિખે પ્રાપ્ત કરશે એવો દઢ સંકલ્પ જણાય છે. જેમ પ્રભુના આશ્રયે રહેલા ગુણો પોતાને યોગ્ય લાગે તે રીતે કરી શકે છે. તેમ સૂરિજી પણ પ્રભુના આશ્રયે રહેલા છે, તેથી રાજાએ બાંધેલા બેડીનાં બંધનોમાંથી છૂટીને પોતાને યોગ્ય લાગે તે રીતે ફરી શકશે એવી અકળ શ્રદ્ધા તેમને છે. કારણ કે પ્રભુના ગુણો અને તેઓ પોતે બંને
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 223 તેઓના આશ્રયે છે. બંને એકરૂપ છે. તેથી જો ગુણો મુક્ત રીતે ફરી શકતા હોય તો પોતે પણ ચોક્કસ મુક્ત ફરી શકશે.
સુરિજીએ અહીં પ્રભુનું સાર્વભૌમત્વ પ્રગટ કર્યું છે. પ્રભુની શરણાગતિના સર્વોચ્ચ સ્વીકારની અભિવ્યક્તિ અહીં તેમણે દર્શિત કરી છે. જગતના સર્વજીવો યથેચ્છ રીતે ફરવાનું વિચારતા હોય છે. પરંતુ ભવ્ય જીવો સિવાયના સર્વ જીવોની આ ઇચ્છા પૂર્ણ થતી નથી. આત્મા સર્વશક્તિમાન હોવા છતાં કર્મનાં બંધનોને કારણ તે અસમર્થ હોય છે. પરંતુ પ્રભુના આશ્રયને પામેલા ગુણોનું શરણ સ્વીકારે તો મુક્તાવસ્થાના અંતિમ લક્ષ સુધી પહોંચી શકાય છે. સમર્થનું સામર્થ્ય સ્વીકારવાથી તેને યથેચ્છ વિચરણ કરતા કોણ રોકી શકે ? કોઈ જ નહિ. ભક્તાત્મા ક્ષમા, વૈરાગ્ય, અપરિગ્રહ વગેરે પ્રભુના ગુણોને ધારણ કરે છે ત્યારે જ સાચા અર્થમાં પ્રભુનું શરણ ગ્રહણ કરવામાં સફળ થાય છે અને આત્મા પરમાત્મા બની શકે છે. શ્લોક ૧૫મો.
चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभिनीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्तकालमरूता चलिताचलेन, किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ||१५।। ઇંદ્રાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકારો, તો યે થાતા કદિ નહિ અહા આપને રે વિકારો; ડોલે જો કે સકલ મહીધરો કલ્પના વાયરાથી,
ડોલે તો યે કદિ નવ અહા મેરુ એ વાયરાથી. (૧૫) શબ્દાર્થ
વિત્ર કિમ ત્ર- એમાં આશ્ચર્ય શું ? યદિ – જો તે મન – આપનું મન ત્રિશા નામ: - દેવાંગનાઓ વડે જ નીતમ્ – ન દોરવાયું હોય મના -- જરા પણ લેશ માત્ર પણ વિવારનામ – વિકાર માર્ગ પ્રતિ ઉત્પાર્તવનિ – પ્રલયકાળના મચ્છતા – પવન વડે નિતા - ચલાયમાન - ડોલાયમાન - કંપાયમાન કરેલા અવનેન – પહાડો જેને ક્રિમ - શું મદ્રાદ્રિ - મેરુપર્વતનું શિવરમ્ - શૃંગ-શિખર ઋવિત – ક્યારેય પણ . કોઈ પણ વખત નિતમ્ - ચલાયમાન થયું છે . કંપાયમાન થયું છે ખરું ? ભાવાર્થ :
હે પ્રભુ ! આપનું મન દેવાંગનાઓથી પણ વિકાર માર્ગે લેશમાત્ર પણ ન દોરવાયું હોય એમાં મને કંઈ આશ્ચર્ય પામવા જેવું લાગતું નથી. પર્વતોને કંપાયમાન કર્યા છે એવા પ્રલયકાળના પવન ફૂંકાવા છતાં મેરુપર્વતનું શિખર કયારેય પણ ચલાયમાન થયું છે ખરું ?
Page #243
--------------------------------------------------------------------------
________________
॥ ભક્તામર તુલ્યું નમઃ II
224
વિવેચન : ગાથા ૧૫
સ્તોત્રકાર સૂરિજી પ્રભુના ગુણોનું વર્ણન કર્યા પછી આ શ્લોકમાં તેમના વિશિષ્ટ એવા ‘અવિચળતાના’ ગુણનું ઉદાહરણ સહિત વર્ણન કરે છે. હૃદયના પરિવર્તન અને સૃષ્ટિના ક્રમમાં આવતા પરિવર્તન વચ્ચે ઘણું સરખાપણું છે. બંનેમાં સતત પરિવર્તન આવતું જોવા મળે છે. બંનેમાં આવતા પરિવર્તનમાં સંગતિ કે વિસંગતિ સમાન રૂપે જ હોય છે. સૃષ્ટિમાં પરિવર્તન પ્રાકૃતિકકુદરતી પરિબળોને કારણે આવે છે. જ્યારે હૃદયમાં પરિવર્તન ભક્તિની વૃત્તિ દ્વારા આવે છે. સૂરિજીએ ભક્તામર સ્તોત્ર દ્વારા ભક્તિનો માર્ગ બતાવ્યો છે. પ્રભુભક્તિમાં તદાકાર બનીને તેમના નિર્વિકાર, સૌમ્ય સહજ સ્વાભાવિક સ્વરૂપનાં દર્શન તેઓ કરી રહ્યા છે અને ભક્તિભાવની ગંગામાં તરબોળ બનીને તેઓ શ્રી આદિનાથ ભગવાનને અનન્ય કહે છે અને તે અનન્યપણાને સમર્થન આપવા માટે તેઓ મેરુ પર્વતનું ઉદાહરણ આપે છે.
સૃષ્ટિમાં રહેલા સર્વસામાન્ય જીવોનું નિરીક્ષણ કરતાં સમજાય છે કે દરેકમાં રાગી-વિરાગી, વિકારીભાવ અને ચળવિચળપણું, વિચલન અને અવિચલન મોટા પ્રમાણમાં હોય છે. રાગી વિરાગીને વિચલિત કરવા માટે હંમેશાં પ્રયત્ન કરે છે. પણ જેને આત્માની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ કરી લીધો હોય તેને રાગી ચલિત કરી શકતો નથી. જ્યારે કોઈ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે ત્યારે રાગી આત્મા હર્ષ અનુભવે છે. વિકારીભાવ જાગ્રત થતાં તેને ભોગવવાની વૃત્તિ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે કોઈ અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે રાગી આત્મા ખેદ અનુભવે છે. વિકારી ભાવના પરિણામે તેનાથી નિવૃત્તિ મેળવવાના ભાવો પ્રગટ કર્યા સિવાય તે રહી શકતો નથી. તાત્પર્ય કે સામાન્ય જીવ તેમનું જીવન નિમિત્તાધીન થઈને તે પ્રમાણે વર્તે છે. આત્મા કરતાં નિમિત્તનું મહત્ત્વ સવિશેષ જણાય છે, જેમાં સામાન્ય માણસ વિચલિત થઈ જાય છે.
વિચલન અને અવિચલનના સંદર્ભમાં અનેક સ્થિતિઓ હોય છે તે સમજાવતાં શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “એક સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત મળતાં જ વ્યક્તિ વિકૃત બની જાય છે. બીજી સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત ન મળ્યું તો વિચલન ન થાય. ત્રીજી સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત મળવા છતાં વ્યક્તિ વિચલિત ન બને.૧૬
સર્વસામાન્ય બાબત છે કે વિકારનું નિમિત્ત મળતાં વ્યક્તિ વિકૃત બની જાય છે. બીજી પરિસ્થિતિમાં નિમિત્ત ન મળવાથી વ્યક્તિ વિકૃત ન બને, એ પારિપાર્થિક બાબત છે. આ બંને પરિસ્થિતિ કોઈ આશ્ચર્યજનક ઘટના નથી. એ સર્વસામાન્ય ઘટના છે. પરંતુ જો નિમિત્ત મળવા છતાં વિચલિત ના થાય એ આશ્ચર્યની વાત છે. આ શ્લોકમાં સૂરિજીએ શ્રી આદિનાથ ભગવાનને આ ત્રીજી ભૂમિકામાં વર્ણવ્યા છે. અર્થાત્ પ્રભુનો નિમિત્ત પરનો વિજય વર્ણવ્યો છે.
સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, ‘હે ભગવાન ! આપ ખરેખર નિર્વિકારી છો. પ્રભુ, આપના દરેક કલ્યાણક વખતે ઉત્સવ ક૨વાને માટે અનેક દેવ-દેવી-દેવાંગનાઓ તમારી સમક્ષ આવે છે અને વિવિધ પ્રકારના અંગમરોડ દ્વારા નૃત્ય પ્રદર્શિત કરે છે. હે પ્રભુ ! છતાં પણ આપનું મન
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 225 જરાપણ વિકાર પામતું નથી. જેમકે પ્રલયકાળનો ભયંકર પવન ફૂંકાવા છતાં મેરુપર્વતનું શિખર કદી ચલાયમાન થતું નથી તેમ ગમે તેવા પ્રલોભનકારી, રાગાદિકવાળા પ્રસંગો આવ્યા છતાં તે પ્રભુ ! આપનું મન જરાયે વિચલિત થતું નથી. અર્થાતુ આપ મેરુપર્વત જેવા ધીર, અવિચળ અને પ્રલોભનકારી પ્રસંગોરૂપી ઉપસર્ગો સહન કરવામાં મહાવીર છો.'
પ્રભુના કલ્યાણક વખતે દેવ-દેવી-દેવાંગનાઓ હર્ષોલ્લાસ વ્યક્ત કરવા માટે આવે છે ત્યારે તેઓ પ્રભુના ત્યાગની કસોટી કરવા માટે, તેમણે ત્યાગવા ધારેલી વિવિધ ભોગસામગ્રીઓ અતિ સ્વરૂપવાન, સુંદર, મનમોહિની, દેવાંગનાઓ પ્રભુ સમક્ષ હાજર કરે છે. આ બધું જોતાં ઉચ્ચ સાધકો પણ એ સુખ માણવા માટે લલચાય છે. એવા સમયે આવી આકર્ષક સામગ્રી કે જેને તેમણે ક્ષણિક સુખ આપનારી ગણીને ત્યાગી દીધી છે, તેના પ્રત્યે પ્રભુ ક્ષણ માત્ર માટે પણ જરા પણ લલચાતા નથી. મનમાં વિકારભાવના કે વિચલન પ્રગટ થતું નથી. તેઓ જે શાશ્વત, મોક્ષરૂપી શિવરમણીની શોધમાં છે તેની સામે આ સર્વ પ્રલોભનો તુચ્છ લાગે છે. અને તેઓ આત્મસંયમમાં વધુ દૃઢનિશ્ચયી બને છે. અહીં સ્તોત્રકાર સૂરિજીના મનમાં એવો ભાવ છે કે હરિહરાદિ અન્ય દેવોની વાત જાણી છે અને તેઓ દેવાંગનાઓની અંગભંગિમાંથી કેવી રીતે ચલિત થઈ ગયા તે પણ જાણ્યું છે. એ વસ્તુનો જ્યારે વિચાર આવે છે ત્યારે પ્રભુની ખરી મહત્તા સમજાય છે અને પ્રભુના અવિચળપણા સામે નતમસ્તક થઈ માથું આપોઆપ તેમનાં ચરણોમાં નમી જાય છે. પ્રભુના આ અવિચલિતપણાને સૂરિજીએ મેરુપર્વતની સાથે સરખાવ્યાં છે.
આ મેરુપર્વત કેવો છે ? મેરપર્વત કે જ્યાં દરેક જિનેશ્વરદેવોનાં (ભગવંતોનાં) જન્મકલ્યાણકોની ઉજવણી થાય છે. મેરુપર્વત અનાદિકાળથી જે સ્થાને હતો ત્યાં આજે પણ છે અને અનાદિકાળ પછી પણ તે જ સ્થાને સ્થિર રહેશે. આથી તે શાશ્વતો છે. અર્થાત્ ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, થતો નથી કે થવાનો પણ નથી. દરેક કાળચક્ર પ્રમાણે સૃષ્ટિની દરેક સજીવ-નિર્જીવ વસ્તુમાં પરિસ્થિતિ અનુસાર પરિવર્તનની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે, અનેક ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળનાં અનંત ચક્રો ભૂતકાળમાં ચાલ્યાં ગયાં અને ભવિષ્યમાં ચાલ્યાં જશે. દરેક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યા જ કરશે. પરંતુ એકમાત્ર મેરુપર્વત જ એવો અવિચળ છે કે જેમાં કોઈ પણ પ્રકારના ફેરફારને સ્થાન નથી.
પ્રલયકાળનો ભયંકર પવન ફૂંકાય છે ત્યારે સમગ્ર સૃષ્ટિમાં પરિવર્તન આવે છે. મોટા મોટા પર્વતો જમીનદોસ્ત થઈ જાય છે. આખી સૃષ્ટિની રચનામાં ફેરફાર થઈ જાય છે. અર્થાતું જ્યાં પર્વત છે ત્યાં સમુદ્ર અને સમુદ્ર છે ત્યાં પર્વત થઈ જાય એવો મહાપ્રલય, મહાભયંકર ઝંઝાવાતી પવન હોય છે. આવા પ્રલયકાળનો ભયંકર પવન ફૂંકાવા છતાં મેરુપર્વતનું શૃંગ-
શિખર કદી ડોલતું કે વિચલિત થતું નથી. અર્થાત્ સૃષ્ટિમાં સર્જન પામેલા દરેકનો વિનાશ થાય છે, એ કુદરતનો ક્રમ છે. પરંતુ મેરુપર્વત એક માત્ર એવો છે કે જેનો કદાપિ નાશ થતો નથી. આ મેરુપર્વતનું અવિચલિતપણું અનન્ય છે. તેથી જ પ્રભુના અવિચલિતપણાને મેરુપર્વત સાથે સૂરિજીએ સરખાવેલું છે. દેવદેવાંગનાઓના વિવિધ પ્રકારના અંગહારો વડેના નૃત્યને કે અન્ય ભોગસામગ્રી હરિહરાદિ
Page #245
--------------------------------------------------------------------------
________________
226 * || ભક્તામર તુભ્યે નમઃ ।।
અન્ય દેવોને ચલાયમાન કરે છે. જેવી રીતે પ્રલયકાળનો ભયંકર પવન મેરુપર્વતને વિચલિત કરી શકતો નથી. તેવી જ રીતે પ્રભુ સમક્ષ રજૂ થયેલી સાધનસામગ્રી પણ તેમની સામે નતમસ્તક બની જાય છે. અન્ય ઉપસર્ગોની જેમ આ ઉપસર્ગ તેમને ચલાયમાન કરી શકતો નથી. એથી જ પ્રભુને મેરુપર્વત જેવા ધીર, અચળ અને અવિચલિત કહ્યા છે.
સૂરિજી પોતાના પર આવી પડેલી બંધનાવસ્થાની દુઃખદાયી પરિસ્થિતિમાં પ્રભુના અવિચલિતપણાના ગુણને યાદ કરીને શ્રી આદિનાથ પ્રભુના ચરણનું શરણ લઈને આ અવસ્થામાંથી પોતે અવશ્ય મુક્તિ મેળવશે એવો દૃઢ વિશ્વાસ છે. જીવોએ પ્રભુની ભક્તિ કરતાં કરતાં પ્રભુના ગુણોનાં ઉદાહ૨ણોને ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ભગવાનની ભક્તિ કરવા માટે પણ આ વચનો બોધકારી છે. જેઓ લાવણ્યમય લલનાના લટકા-મટકાથી ક્ષણવારમાં ચલિત થઈ જાય છે તે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાના ? તેમણે પોતાનું મન નિશ્વલ બનાવવા માટે વીતરાગતા તરફ પૂરેપૂરું લક્ષ્ય આપવાની જરૂર છે. જ્યાં વિષયનું પૂર વહેતું હોય ત્યાં ભગવાનની ભક્તિમાં ચિત્ત ચોટતું નથી. એ ભક્તિ માત્ર બાહ્ય વ્યવહાર બની રહે છે અને તેનું ફળ નહિવત્ છે.
પ્રભુભક્તિમાં, પ્રભુની વીતરાગતામાં, પ્રભુના ગુણોમાં મન પરોવાયેલું હોવું જોઈએ. જો આજુબાજુની પરિસ્થિતિ કે વિષયવાસનામાં મન ખેંચાયેલું હોય તો એ ભક્તિનું ફળ નામમાત્રનું હોય છે. સૂરિજી પોતાના પર આવી પડેલી પરિસ્થિતિમાં પ્રભુભક્તિમાં લીન બનીને પ્રભુના શરણે આવ્યા છે અને પ્રભુના અવિચળપણાનો વિશિષ્ટ ગુણ જાણ્યા પછી પોતે કેવી રીતે ચલિત બની શકે ? પ્રભુ ભક્તિમાં અવિચળ બનીને આવેલા ઉપસર્ગોને સહન કરશે અને તેમાંથી નિશ્ચિતપણે પાર ઊતરશે. એવી સંપૂર્ણ શ્રદ્ધા અહીં વ્યક્ત થાય છે.
સૂરિજીએ આ શ્લોકમાં સૃષ્ટિનાં બે વિરોધી તત્ત્વોને દર્શાવ્યાં છે. એક રાગીભાવ, બીજો વિરાગીભાવ, દેવ-દેવી-દેવાંગનાઓ એ રાગી ભાવનું પ્રતીક છે. તેવી જ રીતે પ્રલયકારી પવન પણ રાગીભાવનું પ્રતીક છે. પ્રભુની વીતરાગતા એ વિરાગીભાવનું પ્રતીક છે. તેવી જ રીતે મેરુપર્વત પણ નિર્લેપતાનું પ્રતીક છે. હવે આ વીતરાગીભાવમાં એવું તે શું છે કે જેથી પ્રભુ વિચલિત થઈ શકતા નથી. સૂરિજીની કલ્પનાના અંતમાં પ્રલયકાળનો પવન ઉદ્ભત બને છે અને પોતાની ચલાયમાન સ્થિતિમાં અન્યને પણ વિચલિત કરે છે. અહીં સૃષ્ટિમાં ફક્ત એક જ મેરુપર્વત એવો છે કે જે વિચલિત નથી થતો. તેવી જ રીતે પ્રભુના નિર્વિકાર સ્વરૂપને વિકારી પુદ્ગલો વિચલિત કરી શકતા નથી. દરેક માનવીના મન ઉપર બાહ્ય વાતાવરણનો પ્રભાવ પડે છે. કષાય અને યોગના અનુબંધ વડે જ કર્મબંધન થાય છે અને આ કર્મબંધન જ દરેક જીવાત્માને વિચલિત કરે છે. પ્રભુ વીતરાગી છે. તેમના ઉપર બાહ્ય વાતાવરણનો પ્રભાવ પડતો નથી. કારણ કે તેમનાં સર્વ કર્મબંધનો સંપૂર્ણ નાશ પામ્યાં હોય છે. અર્થાત્ તેમના ઘાતી અને અઘાતી કર્મોનો સંપૂર્ણ લોપ થયો હોય છે. આથી આત્મા સંપૂર્ણ વિરાગી ભાવે વિચરતો હોય છે અને તેથી કરીને કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી તેમને ચલિત કરી શકતી નથી.
જેમણે ઘાતી અને અઘાતી બંને પ્રકારનાં કર્મોનો છેદ કર્યો છે એવા પ્રભુ માટે અવિચલિત
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 227 રહેવું શક્ય છે. પરંતુ સામાન્ય જીવાત્મા માટે આ શક્ય નથી. આ અશક્યને શક્ય બનાવી શકાય તેમ છે અને તેના માટે ભક્તામર સ્તોત્રનું આલંબન લેવું જોઈએ અને સાથે સાથે રાગી અને વિકારીભાવ લાવનારી પ્રણાલી વિશે પણ જાણવું જરૂરી છે. માનવીના આચારવ્યવહારનું નિયંત્રણ આપણામાં રહેલી બે પ્રણાલીઓ કરે છે. આ બે પ્રણાલીઓ છે : રાસાયણિક પ્રણાલી અને વિદ્યુતનિયંત્રણ પ્રણાલી. રાસાયણિક પ્રણાલીમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કામ કરે છે જે માનવીના વ્યવહાર અને આચરણને પ્રભાવિત કરે છે. આ સ્ત્રાવોમાં ધ્યાનની વિદ્યુતપ્રણાલી દ્વારા પરિવર્તન કરી શકાય છે. અર્થાત્ કામ, ક્રોધ જેવા વિકારો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવને બદલી શકે છે. વિકારોવાળા ભાવ ભક્તિમાં બદલાય જાય છે. અર્થાતુ પ્રભુના ધ્યાનથી વિદ્યુતપ્રણાલીમાં પરિવર્તન આવી શકે છે. પ્રભુના શાંતરસ પરમાણુઓનું ધ્યાન કરવાથી આપણા વિદ્યુત તંત્રમાં ઉત્પન્ન થતા અશુદ્ધ તરંગોનું શુદ્ધતામાં પરિવર્તન થઈ જાય છે.
આ સંદર્ભે ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભા સોદાહરણ સમજાવતાં જણાવે છે કે, “આ વાતના સંદર્ભમાં એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ કર્યો. તેમણે બિલાડીના મગજને શાંત કરવા માટે તેના માથા પર ઇલેક્ટ્રોડ લગાડ્યો અને ઉદરના મગજને ઉત્તેજિત કરવા માટે તેના માથા પર ઇલેક્ટ્રોડ લગાડ્યો. તેનાથી બંનેના મગજમાં વિદ્યુત પરિવર્તન ઘટિત થયું. પરિણામે બિલાડી ઉંદરની સામે શાંત ઊભી રહી અને ઉદર બિલાડી ઉપર આક્રમણ કરવા લાગ્યો. કેવી ઊંધી વાત થઈ ! આ રીતે આક્રમણના કેન્દ્રને બદલીને તેમાં ઉપશમન લાવી શકાય છે અને ઉપશમનના કેન્દ્રને બદલીને આક્રમણતા લાવી શકાય છે. વીતરાગીનું ધ્યાન ધરવાથી આક્રમણતા ઉપશમનમાં પરિણમીને પરિવર્તિત થઈ જાય છે.”૧૭
પ્રભુના ધ્યાનમાં મહાન શક્તિ રહેલી છે. જે ગમે તેવાં વિકારીભાવમાં પણ પરિવર્તન લાવી શકે છે. કર્મબંધન જે કષાય અને યોગના કારણે બંધાય છે તેનો નાશ કરવા માટે પ્રભુનું ધ્યાન, ભક્તિ, સંવેગ એકમાત્ર માર્ગ છે. થોડા જ કષાયોના નાશ માટે નહિ પણ ઘાતી અને અઘાતી સર્વ કર્મના ઘાત માટે પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. જેના કારણે આપણે પણ પ્રભુ જેવા સમરૂપ થઈ શકીએ છીએ. અર્થાત્ શિવરમણીરૂપી મોક્ષસુખને પામી શકીએ છીએ.
જ્યારે જ્યારે પ્રભુનો દીક્ષાકાળ નજીક આવતો હોય છે ત્યારે તેમના જીવનમાં એક ઘટના બને છે જે તેમના મનમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરે છે અને તેઓ દીક્ષા ગ્રહણ કરે છે. આ શ્લોકના સંદર્ભમાં શ્રી આદિનાથ ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા પ્રસંગ પૂર્વે બનેલી ઘટના આ પ્રમાણે છે.
સૌધર્મેન્દ્રએ ભગવાન ઋષભદેવનો દીક્ષાકાળ નજીક જાણી ભગવાનના જન્મદિવસે (કાગણ વદ આઠમ) તેની ઉજવણી માટે નૃત્યનાટિકાનું આયોજન કરેલું હતું. તેમાં નીલાંજના નામની દેવીનું આયુષ્ય નૃત્યનાટિકા દરમ્યાન પૂરું થઈ જાય છે. ક્ષણભંગુર દેહ અને સંસારના સ્વરૂપનો વિચાર કરતાં ભગવાન વૈરાગ્ય પામ્યા અને સભામંડપમાં જ દીક્ષા ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો.
Page #247
--------------------------------------------------------------------------
________________
228 - || ભક્તામર તુલ્યુ નમઃ | માતા-પિતા – કુટુંબીજનોની આજ્ઞા લઈ તેમણે દીક્ષા ગ્રહણ કરી. હવે આ નીલાંજનાદેવીનું આયુષ્ય પૂરું થવાની જાણ સૌધર્મેન્દ્રને હતી. અને નૃત્યનાટિકાનું આયોજન અને તેનો સમય તે જ રીતે નક્કી કરેલ કે નૃત્યનાટિકા દરમ્યાન જ તેનું આયુષ્ય પૂરું થઈ જાય. આમ દેવીનું મૃત્યુ એ પ્રભુમાં વૈરાગ્યભાવ પ્રગટ કરાવનારી ઘટના હતી.
તેવી જ રીતે શ્રી નેમિનાથ ભગવાનના લગ્ન પ્રસંગે તેમના ભાઈ શ્રી કૃષ્ણએ જ્યાંથી લગ્નનો વરઘોડો પસાર થવાનો હતો ત્યાં એક જગ્યાએ રસ્તાની બાજુમાં રડતાં, પોકાર કરતાં પશુઓને બાંધવાનું પ્રયોજનપૂર્વક આયોજન કર્યું હતું. શ્રી નેમિનાથ ભગવાનનો રથ ત્યાં આવી પહોંચતાં તેઓ પૂછે છે કે, આ રડતાં, પોકાર કરતાં પશુઓને અહીં કોણે બાંધ્યાં છે. ત્યારે કૃષ્ણએ આપેલા સૂચન અનુસાર સારથિ જવાબ આપે છે કે, “હે પ્રભુ! આપના લગ્ન પ્રસંગે યોજવામાં આવેલા ભોજન સમારંભમાં અનેક માંસાહારી વાનગીઓ પકાવવા માટે આ પશુઓને બાંધવામાં આવેલ છે” આ સાંભળતાં જ શ્રી નેમિનાથ ભગવાન રથને પાછો વાળે છે અને ત્યારબાદ દીક્ષા ગ્રહણ કરે છે. અર્થાતુ પશુઓના પોકારે તેમનામાં વૈરાગ્યભાવ પ્રકટ કર્યો અને તેમણે દીક્ષા અંગીકાર કરી.
આ ઘટના પ્રભુના ઘાતી અને અઘાતી કર્મોનો નાશ કરવામાં નિમિત્ત બની હતી. તાત્પર્ય કે જો વિચલિત થયા વગર પ્રભુના ધ્યાનમાં મગ્ન રહીશું તો આપણે પણ મેર જેવું અવિચલપણું જેણે પ્રાપ્ત કર્યું છે તેના ચરણમાં અવશ્ય શરણ મળશે અને હું પણ અડોલ બનીશ. એવી શ્રદ્ધા સૂરિજીએ વ્યક્ત કરી છે. શ્લોક ૧૬મો.
निर्धूमवर्तिरपवर्जिततैलपूरः कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरूतां चलिताचलानां, दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ।।१६ || ક્યારે હોતાં નથી કદિ અહા ધૂમ કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન દીપે એ ખૂબી છે જ તેમાં ના ઓલાયે કદી પવનથી હો કદીએ નમેરો,
એવો કોઈ અજબ પ્રભુજી દીવડો આપ કરો. (૧૬) શબ્દાર્થ
નિર્દૂમવર્સ – ધુમાડા અને દિવેટ રહિત ગવર્નત તૈનપૂર: – તેલના સમૂહથી રહિત નમ્ નત્રય – સમસ્ત ત્રણ જગતને રૂમ – આ પ્રકટી વષિ – પ્રકાશિત કરી રહ્યા છો ગયો
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 229 ન ખાતુ – ક્યારેય પણ વશ થતા નથી (બુઝાતા નથી) મરૂતી – પવનોના નિતાનાના - પહાડોને ડોલાયમાન કરનારા અવનીનામું – પહાડોને વનિતા – ડોલાવનારા નાથ – હે સ્વામી ત્વમ્ સિ ડી : – આપ દીપક છો મારમ્ – અપૂર્વ ના પ્રશ: – જગતને પ્રકાશિત કરનારા ભાવાર્થ :
હે સ્વામી ! આપ ત્રણેય જગતને સમસ્તપણે પ્રકાશિત કરનારા અપૂર્વ દીપક છો કે જેમાં ધુમાડો નથી કે નથી દિવેટ કે નથી તેલ પૂરવાની જરૂર તેમજ જેને પહાડો ડોલાવનારો પવન પણ કદી બુઝાવી શકતો નથી, કાંઈ કરી શકતો નથી. વિવેચન : ગાથા ૧૬
આ શ્લોકમાં સૂરિજીએ પ્રભુના કેવળજ્ઞાનનો મહિમા વર્ણવ્યો છે. શ્રી જિનેશ્વરદેવના અંતરમાં અપૂર્વ જ્ઞાનનો અર્થાતુ કેવળજ્ઞાનનો દીવો પ્રગટેલો છે. એટલે સ્તોત્રકાર સૂરિજી પ્રભુને અપૂર્વ દિપક કહે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે તેવા તેલના દીવાના પ્રકારનો પ્રભુનો કેવળજ્ઞાનરૂપી. દીવો નથી. પરંતુ દીવાના ઉપમાન વડે સમજાવ્યું છે કે કેવળજ્ઞાનરૂપી દિપક વિશિષ્ટ પ્રકારનો દીવો છે અને તે સામાન્ય દીપકથી કઈ રીતે જુદો પડે છે. તેનું વર્ણન કરે છે અને તે દ્વારા જ્ઞાનનું મહાભ્ય પ્રગટ કર્યું છે.
ઘાતી અને અઘાતી કર્મરૂપ કષાયો અંતરાત્મામાં અંધકાર ફેલાવનારા તત્ત્વો છે. પરંતુ જેમણે કષાયો ઉપર વિજય મેળવ્યો હોય છે ત્યાં પ્રકાશ ફેલાય છે. કષાય ઉપર વિજય એ વીતરાગતા અને અંતરાત્માને પ્રકાશિત કરનારાં તત્ત્વો છે. આ આધ્યાત્મિક તત્ત્વોનું રહસ્યોદ્ઘાટન કરતાં સૂરિજી કહે છે કે, “હે પ્રભુ ! આપ સ્વયમેવ પ્રકાશમાન દીપક છો. સામાન્ય દીવા જેવા નથી. સામાન્ય દીવાને પ્રકાશમાન થવા માટે સાધન સામગ્રીની જરૂર પડે છે. પ્રકાશિત થયા પછી આવા સામાન્ય દીવાઓ ક્યારે પણ બુઝાઈ જાય તેનો નિશ્ચિતકાળ કે અવધિ નથી હોતાં. પ્રભુને પ્રાપ્ત થયેલો કેવળજ્ઞાનરૂપી દીપક અને સામાન્ય દીપક પાંચ તથ્યોમાં જુદા પડતાં સૂરિજીએ દર્શાવ્યાં છે.'
સામાન્ય દીવાને પ્રજ્વલિત કરવા માટે વાટની જરૂર પડે છે. વાટ વગર દીવો પ્રજ્વલિત થવો અસંભવિત છે. શ્રી જિનેશ્વરદેવને આવી વાટની જરૂર હોતી નથી. અહીં વાટને મોહ અને મિથ્યાત્વ સાથે સરખાવવામાં આવી છે. કેવળજ્ઞાનરૂપી જ્ઞાનદીપકને પ્રગટાવવા માટે આવી વાટની જરૂર હોતી નથી.
સામાન્ય દિવાને પ્રજ્વલિત કરવા માટે તેલની પણ જરૂર પડે છે. તેલ એ ચીકણાપણાનું પ્રતીક છે. ગુંદર અને તેલ એ બંને ચીકણા પદાર્થ ગણાય છે. ગુંદરનું ચીકણાપણું પાણીથી સાફ થઈ જાય છે. પરંતુ તેલની ચીકાશ પાણીથી સાફ થતી નથી. તેથી જ મોહ અને રાગને તેલની ઉપમા આપી છે. પરંતુ પ્રભુ તો વીતરાગી છે. તેથી જ સૂરિજીએ અહીં અપવર્જિતતલપૂર
Page #249
--------------------------------------------------------------------------
________________
230 | ભક્તામર તુલ્યું નમઃ || શબ્દપ્રયોગ કર્યો છે. અર્થાતુ કેવળજ્ઞાનરૂપી દીપકને પ્રજ્વલિત થવા માટે આવા મોહરાગરૂપી તેલના સમૂહની જરૂર નથી. તાત્પર્ય કે પ્રભુ મોહરાગરૂપી તેલથી સર્વથા રહિત છે. સામાન્ય દીવો પ્રગટે છે ત્યારે તેની જ્યોતમાંથી સતત ધુમાડો નીકળે છે. પ્રભુનો કેવળજ્ઞાનરૂપી દીવો એવો દિપક છે કે જેમાંથી ધુમાડો નથી નીકળતો. માત્ર દિવ્ય પ્રકાશ જ નીકળે છે. અહીં સૂરિજીએ નિધૂમ' શબ્દ પ્રયોજ્યો છે. પ્રભુ અપૂર્વ દીપક છે. તેમનામાં કોઈ ધુમાડો નથી. ધુમાડો કાળાશ, વ્યાકુળતા, ધૂંધળાપણું અને ગરમીનું પ્રતીક છે.
પ્રભુ ઘાતી કર્મ અને અઘાતી કર્મથી સર્વથા રહિત છે. ચાર ઘાતી કર્મો – જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આ ચારે કર્મ ધુમાડા જેવા છે.
જ્ઞાનાવરણીય કર્મ એ અજ્ઞાનરૂપી અંધકાર-કાળાશનું પ્રતીક છે. આત્મા અનંત જ્ઞાનનો ભંડાર છે. પરંતુ આ કર્મના પ્રભાવથી તે અંધકારમય છે. પ્રભુએ જ્ઞાનાવરણીય કર્મનો ઘાત કરેલો છે. અર્થાતું પ્રભુ આ કર્મથી રહિત છે તેથી સદા પ્રજ્વલિત છે.
દર્શનાવરણીય કર્મ એ ધંધળાપણાનું પ્રતીક છે. આત્માની વાસ્તવિક સ્થિતિ જાણવામાં આ કર્મ બાધારૂપ છે. એટલે કે દર્શનાવરણીય કર્મનું આવરણ જ્યાં સુધી આત્માને લાગેલું હોય છે ત્યાં સુધી આત્માનું સાચું સ્વરૂપે પ્રગટ થતું નથી. પરંતુ પ્રભુ દર્શનાવરણીય કર્મના આવરણથી સર્વથા રહિત છે તેથી તેઓ અંતઃદર્શ છે.
મોહનીય કર્મનું કાર્ય જીવાત્માને આકુળ-વ્યાકુળ કરી દેવાનું છે. આજ મોહનીય કર્મના કારણે આત્મા રાગદ્વેષથી યુક્ત થઈને ભવભ્રમણાના ફેરામાં અટવાયા કરે છે. આચારાંગસૂત્રમાં કહ્યું
__ "जहा जुन्नाइं कट्टाई हब्बवा हो परत्थई एवं अत्तसमाहिए आणिहै ।" જેવી રીતે અગ્નિ જૂનાં લાકડાંને ત્વરિત બાળી ભસ્મ કરી મૂકે છે એ જ રીતે મોહ રાગ રહિત થઈને સાધક ધ્યાનરૂપી અગ્નિમાં કર્મને બાળીને ભસ્મ કરી મૂકે છે. પ્રભુ આવા સાધક છે તેથી જ પ્રભુ વીતરાગી છે અને રાગદ્વેષથી રહિત છે.
અંતરાયકર્મ એ વિદ્ગોનું પ્રતીક છે. આત્મા પર લાગેલા અંતરાય કર્મરૂપ આવરણને કારણે આત્મા ઉલ્લાસરહિત અને સત્વહીન બની જાય છે. જ્યારે પ્રભુ તો અનંતવીર્યના સ્વામી છે.
પ્રભુ ચારે ઘાતી કર્મરૂપ ધુમાડાથી પર છે અર્થાત્ નિર્ધમ છે. સ્તોત્રકાર સૂરિજી જણાવે છે કે પ્રભુ આપ દિવ્યપ્રકાશી છો ! કારણ કે આપે તો આત્મા પર લાગેલાં સર્વ પ્રકારનાં વિકૃતિરૂપ ઘાતી અને અઘાતી કર્મોનો સંપૂર્ણ લોપ કરેલ છે અને આપ ધુમાડાને પણ પ્રકાશમાં પરિવર્તિત કરવા માટે સમર્થ છો.
સામાન્ય દીવાનો પ્રકાશ તેની મર્યાદામાં રહેલી વસ્તુઓને જ પ્રકાશિત કરે છે. દીવો પ્રગટાવવામાં આવ્યો હોય તેની આજુબાજુની મર્યાદિત જગ્યાને જ તે પ્રકાશિત કરે છે. એ મર્યાદિત જગ્યાથી વધુ દૂર સુધી તેનો પ્રકાશ ફેલાઈ શકતો નથી. પરંતુ પ્રભુ તો કેવળજ્ઞાનરૂપી અનંત
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 231 જ્ઞાનનો ભંડાર છે. તેઓ ત્રણે લોકને જાણનારા હોય છે. તેમના માટે કોઈ પણ પ્રકારનું જ્ઞાન કેવળજ્ઞાનની સીમાની અંદર આવી જાય છે. તેઓ લોખંડની દીવાલ કે અંધકારમય ગાઢ જંગલની મર્યાદાઓથી પર છે. પ્રભુના અનંતજ્ઞાનનો પ્રકાશ ત્રણે લોકને એકસાથે પ્રકાશિત કરે છે.
કેવળજ્ઞાન એ જ્ઞાનમાં સર્વોપરી છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિએ જીવનની એક અપૂર્વ ઘટના છે. તીર્થકરી જન્મે છે ત્યારે મતિ, કૃત અને અવધિ એ ત્રણે જ્ઞાનથી યુક્ત હોય છે. જ્યારે તેઓ મહાભિનિષ્ક્રમણ કરીને એટલે કે સંસારનો ત્યાગ કરીને માવજીવ સામાયિક ઉચ્ચરવાપૂર્વક સાધુજીવનનો સ્વીકાર કરે છે ત્યારે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ નિર્વાણયોગની સાધના કરતાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મનો નાશ થાય છે ત્યારે પાંચમું કેવળજ્ઞાન પ્રગટે છે તેની સાથે કેવળદર્શન પણ હોય છે. આ દર્શનજ્ઞાનથી તેઓ ત્રણ જગતના સર્વ પદાર્થોનું સ્વરૂપ જોઈ-જાણી શકે છે. એટલે સર્વજ્ઞસર્વદર્શીની કોટિમાં આવે છે.
તાત્પર્ય કે કેવળજ્ઞાનરૂપી સર્વજ્ઞતાનો દીપક પ્રકાશિત થતાં આત્માને ત્રણે લોકનું જ્ઞાન અને દર્શન બંને થાય છે.
સામાન્ય દીવો પવનનો જોરદાર સપાટો આવે તો બુઝાઈ જાય છે અને પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવના અંતરમાં જે કેવળજ્ઞાનરૂપી જ્ઞાનદીપક પ્રગટેલો છે તે જુદા જ પ્રકારનો છે. આ દીવો તો પ્રલયકાળના પવનથી પણ બુઝાઈ જતો નથી કે નથી ચલાયમાન થતો. એટલે કે એક વાર કેવળજ્ઞાનરૂપી દીપક પ્રગટ થાય પછી કોઈ પણ સંજોગોમાં તે બુઝાતો નથી, તે નિરંતર પ્રકાશિત રહે છે.
સૂરિજીએ શ્રી જિનેશ્વરદેવને અપૂર્વ દીપક કહ્યા છે. તેના સંદર્ભમાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે, “જગતના તેલ-ઘીના દીવામાં તો રૂની વાટનું આલંબન જોઈએ, ને તેમાંથી ધુમાડો નીકળે, તેમ ઇન્દ્રિયજ્ઞાનવાળા જીવોમાં તો મોહરૂપી ધુમાડો હોય છે, ને પાંચ ઇન્દ્રિયરૂપી વાટનું આલંબન જોઈએ છે. પરંતુ હે દેવ ! સ્વયંભૂ એવા આપના કેવળજ્ઞાન-દીવડાને કોઈ ઇન્દ્રિયોરૂપ વાટનું આલંબન નથી કે તેમાં રાગ-દ્વેષરૂપી કાલિમા નથી. લૌકિક દીવામાં તો તેલ પૂરવું પડે, પરંતુ આપનો કેવળજ્ઞાન દીવડો તો આત્મામાંથી પ્રગટેલો સ્વયંભૂ છે. તેમાં તેલ પૂરવું પડતું નથી. વળી લૌકિક દીવો તો પવનના ઝકોરા વચ્ચે બુઝાઈ જાય છે, પણ આપનો કેવળજ્ઞાન-દીવડો ગમે તેવા ઉપસર્ગ-પરીષહના પવન વચ્ચે પણ કદી બુઝાતો નથી અને લૌકિક દીવો તો પોતાની મર્યાદાના થોડાક જ રૂપી પદાર્થોને પ્રકાશે છે, જ્યારે આપનો કેવળજ્ઞાન-દીવડો તો એકસાથે ત્રણે લોકના રૂપી-અરૂપી સમસ્ત પદાર્થોને પ્રકાશમાન કરે છે."K
તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવનું કેવળજ્ઞાન કોઈ પણ પ્રકારના આલંબન વગરનું સ્વયં પ્રકાશિત, તેમજ આત્માનું સ્વભાવજનિત હોવાથી સ્વચ્છ, સ્થિર તેમજ નિશ્ચલ છે.
દીવાથી દીવો પ્રગટે અર્થાતું એક પ્રકાશિત પદાર્થ દીવો એ અન્યપાત્ર પદાર્થને પ્રકાશિત
Page #251
--------------------------------------------------------------------------
________________
232 ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
કરવામાં
અન્ય દીવો પ્રગટાવવામાં શુભનિમિત્ત બને છે. જ્યારે અન્ય પ્રકાશિત પદાર્થો સૂર્ય, ચંદ્ર, તારા આદિની બાબતમાં આમ કહી શકાય તેવું નથી. તેઓ બધા પ્રકાશિત છે. પણ દીવાની જેમ અન્યને પણ પ્રકાશિત કરવામાં, નવા ચંદ્ર, સૂર્ય કે તારા પ્રગટાવવામાં સહાયભૂત થતા નથી. વળી જે જીવને કેવળજ્ઞાન પ્રગટાવવું હોય તે જીવને અન્ય કેવળીના નિમિત્તની જરૂ૨ છે જ. તે વિના કેવળજ્ઞાન પ્રગટાવી શકાતું નથી. આમ જે કાર્ય દીવો કરે તે જ કાર્ય કેવળજ્ઞાન કરે છે. એ અપેક્ષાએ કેવળજ્ઞાન માટે દીપક એ સૌથી ઉચિત રૂપક જણાયું છે.
‘દીવે દીવો પ્રગટે' – એક દીપક વડે અનેક દીપકોને સ્પર્શ કરાવીને પ્રજ્વલિત કરી શકાય છે. તેવી જ રીતે શ્રી જિનેશ્વરદેવના કેવળજ્ઞાનરૂપી અપૂર્વ દીપકના ભાવ-સ્પર્શથી આપણા આત્માનો દીપક પણ તત્ સ્વરૂપ પ્રકાશમાન બની શકે છે. આત્મા-પરમાત્મા સ્વરૂપ બની જાય છે. એટલે કે આત્મા અને પરમાત્મામાં કોઈ જ તફાવત રહેતો નથી. જૈન ધર્મમાં પરિવર્તનનો આ મહાન સિદ્ધાંત છે. આપણે પણ પ્રભુસ્વરૂપ બની શકીએ છીએ અને એ ત્યારે શક્ય બને છે કે જ્યારે આત્મા પર લાગેલા ઘાતી અને અઘાતી કર્મોના આવરણને દૂર કરી શકીએ. કેવળજ્ઞાનરૂપી દીપકને અંતરમાં ધારણ કરનાર પ્રભુમાં એવી મહાન સિદ્ધિ છે કે તે ચરમને પણ પરમ બનાવી શકે છે. માત્ર જરૂ૨ છે આત્માની સાધનાભક્તિ દ્વારા પરમાત્માના ભાવ-સ્પર્શની. જ્ઞાનાવરણીય કર્મના આવરણથી મુક્ત થાય તો આત્મા તેના નિજ સહજ આત્મિક સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે અને કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી અનંતજ્ઞાનમય બને છે. નવા દીપક પ્રગટાવવાનું કાર્ય સૂર્ય, ચંદ્ર કે તારા કરી શકતા નથી તેથી દીપક એ જ કેવળજ્ઞાન માટે ઉત્તમ અને ઉચિત ઉપમાન છે.
સૂરિજીએ ‘રીપોડપર:' - શબ્દ પ્રયોજ્યો છે. તેનો અર્થ થાય છે કે હે જિનેશ્વરદેવ ! આપ કોઈ જુદા જ પ્રકારના દીપક છો. એમ કહીને પ્રભુના કેવળજ્ઞાન તરફ નિર્દેશ કરેલ છે, અને તે જ્ઞાન અદ્વિતીય છે. અર્થાત્ પ્રભુના કેવળજ્ઞાન જેવું જ્ઞાન બીજા કોઈ સંસારી જીવને હોતું નથી. ઉપરાંત સૂરિજીએ ‘ખત્પ્રાશઃ' શબ્દ વાપર્યો છે. તેનો અર્થ જગતને પ્રકાશનાર છો - જગતના સ્વરૂપને પ્રગટ કરનાર છે. અર્થાત્ જગતમાં રહેલાં અનંતાનંત પદાર્થોના દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવને બતાવનારા છે.
સામાન્ય દીવો આપણને કોઈ પણ વસ્તુ જોવામાં સહાયભૂત થાય છે. પરંતુ વસ્તુના સ્વભાવ કે ગુણદોષને જાણવામાં આ દીવાનો પ્રકાશ કંઈ પણ મદદ કરી શકે નહિ. વસ્તુના ગુણદોષની જાણકારી જ્ઞાન દ્વારા મેળવી શકાય છે. એટલે કે વસ્તુ વિશેની જાણકારી એ જ્ઞાનનો વિષય તેમજ તેનું કાર્ય છે. તેવા અર્થમાં ‘જ્ઞાનપ્રકાશક છે' એમ શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે. તેથી જ ત્રણ લોકમાં રહેલા અનંતાનંત પદાર્થોના દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવને જાણનારા પ્રભુનું કેવળજ્ઞાન અલૌકિક તેમજ અદ્વિતીય છે.
જગતમાં જ્ઞાન જ સર્વસ્વ છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારે પુરુષાર્થ જ્ઞાનમાં સમાયેલા છે. પ્રભુને એ કેવળજ્ઞાનરૂપી દીપક બહારના કોઈ પણ સાધન વગર સ્વયંભૂપણે પ્રગટ્યો છે. ઇન્દ્રિયો
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર : 233
વગર પણ આ દીપક ત્રણે જગતમાં શાશ્વત સ્વરૂપે પ્રગટેલો છે. જગતમાં અનેકાનેક પ્રવૃત્તિઓ જોવા મળે છે તે જ્ઞાનનો જ મહિમા છે.
આ શ્લોકના સંદર્ભમાં 'અષ્ટપાહુડ'માં એક અત્યંત ભક્તિભાવપૂર્વકની ગાથા છે ઃ
ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહે;
ત્રિભુવન ભવનના દીપ જિનવર ! બોધિ દો ઉત્તમ મને ।।૧૫૨॥
અર્થાત્ ‘ચાર ઘાતી કર્મથી મુક્ત, જન્મ-મરણાદિ અઢાર દોષથી રહિત, દેહમાં સ્થિર અને ત્રણ લોકરૂપી ભવનમાં દીપક સમાન હૈ જિનેશ્વરપ્રભુ ! મને બોધિ પ્રદાન કરો.'
‘ભક્તામર સ્તોત્ર’ની રચના પાછળ સ્તુતિકાર સૂરિજીના હેતુમાં આવા જ કોઈ અચિંત્ય ભાવો રહેલા જણાય છે. આ શ્લોકના માધ્યમ દ્વારા સૂરિજીએ મુક્તિનો મહામંત્ર પ્રદાન કર્યો છે. સામાન્ય દીવાને પ્રકાશિત થવા માટે સાધન-સામગ્રીની જરૂ૨ પડે છે. જ્યારે સૂરિજીએ કેવળજ્ઞાનરૂપી દીપકને ધુમાડો કે વાટ-તેલથી સર્વથા રહિત, ત્રણે લોકને તેનાથી પ્રકાશમાન થતા અને પ્રલયકાળના ઉદ્ધત પવન સામે પણ અવિચલ અને કદી બુઝાઈ નહિ તેવા શાશ્વત પ્રકાશમાન બતાવીને ત્રણે લોક સમક્ષ કેવળજ્ઞાનનું અદ્ભુત મહાત્મ્ય સૂરિજીએ બતાવ્યું છે. ચરમમાંથી ૫૨મમાં પરિવર્તન પામવાનો મહાન સિદ્ધાંત બતાવ્યો છે.
શ્લોક ૧૭મો
શબ્દાર્થ
મુનીન્દ્ર !
હે મુનીશ્વર ! (હ્રમ્) – આપશ્રી વાવિત્ – કદી પણ અસ્તું ન ઉપયાસિ અસ્ત પામતા નથી. નૈ રાહુામ્ય અશિ – રાહુ વડે ગ્રહાતા નથી સ્પષ્ટ હોષિ સ્પષ્ટ કરો છો - પ્રકાશિત કરો છો સહસા – શીઘ્ર-જલદી યુાપત્ – એકીસાથે નન્તિ – ત્રણેય ભુવનને, ત્રણેય જગતને ૬ - નથી અમોધરોવર – વાદળોના વચ્ચે આવવાથી - આવરણથી નિરુદ્ધ महाप्रभावः મહાપ્રભાવનું રૂંધાવવું-અટકાવવું સૂર્યાતિશયિ મહિમા સૂર્યથી પણ અધિક
=
-
नास्तं कदाचिदुपयासि न राहुगम्यः, स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः, સૂર્યાતિશાયિમદિયાસિ મુનીન્દ્ર ! તો ।|૭||
જેને રાહુ કદિ નવ ગ્રસે અસ્ત થાતો નથી જે, આપ સૌને પ્રભુરૂપ રવિ તે જ લોકો મહિં જે; જેની કાંતિ કદિ નવ હણે વાદળાંઓ સમીપે,
એવો કોઈ અભિનવ રવિ આપનો નાથ દીપે. (૧૭)
—
—
-
Page #253
--------------------------------------------------------------------------
________________
234 છે // ભક્તામર તુલ્ય નમઃ | મહિમાવાળા ગરિ – છો તોવે – આ જગતમાં ભાવાર્થ :
હે મુનીશ્વર ! હે જિનેશ્વરદેવ ! આપનો એવો પ્રભાવ છે જેનો કદી અસ્ત થતો નથી કે રાહુ આપના પ્રભાવને ગ્રસી શકતો નથી. વાદળાંઓના સમૂહના આવરણથી એ મહાપ્રભાવ કદી રૂંધાતો નથી અને આપ તો એકીસાથે ત્રણેય ભુવનને પ્રકાશિત કરો છો તેથી આપ આ વિશ્વમાં સૂર્યના મહિમાથી પણ અધિક મહિમાવાળા છો. વિવેચનઃ ગાથા ૧૭
સ્તોત્રકાર સૂરિજીએ આગળના સોળમા શ્લોકમાં શ્રી જિનેશ્વરદેવના જ્ઞાનની દીપક સાથે તુલના કરી, સામાન્ય દીવા કરતાં પ્રભુના અંતરમાંથી સ્વયંભૂ રીતે પ્રગટતા દીપકને ઉચ્ચતમ બતાવ્યો છે. અર્થાત્ ઉપમાન સાથે શ્રી આદિનાથ ભગવાનની તુલના કરીને ઉપમાન કરતાં ઉપમેયને તેઓ વિશિષ્ટ સાબિત કરે છે. આ શ્લોકમાં પ્રભુના તેજને સૂર્ય રૂપે ઓળખાવી પછી તેનાથી વિશેષ સાબિત કર્યું છે.
જગતમાં સૂર્યનો મહિમા ઘણો છે. કેટલાક મનુષ્યો સૂર્યને મહાન, અતિ તેજસ્વી માની તેની વંદના-પૂજા-અર્ચના કરે છે. સ્તોત્રકાર સૂરિજીએ પ્રભુના તેજને સૂર્ય જેવું ગણાવ્યું છે. સૂર્ય પણ ત્રણે લોકને પ્રકાશિત કરે છે. પ્રભુ અને સૂર્યનું તેજ સમરૂપ છે. છતાં સૂર્યના તેજ કરતાં પ્રભુનું તેજ અલોકિકતાવાળું છે. સૂરિજીએ તેનું સુંદર અલંકારોથી યુક્ત વર્ણન કર્યું છે. સૂર્યને વિવિધ પ્રકારનાં વિઘ્નો નડે છે. તેની સામે પ્રભુના તેજને તેનાથી વિશિષ્ટ બતાવી તેની વિશેષતા સિદ્ધ કરી છે. ત્રણે જગતની અંદર રહેલા એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જે કોઈ જીવ પ્રભુને શરણે આવી તેનું નામ-સ્મરણ કરે છે તે જીવનાં પાપો હળવાં થાય છે.
સ્તોત્રકાર સૂરિજી કહે છે કે શ્રી જિનેન્દ્રદેવના પ્રભાવ આગળ સૂર્યનો પ્રભાવ લાંબા સમય સુધી ટકતો નથી. તેમણે સૂર્યના ચાર અભાવ દર્શાવ્યા છે :
(૧) સૂર્ય જગતને પ્રકાશિત કરે છે પરંતુ તે અસ્ત પણ થાય છે. (૨) સૂર્ય રાહુ વડે ગ્રસિત થાય છે. (૩) સૂર્યનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે. (૪) સૂર્ય ઘનઘોર વાદળ પાછળ ઢંકાઈ જાય છે.
સૂર્યની પ્રભુસ્વરૂપ સૂર્યની સાથે તુલના કરીને તેમની વિશિષ્ટતા બતાવી છે. સૂરિજી કહે છે કે, પ્રભુ સૂર્ય કરતાં પણ અધિક મહિમા ધારણ કરનાર છે. સૂર્યમાં જોવા મળતાં ચારેય અભાવ પ્રભુમાં સંપૂર્ણપણે વિદ્યમાન છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 235 જગતના જીવો સૂર્યનો ઉદય થતાં પ્રકાશ મેળવી શકે છે અને સૂર્ય અસ્ત થતાં સર્વત્ર અંધકાર ફેલાઈ જાય છે. અસ્ત પામ્યા પછી રાત્રિના સમયમાં સૂર્ય પ્રકાશ પાથરી શકતો નથી. એટલે કે સૂર્ય અંધકારનો નાશ થોડા સમય પૂરતો જ કરી શકે છે. પરંતુ હે પ્રભુ ! કેવળજ્ઞાનરૂપી સૂર્ય આપનામાં ઉદય પામેલો છે. તે કદી અસ્ત પામતો નથી, કારણ કે સર્વજ્ઞ જ્ઞાનરૂપી કેવળજ્ઞાન પૂર્ણ સ્વરૂપે પ્રભુને પ્રાપ્ત થયેલું છે. તેથી તેનો અભાવ થતો નથી. તેથી પ્રભુનું પ્રકાશમાન થવું શાશ્વત છે, નિત્ય છે અને ધ્રુવ સમાન અવિચલિત છે. એટલે કે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી જ્ઞાનાવરણીયરૂપ ઘાતી કર્મનું આવરણ રહ્યું નહિ તેથી તેના ઉદય અને અસ્તનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આથી જ તે શાશ્વત સૂર્ય છે. એકવાર પ્રભુના તેજરૂપી સૂર્યએ અંધકારનો નાશ કર્યો ત્યાં ક્યારેય પણ અજ્ઞાનરૂપી અંધકાર ફરીથી વ્યાપી શકતો નથી. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ફરીથી થતો નથી અને રાત્રિના અંધકારરૂપ અજ્ઞાનતાના વમળમાં પ્રભુરૂપ સૂર્ય અટવાતો નથી તથા અસ્ત પામતો નથી, સદાય ઉદય પામેલો રહી પ્રકાશ ફેલાવતો રહે છે.
રાહુના ગ્રહણથી સૂર્ય ગ્રસિત થાય છે. અમુક-અમુક સમયે રાહુ વડે તેનું ગ્રહણ થાય છે. અર્થાત્ સમયે-સમયે રાહુ નામનો ગ્રહ સૂર્યને ગળે છે જેને સૂર્યગ્રહણ તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. જ્યારે જ્યારે રાહુ – સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થયું તેમ કહેવાય છે. આવા સમયે સૂર્ય સાવ નિસ્તેજ બની જાય છે અને પૃથ્વી ઉપર અંધકાર છવાઈ જાય છે. સૂરિજી કહે છે કે શ્રી જિનેશ્વરદેવને રાહુ ગ્રસી શકતો નથી. તેમણે મોહકર્મને ક્ષીણ કરી દીધાં છે તેથી દુષ્કૃત્યરૂપ રાહુ તેમને ગ્રસી શકતો નથી. ગ્રહનો પ્રભાવ પડે છે પણ તે ત્યારે જ શક્ય છે કે ભીતર આત્મામાં કોઈ મોહકર્મરૂપ કાળાશનું આવરણ હોય. પરંતુ પ્રભુએ તો બધાં જ ઘાતી કર્મનું વિલોપન કર્યું છે, તેથી રાહુગ્રાસનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આથી તેઓ હંમેશાં ઉજ્વળ, કાંતિમાન અને સંપૂર્ણ પ્રકાશિત હોય છે. તાત્પર્ય કે પ્રભુએ મોહનીય કર્મનો ઘાત કરી દીધો છે તેથી કોઈ પણ રાહુ તેમને ગ્રસી શકતો નથી.
આકાશમાં ઘનઘોર વાદળ ઘેરાઈ વળે તો સૂર્યનો પ્રકાશ રૂંધાઈ જાય છે. આ સૂર્યના પ્રકાશને રૂંધનારું રાહુ પછીનું બીજું તત્ત્વ છે. ઘણી વાર વર્ષાઋતુમાં દિવસો સુધી આકાશમાં વાદળાં છવાયેલા હોય છે. ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પૂર્ણ રીતે પહોંચી શકતો નથી. અર્થાત્ વાદળાં વડે સૂર્યનો પ્રકાશ આચ્છાદિત થઈ જાય છે. હે પ્રભુ ! આપ તો અનિરુદ્ધ છો. આત્મા પર લાગેલાં કર્મના આવરણરૂપી વાદળોનો અંશ માત્ર આપના તેજને રોકી નથી શકતો. અર્થાત્ પ્રભુ સર્વદા કર્મરહિત છે. તેમનો તેજરૂપી સૂર્ય ત્રણે લોકને શાશ્વત પ્રકાશિત કરે છે.
સૂર્ય ત્રણે લોકને એકસાથે પ્રકાશિત નથી કરી શકતો, તેથી જ લોકના કેટલાક વિભાગમાં દિવસ તો કેટલાક વિભાગમાં રાત્રિ હોય છે. આ ઉપરાંત સૂર્યનો પ્રકાશ સૃષ્ટિના દરેક વિભાગમાં પૂર્ણપણે પહોંચી શકતો નથી. કેટલાક વિભાગમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવનો પ્રભાવસૂર્ય સમગ્ર લોકાલોકને એકસાથે જ પ્રકાશિત કરે છે.
ડૉ. સરયૂ મહેતા લખે છે કે, “સૂર્ય જેમ ગંદકી, રોગ અંધકાર વગેરે અનિષ્ટોને દૂર કરવાનું
Page #255
--------------------------------------------------------------------------
________________
236
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
મુખ્ય નિમિત્ત છે, તેમ પ્રભુનું તેજ પણ રાગદ્વેષરૂપી ગંદકી, કર્મરૂપી રોગ અને અજ્ઞાનરૂપી અંધકાર આદિ અનિષ્ટો દૂર કરવાનું પ્રથમ નિમિત્ત છે અને એ કાર્યની સમાનતાની અપેક્ષાએ આચાર્યજીએ પ્રભુના તેજને સૂર્ય સાથે સરખાવ્યું છે. તે યોગ્ય લાગ્યા વિના રહેતું નથી. અલબત્ત, પ્રભુનો તેજરૂપી સૂર્ય અનેક પ્રકારે ચડિયાતો છે.’૧૯
ઘાતી અને અઘાતી કર્મ સર્વનો વિલય થઈ ગયો. તેથી શ્રી જિનેશ્વરદેવની તુલના સૂર્ય સાથે કરવી સૂરિજીને યોગ્ય નથી લાગતી. સૂર્ય પ્રભુની સામે ખૂબ વામન લાગે છે. પ્રભુ તેના કરતાં અનેકગણા વિરાટ છે.
આ વિશિષ્ટતાઓને કા૨ણે લોગસ્સ સૂત્રમાં કહ્યું છે કે :
‘આન્ક્વેસુ સહિય પયાસયરા''
અર્થાત્ – શ્રી જિનેશ્વરદેવ સૂર્યથી પણ વધારે પ્રકાશિત કરનારા છે.’
સૂર્ય ઉદય અને અસ્તરૂપી સમયની મર્યાદામાં બંધાયેલો છે. છતાં જે સ્થળે તે પ્રકાશિત થાય છે ત્યાં સૌરઊર્જા પ્રાપ્ત થાય છે અને આપણામાં શારીરિક અને માનસિક પરિવર્તન લાવી પ્રસન્નતા આપે છે. પરંતુ શ્રી જિનેશ્વરદેવરૂપ સૂર્ય જ શાંતરસ, વિકા૨૨હિત સર્વજ્ઞ કેવળજ્ઞાની છે તે આપણને કેવી ૫૨મ માનસિક પ્રસન્નતા આપે છે. તેના સંદર્ભમાં સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા જણાવે છે કે, “શાંત, વિકાર રહિત તરંગો માત્ર પરમાત્મા વીતરાગ પ્રભુમાં જ નિહિત છે, તેથી જ સાધનામાં આપણે તેમને પરમ આરાધ્યદેવ માનીએ છીએ. મંત્ર અને ધ્યાન સાધનાની વિશેષ વિધિ વડે
બાહ્ય તરંગોમાં પ્રવાહિત સંસ્કાર અંતરંગમાં પરિવર્તિત કરી શકાય છે. આ પરિવર્તન આત્મવૃત્તિનું પરિવર્તન છે. આત્મવૃત્તિનું પરિવર્તન જ વાસ્તવિક પરિવર્તન છે. પરમાત્માની પરમ પ્રસન્નતાનું તે વિશેષ પાત્ર બની જાય છે. તેની તે વિશેષ નિષ્ક્રિય ક્ષમતાઓ સક્રિય થઈ જાય છે.’૨૦
‘આત્મા અમર છે’ - ભવભ્રમણના ફેરામાં તે જુદા જુદા સ્વરૂપમાં પરિવર્તિત થયા કરે છે. શરીર બદલાય છે, આત્મા એ જ છે. આત્માનો અસ્ત થતો નથી. છતાં અજ્ઞાનતાના કારણે જન્મમરણની ભ્રામિક કલ્પનામાં દૈહિક જન્મ-મરણને જીવાત્મા પોતાનાં જન્મ-મરણ માને છે. પરંતુ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કરવાથી ભવ-ભ્રમણના મિથ્યાદર્શનથી મુક્ત થવાય છે અને આત્માના સાચા સ્વરૂપને ઓળખી શકાય છે.
તાત્પર્ય કે જગતમાં સૂર્યનો મહિમા ઘણો છે. અમુક સમય-સ્થળની મર્યાદામાં રહીને તે અંધકારનો નાશ કરે છે અને મનુષ્યને સૌરઊર્જા-શક્તિનું પ્રદાન કરે છે. પરંતુ કર્મરૂપી વાદળોનાં આવરણમાં રહેલું આત્માનું સહજ સ્વરૂપ આચ્છાદિત રહે છે. જ્યારે ઘાતી અને અધાતી સર્વ બંધનો તૂટી જાય છે અને આત્મા ચરમમાંથી ૫૨મ જેવી કર્મ રહિત સ્થિતિએ પહોંચી જિનેશ્વર સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સામર્થ્યવાન બને છે જે આત્માનું સહજ નિજ સ્વરૂપ હોય છે.
જ્યારે બાહ્ય વાતાવરણનો પ્રભાવ મન ઉપર પડે છે ત્યારે આત્માના સંસ્કારોમાં પરિવર્તન આવે છે. વિકારોથી સર્વથા રહિત આત્મા જ્યારે ભવ-ભ્રમણના ચકરાવામાં અટવાય છે ત્યારે
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 237 નિજ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય હાલના સંસ્કારમાં પરિવર્તન દ્વારા શક્ય બતાવ્યો છે. તે આત્માને શાંત, સર્વથા વિકાર રહિત જિનેશ્વરદેવ સાથે જોડી દેવામાં આવે તો સંસ્કારોમાં પરિવર્તન આવે છે અને આ સંસ્કારોનું પરિવર્તન સમગ્ર જીવનમાં પરિવર્તન લાવે છે અને આત્માને તેના નિજ સહજ સ્વરૂપ સુધી પહોંચવામાં મદદ કરે છે.
અહીં સ્તોત્રકાર પાતાળલોક, મૃત્યુલોક અને સ્વર્ગલોક એ ત્રણેય લોકને એકસાથે શીઘ પ્રકાશિત કરનાર શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરી અને તેમની સ્તુતિ-સ્તવના કરીને શાશ્વત સુખ, આત્માના સહજ નિજ સ્વરૂપને મેળવવાની મહેચ્છા રાખે છે. શ્લોક ૧૮મો
नित्योदयं दलितमोहमहान्धकार, गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति
विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ।।१८।। શોભે રૂડું મુખ પ્રભુ તણું મોહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે; શોભે એવો મુખશશિ અહા ! હે પ્રભુ, આપ કેરી,
જે દીપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરો.(૧૮) શબ્દાર્થ
નિત્યોદયમ – નિત્ય ઉદય પામનાર રાત્રિદિવસ ઉદિત રહેનારું નિત – નાશ કરાયો છે મોદમાન્યJરમ્ – મોહરૂપી મહાઅંધકાર રાફુવનસ્ય વચમ્ – રાહુના મુખથી ગ્રસાતું નથી ન વારિવાનમ્ ચિમ્ – વાદળાથી પરાભવ) ઢંકાતું નથી વિઝાનતે – શોભે છે તd – આપનું મુરળ - મુખમંડળ-મુખકમળ મન વાંતિ- અત્યંત-અધિક કાંતિવાળું વોતરત – વિશેષપણે પ્રકાશનું અત્ – વિશ્વને અપૂર્વ શશાવિખ્યમ્ – અલૌકિક ચંદ્રનું બિંબ ભાવાર્થ :
હે પ્રભુ ! આપનું મુખકમળ અલૌકિક ચંદ્રબિંબ જેવું શોભે છે કારણ કે તે સદાય ઉદયમાન રહે છે તેમજ મોહરૂપી મહાઅંધકારનો નાશ કરનારું છે. અત્યંત કાંતિવાન છે, રાહુના મુખથી ન પ્રસાય તેવું છે. વાદળના સમૂહથી ઢંકાતું નથી અને વિશ્વને વિશેષપણે પ્રકાશિત કરનારું છે. વિવેચનઃ ગાથા ૧૮
આ પહેલાંના ૧૭મા શ્લોકમાં સૂરિજીએ સૂર્યના પ્રકાશનું દષ્ટાંત લીધું હતું. આ ૧૮મા શ્લોકમાં ચંદ્રના પ્રકાશનું દૃષ્ટાંત છે. પ્રભુના મુખને ચંદ્રમા સાથે સરખાવી અનન્ય અલંકારોથી
Page #257
--------------------------------------------------------------------------
________________
238 ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
મુખનું ચડિયાતાપણું સાબિત કરે છે. બંને દૃષ્ટાંતોનો એક જ વિષય છે - ભગવાનની સર્વજ્ઞતા અને વીતરાગતા.
સૂર્ય અસ્ત થતાં ચંદ્ર રાત્રિના સમયે પોતાની શીતળ ચાંદની સાથે આછો પ્રકાશ ફેલાવવા માટે સર્વપ્રિય છે. સૂર્યના ઉગ્ર સ્વરૂપ કરતાં ચંદ્રની સૌમ્યતામાં સર્વજનો તેની ચાંદનીની શીતળતાનો આહ્લાદ માણી શકે છે. ચંદ્રનું કાર્ય જ હળવો પ્રકાશ અને શીતળ ચાંદની પ્રસરાવવાનું છે. ચંદ્રની શીતળ ચાંદની વાતાવરણને ખુશનુમા બનાવે છે. તેથી તે દરેક જણને પ્રિય છે. અહીં સૂરિજીએ પ્રભુના મુખને ચંદ્રમાની ઉપમા આપી છે. કારણ પ્રભુના મુખરૂપી ચંદ્ર પણ એવી જ શીતળતા ફેલાવવા માટે સર્વ પ્રિય થયેલ છે. પ્રભુ દરેક પ્રકારના કષાયો રાગ-દ્વેષ-મોહ-માયા-લોભ આદિનો નાશ કરી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવે છે. આ કાર્ય એવી સૌમ્ય અને શીતળતાથી કરે છે કે તેનું સ્તવન, સ્તુતિ કરનાર સાધકના મનમાં ચંદ્રની ચાંદનીની શીતળતા કરતાં વધુ શીતળતા છવાઈ જાય છે. અર્થાત્ પ્રભુની શીતળતા ચંદ્રની શીતળતા કરતાં વધુ ઉત્કૃષ્ટ કક્ષાએ છે તેનું નિરૂપણ અહીંયાં સૂરિજીએ કર્યું છે.
સૂરિજી કહે છે કે, હે પ્રભુ ! તમારા મુખકમલને મુખમંડલને હું એક અલૌકિક ચંદ્રમાની ઉપમા આપું તો યોગ્ય ગણાશે. કારણ કે લૌકિક ચંદ્રમા તો ઉદય પામે છે અને અસ્ત થાય છે. જ્યારે તમારો મુખરૂપી ચંદ્રમા નિત્ય ઉદિત રહે છે. વળી લૌકિક ચંદ્રમા સામાન્ય અંધકારનો નાશ કરે છે, જ્યારે તમારો મુખરૂપી ચંદ્રમા મિથ્યાત્વરૂપી મહાઅંધકારનો નાશ કરે છે. લૌકિક ચંદ્રમાની કાંતિ પૂર્ણિમા પછી ઓછી થતી જાય છે, ત્યારે તમારો મુખરૂપી ચંદ્રમા સદા પૂર્ણિમાની કાંતિ ધારણ કરે છે. વળી લૌકિક ચંદ્રને રાહુ પોતાના મુખથી ગળી જાય છે, ત્યારે તમારો મુખરૂપ ચંદ્રમા રાહુથી ગળી શકાય એવો નથી. લૌકિક ચંદ્રનો પ્રકાશ વાદળાંઓથી પરાભવ પામે છે, ત્યારે તમારા મુખરૂપી ચંદ્રનો પ્રકાશ વાદળાંઓથી પરાભવ પામતો નથી. તે જ રીતે લોકિક ચંદ્રમા વિશ્વના અમુક ભાગને પ્રકાશ આપે છે, ત્યારે તમારો મુખરૂપી ચંદ્રમા સમસ્ત વિશ્વને પ્રકાશ આપે છે આ રીતે હે પ્રભો ! તમારું મુખકમલ અલૌકિક ચંદ્રમાની શોભાને ધારણ કરે છે.
સૂરિજીએ પ્રભુના મુખને ચંદ્રમાની ઉપમા આપી છે. શરીરની અંગરચના જોઈએ તો, બધા અંગોમા મુખાકૃતિ એ મુખ્ય અંગ છે. માનવીની મુખાકૃતિ તેમજ તેના હાવભાવથી તેના મનમાં ચાલતા ભાવોની – ચારિત્રની જાણ થઈ શકે છે. નિર્દય-ક્રૂર જીવોની મુખાકૃતિ રૌદ્ર, ભયંકર અને બિહામણી હોય છે. જ્યારે દયાળુ, દાની, કરુણાસાગર અને જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધરાવનાર માનવીની મુખાકૃતિ સૌમ્ય-સરળ અને શાંતરસવાળી હોય છે. જેનો પ્રભાવ સામેની વ્યક્તિ પર પડે છે. પ્રભુની મુખાકૃતિ આવી જ હોય છે.
ભગવાને મોક્ષ માર્ગની આરાધના દરમ્યાન ‘સવિ જીવ કરું શાસન રસી' જેવા ઉત્કૃષ્ટ ભાવોથી બાંધેલ તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે અને તે દ્વારા સુંદર-મ્ય શાંતરસરૂપ મુખાકૃતિ હોય છે. સર્વ ઘાની અઘાતી કર્મનો નાશ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તીર્થંકર નામપ્રકૃતિના
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર જ 239 ઉદયથી ભગવાનની મુખાકૃતિમાં અંતરંગ સર્વજ્ઞતા અને વીતરાગતાનાં દર્શન થાય છે. તેથી પ્રભુનું મુખ સર્વદા ઉદિત રહે છે.
સૂરિજી કહે છે કે, “ચંદ્રનો અસ્ત થઈ જાય છે, આપ નિત્ય ઉદિત રહો છો.'
ચંદ્રમા ઉદય પામે છે અને અસ્ત થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે તે પૂર્ણ સ્વરૂપે ખીલેલો હોય છે અને પૂર્ણિમા જતાં ધીરે ધીરે તેની કાંતિ ઓછી થતી જાય છે. જ્યારે પ્રભુનો મુખરૂપી ચંદ્રમા હંમેશ માટે નિત્યોદિત - સંપૂર્ણ પ્રકાશિત જ હોય છે તે ક્યારેય પણ અસ્ત થતો નથી અને તેની કાંતિ પણ દરેક સમયે એકસરખી જ હોય છે. તેની કાંતિમાં પણ ફેરફાર થતો નથી. પ્રભુ અને ચંદ્રમા બંનેની શીતળતા આખા જગતમાં છવાઈ જાય છે. અહીં બંનેની શીતળતામાં તત્ત્વાર્થદૃષ્ટિએ તફાવત રહેલો છે. ચંદ્રની ચાંદનીની શીતળતાથી લોકો મોહ પામે છે અને રાગી બને છે. ત્યારે પ્રભુની શીતળતામાં લીન બનેલા લોકો રાગી મટી વિરાગી બનતાં જાય છે. આમ, પ્રભુ અને ચંદ્રમા બંનેમાં શીતળતા તો રહેલી જ છે પરંતુ બંનેની શીતળતાનું પરિણામ, તે દ્વારા મળતી ફળસિદ્ધિ અલગ પ્રકારની છે.
પ્રભુ સર્વદા નિત્યાદિત રહે છે તેથી રાહુનો ગ્રાસ બનતા નથી. ચંદ્ર અને સૂર્ય બંનેને રાહુનો ગ્રાસ થાય છે. તેથી તેઓ જે અલ્પ સમય માટે કાર્ય કરતા હોય છે તેમાં વિઘ્નરૂપ આ રાહુ બને છે. જ્યારે પ્રભુના મુખરૂપી ચંદ્રને કોઈ રાહુ ગળતો નથી કે કોઈ વાદળાંઓ તેને ઢાંકતા નથી કે ઢાંકી શકતા નથી. અર્થાતુ ચંદ્રમા વાદળોની પાછળ છુપાઈ જાય છે, પરંતુ આપનો પ્રકાશ ક્યારેય કોઈ પણ પ્રકારનાં વાદળાંઓ પાછળ આવૃત્ત થતો નથી. આપનું મુખ સ્વયં પ્રકાશિત છે. આ નિત્યોદય અર્થાતુ હંમેશાં પ્રકાશિત રહેતી મુખાકૃતિમાં અંતરંગ સર્વજ્ઞતા અને વીતરાગતાનાં દર્શન થાય છે. અન્ય રીતે કહીએ તો આ પ્રકારનું દર્શન જ સમ્યગુદર્શન છે.
ચંદ્રમા હોય કે સૂર્ય – એ જગતના અમુક જ ભાગને પ્રકાશિત કરે છે. અર્થાતુ આ બંને ગ્રહો જગતના આખા ભાગને એકસાથે પ્રકાશિત કરવામાં અસમર્થ છે. જ્યારે પ્રભુનો મુખરૂપી ચંદ્રમા સંપૂર્ણ કાંતિ સાથે ત્રણે જગતમાં એકસરખા પ્રમાણમાં પ્રકાશ પાથરે છે. તેથી જ હે પ્રભુ! તમારી મુખાકૃતિ અલૌકિક ચંદ્રમાની શોભાને ધારણ કરે છે. લોકિક ચંદ્રમા તો અસ્ત પામે છે તેથી પ્રભુને સૂરિજીએ અલૌકિક ચંદ્રમાની ઉપમાથી નવાજ્યા છે.
છેલ્લા ત્રણ શ્લોક ૧૬-૧૭-૧૮માં સૂરિજીએ પ્રભુના ગુણોના મહિમાને વ્યક્ત કરવા દીપકસૂર્ય-ચંદ્રની ઉપમા આપી છે. જે જ્ઞાન-દર્શનચારિત્રની વાત છે. પ્રભુના જ્ઞાનને દીવા સાથે સરખાવ્યું છે. જ્ઞાન થવાથી હેય અને ઉપાદેયનો વિવેક જીવને પ્રગટે છે. જેમ દીવાથી દોરીમાં સર્પની ભ્રાંતિનું નિરાકરણ થાય છે. તેમ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિનું નિરાકરણ થાય છે. જ્ઞાન પછી આવે છે દર્શન. સૂર્યના તેજથી અનિષ્ટ વસ્તુ જેવી કે ગંદકી, હવાની અશુદ્ધતા જતી રહે છે અને સ્વચ્છતા આદિ પ્રસરાવવાનું નિમિત્ત સમજાય છે. તેમ પ્રભુના તેજરૂપી સૂર્યથી ભસ્મીભૂત થતાં કર્મોનું દર્શન
Page #259
--------------------------------------------------------------------------
________________
240 । ભક્તામર તુર્થ્ય નમઃ ।।
થાય છે અને સ્વાત્મા પ્રગટાવવાનું, બળ મેળવવાનું ભાન થાય છે. એટલે કે સાચું દર્શન પ્રગટે છે અને એ દર્શન અનુસાર પુરુષાર્થ પ્રગટે છે. હવે આ કડીમાં આવી ચારિત્રની વાત. શીતળ ચાંદનીમાં જેમ બધુ શુભ જણાય છે તેમ પ્રભુના મુખરૂપી ચંદ્રની સહાયથી સાચું દર્શન પામ્યા પછી જીવ પોતાના ગુણો અનેકગણા ખીલવવા પુરુષાર્થી થાય છે અને એના પરિણામમાં તેના જીવનમાં અનેક ગુણો પ્રગટી ચંદ્ર જેવી શીતળતા ફેલાઈ જાય છે. આમ ઘનાત્મક રીતે સૂરિજીએ આ ત્રણ કડીમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની વાતો ગૂંથી લીધી છે.
આ ત્રણ શ્લોકમાં સૂરિજીએ મોક્ષમાર્ગની સોપાન શ્રેણીરૂપ રત્નત્રયી, જ્ઞાન-દર્શન-ચારિત્રનું દર્શન કરાવ્યું છે. હે પ્રભુ ! અનેક જન્મોથી કર્મોનો બંધ કર્યો અને ભૌતિક સુખમાં રાચતો રહેલો આ આત્મા, પંચેન્દ્રિયના વિષયમાં લગભગ નષ્ટ થઈ ગયો. ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અંધ બનીને પારસમણિને પથ્થર બનાવવા સમાન પ્રવૃત્તિ કરી. પરંતુ હે પ્રભુ ! એક ક્ષણમાં તે બધું નષ્ટ થઈ ગયું અને તેમ થવાનું કારણ આપના મુખનું દર્શન. પ્રભુ, તારા અલૌકિક મુખના દર્શનથી સર્વ પ્રકારનાં દુઃખ, સંકટ, પાપ, કષાયથી મુક્તિ થાય છે.
તાત્પર્ય, હે પ્રભુ ! આપને હું ચંદ્ર જેવા કહું ? પણ તે કેમ શક્ય છે ? કારણ કે આપ તેથી પણ વિશેષ છો. ચંદ્રમાની જેમ આપને રાહુ કે વાદળાં ગળી શકતાં નથી. તમે તો સદા પ્રકાશમાન છો. મોહરૂપી મહાઅંધકારને દૂર કરનાર છો. આપનું પદ્મ સમાન પ્રફુલ્લિત મુખારવિંદ અપૂર્વ કાંતિથી શોભે છે. જ્યાં મોહ કે અંધકાર ન હોય પણ આત્માનું અજવાળું દેહના રૂપમાંથી પ્રકાશતું હોય ત્યારે તેવી કાંતિને કઈ ઉપમાથી ઓળખાવવી ? તેથી જ પ્રભુનું મુખ ચંદ્ર કરતાંય સુશોભિત જ્ઞાનચંદ્રરૂપ સૂરિજીને જણાય છે. શ્લોક ૧૯મો
किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा ? युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ! । निष्पन्नशालिवन शालिनि जीवलोके, कार्यं कियज्जलधरैर्जलभारनम्रैः ।।१९।।
અંધકારને પ્રભુ મુખરૂપી ચંદ્રમા જો નસાડે, રાત્રે ચાંદો દિન મહિં રવિ માનવા તો જ આડે, જે ક્યારામાં શુભ રીત વડે શાલિ પાકી અતિશે, તેમાં ક્યારે પણ નવ અહા મેઘનું કામ દીસે. (૧૯)
શબ્દાર્થ
નાથ - સ્વામિનૢ તમસ્તુ વહિતેષુ – અંધકારનો નાશ થયે છતે યુઘ્નન મુàન્તુ – આપના
Page #260
--------------------------------------------------------------------------
________________
શર્વરીદ્યુ – રાત્રિને વિષે - રાત્રિ દરમ્યાન
મુખરૂપી ચંદ્ર વડે વડે શું ? વા અથવા અગ્નિ – દિવસને વિષે – દિવસ દરમ્યાન વિવસ્વતા ક્િ
સૂર્યને ઊગવા વડે શું ? નિષ્પન્ન પક્વ એવા શાલિવન – ધાન્યનાં ખેતરો વડે શાલિનિ
પાણીના ભાર વડે નીચા નમેલાં
શોભતી એવી નીવતોò - પૃથ્વીને વિષે ખતમાર નમ્ર વાદળાંઓ વડે યિત્ વ્હાર્યમ્ - શું પ્રયોજન ?
નનધરે:
ભાવાર્થ :
—
શ્રી ભક્તામર સ્તોત્ર : 241 શશિના વ્હિમ્ – ચંદ્રના ઊગવા
અથવા
-
હે સ્વામિન્ ! આપના મુખરૂપી ચંદ્રથી જ અંધકાર નષ્ટ થઈ જાય પછી રાત્રે ચંદ્રને ઊગવાનું શું પ્રયોજન ? અથવા દિવસને વિષે સૂર્યને ઊગવાનું શું કામ ? પૃથ્વીને વિશે પક્વ ધાન્યથી ખેતરો શોભિત થયા પછી પાણીના ભારથી નીચે નમેલાં એવાં વાદળોથી શું પ્રયોજન હોય ? તાત્પર્ય કે કાંઈ જ નહિ.
વિવેચન : ગાથા ૧૯
સ્તોત્રકાર સૂરિજીએ જિનેન્દ્રદેવની સ્તુતિ કરતાં કરતાં અનેક પ્રતીકો અને વિવિધ ઉપમાઓ સાથે તુલના કરી. પરંતુ તુલનામાં દીપક, સૂર્ય કે ચંદ્રમા ત્રણેય તેમને અનુચિત લાગ્યા. જ્યારે કોઈ પણ તુલનામાં તુલ્ય ન મળ્યું ત્યારે સૂરિજી ભક્તિરસમાં તરબોળ બની ગયા. તેઓ ભક્તિની એવી ચ૨મસીમાએ પહોંચી ગયા કે જ્યાંથી ભક્તને માત્ર ભગવાન જ દેખાય, અન્ય કશું જ ન દેખાય. ભક્તિના આવા ઉત્તુંગ શિખર પર પહોંચીને સ્તોત્રકાર સૂરિજી અસ્ખલિત ધારાએ સારભૂત શબ્દોથી સ્તોત્રની રચના કરી રહ્યા છે. હવે તેઓ કહે છે કે, ‘હે નાથ !’ તમારા મુખરૂપી ચંદ્રના પ્રકાશથી આ જગતનો સમસ્ત અંધકાર નાશ પામી ગયો છે. હવે રાત્રિએ ચંદ્રને ઊગવાનું પ્રયોજન શું ? અને દિવસે સૂર્યને ઊગવાનું પ્રયોજન શું ? તાત્પર્ય કે તમે સમસ્ત અંધકારનો નાશ કર્યા પછી સૂર્યચંદ્રએ અંધકારનો નાશ કરવાનો રહેતો નથી; એટલે તેમનો આ પ્રકારનો ઉદય નિષ્ફળ છે. પૃથ્વી પાકેલા ધાન્યનાં ખેતરોથી શોભી ઊઠે છે. પછી જળભરી વાદળીઓનું કામ શું હોય છે ? તાત્પર્ય કે તેમનું આગમન નિષ્પ્રયોજન હોય છે, તે જ રીતે ચંદ્ર અને સૂર્યનું પૃથ્વી પરનું ઊગવું નિષ્પ્રયોજન છે.
સૂર્ય અને ચંદ્રમા પ્રભુના મુખની તેજોમય કાંતિ કરતાં વિશેષ પ્રકાશમાન નથી. તો સૂર્ય અને ચંદ્રમાની વિદ્યમાનતાની આવશ્યકતા શું છે ? સ્થૂળ દૃષ્ટિએ વિચારતાં આ વાત અવ્યવહારિક અને બાળકબુદ્ધિ જેવી લાગે છે. સૂર્ય અને ચંદ્રનો કોઈ વિકલ્પ હોઈ શકે ખરો ? તેના વગર આ જગતનું કોઈ કાર્ય થઈ શકે ખરું ? કારણ દિવસની શોભા સૂર્ય થકી છે અને સૂર્યનું કાર્ય દિવસે ઉદિત થવાનું છે. તેવી જ રીતે રાત્રિની શોભા ચંદ્ર થકી છે. રાત્રે તે ઉદય પામીને શીતળ ચાંદની ફેલાવે છે. પરંતુ સૂરિજી આ બન્ને સચ્ચાઈને નકારી રહ્યા છે. સૂરિજી ભક્તિના ચરમ શિખરે પહોંચી ગયા છે, જ્યાં તેમને પ્રભુની વિદ્યમાનતા સિવાય અન્ય કોઈના પ્રકાશિત થવાની
Page #261
--------------------------------------------------------------------------
________________
242 * ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
આવશ્યકતા જણાતી નથી. તેમને એમ લાગે છે કે, પ્રભુ સ્વયં સૂર્ય અને ચંદ્રમાની જેમ જગતનું અંધારું દૂર કરવા સમર્થ છે. આ બંનેનું કાર્ય પ્રભુનું મુખ જ કરી લે છે તો આ બંનેની જરૂ૨ છે ખરી ? ના કશી જ નહિ !
સ્તોત્રકાર સૂરિજી પોતાની વાતનું સમર્થન પણ ખૂબ સારી રીતે કરે છે. પ્રકૃતિમાંથી મળતું અનુરૂપ ઉદાહરણ તેઓ આપે છે. ખેતરમાં જ્યારે બીજ વાવવામાં આવે છે ત્યારે પાણી કે વરસાદની આવશ્યકતા રહે છે. પરંતુ જ્યારે ખેતરોમાં પાક ઊગીને લણવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે જળભરી વાદળીને વ૨સવાની જરૂર રહેતી નથી. કારણ કે હવે તૈયાર પાકને પાણીની આવશ્યકતા રહેતી નથી. આ ઉદાહરણ દ્વારા સૂરિજી આપણને એ સમજાવે છે કે અમુક કાર્યની સિદ્ધિ થતાં, તે કાર્યમાં નિમિત્ત બનતાં સાધનોની આપણને જરૂરત રહેતી નથી. આ વિશ્વ પર અંધકાર છવાયેલો હોય છે, તેને દૂર કરવા માટે દિવસે પ્રકાશિત થતા સૂર્યની જરૂર પડે છે. અને રાત્રિના સમયે ઉદય પામતા ચંદ્રમાની જરૂર પડે છે. પરંતુ આ અંધકારને દૂર કરવાનું કાર્ય તો પ્રભુનું મુખમંડલ કરે છે તો પછી દિવસ અને રાત્રિના સમયે પ્રકાશિત થતાં સૂર્ય અને ચંદ્રમાની આકાંક્ષા શા માટે રાખવી જોઈએ ? પ્રભુનું મુખારવિંદ જ્યારે જગતને પ્રકાશિત કરતું હોય ત્યારે સૂર્ય-ચંદ્રમા દખલગીરીકર્તા લાગે છે. આ બંનેનું જે કાર્ય છે તે પ્રભુના મુખમંડલ દ્વારા થઈ જાય છે અને તે પણ ત્રણે લોકને એકસાથે પ્રકાશિત કરે છે. ત્યારે જગતને વારાફરથી પ્રકાશિત કરવામાં નિમિત્તરૂપ બનતાં સૂર્ય અને ચંદ્રમાનું ઊગવું નિષ્પ્રયોજનરૂપ છે.
બીજી દૃષ્ટિએ સમજાવતાં આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “આચાર્ય માનતુંગ કહે છે કે મારું તાત્પર્ય એ નથી કે સૂર્યની કોઈ જરૂર નથી. હું એમ નથી કહેતો કે ચંદ્રની કોઈ જરૂર નથી. તેમની આવશ્યકતા છે, પરંતુ તે આવશ્યકતા તો જગતને છે, મારે નહિ. મને પ્રકાશ મળી ગયો, મને શાંતિ મળી ગઈ અને સૌથી મોટી વાત તો એ છે કે પ્રકાશ અને શાંતિ આપનાર મારો ભગવાન મને મળી ગયો. હવે મારે શું જોઈએ ?’૨૧
તાત્પર્ય કે સૂરિજી એવી ઉત્કૃષ્ટ ભૂમિકા પર પહોંચી ગયા હતા જ્યાં જગતના જીવોને જેની અતિ આવશ્યકતા છે તે સૂર્ય-ચંદ્રના પ્રકાશની તેમને જરૂર રહી ન હતી. તેમને તો પ્રભુના મુખમાં જ તેજોમય કાંતિનાં દર્શન થઈ ગયાં હતાં અને પરમ શાંતિ આપનાર પ્રભુ મળી ગયા હતા. પછી આ મિથ્યા, મોહરૂપી સૂર્ય-ચંદ્રના પ્રકાશની જરૂર રહી ન હતી કારણ તેમનો પાક તૈયાર થઈ ચૂક્યો હતો.
સૂરિજીના આ ઉત્કૃષ્ટ ભાવને સમજાવતાં સાધ્વી ડૉ. દિવ્યપ્રભા લખે છે કે, “આત્મા જ્યાં સુધી પરમાત્માની ભક્તિ બાહ્ય રૂપે કરે છે, ત્યાં સુધી તે ૫૨માત્માથી ભિન્ન છે. ભક્તિની પરાકાષ્ઠાએ આ ભિન્નતા સમાપ્ત થાય છે, અને ભિન્ન એ અભિન્ન બની જાય છે.
અહીં ધાન્યનો પાક તૈયાર થઈ જતાં પાણીની નિરર્થકતા બતાવીને સાધકની ઉચ્ચદશાનું અવલોકન કરાવ્યું છે. સાધક કહે છે, 'હે પરમાત્મા ! તને સૂર્ય કહું કે ચંદ્ર ? હું પોતે પણ એક
Page #262
--------------------------------------------------------------------------
________________
243
શ્રી ભક્તામર સ્તોત્ર સૂર્ય છું, પરંતુ એ કે જેનું સહજ સ્વરૂપ અપ્રગટ છે. તેથી તે અનુદીય છે. એક વખત સાધનાની પરિપક્વતા આવી જતાં મારો આત્મસૂર્ય અથવા આત્મવિધુ સ્વયં પ્રકાશમાન-ઉદીયમાન બની જશે. પરિપક્વતા માટે જ હે પ્રભુ ! તારું સ્મરણ કરી પ્રકાશમાન થવા પ્રયત્ન કરું છું. જ્યારે હું પોતે પ્રકાશમાન બની જઈશ, ત્યારે તારામાં અને મારામાં શો તફાવત રહેશે ? અર્થાત્ કંઈ જ નહિ.''
,,રર
અહીં સૂરિજી પ્રભુ સમક્ષ પોતાના અપ્રગટ સ્વરૂપની સંવેદના પ્રગટ કરીને, જિનેશ્વરદેવની પરમ કૃપાથી શીઘ્ર પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિની શુભ કામના કરે છે. ‘આત્મા જ પરમાત્મા સ્વરૂપ છે.’ એ ઉક્તિને સમર્થન આપે છે.
પ્રભુ અતીન્દ્રિય જ્ઞાનનો પ્રકાશ દેનાર છે. હે ભગવાન ! અમને જ્ઞાનપ્રકાશ દેનાર આપ જ્યાં બિરાજો ત્યાં અમને સૂર્ય-ચંદ્રનાં તેજ પણ ઝાંખાં લાગે છે. સૂર્ય-ચંદ્રનો પ્રકાશ તો ઇન્દ્રિયજ્ઞાનના નિમિત્ત છે, ને આપ તો અતીન્દ્રિય જ્ઞાનનો પ્રકાશ દેનારા છો. આપના દેહનું તેજ પણ કોઈ અલૌકિક-આશ્ચર્યકારી છે અને અંદર આત્માનું ચૈતન્ય તેજ પણ અચિંત્ય-આશ્ચર્યકારી છે. જેમ ખેતરમાં ભરપૂર અનાજ પાકી ગયા પછી વરસાદની શી જરૂર ? તેમ આપ જ્યાં બિરાજો ત્યાં પ્રકાશ જ છે - પછી સૂર્ય-ચંદ્રની શી જરૂર ? અને આત્મામાં અતીન્દ્રિયજ્ઞાન ખીલ્યું ત્યાં ઇન્દ્રિયોની કે તેના નિમિત્તરૂપ સૂર્ય-ચંદ્રના પ્રકાશની શું જરૂર ? જ્ઞાન તેજ ખીલી ગયું ત્યાં હવે પ્રકાશ-ઇન્દ્રિય વગેરેની પરાધીનતા રહેતી નથી. તેનો અદ્ભુત મહિમા ‘પ્રવચનસાર'માં કુંદકુંદાચાર્યે સમજાવ્યો છે. તેઓ ‘પ્રવચનસાર' ગાથા ૬૭માં કહે છે કે જો અંધારામાં દેખાય એવી આંખની જ શક્તિ હોય તો (બિલાડી વગેરેને) દીવાની શી જરૂર છે ? તેમ જો આત્મા પોતે સ્વભાવથી જ સુખરૂપ પરિણમ્યો છે તો વિષયો તેને શું કરે છે ? હે દેવ ! આપનું જ્ઞાન અને સુખ બંને બાહ્ય વિષયોથી નિરપેક્ષ છે, આપનું જ્ઞાન તો સ્વયંભૂ છે.
પ્રભુની પ્રાપ્તિ થતાં આત્મામાં જ્ઞાનપ્રકાશ પથરાઈ ગયો, અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ ગયો. તેથી કરીને હવે સૂર્ય-ચંદ્રની કોઈ જરૂ૨ નથી. અતીન્દ્રિય જ્ઞાનના પ્રાગટ્ય પછી હવે બાહ્ય વિષયોની જરૂર નથી. કારણ કે પ્રભુના અતીન્દ્રિય જ્ઞાનતેજ પાસે ઇન્દ્રિયજ્ઞાન તો સાવ ઝાંખાં પડી ગયાં. અતીન્દ્રિયજ્ઞાન ખીલ્યું ત્યાં હવે ઇન્દ્રિયોનું શું કામ છે ? સ્વાનુભૂતિમાં સાધકનું જ્ઞાન પણ ઇન્દ્રિયોથી અલગ થઈને, અલગ રહીને સ્વતંત્ર કામ કરે છે. જ્યાં પરિપૂર્ણતા હોય ત્યાં કયું કાર્ય કરવાનું બાકી રહે ? કશું જ નહિ. અહીં સ્થૂળ સ્વરૂપે ઇન્દ્રિયોને સૂર્ય-ચંદ્ર દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે અતીન્દ્રિયજ્ઞાનની પ્રાપ્તિનો શ્રોત પ્રભુના મુખારવિંદના દર્શનને જણાવ્યું છે.
પ્રભુનો મુખરૂપી ચંદ્રમા જ્યારે જગતને પ્રકાશિત કરે છે ત્યારે રાત્રે ચંદ્રમા અને દિવસે સૂર્ય આડો આવે છે. ચંદ્રમાની કાંતિ રેલાય છે અને અજવાળું ફેલાય છે એટલે જીવમાં જ્યારે ચારિત્રબળ ખીલતું જાય છે, અને આત્માના ગુણો ચોમેર ફેલાતા જાય છે ત્યા૨ે તેમ કરવામાં નિમિત્ત બનતાં જ્ઞાન અને દર્શનની (અર્થાત્ સૂર્ય અને ચંદ્રની) અગત્ય ઘણી અલ્પ બની જાય છે. જ્ઞાન અને દર્શનની સહાયથી જીવે ચારિત્ર પામવાનું હોય છે. જ્યારે સંપૂર્ણપણે ચારિત્રની પ્રાપ્તિ થાય છે ત્યારે જ્ઞાન અને દર્શનની અગત્ય ગૌણ થઈ જાય છે. જ્યાં ઉત્કૃષ્ટ ચારિત્ર હોય છે ત્યાં જ્ઞાન અને દર્શન
Page #263
--------------------------------------------------------------------------
________________
244 . || ભક્તામર સુભ્ય નમઃ || પણ તેમાં સમાયેલાં હોય જ છે.
ઉપરોક્ત કથાનુસાર જ્ઞાન-દર્શનચારિત્રરૂપી રત્નત્રયીમાંથી ચારિત્ર એ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનું ત્રીજું સોપાન છે. જ્ઞાન-દર્શન દ્વારા ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સાધકનું લક્ષ મોક્ષસુખની પ્રાપ્તિનું છે. જ્યારે આ રત્નત્રયી સાથે મળે છે ત્યારે મોક્ષમાર્ગનાં દ્વાર ખૂલી જાય છે અને એ સિદ્ધ થતાં તેમાં સાધકને સહાયભૂત થતાં નિમિત્તોની આસક્તિનો, તેના પ્રત્યેના લગાવનો ત્યાગ કરવાનો છે. અથવા તો આત્માની ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરવા માટે નીચેની ભૂમિકાઓનો ત્યાગ કરતા જવાનો છે. જેમ ખેતરમાં પાક તૈયાર થઈ ગયા પછી પાણીથી ભરેલાં વાદળાંઓની જરૂર રહેતી નથી તેવી જ રીતે આત્માને ઉત્કૃષ્ટ ચારિત્રની પ્રાપ્તિ કર્યા પછી તેમાં નિમિત્ત બનનારા જ્ઞાન-દર્શનરૂ૫ નિમિત્તાની જરૂર રહેતી નથી. જ્ઞાન-દર્શનનું કાર્ય ચારિત્ર દ્વારા સંપન્ન થઈ જાય છે. આ ગૂઢાર્થ દ્વારા સૂરિજી પ્રભુને વિનંતી કરે છે કે, હે પ્રભુ ! તમે મારા સર્વસ્વમાં એવા સતત વ્યાપી રહેજો અને કર્મબંધનનો નાશ કરવામાં એવા સહાયક થજો કે આપણે બંને ભિન્નમાંથી અભિન્ન બની જઈએ. અર્થાતુ મારામાં રહેલા શુદ્ધાત્માને પ્રગટાવવા માટે મારે અન્ય કોઈ દેવીદેવતાઓ કે નિમિત્તોનો સહારો લેવો ન પડે. પરંતુ આપના પરમાત્મ સ્વરૂપની સહાયથી મારો આત્મા પરમ-આત્મા બને. આમ આ ઉદાહરણમાં અભુત ભાવો ભરેલા છે જે અર્થપૂર્ણ તેમજ શાસ્ત્રોક્ત છે શ્લોક ૨૦મો
ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं, नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं
नैवं तु काचशकले किरणाकुलेऽपि ।।२०।। જેવું ઉંચું પ્રભુમહિ રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવો મહિ નવ દીસે જ્ઞાન એવું રૂપાળું; જેવી કાંતિ મણિમહિ અહા તેજના પુંજ માપી, તેવી કાંતિ કદિ નવ દીસે કાચની રે કદાપિ. (૨૦)
શબ્દાર્થ
તવ શમ્ – પ્રકાશને કરનારું - સ્થાન મેળવીને જ્ઞાનમ્ – જ્ઞાન યથા – જેવી રીતે ત્વયિ – આપનામાં વિમાતિ – પ્રકાશે છે . શોભે છે તથા – તે પ્રમાણે હરિરવિવું – હરિહર વગેરેમાં - શંકર-વિષ્ણુ આદિમાં નાયડુ – અન્ય લૌકિક દેવોમાં ન – એ પ્રમાણે નહિ, નથી જ પ્રકાશનું રળવું – ચમકતાં મહારત્નોમાં યથા મહત્ત્વયાતિ – જેવું મહત્ત્વ પ્રાપ્ત કરે છે જિરાપુને ર – કિરણોથી વ્યાપ્ત હોવા છતાં વિશ? – કાચના ટુકડામાં
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર = 245 તુ – તો, તેવું નામ – એ પ્રમાણે નહિ જ, નથી જ પ્રાપ્ત કરતું તે – પ્રકાશ, તેજ ભાવાર્થ :
“હે નાથ ! પ્રકાશને કરનારું જ્ઞાન, જેવું આપનામાં શોભે છે, તેવું હરિહર આદિ દેવોમાં પ્રકાશતું–શોભતું નથી. જે તેજ-પ્રકાશનો સમૂહ મહારત્નોમાં જેવું મહત્ત્વ પામે છે તેવું કિરણોથી વ્યાપ્ત હોવા છતાં કાચના ટુકડામાં પ્રાપ્ત કરતો નથી. વિવેચન : ગાથા ૨૦
ઓગણીસમા શ્લોકમાં પ્રભુજીનું મુખારવિંદ સૂર્ય અને ચંદ્રમા કરતાં વધારે કાંતિમાન હોવાને કારણે તેમના સાંનિધ્યમાં હોઈએ ત્યારે સૂર્ય કે ચંદ્રમાની જરૂર રહેતી નથી તે બતાવ્યું. હવે આ શ્લોકમાં પ્રભુના અતિઉત્કૃષ્ટ અને મહિમાવંત જ્ઞાનનો પ્રભાવ સૂરિજી બતાવે છે.
પ્રભુમાં રહેલું જ્ઞાન, સ્તોત્રકાર સૂરિજીને સર્વોત્તમ જણાયું છે. તેઓ કહે છે કે, હે ભગવાન તમે રૂપમાં અદ્વિતીય છો, તેમ જ્ઞાનમાં પણ અદ્વિતીય છો. જ્યાં તમારું જ્ઞાન ! અને ક્યાં અન્ય લૌકિક દેવોનું જ્ઞાન ! તમારા પ્રરૂપેલા સૂત્ર-સિદ્ધાંતો દ્વારા મને તમારા જ્ઞાનનો પરિચય થયો છે. અને વેદપુરાણો વગેરેના વચનો પણ મેં સાંભળ્યા છે. તેમાં તમારા વચનો પરસ્પર વિરોધ વિનાનાં જણાયાં છે, જે તમારા પૂર્ણ જ્ઞાનની પ્રતીતિ કરાવે છે, જ્યારે અન્યનાં વચનો પરસ્પર વિરોધી જણાયાં છે, જે અપૂર્ણ જ્ઞાનનાં સૂચક છે. તમારા જ્ઞાનમાં વસ્તુનિરૂપણનો અતિ સુંદર પ્રકાશ છે, તેથી તે પરમ શોભા પામે છે, જ્યારે અન્ય લૌકિક દેવોનાં જ્ઞાનમાં તે પ્રકારનો પ્રકાશ નહિ હોવાથી તે શોભા પામી શકતું નથી. પરંતુ આમ બનવું સહજ છે. કારણ કે તેજનો સમૂહ વજ, વૈર્ય, પદ્મરાગ, ઇન્દ્રનીલ વગેરે રત્નોમાં જેટલો શોભી ઊઠે છે, તેટલો કાચના ટૂકડામાં શોભી ઊઠતો નથી, પછી ભલે તે કિરણોથી ગમે તેટલો ચમકતો હોય ! તાત્પર્ય કે તમારું જ્ઞાન મહારત્ન જેવું છે અને બીજાઓનું જ્ઞાન કાચના ટુકડા જેવું છે.
પ્રભુમાં રહેલું જ્ઞાન અભુત છે. જે જ્ઞાન અન્ય કોઈ લૌકિક દેવોમાં જોવા મળતું નથી. જ્ઞાનને પ્રભુમાં જે સ્થાન પ્રાપ્ત થયું છે તે તેને અન્યત્ર ક્યાંય પ્રાપ્ત થયું નથી. આપના જેવો અનન્ય આત્મા જ્ઞાનને ક્યાંય મળ્યો નથી અથવા આપને પ્રાપ્ત કરી લીધા પછી અન્યનું શરણ મેળવવાની તેને જરૂર પડી નથી. જે કેવળજ્ઞાન રૂપી જ્ઞાન આપે પ્રાપ્ત કર્યું છે તે અન્ય કોઈ દેવોએ પ્રાપ્ત કર્યું નથી. અર્થાત્ પ્રભુ પાસે તો કેવળજ્ઞાન છે જેના દ્વારા એક નાનામાં નાના પરમાણુનું જ્ઞાન થાય છે. અન્ય કોઈ આટલું સૂક્ષ્મતાપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી, જ્યાં સુધી આત્મા ઘાતી અને અઘાતી કર્મો અને અન્ય કષાયોથી મુક્ત થતો નથી ત્યાં સુધી આટલું સૂક્ષ્મતાપૂર્વકનું જ્ઞાન તેને થતું નથી. કારણ કે જ્યાં સુધી કર્મની નિર્જરા ન થાય ત્યાં સુધી નવાં કર્મોનું સંવર ચાલુ રહે છે, આત્મા નિર્મળ અને શુદ્ધાત્મા બનતો નથી. તેથી આવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં કર્મોની અશુદ્ધિ બાધારૂપ બને છે. જો ઘાતી અને અઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ થાય તો જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ
Page #265
--------------------------------------------------------------------------
________________
246 * || ભક્તામર તુલ્યું નમઃ II
થાય છે અને આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાથી જ ત્રણે લોક અને ત્રણે કાળનું આટલું સૂક્ષ્મતાપૂર્વકનું જ્ઞાન થવું શક્ય બને છે. તેથી જ પ્રભુને સર્વજ્ઞ માનવામાં આવે છે.
આચાર્ય મહાપ્રજ્ઞને અહીં સૂરિજીના વિચારમાં દાર્શનિકતા જણાય છે. તેઓ જણાવે છે કે, “આ શ્લોકની સાથે આચાર્ય માનતુંગ એક દાર્શનિક ચર્ચાનો પ્રારંભ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, આપનામાં જ્ઞાનનો પ્રકાશ છે તે અન્યત્ર નથી. તેનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આપે આત્માનું જે દર્શન આપ્યું તેવું અન્ય કોઈએ નથી આપ્યું.” તેઓ આગળ જણાવે છે કે, “બીજું પ્રમાણ એ છે કે આપે આત્માના કર્તૃત્વનું પ્રતિપાદન કર્યું. આત્મા જ કર્તા છે, અન્ય કોઈ નહિ. આપણાં સુખ-દુઃખનો કર્તા આપણો આત્મા જ છે. સુખ-દુઃખ આત્મા કૃત છે એવું બીજા કોઈએ કહ્યું નથી. માનતુંગે કહ્યું કે, અન્ય દર્શનોમાં માત્ર વિસંગતિ જ જોવા મળે છે. એવું કોઈ દર્શન નથી કે જેમાં સંગતિ હોય. પ્રારંભથી અંત સુધી, ઉપક્રમથી ઉપસંહાર સુધી સુસંગતિ જળવાઈ રહેવાનું અત્યંત મુશ્કેલ છે. એ ત્યારે જ શક્ય છે કે જ્યારે કેવળજ્ઞાન કે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય.'
,,૨૩
શ્રી જિનેશ્વરદેવે આત્માનું દાર્શનિક સ્વરૂપ સૌપ્રથમ સમજાવ્યું. આત્માનું પ્રતિપાદન કર્યું. આત્માના શાશ્વત સ્વરૂપને સમજાવ્યું. આત્મા તો અમર છે પરંતુ આત્મા સાથે જોડાયેલાં સ્વરૂપોમાં પરિવર્તન થયા કરે છે. જે પ્રમાણેનાં કર્મો તે પ્રમાણે આત્માનું બાહ્ય-સ્વરૂપ બદલાતું રહે છે. જેમ જેમ કષાયો – ઘાતી-અઘાતી કર્મો નો નાશ થતો જાય છે તેમ આત્મા વધારે નિર્મળ, પારદર્શી બનતો જાય છે. કર્મોના નાશ સાથે મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
1
જ્ઞાનનો પ્રકાશ જેવો પ્રભુમાં જોવા મળે છે તેવો અન્યત્ર ક્યાંય જોવા મળતો નથી. અન્ય દેવો હરિહર જેવામાં પણ પ્રભુના જ્ઞાનનો પ્રકાશ જોવા મળતો નથી. જેવું જ્ઞાન શ્રી જિનેશ્વરદેવને પ્રાપ્ત થયું હોય છે તેવું જ્ઞાન અન્ય કોઈનામાં પણ જોવા મળતું નથી. જે તેજનો સંપુટ રત્નમણિમાં જોવા મળે છે તેવો કાચના ટુકડામાં મળતો નથી. જોકે કાચના ટુકડા સૂર્યના પ્રકાશનું કે અન્ય કોઈ પ્રકાશના સંસર્ગમાં આવતાં ચમકી ઊઠે છે, પરંતુ જે તેજવલયો, આભા, કાંતિ રત્નમણિમાં હોય છે તે કાચમાં નથી હોતાં. એમ પ્રભુના જ્ઞાનની સરખામણીમાં અન્ય દેવોનું જ્ઞાન સાગરમાં બિન્દુ સમાન ગણાય. અર્થાત્ દેવો પ્રભુ સમક્ષ અલ્પજ્ઞાની જ ગણાય.
સામાન્ય રીતે એકલો કાચ જોઈએ ત્યારે તે પ્રકાશિત લાગે છે, પણ તેની બાજુમાં શુદ્ધ મણિરત્ન હોય તો તેનું તેજ કાચ કરતાં ઘણું વધારે લાગે છે. મિણ અને કાચ બંનેમાં તત્ત્વો તો સમાન છે પણ કાચમાં અમુક પ્રકારની અશુદ્ધિઓ રહેલી હોય છે, તેથી તે ક્યારેય મણિ જેટલો તેજસ્વી લાગતો નથી. જો એ અશુદ્ધિ કોઈ પણ પ્રકારે દૂર કરી શકાય તો તે મણિ જેવો તેજસ્વી બની શકે. એ જ રીતે ઇન્દ્રાદિમાં જ્ઞાન તો છે, પણ તેઓ ઘાતી કર્મોથી લેપાયેલાં છે એટલે તેમનું તેજ ઢંકાયેલું છે. જ્ઞાન સંપૂર્ણ ખીલ્યું હોતું નથી, પણ જેમ જેમ કર્મોનો નાશ થાય, અશુદ્ધિઓ દૂર થાય તેમ તેમ તે મતિ અને અવધિજ્ઞાન વિશુદ્ધ થતાં થતાં કેવળજ્ઞાનમાં પરિણમે છે. મતિ, શ્રુત આદિ જ્ઞાન કેવળજ્ઞાન રૂપે વિરમે છે. આથી વિશુદ્ધ જ્ઞાનની તોલે અશુદ્ધ જ્ઞાન ન આવે.
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર ર 247
આત્મા પર જ્યારે ઘાતી કર્મોનું આવરણ લેપાયેલું હોય છે ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવી અશક્ય હોય છે. જેમ જેમ કર્મનાં પડળો ઓછાં થતાં જાય તેમ તેમ આત્મા નિર્મળ-નિજસ્વરૂપ ધારણ કરતો જાય ત્યારે જ્ઞાનની માત્રામાં વધારો થતો જાય. અર્થાત્ પાંચ પ્રકારના જ્ઞાનની એક પછી એક પ્રાપ્તિ થતી જાય. જ્યારે આત્મા તેનું શુદ્ધ નિજ-સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
કેવળજ્ઞાની શ્રી જિનેશ્વરદેવનું શરણું સ્વીકાર્યા પછી અન્ય હરિહરાદય દેવોના શરણમાં જવાનો મનને મોહ થતો નથી. હે વિભુ ! ત્રણ લોકના ઇન્દ્ર જેને પૂજે એવું મહાન કેવળજ્ઞાન તો આપનામાં જ શોભે છે. આપના જેવી પવિત્રતા કે આપના જેવાં પુણ્ય બીજાને હોતાં નથી. પ્રભો ! અજ્ઞાનદશામાં કાંઈ ખબર ન હતી ત્યારે તો કાચના કટકા જેવા રાગી-દ્વેષી કુદેવોને મેં પૂજ્યા, પણ હવે ત્રણ લોકમાં તેજ પાથરનારા આપ સર્વજ્ઞ રત્નમણિ મને મળ્યા, મેં આપને ઓળખ્યા, હવે આપને છોડીને બીજે ક્યાંય મારું મન મોહતું નથી. અન્ય રાગી જીવોને ભલે જગતમાં કરોડો જીવો પૂજતા હોય પણ મારા ચિત્તમાં તો વીતરાગ એવા આપ જ વસ્યા છો. સાચો મણિ કોઈકને જ મળે છે. કાચના કટકા તો ચારેકોર રખડતા હોય છે, તેમ કુદેવોને માનનારા તો કરોડો જીવો હોય છે, પણ સર્વજ્ઞ-વીતરાગદેવને ઓળખનારા જીવો તો અતિ વિરલ હોય છે. હે દેવાધિદેવ ! આપના જેવું જ્ઞાન અને આપના જેવી વીતરાગતા જગતમાં બીજે ક્યાંય નથી. અતીન્દ્રિય સ્વસંવેદન-જ્ઞાનમાં અમને આપ ચૈત્યમણિ દેખાયો તેના ચૈતન્ય તેજ પાસે અન્ય તો કાચના કટકા જેવા લાગે છે તે મારા ચિત્તને આકર્ષી શકતા નથી.
અજ્ઞાન દશામાં અન્ય દેવોના ચરણનું શરણ સ્વીકાર્યું હતું, પરંતુ હવે પ્રભુની સર્વજ્ઞતા અને કેવળજ્ઞાનનો મહિમા જાણ્યા પછી કોણ અન્ય દેવોના શરણમાં જાય. સર્વજ્ઞ કેવળજ્ઞાની જેવા ચિંતામણિ-રત્ન સમાન ચૈતન્યરત્નની પ્રાપ્તિ થયા પછી કાચના ટુકડા તરફ કોણ આકર્ષિત બને ? કોઈ જ નહિ. પ્રભુને પ્રાપ્ત થયેલું કેવળજ્ઞાન આત્માની વિશુદ્ધિ દર્શાવે છે તેથી જ સૂરિજીએ પ્રભુને કર્મમુક્ત શુદ્ધ રત્ન-મણિ સમાન ગણાવ્યા છે અને ત્યાં પ્રભુનું અનન્યપણું દર્શાવ્યું છે. અહીં પ્રભુ પ્રત્યે સૂરિજીનો અનન્ય પ્રેમ પ્રગટ થાય છે.
શ્લોક ૨૧મો
मन्ये वरं हरिहरादय एव दृष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येन नान्यः હશ્વિન્મનો હરતિ નાથ ! મવાન્તરેડપિ ||શા
જોયા દેવો પ્રભુજી સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજ મહિં અહા ચિત્ત તો સ્થિર થાતું; જોયા તેથી મુજ મન મહિં ભાવના એ ઠરે છે, બીજો કોઈ તુજ વિણ નહિ ચિત્ત મારું હરે છે. (૨૧)
Page #267
--------------------------------------------------------------------------
________________
248 છે || ભક્તામર સુભ્ય નમઃ |
શબ્દાર્થ
નાથ – હે સ્વામી - હે નાથ ! મને – હું માનું છું કે રિહરાવ: – હરિહર વગેરે લોકિક દેવો, વરમ્ – તે સારું જ થયું, તૃષા: – મારાથી જોવાયા – મેં જોયા, વેધુ વૃષ્ટપુ – જેમના જોવાથી - જેમના દેખાવ ઉપરથી, દેવયમ્ – મારું હૃદય, ત્વયિ તોષમ ણત – આપનામાં સંતોષ પામે છે, ઉમ્ – વિશેષ શું ?, વિક્ષિતેના મવતી – આપને જોવાથી, વેન – જેથી, જેના વડે, મુવિ - ભૂમંડલમાં, ન્ય: વર્િ – બીજા કોઈ પણ, અન્ય કોઈ મવાન્તરે માં – ભવાંતરમાં પણ - હવે પછીના ભાવોમાં પણ, મનો ન દરતિ – મનને હરી શકશે નહિ, મનનું હરણ કરતો નથી. ભાવાર્થ :
“હે નાથ ! હરિ, હર આદિ લૌકિક દેવોને મેં જોઈ લીધા, તે સારું જ થયું, એમ હું માનું છું. કારણ કે તેઓને જોયા પછી મારું હૃદય આપનામાં જ સંતોષ પામે છે. વિશેષમાં આપને જોવાથી મને એ લાભ મળ્યો કે હવે સમસ્ત ભૂમંડલમાં આ ભવ કે હવે પછીના ભાવોમાં અન્ય કોઈ પણ મારા મનનું હરણ કરી શકશે નહિ.” વિવેચન : ગાથા ૨૧
આગળના શ્લોકમાં સૂરિજીને પ્રભુનું જ્ઞાન સર્વશ્રેષ્ઠ લાગ્યું છે, અને તેઓ પરમ પદ પામવા પરમાત્માને અનુસરી રહ્યા છે. પ્રથમ તેઓને શ્રી જિનેશ્વરદેવની ઓળખાણ થઈ ન હતી અને તેઓ કોઈ એક દેવ પ્રત્યે મન સ્થિર કરી શક્યા ન હતા. તે સમયે તેમણે જુદા જુદા દેવો વિશે
અધ્યયન કર્યું હતું. અર્થાત્ અન્ય દેવો વિશે જ્ઞાન મેળવવામાં સમય પસાર કર્યો હતો. આથી સૂરિજીને - રિયર આવે છે કે તેમણે અત્યાર સુધી શ્રી જિનેશ્વરદેવના સાનિધ્ય સિવાયના અન્ય દેવો વિશે જાવામ સમય પસાર કર્યો તે યોગ્ય હતો કે અયોગ્ય ? આ વિશે મનોમંથન કરતાં તેમને લાગ્યું કે જે થયું તે યોગ્ય જ થયું છે, શા માટે આવું થયું તે યોગ્ય થયું છે તે તેમણે આ શ્લોકમાં સંકોચ વિના રજૂ કર્યું છે.
સ્તોત્રકાર સુરજી દે છે કે, હે નાથ ! હે દેવોત્તમ ! મેં હરિહર વગેરે લોકિક દેવોને જોયા. તે એક રીતે સારું જ થયું છે, કેમ કે તેમને જોયા પછી હવે મારું હૃદય તમારાથી જ સંતોષ પામે છે.’ હરિહર વગેરે દેવોની મૂર્તિ જોઈએ તો કોઈના મુખ પર હાસ્ય છે. તો કોઈના મુખ પર શૃંગારની ગયા છે, તો વળી કોઈના મુખ પર ક્રોધ ભભૂકી રહ્યો છે. વળી કોઈની પાસે સંહારક શસ્ત્રો છે તો કોઈની પાસે રાગોત્પત્તિના પરમ કારણરૂપ સ્ત્રી ઊભેલી છે. તેમનાં આસનો ચિત્રવિચિત્ર છે. જ્યારે તમે તો સુખાસન પર યોગમુદ્રાએ બિરાજી રહ્યા છો અને તમારા મુખ પર અપૂર્વ શાંતરસ ઝળકી રહેલો છે. આમ બંનેનાં દર્શનમાં તમારું દર્શન જ મને શ્રેષ્ઠ લાગ્યું છે અને તેથી મને જે સંતોષ તથા શાંતિનો અનુભવ થઈ રહ્યો છે, તે અપૂર્વ છે. એનો લાખમો ભાગ પણ અન્ય લૌકિક દેવોનાં દર્શનથી થતો નથી.
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 249 અને તમારાં દર્શનથી મને જે એક મોટો લાભ થયો, તે પણ જણાવું. હવે પૃથ્વીના સમસ્ત પટ પર આ ભવમાં કે પરભવમાં અન્ય કોઈ પણ દેવ મારા મનનું હરણ કરી શકશે નહિ, અર્થાત્ ભવોભવ તમારા ચરણોની સેવા અને તમારું જ દર્શન મને પ્યારું લાગશે.
અહીં સૂરિજીએ લૌકિક દેવો હરિહર જોયાની વાત કરી છે. એ તો એનો શબ્દાર્થ થયો, પણ તેનું તાત્પર્યાર્થ અલગ થાય છે. કારણ કે સ્તોત્રકાર સૂરિજી આ પંક્તિઓમાં દર્શાવે છે કે કૃષ્ણ અને સૂરિજીના સમયકાળમાં હજારો વર્ષોનો તફાવત છે. તેવી જ રીતે શંકરને સૂરિજીએ જોયા નથી. શંકર અત્યંત પ્રાચીન જ્યારે સૂરિજી તો થોડા સૈકાઓ પૂર્વે થઈ ગયા છે. બ્રહ્માને જોવાની વાત પણ કંઈક આવી જ છે. સૂરિજીએ જે હરિહરને જોયા છે તેનો તાત્પર્યાર્થ સમજાવતાં આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “માનતુંગે કહ્યું કે મેં હરિ, હર વગેરેને જોઈ લીધા, તેનું તાત્પર્ય એ છે કે મેં તેમના વિચારોનો અભ્યાસ કરી લીધો.”
સૂરિજી કહે છે કે, “હે પ્રભો ! આ હરિહરાદિને મેં જોયા તે ઘણું સારું કર્યું. તે બધાને જોયા બાદ હવે મારું મન-હૃદય આપના સ્વરૂપદર્શનમાં એવા પરમ સંતોષને પ્રાપ્ત થયેલ છે કે આ ભવમાં કે ભવોભવમાં એટલે કે મારા સંસાર-ભવભ્રમણનો જેટલો કાળ બાકી છે તે દરમ્યાન મારા ચિત્તને કોઈ હરણ કરી શકશે નહિ. એટલે કે અન્ય કોઈ દેવો મારા મનમાં અહોભાવ કે આશ્ચર્ય ઉપજાવી શકશે નહિ.”
આચાર્ય મહાપ્રજ્ઞ પણ કંઈક આવું જ કહે છે કે, “મેં (સૂરિજીએ આપના અનેકાન્ત દર્શનનો અભ્યાસ કર્યો ત્યારે મને ખૂબ સંતોષ પ્રાપ્ત થયો. હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે કોઈ પણ અન્ય દર્શન મારા ચિત્તનું હરણ કરી શકતું નથી કે કોઈ પણ અન્ય દર્શનમાં મને સંતોષ મળતો
નથી.” ૨૫
બોધિ અને સમાધિની પ્રાપ્તિ એ શ્રી માનતુંગસૂરિની આ અમર રચના ભક્તામર સ્તોત્રનું હાર્દ છે. આવી જ ભક્તિભાવપૂર્વકની પ્રધાન ગાથા લોગસ્સ સૂત્રમાં પણ કરેલ છે :
કિરિય વંદિય મહિયા જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા !
આરૂષ્મ બોરિલાભ સમાવિરમુત્તમ દિંતુ III અર્થાત્ દિનરાત હું જેમની પ્રશંસા કરું છું, જેમને વંદન કરું છું, જેમનું રટણ કરું છું અને જેમનો મહિમા ગાયા કરું છું. એવા હે સિદ્ધ ભગવંતો! મને આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણ બસ એટલું આપો... તેનો અર્થ અને આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણની પ્રાપ્તિ થાઓ એમ જાણવું એટલે કે આપનાં કીર્તિનાદિથી બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવાની મને ઇચ્છા નથી.
સૂરિજીના હૃદયમાં જિનભક્તિનો જ્વલંત પ્રભાવ પ્રવાહિત થઈ રહ્યો છે, તેવા સમયે ભક્તિભાવથી કૃતકૃત્યતાપૂર્વક હૃદયના ઊંડાણમાં રહેલા ભાવો સૂરિજી દ્વારા વ્યક્ત થઈ રહ્યા છે. તેઓ કહે છે કે, હે પ્રભુ! આ ભવમાં કે ભવોભવમાં પણ આપના પ્રરૂપેલ મોક્ષમાર્ગને અનુસરીને મોક્ષ સુખને પ્રાપ્ત કરે તે સિવાયની અન્ય કોઈ લૌકિક ઇચ્છા મારા હૃદયમાં રહી નથી.”
Page #269
--------------------------------------------------------------------------
________________
250 | ભક્તામર તુલ્યુ નમઃ |
હે ભગવાન ! તમારા દર્શનમાં તમારી શાંત-સૌમ્ય વિરાગી મુખમંડળની પાછળ રહેલી આપની સર્વજ્ઞતા તેમજ વીતરાગતાનાં દર્શન થતાં, હું મારા હૃદયમાં એવો પરમ સંતોષ અનુભવું છું કે જ્યાં સુધી મારા સંસારની ભવભ્રમણા બાકી છે ત્યાં સુધી આપે દર્શાવેલા જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયી માર્ગનું મને આલંબન રહો. આ સૂરિજીએ ‘ત્વયિ તોપમેતિ' અને “ભવાંતરે પિ' આ બે શબ્દોનાં બે ટૂંકાં વાક્યોમાં બોધિ અને સમાધિની વાત અલ્કત તેમજ અનુપમ ભક્તિભાવપૂર્વક કરેલ છે. અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિનું નામ બોધિ અને પરભવભવોભવમાં તેને સાથે લઈ જવાનું તેનું નામ સમાધિ. આ માર્ગ જ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવા માટે આપે પ્રરૂપેલો છે અને તે ભવાંતરમાં પણ મને પ્રભાવિત કરતો રહેશે.
અત્યાર સુધીમાં સૂરિજીએ હરિહરના થયેલા અનુભવને કારણે હવે તેમને મળેલા ઉત્કૃષ્ટમાં મનમાં સ્થિર થયું છે. જેમાંથી હવે ચલિત થવું અસંભવિત છે. આવા ઉત્કૃષ્ટ શ્રી જિનેશ્વરદેવમાં હૃદયને સ્થિર થવાનો લાભ થયો છે. આથી હવે આનાથી વધારે ઉત્કૃષ્ટ કે નવીન મેળવવાની ઝંખનામાં કે ક્યાંય મૃગજળમાં જવાનું નથી. ડૉ. સરયૂ મહેતા અહીં જણાવે છે કે,
"ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ નવ સરે,
મસ્યભોગી બગલો, મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.” હે પ્રભો ! જો મને તું ભટક્યા વગર જ પ્રાપ્ત થયો હોત તો અધિકાર વિના મળેલી ઉત્તમ વસ્તુની જેમ હું તને સાચવી શકત નહિ, અને તે તારાથી છૂટી જવા જેવું થાત. પણ ખૂબ પ્રયત્ન મળેલી ઉત્તમ વસ્તુની સાચી કિંમત સમજાઈ હોવાને કારણે હું તારું ખૂબ જતન કરીશ, અને એમ જ પાત્રતા પછી મળેલી વસ્તુનું ઉત્તમ ફળ હું પામીશ.
વળી મારામાં એક જ ભાવના રમી રહી છે કે હવે તો તારા સિવાય મને કોઈ પણ આકર્ષ શકે તેમ નથી. બધાનો અનુભવ લીધા પછી (સંસાર અને પરમાર્થ) મારામાં સારાસારનો વિવેક પ્રગટ્યો છે અને તેના બળથી સ્પષ્ટ જણાય છે કે ઉત્તમ એવા તારા સિવાય મારા ચિત્ત પર પ્રભાવ પાડવા કોઈ સમર્થ નથી. કારણ કે બધા તો ત્રુટિઓથી ભરપૂર છે ત્યારે તું ત્રુટિઓથી
પર
છે. ૨૬
મૃગજળમાં ભટક્યા વગર જો જળની પ્રાપ્તિ થઈ જાય તો જળની કિંમત પ્રાપ્ત કરનારને મન એટલી નથી હોતી જેટલી મૃગજળ પાછળ ભટકનારને હોય છે તેમ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ જો સહેલાઈથી થાય તો તેની કિંમત મેળવનારને મન કોડીની હોય છે, અધિકાર, મહેનત વિના પ્રાપ્ત કરેલી વસ્તુ ગમે તેટલી ઉત્કૃષ્ટ કક્ષાની હોય પરંતુ તેને મન તે કોડીની છે. તેથી જ સૂરિજી કહે છે કે મેં હરિહરને ઓળખવાનો અભ્યાસ કરી લીધો પરંતુ તેમાં કોઈ જ્ઞાતા ન હતા એટલે કે સર્વજ્ઞ ન હતા. શ્રી જિનેશ્વરદેવને જોતાં જ સત્ય સમજાયું. પહેલાં પ્રભુ સિવાય બધાને જોયા પણ એમાં ક્યાંય પણ મોક્ષમાર્ગ ન મળ્યો, એટલે તેમાં ચિત્ત સ્થિર થયું નહિ. પરંતુ હવે સર્વજ્ઞવીતરાગ એવા પ્રભુ મળ્યા અને મોક્ષમાર્ગ મળ્યો. તેથી સૂરિજી કહે છે કે મારું મન-ચિત્ત સ્થિર
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 251 થયું. અરિહંત ભગવાનમાં જ સર્વજ્ઞ-વીતરાગત્વ હોય છે. જે મોક્ષમાર્ગના દાતાર છે અને તેથી જ મારું મન આપમાં લલચાયું છે, અને જગતનાં બીજાં કોઈ તત્ત્વમાં હવે મને લાગતું નથી. તેથી આ ભવમાં કે ભવોભવમાં આપના દર્શાવેલ માર્ગમાંથી ચલિત થઈશ નહિ, અને અન્ય કોઈ પણ દેવ મારા મનનું હરણ કરી શકશે નહિ. અનાદિકાળના હરિહરાદિ દેવો જે સંતોષ ન આપી શક્યા તે સંતોષ આપના શાંત-સૌમ્ય મુખમંડળથી પ્રાપ્ત થઈ ગયો. પહેલાં ક્યારેય આવો સંતોષ ન મળ્યો, હવે આપના માર્ગમાં શુદ્ધાત્માનું દર્શન થતાં જ પરમ સંતોષ થયો.
અહીં સૂરિજી દ્વારા શ્રદ્ધાપૂર્વક પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. શ્રદ્ધા છે પણ અંધશ્રદ્ધા નથી. અને અંધશ્રદ્ધા યુક્ત ભક્તિ પણ નથી. સાધક જીવ પરમાત્માની આવી ભક્તિ કરતાં કરતાં પોતે પણ અલ્પકાળમાં રાગદ્વેષરૂપ કષાયોમાંથી મુક્ત થઈને પરમાત્માસ્વરૂપ થઈ જાય છે. અર્થાત્ સૂરિજીએ મોક્ષમાર્ગની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરી છે અને કોઈ પણ હરિહર દેવો હવે તેમને આ માર્ગથી ચલિત નહિ કરી શકે એવો દઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે પ્રભુના સાંનિધ્યમાં રહીને એમણે બતાવેલ, એમના જેવા બની શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાનો દઢ નિર્ણય સૂરિજીએ કરેલો જણાય છે.
આચાર્ય મહાપ્રજ્ઞ આ શ્લોક વિષે જણાવે છે કે, “સ્તુતિકારે આ શ્લોકમાં કેટલાક શબ્દો પ્રતીકાત્મક મૂક્યા છે. જ્યાં હરિ છે, ત્યાં હરિનું દર્શન છે. જ્યાં હર છે ત્યાં શૈવદર્શન છે. તેમની સાથે આદિ શબ્દનો પ્રયોગ કરીને અનેક અનેકાન્તવાદી દર્શનો તરફ સંકેત કર્યો છે. એકાન્ત દૃષ્ટિની આલોચના અને અનેકાન્ત દૃષ્ટિનો અભ્યપગમ બંને આ શ્લોકમાં સ્પષ્ટ પરિલક્ષિત છે. માનતુંગનું આ કથન તેનું સ્પષ્ટ સાક્ય છે કે આ અનેકાન્તદર્શન ભવાંતરમાં પણ મને પ્રભાવિત કરતું રહેશે.”
સ્તોત્રકાર સૂરિજીએ અનેકાન્તવાદને સ્વીકારી તેમાં દઢ શ્રદ્ધાવાન થયા છે. અને આ ભવ અને પરભવમાં પણ તેઓ જ્યાં સુધી સંસારના ભવભ્રમણામાંથી મુક્ત થઈ શાશ્વત સુખની પ્રાપ્તિ નહિ કરે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના આ અનેકાન્તદર્શનથી પ્રભાવિત રહેશે. આમ આ શ્લોકમાં સૂરિજીએ પોતાના આત્માની વાત કહી પોતાનું આત્મનિવેદન વ્યક્ત કર્યું છે. શ્લોક ૨૨મો
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्ररश्मि પ્રાÀવ વિ નનયતિ રવંશુનતમ્ તારી સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે. તારા જેવા અનુપમ નહિ પુત્રને જન્મ આપે. નક્ષત્રોને વિધવિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિકિરણને પૂર્વ દિશા જ એક. (૨૨)
Page #271
--------------------------------------------------------------------------
________________
252 ભક્તામર તુલ્યું નમઃ | શબ્દાર્થ
સ્ત્રીનાં શતાનિ – ક્રોડો સ્ત્રીઓ શતશ. – સેંકડો પુત્રીન: – પુત્રોને નનયત્તિ – જન્મ આપે છે કન્યા – બીજી કોઈ નનની – માતા દુપમ – આપના સમાન સુત” – પુત્રને ન પ્રસૂતા – જન્મ આપેલ નથી સર્વાહિશ: – સર્વે દિશાઓ માનિ – નક્ષત્રોને પતિ – ધારણ કરે છે પ્રવિણવ તિર્ – પૂર્વ દિશા જ, માત્ર પૂર્વ દિશા શુળીનમ્ – દેદીપ્યમાન કિરણોના સમૂહથી યુક્ત નિયતિ – જન્મ આપે છે સહસ્ત્રન્િ – સૂર્યને. ભાવાર્થ :
“હે નાથ ! આ જગતમાં ક્રોડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, પરંતુ આપની માતા સિવાય કોઈ પણ બીજી સ્ત્રીએ આપના સમાન પુત્રને જન્મ આપ્યો નથી. ખરેખર ! અન્ય સઘળી દિશાઓ નક્ષત્રો-તારાઓને ધારણ કરે છે, પણ પૂર્વ દિશા જ એક એવી દિશા છે કે જે દેદીપ્યમાન કિરણોના સમૂહવાળા સૂર્યને જન્મ આપે છે.' વિવેચન : ગાથા ૨૨
સ્તોત્રકાર સૂરિજીએ આગળ શ્લોક ૧૧માં પ્રભુને અનિમેષ નયને અપલક જોવાની અને ઉદાહરણ તરીકે ક્ષીરસમુદ્રના સફેદ દૂધ જેવા અને સ્વાદમાં મીઠા જળની ઉપમા લઈ શ્રી જિનેશ્વરદેવના જન્મકલ્યાણક તરફ નિર્દેશ કર્યો હતો. શ્લોક ૧૫માં નીલાંજના જેવી દેવાંગનાઓએ પણ પ્રભુના મનને ચલાયમાન ન કર્યું, એ વાત દ્વારા પ્રભુના દીક્ષા કલ્યાણક તરફ નિર્દેશ કરેલો. ત્યારબાદ શ્લોક ૧૬માં વિશ્વમાં રહેલા અણુ-પરમાણુઓના દ્રવ્ય સ્વભાવ તેમજ પર્યાય સ્વભાવને જાણનારા, સ્વયંભૂ દીપક કહી પ્રભુના જ્ઞાનકલ્યાણક તરફ નિર્દેશ કરેલો અને હવે આ શ્લોકમાં પ્રભુની માતાની અદ્વિતીયતા તેમજ તેમના અહોભાગ્યની વાત સૂરિજી કરે છે.
સ્તોત્રકાર સૂરિજી સ્તુતિક્રમમાં આગળ વધતાં શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે, “હે પ્રભો ! તમારી માતા મરુદેવાને ધન્ય છે કે જેણે તમને જન્મ આપ્યો. પ્રભુ જેવા મહાસમર્થ બાળકો બહુ ઓછાં જન્મે છે. આ જગતમાં અનેક સ્ત્રીઓ મળીને સેંકડો પુત્રોને જન્મ આપે છે. પરંતુ હે પ્રભુ ! તમારા જેવા પુત્રરત્નને જન્મ આપનારી માતા તો ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય બાળકોને જન્મ સમયે મતિ અને શ્રુતિ એ બે જ્ઞાન હોય છે. ત્યારે તીર્થકરો જન્મ સમયે મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાનથી યુક્ત તેમજ જન્મથી ચાર વિશિષ્ટ અતિશયવાળા હોય છે. આવા બાળકને બીજી કઈ માતા જન્મ આપી શકે ?
તીર્થકરો જન્મથી જ નીચે પ્રમાણેના ચાર વિશિષ્ટ અતિશયવાળા હોય છે : (૧) લોકોત્તર સ્વરૂપવાન દેહ (૨) સુગંધિત શ્વાસોચ્છવાસ
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 253 (૩) માંસ અને રુધિરનો દૂધ જેવો શ્વેતરંગ
(૪) આહાર-નિહાર (મલોત્સર્ગની ક્રિયાનું ચર્મચક્ષુઓ વડે અદશ્યપણું, આપણી આંખો ચર્મચક્ષુ કહેવાય. તેના વડે તે ન દેખાય. માટે ચર્મચક્ષુઓ વડે અદશ્યપણું.
મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાનથી યુક્ત અને ચાર વિશિષ્ટ અતિશયવાળાં ઉત્તમ બાળકો ભાગ્યે જ આ સૃષ્ટિ પર જન્મ ધારણ કરે છે. આમ કેમ બને છે તેનું સમાધાન તેઓ પ્રકૃતિમાંથી શોધી લે છે. સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, દિશાઓ સામે નજર કરો એટલે તેનું રહસ્ય સમજાઈ જશે. બીજી બધી દિશાઓમાં તારાઓ ટમટમતાં હોય છે, જ્યારે પૂર્વ દિશા જ એવી છે કે જે અત્યંત પ્રકાશમાન એવા સૂર્યને જન્મ આપે છે.'
પ્રકૃતિનું સુંદર દૃષ્ટાંત સૂરિજીએ લીધું છે. ચાર દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ છે અને ચાર વિદિશા ઈશાન, અગ્નિ, નóત્ય અને વાયવ્ય છે. આમ કુલ આઠે દિશાઓ છે. સમગ્ર બ્રહ્માંડમાં આઠે દિશાઓમાં નક્ષત્રો અને નાના-નાના ટમટમતા તારાઓ પથરાયેલાં જોવા મળે છે. આ બધાનો પ્રકાશ લાંબા અંતર સુધી જઈ શકતો નથી. જ્યારે પૂર્વ દિશા જ એવી છે કે જે અત્યંત પ્રકાશમાન એવા સૂર્યને જન્મ આપે છે જે સમગ્ર પૃથ્વીને પ્રકાશિત કરે છે. નક્ષત્રો અને તારાઓનો જન્મ કોઈ પણ દિશા કે વિદિશામાં થતો જણાય છે. પરંતુ આ બધી દિશાઓ સૂર્યને જન્મ આપી શકતી નથી. તેને જન્મ આપનારી એકમાત્ર પૂર્વ દિશા જ છે. અર્થાત્ સૂર્યને જન્મ આપનાર પૂર્વ દિશા જ છે કારણ કે સૂર્યનાં પ્રખર તાપ અને તેને સહન કરવાનું સામર્થ્ય એકમાત્ર પૂર્વ દિશામાં જ છે. અન્ય કોઈ દિશા કે વિદિશા તે માટે સક્ષમ કે સામર્થ્યવાન નથી.
બધી દિશાઓ જેમ તેજસ્વી સૂર્યને જન્મ આપી શકતી નથી, તેવી જ રીતે બધી માતાઓ તીર્થકર જેવા ઉત્તમ પુત્રરત્નને જન્મ આપી શકતી નથી. પ્રભુ એ સૂર્ય જેવા તેજસ્વી અને મહાપરાક્રમી છે, તેમનું તેજ અને તાપ જીરવવા માટે તેમની માતા પણ અત્યંત સમર્થ હોવી જોઈએ. અર્થાત્ પ્રભુ જેવા પવિત્ર આત્માને બાળક રૂપે ધારણ કરનારી માતા પણ એવી જ પવિત્ર હોવી જોઈએ. જ્યારે અન્ય સર્વ બાળકો સામાન્ય પ્રકાશ આપતાં ઝીણા ઝીણા તારલા જેવાં છે. તેઓમાં એવી કોઈ વિશિષ્ટ શક્તિઓ હોતી નથી કે જે અવધારવા માટે તેમની માતાઓએ પણ સામર્થ્ય પ્રગટાવવું પડે. એ માટે સેંકડો સ્ત્રીઓ, વિધવિધ દિશાઓ જેમ ટમટમતા તારલા ઝબૂકાવે તેમ સામાન્ય બાળકોને જન્મ આપવામાં અને તેમને ઉછેરવામાં જ પોતાનું કર્તવ્ય પૂરું થયું માને છે. અપવાદરૂપ સ્ત્રીઓ જ મહા સામર્થ્યવાન બની પ્રભુ જેવા અમૂલ્ય રત્નની ભેટ જગતને આપે છે.
નાના નાના તારાઓ અને નક્ષત્રોને જન્મ આપી દિશા અને વિદિશા આ વિશ્વ પર કોઈ વિશિષ્ટ ઉપકાર નથી કરતી. જ્યારે એકમાત્ર પૂર્વ દિશા જ એવી છે કે જે પ્રકાશમાન સૂર્યને જન્મ આપી આ વિશ્વ પર અનન્ય ઉપકાર કરે છે. તેવી જ રીતે સેંકડો-હજારોની સંખ્યામાં સામાન્ય પુત્રોને જન્મ આપનારી સ્ત્રીઓ આ વિશ્વ પર કોઈ વિશિષ્ટ ઉપકાર નથી કરતી. પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ પર ઉપકાર કરનાર અને પ્રત્યેક જીવાત્માને શાશ્વત સુખનો માર્ગ બતાવનાર તીર્થંકર
Page #273
--------------------------------------------------------------------------
________________
254 છે | ભક્તામર તુલ્યું નમઃ ભગવાનને જન્મ આપીને તેમની માતા આ વિશ્વ પર નિર્વચનીય ઉપકાર કરે છે. જે ત્રિકાળજ્ઞાની છે, જેના વિના આ વિશ્વમાં વ્યાપેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવો અશક્ય છે. પ્રકૃતિમાં જે કાર્ય સૂર્ય કરે છે તે કાર્ય પરમાર્થમાં શ્રી તીર્થકર ભગવાન કરે છે. આવા ઉત્તમ પુત્રરત્નને જન્મ આપનારી જનેતાનો ઉપકાર અનન્યભાવે સૂરિજીએ આ શ્લોકમાં વ્યક્ત કર્યો છે. અને આવા સુંદર પુત્રરત્નની ભેટ આપનાર તીર્થકર ભગવાનની માતાની પ્રશંસા કરતાં સૂરિજી કહે છે કે, “હે દેવી ! જગતોદ્ધારક, પરમ હિતોપદેષ્ટા, ત્રિલોકનાથ તીર્થકરને જન્મ આપનાર તમે જગતની અદ્વિતીય માતા છો. આ ભાવિ તીર્થંકર પ્રભુ આપનો પુત્ર છે, પરંતુ અમારો તો નાથ છે. આવા પુત્રરત્નને જન્મ આપનાર હે જગતમાતા ! આવું અહોભાગ્ય જગતની બીજી કોઈ સ્ત્રીને પ્રાપ્ત નથી.”
અહીં સૂરિજીએ ભગવાનની માતાની ગુણાત્મક વિશેષતાનું વર્ણન કર્યું છે. મરુદેવી માતાની કુક્ષિમાં શ્રી આદિનાથ ભગવાનનો ગર્ભ નવ મહિના અને સાત દિવસ રહ્યો હતો. આ ગર્ભાવસ્થા દરમ્યાન મરુદેવા માતાએ ૧૪ સ્વપ્ન જોયેલાં. આ સ્વપ્નોની ફળશ્રુતિ સંભળાવતાં ભગવાનના પિતાએ કહ્યું હતું કે, “હે કમલનયની ! ભાવિ તીર્થકર વૃષભદેવનો જીવ તમારી કૂખમાં અવતરણ પામેલ છે તેથી તમે “રત્નકૂખધારિણી' છો.'
તીર્થકર ભગવાનની માતાની સ્તુતિ તો સર્વલોકમાં કરવામાં આવી છે. ઇન્દ્ર પણ પ્રભુની માતાની સ્તુતિ કરે છે, “હે માતા ! પ્રભુ એ તમારા તો પુત્ર છે, પણ અમારા અનાથોનો તો નાથ છે. સમગ્ર સૃષ્ટિનો તે નાથ છે. દરેક જીવોને મોક્ષમાર્ગ બતાવીને તેઓ તેનો ઉદ્ધાર કરશે. આપે તીર્થંકર પ્રભુને જન્મ આપીને અમારા ઉપર અનેરો ઉપકાર કર્યો છે. આવા પનોતા પુત્રની જન્મદાત્રી છો તેથી આપ પણ વંદનીય અને પૂજનીય છો.'
પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવની માતાની અનન્યભાવે સૂરિજીએ આ શ્લોકમાં સ્તુતિ કરી છે. શ્લોક ૨૩મો
त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु
નાઃ શિવઃ શિવપવસ્ત્ર મુનીન્દ્ર ! પસ્થા: ર૩ | મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે, અંધારામાં રવિરૂપ સમા નિર્મળા આપ પોતે; સારી રીતે અમર બનતા આપને પામવાથી
મુક્તિ માટે નવ કદિ બીજો માનજો માર્ગ આથી. (૨૩) શબ્દાર્થ
મુનીન્દ્ર – હે મુનીશ્વર ! તામ્ – આપને મુના: – જ્ઞાની પુરુષો માહિત્યમ્ – સૂર્ય
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર ફ 255 સ્વરૂપ - સૂર્યના જેવી કાંતિવાળા અમર્ત્તમ્ – નિર્મલ, દોષરહિત તમસઃ પરત્તાત્ – અંધકારથી સર્વથા દૂર રહેલા પરમમ્ પુમાંસમ્ – ૫૨મ પુરુષ આમત્તિ – માને છે ત્વામ્ વ – આપને ४ सम्यक् અંતરની શુદ્ધિપૂર્વક ૩૫નમ્ય પામીને મૃત્યુમ્ – મરણનેયન્તિ – જીતે છે. નાન્ય: – બીજો કોઈ નથી શિવપવસ્ય – મોક્ષનો – મોક્ષસ્થાન પામવાનો શિવઃ – કલ્યાણકારી पन्था માર્ગ નારિત નથી
ભાવાર્થ :
હે મુનીશ્વર ! જ્ઞાની પુરુષો આપને સૂર્ય સમાન તેજસ્વી નિર્મલ અને અજ્ઞાન અંધકારથી સર્વથા દૂર એવા પરમ પુરુષ માને છે. આપને અંતરની શુદ્ધિપૂર્વક પ્રાપ્ત કરીને મનુષ્યો મૃત્યુને જીતી જાય છે. મોક્ષસ્થાનને પામવાનો આવો કલ્યાણકારી માર્ગ બીજો કોઈ નથી.’
વિવેચન : ગાથા ૨૩
સ્તોત્રકાર સૂરિજીએ પ્રથમ બે શ્લોકમાં શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરતાં ‘સમ્યક્પ્રણમ્ય’ શબ્દો પ્રયોજીને જગમાં સર્વોત્કૃષ્ટ વૈભવ, એશ્વર્ય, ધનસંપત્તિ તેમજ જગતમાં સર્વોત્કૃષ્ટ ભક્તિવંત, જ્ઞાની, સમ્યગ્દૃષ્ટિજ્ઞાતા સૌધર્મેન્દ્રને લીધા. આ શ્લોકથી પ્રભુના ગુણોની વાતની શરૂઆત કરતાં ત્વામેવ સમ્યગુપલભ્ય' શબ્દો વાપરીને મોક્ષમાર્ગને અનુસરનારા પંચમહાવ્રતધારી, ચારિત્રનું પાલન કરનારા મુનિજનોને લીધા છે. સૌધર્મેન્દ્ર અને મુનિજનો દ્વારા અપરિગ્રહ અને સમજણપૂર્વકના ત્યાગમાં જીવનું કલ્યાણ છે, એવું માનનારા છે અને તેઓ ભવભવાંતરમાં પણ ચારિત્ર અંગીકાર કરી સર્વ ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કરી શાશ્વત સુખ-મોક્ષને પામનારા છે. તેઓની અહીં સૂરિજીએ વાત કરી છે. આ એક અદ્ભુત શ્લોક છે.
શ્રી આદિનાથ ભગવાનની માતાનો અનન્ય ઉપકાર માન્યા પછી અન્ય મહામુનિઓને મન પ્રભુ કેવા છે તેનો ખ્યાલ આ શ્લોકમાં આપ્યો છે. સ્તોત્રકાર સૂરિજી સ્તોત્રરચનાની રસધારામાં આગળ વધતાં કહે છે કે, હે મુનીશ્વર ! જ્ઞાની પુરુષો તમને સૂર્ય સમાન કાંતિવાળા, નિર્મળ અને અંધકાર જેને સ્પર્શી ન શકે એવા પરમ પુરુષ કહે છે. તમે કેવળજ્ઞાન વડે અપૂર્વ પ્રકાશવંત છો, અઢાર દોષોથી રહિત છો અને અંધકાર તમને સ્પર્શી શકે તેમ નથી, એટલે કે હવે અજ્ઞાન અને મોહ તમારી નજીક આવી શકે એમ નથી. તમે એનાથી પર થઈ ગયા છો. તમે ખરેખર ! પુરુષોમાં ઉત્તમ છો, તેથી જ મુનિવરો તમને પુરુષોત્તમ તરીકે સંબોધે છે. અને તમારી વિશેષતા એ છે કે જે તમારી સમ્યગ્ ઉપાસના કરે છે - અંતરથી ભક્તિ કરે છે, તે મૃત્યુને જીતી જાય છે, એટલે મોક્ષનો અધિકારી થાય છે. આ જગતમાં જેને શિવપદ એટલે મોક્ષસ્થાન પ્રાપ્ત કરવું છે, તેને માટે આવો પ્રશસ્ત સુંદર માર્ગ બીજો કોઈ પણ નથી.'
અહોભાવભરી વાણીમાં સૂરિજી પ્રભુને કહે છે કે, હે ભગવાન, મુનિજનો આપને પુરુષોત્તમ માને છે. એટલે કે આપને જ આદર્શરૂપ, અનુકરણીય અને મોક્ષમાર્ગના અગ્રગણ્ય
Page #275
--------------------------------------------------------------------------
________________
256
।। ભક્તામર તુથ્થું નમઃ II
માને છે. આ મુનિજનો—જ્ઞાની પુરુષો જેમને મુક્તિ પામવી બહુ સરળ છે તેઓ પણ આપને પુરુષોત્તમ માને છે, તેનું કારણ એ છે કે હે પ્રભુ ! તમે સૂર્ય જેવી કાંતિવાળા અને સ્વપરપ્રકાશક છો. એટલે મોક્ષસુખ પામવું અને બીજાને પમાડવું બંને તમારા માટે સરળ છે. પ્રભુ ! તમે તમારા આત્માને પ્રકાશિત કર્યો છે અને અન્ય આત્માઓને પ્રકાશિત કરવાનો માર્ગ આપની પાસે છે. તાત્પર્ય કે સૂર્ય સમાન કાંતિને ધારણ કરનાર આપ સ્વયં દોષ રહિત છો અને અંધકાર પણ તમને સ્પર્શી શકતો નથી. અન્ય આત્માઓને પણ દોષ રહિત કરી, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી, તેનું નિજ સ્વરૂપ પ્રગટાવનાર પણ તમે જ છો. પ્રભુ તમે કેવળજ્ઞાન વડે અપૂર્વ પ્રકાશવંત છો, તેથી કોઈ પણ પ્રકારના મોહરૂપી કષાયો કે અંધકાર તમારી પાસે આવી શકે તેમ નથી. જેમ સૂર્યથી અંધકાર દૂર ને દૂર રહે છે તેમ આપને પણ અજ્ઞાનરૂપી અંધકાર સ્પર્શી શકતો નથી તેમ તમારા સાન્નિધ્યમાં આવનાર આત્માઓનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે.
હે પ્રભુ ! તમારા આવા સામર્થ્યના કારણે તમારા ચરણના શરણમાં જે કોઈ આવે છે તે સહજતાથી મૃત્યુને જીતી શકે છે. તમારી ભાવભીની ભક્તિ કરનાર અંતઃકરણપૂર્વકની ઉપાસના ક૨ના૨ મૃત્યુને જીતી જાય છે. તે ભવભ્રમણની ભ્રમણામાંથી મુક્ત બનીને શાશ્વત સુખશિવપદને અવશ્ય પામી શકે છે. એટલે તમારા શરણમાં આવનાર, તમારા મોક્ષમાર્ગને અનુસરનાર આત્માના મલરૂપી ઘાતી-અઘાતી કર્મોનો સર્વથા ક્ષય થાય છે. અને મોક્ષગામી બન્યા પછી તેને જન્મ કે મૃત્યુ કશું જ રહેતું નથી તેથી જ આ સંસારની ભવભ્રમણામાંથી મુક્ત થવા માટે હે પ્રભુ ! તારું શરણું સ્વીકારવા જેવો બીજો કોઈ ઉત્તમ માર્ગ જણાતો નથી. અહીં સૂરિજીએ પ્રભુને ‘મુનીન્દ્ર' શબ્દથી સંબોધ્યા છે. પ્રભુને મુનીન્દ્ર શબ્દથી સંબોધીને સૂરિજી એમ કહેવા માગે છે કે, પ્રભુ પણ આ જ માર્ગ પર ચાલીને મોક્ષ પામ્યા અને તે પ્રમાણે અન્ય આત્માઓને ચાલવાની પ્રેરણા આપી, એટલે આવા જ માર્ગ પર ચાલવા માટેનો ઉપદેશ પ્રભુએ આપ્યો.
આચાર્યજીએ પ્રભુની ઉત્તમતા મોટા મોટા મુનિઓને અને સત્પુરુષોને પણ કેવી જણાઈ છે તે વર્ણવ્યું છે. એ દ્વારા પ્રભુનું વિશેષ મહાત્મ્ય પ્રગટાવ્યું છે, અને સાથે સાથે સર્વને સચોટ રીતે સમજાવ્યું છે કે તેમને પ્રભુ પ્રત્યે જે અનન્ય ભક્તિ પ્રગટી છે તે નિષ્કારણ કે અસ્થાને નથી. પણ પ્રત્યેક જીવે આદરવા યોગ્ય છે. જે કાર્ય મુનીન્દ્રો કરે તે જ કાર્ય કરવા તેઓ તત્પર બન્યા છે. માટે એ સ્તુત્ય છે. પ્રભુના પ્રભાવવાળી સ્તુતિ સજ્જનોને કેમ પ્રીતિનું નિમિત્ત બને છે તે અહીં સમજાય છે. પ્રભુની સ્તુતિથી જગતનાં દુઃખોનો નાશ થાય છે અને મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે અને એ દ્વારા પ્રભુને પમાય છે. પ્રભુને પામ્યા વિના મુક્તિ મળે નહિ અને ભક્તિ વિના પ્રભુ મળે નહિ, તેથી મુક્તિ માટે ભક્તિ આશીર્વાદરૂપ બને છે. વળી પ્રભુના પ્રભાવવાળી સ્તુતિ' એટલે એમ સમજાય છે કે પ્રભુ પ્રાપ્ત થયા છે. પ્રભુ પ્રાપ્ત થતાં દુઃખ દૂર ભાગે છે. તેથી જેને પ્રભુની પ્રાપ્તિ થઈ હોય તેણે રચેલી સ્તુતિ સજ્જનોને હર્ષનું નિમિત્ત
થાય છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 257 પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રગટવાનું કારણ એ દરેકને માટે સહજ છે જેને મુક્તિમાર્ગે ચાલવું છે, જેણે મૃત્યુ પર વિજય મેળવવો છે, મહામૃત્યુંજય મંત્ર મેળવવો છે. તે દરેકના હૃદયમાં પ્રભુ પ્રત્યે અનન્યભક્તિ પ્રગટે છે – જેવી સૂરિજીને પ્રગટી છે. જેને સૂરિજીએ મુનીન્દ્ર કહ્યા છે. આ મુનિઓમાં ઇન્દ્ર સમાનની જે સ્તુતિ કરે છે તે મુક્તિ મેળવે છે. અને મુક્તિ મેળવવા માટે આ મુનીન્દ્ર અર્થાતું પ્રભુની ભક્તિ કરવાથી પ્રભુને પમાય છે અને પ્રભુને પામતાં મુક્તિ મેળવાય છે. પ્રભુનું સાંનિધ્ય પામીને જીવાત્મા ખરેખર મૃત્યુને જીતી લે છે. ત્યારે ભક્તિ કરનાર ભક્ત અમર થઈ જાય છે. આત્મા-પરમાત્મા સ્વરૂપ ધારણ કરે છે. પ્રભુની ભક્તિ વગર મોક્ષની પ્રાપ્તિનો અન્ય કોઈ કલ્યાણકારી માર્ગ નથી મૃત્યુનો અંત ભવભ્રમણની ભ્રમણામાંથી મુક્તિ મેળવવાનો માત્ર એક જ માર્ગ છે. એક જ ઉત્તમ ઉપાય છે અને તે છે પ્રભુનું સાનિધ્ય ને સામીપ્ય. શ્લોક ૨૪મો
त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं, ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।।२४।। સંતો માને પ્રભુજી તમને આદિ ને અવ્યયી તો. બ્રહ્મા જેવા અનવધિ પ્રભુ કામકેતુ સમા છો; યોગીઓના પણ પ્રભુ બહુ એક રૂપે રહ્યા છો, જ્ઞાની રૂપે વળી વિમળતા પૂર્ણ તત્ત્વ ભર્યા છો. (૨૪)
શબ્દાર્થ
સન્ત: – સત્પરુષો, વામ્ – આપને, અવ્યયમ્ - અક્ષય, અવ્યય, વિમૂમ – વિભુ વન્ય – અકલ સ્વરૂપી . અચિંત્ય, સંરથમ – અસંખ્ય ગુણોવાળા, ગાદ્ય – આદિ પુરુષ, ગ્રામ્ - બ્રહ્મા, શ્વરમ્ – ઈશ્વર-એશ્વર્યવાળા, મનત્તમ્ – અનન્ત-અંતરહિત-મૃત્યુરહિત, સનાતુમ્ - કામદેવને જીતવામાં કેતુ સમાન, કામવિજેતા, સોશ્વરમ - યોગીઓના સ્વામી, વિલીયમ - યોગને સારી રીતે જાણનારા, યોગવિશારદ, મને– અનેક, કમ્ – એક જ જ્ઞાનસ્વરૃપમ્ - જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનમય, કમલમ્ – નિર્મલ, પ્રવત્તિ – કહે છે - સંબોધે છે ભાવાર્થ :
હે પ્રભુ! સત્પરુષો આપને જુદાં જુદાં નામોથી સંબોધે છે. જેમકે અક્ષય, વિભુ, અકળસ્વરૂપી, અસંખ્ય, આદિપુરુષ, બ્રહ્મા, ઈશ્વર, અનન્ત, કામવિજેતા, યોગીશ્વર, યોગવિશારદ, અનેક, એક જ જ્ઞાનસ્વરૂપ, નિર્મલ વગેરે.”
Page #277
--------------------------------------------------------------------------
________________
258 | ભક્તામર તુલ્યુ નમઃ | વિવેચન : ગાથા ૨૪
શ્લોક ૨૩માં સૂરિજીએ પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું છે. પ્રભુના સ્વરૂપને જાણીને જગતના જીવો જન્મ-મરણની ભવભ્રમણામાંથી મુક્તિ મેળવી અક્ષયપદ એવા નિરાબાધ સુખસ્વરૂપ મોક્ષરૂપી શાશ્વત સુખને પામે છે. આ શિવપદને પામવાનો એક જ કલ્યાણકારી માર્ગ છે, બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી, તેમજ આમાં જ દરેક જીવાત્માનું કલ્યાણકારી શ્રેય રહેલું છે. સૂરિજી આ વાત કર્યા બાદ હવે સ્તુતિમાં આગળ વધતાં પ્રભુના ગુણવાચક નામોમાંથી કેટલાંક ગુણોનાં ભાવવાચક નામો લઈ પ્રભુના સ્વરૂપને દર્શાવે છે.
હે જિનેશ્વરદેવ ! સંત પુરુષો આપને અનેક નામો વડે સંબોધે છે. શાસ્ત્રકારોએ પ્રભુનાં ૧૦૦૮ ગુણવાચક નામો જણાવ્યાં છે. જો આ નામોનો અર્થ વિચારીએ તો પ્રભુના સ્વરૂપ પર ઘણો પ્રકાશ પડે છે. પ્રભુનાં આવાં અનેક નામોમાંથી કેટલાંક નામો દૃષ્ટાંત તરીકે સૂરિજીએ લીધાં છે.
(૧) અવ્યય : પ્રભુને અવ્યય કહેવામાં આવ્યા છે. કારણ કે તમારામાં ચય-અપચયની ક્રિયા થતી નથી, એટલે કે તમે આત્માનો જે પૂર્ણ વિકાસ કરેલો છે, તે એવો ને એવો રહે છે.
સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા અવ્યય વિશે જણાવે છે કે, “તમે શાશ્વત છો, નિત્ય છો, ધ્રુવ છો, અક્ષય છો, અવિનાશી છો; પૂર્ણ આત્મસ્વરૂપને આપ પ્રાપ્ત કરી ચૂક્યા છો. આપની સર્વોપરિ વિશેષતા છે કે આપ અવ્યયની સ્થિતિને પ્રાપ્ત કરી ચૂક્યા છો. અને આપ જ અવ્યયની સ્થિતિને પ્રાપ્ત કરાવી શકો છો.૨૮
શ્રી રાજ્યશસૂરિ મ. સા. અવયની વ્યાખ્યા કરતાં જણાવે છે કે, “પ્રભુ અનંતકાળ સુધી તારી આત્મશક્તિને જરાય ઘસારો નથી પહોંચવાનો તે જોઈ તને અવ્યય કહે છે.”
ભગવાન સયોગી કેવળી નામના ૧૩મા ગુણસ્થાને અનંત ચતુષ્ટાની પ્રગટતા સહિત બિરાજમાન છે. આ અનંત ચતુષ્ટા એટલે (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન (૩) અનંતસુખ (૪) અનંતવીર્ય ઉત્સાહસ્વરૂપ પર્યાય જે પ્રગટ થાય તેનો વ્યય થતો નથી એ અપેક્ષાએ અવ્યય કહ્યાં છે.
(૨) વિભુ : હે પ્રભુ ! આપને વિભુ પણ કહેવામાં આવે છે. તમારું જ્ઞાન જગતના તમામ પદાર્થોમાં ફેલાયેલું છે માટે તમને વિભુ કહે છે. કંઈક આવા જ વ્યાપકતાના અર્થમાં જ્ઞાન સાથે દર્શનને લઈને સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા જણાવે છે કે, વિભુ એટલે વ્યાપક. આપ આપનાં અનંત જ્ઞાન અને દર્શન દ્વારા આ સૃષ્ટિલોકમાં વ્યાપ્ત છો. જ્યારે આચાર્ય મહાપ્રજ્ઞ વિભુના બે અર્થ કરે છે. આપ વિભુ છો. વિભુના બે અર્થ કરી શકાય. એક અર્થ છે સમર્થ. આપ સમર્થ છો. જે ઇચ્છો તે કરી શકો છો. વિભુનો અર્થ છે વ્યાપક.'
પ્રભુને વિભુ પણ કહેવામાં આવે છે કારણ કે તમે પરમ એશ્વર્યથી શોભો છો. વિમતિ પરમૈન શોમત તિ વિમુ. . અથવા તો તમે સર્વે કર્મોનું ઉમૂલન કરવામાં સમર્થ છો. તેથી વિભુ નામને સાર્થક કરો છો.
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 259 (૩) અચિંત્ય : હે પ્રભુ ! આપને અચિંત્ય કહેવામાં આવે છે. કારણ કે મહાન યોગીઓ પણ તમારું પૂરેપૂરું ચિંતન કરી શકતા નથી. એટલે કે તમારું રૂપ અકલ છે. તે અચિંત્ય હોય છે કે જેના વિશે કંઈ જ કહી શકાતું નથી.
જ્યારે બુદ્ધિથી પ્રભુનું ચિંતન કરવા મુનિપુંગવો, શાસ્ત્રકારો, પંડિતો બેસે છે ત્યારે સમજ પડે છે કે પ્રભુને જેટલા પણ આપણે સમજ્યા છીએ તેના કરતાં અનેકગણું પ્રભુને સમજવાનું બાકી રહ્યું હોય છે. તેથી જ પ્રભુને અચિંત્ય કહેવામાં આવ્યા છે.
(૪) અસંખ્ય : હે પ્રભુ ! આપને અસંખ્ય પણ કહેવામાં આવ્યા છે. આપ અસંખ્ય છો. સંખ્યાતીત છો. તમારા જે કોઈ પણ ગુણને જે કોઈ પણ ભક્ત જીવનમાં ઉતારી લીધા છે. એણે આપનું સ્વરૂપે પ્રાપ્ત કરી લીધું. ગુણો દ્વારા અનેક હૃદયોમાં પ્રતિષ્ઠિત થવાના કારણે આપ અસંખ્ય છો.
(૫) આદ્ય : હે પ્રભુ ! આપને આદ્ય એટલે આદિપુરુષ કહેવામાં આવે છે. આઘનો અર્થ થાય છે પ્રથમ. ભક્તામર સ્તોત્ર એ શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિ તો છે જ. એમનો તો મોક્ષ થઈ ગયો. જેનો મોક્ષ થઈ ગયો છે તેઓ આપણા આદ્ય પ્રથમ કેવી રીતે હોઈ શકે ? સંસારનો એક જીવ જ્યારે સર્વ કર્મની નિર્જરા કરીને કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે, ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે. ત્યારથી તે વિભુ ! પ્રત્યેક આત્મવિકાસના પ્રારંભના પ્રથમ ગુરુ-માર્ગદર્શક આપ છો. સર્વપ્રથમ ૬૪ કલા જગતને શિખવાડનાર આપ એકમેવ છો.
તેથી જ પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાનને આદ્ય કહેવામાં આવ્યા છે.
(૬) બ્રહ્મા: હે પ્રભુ! આપને બ્રહ્મા કહેવામાં આવ્યા છે કારણ કે તમે ધર્મસૃષ્ટિની રચના કરો છો. અથવા તો તમે અનંત આનંદથી વૃદ્ધિ પામનારા છો. માટે બ્રહ્મા શબ્દને સાર્થક કરો છો. “વૃતિ અનન્તાનન્વેન વર્ધત રૂતિ વ્ર '
સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા જણાવે છે કે, “બ્રહ્મા એને કહેવામાં આવે છે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું હોય. પરમાત્મા તમે મારા મોક્ષમાર્ગના વિધાતા છો. એટલા માટે તમે મારા બ્રહ્મા છો.
બ્રહ્મા એટલે સર્જનહાર નહિ, પરંતુ ધર્મ-અર્થ-કામ અને મોક્ષની પ્રાપ્તિની વિધિ ઉપાયને બતાવનાર વિધાતા-બ્રહ્મા.
(૭) ઈશ્વર : હે પ્રભુ ! આપને ઈશ્વર પણ કહેવામાં આવે છે કારણ કે તમે ત્રણેય લોકથી પૂજ્ય છો તથા જ્ઞાનાદિ અનંત ઐશ્વર્યને ધારણ કરનારા છો.
ઈશ્વરને સૃષ્ટિના કર્તા માનવામાં આવે છે. ન્યાયશાસ્ત્રમાં ઈશ્વરની પરિભાષા આપવામાં આવી - વર્તમકર્તવથાતું સમ: શ્વરઃ જે કરવામાં, ન કરવામાં અને અન્યથા કરવામાં સમર્થ છે તે ઈશ્વર છે. આપ ઈશ્વર છો. આપે ઘણુંબધું કર્યું છે. ઘણુંબધું બદલ્યું છે અને ઘણુંબધું અન્યથા પણ કર્યું છે. આદિનાથ પ્રભુનું જીવનચરિત્ર જાણનાર વ્યક્તિ એ જાણે છે કે તેમણે શું શું કર્યું
Page #279
--------------------------------------------------------------------------
________________
260
। ભક્તામર તુલ્યું નમઃ II
અને કેટલું બદલ્યું. ખૂબ વિચિત્ર કર્તૃત્વ હતું તેમનું. તેથી સૂરિજીએ આદિનાથને ઈશ્વરની ઉપમા દ્વારા ઉપમિત કર્યા છે.
(૮) અનન્ત : હે પ્રભુ ! આપને અનન્ત કહેવામાં આવ્યા છે. હે દેવ ! અનંત ગુણના વૈભવથી ભરેલા આપ અનંતસ્વરૂપ છો; આપના જ્ઞાન વગેરેનું સામર્થ્ય પણ અનંત છે.
આચાર્ય શ્રી રાજયશસૂરિ મહારાજ કાવ્યાત્મ ભાષામાં પ્રભુના અનન્ત સ્વરૂપ વિશે જણાવતાં લખે છે કે :
તારે ત્યાં તો જીવો ય અનંત... કર્મોય અનંત એક જીવના ભવ પણ અનંત
મોક્ષમાં ગયા બાદ રહેવાનો કાળ પણ અનંત.'
એટલે જ તને આ અનંતની હારમાળાના પ્રકાશ સમજીને જ તત્ત્વજ્ઞાનીઓએ તુજને અનંત કહ્યો. ૧
(૯) અનંગકેતુ : હે પ્રભુ ! આપને અનંગકેતુ પણ કહેવામાં આવે છે. કારણ કે તમે અનંગ એટલે કામદેવનો નાશ કરવામાં કેતુ સમાન છો. અન્ય શબ્દોમાં કહું તો જેમ કેતુ-ધૂમકેતુનો ઉદય દુનિયાના નાશનું કારણ બને છે, તેમ તમે કામદેવના નાશનું કારણ બનો છે. તેથી તમારું અનંગકેતુ એવું નામ સાર્થક છે. કેટલાક કહે છે કે બુદ્ધદેવે મારવિજય કર્યો તે ભગીરથ કાર્ય હતું, પણ તમે કામવાસનાઓ ઉપરનો સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો, તે કંઈ ઓછું ભગીરથ કાર્ય નથી.
સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા જણાવે છે કે અનંગકેતુ પણ આપ છો. પરમાત્મા વિકાર રહિત છે અને આપણે વિકારયુક્ત છીએ. આપણે ક્યારેક પ્રાર્થનાની ભાષામાં કહીએ છીએ ઃ પરમાત્મા તું મહાન છે, અમે લઘુ છીએ. તું વિકારોથી રહિત છે, હું વિકારોથી ભરેલો છું. શો મતલબ હોય છે આવું કહેવાનો ? ભક્તામર સ્તોત્ર કહે છે કે પરમાત્મા, તું વિકારોથી રહિત છે અને ‘ત્તામેવ સમ્યગુપતમ્મ’તું જેને પ્રાપ્ત થઈ જાય છે તે પણ વિકારોથી રહિત થઈ શકે છે. જો કોઈ સાધક ઇચ્છે છે કે હું પોતાના સ્વાભાવિક સ્વરૂપને રોશન કર્યું, વિકાર મુક્ત થઈ જાઉં તો પરમાત્માનું સ્મરણ કરીને તે વિકાર રહિત થઈ શકે છે.’૩૨
(૧૦) યોગીશ્વર : હે પ્રભુ ! આપને યોગીશ્વર પણ કહેવામાં આવે છે. યોગીજનો એટલે મોક્ષમાર્ગના અંતિમ પુરુષાર્થ સ્વરૂપ જિનદીક્ષાયુક્ત નિગ્રંથ મુનિજનો અને તેમાં ઈશ્વર કરતાં સર્વોત્કૃષ્ટ એટલે આપ યોગીશ્વર છો.
આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, આપે તમામ યોગો જાણ્યા હતાં. તમામ યોગીઓમાં પ્રથમ યોગી આપ હતા તેથી આપ યોગીશ્વર છો. ૩
(૧૧) વિદિતયોગ : હે પ્રભુ ! આપને વિદિતયોગ એટલે યોગને સારી રીતે જાણનારા કહેવામાં આવે છે. અહીં સૂરિજીએ યોગીશ્વર પછી તરત જ ‘વિદિતયોગમ્' શબ્દ પ્રયોજ્યો છે તેનો અર્થ યોગના આપ સંપૂર્ણ જ્ઞાતા હોવા ઉપરાંત આપે યોગને સંપૂર્ણ રીતે સાધ્ય કરેલ છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 261 પ્રભુ, તમે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ યોગને અથવા તો અષ્ટાંગયોગને સારી રીતે જાણેલો છે. મોક્ષમાર્ગમાં જોડનારો જે ધર્મવ્યાપાર છે તે જ યોગ છે અને આ વ્યાપાર આપે સારી રીતે જાણેલો છે તથા ઉપદેશેલો છે.
(૧૨) અનેક : હે પ્રભુ ! આપને અનેક પણ કહેવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિજીએ કહ્યું છે :
_ 'नामाकृतिद्रव्यभावेः पुनतस्त्रिजगज्जनम् ।
क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।।' કારણ કે તમે અનેક ગુણોથી યુક્ત છો. અથવા તો તમે જુદાં જુદાં ૧૦૦૮ નામોથી ઓળખાઓ છો. અથવા તો તમે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે જગતને પવિત્ર કરો છો. તેથી જ આપને અનેક કહ્યાં છે તે યથાયોગ્ય છે.
(૧૩) એક : હે પ્રભુ ! આપને એક પણ કહેવામાં આવે છે. કારણ કે તમે ત્રણેય લોકમાં અદ્વિતીય છો. પુરષોત્તમ છો. અને એક જીવદ્રવ્યની અપેક્ષાએ એક જ છો.
આત્માનું નિજ શુદ્ધ સ્વરૂપ એક છે. અહીં આત્મા અને પરમાત્મા એક છે. અતઃ બિલકુલ એક સમાન થઈ ગયા. મારા અને તમારામાં કોઈ ભેદ નહિ. મારા અને તમારાનો ભેદ તૂટી રહ્યો છે. આત્માનું સ્વરૂપ મારું અને તમારું એક છે. તેમાં કોઈ અંતર નથી. દરેક જણ આત્માનું એક શુદ્ધસ્વરૂપ ધરાવે છે. તેથી પ્રભુને એક કહ્યા છે.
(૧) જ્ઞાનસ્વરૂપ: હે પ્રભુ! આપને જ્ઞાનસ્વરૂપ કહેવામાં આવ્યા છે. આપનું સ્વરૂપ જ્ઞાનમય છે. સર્વ કર્મોનો ક્ષયોપશમ થઈ જવાથી અજ્ઞાનનો સર્વથા નાશ થયો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આથી આપ જ્ઞાનસ્વરૂપ છો.
આચાર્ય શ્રી રાજયશસૂરિ મ.સા. કાવ્યાત્મક પરિભાષામાં પ્રભુના જ્ઞાનસ્વરૂપ વિશે જણાવતાં લખે છે કે :
‘તું જ્ઞાનનો દરિયો... તું જ જ્ઞાન સ્વરૂપ, જે જ્ઞાન એ તું જ, જે તું એ જ જ્ઞાન.
તેથી જ્ઞાનીઓએ કહ્યું આ તો જ્ઞાનસ્વરૂપ છે."* (૧૫) અમલ : હે પ્રભુ ! આપને અમલ અર્થાત્ મલ વડે રહિત કહેવામાં આવ્યા છે. કારણ કે તમારામાં દોષરૂપી કોઈ મલ રહેલો નથી. તમે અઢાર દોષથી રહિત છો, એ વાત સુપ્રસિદ્ધ છે.
આ અઢાર દોષો નીચે પ્રમાણે છે.
(૧) દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) વીર્યાન્તરાય (૪) ભોગાન્તરાય (૫) ઉપભોગાન્તરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ (૯) ભય (૧૦) જુગુપ્સા (૧૧) શોક (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ અને (૧૮) વેષ.
Page #281
--------------------------------------------------------------------------
________________
262 . || ભક્તામર તુલ્યુ નમઃ
સ્તોત્રકાર સૂરિજીએ જિનેશ્વરદેવનાં ગુણવાચક ૧૦૦૮ નામોમાંથી કેટલાંક રંગબેરંગી ફૂલોની એક મનોરમ્ય અને નયનાભિરામ માળા ગૂંથી છે. અર્થાત્ આ શ્લોકમાં સૂરિજીએ ગાગરમાં સાગર ભરી દીધો છે. તેમણે પ્રભુને માટે પ્રયોજેલાં ગુણવાચક નામોથી વિશદ્ ચર્ચા કે વ્યાખ્યા કરવા બેસીએ તો આ શ્લોકના આધારે અનેક ગ્રંથો રચાઈ શકે. પંડિતો, આચાર્યો આદિએ દર્શાવેલ આ ગુણવાચક નામોની વ્યાખ્યાઓ ઉપરોક્ત પ્રમાણે છે.
આ સિવાય પણ પ્રભુને માટે વપરાયેલાં ગુણવાચક વિશેષણોમાં પ્રભુના વિશિષ્ટ ગુણોનો સમાવેશ થયેલો છે. આ જ ગુણોનો સૂરિજીએ આ સ્તોત્રના અન્ય શ્લોકમાં પણ ઉલ્લેખ કરેલો મળી આવે છે. ઉદાહરણ તરીકે :
જ્ઞાની પુરુષોએ પ્રભુને અવ્યય' કહ્યા છે. જે અવિચળ પ્રમાણે બિરાજે છે. એવો અર્થ પણ અવ્યયનો કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો કલ્પાન્તકાલનો પ્રલયકારી પવન પણ પ્રભુને ડોલાવી નથી શકતો. તેઓ મેરુ જેવા અવિચળ છે. તેવું સૂરિજીએ આ સ્તોત્રના પંદરમા શ્લોક ‘વિત્ર વિમત્ર યદ્રિ તે ત્રિીનામમાં કર્યો છે.
પ્રભુને વિભુ પણ કહેવામાં આવ્યા છે. કારણ કે પ્રભુ પરમ ઐશ્વર્યથી શોભે છે. પ્રભુ જ્યારે સમવસરણમાં બેસીને ધર્મોપદેશના આપે છે ત્યારે અષ્ટમહાપ્રતિહાર્યોથી પ્રભુના ઐશ્વર્યનો મહિમા તેમના વૈભવથી શોભે છે. અહીં સૂરિજીએ શ્લોક ૨૮, ૨૯, ૩૦ અને ૩૧માં ચાર પ્રતિહાર્યો અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર દ્વારા પ્રભુના ઐશ્વર્યને વર્ણવ્યું છે.
વિભુનો અન્ય બીજો પણ અર્થ કરવામાં આવે છે કે, જે સ્વયં પ્રકાશિત બની અન્યને પ્રકાશ આપે તે વિભુ.'
પ્રભુ તો સ્વયંભૂ પ્રકાશિત છે અને સ્વપર પ્રકાશક પણ છે અર્થાતુ જે પોતે પ્રકાશિત થઈ અન્યને પ્રકાશિત કરે છે પોતે મોક્ષમાર્ગના શાશ્વત સુખના સ્વામી બનીને અન્યને પણ એ માર્ગ બતાવે છે. આ ગુણને સૂરિજીએ દીપકની ઉપમા આપીને આ સ્તોત્રના શ્લોક ૧૬ ‘નિર્દૂમવર્તિરપૂર્ણતૌતપૂર:'માં વર્ણવ્યો છે.
જ્ઞાની પુરષોએ પ્રભુને અચિંત્ય અને અસંખ્ય પણ કહ્યા છે. પ્રભુના અનંત ગુણોમાંથી એક પછી એક ગુણ લેવામાં આવે તો તે કદી પૂર્ણ થતા નથી. અર્થાત્ પ્રભુના અસંખ્ય ગુણોનું વર્ણન કે ચિંતન કદાપિ કરી શકાતું નથી. પ્રભુ તો સર્વગુણસંપન્ન છે. તો આવા પ્રભુના ગુણોનું વર્ણન કે ચિંતન કરવું અશક્ય છે. સર્વગુણસંપન્ન એટલે જગતમાં જેટલા ગુણો છે તે સર્વ ગુણોને ધારણ કરનાર, આ ગુણોની સંખ્યા કેટલી છે તે ગણવી અશક્ય છે. તેથી તે અસંખ્ય છે. આ સર્વગુણસંપન્નતાની વાત સૂરિજીએ શ્લોક ૨૭ “ો વિસ્મયોડત્રિ ય નામ ગુBરશે. જેમાં કરી છે.
જ્ઞાની પુરુષોએ પ્રભુને આદ્ય, બ્રહ્મા અને ઈશ્વર જેવાં નામથી પણ નવાજ્યા છે. પ્રથમ બે શ્લોકમાં સૂરિજીએ પ્રભુને આદિપુરુષ કહ્યા છે. યુગની શરૂઆત કરનાર તેથી તેઓ આદ્ય છે. બ્રહ્માને સૃષ્ટિના સર્જક માનવામાં આવે છે. ત્યારે અહીંયાં શ્રી આદિનાથ પ્રભુને મોક્ષમાર્ગની
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર
263
શરૂઆત કરનાર, મોક્ષમાર્ગની રચના કરનાર કહ્યાં છે. જેમણે પોતે શાશ્વત સુખને પ્રાપ્ત કરી, અન્ય જીવોને તે માર્ગે જવાની પ્રેરણા આપી છે. અર્થાત્ મોક્ષમાર્ગના સર્જનહાર હે પ્રભુ ! તું જ છે. પ્રભુને ઈશ્વર પણ કહેવામાં આવ્યા છે. અન્ય દેવો કરતાં હે પ્રભુ ! રાગ-દ્વેષ આદિ કષાયોથી રહિત છે. સૂરિજીએ શ્લોક ૨૧ ‘મન્યે વાં હરિહરાવ્ય પુર્વે વૃષ્ટા' દ્વારા પ્રભુને અન્ય દેવો કરતાં શ્રેષ્ઠ કહી ઈશ્વર તરીકે વર્ણવ્યા છે. તદ્ઉપરાંત શ્લોક ૨૬ તુમ્યું નમસ્ત્રિમુવનાર્તિહરાય નાથ ।'માં પણ પ્રભુને ઈશ્વર તરીકે વર્ણવ્યા છે.
પ્રભુને અનન્ત પણ કહેવામાં આવ્યા છે. જેનું કોઈ કાળે મૃત્યુ નથી થતું. મોક્ષરૂપી શાશ્વત સુખ પામ્યા પછી જેનો અંત થતો નથી અર્થાત્ પ્રભુ અનંત એટલે મૃત્યુથી રહિત છે. તેમનું શાશ્વતપણું. અનન્તતા નિશ્ચિત છે. આ નામવાચક ગુણને સૂરિજીએ શ્લોક ૨૩ ‘વામાનનન્તિ મુનય: પરમ પુાંસ'માં વણી લીધો છે.
પ્રભુને ‘અનંગકેતુ’ તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. ‘અનંગકેતુ' એટલે કામદેવનો નાશ કરનાર કેતુ સમાન. સૂરિજીએ શ્લોક ૧૫ ચિત્રં મિત્ર વિ તે ત્રિવશાાનામિમાં તેમને અનંગકેતુ તરીકે વર્ણવ્યા છે. દેવાંગનાઓ પણ પ્રભુનું મન ચલિત કરી શકતી નથી. કામ-વાસના પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે એવા અનંગકેતુ.
પ્રભુને ‘યોગીશ્વર' અને પછી તરત જ ‘વિદિતયોગ’ એ બે શબ્દો વડે સૂરિજીએ નિરૂપ્યા છે. શ્લોક ૨૩ ‘હ્રામામનન્તિ મુનય: પરમં કુમાતમાં પ્રભુને મુનીન્દ્ર તરીકે વર્ણવ્યા છે. જેનો અર્થ યોગીશ્વર જ થાય છે અને ‘વિદિતયોગ' એટલે મોક્ષમાર્ગને જે સારી રીતે જાણે છે આ બંને વિશેષણોનું વર્ણન આ શ્લોક ૨૩માં સૂરિજીએ કર્યું છે.
જ્ઞાનીજનો પ્રભુને ‘અનેક’ અને સાથે સાથે ‘એક’ સ્વરૂપે પણ ઓળખાવે છે. પ્રભુ એક છે પરંતુ તેમનાં ગુણવાચક નામ અનેક છે. સૂરિજીએ શ્લોક ૨૦ ‘જ્ઞાનં યથા ત્વયિ વિમાતિ તાવાશમ્'માં એક પ્રભુના જ અન્ય દેવો કરતાં અનેક નામો વર્ણવ્યાં છે.
પ્રભુને જ્ઞાન-સ્વરૂપ અને અ-મલ અર્થાત્ મલરહિત વર્ણવ્યા છે. જેમણે સઘળા જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી છે. ઘાતી અને અઘાતી કર્મોરૂપી મલ જેનો સંપૂર્ણપણે ક્ષય થયો છે તેવા પ્રભુની સ્તુતિ સૂરિજીએ શ્લોક ૧૮ ‘નિત્યોવયં રહિતમોત્તમહાન્યારું'માં કરી છે. જેને રાહુ પણ ગ્રસી શકતો નથી, અર્થાત્ સર્વ કર્મોનો ક્ષય કરેલો છે એવા પ્રભુને કર્મોરૂપી રાહુ હવે ગ્રસી શકતો નથી. તેથી તેમને જ્ઞાન સ્વરૂપ અને ‘અ-મલ’ કહ્યા છે.
સ્તુતિકાર સૂરિજીએ રચેલ આ શ્લોકનો એક એક શબ્દ શ્રી જિનેશ્વરદેવની એક એક વિશેષતાનું વર્ણન કરી રહ્યો છે. અર્થાત્ સૂરિજીએ આ સ્તુતિ દ્વારા પ્રભુના વિરાટ વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. અહીં સૂરિજીની ભક્તિપૂર્વકની ભાવ વિભોરતા દ્વારા દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેયનો સમન્વય થયેલો જોવા મળે છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
264 છે / ભક્તામર તુલ્ય નમઃ | શ્લોક ૨૫ મો
बुद्धस्त्वमेव विबुधार्चित ! बुद्धिबोधात् त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धाताऽसि धीर । शिवमार्गविधेर्विधानाद
व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ।।२५।। દેવે પૂજ્યા વિમળ મતિથી છો ખરા પૂજ્ય આપ, ત્રિલોકીને સુખ દીધું તમે તો મહાદેવ આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે છો વિધાતા જ આપ,
ખુલ્લું છે એ પ્રભુજી સઘળા ગુણથી કૃષ્ણ આપ. (૨૫) શબ્દાર્થ
યુદ્ધ – જ્ઞાની, સ્વ રવ – તમે જ છો, વિવુર્વિદ્ – દેવો દ્વારા પૂજિત હે ભગવનું, વૃદ્ધિોથાત્, - જ્ઞાનના પૂર્ણ વિકાસથી, ત્વમ્ શરીસિ – તમે જ શંકર છો, મુનત્રયીછરત્વ – ત્રણ ભુવનને સુખકર હોવાથી, ઘાતા મરિસ – વિધાતા છો, બ્રહ્મા છો, વીર – હે પૈર્ય ધારણ કરનારા પ્રભો !, શિવમાવિષે – મોક્ષમાર્ગની વિધિનું, વિધાના – વિધાન કરવાથી, ઘડતર કરવાથી, વ્યવક્તમ્ – પ્રકટ એવા, ઉત્તમ એવા, તમgવ – આપ જ, પુરુષોત્તમ: - પુરૂષોમાં ઉત્તમ, વિષ્ણુ, સિ –
ભાવાર્થ :
હે દેવતાઓ વડે પૂજાયેલા પ્રભો ! જ્ઞાનના પૂર્ણ વિકાસથી આપ બુદ્ધ છો, ત્રણેય ભુવનને સુખકર હોવાથી શંકર છો. હે પૈર્ય ધારણ કરનાર પ્રભો ! મોક્ષમાર્ગની વિધિના ઉપદેષ્ટા છો માટે આપ જ વિધાતા એટલે બ્રહ્મા છો, તેમજ પ્રકટ એવા પુરુષોત્તમ પણ આપ જ છો.' વિવેચન : ગાથા ૨૫
જ્ઞાનીજનો, શાસ્ત્રકારો, આચાર્યો આદિએ પ્રભુને કેટલાંક અર્થસૂચક વિશેષણોથી નવાજ્યાં છે તે ગુણોની સ્તુતિ આગળના બે શ્લોકમાં કર્યા બાદ આ શ્લોકમાં જગતમાં સુવિખ્યાત પ્રભુનાં કેટલાંક નામોની સાર્થકતા સૂરિજી બતાવે છે. બુદ્ધ, શંકર, બ્રહ્મા તથા પુરુષોત્તમ દ્વારા પ્રભુ' શબ્દને સાર્થક કરતાં બધા ભાવોને સૂરિજીએ અહીં વણી લીધા છે.
શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ હિંદુ ધર્મના પ્રત્યેક પ્રાચીન સાહિત્યે કરી છે. તેઓ માત્ર જૈન પરંપરા દ્વારા જ માન્ય હતા એવું નથી. પરંતુ વૈદિક તેમજ અન્ય શ્રમણ સંપ્રદાયો દ્વારા પણ તેઓ માન્ય હતા. સ્તોત્રકાર સૂરિજી વૈદિક તેમજ અન્ય ધર્મના ઊંડા અભ્યાસી હતાં. તેમણે સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને શ્રી આદિનાથ ભગવાનને અનેક નામોથી સંબોધિત કર્યા છે. જે નામ
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 265 પ્રસિદ્ધ દેવોનાં છે તેમાં તેમણે શ્રી આદિનાથ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. જુદા જુદા પ્રવર્તકોમાં તેમણે શ્રી આદિનાથ ભગવાનનું પ્રતિબિંબ નિહાળ્યું છે.
સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકની પ્રથમ પંક્તિમાં ભગવાનને બુદ્ધ કહ્યા છે. જેઓ જ્ઞાનને સંપૂર્ણપણે વિકાસ કરી ચૂક્યા છે તે બુદ્ધ કહેવાય. વિબુદ્ધ દ્વારા પૂજાયેલા હોવાને કારણે આપ બુદ્ધ છો. વિબુધાચિત એટલે દેવો દ્વારા પૂજાયેલા એવો પણ અર્થ થઈ શકે છે અને વિદ્વાનો અને ગણધરો દ્વારા પૂજાયેલા એવો અર્થ પણ થઈ શકે છે. પ્રસ્તુત સંદર્ભમાં ગણધરનો અર્થ ઇષ્ટ છે. મહાન ગણધરો દ્વારા પૂજાયેલા છે. આપની બુદ્ધિનો બોધવિકાસ થઈ જાય ત્યારે ઉપયોગ મૂકવાની જરૂર રહેતી નથી. જ્યાં માત્ર જ્ઞાન છે ત્યાં અભીક્ષણ જ્ઞાનોપયોગ છે. છબસ્થ અને કેવલીમાં એ જ તો તફાવત છે ! છદ્મસ્થનું જ્ઞાન ઉપયોગ-સાપેક્ષ હોય છે અને કેવલીનું જ્ઞાન ઉપયોગનિરપેક્ષ હોય છે. પ્રતિક્ષણ જ્ઞાનોપયોગ ચાલ્યા કરે છે. આપમાં જ્ઞાનનો બોધ સદા પ્રગટ રહે છે. તેથી આપ બુદ્ધ છો. જેનામાં બુદ્ધિનો પ્રકાશ નિરંતર રહેતો હોય, જ્ઞાનનો સૂર્ય ક્યારેય અસ્ત પામતો ન હોય, ક્યારેય કોઈ વાદળ આડે આવતું ન હોય એ જ બુદ્ધ હોય છે.
અર્થાત્ હે પ્રભુ! આદિનાથ ભગવાન ! આપ જ સાચા બુદ્ધ છો. વિબુધોથી એટલે કે ગણધર અને દેવો અને દેવેન્દ્રો જેવાં ઉત્તમ રત્નોથી પૂજાય છે જેઓ, અને એ સર્વને પ્રભુએ જ બુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે તેઓ, બુદ્ધ છે. પ્રભુ પણ આવા જ છે. બુદ્ધ એટલે જેમણે આત્માના નિજ સ્વરૂપને સંપૂર્ણપણે પ્રગટ કર્યું છે તેવા. શ્રી જિનેશ્વરપ્રભુને બુદ્ધ તરીકે સૂરિજીએ બિરદાવ્યા છે.
જગતના સ્વરૂપને એટલે કે તેમાં રહેલા અનંતાનંત પદાર્થોના દ્રવ્યસ્વભાવ તેમજ પર્યાયસ્વભાવને જાણનારા, જ્ઞાનનો ઉપદેશ આપનારા હોવાથી તેમજ દેવો અને ગણધર આદિ વિબુધો વડે પૂજાયેલ હોવાથી આપ જ “બુદ્ધ' છો. એટલે કે શ્રી ઋષભદેવ! આપ જ બુદ્ધ ભગવાન છો. સૂરિજીએ જે બુદ્ધિ શબ્દ પ્રયોજ્યો છે તે જ્ઞાનનું જ બીજું નામ છે.
બીજી પંક્તિમાં સૂરિજીએ શ્રી જિનેશ્વરદેવ આદિનાથને શંકર' કહ્યા છે. શંકર એટલે સુખ કરનાર. શ્રી જિનેશ્વરપ્રભુ તો ત્રણેય લોકને સુખકર છે. તેથી તમે જ શંકર છો. ત્રણે ભુવનનું શંકર કરવાના કારણે તમે શંકર છો. શંકર શબ્દનો અર્થ છે શમ્ કરવાના કારણે આપ શંકર છો. શમૂનો અર્થ થાય છે કલ્યાણ, મંગળ, સુખ, શાંતિ, પ્રસન્નતા, આનંદ પરમાત્મા સઘળું કરનારા હોવાથી શંકર છે.
શમૂનો બીજો અર્થ શમન કરવું છે. શમન કરવું, સમાપ્ત કરવું. પરમાત્મા કોનું શમન કરે છે ? તો કહે છે, સંસારના સઘળા અમંગળનું! શંકરના સંબંધમાં કહેવાય છે કે સમુદ્રનું જ્યારે મંથન થયું હતું ત્યારે એમાંથી ઝેર અને અમૃત બંને નીકળ્યાં હતાં. તેઓ ઝેર તો સંપૂર્ણ સ્વયં
Page #285
--------------------------------------------------------------------------
________________
266 * ।। ભક્તામર તુલ્યું નમઃ II
પી ગયા અને દેવોને અમૃત વહેંચ્યું. જે પણ ભક્ત ૫૨માત્માનું સ્મરણ કરે છે એના અમંગળનો નાશ થઈ જાય છે.
અહીં પ્રભુને સર્વ અમંગળનો નાશ કરનાર જણાવ્યા છે. સંસારનાં સઘળાં દુઃખોનો નાશ કરી, મંગળ-આનંદ પ્રવર્તાવનાર તરીકે વર્ણવ્યા છે. ડૉ. સરયૂ મહેતા પ્રભુને શંકર તરીકે આલેખતા લખે છે કે, “પ્રભુ ! તમે જ ખરા શંકર છો, કારણ કે જગતનું સાચા અર્થમાં રક્ષણ તો તમે જ કરી શકો છો. સર્વ કર્મનો નાશ કરવાનો માર્ગ આપના સિવાય પ્રાપ્ત થતો નથી. વળી પ્રત્યેક જીવોને કર્મથી—અશુભ છોડાવવાનું કાર્ય તમે કરો છો, અને એ દ્વારા આત્માના ઉજ્વલ ગુણોનું ૨ક્ષણ કરી સુખ અને શાંતિના સામ્રાજ્યમાં તેને સ્થાપો છો. વળી કોઈને લેશ પણ દુઃખ પહોંચાડવા જેવા કાર્યથી દૂર રહો છો. શંકર તો બાહ્ય અપેક્ષાએ રક્ષણ કરે છે ત્યારે તમે તો બાહ્યા તેમજ આંતર એમ બંને અપેક્ષાથી ત્રણે જગતનું રક્ષણ કરો છો. વળી શંકર તો બાહ્ય અનિષ્ટો દૂર કરે છે, તમે બાહ્યાંતર બંનેને દૂર કરવા સમર્થ છો, અને એ જ તમારું સાચું શંક૨૫ણું છે.’૩૫
અર્થાત્ શંક૨ એ સર્વ અમંગળનો નાશ કરનાર છે. ‘શમ્ řોતિ કૃતિ શંર:' – શંકર એટલે સુખકર, જીવોને સુખી કરે છે તે શંકર. શંકરનું કાર્ય સર્વ અશુભ-અમંગળનો નાશ કરવાનું છે. શંકર એ બાહ્ય દુઃખ, સંકટ આદિનો નાશ કરે છે, પરંતુ તીર્થંકર ભગવાન શાન-દર્શન-ચારિત્રરૂપ આરાધનાનો બાહ્ય ભાગ બતાવીને આત્માને લાગેલાં સર્વ ઘાતી-અઘાતી કર્મો કષાયોનો આંતરિક રીતે સર્વથા લોપ કરે છે. અર્થાત્ મોક્ષરૂપી શાશ્વત સુખ, શાંતિ, પરમ આનંદ મેળવવાનો રત્નત્રયીરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રનો માર્ગ બતાવીને સંકટોથી ભરેલા સંસારની ભવભ્રમણાનો ક્ષય કરીને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવનાર શંકર, પ્રભુ તમે જ છો. આમ આપણો પ્રભુ શંકરરૂપ પણ છે જે બાહ્ય અને આંતરિક બંને પ્રકારનાં સંકટોનો નાશ કરીને આત્માને તેના નિજ રૂપે પ્રગટ કરી શાશ્વત સુખનો સ્વામી બનાવે છે, અને આ સઘળું હે પ્રભુ ! આપના ઉપદેશનું જ ફળ હોવાથી આપ જ સુખકર શંકર છો.
ત્રીજી પંક્તિમાં સૂરિજીએ શ્રી આદિનાથ ભગવાનને બહ્મા કહ્યાં છે. બ્રહ્મા એટલે ધાતા-વિધાતા. મોક્ષમાર્ગની વિધિનું વિધાન કરનાર વિધાતા છે. અને આ વિધાન શ્રી જિનેશ્વરદેવે કરેલું છે. માટે તેઓ બ્રહ્મા પણ છે. ધાતામાં ‘ધૃ’ ધાતુ છે. ‘ધૃ ધારયતિ તિ ધર્મઃ' અને સંસારસમુદ્રમાં ડૂબાડૂબ અને ઉપર આવવા તરફડતા જીવોને ઉદ્ધારી પાર ઉતારવામાં સહાયભૂત થાય તેનું નામ ધર્મ. સૂરિજી કહે છે કે હે પ્રભુ ! ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને બતાવનાર તેમજ દુઃખરૂપી મહાસાગરમાં ડૂબતા જીવોને આલંબન સ્વરૂપ આપ જ વિધાતા—બ્રહ્મા છો. આપે રાજ્યકારોબાર દરમ્યાન પ્રજાજનોને અર્થ અને કામના પુરુષાર્થનો ઉપદેશ આપી જીવનનિર્વાહનો માર્ગ બતાવ્યો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ સમવસરણમાં બેસી જગતના જીવોને ધર્મ તેમજ મોક્ષના પુરુષાર્થનો ઉપદેશ તેમજ માર્ગદર્શન આપે જ કરેલ હોવાથી આપ જ વિધાતા એટલે કે બ્રહ્મા છો. વિધાતા
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 267 શબ્દ વિધાન તેમજ વિધિ શબ્દોનો પર્યાયવાચક છે. વિધાન શબ્દમાં શાસ્ત્રનો આદેશ-ઉપાયનો નિર્દેશ છે. વિધિમાં ક્રમ-પદ્ધતિનો નિર્દેશ છે. ભગવાને મોક્ષમાર્ગનું વિધાન કર્યું, તેમજ તેની વિધિ કહેતાં ક્રમ પણ બતાવ્યો એ રીતે ભગવાનનું ‘વિધાતા' નામ સાર્થક છે.
બ્રહ્મા એ છે જે વિધિ અને વિધાન બતાવે છે. શ્રી જિનેશ્વરદેવ આદિનાથ ભગવાન જે આદિતીર્થકર છે તેમણે શિવમાર્ગ મોક્ષમાર્ગની રચના કરી છે. મોક્ષમાર્ગનું વિધાન કર્યું છે. જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયી એ મોક્ષમાર્ગ છે. આ માર્ગનું વિધાન કરી પ્રભુ, આપ સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરી છે, અને ત્યાં સુધી પહોંચવાનો વિધિરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી માર્ગ બતાવ્યો છે. તેથી આપ બ્રહ્મા છો. પ્રભુ, આપે મોક્ષમાર્ગનું વિધાન કરી અમારા આત્મા પર અનંતો ઉપકાર કર્યો છે. કારણ આપની પાસેથી અમે મોક્ષ પામવાની વિધિ જાણી છે તેથી આત્માને ઉત્કૃષ્ટતા પ્રદાન કરનાર આપ વિધાતા છો.
અંતિમ પંક્તિમાં સૂરિજીએ શ્રી આદિનાથ ભગવાનને પુરુષોત્તમ' કહ્યા છે. બુદ્ધ, શંકર, વિધાતા જ આ સૃષ્ટિ પર ઉપકાર કરવાનું એક અનન્ય કાર્ય કરે છે. આ દરેકનું એક એક જુદું જુદું કાર્ય હોય છે. જ્યારે શ્રી અરિહંતપ્રભુ આ બધાના ભિન્ન ભિન્ન વિશિષ્ટ કાર્યો પોતે એકલા જ કરે છે. અને તે દરેકમાં આત્માની ઉન્નતિ જ નિષ્પન્ન થયેલી જોવા મળે છે. પ્રભુ જ આ બધાં કાર્યો એકલા કરતાં હોવાના કારણે સૂરિજીએ આ પંક્તિમાં સર્વ પુરુષોમાં ઉત્તમ એવા પુરષોત્તમ કહ્યા છે. હે પ્રભુ ! આવા બધા પરથી એ તો સ્પષ્ટ સમજાય છે કે તમે પુરુષોત્તમ - સર્વ પુરષોમાં શ્રેષ્ઠ છો. બધા એક એક કાર્ય સંભાળે છે ત્યારે સર્વગુણસંપન્ન એવા તમે એકસાથે બધાં કાર્યો સંભાળો છો. આવા સર્વ ગુણના સમૂહને લીધે તમે જ પુરુષોત્તમ છો.
લૌકિક રીતે વિષ્ણુને પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે. સૂરિજીએ બ્રહ્મા, શંકર અને બુદ્ધ દ્વારા કરાતાં કાર્યોની - ગુણોની સરખામણીમાં સર્વગુણસંપન્ન માની જિનેશ્વરદેવને પુરુષોત્તમ કહ્યા છે. આ પુરુષોત્તમ એવા છે કે જેનામાં બુદ્ધિનો પ્રકાશ, કેવલ્યનો પ્રકાશ જે નિરંતરસુખ અને કલ્યાણ કરનાર છે, જે મોક્ષમાર્ગનું શાશ્વત સુખના માર્ગનું વિધાન કરનાર છે તે જ પુરુષોત્તમ છે. અહીં સૂરિજીએ ‘ત્વમ્ વ વ્યવર્ત પુરુષોત્તમ સ' અર્થાત્ તમે વ્યક્ત પુરુષોત્તમ છો. “વ્યક્ત પુરુષોત્તમ શબ્દ પ્રયોજ્યો છે, જે ખૂબ તાર્કિક છે. વ્યક્તિ અર્થાત્ પ્રગટ થનાર. હે પ્રભુ! આપ અમારામાં પ્રગટ થાઓ છો. બાહ્ય રીતે નહિ, પરંતુ આંતરિક રીતે અમારામાં પ્રગટ થાઓ છો. અને આત્માનું નિજ સ્વરૂપ પરમાત્મારૂપ જે છે તેને પ્રગટ કરવા, કર્તા કરનાર કોઈ વિશિષ્ટ પુરુષ જ હોઈ શકે, જેનું સ્વયં પરમત્વ પ્રગટ થઈ ચૂક્યું હોય તે જ બીજાનું પરમત્વ પ્રગટ કરી શકે. એવી સિદ્ધિ પુરુષોમાં જે ઉત્તમ હોય – પુરુષોત્તમ હોય તેને જ પ્રાપ્ત થાય. આવી સિદ્ધિ આપ પ્રાપ્ત કરી ચૂક્યા છો તેથી આપ જ પુરુષોત્તમ છો.
બુદ્ધ-શંકર-બ્રહ્મા-વિષ્ણુનાં નામો લૌકિક રીતે પ્રચલિત છે. તે બધાં જ નામો અને તે સિવાયનાં તમારાં અનેક ગુણવાચક નામોના ગુણો તમારામાં પ્રસ્થાપિત થયેલા છે. એટલે કોઈ ભક્ત તમને આમાંના કોઈ પણ નામ વડે ભજે . ભક્તિ કરે તો એમાં કાંઈ ખોટું નથી. વાસ્તવમાં તો તમારી
Page #287
--------------------------------------------------------------------------
________________
268 - || ભક્તામર તુલ્યું નમઃ સમ્યગ પ્રકારે રાગદ્વેષ રહિત અવસ્થા, વિતરાગી સ્વરૂપની આરાધના-ભક્તિ થવી જોઈએ. કારણ કે આ પ્રકારની ભક્તિ જ આપે જે વિધિપૂર્વક જણાવી છે તે જ મોક્ષમાર્ગ સુધી એટલે કે આપના સમીપ લઈ જઈ શકે તેમ છે, એટલે કે મોક્ષના શાશ્વત સુખના સ્વામી બનાવી શકે છે. તેથી આપની કોઈ પણ સ્વરૂપે ભક્તિ થઈ શકે છે. શ્લોક ૨૬મો
तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ ! तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय,
તુમ્ય નમો નન મોધિશોષાય ||રદ્દી થાઓ મારાં નમન તમને દુઃખને કાપનારા, થાઓ મારાં નમન તમને ભૂમિ શોભાવનારા, થાઓ મારાં નમન તમને આપ દેવાધિદેવા,
થાઓ મારાં નમન તમને સંસ્કૃતિ કાળ જેવા. (૨૬) શબ્દાર્થ
નાથ – હે નાથ, ત્રિભુવનાર્તિહરીય – ત્રણ ભુવનની પીડા હરનાર એવા, તુમ્યમ્ નમ: – આપને નમસ્કાર હો, ક્ષિતિતનામત મૂષMIN – પૃથ્વીના ઉજ્વળ અલંકારરૂપ, ત્રિી ત: – ત્રણ જગતના, પરમેશ્વરાય – પરમેશ્વર, તુમ્ નમ: – આપને નમસ્કાર હો, નિન – હે જિનેશ્વરદેવ ! ભવોધિ - ભવરૂપી સમુદ્ર, શોષખાય – શોષણ કરનારા, સૂકવી નાખનારા. ભાવાર્થ :
હે નાથ ! ત્રણ લોકની પીડા હરનારા એવા આપને નમસ્કાર હો; હે પૃથ્વીના ઉજ્વળ અલંકારરૂપ ! આપને નમસ્કાર હો; હે ત્રણ જગતના પરમેશ્વર ! આપને નમસ્કાર હો, હે જિનેશ્વર! સંસારસમુદ્રનું શોષણ કરનારા એવા આપને નમસ્કાર હો.” વિવેચન : ગાથા ૨૬
સ્તોત્રકાર સૂરિજી શ્રી જિનેશ્વરદેવની સ્તુતિનો અખ્ખલિત પ્રવાહ આગળ ધપાવે છે. તુમ્યમ્ શબ્દના પ્રયોગ વડે શંકર-બુદ્ધ-પુરષોત્તમ આદિ અનેક ગુણવાચક નામો દ્વારા શ્રી જિનેશ્વરદેવને સંબોધીને હવે તેમને નમસ્કાર કરે છે. વ્યક્તિ ત્યારે જ નમસ્કાર કરે છે જ્યારે તે પોતાનાથી અધિક યશસ્વી અને કાંતિમાન પુરુષને જુએ છે. નમસ્કાર સૌ કોઈને કરવામાં આવતાં નથી. પરંતુ જ્યાં કંઈક પ્રાપ્તિ થવાની સંભાવના હોય તેની જ સામે નમસ્કાર પૂર્વક મસ્તક નમાવવામાં આવે છે. એટલે કે જ્યાં વ્યક્તિમાં કંઈક વિશિષ્ટતા હોય, મહાનતા હોય, તેજસ્વી વ્યક્તિત્વ હોય ત્યાં
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 269 આપોઆપ જ કરબદ્ધ થઈ નમસ્કાર થઈ જાય છે.
સ્તોત્રકાર સૂરિજી પ્રથમ પંક્તિમાં કહે છે કે, “હે પ્રભુ! આપ ત્રણેય લોકની પીડાનું હરણ કરનારા છો તેથી આપને નમસ્કાર કરું છું. સ્તોત્રકાર સૂરિજી હવે “તુ' શબ્દના પ્રયોગ વડે અન્ય સર્વ દેવોનો પરિહાર કરીને શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કરે છે. આ જિનેશ્વરદેવ કેવા છે? તો સર્વચન અને ક્રિયા વડે ત્રણે લોકની બાહ્ય-અભ્યતર પીડાનું હરણ કરનાર છે. તેઓ ધર્મદેશના દરમ્યાન સર્વચનો કહે છે અને ધર્મના અનુષ્ઠાનો બતાવે છે. તેના લીધે બાહ્ય પીડા એટલે રોગ વગેરે અને અત્યંતર પીડા એટલે શોક, સંતાપ, ચિંતા વગેરે દૂર થાય છે. આવા પરોપકારીપણાને લીધે એને વંદનીય કહ્યાં છે.
હે પ્રભુ! આપ ત્રણે લોકની પીડાનું બાહ્ય અને અત્યંતર પ્રકારે હરણ કરનારા છો તેથી આપને નમસ્કાર કરું છું. એ જ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવે છે જે બીજાઓની પીડાનું હરણ કરતી હોય, પ્રભુ આપ તો એવી વિભૂતિ છો જે એક વ્યક્તિ, અમુક વ્યક્તિ નહિ પરંતુ ત્રણે લોકની પીડાઓનું હરણ કરો છો. જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે અને તેમના અન્ય કલ્યાણક થાય છે તે સમયે નારકીમાં પણ શાંતિ પ્રસરી જાય છે, નારકના જીવોની પીડાનું ક્ષણિક હરણ થઈ જાય છે, સર્વત્ર આનંદ-ઉલ્લાસ વ્યાપી જાય છે. તેથી જ સૂરિજી પ્રભુની વિશેષતાનું રેખાંકન કરતાં કહે છે કે, ત્રણે લોકના લોકોની પીડાનું હરણ કરનારને મારા નમસ્કાર થાઓ. પ્રભુ જ્યારે ધર્મની દેશના આપે છે ત્યારે ધર્મપ્રવર્તનની વિધિ બતાવે છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાનું વિધાન જણાવે છે. તે દ્વારા બાહ્ય પીડારૂપ શારીરિક દુઃખો અને આંતરિક દુઃખો શોક, સંતાપ, ચિંતા આદિ દૂર થાય છે. અર્થાત્ પ્રભુના શરણમાં જતાં જ જીવને પ્રભુ શાંતિનો માર્ગ બતાવે છે. તેને લીધે આત્મા પોતાના મૂળ શાંતસ્વરૂપની ઓળખાણ પામે છે. પ્રભુ પોતે શાંતરસની અપ્રતિમ પ્રતિમારૂપ છે. તેથી તેના સાંનિધ્યમાં આવનાર શાંતિનો અનુભવ કરે છે. આ પ્રભુ ત્રણે લોકની પીડાને હરનાર છે. તેથી સૂરિજી આવા પીડન-નિવૃત્તિ ધરાવનાર શ્રી જિનેશ્વરદેવને ભાવપૂર્વક નમસ્કાર કરે છે.
બીજી પંક્તિમાં સૂરિજીએ પૃથ્વીના નિર્મળ–કાંતિમાન અલંકારરૂપ પ્રભુને નમસ્કાર કર્યા છે. ત્રણ લોકના ભૂષણ કહેતાં અલંકાર સ્વરૂપ, સમસ્ત જગતના લોકાંતિક દેવો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રિશલાકાપુરુષો, મોક્ષમાર્ગમાં અગ્રગણ્ય નિગ્રંથ મુનિજનો તેમજ શ્રાવક, શ્રાવિકા, અસંયત સમ્યગ્ દૃષ્ટિ જીવો તેમ જ બીજા સજ્જનો તેમજ બુદ્ધિમાન જીવો આપના જીવનવૃત્તાંતનો, આપનાં જ પ્રવચનોનો અભ્યાસ કરી આપનું જ અનુકરણ કરી રહ્યા છે. આપના ચરણમાં મસ્તક નમાવી, હૃદયમાં આપની પ્રતિમાનું સ્થાપન કરી, આપના નામનું સ્મરણ તેમજ ઉચ્ચારણપૂર્વક આપની ભક્તિ કરી પોતાને ધન્ય સમજે છે. સર્વ સજ્જનો અને બુદ્ધિમાન જીવો સવારમાં ઊઠતાંની સાથે પ્રથમ આપને જ નમસ્કાર કરે છે. આપનું જ સ્મરણ કરે છે અને રાત્રે
Page #289
--------------------------------------------------------------------------
________________
270
।। ભક્તામર તુલ્યું નમઃ II
સૂઈ જતાં પહેલાં આપને જ નમસ્કાર કરી દિનચર્યા પૂરી કરે છે. માતાની કૂખમાં અવતરણ પામ્યાથી માંડીને જન્મ, બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, રાજ્ય-કારોબાર, મુનિપણું અને કેવલજ્ઞાન બાદ તીર્થંકર નામકર્મનો ઉદય થતાં સમવસરણમાં બેસી મોક્ષમાર્ગનો ઉપદેશ. આમ જેમની સમગ્ર જીવનચર્યા તેમજ જેમનાં બધાં કાર્યો અનુપમ, સર્વોત્કૃષ્ટ, આદર્શરૂપ જગતના સર્વ જીવોને હિતકારી તેમજ અનુકરણીય છે, એવા પૃથ્વીમંડળના ભૂષણ-અલંકારસ્વરૂપ હે જિનેશ્વરદેવ! આપને નમસ્કાર કરું છું.
પ્રભુ અલૌકિક ગુણો વડે ક્ષિતિતલ-પૃથ્વીના કાંતિમાન - તેજસ્વી અલંકારરૂપ છે. પ્રભુમાં જન્મથી લઈને તીર્થંકર નામકર્મનો ઉદય થાય ત્યાં સુધીમાં અનેક ગુણો વિકસ્વરે છે. તેમાં પણ ચાર ઘાતી કર્મનો ક્ષય ક૨વાથી અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, અનંતવીર્ય એવા અલોકિક ગુણો તેમને પ્રાપ્ત થયેલા હોય છે. તેના પરિણામસ્વરૂપ તેઓ પરમદિવ્યતા સંપન્ન હોય છે. સાથે સાથે સવિ જીવ કરું શાસન રસી’ એવી ભાવના તો સદાય વહેતી જ હોય છે. અર્થાત્ સમગ્ર સૃષ્ટિને કર્મરૂપી મલ રહિત કરવાની ભાવના હોય છે. તેથી આવા સ્વપર-કલ્યાણની ભાવના કરનાર શ્રી જિનેશ્વરદેવ આ પૃથ્વી પરના અલંકારસ્વરૂપ પુરુષ છે. જેના થકી સમગ્ર સૃષ્ટિ ઝળહળી ઊઠે છે, તેથી સૂરિજીએ પૃથ્વીના નિર્મળ-કાંતિવાન અલંકારરૂપ શ્રી જિનેશ્વ૨દેવને નમસ્કાર કર્યા છે.
ત્રીજી પંક્તિમાં સૂરિજીએ ત્રણ જગતના ૫રમેશ્વરને નમસ્કાર કર્યા છે. આ ત્રણ જગતના પરમેશ્વર કોણ હોઈ શકે. જેમણે ત્રણે જગતને વિશે પરમેશ્વરતા પ્રગટાવી છે અર્થાત્ પરમ એશ્વર્ય પ્રગટાવ્યું છે એવા પ્રભુને વંદન કર્યા છે. આદિનાથ પ્રભુએ સર્વજ્ઞપણું પ્રગટાવ્યું તે સાથે અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પણ પ્રગટાવ્યા હતા. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય એમનામાં એટલા અંશે સ્ફુર્યા હતા કે, જેનો જોટો જડવો પણ મુશ્કેલ ગણાય. ત્રણે જગત-સ્વર્ગ, પૃથ્વી અને નારકીને વિશે અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યના ચતુષ્ટરૂપ પરમ ઐશ્વર્ય પ્રગટ કરનાર તેઓ અનન્ય છે અને એ જ તેમનું પરમેશ્વરપણું છે.
સૂરિજીએ પ્રભુને પરમેશ્વર કહી તેમને પ્રણામ કર્યા છે. ન અપર કૃતિ પરમ્ - અર્થાત્ પરમેશ્વર. એ રીતે પરમેશ્વરનો અર્થ જગતમાં સર્વશ્રેષ્ઠ તેમજ તેમના જેવા જગતમાં બીજા કોઈ નહિ એવો થાય. સૂરિજી જણાવે છે કે, ‘હે પ્રભુ ! આપના શાસનકાળ દરમ્યાન આત્મિક ગુણો જે ઘાતી કર્મનો ક્ષય કરીને આપે મેળવ્યાં છે, જે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંત વીર્યરૂપે છે અને તે દ્વારા ત્રણે લોકમાં અનંતાનંત પદાર્થોના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવના જાણકાર છો તેથી પ્રભુ આપ પરમેશ્વર છો. તદ્ઉપરાંત આ અનંતગુણના વૈભવરૂપ ઐશ્વર્ય આપની પાસે જ છે, તથા દેહની સર્વાંગસુંદરતા પણ આપની પાસે જ છે તથા આપ જ પરમેશ્વર છો. એટલે કે પ્રભુ આપના શાસનકાળ દરમિયાન આપના આત્મિકગુણ કે દેહની સર્વાંગસુંદરતા આદિ
Page #290
--------------------------------------------------------------------------
________________
271
શ્રી ભક્તામર સ્તોત્ર ગુણોમાંથી કોઈ એક ગુણમાં પણ આપનાથી ચઢિયાતો કોઈ પણ જીવ હોતો નથી. આમ પરમ પરમેશ્વર નામને સાર્થક કરવાને આપ સામર્થ્યવાન હોવાને લીધે જ વંદનીય બનેલા છો. તેથી હું પણ આપને નમસ્કાર કરું છું.
અંતિમ પંક્તિમાં ભક્તને જે સૌથી વિશેષ લાભપ્રદ હોય એવો પ્રભુનો ગુણ દર્શાવીને સ્તોત્રકાર સૂરિજી પ્રભુને નમસ્કાર કરે છે. તેઓ પ્રભુની સ્તુતિરૂપ વાર્તાલાપ આગળ વધારતાં કહે છે કે, ‘ભવરૂપ સમુદ્રનું શોષણ કરનાર હે જિન ! હું તમને વંદન કરું છું.' અહીં સૂરિજીએ પ્રભુ માટે ‘જિન’ શબ્દ પ્રયોજ્યો છે. ‘જિન'નો અર્થ થાય છે જેમણે ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. જિન એટલે કે પ્રભુને પોતાને પ્રાપ્ત થયેલાં એશ્વર્યને-જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યને પ્રગટ કરવા માટે તેમને કોઈ પણ ઇન્દ્રિયની પરાધીનતા રહી નથી. એ સૂચવવા માટે જિન શબ્દનું સંબોધન સૂરિજીએ કરેલું જણાય છે.
પ્રભુ ભવરૂપી સમુદ્રનું શોષણ કરનારા છે. આ જગતના સર્વ પ્રાણીઓ પોતાનાં કર્મને લીધે ભવસમુદ્રમાં ભ્રમણ કરી રહ્યાં છે, એટલે કે જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈને જન્મ-જરામરણનો અનુભવ કરી રહેલાં છે અને તેને લીધે વિવિધ પ્રકારનાં દુ:ખો ભોગવી રહેલાં છે. પરંતુ શ્રી જિનેશ્વ૨દેવનો ઉપદેશ એવો છે કે તે આ ભવસમુદ્રનું શોષણ કરી નાખે છે. એટલે કે ફરી ભવ લેવો ન પડે, એવી સ્થિતિ ઉત્પન્ન કરી દે છે. તેમના આ મહાન ઉપકારને લીધે તેઓ પુનઃ પુનઃ વંદનીય છે.
જગતમાં જે જીવ જન્મે છે તે તેના કર્મ અનુસાર ચોરાશી લાખ જીવયોનિમાંથી એક યોનિમાં જન્મ લે છે. તેના કર્માનુસાર ભવભ્રમણની ભ્રમણા ચાલે છે. પ્રભુએ સ્વયં આ ભવસમુદ્રની ભ્રમણામાંથી છુટકારો મેળવી લીધો છે અને અન્ય જીવોને ભવસમુદ્રનું શોષણ કરી નાખવાનો માર્ગ બતાવે છે. એટલે કે કર્મોના આશ્રવને રોકવારૂપ સંવર અને સત્તામાં રહેલા કર્મની નિર્જરા વડે સંસારરૂપી ભવસમુદ્રની ભ્રમણામાંથી છૂટવાનો માર્ગ પ્રભુએ બતાવ્યો છે. સર્વ કર્મોનો ક્ષય થઈ જવાના કા૨ણે ફરીથી જન્મમરણની જંજાળમાં પડવાનું રહેતું નથી. પ્રભુએ પોતે પ્રાપ્ત કરેલા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે સંસારરૂપી સમુદ્રને શોષવી નાખનાર અને જગતના જીવોને તે માર્ગ બતાવનાર હે જિનેશ્વરદેવ ! તમારા આ ઉપકારના લીધે આપને નમસ્કાર.
આ રીતે પ્રભુના ગુણોની સ્તુતિમાં અનેક પ્રકારના આત્મિક તેમજ દૈહિક ગુણોનું વર્ણન કરતાં કરતાં છેવટે ભક્તિભાવથી ભાવ-વિભોર બનેલા સૂરિજીનું હ્રદય પ્રભુ તરફ ઢળી જતાં તેમના હૃદયના ઊંડાણમાંથી પ્રભુના સૃષ્ટિના અન્ય જીવો પ્રત્યે કરેલા ઉપકારો અને તેમના ગુણો પ્રત્યે ગુણાનુરાગપૂર્વકના તેમના આ ઉદ્ગારો છે. પ્રભુના ઉપકારક સ્વભાવનો લાભ પોતાને પણ મળે એવો ગુપ્ત ભાવ સૂરિજીને હોય એવું સમજી શકાય છે. સૂરિજીની બૌદ્ધિક પ્રખરતા અને ભક્તિની
Page #291
--------------------------------------------------------------------------
________________
272 ! ભક્તામર તુલ્ય નમઃ | રસધારા બંને સાક્ષાત્ સ્વરૂપ બની ગયા છે. તેમણે વહેવડાવેલી ભક્તિની ધારા દરેક ભક્તને ભક્તિરસમાં તરબોળ કરી મૂકે તેવી છે. શ્લોક ૨૭મો
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैस्त्वं संश्रितो निरवकाशतया मुनीश ।। दोषैरुपात्तविविधाश्रयजातगः,
स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ।।२७।। સર્વે ઉચા ગુણપ્રભુ અહા આપમાંહિ સમાયા તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા; દોષો સર્વે અહિં તહિં ફરે દૂર ને દૂર જાયે.
જોયા દોષે કદિ નવ પ્રભુ આપને સ્વપ્નમાંયે.(૨૭) શબ્દાર્થ
મુનીશ: – મુનીશ્વર, ચરિ નામ – મને એમ લાગે છે કે, નિરવાતિયા – અન્ય સ્થળે આશ્રય ન મળવાના કારણે, ગોવે. |ળે. – સમગ્ર ગુણો વડે. બધા ગુણોએ, ત્વમ્ સંશ્રિત. – આપનો આશ્રય લીધો છે, સત્ર શે વિરમ – એમાં આશ્ચર્ય શું?, તોપૈ: – દોષો વડે, ઉપર વિવિધાશ્રય - અનેક સ્થળે આશ્રય પામવાથી, નાત ર્વે: – ગર્વ થઈ રહ્યો છે, ચિત્ પ – કોઈ પણ વખત – ક્યારેય પણ, સ્વનાતરેપ – સ્વપ્નાવસ્થામાં પણ, નશિતઃ સિ – આપને જોયા નથી. ભાવાર્થ :
હે મુનીશ્વર ! મને એમ લાગે છે કે અન્યત્ર સ્થાન નહિ મળવાથી જ સમગ્ર ગુણોએ આપનામાં આશ્રય લીધો છે, એમાં આશ્ચર્ય શું ? તેમજ અનેક સ્થળે આશ્રય પામવાથી જેમને ગર્વ થઈ રહ્યો છે એ દોષોએ ક્યારેય સ્વપ્નમાં પણ આપને જોયા નથી, એમાં પણ આશ્ચર્ય શું? વિવેચનઃ ગાથા ૨૭
સ્તોત્રકાર સૂરિજીએ સ્તોત્રના આરંભથી લઈને ૨૬મા શ્લોક સુધી ભગવાનના વિવિધ પ્રકારે દર્શન, તેમના સ્વરૂપની સમજ, તેમણે વિધાન કરેલો મોક્ષમાર્ગ, તેમણે બતાવેલ વિધિ પર ચાલનાર મુનિજનો, સમ્યગુદૃષ્ટિ જીવો, દેવો-દેવેન્દ્રો અને હરિહર આદિ દેવોની વાત કરી. આ ૨૭મા શ્લોકમાં સૂરિજીએ પ્રથમ વાર જ સૃષ્ટિના અન્ય જીવો જેમણે પ્રભુને જોયા નથી. તેમની વાત સાંભળી નથી અને તેમના અલૌકિક, અનન્ય, મનોહારી, સર્વગુણસંપન્ન સ્વરૂપને જાણ્યું નથી અને સાથે સાથે મોક્ષમાર્ગના વિધિ-વિધાનની પણ જેમને ખબર નથી એવા સંસારમાં મિથ્યા ભવભ્રમણ
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 273 કરતાં જીવોની વાત કરી છે. આમ આ શ્લોકમાં મોક્ષમાર્ગના આરાધક તેમજ વિરાધક જીવોની વાત સૂરિજીએ કરી છે.
સૂરિજીએ અહીં ગુણ અને દોષનું વર્ણન કર્યું છે. ગુણ અને દોષ બંને એકસાથે જ જોવા મળે છે. જગતમાં ગુણી અને દોષી એમ બે પ્રકારના માણસો માનવામાં આવે છે. પરંતુ એવો કોઈ ગુણી કે દોષી માનવી નથી કે જેનામાં એકબીજાનાં વિરોધી તત્ત્વો ન હોય. એટલે કે કોઈ પણ માનવી એકલો ગુણી નથી હોતો અને કોઈ પણ માનવી એવો નથી કે જેનામાં એકલા દોષો જ હોય. બંને તત્ત્વો થોડાઘણા અંશે દરેક માનવીમાં હોય છે. અર્થાતુ બંને તત્ત્વો દરેક માનવીમાં આશ્રય પામેલાં હોય છે. ફક્ત શ્રી જિનેશ્વરદેવ જ એવા છે કે જેમાં ફક્ત ગુણોને આશ્રય મળેલો હોય છે. પ્રથમ બે પંક્તિમાં સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, “હે મુનીશ્વર ! હે ભગવાન! મને એમ લાગે છે કે ગુણોએ આશ્રય મેળવવા માટે આ વિશ્વમાં ઘણું પરિભ્રમણ કર્યું, પણ તેમને કોઈ સ્થળે આશ્રય મળ્યો નહિ, એટલે છેવટે તે બધા ગુણો આવીને આપનામાં રહ્યા, એમાં આશ્ચર્ય શું?” પછીની બે પંક્તિમાં જણાવે છે કે, જે દોષો હતા. તેને વિવિધ સ્થળે આશ્રય મળ્યો, એટલે કે તે લૌકિક દેવોમાં જામી પડ્યા અને તેથી તેમને ગર્વ થયો કે અમને સારો આશ્રય મળી ગયો છે, પછી તેઓ તમને શોધવાની કે તમને જોવાની પણ તસ્દી લે જ શા માટે ? એટલે કે તેમણે તમને કોઈ વખત સ્વપ્નમાં પણ જોયા નહિ. આમ થવું સ્વાભાવિક હોવાથી તેમાં પણ મને આશ્ચર્ય થતું નથી.'
હે પ્રભુ ! ગુણોએ પોતાનો આશ્રય મેળવવા માટે જગતમાં અનેકજનો અર્થાતુ લૌકિક દેવો આદિ પાસે ભ્રમણ કર્યું, પરંતુ તેઓને ક્યાંય પણ યથાયોગ્ય આશ્રય મળ્યો નહિ, આ ગુણોને જોઈતો આશ્રય આપનામાં મળી ગયો. તેથી જેટલા ગુણો છે તે તમામ ગુણો આપનામાં સમાઈ ગયા, તે ગુણો એ રીતે સમાઈ ગયેલા છે કે ક્યાંય કશો અવકાશ ન રહ્યો. આપે દોષોને માટે કોઈ અવકાશ રાખ્યો જ નહિ. જો થોડોઘણો પણ અવકાશ હોત તો દોષો કદાચ આવીને આશ્રય મેળવી લેત. પરંતુ તમામ ગુણોએ આપનો આશ્રય લઈ લીધો. તેથી દોષોને અવકાશ ન મળ્યો તેમાં આશ્ચર્ય શું ? અર્થાત્ ગુણોને અન્ય કોઈ જગ્યાએ આશ્રય ન મળતાં સઘળા ગુણો આપનામાં આવીને આપનામાં જ આશ્રય પામ્યા. અન્ય કોઈ જગ્યાએ તે ગુણો રહેલા નથી. તાત્પર્ય કે જે ગુણો તમારામાં રહેલા છે, તે ગુણો અન્યત્ર ક્યાંય રહેલા નથી. સઘળા ગુણોનું આશ્રયસ્થાન છે જિનેશ્વરદેવ ! એક માત્ર આપ જ છો.
ગુણો તો સઘળા પ્રભુમાં સમાઈ ગયા. જે દોષો હતા તેને આશ્રય આપનારા ઘણાં લોકો મળ્યાં. પ્રભુ તારા સિવાયના જે લૌકિક દેવો છે તેમણે તે દોષોને આશ્રય આપ્યો. એટલે કે દોષોને એક સિવાય અનેકોએ આશ્રય આપ્યો. આથી દોષોને અભિમાન થઈ ગયું કે અમને આશ્રય આપનારાં ઘણાં છે. કોઈ અમારી ઉપેક્ષા કે અવહેલના કરતું નથી, અમને સર્વત્ર આશ્રય અને
Page #293
--------------------------------------------------------------------------
________________
274 છે ભક્તામર તુલ્યુ નમઃ આલંબન મળી રહે છે. આ અભિમાનના કારણે તેઓએ આપનો આશ્રય શોધવાની તકલીફ લીધી જ નહિ એટલે કે તેઓએ તમને કોઈ વખત સ્વપ્નમાં પણ જોયા નહિ તો પછી આપનો આશ્રય મેળવવાની તો વાત જ ક્યાં રહી ? અર્થાત્ જ્યાં કોઈ દિવસ સ્વપ્નમાં પણ આપનાં દર્શન ન થયાં હોય - સ્વપ્નમાં પણ આપનો આશ્રય મેળવવાનો વિચાર ન આવ્યો હોય, તો પછી આપનામાં આશ્રય કેવી રીતે મેળવી શકે ? આ એક સ્વાભાવિક ઘટના છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ
નથી.
પ્રભુ ! સર્વ કર્મોનો ક્ષય થતાં આપ વીતરાગી બની ગયા. આપે એટલા બધા ગુણોને આશ્રય આપ્યો કે સર્વ ગુણોથી આપ પરિપૂર્ણ બની ગયા. તેમાં જરા પણ અવકાશ ન રહ્યો. તેથી દોષોને રહેવાનું, આશ્રય મેળવવાનું કોઈ સ્થાન આપનામાં રહ્યું નથી. તેથી દોષો આપની આસપાસ પણ દૃષ્ટિગોચર થતાં નથી. પ્રભુ તારાથી તો દોષ દૂર રહ્યા, સાથે સાથે તારી સમીપ આવનાર જીવોથી પણ દોષો દૂર રહે છે, ને તારામાં રહેલા ગુણો તેમનામાં પણ આવે છે. અહીં સૂરિજીએ ભક્તિ દ્વારા મળતી ફળસિદ્ધિ બતાવી દીધી. જે જેની ભક્તિ કરે છે તે તેના જેવો બને છે. ગુણીજનની ભક્તિ કરવાથી ભક્ત પણ ગુણવાન બને છે. તેનામાં પણ ગુણ આવીને વસે છે. મલનું આવરણ દૂર થાય છે અને અમલ જીવનની શરૂઆત થાય છે. અર્થાત્ રાગરૂપી કર્મોનો ક્ષય થવાથી ગુણનો પ્રવેશ થાય છે અને દોષનો ક્ષય થાય છે.
પ્રભુ! આપ તો સર્વદોષથી રહિત સર્વગુણ સંપન્ન એવા દેવાધિદેવ પરમાત્મા છો. આપમાં એક પણ દોષ નથી. તેથી સર્વગુણ આપનામાં જ શોભે. અન્ય બીજે ક્યાંય નહિ. કારણ અન્ય લૌકિક દેવોમાં હાસ્ય, રતિ, ભય, શોક આદિ અનેક દોષો રહેલા છે, ત્યાં સર્વ ગુણોને સ્થાન ક્યાંથી હોઈ શકે. તેથી સર્વ ગુણોનું આશ્રય સ્થાન આપનામાં જ શોભે. બીજા કોઈની સાથે સર્વગુણો આશ્રય પામી શકતા નથી. અને દોષ આપની પાસે આવતા નથી. કારણ કે દોષને રહેવા માટે આપની પાસે કોઈ સ્થાન જ નથી. તેથી તે સંસારમાં અહીં-તહીં ભટકે છે. ગુણોને આશ્રય આપવાનો આત્માનો નિજ સ્વભાવ છે. રાગાદિ દોષોને આશ્રય આપવાનો આત્માનો સ્વભાવ નથી, તે તો પરાશ્રિત ભાવો છે. પરંતુ જેને રાગાદિ દ્વારા દોષને આશ્રય આપ્યો છે તે જીવો સ્વપ્નમાં પણ આપને જોઈ શકતા નથી અને આત્માના મૂળ સ્વભાવને ઓળખી શકતા નથી.
દોષને આશ્રય આપનારા તો જગતમાં ઘણાય છે. પણ ગુણોનો આધાર તો હે પ્રભુ ! આપ એક જ છો. જે જીવો રાગ-મોહ-માયા આદિને ધર્મ માને છે તેઓ દોષને આશ્રય આપે છે. એવા અજ્ઞાની કે લૌકિક દેવોમાં સર્વગુણોને આશ્રય ન મળ્યો. તેથી તે સઘળા ગુણો આપનામાં આવી આશ્રય પામ્યા.
સૂરિજીએ આ શ્લોકમાં પ્રયોજનપૂર્વક પ્રભુને મુનીશ' નામથી સંબોધ્યા છે. ભગવાનને મુનીશ નામથી સંબોધીને સૂરિજીએ બે વાત કરી છે :
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 275 (૧) મિથ્યાત્વદૃષ્ટિ જીવો જેમણે ભગવાનને જોયા નથી એટલે કે ભગવાનના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણ્યું નથી. તેઓ માત્ર અર્થ (ધનાદિ) અને કામ (પાંચ ઇન્દ્રિયના વિષયો)ના પુરુષાર્થમાં મગ્ન રહી, પ્રાપ્ત વિષયોમાં અભિમાનપૂર્વક મદોન્મત્ત બની સ્વચ્છંદ તેમજ નિઃશંકપણે વિચારી રહ્યા છે અને તેના ફળસ્વરૂપ જન્મ-મરણરૂપ સંસારપરિભ્રમણ કરતાં દુઃખી થઈ રહ્યા છે.
(૨) સમ્યગુદૃષ્ટિ જીવો જેમણે ભગવાનને જોયા છે એટલે કે ભગવાનના સ્વરૂપને જેમણે જાણ્યું છે તેઓ ધર્મ અને મોક્ષના પુરુષાર્થમાં મગ્ન રહી શ્રાવકની પડિમાઓ તેમજ પરમેશ્વરી, જિનદીક્ષા ગ્રહણ કરી સામાયિકભાવની વૃદ્ધિ કરતાં અંતે જન્મ-મરણનો નાશ કરી અનંત સુખસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરે છે. ટૂંકમાં ભગવાને કહેલ ચાર પુરુષાર્થ (ધર્મ-અર્થ-કામ અને મોક્ષ) જીવના ભાવમાં (અંતરંગ પરિણામમાં જ રહેલા છે. બાહ્ય પદાર્થો પોતપોતાના દ્રવ્ય-ગુણપર્યાયમાં સ્થિર છે - જીવના પર્યાયમાં નહિ અને આ બધું પ્રયત્નથી સાધ્ય છે.
મિથ્યાત્વ દૃષ્ટિવાળા જે જીવો છે તેમણે પ્રભુના સમ્યગુ સ્વરૂપને જાણ્યું નથી. અર્થાત્ પ્રભુએ બતાવેલ મોક્ષમાર્ગનું વિધાન અને જ્ઞાન-દર્શનચારિત્રરૂપ વિધિ જાણી નથી. તેઓ ફક્ત અર્થપ્રાપ્તિ અને વિષયવાસનાના સંતોષ માટે પંચેન્દ્રિયના પુરુષાર્થમાં મગ્ન રહીને અભિમાનપૂર્વક અહીંતહીં મદોન્મત્ત હાથીની જેમ ભટકી રહ્યા છે તેઓ અનેક કર્મોનું ઉપાર્જન કરે છે. અનેક દોષોને પોતાની પાસે આશ્રય આપી રહ્યાં છે અને તેથી ફળશ્રુતિ રૂપે જન્મમરણરૂપ સંસારમાં ભવભ્રમણા કરતાં અથડાતાં-કૂટાતાં દુઃખી થઈ રહ્યા છે. આવા જીવો સ્વપ્નમાં પણ પ્રભુને જોયા નથી અને તેમણે ભવભ્રમણામાંથી મુક્તિ મેળવવાનો બનાવેલ માર્ગ પણ જાણતા નથી તેનું કારણ છે તેમનામાં રહેલા દોષો.
જ્યારે બીજા જીવો જેમણે પ્રભુના સ્વરૂપને જાણ્યું છે તેમને જોયા છે અર્થાતું પ્રભુએ કરેલ મોક્ષમાર્ગનું વિધાન જાણ્યું છે. અને તેમણે બતાવેલ જ્ઞાન-દર્શન-ચારિત્રની વિધિ જાણી છે તેઓ ધર્મ કરીને મોક્ષ મેળવવા માટે હંમેશાં પ્રવૃત્ત રહે છે. જેને મુનીન્દ્ર માનવામાં આવ્યાં છે તેવા જ્ઞાન-દર્શનચારિત્રના આદર્શ શ્રી જિનેશ્વરદેવનું શરણું સ્વીકારી ચારિત્ર ગ્રહણ કરી, કર્મોનો ક્ષય કરીને જન્મ-મરણરૂપ સંસારની ભવભ્રમણાનો ક્ષય કરી શાશ્વત સુખરૂપ મોક્ષને પામે છે.
સૂરિજીએ અહીં ગર્વ-અભિમાન શબ્દ પ્રયોજ્યો છે. આ ગર્વનું ખંડન કરવા, અભિમાનને ઉતારવા માટે શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ-સ્તવના કરવામાં આવે. તેના ગુણગાન ગાવામાં આવે તો તેનો નાશ થાય છે. અર્થાત્ અભિમાનને ઉતારવા માટે પ્રભુ-સ્તુતિ અતિ આવશ્યક અંગ છે અને આમ કરવું અતિ મહત્ત્વનું છે. કારણ કે અભિમાન દોષોને પોષે છે. અને પ્રભુની સન્મુખ થવા દેતું નથી. તેના પરિણામે સંસારનું ભવભ્રમણ અનંતાનંત જન્મો સુધી થયા જ કરે છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
276
।। ભક્તામર તુભ્ય નમઃ II
ક્યારેય શાશ્વત સુખરૂપી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે અભિમાન-ગર્વને ઓગાળવો અતિ આવશ્યક છે. સૂરિજીએ ‘ગર્વ’ શબ્દ પ્રયોજીને તેને નાથવાનો ઉપાય પણ બતાવ્યો છે.
સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકમાં તત્ત્વાર્થગર્ભિત તેમની કાવ્ય શક્તિ અને કલ્પનાશક્તિનો અજોડ પરિચય કરાવ્યો છે. અભિમાનનો ક્ષય કરવાની અને મોક્ષમાર્ગની વાત વધુ હૃદયસ્પર્શી રીતે કરવાં સૂરિજી કહે છે કે, હે પ્રભુ ! જેઓમાં દોષોનું ઘર એવા મિથ્યાત્વ દૃષ્ટિ જીવોએ સ્વપ્નમાં પણ આપને જોયા લાગતા નથી. એક બાજુ સર્વગુણસંપન્ન શ્રી જિનેશ્વરદેવ અને બીજી બાજુ લૌકિક દેવો અને મિથ્યાત્વ દૃષ્ટિવાળા જીવો, જેનામાં અનંત દોષો સમાયેલા છે. એક બાજુ પ્રભુએ વિધિવિધાન કરેલ મોક્ષમાર્ગ અને બીજી બાજુ સંસારની ભવભ્રમણા વધારતાં તત્ત્વોની વાત એક અદ્ભુત રૂપક દ્વારા સૂરિજીએ આ શ્લોકમાં કરી છે.
શ્લોક ૨૮મો
उच्चैरशोकतरुसंश्रितमुन्मयूखमाभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं बिम्बं रवेरिव पयोधर पार्श्ववर्ति ।। २८ ।।
-
ઉંચા એવા તરુવર અશોકે પ્રભુ અંગ શોભે, જાણે આજે રવિરૂપ ખરું દીપતું છેક મોભે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હોય, નિશ્ચે પાસે ફરી ફરી વળ્યાં વાદળાં રૂપ તોય. (૨૮)
શબ્દાર્થ
ઉજ્જૈ અતિ ઊંચા એવા, અશોòતરુસંશ્રિતમ્ અશોક વૃક્ષની નીચે, ઉન્નપૂર્ણમ્ દેદીપ્યમાન, અતિ ચમકતું, ભવતઃ – આપનું, મનમ્ પન્ નિર્મળરૂપ, સ્પષ્ટોત્ત્તતંત્ વિરામ્ - અત્યંત ચમકી રહેલું, અસ્ત તમો વિતાનમ્ – જેણે અંધકારના સમૂહ દૂર કર્યો છે એવું, પયોધર – મેઘામંડળ, પાર્શ્વવર્તિ – પાસે રહેલું, રવેઃ વ વિશ્વમ્ – સૂર્યના બિમ્બ જેવું, નિતાન્તમ્ – ઘણું જ, આમાતિ – શોભી રહ્યું છે.
ભાવાર્થ :
—
-
હે ભગવાન ! ઊંચા અશોકવૃક્ષની નીચે રહેલું આપનું દેદીપ્યમાન રૂપ મેઘમંડલની પાસે અત્યંત ચમકી રહેલા અને અંધકારના સમૂહનો નાશ કરનારા એવા સૂર્યના બિમ્બ જેવું ઘણું જ શોભી રહ્યું છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 277 વિવેચન : ગાથા ૨૮
આ શ્લોકમાં પ્રભુના બાહ્ય વૈભવને રજૂ કરવામાં આવ્યો છે. તેમના આઠ અતિશયો એ અષ્ટ પ્રતિહાર્યો છે. આ અષ્ટ મહાપ્રતિહાર્યોને પરમાત્માની આરાધનાનું મુખ્ય પ્રતીક માનીને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રભુના આ અતિશયો માટે “વૈભવ' શબ્દ વપરાયો છે. વૈભવ' શબ્દ ઘણો ચિત્ત-આકર્ષક છે. એના મૂળમાં ‘વિભુ શબ્દ છુપાયેલો છે. આપણે વૈભવ તરીકેની કલ્પના કરીએ છીએ તે માત્ર વ્યવહારિક સ્તર ઉપર આધારિત હોય છે. અને આવી પરિકલ્પનાઓ કરતાં વિશેષતઃ આપણે વિભુને ભૂલી જઈએ છીએ. વૈભવને સમજવા માટે તો વિભુને સમજવો અતિઆવશ્યક છે. વૈભવ પ્રાપ્ત કરવા માટે વિભુ બનવું જરૂરી છે. વિભુ બનીને જ વૈભવ પ્રાપ્ત કરી શકાય છે.
આ સંદર્ભે ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે, “વૈભવ એ છે : આંતરિક અને બાહ્ય. વિકાસ પામેલા આંતરિક વૈભવ બાહ્ય વૈભવને પ્રગટ કરે છે. સામાન્ય રીતે બાહ્ય વૈભવ નિર્મુલ્ય હોય છે. તે પણ આંતરિક વૈભવ એ બાહ્ય વૈભવનું મૂલ્યાંકન પણ વધારી દે છે. પરમાત્મા માટે પરમાત્માપણું સ્વયં એક વૈભવ છે.”
પ્રભુના વૈભવ માટે પ્રતિહાર્ય નામ પ્રસિદ્ધ છે. તીર્થકરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ ઇન્દ્રદેવો આવીને આઠ પ્રતિહાર્યોની નિમણુંક કરે છે જે આ પ્રમાણે છે :
(૧) અશોકવૃક્ષ (૨) દિવ્ય પુષ્પવૃષ્ટિ (૩) દિવ્ય ધ્વનિ (૪) દેવદુંદુભિ (૫) સિંહાસન (૬) ભામંડળ (૭) ચામર (૮) છત્ર.
આ આઠે પ્રતિહાર્યો નિયમિત રૂપે પ્રભુની સાથે જ રહે છે. કેવળજ્ઞાની થયા પછી પ્રભુ સમવસરણમાં બેસીને દેશના આપે છે. આ અદ્ભુત ભવ્ય એવા સમવસરણની રચના ઇન્દ્રો અને દેવો સાથે મળીને કરે છે. સમવસરણમાં રત્નના ગઢ અને મણિરત્નના કાંગરા આદિની રચના હોય છે. માનસ્તંભ હોય છે. ચારે બાજુ દરવાજા હોય છે. આવી ભવ્ય રચના કરે છે અને એ આખા સમવસરણની મધ્યમાં દેવો તીર્થંકર પ્રભુને બેસવા માટે સિંહાસનની રચના કરે છે અને તે સિંહાસન દેવો રચિત અશોકવૃક્ષની નીચે રાખવામાં આવ્યું હોય છે. આ અશોકવૃક્ષની રચના એ પ્રભુનો એક અતિશય છે.
આ શ્લોકમાં અશોકવૃક્ષની છાયામાં સિંહાસન પર બિરાજેલ દેશના આપતાં પ્રભુ કેવાં લાગે છે તે સૂરિજીએ વર્ણવ્યું છે. પ્રભુ કેવળજ્ઞાન પછી સમવસરણમાં બિરાજે છે ત્યારે તેમના ઉપર તેમના દેહથી બાર ગણું ઊંચું દિવ્ય અશોકવૃક્ષ હોય છે. આ વૃક્ષ વનસ્પતિકાયનું વૃક્ષ નથી, પરંતુ એ દિવ્ય પુદ્ગલોની અદ્ભુત રચના છે. એ જમીનને અડ્યા વગર અધ્ધર અને મૂળ વગરનું હોય છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
278 ક / ભક્તામર સુભ્ય નમઃ |
આ શ્લોકમાં શ્રી માનતુંગસૂરિજી જે કહે છે તે સંદર્ભે શ્રી કાનજીસ્વામી જણાવે છે કે, “હે પ્રભો ! સમવસરણમાં અશોકવૃક્ષની નીચે બિરાજમાન આપનું નિર્મળ, તેજસ્વરૂપ, તે વૃક્ષને ભેદીને ઉપર ઉલ્લસતાં કિરણો વડે અત્યંત શોભી રહ્યું છે. જેમ ઘનઘોર વાદળની વચ્ચે ઊગતો સૂરજ, ઉપર ઊઠતાં પોતાનાં ઝગમગતાં સોનેરી કિરણો વડે શોભે અને સમસ્ત અંધકારને નષ્ટ કરે તેમ આપ શોભી રહ્યા છો; અને ઉદય ભાવોની વચ્ચે આપનું કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે શોભી રહ્યું છે."૭
સ્તોત્રકાર સૂરિજી પ્રભુના સમવસરણની ધર્મદેશના વખતનું એક સુંદર ભાવચિત્ર રજૂ કરે છે. પ્રભુ ધર્મદેશના આપવા માટે અશોકવૃક્ષની નીચે બેસે છે. આ વૃક્ષ પ્રભુના દેહમાન કરતાં ૧૨ ગણું ઊંચું હોય છે. અર્થાત્ આદિનાથ ભગવાનનું દેહમાન જે ૫૦૦ ધનુષ ઊંચું હતું તેના કરતાં ૧૨ ગણું એટલે ૬૦૦૦ ધનુષ જેટલું ઊંચું અશોકવૃક્ષ છે. તેથી જ અહીં ઉન્ચ શબ્દનો પ્રયોગ કરેલો છે. આ અશોકવૃક્ષનો રંગ શ્યામલ ઘેરો-લીલો હોય છે. તેની નીચે મણિમય સિંહાસન ઉપર બેસીને ભગવાન ધર્મની દેશના આપે છે. ત્યારે તેમનું મુખમંડલ અનેરી આભાથી ચમકતું હોય છે. ઉપર વિશાળકાય અશોકવૃક્ષની નીલવર્ણ ઘટા ફેલાયેલી છે અને નીચે પ્રભુનું અનેરી આભાવાળું મુખ સૂર્યની જેમ ચમકી રહ્યું છે. કેટલી અદ્ભુત રમણીયતા ! અશોકવૃક્ષના સંશ્રયમાં પ્રભુનું પ્રકાશમય શરીર દીપ્તિમાન પ્રકાશિત બની રહ્યું છે. સ્તોત્રકાર સૂરિજી કહે છે કે જેમ મેઘમંડળનાં વાદળો કાળાં હોય છે અને તેની નજીકમાં સર્વ અંધકારનો નાશ કરનાર અતિ પ્રકાશવંત એવો સૂર્ય પ્રકાશી ઊઠે તો કેવું અદ્ભુત સૌંદર્ય લાગે, તેમ દેશના સમયનું અશોકવૃક્ષ નીચે રહેલું પ્રભુનું મુખમંડલ પણ સૂરિજીને એવું જ સુંદર લાગે છે.
અહીં પ્રભુને સૂર્યના રૂપે ઓળખાવ્યા છે. સૂર્ય જે સ્વયં પ્રકાશિત છે તેમ પ્રભુ પોતાના સર્વ કર્મની નિર્જરા કરીને તેમના આત્માની અત્યંત પવિત્ર અવસ્થા થવાથી સ્વયં પ્રકાશિત છે. સૂર્યની આસપાસ વીંટળાયેલાં શ્યામવર્ણા વાદળોથી ફેલાતા અંધકારને પોતાનાં તેજસ્વી કિરણોથી દૂર કરે છે. તેમજ પ્રભુરૂપી સૂર્ય કર્મરૂપી વાદળોથી ફેલાતાં અજ્ઞાનરૂપી અંધકારને પોતાની દિવ્યા તેજસ્વી દેશનારૂપી કિરણોથી દૂર કરે છે. સૂર્ય હંમેશાં ઉચ્ચ સ્થાનેથી પ્રકાશિત થાય છે. પ્રભુરૂપી સમવસરણના મુખ્ય અંગ પ્રથમ અતિશય એવા અશોકવૃક્ષરૂપી જે અંધકાર છે તેના પર પ્રકાશ છે. તીર્થંકર પરમાત્માની નજીકમાં સાન્નિધ્ય પ્રાપ્ત કરીને શોકરહિત થઈને આ અશોકવૃક્ષ પ્રસન્નતાથી આનંદિત રહે છે. અશોક શબ્દના બે અર્થ થાય છે.
(૧) જે સ્વયં શોકરહિત છે, (૨) જેની નજીક આવનાર સ્વયં શોક સંતાપ રહિત થઈ જાય છે.
અર્થાત્ વૃક્ષની નીચે સ્વયં પ્રભુ બિરાજે છે. તેમનું સાનિધ્ય પ્રાપ્ત કરીને જ અશોકવૃક્ષ શોકરહિત થઈ શકે છે અને હવે પ્રભુ પાસે જે કોઈ પણ આવે છે તેઓ બધા આ પ્રમાણે શોકરહિત
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર : 279 થઈ જાય છે. આને પ્રભુની વિશેષતા માનીને કહેવાય છે કે જ્યાં પ્રભુ બિરાજે છે તેનાથી એક યોજન વિસ્તારમાં આવનાર સમગ્ર જીવ શોકરહિત બની જાય છે.
કલ્યાણમંદિર સ્તોત્રમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે કે :
“સાન્નિધ્યેથી તુજ ધરમના બોધ લેતા શ્લોક દૂરે લોકો તરુ પણ અહો થાય અત્રે અશોક ! ભાનુ કેરો સમુદાય થયે નાથ આ જીવલોક શું વિબોધ ત્યમ્ નહિ લહે સાથમાં વૃક્ષ થોક’
(કલ્યાણમંદિર-૧૯)
અર્થાત્ પ્રભુના સામીપ્યમાં પ્રસન્નતાથી ખીલી રહેલું આ અશોકવૃક્ષ જોતાં એમ થાય છે કે, ‘પ્રભુની સમીપતા પામીને આ વૃક્ષ પણ અ-શોક, શોક વગરનું થઈને પ્રસન્નતાથી ખીલી ઊઠ્યું. તો પછી અમારા જેવા ચેતનવંતા જીવો શોકરહિત અશોક કેમ ન થાય ? પ્રભુ આપનું સાન્નિધ્ય પામીને અમે પણ પ્રસન્નતાથી આનંદિત થઈને ખીલી ઊઠ્યા છીએ. આપની પાસેનું વૃક્ષ ‘અશોક’ થયું તો આપની પાસે આવેલાં ભવ્ય જીવો ‘અશોક' થઈ જાય એમાં આશ્ચર્ય જેવું શું છે ?
દેવોનિર્મિત જે સમવસરણની રચના થાય છે તેમાં પ્રભુના અષ્ટ મહાપ્રતિહાર્યોમાંથી એક ખૂબ ઊંચા એવા અશોકવૃક્ષનું વર્ણન છે. આ અશોકવૃક્ષની નીલવર્ણી ઘટા અંધકારનું પ્રતીક છે. પરંતુ જેમ સૂર્યકિરણો પ્રકાશિત થતાં મેઘમંડલનાં વાદળોનો અંધકાર નાશ પામે છે તેમ અશોકવૃક્ષની નીલવર્ણી છાયાને ભેદીને સૂર્ય સમાન પ્રભુના શરીરમાંથી નીકળતાં ચમકતાં કિરણો આકાશમાં ફેલાઈ રહ્યા છે, અને અતિશય શોભી રહ્યાં છે. પ્રભુના દિવ્યપ્રભાના તેજ પાસે આ અશોકવૃક્ષ પણ નિસ્તેજ રંગ વગરનું બની જાય છે.
અર્થાત્ સૂર્યના કાર્યમાં અને સમવસરણમાં અશોકવૃક્ષને પ્રકાશી અન્ય આત્માનાં અજ્ઞાન અને કર્મરૂપી મેલનો નાશ કરનાર પ્રભુના કાર્યમાં અજબ પ્રકારનું સામ્ય જોઈ શકાય છે. બંને અંધકારનો નાશ કરનારા છે અને તે સામ્યતાને સૂરિજીએ અહીં આ શ્લોકમાં ઉત્પ્રેક્ષા અલંકાર દ્વારા રજૂ કરી છે.
શ્લોક મો
सिंहासने मणिमयूखशिखाविचित्रे,
विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियद्विलसदंशुलतावितानं, तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ।। २९ ।।
Page #299
--------------------------------------------------------------------------
________________
280 & || ભક્તામર તુલ્ય નમઃ |
રત્નો કેરા કિરણસમૂહ ચિત્ર વિચિત્ર છાજે,
એવા સિંહાસન પર પ્રભુ આપનો દેહ રાજે; વિસ્તાર છે રૂ૫ ગગનની મધ્યમાં જેમ ભાનુ, ઉંચા ઉંચા ઉદયગિરિના શિખરે તેમ માનું. ૨૯
શબ્દાર્થ
રિસંહાસને – સિંહાસન ઉપર, મામધૂ૩ – રત્ન કિરણોના, શિરવારિત્રેિ – અગ્રભાગથી વિવિધ રંગના, નાવાતમ્ – સુવર્ણ જેવું દેદીપ્યમાન, તવ વપુ – આપનું શરીર, વિગ્રાનને - વિશેષ શોભે છે, તુદ્રયાદ્રિ – ઘણાં ઊંચા એવા ઉદયાચલના, શિરસિ – શિખરે, સહસ્ત્ર રમે - સૂર્યના, વિય વિતત – આકાશમાં શોભી રહ્યા છે, મંગુ તતાવિતાન – કિરણોનો માલા સમૂહ એવા, વિમ્ – બિંબ જેવો ભાવાર્થ :
હે ભગવન્! રત્નકિરણોના અગ્રભાગથી વિવિધ રંગોની છાયા પ્રકટ કરી રહેલા એવા સિંહાસનને વિષે આપનું સુવર્ણ જેવું સુંદર શરીર ઘણા ઊંચા એવા ઉદયાચલના શિખરે, જેનાં કિરણોનો સમૂહ આકાશમાં શોભી રહ્યો છે એવા સૂર્યના બિંબ જેવું શોભે છે. વિવેચન : ગાથા ૨૯
સ્તુતિકાર સૂરિજી અનેક દૃષ્ટિએ પોતાના આરાધ્ય શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિ કરે છે. માનતુંગસૂરિ પારિવાર્ષિક વાતાવરણના સંદર્ભમાં પ્રભુના વ્યક્તિત્વનું અવગાહન કરી રહ્યા છે. શ્રી તીર્થકર ભગવંત દેશના આપવાના હોય છે ત્યારે દેવો સમવસરણ અને અશોકવૃક્ષની રચના કરે છે. આ શ્લોકમાં પ્રભુ જ્યારે દેશના આપે છે તે સમયે દેવો રચિત સુવર્ણના રત્નજડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે કેવા લાગે છે તેનું વર્ણન સૂરિજી કરે છે. આ વર્ણન પણ તેઓ શ્રી આદિનાથ ભગવાનને સંબોધીને જ કરે છે. અને તે વખતે તેઓની સમક્ષ સમવસરણ પ્રત્યક્ષ રૂપે અનુભવતા હશે એવું લાગે છે. ' સૂરિજી સિંહાસનનું વર્ણન પ્રભુને સંબોધીને કરે છે કે, “હે ભગવન્! દેશના સમયે તમે મણિમય સિંહાસન પર બિરાજો છો. આ સિંહાસન તેમાં જડાયેલા વિવિધ પ્રકારનાં રત્નોનાં કિરણોને લીધે વિવિધ વર્ણનું અર્થાતુ મનોહર લાગે છે. તેમાં આપનું સુવર્ણના જેવા ગૌર વર્ણવાળું મુખ જાણે ઉદયાચલ શિખર પર અત્યંત પ્રકાશમાન સૂર્ય ઊગ્યો હોય એવું શોભે છે."
અશોકવૃક્ષની નીચે બિરાજમાન પ્રભુને જોયા પછી હવે માનતુંગસૂરિ જુએ છે કે સિંહાસન પર આસન ગ્રહણ કરેલા પ્રભનું શરીર કેવું લાગે છે. સ્તુતિકાર સૂરિજીએ સૂક્ષ્મતાપૂર્વક શ્રી
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 281 આદિનાથ પ્રભુના શરીરને નિહાળીને પછી સિંહાસનને નિહાળ્યું. આ સિંહાસન દેવોરચિત છે. તે રત્નોથી જડિત અને મણિઓથી વિભૂષિત થયેલું છે. આ રત્નો અને મણિઓમાંથી ચારે તરફ કિરણો પ્રકાશિત થઈ રહ્યાં છે. જેમાંથી કિરણો પ્રકાશિત થાય છે, તે સિંહાસન પર બિરાજેલા પ્રભુનો સુવર્ણ કાંતિવાળો દેહ અતિશય શોભી રહ્યો છે. પ્રભુનું સુવર્ણ જેવા ગૌર વર્ણવાળું મુખ અતિ ઊંચા એવા ઉદયાચલ શિખર પરથી ઉદય થતા સૂર્ય જેવું લાગે છે.
સૂર્યનું આસન ઉદયાચલ પર્વત છે. તેના શિખર પર બેસીને સુવર્ણરંગી સૂર્ય આકાશમાં ચારે બાજુ પોતાનાં કિરણો ફેલાવે છે અને તે વખતે તેની શોભા કેવી અનન્ય લાગે છે. એ દશ્ય તો જેણે જોયું હોય તેને જ તેની ભવ્યતા સમજાય. દેવોરચિતરત્ન જડિત સિંહાસન પર બેસીને દેશના પ્રકાશતા પ્રભુ પણ સૂરિજીને આવા જ ભવ્ય જણાયા છે.
સ્તોત્રકાર સૂરિજીએ તુલના કરી છે તે કેટલી અલૌકિક છે. એક તરફ ઉદયાચલ શિખર અને બીજી તરફ શ્રી આદિનાથનું સિંહાસન. બંને સમાન લાગી રહ્યાં છે. એક તરફ ઉદયાચલ શિખર પરથી ચારે તરફ સૂર્યનાં કિરણો પથરાઈ રહ્યાં છે. બીજી તરફ સિંહાસનના રત્નમણિનાં કિરણો ચારે તરફ પથરાઈ રહ્યા છે. આ ઉદયાચલના કિરણોની વચ્ચે જેવી રીતે સૂર્યનું બિંબ ચમકી રહ્યું છે તેવી જ રીતે સિંહાસનના પ્રકાશની વચ્ચે પ્રભુનું શરીર સુવર્ણની જેમ ચમકી રહ્યું છે.
આ શ્લોકની પંક્તિને સમજાવતાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે, “સિંહાસન પર બિરાજમાન પ્રભુને દેખીને સ્તુતિકાર કહે છે કે, “હે દેવ ! સુવર્ણાચલ પર્વત ઉપર ઊગતો સૂર્ય તેનાં હજારો સોનેરી કિરણો સહિત આકાશમાં જેમ શોભી ઊઠે છે, તેમ દિવ્ય મણિરત્નનાં કિરણોથી ઝગમગતા સુવર્ણના સિંહાસન ઉપર સુવર્ણ દેહવાળા આપ અતિશય શોભી રહ્યા છો. જેમ નવીન વરસાદને જોઈ મોરલા નાચી ઊઠે છે તેમ આપને દેખીને ભવ્ય જીવોનું ચિત્ત પ્રસન્નતાથી ખીલી ઊઠે છે.”
સૂર્ય ઉદયાચલ પર્વતના શિખર પર બિરાજે છે, અને તે પોતાના કિરણોથી આકાશ અને અન્ય સર્વને શોભાયમાન કરી દે છે. એ જ રીતે મણિરત્નથી જડિત સિંહાસન પર બિરાજમાન સૂર્ય જેવા તેજસ્વી પ્રભુ ૐ નાદરૂપ કિરણો ચારે બાજુ ફેલાવે છે અને સર્વેને શાંતિમાં લીન કરી દે છે. જેમ સૂર્યનાં કિરણો ફેલાતાં અંધકારનો નાશ થાય છે તેમ પ્રભુની દેશનાના દિવ્ય ધ્વનિથી ભવ્ય જીવોના આત્મા પરથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે. અને તે જીવોનું ચિત્ત વિશેષ પ્રસન્નતાથી ખીલી ઊઠે છે. સૂરિજીએ બીજા અતિશયને અભિવ્યક્ત કરતી વખતે સૂર્યની ઉદયાવસ્થાની ઉપમા લીધી છે.
સિંહાસનનો વાસ્તવિક અર્થ ‘ઉત્કૃષ્ટ વિશુદ્ધ પુન્યાસન' એવો થાય છે. તીર્થંકર પરમાત્મા પોતાના પરમ નિજ સ્વરૂપમાં હંમેશાં પ્રતિષ્ઠિત હોય છે. છતાં પણ અહીંયાં પ્રભુને વિશે, સિંહાસન પર બિરાજમાન કરવાનું જે વર્ણન છે તે ભક્ત સાથે એક વિશેષ ભાવાત્મક સંબંધનું પ્રતીક છે. ભક્તિમાં ભક્તાત્માનો ભક્તિભાવ જ પ્રભુને બિરાજવાનું એક ઉત્કૃષ્ટ આસન છે.
પરમાર્થ દષ્ટિએ આ શ્લોક સમજીએ તો મણિ એટલે નાભિ અને મયૂખ એટલે કિરણો,
Page #301
--------------------------------------------------------------------------
________________
282 ભક્તામર તુલ્ય નમઃ || શિખા એટલે અગ્રભાગ, વિચિત્ર એટલે વિવિધ પરમાર્થના. આ શબ્દોની વ્યાખ્યાથી અભિપ્રેત છે કે મણિપુર ચક્ર જે નાભિમાં સ્થિર છે ત્યાંથી ભાવોનાં વિવિધ વિશેષ કિરણો પ્રકાશિત થઈને ઉપર તરફ આરોહણ કરે છે. આ કિરણોનો આગળનો ભાગ હૃદયને સ્પર્શીને સમગ્ર ચેતનામાં ફેલાઈ જાય છે. આવું આ ભક્તિભાવનું સિંહાસન જે નાભિમાં સ્થિર છે એના ઉપર ભક્તાત્મા પરમાત્માને સ્થાપિત કરે છે. હે પરમાત્મા ! આ રીતે આવા ભાવ-આસન ઉપર આપના બિરાજવાથી મારું નાભિમંડળરૂપ સિંહાસન અત્યંત સુશોભિત થઈ રહ્યું છે. હવે અહીંયાંથી નીકળનાર વિવિધ ભાવનાઓવાળાં કિરણો આપમય થઈને સંપૂર્ણ ચેતનામાં વ્યાપી રહ્યાં છે. પ્રભુ! સંપૂર્ણ આત્મપ્રદેશ પવિત્ર થઈ રહ્યો છે.
નાભિમાં મણિપુર ચક્ર સ્થિર છે અને ત્યાં ભક્તકવિ સૂરિજી પ્રભુને સ્થાપિત કરે છે. હવે અહીંયાથી નીકળનારાં કિરણો હૃદયને સ્પર્શીને આખા શરીરમાં ફેલાઈ રહ્યાં છે. જેના કારણે છે પ્રભુ ! મારામાંથી અજ્ઞાનરૂપી અંધકાર, પાપનાશ પામી રહ્યો છે અને સંપૂર્ણ આત્મપ્રદેશ પવિત્ર થઈ રહ્યો છે. પ્રભુને પોતાના સિંહાસન પર બિરાજમાન કરીને ભક્તાત્મા પ્રભુની દેશના સાંભળીને તે દ્વારા પોતાનાં કર્મો નાશ પામીને તે જીવો વિશેષ શોભાયમાન બને છે.
શ્રી જિનેશ્વરદેવ અશોકવૃક્ષ નીચે રત્નજડિત સિંહાસન પર બેસીને સમવસરણમાં દેશના આપે છે. તેથી અહીંયાં અષ્ટ મહાપ્રતિહાર્યમાંથી સિંહાસન પ્રતિહાર્યનું વર્ણન કરેલું છે.
શ્રી આદિનાથ ભગવાનના શરીરનો વર્ણ સુવર્ણ જેવો પીળો હતો. વર્તમાન અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થકરોમાં પદ્મ પ્રભુ અને વાસુપૂજ્ય સ્વામીના દેહનો વર્ણ રાતો હતો. ચંદ્રપ્રભુ અને સુવિધિનાથના દેહનો વર્ણ શ્વેત હતો. મલ્લિનાથ અને પાર્શ્વનાથના દેહનો વર્ણ નીલો એટલે વાદળી હતો. મુનિસુવ્રત અને નેમનાથના દેહનો વર્ણ શ્યામ હતો. અને બાકીના સોળ તીર્થકરોના શરીરનો વર્ણ સુવર્ણ જેવો પીળો હતો. શ્લોક ૩૦મો
कुन्दावदातचलचामरचारुशोभं, विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार
मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ।।३०।। શોભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું વિંઝે જેને વિબુધ જનતા ચામરો એમ માનું દીસે છે જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય, મેરુ કેરા શિખર સરખું સ્વર્ણ રૂપે ન હોય ? (૩૦)
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 283
શબ્દાર્થ
વેન્ડાવવાનું – મોગરાના પુષ્પ જેવા શ્વેત, અવનવીમર - ઢોળાતાં (વઝાવા) એવા ચામર, વીરુશોમમ્ – સુંદર શોભાને ધારણ કરનાર, વિમાનતે – શોભે છે. તવ વધુ. – આપનું શરીર, વેનૌતાન્તમ્ – સુવર્ણ જેવી કાંતિવાળા, ઉદ્યTI – ઉદય પામેલા ચંદ્રમાના, શુ િનિર્જર વારિવાર– નિર્મળ ઝરણાનાં પાણીની ધારાઓથી, ઉચૈતમ રૂવ – ઉચ્ચભૂમિ જેવા, સુરત રે. - મેરુપર્વતની, શાતૌમ્મમ્ – સુવર્ણમય ભાવાર્થ :
મોગરાના પુષ્પ જેવા શ્વેત વીંઝાતા ચામરો વડે સુંદર શોભાને ધારણ કરનારું અને સુવર્ણ જેવી કાંતિવાળું આપનું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા નિર્મળ ઝરણાંના પાણીની ધારાઓથી સુશોભિત મેરુપર્વતની ઊંચી સુવર્ણમય ભૂમિ જેવું શોભે છે. વિવેચન : ગાથા ૩૦
આ શ્લોકમાં સરિજીએ પ્રભુને પ્રગટતાં ત્રીજા ચામર અતિશયનું વર્ણન કરેલ છે. શ્રી જિનેશ્વરદેવ દેશના સમયે ઊંચા નીલરંગી અશોકવૃક્ષ નીચે રત્નજડિત સુવર્ણ સિંહાસન પર બિરાજે છે. ત્યારે તેમની બંને બાજુ દેવતાઓ વડે દિવ્ય શ્વેત ચામરો વીંઝાય છે. આ અવસ્થાને જાણે પ્રત્યક્ષ મનઃચક્ષુ સમક્ષ અનુભવતા હોય અને તેનું સુંદર શબ્દચિત્ર અદ્ભુત રીતે સૂરિજીએ ઉન્મેલા દ્વારા દોર્યું છે. ઉદાહરણ તરીકે તેમણે કુદરતનો જ આશરો લીધો છે.
સ્તુતિકાર સૂરિજી અહોભાવભરી વાણીમાં જણાવે છે કે હે ભગવાન ! જેમ મેરુપર્વત ચંદ્રમાનાં કિરણો જેવાં ક્ષેત, નિર્મળ, ઝરણાંનાં પાણીની ધારાથી શોભે છે અને તેની ઊંચી ભૂમિ સુવર્ણની હોય છે તેમ તમારી બંને બાજુ મોગરાના પુષ્પ જેવા શ્વેત ચામરો વીંઝાય છે. અને સિંહાસન પર સ્થિત થયેલી તમારી કાયા સુવર્ણની જેમ શોભી ઊઠે છે.
કેટલી ઉદાત્ત અને ભવ્ય કલ્પના ! તેમણે શ્વેત ચામરો મેરપર્વતની બાજુમાંથી વહી જતા શ્વેત ઝરણાની સાથે અને શ્રી જિનેશ્વરદેવના સુવર્ણમય શરીરની મેરુશિખરની ઉચ્ચ સુવર્ણમય ભૂમિકા સાથે ખૂબ જ સુંદર તુલના કરી છે.
અશોકવૃક્ષ, સિંહાસન અને હવે ચામર ઉપર સૂરિજીની દૃષ્ટિ કેન્દ્રિત થઈ ગઈ. તીર્થંકર પ્રભુનો એક અતિશય એ છે કે સમવસરણમાં દેશના સમયે પ્રભુને દેવતાઓ દ્વારા નીચેથી ઉપરની તરફ ચામર વીંઝાય છે. ચામર જોઈને માનતુંગસૂરિને થયું કે ચામર વીંઝાય ત્યારે પ્રભુ કેવા લાગે તેની કલ્પના માટે તેમણે કુદરતનો આશરો લીધો છે.
મેરુપર્વત અચલ છે જ્યાં પ્રભુના જન્મકલ્યાણકો ઊજવાય છે. શિખર સુવર્ણનું હોય છે. આ
Page #303
--------------------------------------------------------------------------
________________
284 * । ભક્તામર તુભ્યે નમઃ ।।
સુવર્ણરંગી શિખરની આજુબાજુમાં નિર્મળ પાણીનાં ઝરણાં વહે છે. અને તે ઝરણાં તાજા ઉદય પામેલા ચંદ્રમા જેવાં શ્વેત હોય છે.
આ શ્વેત જળધારાઓ મેરુશિખરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પ્રભુની બંને બાજુઓએ દેવતાઓ દ્વારા મોગરાના પુષ્પ જેવા શ્વેત ચામરો વીંઝાય છે. ત્યારે સુવર્ણ વર્ણવાળા પ્રભુને જોઈને સૂરિજીને નિર્મળ શ્વેત ઝરણાની અનેરી શોભાથી દીપતા મેરુપર્વતના સુવર્ણ શિખરની સ્મૃતિ થાય છે. શ્રી આદિનાથ પ્રભુ પણ મેરુપર્વતના શિખર જેવા સુવર્ણ વર્ણના છે. પર્વતના શિખર ઉપરથી નિર્મળ ઝરણું જળની શ્વેત ધારા નીચે પાડી રહ્યું હોય, તેવી જ રીતે દેવતાઓ દ્વારા, મોગરાના પુષ્પ જેવા લાગે છે એવા ચામરો હાથમાં ગ્રહણ કરે છે. આ ચામરો પ્રભુને વીંઝાય છે, તે વહેતા ઝરણાં જેવા લાગે છે. આ ચામરો નીચેથી ઉ૫૨ ત૨ફ વીંઝાય છે. અર્થાત્ જાણે કે આ ચામર કહે છે કે, પ્રભુ પાસે નીચા નમો અને પછી ઊંચું પદ પામો.' પ્રભુને ઢોળાતા ચામર પહેલાં નીચે ઢળીને પછી ઉપર જાય છે તે એમ દર્શાવે છે કે જે જીવ જિન ચરણોમાં અભિભૂત થાય છે તે ઊંચી પદવીને પામે છે. એ વાત કલ્યાણમંદિર સ્તોત્રમાં કરી છે :
હે સ્વામિશ્રી અતિ દૂર નમીને ઊંચે ઊછળતાં, માનુ શુચિ સુર-ચામરના વૃંદ આવું વદંતા; જેઓ એહી યતિપતિ પ્રતિ રે પ્રણામો ફરે છે નિશ્ચે તેઓ ઊરધ ગતિને શુદ્ધભાવે લહે છે.'
નીચે નમીને ઊંચે ઊછળતાં તે ચામર જાણે એમ બોલી રહ્યા છે કે હે જીવો ! તમારે ઉચ્ચ
પદ પામવું હોય તો આ પ્રભુચરણમાં ભક્તિથી નમી જાઓ.
આ શ્લોકમાં સૂરિજીએ પ્રભુનો બીજો એક ગુણ પણ જણાવ્યો છે તે છે અવિચલતા. અહીં પ્રભુને મેરુપર્વતના ઉચ્ચ શિખર સાથે સરખાવ્યા છે. તેથી મેરુશિખરની જેમ પ્રભુના અવિચલતાનો ખ્યાલ આપણને થાય છે. જેમકે ચંદ્રમાની શ્વેત કાંતિ જેવા, વહેતી નિર્મળ જળધારા મેરુશિખરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. છતાં પણ મેરુશિખર તો સ્થિર અને અવિચલ જ છે. તે જ રીતે દેવો દ્વારા વીંઝાતાં દિવ્ય અને મોગરાનાં પુષ્પ જેવાં જે ઝરણાંઓ કરતાં પણ અધિક સુંદર છે તે ચામરો પ્રભુના અતિશયોમાં વધારો કરે છે. પણ પ્રભુ તો અવિચલ જ રહે છે. તેમનામાં કોઈ પણ ચલાયમાનપણું આવતું નથી.
શ્વેત ચામરોની મેરુપર્વત પર વહી જતી શ્વેત ધારાઓ સાથે અને શ્રી આદિનાથ પ્રભુના સુવર્ણ વર્ણીય શરીરની, મેરુશિખરની સુવર્ણ ભૂમિકા સાથે અતિ સુંદર તુલના સૂરિજીએ
કરી છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 285
શ્લોક ૩૧મો
છત્રત્રયં તવ વિમાતિ શાહુકાન્તमुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् मुक्ताफलप्रकरजालविवृद्धशोभं
प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ।।३१।। શોભે છત્રો પ્રભુ ઉપર તો ઊજળા ચંદ્ર જેવા, થંભાવે તે રવિકિરણનાં તેજને દેવદેવા; મોતીઓથી મનહર દીસે છત્ર શોભા અનેરી, દેખાડે છે ત્રણ ભુવનની સ્વામિતા આપ કેરી. (૩૧)
શબ્દાર્થ
શાન્તિ ” – ચંદ્રમાં જેવું ઉજ્વળ, તવ – આપના, ઉબૈઃ સ્થિતમ – ઉપર ઊંચે રહેલ, સ્થતિ – રોકી રાખેલ છે . રહેલા છે. માનુવર પ્રતા૫મ્ – સૂર્યકિરણના પ્રભાવને, છત્રત્રયમ્ – ઉપરાઉપર ત્રણ છત્રો, વિમાતિ – શોભે છે, મુસ્તાન પર – મોતીના સમૂહ, નાનવિવૃદ્ધ શોમમ્ – વિશિષ્ટ રચનાથી જેની શોભા વૃદ્ધિ પામેલ છે. પ્રધ્યાયતઃ – પ્રકટ કરતાં, સૂચવતાં, ત્રિગતિ: - ત્રણ જગતના, પરમેશ્વરત્વમ્ – પરમેશ્વરપણાને ભાવાર્થ :
હે ભગવન્! આપના મસ્તક ઉપર ઊંચે ઉપરાઉપરી ધારણ કરાયેલાં ત્રણ છત્રો ચંદ્રમા જેવા ઉજ્જવલ છે, મોતીના સમૂહની વિશિષ્ટ રચનાથી ઘણી શોભા પામી રહેલા છે. તેમજ સૂર્યનાં કિરણોના પ્રભાવને રોકી રાખે છે તથા ત્રણ જગતના પરમેશ્વરપણાને સૂચવતાં અત્યંત શોભી રહેલા છે. વિવેચન : ગાથા ૩૧
સ્તોત્રકાર માનતુંગસૂરિજી ધર્મોપદેશ આપતાં શ્રી આદિનાથ ભગવાનનું ચિત્ર રચી રહ્યા છે. જ્યારે શ્રી આદિનાથ પ્રભુ સમવસરણમાં અશોકવૃક્ષ નીચે મણિમય સિંહાસન પર બિરાજમાન થઈને ધર્મદેશના આપે છે તે વખતે તેમની બંને બાજુ શ્વેત ચામરો વીંઝાય છે. અને તેમના મસ્તક. પર ત્રણ છત્રો ઉપરાઉપરી ધારણ કરાયેલા હોય છે. આ શ્લોકમાં તેનું વર્ણન સૂરિજીએ કર્યું છે. ' હે ભગવાન ! આપના મસ્તક ઉપર ઊંચે ત્રણ છત્રો ધારણ કરાયેલાં છે તે ચંદ્રમા જેવા ઉજ્જવલ છે. તેના પર મોતીની વિશિષ્ટ રચના હોવાથી અતિ સુંદર લાગે છે. તથા તે સૂર્યનાં કિરણોને તમારા મસ્તક પર પડતાં અટકાવી રાખે છે. વળી તે એકની પર બીજું અને બીજા પર ત્રીજું એમ ગોઠવાયેલાં છે તે તમારું ત્રણ ભુવનનું પરમેશ્વરપણું સૂચવે છે.'
Page #305
--------------------------------------------------------------------------
________________
286 8 || ભક્તામર સુભ્ય નમઃ ||
પ્રભુના મસ્તકનું રક્ષણ કરતાં દેદીપ્યમાન છત્રોનું જે ચિત્ર સૂરિજીના મનમાં વણાયેલું છે તે તેમણે અહીં પ્રગટ કર્યું છે. આ ત્રણ છત્રો છે તે ચંદ્રમાના રૂપ જેવાં પ્રતીત થઈ રહ્યાં છે. તે છત્રો શ્વેત છે. અને ચંદ્ર જેવી કાંતિવાળા છે. અને તેની નીચે દિવ્ય મોતીઓનો સમૂહ લટકતો હોય છે. આ દિવ્ય મોતીની ઝાલરોથી છત્રની શોભા અનેક ગણી વધી જાય છે. એક પર એક રહેલાં ત્રણ છત્રો પ્રભુના મસ્તકનું સૂર્યનાં કિરણોથી રક્ષણ કરે છે. આ ત્રણ છત્રો દ્વારા પ્રભુનું ત્રણે જગત પ્રત્યે રહેલ પરમેશ્વરત્વ પ્રગટ કરવામાં આવી રહ્યું છે.
ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “ત્રણ છત્રો ત્રણ જગતનું પ્રતિનિધિત્વ ધરાવે છે. અને ત્રણે જગતના તમે સ્વામી છો એ અનુમાન આ ત્રણ છત્રોના અવલોકનથી થઈ શકે છે. કારણ કે એ ત્રણે છત્રો તમે જ્યાં જ્યાં વિહરો ત્યાં ત્યાં તમારી છાયાની માફક તમારું રક્ષણ કરતાં રહે છે.”૩૯
છત્ર ત્રણ જ શા માટે ? પંચાગ પ્રણિપાત ત્રણ વખત જ કેમ કરવામાં આવે છે ? વંદન ત્રણ વખત જ કેમ કરવામાં આવે છે. આ સંદર્ભે માનતુંગસૂરિ એમ કહી રહ્યા છે કે આ ત્રણ છત્રો એમ સૂચવે છે કે પ્રભુ ત્રણે જગતના પરમેશ્વર છે. શ્રી જિનેશ્વરદેવ માત્ર મનુષ્ય જ નહિ પરંતુ સ્વર્ગ અને પાતાળલોકના પણ પરમેશ્વર છે. કોઈ પણ એક વ્યક્તિ માત્ર એક લોકનો સ્વામી હોઈ શકે છે, પરંતુ ત્રણ લોકનો નહિ. ઇન્દ્ર સ્વર્ગલોકનો સ્વામી હોય છે. ભુવનપતિ પાતાળલોકનો સ્વામી હોય છે. ચક્રવર્તી રાજા મનુષ્યલોકનો સ્વામી હોય છે. ત્રણે લોકન ઈશ્વર એક જ હોઈ શકે છે જે ત્રણે લોકનો સ્વામી હોય. જેણે મમત્વનું સંપૂર્ણ વિસર્જન કરી દીધું હોય એ જ પરમેશ્વર બની શકે છે. સૌ કોઈ તેનું સ્વામીત્વ સ્વીકારી લે છે. આ જ કારણે છત્રો ત્રણ છે.
સૂરિજીના ત્રણ છત્રોના વિચાર વિશે આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “આચાર્ય માનતુંગે ત્રણ છત્ર બતાવતાં કહ્યું છે કે, આપ ત્રણ જગતના ઈશ્વર છો, તેથી પ્રતીક રૂપે ત્રણ છત્ર બન્યા. અથવા ચાર અથવા પાંચ પણ બની જાત. ત્રણેય જગતના સ્વામીત્વને બતાવવા માટે જ ‘છત્રત્રય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ૪૦
આ ત્રણ છત્ર એ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી પણ છે. તે પરમાત્મા ! અંતરીક્ષમાં રહેલાં નિરાલંબી ત્રણ છત્રના દર્શન થતાં જ મારા ભવતાપ દૂર થઈ રહ્યાં છે. આપની પરમ શાંત મુદ્રાને અંતઃકરણમાં ધારણ કરીને પ્રભુભક્તિના આવેશમાં પોતાનાં મન-વચન-કાયાનાં ત્રણ છત્રો બનાવીને ત્રણ યોગો દ્વારા તારું વિશુદ્ધ અયોગ દર્શન કરી રહ્યો છું, જ્ઞાન-દર્શન-ચારિત્રની રત્નત્રયીરૂપ મળેલ તારી પાવન ભેટસ્વરૂ૫ છત્રત્રય પ્રભુ મારા પરમ સૌભાગ્યનો અવસર છે.
પ્રભુના ૩૪ અતિશયોમાં છત્ર એક વિશિષ્ટ અતિશય છે. ભગવાનને જ્યારે કેવળજ્ઞાન થાય છે અને દેવો સમવસરણની રચના કરે છે ત્યારે અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ પ્રતિહાર્ય સૂરિજીને દેખાય છે. પ્રભુના મસ્તક પર એક ઉપર એક એમ ત્રણ છત્રો હોય છે. આ છત્ર ક્યાંય લટકાવવામાં આવતા નથી. પરંતુ હવામાં અધ્ધર જ હોય છે. જેમકે મૂળ વગરનું અશોકવૃક્ષ, પ્રભુ દેશના આપે, બેસે કે વિહાર કરે વગેરે, કોઈ પણ સમયે આ છત્રો તેમના મસ્તક પર શોભી રહે છે. તેમની સાથે ને સાથે જ રહે છે. બીજા કેટલાક અતિશયો એવા છે કે જે અમુક સમયે
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 287 પ્રગટે છે અને અમુક સમયે વિલીન થઈ જતા હોય છે. જેમકે સમવસરણમાં અશોકવૃક્ષ, સિંહાસન, સુવર્ણકમળ, પુષ્પવૃષ્ટિ વગેરે, જ્યારે છત્ર એક એવો અતિશય છે કે તે પ્રભુને કેવળજ્ઞાન થાય ત્યારથી તે પ્રભુ નિર્વાણ પામે અને સિદ્ધક્ષેત્રમાં જાય ત્યાં સુધી તેમના મસ્તક ઉપર સતત વિદ્યમાન રહે છે. આ છત્ર અતિશયની વિશેષતા છે.
સમવસરણમાં શ્રી જિનેશ્વરદેવ ચતુર્મુખ દેખાય છે. આ ચારે દિશાના ચારેય મસ્તક ઉપર આવા ત્રણ છત્રો હોય છે. આને છત્રાદિછત્ર કહેવામાં આવે છે.
આ ત્રણ છત્ર દ્વારા જ પ્રભુનું ત્રણ લોક પરનું એકચક્રી સાચું સ્વામીત્વ સૂરિજીએ વર્ણવ્યું છે. શ્લોક ૩રમો
उन्निद्रहेमनवपङ्कजपुञ्जकांतिपर्युल्लसन्नखमयूखशिखाभिरामौ पादौ पदानि तव यत्र जिनेन्द्र! धत्तः, पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ।।३२ ।। સોના જેવાં નવીન કમળો રૂ૫ શોભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિષે પ્રભુજી પગલાં આપ કેરાં ઠરે છે, ત્યાં ત્યાં દેવો કમલદલની સ્થાપનાને કરે છે. (૩૨)
શબ્દાર્થ
નિદ્ર – વિકસ્વર એવા, હેમવનપાન – સુવર્ણનાં નવીન કમળો, પુષ્માત્તિ – સમૂહની કાંતિથી, પર્યુક્લંસનરવ – ઝળહળતા નખોના, મયૂર્વીશ – કિરણોના અગ્રભાગથી, મમરાની - મનોહર, તવપાલી પલાનિધત્ત: – આપના બે ચરણો જ્યાં પગલાં મૂકે છે, યત્ર – જ્યાં, વિવુધા - દેવો, પાનિ – સુવર્ણ કમળોને, પરિવત્તિ – રચે છે, તત્ર – ત્યાં. ગિનેન્દ્ર – જિનેશ્વર ભાવાર્થ :
હે જિનેશ્વર ! વિકસ્વર એવા સુવર્ણનાં તાજાં કમળોના સમૂહ સમાન દિવ્ય કાંતિથી ઝળહળતા નખના અગ્રભાગ વડે મનોહર એવા આપના પવિત્ર ચરણયુગ્મનાં જ્યાં પગલાં મુકાય છે ત્યાં દેવો સુવર્ણનાં નવ કમળોની રચના કરે છે. વિવેચનઃ ગાથા ૩૨
સ્તોત્રકાર સૂરિજીએ શ્રી આદિનાથ ભગવાનના દેશના સમયના પ્રતિહાર્યો અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર આ ચારનાં શબ્દચિત્રો રજૂ કર્યા પછી હવે પ્રભુના ૩૪ અતિશયોમાંથી એક અતિશયનું સુંદર ચિત્ર રજૂ કરે છે. તીર્થ પ્રવર્તાવવાનો આરંભ કર્યા પછી શ્રી તીર્થંકર પરમાત્મા
Page #307
--------------------------------------------------------------------------
________________
288 N ભક્તામર તુલ્ય નમઃ || જ્યારે જ્યારે વિહાર કરે છે ત્યારે દેવો પ્રભુના પ્રત્યેક પગલે પગલે સુવર્ણ કમળની રચના કરતા આવે છે. પ્રભુના ચરણ જ્યાં પડે છે ત્યાં કમળ રચાય છે. અને જ્યાંથી પગ ઊપડે ત્યાંનું કમળ વિલીન થઈ જાય છે. અર્થાત્ પ્રભુ જ્યાં પણ પોતાના ચરણ માંડે છે ત્યાં ત્યાં દેવો દ્વારા નિર્મિત સુવર્ણ કમળો વિકૃતિ થઈ જાય છે.
માનતંગસૂરિજી કહે છે કે જિનેશ્વરદેવના બંને ચરણો દશ નખો વડે અત્યંત શોભે છે. આ નખો કેવા છે? તો જાણે સુવર્ણનાં નવીન કમળો ખીલ્યાં હોય તેના જેવા કાંતિને ધારણ કરનારા છે. એટલે કે સુવર્ણ જેવી ઉત્કૃષ્ટ આભાથી યુક્ત છે. શ્રી જિનેશ્વરદેવ ! વિહાર કરવા માટે આ બે ચરણો વડે જ્યાં જ્યાં પગલાં માંડે છે, ત્યાં ત્યાં દેવો સુવર્ણ કમળો રચે છે અને ભગવાન તેનાં પર પગલા માંડતા ચાલ્યા જાય છે. આવી ક્રિયા પરમાત્મા ગંતવ્ય સ્થાને પહોંચે ત્યાં સુધી ચાલે છે.
શ્લોકની પ્રથમ બે પંક્તિમાં સૂરિજીએ સુવર્ણ કમળ પર પ્રભુના ચરણો કેવા છે તે જણાવ્યું છે. પ્રભુના ચરણ નવીન ખીલેલા સુવર્ણકમળ જેવી કાંતિવાળા છે. તેના ચરણના નખમાંથી પ્રસરતાં તેજસ્વી કિરણો અગ્રભાગથી ઝળહળતા અત્યંત મનોહર પ્રભુના ચરણયુગલ દેવોને એટલા પૂજ્ય લાગે છે કે તેઓ પોતાની ભક્તિ દર્શાવવા પ્રભુના ચરણયુગલ વિહારમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પ્રત્યેક પગલે સુવર્ણ કમળની રચના કરે છે.
શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “તીર્થકરનો એક અતિશય એ છે કે તેઓ જ્યારે ચાલે છે ત્યારે તેમના પગ નીચે કમળ રચાઈ જાય છે. એમ માનવામાં આવે છે કે દેવતાઓ તીર્થકરના પગ નીચે કમળ રચી દે છે. માનતુંગ આ અતિશયનો ઉલ્લેખ કરતાં કહે છે કે જ્યારે આપ ચાલો છો ત્યારે નવ સુવર્ણ કમળ ઉન્નિદ્ર વિકસ્વર બની જાય છે.""
અર્થાત્ પ્રભુના ચરણ સુવર્ણકમળના વિકસ્વર પુંજ જેવા છે. સુવર્ણ કમળ એક જ હોય તો પેજ ન બને. પરંતુ સુવર્ણ કમળ નવ હોય તો વિકસ્વર કાંતિનો પંજ બને. એક તરફ તે વિકસ્વર કાંતિપુંજને લીધે સુવર્ણ જેવી આભા પ્રકાશિત થઈ રહે છે. બીજી તરફ પ્રભુના નખમાંથી નીકળેલાં તેજસ્વી કિરણોની શિખા બની રહે છે. આ જ કારણે પ્રભુના ચરણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે ત્યારે દેવતાઓ સુવર્ણ કમળો પ્રભુના ચરણોમાં વિકુર્વિત કરે છે.
અહીં નવપંકજનો ઉલ્લેખ છે. આ નવના બે અર્થ થાય છે એક નવું અને બીજું નવ. પ્રસ્તુત શ્લોકના સંદર્ભમાં બંને અર્થ ઘટિત થાય છે. નવપંકજ નવ સુવર્ણકમળ છે અને બીજો અર્થ નવ પંકજનો ઉલ્લેખ અનેક જગ્યાએ મળે છે. નવપંકજ એટલે તે કમળ ન તો કરમાય છે, ન ચીમળાય છે; હંમેશાં ઉન્નિદ્ર, વિકસ્વર બની રહે છે.
તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવ વિહાર કરતી વખતે દેવો દ્વારા વિકર્વિત સુવર્ણકમળ પર પગલાં
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 289 મૂકતાં આગળ વધે છે. આ દ્વારા ભક્તાત્મા સૂરિજી જાણે કે પ્રભુને કહે છે કે આ સુવર્ણ કમળ તો ખાસ સમયે જ વિકર્વિત થાય છે. પરંતુ હે પરમાત્મા, મારું હૃદયકમળ નિત્ય નવોદિત છે, ભક્તિભાવથી વિલસિત છે અને હંમેશાં તારા ચરણોમાં સમર્પિત છે. તેથી જ પ્રભુ, આ હૃદયકમળમાં પધારો. વિકર્વિત કમળ તો જડ છે જ્યારે મારું હૃદયકમળ ચૈતન્યગુણોથી સંપન્ન છે. સૂરિજી ભક્તિભાવપૂર્વક પોતાના હૃદયકમળમાં શ્રી આદિનાથ પ્રભુને બિરાજમાન કરે છે.
વિકસિત કમળોની રચના પાછળ રહસ્ય રહેલું છે. મનનું સ્થાન હૃદયમાં છે અને મનનો આકાર આઠ પાંખડીના વિકસિત કમળ જેવો છે. જેણે પરમાત્માના ચરણયુગલ એટલે કે ચારિત્રને (સર્વજ્ઞ વિતરાગ સ્વરૂપને) સમ્યક પ્રકારે મન દ્વારા વિચારપૂર્વક જાણી, હૃદયમાં સ્થાપિત કર્યું તે જીવ નિયમથી સમ્યફ દૃષ્ટિવાળો બને છે. સમ્યકુ ચારિત્રમાં સમ્યક્ દર્શન અને સમ્યફ જ્ઞાન ગર્ભિત હોય છે. શ્લોક ૩૩મો
इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र ! धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा,
તા તી પ્ર સ્થ વિવાસિનોડr TીરૂTI દીસે એવી પ્રભુજી વિભૂતિ આપ કેરા ખજાને, દેતા જ્યારે જગતભરમાં ધર્મની દેશનાને; જેવી કાંતિ તિમિર હરતી સૂર્ય કરી દીસે છે, તેવી ક્યાંથી ગ્રહગણ તણી કાંતિ વાસો વસે છે ? (૩૩)
શબ્દાર્થ
ગિનેન્દ્ર - હે જિનેશ્વર, રસ્થમ્ – આ પ્રકારે, આ જ રીતે, યથા – જેવી, જે પ્રકારની, તવા વિભૂતિઃ - આપની અતિશયરૂપી સમૃદ્ધિ, અમૃત: – થઈ હતી, ઘર્મોન્ટેશન વિધી – ધર્મ દેશના વખતે, થઈ નથી, તથા પરચ- તેવા પ્રકારની બીજાઓની યાવૃ– જેટલો, જેવો નિવૃત:પ્રમા – સૂર્યનો પ્રકાશ, પ્રહાર – અંધકારનો નાશ કરનાર, તા – તેવો, તેટલો વિવાસિન: – ઉદય પામી રહેલ, માપ – છતાં પણ, પ્રહસ્ય – ગ્રહસમૂહની, ડુતો – ક્યાંથી ? ભાવાર્થ :
હે જિનેશ્વરદેવ ! આ જ પ્રકારે આપની ધર્મદેશના વખતે અતિશયોના જેવી સમૃદ્ધિ પ્રગટ થઈ હતી, તેવી સમૃદ્ધિ બીજા કોઈની ધર્મદેશના પ્રસંગે થઈ નથી. સૂર્યનો પ્રકાશ અંધકારનો જેટલો નાશ કરે છે, તેટલો ગ્રહોનો સમૂહ ઉદય પામી રહેલ હોય, છતાં ક્યાં કરી શકે છે ?
Page #309
--------------------------------------------------------------------------
________________
290 * || ભક્તામર તુર્થ્ય નમઃ ।।
વિવેચન : ગાથા ૩૩
અનેક જન્મોની આરાધના દરમ્યાન સમ્યક્ દર્શન પ્રગટ્યા બાદ “સવિ જીવ કરું શાસન ૨સી'' જેવા ઉત્કૃષ્ટ પરમ વિશુદ્ધિના ભાવોથી તીર્થંકર નામકર્મનો બંધ કરેલો તેનો કેવળજ્ઞાન બાદ ઉદય થાય છે. સૌધર્મેન્દ્ર દ્વારા સમવસરણની રચના થાય છે. શ્રી જિનેશ્વર ભગવંતના વિશિષ્ટ પ્રતિહાર્યો તથા તેમના વિહાર સમયનું વર્ણન કર્યા પછી હવે સ્તોત્રકાર સૂરિજી પ્રભુની ધર્મોપદેશ વિધિ કેવી અપૂર્વ અને ભવ્ય હોય છે તેનું વર્ણન કરે છે.
સ્તોત્રકા૨ માનતુંગસૂરિજી સમવસરણની રચના કેવી હોય છે તેનું વર્ણન કરતાં કહે છે કે, હે ભગવાન ! તમે જ્યારે ધર્મોપદેશના આપવાના હો ત્યારે દેવો દ્વારા ચાર યોજન પ્રમાણભૂમિમાં અદ્ભુત સમવસરણની રચના થાય છે. ગોળાકાર સમવસરણની ચારે બાજુ ઘુલીશાલ કોટની અંદર, નીચે જમીન પર નદીની રેતની જગ્યાએ રત્નોનાં ઝીણાં (રેતી જેવાં) ૨જકણો પથરાયેલાં હોય છે. તે કોટ સોનાના સ્તંભ અને મણિરત્નોનાં તોરણોથી શોભતા હોય છે. ચાર બાજુ ચાર દરવાજા હોય છે. તેમાં પ્રવેશ કરવા ચાર બાજુ ચાર પ્રવેશદ્વાર આગળ આરસપહાણ તેમજ રત્નજડિત અત્યંત ઊંચા ચાર માનસ્તંભ હોય છે. દરેક માનસ્તંભમાં ચારે બાજુ જિનેન્દ્ર ભગવાનની સુવર્ણની પ્રતિમાઓ હોય છે. આ માનસ્તંભને ઇન્દ્રે રચેલો હોવાથી તેને ઇન્દ્રધ્વજ નામથી ઓળખવામાં આવે છે.
સમવસરણમાં એક ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો એમ ત્રણ ગઢ હોય છે. પહેલો ગઢ રૂપાનો, બીજો ગઢ સોનાનો અને ત્રીજો ગઢ રત્નજડિત હોય છે. પ્રભુ જ્યારે એ સમવસરણમાં દેવોએ રચેલા ઊંચા અશોકવૃક્ષની નીચે મણિમય રત્નજડિત સોનાના સિંહાસન પર બિરાજે છે ત્યારે દેવતાઓ દ્વારા પ્રભુની ચારે બાજુ ઊભા રહી અત્યંત ભક્તિભાવપૂર્વક ક્રમબદ્ધપણે નીચેથી ઉપરની તરફ બંને બાજુ ચામર વીંઝાય છે. મસ્તકની ઉપર અતિ દેદીપ્યમાન એવાં ત્રણ છત્ર ધરાય છે. આકાશમાં દેવો અતિશય મધુર ઓમકારના ધ્વનિ સાથે સાડાબાર કરોડ દેવદુંદુભિ, વાજિંત્રો વગાડે છે. જે ધર્મરાજ્યની સ્થાપનાની ઘોષણાપૂર્વક જગતના જીવોને ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાનો અપૂર્વ લહાવો લેવા આમંત્રણ આપે છે. આખા સમવસરણમાં આકાશમાંથી દેવો દ્વારા સુગંધી પંચરંગી પુષ્પોની વૃષ્ટિ થાય છે. પ્રભુના મસ્તકની પાછળ તેજનું સંવરણ કરનારું તેજસ્વી ગોળાકાર ભામંડળ રચાય છે. એ સમયે પ્રભુ ચતુર્મુખ દેખાય છે. અર્થાત્ પ્રભુની ચારે બાજુ નર-નારી, દેવદેવીઓ, પશુ-પક્ષીઓનો જે સમૂહ બેઠેલો હોય છે તેને તમે સન્મુખ દેખાઓ છો. એ સમયની પ્રભુની વાણીની મધુરતા નિરાળી હોય છે. તે વાણી વડે જે ઉપદેશ આપવામાં આવે છે તે સર્વ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. એ સમયે અહિંસા અને વિશ્વપ્રેમનું વાતાવરણ એટલું જોરદાર હોય છે કે પ્રભુના સમવસરણમાં હરણની પાસે સિંહ, સાપની પાસે નોળિયો, ઉંદર પાસે બિલાડી, ગાયની પાસે વાઘ આ બધા એકબીજાની પાસે આવી જાય તો પણ ચૂપચાપ બેસી જાય છે. તે સમયે તેમને પોતાના ભક્ષ્ય એવાં પ્રાણીઓને મારવાની વૃત્તિ બિલકુલ થતી નથી. જન્મજાત વેર છોડી એકબીજાની પાસે મૈત્રીભાવથી બેસી જાય છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર = 291 જ્યાં પ્રભુની ધર્મદેશના નિમિત્તે સમવસરણ રચાય છે તેની આસપાસના વિસ્તારમાં બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે. અન્ય ધર્મપ્રવર્તકની દેશના વખતે આ પ્રકારનું સમવસરણ કે આ પ્રકારનું અદ્ભુત, અલૌકિક અને મૈત્રીપૂર્ણ વાતાવરણ જોવામાં આવતું નથી. દિગમ્બરાચાર્ય શ્રી સમન્તભદ્ર અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે :
देवागमनभोयानचामरादि विभूतयः ।
माया विश्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान ।। હે ભગવન્! દેવોનું આગમન, વિમાન, ચામર આદિ વિભૂતિઓ તો માયાવી પુરુષોમાં પણ દેખાય છે. તેથી આ બધી સામગ્રીઓથી અમે તેમને મહાન માનતા નથી. તમારી મહાનતા તો તમારી વીતરાગ અવસ્થામાં જ રહેલી છે.)
પરંતુ મહોપાધ્યાય મેઘવિજયજીએ “ભક્તામર વૃત્તિમાં કહ્યું છે કે ગમે તેવો માયાવી પુરુષ પણ આ સમવસરણની કે તીર્થંકર પરમાત્માના રૂપની તુલના લાખમા કે ક્રોડમા ભાગે પણ કરી શકતો નથી. તાત્પર્ય કે દેશના સમયની શ્રી જિનેશ્વરદેવની વિભૂતિ અપૂર્વ, અજોડ હોય છે.
આ શ્લોકમાં સ્તોત્રકાર સૂરિજી પણ જણાવે છે કે જે સમવસરણમાં બિરાજીને પ્રભુ ધર્મોપદેશના કરી રહ્યા છે તે સમવસરણમાં તમારી જે વિભૂતિ હોય છે તે વિભૂતિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. આ સંદર્ભમાં પરનો અર્થ ખૂબ ગંભીર છે. આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, પર'નો અર્થ છે અવીતરાગ અવતરાગમાં આવી વિભૂતિ નથી હોતી. સાધકની બે શ્રેણીઓ બની જાય છે. વીતરાગ કક્ષાનો સાધક અને અવીતરાગ કક્ષાનો સાધક જે વિભૂતિ વીતરાગીમાં પ્રગટ થાય છે તે અવીતરાગમાં પ્રગટ થતી નથી. પ્રભુ આપની જે વિભૂતિ પ્રગટ થઈ છે તે વીતરાગતાને કારણે થઈ છે. કર્મક્ષયને કારણે થઈ છે. તેથી આપની જે ધર્મોપદેશનાની વિધિ છે તે વિભૂતિ સંપન્ન છે.”
સૂરિજી આના સંદર્ભમાં સૂર્ય અને તારાગણ અને નક્ષત્રોના ઉદાહરણ દ્વારા પોતાની વાત સ્પષ્ટ રૂપે સમજાવે છે. સૂર્યના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે. રાત્રીએ આકાશમાં સ્થિત અસંખ્ય તારાગણ તેમજ નક્ષત્રોથી તેમ બની શકતું નથી. આવું જ પ્રભુ અને અન્ય જીવો સંબંધી છે. પ્રભુ એ આખા જગતના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છે. તેથી જ પ્રભુને સૂર્ય સમાન તેજ તથા વૈભવ મળ્યાં છે. ધર્મદેશના સમયે અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર વગેરે વિભૂતિઓ તેમના વૈભવનાં પ્રતીકો છે. છતાં પણ પ્રભુની મહાનતા તો તેમની વીતરાગ અવસ્થામાં જ રહેલી છે. પર' અવીતરાગતાએ ગ્રહ અને નક્ષત્રો જેવા છે. જે અંધકારને દૂર કરી શકતા નથી. ધર્મદેશના સમયની પ્રભુની દિવ્યવાણી જે અંધકારરૂપી અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. શ્લોક ૩૪મો
थ्योतन्मदाविलविलोलकपोलमूलमत्तभ्रमभ्रमरनादविवृद्धकोपम् । ऐरावताभमिभमुद्धतमापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ।।३४ ।।
Page #311
--------------------------------------------------------------------------
________________
292 . || ભક્તામર તુટ્યું નમઃ |
જે કોપ્યો છે ભ્રમરગણના ગુંજવાથી અતિશે, જેનું માથું મદઝરણથી છેક ભીનું જ દીસે; એવો ગાંડોતુર કરી કદિ આવતો હોય સામે,
તેને કાંઈ ભય નવ રહે હે પ્રભુ આપ નામે. (૩૪) શબ્દાર્થ
મહાશ્રિતાનામ્ – આપનો આશ્રય લેનાર, ચ્યોત – ઝરી રહેલા, મહાવિન – મદ વડે મલિન બનેલો, વિનોત્ર – ડોલી રહેલો એવો, રુપોનમૂન – ગંડ પ્રદેશ પર, મત્ત – ઉન્મત્ત થઈને, શ્રમદ્ - ભમી રહેલા, ભ્રમરના – ભમરાઓના ગુંજારવથી, વિવૃદ્ધોપમ્ – કોપાયમાન બનેલો, છેરવતામ” – એરાવત હાથી જેવો મોટો, ગાતત્તમ્ – આવી રહેલા, ઉદ્ધતમ્ – ઉદ્ધત, અંકુશમાં નહિ રહેવાવાળા, અવિનીત, રૂમ” – હાથીને, વૃદ્ધા – જોઈને, મયમ ન મવતિ – ભય લાગતો નથી
ભાવાર્થ :
હે અભયંકર ! મદ ઝરવાથી મલિન બનેલો તથા ડોલી રહેલો, તેમજ ગંડસ્થલ ઉપર ઉન્મત્ત થઈને ભમી રહેલા ભમરાઓના ગુંજારવથી કોપાયમાન બનેલા એવા, એરાવત જેવા, અંકુશમાં પણ ન રહે એવા, મોટા હાથીને સામે આવતો જોઈને પણ આપનો આશ્રય લેનારાને ભય લાગતો નથી. વિવેચન : ગાથા ૩૪
તીર્થંકર પરમાત્મા શ્રી આદિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી અને તેમનું શરણ સ્વીકારવાનો મોટો મહિમા એ છે કે તેનાથી સર્વ પ્રકારના ભયો નાશ પામે છે. સ્તોત્રકાર સૂરિજી હવે પછીના પદ્યો વડે તેની પ્રતીતિ કરાવે છે. સમગ્ર કર્મના સિદ્ધાંતને હવે પછીના નવ શ્લોકમાં સંકલિત કરીને સૂરિજીએ પોતાના ભક્તિભાવપૂર્વકના કાવ્યત્વ દ્વારા વિલક્ષણતા પ્રગટ કરી છે. અને રહસ્યભરી ગૂઢ ભાવના વ્યક્ત કરી છે. તીર્થંકર પરમાત્માના બાહ્ય અને આંતરિક વૈભવ જોતાં સૂરિજીના આત્મપ્રદેશમાં કંપન જાગે છે. અનાદિકાલીન વાસનાઓના, કષાયોના નાશ માટે ભગવાનનું સ્મરણ અને શરણ એક જ અનન્ય ઉપાય છે અને તેથી જ સૂરિજી ધીરે ધીરે પ્રભુને આત્મસાત્ કરી રહ્યા છે.
હવે પછીના નવ પદ્ય દ્વારા આઠ કર્મના સિદ્ધાંતને સૂરિજીએ સમજાવ્યા છે. જેના કર્મના જે બે વિભાગ છે તેને ઘણા જ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. કર્મ બે પ્રકારના છે : ઘાતી અને અઘાતી.
ઘાતી એટલે જે આત્મગુણોનો ઘાત કરે છે તે. પ્રભુના નામસ્મરણથી ઘાતી કર્મનો નાશ થઈ શકે છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 293 અઘાતી કર્મ એટલે જેનો ઘાત થતો નથી તે અઘાતી કર્મ છે. એટલે કે અઘાતી કર્મનો સંપૂર્ણ નાશ થતો નથી. તેમને ભોગવવાં જ પડે છે. પરંતુ પ્રભુના નામસ્મરણથી તે કર્મો હળવાં બની શકે છે.
કુલ આઠ કર્મો છે. એમાં ઘાતી કર્મ ચાર છે : (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય (૪) અંતરાય અઘાતી કર્મ પણ ચાર છે : (૧) વેદનીયકર્મ (૨) ગોત્રકર્મ (૩) આયુષ્યકર્મ (૪) નામકર્મ
શ્લોકના બે વિભાગ છે. નવ પદ્યમાં પ્રથમ ચાર શ્લોક ચાર ઘાતી કર્મનું પ્રતિનિધિત્વ કરે છે અને પછીના પાંચ શ્લોક અઘાતી કર્મનું પ્રતિનિધિત્વ કરે છે. ઘાતી કર્મમાં મોહનીય કર્મ મુખ્ય છે. કર્મ ઘાતી છે કે અઘાતી તેનું સ્પષ્ટીકરણ તે કર્મોના પ્રતિનિધિત્વ દ્વારા થાય છે.
આ સંદર્ભમાં ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે, “પ્રથમ વિભાગમાં કહેવામાં આવ્યું છે કે પરમાત્માનું નામસ્મરણ કરવાથી આવનારા ઉપસર્ગો રોકાઈ જાય છે અને બાકીનાં પાંચ પદ્યોમાં કહેવામાં આવ્યું છે કે પરમાત્માનું સ્મરણ આવનારા ઉપસર્ગોથી પાર ઉતારી દે છે.”૪૩
ઘાતી કર્મ છે તે આત્મસ્પર્શી હોય છે. આત્મા જ્યારે ઇચ્છે ત્યારે ઘાતી કર્મને રોકી શકે છે, તોડી શકે છે. પ્રથમ ચાર પદ્યોમાં ચાર ઉપસર્ગો મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ અને સર્પ દ્વારા ભય બતાવવામાં આવ્યો છે. જે આત્માના ભાવોને સ્પર્શે છે. અઘાતી કર્મ એ શરીરને સ્પર્શી છે. તે ભોગવવાં જ પડે છે. તેનો ક્ષય સંપૂર્ણપણે થતો નથી. તેમજ તે સંપૂર્ણપણે રોકી શકાતાં નથી. આ ચાર ઉપસર્ગો યુદ્ધ, સાગર, રોગ તથા બંધન એ શરીર સંબંધી વેદનાપ્રધાન વેદનીયકર્મ છે. અઘાતીમાં વેદના મુખ્ય હોય છે.
સૂરિજીએ કર્મના સ્વરૂપને વિભિન્ન પ્રતીકો દ્વારા હવેના શ્લોકમાં દર્શાવ્યા છે. તે શ્લોક સર્વ કર્મોના પ્રતીક બનીને કર્મક્ષયનો ઉપાય રજૂ કરે છે. સમગ્ર ઘાતી કર્મનું પ્રતિનિધિત્વ કરતાં મદોન્મત્ત હાથીને કામ, માન અને અંતરાયકર્મનું પ્રતીક દર્શાવતાં સૂરિજી કહે છે કે હે પ્રભુ! જે લોકો અંતરના સ્વભાવથી પ્રેરાઈને તમારું શરણ ગ્રહણ કરે છે તેમને સામે આવી રહેલાં એરાવત જેવા મોટા અને દુર્દાત્ત હાથીનો પણ ભય લાગતો નથી. આ હાથી કેવો છે તો કહે છે કે મદ ઝરવાથી જેનું શરીર મલિન બની ગયું છે અને જે નિરંતર ડોલી રહેલો છે. તથા જેના ગંડસ્થળમાંથી ઝરી રહેલાં મદને પીવા માટે મત્ત બનેલા ભમરોના સતત ઝંકારથી જે વિશેષ ક્રોધાયમાન થયેલો છે એવો.
હે પ્રભુ! આસપાસમાં રહેલા ભમરાઓના ગુંજનથી અતિશય કોપાયમાન બનેલો હોય એવો ઇન્દ્રના એરાવત જેવો કદાવર અને મદોન્મત્ત હાથી બેકાબૂ બનીને સર્વનાશ કરવા સામે આવતો હોય તો પણ જે તમારું યથાર્થ સ્મરણ કરે છે તેને એ હાથીનો જરાપણ ભય રહેતો નથી.
Page #313
--------------------------------------------------------------------------
________________
294 |ભક્તામર તુલ્યું નમઃ ||
પ્રભુનો સાચો ભક્ત ગમે તેવી ભયંકર મુશ્કેલીઓમાં પણ તેનું સ્મરણ કે શરણ છોડતો નથી, પછી તે કોપાયમાન કે મદોન્મત્ત હાથીનો ઉપસર્ગ પણ કેમ ન હોય. આ ભયંકર મુશ્કેલીને સૂરિજી પોતાના પર થયેલાં ઉપસર્ગ સાથે સરખાવતાં હોય તેમ જણાય છે. અને આવા સમયે પ્રભુસ્મરણથી જરાપણ ચલાયમાન થવું યોગ્ય નથી એવું તે વિચારે છે.
આ શ્લોકને પરમાર્થની દૃષ્ટિએ ગૂઢાર્થ સમજાવતાં ડૉ. સરયૂ મહેતા કહે છે કે, “ગાંડો ગજપતિ એટલે ત્રાસ ફેલાવનાર રાજ્યપતિ, ભ્રમરગણ એટલે મિથ્યાત્વને પોષનારા હજૂરિયા, ભમરાઓ કાળા છે તેના ગુંજનથી મદ ઝરતો હાથી કોપાયમાન થાય છે. કાળો રંગ એ મિથ્યાત્વની નિશાની છે. ભમરા જેવા દરબારીઓ મિથ્યાત્વને પોષનારી વાતના ગુંજનથી રાજાને ભરમાવે છે. કોપાયમાન કરે છે. ભ્રમરગણ એટલે એક પ્રકારના દરબારીઓનો સમૂહ. મદ ઝરણથી ભીનો થયેલો હાથી એટલે ઉન્માદથી તંગ બનેલો રાજા. અર્થાત્ કર્મનો આશ્રવ કરવાથી મલિન થયેલો રાજા અહીં વિવફાય છે.”
પ્રભુ ! મિથ્યાત્વને પોષનારા આસપાસમાં રહેલા ભ્રમર જેવા દરબારીઓની વાતોથી કર્મોનો આશ્રવ કરવાથી મલિન બનેલો અને અત્યંત કોપાયમાન એવો રાજા બેકાબૂ બનીને ગમે તેવો ભયંકર ઉપસર્ગ કરવા સામેથી આવતો હોય તો પણ તમારાં સ્મરણ અને શરણમાં લીન રહેનાર ભક્તને કોઈ પણ પ્રકારનો ભય થતો નથી અને પ્રભુ પરની શ્રદ્ધાના કારણે આવનાર ઉપસર્ગ પણ જવાનો છે. તેની સંપૂર્ણ ખાતરી ભક્તને હોય છે.
તત્ત્વાર્થની દૃષ્ટિએ જોઈએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોહનીય કર્મમાં મુખ્ય કષાય છે. હાથીના ઉપદ્રવમાં બાહ્ય અનર્થો અને વેરવિખેરની વાત છે. જ્યારે અહીં મદોન્મત્ત હાથીની ઉપમામાં જીવના અંતરંગ શત્રુ – માન કષાયની વાત છે. ઘાતી કર્મમાં હાથીનું વર્ણન કરી મોહનીય કર્મનાં પ્રમુખતમ અંતરાય કર્મોને ઉદ્ઘટિત કર્યા છે. હાથી કામ અને માનનું પ્રતીક માનવામાં આવે છે. ચારે કષાયોમાં માનને મહાકાય અને વ્યાપ્ત માનવામાં આવે છે. માન વગર ક્રોધ, માયા અને લોભ ઉત્પન્ન થતાં નથી. આમ માન ચારે કષાયોમાં વ્યાપ્ત હોવાથી મહાકાય માનવામાં આવે છે અને તેથી જ અહીં મહાકાય હાથીને માનનું પ્રતીક દર્શાવવામાં આવ્યું છે.
માનના કારણે જ બાહુબલી જેવા રાજા વેલડીએ વીંટાયા હતા. બ્રાહ્મી અને સુંદરી બંને બાહુબલીની બહેનો તેમને કહે છે કે, વીરા મોરા ગજ થકી નીચે ઊતરો' અર્થાત્ ભાઈ મારા આપ માનરૂપી મહાકાલી હાથી ઉપરથી નીચે ઊતરો. અહીં પણ બાહુબલીના માન માટે હાથીની ઉપમા જ આપવામાં આવી છે. અને તેનો ત્યાગ કરવાનો બંને બહેનો કહે છે. ઘાતી કર્મોનાં ચાર કર્મોમાંથી એક કર્મનો નાશ કરીને સિદ્ધ અને પછી અઘાતી કર્મનો નાશ કરી અરિહંત પદ સુધી પહોંચવાની વાત પણ છે જ.
આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે “આ ૩૪મા શ્લોકનું નામ જ “ગજભય નિવારણ સ્તવન છે. મંત્રવિદ્ આચાર્યોએ ભક્તામર શ્લોકોની સાથે મંત્રો લખ્યાં છે. પરંતુ આ શ્લોકની સાથે કોઈ
Page #314
--------------------------------------------------------------------------
________________
295
શ્રી ભક્તામર સ્તોત્ર મંત્ર નથી લખ્યો. તેમણે કહ્યું છે કે આ શ્લોક પોતે જ મંત્ર છે. તેની સાથે કોઈ મંત્રની જરૂ૨ નથી. જ્યાં જ્યાં હાથીના ભયનો પ્રસંગ આવે ત્યાં ત્યાં આ મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવાથી ભય પોતે વિલીન થઈ જશે.’૪૫
આ શ્લોક હાથીના ભયનિવારણનો મહામંત્ર છે. જે વ્યક્તિ આ મંત્રની સાધના-આરાધના કરે છે તેની સામે કોપાયમાન અને મદોન્મત્ત હાથી પણ વિનમ્ર બની જાય છે. અર્થાત્ ભય અનેક પ્રકારના હોય છે તેમ તેના નિવારણના પ્રકાર પણ અનેક હોય છે. પરંતુ હાથીવિષયક ભયના વિલયનો મહામંત્ર આ શ્લોક જ છે.
શ્લોક ૩૫મો
-
શબ્દાર્થ
મિન – ભેદીને - ચીરીને, રૂમમ્ – હાથીઓનાં, મ્મ – ગંડસ્થલ, કુંભસ્થળ, તત્ – પડી રહેલા-ઝરતા, વહેતા, ઉજ્જ્વલ શ્વેત, શોભિતાવત્ત લોહીથી ખરડાયેલા, મુજ્ઞાતપ્રજ્ મોતીઓના સમૂહથી, ભૂષિતભૂમિમાનઃ – પૃથ્વીના કેટલાક ભાગને શોભાયમાન કર્યો છે, बद्धक्रमः તરાપ મારવા માટે તૈયાર, મતમ્ – તરાપ મારી ચૂકેલો, હરિગાધિપ: અપિ – સિંહ પણ, न आक्राम આક્રમણ કરતો નથી, મયુરાવત તે
આપના ચરણકમલરૂપી પર્વતો, સંશ્રિતમ્
આશ્રય કરી ચૂકેલા.
ભાવાર્થ :
भिन्नेभकुम्भगलदुज्ज्वलशोणिताक्तमुक्ताफलप्रकरभूषितभूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि, नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ।। ३५ ।।
–
જે હાથીનાં શિરમહિ રહ્યા રક્તથી યુક્ત છે ને, મોતીઓથી વિભૂષિત કર્યા ભૂમિના ભાગ જેણે; એવો સામે મૃગપતિ કદિ આવતો જો રહે છે, નાવે પાસે શરણ પ્રભુજી આપનું જે ગ્રહે છે. (૩૫)
-
જેણે હાથીઓના કુંભસ્થળ ચીરીને તેમાંથી વહી રહેલા શ્વેત અને લોહીથી ખરડાયેલાં એવાં મોતીઓના સમૂહથી પૃથ્વીના કેટલાક ભાગને શોભાયમાન કર્યો છે, તથા તરાપ મારવાને તૈયાર હોય અથવા તરાપ મારી ચૂકેલો હોય એવો સિંહ પણ હે ભગવન્ત ! આપના ચરણકમલરૂપી આશ્રય લેનાર ભક્ત ઉપર આક્રમણ કરી શકતો નથી.
Page #315
--------------------------------------------------------------------------
________________
296 છે . ભક્તામર તુલ્ય નમઃ | વિવેચનઃ ગાથા ૩૫
શ્રી આદિનાથ પ્રભુના નામસ્મરણ કે તેના શરણમાં આશ્રય લેવાથી ઐરાવત જેવા મદોન્મત્ત હાથીના આક્રમણથી બચી શકાય છે. તેવી જ રીતે મૃગપતિ એવા અતિ પરાક્રમી ગજ-કેસરી સિંહના આક્રમણથી પણ બચી શકાય છે. હવે શ્લોકમાં સ્તોત્રકાર સૂરિજી પોતાની અદ્ભુત વર્ણનશક્તિ દ્વારા આ વાત કરે છે.
સ્તુતિકાર સૂરિજી કહે છે કે, એ સિંહ એ કોઈ સામાન્ય સિંહ નથી. તે સિંહ એવો પરાક્રમી છે કે તે છલાંગ મારીને ગમે તેવા મોટા હાથીના મસ્તક પર ચઢી જાય છે અને પોતાના બળવાન પંજા અને તીક્ષ્ણ નખ વડે હાથીનું ગંડસ્થલ ચીરી નાખે છે. એ ગંડસ્થલમાંથી શ્વેત મોતીઓ નીચે પડે છે અને તે લોહીથી ખરડાયેલા હોય છે. આ રીતે શ્વેત છતાં રક્તવર્ણની આભા ધરાવનારાં મોતીઓનો સમૂહ પૃથ્વી પર પડવાથી એક જાતનું અનોખું મનોરમ્ય દશ્ય ઉપસ્થિત થાય છે.
સિંહ હાથી ઉપર છલાંગ મારે છે અને તેના ગંડસ્થલને ચીરી નાખે છે, ત્યારે હાથીના શરીરમાંથી જે લોહી નીકળ્યું તેનાથી પૃથ્વી શોણિતાક્ત' બની ગઈ, લોહીથી લાલ થઈ ગઈ સાથે સાથે જે હાથીના ગંડસ્થલમાંથી ગજમુક્તાઓ નીચે પડવા લાગી તે મોતી શ્વેત છે અને લોહી લાલ છે. આ બંનેનો સંયોગ ઉજ્વળતા પેદા કરી રહ્યો હતો. ત્યાં લાલ રંગની આભા પણ હતી. અને શ્વેત રંગની આભા પણ હતી. તેથી પૃથ્વીનો તે ભાગ ઉજ્વળ આભાથી ભૂષિત થઈ રહ્યો
હતો.
' સૂરિજીએ હાથીના ગંડસ્થલમાંથી નીકળતા મોતીની વાત કરી છે. તે માટે અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે બધાં હાથીના ગંડસ્થલમાં મોતી પાકતાં નથી. ભદ્ર ઉચ્ચ જાતિના જે મહાન હાથી હોય છે તેના ગંડસ્થલમાં જ મોતી પાકે છે.
સૂરિજી આગળ જણાવે છે કે જેના ગંડસ્થલમાંથી શ્વેત મોતીઓ નીકળે છે તેવા ઉચ્ચ જાતિના હાથીનો શિકાર જે સિંહે કર્યો હોય છે તે છલાંગ મારીને આપણાં પર ધસી આવવાની તૈયારીમાં હોય કે ધસી ચૂક્યો હોય પણ તે સમયે જો આપણે શ્રી આદિનાથ પ્રભુના ચરણ યુગલરૂપી પર્વતનો આશ્રય લઈએ એટલે તે સમયે તેમને મનથી નમસ્કાર કરીને તેમનું નામસ્મરણ કરીએ, તેમનું શરણ સ્વીકારીએ તો અતિ પરાક્રમી ભયંકર એવો સિંહ પણ આપણા પર આક્રમણ કરી શકતો નથી.
ગજકેસરી જે વનરાજ છે તે સર્વાધિક શક્તિશાળી છે. તેણે અતિ બળવાન એવા હાથી પર છલાંગ મારીને એનું ગંડસ્થલ ચીરી નાખ્યું છે એવા સિંહનો પંજો રક્તરંજિત છે, ભયંકર ક્રોધાવેશમાં છે. તે છલાંગ મારીને આપણા પર ધસી આવે કે ધસી આવ્યો હોય ત્યારે યથાર્થપણે શ્રી આદિનાથ પ્રભુના ચરણ યુગલરૂપી પર્વતનું શરણ સ્વીકારીએ તો તે સિંહના પગ જ “બદ્ધક્રમ' થઈ જાય છે. એટલે કે સિંહના પગમાં જાણે કે સાંકળ પડી ગઈ હોય અથવા તેના પગને કોઈએ બાંધી દીધા હોય તેમ તે આગળ વધી શકતો નથી, તે ત્યાં જ અટકી જાય છે. પ્રભુના ચરણનું શરણ
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 297 એ સમયે પર્વતનું કાર્ય કરી સિંહને આગળ વધતો અટકાવે છે. આવો અપરંપાર મહિમા પ્રભુના નામસ્મરણનો અને શરણનો છે.
ડૉ. સરયૂ મહેતા પરમાર્થ દૃષ્ટિએ આ વસ્તુ સમજાવતાં કહે છે કે, “આચાર્યજી વિના કારણ કૂપિત રાજાની હડફેટમાં આવી ગયા હતા, કે જે રાજા મૃગપતિ જેવો બળવાન હતો. તેઓ પોતાના કોઈ અકાર્યથી ઉન્માદી રાજાની હડફેટમાં આવ્યા ન હતા. પણ કોઈ વિપરીત સંજોગોના ઉદયથી રાજાના હાથમાં તેઓ ફેંકાઈ ગયા હતાઆચાર્યજીને એ આશ્વાસન છે કે તેમને પ્રભુના ચરણરૂપી પર્વતનો આશ્રય છે. જેથી કૂપિત રાજા તેમને જરાપણ નુકસાન કરી શકે નહિ જંગલના રાજા સિંહની પકડમાંથી છૂટવા જેમ પર્વત સહાયરૂપ થાય છે તેમ પ્રભુના ચરણરૂપી પર્વત અહીં સહાયકારી બને છે.”૪૬
મૃગપતિ એટલે ઉપસર્ગ કરવા માટે પ્રવૃત્ત થયેલો રાજા, સિંહ જેવો ક્રોધિત હોય છે તેવો અહીં રાજાને કોપાયમાન, ક્રોધિત સમજી શકાય. સિંહના વર્ણન પરથી રાજા કેવો પરાક્રમી અને બળવાન હશે તેનો ખ્યાલ સૂરિજી અહીં આપે છે. સિંહે જેમ મદોન્મત્ત મહારથી હાથીને પરાસ્ત કર્યો છે તેમ અહીં રાજાએ પણ મોટા મોટા મહારથીનો પરાભવ કર્યો હશે, તે સમજી શકાય તેમ છે. અહીં રક્તરંગી, શ્વેત મોતીઓથી જણે પૃથ્વીના ભાગને વિભૂષિત કરી છે એવો રાજા અહીં વર્ણવાયો છે. અહીં શ્વેત મોતી એ રાજાની સિદ્ધિ સમાન છે. આવી સિદ્ધિ પ્રાપ્ત મહાન રાજા જે વિજયના ઉન્માદમાં ચકચૂર બનેલો છે, તેની સામે જે કોઈ જીવ આવે તેનું બચવું અસંભવિત જ ગણાય. સૂરિજી પોતે જ આવા રાજાના ઉપસર્ગોના ભોગ બન્યા છે. અને આ અવસ્થામાં તેમણે શ્રી આદિનાથ ભગવાનનું નામસ્મરણ અને શરણ સ્વીકારી લીધું છે, તેથી કરીને કોપાયમાન રાજા તેમને જરા પણ નુકસાન પહોંચાડી નહિ શકે. તેવો સંપૂર્ણ વિશ્વાસ સૂરિજીને છે.
તત્ત્વાર્થ દૃષ્ટિએ આ શ્લોકમાં સિંહના ઉપસર્ગમાં જીવન અંતરંગ શત્રુ, ક્રોધ-કષાયની વાત છે. એટલે કે કષાયોમાં ક્રોધને સિંહની ઉપમા આપવામાં આવી છે. સિંહની ગણના શાંત સૌમ્ય પ્રાણીઓમાં કરવામાં આવી નથી. તેને ક્રૂર અને ઘાતકી પ્રાણી માનવામાં આવે છે. ક્રોધિત વ્યક્તિની આકૃતિ પણ પ્રકૃતિ પ્રમાણે ઉત્તેજિત, ઉગ્ર અને ક્રૂર સિંહ જેવી જ બની જાય છે. ચાર કષાયોમાં ક્રોધનું સ્થાન પ્રથમ છે. વળી સિંહને મોહનું પણ પ્રતીક માનવામાં આવે છે.
આ સંદર્ભે ડૉ. સાધ્વી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે “હે પરમાત્મા! બદ્ધક્રમ એટલે છલાંગ મારવા માટે તૈયાર એવો મોહના પ્રતીકરૂપ સિંહ જે કામ અને માનના પ્રતીક સમાન હાથી ઉપર પોતાનું નેતૃત્વ કરે છે. એવો આ મોહરૂપી સિંહ પણ આપના આશ્રિત ભક્ત ઉપર આક્રમણ કરતો નથી. જેમ સિંહ છલાંગ મારે છે તેવી જ રીતે આપના અનાશ્રિત એવા મારા ઉપર આ મોહકર્મ શાંતિમાં છલાંગ મારીને મને હતપ્રત કરતાં રહ્યાં છે."
ઘાતી કર્મમાં મોહનીય કર્મ એ મુખ્ય છે. જો તેનો નાશ થાય તો આત્માના ગુણો અનાવરિત
Page #317
--------------------------------------------------------------------------
________________
298 * ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
બની જાય છે અને તે ત્યારે જ શક્ય બને છે, જ્યારે આત્મા-ભક્ત આપના શરણ અને સ્મરણનો આશ્રિત બને. સૂરિજીએ પણ અહીંયાં ‘ક્રમ યુગાચલ સંશ્રિતં' તે શબ્દ વાપર્યા છે. તેનો અર્થ જે જીવ આપના ચરણયુગલનો આશ્રય લીધો છે, તેને સંસારમાં કોઈ ભય નથી. એટલે કે ક્રોધરૂપી કષાયને જીતવા માટે સમ્યક્ ચારિત્રએ એક જ ઉપાય છે. આમ તો સમ્યક્ ચારિત્ર ઉચ્ચ શિખરે બિરાજમાન છે. સમ્યક્ ચારિત્રના ભાવથી જીવનઅંતરંગ ક્રોધાદિ કષાય ભાવો શાંત થતાં જીવને અંતરંગમાં સ્વભાવ જનિત અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. એટલે કે આપના પ્રભાવથી જીવો જન્મજાત વેરભાવ છોડીને એકબીજા સાથે મૈત્રીભાવથી શાંતિથી રહે છે.
‘અષ્ટપાહુડ’માં ક્રોધને જીતવાના ઉપાય તરીકે જણાવાયું છે કે
‘તેથી ક્ષમા ગુણધર ! ક્ષમા કર જીવ સૌને ત્રણ વિધે; ઉત્તમ ક્ષમાજળ સિંચતું ચિરકાળના ક્રોધાગ્નિને ||૧૦૯॥
અર્થાત્ ‘ક્ષમાનો ગુણધરીને મન-વચન-કાયા એમ ત્રણ વિધે સર્વ જીવોને ક્ષમા કર. ચિ૨કાળના ક્રોધાગ્નિને, લાંબા સમયના ક્રોધાગ્નિને શાંત કરવા માટે ઉત્તમ ક્ષમારૂપી જળનું તું સિંચન કરે.'
ક્ષમાભાવથી ક્રોધાગ્નિ શાંત થઈ જાય છે. ક્રોધરૂપી સિંહ જ્યારે છલાંગ મારવા તૈયાર હોય ત્યારે ક્ષમામૂર્તિ જિનેશ્વરદેવ ! આદિનાથ ભગવાનના શરણનો, સ્મરણનો સ્વીકાર કરવામાં આવે તો અનાદિકાળથી મોહનીય કર્મથી બંધાયેલો આત્મા પ્રભુના ચરણોનો આશ્રય સ્વીકારે તો કોઈ પણ કર્મ કે કષાય તેના પર આક્રમણ ન કરી શકે.
આ શ્લોકમાં સૂરિજીએ બદ્ધક્રમ, ક્રમગતમ્ અને ક્રમયુગે એ ત્રણ શબ્દોનું સુંદર પ્રયોજન કર્યું છે, 'બદ્ધક્રમ' એટલે એવો સિંહ જે, છલાંગ મારવા તૈયાર હોય ને ભક્ત પર ‘ક્રમગતમ’ તેના પંજાની વચ્ચે આવી પડ્યો હોય તો પણ ‘ક્રમયુગ’ પ્રભુના ચરણ યુગલનો આશ્રય કરનાર ભક્ત પર સિંહ આક્રમણ કરતો નથી. અહીં ઉપસર્ગની આખી પ્રક્રિયા બતાવી છે.
શ્લોક ૩૬મો
“कल्पान्तकालपवनोद्धतवह्निकल्पं दावानलं ज्वलितमुज्ज्वलमुत्स्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव सम्मुखमापतन्तं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ||३६||
કલ્પો કેરા સમય પરના વાયરાથી અતિશે, ઉડે જેમાં વિવિધ તણખા અગ્નિકેરા ય મિષે; એવો અગ્નિ સમીપે કદિયે આવતો હોય પોતે, તારાં નામ-સ્મરણજળથી થાય છે શાંત તો તે. (૩૬)
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 299
શબ્દાર્થ
વાન્તાનપવન – પ્રલયકાળના મહાવાયુથી, ઉદ્ધતિ – ઉગ્ર બનેલાં, વઢિ મ– અગ્નિના જેવો, હવાનનમ્ – દાવાનલ, નિતમ્ – ભડભડાટ સળગી રહેલો, ૩qતમ – ઊંચે જ્વાળા પ્રસરાવતો, ઉત્પતિમ્ – ચારે બાજુ તણખા ઉડાડતો, વિશ્વ નિધન્સુમ – વિશ્વને ભરખી જવા ઇચ્છતો, રૂત – જેવો, સમુરત કાપતત્તમ – સામે આવી રહેલો એવો, વત નામજીર્તનમ નતમ - આપના નામકીર્તનરૂપ જળ, શમતિ – શમાવી દે છે, બુઝાવી દે છે, ગશેષમ્ – પૂરેપૂરો ભાવાર્થ :
હે ભગવન્! આપના નામકીર્તનરૂપ જળ, પ્રલયકાળના મહાવાયુથી ઉગ્ર બનેલા, અગ્નિની જેમ ભડભડાટ સળગી રહેલા. પ્રકાશ ફેલાવતા, ઊંચે જ્વાળા પ્રસરાવતા તથા ચારે બાજુ તણખા ઉડાડતા. અને જાણે કે વિશ્વને ભરખી જવાને ઇચ્છતા એવા દાવાનલને પણ પૂરેપૂરો બુઝાવી દે છે. વિવેચન : ગાથા ૩૬,
શ્રી આદિનાથ પ્રભુના નામસ્મરણ અને મંત્રનો આશરો લેવાથી કેવી રીતે મદોન્મત્ત એરાવત હાથી અને અતિ વિકરાળ એવા સિંહનું આક્રમણ અટકી જાય છે એવી જ રીતે પ્રભુના નામસ્મરણથી દાવાનલ જેવા મહાભયાનક અગ્નિનું આક્રમણ પણ અટકી જાય છે. સ્તોત્રકાર સૂરિજી કહે છે કે હે પ્રભુ ! તમારું નામ કીર્તને અસ્મલિત જલધારાઓ વરસાવતાં મહામેઘ જેવું છે કે જે પ્રલયકાળના પવનથી ઉગ્ર બનેલા, ભડભડાટ બળી રહેલા દાવાનલને પણ પૂરેપૂરો શમાવી દે છે.”
પ્રલયકાળના પવનથી ઉદ્ધત થયેલો અગ્નિ જેની અંદર તણખા ઊડે છે એવો અને ઘણાં જ પ્રકાશવાળો દાવાનલ, જાણે જગતને બાળી નાખવાની ઇચ્છા કરતો ન હોય ! તેમ જોરમાં સળગતો જો સન્મુખ આવે તો તેને પણ તમારા નામનું કીર્તનરૂપી જળ શાંત કરી દે છે. સમગ્રપણે બુઝાવી નાખે છે.
આ શ્લોકમાં સૂરિજીએ પ્રભુના નામસ્મરણનો મહિમા બતાવ્યો છે. મહાભયાનક દાવાનલની જ્વાળામાં જો કોઈ પણ જીવ ફસાયો હોય તો તેને બચવાની કોઈ આશા રહેતી નથી. તેના નસીબમાં તો આ જ્વાળામાં ભસ્મ થઈ જવાનું જ હોય એમ લાગે છે. આવા સમયે શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ ભક્તિપૂર્વક કરવામાં આવે તો દાવાનલના અગ્નિની જ્વાળાઓ શાંત થઈ જાય છે. એટલે કે પ્રભુનું નામસ્મરણ જલધારાનું કામ કરે છે.
સામાન્ય રીતે જંગલમાં જે દાવાનલ પ્રગટે છે તે કોઈ સામાન્ય ઉપાયોથી ઓલવાતો નથી; તે માટે તો મહામેઘનું આગમન જ ઉપકારી થાય છે. તેના શીતળ જલનો છંટકાવ એકધારો થવા લાગ્યો કે એ દાવાનલ થોડા જ વખતમાં શાંત થઈ જાય છે. શ્રી જિનેશ્વરદેવના નામકીર્તનમાં પણ આવો જ ચમત્કાર રહેલો છે. તે અગ્નિના ગમે તેવા ભયંકર આક્રમણમાંથી પણ આપણને ઉગારી લે છે. અને જરાપણ આંચ આવવા દેતો નથી.
Page #319
--------------------------------------------------------------------------
________________
300 * || ભક્તામર તુર્થ્ય નમઃ ।।
સૂરિજીએ ‘કલ્પાન્તકાલ’ શબ્દ પ્રયોજ્યો છે. દાવાનલના અગ્નિને ‘કલ્પાન્તકાલ'ના અગ્નિ જેવો કહ્યો છે. આગમ સાહિત્યમાં કલ્પાન્તકાલના અગ્નિનું વર્ણન મળે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે છઠ્ઠા આરામાં અગ્નિની વર્ષા થશે. કલ્પાંતકાળનો અગ્નિ મહાભયાનક હોય છે. કલ્પાન્તકાલ એટલે પ્રલયકાળ. અવસર્પિણી કાળના અંતમાં પ્રલયકાળ શરૂ થશે. પ્રચંડ વાવાઝોડાથી ભભૂકી ઊઠેલી, ભયંકર દાવાનલની ધગધગતી અગ્નિની જ્વાળાઓ સર્વ વિનાશનું સર્જન ક૨શે. ત્યારે આ શ્લોકનું સ્મરણ કરવાથી આ ઉપસર્ગ આરાધક જીવને અડકી શકશે નહિ. આમ સૂરિજીએ અત્યારથી દાવાનલના નિવારણનો ઉપાય બતાવ્યો છે.
સૂરિજીએ છઠ્ઠા આરામાં દાવાનલ જેવા અગ્નિ સામે રક્ષા મેળવવા માટે પોતાના સમયમાં જ તેના નિવારણ માટેનો ઉપાય ગોતી કાઢ્યો. સૂરિજીની અગમ દૃષ્ટિ કેટલી અલૌકિક છે.
પરમાર્થની દૃષ્ટિએ આ શ્લોકને સમજાવતાં ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “રાજા પ્રલયકાળના ઉદ્ધત દાવાનલ જેવો છે. આ અગ્નિને પ્રલયકાળનો પવન વિશેષ ઉદ્દીપ્ત કરે છે. તેમ રાજાને અન્ય દરબારીઓ વિશેષ કુપિત કરે છે અને એ ક્રોધની નિશાનીઓ ચારે બાજુએ પ્રગટવા લાગે છે. આવો કાળઝાળ થતો રાજા સર્વનાશ કરવાની ઇચ્છા સાથે ઉપસર્ગ કરવા આવે તો પણ પ્રભુના નામસ્મરણરૂપી જળ ભક્તને કશું પણ નુકસાન પહોંચવા દેતું નથી. એટલે કે દાવાનલને જેમ પાણી શાંત કરે છે તેમ કુપિત રાજાને પ્રભુના સ્મરણરૂપી જળ શાંત કરે છે અર્થાત્ અગ્નિ બુઝાવે છે.'''
અહીં સૂરિજીની પ્રભુ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વ્યક્ત થાય છે. પોતે પ્રભુભક્તિમાં લીન બની ગયા છે. ક્રોધિત રાજાએ તેમને જંજીરોથી જકડીને કેદખાનામાં પૂર્યા છે. તેનો તેમને જરાપણ રંજ નથી. તેમને પ્રભુ પ્રત્યે અડગ વિશ્વાસ છે કે તેમના નામસ્મરણના પ્રભાવથી ક્રોધાયમાન રાજા શાંત થશે, અને પોતાને થયેલા ઉપસર્ગો શાંત થશે. તેથી તેઓ નિશ્ચિતભાવે પ્રભુભક્તિમાં લીન થઈ ગયા છે.
તત્ત્વાર્થ દૃષ્ટિએ જોઈએ તો દાવાનલના મહાભયંકર રૂપને પ્રતીક બનાવીને અહીં માયાને દર્શાવવામાં આવી છે. સમસ્ત સંસારને પોતાની લપેટમાં લઈને માયા એ સર્વનાશનું દ્યોતક છે. માયા સમસ્ત કષાયોની સાથે રહે છે. એટલે કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે અને તે શાસ્ત્રોચિત છે. કષાયોગ્નિ ચારિત્રસ્વરૂપ વીતરાગતાનો ઘોત કરે છે. આ કષાયોગ્નિને ઠારવાનો બુઝાવવાનો એકમાત્ર ઉપાય સમભાવ વીતરાગતારૂપ શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણરૂપી જળના સિંચન જેવું છે.
કષાય એટલે કષ + આય = કષાય. કષ એટલે સંસાર અને આય એટલે પ્રાપ્તિ. જેનાથી સંસારની પ્રાપ્તિ થાય તેનું નામ કષાય છે. ચારિત્ર-મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન આત્માના સહજ, પરમ નિરાકુળતા સ્વરૂપ સુખનો ઘાત કરનાર, મહાઆકુળતા સ્વરૂપ દુઃખનું કારણ તેમજ જીવનો પરદ્રવ્યમાં રાગદ્વેષરૂપ ભાવ તેનું નામ કષાય છે. આ કષાય ચાર પ્રકારે છે : ક્રોધ, માન,
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 301 માયા અને લોભ. આ દરેકના ચાર પ્રકાર છે : અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન. આમા અનંતાનુબંધી એ સમ્યફદર્શનના દ્યોતક છે.
અહીં દાવાનલ એ દર્શનાવરણીય કર્મનું પણ પ્રતીક છે. જેમ દર્શનાવરણીય કર્મ યથાસ્થિતિને સમજવા દેતું નથી તેમ દાવાગ્નિ પણ પોતાની પ્રચંડતામાં ફેલાઈને, વ્યાપકતામાં ઉદ્ભૂત થઈને વાસ્તવિકતાથી વંચિત કરી દે છે. તેની વિકરાળતા ઘાતી કર્મની ઉન્મત્તતાથી એકરૂપતા બતાવે છે. છતાં પણ પરમાત્માના સ્મરણરૂપ જળથી આ દાવાગ્નિરૂપ માયા નિષ્ફળ બની જાય છે, શાંત થઈ જાય છે.
જેવી રીતે દર્શનાવરણીય કર્મ અને ઘાતી કર્મ બંને એકરૂપ છે. તે બંને વાસ્તવિકતાને સમજવા દેતું નથી. તેમ પ્રચંડ દાવાનલ ચારે બાજુ ફેલાઈને, પોતાની વ્યાપકતામાં ઉદ્ભૂત થઈને પોતાની યથાસ્થિતિથી વંચિત રહે છે. સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. આવા વખતે શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણ મેઘધારાઓ રૂપી જલસિંચન કરે છે. અને દાવાનલને શાંત કરે છે અર્થાત્ આવા કષાયોનો નાશ કરી મોહનીય ઘાતી કર્મનો નાશ કરે છે.
આ સાથે અગ્નિના ઉપસર્ગ દ્વારા અનંતાનુબંધી માયાનું સ્વરૂપ પણ સમજી શકાય છે. માયા એ અગ્નિની જેમ ચારે કોર ફેલાણી હોય છે. પ્રલયકાળનો પવન અગ્નિને વધારે ઉદ્દીપ્ત કરે છે, તેમ વૃત્તિઓ માયાને વધારે વિસ્તારે છે. તેથી માયામાં લપેટાયેલો ભયંકર ક્રોધને નિમંત્રણ આપે છે અને તે અગ્નિના ગુણ જેવો જ હોય છે કે જે સર્વને બાળી મૂકે છે. માયાના મદમાં મસ્ત સર્વ આત્મિક તેમજ પોદ્ગલિક સુખોથી પર થઈ જાય છે. આવી માયા જ્યારે ચોતરફથી આક્રમણ કરે છે ત્યારે તે માયા, જે જીવાત્મા પ્રભુના નામ-સ્મરણમાં તદાકાર બની જાય છે તેના ઉપર કશોય પ્રભાવ પાડી શકતી નથી. પ્રભુના નામ-સ્મરણ રૂપી જળનું સિંચન માયારૂપી દવને શાંત કરે છે.
સૂરિજીએ આ શ્લોકમાં અગ્નિભય-નિવારણનો મંત્ર પ્રસ્તુત કર્યો છે. અભયના જે શ્લોકો છે તે સ્વયં મંત્રસ્વરૂપ છે. શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ દ્વારા ભયનો નાશ કરી અભયની ચેતનાને જગાડવાનો સૂરિજી પ્રયત્ન કરી રહ્યા છે. આમાં કાલ્પનિક અને વાસ્તવિક બંને પ્રકારના ભયને નિવારવાનો પ્રયત્ન છે. શ્લોક ૩૭મો
रक्तक्षणं समदकोकिलकण्ठनीलं, क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्कस्त्वन्नामनांगदमनी हृदि यस्य पुंसः ।।३७ ।।
Page #321
--------------------------------------------------------------------------
________________
302
| ભક્તામર તુલ્યું નમઃ |
કાળો કાળો અતિશય બની લાલ આંખો કરેલી, ક્રોધે પૂરો બહુવિધ વળી ઉછળે ફેણ જેની; એવો મોટો મણિધર કદિ આવતો હોય સામે, નિશે થંભે તુરત અહિ તે હે પ્રભુ ! આપ નામે. (૩૭)
શબ્દાર્થ
વેક્ષણમ્ – લાલ આંખોવાળા, સમદ્ – ઉન્મત્ત, વોર્નિવઝ – કોયલના કંઠ જેવો, નિત્તમ - શ્યામ વર્ણનો, શોધોદ્ધતમ્ – અત્યંત ક્રોધાયમાન, નિમ્ – સાપને, ૩ – ઊંચી ફેણ કરેલા, મા તત્તમ્ – સામે આવી રહેલા, ગાામતિ – પગ મૂકીને ચાલ્યા જવું, ઉલ્લંઘવું, મયુરોના - બે પગ વડે, નિરક્તશ – નિર્ભય થઈને, શંકા રહિત થઈને, ત્વનામ્ – આપના નામરૂપી, નામની – નાગદમની, નાગદમની વિદ્યા, વિ યર પુર: – જે પુરુષના હૃદયમાં. ભાવાર્થ :
હે પ્રભુ ! જે પુરુષના હૃદયમાં આપના નામરૂપી નાગદમની રહેલી છે, તે પુરુષ નિર્ભય બનીને લાલ આંખોવાળા, ઉન્મત્ત કોયલના કંઠ જેવા શ્યામ વર્ણના, અત્યંત ક્રોધાયમાન થયેલા ઊંચી ફેણ કરીને ડસવાને માટે સામે આવી રહેલા એવા સર્પને પણ બે ભાગ વડે સ્પર્શીને ઉલ્લંઘી શકે છે. વિવેચન : ગાથા ૩૭
સ્તોત્રકાર સૂરિજીએ શ્રી આદિનાથ પ્રભુના નામસ્મરણ અને મંત્ર દ્વારા ગજભય, સિંહભય, દાવાનલના ભય સામે અભયને વર્ણવીને હવે પછીના મહાભયોની ગણતરીમાં મણિધર નાગરાજના ભયની ગણના થાય છે. આ ઉપસર્ગના નિવારણ માટે પણ પ્રભુના નામસ્મરણથી નાગદમનીનું કામ થાય છે. એ સૂરિજીએ વર્ણવ્યું છે. ક્રોધે ભરાયેલા, કરડેલા, મહાવિષધર નાગનું ઝેર ઉતારવા નાગદમની નામની જડીબુટ્ટી વાપરવી પડે છે, અને મંત્રનો ઉપયોગ પણ કરવો પડે છે. શ્રી આદિનાથ ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે તો તે નાગદમની અને મંત્ર બંનેનું કાર્ય કરે છે. એટલે કે પ્રભુનું નામસ્મરણ એ એક જ ઉત્તમ પ્રકારની નાગદમની અને મંત્ર છે. એ પ્રસ્તુત શ્લોકમાં સૂરિજીએ બતાવ્યું છે.
આ સર્પ કેવો છે તે વર્ણવતાં સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, સર્પોમાં પણ કાળા નાગની ગણના મહાવિષધરમાં થાય છે. કારણ કે આવા નાગ દંશ દે તો જીવાત્માઓ થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામે છે. મહાવિષધર કાળો નાગ કેવો હોય છે તેના માટે કોયલનું ઉદાહરણ આપે છે. આમ્ર મંજરીઓનો રસ ચૂસીને ઉન્મત્ત થયેલ કોયલનો કંઠ શ્યામવર્ણ હોય છે. તેના જેવા વર્ણવાળો એટલે મહાવિષધર કાળો નાગ, તે અત્યંત ક્રોધિત થયો હોય ત્યારે તેની આંખ લાલચોળ બની જાય છે. અને તે તરત જ ફેણ ઊંચી કરી દંશ દેવા તત્પર બને છે. આવા ભયાનક સર્પનો સામનો
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર ફ 303 કરવાનું કામ સરળ નથી. તો પછી તેની નજીક જઈને સ્પર્શ કરવાની શક્યતા ક્યાંથી હોય ? તેમાં પણ પગ વડે સ્પર્શ કરવામાં તો મોટું જોખમ રહેલું છે. કારણ કે પગના સ્પર્શથી સર્પને આધાત થાય છે અને તેથી તે કોપાયમાન થઈને અવશ્ય દંશ દે છે. પરંતુ શ્રી આદિનાથ પ્રભુનું નામસ્મરણ નાગદમની નામની જડીબુટ્ટી જેવું કામ કરે છે. એટલે કે આવો અતિ ભયંકર, મહાવિષધર નાગ ક્રોધથી ફૂંફાડા મારતો સામેથી આવી રહ્યો હોય તો પણ તેને પ્રભુનું નામસ્મરણ શાંત પાડી દે છે. શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કરી રહેલો જીવાત્મા તેની સામે જઈને તેને બે પગ વડે સ્પર્શ કરે છતાં પણ તે કંઈ કરી શકતો નથી. અર્થાત્ જેની પાસે પ્રભુના નામસ્મરણની નાગદમની હોય છે તે આવા સર્પને નિઃશંકપણે ઓળંગી જાય છે.
અર્થાત્ શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે તે પ્રમાણે, “પ્રભુ ! જેના હૃદયમાં આપના નામની નાગદમની હોય તેનું આકૃષ્ટ વિષધર પણ કશું બગાડી શકતો નથી.'’
,,e
નાગદમનીના બે અર્થ થાય છે : (૧) પ્રભુનું નામસ્મરણ (૨) જાંગુલી વિદ્યા. જે જાંગુલી વિઘા જાણે છે તેને સાપ કશું કરી શકતો નથી.
પરમાર્થ દૃષ્ટિએ આ શ્લોકને સમજાવતાં ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “કુપિત થયેલો રાજા નાગ જેવો ભયંકર બને છે. વળી અત્યંત કર્માશ્રવને કારણે તે મિથ્યાત્વ વધવાથી કાળો બન્યો છે. વળી તે લાલ આંખવાળો છે, અર્થાત્ સંસારમાં ખૂબ પરિભ્રમણ કરનાર છે. (લાલ રંગ સંસારનું પરિભ્રમણ સૂચવે છે) અને ક્રોધથી ફૂંફાડા મારે છે, એટલે કે જેણે સારાસારનો વિવેક ગુમાવ્યો છે તે સર્પ જેવો રાજા ઉપસર્ગ કરવા આવે તો તે પણ પ્રભુ સ્મરણરૂપી નાગદમનીથી શાંત બની જાય છે. વિઘાતક ઉપસર્ગ તે કરી શકતો નથી. આ પરથી રાજા કેટલા અંશે અશાંત થયો હશે અને પ્રભુના નામના બળથી કેટલો શાંત બનવાનો છે તેનો કેટલોક ખ્યાલ અહીં આવે છે. વળી એ પણ સમજાય છે કે મુનિને ઉપસર્ગ ક૨વા તૈયાર થયેલો રાજા મુનિના આત્માને કોઈ પણ પ્રકારે નુકસાન કરી શકનાર નથી. કારણ કે મુનિ પાસે પ્રભુસ્મરણની નાગદમની તૈયાર જ છે.’૫૦
જંજીરોથી જકડાયેલા સૂરિજીને સંપૂર્ણ શ્રદ્ધા છે કે પ્રભુના નામસ્મરણ રૂપી નાગદમની ક્રોધાયમાન રાજાના ક્રોધને જરૂરથી શાંત ક૨શે અને તેમના ઉપર કીધેલા ઉપસર્ગ પણ તત્ક્ષણ દૂર કરશે.
તત્ત્વાર્થ દૃષ્ટિએ સર્પદંશના ઝેરની વાતમાં વિષયસેવનના ઝેરની વાત છે. વિષયોના મૂળમાં પાંચ ઇન્દ્રિયો છે. આ પાંચ ઇન્દ્રિયોના વિષયસેવન અર્થે જ પરિગ્રહનું નિર્માણ થાય છે. પરિગ્રહના ત્યાગથી કષાયો મંદ થાય છે અને કષાયો મંદ થતાં આત્માના ભાવોમાં વિશુદ્ધતા આવે છે. કષાયો ચાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. આ ચાર કષાયો ઘાતી કર્મો સાથે જોડાયેલા છે.
નાગદમની જે સાપને વશમાં રાખે છે, તેનું દમન કરે છે એ એક વિશેષ જડીબુટી છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
304 ભક્તામર તુલ્યું નમઃ II
પરમાત્માનું નામ એ એક એવી નાગદમની છે જે જ્ઞાનાવરણીય જેવા વિકરાળ ફણીધરને પણ વશમાં કરી લે છે. પરમાત્માના નામસ્મરણથી સાધક આ ભયનું ઉલ્લંઘન કરીને પોતાનો યશ પ્રશસ્ત કરી શકે છે.
મણિધર સર્પ એ લોભ અને ક્રોધનું પ્રતીક છે. મણિધર સર્પે પોતાના માથા ઉપર મણિ ધા૨ણ કરેલો હોય છે. આ સર્પ પોતાની પાસે જે મણિ હોય છે તેનો ઉપયોગ કરી શકતો નથી. તેમ જ બીજાને પણ તેનો ઉપયોગ કરવા દેતો નથી. ક્રોધિત સર્પ સર્વને હેરાન કરનાર તત્ત્વ છે. તેવી રીતે લોભી માણસ ગમે તે રીતે વર્તતા જરા પણ અચકાતો નથી. તેમાં પણ જ્યારે તેને ક્રોધનો સથવારો મળે છે ત્યારે તે જીવાત્મા અમર્યાદ બને છે. ક્રોધ એ માન, માયા અને લોભને ઉદ્દીપન કરનાર તત્ત્વ છે. આવો ક્રૂર મણિધર જેવો લોભ જ્યારે ચારેકોરથી લલચાવે છે ત્યારે તેનાથી બચવા માટે જીવને ઉપાય મળતો નથી. કારણ કે મણિ જેવી આસક્તિ તેને રહ્યા જ કરે છે. અને લોભના એ ભયાનક સ્વરૂપમાં જીવાત્મા દબાતો જાય છે. આવા જીવાત્માઓ મર્યા પછી સાપ બને છે. પૂર્વકાળમાં એવાં ઉદાહરણો પણ મળી રહે છે કે જેમના ધનાદિના સ્થાન પર સર્પ કૂંડળું વળીને બેઠો રહે છે અને એ ધનને કોઈને પણ અડવા પણ દેતો નથી. આ રીતે સર્પને લોભ અને ક્રોધનું પ્રતીક માનવામાં આવે છે.
લોભ વશ જીવ પોતાના ઉપરાંત અન્યનું પણ ગ્રહણ કરવા તત્પર હોય છે. આમ તેમાં વ્યક્તિગત અને સર્વવ્યાપી એ બંને તત્ત્વોનો સમાવેશ થાય છે. અર્થાત્ લોભ એ સર્વનાશ કરવામાં સૌથી વધુ ઉદ્યમી છે.
સર્પ ભલે ક્રોધ, લોભ કે જ્ઞાનાવરણીય કર્મનું પ્રતીક માનવામાં આવે પણ એ નિશ્ચિત છે કે પ્રભુના નામસ્મરણરૂપી નાગદમની મંત્રથી જીવાત્મા લોભરૂપી નાગથી બચી શકે છે અને લોભને રોકી શકાય છે.
સૂરિજીએ આ શ્લોકમાં કષાયોના ઝેરના નિવારણ અર્થે નાગદમની નામનો પ્રભુના નામસ્મરણ રૂપ મંત્ર જેના હૃદયમાં છે તે નિરસ્તશંક' એટલે કે સર્વ પ્રકા૨ની શંકા તેમજ ભયથી મુક્ત નિઃશંકપણે પોતાની સાધનામાં આગળ વધતો જાય છે.
સર્પનું ઝે૨ તત્કાળ મરણ નિપજાવે છે. સૂરિજીએ અહીં મોહનીય કર્મપ્રધાન ઘાતીકર્મનું વર્ણન કર્યું છે અને તેમાં ચાર કષાયો માન, ક્રોધ, માયા, લોભ તે તો અસંખ્ય જન્મમરણના ફેરા કરાવે છે. તેને ટાળવાનો એક માત્ર ઉપાય ભગવાનની ભક્તિરૂપ સમ્યક્દર્શન, સમ્યક્-જ્ઞાન અને તેમના ચરણ-કમળના આશ્રયરૂપ સમ્યક્-ચરિત્ર છે. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્રણે કાળને વિષે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: આ રત્નત્રયી એક જ મોક્ષ માર્ગ છે. અર્થાત્ પ્રભુના નામસ્મરણરૂપ મંત્ર દ્વારા મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકાય છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
શ્લોક ૩૮મો
શ્રી ભક્તામર સ્તોત્ર જ 305
-
वल्गत्तुरङ्गजगर्जितभीमनादमाजौ बलं बलवतामपिभूपतीनाम् । उद्यद्दिवाकरमयूखशिखापविद्धं, त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ।। ३८ ।।
અશ્વો કૂદે કરિગણ કરે ભીમનાદો અતિશે, એવી સેના સમભૂમિમાં રાતી જિતમિષે; ભેદાયે તે તુરત પ્રભુજી આપનાં કીર્તનોથી, જાણે નાસે તિમિર સઘળાં સૂર્યનાં કિરણોથી. (૩૮)
શબ્દાર્થ
વાત્ – ઊછળી રહેલા, તુરઙા – ઘોડા, વખાÍિતમીમનાવમ્ – હાથીઓના ભયંક૨ અવાજ, आजौबलम् अपि યુદ્ધમાં શત્રુ સૈન્ય પણ, વનવતામ્ – શક્તિશાળી, મૂતીનામ્ – રાજાઓનું, સઘત્ વિવાર - ઉદય પામી રહેલા સૂર્ય, મયૂāશિવા – કિરણોના અગ્ર ભાગ વડે, અવિદ્યુમ્ – દૂર કરાયેલા, તૃત્ વીર્તનાત્ – આપની સ્તુતિ કરવાથી, તમ:વ – અંધકારની જેમ, આશુ – શીઘ્ર, મિલાપતિ નાશ પામે છે, હણાઈ જાય છે.
ભાવાર્થ :
જેમ ઉદય પામતા (ઊગતા) સૂર્યનાં કિરણોના અગ્રભાગથી રાત્રિનો અંધકાર નાશ પામે છે તેમ રણસંગ્રામમાં બલવાન શત્રુ રાજાઓનું ઘોડા અને હાથીઓના ભયંકર ગર્જના કરતું શક્તિશાળી સૈન્ય પણ આપની સ્તુતિ કરવાથી શીઘ્ર હણાઈ જાય છે.
વિવેચન : ગાથા ૩૮
સ્તોત્રકાર સૂરિજીએ યુદ્ધ જેવા વિકટ સમયે પ્રભુનું નામસ્મરણ કરવાથી બળવાન સેન્ય પણ તેમાં સંપૂર્ણ પરાભવ પામે છે તે બતાવતાં પ્રભુ પ્રત્યેની તેમની સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી છે.
સૂરિજી આ પ્રસંગને વર્ણવતાં જણાવે છે કે શક્તિશાળી શત્રુ રાજા આક્રમણ કરે ત્યારે તેનું સૈન્ય સામાન્ય કોટિનું ન હોય. તેના સૈન્યની અંદર અનેક ઘોડાઓ, હાથીઓ, મહાબળવાન એવા નાના રાજાઓ, સેનાપતિઓ, સુભટોનાં જૂથ હોય. તે જ્યારે એકસાથે મળીને આક્રમણ કરે ત્યારે તેમાં ઘોડાઓની હણહણાટી કમકમાટી ઉપજાવતી હોય. હાથીઓ ગર્જના કરીને દોટ મૂકતા હોય, નાના રાજાઓ, સેનાપતિઓ અને સુભટો અસ્ત્ર-શસ્ત્ર સજાવીને રણશિંગું ફૂંકતા હોય, અને તેનો ધ્વનિ અતિ તીવ્ર હોય, આ પ્રમાણે આક્રમણ કરવા તેઓ આગળ વધી રહ્યા હોય, આવા સૈન્યનો સામનો કરવાનો અતિ વિકટ છે. કાયરો આવા સમયે પીઠ બતાવે છે. છતાં શત્રુના શસ્ત્રોના
Page #325
--------------------------------------------------------------------------
________________
306 * ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
ઘા પડે છે, અને ખૂબ ખરાબ રીતે માર્યા જાય છે. પરાક્રમી પુરુષ સામી છાતીએ લડે છે. તેઓ કદી પીઠ દેખાડતા નથી પણ તેમાં જીત ભાગ્યે જ મળે છે પરંતુ આવા વિકટ સમયે શ્રી આદિનાથ ભગવાનનું નામસ્મરણ ક૨વામાં આવે તો હાર-જીતમાં બદલાઈ જાય છે. જેમ ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે અંધકારના દલનો નાશ થઈ જાય છે. તેમ શ્રી આદિનાથ પ્રભુના નામસ્મરણથી આવા મહાબળવાન તથા અતિ વિશાળ સૈન્યનો નાશ થઈ જાય છે. અર્થાત્ તેને પરાભૂત કરી શકાય છે.
પરમાર્થ દૃષ્ટિએ આને સમજાવતાં ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “સંસાર એ સમરભૂમિસમરાંગણ છે, કે જ્યાં જીવ માટે કર્મનું અનાદિકાળથી યુદ્ધ ખેલાતું આવ્યું છે. દુશ્મનોને સહાયક અશ્વો, ગજાદિ પણ આ સંગ્રામમાં જોવા મળે છે. અશ્વની ગતિ ઘણી હોય છે અને તે થોડીવારમાં તો ક્યાંના ક્યાં પહોંચી શકે છે. સંસાર-સંગ્રામનો અશ્વ તે મન. આ મનની ચંચળતા એટલી બધી છે કે તે ક્યાં ક્યાં ફરી વળે છે, તેનો તાગ કાઢવો પણ મુશ્કેલ બને છે, એને વશ કરવા જતાં તો મોટા મોટા મહારથીઓ પણ થાકી જતાં હોય છે. વળી હાથીઓનો સમૂહ સર્વને કચડવામાં સમરભૂમિમાં તૈયાર જ હોય છે. હાથી ઝડપથી આગળ વધતો નથી. જે કોઈ હડફેટમાં આવે તેની કચ્ચર કરવામાં અને ગમે તેવા ઘા વાગે તો પણ સ્થિર રહેવામાં શૂરવીર હોય છે. સંસારસંગ્રામનો ગજગણ એટલે ઇન્દ્રિયોના સમૂહનું સુખ. પાંચે ઇન્દ્રિયોનાં અનુકૂળ સુખો અશ્વ મનની સહાયથી જીવને લોભાવે છે અને જીવને નીચો પાડવામાં નિમિત્તરૂપ તથા મદદરૂપ બની રહે છે. આ ઇન્દ્રિયો પોતાનું સુખ શોધવા ચારે બાજુ ભમતી નથી, પણ જે પાસે હોય તેના ઉપભોગમાં રાચે છે અને જેમાં સુખ લાગે ત્યાંથી તે જલદી પાછી ફરતી નથી.’’૫૧
આ સંસાર એ રણભૂમિ છે. માનવીનું મન અશ્વસમાન છે અને ઇન્દ્રિયો ગસમૂહ જેવી છે. મનને જ્યાં ઇચ્છા થાય ત્યાં દોડી જાય છે જ્યાં ક્ષણિક સુખ દેખાય ત્યાં ઇન્દ્રિયો પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી લે છે. આ ઇન્દ્રિયો એટલી બધી હઠાગ્રહી (શૂરવીર) હોય છે કે તે કોઈનાથી જલ્દી જીતી શકાતી નથી. મોટા મોટા મુનિજનો પણ આ ઇન્દ્રિયો આગળ હારી જતા હોય છે. એટલે કે ઇન્દ્રિયસુખમાંથી જલ્દી બહાર નીકળવું બળવાન હાથી અને અશ્વોની સેનાને જીતવા કરતાં પણ અતિ દુષ્કર છે. સંસારના પૌલિક સુખોમાંથી મુક્તિ મેળવવી એ બળવાન સૈન્ય ૫૨ વિજય મેળવવા કરતાં અતિ કઠિન છે. પરંતુ જે વીર પુરુષો છે તેઓ કદી પણ ઇન્દ્રિયસુખના ગુલામ બનતા નથી અને જો બન્યા હોય તો તેમાંથી મુક્ત થવાના હંમેશાં પ્રયત્નો કરે છે. અંતે મુક્તિ મેળવીને જ રહે છે.
વિષયસુખમાં ઇન્દ્રિયનો ગુલામ બનેલો સંસારરૂપી સંગ્રામમાં અહીંતહીં અથડાતો-કૂટાતો રહે છે અને સંકટ, વિપદા, આપત્તિથી ઘેરાયેલો રહે છે. ત્યારે જો શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણ ક૨વામાં આવે તો તે અશ્વરૂપી મન અને ઇન્દ્રિયોરૂપી ગજની સામે જીતી શકે છે. સૂરિજી જણાવે છે કે જેવી રીતે સૂર્યનાં કિરણોરૂપી ભાલા વીંઝાતા અહંકારના દલનો નાશ થાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવના નામસ્મરણથી મનની ચંચળતા અને ઇન્દ્રિયોની હઠાગ્રહ વૃત્તિનો નાશ થાય છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર * 307 અર્થાત્ મોહરૂપી કર્મનો નાશ તથા અજ્ઞાનરૂપી અંધકારના નાશની વાત સૂરિજીએ કરી છે.
તત્ત્વાર્થ દૃષ્ટિએ જોતાં જણાય છે કે સૂર્યના પ્રકાશના ફેલાવાથી અંધકારના નાશનું જે ઉદાહરણ સૂરિજીએ લીધું છે તેમાં ભગવાનના નામસ્મરણ-સ્તવનરૂપ સમ્યક્-દર્શનથી દર્શનમોહ, તેમજ અજ્ઞાનરૂપ અંધકારના નાશની વાત છે. સમ્યક્દર્શન થતાં અનંતાનુબંધી કષાયના અનુદયથી સમ્યક્દષ્ટિના બધા વિષય, ભોગ, ન્યાય અને નીતિપૂર્વકના તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાને અનુરૂપ તેમજ ચારિત્ર મોહનું બળ અસંખ્ય ગણું ઘટી જાય છે.
સૂર્યનો ઉદય થતાં જ ગાઢ અંધકારનો શીઘ્ર નાશ થઈ જાય છે. તે જ રીતે પ્રભુના નામસ્મરણથી, ગુણકીર્તનથી અપરાજિત એવા કર્મરૂપી શત્રુઓનો નાશ થઈ જાય છે. અહીં શત્રુ કર્મનું પ્રતીક છે.
ઘાતી કર્મ રોકી શકાય છે. તેમનો ક્ષય થાય છે. પરંતુ અઘાતી કર્મમાં એવો કોઈ ઉપાય સંભવિત નથી. અઘાતી કર્મનો ઉદય થવાથી તે ચોક્કસ ભોગવવાં જ પડે છે. હવે અહીંયાં રજૂ થતાં ચાર શ્લોક વેદનીયાદિ અઘાતી કર્મના પ્રતીક છે. આગળના ચાર શ્લોકમાં એ જ તફાવત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુના નામસ્મરણથી ઉપસર્ગને રોકી શકાય છે. હવેના ચાર શ્લોકમાં દર્શાવાયું છે કે ઉપસર્ગના સમયમાં થોડા સમય સુધી પ્રભુના નામસ્મરણમાં લીન રહેવાથી એ ઉપસર્ગોને પાર કરી શકાય છે. અહીં ઘાતી કર્મનું પ્રતિનિધિત્વ મોહનીય કર્મ છે. તેવી જ રીતે અઘાતી કર્મનું પ્રતિનિધિત્વ વેદનીય કર્મ કરે છે.
અઘાતી કર્મ એવાં છે કે જે ભોગવ્યા વગર છૂટકો થતો નથી. પ્રભુનું નામસ્મરણ કરવાથી આ અઘાતી વેદનીય કર્મ હળવા થાય છે એટલે કે જે ઉપસર્ગો આવે છે તેણે આક્રમક રૂપ ધારણ કરેલું હોય છે, પરંતુ તે સમયે પ્રભુનું નામસ્મરણ કરવામાં આવે તો આ ઉપસર્ગોનું આક્રમણ ધીમું બની જાય છે. અર્થાત્ તે વેદનીય કર્મ હળુ કર્મી બની જાય છે. આ કર્મ ભોગવવાં જ પડે છે. ઘાતી કર્મની જેમ પ્રભુ-નામસ્મરણથી આ કર્મો સંપૂર્ણપણે નાશ પામતાં નથી
સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકમાં પ્રભુ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી છે. જો અખૂટ શ્રદ્ધા હોય તો જ આમ બની શકે. શ્રદ્ધા જો સાધારણ હોય તો તેના ભરોસે ન રહી શકાય. સાધારણ શ્રદ્ધા ક્યારેય પણ સફળતા નથી આપતી. પ્રભુ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વગર આમ ક્યારેય બનતું નથી. અહીં સૂરિજીએ શ્રદ્ધાની શક્તિને પ્રગટ કરી છે.
શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ સૂરિજીના શ્રદ્ધાપૂર્વકના નીકળતા સ્વર માટે જણાવે છે કે એ સ્વર શ્રદ્ધાના પ્રકર્ષમાંથી નીકળેલો સ્વર હતો. કાર્ય વા સાધયામિ વા દે ં વા પાતયામિ.' . કાં તો હું કાર્ય સિદ્ધ કરીશ. અથવા મારા દેહનો ત્યાગ કરીશ.'
સૂરિજીએ અખૂટ શ્રદ્ધામાં જ આ સ્વરનો પ્રયોગ કર્યો છે અને આ દ્વારા પ્રભુ પ્રત્યેની તેમની અસીમ શ્રદ્ધા વહેતી કરી છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
308 ॥ ભક્તામર તુલ્યું નમઃ । શ્લોક ૩૯મો
कुन्ताग्रभिन्नगजशोणितवारिवाहवेगावतारतरणातुरयोधभीमे । युद्धे जयं विजितदुर्जयजेयपक्षास्त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ।। ३९ ।।
ભોંકાતાં જ્યાં કરિ શરીરમાં લોહીધારા વહે છે, તેમાં મ્હાલી અહિંતહિં અહા સૈનિકો તો રહે છે;
જે સંગ્રામે નવ રહી કદિ જિતકેરી નિશાની, લીધું જેણે શરણ તુજ જો હાર હોયે જ શાની ? (૩૯)
શબ્દાર્થ
ત્વત્ પાવપઙનવન – આપના ચરણરૂપી કમળના સમૂહનો, આયિળો – આશ્રય કરનારા, પુત્તાપ્રમિન્ત - ભાલાના અગ્રભાગથી ભેદાયેલા, રાખ શોભિત હાથીઓના લોહી, વારિવાદ લોહીરૂપી જલપ્રવાહ, વેળાવતાર ઝડપથી ઊતરવામાં, તરળ આતુર તરવા માટે આતુર, યોષ - સુભટ, યોદ્ધા, ભીમે યુદ્ધે – ભયંકર યુદ્ધમાં, નયમ્ – વિજય, વિનિત ટુર્નય પક્ષાઃ જીતી શકાય તેવા, નેય પક્ષા:
મુશ્કેલીથી
શત્રુ પક્ષ, જમત્તે
મેળવે છે.
ભાવાર્થ :
—
-
-
1
–
હે ભગવન્ત ! ભાલાઓના અગ્રભાગથી ભેદાયેલા હાથીઓના લોહીરૂપી જલપ્રવાહમાં વેગથી ઊતરવા અને તરવા માટે આતુર થયેલા યોદ્ધાઓથી ભયંકર બનેલ એવા યુદ્ધમાં આપના ચરણકમળરૂપી વનનો આશ્રય લેનારા ભક્તજનો દુર્જય એવા શત્રુ પક્ષને જીતીને વિજય પ્રાપ્ત કરે છે.
વિવેચન : ગાથા ૩૯
સ્તોત્રકાર સૂરિજીએ યુદ્ધની અન્ય વિકટ પરિસ્થિતિમાં પ્રભુનું નામ-સ્મરણ અને તેનું શરણ કેવું સહાયકારી થાય છે, તે બતાવ્યું છે. પ્રભુનું શરણ રક્ષણ પૂરું પાડે છે. રક્ષણનાં બે મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે - શક્તિ અને ભક્તિ. કોઈક વ્યક્તિ એટલી બધી શક્તિશાળી હોય છે કે તે પોતાનું રક્ષણ પોતે જ કરી લે છે અને જેનામાં ઓછી શક્તિ હોય છે તે પ્રભુની ભક્તિનો આશ્રય લે છે. શક્તિનું પૂરક તત્ત્વ ભક્તિ છે. ભક્તિ દ્વારા શક્તિ વધે છે. વિઘ્ન દૂર થાય છે અને રક્ષણ મળે છે. શક્તિના વિકાસ માટે જે ઉપાયોનું આલંબન લેવામાં આવે છે, તેમાં ભક્તિ બહુ મોટું તત્ત્વ છે.
સૂરિજી યુદ્ધવિજયનો એક ઉપાય અહીં બતાવી રહ્યા છે. તેઓ કહે છે કે હે પ્રભુ ! ભાલાનો
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર : 309 જે અગ્રભાગ હોય છે તે ખૂબ તીક્ષ્ણ અને અણીદાર હોય છે. યુદ્ધમાં તેવા અણીદાર ભાલાઓ દ્વારા હાથીઓ પર પ્રહાર કરવામાં આવે છે. તેથી યુદ્ધમાં હજારો હણાય ને લોહીની નદીઓ વહે છે અને તેને ઝડપથી પાર કરીને સુભટોને આગળ વધવાનો પ્રસંગ આવે છે. એવા ભયાનક યુદ્ધને વખતે દુર્જેય પક્ષને જીતવાનું અત્યંત મુશ્કેલ છે. પરંતુ હે આદિનાથ ભગવાન ! તમારા પાદપંકજનો આશ્રય લેનારા એટલે કે ભક્તિભાવપૂર્વક તમારું સ્મરણ કરનારાઓ તે દુર્જય યુદ્ધમાં શત્રુપક્ષને જીતી લઈને વિજયશ્રી બને છે.
જ્યાં આવા દારુણ સંગ્રામમાં ભગવાનના નામસ્મરણથી જય મળતો હોય, ત્યાં સામાન્ય સંગ્રામની તો વાત જ શી ! તાત્પર્ય કે એવા સંગ્રામો તો સહેલાઈથી જીતી શકાય છે.
સંગ્રામમાં અનેક હાથીઓ અને દુર્બળ સૈનિકોને હણીને, ક્રૂર અને બળવાન સોનિકો લોહીની નદીમાં ન્હાવામાં આનંદ અનુભવતા હોય છે. આવા સૈન્ય પર વિજય મેળવવો અતિ મુશ્કેલ હોય છે. આવા સમયે જિનેશ્વરપ્રભુનું શરણું સ્વીકારી તેની ભક્તિ કરવામાં આવે તો આવા શક્તિશાળી સૈન્ય સામે પણ અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે. પ્રભુના શરણમાં જનારનો વિજય નિશ્ચિત જ છે. . હારની કોઈ સંભાવના હોતી નથી. સૂરિજીએ અહીંયાં પ્રભુના શરણનો મહિમા વર્ણવ્યો છે.
તત્ત્વાર્થ દષ્ટિએ જોઈએ તો સંગ્રામ એટલે આત્મા અને કર્મ વચ્ચેનું સનાતન યુદ્ધ. આત્માને હાથી સાથે અને કર્મને તીક્ષ્ણ ભાલા સાથે સરખાવી શકાય. હાથી મહાબળવાન પ્રાણી છે. તેમ આત્મા પણ મહાબળવાન છે. તીક્ષ્ણ ભાલાની અણીઓથી હણાયેલા હાથીના શરીરમાંથી રક્ત વહે છે અને હાથી નિર્બળ બને છે. ઘાતી કર્મો પણ ભાલાની અણી જેવાં તીક્ષ્ણ હોય છે. આ ઘાતી કર્મરૂપ તીક્ષ્ણ ભાલાઓના પ્રહારથી આત્માના ગુણોનો નાશ થાય છે. તેથી આત્મા નિર્બળ બને છે અને આત્મા પર ઘાતી કર્મનું આવરણ ઘટ્ટ બનતાં સંસારની ભવભ્રમણ વધતી જાય છે, એ નિશ્ચિત છે.
ડૉ. સરયૂ મહેતા આ તત્ત્વાર્થને વધુ સ્પષ્ટ રીતે સમજાવતાં જણાવે છે કે, “સૈનિકો એટલે કર્મથી લેપાયેલા આત્માઓ. આ સૈનિકો લોહીમાં નહાઈને આનંદ માણે છે; એટલે કે સંસારી જીવો લોહી જેવા અશુદ્ધ અર્થાત્ સંસારનાં ક્ષણિક સુખોમાં રાચનારા છે. તે સંસારીઓને સાચા સુખની કલ્પના પણ આવી શકતી નથી. આમ કર્મના બળવત્ત૨પણાને લીધે જીવ ભુલભુલામણીમાં અટવાયા જ કરે છે. એ અવસ્થામાં આત્મા અને કર્મના સંગ્રામમાં આત્મા જીતે એવી કોઈ નિશાની જણાતી નથી. તેમ છતાં જો પ્રભુનું શરણું લીધું હોય તો કર્મની આખી સેના ખડી હોવા છતાંય હાર સંભવી શકતી નથી. એવો અદ્ભુત મહિમા છે પ્રભુના શરણનો !''૨
સંસારરૂપી સંગ્રામમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જેવા સંસાર- વૃદ્ધિના આશ્રવો છે. આત્મા પર ઘાતી કર્મના તીક્ષ્ણ ભાલાઓ તેના સંસારનું ભવભ્રમણ વધારે છે. પરંતુ પ્રભુનું શરણ સ્વીકારવાથી આ સંગ્રામમાં આત્માની જીત નિશ્ચિત થાય છે. એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ આશ્રવને સંવરપૂર્વક રોકી અને પ્રભુનું શરણ સ્વીકારી
Page #329
--------------------------------------------------------------------------
________________
310
।। ભક્તામર તુલ્યું નમઃ II
તેની ભક્તિમાં લીન બની ધ્યાન વડે સત્તામાં રહેલાં કર્મોની નિર્જરા કરી, કાળક્રમે તેનો સંપૂર્ણ નાશ થતાં મોક્ષરૂપી વિજયને પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુનું શરણ સ્વીકારવાથી સંપૂર્ણ ઘાતીકર્મોનો નાશ થાય છે, અને આત્મા અજરામર મોક્ષપદને પામે છે. અહીં સૂરિજીએ મોક્ષ મેળવવાનો માર્ગ પણ બતાવ્યો છે.
આત્માના સર્વજ્ઞપદનો જ અને જિનપદનો જ આ મહિમા છે. આપના સર્વજ્ઞપદનો અચિંત્ય મહિમા જેના અંતરમાં વસી ગયો તેને હવે નિર્ભયપણે મોહશત્રુને જીતતાં કોઈ રોકી શકે નહિ.
પ્રભુ મોક્ષપદને પામેલા છે અને સર્વજ્ઞપદને પામેલા છે તેનો મહિમા જેના હૃદયમાં વસી ગયો છે તે આત્મા કોઈ પણ સ્થળે હોય તે નિર્ભય પણે પ્રભુના નામનું સ્મરણ કરે તો તેને કોઈ પણ શત્રુ હરાવી શકતો નથી. ભલે પછી તે મોહરૂપી કષાયશત્રુ કેમ ન હોય ? જીત અવશ્ય પ્રભુના ભક્તની જ હોય છે.
જે અવસ્થામાંથી સૂરિજી પસાર થતાં હતા તે પરિસ્થિતિને લક્ષમાં લઈને પરમાર્થ દૃષ્ટિએ જોઈએ તો - ‘કુન્નાગ્ર ભિન્ન' એટલે લોખંડની બેડીઓથી બંધાયેલો, ‘ગજ' એટલે સૂરિજી પોતે, ‘શોણિત વારિવાહ’ એટલે અવિશ્વાસરૂપ પ્રવાહમાં, ‘વેગાવતાર તરણાતુર' એટલે જલદીથી ઊતરીને તરવા માટે તત્પર, યોધ' એટલે દરબારીઓ, ‘દુર્જેય’ એટલે રાજા.
લોખંડની બેડીઓથી બંધાયેલા સૂરિજી, રાજા અને દરબારીઓ, અવિશ્વાસરૂપ પ્રવાહમાં સંગ્રામના યોદ્ધાઓની જેમ જલદીથી તરવા માટે તત્પર બન્યા છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પ્રભુના ચરણકમળરૂપી નામ-સ્મરણનો આશ્રય લેવામાં આવે તો ચમત્કાર થઈ શકે છે. લોખંડની બેડીઓમાંથી મુક્ત થઈ શકાય છે અને રાજા અને દરબારીઓ જે શત્રુપક્ષ છે તેના પર અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકાય છે. અર્થાત્ તેમનો વિશ્વાસ સંપાદન કરી શકાય છે. અન્ય ધર્મોની જેમ જૈન ધર્મનો પણ જયજયકાર થઈ શકે છે; જૈનમ્ જયિત શાસન'નો ગુંજારવ થઈ શકે છે.
આવી જ રીતે કોઈ પણ મનુષ્ય સંકટમાં સપડાય ત્યારે પ્રભુનું નામસ્મરણ ગ્રહણ કરે તો તેની મુક્તિ અવશ્ય થાય છે.
સૂરિજીએ આ શ્લોકમાં યુદ્ધનું વર્ણન કર્યું છે. યુદ્ધમાં શસ્ત્રાદિનો ઉપયોગ આવશ્યક હોય છે. આવી યુદ્ધની પરિસ્થિતિમાં હાથમાં શસ્ત્ર હોય અને સાધક વિચારે કે હું શ્રી આદિનાથ પ્રભુનું સ્તવન કરીશ તો સૌ કોઈને મારી શકીશ અને યુદ્ધમાં વિજયી બનીશ. આવો અર્થ અહીંયાં નિરર્થક સાબિત થાય છે. જેન ધર્મનું સ્પષ્ટ તથ્ય છે કે જૈન તીર્થંકરો અહિંસાના પ્રતીક છે. શંકર, બ્રહ્મા, વિષ્ણુ વગેરે ઘણા દેવો એવા છે કે જેમના હાથમાં શસ્ત્ર જોવા મળે છે. જ્યારે જૈન તીર્થંકરો હંમેશાં શસ્ત્રોથી વિમુક્ત રહ્યા છે. તેમના હાથમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું શસ્ત્ર હોતું નથી. તેઓ સંપૂર્ણ નિઃશસ્ત્ર રહ્યા છે. જયણા અને અહિંસા' એ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો છે. આ શ્લોકમાં શ્રી માનતુંગસૂરિએ એક ગંભીર પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. જૈન તીર્થંકર અહિંસક છે અને
Page #330
--------------------------------------------------------------------------
________________
311
શ્રી ભક્તામર સ્તોત્ર બીજી બાજુ શસ્ત્રના પ્રહારની વાત. એમાં વળી પ્રભુની સ્તુતિની વાત ખૂબ જ અટપટી લાગે છે. તેથી જૈન ધર્મને, અહિંસાને માનનારાઓ આ શ્લોકને હિંસાના સંદર્ભમાં નથી સ્વીકારતા. તેઓ સ્વીકારે છે કે જેમાં વિઘ્ન આવે કે સ્વરક્ષણનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિમાં તે જિનેશ્વર પ્રભુનું શરણ સ્વીકારે છે અને તેની જીત થાય છે.
આચાર્ય મહાપ્રજ્ઞ આના અનુસંધાનમાં જણાવે છે કે, ઋષભ સ્તુતિ દ્વારા તે એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે જેનો જય પક્ષ દુર્રય છે. કમજોર હશે એ તો આક્રમણ જ નહિ કરે. દુર્જય શક્તિએ જ આક્રમણ કર્યું હશે. તેને એ જીતી લે છે અને તે જીતમાં આપની સ્તુતિનો સહયોગ મળી જાય છે.’૫૩
દુર્જય શત્રુએ જે આક્રમણ કર્યું છે તેને કમજોર રાજા જીતી શકે તેમ નથી. પણ આક્રમણરૂપી વિઘ્નને દૂર કરવા પ્રભુના ચરણકમળમાં આશ્રય લઈ તેની સ્તુતિ કરવાથી વિજય અવશ્ય પ્રાપ્ત થાય છે. શક્તિની સાથે ભક્તિ ભળે છે. શક્તિ ઓછી હોય તે ભક્તિનો આશ્રય લે છે. શક્તિનું પૂરક તત્ત્વ ભક્તિ છે. ભક્તિ દ્વારા શક્તિ વધે છે, વિઘ્ન દૂર થાય છે. દુર્જેય શત્રુની સામે પ્રભુના નામનું સુરક્ષાકવચ મળી જતાં વિજયશ્રી પ્રાપ્ત થાય છે.
શ્લોક ૪૦મો
܀
अम्भोनिधौ क्षुभितभीषणनक्रचक्रपाठीनपीठभयदोल्वणवाडवाग्नौ । रङ्गतरङ्गशिखरस्थितयानपात्रा
त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ||४०|| જ્યાં ત્યાં કૂદાકૂદ કરી રહ્યાં નક્રચક્રો ફરે છે, જેમાં મોજાં અહિં તહિં બહુ જોરથી ઉછળે છે; એવા અબ્ધિમહિં કદિ અહા યાત્રિકો જો ફસાયે, સંભારે જો પ્રભુજી તમને ભીતિ તો દૂર થાય. (૪૦)
-
શબ્દાર્થ
અમ્મો નિધી – સમુદ્રમાં, સુમિત ભીષન ક્ષોભ પામવાને લીધે ભયંકર બનેલા, ન ઘ – મગરમચ્છોનો સમૂહ, પાટીન પીઢ – પીઠ અને પાઠીન જાતિની માછલીઓ, મયર્ ઉજ્વળ વાડવાગ્નિ – ભયંકર બનેલા એવા વિનાશક વડવાન(લ), રડા તરફના શિવર સ્થિત – ઊછળી રહેલા મોજાંઓના અગ્રભાગ ઉપર રહેલા અને ડોલાયમાન થઈ રહેલા, યાનપાત્રા: વહાણમાં બેઠેલાઓ, ત્રાસમ્ વિહાય – અકસ્માતમાંથી ઊગરી (બચીને), મવતઃ સ્મરળાવ્ – આપના સ્મરણથી, व्रजन्ति સ્વસ્થાનકે પહોંચી જાય છે.
—
Page #331
--------------------------------------------------------------------------
________________
312 છે ! ભક્તામર તુલ્યું નમઃ | ભાવાર્થ :
હે ભગવન્! જેમાં મગરમચ્છોના સમૂહ તથા પાઠીન તથા પીઠ જાતિના મલ્યો ઊછળી રહેલાં છે તથા જે ભયાનક વડવાનલથી ક્ષભિત છે એવા સમુદ્રનાં ઊછળી રહેલાં મોજાંઓ ઉપર ડોલાયમાન થઈ રહેલાં વહાણોમાં બેઠેલાઓ જો આપનું સ્મરણ કરે તો તેઓ એવા અકસ્માતમાંથી ઊગરીને સહીસલામત પોતાના સ્થાનકે પહોંચી જાય છે. વિવેચનઃ ગાથા ૪૦
સમુદ્રની મધ્યમાં ભયંકર જળચર પ્રાણીઓની વચ્ચે ફસાયેલા પ્રવાસી દ્વારા આવા સમયે શ્રદ્ધાપૂર્વક શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણ કરવામાં આવે તો સમુદ્રભયનું નિવારણ થઈ જાય છે. તેવો પ્રભુનો અદ્ભુત મહિમા સૂરિજીએ આ શ્લોકમાં વર્ણવ્યો છે.
સમુદ્ર જ્યારે ક્ષોભ પામે છે ત્યારે તેમાં મોટાં મોટાં મોજાં ઊછળવા લાગે છે અને પાઠીન તથા પીઠ જાતિનાં ભયંકર જળચર પ્રાણીઓ ઉપર આવી જાય છે, એટલે તે ખૂબ જ ભયંકર બને છે. વળી જેને મહાસાગર કહેવામાં આવે છે, તેની અંદર વડવાગ્નિ ભડભડાટ બળતો હોય છે, એટલે કે તે અંદરથી પણ ભયંકર જ હોય છે. આવા વખતે તેની સપાટી પર જે વહાણો ચાલતાં હોય છે તે ડોલવા લાગે છે અને તેમાં બેઠેલા પ્રવાસીઓ ભયથી કંપી ઊઠે છે. કારણ કે તેમને પોતાનું મૃત્યુ સામે ઊભેલું દેખાય છે. પરંતુ આવા વખતે શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ કરવામાં આવે તો દરિયો શાંત થઈ જાય છે. અને વહાણ ડૂબતું બચી જાય છે. એટલે તેમાં પ્રવાસ કરી રહેલા મનુષ્યો સહીસલામત પોતાના સ્થાને પહોંચી શકે છે.
સમુદ્ર પોતાનું રૌદ્રસ્વરૂપ ધારણ કરે છે જ્યારે મહાભયાનક મોટાં મોટાં મોજા ઊછળી રહ્યા હોય છે અને તેમાં ભયંકર મગર, જળઘોડા જેવા ક્રૂર જળચર પ્રાણીઓ, તેમજ મોટી મોટી સ્ટીમર પણ જેના મોઢામાં ચાલી જાય તેવી વહેલ જેવી મહાકાય માછલીઓ વગેરે ભયંકર જળચર પ્રાણીઓ સપાટી પર આવી જાય છે અને તેના ઊછાળાથી જે સુબ્ધ અને ડામાડોળ થઈ રહ્યો છે એવો સમુદ્ર. જેમાં વચ્ચે મોટો વડવાનલ ફાટી નીકળ્યો હોય, એવા સમુદ્રની વચ્ચે મોટા ઉછાળા મારતાં તોફાની મોજાં ઉપર ડગમગતું વહાણ અને તેમાં બેઠેલા મુસાફરો પણ હે જિનેશ્વર ! આપનું નામસ્મરણ કરે છે. ત્યારે તે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સમુદ્રને પાર કરી જાય છે, વહાણ ડૂબતું બચી જાય છે. સમુદ્ર શાંત થઈ જાય છે. પ્રભુના નામસ્મરણથી તેમના ગુણોના ચિંતન વડે તો ભવસમુદ્રને પાર કરી જ શકાય છે. અર્થાત્ ભવભ્રમણની ભ્રમણામાંથી છૂટીને મોક્ષરૂપી શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકાય છે. તો સામાન્ય સમુદ્રને તો પાર કરી જ શકાય.
આ શ્લોકનો ગૂઢાર્થ સમજતાં વિશેષ સ્પષ્ટ થાય છે. સમુદ્ર એટલે સંસારસમુદ્ર. સંસારના ચોર્યાશી લાખ યોનિના પરિભ્રમણમાં ફસાયેલો જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં ભમ્યા જ કરે
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 313 છે. આ ભવભ્રમણના ફેરામાંથી મુક્ત થવાનો કોઈ જ માર્ગ દેખાતો નથી. આ સંસારસમુદ્રનો મોક્ષરૂપી કિનારો જણાતો નથી. આ સંસારસમુદ્રમાં ભટકી રહેલા જીવાત્માને વિષયસુખ ઘાતી કર્મ અને અઘાતી કર્મરૂપી મગરમચ્છોનાં બંધનોએ પોતાના પાશમાં બરાબર જકડી રાખ્યો છે. આ કર્મો પ્રવાસીરૂપી ભવ્ય જીવાત્માને મોક્ષ માત્ર તરફ પ્રયાણ કરતાં અટકાવે છે. સમુદ્રમાં જેમ મોટાં મોટાં મોજાં, તરંગો ઊછળી રહ્યાં છે તેમ સંસારસમુદ્રમાં આશા અને એષણારૂપ મનના તરંગો ઊછળે છે જે મોક્ષ તરફ જવા માટેના માર્ગને અવરોધે છે.
ડૉ. સરયૂ મહેતા આ ગૂઢાર્થ સમજાવતાં જણાવે છે કે, “વિષયસુખરૂપી મગરમચ્છો આદિ શિકારને ફસાવવા જ્યાંત્યાં કૂદાકૂદ કરીને ફરી રહ્યા છે. જ્યાં આશા અને તૃષ્ણારૂપી મહાકાય મોજાંઓ અનેક પ્રકારે ઊછળી રહ્યાં છે એવા સંસારસમુદ્રમાં જો ભવ્ય જીવરૂપી યાત્રિક ફસાયો હોય અને એ વખતે જો પ્રભુને સાચા હૃદયથી સ્મરે તો તેની સર્વ પ્રકારની ભીતિ દૂર થાય છે.”
પ્રભુનું નામસ્મરણ આવી પડેલી ભયંકર પરિસ્થિતિનું નિવારણ કરવાનું અદ્ભુત કાર્ય કરે છે. સંસારસમુદ્રમાં ડૂબકીઓ ખાતા જીવાત્માઓ વિશુદ્ધ રૂપે નાવનું જ શરણ સ્વીકારે તો સંસારસમુદ્ર સુખપૂર્વક તરીને સામે કિનારે પહોંચી શકાય છે.
સમુદ્રભય-નિવારણ જેવા શક્તિશાળી શ્લોકની રચના સ્તોત્રકાર સૂરિજીએ કરી છે. પ્રભુના નામનું સ્મરણ-સ્તવન કરવાથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. આ શક્તિ એ પરમાણુઓની શક્તિ છે. પુલોની શક્તિ છે. પ્રભુના શક્તિશાળી પુલ-પરમાણુઓ બીજાં વિઘ્નોરૂપી, ભયરૂપી કે કર્મરૂપી કમજોર પુદ્ગલોનો નાશ કરે છે અને પ્રભુના નામ-સ્મરણના પ્રભાવથી અહીં ભયાનક સમુદ્રયાત્રા પણ કુશળતાપૂર્વક પાર પડી જાય છે. તેમ સંસારરૂપી સાગરમાં સંકલ્પવિકલ્પરૂપ ડામાડોળ મનરૂપી તરતી નાવને પ્રભુના ચરણયુગલનું શરણ સ્વીકારવાથી સામે કિનારે મોક્ષરૂપી લક્ષને પહોંચવાનો એક માત્ર ઉપાય સૂરિજીએ બતાવ્યો છે.
સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા આ શ્લોકને ગોત્રકર્મના પ્રતીક રૂપે સમજાવતાં જણાવે છે કે, “સંસારરૂપી સમુદ્રમાં જીવનરૂપી જહાજ તેના ગન્તવ્યસ્થાન પર જવા માટે ઘણી તીવ્રતાથી ગતિ સાધીને પ્રગતિ કરે છે. પરંતુ આ મહાયાત્રાના મધ્યમાં ગોત્ર કર્મના ઊંચા-નીચા તરંગો જાગીને ક્યારેક માન-અપમાન અથવા આકર્ષણ ધૃણાની ભાવનાઓથી ઉત્પન્ન વિષય વાસનારૂપ મત્સ્ય સાથે અથડાય છે. આ અથડામણથી ભયજન્ય દુર્ઘટનાનો વડવાગ્નિ ઉત્પન્ન થાય છે.”૫૫
સંસારસમુદ્રના પરિભ્રમણમાં ફસાયેલો જીવ પોતાને જ્યાં મૂળ સ્વરૂપે પહોંચવાનું છે, ત્યાં પહોંચવા માટે વેગપૂર્વક ગતિ કરતો હોય છે. એ ગતિ દ્વારા તેના પાપકર્મનો ક્ષય થાય છે અને પુણ્ય-કર્મનો ઉદય થાય છે. પરંતુ આ મહાભિનિષ્ક્રમણરૂપ યાત્રામાં જીવાત્માના કર્મને અનુરૂપ ગોત્ર મળે છે અને એ ગોત્રના આધારરૂપ માન-સન્માન કે અપમાન થતાં હોય છે. કર્મગતિને આધીન કોઈના પ્રત્યે ધૃણાની ભાવનાઓથી વિષયવાસનારૂપ મહાકાય મગરમચ્છો જીવાત્માને
Page #333
--------------------------------------------------------------------------
________________
314 - |ભક્તામર તુલ્ય નમઃ | મોક્ષમાર્ગમાં ગતિ કરતાં અનેક કષ્ટો અને રુકાવટ ઉત્પન્ન કરે છે. તે દ્વારા ભવભ્રમણની ભ્રમણારૂપ વડવાગ્નિ ઉત્પન્ન થાય છે. આ વડવાગ્નિ સર્વનાશ લાવવા માટે ભયજનક અંગ બની રહે છે. એટલે કે જીવાત્માએ અત્યાર સુધી જે પ્રગતિ કરી છે તે પ્રગતિનો સર્વનાશ થઈ જાય છે. જીવાત્મા અધોગતિના પંથે ચાલ્યો જાય છે. પરંતુ જો આવા સમયે શ્રી જિનેશ્વરદેવનું નામ-સ્મરણ કરવામાં આવે તો તેનો અધોગતિના પંથે જવાનો ભય અટકી જાય છે અને પ્રગતિના પંથે પ્રયાણ કરે છે. પ્રભુનું નામ-સ્મરણ જ મોક્ષપંથે જવાનો એક માત્ર સહારો છે. તેનું સ્મરણ અને શરણ જે સ્વીકારે છે તેને તે સર્વભયોથી અવશ્ય બચાવે છે.
તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવનું નામ-સ્મરણ ગજભય, સિંહભય, અગ્નિભય, સર્વભય, યુદ્ધભયની જેમ જ સમુદ્રમયમાં પણ રક્ષણ આપનારું છે. શ્લોક ૪૧મો
उद्भूतभीषणजलोदरभारभुग्नाः शोच्यां दशामुपगताश्युतजीविताशाः । त्वत्पादपङ्कजरजोऽमृतदिग्धदेहा
मा भवन्ति मकरध्वजतुल्यरूपाः ।।४१।। અંગો જેનાં અતિશય વળ્યાં પેટના વ્યાધિઓથી. જેણે છોડી જીવન જીવવા સર્વથા આશ તેથી; તેવા પ્રાણી શરણ પ્રભુજી આપનું જો ધરે છે, તેઓ નિશે જગતભરમાં દેવ રૂપે ફરે છે. (૪૧)
શબ્દાર્થ
મૂત મીષણ – ભયંકર ઉત્પન્ન થયેલો, ઝનોર – જલોદરનો રોગ, માર મુના: – ભારથી વાંકા વળી ગયેલ, શોધ્યામ રામ – શોચનીય દશાને, દયનીય દશાને, ૩૫તા: – પામેલા, શ્રુતનીવિતા: – જેણે જીવવાની આશા છોડી દીધી છે એવા, પગરખો – આપના ચરણરૂપી કમળની ધૂળ રૂપ, અમૃત – અમૃત, વિશ્વ વેરા: – લેપાએલા શરીરવાળા, મત્સ્ય મવત્તિ - મનુષ્યો થાય છે. મકરધ્વનરુપા – કામદેવ સમાન રૂપવાળા. ભાવાર્થ :
હે પરમ તારક ! જે ભયંકર જલોદરનો રોગ ઉત્પન્ન થયેલા પેટના ભારથી વાંકા વળી ગયા છે કે જે દયા ઊપજે એવી દશાને પામ્યા છે અને જેમણે જીવવાની આશા છોડી દીધેલી છે એવા મનુષ્યો આપના ચરણકમળની રજરૂપી અમૃતનું પોતાના શરીર ઉપર લેપન કરે તો કામદેવ સમાન રૂપવાળા થાય છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર
315
વિવેચન : ગાથા ૪૧
સૂરિજીએ અત્યાર સુધી બાહ્ય કષ્ટોનું વર્ણન કર્યું છે જ્યારે આ શ્લોકમાં તેમણે ભયંકર તેમજ અત્યંત ત્રાસદાયક અને જીવલેણ એવા જલોદરના રોગની, શરીરકષ્ટની વાત કરી છે. આ શ્લોક પણ એક અદ્ભુત રૂપક છે. શારીરિક કષ્ટ હોય તો પણ પ્રભુનું નામસ્મરણ કરવાથી સુંદર પરિણામ આવે છે.
માનવશરીરને જ્યાંથી સંપૂર્ણ પોષક દ્રવ્ય મળે છે તે શરીરનું મુખ્ય અંગ પેટ છે. આથી શરીરનું અગત્યનું અંગ પણ છે. પેટની ખરાબી કોઈ પણ રોગનું જન્મસ્થાન છે. અર્થાત્ પેટની ખરાબી કોઈ પણ રોગના મૂળમાં કામ કરતી હોય છે. અહીં સ્તોત્રકાર સૂરિજીએ તેમના સમયના મહારોગો પૈકી જલોદર જેવા પેટના અસાધ્ય રોગની વાત કરી છે, જ્યારે અન્ય રોગો સુસાધ્ય હશે. આવા ભયંકર અને અતિ ત્રાસદાયક અને જીવલેણ જલોદર રોગથી પીડાતા જેના હાથપગ અતિ દુર્બળ અને પાતળા થયા છે, અંગેઅંગ વિકૃત થયા છે અને પેટમાં પાણી ભરાતું જાય અને તે કારણે વૃદ્ધિ પામતું જાય. આવા લોકો પણ પ્રભુના ચરણ-કમળની ૨જરૂપ અમૃત વડે પોતાના શરીરનું લેપન કરે તો તેની હાલતમાં ત્વરિત સુધારો થાય છે. અર્થાત્ તે રોગરહિત થઈ જાય છે. તદ્ઉપરાંત તે કામદેવના જેવો સ્વરૂપવાન બની જાય છે એટલે કે તે સંપૂર્ણ નિરોગી બની જાય છે.
ડૉ. સરયૂ મહેતા આ શ્લોકને પરમાર્થ દૃષ્ટિએ સમજાવતાં જણાવે છે કે, “શરીરને વિકૃત ક૨વામાં જલોદર એ મુખ્ય દરદ છે. તેમ આત્માને વિકૃત કરવામાં કર્મ એ મુખ્ય દરદ છે. કર્મરોગથી પીડાતો જીવ ચોર્યાશી લાખ જીવયોનિના શરીરની વિકૃતિ ધારણ કરે છે. એટલે કે કર્મ. રોગને કારણે આત્માના અંગેઅંગ, પ્રદેશે પ્રદેશ વાંકા વળી ગયા છે; વિકૃત થઈ ગયા છે અને આવી દુઃખદ અવસ્થામાંથી પસાર થતાં, આ દરદથી છૂટવાની જેને કોઈ આશા રહી નથી એવો આત્મા પણ જો પ્રભુનું શરણું લે, પ્રભુના ચરણ-કમળની ૨જરૂપી અમૃતનું લેપન કરે અર્થાત્ સર્વભાવ પ્રભુને અર્પણ ક૨ી વર્તે તો, કામદેવ જેવા ઉત્તમ શરીરને અત્યુત્તમ અવસ્થાને મોક્ષ ગતિને પામે છે. પ્રભુના શરણે જતાં જેને જીવવાની આશા રહી નથી તેવો જીવ પણ અમર બને છે.’૫૬
કર્મનો ઉદય થતાં વિવિધ પ્રકારના ઉપસર્ગો થાય છે. રોગ એ પણ એક ઉપસર્ગ જ છે. જલોદર નામનો રોગરૂપી ઉપસર્ગ થતાં શરીર બેડોળ થાય છે. જ્યારે કર્મરૂપી ઉપસર્ગથી આત્મા વિકૃત બને છે. કર્મથી પીડાતો આત્મા ચોર્યાશી લાખ જીવયોનિમાં ભટકે છે ત્યારે શરીર અનેક વિકૃતિઓ ધારણ કરે છે. અર્થાત્ કર્મ રૂપી રોગના કારણે આત્માના એક એક પ્રદેશ વાંકા વળી જાય છે અને આવી દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની કોઈ આશા નથી હોતી એવા સમયે જો પ્રભુના ચરણ-કમળની ૨જરૂપી અમૃતનું લેપન કરવામાં આવે તો આત્મા મકરધ્વજ તુલ્યારૂપા' કામદેવ સમાન રૂપને અર્થાત્ કામદેવ સમાન ઉચ્ચ ગતિને મોક્ષગતિને પામે છે.
તાત્પર્ય કે આત્મા પ્રભુના ચરણ-કમળનું શરણું લઈ તેની રજામૃતનું લેપન કરે તો મોક્ષ
Page #335
--------------------------------------------------------------------------
________________
316
।। ભક્તામર તુલ્યું નમઃ II
પામે છે. લોદર તો શરીરનો રોગ છે. તે અતિ ભયંકર જીવલેણ હોવા છતાં પ્રભુના ચરણકમળની ૨જામૃતનું દેહ પર લેપન કરવામાં આવે તો શરીર કામદેવ સમાન સુંદર રૂપને પામે છે.
સૂરિજીએ આ શ્લોકમાં કહ્યું કે પ્રભુના ચરણ-કમળના રજરૂપ અમૃત વડે શરીરને લેપ કરવાથી તેનો દેહ કામદેવ સમાન રૂપાળા શરીરને પામે છે. તેનું તત્ત્વાર્થ સ્વરૂપ જોઈએ તો – સૂરિજીએ ‘ત્વત્પાદપંકજ' શબ્દ વાપર્યો છે. તે સમ્યક્દર્શન, જ્ઞાનપૂર્વક સમ્યક્ ચારિત્ર સ્વરૂપ વિશુદ્ધતાના ભાવો છે. આ શ્લોકના તત્ત્વાર્થને અનુરૂપ શ્રી કુંદકુંદાચાર્યે વિશુદ્ધિના ભાવોની અનુરૂપ વ્યાખ્યા શ્રી પંચાસ્તિકાય સંગ્રહમાં આપી છે :
“અરિહંત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ ચેષ્ટા ધર્મમાં; અનુગમન શ્રી ગુરુઓ તણું પરિણામ રાગ પ્રશસ્તના.’
,,૫૭
ત્યારબાદ સૂરિજીએ ‘રજોમૃત' શબ્દ વાપર્યો છે. ‘રજોમૃત’ એટલે રજ અને અમૃત એમ બે શબ્દો છે. રજ એટલે અઘાતી કર્મના ૫૨માણુઓ અને અમૃત એટલે શાતાવેદનીય અઘાતી કર્મની પુણ્ય પ્રકૃતિઓ અને ‘દિગ્ધદેહા', આમાં પણ બે શબ્દો છે : દિગ્ધ અને દેહ, દિગ્ધ એટલે પુણ્ય પ્રકૃતિઓનો ઉદય અને દેહ એટલે કાર્યણ શરીર.
શાતાવેદનીય અને અશાતાવેદનીય બંને અઘાતી કર્મના પ્રકારો છે. અશાતાવેદનીય કર્મના ઉદયથી શરીરમાં અનેક પ્રકારના રોગોની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે બાહ્ય દૃષ્ટિએ જોતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંયોગથી શરીરમાં રોગ ઉત્પન્ન થતાં જ અશાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. ‘રજોમૃત' શબ્દમાં શાતાવેદનીય કર્મના ઉદયની વાત છે. અર્થાત્ રોગ એ અશાતા વેદનીય કર્મના ઉદયનો વિપાક છે અને ‘રોમૃત' શાતાવેદનીય કર્મના ઉદયનો વિપાક, તેનું નિવારણ છે.
અર્થાત્ કોઈ પણ પ્રકારના રોગાદિનો ઉદય અશાતાવેદનીય કર્મના પરિપાકરૂપ હોય છે અને તેનું નિવારણ શાતાવેદનીય કર્મના પરિપાકરૂપ હોય છે. આ શાતાવેદનીય કર્મ એટલે પ્રભુના ચરણકમળના ૨જરૂપી અમૃત વડે કાર્યણશરીર પર લેપન કરવું અને લેપન કરવાથી સર્વ રોગોનો, સર્વ કર્મનો નાશ થાય છે અને કામદેવ સમાન શરીર-મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સૂરિજીએ વેદનીય કર્મની પ્રધાનતામાં જીવન-મૃત્યુનું રહસ્ય બતાવીને રોગમુક્તિનો ઉપાય પ્રભુના ચરણકમળમાં બતાવ્યો છે. દરેક રોગનું મૂળ પેટ માનવામાં આવે છે. પણ જો તેને નિરોગી રાખવામાં આવે તો કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. તેવી જ રીતે આત્માને નિરોગી રાખવામાં આવે તો કર્મ વગરની અવસ્થા એટલે કે મોક્ષપ્રાપ્તિ થાય છે. આ બંને રોગ અને કર્મથી છુટકારો મેળવવા માટે પ્રભુના ચરણકમળની રજામૃતનું લેપન જ એક માત્ર ઉપાય છે.
સૂરિજી જલોદર રોગની અવસ્થાની વાત પ્રથમ ચરણમાં કરે છે. દ્વિતીય અને તૃતીય ચરણમાં તેમણે બીજી બે અવસ્થાની વાત કરી છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
(૧) ૩ભૂત ભીષણ નતોવર:
(૨) શૌય્યામ્ શામુપાતા:
—
–
શ્રી ભક્તામર સ્તોત્ર * 317
ઉત્પન્ન થયેલો ભયંકર જલોદર
કોઈ પણ ચિંતાગ્રસ્ત અવસ્થા
(૩) શ્રુતીવિતાશા: જેમણે જીવવાની આશા છોડી દીધી હોય તેવો માણસ.
આવી ત્રણ અવસ્થાની વાત સૂરિજીએ પ્રથમ બે ચરણમાં કરી છે અને અંતિમ બે ચરણમાં આ ત્રણ અવસ્થામાં મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો છે.
સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભાજી આના સંદર્ભમાં જણાવે છે કે, પ્રથમ ચરણમાં જલોદરથી દૈહિક રોગથી, બીજામાં માનસિક રોગથી અને ત્રીજામાં જીવન સંબંધિત સમસ્યામાં પણ પરમાત્માનું સ્મરણ એક વિશેષ સમાધાનની દિશા પ્રદાન કરે છે.’૫૮
શારીરિક, માનસિક રોગ અને જીવનની આશા સમાપ્ત થઈ ગઈ હોય એ ત્રણે અવસ્થામાં પ્રભુનું નામસ્મરણ અને શ૨ણ જ એક માત્ર સમાધાન છે. અર્થાત્ પ્રભુભક્તિમાં લીન થઈ જવું, તેના ૨જરૂપી અમૃત વડે તનને લેપન કરવું અને મનને ભીંજવી દેવું. તેનાથી શારીરિક અને માનસિક રોગોથી મુક્ત થવાય છે અને જીવનની આશા ફરીથી પ્રજ્વલિત થાય છે. સૂરિજીએ મોક્ષગતિ તરફ પ્રયાણ કરવાનું વધુ એક સોપાન બતાવ્યું છે.
શ્લોક ૪૨મો
आपादकण्ठमुरुशृङ्खलवेष्टिताङ्गा गाढं बृहन्निगडकोटिनिघृष्टजङ्घाः । त्वन्नाममन्त्रमनिशं मनुजाः स्मरन्तः सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ।। ४२ ।।
જે કેદીના પગમહિં અરે બેડીઓ તો પડી છે, માથાથી તે જકડી લઈને જાંઘ સુધી જડી છે; એવા કેદી મનુજ પ્રભુજી આપને જો સ્મરે છે, સર્વે બંધો ઝટપટ છૂટી છૂટથી તે ફરે છે. (૪૨)
શબ્દાર્થ
આપાત્ જમ્ – પગોથી માંડીને ગળા સુધી, ઉત્કૃડ્વત – મોટી સાંકળોથી, વેષ્ટિતાજ્ઞા – જેનાં અંગો બાંધી દીધેલાં હોય, ઢમ્ – મજબૂત, વૃત્ નિયાડ – મોટી મોટી લોખંડની બેડીઓ, હોટિનિધૃષ્ટ – છેડાઓથી અત્યંત ઘસાઈ રહી છે, નડ્યા – જાંઘો, મનુના: – મનુષ્યો, હૃત્ नाममन्त्रम् આપના નામરૂપી મંત્રને, અનિશમ્ – સતત, નિરંતર. સ્મરન્તઃ સ્મરણ કરવાથી - સદ્યસ્વયમ્ – તત્કાળ પોતાની મેળાએ જ, વિગત વન્ય મયા – બંધનનો ભય ચાલ્યો જવો, મત્તિ થાય છે.
—
Page #337
--------------------------------------------------------------------------
________________
318 ભાવાર્થ :
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
જેમના પગેથી માંડીને ગળા સુધીનાં અંગો મોટી સાંકળો વડે મજબૂત રીતે બંધાયેલાં છે અને જેમની જંઘાઓ મોટી બેડીઓના છેડાઓથી અત્યંત ઘસાઈ રહી છે એવા મનુષ્યો પણ જો નિરંતર આના નામરૂપી મંત્રનું સ્મરણ કરે તો પોતાની મેળાએ જ તત્કાળ બંધનના ભયથી મુક્ત થાય છે.
વિવેચન : ગાથા ૪૨
આ શ્લોકમાં પગથી માથા સુધી લોખંડની બેડીથી બંધાયેલા શરીરની વાતમાં પંડિતો અને રાજદરબારીઓની કાનભંભેરણીથી ઉશ્કેરાઈ જઈ રાજા ભોજે સ્તોત્રકાર માનતુંગસૂરિજીને બેડીથી બાંધી જેલમાં પૂર્યા હતા તેનો અણસાર છે. આ શ્લોકમાં ઉપસર્ગમાંથી મુક્ત થયા તેમજ કારાવાસ દરમ્યાન “ભક્તામર સ્તોત્ર''ની રચના થયાનો અણસાર પણ મળે છે.
સાત પ્રકારના ભયોનો ઉલ્લેખ આગળના સાત શ્લોકમાં આવી ગયો. હવે આઠમા બંધન ભયસંબંધી સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, એક માણસને ગમે તે ગુના માટે અથવા રાજાની અવકૃપા ઊતરવાથી બંદીખાને પૂર્યો હોય અને તેના હાથે પગે લોખંડની મોટી બેડીઓ નાખી હોય તથા તેના આખા શરીરને લોખંડની જંજીરોથી જકડી લીધું હોય, પણ તે મનુષ્ય જો જિનેશ્વરના નામરૂપી મંત્રનો સતત જાપ કર્યા કરે તો જલદી બંધનમાંથી મુક્ત થાય છે.
સૂરિજી દ્વારા આઠમા બંધન ભયને આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યો છે. અહીં સૂરિજીએ પોતાની જ અવસ્થા વર્ણવી હોય તેવો અણસાર આવે છે. ભોજ રાજાએ દ્વેષયુક્ત પંડિતોની કાનભંભેરણીથી તેમને પગથી માથા સુધી લોખંડની બેડીથી બાંધી બંદીખાને પૂરી દીધા હતા અને શરીર અકડાઈ જાય તથા બેડીઓના અગ્રભાગથી જેની જંઘાઓ ઘસાઈ રહી છે, એવી દુઃખદ પરિસ્થિતિમાં આવી પડચા હતા.. આવી કઠોર અવસ્થાને વિસ્તૃત કરીને તેઓ તો પ્રભુના નામસ્મરણમાં ધ્યાનસ્થ બનીને તેના ગુણોના કીર્તનમાં લીન બની ગયા હતા. આ સ્તોત્ર દ્વારા જ એ સાબિત થઈ જાય છે કે તેઓ પ્રભુસ્મરણમાં અને પ્રભુના ગુણગાન કરવામાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે તેમનાં લોખંડનાં મજબૂત બંધનો એક પછી એક આપોઆપ તૂટવા લાગ્યાં અને સ્તોત્ર પૂર્ણ થતાં તેઓ સંપૂર્ણ બંધનોથી મુક્ત થઈ ગયા. સ્વયં રાજા, દ્વેષયુક્ત પંડિતો અને દરબારીઓ બધા જ આ અલૌકિક, અદ્ભુત અને ચમત્કારિક ઘટનાના સાક્ષીદાર બન્યા હતા. અર્થાત્ લોખંડની બેડીનાં મજબૂત બંધનોથી બંધાયેલો મનુષ્ય જો પ્રભુના નામરૂપી મંત્રનું સતત ચિંતન-મનન કર્યા કરે તો તે અવશ્ય ટૂંક સમયમાં બંધનોમાંથી મુક્ત થાય છે. આવો અપૂર્વ મહિમા પ્રભુના નામસ્મરણનો છે.
આ શ્લોકમાં જે રૂપક છે તેને તત્ત્વાર્થ દૃષ્ટિએ સમજી શકાય કે, જેલમાં પૂર્યાની વાતમાં' આ સંસાર એક જેલ છે તેવો અર્થ થાય છે. તે પછી પગથી તે માથા સુધી બેડીનાં બંધનોથી બંધાયેલું શરીર અને આ બેડીના અગ્રભાગથી જેની જંધા ઘસાઈ રહી છે એવો મનુષ્ય અર્થાત્
Page #338
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 319 કર્મની બેડીઓથી બંધાયેલો જીવાત્મા, જેલમાં પુરાયેલો કેદી એટલે ઘાતી અને અઘાતી કર્મની જાળમાં ફસાયેલો જીવાત્મા. એટલે કે પગથી માથા સુધીના શરીરનાં આઠ અંગ છે – બે હાથ, બે પગ, નિતંબ, પીઠ, હૃદય અને મસ્તક અને ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મો – આ આઠ કર્મોની બેડીઓથી બંધાયેલો જીવાત્મા.
બ્રહસ્નિગડ કોટિ નિવૃષ્ટ જંઘા” એટલે કે બેડીના અગ્રભાગથી જેની જંધાઓ ઘસાઈ રહી છે, તેનો અર્થ વર્તમાન સમયમાં ઉદયમાં આવેલા કર્મથી આત્માનું સુખ અને સત્ત્વ નાશ પામે છે. અઘાતી અને ઘાતી કર્મની બેડીઓથી જકડાયેલો જીવ છૂટવા માટે “સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણિ મોક્ષમાર્ગ: એક માત્ર ઉપચાર છે. અર્થાત્ કર્મની બેડીઓથી બંધાયેલા જીવાત્માને છૂટવાનો એક માત્ર ઉપાય ભગવાનના નામસ્મરણપૂર્વક સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરવાનો – તેમ કરવાથી તે અવશ્ય બંધનમુક્ત થાય છે અને તેને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તત્ત્વસાર શાસ્ત્રમાં પણ આવા જ ભાવને દર્શાવતો એક શ્લોક છે :
तेषां अक्षररूपं भव्य मनुष्याणां ध्यायमानानाम् ।
वध्यते पुण्यं बहुशः परंपरया भवेन्मोक्षः ||४||५८ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ એ પંચ પરમેષ્ઠીના સ્વરૂપના વાચક અક્ષરાત્મક બીજાક્ષરો એટલે કે પદસ્થ ધ્યાનના વાચક મંત્રરૂપ અક્ષરોનું ધ્યાન કરનારા ભવ્ય જીવોને ઘણા પ્રકારનાં પુણ્યોનો બંધ થાય છે. તેમ જ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચ પરમેષ્ઠીના બીજાક્ષરો ઘણા છે. જેમાં ઉદાહરણ રૂપે “ૐ અહં નમઃ છે.”
સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકમાં ત્વનામ મંત્ર' શબ્દ વાપર્યો છે તે ૩ૐ અહં નમઃના અર્થમાં છે. વિશિષ્ટ તત્ત્વાર્થ દૃષ્ટિએ જોઈએ તો “ત્વનામ મંત્ર મનિશ મનુના: રમન્ત:” જેનો અર્થ પ્રભુના નામનું દિનરાત સ્મરણ કરવું તેવો થાય છે. ભગવાનના સ્વરૂપને ઓળખીને તેને નમસ્કાર કરવા તેને સમ્યક્ દર્શન કહેવાય છે અને જ્ઞાનપૂર્વકના સમ્યક્ દર્શનની દિનરાતની આરાધનાના ફળ સ્વરૂપે પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. “સંઘ સ્વયે વિરત વંધ મામત્તિ" તુરત જ સ્વયં પોતે (ધ્યાન કરનાર) પોતાના જ પુરુષાર્થથી બંધનના ભયથી મુક્ત થાય છે એવો અર્થ થાય છે.
વિગત વંધ મયા શબ્દોનો સમાસ છૂટો કરતાં વિગત વંદ્ય અને વિગત મયા એમ થાય છે. વિત વંધનો તત્ત્વાર્થ કર્મબંધનથી છૂટી મોક્ષને પ્રાપ્ત કરે છે અને તે જ પ્રમાણે વાત માનો તત્ત્વાર્થમુક્ત થઈને નિર્ભય પદને પામે છે. અને નિર્ભયપદ એ મોક્ષનું બીજું નામ છે.
અર્થાતુ પ્રભુના નામસ્મરણનું દિનરાત આરાધન કરે છે તેને ભવભ્રમણાના ફેરાનો ભય રહેતો નથી. તે નિર્ભયપદને એટલે કે મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
શ્રી માનતુંગસૂરિજીના ભાવોને સમજાવતાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે, “પ્રભો : કોઈ પૂર્વનાં પાપ કર્મોદયને લીધે બહારથી ભલે કોઈ જેલ કે બેડીનું બંધન હોય પણ અંતરમાં નિર્દોષ આરાધના વડે અમારો આત્મા ભવનાં જેલનાં બંધનોથી છૂટી રહ્યો છે; અમારા હૃદયમાં
Page #339
--------------------------------------------------------------------------
________________
320 . || ભક્તામર તુલ્ય નમઃ | આપ બિરાજો છો. આપની આરાધના વડે ભવબંધન તૂટતાં બહારનાં બંધન પણ છૂટી જશે.”
કોઈ એવાં પાપકર્મો છે જે પૂર્વ ભવમાં બાંધ્યા હશે તેના ઉદયના ફળ સ્વરૂપે કારાવાસ કે બેડીઓનું બંધન ભલે હોય પરંતુ હૃદયસિંહાસન પર પ્રભુ બિરાજે છે અને તેની દિનરાત સતત આરાધના કરવાથી કર્મના બંધનની બેડી તોડીને ભવભ્રમણરૂપ કારાવાસમાંથી મુક્ત થઈ જઈશું. અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થશે. જો જન્મોનાં બંધન તૂટતાં હોય તો શરીરનાં બાહ્ય બંધનો તો અવશ્ય તૂટી જશે.
આ શ્લોકની રચના થતાં જ સૂરિજી બેડીનાં બંધનોમાંથી મુક્ત થઈ ગયા. આમ અહીં સૂરિજીએ અદ્ભત રહસ્ય સમજાવ્યું છે કે પ્રભુના નામનું નિરંતર સ્મરણ કરવાથી અવશ્ય બંધનમુક્ત થવાય છે. પછી તે બંધન શારીરિક હોય કે આત્માનાં બંધનો હોય. અર્થાત્ શરીરે બેડીનાં બંધનો હોય કે કારાવાસ હોય કે આત્માને લાગેલાં ઘાતી-અઘાતી કર્મનાં બંધનો હોય તેનાથી મુક્તિ, મોક્ષપદની પ્રાપ્તિ અવશ્ય છે. અઘાતી કર્મનું પ્રતિનિધિત્વ વેદનીય કર્મ ધરાવે છે. બેડીનાં બંધનો અશાતાવેદનીય કર્મના કારણે છે. પરંતુ પ્રભુના નામસ્મરણના પ્રભાવથી અશાતાવેદનીય કર્મ દૂર થાય છે અને શાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. એટલે કે પ્રભુના નામના પ્રભાવથી અશાતાવેદનીય કર્મનો નાશ થવાથી ભયનો પણ નાશ થાય છે અને શાતાવેદનીય કર્મનો ઉદય થાય છે અર્થાત્ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
આમ, સૂરિજીએ અષ્ટ ભયોની સાથે સાથે ઘાતી અને અઘાતી કર્મોના આત્મપ્રદેશ પર પડેલાં આવરણોના નિવારણ કરવાને માટે પ્રભુના નામનું સ્મરણ અને શરણ એક માત્ર ઉપાય છે, એવું સુંદર આલેખન કર્યું છે. શ્લોક ૪૩મો.
मत्तद्विपेन्द्र-मृगराज-दवानला-हिसङग्राम-वारिधि-महोदर-बन्धनोत्थम् | तस्याशु नाशमुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमानधीते ।।४३।। ગાંડા હાથી સિંહ દવ અને સર્વ યુદ્ધ થએલી, અબ્દિકેરી ઉદર દર બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે;
જેઓ તારૂં સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે. (૪૩) શબ્દાર્થ
T: મતિમાન – જે બુદ્ધિમાન મનુષ્ય, રુમન્ સ્તવમ નથીતે – આ સ્તોત્રનો નિયમિત પાઠ કરે છે. તાવમ્ – આપના, તરી ગાશુ – તેના શીઘ (તત્કાળ), નારીમ્ – નાશ, ૩પયાતિ – પામે
Page #340
--------------------------------------------------------------------------
________________
છે. મમ્
ભય, મિયાવ
સિંહ, વાનન દાવાનલ
રોગ, ન્યન સત્યમ્
ભાવાર્થ :
-
શ્રી ભક્તામર સ્તોત્ર જ
—
321
જાણે કે ભય પામીને, મત્તદ્વિપેન્દ્ર
મદમાતા હાથી, મૃારાન
અહિ – સર્પ, સગ્રામ - યુદ્ધ, વારિધિ – સમુદ્ર. મદ્દોવર – જલોદર
બંધન આદિથી ઉત્પન્ન થયેલાં.
-
હે જિનેન્દ્રદેવ ! આ રીતે જે બુદ્ધિમાન મનુષ્ય આપના પરમ સ્તોત્રનો નિયમિત પાઠ કરે છે તેના મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, વિષમ યુદ્ધ, સમુદ્ર, જલોદર રોગ અને બંધન વગેરેથી ઉત્પન્ન થયેલા ભય સ્વયં ભય પામીને તત્કાળ નાશ પામે છે.
વિવેચન : ગાથા ૪૩
સ્તોત્રકાર સૂરિજીએ ૩૫થી ૪૩ આ નવ શ્લોકમાં જુદા જુદા અનેક ભયોમાંથી અષ્ટભયનિવારણની વાત કરી. તે બધાં ભયોના નિવારણના સારસ્વરૂપ વાત આ શ્લોકમાં છે. અર્થાત્ સામાન્ય રીતે સ્તોત્રના અંતમાં તેની ફલશ્રુતિ કહેવામાં આવે છે. એ જ રીતે સ્તોત્રકાર સૂરિજી અહીં આ શ્લોકમાં સ્તોત્રની ફલશ્રુતિ વર્ણવતાં જણાવે છે કે, હે જિનેશ્વરદેવ ! જે બુદ્ધિમાન માણસ તમારા આ સ્તવનનો નિયમિત પાઠ કરે છે તેનાં મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, યુદ્ધ, શત્રુસેના, તોફાની સમુદ્ર, જલોદર રોગ તથા બેડીના બંધનથી ઉત્પન્ન થયેલા સર્વ ભય, સ્તોત્રના પાઠના ભયથી નાશ પામે છે.
હે પ્રભુ ! જે બુદ્ધિમાન માણસ શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરે છે, તેનું સતત નામસ્મરણ કરે છે અને અત્યંત ધ્યાનપૂર્વક તેનો જાપ કરે છે તે ભયરહિત થઈ જાય છે. તેનો ભય ક્ષણ માત્રમાં નાશ પામે છે. અર્થાત્ આ કેવી રીતે શક્ય બને છે તે માટે સ્તોત્રકાર સૂરિજીએ સુંદર મજાની કલ્પના કરી છે કે ભય નષ્ટ કેવી રીતે પામે છે. ભય પોતે જ ભયભીત થઈ જશે. જે ભક્ત તન્મયતાપૂર્વક પ્રભુનું સ્મરણ કરે છે. તેની પાસે આવતાં ભય પણ ભયભીત થઈ જાય છે. અર્થાત્ બીજાઓને ભયભીત કરનાર પ્રભુની સ્તુતિ દ્વારા ભય પામે છે ને તે પ્રભુના ભક્તની પાસે ભય પમાડવા આવતો જ નથી. આમ પ્રભુના નામસ્મરણ માત્રથી ભક્ત ભયરહિત થઈ જાય છે.
તાત્પર્ય કે ‘હે ભગવાન્ જે બુદ્ધિમાન માણસ આપના આ સ્તવનનો પાઠ-ધ્યાન ક૨શે અને તેના તત્ત્વાર્થને હૃદયમાં ધારણ કરશે તેના હૃદયમાં ભયને આશ્રય ન મળતાં તે ભય પોતે જ ભયભીત થઈને ભાગી જશે. અર્થાત્ ત્રણ જગતના નાથ, જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર, મેરુ પર્વત સમાન અવિચલ એવા પ્રભુની જિનભક્તિ જેના હૃદયમાં વિદ્યમાન છે તેને સંસારનો કોઈ ભય નથી. તે નિર્ભયપણે સર્વ ભયનો સામનો કરી શકે છે.
આ શ્લોકમાં સ્તોત્રકાર સૂરિજી આ સ્તોત્રનું મહાત્મ્ય પ્રગટ કરે છે. આ સંદર્ભે ડૉ. સરયૂ મહેતા ણાવે છે કે, “કોઈ પણ પ્રકારના અશુભનો ઉદય હોય તો તે આ સ્તવનથી અવશ્ય નાશ
Page #341
--------------------------------------------------------------------------
________________
322 ।। ભક્તામર તુલ્યું નમઃ II
પામનાર છે. તેવી ખાતરી આપણને આચાર્યજી પાસેથી પ્રાપ્ત થાય છે. તેમની બંધન અવસ્થા આ સ્તોત્રના પાઠ પછી મુક્તાવસ્થામાં પલટાઈ હતી. તે સર્વવિદિત છે અને એ જ એનું મુખ્યતમ મહાત્મ્ય છે.’’૬
ઘાતી કર્મ કે અઘાતી કર્મ કોઈ પણ પ્રકારના અશુભ કર્મનો ઉદય થાય તો તેમાંથી મુક્તિ મેળવવાનું એકમેવ સાધન પ્રભુનું સ્તવન, ગુણગાનનો પાઠ કરવાથી અશાતાવેદનીય અશુભકર્મ અવશ્ય નાશ પામે છે. સર્વ કોઈ જાણે છે કે શ્રી માનતુંગસૂરિજીને કોપાયમાન થયેલાં રાજાએ બેડીનાં બંધનોથી જકડીને બંદીવાન બનાવ્યા હતા. આ અશુભ કર્મોના ઉદયનો નાશ કરવા માટે તેમણે હૃદયમાં પ્રભુને સ્થાપી તેની સ્તવના કરવા રૂપે સ્તોત્રની રચના શરૂ કરી ત્યારે ન તો તે તેમના શરીરમાં હતા. ન બંદીગૃહમાં હતા. પરંતુ તેઓ તેમના આત્મામાં જ સ્થિત હતા. આવા ભાવથી સ્તોત્રની રચના-પાઠ કરવાથી બેડીના બંધનના ભયની અવસ્થા મુક્તાવસ્થામાં બદલાઈ ગઈ હતી. એ જ આ સ્તોત્રનું મહાત્મ્ય છે. અર્થાત્ પ્રભુના નામનું સ્મરણ અને તેમનામાં તદ્રુપતા, એકાત્મતા, એકાગ્રતાને કારણે સૂરિજીએ આવા અદ્ભુત સ્તોત્રની રચના કરી અને તેની ફળસિદ્ધિ સ્વરૂપે બંધનોમાંથી મુક્ત થયા.
શ્રીમાનતુંગસૂરિએ શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિના માધ્યમ દ્વારા અભયનો મંત્ર આપ્યો છે. આ મંત્રનો પાઠ કરવાથી ભયને દૂર કરી અભય બની શકાય છે.
ભય અને અભયને સમજાવતાં આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “સૌથી મોટો ભય છે પ્રમાદ. સૌથી મોટું અભય છે અપ્રમાદ, જાગરૂકતા, ભગવાન મહાવીરે સાધનાનું સૌથી મોટું સૂત્ર આપ્યું અપ્રમાદ. અપ્રમત્ત વ્યક્તિને કોઈ ભય હોતો નથી. જ્યાં પણ પ્રમાદ હોય છે ત્યાં ભય પેદા થઈ જાય છે. અપ્રમાદ સૌથી મોટી સાધના છે અભયની. અપ્રમાદ એટલે અભય, અને પ્રમાદ એટલે ભય. ભય પ્રમાદમાંથી પેદા થાય છે અને અભય અપ્રમાદમાંથી પેદા થાય છે. આચાર્ય માનતુંગે અપ્રમત્તતાની સાધના માટે સંકેત આપ્યો છે અને તે સંકેત ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ બીજમંત્રોનું, આ શ્લોકોમાં ખૂબ મહત્ત્વ છે. જો તેમની સાધના બરાબર ચાલે, આરાધના બરાબર ચાલે તો પેલાં આઠ ભયની સાથે સાથે અન્ય ભયમાંથી પણ મુક્તિ પામી શકાય છે.’’૬૧
પ્રમાદ એ સૌથી મોટો ભય છે. કારણ પ્રમાદ એ અજ્ઞાનતાની નિશાની છે. જ્યારે અપ્રમાદજાગરૂકતા એ સૌથી મોટો અભય છે. અભયને પ્રાપ્ત કરવા માટે શ્રી માનતુંગસૂરિએ આદિનાથ ભગવાનની સ્તવના દ્વારા સ્તોત્રની રચના કરી છે. અને એ સ્તોત્રના શ્લોકો, બીજ- મંત્રો અપ્રમાદની-અભયની પરિસ્થિતિ નિર્માણ કરે છે. તેમણે આઠ ભયોનું વર્ણન કરી તેના નિવારણ માટે આઠ શ્લોકની રચના કરી છે. આ શ્લોકોની સાધના-આરાધના બરાબર ચાલે તો આઠ ભયોની સાથે અન્ય ભયોમાંથી પણ મુક્તિ પામી શકાય છે. સૂરિજીએ આઠ ભયોનું નિવારણ દર્શાવેલું છે. પરંતુ તેમણે પોતે નમિઊણ-ભયહર સ્તત્રમાં દર્શાવેલા આઠ ભયોમાં આ સ્તોત્રમાંના આઠ ભયોમાંથી બે પ્રકારના ભય જુદા પડે છે. એ બે ભયોમાં જલભયથી જલના પૂરનો ભય; અને
Page #342
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 323 ચોરભય એટલે કે ચોર તરફનો ભય. આ બંને ભયને ભયહર સ્તોત્રમાં દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે ભક્તામર સ્તોત્રમાં તેના સ્થાને સમુદ્રભય અને બંધનભય એમ બે ભયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સ્તોત્રના પઠનથી આઠ ભય સિવાયના અન્ય ભયો પણ નાશ પામે છે.
સૂરિજીએ આ આઠ પ્રકારના ભયોનું નિરૂપણ કરેલું છે તેનું વિભાજન કરવામાં આવે તો હાથી, સિંહ અને સર્પનો ભય એ તિર્યંચ ઉપસર્ગ છે. દાવાનલ અને વડવાનલનો ભય એ નિસર્ગકત ઉપસર્ગ છે. યુદ્ધ એ મનુષ્યકૃત ઉપસર્ગ છે. જ્યારે છેલ્લા બે જલોદર અને બંધનનો ભય એ કર્મકતા ઉપસર્ગ છે. તિર્યચકૃત, નિસર્ગકૃત, મનુષ્યકત અને કર્મફત જે આઠ ઉપસર્ગો બતાવ્યા છે તે અન્ય અનેક ભયોનું પ્રતિનિધિત્વ કરે છે. અને અન્ય નિવારણમાં પણ સહાયભૂત થાય છે. લઘુશાંતિ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે,
उपसर्गाः क्षयं यान्ति छिद्यते विघ्नवल्लयः ।
" मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ।। અર્થાત્ જિનેશ્વરની ભક્તિથી ઉપસર્ગો દૂર થાય છે. વિઘ્નરૂપી લતાઓનો છેદ થાય છે અને મન પ્રસન્ન રહે છે.
જિનેશ્વરની ભક્તિથી કોઈ પણ પ્રકારના ઉપસર્ગોનો નાશ થાય છે. કોઈ પણ જાતનાં વિઘ્નો દૂર થાય છે અને મને હંમેશાં પ્રસન્ન રહે છે. પ્રભુનું નામસ્મરણ જ્યાં છે ત્યાં કોઈ જ દુઃખ નથી. આનંદ જ આનંદ પ્રવર્તે છે. મન પ્રસન્ન છે, આનંદિત છે. ત્યાં અન્ય કોઈ ભય તેને સતાવી શકતો નથી. મનની પ્રસન્નતા એ જ પંચમહાવ્રતપૂર્વકનો સામાયિક ભાવ છે.
નમુત્થણે સૂત્ર જેની રચના ઇન્દ્ર કરી છે તેનું બીજું નામ શિકસ્તવ' છે. આ સૂત્રમાં પ્રથમ શબ્દ ણમો અરિહંતાણં ભગવંતાણં છે. એટલે કે અરિહંત ભગવાનને નમસ્કાર અને આ સૂત્રના છેલ્લા શબ્દો ણમો જિણાણે જિઅભયાણં' એટલે કે જેણે ભયને જીત્યો છે એવા જિનેશ્વર ભગવાનને નમસ્કાર એમ કહ્યું. અહીં માનતુંગસૂરિએ “ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકમાં સમ્યક્ પ્રણમ્ય' એટલે કે ભગવાનને પ્રથમ સમ્યક પ્રકારે પ્રણામ કરીને એ શબ્દોથી સ્તોત્રની શરૂઆત કરી અને ૪૩મી ગાથામાં તસ્યાસુ નાશ મુપયાતિ ભયં ભિયેવ' એટલે કે ભય પોતે જ ભય પામીને ભાગી ગયો.
આમ બંને સ્તોત્રમાં ભયની વાત કરી છે. શ્લોક ૪૪મો
स्तोत्रस्रजं तव जिनेन्द्र ! गुणैर्निबद्धां भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं તે “માનતુહા' મવશા સમુપૈતિ નક્ષ્મી: ||૪||
Page #343
--------------------------------------------------------------------------
________________
324 || ભક્તામર સુભ્ય નમઃ
જેને ગુંથી ગુણગણરૂપે વર્ણફૂલે રમુજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી ! તેને જેઓ નિશદિન અહા કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતુંગી વરે છે. (૪૪)
શબ્દાર્થ
જિનેન્દ્ર - હે જિનેશ્વરદેવ. સ્તોત્ર સંગમ – આ સ્તોત્રરૂપી માળા, તd Tળે – આપના ગુણો વડે, નિવામ – ગૂંથેલી, : ખન: – જે પુરુષમવસ્યા – ભક્તિપૂર્વક, મયાં – મારા વડે, વિર વળ વિચિત્ર – સુંદર વર્ણ અને મનોહર, પુણામ – પુષ્પોવાળી, નન : – જે પુરુષ, રૂદ – આ સંસારમાં – વંતિમ ઘરે – કંઠને વિષે ધારણ કરે છે, તમ્ – તેને, મનતુમ – પ્રતિષ્ઠા પ્રાપ્ત, માનનીય પુરુષને વશ – વિવશ થઈને, ત્રWી. સમુતિ – લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :
હે જિનેશ્વરદેવ ! મેં ભક્તિભાવપૂર્વક આપના પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણો વડે ગૂંથેલી આ સ્તોત્રરૂપી માળા મનોહર વર્ણરૂપી ચિત્રવિચિત્ર પુષ્પોથી યુક્ત છે. જે કોઈ મનુષ્ય આ સંસારને વિષે પોતાના કંઠમાં નિરંતર ધારણ કરે છે તે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે અને લક્ષ્મી સ્વયં વિવશ થઈને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ ગાથા ૪૪
સ્તોત્રકાર સૂરિજી આ સ્તોત્રના અંતિમ શ્લોકની રચના કરતાં ઉપસંહારપૂર્વક તેનું ઉત્તમ ફળ બતાવતાં પ્રસન્નતાથી કહે છે કે, “હે જિનેશ્વરદેવ ! અનેક પ્રકારના શબ્દાલંકાર, રૂપક તેમજ દષ્ટાંતો સાથે આના ગુણરૂપી અત્યંત મનોહર પુષ્પો વડે, આપના પ્રત્યેની ભક્તિથી ભક્તામર સ્તોત્રરૂપી આ માળા મેં ગૂંથી છે. જે મનુષ્યો આ માળાને નિરંતર પહેરી હૃદયમાં ધારણ કરી રાખશે તે મહાનુભાવ માનતુંગ સ્વર્ગ અને પરંપરાએ મોક્ષરૂપી લક્ષ્મીને અવશ્ય પ્રાપ્ત કરશે.” - શ્રી માનતંગરરિએ શ્લોકના અંતિમ ચરણમાં ભક્તને માટે માનતંગ શબ્દનો પ્રયોગ કરીને આલંકારિક રીતે પોતાનું નામ ગૂંથી લીધું છે. આ માનતુંગ શબ્દ દ્વિઅર્થમાં વાપરી પોતાને થયેલા ઉપસર્ગ અને એ અવસ્થા દરમ્યાન સુંદર, મનોહારી, મધુર ભક્તામર સ્તોત્રની રચના કરી છે. તે તરફ તેમણે નિર્દેશ કરેલ હોય તેમ લાગે છે. બીજો અર્થ સામાન્ય થકી ઊંચા થયેલા એવો થાય છે.
સામાન્ય રીતે દરેક સ્તોત્રના અંતિમ શ્લોક તેના નિચોડરૂપ, ફળસ્વરૂપ હોય છે. ભક્તામર સ્તોત્રના ફળસ્વરૂપ આ અંતિમ શ્લોક છે. સૂરિજીએ સ્તોત્રમાં ભક્તિ અને ભક્તિનું ફળ, સ્વર્ગ તેમજ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિની વાત આ અંતિમ શ્લોકમાં કરી છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર = 325 મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થશે ? તેનો રસ્તો બનાવતાં સૂરિજી કહે છે કે, જે કોઈ ભવ્યજીવ આ સ્તોત્રરૂપી માળાને નિયમિત પણે કંઠમાં ધારણ કરશે એટલે કે નિયમિત ઉત્તમ ભાવપૂર્વક તેનો પાઠ કરશે તે મુક્તિરૂપી લક્ષ્મી મોક્ષને અવશ્ય પ્રાપ્ત કરશે. આ ભાવના સ્તોત્રની ફળશ્રુતિ છે. સ્તોત્રરૂપી માળા છે તે શ્રુતજ્ઞાનરૂપી દોરાથી ભગવાનના ચારિત્રના અનેક ગુણો રંગબેરંગી ફૂલો વડે ગૂંથેલી છે.
સ્તોત્રરૂપી માળા કેવી હોય તે સમજાવતાં ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “પ્રભુના ગુણરૂપી દોરા વડે, વિવિધ અક્ષરોરૂપી રંગીન ફૂલો વડે ભાવથી ગૂંથાયેલી છે. કોઈ પણ માળામાં ફૂલ, દોરા અને દોરામાં ફૂલને પરોવનાર એ ત્રણેની જરૂર પડે છે. અહીં અક્ષરો ભાષાના વર્ણો રૂપી ફૂલ છે. આ અક્ષરોને સાંકળનાર તેમાંથી ભવ્ય અર્થની નિષ્પત્તિ કરનાર વિશિષ્ટ અર્થવાળો શબ્દ બને છે. આમ એ કાર્ય દોરાના કાર્ય જેવું છે. એટલે કે ગુણો એ દોરા સ્વરૂપે છે. અને એ ગૂંથણી કાર્ય કરે છે. પરોણીગર જે અહીંયાં આચાર્યજી પોતે છે અને ફૂલ, દોરા અને પરોણીગર એ ત્રણેયની એકતાથી સુંદર માળા રચાય છે. એવી જ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાથી સુંદર આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. એ ધ્વનિ પકડતાં અવશ્ય આનંદ થાય.”
આ શ્લોકનો પ્રથમ શબ્દ “તોત્ર સ્ત્ર . અર્થાત્ સ્તોત્ર માળા છે; “ભક્તામર એ માત્ર સ્તોત્ર નથી. પરંતુ સ્તોત્ર માળા છે. દરેક માળામાં દોરો એક જ હોય છે. આ માળા પણ એક જ દોરામાં પ્રભુના એક ગુણમાં બંધાયેલી છે. માળા એક જ વર્ણનાં પુષ્પોની પણ હોઈ શકે અને વિવિધ વર્ણનાં પુષ્પોની પણ હોઈ શકે. અહીં આ ભક્તામર સ્તોત્રરૂપ પુષ્પમાલા અનેક જાતનાં પુષ્પોની બનેલી છે. ગુજરાતી ભાષામાં વિચિત્ર'નો અર્થ ન ગમે તેવું સૂગ ચડે તેવું કે ન સમજ પડે તેવું થાય છે. આ ભક્તામર સ્તોત્રરૂપ માળા પણ વૈવિધ્યવાળી, વિવિધતાવાળી, અનેકવિધ સુંદર પુષ્પોની માળા છે.
વિચિત્ર પુષ્પમ્ - અનેક જાતનાં પુષ્પોની આગળ તેમણે “વિરવ - વિવિધ વર્ગો શબ્દ મૂક્યો છે. રુચિર એટલે લોકોની રુચિ પ્રમાણેનું દરેકના મનને ગમી જાય તેવું. શ્રી માનતુંગસૂરિએ લોકોના મનને રુચે એવું કાવ્ય બનાવ્યું છે. તેઓએ લોકરુચિને સમજીને કાવ્યરચના કરી છે. તેઓ લોકાનુગામી નથી, પરંતુ તેઓ લોકોની રુચિને લોકોત્તર માર્ગે વાળે છે. કારણ કે “ભક્તામર” જેને કે જેનેતર, ભોગાર્થી કે ભૌતિકાર્થી, વિરાગાર્થી કે વીતરાગાર્થી, મોહાર્થી કે મોક્ષાર્થી દરેકને ગમી જાય તેવું સ્તોત્ર છે. આ સ્તોત્રના પઠનથી ભૌતિકપ્રાપ્તિ થશે. પણ તે માત્ર દેહિક હશે. પરંતુ પરમસુખ, મોક્ષસુખને પામવું હોય તો અનંતજ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વામીના ગુણોનું વર્ણન કરીને ઘાતી-અઘાતી કર્મોનો નાશ કરવો જરૂરી છે. સૂરિજીએ સ્તોત્રમાં રુચિર વર્ણના સંયોજન દ્વારા મોક્ષની પ્રાપ્તિ સરળ બનાવી છે. વર્ણોનો અર્થ એ થી ક્ષ' સુધીના અક્ષરો છે. અને એ વર્ણના સંયોજનમાં “રુચિરતા’ વિવિધતા હોય છે. આથી ‘ક્ષ સુધીના વર્ણ બધાની પાસે જ હોય છે. પરંતુ એ વર્ણનું સંયોજન કરવું એજ ખૂબી છે. આ સ્તોત્રમાં સૂરિજીએ વર્ણનું શબ્દમાં, અને
Page #345
--------------------------------------------------------------------------
________________
326* ॥ ભક્તામર તુલ્યું નમઃ |
શબ્દનું પદમાં સુંદર સુગઠિત રીતે સંયોજન કર્યું છે. અને તેના ફળ સ્વરૂપે આ સ્તોત્રની માળા રુચિરવર્ણવાળાં વિવિધ પુષ્પોની બનેલી છે.
સૂરિજી દ્વારા ભક્તિભાવપૂર્વક રુચિરવર્ણનાં વિવિધતાવાળાં પુષ્પોની જે સ્તોત્રરૂપી માળા રચાયેલી છે. તે માળાને ભક્તજનોએ “ધત્તે નનો દ તાતા મખન્ન - અર્થાત્ જે કોઈ મનુષ્ય આ માળાને કંઠમાં અનĀ - નિરંતર ધારણ કરશે એટલે કે આ સ્તોત્રને કંઠસ્થ કરશે અને તેનો નિત્ય નિયમિત પાઠ કરવો જોઈએ. જો સ્તોત્ર ત્રંજ છે તો તેને અસ્ત્ર નિરંતર ધારણ કરવી જોઈએ. દ૨૨ોજ તેનો પાઠ થવો જોઈએ. ચોથી પંક્તિમાં સૂરિજી ‘તમ માનતુંગ' કહે છે અર્થાત્ જો તમારો માનથી વત્તુંTM થવું હોય તો આ સ્તોત્રરૂપી માળાને કંઠમાં ધારણ કરી તેનો નિરંતર પાઠ કરવો જ જોઈએ. કર્મથી પણ ઉત્તુંગ થવું હોય તો પણ આ સ્તોત્રનો પાઠ નિરંતર કરવો જોઈએ. સૂરિજીએ આ સ્તોત્રમાં આઠ ભયોનું જે વર્ણન કર્યું છે તે ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મો છે. આ આઠે કર્મોના ઉદયથી દરેક મનુષ્ય ત્રસ્ત અને ધ્વસ્ત છે. આના નિવારણ રૂપે આ રુચિરવર્ણવાળાં વિવિધ પુષ્પોની માળા જે પ્રભુના ગુણોથી ગૂંથાયેલી છે તેનો નિરંતર જાપ ક૨વાથી “માનતુંગ” બનાય છે.
આ શ્લોકમાં સૂરિજીએ જિનેન્દ્ર સંબોધન કર્યું છે. આ વિવિધ પ્રકારના રુચિરવર્ણવાળાં પુષ્પોની માળા શ્રી જિનેશ્વરદેવના ગુણોથી ગૂંથાયેલી માળા છે. આવી જિનેશ્વરદેવના ગુણોવાળી માળા જે નિરંતર કંઠમાં ધારણ કરે છે તે અવશ્ય માનતુંગ બને છે.
ભક્તામર સ્તોત્ર વિષયક સૌથી પુરાણી ટીકા જેમની મળી આવી છે તે શ્રી ગુણાકરસૂરિજી મહારાજ સાહેબે માનતુંગના છ અર્થ કર્યા છે. આ છ અર્થ કરવા પાછળ તેમની કોઈ મર્યાદા રહી હશે. કારણ કે તેઓ તેમની ટીકામાં જણાવે છે કે “અન્યોઽવિ શુમોડર્થઃ સુધીમિ: સ્વધિયા વ્યારજ્યે..
અર્થાત્ હે સુધી ! હે બુદ્ધિશાળીઓ ! આમ તો મેં છ અર્થ કર્યા છે. તમારે તમારી બુદ્ધિને વિકસાવીને બીજા પણ અર્થો ક૨વા. જે અર્થ કરો તે શુભ અર્થ કરજો. સ્તોત્રકારનું હાર્દ જળવાય, ગોરવ વધે અને વાચકનું ગૌ૨વ પણ વિકસિત બને. આવું સૂચન શ્રી ગુણાકરસૂરિજીએ સમગ્ર ભક્તામર માટે કર્યું છે.
શ્રી ગુણાકરસૂરિજીએ માનતુંગના છ અર્થ કરી બતાવ્યા છે. તે નીચે મુજબ છે. ‘માન’ એટલે ચિત્તની ઉન્નતિ અને ‘તુંગ’ એટલે ઊંચા.
(૧) ‘માનતુંગ’ એટલે ચિત્તની ઉન્નતિથી ઊંચા
(૨) ‘માનતુંગ’ એટલે પ્રતિષ્ઠાની પ્રાપ્તિથી ઊંચા (૩) ‘માનતુંગ’ એટલે અભિમાની પુરુષોત્તમ (કૃષ્ણ)
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 327 (૪) “માનતુંગ” એટલે અહંકારસહિત આજે જેને સ્વાભિમાની કહેવાય તેવાં
(૫) માનતુંગ એટલે શરીરના અપ્રમાણતાથી શ્રેષ્ઠ પુરુષોની ગણનામાં મોખરે એ જ માનતુંગ'.
જે કોઈ આવા માનતુંગ બનશે તેને લક્ષ્મી જરૂરથી વરશે. અર્થાત્ લક્ષ્મી વિવશ બનીને પાસે આવી જશે.
શ્રી ગુણાકરસૂરિજીએ લક્ષ્મીના પણ છ અર્થ કર્યા છે. શ્રી માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્ર રચ્યું અને તેમને રાજ્યમાં રાજા તરફથી સન્માન મળ્યું. સ્વર્ગનું સુખ મળ્યું અને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ ત્રણ રૂપમાંથી શ્રી માનતુંગસૂરિજીને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે.
શ્રી ગુણાકરસૂરિજી લક્ષ્મીનો ચોથો અર્થ બતાવતાં જણાવે છે કે શ્રી માનતુંગસૂરિજીએ સ્તોત્રની શરૂઆત પ્રથમે ઉજનેન્દ્ર - કરી છે અને સ્તોત્રની પૂર્ણાહુતિના અંતિમ શ્લોકમાં પણ જિનેન્દ્ર ! મુર્નિવા-નું જ સંબોધન કરે છે. ટીકાકાર શ્રી ગુણાકરસૂરિજી કહે છે કે “જિન” તો વિષ્ણુનો પર્યાયવાચી શબ્દ છે. ઇન્દ્ર એટલે જ સુરેન્દ્રના શોર્ય અને ઐશ્વર્ય ગુણોથી ગૂંથાયેલી માળા જે કોઈ માનતુંગ કંઠમાં ધારણ કરે છે તેને લક્ષ્મી સહજ ભાવે સામે આવીને મળે છે.
પાંચમો અર્થ શ્રી ગુણાકરસૂરિજીએ સ્તોત્રમાલાની પ્રશસ્તિ રૂપે કર્યો છે. જે મનુષ્ય પોતાના કંઠમાં આ સ્તોત્રરૂપે પુષ્પમાળા ધારણ કરે છે તે અવશ્ય લક્ષ્મીવાન બને છે. અર્થાત્ પુષ્પમાળા ધારણ કરનારનું દારિદ્રય અને ગરીબાઈ દૂર થાય છે, તે લક્ષ્મીવાન બને છે.
છઠ્ઠો અર્થ કરતાં ટીકાકાર શ્રી ગુણાકરસૂરિજી કહે છે કે જે આ પુષ્પમાળા ધારણ કરશે તેને લક્ષ્મી પોતે જ કામથી વિહ્વળ બનીને માનતુંગને આવીને મળશે. - શ્રી માનતુંગસૂરિની આ રચિર વર્ણવાળી વિવિધ પુષ્પોની માળા જે કોઈ કંઠમાં ધારણ કરશે તો તે માનતુંગ બનશે અને તેને અવશ્ય સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થશે. આપણા જીવનના અંતિમ ધ્યેય સમાન સર્વ પ્રકારનાં ઘાતી અને અઘાતી કર્મોનો નાશ કરીને મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થશે.
અંતિમ શ્લોકને સમજાવતાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે “જેમ વસંતઋતુમાં આંબાના ઝાડ પર મોર દેખીને કોયલ પ્રસન્નતાથી ટહુકી ઊઠે તેમ આપના ગુણો દેખતાં મારું અંતર ભક્તિથી ટહુકી ઊઠ્યું તેથી આ સ્તુતિ રચાઈ ગઈ છે. આપના ગુણોનો મહિમા જ આ સ્તોત્રમાં ભર્યો છે. તે ગુણોના મહિમાને જે પોતાના અંતરમાં ધારણ કરે છે તેના સંસારમાં સર્વ વિઘ્નો દૂર થાય છે. ને તે શીઘ મોક્ષલક્ષ્મીને પામે છે. આ રીતે પરમાત્માની સ્તુતિનું ફળ પરમાત્માપણું છે. જે સમ્યફભાવે પરમાત્મા ગુણોનું સ્તવન કરશે તે પોતે પરમાત્મા થઈ જશે.”
શ્રી કાનજી સ્વામીએ પણ અહીં મોક્ષરૂપી લક્ષ્મી મેળવવા માટે પ્રભુના ગુણોનો મહિમા જ વર્ણવ્યો છે. પ્રભુના ગુણને જો અંતરના સાચા ભાવથી સ્તવવામાં આવે તો આત્મા પોતે પણ
Page #347
--------------------------------------------------------------------------
________________
328 ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
પરમાત્માનું સ્વરૂપ બની જાય છે. જિનશાસનમાં જિન બનવું એ કોઈની એકહથ્થુ સત્તા નથી. બધા જ આત્મા-પરમાત્મા બની શકે છે. જિન ધર્મ એટલે કે પરમ આત્માને પરમાત્મા બનાવવાનો માર્ગ છે. એટલે કે જે આત્મા પોતાનાં ઘાતી-અઘાતી કર્મોનો નાશ કરે છે તે દરેક આત્માને પરમાત્મા બનવાનો અધિકાર છે. અહીં કોઈનો એકાધિકાર નથી. જૈનશાસન તો ગુણાધિકાર પર રચાયેલું છે. તેમાં ફક્ત શ્રી આદિનાથ ભગવાન તીર્થંકર પદને પામી શકે છે એવું નથી. પણ બીજા ત્રેવીસ દિવ્યાત્માઓ પણ તીર્થંકર પદને પામી શક્યા છે.
તીર્થંકર પરમાત્માના ગુણોનું જે કોઈ આત્મા સમ્યક્ ભાવે સ્તવન કરે છે તે દરેકને પરમાત્મા પદ મેળવવાનો અધિકાર છે. તેથી જ શ્રી માનતુંગસૂરિએ રચેલ ભક્તામર સ્તોત્ર તેમને જ માનતુંગ બનાવે તેવો એકાધિકાર નથી. કોઈ પણ પામર આત્મા પરમાત્માના ગુણોની સ્તવના કરે છે તે દરેક ‘માનતુંગ' બની શકે છે. એટલે કે શ્રી માનતુંગસૂરિજીની રુચિ૨વર્ણના સંયોજનવાળી, વિવિધ પ્રકારનાં પુષ્પોવાળી માળા જે કોઈ પોતાના કંઠમાં ધારણ કરે છે તે બધા ‘માનતુંગ’ બની શકે છે. આપણા ધર્મ પ્રત્યે ‘માન’ શ્રદ્ધા જ આપણને ‘તુંગ’ એટલે ઉચ્ચ બનાવે છે. આવી ઉચ્ચ શ્રદ્ધા જ આપણને માનતુંગ બનાવીને મોક્ષરૂપી લક્ષ્મી પામવામાં સહાયભૂત થાય છે.
આ સ્તોત્રમાં ‘જિનેન્દ્ર’ શબ્દોનું સંબોધન શ્લોક ૨, ૩૬ અને ૩૭મા કરવામાં આવ્યું છે. શ્લોક બીજામાં સંબંધ જોડીને, શ્લોક ૩૬માં ચરણકમળના વર્ણનમાં અને શ્લોક ૩૭માં ૫રમાત્માના બાહ્ય વૈભવની પૂર્ણાહુતિમાં ‘જિનેન્દ્ર'નું સંબોધન કરવામાં આવ્યું છે.
જિનેન્દ્ર જેવો બીજો શબ્દ છે ‘મયા'.
શ્લોક ૨માં ‘મા” શબ્દ અહમ્ સાથે જોડાયેલો છે. શરૂઆતમાં જે અહમ્નું પ્રતીક હતું તે શ્લોક ૮માં ‘મા’ મારા વડે બની ગયું. તે જ મયા’ આ અંતિમ શ્લોકમાં દર્શાવાયું છે કે હું કરતો નથી. પરંતુ આપની પરમભક્તિથી આ મારા દ્વારા થઈ જાય છે.
‘T’ ‘F’ શબ્દપ્રયોગ પણ આ સ્તોત્રમાં બે વાર કરવામાં આવ્યો છે. શ્લોક ૧૦માં મૂર્ત્યાશ્રિત ય ફદ નાભસમં ોતિ। શું મારો આદિનાથ પ્રભુ આશ્રિતોને પોતાના જેવો નથી બનાવતો ? તેવી જ રીતે આ અંતિમ શ્લોકમાં પણ પત્તે નનો ય ફદ તાતા મનસ્ત્રમાં કર્યો છે.
જેમ દરેક રચનાનો હેતુ હોય છે, હાર્દ હોય છે અને તેના દ્વારા શું ફળ મળે છે તે દર્શાવાયેલું હોય છે. તેમ ‘ભક્તામર’ સ્તોત્રના આ શ્લોકમાં પણ સ્તોત્રકારે આ સ્તોત્રની ફળશ્રુતિ મૂકી છે. આ સ્તોત્રનું પઠન કરવાથી કોઈ પણ પ્રકારની બંધન અવસ્થા પછી તે શારીરિક બંધન અવસ્થા હોય કે આત્માની બંધન અવસ્થા હોય એ દરેક બંધનમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવું સુંદર ફળ પ્રાપ્ત થાય છે, તે સૂરિજીએ પોતાના બંધનગ્રસ્ત અવસ્થામાંથી મુક્તિના સ્વ ઉદાહરણ દ્વારા બતાવ્યું છે. આ સ્વ ઉદાહરણ જ ભક્તામર સ્તોત્રને અત્યંત પ્રભાવિક બનાવે છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 329 દિગમ્બર પાઠાવલીના અતિરિક્ત ચાર શ્લોકો શ્લોક ૧લો
गम्भीरताररवपूरिदृत दिग्विभागत्रैलोक्यलोक शुभसङ्गम भूतिदक्षः । सद्धर्मराज जय घोषण घोषकः सन्
खे दुन्दुभिर्ध्वनति ते यशसः प्रवादी ।।१।। (દિગમ્બર અને સ્થાનકવાસી સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રમાં આ શ્લોક ૩૨મો છે.)
પૂર્યા ભાગો સકળ દિશના ઉચ્ચ ગંભીર શબ્દ, આ આદર્શો ત્રિજગ જનને સૌખ્ય સંપત્તિ આપે; કીધાં જેણે બહુ જ વિજયો, રાજ સદ્ધર્મના ત્યાં, એ દુંદુભિ યશ નભમહિ ઘોષણાથી જ ગાજે. (૧)
શબ્દાર્થ
Tખ્ખીરતાપૂરત ફિવિમા: – ગંભીર-ધીરોદત્ત-મધુર ધ્વનિથી ગુંજાયમાન દિગુમંડલ જેણે એવા, નૈનોવચનો સુમસામ મૂતિવક્ષ: - ત્રણેય લોકના પ્રાણીઓને સત્સસમાગમ (શુભસંમેલન)નો વૈભવ પ્રાપ્ત કરવામાં સમર્થ એવા, સદ્ધર્મરાન નય ઘોષTઘોષ – સદ્ધર્મરાજ એટલે કે તીર્થકર દેવોના જયજયકારની ઉદ્ઘોષણા કરતાં કરતાં, કુન્તુમ – નગારા દુંદુભિ, તૈ– આપના યશ: – યશના, પ્રવાલી – વિશદ કથન કહેનારા, હે – આકાશમાં ગગનમાં, ધ્વનતિ – ગુંજારવ કરી રહ્યાં છે. ભાવાર્થઃ
ઊંચા અને ગંભીર શબ્દ વડે જેણે દિશાઓના વિભાગ પૂરી દીધા છે; ત્રણે જગતના લોકોને શુભ સમાગમની સંપત્તિ આપવામાં જે કુશળ છે અને સત્યધર્મના રાજાના જયને, શબ્દને જે જાહેર કરે છે, એવો જે દુંદુભિ તે આકાશને વિશે તમારા યશની ગર્જના કરી રહ્યો છે.
શ્રી જિનેશ્વરદેવના અતિશયરૂપ આઠ પ્રતિહાર્યોમાં દેવદુંદુભિ એ પાંચમું પ્રતિહાર્ય છે. આ શ્લોકમાં ધર્મરાજ્યની સ્થાપનાની ઘોષણા કરતાં દેવદુંદુભિ-વાજાં-નગારાં આકાશમાં દેવો વગાડે છે તેની વાત કરવામાં આવી છે.
શ્રી જિનેશ્વરદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવો સમવસરણની રચના કરે છે. ધર્મદેશના આપવા માટે બિરાજમાન શ્રી જિનેશ્વરદેવના ધર્મરાજ્યની સ્થાપનાની જાણ અર્થે
Page #349
--------------------------------------------------------------------------
________________
330 | ભક્તામર તુલ્યુ નમઃ | આકાશમાં સાડાબાર કરોડ દેવો વાજિંત્રોને એકસાથે અદ્ભુત સ્પષ્ટતા અને લયબદ્ધતાપૂર્વક વગાડે છે. એકસાથે નીકળતો ધ્વનિ સ્પષ્ટ શબ્દો સહિત સાંભળવો પ્રિય લાગે તેવો, ઉપરાંત તેનો નાદ અતિ ગંભીર હોય છે. તે ત્રણેય લોકના જીવોને આવા અપૂર્વ અવસરની પ્રાપ્તિની જાણ કરે છે અને પ્રભુની ધર્મદેશના સાંભળવાનો લાભ લેવા નિમંત્રણ આપે છે.
શ્રી કાનજીસ્વામી આ શ્લોકની પંક્તિઓને સમજાવતાં જણાવે છે કે, “દેવોના એ દિવ્ય વાજાં અત્યંત ગંભીર, મધુર અને સ્પષ્ટ અવાજે દશે દિશામાં ઘોષણા કરે છે કે તે ત્રણ લોકના જીવો ! ધર્મરાજા, સર્વજ્ઞ પરમેશ્વર અહીં બિરાજે છે તેમનાં દર્શન કરવા અહીં આવો, બીજાં લાખ કામ છોડીને આત્માનો અચિંત્ય વૈભવ લેવા આ પ્રભુ પાસે આવો. અહા, જાણે સમવસરણના એ દિવ્ય નગારાના નાદ અત્યારે અહીં સંભળાતા હોય ! એવા ભાવથી સ્તુતિકાર કહે છે કે અહો, દેવ ! એ દુંદુભિના નાદ સત્ ધર્મનો તેમજ ધર્મસામ્રાજ્યના નાયક એવા આપનો જયજયકાર કરી રહ્યા છે ને આપનાં યશગાન સાંભળાવી રહ્યા છે. ભવ્ય જીવોને સાદ પાડી રહ્યા છે કે જીવો ! ધર્મ પામવા માટે અહીં આવો ને મોક્ષના સાથીદાર આ ભગવાનને સેવો. ધર્મની પ્રાપ્તિનો ઉત્તમ અવસર મળ્યો છે માટે પ્રભુના ધર્મદરબારમાં ધર્મનું શ્રવણ કરવા આવો.”**
મોક્ષમાર્ગના રચનાકાર તેનું વિધાન કરનાર પાપસૃષ્ટિના લાયક, ત્રણ જગતના નાથ શ્રી જિનેશ્વરદેવ થોડી વારમાં ભવોભવની ભ્રમણાનો નાશ કરનાર મોક્ષમાર્ગની વિધિ બતાવનાર છે. એવા ધર્મરાજ્યની સ્થાપનાની ઘોષણા કરનાર અને તેમાં ભાગ લેવા નિમંત્રણ આપનાર આ દેવદુંદુભિઓ આકાશમાં નાદ કરી રહી છે. આ નાદથી અનાદિકાળના મિથ્યાત્વનો નાશ થાય છે અને વિષય-કષાય-કર્મોનો ક્ષય થાય છે. શ્લોક રજો
મન્દીર-સુન્દર-નમેરુ-સુપરિનાતसन्तानकादि-कुसुमोत्कर-वृष्टिरुद्धा गन्धोदबिन्दु-शुभमन्दमरुत्प्रपाता,
દિવ્યાવિવ: પતતિ તે વરસાં તતિ ||૨|| (દિગમ્બર અને સ્થાનકવાસી સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રમાં આ શ્લોક ૩૩મો છે)
મંદારાદિ સુરતરૂતણા પુષ્પ સુપારિજાત, વૃષ્ટિ તેની પ્રભુ પર થતાં, દિવ્ય ધારા થતી જે, એ ધારામાં શીતળ જળનો, વાયુ સુગંધી આપે, જાણે લાગે જિનવચનની, રમ્ય માળા પડે છે. (૨)
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 331 શબ્દાર્થ
જ્યોતિન્દુ-શુભમન્ડમરુસ્ત્રાતા, – સુગંધિત જળના બુંદોથી યુક્ત તથા સુખદ મંદમંદ પવનથી લહેરો સાથે પડનારી, ઉદ્ધા – ઊર્ધ્વમુખી ઉપર તરફ મુખ છે જેનું એવી, વિવ્યાં – દેવલોકમાં ઉત્પન, પરમાર્થિની, મન્દીર-સુન્દરમે સુપરિનીત – મંદાર, સુંદર, નમેરુ, પારિજાત તથા, સત્તાનાવિ-સુમોર-વૃષ્ટિ- સન્તાનક વગેરે વૃક્ષોના ફૂલોની વર્ષા, વિવ- આકાશમાંથી, પતિ - પડે છે. તા – અથવા / જાણે, હૈ – આપના, વરસાં - વચનોની, તતિ: – પંક્તિ હોય, પતિ - ફેલાય છે. ભાવાર્થ :
દેવલોકના દેવો ત્યાંનાં ઉત્તમ વૃક્ષો જેવાં કે મંદાર, સુંદર, નમેરુ, પારિજાત, સન્તાનક આદિનાં ઉત્તમ પુષ્પોની ધારા વરસાવે છે. વળી તે પુષ્પવૃષ્ટિ સુગંધિત પાણીનાં બિંદુઓ વડે શીતળ થયેલી હોય છે અને મંદ વાયુથી પ્રેરાયેલી અર્થાતુ અનુસરાયેલી હોય છે. આ દિવ્ય પુષ્પોની ધારા જિન પ્રભુની વચનમાળા જેવી રમ્ય લાગે છે.
દેવો દ્વારા રચિત સમવસરણમાં બિરાજીને પ્રભુ ધર્મદેશના આપે છે. સૂરિજી દિવ્ય પુષ્પવૃષ્ટિને પ્રભુની દેશનાના પ્રતીક રૂપે સમજાવે છે. દિવ્ય ધ્વનિ દ્વારા મોક્ષમાર્ગની પ્રરૂપણા સંબંધી પ્રભુ દેશના આપવાના હોય છે. તે સમયે પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ તેમજ આવા શુભ અવસરની અનુમોદના દર્શાવતી, દેવો આકાશમાંથી ક્રમબદ્ધપણે એકસરખી રીતે નીચે ઊતરતી વિવિધ પ્રકારનાં વૃક્ષો મંદાર, સુંદર, નમેરુ, પારિજાત, સત્તાન આદિનાં ફૂલોની વર્ષા કરે છે.
| જિનવચનો પણ તીર્થપતિ જેવા સર્વોત્તમ પુરષના મુખથી વરસે છે, પુષ્પોની ઉત્તમત્તા, વચનની ઉત્તમતાને પ્રત્યક્ષ કરે છે. આ પુષ્પોમાં જેમ શીતળતા અને સુગંધ ભરેલી હોય છે તેમ પ્રભુવચનમાં પણ આત્માને શીતળતા અને સુગંધ પ્રાપ્ત કરાવે એવી શક્તિ ભરેલી હોય છે. એટલે કે પુષ્પોની શીતળતા, સુગંધ અને આફ્લાદ પ્રભુનાં વચનશ્રવણથી મળતાં સુખશાંતિ અને શીતળતાની આગાહી કરે છે. વળી તે પુષ્પવૃષ્ટિનું સંચાલન જેમ મંદવાયુ કરે છે, તેમ આ વચનસૃષ્ટિનું સંચાલન કેવળ નિષ્કારણ કરૂણાશીલતાથી થાય છે. આમ પ્રભુની વિશિષ્ટ વાણીનો પરિચય સમ્યફદૃષ્ટિ દેવો દિવ્ય પુષ્પવૃષ્ટિ દ્વારા સ્થૂળ સ્વરૂપે જગતના જીવોને આપે છે.
તાત્પર્ય કે પ્રભુનાં વચનોની સાક્ષાત્ પંક્તિરૂપ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ નિરંતર થાય છે. આ પુષ્પવૃષ્ટિની શીતળ, મંદ, સુગંધ લહેરીની સાથે મહેક ફેલાય છે તેમ પ્રભુનાં વચનો પણ આત્માને આફ્લાદકતા, શીતળતા, સુખશાંતિ આપે છે. પ્રભુનાં આ વચનો સંસારની ભવભ્રમણામાંથી છૂટવાનો સુંદર, સુમધુર માર્ગ બતાવે છે અને પુષ્પોની સુગંધિત લહેરખી જેવા માર્ગ પર ચાલવા માટે આત્મા આકર્ષિત બને છે.
અહીં 'ઉદ્ધા' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. તેનો અર્થ સમજાવતાં સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા
Page #351
--------------------------------------------------------------------------
________________
332 ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
જણાવે છે કે, “ઉદ્ધાનો અર્થ છે ઊર્ધ્વમુખી. ઊર્ધ્વમુખી એટલે સમવસરણમાં જે ફૂલ વરસે છે તેની દાંડી નીચે (અધોમુખી) રહે છે. અત્યંત પરમાર્થથી ભરેલો આ ઉદ્ધા શબ્દ ભવ્ય જીવોનું પ્રતીક છે. સમવસરણમાં આવનાર ભક્ત આત્મા-ફૂલ જેવો છે. જે પણ આવે છે ઊર્ધ્વગામી સ્થિતિને પ્રાપ્ત કરે છે. પતિત પણ પાવન બને છે. આ પ્રમાણે પ્રત્યેક ચેતન આત્માના વિકાસનું અભિયાન આ ‘ઉદ્ધા’ શબ્દ છે.’’૬૫
દિવ્ય પુષ્પોની વૃષ્ટિનાં પુષ્પો જેમ ઊર્ધ્વગામી હોય છે તેમ સમવસરણમાં આવનાર ભક્ત આત્મામાં પણ ઊર્ધ્વગામી હોય છે. અર્થાત્ પુષ્પોની વૃષ્ટિ જોઈને ભક્તનું હૃદય પણ પુષ્પ જેવું થઈને પ્રભુ ચરણમાં નમી જાય છે ને ભક્તિભાવપૂર્વક પ્રભુની સ્તુતિ કરે છે. પુષ્પો જેમ ઊર્ધ્વગામી હોય છે તેમ ત્યાં હાજર ભક્ત આત્મા પણ ઊર્ધ્વગામી પરિણામી હોય છે. એટલે કે આ ભક્ત આત્મા પણ પ્રભુની સ્તુતિ કરી, પ્રભુના વચનામૃતનું પાન કરી, તેમણે જણાવેલ મોક્ષમાર્ગનું અનુસરણ કરનાર બને છે. તેથી કરીને આવા ભક્તાત્મા શાશ્વત સુખને પામે છે.
શ્લોક ૩જો
શબ્દાર્થ
शुम्भप्रभावलय भूरि विभा विभोस्ते, लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ती । प्रोद्य द्दिवाकर निरंतर भूरि संख्या, दीप्त्या जगत्यपि निशामपि सोमसौम्याम् ||३||
(દિગમ્બર અને સ્થાનકવાસી સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રમાં આ શ્લોક ૩૪મો છે.)
કાંતિ તારી અતિ સુખભરી, તેજવાળી વિશેષે, ઝાંખા પાડે ત્રણ જગતના દ્રવ્યનાં તેજને યે;
જોકે ભાસે રવિસમૂહની ઉગ્રતાથીય ઉગ્ર તોયે લાગે શીતળ બહુએ, ચંદ્રની ઠંડીથીય. (૩)
પ્રોઘદિવા×નિરંતરમૂરિસંધ્યા - પ્રકૃષ્ટ રૂપે એકસાથે જ પાસે ઉદય પામનાર અનેક સૂર્ય સમાન, તે વિમો – હે પ્રભુ ! તારા, શુમ્મપ્રમાવનય મૂરિ વિમા – નિતાન્ત શોભનીય પ્રભામંડળ (ભા-કાંતિ, તેનું મંડળ ગોળાકાર તે ભામંડળ)ની અતિશય ઝગમગાટ કરતી જ્યોત, તોયે વ્રુતિમતામ્ – ત્રણે લોકના તમામ દિપ્તીમાન પદાર્થોની, દ્યુતિમ્ – દ્યુતિને, અક્ષિપત્તી – પરાજિત/ નિરસ્ત કરતી, સોમસૌમ્યા અપિ – ચંદ્રમા જેવી સૌમ્ય-શીતળ હોવા છતાં, વીત્યા – પોતાની કાંતિ વડે, નિશામ્ અપિ – રાત્રિને પણ, નયતિ – જીતે છે.
-
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર
333
ભાવાર્થ :
હે ભગવાન ! આપના શરીરની આસપાસ ચારે બાજુ રહેલ અત્યંય શોભાયમાન ભામંડળની તેજસ્વિતા ત્રણે લોકમાં રહેલા તમામ તેજસ્વી પદાર્થોની કાંતિને ઝાંખી પાડી દે છે. હજારો સૂર્ય કરતાંય વધુ તેજસ્વી હોવા છતાં ચંદ્રમાની કાંતિ સમાન શાંત-રમણીય અને સોમ્ય છે. (સૂર્યના પ્રકાશની ઉગ્રતા તેમાં નથી) અને રાત્રે પણ પ્રકાશમાન રહી અંધકારને દૂર કરે છે.
સમવસરણની રચના કરવા દ્વારા દેવો પ્રભુ પ્રત્યેનો પોતાનો અહોભાવ અનેક પ્રકારના અતિશયો દ્વારા વ્યક્ત કરતા હતા. તેમાં અષ્ટમહાપ્રતિહાર્યોનું સ્થાન મહત્ત્વનું છે. તેમાંથી અહીં અશોક વૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર દેવદુંદુભિ, પુષ્પવૃષ્ટિનું વર્ણન કર્યા પછી હવે પ્રભુની કાંતિ કેવી અનન્ય છે તે આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યું છે. પ્રભુનું મુખ અતિ તેજસ્વી છે અને તેમના મસ્તક પાછળ તેજવલયો રચાય છે. આ તેજવલયો પ્રભુના મુખની કાંતિને અનેકગણી વધારે છે. આવા અતિ તેજસ્વી કાંતિમાન ભામંડળનું વર્ણન આ પંક્તિઓમાં કરવામાં આવ્યું છે.
ડૉ. સરયૂ મહેતા ણાવે છે કે, “ત્રણે જગતના તેજસ્વીમાં તેજસ્વી પદાર્થના સમૂહને પણ ઝાંખું પાડે તેવું તેજ પ્રભુના ભામંડળથી મંડિત મુખનું છે. આ જગતને વિશે અત્યંત પ્રકાશમાન એવા અસંખ્ય સૂર્યને એકઠા કરવામાં આવે, તો પણ તે સમૂહનું તેજ પ્રભુના મુખતેજ પાસે ઝાંખું લાગે એવી પ્રભા પ્રભુના મુખની છે. પ્રભુનું તેજ આટલું બધું ઊગ્ર હોવા છતાં તે ખૂબ જ શીતળ છે અને એ જ એની ખૂબી છે. પ્રભુનું તેજ એટલું બધું શીતળ છે કે ચંદ્રમાના પ્રકાશથી શોભતી શીતળ ચાંદની પણ તેની પાસે ગરમ લાગે, અર્થાત્ શીતળતા માટે જગપ્રસિદ્ધ એવી ચંદ્રમાની ચાંદની કરતાં પણ પ્રભુનું તેજ વિશેષ શીતળતાનો અનુભવ કરાવે છે.''
અનેક સૂર્યો સમાન તેજસ્વી છતાં ઉગ્રતા, પ્રચંડતા અને તાપથી સર્વથા રહિત એવા ભામંડળની તેજસ્વી કાંતિને તેમાં વ્યક્ત કરી છે. આ ભામંડળ કોઈ ધાતુમાંથી બનેલું હોતું નથી. પ્રભુના શરીરમાં રહેલા પૌદ્ગલિક તેજનું સ્વરૂપ છે. અર્થાત્ સૂર્ય જેવું ઉગ્ર નહિ પરંતુ ચંદ્રમા કરતાં પણ વધુ શીતળતા પ્રભુના ભામંડળમાંથી પ્રવાહિત થાય છે. સૃષ્ટિમાં ઉત્તમ જણાતાં બે પરસ્પરવિરોધી તત્ત્વોનો સુભગ સમન્વય પ્રભુના ભામંડળની તેજસ્વી કાંતિમાં જણાય છે. સૂર્યના તેજની પ્રચંડ તેજસ્વિતા અને ચંદ્રમાની ચાંદની કરતાં પણ અધિક શીતળતા પ્રભુના ભામંડળમાં જણાય છે. એટલે કે સૂર્ય અને ચંદ્રમા બંનેને ઝાંખા પાડે તેવું પ્રભુના ભામંડળનું તેજ છે. વળી સૂર્ય અને ચંદ્રમા ઉદય અને અસ્ત પામે છે અને ત્રણે લોકના અમુક ભાગને પ્રકાશિત કરે છે. જ્યારે પ્રભુનું ભામંડળ સદા પ્રકાશિત હોય છે તેને ઉદય અને અસ્ત થવાનું હોતું નથી. તદ્ઉપરાંત પ્રભુનું ભામંડળ ત્રણેય લોકને દિવસ અને રાત્રિ દરમ્યાન પ્રકાશિત કરે છે.
આ ભામંડળના અનેક પ્રભાવ છે. તેમાંનો એક પ્રભાવ એવો હોય છે કે તીર્થંકરના ભામંડળની નિર્મળ પ્રતિછાયામાં ભવ્યાત્મા પોતાના સાત ભવને જોઈ શકે છે. આ સાત ભવમાં પૂર્વજન્મના
Page #353
--------------------------------------------------------------------------
________________
334 * || ભક્તામર તુલ્યું નમઃ ।।
ત્રણ ભવ, ભવિષ્યના જન્મના ત્રણ ભવ અને વર્તમાનનો એક ભવ એમ સાત ભવને વિશે જોઈ શકે છે. અર્થાત્ ભવ્યાત્માને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના રૂપમાં જાતિસ્મરણજ્ઞાન થાય છે અને ટૂંક સમયમાં મોક્ષપદને પામે છે. પ્રભુનું આ મુખ જ્ઞાનદર્પણ જેવું છે. જેમાં જોતાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને શાશ્વત સુખના અધિકારી બનાય છે. પ્રભુએ જે આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેવું નિજ સ્વરૂપ ભામંડળને જોનાર ભવ્યાત્માને પ્રાપ્ત કરે છે.
શ્લોક ૪થો
स्वर्गापवर्गगम मार्ग विभार्गणेष्टः, सद्धर्मतत्त्वकथनैक पटुस्त्रिलोक्याम् । दिव्यध्वनिर्भवति ते विशदार्थ सर्वभाषास्वभाव परिणामगुणैर्प्रयोज्यः । । ४ । ।
(દિગમ્બર અને સ્થાનકવાસી સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રમાં આ શ્લોક ૩૫મો છે.)
પદ્મીદાતા કુશળ અતિશે, મોક્ષ ને સ્વર્ગ બંને, સાચો ધર્મી ત્રિજગભરમાં, શુદ્ધ તત્ત્વે પ્રવીણ; એવો તારો વિશદ ધ્વનિ ભાવાર્થ ગૂઢ ભરેલો, ભાષા ગુણે સકળ પરિણામે સ્વભાવે રહેલો. (૪)
શબ્દાર્થ
સ્વ – દેવલોક, અપવર્ગ – નિર્વાણલોકમાં, મમń – જવા માટે, વિમાર્ઝવેલ્ટ:
–
–
બતાવવા
માટે અભીષ્ટ-સહાયક, ત્રિતોવસાત્ – ત્રણે લોકને વિષે, સદ્ધર્મતત્ત્વચનૈપડુ – સમ્યક્ ધર્મનાં તત્ત્વોના કથન કરવામાં નિપુણ, વિશદ્ – વિસ્તૃત, સ્પષ્ટ, અર્થ – પદાર્થો (દ્રવ્ય, ગુણ, પર્યાય અને તેના ભાવ) ને બતાવવામાં સક્ષમ તથા, સર્વમાલા – તમામ ભાષાઓના, સ્વમાવ - ગુણને, પરિામ્ – પરિણત થતાં, મુળઃ – ગુણોથી, પ્રયો – યુક્ત, તે – આપની, વિદ્યધ્વનિઃ - અલૌકિક વાણી, મતિ – થઈ છે / બને છે.
-
ભાવાર્થ :
હે ભગવાન ! આપનો દિવ્યધ્વનિ સ્વર્ગ તેમજ પરંપરાએ મોક્ષનો માર્ગ બતાવવામાં કુશળ તેમજ નિપુણ છે. ત્રણ લોકના જીવોને ધર્મનું સ્વરૂપ સમજાવવામાં સમર્થ છે. ત્રણ જગતમાં ૨હેલા અનંતાનંત પદાર્થોના દ્રવ્ય, સ્વભાવ તેમજ પર્યાય સ્વભાવનું તેમાં નિરૂપણ આવે છે, અને આપનો દિવ્યધ્વનિ નિરક્ષરી હોવા છતાં દરેક જીવોને પોતપોતાની ભાષામાં રૂપાંતર થઈ તેમના સમજવામાં આવી જાય છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર = 335 આ શ્લોકમાં અષ્ટમહાપ્રતિહાર્યોના અંતિમ પ્રતિહાર્ય દિવ્યધ્વનિનું વર્ણન કરવામાં આવ્યું છે. સમવસરણમાં બિરાજમાન થઈને પ્રભુ જે ધર્મોપદેશના આપે છે તેનો ધ્વનિ અતિ દિવ્ય હોય છે. તે વાણીનું જે ભવ્યાત્મા શ્રવણ કરે છે તેને દેવગતિ કે મનુષ્યગતિનો બંધ પડે છે. અર્થાત્ તેને ક્યારેય અશુભ ગતિનો બંધ પડતો નથી. પ્રભુની વાણીનો પ્રભાવ જ એવો હોય છે કે આત્મા પોતાના અશુભ ભાવોનો ત્યાગ કરીને શુભ ભાવોને ગ્રહણ કરે છે. તેનું કારણ એ છે કે આત્મા જેમની વાણી સાંભળે છે તે આત્મા પરમાત્મા છે અને તેને પણ તેમના જેવા બનવાની પ્રેરણા મળે છે. એટલે કે આત્મા પણ પરમાત્મ સ્વરૂપ પામવા માટે અશુભ ભાવોનો ત્યાગ કરી શુભભાવોની પ્રરૂપણા કરે છે.
દેશના સમયે પ્રભુ માલકોશ રાગમાં દેશના આપે છે. સર્વજીવો તે પોતપોતાની ભાષામાં સમજી લે છે. આ વિશે ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “પ્રભુના રોમમાંથી એક જ પ્રકારનો ધ્વનિ છૂટતો જણાય છે તેમ છતાં તે એવો અદ્ભુત છે કે સર્વ જીવ પોતપોતાની ભાષામાં બોધ ગ્રહણ કરે છે. દેવો પોતાની ભાષામાં દેશના સંભળે છે, મનુષ્યો પોતપોતાની ભાષામાં વાણી સમજે છે અને તિર્યંચો તેમની બોલીમાં પ્રભુને સાંભળે છે. આથી દરેકને લાગે છે કે પ્રભુ પોતાની વાણીમાં બોધ પીરસે છે.”૬૭
પ્રભુએ તેમના તીર્થંકર નામકર્મના ઉદયના ત્રણ ભવપૂર્વે સમ્યક દર્શન થયા બાદ ‘સવિ જીવ કરું શાસનરસી' જેવા સમગ્ર જગતના જીવોના કલ્યાણ કરવાના ભાવો ભાવેલા તેના ફળ સ્વરૂપે જુદી જુદી ભાષાનાં ઉત્કૃષ્ટ પુદ્ગલો ગ્રહણ કરેલા તેના પરિણામે તેમની દેશનાની ભાષા જે નિરાક્ષરી છે તે અન્ય ભાષાઓમાં રૂપાંતરિત થઈ જાય છે. આ દેશનામાં પ્રભુ ત્રણે લોકના જીવોને સત્ય ધર્મનું હાર્દ સમજાવે છે. તદ્ઘપરાંત દરેક જીવ પોતપોતાની દશા અનુસાર સાર ગ્રહણ કરે છે. ગણધર ભગવંત પ્રભુની આ વાણીમાંથી આખી દ્વાદશાંગીનું જ્ઞાન ગ્રહણ કરે છે. આચાર્યો, મુનિઓ ઉચ્ચાત્માઓ એમાંથી આત્માનું ઉચ્ચ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે, સામાન્ય શ્રાવકજીવ સંસારનું દુઃખ સમજી વૈરાગ્ય પામે છે. પ્રભુની આ વાણી - ધર્મોપદેશના સર્વ જીવને પોતાની હાજર દશા જે હોય તેનાથી ઊર્ધ્વદશા પ્રાપ્ત કરવામાં નિમિત્તરૂપ થાય છે.
પ્રભુની દિવ્યવાણી સર્વ કોઈ સમજી શકે તેવી હોય છે – સાથે સાથે આ વાણી આત્માને હિતકારી છે. માત્ર આ ભવ માટે નહિ પરંતુ ભવાંતરમાં પણ શુદ્ધ ફળ રૂપે પરિણિત થવાથી ભવ્ય અને કલ્યાણકારી છે. દેશનાની સર્વોપરી વિશેષતા આ જ છે કે તે હંમેશાં તમામ તત્ત્વો અને તત્ત્વોના અર્થોને ગર્ભિત કરે છે. ત્રણે જગતનું જેને જ્ઞાન છે તેવા પ્રભુ – ત્રણે જગતના રહેલા અનંતાનંત પદાર્થોના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવનું તેમાં નિરૂપણ કરે છે. પ્રભુની વાણીનું પ્રયોજન જ દરેક આત્મા મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરે તેવું છે. તેથી તેમની દેશના મોક્ષમાર્ગની પ્રરૂપણા કરનાર છે. દરેક ભવ્યાત્મા આ માર્ગને અનુસરી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે શક્તિવાન - સામર્થ્યવાન બને છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
નં
જે
જે
કં
કે
છે.
336 ભક્તામર તુટ્યું નમઃ |
પાદટીપ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૧૫ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૧૬-૧૭ "માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડૉ. સરયૂ મહેતા, પૃ. ૨૩ ‘આચારાંગ શ્રુતસ્કંધ' ભાગ ૧, અધ્યાય ૧, ઉદ્દેશક ૧ ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા શ્રીજી, પૂ. ૬૧ ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા શ્રીજી. પૃ. ૭૩
"મહાપુરાણ' (ગુજરાતી). શ્રી જિનસેનસ્વામી, પૃ. ૮૩-૮૪ ૮. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', સાધ્વી ડૉ. દિવ્યપ્રભાશ્રીજી, પૂ. ૮૬ ૯. “ભક્તામર સ્તોત્ર : પ્રવચન', શ્રી કાનજી સ્વામી, પૂ. ૪૩. ૧૦. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', સાધ્વી ડૉ. દિવ્યપ્રભા, પૃ. ૯૯ ૧૧. “ભક્તામર સ્તોત્ર – કાનજીનાં પ્રવચનો', શ્રી કાનજી સ્વામી, પૃ. ૪૮ ૧૨. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ. પૃ. ૪૭ ૧૩. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૪૯ ૧૪. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. પર ૧૫. ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૧૧૩
“ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ'. આચાર્ય મહાપ્રજ્ઞ, ૫. પ૯ ૧૭. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડો. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૧૨૧ ૧૮. “ભક્તામર સ્તોત્ર', કાનજી સ્વામી, પૂ. ૬૧ ૧૯. “માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર સ્તોત્ર વિવેચન', ડૉ. સરયૂ આર. મહેતા, પૃ. ૫૯ ૨૦. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૧૩૬. ૨૧. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૭૨ ૨૨. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૧૪૧ ૨૩. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૭૩ ૨૪. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૭૮ ૨૫. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૭૮ ૨૬. માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર સ્તોત્ર વિવેચન', ડો. સરયૂ આર, મહેતા, પૃ. ૬૯ ૨૭. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ'. આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૮૧ ૨૮. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૧૬૨ ૨૯. ભક્તામર દર્શન', રાજયશસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૩૧૬ ૩૦. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૧૬૨-૧૬૩ ૩૧. “ભક્તામર દર્શન', રાજયશસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૩૧૬ ૩૨. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડો. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૧૬૩-૧૬૪ ૩૩. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', આચાર્ય મહાપ્રજ્ઞ, પૃ. ૯૨ ૩૪. “ભક્તામર દર્શન', રાજયશસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૩૧૬ ૩૫ માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર સ્તોત્ર વિવેચન', ડૉ. સરયૂ આર. મહેતા, પૃ. ૭૯
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર 337 ૩૬. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ, ડો. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૧૭૩ ૩૭. “ભક્તામર સ્તોત્ર', કાનજી સ્વામી, પૃ. ૯૫ ૩૮. “ભક્તામર સ્તોત્ર', કાનજી સ્વામી, પૂ. ૯૮ ૩૯. શ્રી માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર સ્તોત્ર વિવેચન', ડો. સરયૂ આર. મહેતા, પૃ. ૯૨ ૪૦. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', મહાપ્રજ્ઞ, પૃ ૧૨૧ ૪૧. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', મહાપ્રજ્ઞ, પૃ. ૧૨૩ ૪૨. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', મહાપ્રજ્ઞ, પૃ. ૧૨૮-૧૨૯ ૪૩. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડો. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ ૧૯૯ ૪૪. માનતુંગાચાર્ય વિરચિત શ્રી ભક્તામર સ્તોત્ર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ ૧૦૬ ૪૫. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', મહાપ્રજ્ઞ, પૃ. ૧૩૨ ૪૬. માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ. ૧૦૯ ૪૭. ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડો. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૨૦૪ ૪૮. માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ. ૧૧૦ ૪૯. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ, મહાપ્રજ્ઞ, પૃ. ૧૪૩ * ૫૦. “માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ. ૧૧૨-૧૧૩ ૫૧. “માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ. ૧૧૭-૧૧૮ પર. માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન, ડૉ. સરયૂ મહેતા, પૃ. ૧૨૦ ૫૩. “ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', મહાપ્રજ્ઞ, પૃ. ૧૫૩ ૫૪. “માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ. ૧૨૨ ૫૫. “ભક્તામર : એક દિવ્યદૃષ્ટિ', ડો. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૨૧૧ ૫૬. માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન, ડૉ. સરયૂ મહેતા, પૃ ૧૨૩-૧૨૪ ૫૭. શ્રી પંચાસ્તિકાય સંગ્રહ, કુંદકુંદાચાર્ય શ્લોક ૧૩૬ આવી જ ગાથા મૂલાચાર અધિકાર – ગાથા ૩૨,
પૃ. ૧૩૭માં છે. ૫૮. “ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ', ડૉ. સાધ્વીજી દિવ્યપ્રભા, પૃ. ૨૧૪ પ૯. “શ્રી તત્ત્વસાર શ્લોક', નં ૪પૃ૨૫ ૬૦. માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ. ૧૨૭ ૬૧. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ', મહાપ્રજ્ઞ, પૃ. ૧૬૮.૧૬૯ ૬૨. “માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ. ૧૨૭ ૬૩. ભક્તામર સ્તોત્ર', શ્રી કાનજી સ્વામી, પૃ. ૧૪૯ ૬૪. “ભક્તામર સ્તોત્ર', શ્રી કાનજી સ્વામી, પૂ. ૧૦૬ ૧૦૭ ૬૫ “ભક્તામર : એક દિવ્યદષ્ટિ', સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા, પૃ. ૧૮૫ ૬૬, “માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડો. સરયૂ મહેતા, પૃ. ૯૮ ૬૭ માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર વિવેચન', ડૉ. સરયૂ મહેતા, પૃ ૧૦૦
Page #357
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા
શ્રી માનતુંગસૂરિજી રચિત “ભક્તામર સ્તોત્રની પદ્યસંખ્યા કેટલી? આ વિશે વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે જેવી રીતે વાચક ઉમાસ્વાતિ વિરચિત “શ્રી તત્ત્વાર્થાધિગમ' સૂત્ર જેવી રીતે જૈનોના શ્વેતામ્બર સંપ્રદાય અને દિગમ્બર સંપ્રદાય એ બંનેને માન્ય છે તેવી જ રીતે ભક્તામર સ્તોત્ર પણ બંને સંપ્રદાયને માન્ય છે. પરંતુ બંનેની માન્યતામાં શ્લોકોની સંખ્યા વિશે મતમતાંતર પ્રવર્તે છે. શ્વેતામ્બર સંપ્રદાયની માન્યતા મુજબ શ્લોકોની સંખ્યા ૪૪ની છે જ્યારે દિગમ્બર સંપ્રદાયની માન્યતા મુજબ શ્લોકોની સંખ્યા ૪૮ની છે. કારણ એ છે કે અષ્ટપ્રતિહાર્ય માનવામાં આવેલા આઠ પ્રતિહાર્યોના સમૂહમાંથી પહેલાં ચાર અને બીજામાં શેષ રહેલાં ચાર પ્રતિહાય મેળવીને પરંપરામાન્ય પૂરા આઠ પ્રતિહાર્યોના નિરૂપણરૂપ આઠ શ્લોક છે.
શ્રી હર્મન યાકોબીએ જણાવ્યું છે કે “કુમુદચન્દ્ર વિરચિત કલ્યાણમંદિર સ્તોત્ર (લગભગ ઈ. સ. ૧૧૦૦ થી ૧૧૨૫નો શૈલીગત અને રૂપગત આદર્શ ભક્તામર સ્તોત્ર રહ્યું છે. એ પણ ૪૪ શ્લોકોમાં અને વસંતતિલકા છંદમાં બનેલું છે. (અંતિમ શ્લોકમાં અલબત્ત અહીંયા આર્યાવૃત્તથી છંદોભેદ કરવામાં આવ્યો છે. જે ભક્તામર સ્તોત્રમાં નથી. એનો અર્થ એ થયો કે એ સમયે ઈ. સ. ૧રમી સદીના પ્રારંભમાં પણ અનુકરણપ્રવૃત્ત' કુમુદચન્દ્રની સામે ભક્તામર સ્તોત્રનો જે પાઠ હતો એમાં ૪૪ શ્લોક જ હતા.”
આના સંદર્ભમાં શ્રી જ્યોતિ પ્રસાદ જેન જણાવે છે કે “એક શક્યતા છે કે કુમુદચન્દ્ર કલ્યાણ મંદિરની રચના લગભગ ઈ. સ. ૧રમી સદીના
Page #358
--------------------------------------------------------------------------
________________
339
પદ્યસંખ્યાની સમસ્યા પ્રારંભમાં કરી હતી. જ્યારે શ્વેતામ્બર વિદ્વાનોએ એના ઉપર મુગ્ધ થઈને અપનાવી લીધું અને એની સાથે સિદ્ધસેન દિવાકરનું પ્રાચીન પ્રસિદ્ધ શ્વેતામ્બર આચાર્યનું નામ પણ જોડી દીધું તથા તેના અનુકરણ પર ભક્તામરના ચાર શ્લોકો (૩૨, ૩૩, ૩૪, ૩૫) કાઢી એને પણ કલ્યાણમંદિર જેવું ૪૪ શ્લોકી બનાવી દીધું અને શ્વેતામ્બર પરંપરામાં એ એ જ રૂપમાં પ્રચલિત થઈ ગયું. બંધારણ, ભાષા, શૈલી, ભાવ વગેરે કોઈ પણ દૃષ્ટિએ ચારેય શ્લોક મૂળભૂત રીતે ભક્તામરની રચના હોવામાં કોઈ પણ વાંધો નથી. તે અસંબદ્ધ કે અસંગત નથી, અને એના વગર સ્તોત્ર અપૂર્ણ અને સદોષ રહી જાય છે. આ ચારેય શ્લોકમાં એવી કોઈ પણ વાત નથી કે જેનાથી કોઈ પણ સંપ્રદાયને ઠેસ લાગતી હોય.''૨
કલ્યાણમંદિર સ્તોત્ર ૧૨મી સદીના પ્રારંભમાં રચાયું એના રચનાકાર દિગમ્બરાચાર્ય કુમુદચંદ્ર છે, સિદ્ધસેન દિવાકર નથી એવું પણ ઘણા વિદ્વાનો માને છે. પરંતુ આને હર્મન યકોબીએ માન્ય નથી કર્યું. આ કુમુદચંદ્ર એ જ છે કે જેમનો ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં બૃહદ્ગચ્છીય શ્વેતપટ્ટ આચાર્ય વાદિ દેવસૂરિ સાથે ઈ. સ. ૧૧૨૫માં સોલંકીસમ્રાટ જયસિંહ દેવ સિદ્ધરાજની સભામાં વાદ થયો હતો. પ્રબંધો અનુસાર કર્ણાટક અને પછી કર્ણાવતીમાં ચાતુર્માસ વ્યતીત કરીને પાટણ ગયા હતા. સંભવતઃ એ જ સમયે ગુજરાતનો શ્વેતામ્બર સંપ્રદાય એમના કલ્યાણમંદિર સ્તોત્રથી પરિચિત થયો હશે.
આ ૧૨મી-૧૩મી સદીના સમયના ગાળા દરમિયાનથી સ્તોત્રની પ્રતિલિપિઓ પણ કદાચ અધિક માત્રામાં થઈ રહી હશે. ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં શ્વેતામ્બર સંપ્રદાયમાં કલ્યાણમંદિરનો પૂરતો પ્રચાર થઈ ચૂક્યો હશે. ત્યારે એ વાતનું વિસ્મરણ થઈ ગયું હશે કે આ સ્તોત્રના રચનાકાર કોણ હતા ? તેઓ કયા સંપ્રદાયના હતા ? તેવા સમયે પ્રભાચન્દ્રે સિદ્ધસેન દિવાકરથી સંબંધિત
કથામાં એમ કહ્યું છે કે દીક્ષા સમયે સિદ્ધસેનનું નામ કુમુદચન્દ્ર હતું અને આ રીતે તેમણે કલ્યાણમંદિર સ્તોત્રના રચનાકાર તરીકે સિદ્ધસેનનું નામ આપીને મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી લીધો. આ રીતે સ્તોત્રને વધુ પૌરાણિકતા અને ગરિમા પ્રાપ્ત થઈ ગઈ.
શ્વેતામ્બર સંપ્રદાયમાં જોવા જઈએ તો ક્યાંય કુમુદચન્દ્ર નામના મુનિ કે આચાર્ય થયા હોવાનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ મધ્યકાલીન કર્ણાટકમાં દિગમ્બર સંપ્રદાયના આ નામધારી મુનિઓ મળી આવે છે. કલ્યાણમંદિર સ્તોત્ર ઉપર ભક્તામર સ્તોત્રનો પ્રભાવ હોવા છતાં પણ એની સંરચના, શૈલી, કલ્પના, અલંકારો, રૂપકો અન્ય બધા તત્ત્વો મધ્યકાલીન છે. તેમાં રહેલી કલ્પનાઓ વિકસિત અને ઉદાર હોવા છતાં તેમાં ભક્તામર સ્તોત્ર જેવી પ્રાચીન સ્તુતિ, કાવ્યોની ઉત્કૃષ્ટતા પ્રાસાદિકતા અને તેનાં જેવા લયનો લગભગ અભાવ જણાઈ આવે છે.
શ્રી હીરાલાલ કાપડિયા અને અન્ય થોડા શ્વેતામ્બર વિદ્વાનો કલ્યાણમંદિર સ્તોત્રને જીદ કરીને સિદ્ધસેન દિવાકરની અને શ્વેતામ્બરીય રચના છે, એવું સિદ્ધ કરી રહ્યા છે પરંતુ સ્વયં કાપડિયા દ્વારા કરવામાં આવેલું ભક્તામર અને કલ્યાણમંદિર સ્તોત્રનું તુલનાત્મક અધ્યયન એમની આ માન્યતાનું ખંડન કરે છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
340 || ભક્તામર તુલ્યું નમઃ
કલ્યાણમંદિર સ્તોત્રને નજર સમક્ષ રાખીને શ્વેતામ્બરોએ ભક્તામર સ્તોત્રના મૂળ ૪૮ શ્લોકમાંથી ચાર શ્લોક બાદ કરીને ૪૪ શ્લોકવાળું સ્તોત્ર બનાવી દીધું હોય આવું માનવાને માટે કોઈ આધાર જણાતો નથી. જો કાવ્ય પ્રત્યેનું “મમત્વ' કે “મુગ્ધતા' સ્તોત્રના શ્લોકની સંખ્યામાં ફેરફાર કરવામાં નિમિત બની શકતી હોય તો દિગમ્બર સંપ્રદાય પણ કલ્યાણ મંદિર સ્તોત્ર પ્રત્યે એટલું જ મમત્વ ધરાવતો હતો, જેટલો શ્વેતામ્બર સંપ્રદાય ધરાવતો હતો. જો મમત્વના કારણે જ તેઓની સમક્ષ ૪૮ શ્લોકવાળું ભક્તામર સ્તોત્ર રહ્યું હોય તો એને ૪૪ શ્લોકવાળું કેમ ન બનાવી દીધું ? એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જેનો કોઈ જ જવાબ નથી.
શ્વેતામ્બર સંપ્રદાયમાં પ્રચલિત સ્તોત્ર સાહિત્યમાં જોવા જઈએ તો આમાં ભક્તામર સ્તોત્રની જ પ્રધાનતા રહેલી જોવા મળે છે. જ્યારે કલ્યાણ મંદિરનું સ્થાન બીજા નંબર પર આવે છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં કોઈ પણ શ્વેતામ્બર એવી સ્વાધીન વ્યક્તિ નથી કે જેને મનમાં આવ્યું તે કરી શકે. મધ્યકાળમાં આ સંપ્રદાય અનેક ગચ્છમાં વિભાજિત હતો. ૧૨મી સદીમાં આ ગચ્છોમાં નાગે, ચન્દ્ર, બૃહદ્હર્ષપુરીય, પૂર્ણતલ્લ, ખત્તર, પોર્ણામિક, ઉજ્જલ, સરવાલ, જાલ્લોધર અને ચિત્રવાલક વગેરે અનેક સુજ્ઞાની, તપસ્વી મુનિઓના ગચ્છ અને થરાદ, મોઢ, વાયટ, ઉકેશ, બ્રાહ્મણ, સંડેર, કોટ, ખંડિલ્લ કે ભાવાચાર્ય અને નાણાકીય જેવા સુખશીલ ચૈત્યવાસી ગચ્છોની પ્રધાનતા હતી. મુનિઓ અને એમના શ્રદ્ધાળુઓની સંખ્યા લગભગ હજારોમાં હતી અને આ સંખ્યા સંપૂર્ણ રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલી હતી. જો કોઈ પણ એક ગચ્છના લોકો ભક્તામરના ૪૮
શ્લોકમાંથી ૪ શ્લોકોને દૂર કરી દે તેવા અનુચિત કાર્યને અન્ય ગચ્છવાળા કોઈ પણ જાતના વિરોધ વગર સ્વીકારી લેત નહિ. કોઈ એક ગચ્છે કરેલા અનિચ્છનીય કાર્યનો અન્ય કોઈક ગચ્છે વિરોધ જરૂરથી કર્યો હોત. પરંતુ ક્યાંય પણ આવો ઉલ્લેખ થયેલો જણાતો નથી.
જૂના સમયમાં હસ્તલિખિત પ્રતોનો રિવાજ હતો. પશ્ચિમ ભારતના મુખ્ય નગરોમાં રહેતાં શ્વેતામ્બરો પાસે ઘણા ગ્રંથભંડારો હતા. મોટા ભાગે પ્રતોની નકલ લહિયાઓ કરતા હતા. ભક્તામર સ્તોત્રની જુદાં જુદાં સ્થળોએ લખવામાં આવેલી બધી પ્રતોમાં એકસાથે હળી-મળીને બધામાંથી એકસાથે ચાર શ્લોકો દૂર કરી નાખ્યા હોય તે વાત વિશ્વાસ બેસે તેવી નથી. અને તે પણ ત્યારે કે અષ્ટપ્રતિહાર્યોને શ્વેતામ્બર પણ દિગમ્બરો જેટલા જ ચુસ્તતાથી માનતા હતા. જો ચાર શ્લોકોને દૂર કરવાવાળી વાત કલ્યાણમંદિર સ્તોત્રને નજર સમક્ષ રાખીને થઈ હોય તો આ સૂત્રમાં પણ અષ્ટ મહાપ્રતિહાર્યોવાળા આઠ શ્લોકો તો છે જ. એટલા માટે ભક્તામરમાંથી અષ્ટ મહાપ્રતિહાર્ય સંબંધી ચાર શ્લોક ન કાઢી નાખતાં બીજા કોઈ પણ ચાર શ્લોક કાઢી નાખવામાં આવી શકાય હોત. ઈ. સ. ૧૨મી–૧૩મી સદીની ખંભાત, પાટણ, જેસલમેરના જ્ઞાન ભંડારોમાં સુરક્ષિત તાડપત્રીય પ્રતોમાંથી કોઈ પ્રતો તો એવી મળવી જોઈતી હતી કે જેમાં ૪૮ શ્લોકો હોય પણ એવી કોઈ પ્રત તે સમયની મળી આવતી નથી.
આ સમસ્યાનો ઉકેલ પંડિત શ્રી અમૃતલાલ શાસ્ત્રીએ પોતાની દૃષ્ટિએ પ્રસ્તુત કર્યો હતો. ઈ. સ. ૧૨૨૭માં આચાર્ય પ્રભાચન્દ્રાચાર્ય રચિત પ્રભાવક ચરિતના માનતુંગ ચરિત'ની
Page #360
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 341 શૃંખલાવાળી કથા સંબંધિત ચર્ચાના સમાપનમાં તેઓ આ નિર્ણય પર પહોંચ્યા હતા કે બેડીઓની ૪૪ સંખ્યા જ મારી દૃષ્ટિએ ભક્તામર સ્તોત્રની પદ્યસંખ્યાની માન્યતાનું કારણ છે.”
બેડીઓની સંખ્યા પરથી શ્લોકની સંખ્યાપ્રમાણ નક્કી કરવા માટેનું કારણ છે એવું અમૃતલાલ શાસ્ત્રીનું માનવું છે પરંતુ ત્યાં પ્રાથમિકતા પદ્ય સંખ્યાની હતી, બેડીઓની સંખ્યાની નહિ. આ વાત પણ તર્કસંગત નથી કે તેમાં કિંવદત્તી પહેલાં રચવામાં આવે અને ત્યારબાદ તેને પ્રમાણ માનીને સ્તોત્રના શ્લોકની સંખ્યામાં ફરક કરી નાખવામાં આવે. એ વ્યવહારમાં પણ અસંભવિત જણાય છે. એને નજર સમક્ષ રાખીને જ ૪૪ બેડીઓની કથાનું વર્ણન થઈ શકે છે.
શ્લોકની કે બેડીની સંખ્યા ૪૪ જ હોઈ શકે કારણ કે આ અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રમાં થઈ ગયેલા ૨૪ જિનેશ્વરો અને અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતાં ૨૦ જિનેશ્વરો મળી ૪૪ની સંખ્યા થાય છે. આ સંખ્યાત્મક જ આ સ્તોત્ર છે. એના કારણ તરીકે એનું એકેક પદ્ય એકેક જિનેશ્વરની સ્તુતિરૂપ છે. એવી વૃદ્ધ પરંપરા સૂચવે છે.
આમ ૪૪ની સંખ્યામાં બીજા કોઈ પણ જાતની વિશેષતા નથી કે જેના આધાર પર બેડીઓ માટે ૪૪ શ્લોકો જ લેવા જરૂરી બની જાય. ફક્ત આ તર્કને લઈને જ દંતકથાઓ માટે અત્યાધિક આદર દેખાડીને એના માટે લોક પ્રસિદ્ધ સ્તોત્રને ખંડિત કરવામાં આવે એટલું જ નહિ એવી છેડછાડ કે સ્વેચ્છાચારને સંપ્રદાયના વિભિન્ન ગચ્છોના અનેક આચાર્યો અને મુનિઓનાં સમર્થન પણ પ્રાપ્ત થઈ જાય. એવી કલ્પનાને મોટા સાહસનું દ્યોતક જ માની શકાય. એ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે દિગમ્બરમાન્ય કથા અને પાઠમાં બેડીઓની સંખ્યા ૪૮ની જ કેમ આવી ગઈ? શું એનો આધાર ત્યાં માન્ય ૪૮ શ્લોકોની સંખ્યા નથી ? અર્થાત્ ત્યાં પણ શ્લોકોની સંખ્યા પર જ તો મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે.
૪૪ સંખ્યાનો સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી વિચારીએ તો આવો મેળ તો એક રીતે આકસ્મિક છે. નહીંતર આ સૂચનાનું એમાં કોઈ ઔચિત્ય છે જ નહિ. કારણ નજર સમક્ષ દૃષ્ટિગોચર થાય છે કે સ્તોત્ર કેવળ શ્રી આદિનાથ પ્રભુને સંબોધીને રચવામાં આવ્યું છે. કોઈ પણ શ્લોકમાં ક્યાંય પણ વર્તમાન ચોવીશી કે અન્ય તીર્થકરો કે એના સિવાયના અત્યારના મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન ૨૦ તીર્થકરોના કોઈ પણ રૂપનું વર્ણન નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો કોઈ ઉલ્લેખ પણ નથી.
આ વિષયના સંદર્ભમાં શ્રી પંડિતવર્ય અજિતકુમાર જૈન શાસ્ત્રી જણાવે છે કે “શ્વેતામ્બર સંપ્રદાયમાં કલ્યાણ મંદિર સ્તોત્ર દિગમ્બર સંપ્રદાયની જેમ જ ૪૪ શ્લોકવાળું જ માનવામાં આવે છે. પરંતુ ભક્તામર સ્તોત્રને શ્વેતામ્બરો ૪૮ શ્લોકવાળું ન માનતાં ૪૪ શ્લોકવાળું જ માને છે. ૩૨, ૩૩, ૩૪, ૩૫ નંબરોવાળા ૪ પદો શ્વેતામ્બર સંપ્રદાયે પોતાના ભક્તામર સ્તોત્રમાંથી કાઢી નાખ્યાં છે. આનાથી પ્રચલિત ભક્તામર સ્તોત્ર સંપ્રદાયક ભેદથી બે રૂપમાં મળી આવે છે.
ભક્તામર સ્તોત્રમાં દિગમ્બર સંપ્રદાયની માન્યતા અનુસાર ૪૮ શ્લોક જ કેમ નથી ? એનો ઉત્તર ત્રણ પ્રકારથી પ્રાપ્ત થાય છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
342 ON ભક્તામર સુભ્ય નમઃ |
(૧) જ્યારે કલ્યાણમંદિર સ્તોત્ર ૪૪ શ્લોકોનું છે તો એનાં જોડકાં ભક્તામર સ્તોત્રના પણ ૪૪ શ્લોકો જ હોવા જોઈએ. તો એના ૪૮ શ્લોક કેમ હોય ?
(૨) ભરતક્ષેત્રના ૨૪ તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રના ૨૦ તીર્થકરોની કુલ સંખ્યા ૪૪ તો આ સંખ્યા અનુસાર ભક્તામર સ્તોત્રના શ્લોકની સંખ્યા પણ ૪૪ હોવી જોઈએ.
(૩) શ્વેતામ્બર જૈન ગુરુકુલના એક સ્નાતક દ્વારા આ ઉત્તર પ્રાપ્ત થયો છે કે “ભક્તામર સ્તોત્ર' એ મંત્રશક્તિથી પૂર્ણ સ્તોત્ર છે. એના મંત્રોને સિદ્ધ કરીને મનુષ્યએ એ મંત્રને આધીન દેવોને બોલાવી, બોલાવીને તંત્ર કરતા હતા. દેવોએ પોતાની વ્યથા માનતુંગાચાર્યને સંભળાવી કે મહારાજા, આપે ભક્તામર સ્તોત્ર બનાવીને અમારા માટે મોટી આફત ઊભી કરી નાખી. મંત્ર સિદ્ધ કરીને લોકો અમને આરામથી બેસવા પણ દેતા નથી. કોઈ પણ સમયે મંત્રશક્તિથી બોલાવી બોલાવીને અમને પરેશાન કરતા રહે છે. માનતુંગાચાર્ય દેવો પર દયા કરીને ભક્તામર સ્તોત્રમાંથી ચાર શ્લોકો કાઢી નાખ્યા એટલે ભક્તામર ૪૪ શ્લોકવાળું જ હોવું જોઈએ.
જો આ સમાધાન પર વિચાર કરવામાં આવે તો ત્રણે સમાધાન નિઃસહાય દેખાય છે. માનતુંગાચાર્ય અને કુમુદાચાર્યને કોઈ એકબીજા પર સમજૂતી ન હતી કે આપણે બંને એક જ સરખી સંખ્યાવાળા સ્તોત્ર બનાવીએ. દરેક કવિ પોતપોતાના સ્તોત્રની પદ્યસંખ્યા રાખવા માટે સ્વતંત્ર છે. બીજી વાત કે માનતંગાચાર્ય તો કુમુદચન્દ્રાચાર્યથી બહુ પહેલાં થયા છે. એટલે પહેલા મુદ્દા અનુસાર ભક્તામરના શ્લોકની સંખ્યા ૪૪ સિદ્ધ થતી નથી.
બીજું સમાધાન પણ ઉપહાસજનક છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિએથી તીર્થકરોની સંખ્યા ૨૪, ૪૮, ૭ર વગેરે અનેક બતાવી શકાય. ભરતક્ષેત્રમાં ર૪ તીર્થકરો છે. તો તેની સાથે સમસ્ત મહાવિદેહના ૨૦ તીર્થકરોને જ કેમ મેળવવામાં આવે છે? એરાવત ક્ષેત્રમાં ૨૪ તીર્થકરો કે અઢીદ્વિપના સમસ્ત ભરતક્ષેત્રના તીર્થકરોની સંખ્યા કેમ લેવામાં આવતી નથી. તીર્થકરોની સંખ્યા અનુસાર સ્તોત્રની પદ્યસંખ્યાને જ માનવું તદ્દન નિતાન્ત) ભોળપણ છે અને તે બીજા સ્તોત્રની પદ્યસંખ્યાને દૂષિત કરી દેશે. એટલે બીજી વાત પણ વ્યર્થ છે.
હવે રહી ત્રીજી વાત. એમાં પણ કોઈ સાર દેખાતો નથી. કારણ કે ભક્તામર સ્તોત્રનો પ્રત્યેક શ્લોક જ્યારે મંત્રશક્તિથી પૂર્ણ છે અને પ્રત્યેક શ્લોક મંત્રરૂપથી કાર્યમાં લઈ શકાય છે ત્યારે દેવોનું સંકટ હટાવવાને માટે માનતુંગાચાર્ય ફક્ત ચાર શ્લોકોને જ કેમ કાઢી નાખે ? બધાને કેમ નહિ ? કારણ કે જો સાચોસાચ જ ભક્તામર સ્તોત્રની મંત્રારાધનાથી દેવો તંગ થતા હોત તો અને માનતુંગાચાર્યને એમના પર દયા કરવી ઇષ્ટ હોત તો તેઓએ શેષ ૪૪ શ્લોકને દેવોની વિપત્તિ માટે કેમ છોડી દીધા ? આનો કોઈ સમુચિત ઉત્તર ન હોઈ શકે.
અતઃ આ સમાધાનોથી તો ભક્તામર સ્તોત્રના શ્લોકની સંખ્યા ૪૪ સિદ્ધ થતી નથી.”
શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રીને શ્વેતામ્બરો દ્વારા જે ત્રણ ઉત્તર પ્રાપ્ત થયા હતા, તેમાં પ્રથમ અને દ્વિતીય ઉત્તર ક્યાંથી પ્રાપ્ત થયા હતા, તેનો આધાર શું હતો તેનો તેઓએ કોઈ ઉલ્લેખ
Page #362
--------------------------------------------------------------------------
________________
પધસંખ્યાની સમસ્યા છે 343 કર્યો નથી. જ્યારે ત્રીજો ઉત્તર તો કોઈ ગુરુકુળના છોકરાએ મૌખિક રીતે આપ્યો હતો.
આમાંથી પ્રથમ ઉત્તર તો ક્યાંય પણ સાંભળવામાં આવ્યો નથી. પહેલી વાત તો એ છે કે કલ્યાણમંદિર સ્તોત્ર પર ભક્તામર સ્તોત્ર બન્યું નથી પણ ભક્તામર સ્તોત્રના આધાર પર કલ્યાણમંદિર સ્તોત્ર બન્યું હોય એવું બની શકે છે. શ્લોકની સંખ્યામાં પણ જો અનુકરણ થયું હોય તો એ મધ્યકાલીનમાં થયેલા કુમુદાચાર્ય દ્વારા પ્રાચીન માનતુંગાચાર્યની રચનાને લઈને થયું હોય.
આનાથી વિરુદ્ધ એ વાત શક્ય નથી કે મધ્યકાલીન કુમુદચન્દ્રાચાર્યનું અનુકરણ પ્રાચીન માનતુંગાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હોય. આ ઉપરાંત માનતુંગાચાર્ય અને કુમુદચન્દ્રાચાર્યનું સમકાલીન હોવું આવશ્યક નથી કારણ કે અનુકરણ તો પાછળથી પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ૧૨મી સદીમાં સિદ્ધસેન દિવાકર અને સમન્તભદ્રનું અનુકરણ પોતાની લાત્રિશિંકામાં કરેલું જોવા મળે છે. શ્રી હેમચંદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકર અને સમન્તભદ્રનું અનુકરણ કરવાના કારણે આ બંને પ્રાચીન સ્તુતિકારોના તેઓ સમકાલીન હોવાનું માની લેવું અર્થપૂર્ણ નથી.
તેમણે બીજા ઉત્તરને ઉપહાસજનક જણાવ્યો છે અને જે ઉત્તર છે તેનો કયો આધાર છે તે જણાવ્યું નથી.
તેમણે રજૂ કરેલા ત્રીજા ઉત્તરની વાત કરીએ તો જ્યારથી શ્વેતામ્બરોએ આગમની અવજ્ઞા અને ઉપેક્ષા કરીને મંત્ર-તંત્રમાં ફસાયા ત્યારથી તે સંપ્રદાયમાં પણ દિગમ્બર સંપ્રદાયની જેમ જ માંત્રિક સ્તોત્રો સિવાય તાંત્રિક સ્તોત્રની પણ રચના થવા લાગી. જે પૌરાણિક સ્તોત્રો મંત્રપૂર્ણ ન હતાં. તેને પણ મંત્રશક્તિ સભર માનવામાં આવ્યા. આવા સ્તોત્રોમાં ચઉસિન્થો” અર્થાત્ લોગસ્સ સૂત્ર' દશ વૈકાલિક સૂત્રની પ્રસિદ્ધ આરંભની ગાથા “ઘમ્મોમીનમુવિઝતું ને અને શાશ્વતા. મહામંગલમય માનવામાં આવેલા પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંગલને પણ નમસ્કાર મહામંત્ર માનવામાં આવ્યાં. મંત્ર, તંત્ર પર શ્વેતામ્બરોની દિલચસ્પી જેમ જેમ વધતી ગઈ. તેમ તેમ ચમત્કારિક, મહિમાવર્ધક કિંવદત્તીઓ પણ પ્રચારમાં આવતી ગઈ. આના પરિણામ સ્વરૂપે ઈ. સ. ૭૪૪થી ૮૩૯માં થઈ ગયેલાં ભદ્રકીર્તિ બપ્પભટ્ટસૂરિકૃત “શારદા સ્તવમાંથી મંત્રાસ્નાયવાળું પદ્ય લુપ્ત કરી દેવામાં આવ્યું. સિદ્ધસેન દિવાકરના હાથમાં આવેલો મંત્ર ગ્રંથ એમના વાંચતાં પહેલાં જ દેવતાઓએ છીનવી લીધો.
આ સમગ્ર ટિપ્પણીને દૃષ્ટિ સમક્ષ રાખતાં ભક્તામર સ્તોત્રને માટે મળી આવતી મધ્યકાલીન અને આધુનિક કિંવદત્તીઓમાં આલોચના શોધવાના પ્રયાસો સિદ્ધ કે સાર્થક નથી થઈ શકતા. મુખ્ય વાત તો એ છે કે જો ભક્તામર સ્તોત્રના મૂળ રૂપમાં જ ૪૮ શ્લોક હતા તો તેમાંથી શ્વેતામ્બરોએ ચાર શ્લોક કાઢી નાખ્યા તો શા માટે ? એ એક પ્રશ્ન છે. એનો ઉત્તર અજિતકુમાર જૈન શાસ્ત્રીની વિસ્તૃત ચર્ચામાંથી પ્રાપ્ત થતો નથી. | દિગમ્બર સંપ્રદાય માન્યપાઠના જે ચાર વધારાના શ્લોક છે તે મહાપ્રતિહાર્ય સંબંધિત છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
344 ભક્તામર તુલ્યું નમઃ | આ ચાર મહાપ્રતિહાર્યો આ પ્રમાણે છે. દેવદુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ. આ શ્લોકો જેતામ્બર સંપ્રદાય માન્ય મૂળતિના ૩૧મા શ્લોકની પછી ૩૨થી ૩પમા ક્રમમાં આવતા જોવા મળે છે. દિગમ્બર સંપ્રદાયમાં આને સ્તોત્રકારની મૂળભૂત કૃતિ માનવામાં આવે છે. આ ચાર શ્લોક આ પ્રમાણે છે :
જન્મીર – તાર – રવ – પૂરત – ફિવિમાન – ઐતોય – તોવે – ગુમ – સામ – મૂતિ – વક્ષ: | સદ્ધર્મરાન – નય – પોષણ – પોષવ: સન खे दुन्दुभिर्नदति ते यशसः प्रवादी ।।१।। મન્દર – સુન્દર – મેરુ – સુપરિનીતસન્તાનારિ – વુસુમોર – વૃષ્ટિ – રુદ્ધ !
જ્યો – વિવું – રામ – મન્દ – સ્વપતા, दिव्या दिवः पतति ते वयसां ततिर्वा ।।२।।
મ7માં – વનય - મૂરિ – વિમા વિમોસ્તે, लौक - त्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ती । प्रोद्यद्दिवाकर - निरन्तर - भूरि - संख्या दीप्त्या जयत्यपि निशामपि सोम - सौम्याम् ।।३।। સ્વપવ – T – મા – વિમાનેe: સદ્ધર્મ - તત્ત્વ – સ્થનૈવ – પત્રિતોવયા: | दिव्य – ध्वनिर्भवति ते विशदार्थ – सर्व,
ભાષા – સ્વભાવ – પરિણામ – ગુૌ: – પ્રયોજ્વ: ||૪|| શ્લોકોની સંખ્યાની બાબતમાં વાત આટલી જ નથી. આ ચાર શ્લોકના ગુચ્છક સિવાય અન્ય બીજાં ગુચ્છકો પણ મળી આવે છે. ભક્તામરની પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાં ચાર ચાર શ્લોકોનાં ચાર વિભિન્ન ગુચ્છકો પ્રચલિત ૪૮ શ્લોકો સિવાયનાં પ્રાપ્ત થાય છે.
આ પ્રકારે એના પ્રત્યેક પાઠ પર (બાવન) શ્લોકી છે અને કુલ પ્રાપ્ત શ્લોકોની સંખ્યા ૬૪ થઈ જાય છે. પરંતુ આ અતિરિક્ત ૧૬ શ્લોકોના સંબંધમાં લગભગ બધા વિદ્વાનોનો એક જ મત છે કે ભાષા, અર્થ, રચના, શૈલી, પુનઃશક્તિ, દોષ વગેરે અનેક કારણોથી તે શ્લોક માનતુંગસૂરિકૃત ન હોઈ શકે. કાલાન્તરમાં વિભિન્ન લોકોએ રચીને જોડી દીધા છે.
આ બધા વિશેષ ગુચ્છકો દિગમ્બર સંપ્રદાયના સ્તોત્રોમાંથી જ મળે છે. જે આ ચારપ્રતિહાર્યો, દેવદુંદુભિ પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિથી સંબંધિત છે જે શ્વેતામ્બરોના ભક્તામર સ્તોત્ર
Page #364
--------------------------------------------------------------------------
________________
345
પદ્યસંખ્યાની સમસ્યા પાઠમાં નથી. આ બધા જ શ્લોકો વસંતતિલકા છંદમાં રચાયેલા છે. દિગમ્બર સંપ્રદાયમાં પ્રચલિત ચાર શ્લોકના ગુચ્છક સિવાય અન્ય જે ગુચ્છકો પ્રાપ્ત થાય છે તેમાં સૌપ્રથમ પંડિત અજિતકુમાર જૈન શાસ્ત્રીને મળેલાં ચાર પઘનું ગુચ્છક આ પ્રમાણે છે :
नातः परः परमवचोभिधेयो,
लोकत्रयेऽपि सकलार्थविदस्ति सार्वः । उच्चैरितीव भवतः परिघोषयन्तस्ते दुर्गभीरसुरदुन्दुभयः सभायाम् ।।१।।
वृष्टिर्दिवः सुमनसां परितः पषात, प्रीतिप्रदा सुमनसां च मधुव्रतानाम् I राजीवसा सुमनसा सुकुमारसारा, सामोदसम्पदमदाज्जिन ते सुदृश्यः ।।२।।
पूष्मामनुष्य सहसामपि कोटिसंख्याभाजां प्रभाः प्रसरमन्वहया वहन्ति । अन्तस्तमः पटलभेदमशक्ति हीनं, जैनी तनुद्युतिरशेषतमोऽपि हन्ति || ३ ||
देव त्वदीय सकलामलकेवलाय, बोधातिगाधनिरूपप्लवरत्नराशेः, घोषः स एव इति सज्जनतानुमेते, गम्भीरभारभरितं तव दिव्यघोषः || ४ ||
આ શ્લોકના વિષયમાં જો ક્ષણભર વિચાર કરવામાં આવે તો ચારેય શ્લોક ભક્તામર માટે વ્યર્થ સાબિત થાય છે. કારણ કે આ શ્લોકમાં ક્રમસર દુંદુભિ, પુષ્પવર્ષા, ભામંડળ અને દિવ્યધ્વનિ
આ ચાર પ્રતિહાર્યને રાખવામાં આવ્યા છે અને આ ચારેય પ્રતિહાર્ય આ શ્લોક વગર ૪૮ શ્લોકવાળા ભક્તામર સ્તોત્રમાં ઠીક એ જ ૩૨, ૩૩, ૩૪, ૩૫માં સંખ્યાનાં પદ્યોમાં યથાક્રમ વિદ્યમાન છે. તેથી આ ચારેય શ્લોક ભક્તામર સ્તોત્રને માટે પુનરુક્તિના રૂપમાં વ્યર્થ સાબિત થાય છે. એના કાવ્યત્વનો પણ ભક્તામર સ્તોત્રના કાવ્યત્વ સાથે મેળ નથી ખાતો. તેથી પર (બાવન) શ્લોકવાળા ભક્તામર સ્તોત્રની કલ્પના નિરર્થક છે અને હજી સુધી કોઈ વિદ્વાને આનું સમર્થન કર્યું નથી.
શ્રી રતનલાલ કટારિયા અને મિલાપચંદ કટારિયાએ પોતાના લેખમાં શ્રી અજિતકુમાર જેન શાસ્ત્રીજીના ઉપર્યુક્ત આપેલા ચાર શ્લોકના ગુચ્છકને પ્રસ્તુત કરીને એના પર પોતાની ટિપ્પણી
Page #365
--------------------------------------------------------------------------
________________
346 ॥ भताभर तुभ्यं नमः ॥
કરતાં આ પ્રમાણે જણાવ્યું છે કે ‘કિંતુ આ શ્લોકમાં પણ પ્રતિહાર્યોનું વર્ણન હોવાથી આ પુનરુક્ત છે અને અસંગત છે.
‘જૈનમિત્ર' ફાગણ સુદ ૬ વીર સંવત ૨૪૮૬ના અંકમાં પણ આનાથી વિભિન્ન ચાર શ્લોક છપાયા છે. અમારી પાસેના ૧-૨ જૂથોમાં પણ આ ચાર શ્લોકો છે :
यः संस्तुवे गुणभृतां सुमनो विभाति, यः तस्करा विलयतां विबुधाः स्तुवन्ति । आनंदकन्द हृदयाम्बुजकोशदेशे,
भव्या व्रजन्ति किल याऽमरदेवताभिः ।।१।।
इत्थं जिनेश्वर सुकीतयतां जिनोति, न्यायेन राजसुखवस्तुगुणा स्तुवन्ति । प्रारम्भभार भवतो अपरापरां या,
सा साक्षणी शुभवशो प्रणमामि भक्त्या ।।२।।
नानाविधं प्रभुगुणं गुणरत्न गुण्या, रामा रमंति सुरसुन्दर सौम्यमूर्तिः । धर्मार्थकाम मनुयो गिरिहेमरत्नाः, उध्यापदो प्रभुगुणं विभवं भवन्तु || ३ ||
कर्णो स्तुवेन नभवानभवत्यधीश;
यस्य स्वयं सुरगुरु प्रणतोसि भक्त्या ।
शर्मार्धनोक यशसा मुनिपद्मरंगा,
मायागतो जिनपतिः प्रथमो जिनेशः ||४||
શ્રી કટારિયાજીએ આની સંક્ષિપ્ત સમીક્ષા કરતાં કહ્યું છે કે, “પણ આપણા મૂળ ગ્રંથકારકૃત નથી જ. કારણ કે ભક્તામર સ્તોત્રના જાપનું ફળ બતાવીને સ્તોત્રને ત્યાં જ પૂર્ણ કરી દીધું છે. એટલે કે આ અતિરિક્ત શ્લોક કોઈએ પાછળથી બનાવ્યો છે એની રચના પણ યોગ્ય નથી અને અર્થ પણ સુસંગત નથી.'
આના સિવાયના પણ અમારી પાસેના જૂથમાં ચાર શ્લોક બીજા મળી આવે છે. જેને બીજ કાવ્ય લખ્યું છે તેની સ્થિતિ પણ ઉપરોક્ત પ્રમાણે જ છે તે પણ મૂલ સ્તોત્રકાર કૃત નથી જ એ ચાર પદ્ય આ પ્રકારે છેઃ
Page #366
--------------------------------------------------------------------------
________________
५संध्यानी समस्या - 347 बीजकं काव्यम् ओं आदिनाथ अर्हन्सुकुलेवतंसः; श्रीनाभिराज निजवंश शशिप्रतापः । इक्ष्वाकुवंश रिपुमर्दन श्रीविभोगी, शाखा कलापकलितो शिव शुद्धमार्गः ।।१।।
कष्ट प्रणाश दुरिताप समांवनाहिअंभोनिधौ दुखय तारक विघ्नहर्ता । दुखाविनारि भय भग्नति लोह कष्टंतालोर्द्धघाट भयभीत समुत्कलापाः ।।२।।
श्रीमानतुंग गुरुणा कृत बीज मंत्रः, यात्रा स्तुतिः किरण पूज्य सुपादपीठः । भक्तिभरो हृदयपूर विशाल गात्राकौ धौ दिवाकर समां वनितांजनांही ।।३।।
त्वं विश्वनाथ पुरुषोत्तम वीतरागः त्वं जैन राग कथिता शिवशुद्धमार्गा | त्वौच्चाट भंज नव पुःखल दुःखटालान् -
त्वं मुक्तिरूप सुदया पर धर्मपालान् ||४||'' ઉપરોક્ત ચારે શ્લોક પ્રતિહાર્યો સાથે સંબંધિત નથી. આ સિવાયનું બીજું પણ એક ચાર શ્લોકવાળું ગુચ્છક છે. આ ગુચ્છક શ્રી હીરાલાલ કાપડિયા અને શ્રી સારાભાઈ નવાબ બંનેને મળ્યું છે. જેમાં શ્રી સારાભાઈ નવાબને મંત્રપોથીઓમાંથી આ શ્લોકો પૂર્ણ રૂપથી મળી ગયા હતા.
જ્યારે શ્રી હીરાલાલ કાપડિયાને ખંડિત રૂપમાં મળ્યા હતા. ફક્ત દિવ્ય ધ્વનિવાળો ત્રીજો શ્લોક બંનેમાં જુદા પ્રકારનો છે. શ્રી સારાભાઈ નવાબને પૂર્ણ રૂપથી મળી આવેલું ગુચ્છક આ પ્રમાણે છે :
विष्वग्विभोः सुमनसः किल वर्षयन्ति । दिग्बन्धनाः सुमनसः किमु ते वदन्ति । त्वतसङ्गताविहसतां जगती समस्तास्त्यामोदिनी विहसता मुदयेन धाम्नः ।।१।।
Page #367
--------------------------------------------------------------------------
________________
348 ।। ભક્તામર તુભ્યે નમઃ ।।
द्वेधापि दुस्तरतमः श्रमविप्रणाशात्साक्षात्सहस्रकरमण्डलसम्भ्रमेण । वीक्ष्य प्रभोर्वपुषि कञ्चनकाञ्चनाभं प्रोद्द्बोधनं भवति कस्य न मानसाब्जम् ।।२।।
भाषा विशेषपरिणामविधौ पटिष्ठो । जीवादितवविशदीकरणे समर्थः । दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवार्हनाकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ||३||
विश्वैकजैत्रभटमोहमहामहेन्द्रं सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम् । सन्तर्जयन् युपगदेव भयानि पुंसां मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुच्चकैस्ते ||४||
શ્રી હીરાલાલ કાપડિયાને ખંડિત સ્વરૂપમાં મળેલા ગુચ્છકમાં ત્રીજો શ્લોક જુદો મળી આવે છે. આ ખંડિત કાવ્ય તેમને જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના શિષ્યરત્ન મુનિશ્રી વિચક્ષણવિજયજીના પુસ્તકમાંથી મળી આવ્યાનું તેમના પુસ્તકની સંસ્કૃત ભૂમિકામાં જણાવ્યું છે. આ ત્રીજો શ્લોક આ પ્રમાણે છે :
दिव्यो ध्वनिर्ध्वनितदिग्वलययस्तवार्हन् ! व्याख्यातुरुत्सुकयतेऽत्र शिवाध्वनीयाम् । तत्त्वार्थदेशनविधौ ननु सर्वजन्तुं, भाषाविशेषमधुरः सुरसार्थपेयः ।।३।।
પૂનાના ભંડા૨ક૨ પ્રાચ્ય વિદ્યામંદિર શોધ સંશોધનમાં સંરક્ષિત એક પ્રતમાં ‘માનતુંગીય કાવ્ય ચતુષ્ટયી'ના નામથી શ્રી સારાભાઈ નવાબે જણાવેલ ચાર શ્લોકો જ છે. પરંતુ આમાં પણ ત્રીજો શ્લોક શ્રી હીરાલાલ કાપડિયાએ આપેલો શ્લોક જ છે.
શ્વેતામ્બર વિદ્વાન શ્રી સારાભાઈ નવાબ તેમને મળી આવેલા ચાર શ્લોકવાળા ગુચ્છકને રજૂ કરતાં પહેલાં જણાવે છે કે “૪૮ પઘોની માન્યતા શ્વેતામ્બરોમાં પણ પહેલાં હતી. અને જો તેમ જ હોત તો પ્રસ્તુત ગ્રંથ (પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ)માં આપેલાં શ્રી હરિભદ્રસૂરિકૃત યંત્રોની સંખ્યા ૪૮ની નહીં પણ ૪૪ની જ હોવી જોઈતી હતી એટલે આપણને એમ માનવાને કા૨ણ મળે છે કે ભક્તામરના ૪૮ શ્લોકો ઉપર જુદાં જુદાં ૪૮ યંત્રો તથા તંત્રોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિના સમયમાં તો ભક્તામરના શ્લોકોની સંખ્યા ૪૮ શ્વેતામ્બર સંપ્રદાયમાં
Page #368
--------------------------------------------------------------------------
________________
પધસંખ્યાની સમસ્યા છે 349 પ્રચલિત હતી, કારણ કે ચોથા સ્મરણ તિજ્યપહુરની સ્તોત્રાનુકૃતિના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ સંબંધી ચર્ચા કરતાં મેં ત્રણ હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કરેલો છે. તે ત્રણે શ્વેતામ્બરાચાર્યો જ હતા. વળી દિગમ્બરોમાં તે નામના કોઈ આચાર્ય થઈ ગયા હોવાનો ઉલ્લેખ સુદ્ધાં નથી. હવે પ્રશ્ન એ થાય છે કે આ મંત્રો તથા તંત્રોના રચયિતા હરિભદ્રસૂરિ કયા હોવા જોઈએ. મારી માન્યતા પ્રમાણે તો ઉપર ઉલ્લેખાયેલા ત્રણ પૈકી બીજા અથવા તો ત્રીજા હરિભદ્રસૂરિની જ રચેલી આ યંત્ર કૃતિઓ તથા તંત્રો વગેરે હોવાં જોઈએ.’
શ્રી સારાભાઈ નવાબ પ્રચલિત ચાર વધારાના શ્લોકો જે કાશ્મીરતારથી શરૂ થાય છે તેના સ્થાને વિશ્વવિમો: સમનસ:થી શરૂ થતા બીજા ચાર શ્લોકવાળા ગુચ્છકને રજૂ કરીને આગળ જણાવે છે કે, “વળી જૈન શ્વેતામ્બર ભંડારોમાં મળી આવેલી યંત્રોવાળી લગભગ સો ઉપરાંત હસ્તલિખિત પ્રતો મેં તપાસી જોઈ છે તે બધી પ્રતોમાં પણ ૪૮ ગાથાઓ અને તેને લગતાં ૪૮ યંત્રો મળી આવે છે. આ ૪૮ યંત્રો સિવાયનાં બીજાં ૪૪ યંત્રોવાળી પ્રત કોઈ પણ શ્વેતામ્બર ભંડારમાં મારા જોવામાં અથવા સાંભળવામાં પણ આવી નથી. અને ઋદ્ધિનાં પદો પણ ૪૮ જ છે. તેથી યંત્રો પણ ૪૮ અને કાવ્યો પણ ૪૮ જ હોવાં જોઈએ. પછી ચાર કાવ્યો અખ્ખીરતારથી શરૂ થતાં હોય કે વિશ્વવિમોથી શરૂ થતા હો યા ત્રીજા હો તે બાબતનો વાંધો નથી. એટલે મારી માન્યતા પ્રમાણે તો ભક્તામરના પ્રાચીન ટીકાકાર શ્રી ગુણાકરસૂરિના સમય પછી એટલે કે વિ. સં. ૧૪૨૬ પછીથી શ્વેતામ્બર સંપ્રદાયમાં ભક્તામરના ૪૪ શ્લોકો હોવાની માન્યતા શરૂ થઈ હોવી જોઈએ અને તે માન્યતા શાથી શરૂ થઈ હશે તે નક્કી કરી શકવું બહુ મુશ્કેલ છે. કારણ કે તેઓએ ટીકા ૪૪ શ્લોક ઉપર રચી છે અને ત્યાર પછીના ભક્તામર પાદપૂર્તિ કાવ્યો પણ મોટે ભાગે ૪૪ જ શ્લોકો પર જ રચાયા છે. ગમે તેમ હો બંને માન્યતાઓ પ્રાચીન છે અને યંત્રો પણ બંને પ્રકારના ૪૮ કાવ્યો ઉપર મળવાથી મેં પણ પ્રસ્તુત ગ્રંથમાં ૪૮ જ કાવ્યો આપવા ઉચિત ધારીને ૪૮ કાવ્યો છપાયેલાં છે."
શ્રી સારાભાઈ નવાબના આ કથનમાં અનેક વિપરીત પ્રતિભાવો જણાય છે અને કોઈક વિધાનો તો ઘણા વિદ્વાનોને અયોગ્ય પણ જણાયાં છે. પ્રથમ વાત તો એ છે કે શ્રી ગુણાકરસૂરિની સામે જ ભક્તામરની પ્રતો રહી હશે એમાં પણ ૪૪ શ્લોકો જ હશે. એમને પોતાને જ સ્તોત્રમાં અષ્ટ મહાપ્રતિહાર્યોની જગ્યાએ રહેલા ચાર જ પ્રતિહાર્યોની ઘટનાથી સંબંધિત સમાધાન પ્રસ્તુત કરવું પડ્યું હતું જે આ પ્રમાણે છે :
"अत्र प्रतिहार्य प्रस्तावना प्रस्तपोऽनुक्ता अपि पुष्पवृष्टि, दिव्यध्वनि भामण्डल दुन्दुभयः स्वधि याऽवतार्याः । ..... एतत् सर्व चत्रा शोकतरोः प्रादुर्भावस्तत्र स्वाद् देशनाक्षणे ? अशोक तरु सह चारित्वात् पृथग् नाहताः कविना !"
શ્રી ગુણાકરસૂરિએ આ પ્રમાણેનું સમાધાન રજૂ કર્યું. હવે તેમનાથી ૯૩ વર્ષ પૂર્વે થયેલાં શ્રી પ્રભાચન્દ્રાચાર્યની પાસે પણ ૪૪ શ્લોકવાળી પ્રતો હતી અને એમના સમયથી પણ ૧૦૦
Page #369
--------------------------------------------------------------------------
________________
350 || ભક્તામર સુભ્ય નમઃ || કે ૫૦ વર્ષ પૂર્વેની જેટલી તાડપત્રીઓ, પોથીઓ જે કાંઈ પણ ઉપલબ્ધ સાહિત્ય હતું એ બધામાં પણ ૪૪ શ્લોકો જ મળી આવે છે. અર્થાત્ આ વાત પણ નોંધનીય છે કે આ પ્રાચીન પ્રતોના લહિયાની સામે પોતાના સમયથી પૂર્વેની આદર્શરૂપ પ્રતોમાં પણ ૪૪ શ્લોકો જ રહેલા હશે, તેથી કરીને જ તે બધી પ્રતોમાં ૪૪ શ્લોકો જ જોવામાં આવે છે. આ વાસ્તવિકતાને કારણે શ્રી ગુણાકરસૂરિએ પોતાની વૃત્તિ પછી જ શ્વેતામ્બર પાઠમાં મૂળ અષ્ટપ્રતિહાર્યોના સ્થાને ચાર પ્રતિહાર્યોવાળા શ્લોકો રહી ગયા એવું સારાભાઈ નવાબનું કથન યોગ્ય જણાતું નથી.
શ્રી સારાભાઈ નવાબે મંત્રાસ્નાયવાળા જે હરિભદ્રસૂરિની વાત કરી છે. તે વિષે જોઈએ તો એ નામધારી કોઈ મુનિ દિગમ્બર સંપ્રદાયમાં થયા નથી. એ તથ્યનો કોઈ વિરોધ નથી. સારાભાઈ નવાબે ત્રણ હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ લગભગ સાત હરિભદ્રસૂરિઓ આ નામના થયા છે. પહેલા હરિભદ્રસૂરિ લગભગ ઈ. સ. ૭૪પ-૭૮૫માં થયા. બીજા હતા ચન્દ્રગચ્છના દેવેન્દ્રસૂરિ જેઓ લગભગ ઈ. સ. ૧૨૪રમાં થયા, તેમના સાતમા પૂર્વજ હરિભદ્રસૂરિ જેમનો સમય ઈ. સ. ૧૧મી સદીના મધ્યભાગ અથવા ઉત્તરાર્ધ રહ્યો હશે. ત્રીજા હતા બૃહદ્ગચ્છીય જિનદેવ શિષ્ય હરિભદ્રસૂરિ જેમણે ઈ. સ. ૧૧૧૬માં ‘વંધવામીત્વ' અને “
પતિ ’ પર ટીકા લખી હતી. અને ઈ. સ. ૧૧૨૯માં ઉમાસ્વાતિના પ્રારમતિ પ્રવરણ પર પણ વૃત્તિ લખી હતી. ચોથા હરિભદ્રસૂરિ બૃહદ્ગચ્છીય શ્રી ચન્દ્રના શિષ્ય હતાં. ઈ. સ. ૧૧૪૪–૧૧૭૩માં થયેલા સોલંકી સમ્રાટ કુમારપાલના મંત્રી પૃથ્વીપાલના તે ગુરુ હતા અને એમણે તીર્થકરોના પ્રાકૃત અને અપભ્રંશમાં ચરિત્રોની રચના કરી હતી. પાંચમા હરિભદ્રસૂરિ ઈ. સ. ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા જેમની અમોઘ દેશનાના કારણે “કલિકાલ ગૌતમ' કહેવામાં આવતા હતા. મંત્રીશ્વર વસ્તુપાલના કુલગુરુ નાગેન્દ્ર ગચ્છીય વિજયસેનસૂરિના તેઓ ગુરુ હતા. છઠ્ઠા હરિભદ્રસૂરિ જેમનો સમય લગભગ ઈ. સ. ૧૨મી, ૧૩મી સદી છે. તેઓ વસ્તુપાલ મંત્રીના વિદ્યામંડળના ચન્દ્રગથ્વીય બાલચન્દ્રસૂરિના ગુરુ હતા. સાતમા હરિભદ્રસૂરિ બૃહચ્છમાં ઈ. સ. ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં કે ૧૪મી સદીના પૂર્વાર્ધમાં થયા હતા.
આમાંથી ઉપર જણાવેલા સાત હરિભદ્રસૂરિ કોઈ પણ હરિભદ્રએ ભક્તામર સ્તોત્રના મંત્રાસ્નાયને બનાવ્યા હોય. મંત્ર તંત્રવાળી બધી પ્રતો ૪૮ પદ્યવાળી અને ઉત્તર મધ્યકાલીન છે. તેનાથી વધુ પ્રાચીન હસ્તપ્રત મળી આવી નથી. એના સિવાય આમાં બધાં જ ૪૮ યંત્ર એ જ છે જે દિગમ્બર હસ્તપ્રતોમાં મળી આવે છે. જો એવી મંત્રતંત્રવાળી પ્રાચીન રચનાઓ શ્વેતામ્બર સંપ્રદાયમાં હોત તો ઘણાં બધામાંથી કોઈ ને કોઈ શ્વેતામ્બર ભક્તામર ટીકાકારોએ તેનો ઉલ્લેખ જરૂર કર્યો જ હોત. ખરેખર પાશ્ચાત્યકાલીન દિગમ્બર હસ્તપ્રતોની નકલ કરીને અને હરિભદ્રનું નામ તેની સાથે જોડીને એને પ્રમાણભૂત માનવાનું અહીં દેખાય છે. ગુણાકરસૂરિએ પોતાના સમયમાં પ્રચલિત માત્ર ૨૮ મંત્રા—ાય આપ્યા છે, ૪૪ નહીં. એ સિવાય હરિભદ્રના નામે મળી આવેલી અને બીજા યંત્રોવાળી કૃતિઓમાં વધારાના જ પ્રતિહાર્યોનું એક નહીં, બે પ્રકારના ગુચ્છકો મળે છે. આને કારણે પ્રાચીન કાળમાં શ્વેતામ્બર પાઠમાં પણ ભક્તામરના ૪૮ પદ્ય જ હતાં, એવું તેમનું કહેવું જરાપણ સત્ય સિદ્ધ થતું નથી.
Page #370
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 351 સારાભાઈ નવાબે શ્રી હરિભદ્રસૂરિની વાત કરી છે. તેઓ ઈ. સ. ૧૩મી-૧૪મી સદી સુધીમાં થયેલા પ્રાચીન કે મધ્યકાલીન હરિભદ્રસૂરિ નથી. યંત્રો અને મંત્ર-તંત્રાસ્નાયવાળી હસ્તપ્રતો જે ૪૮ પદ્યોવાળી છે તે બધી ઉત્તર મધ્યકાલીન છે આથી એ હરિભદ્રસૂરિ ઉત્તર મધ્યકાલીન પછીના
હશે,
દિગમ્બર પાઠમાં બીરતીરવાળા ચાર વધારાના શ્લોકોની વિશેષ માન્યતા છે, તે પણ અસલી છે, કે નહીં તે પણ સંશોધનાત્મક અને પરીક્ષાપાત્ર મુદ્દો છે. જોકે શ્રી સારાભાઈ નવાબે આ વિશે કંઈ પણ વિવેચન નથી આપ્યું. તો પણ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી અને તેમના સહયોગી વાસુદેવ લક્ષ્મણ શાસ્ત્રીનો નિષ્કર્ષ એ રહ્યો છે કે -
“गम्भीरेत्वादि चत्वारि पद्यानि तु केनचन पण्डितमन्येन निर्माय मणिमालायां काचशकलानीव मानतुङ्गवितायां प्रवेशीतानीत्यपि तद्विलोकन मात्रेणैव कवित्वमर्मविद्भिविद्वद्भिवोढुं शक्यते ।"
શ્રી હીરાલાલ કાપડિયાએ પણ પોતાની પ્રસ્તુત સંસ્કૃત ભૂમિકામાં શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રીનો ઉપર્યુક્ત અભિપ્રાય રજૂ કર્યો છે, “મને સૂધ્યતે, પતqદ્યપ્રક્ષેપ કૃતિ ''
માનતુંગસૂરિજીએ રચેલી મણિમાળામાં આ ચાર વધારાનાં પઘોનું ગુચ્છક કાચના ટુકડા જેવું શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને લાગે છે જ્યારે શ્રી હીરાલાલ કાપડિયાને વધારાનાં પઘોનું પ્રક્ષેપણ કર્યું હોય તેવું લાગે છે. આ અભિપ્રાયને શ્રી જ્યોતિ પ્રસાદ જેને જેવા વિદ્વાનોએ ધ્યાનમાં નથી લીધો તે આશ્ચર્યજનક છે.
દિગમ્બર સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રનો પ્રચાર અને પ્રસાર થઈ ગયા પછી ત્યાં સ્તોત્રમાં પૂરા અષ્ટમહાપ્રતિહાર્યો હોવા જોઈએ. એવું સમજીને ચાર પ્રતિહાર્યોની ઓછપને દૂર કરવા માટે લગભગ ચાર ગુચ્છકો બનાવવાનો એક બીજાથી અલગ પ્રયત્ન લગભગ ઈ. સ. ૧૪મી - ૧૫મી સદીમાં થયો હશે. તાત્પર્ય એ છે કે તે સમયમાં પણ મૂળભૂત ભક્તામર સ્તોત્રમાં જ પ્રતિહાર્યોથી સંબંધિત જ શ્લોકો હતા. અને એટલે જ આ સ્તોત્રમાં બધા મળીને માત્ર ૪૪ શ્લોકો જ હતા.
૪૮ શ્લોકવાળા ભક્તામર સ્તોત્રના સંદર્ભમાં ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીના અવલોકન અનુસાર “માનતુંગાચાર્યે ભક્તામરની રચના કરી હતી. બંને સંપ્રદાયોએ પોતપોતાની માન્યતા અનુસાર એને અપનાવ્યું. પ્રારંભમાં આ સ્તોત્રનાં ૪૮ કાવ્ય પદ્ય હતાં. પ્રત્યેક પદ્યમાં કાવ્યત્વ રહેવાને કારણે જ ૪૮ પદ્યોને ૪૮ કાવ્ય કહેવામાં આવ્યાં છે. આ ૪૮ પદ્યોમાંથી શ્વેતામ્બર સંપ્રદાયે અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર અને ચામર આ ચાર પ્રતિહાર્યોનાં નિરૂપક પદ્યોને ગ્રહણ કર્યા તથા દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ આ ચાર પદ્યોને કાઢી નાખીને આ સ્તોત્રમાં ૪૪ પદ્યો જ માન્યાં. આ તરફ દિગમ્બર સંપ્રદાયમાં થોડી હસ્તપ્રતોમાં શ્વેતામ્બર સંપ્રદાય દ્વારા કાઢી નિંખાયેલા ચાર પ્રતિહાર્યોના બોધક ચાર નવાં પદ્યોનો સમાવેશ કરીને પદ્યોની સંખ્યા પૂરી લેવામાં આવી.
Page #371
--------------------------------------------------------------------------
________________
352 ।। ભક્તામર તુર્થ્ય નમઃ ।।
ભાગલપુર વીર નિર્વાણ સંવત ૨૪૯૦માં પ્રકાશિત થયેલાં,
वृष्टिदिधः सुमनसां परितः प्रयात (३५) दुषणामनुष्य सहसामपि कोटिसंख्या (३७) देव त्वदीयसकलामल केवलीप ( ३९ )
પદ્ય અધિક મુદ્રિત છે. વસ્તુતઃ
આ સ્તોત્ર કાવ્યમાં ૪૮ જ મૂળ પદ્ય છે.’’૧૯
સૌપ્રથમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્વેતામ્બર સંપ્રદાય પ્રતિહાર્ય નિરૂપક ચાર વિશેષ શ્લોક જો મૂળભૂત હતા તો તેને કાઢી શું કામ નાખે ? આ વાત સમજમાં આવતી નથી. જ્યારે દિગમ્બર સંપ્રદાયમાં મૂળભૂત ૪૮ શ્લોકો હતા જ તો તે શ્વેતામ્બર સંપ્રદાય દ્વા૨ા કાઢી નાખવામાં આવેલ ૪ શ્લોકના સ્થાન પર નવા શ્લોકો રચીને પોતાની પ્રતોમાં ૪૮ શ્લોકોના સ્થાને ૫૨ (બાવન) શ્લોક કેમ કર્યા છે ? આવી ચેષ્ટા શાને માટે કરવામાં આવી એ પણ એક પ્રશ્ન છે. આ ઉપરાંત આવા એક જ ગુચ્છકની રચના નથી થઈ પણ આવા તો ચાર જુદા જુદા પ્રકારના પદ્ય-ગુચ્છક પણ રચાઈ ગયેલા મળી આવે છે. મૂળભૂત રીતે દિગમ્બર સંપ્રદાયના વિદ્વાન મુનિઓ, વર્ણનકારો અને ભટ્ટા૨કોની સામે પણ ૪૪ શ્લોકવાળી મૂળ પ્રત હતી અને તેને અષ્ટમહાપ્રતિહાર્યને બદલે ચાર પ્રતિહાર્યવાળી અપૂર્ણ માનીને તેને પૂર્ણ કરવાના અનેક ભિન્ન ભિન્ન પ્રયત્નો જુદા જુદા દેશ અને સમય દરમ્યાન થયા. ‘TMમ્મીતાર’” વાળું ગુચ્છક જ્યારે વિશેષ પ્રચાર અને પ્રસારમાં આવી ગયું ત્યારે અન્ય ગુચ્છકોને ભંડા૨ી દેવાને બદલે કોઈક કોઈક પ્રાશ્ચાત્યકાલીન પ્રતોમાં એમને ક્યાંક ને ક્યાંક વિશેષ પદ્યોના રૂપમાં સંગઠિત કરીને રાખી લેવામાં આવ્યા. જેના કારણે એવી કોઈક કોઈક પ્રતોમાં શ્લોકસંખ્યા પર (બાવન) બની ગઈ.
શ્વેતામ્બર સંપ્રદાયના વિદ્વાનોમાં શ્રી અગરચંદ નાહટાની માન્યતામાં પણ ભક્તામર સ્તોત્રના મોલિક શ્લોકની સંખ્યા ૪૪ જ છે. અને ચાર ચાર શ્લોકવાળા ગુચ્છકો જે દિગમ્બર સ્તોત્રમાં મળી આવે છે એને તેઓ મૂળભૂત માનતા ન હતા.
શ્રી અગરચંદ નાહટાની આ માન્યતા વિશે ટિપ્પણી કરતાં શ્રી જ્યોતિપ્રસાદ જૈન લખે છે કે ‘ઉપરોક્ત સંદર્ભમાં ઉલ્લેખિત બધા જ વિદ્વાનોએ ભક્તામરના શ્લોકની સંખ્યા ઉપર વિચાર કર્યો છે જ્યારે શ્રી અગરચંદ નાહટાનો આગ્રહ છે કે શ્વેતામ્બર પરંપરામાન્ય ૪૪ શ્લોકી પાઠ જ મૂળ અને પ્રાચીનતમ પાઠ જ છે. અન્ય બીજા વિદ્વાનોએ દિગમ્બર પરંપરામાન્ય ૪૮ શ્લોકી પાઠને જ મૂળ અને પ્રાચીનતમ સિદ્ધ કર્યો છે. જેના માટે તેઓએ પુરાવા અને યુક્તિઓનો સફળ પ્રયોગ કર્યો છે અને વિરોધી પક્ષ દ્વારા પ્રસ્તુત હેતુઓને નિષ્ફળ ગણ્યા છે. સ્વયં અમે પણ અન્યત્ર આ સમસ્યાઓ પર વિચાર કર્યો છે.'’૧૧
શ્રી ડૉ. જ્યોતિપ્રસાદ જેને જે બધા જ વિદ્વાનોનો ઉલ્લેખ કર્યો છે તે બધા’ દિગમ્બર સંપ્રદાયના જ વિદ્વાન હતા. જેમાં પંડિત અજિતકુમાર જૈન શાસ્ત્રી, અમૃતલાલ શાસ્ત્રી, શ્રી રતનલાલ કટારિયા, ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી આદિ વિદ્વાનોનો સમાવેશ થાય છે. આ બધા વિદ્વાનોએ આપેલા મંતવ્યોની
Page #372
--------------------------------------------------------------------------
________________
પધસંખ્યાની સમસ્યા છે 353 સમીક્ષા ઉપર્યુક્ત કરી ચૂક્યા છીએ. એમાં ૪૮ અને ૪૪ શ્લોકના મુદ્દાને લઈને ક્યાંય પણ તર્કબદ્ધ અભિગમ જોવા મળતો નથી, નથી પૂર્ણ રૂપથી પરીક્ષણ થયેલું, નથી વિષ પૃથક્કરણ, ન સંતુલિત પ્રસ્તુતીકરણ. એમાંથી ઘણાંએ પૂર સ્તોત્ર પણ જોયું ન હોય એવું જણાય છે અને તેમની દલીલ કે યુક્તિઓમાં પણ વજન કે વજૂદ જણાતું નથી.
શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રી જે અજ્ઞાત શ્વેતામ્બર જનો સાથે લડી રહ્યા હતા અને એમની યુક્તિઓને નિઃસાર સાબિત કરી રહ્યા હતા. તે ન તો યુક્તિઓ હતી અને ન તો તે વાતો પ્રમાણભૂત હતી. આ બધા જ દિગમ્બર વિદ્વાનોમાંથી કોઈએ પણ પ્રચલિત વધારાના શ્લોકવાળા પાઠની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે કોઈ પણ પ્રાચીન પ્રતો રજૂ કરી નથી અને ન તો એમાંથી લેવામાં આવેલા પ્રાચીન ઉલ્લેખનો પ્રમાણરૂપ કોઈ પુરાવો રજૂ કર્યો. દરેક વિદ્વાનોએ પોતપોતાના મનથી ખુલાસો કરીને ફક્ત પોતાને સાચા મનાવવા માટે અને શ્વેતામ્બર પાઠના ૪૪ પાઠના અસ્તિત્વ પર આરોપ લગાવીને એને માત્ર ગુનેગાર જ ઠરાવી રહ્યા છે.
પંડિત દુર્ગાપ્રસાદ શાસ્ત્રી, પુણસીકર પાંડુરંગ, કાશીનાથ શર્મા જેવા જેનેતર વિદ્વાનો અને ડૉ. હીરાલાલ કાપડિયા જેવા મોટા ભાગના શ્વેતામ્બર વિદ્વાનોના મંતવ્યોને લક્ષમાં લીધાં જ નથી.
“શ્મીરતવાળા ચાર શ્લોકીય ગુચ્છકને છોડીને બીજા બધા ચાર વિશેષ શ્લોકવાળા ગુચ્છકોને દિગમ્બર વિદ્વાનોએ કૃત્રિમ કરાર આપ્યો તે સાચી રીતે જ આપ્યો છે. ડૉ. હીરાલાલ કાપડિયાએ જણાવેલ અને સારાભાઈ નવાબવાળું ચોથું ગુચ્છક પરીક્ષણ કર્યા વગર – વિશ્લેષણ કર્યા વગર, માત્ર તેના પ્રત્યેના અહોભાવથી અને એનો વિશેષ પ્રચાર અને પ્રસાર થવાથી તેને મૌલિક માનવામાં આવ્યું અને આ ગુચ્છકમાં એવા પણ ગુણોનું આરોપણ કરવામાં આવ્યું જે મૂળભૂત ૪૪ શ્લોકમાં છે. પરંતુ એવા ગુણો આમાં દેખા પણ દેતા નથી. તે છતાં આ ગુચ્છકને તે મૂળભૂત શ્લોક જેવા જ છે એવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
આ વિશેષ પ્રચલિત “ીરતારવાળું ગુચ્છક પણ એટલું જ બનાવટી છે. જેટલાં કે બીજા ચાર ગુચ્છકો છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેવી રીતે? ઉદાહરણ તરીકે એ શ્લોકને લઈને સમજી શકાય તેમ છે. મીરતીરવાળા શ્લોકના ત્રીજા પદમાં “ઘોષM . પોષ5: જેવા વિશિષ્ટ પ્રકારના છેકાનુપ્રાસ વગેરે પ્રકારના અલંકારની ઉપસ્થિતિ જોવા મળે છે. જે બહુધા મધ્યકાલીન યુગની દેન માનવામાં આવે છે. શ્રી માનતુંગસૂરિના દરેક શ્લોકમાં અલોકિક કાવ્યત્વ અને નર્તન દેખાઈ આવે છે. જ્યારે અહીંયા “મન્દીર-સુંવર – મેરુ સુપરિનીત' જેવાં એકબે મધુર પદ સિવાય બાકીનાં બધાં પદો સાધારણ કોટીનાં જણાય છે. એમાં માનતુંગાચાર્યની રચના જેવા ઓજસ, કાંતિ અને મનોહારિતાનો લગભગ લોપ થયેલો જોવા મળે છે. એના સિવાય પણ “સત્તાનારિ –
સુમોર – વૃષ્ટિ રુદ્ધા” કે “વિવ્યા વિ. પતિ તે વરસાં તતિ" જેવાં પદોમાં કોઈ નર્તનતા, રસિકતા, રસાત્મકતા દેખાઈ દેતી નથી. આ ગુચ્છકના પ્રથમ શ્લોકનું અંતિમ પદ દુમિર્નતિ તે ચાર : પ્રવાહી – અને ચોથા શ્લોકનું બીજું પદ “સદ્ધર્મ – તત્ત્વ – થનૈવ – પશ્વિનોવામાં
Page #373
--------------------------------------------------------------------------
________________
354 |ભક્તામર તુલ્ય નમઃ | તો માધુર્યને બદલે કટુતાનો સ્વાદ મળે છે અને આ જ ચોથા શ્લોકના અંતિમ પદ “ભાષા – સ્વમવ - પ્રમાણ – Th: – યોગ્ય: એ કોઈ કાવ્યપદ નથી ભાસતું પરંતુ કોઈક દાર્શનિક ગ્રંથનું સૂત્ર હોય તેવો આભાસ થાય છે.
આ સમગ્ર ગુચ્છકમાં માનતુંગસૂરિના મૌલિક, મૂળભૂત શ્લોકોમાં છંદોનો જે સ્વાભાવિક અવિરત પ્રવાહ વહેતો દેખાય છે એવું અહીંયાં ક્યાંય દેખાતું નથી. માનતુંગસૂરિએ રચેલાં સ્તોત્રની શૈલી, ભાષા, સહજ સુંદર ગુંથણી પ્રગટ કરવાવાળી સુરમ્ય, ઉજ્વલ અને પ્રાસાદિકતાની ચરમસીમાની સામે આ ચાર શ્લોકવાળા ગુચ્છકની શૈલી બિલકુલ અસ્વાભાવિક અને અલાક્ષણિક છે તેમ દેખાઈ આવે છે. જેથી કરીને જ શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રીએ આવા શ્લોક માટે યથાર્થ જ કહ્યું છે કે “મણિમાલાન્તત કાચના ટુકડારૂપ આ શ્લોકો છે. આ શ્લોકનું સ્થાન સ્તોત્રમાં ૩૨. ૩૩-૩૪-૩૫મા શ્લોકના ક્રમમાં છે. આ શ્લોકની આગળ અને પાછળ રહેલા શ્લોકો મૌલિક છે. એની નર્તનતા, ભાષા, શૈલી, અલગ જ દશ્યમાન થાય છે. તેની સાથે આ ગુચ્છકનો જરા પણ મેળ બેસતો નથી અને તેથી જ દુર્ગાપ્રસાદ શાસ્ત્રીનું આ કથન સંપૂર્ણ યથાર્થ છે એવું લાગ્યા વિના રહેતું નથી.
શ્રી ડૉ. જ્યોતિ પ્રસાદ જેને આ ગુચ્છકને માનતુંગસૂરિના મૌલિક સ્તોત્ર સાથે ગોઠવી દીધું છે અને તેમણે લખ્યું છે કે “આ પદ્યો વિના સ્તોત્ર અપૂર્ણ અને સદોષ રહી જાય છે. એ ચાર શ્લોકોમાં એવી કોઈ પણ વાત નથી કે જેનાથી કોઈ પણ સાંપ્રદાયિકતાને કોઈ પ્રકારની ઠેસ પહોંચે. એનાથી શું અંતર પડે છે કે કોઈક સંપ્રદાયમાં આ સ્તોત્રની અપેક્ષિત પ્રાચીનતા ૧૦૦-૧૫૦ વર્ષ ઓછી કે વધારે હોય.૧૨
આના સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ જણાવે છે કે જ્યોતિ પ્રસાદ દ્વારા આ ચાર વિશેષ પધોને આપવામાં આવેલી અંજલિ અમને તો સાર્થક નથી લાગતી. તે ચાર પદ્યો માનતુંગાચાર્યના કાવ્યની સાથે રાખવા માટે યોગ્ય નથી. એમાં માનતુંગાચાર્યની પ્રતિભા ક્યાંય પણ દેખાઈ દેતી નથી.”
ભક્તામર સ્તોત્ર મૌલિક રીતે ૪૪ શ્લોકનું નહિ પણ ૪૮ શ્લોકીય જ હતું એવું માનવાવાળા શ્રી જ્યોતિ પ્રસાદ જેનને એક ફરિયાદ હર્મન યાકોબી જેવા પાશ્ચાત્ય વિદ્વાનો સામે પણ રહી છે. કોબી જેવા યુરોપીય પાશ્ચાત્યવિદોને ૪૪ શ્લોકીય શ્વેતામ્બર પાઠ જ તથા તેને સંબંધિત અનુશ્રુતિઓ જ ઉપલબ્ધ થઈ. તેમની સામે ૪૮ શ્લોકીય દિગમ્બર પાઠ તથા તેને સંબંધિત અનુશ્રુતિઓનો વિકલ્પ જ ન હતો. તેથી કરીને તેમના ભક્તામર વિષયક વિચારોનો આધાર શ્વેતામ્બર માન્યતાઓ જ રહ્યો. યકોબીએ દિગમ્બર પાઠના અતિરિક્ત ચાર પદ્યો પર તો કોઈ વિચાર કર્યો જ નહીં. એ તેમની સામે હતા જ નહિ. શ્વેતામ્બર પાઠના પણ શ્લોક ૩૯ અને ૪૩ (દિગમ્બર પાઠ ૪૩ અને ૪)ને પણ વધારાના માન્યા. યકોબીના મતાનુસાર તે માનતુંગાચાર્ય દ્વારા રચિત ન હોઈ શકે અને મૂળ રચનામાં પાછળથી જોડી દેવામાં આવેલા લાગે છે. આ પ્રકારે મૂળ ભક્તામર સ્તોત્ર ૪૨ શ્લોકી જ રહી જાય છે.”
Page #374
--------------------------------------------------------------------------
________________
355
પદ્યસંખ્યાની સમસ્યા ડૉ. હર્મન યકોબીની માન્યતા એક તો એ છે કે કલ્યાણમંદિર સ્તોત્ર એ ભક્તામરના અનુકરણરૂપ છે. ભક્તામ૨નો ૩૯મો અને ૪૩મો શ્લોક વધારાનો છે. ૪૩મો શ્લોક વધારાનો છે કેમ કે ૩૪માથી ૪૨મા શ્લોક સુધીનાં પદ્યગત વર્ણનોનો એ નીરસ ઉપસંહાર છે અને ખરેખર કવિશ્રી માનતુંગસૂરિ આવો શ્લોક રચે જ નહિ. હર્મન યકોબી સૂચવે છે કે ‘કલ્યાણમંદિરમાં ૪૩મો શ્લોક જ વસંતતલિકા છંદમાં છે. એ આ વાતની પુષ્ટિ આપે છે. આથી ૪૩મું પઘ કલ્યાણમંદિરના કર્તા કુમુદચન્દ્રના સમય પછી જ દાખલ થયેલું હોવું જોઈએ ૩૯મો શ્લોક પણ સ્તોત્રકારની કૃતિ હોય એવું ભાસતું નથી કારણ કે ૩૮મા શ્લોકમાં પણ સુંદર રીતે વર્ણવેલા ભાવની એમાં નીરસ પુનરાવૃત્તિ છે. વળી પ્રત્યેક ભયના વર્ણન માટે એકેક પદ્ય રચનાર કવિ અંતિમ ભયના વર્ણન વખતે બે પઘો રચે એ વિચિત્ર લાગે છે. પરંતુ તેઓ ઉમેરે છે કે એટલું તો ખરું કે ૩૯મો શ્લોક પ્રક્ષિપ્ત હોય તો પણ તે કલ્યાણમંદિરના રચના સમયે તો વાસ્તવિક ગણાતો હશે.''
܀
પ્રો. હર્મન યકોબીએ ૪૩મા શ્લોકની નીરસ ઉપસંહારતાના કારણે વધારાનો સૂચવે છે તેનો વિચાર કરતાં શ્રી હીરાલાલ કાપડિયા જણાવે છે કે નિમઊણ સ્તોત્ર જે ભયહર સ્તોત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે અને જેના કર્તા પણ શ્રી ભક્તામરના કર્તા શ્રી માનતુંગસૂરિ હોવા વિશે બે મત નથી. તેમાં પણ કયા કયા ભયોનું વર્ણન આવનાર છે તેનો પ્રારંભમાં નિર્દેશ કરવામાં આવ્યો નથી. કિન્તુ રોગાદિ આઠ ભયો પૈકી પ્રત્યેકનું બબ્બે ગાથા દ્વારા વર્ણન કરી આઠે ભયોની સૂચિ રૂપે અઢારમી ગાથા ઉ૫સંહારરૂપ આપવામાં આવી છે. ત્યારે શું આ પણ પ્રક્ષિપ્ત ગાથા છે ?’’
મુનિરાજ શ્રી વિનયવિજયજીએ પણ પોતાની કૃતિ શ્રી પાર્શ્વ ભક્તામરમાં ઉપસંહારરૂપ શૈલીનો ઉપયોગ કર્યો છે. એ વાતની નિમ્નલિખિત ૪૩મું પઘ સાક્ષી પૂરે છે ઃ
“दन्ती (?) मृगारिदववह्निभुजङ्गयुद्ध - वारीशदुष्टगदबन्धनजं भयौधम् । तस्यान्तरङ्गमपि नश्यति दुःखजलं यस्तावकं स्तवमिमं मतिमानधीते ।।”
આ પદ્યમાં તેમજ ઉપસંહારરૂપ અન્ય કોઈ પઘમાં પણ ડૉ. યકોબી જેવાને વિશેષ રસ નહિ પડે તો શું તેથી આને પણ પ્રક્ષિપ્ત ગણવા તૈયાર થવું એ ન્યાય છે ?
હવે ૩૯મા પદ્યની વાસ્તવિકતા વિચારીએ. એ વાત સાચી છે કે કવિરાજ કુંજરાદિ આઠ ભયો પૈકી સાત ભયોનાં વર્ણન માટે એકેક પઘ રચ્યું છે. જ્યારે સંગ્રામભયને માટે બે પઘો રચ્યાં છે. પરંતુ સંગ્રામ સિવાયના સાત ભયો વ્યક્તિગત છે. જ્યારે સંગ્રામ એ સમષ્ટિગત છે. અર્થાત્ વ્યાપકતાની દૃષ્ટિએ સંગ્રામની વિશિષ્ટતા છે. એ વાત સ્ફુટ કરવા માટે કવિરાજે બે પઘો રચ્યાં હોય એવી અત્રે કલ્પના થઈ શકે છે.
વળી પુનરાવૃત્તિકરૂપ દોષના સંબંધમાં પણ એવો ઇશારો થઈ શકે કે ૩૮મા પદ્યમાં સામાન્ય સંગ્રામનું વર્ણન છે. જ્યારે ૩૯મા વિશિષ્ટ સંગ્રામનું, ભયાનક-સંગ્રામનું, મહાવિગ્રહનું વર્ણન છે, એટલે સર્વથા પુનરાવૃત્તિ તો નથી જ. એ વર્ણન રસાત્મક છે કે નીરસ એ પરત્વે તજ્ઞો જે મત આપે તે ખરો.
Page #375
--------------------------------------------------------------------------
________________
356 / ભક્તામર તુલ્યુ નમઃ |
નૈષધ-ચરિત્રના તૃતીય સર્ગના ૧૦૩-૧૦૪ શ્લોકનું અવલોકન કરતાં જણાય છે કે કામની દસ દશાનું વર્ણન કરવા માટે કવિરાજે પ્રત્યેક દશાને ઉદ્દેશીને એક એક પદ્ય રચ્યું નથી. એક સ્થળે તો બે દશાનું એક જ પદ્ય દ્વારા વર્ણન કર્યું છે જ્યારે એક સ્થળે એક દશાનું વર્ણન કરવા માટે બે શ્લોકો રચાયા છે. વળી દશ દશાનું વર્ણન ક્રમપૂર્વક પણ ત્યાં કરવામાં આવ્યું નથી. આથી સૂચવાય છે કે મહાકવિની કૃતિમાં “ચિ” માટે અવકાશ છે એ ભૂલવા જેવું નથી. આવી પરિસ્થિતિમાં ૩૯મા પદ્યને પ્રક્ષિપ્ત જ માનવું એ શું એક પ્રકારનું સાહસ નથી ? વિશેષમાં આનો પ્રક્ષેપ કાલ ૪૩માના જેટલો અર્વાચીન નથી. એ માન્યતાનું કલ્યાણમંદિરને ભક્તામરની અનુકૃતિરૂપ માનવી-કલ્પના ઉપર જ ચણાયેલી છે. એ વાત ધ્યાનમાં લેવા જેવી નથી કે ?''
શ્રી જ્યોતિ પ્રસાદ જૈનને પાશ્ચાત્ય વિદ્વાન શ્રી હર્મન યાકોબી સામે જ ફરિયાદ રહી છે તેમાં પહેલી વાત તો એકે શ્રી હર્મન યાકોબીની સમક્ષ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી દ્વારા ઈ. સ. ૧૮૯૬માં સંપાદિત ભક્તામર સ્તોત્ર હતું અને ત્યાં શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા દિગમ્બર પાઠના ચાર અતિરિક્ત પદ્યવાળું ગુચ્છક અને તેના પર કરવામાં આવેલી ટિપ્પણી શ્રી હર્મન યાકોબીએ જરૂરથી જોઈ હશે. તેઓએ તેના પર કોઈ પણ જાતની ટિપ્પણ ન કરી, કારણ કંઈ પણ હોય. બીજી વાત કે શ્વેતામ્બર પાઠમાં ૩૯ અને ૪૩ અને દિગમ્બર પાઠમાં ૪૩ અને ૪૭ આ બે શ્લોકને શ્રી હર્મન યાકોબી પ્રક્ષિપ્ત માને છે તેના ઉત્તર રૂપે શ્રી હીરાલાલ કાપડિયાએ વિસ્તૃત ચર્ચા કરી છે તેના આધારે આ બંને બ્લોક કે બંનેમાંથી એક પણ શ્લોક પ્રક્ષિપ્ત નથી એવું તેઓનું માનવું છે. શ્રી જ્યોતિ પ્રસાદ જેને આનો ઉલ્લેખ કર્યો નથી. તેમની સામે પણ આ ગ્રંથો રહ્યો હશે પરંતુ કંઈ પણ કારણસર તેમણે શ્રી હીરાલાલ કાપડિયાનાં આ મંતવ્યોનો ઉલ્લેખ કર્યો નથી. દિગમ્બર કૃતિઓ વિશેષ કરીને ૧૭મી સદીમાં થયેલા શ્રી બ્રહ્મચારી રાયમલ્લ અને શ્રી વિશ્વનાથ ભટ્ટારકની રચનાઓ ગૂંથાયેલી છે. જે સમયકાળમાં શ્રી હર્મન યાકોબીએ પદ્યસંખ્યા સંબંધમાં લખ્યું એ સમયમાં દિગમ્બર સ્તોત્ર સાહિત્યમાંથી ઘણાં બધાં સ્તોત્ર અપ્રકાશિત હતા. તેથી જ તેમની સમક્ષ આ વધારાના શ્લોકોવાળા ગુચ્છકો આવ્યા નહીં હોય તેમ માની શકાય છે.
અષ્ટમહાપ્રતિહાર્યો આ ૪૪ અને ૪૮ શ્લોકવાળી ચર્ચાનું કેન્દ્ર રહ્યાં છે. અષ્ટમહાપ્રતિહાર્યોમાં પૂરેપૂરાં આઠ પ્રતિહાર્યો જ હોવાં જોઈએ નહીં કે માત્ર ચાર જ મહાપ્રતિહાર્યો. આ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા થવી અપેક્ષિત છે. પરંતુ બંને સંપ્રદાયના નિગ્રંથો અને નિર્ગથેતર વિદ્વાનોએ પણ આ તરફ ધ્યાન આપ્યું નથી. શ્રુત સાહિત્યમાં આ અષ્ટમહાપ્રતિહાર્યોનું સ્થાન શું રહ્યું છે તે વિશે જોઈએ તો લગભગ ઈ. સ. ૩૫૦ અથવા ૩૬૩માં સંકલન પામેલ “સ્થાણાંગ સૂત્ર' આઠમા સ્થાને પણ અષ્ટમહાપ્રતિહાર્યોનો કોઈ ઉલ્લેખ નથી. સ્થાણાંગસૂત્રના સમકાલીન સમવાયાંગ સૂત્રમાં ૩૪મા સ્થાન પર તીર્થકરોના વૈભવ અને મહિમાસૂચક ૩૪ અતિશયો તો ગણવામાં આવ્યા છે. પરંતુ ત્યાં આઠમા સ્થાને પણ અષ્ટમહાપ્રતિહાર્યોનો ઉલ્લેખ નથી. આ ૩૪ અતિશયોમાંથી જેને પાછળથી “દેવકૃત' ગણવામાં આવ્યા છે એવા સાત અતિશય દ્રવ્યમય છે. જેમકે વાળ સૂત્ત સમપાય સૂક્ત ર માં જણાવ્યા પ્રમાણે
Page #376
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 357 આકાશવર્તી ચક્ર, છત્ર, શ્વેત, ચામર, આગળ ચાલવાવાળા સહસ પતાકાઓવાળો ઇન્દ્રધ્વજ અને
જ્યાં જ્યાં તીર્થકર ઊભા રહે અથવા બિરાજમાન થાય ત્યાં પાદપીઠ યુક્ત સિંહાસનનું પ્રાકટ્ય તથા યક્ષો દ્વારા સર્જિત અશોકવૃક્ષ અને અંધકારમાં દશે દિશાઓને પ્રકાશિત કરવાવાળા તેજોમંડળ આ સાત અતિશયોમાંથી ચક્ર અને ઇન્દ્રધ્વજને છોડીને શેષ બાકી રહેલા પાંચ પ્રતિહાર્યોને પાછળથી અષ્ટમહાપ્રતિહાર્યોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
ગૌપપતિ સૂત્ર જે લગભગ ઈ. સ. ૩૦૦માં રચાયેલું છે. તેમાં મહારાજા શ્રેણિકનો પુત્ર મેઘકુમાર સમોવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરનાં દર્શન કરવા જાય છે. તેનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં પણ ભગવાન મહાવીરના સંબંધમાં જે સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે તેમાં પણ આકાશગત ચક્ર, છત્ર, ચામર, સિંહાસન અને આગળ ચાલવાવાળા ધર્મધ્વજનો ઉલ્લેખ છે. અહીંયાં ધર્મધ્વજ સિવાયના શેષ બાકી રહેલા ત્રણે અતિશયની ગણના પાછળ શ્રી મહાપ્રતિહાર્યોમાં થઈ છે અને એ બધા એ જ છે કે જે સમવાયાંગ સૂત્રમાં પણ આપવામાં આવ્યા છે.
“ભાવથ નિવિર” જે લગભગ ઈ. સ. પરપમાં રચાઈ તેમાં પણ ચાર પ્રતિહાર્યોનો ઉલ્લેખ છે. વ્યંતર દેવો દ્વારા સર્જિત અશોકવૃક્ષ, પાદપીઠયુક્ત સિંહાસન, છત્ર અને ચામર. તેમાં પ્રતિહાર્યો વિશે જણાવવામાં આવ્યું છે કે :
__ "चेइटुम पेट्ठछंदय - आसण छतं च चमराओच ।
जं चंडगणं करणिज्जं करंति तं वाणमंतरिया ।।" શ્રી હરિભદ્રસૂરિ પોતાની લગભગ ઈ. સ. ૭૫૦માં રચેલી આવશ્યક લઘુવૃત્તિમાં વ્યાખ્યા કરતાં જણાવે છે કે શ્લોકના પ્રથમ ચરણના અંતમાં “વ' શબ્દથી ધર્મચક્ર વિવક્ષિત છે.
શ્રી હરિભદ્રસૂરિથી પૂર્વે લગભગ ઈ. સ. ૬૦૦થી ૬૫૦માં રચાયેલી આવશ્યકચૂર્ણિમાં પણ ભગવાન મહાવીરના સમવસરણના સંબંધમાં પણ આજ ચાર પ્રતિહાર્યો અશોકવૃક્ષ, પાદપીયુક્ત સિંહાસન, છત્ર, ચામર અને પાંચમા પ્રતિહાર્યના રૂપમાં ધર્મચક્રને ગણવામાં આવ્યું છે.
આવશ્યક ચૂણિનાં થોડાંક વર્ષ પૂર્વે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે લગભગ ઈ. સ. ૫૮૫માં રચેલ વિશેષાવશ્યક ભાષ્યમાં ભગવાન મહાવીરના પાવાપુરીમાં રચાયેલા સમવસરણના વર્ણનમાં અનેક પ્રકારના ઉદ્ભવ અને લોકોને એકત્રિત કરવાવાળા દિવ્યઘોષમાં ધ્વનિત થઈ ગયા પછી ત્યાં સિંહાસન, અશોકવૃક્ષ, છત્ર અને બે ઇન્દ્રોએ ગ્રહણ કરેલા ચામરોનો જ ઉલ્લેખ કર્યો છે.
આ બધાં ઉદાહરણોને જોતાં એવું લાગે છે કે, ઉત્તરની નિગ્રંથ આગમિક પરંપરામાં તીર્થંકરની સમીપવર્તી દૃશ્યમાન વિભૂતિઓ પર જોર આપવામાં આવ્યું છે અને એમાં પ્રત્યક્ષ પદાર્થમાન અતિશયોમાંથી મોટા ભાગે ચાર કે પાંચનો ઉલ્લેખ થતો રહ્યો છે. સમવાયાંગસૂત્રના આધાર પર શ્વેતામ્બર પરંપરામાં તો એને અતિશયો જ માનવામાં આવતા હતા એવું કહી શકાય ક્યાંય પણ એને પ્રતિહાર્ય કહેવામાં આવ્યા નથી. આ પ્રથાનું અનુસરણ પાછળથી ઈ. સ. ૮૬૯માં થયેલા નિવૃત્તિકાળના શીલચાર્યવૃત ચઉપ્પન્નમહાપુરિસચરિયમાં પણ થયું છે. આ કૃતિમાં ભગવાન
Page #377
--------------------------------------------------------------------------
________________
358 || ભક્તામર તુલ્યું નમઃ |
મહાવીરના સંબંધમાં આપવામાં આવેલી આર્યામાં સમવસરણના અશોકવૃક્ષ, છત્ર અને સિંહાસનની વાત કર્યા પછી ભામંડળ અને યક્ષ દ્વારા ગ્રહણ કરેલા ચામરનો ઉલ્લેખ જોવા મળે છે.
અષ્ટામહાપ્રતિહાર્યનો ઉલ્લેખ ક્યારથી થયો ? ક્યારે થયો ? અને કોણે કર્યો ? એવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઉપલબ્ધ પુરાવાના આધારે ઉત્તરની નિગ્રંથ પરંપરામાં તો તેનો સૌથી પહેલો કોટિકગણની વજશાખાના, નાગેન્દ્ર કુળના મુનિ શ્રી વિમલસૂરિની સુપ્રસિદ્ધ કથાત્મક રચના લગભગ ઈ. સ. ૪૭૩માં રચાયેલ ‘પઉમચરિય'માં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ત્યાં ભગવાન મહાવીરના સમવસરણના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે ઃ –
'अ ह दोणि य वक्खारा अट्टमहापाडिहेर संजुता ।'
અર્થાત્ સમવસરણમાં અષ્ટમહાપ્રતિહાર્ય યુક્ત બે વક્ષરકાર હતા. ત્યાં પ્રતિહાર્યોના નામ નથી ગણાવ્યા પરંતુ ઋષભદેવના કેવળજ્ઞાન ઉત્પત્તિના પ્રસંગમાં આસન, છત્ર, ચામર, ભામંડળ, કલ્પદ્રુમ, દેવદુંદુભિઘોષ અને પુષ્પવૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે :
શેષ બાકી રહી જતાં ‘દિવ્ય ધ્વનિ' નામનો અતિશય ઉલ્લેખ નથી કારણ કે આ અવસર ભગવાનની દેશના આપવાનો ન હતો. અહીંયાં માત્ર મહાપ્રતિહાર્ય જ વર્ણવ્યા છે. પરંતુ ભગવાન મહાવીરના સમવસરણ પ્રસંગે નીચે પ્રમાણેનો ઉલ્લેખ છે :
"भयवं मि तिहुयणगुरु विचित्त सीहासणे सुहनिविट्ठ छताइछत चामर असोग भामण्डलसणा हो ।।'
અહીં આઠે મહાપ્રતિહાર્યોમાંથી સિંહાસન, છત્ર, ચામર, અશોકવૃક્ષ અને ભામંડળ આ પાંચ જ પ્રતિહાર્યોનો ઉલ્લેખ છે.
પઉમચરિય પછી લગભગ ઈ. સ. ૫૫૦માં થયેલા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણની પ્રસિદ્ધ કથા ‘વસુદેવ ચરિત’માં ભગવાન શાંતિનાથના સમવસરણના અનુલક્ષમાં ઉપસ્થિત ૬ (છ) દિવ્ય પ્રતિહાર્યોમાં ભામંડળ અન દિવ્યધ્વનિનો ઉલ્લેખ નથી. પરંતુ ધર્મચક્રનો ઉલ્લેખ છે. બીજા ચાર તો તે જ છે જે આવશ્યકનિર્યુક્તિ, આવશ્યકચૂર્ણિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં આપવામાં આવેલા અશોકવૃક્ષ, છત્ર, ચામર અને સિંહાસન જ છે.
શ્રી સંધદાસગણિ આને પ્રતિહાર્ય નથી કહેતા. પરંતુ લગભગ ઈ. સ. ૬૭૫થી ૭૦૦માં રચાયેલ સૂત્રકૃતાંગ ચૂર્ણિમાં અને લગભગ ઈ. સ. ૭૪૫માં શ્રી હરિભદ્રના નંદિવૃત્તિમાં સ્પષ્ટ રૂપથી મહાપ્રતિહાર્યોથી સંબંધિત એક સંસ્કૃત શ્લોક ઉષ્કૃત કરેલો મળી આવે છે. આ જ શ્લોકને શ્રી હરિભદ્રજીએ વળી પાછો લગભગ ઈ. સ. ૭૬૦થી ૭૭૦ રચાયેલ ‘અનેકાંતજયપતાકા’ની ‘સ્વોપક્ષવૃત્તિ’માં પણ ૨જૂ કર્યો છે અને તપશ્ચાદની શ્વેતામ્બર ટીકાઓમાં પ્રસંગોપાત્ત આ જ શ્લોક રજૂ થતો રહ્યો છે જે આ પ્રમાણે છે :
Page #378
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 359 "अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्योध्वनिश्चामरमासनं च ।
भामंडल दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।।" આ શ્લોકની ભાષા, શૈલી અને સંરચના જોતાં એવું જણાય છે કે આ રચના સાતમી સદીના પૂર્વાર્ધ પછીની હશે.
દક્ષિણાત્મક પરંપરામાં અષ્ટમહાપ્રતિહાર્યનો ઉલ્લેખ સૌપ્રથમ લગભગ ઈ. સ. છઠ્ઠી સદીના મધ્યભાગમાં રચાયેલ તિલોયપષ્ણતીમાં મળી આવે છે. ત્યાં અશોકવૃક્ષ, ગણ, સિંહાસન, છત્રત્રય, દુંદુભિ, ભામંડળ અને પુષ્પવૃષ્ટિને ગણાવવામાં આવ્યાં છે. પરંતુ ચામર પ્રતિહાર્યોનો ઉલ્લેખ નથી. દિવ્ય ધ્વનિના સ્થાને ગણનો ઉલ્લેખ છે. જે “વસુદેવ ચરિત માં પણ સમવસરણના અનુસંધાનમાં આ જ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તક્ષશ્ચાત્ મહામેધાવી દાર્શનિક સ્તુતિકાર દિગમ્બરાચાર્ય સ્વામી સમન્તભદ્રના લગભગ ઈ. સ. ૬૦૦માં રચાયેલા “સ્તુતિ વિદ્યા’ સ્તોત્રમાં અષ્ટપ્રતિહાર્યો સંબંધિત શ્લોક મળી આવે છે. સ્તુતિવિદ્યા શ્લોક ૫ અને ૬ આ પ્રમાણે છે :
नतपीला सनाशोक सुमनोवर्षा भासितः । भामंडलासनाऽशोक सुमनोवर्ष भासितः ।।५।। दिव्यध्वर्निसितच्छत्रचामरेर्दुन्दुभिस्वनैः ।
दिव्यैर्विनिर्मितस्तोत्रश्रमदुर्दुरिभिजनैः ।।६|| અહીંયાં ભામંડળ, આસન, અશોકવૃક્ષ, સુમનવર્ષા, દિવ્યધ્વનિ, ચામર, છત્ર અને દુંદુભિ એમ બધા જ અષ્ટપ્રતિહાર્યોનો ઉલ્લેખ છે.
શ્રી સમન્નુભદ્રની રચનાઓ પછીના ક્રમમાં આવે છે. પૂજ્યપાદ દેવનંદિની રચનાઓ જેમનો સમયકાળ લગભગ ઈ. સ. ૬૩૫થી ૬૮૦ સુધીનો છે. ઈ. સ. ૧૦૨૫થી ૧૦૫૦માં થયેલા શ્રી પ્રભાચન્દ્ર પોતાની ક્રિયાકલાપ ટીકા'માં દશભક્તિના નામથી પ્રચલિત સંસ્કૃત પદ્યમય રચનાઓને પાદપૂજ્ય' અથવા પૂજ્યપાદની જણાવી છે. પરંતુ આ સંદર્ભમાં શ્રી પંડિત નથુરામ પ્રેમીનું મંતવ્ય છે કે, “પૂજ્યપાદ શબ્દવિશેષણ ભૂતકાળમાં દેવનંદિ સિવાયના ભટ્ટ અકલંકદેવ અને અન્ય બીજા આચાર્યો માટે પણ પ્રયોજાતો હોવાને કારણે અને દેવનંદિથી સંબંધિત અભિલેખો તથા સાહિત્યસંદર્ભોમાં એની સુપ્રસિદ્ધ રચનાઓ – જેનેન્દ્રલક્ષણ શાસ્ત્ર અને સર્વાર્થ સિદ્ધિ ટીકા અને તે ઉપરાંત “સમાધિતંત્ર' તથા “ઇબ્દોપદેશ' સિવાય ક્યાંય પણ “દશભક્તિનો ઉલ્લેખ ન હોવાને કારણે એમની કર્તવ્યસ્થિતિ લગભગ અનિશ્ચિત છે.
‘દશભક્તિની શૈલી દેવનંદિની અન્ય રચનાઓની ગૂંથણી અને પ્રસાદની દૃષ્ટિએ આનાથી નિરાળી અને વધારે સુંદર છે અને દેવનંદિની પોતાની રચનાના જુદી જ રીતનાં લક્ષણો, શબ્દોની પસંદગી વગેરે પણ દૃષ્ટિગોચર થાય છે. આ બધી જ રચનાઓ પૂજ્યપાદ'ની રચના હોવાનો પ્રભાચન્દ્ર પાસે ચોક્કસ કોઈક પારંપરિક આધાર રહ્યો હશે. પરંતુ તેઓએ એ નથી જણાવ્યું કે
Page #379
--------------------------------------------------------------------------
________________
360 | ભક્તામર તુલ્યુ નમઃ | પૂજ્યપાદ કોણ હતા ? છતાં પણ મોટા ભાગે અહીંયાં દેવનંદિને પૂજ્યપાદ' તરીકે વર્ણવ્યા હશે, એવું માની શકાય તેમ છે.
શ્રી પંડિત નથુરામ પ્રેમીનું કહેવું છે કે “આ કોઈ પૃથક રચના જ હોવી જોઈએ કારણ કે દશભક્તિના શ્લોકોમાંથી નિર્વાણભક્તિના પ્રારંભિક ૨૦ શ્લોકો તો જિનવરના પંચકલ્યાણક સાથે જ સંબંધિત છે અને તે પછીના ૨૧મા શ્લોકથી લઈને ૩૨મા શ્લોક સુધીનો ભાગ જ વાસ્તવમાં નિર્વાણભૂમિથી સંબંધિત છે. જેની શૈલી અને છંદ વીર પંચકલ્યાણક સ્તોત્ર'માં જોવા મળતી શૈલી ભિન્નતાના આધાર પર તથા વિશિષ્ટ અને અપૂર્વ લાલિત્યની ઉપસ્થિતિના કારણે એને દેવનંદિની રચના માની શકાય તેમ છે.” અન્ય રચનાઓમાં પૂર્વોક્ત મહાવીર સ્તોત્ર'ના ૧૪મા શ્લોકમાં કેવળજ્ઞાનપ્રાપ્તિ પછી ભાવકગિરિ પર ભગવાનની પ્રથમ ધર્મદેશનાના ઉપલક્ષમાં અષ્ટ પ્રતિહાર્યોનો અનુસંધાનમાં થયાનું ઉલ્લેખિત છે, જે આ પ્રમાણે છે :
છત્રાશોવી ઘોષ સિંહાસનવુંમિ યુસુમવૃષ્ટિ |
वर चामरभामंडल दिव्यान्यन्यानि यावायत् ।।" શૈલી અને ભાષાના આધાર પર આ સ્તોત્ર સાતમી સદીના પૂર્વાર્ધનું હોય એવું જણાય છે.
નિર્વાણભક્તિ ઉપરાંત નંદીશ્વરભક્તિમાં પણ અષ્ટ મહાપ્રતિહાર્યોનો ઉલ્લેખ મળી આવે છે. આ બંને ભક્તિ જુદી જુદી પરંતુ કદાચ બંને એક જ કર્તાની રચનાઓના મળતા આવતા સ્વરૂપને દર્શાવે છે. આમાં પ્રથમ શ્લોકથી લઈને ૩૭મા શ્લોક સુધીમાં દેવકલ્પોથી પ્રારંભ કરીને સકળ લોકમાં રહેતાં શાશ્વત જિનચૈત્યોની જાણકારી આપવામાં આવી છે. જેમાં નંદીશ્વર દ્વીપ પણ છે અને ત્યારબાદના ૩૮મા શ્લોકથી લઈને ૬૦મા શ્લોક સુધીમાં પહેલાં તો તીર્થકર ભગવંતના ૩૪ અતિશયો અને ત્યારપછી અષ્ટ-મહાપ્રતિહાર્યોનું વિવરણ છે. નિર્વાણભક્તિ અને નંદીશ્વર-ભક્તિ બંનેની શૈલી એક જેવી જ છે. એટલું જ નહીં પરંતુ આ બંને રચનાઓની શૈલી વીર-પંચકલ્યાણક સ્તોત્ર' સાથે ઘણી મળતી આવે છે. એવો પણ સંભવ છે કે આ ત્રણે રચનાઓના રચનાકાર કદાચ એક જ હોય.
નંદીશ્વર ભક્તિ પણ અતિશયો અને પ્રતિહાર્યોનું વર્ણન કરવાવાળી અત્યંત મધુર અને લાલિત્યપૂર્ણ રચના છે અને આ રચના પણ પ્રાયઃ મધ્યકાલીન સમય પહેલાંની હશે એવું જણાઈ આવે છે. આ સ્તોત્રના રચનાકાર નિશ્ચિત રૂપે કોઈ ઉચ્ચકક્ષાના કવિ હશે એમ લાગ્યા વિના રહેતું નથી. અહીંયાં ૩૪ અતિશયોનું વર્ણન અત્યંત સુંદર રીતે અને મધુર પદાવલિઓમાં ગુંફિત કરવામાં આવ્યું છે. અષ્ટ-મહાપ્રતિહાર્યો સંબંધિત આવાં સુંદર પદ્યો આ પ્રમાણે છે :
वरपद्मरागकेसरमतुलसुखस्पर्शहेममयदलनिचयम् । पादन्यासे पद्मं सप्त पुरः पृष्ठतश्च सप्त भवंति ।। एतेनेति त्वरितं ज्योतिर्यंतरदिवौकसामृतभुजः । कुलिशभृदाज्ञापनया कुर्वत्यन्ये समन्ततो व्याव्हानम् ।।
Page #380
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા
1
स्फुरदसहस्ररुचिरं विमलमहारत्नकिरणनिकरपरीतम् प्रहसितिकिरणसहस्रद्युतिमंडलमग्रगामि धर्मसुचक्रम् || वैडूर्यसूचिर विटप प्रवालमृदुपल्लवोपशोभितशाखः श्रीमानशोकवृक्षो वरमरकतपत्रगहन बहलच्छायः || मंदारकुंदकुवलयनीलोत्पल कमलमालती बकुलाद्यैः । समदभ्रमपरीतैर्व्यामिश्रा पतति कुसुमवृष्टिर्नभसः कटककटिसूत्रकुंडलकेयूरप्रभृतिभूषितांगौ
||
स्वंगौ
यक्षौ कमलदलाक्षौ परिनिक्षिपतः सलीलचामरयुगलम् ।। आकस्मिकमिव युगपद्दिवसकरसहस्रमपगतव्यवधानम् भामंडलविभावितरात्रिं दिवभेदमतितरामामाभाति
प्रबलपवनाभिधातप्रक्षुभितसमुद्रघोषमन्द्रध्वानम्
सुवीणावंशादिसुवाद्यदुंदुभिस्तालसमम्
त्रिभुवनपतितालांछनमिंदुत्रयतुल्यमतुलमुक्ताजालम्
छत्रत्रयं च सुबृहद्वैडूर्यविक्लृप्त दंडमधिकमनोज्ञम् ।। ध्वनिरपि योजनमेकं प्रजायते श्रोतहृदयहारिगभीरः । ससलिलजलधरपटलध्वनितमिव प्रविततान्ततराशावलयम् ।।
दध्वन्यते
स्फुरितांशुरत्नदीधितिपरिविच्छरितामरेन्द्रचापच्छायम् ध्रियते मृजेन्द्रवर्यैः स्फटिकशिलाघटित सिंहविष्टरमतुलम् ।। यस्येह चतुस्त्रिंशत्प्रवरगुणा प्रातिहार्यलक्ष्म्यश्चाष्टौ I तस्मै नमो भगवते त्रिभुवनपरमेश्वरार्हते गुणमहते ।।
361
પ્રતિહાર્યોને વર્ણવતાં આ પઘો એટલાં જ સુંદર અને સુગઠિત છે જેટલાં અતિશયોવાળાં પઘો. પ્રતિહાર્યોનું વર્ણન જોતાં આમાંથી થોડાંક પઘો દિગમ્બર-માન્યતાથી અલગ અને થોડીઘણી રીતોમાં તો ઉત્તરની પરંપરાથી નજીકનાં લાગે છે.
શ્વેતામ્બર સંપ્રદાયના શ્રી ઉદ્યોતનસૂરિ વિરચિત 'કુવલયમાલાકહા' જે ઈ. સ. ૭૭૮માં રચવામાં આવેલી તે સૌથી પ્રાચીન, પ્રાગ્ મધ્યકાલીન રચનાઓમાંથી છે અને જેના રચનાકાળના સંબંધમાં સ્પષ્ટ પુરાવાઓ પણ મળી આવે છે. આ ગ્રંથમાં પ્રતિહાર્યોનો ઉલ્લેખ છે. આ પ્રતિહાર્યોનું વર્ણન ભગવાન મહાવીરના સમવસરણના અનુસંધાનમાં ક૨વામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે : एयस्य मज्झारे रइयं देवेण मणिमयं तुंगं I कंचन - सेलं च थिरं वरासणं भुवणनाहस्स 11 तत्तो पसरिय किरणं दित्तं भामंडलं मुणिवइस्स । वर दुदुही य दीसइ वर सुर कर ताडिया सहसा ।।
Page #381
--------------------------------------------------------------------------
________________
362 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
कोमल किसलय हारं पवणुव्वेल्लंत गोच्छ चचइयं । बारस गुण तुंगयरं असोग वर पायवं रम्मं ।। तत्तो वि फलिह मइयं तिहुयण - सामित्तणेक्क वर चिंधं । चंदावलि व्व रइयं छत्ततियं धम्मणाहस्स 11 पासेहिं चामराओ सक्कीसाणेहिं दो वि धरियाओ । उक्कुट्ठि सीह-णाओ णिवडंति य दिव्व - कुसुमाई ।। • વનયમાલાહા (૧૭૧)
અહીંયાં પ્રતિહાર્યોનું જે વર્ણન ક૨વામાં આવ્યું છે તેમાં દિવ્યધ્વનિનો ઉલ્લેખ કરવાનું રહી ગયું છે. છતાં પણ રચનાકારે અહીંયાં અષ્ટ-મહાપ્રતિહાર્યોનું જ નિરૂપણ કર્યું છે એમ કહેવામાં આવે છે.
‘કુવલયમાલાકહા' પછી તરત ઈ. સ. ૭૮૪માં પુન્નાટસંધીય શ્રી જિનસેનના ‘હરિવંશ પુરાણ'માં ઈ. સ. ૮૩૬-૮૫૦ની વચ્ચે થયેલા પંચસ્તૂપાન્વય'ના સ્વામી વી૨સેનના શિષ્ય જિનસેનના ‘આદિપુરાણ'માં તથા ત્યારપછીના દિગમ્બર મધ્યકાલીન સાહિત્યમાં પ્રતિહાર્યોના ઉલ્લેખ મળતા રહ્યા છે. જેવી રીતે શ્વેતામ્બર સાહિત્યમાં આવા ઉલ્લેખો મળી આવે છે તેવી રીતે ત્યાં પણ મળી આવે છે.
અષ્ટ-મહાપ્રતિહાર્યોની પ્રાચીન જિન પ્રતિમાઓ સાથે સંલગ્નતાના સંદર્ભમાં શું સ્થિતિ હતી તે જોઈએ તો કુશાનકાલીન તથા ગુપ્તકાલીન મથુરા, અહિચ્છત્રા અને વિદિશાનાં દૃષ્ટાંતોમાં પ્રતિહાર્યોની ઉપસ્થિતિ અને એની સંખ્યા માટે કોઈ નિયમ હોય એવું જાણવા મળતું નથી. આ પ્રતિહાર્યોની સંખ્યા ક્યાંક ત્રણ, ક્યાંક ચાર તો ક્યાંક વળી પાંચ પણ મળી આવે છે. ક્યાંક અશોકવૃક્ષ બતાવવામાં આવ્યું છે તો કોઈક જગ્યાએ તો ફક્ત ભામંડળ જ લેવામાં આવ્યું છે. સિંહાસન લગભગ બધી જ પ્રતિમાઓમાં કંડારાયેલું જોવા મળે છે. પરંતુ ચામરધારી યક્ષો કે દેવો મળે પણ છે અને નથી પણ મળતા. ક્યારેક ચામરધારી દેવોને સ્થાને આરાધકોની આકૃતિ પણ મળી આવે છે. છત્ર પ્રતિહાર્યના સંબંધમાં જોવા જોઈએ તો તે ગુપ્તયુગના પ્રારંભ સુધી પ્રતિમાના ભામંડળની ઉપરના ભાગ સાથે સંલગ્ન ન રહેતા પ્રતિમાના પાછળના ભાગમાં જોડાયેલી સ્તંભિકા સાથે જોડી દઈને અધ્ધર રાખી દેવામાં આવતા હતા અને આ પણ છત્રત્રય અર્થાત્ ત્રણ છત્ર ન રહેતાં માત્ર એક છત્ર જ રહેતું હશે. જેવી રીતે બુદ્ધની પ્રતિમામાં રહેતું હતું તેવી રીતે લગભગ ઈ. સ. સાતમી સદી પછીના સમયથી પ્રતિમા સાથે સંલગ્ન પ્રતિહાર્યોની સંખ્યામાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે ત્યારથી છત્ર પણ ક્યાંક ક્યાંક છત્રત્રયના રૂપમાં દૃષ્ટિગોચર થવાનો પ્રારંભ થયો. દેવદુંદુભિ પ્રતિહાર્ય મળી જ જાય એવો કોઈ નિયમ ન હતો. પુષ્પવૃષ્ટિ તો આકાશગામી વિદ્યાધરો દ્વારા દર્શાવવામાં આવતી હતી. જ્યારે દિવ્યધ્વનિને તો શિલ્પમાં કંડારવાનું મુશ્કેલ છે જે સમજી શકાય તેવી વાત છે. તેથી આ પ્રતિહાર્યની હાજરી શક્ય ન હતી.
શ્વેતામ્બર સાહિત્યમાં અષ્ટ-મહાપ્રતિહાર્યોથી સંબંધિત બે ભિન્ન અભિગમો સ્પષ્ટ રૂપથી
Page #382
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા 363 દેખાઈ આવે છે. આગમ અને આગમિક સાહિત્યમાં અષ્ટ પ્રતિહાર્યોનો કોઈ સમન્વય, વિશિષ્ટ સમૂહના રૂપમાં અલગ વિભાગ હતો જ નહીં, ત્યાં તીર્થકરોના ૩૪ અતિશયોમાં પ્રતિહાર્યોમાંથી ચાર, ક્યારેક પાંચ કે છનો જ સમાવેશ રહ્યો હતો. સૌથી પહેલા કથાત્મક સાહિત્યમાં અષ્ટ પ્રતિહાર્યોની કલ્પના પ્રગટ રૂપમાં દેખાઈ આવે છે અને ત્યાં સ્પષ્ટ થઈ ગયા પછી જ તે અનુગુપ્ત અને પ્રાગું મધ્યકાલથી શ્વેતામ્બર આગમિક વ્યાખ્યા સાહિત્યમાં એનો સ્વીકાર કરીને સમાવિષ્ટ કરવામાં આવ્યો. બીજી તરફ દિગમ્બર સાહિત્યમાં જેને અષ્ટ-મહાપ્રતિહાર્યો માનવામાં આવે છે તેનો એમના માન્ય ૩૪ અતિશયોમાં સમાવિષ્ટ નથી. લગભગ ઈ. સ. ૫૫૦માં રચાયેલ “ત્રિલોક પ્રજ્ઞપ્તિમાં આપવામાં આવેલા ૩૪ અતિશયોમાં માથા પર ચક્ર ધારણ કરેલા સમવસરણની ચતુર્દિશાના અનુસંધાનમાં ચાર યશેન્દ્રો અને પાદપીઠની વાત છે. પરંતુ અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, ભામંડળ અને છત્રાદિ ત્યાં નથી બતાવવામાં આવ્યા.
શ્વેતામ્બર માન્ય અતિશયોમાં આકાશવર્તી એક જ ધર્મચક્ર બતાવ્યું છે અને ત્યાં બતાવવામાં આવેલો શક્રધ્વજ દિગમ્બરોની ગણતરીમાં છે જ નહીં. તામ્બરોમાં અષ્ટ મહાપ્રતિહાર્યોને અલગ સમૂહ તરીકે ગણાવામાં આવ્યો છે અને તેમાંથી ધર્મચક્રને બાદ કરીને અશોકવૃક્ષ આદિનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રિલોક પ્રજ્ઞપ્તિ જ એવો પ્રથમ ગ્રંથ છે જેમાં અતિશયો ને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે: (૧) જન્મજાત, (૨) કેવલજીનત અને (૩) દેવકૃત.
આમ જોવા જઈએ તો અષ્ટ પ્રતિહાર્ય દેવકૃત અતિશયોની અંદર જ આવવા જોઈએ પરંતુ ત્યાં આ પ્રમાણે નથી જણાવ્યું. ત્રિલોક પ્રજ્ઞપ્તિને આયોજન અને લેખનશૈલીની દૃષ્ટિએ જોઈએ તો આગમો પછી થયેલા વિકાસનું દ્યોતક શાસ્ત્ર છે. ત્રિલોક પ્રજ્ઞપ્તિમાં અતિશયોમાં પાછળથી નિગ્રંથ-દર્શનમાં પ્રવેશેલા દિવ્ય સમવસરણની કલ્પનામાં તીર્થકરોને ચતુર્દિશાથી સંબંધિત દેવકૃત ચતુર્મુખ રૂપાભાસનો ઉલ્લેખ છે. જે શ્વેતામ્બરોમાં સર્વપ્રથમ લગભગ ઈ. સ. ૫૫૦માં શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ દ્વારા વિરચિત વસુદેવ ચરિત' અને તપશ્ચાતના સાહિત્યમાં મળી આવે છે.
નિગ્રંથ પ્રતિમા-વિધાનના બેજોડ અભ્યાસી ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહ ઉપલબ્ધ સાહિત્યિક અને પ્રતિભાવિષયક પ્રમાણોના વિશ્લેષણ પછી એ નિર્ણય પર પહોંચ્યા છે કે અષ્ટમહાપ્રતિહાર્યોની પૂર્ણરૂપની કલ્પના ગુપ્તકાલના અંતમાં શરૂ થઈને વિશેષ કરીને અનુગુપ્ત કાળમાં દઢીભૂત થઈ હતી અને અતિશયોનું પૃથક્કરણ કરીને જ પ્રતિહાર્યોને બતાવવામાં આવ્યાં હતાં.
ઉપર ચર્ચાયેલા બધા પ્રાચીન પુરાવાઓને, જેમાં પ્રતિહાર્યોની કલ્પનામાં ન તો સમાનતા છે ન તો પ્રાચીનતા કે ન તો ક્રમબદ્ધતા છે. સંખ્યા અને પ્રકારના વિષયમાં કાયમી એકલતા પણ જોવા મળતી નથી. ઉત્તરાપંથની આગમિક પરંપરામાં તો અષ્ટપ્રતિહાર્યરૂપી એકરૂપતાની કલ્પના કરવામાં ન આવતાં તેમાંથી મુખ્ય મુખ્ય દશ્યમાન અને દ્રવ્યમય હતાં તેનો જ ૩૪ અતિશયોમાં સમાવેશ થયો હતો. આ બધું જોતાં એવું લાગે છે કે ભક્તામરકાર અષ્ટ પ્રતિહાર્યોને લઈને નહીં પણ ૩૪માંથી ચાર દેવકૃત પ્રત્યક્ષ અતિશયોનો સ્વીકાર કરીને આવશ્યક નિર્યુક્તિ
Page #383
--------------------------------------------------------------------------
________________
364 જી / ભક્તામર તુલ્યુ નમઃ | વગેરેની પરંપરા અનુસાર જ ચાલ્યા છે. એટલું જ નહીં, ભક્તામરકારનાં ચાર પ્રતિહાર્યોનાં લક્ષણ પણ શ્વેતામ્બર સંપ્રદાયમાં આપેલા વર્ણનોને મળતાં આવે છે.
ભક્તામર સ્તોત્રકાર શ્રી માનતુંગસૂરિને અષ્ટ મહાપ્રતિહાય અપેક્ષિત હતાં એવું માનીને ચાર પદ્યોની પૂર્તિ કરવાવાળા ઉત્તર મધ્યકાલીન નિગ્રંથ કવિઓમાં કદાચ એતિહાસિક દૃષ્ટિકોણ નહીં હોય. આજના જેવો વિશ્લેષણાત્મક સમીક્ષાત્મક અભિગમ નહીં અપનાવવાથી પોતપોતાની સમજ અને કાવ્યસામર્થ્ય અનુસાર ચાર અતિરિક્ત શ્લોકો બનાવી દેવાના ઉદ્દેશથી તેઓએ ઓછામાં ઓછા ચાર કે પાંચ જુદા જુદા ચાર શ્લોકોવાળા ગુચ્છકો એકબીજાથી સ્વતંત્ર અને એકબીજાથી અજાણ રહીને જુદા જુદા દેશકાળમાં રચવાના પ્રયત્નો થયા હશે. જો ભક્તામર સ્તોત્રમાં ચાર પ્રતિહાર્યો ઓછા છે, એવું માનવામાં આવે તો પછી આવશ્યક નિર્યુક્તિ, આવશ્યક ચૂર્ણિ, વિશેષાવશ્યક ભાષ્ય, વાસુદેવચરિત અને ચઉપૂનમહાપુરિસચરિયમાં પણ પ્રતિહાર્યોની સંખ્યા ઓછી છે એમ માનીને ત્યાં પણ બાકી રહેલા પ્રતિહાર્યો સંબંધિત શ્લોકો રચીને તેને મૂળ સ્તોત્રની સંરચના અનુસાર એકાદ આર્યા, ગાથા, ગુચ્છક કે દંડક બનાવીને તેમાં સમાવિષ્ટ કરી દેવા જોઈએ અને આ જ સિદ્ધાંતને લઈને બધી જ પ્રાચીન જિન પ્રતિમાઓ જેમાં બધાં જ આઠેઆઠ પ્રતિહાર્યોનો સમાવેશ થયો નથી, ત્યાં શિલ્પીને બેસાડીને બાકી રહેતાં પ્રતિહાર્યો કંડારાવી લેવાં જોઈએ. તાત્પર્ય કે ભક્તામરકારના મૂળમાં અષ્ટ પ્રતિહાર્યો અને તેની સાથે ૪૮ શ્લોકો અભિપ્રેત હતાં એવા કોઈ પુરાવાઓ મળતા નથી અને જે પુરાવાઓ મળે છે તે બધા જ આનાથી વિપરીત જ મળે છે.
મૂળ ૪૪ શ્લોકીય ભક્તામર સ્તોત્રમાં અતિરિક્ત ચાર પદ્યો સમાવિષ્ટ કરવાના સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને શ્રી જિતેન્દ્ર શાહ જણાવે છે કે, “જન્મીરતારથી શરૂ થવાવાળા ચાર પદ્ય જેની બેશક રીતે પાછળની થોડી સદીઓથી દિગમ્બર સંપ્રદાયમાં માન્યતા રહી છે. ક્ષેપક હોવાથી મૂળ સ્તોત્રના પાઠમાં જો ન રાખવામાં આવે તો તે બિલકુલ જ સુસંગત છે એની અનુપસ્થિતિમાં ન તો સ્તોત્રમાં કોઈ અપૂર્ણતા રહી જાય છે, ન એમાં આવી છે સદોષતા' કે વિકૃતિ પરંતુ ચાર પદ્યોને ઘુસાડી દેવાની પ્રક્રિયાને જ જબરદસ્તી અને બેમતલબનો પ્રયત્ન માનવામાં આવશે. ઉત્તર મધ્યકાળવાળાઓ એ આવા પ્રયત્નોને મંજૂર રાખતાં મૂળકારની સાથે ખરેખર અન્યાય જ થશે.”
ભક્તામર સ્તોત્રના મૂળ ૪૪ શ્લોકમાં અતિરિક્ત ચાર શ્લોકો જોડી દેવામાં આવે તો શ્રી માનતુંગસૂરિ સાથે અન્યાય થયો ગણાશે. આથી આ ચાર શ્લોકવાળું ગુચ્છક જે ૩૨-૩૩-૩૪૩૫માં શ્લોકના રૂપમાં દિગમ્બર સંપ્રદાયના પાઠમાં સમાવિષ્ટ થયેલું અને પ્રચલિત છે તે મૂળ સ્તોત્રમાં સમાવિષ્ટ થવું જોઈએ નહીં એવું તેમનું માનવું છે.
ભક્તામર સ્તોત્રની શ્લોકસંખ્યા સંબંધિત શ્રી કટારિયાજીનું મંતવ્ય આ પ્રમાણે રહ્યું છે કે, શ્વેતામ્બર સંપ્રદાય ભક્તામરના ૩૨થી ૩૫ સુધીના ચાર શ્લોકોને નથી માનતા, કુલ ૪૪ શ્લોક જ માને છે. આમાંથી ચાર પ્રતિહાર્યોનું વર્ણન રહી જાય છે. જ્યારે કે શ્વેતામ્બર સંપ્રદાય પણ પૂરા આઠ પ્રતિહાર્યને માને છે. કલ્યાણ મંદિર સ્તોત્રમાં પણ ભક્તામરની જેમ જ આઠ પ્રતિહાર્યોનું
Page #384
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 365 વર્ણન છે અને એને શ્વેતામ્બર સંપ્રદાય પણ અવિકળ રૂપથી માને છે તો પછી ભક્તામર સ્તોત્ર ઉક્ત ચાર શ્લોકોને શ્વેતામ્બર સંપ્રદાય શા માટે નથી માનતો ? કદાચ એમ કહેવામાં આવે છે કે કલ્યાણ મંદિરમાં ૪૪ શ્લોક છે. એટલે ભક્તામરમાં પણ ૪૪ જ હોવા જોઈએ. જો આવું કહેવામાં આવતું હોય તો તે અજુગતું છે. આવો તર્ક કરવાવાળાઓ જોઈએ તો જેવી રીતે કલ્યાણ મંદિરમાં આઠ પ્રતિહાર્યોનું વર્ણન છે. તેવી જ રીતે ભક્તામરમાં પણ આઠ પ્રતિહાર્યોના વર્ણનવાળા બધા શ્લોકોને માને, વ્યર્થ શ્લોકસંખ્યાની સામ્યતામાં પડીને ચાર પ્રતિહાર્યોને ન છોડી દે.
સ્થાનકવાસી કવિવર મુનિ અમરચંદજીએ પૂરા ૪૮ શ્લોક માનીને જ ભક્તામરનો હિન્દી પદ્યાનુવાદ કર્યો છે. બીજા પણ શ્વેતામ્બર વિદ્વાનોએ આનું અનુકરણ કરવું જોઈએ.”
શ્રી કટારિયાજીથી પહેલાં શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રીએ પણ થોડાઘણા અંશે આવું જ મંતવ્ય રજૂ કર્યું છે કે “એટલું જરૂર છે કે ભક્તામર સ્તોત્રને ૪૪ શ્લોકવાળું માની લેવાથી ભક્તામર સ્તોત્ર અધૂરું અવશ્ય રહી જાય છે. કારણ કે તીર્થકરોના પ્રતિહાર્યો દિગમ્બર સંપ્રદાયમાં જે રીતે માનવામાં આવ્યા છે તે જ રીતે શ્વેતામ્બર સંપ્રદાયમાં પણ માનવામાં આવ્યા છે. આ આઠ પ્રતિહાર્યોનું વર્ણન જે પ્રમાણે કલ્યાણમંદિર સ્તોત્રમાં છે જેને શ્વેતામ્બર સંપ્રદાયના ભક્તામર સ્તોત્રમાં જે ૩૨-૩૩-૩૪-૩૫ સંખ્યાવાળા ચાર શ્લોકોને નથી રાખવામાં આવ્યાં તેમાં ક્રમ પ્રમાણે દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ આ ચાર પ્રતિહાર્યોનું વર્ણન છે.
ઉક્ત ચાર શ્લોકોને ન માનવાથી આ ચાર પ્રતિહાર્યો રહી જાય છે. એટલે કહેવું પડશે કે શ્વેતામ્બરીય ભક્તામર સ્તોત્રમાં માત્ર ચાર જ પ્રતિહાર્યો બતાવ્યા છે. જ્યારે શ્વેતામ્બરીય સિદ્ધાંતાનુસાર પ્રતિહાર્ય આઠ હોય છે અને તે છોડાયેલા ચાર પ્રતિહાર્યોને કલ્યાણમંદિર સ્તોત્રમાં ક્રમશઃ ૨૫-૨૦-૨૪ તથા ૨૧ નંબરના શ્લોકોમાં ગુંફિત કરવામાં આવ્યા છે. અતઃ શ્વેતામ્બર સંપ્રદાય સામે બે સમસ્યાઓ છે. એક તો એ કે જો કલ્યાણમંદિરને તેઓ પૂર્ણ રૂપે સ્વીકારે છે તો કલ્યાણ મંદિરની જેમ જ તથા પોતાના સિદ્ધાંતનુસાર ભક્તામર સ્તોત્રમાં પણ આઠ પ્રતિહાર્યોનું વર્ણન માને તો તેઓએ ભક્તામર સ્તોત્રના ૪૮ શ્લોક માનવા જ જોઈએ. બીજું એ કે જો ભક્તામર સ્તોત્રમાં પોતાની માન્યતાનુસાર ચાર પ્રતિહાર્યો હોય તો કલ્યાણ મંદિરમાં પણ ૨૦-૨૯-૨૪ અને ૨૧ નંબરના શ્લોકો કાઢી નાખીને બંને સ્તોત્રોને સમાન બનાવી દેવા આ બંને સમસ્યાઓથી પહેલી સમસ્યા જ શ્વેતામ્બર સમાજે અપનાવવી પડશે. કારણ કે એવું કરવાથી જ ભક્તામર સ્તોત્રનું પૂર્ણ રૂપ તેમની પાસે રહેશે અને એ અવસ્થામાં દિગમ્બર અને શ્વેતામ્બર સંપ્રદાયના ભક્તામર સ્તોત્રમાં કંઈપણ અંતર નહીં રહે.”
શ્રી કટારિયા અને શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રી બંનેનાં ઉપર્યુક્ત મંતવ્યોમાં ૪૪ની જગ્યાએ ૪૮ શ્લોકોનો સ્વીકાર કરી લેવાની, શ્વેતામ્બર સંપ્રદાયને સલાહ આપવામાં આવી છે. ઇતિહાસવિદો એનો સ્વીકાર કરે કે ના કરે એ બીજી વાત છે. ૪૮ શ્લોકને સ્વીકાર કરવા માટે નડતી પહેલી મુશ્કેલ વાત તો એ છે કે “જન્મીરતારવાળું ચાર શ્લોકોનું ગુચ્છક મૂળભૂત રીતે મૌલિક જણાતું નથી. એમાં શ્રી માનતુંગસૂરિની ભાષા અને શૈલીનો ક્યાંય મેળ જણાતો નથી.
Page #385
--------------------------------------------------------------------------
________________
366 - || ભક્તામર તુલ્ય નમઃ || બીજી મુશ્કેલ વાત એ કે શ્રી માનતુંગસૂરિને ત્યાં સમવાયરૂપથી અષ્ટ પ્રતિહાર્યો અભિપ્રેત હતાં એવું સિદ્ધ નથી થઈ શક્યું. શ્રી માનતુંગસૂરિએ ઉત્તરની પરિપાટીના ૩૪ અતિશયોમાંથી પસંદ કરીને ચાર જ અતિશયોનું વર્ણન કર્યું છે જે પરિપાટીનું અનુકરણ આવશ્યક નિર્યુક્તિ વગેરેની પરંપરામાં જોવા મળે છે. જો શ્રી માનતુંગસૂરિ સ્વયંને સ્તોત્રની રચના કરવામાં અષ્ટ-મહાપ્રતિહાર્ય જરૂરી લાગ્યા હોત તો તેઓ આઠ પ્રતિહાર્યોનું વર્ણન કરતાં અચકાત નહીં. જે વાત રચનાકારની મૂળભૂત યોજનામાં ન રહી હોય, કલ્પનામાં પણ ન હોય, તેને જબરજસ્તીથી તેમાં સમાવિષ્ટ કરી લેવાથી અને એવું કરીને રચયિતાની સર્વાંગસુંદર અને મૌલિક રચનામાં નિઃસાર શ્લોકોને તેમાં સમાવી દેવાથી તો ભારે અસામંજસ્ય ઉત્પન્ન થાય છે. એવું કરવાનો કોઈ પણ અધિકાર મધ્યકાળમાં હતો, એવું માનવું બહુ મુશ્કેલ છે. આ અતિરિક્ત ચાર શ્લોકોને સ્વીકારી લેવાથી કોઈ સાંપ્રદાયિક માન્યતાની લાગણીને ઠેસ નથી પહોંચતી પરંતુ ઐતિહાસિક પ્રમાણિકતાને અને તથ્યવાદને તો ખૂબ મોટું નુકસાન થાય છે.
શ્રી કટારિયાએ કરેલી ચર્ચામાં સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિ અમરચંદજીએ ૪૮ શ્લોકોના હિન્દીમાં કરેલા પદ્યાનુવાદની વાત કરી છે તો સ્થાનકવાસી સંપ્રદાયમાં તો અમરચંદજી મુનિથી પણ પહેલા ૪૮ શ્લોકોવાળો પાઠ જ પ્રચલિત હતો. જામનગરથી ઈ. સ. ૧૯૧૫માં સ્થાનકવાસી મુનિ ગિરધારીલાલજી દ્વારા સંશોધિત જ્ઞાનસાગરમાં જે ભક્તામર સ્તોત્ર છે તેમાં દિગમ્બર પાઠવાળા વધારાના ચાર શ્લોકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તેનાથી પણ પહેલા ઈ. સ. ૧૯૦૯માં જેન હિતેચ્છુ અને જૈન સમાચાર (અમદાવાદ)ના ગ્રાહકોને ગુજરાતીમાં અનુવાદ સહિત ભેટ આપવામાં આવેલા ભક્તામર સ્તોત્રમાં ૪૮ શ્લોકવાળો જ પાઠ છે. અર્થાત્ સમગ્ર સ્થાનકવાસી સંપ્રદાયમાં ૪૮ શ્લોકવાળો ભક્તામર સ્તોત્રનો પાઠ પ્રચલિત હતો.
અહીં જે ચર્ચા કરવામાં આવી છે તે વિસ્જનોનાં ઐતિહાસિક અન્વેષણાનાં સ્વીકૃત ધોરણો પર આધારિત છે અને તય્યાન્વેષણના પરિપ્રેક્ષ્યમાં શું સાચું હોઈ શકે, તે ઉપલબ્ધ પ્રમાણોના આધાર પર શું યોગ્ય છે ? એટલી જ ચર્ચા કરવાની છે.
શ્રી કટારિયા અને શ્રી અજિતકુમાર શાસ્ત્રીજીએ ચાર અતિરિક્ત શ્લોકો સ્વીકારી લેવાની શ્વેતામ્બરોને સલાહ આપી છે તે સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને શ્રી જિતેન્દ્ર શાહ જણાવે છે કે, “અમે ન તો દિગમ્બર સંપ્રદાયને, ન સ્થાનકવાસી સંપ્રદાયને કોઈ સલાહ દેવા યોગ્ય છીએ કે તમે “અમીરતાર' આદિ ચાર અતિરિક્ત પદ્યોને દૂર કરી દો, ન મંદિરમાર્ગી શ્વેતામ્બરો ને નિર્ગથેતર વિસ્જનોને આગ્રહ કરીશું કે તમે તે ચાર વિશેષ પદ્યોનો સ્વીકાર કરી લો.”
વિવિધ વિદ્વજનોનાં મંતવ્યોના આધારે કરવામાં આવેલી ચર્ચામાં પુરાવાના આધારે જોવા જઈએ તો મૂળ સ્તોત્રકર્તા શ્રી માનતુંગસૂરિને ૪૪ શ્લોકો જ અપેક્ષિત રહ્યા હતા. અથવા આજે જે ઉપલબ્ધ રચના મળી આવે છે તેમાં રહેલા ૪૮ શ્લોકો જ જો ભૂતકાળમાં રહ્યા હોય એવું માની લઈએ તો પણ આ ચાર શ્લોકો લાંબા સમય સુધી સ્તોત્રમાંથી ગુમ થયેલા હતા તેમ માનવું પડે. અતિરિક્ત ચાર શ્લોકોવાળા જેટલાં પણ ચાર કે પાંચ ગુચ્છકો ઉપલબ્ધ છે તે બધાંમાં શ્રી
Page #386
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા 367 માનતુંગસૂરિની મૂળ રચના જેવી ભાષા, શૈલી, કાંતિ, ઓજસ, પદ, લાલિત્ય અને નર્તનતા આ સર્વનો સર્વથા અભાવ જોવા મળે છે.
ગ્રંથભંડારોમાંથી પ્રાપ્ત થતી ભક્તામર સ્તોત્રની પ્રાચીન પ્રતોમાં શ્વેતામ્બર માન્ય પાઠની પ્રાચીન પ્રતો, પાટણ, ખંભાત, જેસલમેર અને પૂનાના જ્ઞાન-ગ્રંથભંડારોમાં ઉપલબ્ધ છે. જેમાંથી પાટણ, ખંભાત અને જેસલમેરમાં તો અનેક તાડપત્રીય પોથીઓ મળી આવે છે. પાટણ સૂચિ ગ્રંથોમાં લિપિ પર ચોક્કસ કાળ નથી આપવામાં આવ્યો અને જે પોથીઓ પર લિપિનો ચોક્કસ સમય લખવામાં આવ્યો છે. તેમાંથી નકલ કરવામાં આવેલી અનેક કૃતિઓમાંથી એકાદ જ આદર્શ નકલ હોય છે. આને ભક્તામર સ્તોત્રનો લિપિકાળ માની ન શકાય. પરંતુ ખંભાત અને જેસલમેરમાંથી મળી આવતી પ્રતોમાં લિપિ પરથી ચોક્કસ સમય મળી આવે છે જે ત્યાં સૂચિગ્રંથોમાં આપવામાં આવ્યો છે. એના પરથી અનુમાન કરી શકાય છે. આમાંથી જ પ્રાચીનતમ પ્રત છે તે ઈ. સ. ૧૩મી સદીની છે અને કોઈક તો ૧૨મી સદીના ઉત્તરાર્ધની હોવાની પણ સંભાવના છે. આવી જ વાત ખંભાતના ભંડારોની ત્રણ પ્રતોની પણ છે. ત્યાં પણ ત્રણમાંથી સૌથી પ્રાચીન છે તે ઈ. સ. ૧૩મી સદીમાં લિપિબદ્ધ થઈ હોય એવું અનુમાન થઈ શકે છે અને આજ વાત પાટણની પ્રતોના વિષયમાં પણ માનવી પડે તેમ છે.
આ વિષયના સંદર્ભમાં શ્રી જ્યોતિ પ્રસાદ જૈને ભક્તામર સ્તોત્રના ઉપલક્ષમાં જે દિગમ્બર રચનાઓ રચાય છે તેની તોલવદેશીય નાગચંદ્ર મુનિની ઈ. સ. ૧૪૭૫માં વિરચિત પંચ સ્તોત્ર ટીકા'થી લઈને ઈ. સ. ૧૮૩પ સુધીની ક્રમબંધ માહિતી આપી છે. તેઓશ્રી લખે છે કે “આના સિવાય સિહાન્વયના મુનિ ધર્મસિંહના શિષ્ય મુનિ રત્નસિંહનું પ્રાણપ્રિય કાવ્ય જે ૪૮ શ્લોકોની પાદપૂર્તિરૂપ છે તેને ૧૮મી સદીની રચના અને તેના રચયિતા રત્નસિંહ જે લોકગચ્છીય સાધુ માનવાને માટે નાહટાજીની પાસે કયો આધાર છે એ તેઓએ ક્યાંય સૂચિત કર્યું નથી. રત્નસિંહ સ્વયં પોતાને સિંહ સંઘના અનુયાયી બતાવે છે (શ્રી સિંહસંઘસુવિયવ - ધર્મસિંહ - પથારવિન્દ્ર મધુરિમુનિ રત્નસિંe:) સ્વ. પંડિત નાથુરામ પ્રેમી (જૈન સાહિત્ય કા ઇતિહાસપૃ. ૪૯૪) આમ તો પરિચય આપી ચૂક્યાં છે. અમારું અનુમાન છે. પાહુડ દોહા(અપભ્રંશ)ના કર્તા મુનિ રામસિંહ(જેમનો સમય નાહટાજી પણ ૧૧મી સદીના મધ્યભાગ સ્વીકારે છે.)ની પરંપરામાં ઉપરોક્ત ધર્મસિંહ અને રત્નસિંહ થયા છે. સિંહસંઘ દિગમ્બર આ માન્યતાનો જ એક સંઘ હતો અને ૧૨મી કે ૧૩મી સદી પછી એનો કોઈ ઉલ્લેખ જોવામાં આવતો નથી. અતઃ સંભાવના છે કે મુનિ રત્નસિંહ અને તેમનું પ્રાણપ્રિય કાવ્ય ૧૨ કે ૧૩મી સદીનું હોય. અમૃતલાલજીએ એક અન્ય સમસ્યાપૂર્તિ કાવ્ય “ભક્તામર શતીનો પણ ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે તેનાથી પણ ૪૮ સંખ્યાનું સમર્થન થાય છે પરંતુ તેઓએ એ નથી જણાવ્યું કે આ દિગમ્બર રચના છે કે શ્વેતામ્બર. નાહટાજી પણ આ વિષયમાં મૌન થઈ ગયા એવું લાગે છે કે આના રચયિતા કોઈ શ્વેતામ્બર વિદ્વાન જ છે. જો એમ હોય તો શ્વેતામ્બર પરંપરામાં ૪૮ શ્લોક પાઠ પ્રચલિત હોવાને સમર્થન મળે છે. શ્વેતામ્બર સંપ્રદાયના જ સ્થાનકવાસી આદિ પેટા સંપ્રદાયોમાં ૪૮ શ્લોકનો પાઠ પ્રચલિત છે. ત્રીજું જેમ કે શાસ્ત્રીજીએ સ્પષ્ટ કર્યું છે અને નાહટાજીએ પણ સ્વીકાર કર્યો છે કે
Page #387
--------------------------------------------------------------------------
________________
368 છે || ભક્તામર તુલ્ય નમઃ | વિવલિત ચાર પદ્યોના ન રહેવાથી સ્તોત્રમાં આઠ પ્રતિહાર્યોમાંથી માત્ર ચારનો જ ઉલ્લેખ રહી જશે. જિનેન્દ્રના ઉત્કૃષ્ટ અષ્ટ પ્રતિહાર્યો સુપ્રસિદ્ધ અને ઉભય સંપ્રદાય માન્ય છે. તથા ભક્તામર સ્તોત્રની જેમ જ ઉભય સંપ્રદાયમાં માન્ય કલ્યાણમંદિર સ્તોત્રમાં પણ આઠેય પ્રતિહાર્યોનું વર્ણન છે. કોઈ કારણ સમજમાં નથી આવતું કે સ્તોત્રકાર ચાર જ પ્રતિહાર્યોનું વર્ણન કરીને શું કામ રોકાઈ જાય છે ? તેઓ આગળ જણાવે છે કે, “અસ્તુ આ વિષયમાં કોઈ સંદેહ નથી કે ભક્તામર સ્તોત્ર જેનોના બધા સંપ્રદાયોમાં અત્યંત લોકપ્રિય સ્તોત્ર છે. આના પ્રચારની પ્રાચીનતા જો શ્વેતામ્બર પરંપરામાં ૧૩મી–૧૪મી સદી સુધી પહોંચે છે તો દિગમ્બર સમાજમાં તેનાથી ઓછી નહીં. જો શ્વેતામ્બર પરંપરામાં આના પર અનેક કૃતિઓ રચાઈ હતી તો દિગમ્બર લેખકોની પણ એક ડઝનથી વધારે કૃતિઓનો અમે ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ. બીજી પણ હોઈ શકે છે. મળી આવતી પ્રતોની પ્રાચીનતા ક્યાંય પણ છસો-સાતસો વર્ષથી વધારે નથી. માત્ર તાડપત્ર પર હોવાથી તો કોઈ પ્રાચીન નથી હોતી. એટલે કે એ કહેવું અત્યંત કઠિન છે કે સ્તોત્રના મુખ્ય રૂપમાં ૪૮ પદ્ય હતાં કે ૪૪. પરંતુ ૪૮ પદ્યોથી જ તેને પૂર્ણતા પ્રાપ્ત થાય છે. અન્યથા અપૂર્ણ રહે છે. તે ચારે પદ્યોમાં કોઈ એવી વાત પણ નથી કે કોઈની પણ સાંપ્રદાયિકતાને ઠેસ લાગતી હોય. એવી સ્થિતિમાં શું અંતર પડે છે કે કોઈ સંપ્રદાયમાં તેની માન્યતાની અપેક્ષિત પ્રાચીનતા સો–પચાસ વર્ષ ઓછાં કે વધારે હોય. અમારી સમજમાં તો ભક્તપ્રવર માનતુંગાચાર્યનું આ અપ્રિતમ સ્તોત્ર જન માત્રને ભાવનાત્મક એક સૂત્રતામાં બાંધવાવાળી એક સુંદર ઉત્તમ કડી છે. એવી જેટલી ચીજો જે બધાને સમાન રૂપથી સ્વીકાર્ય હોય, જેટલી જાગ્રત કરી શકાય અને પ્રચારમાં લાવી શકાય. જિનશાસન માટે શ્રેયસ્કર હશે. આવી સર્વસ્વીકાર્ય ચીજોના વિષયમાં સાંપ્રદાયિક દૃષ્ટિથી સમજવું. વિચારવું પણ કદાચ ઠીક નહીં હોય.”૧૯
શ્રી જ્યોતિ પ્રસાદ જેને કરેલી ટિપ્પણીના સંદર્ભમાં કહી શકાય કે રત્નસિંહ અને ધર્મસિંહ નામધાર મુનિઓ તો દિગમ્બર પરંપરામાં થયા હોય એવા પુરાવા મળતા નથી. શ્વેતામ્બરોમાં એવા નામધારી મુનિઓ માનવામાં આવે તો પણ તેઓ ક્યારે થયા એનો અંદાજ મળવો એકદમ સરળ નથી. ઈ. સ. ૧૧મી સદીમાં થયેલા રામસિંહ કે જેમણે અપભ્રંશ ભાષામાં દોહા રચ્યા હતા. તેમના અન્વયમાં આ મુનિ થયા હશે. એવી કલ્પના માત્ર છે. તેના પુરાવાઓ મળતા નથી. પ્રાણપ્રિય કાવ્યની શૈલી મધ્યકાલીન જણાતી જ નથી. પ્રાચીન કાવ્યો પર પાદપૂર્તિરૂપ કાવ્યોની રચના કરવાવાળા શ્વેતામ્બર આચાર્યોએ પણ ભક્તામર પર એવાં કાવ્યો ઈ. સ. ૧૬મી સદીના ઉત્તરાર્ધ પછી જ રચ્યાં જો પ્રાણપ્રિય કાવ્ય ઈ. સ. ૧૨મી–૧૩મી સદીની રચના છે એવું માનવામાં આવે તો તે જોઈને પણ શ્વેતામ્બરોએ તેનાથી ૧૪મી–૧૫મી સદીમાં પણ પ્રેરણા શા માટે ન લીધી? - એ પણ એક પ્રશ્ન છે. શ્રી નથુરામ પ્રેમીજીએ આ કાવ્યને પ્રકાશિત તો કર્યું હતું પરંતુ કોઈ પ્રાચીન પ્રતના આધાર પર નહીં. શ્રી હીરાલાલ કાપડિયાજીએ પ્રાણપ્રિય કાવ્યની એક પ્રતને ઈ. સ. ૧૬૭૪ની હોવાની વાત કરી છે, તો પછી તેને ઈ. સ. ૧૨મી–૧૩મી સદીનું કે તેની સમકક્ષ કે પુરાવારૂપ માની લેવું ઐતિહાસિક રીતે કેવી રીતે શક્ય છે? અથવા તો ઐતિહાસિક વિશ્લેષણો માટે કેવી રીતે ઉપકારક સિદ્ધ થઈ શકે ? તે પણ એક મુશ્કેલ પ્રશ્ન છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 369 મીરતારથી શરૂ થતા ચાર અતિરિક્ત શ્લોકવાળું ગુચ્છક પ્રાણપ્રિય કાવ્યનો આધાર છે. એટલા માટે “મીરતાર” વાળા શ્લોકો અતિરિક્ત હોવાથી પણ કયા સમયે રચાયા હશે. એ પણ વિચારણીય બાબત છે. એના દ્વિતીય શ્લોકના અંતિમ ચરણમાં જે “તિ” શબ્દ આવે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે સ્તુતિ વગેરેમાં જોવા મળતો નથી. આવા શબ્દો પદમાં ખાલી રહેતા સ્થાનને ભરી દેવા માટે ઉપયોગી માનવામાં આવતા હોય છે. આવા ‘તતિ' શબ્દનો પ્રયોગ દિગમ્બર ભટ્ટારક એકસન્ધિની લગભગ ઈ. સ. ૧૩૦૦-૧૩૨૫માં રચાયેલ “જિન સંહિતામાં ઘણાં સ્થાને થયેલો જોવા મળે છે. તો શું એ ચાર અતિરિક્ત શ્લોકોવાળું ગુચ્છક ભટ્ટારક એકસન્ધિએ બનાવેલું હશે ? જો એમ જ હોય તો આ ચાર શ્લોકોનો સમય ઈ. સ. ૧૪મી સદીની આસપાસનો માની શકાય. આ પદ્યોની ભાષાશૈલી શ્રી માનતુંગસૂરિની ભાષાશૈલીથી ભિન્ન પ્રકારની અને ઘણી અર્વાચીન હોય તેમ જણાય છે. ભક્તામરના મૂળ ૪૪ શ્લોકોની સરખામણીમાં આ ચાર શ્લોકોનું કાવ્યત્વ તદ્દન ઊતરતી કક્ષાનું છે. તે ઉપરાંત ૧૨મી–૧૩મી સદીની દિગમ્બર શ્વેતામ્બર સ્તુત્યાત્મક રચનાઓ જેવી કે લગભગ ઈ. સ. ૧૨મી સદીના પૂર્વાર્ધમાં રચાયેલા શ્રી કુમુદચંદ્રનું કલ્યાણ મંદિર સ્તોત્ર' અને 'ચિકર દ્વાáિશિકા', લગભગ ઈ. સ. ૧૨૭૫માં રચાયેલ દેવનંદિનું સિદ્ધિપ્રિય સ્તોત્ર', લગભગ ઈ. સ. ૧૨૫૦માં રચાયેલ રાજગચ્છીય રત્નાકરસૂરિનું “આત્મગટ્યસ્તોત્રની સામે આ ચાર શ્લોક ઊતરતી કોટીના જણાઈ આવે છે. માનતુંગસૂરિની મૂળ રચનામાં “શ્મીરતારવિ’ પદો લગભગ ૭૦૦ વર્ષ પછી જ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં હોય તેવું જણાઈ આવે છે.
આ અતિરિક્ત એટલા પાછળના સમયના હોવાને કારણે માલવ, લાટ, વાગડ વગેરે પ્રદેશોમાં રહેતા બીજા ઉત્તર મધ્યકાલીન દિગમ્બર ભટ્ટારકોના ધ્યાનમાં નહીં આવ્યા હોય. એમાંથી જ કોઈકે ક્ષતિપૂર્તિ અર્થે પોતપોતાની કલ્પના અનુસાર ચાર ચાર શ્લોકો રચી દીધા હશે. જે આજે જુદાં જુદાં ચાર ગુચ્છકોના રૂપમાં મળી આવે છે.
શ્રી જ્યોતિ પ્રસાદ જૈનની ટિપ્પણીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે “પ્રાપ્ત (શ્વેતામ્બર) પ્રતોની પ્રાચીનતા પણ ક્યાંય છસો-સાતસો વર્ષોથી વધારે નથી. માત્ર તાડપત્ર પર હોવાથી તો પ્રાચીન નથી બની જતી.” આના સંદર્ભમાં પશ્ચિમ ભારતની રાજકીય પરિસ્થિતિ સાથે સંબંધિત તથ્ય જોડાયેલું છે. ડૉ. જ્યોતિપ્રસાદ જેને વીસરી ગયા છે કે મોગલ-મુસ્લિમ સલ્તનતના શાસનકાળ પછી ગુજરાત-રાજસ્થાનમાં વિશેષ કરીને ૧૪મી સદીના પૂર્વાર્ધ પછી તાડપત્રની જગ્યાએ કાગળનો ઉપયોગ થવા લાગ્યો હતો, અને ૧૫મી સદીમાં તાડપત્રની પોથીઓ પણ ઓછી થવા લાગી હતી. બીજી તરફ તાડપત્રની પોથી કેટલી પ્રાચીન છે, તેનો નિર્ણય તાડપત્ર ક્યા પ્રકારનું છે. અક્ષરોના મરોડ અને પદોના આયોજનની સંરચના વગેરે તત્ત્વો તથા તારીખવારવાળી પોથીઓથી વગેરે તત્ત્વોની તુલના પર આધાર રાખે છે. આ સ્તોત્રની જે જૂની પ્રતો ઉપલબ્ધ છે તેમાં ૪૪ પદ્યોનો ઉલ્લેખ છે. દાખલા તરીકે પાટણ-ભંડારની તાડપત્રીય સૂચિમાં ૨૧૮ નંબરની પોથીમાં જે પુષ્મિકા આપી છે, તે ૧૩૮૮માં લખાયેલી છે. અને તેમાં ભક્તામર સ્તોત્રની ૪૪ ગાથાઓ હોવાની સ્પષ્ટ નોંધ છે. જેસલમેરના ભંડારની તાડપત્રીય પ્રતોમાં પણ ૪૪ ગાથા જ મળે છે. દિગમ્બર સંપ્રદાય પાસે ભક્તામરની આટલી પ્રાચીન કોઈ પ્રત હોય એમ જણાતું નથી.
Page #389
--------------------------------------------------------------------------
________________
370 । ભક્તામર તુર્થ્ય નમઃ II
શ્રી જ્યોતિપ્રસાદ જૈને જે ભક્તામર શતદ્રયી'નો ઉલ્લેખ કર્યો છે આ દિગમ્બર પંડિત શ્રી લાલારામ શાસ્ત્રીની રચના છે એવું શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવ્યું છે. આના આધારે શ્વેતામ્બરોમાં પણ ૪૮ શ્લોકવાળા ભક્તામર સ્તોત્રનો પાઠ પૂર્વકાળમાં પ્રચલિત હતો. આ કોઈ અર્થસભર કારણ નથી. શ્રી અગરચંદ નાહટાએ જે કાંઈ કહ્યું છે તે ઐતિહાસિક દૃષ્ટિએ કહ્યું છે, સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી કહ્યું નથી.
-
આ વિષય પર શ્રી મિલાપચંદ કટારિયા અને શ્રી રતનલાલ કટારિયા દ્વારા આપવામાં આવેલી વિશેષ ટિપ્પણી જે તેમણે પોતાના પુસ્તકના પરિશિષ્ટના અંતિમ પાના પર પોતાની નોંધના રૂપમાં રજૂ કરી છે એ આ પ્રમાણે છે :
“विष्वग्विभो सुमनसः किल वर्षयन्ति न्यग्-बन्धनाः सुमनसः किमुताऽऽवहन्ति । सत्सङ्गताविह सतां जगती समस्ता मामोदनां विहसतामुदयेन धाम्ना ||† || द्वेधाऽपि સ્તરતમ:શ્રમ-વિપ્રાખાશાदुद्यत्सहस्रकर-मण्डल - सम्भ्रमेण वक्षे प्रभोर्वपुषि काञ्चन काञ्चनानां प्रोद्धोद्धतं भवति कस्य न मानसानाम् ||२|| दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवाऽऽर्हन्
T
व्याख्यातरुत्सुक्य तेल्लशिवाध्वनोनात् । तत्त्वाऽर्थदेशनविधौ ननु सर्वजन्तुर्भाषा विशेषमधुरः सुरसार्थ ये ह्य ||३|| विश्वेक यत्र भटमोह महीमहेन्द्रं सद्यो जिगाय भगवान् निगदन्निवेयम् । सन्तर्पयन् युगपदे मव यानि पुंसां मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुच्चकैस्ते ||૪||
નોંધ : આ બીજા ચાર અતિરિક્ત શ્લોક છે. ભક્તામર સ્તોત્રના ૩૨-૩૩-૩૪-૩૫ શ્લોકમાં
જે ચાર પ્રતિહાર્યોનું વર્ણન છે તે જ આમાં છે. અર્થની દૃષ્ટિએ ઘણા સદોષ છે. અતઃ કવિકૃત જણાતા નથી. આ પ્રકારના ૨-૩ જાતના શ્લોક મળવાથી કોઈએ બધાને છોડી દીધા હોય (જેનાથી ૪ પ્રતિહાર્ય રહી ગયા). અને એક વાર આ પરંપરા ચાલી નીકળી તો પછી શ્વેતામ્બર સમાજમાં રૂઢ જ થઈ ગઈ છે. આજે શ્વેતામ્બર સમાજમાં ૩૨થી ૩૫ સુધીના ચાર શ્લોક ન માનવાનું કારણ આ જ જણાય છે.''
,,૨૦
શ્રી કટારિયાજીએ જે ચાર અતિરિક્ત શ્લોકો રજૂ કર્યા છે તે મૂળભૂત રીતે તે જ શ્લોક છે જે શ્રી સારાભાઈ નવાબ દ્વારા ૨જૂ ક૨વામાં આવ્યા હતા. બંને વચ્ચે ક્યાંક ક્યાંક પાઠાન્તર
Page #390
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા * 371 છે. બાકી બંને સરખા જ ગુચ્છકો છે, એમણે કરેલા અનુમાન સાથે સહમત થવું મુશ્કેલ છે. કારણ કે ભક્તામરના અનેક શ્વેતામ્બર વૃત્તિકા૨ોમાંથી જરૂર કોઈકે ને કોઈકે તો ચાર અતિરિક્ત શ્લોકવાળી ઘટનાનો ઉલ્લેખ તો કર્યો જ હોત. પરંતુ આવો ઉલ્લેખ ક્યાંય પણ મળતો નથી. આ બધાં જ ગુચ્છકો મૂળ સ્તોત્રકારનાં તો નથી જ, પરંતુ ઘણાં અર્વાચીન પણ છે. શ્રી માનતુંગસૂરિજી વિરચિત ભક્તામર સ્તોત્ર સાથે આનો કોઈ મેળ બેસતો જ નથી. તેથી જ કોઈએ કશું છોડ્યું નથી. અનેક દિગમ્બર રચનાકારોને કંઈક ગુમાવ્યું છે તેવું જણાયું તેથી તેમણે પોતપોતાના તરફથી પોતાની મતિ-ગતિ-શક્તિ અનુસાર મૂળ સ્તોત્રમાં ક્ષતિ માનીને તેની પૂર્તિ અર્થે ચાર નવા શ્લોકો રચી દીધા. જેના ફળ સ્વરૂપે ૪૪-૪૮ શ્લોકોની વિવાદાસ્પદ સમસ્યા ઉદ્ભવી.
શ્રી કટારિયાજી એ નથી જણાવી શક્યા કે ગુચ્છકો કેમ બની ગયાં. કોણે બનાવી લીધા અને આ ચાર શ્લોકો છોડવાવાળા કોણ હતાં ? આ જ ચાર અતિરિક્ત શ્લોકના વિવિધ ગુચ્છકોને જોઈને મૂળ ૪૮ના ૪૪ શ્લોક બનાવી દેવાવાળા શ્વેતામ્બરો રહ્યા હોય તો આશ્ચર્ય છે કે આ વિશેષ ગુચ્છકો શ્વેતામ્બરોના બદલે દિગમ્બરોની પાસે જ સુરક્ષિત કેમ રહ્યાં ? જો ૪૮ શ્લોકીય રચના જ મૌલિક હતી, તો બીજી ગુચ્છક રચના માટે કારણ જ ક્યાં ઉપસ્થિત થાય છે ? એ પણ એક પ્રશ્ન છે. જો એમ માનવામાં આવે કે શ્વેતામ્બર પાઠના ૪૪ શ્લોકવાળી પ્રતો જોઈને
આ બધા ગુચ્છક બની ગયા તો પ્રશ્ન આ ઉપસ્થિત થાય છે કે આ બધાં ગુચ્છકોની રચના ક્યારે થઈ હશે ? પહેલાં જો ૪૮ પઘ રહ્યાં જ હતા પછી કોઈ પણ કારણવશ કોઈકે ચાર શ્લોક કાઢી નાખીને ૪૪ શ્લોક બનાવી દીધા, જેને જોઈને શ્વેતામ્બરોમાં ૪૪ શ્લોકીય પાઠની પ્રથા ચાલુ થઈ. પછી તેનાથી વિચિત્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ અને તેનાથી છુટકારો મેળવવા માટે નવાં ગુચ્છકો રચી દેવામાં આવ્યાં. આ બધાં ભ્રાંતિચક્રો જ છે. આનાથી સત્યઘટનાનું રહસ્યોદ્ઘાટન નથી થતું. મૂળભૂત રીતે તો દિગમ્બરોની સામે પણ મધ્યયુગ સુધી ૪૪ શ્લોકવાળી જ ભક્તામરની રચના હતી. પરંતુ તેમાં ચાર પ્રતિહાર્યોની અનુપસ્થિતિ માનીને આ ક્ષતિની પૂર્તિ કરવાની ચેષ્ટા ત્યાં અલગ અલગ સમય દેશ-કાળમાં જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થઈ.
દિગમ્બરાચાર્ય શ્રી પ્રભાચન્દ્રએ ભક્તામર સ્તોત્રના જે પાઠ પર પોતાની ટીકા રજૂ કરી છે એમાં ૪૪ બ્લોક હતા કે ૪૮ શ્લોક ? જો ૪૮ શ્લોક હોય તો શું અતિરિક્ત ચાર શ્લોક ''Īમ્મીજતાર''થી શરૂ થવાવાળું ગુચ્છક હતું કે બીજા ગુચ્છકોમાંથી કોઈક હતું ? આ મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રી, શ્રી અમૃતલાલ શાસ્ત્રી, નેમિચંદ્ર શાસ્ત્રી, શ્રી કટારિયા, શ્રી જ્યોતિપ્રસાદ જૈન આદિ વિદ્વાનોમાંથી કોઈએ પણ કંઈ પણ કારણવશ આની પ્રત્યક્ષ ચર્ચા કરી નથી અને કોઈ પણ જાતનો પરોક્ષ નિર્દેશ પણ કર્યો નથી.
૪૪ કે ૪૮ શ્લોકની સંખ્યાના વિષયમાં મુનિરાજ દર્શન વિજય જણાવે છે કે “આ બધા સ્તોત્રોને વાંચીને કોઈ પણ વિદ્વાન શ્રી માનતુંગસૂરિજી શ્વેતામ્બર હોવાનો દાવો કરી શકે છે. એના માટે લોકપ્રસિદ્ધ ભક્તામર સ્તોત્રના કેટલાક શ્લોકોનાં નિમ્નોક્ત તથ્ય વિચારણીય છે :
કાવ્ય ૨૫માં દેવોના નામથી તીર્થંકર ભગવાનનાં ગુણગાન કરવામાં આવ્યાં છે. એમાં
Page #391
--------------------------------------------------------------------------
________________
372 ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
ઔપચારિક ઉપમા છે. દિગમ્બર સંપ્રદાયમાં બાહ્ય ઉદાહરણો યોગ્ય નથી. કાવ્ય ૨૯માં તીર્થંકર ભગવાનને સિંહાસનમાં બિરાજેલા બતાવ્યા છે. કલ્યાણમંદિર સ્તોત્ર, કાવ્ય ૨૩માં પણ આ જ પ્રમાણે છે દિગમ્બર સમાજ ભગવાનને સિંહાસનથી અલગ ઉપર રહેલા માને છે. જ્યારે આ શ્લોકમાં પ્રભુ અને સિંહાસનનો સંબંધ બતાવવામાં આવ્યો છે. કાવ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧માં પ્રભુની દેવકૃત વિભૂતિઓ અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર અને ચામરનું વર્ણન કરે છે. તીર્થંકરની સ્તુતિમાં આ નિકટવર્તી વિભૂતિનું વર્ણન યોગ્ય માનવામાં આવ્યું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ઉપ૨ શેષનાગની ફણા કરવામાં આવે છે, તે પણ સ્વયંની વિભૂતિ છે, તેવી જ રીતે અભિષેક, પુષ્પમાળા, આંગીરચના, રક્ષારોહણ અને કરોડો રૂપિયાના મંદિર વગેરે વિભૂતિઓના હોવાથી વીતરાગવીતરાગ જ છે. દિગમ્બર સંપ્રદાય આનાથી સહમત નથી.
આ સ્તોત્રમાં મહિમાદર્શક દૂરવર્તી વિભૂતિ જેમકે પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડળ અને દુંદુભિનું વર્ણન નથી કરવામાં આવ્યું. તે વર્ણનના અભાવ અને નિકટવર્તી વિભૂતિના સદ્ભાવથી અંગપૂજાનો પક્ષ સપ્રમાણ થઈ જાય છે. આ દિગમ્બર વિદ્વાનોને ગમ્યું નહિ અને તેઓએ નવાં ૪ કાવ્ય બનાવીને આ સ્તોત્રમાં જોડી દીધાં. હકીકતમાં ભક્તામર સ્તોત્રના ૪૪ શ્લોક છે. વિક્રમની ૧૨મી શતાબ્દીમાં ભક્તામર વૃત્તિકારો એ ૪૪ શ્લોકો પર જ વૃત્તિ રચી છે અને આજે પણ શ્વેતામ્બર સંપ્રદાય ૪૪ શ્લોકને જ માને છે. પરંતુ દિગમ્બર સંપ્રદાય ૪૮ કાવ્યોને માને છે.
શ્લોક ૨૯માં દેવકૃત કમળ રચનાનું વર્ણન છે. શ્લોક ૩૩માં નિકટવર્તી વિભૂતિઓના ગુણગાન છે.
શ્લોક ૩૪માં ભયભેદનું વર્ણન કર્યું છે. કાવ્ય ૪૪માં માળા ધારણ કરવાનો નિર્દેશ છે. દિગમ્બર સમાજ એ બધાનો વિરોધ કરે છે.’’
આ બધાથી આચાર્ય માનતુંગસૂરિનું શ્વેતામ્બર હોવાનું સિદ્ધ થાય છે. દિગમ્બર સંપ્રદાય માનતુંગસૂરિના ભક્તામર સ્તોત્રથી મુગ્ધ થઈને તેને શાસ્ત્રની શ્રેણીમાં દાખલ કરીને તેમને દિગમ્બર આચાર્ય માની લે છે. દિગમ્બર આચાર્યોએ તેમના જીવનને સ્વીકાર્યું છે. માત્ર તેમાંથી ગચ્છ, ગુરુ, શિષ્ય અને બીજી ગ્રંથરચનાને ઉડાવી દીધી છે. મહાપુરુષના સારા, સુંદર ગ્રંથને સ્વીકારવા એ ન્યાય છે. પરંતુ તેમના ઉપર પોતાના સંપ્રદાયની મહોર, છાપ લગાવી દેવી જે કોઈ પણ રીતે યોગ્ય નથી.
સારાંશ આ છે કે, “આચાર્ય માનતુંગસૂરિ શ્વેતામ્બર આચાર્ય છે અને તમને તથા તમારા ભક્તામર સ્તોત્રને દિગમ્બર સંપ્રદાયે સ્વીકાર્યા છે.’૨૧
મુનિરાજ શ્રી દર્શનવિજયની શ્રી માનતુંગસૂરિને તથા ભક્તામર સ્તોત્રને શ્વેતામ્બર સાબિત કરવાની લગભગ દરેક દલીલ, દરેક મુદ્દાને દિગમ્બર વિદ્વાનો ખૂબ જ સાહજિકતાથી ખંડન કરી શકે છે; જેમ કે,
સોપ્રથમ દિગમ્બર સંપ્રદાય બાહ્ય ઉપમાઓનો સહારો લઈને પ્રભુના મહિમાના ગુણગાન
Page #392
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 373 નથી કરી શકતા. દિગમ્બર સંપ્રદાયમાં આ યોગ્ય નથી. એવું નથી. પૂજ્યપાદ શ્રી દેવનંદિએ સમાધિ શતકમાં તીર્થકર ભગવાનને માટે ઘાતા વગેરે શબ્દોનો પ્રયોગ કર્યો છે.
બીજું જોઈએ તો દિગમ્બર સંપ્રદાયમાં પણ અષ્ટ મહાપ્રતિહાર્યોની કલ્પના કરવામાં આવી જ છે. એમાં અશોકવૃક્ષ, સિંહાસનછત્ર અને ચામર જેવી નિકટવર્તી પ્રતિહાર્યો પ્રત્યે સદ્ભાવ ન હતો. એવું કહી શકાય ? કારણ કે સિંહાસન, ચામરધર, ભામંડળ અને છત્રત્રય યુક્ત અનેક પ્રાચીન દિગમ્બર જિન પ્રતિમાઓ આજે પણ મળી આવે છે. દિગમ્બર સંપ્રદાયમાં તીર્થકરના શરીરનો સિંહાસન સાથે સંબંધ ન હોય એવો સ્પષ્ટ ઉલ્લેખ “તિલોયણાપચ્છતિ વગેરે શાસ્ત્રોમાં કે પ્રાચીન ચરિતોમાં મળતો નથી.
અભિષેક, પુષ્પમાલા, આંગીરચના અને રક્ષારોહણ વગેરેની સિંહાસન, અશોકવૃક્ષ છત્ર અને ચામર સાથે તુલના કરીને આ ચાર ક્રિયાઓને પણ પ્રતિહાર્યો માનીને એકસાથે રાખી દેવી. અયોગ્ય છે. વીતરાગ જિનેશ્વરને બંને સંપ્રદાય અચલ જ માને છે. લગભગ ઈ. સ. પાંચમી સદી સુધી તો ઉત્તરની નિગ્રંથ પરંપરામાં પણ તીર્થકર ભગવાનની પ્રતિમાઓ નિર્વસ્ત્ર જ બનતી હતી. આ વાત મથુરા અને અહિચ્છત્રાદિથી મળી આવતા શીલાલેખ તથા કુશાન અને ગુપ્તકાલીન પ્રતિમાઓ પરથી સ્પષ્ટ થાય છે. જિનેશ્વરદેવ જ્યારે સમવસરણમાં દેશના દેતા હતા, ત્યારે તેમના માથે મુગટ, બાજુબંધ, ગળામાં હાર, કમરે કટિમેખલા, જરકસી જામા વગેરે પણ આવી જતા હતા. એવું શ્વેતામ્બર અગમ અને પ્રાચીન કથાસાહિત્યમાં પણ ક્યાંય નથી. શ્વેતામ્બર પરંપરામાં તીર્થકર ભગવાનની પ્રતિમાઓને અલંકારો આદિથી શૃંગારિક કરવાની વાતો ચન્દ્રગચ્છના અભયદેવસૂરિની લગભગ ઈ. સ. ૧૦મી સદીના ઉત્તરાર્ધમાં શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત સન્મતિપ્રકરણની વૃત્તિમાં આવે છે. પ્રતિમાને નિર્વસ્ત્ર ન દર્શાવતાં, ધોતી સહિત દર્શાવવાની પ્રથા લાટ દેશમાં વિશેષ કરીને ચૈત્યવાસી શ્વેતામ્બરો દ્વારા લગભગ પાંચમી સદીના અંતમાં શરૂ થઈ ગઈ હતી. એવું પ્રાચીન પિત્તળની મોટી પ્રતિમા પરથી સિદ્ધ થઈ ચૂક્યું છે. જિનબિંબોની આવી પ્રથા પાછળ બંને સંપ્રદાયોની જિન પ્રતિમાઓ જુદી પાડવાનો આશય રહ્યો હશે. પરંતુ વિશેષ કરીને સિંહાસન પર બિરાજમાન પ્રતિમાઓ, હાર અને કટિમેખલાથી અલંકૃત દેખાડવાની શ્વેતામ્બરીય પ્રથા મધ્યકાલીનથી વધુ પ્રાચીન નથી. વિવિધ પ્રકારની જિનપ્રતિમાઓ અને વિભૂતિઓને જોઈને ભક્તામર સ્તોત્રમાં નિકટવર્તી ચાર પ્રતિહાર્યોના વર્ણનથી અંગપૂજા કેવી રીતે સબળ પાસું બની શકે ? એમ તો દિગમ્બર સંપ્રદાયમાં પણ સિંહાસન, છત્ર, ભામંડળ, ચામર આદિ વિભૂતિઓથી યુક્ત અનેક પ્રાચીન જિન પ્રતિમાઓ ઉપલબ્ધ છે. પરંતુ વીતરાગની અભિષેક વગેરે પ્રકારની અંગપૂજા, અલંકારની સજાવટ જેવી સરાગભક્તિ ત્યાં આગળ સામાન્ય ન હતી.
તીર્થકર ભગવાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જ્યારે વિહાર કરે છે. ત્યારે દેવકૃત કમળોની રચના આપોઆપ થઈ જાય છે. તે વાત સ્તોત્રના ૨૯મા શ્લોકમાં કરી છે. એવું શ્રી દર્શનવિજયજી જણાવે છે. વાસ્તવમાં એ ૩૦મા શ્લોકમાં કરવામાં આવી છે. પરંતુ ત્યાં ભૂમિ પર પ્રભુનું ચરણ
Page #393
--------------------------------------------------------------------------
________________
374 * । ભક્તામર તુલ્યું.નમઃ II
સ્થાપવાની વાત સ્પષ્ટ કે પ્રત્યક્ષ રૂપથી કરવામાં નથી આવી. દેવોરચિત કમળરચનાથી સંબંધિત શ્લોક આ પ્રમાણે છે :
उन्निद्र हे मनवपङ्कजपुञ्जकान्ति पर्युल्लसन्नखमयूख शिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्रः ! धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ।। ३२ ।।
એનો અર્થ એવો થાય છે કે હે જિનેશ્વરદેવ ! વિકસ્વર એવા સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિથી ઝળહળતા નખના અગ્રભાગ વડે મનોહર એવા તમારા બે પગ જ્યાં પગલાં મૂકે છે, ત્યાં દેવો સુવર્ણના નવ કમળો રચે છે.' દિગમ્બર સંપ્રદાયમાં નભોયાન અર્થાત્ યોજન પ્રમાણ ઉચ્ચ કમળો પર પ્રભુનો વિહાર'ની માન્યતા હશે તો તે પાછળથી થઈ હોવાનું જણાય છે. ત્યાં ભગવાનના નભોવિહાર અને તે સમયે સહસ્રદલ કમળનું પગલે પગલે પ્રગટ થવાની કલ્પના છે.
શ્વેતામ્બરોનો શ્લોક ૩૩ અને દિગમ્બરોના ૩૭મા શ્લોકમાં તો સામાન્ય રૂપથી જિનેન્દ્રથી સંબંધિત પ્રતિહાર્યોના ગુણગાન કર્યાં છે. ત્યાં ક્યાંય પણ નિકટવર્તી પ્રતિહાર્યોમાં અંગપૂજાની વાત જ નથી. તો પછી મુનિશ્રી દર્શનવિજયજી વારંવાર અંગપૂજનને શા માટે અપેક્ષિત માને છે? તેનું કારણ જાણવામાં આવતું નથી.
શ્વેતામ્બરોમાં શ્લોક ૩૪ અને દિગમ્બરોમાં શ્લોક ૩૮માં તેમજ તે પછીના સાત શ્લોકોમાં (૩૪થી ૪૨) અષ્ટભય નિવારણની વાત કરી છે. જે મહાભય છે તેનું નિવારણ પ્રભુના નામસ્મરણ-જાપ આદિથી થાય છે. અર્થાત્ પ્રભુના નામના મહિમાનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. શ્રીમુનિરાજ દર્શનવિજયજીના મંતવ્ય મુજબ શ્લોક ૪૪ (દિગમ્બરમાં ૪૮)માં ‘માળા ધારણ ક૨વાનો નિર્દેશ છે અને દિગમ્બર સંપ્રદાય આનો પણ વિરોધ કરે છે. આ શ્લોક આ પ્રમાણે છે.
स्तोत्रस्रजं तव जिनेन्द्र ! गुणैर्निबद्धां भक्त्या मया रूचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ।।४४।।
અર્થાત્ હે જિનેશ્વરદેવ ! મારા વડે ભક્તિથી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણો વડે ગૂંથાયેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારી આ સ્તોત્રરૂપી માલાને આ સારમાં જે મનુષ્ય
નિરંતર કંઠમાં ધારણ કરે છે તે માન વડે ઉન્નતિ પામે છે. તથા લક્ષ્મી વિવશ થઈને તેની સમીપે જાય છે.' અહીંયાં ક્યાંય પણ તીર્થંકર ભગવાનને માળા પહેરાવવાની કે ધારણ કરાવવાની વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કરવામાં નથી આવી તો પછી દિગમ્બરોને આમાં શું વિરોધ હોઈ શકે? તાત્પર્ય કે દિગમ્બરોને આમાં કોઈ પણ જાતનો વિરોધ નથી અને હોઈ પણ ન શકે.
Page #394
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 375 શ્લોકોની સંખ્યાના સંદર્ભમાં શ્રી રૂદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “દિગમ્બર સંપ્રદાયમાં પ્રચલિત ૪૮ પડ્યો અને શ્વેતામ્બર સંપ્રદાયમાં પ્રચલિત ૪૪ પદોની મીમાંસા “ભક્તામર રહસ્ય' ગ્રંથમાં શ્રી ધીરજલાલભાઈએ તથા “ભક્તામર કલ્યાણમંદિર નમિmણ સ્તોત્રત્રયમ્ પ્રથમની ભૂમિકામાં શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાએ પર્યાપ્ત રીતે કરી છે. તત્સંબંધિત એક નાનો લેખ આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પણ લખ્યો છે અને એમા તેઓ ૪૪ પદ્યો જ હોવાની પુષ્ટિ કરે છે.
આ વિષયમાં મને પણ થોડી માહિતી પ્રાપ્ત કરવાની રુચિ થઈ. આ માટે પ્રાચીન હસ્તપ્રતો જોતી વખતે એક પ્રતિમાં ભવત્તામરરથ વત્વારિ ગુપ્તા : મળી અને એની પ્રયોગવિધિ પણ મળી ગઈ પરંતુ તે લગભગ અશુદ્ધ છે. “વત્વારિ"ના સ્થાન પર ત્યાં “તત્ર" હોવું જોઈએ. આ ચાર પદ્ય આ પ્રમાણે છે. | (૨) છે. સંતુવે મુળમૃતાં સુમનો વિમાતિ ! (૨) રૂલ્ય વિનેશ્વર: સુકીર્તયતા બની તે ! (३) नानाविधं प्रभुगुणं गुणरत्नगुण्या, (४) कर्णोऽस्तु तेन न भवानभवत्यधीराः
આ પઘો દિગમ્બરાનુસારી ૪૮ પદ્યમાં આવેલાં અમીરતારારિ પદ્યોની અપેક્ષાથી જુદાં છે. એટલા માટે કદાચિત્ આ ચાર પદ્ય ગુપ્ત હોઈ શકે છે. પરંતુ આ શ્લોકોના સાધનાર્થે જે વિધાન એની સાથે લખેલું છે એમાં સફેદ યજ્ઞોપવીત કંઠમાં ધારણ કરવાની અને રાત્રિમાં હવન કરવાને માટે લખાયેલું છે, જે શ્વેતામ્બર પરંપરાથી વિરુદ્ધ છે.
છતાં પણ પાલિતાણાના શ્રી જિનકૃપાચંદ્રસૂરિ ભંડાર દ્વારા છાપવામાં આવેલી ભક્તામર સ્તોત્રની ભૂમિકામાં શ્રી જિનવિજયસાગરજીએ લખ્યું છે કે “જિનેશ્વર શો ..... તિ વૃદ્ધસમૃદય” અર્થાત્ જિનેશ્વરના અષ્ટ પ્રતિહાર્યોમાંથી જ પ્રતિહાર્યોનાં પધોને આની મહાપ્રભાવશાલિતાના કારણે લાભાલાભ પર વિચાર કરીને દીર્ઘદર્શ પૂર્વાચાર્યોએ ભંડારોમાં ગુપ્ત કરી દીધા છે. કેટલીક પ્રતો દુર્લભ છે અને જે પ્રયાસ કરવાથી મળી પણ જાય તો પણ આનો પ્રયોગ કરવો નહીં અને આની પુષ્ટિમાં જણાવ્યું છે કે ભક્તામર સ્તોત્રનાં આ ચાર પદ્યોની જેમ જ ઉવસગ્ગહર સ્તોત્રની એક ગાથા, જયતિહુયણ સ્તોત્રની બે ગાથાઓ, અજિતશાન્તિ સ્તોત્રની બે ગાથાઓ અને નઊિણ સ્તોત્રની સ્ફલિંગ સંબંધી બે ગાથાઓ પણ પૂર્વાચાર્યોએ કારણવશ ભંડારગત કરી છે એટલા માટે આ વિષય સંશયાસ્પદ જ છે.”
ડિૉ. રુદ્રદેવ ત્રિપાઠીજીએ જે વધારાના ચાર શ્લોકો ઉલ્લેખ કરીને જણાવ્યા છે તે શ્લોકો શ્રી મિલાપચંદ કટારિયાએ જણાવેલા જ ચાર શ્લોકો છે. આમાં કોઈ શંકા નથી કે આ અતિરિક્ત ચાર શ્લોકોના રચયિતા પાશ્ચાત્યકાલીન દિગમ્બર વિદ્વાન જ હશે. ચાર શેષ રહેતા પ્રતિહાર્યોથી
Page #395
--------------------------------------------------------------------------
________________
376 II ભક્તામર તુલ્યું નમઃ II
સંબંધિત શ્લોકો મંત્રમય હોવાને કારણે ભંડારમાં ભંડારી દેવામાં આવ્યા હતા. એવી કિંવદંતીઓ મંત્રતંત્રમાં શ્રદ્ધા રાખવાવાળા માટે યોગ્ય છે. પરંતુ અરિહંત ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવાવાળા મોક્ષાર્થી આત્માઓ માટે તો આ વાત સાવ જ નકામી છે. ફક્ત આ ચાર જ શ્લોકોમાં મંત્ર તંત્ર હતા અને બીજા શ્લોકોમાં નહીં એ પણ વિચારણીય પ્રશ્ન છે.
ભક્તામર સ્તોત્રના ઉપલક્ષમાં અષ્ટ મહાપ્રતિહાર્યોના ક્રમને લઈને જે કંઈ વિચારો શ્વેતામ્બર વિદ્વાનોએ કર્યા છે તેમાં શ્રી હીરાલાલ કાપડિયાએ પોતાની ગ્રંથની સંસ્કૃત ભૂમિકામાં આ પ્રમાણે सज्युं छे } यदि समस्तानां प्रतिहार्याणां वर्णनमभीष्टमभविष्यत् स्तोत्रकर्तृणां तर्हिं किं चामर वर्णस्थाने आसन वर्णनात्मक पद्यं ते व्यरचरिष्यम् ? दिगंबर सूचिताधिक पद्य स्वीकारे तु व्यक्तिक्रमो વિશેષતો વરીવૃશ્યતે, યતઃ તવા 7 મો યથા (૨) અશોવૃક્ષ: (૨) સિંહાસનમ્ (૨) ચામરમ્ (૪) છત્રમ્ (૮) ટુન્ડુમિ: (૬) પુષ્પવૃષ્ટિ (૭) મામંડલ (૮) વિવ્યધ્વનિ.૨૩
-
-
આ જ ગ્રંથમાં તેઓ ગુજરાતી પ્રસ્તાવનામાં લખે છે કે, ‘આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ૨૪ જિનવરો અને અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરતા ૨૦ જિનેશ્વરો મળી ૪૪ની સંખ્યા થાય છે. આ સંખ્યાત્મક જ આ સ્તોત્ર છે એના કારણ તરીકે એનું એકેક પઘ એકેક જિનેશ્વરની સ્તુતિરૂપ છે. એવું વૃદ્ધ પરંપરામાં સૂચવવામાં આવ્યું છે. આ વાત સત્ય હોય કે ન હોય તેમજ ઉપર્યુક્ત પદ્યો પ્રક્ષિપ્ત હોય કે ન હોય તે વાત બાજુ ઉપર રાખીએ તો પણ ૪૪ને બદલે ૪૮ની માન્યતા ઉપસ્થિત થવામાં કોઈ કારણ છે કે નહિ તે તપાસવું જોઈએ.’’
એ તો સુવિદિત હકીકત છે કે શ્વેતામ્બરો તેમજ દિગમ્બરો એ બંને સંપ્રદાયો (૧) અશોકવૃક્ષ (૨) સુરપુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) સિંહાસન (૬) ભામંડળ (૭) દુંદુભિ અને (૮) છત્ર એમ આઠ પ્રતિહાર્ય માને છે.
આ સ્તોત્રમાં તો આ પૈકી અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ ચાર પ્રતિહાર્યોનું જ વર્ણન છે. દિગમ્બરો તરફથી રજૂ કરવામાં આવતાં ચાર પદ્યોમાં બાકીનાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન છે. એનો અથવા એ ચાર પ્રતિહાર્યોના વર્ણનરૂપ અન્ય કોઈ પદ્ય ચતુષ્ટચનો સમાવેશ કરતાં આઠે પ્રતિહાર્યોનું વર્ણન આવી જાય છે ખરું પરંતુ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું ખરેખર એમ સ્વીકારવામાં ન આવતાં ત્રુટિ રહી જવાનો સંભવ છે ?
આ સંબંધમાં ભક્તામર સ્તોત્રના પ્રથમ વૃત્તિકાર શ્રી ગુણાકરસૂરિ શું કહે છે તે ત૨ફ નજર કરીએ. તેઓ વૃત્તિના ૮૩મા પૃષ્ઠમાં સૂચવે છે કે જેમાં અશોકવૃક્ષનો સદ્ભાવ હોય ત્યાં ધર્મદેશના સમયે પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડળ અને દુંદુભિ હોય છે જ એટલે અશોકવૃક્ષનું વર્ણન કવિએ કર્યું તેથી ઉપલક્ષણથી બાકીનાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન પણ થઈ ગયેલું સમજવું જોઈએ.
જો આઠ પ્રતિહાર્યોને બદલે ચારનું વર્ણન હોવું એ જો સૂરિજીએ રચેલા આ અદ્ભુત સ્તોત્રની ન્યૂનતા છે, તો ચોત્રીસ અતિશયો પૈકી ફક્ત એકનું જ વર્ણન એ ન્યાય ગણાય ખરો ? જો તેમ ન હોય તો ૩૨મા પદ્યમાં નવકમળની સ્થાપનારૂપ અતિશય સિવાયના બાકીના ૩૩ અતિશયોનું
Page #396
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા 377 પણ વર્ણન હોવું જોઈએ એટલે કે ચાર નહિ પણ ૩૭ પદ્યો અત્યારે ઉપલબ્ધ નથી એમ સમજવું જોઈએ. વળી ત્રુટિ હોવાની દલીલ કરનારાઓએ એ વાત પણ લક્ષ્યમાં રાખવી જોઈએ કે શ્રી બપ્પભટ્ટસૂરિએ પોતાની કૃતિ “ચતુર્વિશતિકામાં ચોવીસ દેવી-દેવતાની સ્તુતિના સ્થાને સોળ વિદ્યાદેવીઓ પૈકી ફક્ત સર્વસ્ત્રમહાવાલા સિવાયની બાકીની પંદર દેવીઓની સ્તુતિ કરી છે. જ્યારે અંબાદેવીની બે વાર અને શ્રુતદેવતાની તો ત્રણ વાર સ્તુતિ કરી અને સ્થાન હોવા છતાં સર્વસ્ત્રમહાજવાલા દેવીની સ્તુતિ ન કરી તો તે ન્યૂનતા ન ગણાય ?
અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે જે ચાર પ્રતિહાર્યોનું વર્ણન આ સ્તોત્રમાં કરવામાં આવ્યું છે તે ક્રમપૂર્વકનું નથી, જે ચાર પદ્યની અધિકતા દિગમ્બરો સૂચવે છે તેના સ્થાનનો વિચાર કરતાં વ્યતિક્રમ માટે વિશેષ અવકાશ જણાય છે. કેમકે તેમાં નીચે મુજબ પ્રતિહાર્યોનું વર્ણન છે :
(૧) અશોકવૃક્ષ (૨) સિંહાસન (૩) ચામર (૪) છત્ર (૫) દુદુભિ (૬) પુષ્પવૃષ્ટિ (૭) ભામંડળ અને (૮) દિવ્ય ધ્વનિ.
આથી સવાલ એ ઊભો થાય છે કે સૂરિજીને આઠે પ્રતિહાર્યોનું વર્ણન કરવું હોય તો તે ક્રમશઃ તેમ ન કરતાં ગમે તેમ શું કામ કરે ?
ભક્તામર સ્તોત્ર'માં અશોકવૃક્ષ, આસન, ચામર તથા છત્રનું વર્ણન કરેલું છે અને બાકીનાં પ્રતિહાર્યોનું વર્ણન કરેલું નથી તેથી રસમાં ક્ષતિ આવતી નથી. સૂરિજીના મનમાં જે જે ભવ્ય કલ્પનાઓ ઊઠતી જાય છે તેને તેઓ વાણીમાં ઉતારતા જાય છે અને તેથી જ સ્તોત્રમાં તેની સુંદરતા છે.
જો ક્રમની વાત કરીએ તો આ ચાર પદ્યોમાં પણ તેનો મૂળ ક્રમ નથી કારણ કે તેનો મૂળ ક્રમ તો નિમ્ન શ્લોકમાં સૂચવાયા મુજબનો છે. :
अशोकवृक्षः सुरपुष्पवृष्टि दिव्यध्वनि श्चामरमासनं च ।
भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यप्रतिहार्याणि जिनेश्वराणाम् ।। આ ક્રમ પ્રમાણે તો પ્રથમ ચામરનું અને પછી આસનનું વર્ણન કરવું જોઈતું હતું. પણ એમ થતું નથી. અહીં તો સૂરિજીએ અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર એ ક્રમમાં વર્ણન કર્યું છે. એ કવિકલ્પના પર નિર્ભર છે.
શ્રી ગુણાકરસૂરિએ ભક્તામર સ્તોત્રના ૩૧મા પદ્યની ટીકા કરતાં એવી સ્પષ્ટતા કરી કે જ્યાં અશોકવૃક્ષ હોય ત્યાં બાકીનાં બીજાં પ્રતિહાર્યો પણ હોય જ છે. તેથી બાકીનાં ચાર પ્રતિહાર્યોનું અહીં વર્ણન ન હોવા છતાં પોતાની જાતે સમજી લેવું જોઈએ.
પ્રતિહાર્યોના ક્રમ જુદા જુદા ગ્રંથોની અંદર જુદા જુદા ક્રમમાં જોવા મળે છે. લગભગ ૪૭૩માં નાગેન્દ્રવંશીય વિમલસૂરિ વિરચિત “પઉમરિયમાં અષ્ટ મહાપ્રતિહાર્યોને આ ક્રમમાં વર્ણવવામાં આવ્યાં છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
378 . || ભક્તામર તુલ્યું નમઃ |
(૧) આસન (૨) છત્રાધિછત્ર (૩) ચામર (૪) ભામંડળ (૫) કલ્પદ્રુમ (૬) દુભિઘોષ (૭) પુષ્પવૃષ્ટિ (૮) દિવ્યધ્વનિ.
ત્યાર પછી લગભગ ઈ. સ. ૫૫૦માં રચાયેલ તિલોયપણતિમાં (૧) અશોકવૃક્ષ (૨) છત્રત્રય (૩) સિંહાસન (૪) ગણ (૫) દુન્દુભિ (૬) પુષ્પવૃષ્ટિ (૭) ભામંડળ અને (૮) ચામર.
લગભગ ઈ. સ. ૬૦૦માં દિગમ્બરાચાર્ય મહાન કવિ શ્રી સ્વામી સમન્તભદ્ર કૃત સ્તુતિવિદ્યામાં (૧) ભામંડળ (૨) આસન (૩) અશોકવૃક્ષ (૪) દિવ્ય ધ્વનિ (૫) સુમનવર્ષા (૬) છત્ર (૭) ચામર અને (૮) દુભિ .
તેવી જ રીતે દેવકૃત દશ્યમાન અતિશયો પણ જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા ક્રમમાં જોવા મળે છે. જેમકે
લગભગ ઈ. સ. ૩૫૩ કે ૩૬૬માં સંકલિત થયેલ સમવાયાંગ સૂત્રમાં (૧) ચક્ર (૨) ઇન્દ્રધ્વજ (૩) છત્ર (૪) શ્વેત ચામર (૫) અશોકવૃક્ષ (૬) સંપાદપીઠ સિંહાસન.
આવશ્યક નિર્યુક્તિ જે લગભગ ઈ. સ. પરપમાં રચાયેલ છે તેમ (૧) ચૈત્યવ્રુમ (૨) આસન (૩) ચામર (૪) છત્ર.
- શ્રી સંઘદાસ ગણિ વિરચિત વસુદેવચરિત (લગભગ ઈ. સ. ૫૫૦) (૧) રક્તાશોક (૨) સંપાદપીઠ સિંહાસન (૩) છત્રાધિછત્ર (૪) ચામર.
લગભગ ઈ. સ. ૬૦૦થી ૬૫૦માં રચાયેલ ‘આવશ્યકચૂર્ણિમાં આ ક્રમ આ પ્રમાણે છે : (૧) અશોકવૃક્ષ (૨) પાદપીઠ સિંહાસન (૩) ચામર અને (૪) છત્રાધિછત્ર.
આ ગ્રંથોમાં પ્રતિહાર્યોના જુદા જુદા ક્રમ જોતાં એ સ્પષ્ટ થાય છે કે ત્યાં ક્રમથી તો કોઈ સંબંધ છે જ નહીં. એક જ શ્લોકમાં અષ્ટ મહાપ્રતિહાર્યોને જણાવવાવાળા સ્તોત્રોમાં તો કર્તાને છંદમાં માત્રામેળનો ખ્યાલ રાખવો પડે છે અને પદ્ય શૈલીમાં લખવાવાળાને પ્રતિહાર્યોની શરૂઆત કયા ક્રમમાં કરવી વધારે સુવિધાજનક જણાય છે એ હિસાબે એ પ્રતિહાર્યોને દર્શાવે છે. તીર્થકર ભગવાનને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે દેશના આપવા માટે દેવો સમવસરણની રચના કરે છે. તેમાં સૌથી પ્રથમ વ્યંતર દેવો દ્વારા અશોકવૃક્ષનું સર્જન થાય છે. ત્યાર બાદ સિંહાસન, યયુગ્મ દ્વારા ધારણ કરેલા ચામર અને પછી છત્ર પ્રગટ થાય છે. તીર્થકર જ્યારે સિંહાસન પર આસન ગ્રહણ કરે છે કે તરત જ ભામંડળની રચના થઈ જાય છે. દુભિનાદ અને પુષ્પવૃષ્ટિનો આરંભ પણ થઈ જાય છે અને દિવ્ય ધ્વનિ પણ સંભળાય છે. શ્રી માનતુંગસૂરિએ પણ ભક્તામર સ્તોત્રમાં જે વર્ણન કર્યું છે તેમાં સૌપ્રથમ અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને પછી છત્રત્રય લીધાં છે, જે સ્વાભાવિક ક્રમમાં જ છે. આના સિવાયના ચાર અતિરિક્ત પ્રતિહાર્યો દુન્દુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ કવિની કલ્પનામાં ન હતાં, જે એમની કલ્પનામાં હતાં તેમનું વર્ણન તેઓએ કર્યું પરંતુ જે તેમની કલ્પનામાં નહોતાં તેમનું વર્ણન ન કર્યું. જેવી રીતે
Page #398
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા × 379 આવશ્યકનિર્યુક્તિકાર, વસુદેવચરિતકાર, આવશ્યકચૂર્ણિકાર વગેરેના માટે એટલાં જ પ્રતિહાર્યો જરૂરી હતાં જેટલાંનું તેમણે વર્ણન કર્યું તેવી જ રીતે શ્રી માનતુંગસૂરિને ચાર જ પ્રતિહાર્યો જરૂરી
લાગ્યા.
શ્રી હીરાલાલ કાપડિયા સ્તોત્રના પદ્ય પ્રમાણ વિશે જણાવે છે કે “ભક્તામર સ્તોત્રનાં પદ્યોની સંખ્યા ૪૪ની હોવી જોઈએ. એ વાત એની પાદપૂર્તિરૂપ જે કાવ્યો અત્યારે ઉપલબ્ધ થાય છે તે જોતાં પણ તરી આવે છે. ૪૮ પઘોના સમસ્યારૂપ અને પ્રશસ્તિરૂપ એક એક મળીને ૪૯ પદ્યોરૂપ પ્રાણપ્રિય કાવ્ય છે. એમ જો દિગમ્બરો સૂચવવા તૈયાર થતાં હોય તો તેમણે એ ભૂલવું ન જોઈએ કે આમાંના ૩૨થી ૩૫મા સુધીનાં પદ્યો સિવાયનાં બાકીનાં પઘવાળું કાવ્ય શ્વેતામ્બરીય હોવાનું સૂચવે છે. આથી વિવાદાગ્રસ્ત કાવ્યનો ઉપયોગ કરવો તે અસ્થાને છે.
વળી ભક્તામર અને કલ્યાણમંદિર એ બે સ્તોત્રોમાંથી કોઈ એકમાં બીજાના અનુકરણની છાયા છે એ વાત પણ ભક્તામરની સંખ્યાનાં નિર્ણયની દિશામાં પ્રકાશ પાડે છે.
આ ઉ૫૨થી હું તો એમ માનવા તૈયાર થાઉં છું કે ભક્તામર સ્તોત્ર ૪૪ પઘોનું છે અને એ સ્થિતિ શ્રી ગુણાકરસૂરિના સમયમાં પણ હતી. એના સમયમાં જો ચાર અધિક પદ્યો હોવાની કિંવદન્તી હોત તો તેઓ તે ચાર પઘોનો જરૂ૨ નિર્દેશ કરત.''
,,૨૪
ભક્તામર સ્તોત્ર પર જે ટીકાઓ રચાઈ છે તે ૪૪ પઘો પર જ રચાયેલી છે. જો આ સ્તોત્ર ૪૮ ૫દ્યોનું હોત તો તેઓ ૪૮ પઘોની જ ટીકા રચત. તેમાંથી અમુક પાઠ કાઢી નાખવાનું કારણ શું હોય ? અને માની લઈએ કે આ ટીકાઓની રચના પહેલાં ઉપર્યુક્ત ચાર પઘોને છોડી દેવામાં આવ્યાં હતા. તો તેઓ તેની એક અપવાદ તરીકે પણ અવશ્ય નોંધ કરી હોત. તાત્પર્ય કે તેમની સામે પરંપરાગત ૪૪ પઘોનું જ સ્તોત્ર હતું. અને તે સ્તોત્ર ૫૨ જ તેમણે ટીકાઓ રચેલી છે.
વળી ભક્તામર સ્તોત્ર ઉપર જે સંખ્યાબંધ પાદપૂર્તિઓ રચાઈ છે તે અમુક અપવાદ સિવાય ૪૪ પઘોનાં ચતુર્થ ચરણો લઈને જ રચાયેલી છે. આ વસ્તુ પણ તેનો મૂળ પાઠ ૪૪ પદ્યોનો હોવાનું સૂચન કરે છે.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી ‘ભક્તામર રહસ્ય'ની પ્રસ્તાવનામાં ભક્તામરની પઘસંખ્યા વિશે લખતાં જણાવે છે કે “તે અંગે એક નાનો સરખો લેખ આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પણ લખ્યો છે અને તેમાં ૪૪ પદ્યો હોવાની જ પુષ્ટિ કરી છે.’૨૫ સાગરાનંદસૂરિજીએ પ્રશ્નોત્તરીના રૂપમાં ચર્ચા કરી છે જે આ પ્રમાણે છે :
પ્રશ્ન ૭૩૮ : ભક્તામર સ્તોત્રમાં ૪૮ કાવ્ય હોવાનું થોડા લોકો કહે છે જ્યારે થોડાક કહે છે કે મૂળ ભક્તામરમાં ૪૪ કાવ્યો છે. તો આ બંનેમાંથી કયું માનવું ?
સમાધાન : ભક્તામર સ્તોત્રથી કલ્યાણમંદિર સ્તોત્ર પ્રાચીન છે આ વાત સર્વમાન્ય છે. કલ્યાણમંદિરમાં કાવ્ય ૪૪ છે. એમાં કોઈનો મતભેદ નથી. ત્યારે કલ્યાણમંદિરના અનુકરણથી પાછળથી રચવામાં આવેલા ભક્તામર સ્તોત્રમાં પણ ૪૪ કાવ્ય હોય એ વધારે સંભવિત છે. જે
Page #399
--------------------------------------------------------------------------
________________
380 ભક્તામર તુલ્યુ નમઃ | લોકો ૪૮ કાવ્ય માનતા હોય તો પણ ૨૮માં અશોકવૃક્ષ, ર૯માં સિંહાસન, ૩૦માં ચામર તથા ૩૧માં છત્ર માનીને ૩૨માં કમળોનું સ્થાપિત હોવું માને છે. અર્થાત્ જો આમને પ્રતિહાર્યો લેવા જ હોત તો ૨૮માં કાવ્યમાં અશોકવૃક્ષનું વર્ણન કરી દીધા પછી સુરપુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ નામનાં પ્રતિહાર્યોનું વર્ણન કરવાનું છોડી ન દેત. ચામરનું વર્ણન કર્યા પછી ભામંડળ અને દંદુભિના પ્રતિહાર્યના રૂપમાં છે એનું વર્ણન ન કરત, એટલું જ નહીં, દેશના દેવા માટે પધારતા સમયે શ્રી જિનેશ્વરદેવના ચરણકમળની નીચે દેવતા જે પદ્મોની સ્થાપના કરે છે એનું વર્ણન તે પ્રતિહાર્ય ન હોવાથી પ્રતિહાર્યના વિભાગમાં ન કરત કારણ કે પ્રતિહાર્યની સંખ્યા તથા ક્રમ આ પ્રકારે છે :
अशोकवृक्षः सुरपुष्पवृष्टि - दिव्यध्वनिश्चामरमासनं च ।
भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यप्रतिहार्याणि जिनेश्वराणाम् ।। આનાથી સ્પષ્ટ રીતે સમજમાં આવી જાય કે ભક્તામરમાં કરવામાં આવેલું વર્ણન કેવળ પ્રતિહાર્યોનું જ નથી તેમણે એવા પ્રતિહાર્યનું વર્ણન કરવાનું બન્યું હતું અને એવા ચાર પ્રતિહાર્યોનું વર્ણન જ ઉપલબ્ધ સ્તોત્રમાં જણાય છે. એટલા માટે રહી જતાં ચાર પ્રતિહાર્યોના વર્ણનવાળાં કાવ્ય લુપ્ત છે કે કોઈએ છુપાવી દીધાં છે એવું માનવું અસંગત છે. પ્રથમ તો આઠના વર્ણનમાંથી ચાર જ રહ્યાં અને શેષનું વર્ણન લુપ્ત થઈ ગયું કે છુપાવી દીધું હતું એવું માનવું વિચક્ષણોને સ્વીકાર્ય હોઈ શકે એવું નથી. એટલા માટે કે શ્રીમાનતુંગસૂરિજીએ ચાર પ્રતિહાર્યો અને કમળસ્થાપનાનું વર્ણન ધર્મોપદેશની જગતુના જીવોની સ્પૃહા કરવા યોગ્ય સમૃદ્ધિની સત્તા દર્શાવવા માટે કર્યું છે અને એટલા માટે ૨૮મા કાવ્યમાં તે અશોકાદિનું વર્ણન કર્યા પછી ઉપસંહારમાં રુલ્થ વથા તવ વિભૂતિઃ' એવું કહીને પ્રતિહાર્યો એવું સૂર્યપ્રભાના અંતરનો વિષય લેવાથી પ્રભા અર્થાત્ કાંતિમાન વસ્તુઓની કાંતિની અતિશયતાનું વર્ણનથી પૂર્ણ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ રૂપથી જણાવે છે. સુરપુષ્પવૃષ્ટિ વગેરે પ્રભા અર્થાત્ કાંતિના અતિશયવાળી વસ્તુ (નારૂપમાં) ન ગણાવે તે સ્પષ્ટ જ છે. ભામંડળમાં રહેલી કાંતિ સંસારમાં વિભૂતિરૂપ માનવામાં આવતા પદાર્થોમાંથી મળતી ન હોવાથી અથવા શ્રી જિનેશ્વર મહારાજના શરીરના તેજનું તેમાં પ્રતિબિંબિત થવાથી તે ભામંડળની સ્વયં વિભૂતિરૂ૫માં માનવાવાળા કાંતિમાન (પ્રતિહાર્યો)માં ગણના ન કરીને અશોકાદિ કાંતિમાનોની ગણના કરી હોય એવું ૨૮મા કાવ્યથી પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ ભક્તામર સ્તોત્રનાં ૪૪ કાવ્ય અસલથી છે. એવું માનવું શ્રેયકર છે.
આ સિવાય વિભૂતિના વર્ણનમાં ઉપસંહારવાળા કાવ્યમાં જો આઠ પ્રતિહાર્યોનું વર્ણન હોત તો પ્રતિહાર્યોના રૂપમાં જ એનો ઉપસંહાર હોવો જોઈએ. અને એટલે જ જો “સત્વતિદા નિવયસ્તવયારિત' એવું કાંઈક આદ્ય પદ્યવાળું કાવ્ય હોત જે નથી એટલા માટે પણ થોડા જ પ્રતિહાયરૂપ વિભૂતિના વર્ણનવાળા કાવ્યોથી યુક્ત ચાલીસ કાવ્યો જ ભક્તામર સ્તોત્રમાં હોત એવું માનવું યુક્તિસંગત છે.૨૬
આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજીએ ઉપરોક્ત પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે. પરંતુ તેમાં મોટા ભાગનાં તો સર્વસંમત જોવા મળતાં નથી. કલ્યાણમંદિર સ્તોત્ર ભક્તામર સ્તોત્રથી પ્રાચીન
Page #400
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા 381 છે એવી માન્યતા બધા જ વિદ્વાનોની નથી અને આ તથ્યપૂર્ણ હકીકત પણ નથી. ઘણાખરા દિગમ્બર વિદ્વાનો પણ આવું નથી માનતા. કલ્યાણમંદિર સ્તોત્રની રચના લગભગ ૧૨મી સદીના પૂર્વાર્ધમાં થઈ છે. જ્યારે ભક્તામર સ્તોત્ર તેનાથી ઓછામાં ઓછા ૫૦૦ વર્ષ પ્રાચીન રચના છે. આ તથ્યથી એમ સાબિત થાય છે કે જો અનુકરણ થયું છે તો ભક્તામર સ્તોત્રમાંથી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના થઈ છે.
બીજું પ્રતિહાર્યોના વર્ણનમાં કોઈ નિશ્ચિત ક્રમ નથી. કોઈ પણ શ્લોકની રચનામાં છંદ, લય, માત્રા વગેરેની અનુકૂળતા અનુસાર તથા તેની કલાત્મકતા અને રચનાત્મકતાને ધ્યાનમાં લઈને થાય છે. તેવી જ રીતે પ્રતિહાર્યો સંબંધિત કાવ્યોની રચનામાં પણ આ જ રીતે પદ્યની રચના થાય છે. ક્રમ અનુસાર નહીં પરંતુ સુંદર કાવ્યરચનામાં જેમ અનુકૂળતા હોય તેમ પ્રતિહાર્યોનો ક્રમ રાખવામાં આવ્યો છે. જ્યાં એક એક પ્રતિહાર્યોને લઈને જુદાં જુદાં પદ્યોની રચના કરવામાં આવી છે ત્યાં પણ આ પ્રતિહાર્યોના ક્રમમાં સમાનતા જોવા મળતી નથી. પ્રતિહાર્યોના ક્રમ માટે કોઈ નિશ્ચિત ધોરણ જોવા મળતું નથી. દિગમ્બર સાહિત્યમાં પણ કોઈ નિશ્ચિત ધોરણ નથી. દિગમ્બર સ્તોત્ર રચનાઓમાં પણ આ ક્રમ જુદા જુદા હોય છે. તે નીચેના શ્લોકો પરથી જાણી શકાય છે.
दिव्यतः सुरपुष्पवृष्टिः, दुन्दुभिरासनयोजन घोष्टौ ।
आतपवारण चामर युग्मे, यस्य विभाति च मंडलतेजः ।।११।। આ શ્લોક શાંતિજિન સ્તુતિમાંથી લેવામાં આવ્યો છે. આના પર શ્રી પ્રભાચંદ્ર ટીકા લખી છે એટલે આ ૧૧મી સદીથી પૂર્વની રચના હોવી જોઈએ.
देवः श्वेतातपत्रत्रयमरिरुहाशोकभाश्चक्रभाषा ।
पुष्पोधासारसिंहासन पटहरैष्टभिः प्रातिहार्यः ।। આ શ્લોક કવિ ભૂપાલ ચક્રવર્તીના ચતુર્વિશતિકા સ્તોત્ર જે લગભગ ઈ. સ. ૧૦–૧૧મી સદીનું છે.
ઉપર્યુક્ત બંને શ્લોકમાં પ્રતિહાર્યોનો ક્રમ જુદો જુદો જોવા મળે છે. આમ શ્રી સાગરાનંદસૂરિની પ્રતિહાર્યોની ક્રમાનુસારિતાનું તથ્ય પણ તથ્યપૂર્ણ નથી. પરંતુ તેમણે જણાવેલ સ્તોત્રની ૪૪ પદ્યસંખ્યા સંબંધિત તથ્ય યથાયોગ્ય છે. શ્વેતામ્બર વિદ્વાનો તેની સાથે સંમત છે.
આ ચર્ચાના સંદર્ભે શ્રી રમણલાલ શાહ જણાવે છે કે, “ભક્તામર સ્તોત્રમાં કવિએ તીર્થકર પરમાત્માનાં પ્રતિહાર્યોનું વર્ણન કર્યું છે. ૪૪ શ્લોકના ભક્તામરમાં ચાર પ્રતિહાર્યાંનું ચાર શ્લોકમાં વર્ણન છે. ભગવાનનાં પ્રતિહાર્ય આઠ છે. એટલે પ્રતિહાર્યના ચાર નહિ આઠ શ્લોકો હોવા જોઈએ એવો દિગમ્બર મત છે. એટલા માટે વધારાના ચાર શ્લોકોમાં તીર્થકર ભગવાનના બાકીનાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન છે.
શ્વેતામ્બર મત એમ કહે છે કે કવિનો આશય બધાં જ પ્રતિહાર્યોનું વર્ણન કરવાનો નથી.
Page #401
--------------------------------------------------------------------------
________________
382
।। ભક્તામર તુલ્યું નમઃ II
જો તેમ હોત તો જે ચાર શ્લોક આપવામાં આવ્યા છે એમાં પ્રતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન હોત પરંતુ તેને બદલે કવિએ અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એમ પહેલેથી છેલ્લાં પ્રતિહાર્ય સુધીમાંથી ચાર પ્રતિહાર્યોનું વર્ણન કર્યું છે. દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ એ ચાર પ્રતિહાર્યોને લગતા શ્લોક જો ઉમેરવામાં આવે તો પ્રતિહાર્યોનો ક્રમ સચવાતો નથી. કવિનો આશય જો બધાં જ પ્રતિહાર્યોનું વર્ણન કરવાનો હોય તો કવિ આઠેય પ્રતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન કરે. અહીં ક્રમાનુસાર વર્ણન નથી એ બતાવે છે કે કવિનો આશય બધાં પ્રતિહાર્યોનું વર્ણન ક૨વાનો નથી.
તીર્થંકર પરમાત્માનાં પ્રતિહાર્યો એ અતિશય છે. જો એ આઠેય અતિશયોનું વર્ણન કરવાનો કવિનો આશય હોય તો તે પછી શરૂ થતા ‘ઉન્નિદ્રહેમ' શ્લોકની અંદર એક વધુ દેવકૃત અતિશયનું વર્ણન છે. તીર્થંકરો જ્યાં વિચરે ત્યાં તેમના ચરણ નીચે દેવો સુવર્ણકમળની રચના કરે છે. જો કવિનો આશય દેવકૃત બધા જ અતિશયોનું વર્ણન કરવાનો હોય તો પછી માત્ર સુવર્ણ કમળવાળા અતિશયને વર્ણવવાની શી જરૂર ? એટલે વસ્તુતઃ કવિ તો દેવો દ્વારા કરાતા ઓગણીસ અતિશયમાંથી નમૂનારૂપ પાંચ અતિશયનું (ચાર પ્રતિહાર્યનું અને એક સુવર્ણકમળનું વર્ણન કરે છે. જો એવી દલીલ કરવામાં આવે કે દેવકૃત બધા અતિશયોનું વર્ણન કરવા જતાં કૃતિનો વિસ્તાર વધી જાય તો તે દલીલ પણ યોગ્ય નથી. કારણ કે તો પછી પ્રતિહાર્યોના વધુ શ્લોકની આવશ્યકતા રહેતી નથી. વળી કવિએ તીર્થંકર પરમાત્માની ભક્તિનો મહિમા કેવી કેવી આપત્તિમાં ચમત્કારિક રીતે રક્ષણ કરે છે તેનો મહિમા વર્ણવવા માટે આઠ-નવ જેટલાં શ્લોકની રચના કરીને જે મહિમા બે કે ત્રણ શ્લોકમાં વર્ણવવી શકાત અથવા ‘મત્તદ્વિપેન્દ્ર' એ એક જ શ્લોક પૂરતો હતો. એવી દલીલ કરાય છે.’૨૭
શ્રી રમણલાલ શાહે દિગમ્બર અને શ્વેતામ્બર સંપ્રદાયનાં મંતવ્યોની ચર્ચા કરી છે. દિગમ્બર સંપ્રદાયના મતાનુસાર ૪૪ શ્લોકીય સ્તોત્રમાં ચાર જ પ્રતિહાર્યનું વર્ણન છે. જ્યારે બાકીનાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન વધારાના ગણવામાં આવતાં ચાર શ્લોકમાં ક૨વામાં આવ્યું છે. જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયના મત પ્રમાણેની દલીલ યથાયોગ્ય છે. કારણ કે પ્રતિહાર્યોની ક્રમાનુસારિતા સૂરિજીએ વર્ણવેલા પ્રતિહાર્યના શ્લોકમાં ક્યાંય જોવા મળતી નથી. આ ઉપરાંત જો દેવકૃત બધા જ અતિશયોનું વર્ણન કરવામાં આવે તો બ્લોકસંખ્યા વધી જાય. આથી એમ કહી શકાય કે સૂરિજીને રચના કરતાં કરતાં મનમાં જે વિચાર આવ્યો તેની કંઠમાંથી સ્ફુરણા થઈ હશે. ત્યાં તેઓએ ક્રમાનુસાર રચના કરવાનું નહીં વિચાર્યું હોય અને બધાં જ પ્રતિહાર્યોનું વર્ણન ન કર્યું હોય એવું સંભવી શકે છે.
શ્રી રાજયશસૂરિ મહારાજ અતિરિક્ત ચાર શ્લોકોનો વધારો કેવી રીતે થયો તે વિશે જણાવતાં કહે છે કે “જૂના વખતમાં હસ્તલિખિત પ્રતોનો રિવાજ હતો. મોટા ભાગે પ્રતોનો ઉતારો લહિયાઓ કરતા હતા. (તેમના અક્ષરો સારા હતા.) પણ તેમને સંસ્કૃતનું ખાસ ઊંડું જ્ઞાન રહેતું નહિ. આ તરફ વિદ્વાન સાધુઓ પોતાની પ્રતમાં ઘણી વાર એક જ વિષયને વધારતા પુષ્ટ કરતા કે સમર્થન કરતા શ્લોકો પોતે બનાવીને બીજાના બનાવેલી પ્રતમાં હાંસિયામાં લખી રાખતા હતા. લહિયાઓ
Page #402
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા 383 બીજી વાર કૉપી કરતા અને એ શ્લોકને પણ ભેગા કરી દેતા. આમ આપણે ત્યાં ઘણા ગ્રંથોમાં શ્લોકો ઉમેરાઈ ગયા છે અને ગ્રંથો મોટા થઈ ગયા છે. બીજા ધર્મના ગ્રંથોમાં પણ આવું ઘણી વાર બન્યું છે. મહાભારતના મૂળ શ્લોક માત્ર પંચોતેર હજાર છે. તેમાં એક લાખ શ્લોક નવા ઉમેરાયા છે. આમ શ્લોક ઉમેરવાની પદ્ધતિ તો આપણે ત્યાં ખૂબ જૂના કાળથી ચાલે છે. પણ શ્લોકો કાઢી નાંખવાની પદ્ધતિ પ્રાચીન કાળમાં ન હતી.
ભક્તામર સ્તોત્રમાં આ ગાથાઓ ઉમેરેલી છે, એ વાત સ્પષ્ટ છે. કારણ કે પૂ. માનતુંગસૂરિ મહારાજની તો ચુમ્માળીસ જ ગાથા છે. આ ગાથાઓ ઉમેરેલી છે એ વાત એટલા માટે શક્ય છે કે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં ભગવાનનાં આઠ પ્રતિહાર્યોનું વર્ણન છે. જ્યારે શ્રી ભક્તામર સ્તોત્રમાં માત્ર ચાર જ પ્રતિહાર્યોનું વર્ણન છે. કોઈક વિદ્વાન આચાર્ય કે આરાધકે આ ચાર પ્રતિહાર્યોનું વર્ણન કરતી ચાર ગાથા પોતે પાછળથી બનાવી હોય.”૨૮
શ્લોકોની સંખ્યા વધી જવાનું કારણ હસ્તપ્રતો હશે તેવું શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબનું માનવું છે. તેઓ શ્વેતામ્બર સંપ્રદાયમાં પ્રચલિત ૪૪ શ્લોકી પાઠ જ આ સ્તોત્રના માને છે. પરંતુ ચાર અતિરિક્ત શ્લોક ઉમેરવાનું કારણ કદાચ કલ્યાણમંદિરના સ્તોત્રમાં આઠ પ્રતિહાર્યોનું વર્ણન છે તેથી કોઈક વિદ્વાને આ ચાર અતિરિક્ત શ્લોક રચીને ઉમેરવાનું કાર્ય કર્યું હશે. જો લહિયાઓના હાથે આવી ભૂલ દ્વારા શ્લોકો ઉમેરાયા હોય તો અત્યાર સુધીમાં ભક્તામર સ્તોત્રના શ્લોકોની સંખ્યા ઘણી વધી ગઈ હોત. કારણ કે જેમ મહાભારતના મૂળ શ્લોકમાં એક લાખ શ્લોકો નવા ઉમેરાયા છે તેવી જ રીતે આમાં પણ બન્યું હોત. તેથી આ તથ્ય પણ તર્કસંગત જણાતું નથી કોઈક વિદ્વાને ચાર શ્લોકની રચના કરી અને મૂળ સ્તોત્રમાં તેને સમાવિષ્ટ કર્યા હશે તે યથાયોગ્ય છે.
આ અતિરિક્ત ચાર શ્લોકો કોઈ અન્ય વિદ્વાન પંડિતે બનાવ્યા છે. છતાંય તેમાં ૪૪ શ્લોકોની જેમ જ યંત્રો, મિત્રો, તંત્રો છે તેથી આ શ્લોકો પણ પ્રભાવિક જણાય છે. તો પછી એ કેવી રીતે માની શકાય કે આ ચાર શ્લોક શ્રી માનતુંગસૂરિકૃત રચના નથી ? આ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે લાગે છે કે આ ૪ (ચાર) ગાથામાં પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજ જેવી પ્રાસાદિકતા નથી. આખાય કાવ્યમાં ક્યાંય જોવા ન મળે તેવા પ્રાસોનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તે ગાથા બનાવનાર વિદ્વાન હશે અને તે ગાથાઓ પણ પ્રભાવિક હશે, તેની અમે ના નથી કહેતા.'
માત્ર પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજે આ ગાથા બનાવેલી નથી, માટે જેઓએ પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજની રસમય અને પ્રભાવિક કૃતિનો આગ્રહ કર્યો હોય તેમણે તો આ ગાથાઓનો પાઠ વચમાં તો ન જ કરવો જોઈએ. પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજે તો ૪૪ ગાથાનું ભક્તામર બનાવ્યું છે.
શ્રી ભક્તામરની મૂળ ૪૪ ગાથામાં બીજી ચાર ગાથાઓ ઉમેરાયેલી લાગે છે. એનો કોઈક બીજો પુરાવો પણ મળે છે. આ ગાથાઓ ઉમેરાયેલી છે અને તે ઉમેરાયેલી હોવાથી
Page #403
--------------------------------------------------------------------------
________________
384 8 // ભક્તામર તુલ્ય નમઃ | તેની વૃદ્ધિનું આયોજન કરવામાં ભૂલ થયેલી છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. કારણ કે ૩૮ ગાથાના હિસાબે :
રૂરી થાની દ્ધિ - ૐ હ્રીં ગઈ નમો નવોદિપત્તામાં છે. રૂ૪મી જાથાની ઋદ્ધિ - ૐ શ્રીં મર્દ નમો વેનોસહિપત્તા છે. રૂપમી જાથાની ઋદ્ધિ - 8 શ્રીં મર્દ નમો નન્નોસહિપત્તામાં છે. રૂમી થાની ઋદ્ધિ - 8 શ્રીં નમો વિપ્રોફિપત્તાઇ છે.
રૂ૭મી માથાની ઋદ્ધિ : ૐ હ્રીં મર્દ નમો સવોરાફિપત્તામાં છે. આમ ૪૮ ગાથા માનીને ઋદ્ધિનું આયોજન કરનારની એક એવી મોટી ભૂલ થઈ ગઈ છે. દરેક શ્લોકમાં ઋદ્ધિઓ જુદી જ છે. તો ૩૩મી અને ૩૭મી એક જ ઋદ્ધિ હોવાનું કોઈ કારણ નથી. આ માત્ર નવી ગાથાઓ ઉમેરનારની જ ભૂલ છે.
ભક્તામર સ્તોત્રના બધા જ શ્લોકોના ઋદ્ધિમંત્ર જુદા જુદા છે. ૪૪ શ્લોકોના ઋદ્ધિમંત્ર અલગ અલગ છે. જ્યારે અતિરિક્ત ચાર શ્લોકોમાંથી એક શ્લોકનો ઋદ્ધિમંત્ર ૩૩માં શ્લોકનો જે ઋદ્ધિમંત્ર છે, તે જ ઋદ્ધિમંત્ર દિગમ્બર પાઠના ૩૭માં શ્લોકનો ઋદ્ધિ મંત્ર છે. આથી ૪૭ ઋદ્ધિપદ થયાં. જો ૪૮ ઋદ્ધિપદ કે લબ્ધિપદ માનવામાં આવતાં હોય તો ૪૪ કે ૪૭ લબ્ધિપદ એ દોષ ગણાય. એ દોષ નથી કારણ કે ૪૮ જ લબ્ધિપદ છે. એવું કોઈ પ્રમાણ નથી. સૂરિમંત્ર કલ્પમાં કુલ ૫૦ લબ્ધિપદો આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ શ્વેતામ્બરાચાર્યો દ્વારા લખાયેલો છે. જ્યારે પખંડાગમની ધવલા ટીકામાં દિગમ્બર આચાર્યના બતાવેલા છે. તેમાં ૪૪ જ લબ્ધિપદો આપેલાં છે. માટે ૪૪ લબ્ધિપદો ભક્તામરમાં આપવામાં આવે તો લબ્ધિપદો ઓછાં કર્યા છે તેવું કહી ન શકાય, વળી સલ્લોપિત્તા નો ૪૪ ગાથામાં સમાવેશ થાય છે અને વેનોસહિપત્તા, નમ્નોસહિપત્તા અને વિષ્પોરિપત્તા આ ત્રણ પદનો સમાવેશ થતો નથી, પણ અર્થનો વિમર્શ કરનાર સમજી શકે છે કે નવોદિત્તાના અર્થથી ત્રણેય લબ્ધિપદ આવી શકે છે. આમ આ ચાર શ્લોકો પાછળથી જોડાયા છે. તે સમજાવતું આ પણ એક પ્રમાણ છે.
ભક્તામર સ્તોત્ર પ્રભાવક અને ચમત્કારિક ગણાય છે. તેની સાથે લબ્ધિ-ઋદ્ધિની વાત પણ સંકળાયેલી છે અને લબ્ધિ-વૃદ્ધિ માટે ભક્તામર સ્તોત્રનું યંત્ર-તંત્ર-મંત્ર સહિત વિધિવત્ પૂજન થતું આવ્યું છે. લબ્ધિ ઋદ્ધિની સંખ્યા ૪૮ની હોવાથી ભક્તામરની શ્લોકસંખ્યા ૪૮ હોવી જોઈએ એવો દિગમ્બર સંપ્રદાયનો મત છે. પરંતુ ઉપર્યુક્ત શ્રી રાજયશસૂરિ મહારાજના જણાવ્યા અનુસાર લબ્ધિ-ઋદ્ધિ પદની સંખ્યા જુદી જુદી જણાવવામાં આવી છે. તેથી ઋદ્ધિ-લબ્ધિના આધારે શ્લોકની સંખ્યા નક્કી થાય તે યથાયોગ્ય નથી. આમ સ્તોત્ર ૪૪ શ્લોકીય હોવાનું તેમણે આપેલું પ્રમાણ તર્કસંગત છે.
ભક્તામર સ્તોત્રની પદ્યસંખ્યા વિશેની ચર્ચા કરતાં શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જણાવે છે કે
Page #404
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 385 ભક્તામર સ્તોત્રમાં પાઠન-પૂજનની ફળશ્રુતિ એ છે કે એનાથી આઠ પ્રકારના ભયનું નિવારણ થાય છે. એના છેલ્લા શ્લોકમાં આ વાત કહેવામાં આવી છે. આ ભક્તામર સ્તોત્ર ૪૪ ગાથાનું હોવાનું શ્વેતામ્બર સંપ્રદાય માને છે. ભક્તામર સ્તોત્રમાં આદિનાથ ભગવાનની સ્તુતિ છે અને એ ૪૮ ગાથાને બદલે ૪૪ ગાથાનું એટલા માટે મનાય છે કે એમાં વર્તમાન ચોવીશીના ચોવીશ. તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રનાં વિહરમાન વીશ તીર્થકરો મળીને કુલ ૪૪ થાય છે. પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતા કલ્યાણ મંદિર સ્તોત્રની જેમ ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતું ભક્તામર સ્તોત્ર ૪૪ ગાથાનું માનવામાં આવે છે. આજના સમયમાં આરાધ્ય એવા ૪૪ તીર્થકરો હોવાથી શ્વેતામ્બર પરંપરા ૪૪ ગાથાઓ માને છે. જ્યારે બીજી બાજુ દિગમ્બરોની માન્યતા એવી છે કે ભક્તામર સ્તોત્રની યંત્ર સહિત વિધિવત્ લબ્ધિ અને વૃદ્ધિની સંખ્યા ૪૮ હોવી જોઈએ. એ નોંધવું જોઈએ કે ભક્તામરની તમામ હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકો સરખા મળે છે. એમાં એકના સ્થાને બીજો શ્લોક લખાયો હોય તેવું બનતું નથી. જેમ એક માન્યતા પ્રમાણે ૩૨-૩૩-૩૪-૩૫મો શ્લોક માનતંગસૂરિએ લખ્યો નથી એમ કહેવાય છે. વિ. સં. ૧૪૨૬ની આચાર્ય ગુણાકરસૂરિજી મહારાજની સૌથી પ્રાચીન ટીકા મળે છે. એમાં પણ ૪૪ ગાથાનું વિવરણ છે.”૨૯
ભક્તામર સ્તોત્રની પદ્યસંખ્યા વિષયક ઉપર્યુક્ત વિષદ ચર્ચા વિવિધ વિદ્વાનોએ કરી છે. જેમાં હર્મન યાકોબી, વિન્ટરનિટ્સ જેવા વિદેશી વિદ્વાનોથી લઈને અમૃતલાલ શાસ્ત્રી, ડૉ. જ્યોતિ પ્રસાદ જૈન, બ્રહ્મ રાયમલ્લ, નેમિચંદ શાસ્ત્રી, અગરચંદ નાહટા, કટારિયા, હીરાલાલ કાપડિયા, મુનિશ્રી કુમુદચંદ્ર, દર્શનવિજયજી, શ્રી સાગરાનંદસૂરિજી, અમર મુનિ, સારાભાઈ નવાબ, ધીરજલાલ ટોકરશી શાહ, અજિતકુમાર જૈન શાસ્ત્રી, મધુસૂદન ઢાંકી, જિતેન્દ્ર શાહ, રમણલાલ શાહ, રાજયશસૂરિ મહારાજ સાહેબ, ડૉ. કુમારપાળ દેસાઈ આદિ વિદ્વાનોના મંતવ્યો જોયાં.
આમાંથી ઘણા વિદ્વાનો ભક્તામર સ્તોત્રની પદ્ય સંખ્યા ૪૪ જ માને છે, અને તે માન્ય રાખવા જે કારણ દર્શાવે છે તે યથાયોગ્ય જણાય છે. હાલ વર્તમાન ચોવીશી અને મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન ૨૦ તીર્થકર એમ ૪૪ તીર્થકરોને અનુલક્ષીને ભક્તામર સ્તોત્રની પસંખ્યા ૪૪ની ગણવામાં આવી છે. આ શ્વેતામ્બર સંપ્રદાયનો મત છે. જ્યારે દિગમ્બર સંપ્રદાય પોતાના પાઠમાં આઠ પ્રતિહાર્યોનો સમાવેશ કર્યો છે. તેઓનું માનવું છે કે દરેક પ્રતિહાર્યોનો સમાવેશ થવો જોઈએ. જો ચાર પ્રતિહાર્યનો સમાવેશ શ્રી માનતુંગસૂરિએ કર્યો હોય તો બાકીના ચાર પ્રતિહાર્ય શા માટે બાકી રાખે ? તેથી બાકી રહેતા ચાર પ્રતિહાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મીરતારથી શરૂ થતાં ચાર પદ્યોમાં પ્રથમ પદ્યમાં અષ્ટમહાપ્રતિહાર્યમાંથી દુંદુભિ પ્રતિહાર્યનું, બીજા પદ્યમાં પુષ્પવૃષ્ટિ પ્રતિહાર્યનું. ત્રીજા પદ્યમાં ભામંડળ પ્રતિહાર્યનું અને ચોથા પદ્યમાં દિવ્યધ્વનિ પ્રતિહાર્યનું વર્ણન છે. આ ચાર પ્રતિહાર્યનાં વર્ણન દ્વારા અષ્ટ મહાપ્રતિહાર્યનું વર્ણન પૂર્ણ થાય છે એવું દિગમ્બર સંપ્રદાય માને છે. આથી તેનો મૂળ સ્તોત્રમાં સમાવેશ થયો હોવાનું તેઓ માને છે અને આને છોડી દેવાની શ્વેતામ્બર સંપ્રદાયની ભૂલ છે, એવું તેઓ માને છે. આ અતિરિક્ત મનાતાં ચાર પદ્યોની સંરચના ભાષા, માધુર્ય, પ્રાસ વગેરે ભક્તામરનાં અન્ય
Page #405
--------------------------------------------------------------------------
________________
386 ભક્તામર તુલ્યું નમઃ || પઘોથી જુદી જ કક્ષાની જણાય છે. નિર્ણયસાગર પ્રેસના સંપાદકોએ આ પદ્યો માટે નોંધ કરી છે કે, “ભીરતારથી શરૂ થતાં આ ચાર પદ્યો કોઈક વિદ્વાને મણિમાલામાં કાચના ટુકડા બેસાડી દે તેવી જ રીતે શ્રી માનતુંગસૂરિની મૌલિક રચનામાં બેસાડી દીધાં છે. કોઈ પણ કાવ્યનો જાણકાર આ ચાર પદ્યોને અન્ય પદ્યોથી તેના કાવ્યત્વની મનોકારિતા, રમણીયતા, અલૌકિકતા આદિથી જુદા પાડે છે. આથી જ શ્વેતામ્બર સંપ્રદાય આ પદ્યોને પ્રક્ષિપ્ત માને છે. તદ્ઉપરાંત આ અતિરિક્ત પદ્યનાં જુદાં જુદાં ગુચ્છકો પણ મળી આવે છે. જે “મીરતાથી જુદાં છે. શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રીને નાત: પર: પરમવયોમિથેથી થી શરૂ થતું ચાર પદ્યાનું ગુચ્છક પ્રાપ્ત થયું છે. જૈન મિત્રમાં છપાયેલું ગુચ્છક : સંરતુવે કુળમૃતાં સુમતો વિમતિ છે. શ્રી કટારિયાને મળેલા બીજકાવ્યવાળું ચાર પદ્યનું ગુચ્છક ડૉ ગારનાથ મનુનેવતંર છે, જ્યારે શ્રી સારાભાઈ નવાબને ચાર પદ્યવાળું મળેલું ગુચ્છક આ પ્રમાણે છે : “વિશ્વવિમો: સુમન : વિરુન વર્ષત્તિ વગેરે.” “મીરતાર સિવાયનાં અન્ય ત્રણ ગુચ્છકો પણ મળી આવે છે. આથી પદ્યોની એકાત્મકતા નથી જળવાતી. આ ચાર પદ્યનાં ગુચ્છકો ભિન્ન ભિન્ન છે. જ્યારે માનતુંગસૂરિનાં મૂળ ૪૪ પદ્યો ક્યારેય પણ બદલાતાં જોવા મળતાં નથી. વિ. સં. ૧૪૨૬માં ગુણાકરસૂરિની રચાયેલી ભક્તામર વૃત્તિમાં પણ આ ૪૪ પદ્યો જ છે. ત્યારથી આજ સુધીમાં અન્ય કોઈ પણ પ્રકારનો ફેરફાર દૃષ્ટિગોચર થયો નથી. જ્યારે આ અતિરિક્ત ગણાતાં પદ્યોમાં આવાં ચાર ચાર ગુચ્છકો મળી આવે છે. જે પરથી જણાઈ આવે છે કે આ પઘો મૂળ સ્તોત્રકારનાં નથી પરંતુ અન્ય કોઈએ પાછળથી કરેલી રચના છે. જો આ ચારે ગુચ્છકોનો સમાવેશ કરવામાં આવે તો પદ્યસંખ્યા ૪૪+૧૬ ૬૦ પર પહોંચે છે જે માનતુંગસૂરિજીની રચના ન હોઈ શકે.
શ્રી માનતુંગસૂરિએ સ્તોત્રમાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન કર્યું છે તેમાં અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્રનું વર્ણન કરેલું છે. બાકી રહેલા અન્ય ચાર પ્રતિહાર્યોનું વર્ણન કરેલું નથી. ક્રમાનુસાર જોઈએ તો સૂરિજીએ ક્રમ પ્રમાણે પ્રતિહાર્યોનું વર્ણન કરેલું નથી. કારણ કે પ્રતિહાર્યનો ક્રમ આ પ્રમાણે છે : (૧) અશોકવૃક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્ય ધ્વનિ (૪) ચામર (૫) આસન (૬) ભામંડળ (૭) દુંદુભિ અને (૮) છત્ર.
આ ક્રમ પ્રમાણે સૂરિજીએ પ્રથમ અશોકવૃક્ષ, બીજા ક્રમે ચામર, ત્રીજા ક્રમે આસન અને ચોથા ક્રમે છત્રનું વર્ણન કરેલું હોવું જોઈએ. જ્યારે સ્તોત્રમાં કવિવર્યએ એવું કર્યું નથી. આમ કરવાથી કાવ્યરસમાં કોઈ ક્ષતિ જણાતી નથી. કવિ તો મનમાં કલ્પના આવતી જાય અને તે પ્રમાણે તેમના કંઠમાંથી પાણીનો પ્રવાહ વહેતો જાય છે અને તેમાં જ તેની મૌલિકતા રહેલી છે.
કવિ હંમેશાં ક્રમને જ અનુસરે એવું હોતું નથી. પરંતુ મનમાં ઊઠતી કલ્પનાના તરંગોને આધારે તે કાવ્યની રચના કરે છે.
ભક્તામર સ્તોત્ર પર સૌથી વિશેષ પ્રમાણમાં વૃત્તિઓ, અવચૂર્ણિઓ, ચૂર્ણિ બાલાવબોધો ઇત્યાદિ રચાયાં છે. જે ૪૪ પદ્યો પર જ રચાયેલી છે. જો આ સ્તોત્રની પદ્યસંખ્યા ૪૮ હોત તો વૃત્તિકારો ૪૮ પદ્યો પર જ ટીકાઓ રચત. ૪૮માંથી ૪ પદ્યો કાઢી નાખવાનું કારણ શું હોઈ
Page #406
--------------------------------------------------------------------------
________________
પદ્યસંખ્યાની સમસ્યા ♦ 387 શકે ? જો કોઈ કારણવશ આ પદ્યોને કાઢી નાખવામાં આવ્યાં હોત તો કોઈકે તો જરૂ૨થી આની નોંધ કરી હોત. તાત્પર્ય કે આ બધા જ વૃત્તિકારોની નજર સમક્ષ ૪૪ પઘવાળું ભક્તામર સ્તોત્ર રહ્યું હશે. અને તેથી તેટલા જ પદ્યોવાળા સ્તોત્ર પર ટીકાઓ તેઓએ રચેલી છે.
ભક્તામર સ્તોત્રની જે પ્રાચીન હસ્તપ્રતો મળી આવે છે તેમાં પાટણ, ખંભાત, જેસલમેર આદિ જ્ઞાનભંડારોમાંથી મળી આવતી તાડપત્રીય પ્રતોમાં ૪૪ પઘોવાળું જ આ સ્તોત્ર મળી આવે છે. જ્યારે દિગમ્બર સંપ્રદાય પાસે આટલી પ્રાચીન હસ્તપ્રતો હોય તેમ જણાતું નથી. તેમની પાસેથી મળી આવતી પ્રતો ૩૦૦થી ૪૦૦ વર્ષ કરતાં વધારે પ્રાચીન નથી. આ પણ એક પુરાવો છે જે ભક્તામર સ્તોત્ર ૪૪ પઘોનું હોવાનું પુરવાર કરે છે.
શ્રી માનતુંગસૂરિનું ચરિત્ર રજૂ કરનારા ઐતિહાસિક ગ્રંથો જેવા કે પ્રભાવક ચરિત પ્રબંધ સંગ્રહ, પ્રબંધ ચિંતામણિ જેવા ગ્રંથોમાં પણ ભક્તામર સ્તોત્રનાં ૪૪ પદ્યો હોવાનાં સ્પષ્ટ ઉલ્લેખો જોવા મળે છે. જે તેને શ્વેતામ્બર સંપ્રદાયના પક્ષમાં મૂકે છે. પરંતુ હીર-સૌભાગ્ય નામના ગ્રંથમાં ભક્તામર સ્તોત્રના ૪૮ પઘો હોવાનો ઉલ્લેખ છે અને ભક્તામર સ્તોત્ર પર યંત્રો-મંત્રો-તંત્રો જેવા આરાધનાનાં વિધાન બનાવનાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે પણ ૪૮ શ્લોકના યંત્રો-મંત્રોતંત્રો બનાવ્યાં છે જે દિગમ્બર સંપ્રદાયના પક્ષે જાય છે.
આ ચાર અતિરિક્ત પઘોમાં પ્રયોજવામાં આવેલા શબ્દાલંકારો, અર્થાલંકારો, ઉપમા, ઉપમેય, ઇત્યાદિનો મૂળ સ્તોત્રના ૪૪ પઘોમાં પ્રયોજવામાં આવેલા સાથે સુમેળ બેસતો નથી. આ ચાર પઘોના પ્રાસો કંઈક જુદા જ પ્રકારના જણાય છે. આથી મૂળકર્તાની રચનાની તુલનામાં આ પદ્યો ઊતરતી કક્ષાના સાબિત થાય છે તેવું વિદ્વાનોનું માનવું છે.
લબ્ધિ-ઋદ્ધિ પદની સંખ્યા ક્યાંય પણ એકસરખી જોવા મળતી નથી. સૂરિમંત્ર કલ્પમાં કુલ ૫૦ લબ્ધિ-ઋદ્ધિ પદો આપવામાં આવ્યાં છે. જ્યારે ષટ્ખંડાગમની ધવલા ટીકામાં ૪૪ લબ્ધિ પદો દિગમ્બરાચાર્યએ જણાવેલાં છે. આ તથ્ય પણ સ્તોત્રની પદ્યસંખ્યા નક્કી કરવા માટેનો યોગ્ય પુરાવો નથી.
ભક્તામર સ્તોત્ર પર સંખ્યાબંધ લગભગ ઉપલબ્ધ ૨૩-૨૪ પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયેલાં છે. તેમાં કોઈક અપવાદ સિવાય મોટા ભાગનાં પાદ-પૂર્તિરૂપ કાવ્યો ૪૪ પઘવાળાં જ છે. આ પાદપૂર્તિરૂપ કાવ્યો ભક્તામર સ્તોત્રના દરેક પદ્યના અંતિમ ચરણને લઈને રચાયેલાં છે. તેથી તે કાવ્યોની પદ્યસંખ્યા પણ ૪૪ની જ છે. શ્રી ગુણાકરસૂરિ દ્વારા રચાયેલી વૃત્તિ સૌથી પ્રાચીન છે. તેમાં પણ તેમણે ૪૪ ૫ઘો ૫૨ જ વૃત્તિ રચી છે જે સ્તોત્રના મૂળ પાઠમાં ૪૪ પદ્ય હોવાનું પુરવાર કરે છે.
૧.
૨.
પાદટીપ
'Jacobi Foreword' ભક્તામર કલ્યાણમંદિર, નમિઊણ સ્તોત્રત્રયમ્, પૃ. ૨
'સચિત્ર ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના, ડૉ. જ્યોતિપ્રસાદ જૈન, સંપાદક : કુમુદકુમાર શાસ્ત્રી, પૃ. ૩૦-૩૧
Page #407
--------------------------------------------------------------------------
________________
388 * ।। ભક્તામર તુલ્યે નમઃ II
3.
૪.
‘પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ', સારાભાઈ નવાબ, પૃ. ૧૦ 'ભક્તામર સ્તોત્ર', અનેકાંત ૨.૧ વિ. સં. ૧૯૯૫, અજિતકુમાર જૈન શાસ્ત્રી, પૃ. ૭૧-૭૨ ‘જૈન નિબંધ રત્નાવલી', ભક્તામર સ્તોત્ર, મિલાપચંદ અને રતનલાલ કટારિયા, પૃ. ૩૪૦ જૈન નિબંધ રત્નાવલી', ભક્તામર સ્તોત્ર, મિલાપચંદ અને રતનલાલ કટારિયા, પૃ. ૩૪૧ ૭. મનુષ્યાનુને બદલે 'પ્રોદ્બોધિત' એવો પણ પાઠ છે.
૫.
૬.
૮.
‘પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ', સારાભાઈ નવાબ, પૃ. ૯
૯.
'પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ', સારાભાઈ નવાબ, પૃ. ૧૦
૧૦. આચાર્ય માનતુંગ - અનેકાંત', ૧૮.૬, ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી, પૃ. ૨૪૪
૧૧. સચિત્ર ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના, ડૉ. જ્યોતિપ્રસાદ જૈન, સંપાદક : કુમુદકુમાર શાસ્ત્રી, પૃ. ૨૯ ભક્તામર ભારતી, પ્રસ્તાવના', ડૉ. જ્યોતિપ્રસાદ જૈન, પૃ. ૩૨-૩૩
૧૨.
૧૩. માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી, જિતેન્દ્ર શાહ, પૃ. ૩૫
૧૪. ‘ભક્તામર-કલ્યાણમંદિર નમિઊણ-સ્તોત્રત્રયમ્', સં. હીરાલાલ કાપડિયા પૃ. ૧૬-૧૭
૧૫. માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર' – મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ પાનાનં. ૪૫
૧૬.
‘ભક્તામર સ્તોત્ર’ - જૈન નિબંધ રત્નાવલી, રતનલાલ કટારિયા, મિલાપચંદ કટારિયા, પૃ. ૩૩૮-૩૩૯. ‘ભક્તામર સ્તોત્ર’ · અનેકાંત, વર્ષ - ૨, અજિતકુમાર જૈન શાસ્ત્રી, પૃ. ૭૨
૧૭.
૧૮. ‘માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી, જિતેન્દ્ર શાહ પૃ. ૪૭
૧૯. જૈન સંદેશ શોધાંક' - ૨૯, ભક્તામર સ્તોત્રની શ્લોકસંખ્યા, ડૉ. જ્યોતિપ્રસાદ જૈન, પૃ. ૨૨૦ ૨૦. જૈન નિબંધ રત્નાવલી', ભક્તામર સ્તોત્ર, મિલાપચંદ કટારિયા, રતનલાલ કટારિયા, પૃ. ૪૩૮ ૨૧. દિગમ્બર શાસ્ત્ર કેસે બને ?’ પ્રકરણ ૧૧, આ. શ્રી માનતુંગસૂરિ, જૈન સાહિત્ય પ્રકાશન, મુનિ દર્શનવિજય,
પૃ. ૫૧૭-૫૧૮
૨૨
‘ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના - ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૯-૨૦
૨૩.
‘ભક્તામર કલ્યાણમંદિર નમિઊણ સ્તોત્રત્રયમ્', ભૂમિકા - શ્રી હીરાલાલ કાપડિયા, પૃ. ૩ ૨૪. ‘ભક્તામર કલ્યાણમંદિર નમિઊણ સ્તોત્રત્રયમ્', પ્રસ્તાવના - શ્રી હીરાલાલ કાપડિયા, પૃ. ૧૫
૨૫ ‘ભક્તામર રહસ્ય’, પ્રસ્તાવના - ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૯
૨૬. માનતુંગ ઔર ઉનકે શ્લોક', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ. ૫૯-૬૦
૨૭. 'પ્રબુદ્ધ જીવન', રમણલાલ ચી. શાહ, ૧૬-૪-૮૭, પૃ. ૨૦૩-૨૦૪
૨૮. ‘ભક્તામરદર્શન, રાજયશસૂરિ મહારાજ, પૃ. ૨૮૧
૨૯. ‘ગુજરાત સમાચાર', મુંબઈ, આકાશની ઓળખ, ૨૮-૧-૧૯૯૮, ડૉ. કુમારપાળ દેસાઈ
Page #408
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ
સંપૂર્ણ સ્તોત્રસાહિત્યમાં પ્રતિભાવંત ભક્તકવિ શ્રીમાનતુંગસૂરિ દ્વારા વિરચિત “ભક્તામર સ્તોત્ર' અનેક દૃષ્ટિઓથી સર્વોપરિ સ્થાન ધરાવે છે. આ અમરકૃતિ આચાર્ય શ્રી માનતુંગસૂરિની શ્રેષ્ઠ ભક્તિભાવના અને ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિ છે. આ સ્તોત્ર એવું સાહિત્ય છે કે આપણા મનમાં અરિહંત પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિને જાગ્રત કરે છે. આત્માને લાગેલાં કર્મ અને કષાયના આવરણને દૂર કરવા માટે આપણે તેનો સહારો લઈએ છીએ. આ સ્તોત્રમાં કવિના મનની અનુભૂતિનો એવો પ્રાદુર્ભાવ છે કે જેમાં ભાવોની પ્રવીણતા, વાણીની કોમળતા શિખર પરથી વહેતાં નિર્મળ ઝરણાં જેવી લાગે છે.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિ વિશે જણાવે છે કે “ભક્તામર સ્તોત્રમાં શ્રુતજ્ઞાનના મહાન લોકમંગલના અભિલાષી અને વૈરાગ્યપંથે વિહરનારા શ્રી માનતુંગસૂરિએ પોતાના સાધુજીવનનું ચિંતન રેડ્યું છે. રાજસભામાં જૈન ધર્મ પ્રત્યે હીન ભાવના ઉપજાવનારાં વચનોથી મહારાજાને ભરમાવેલા જાણી, તે ભ્રમનું નિરસન કરવા તથા સત્ય વસ્તુ પ્રત્યેની શાશ્વત નિષ્ઠા જગાવવા માટે વ્યવહાર-ક્રિયાનો આશ્રય લઈ બીજા કવિઓ સમક્ષ પોતાની કવિત્વશક્તિ સાથે પોતાના ઇષ્ટદેવ પ્રત્યેનો અડગ વિશ્વાસ પ્રત્યક્ષ કરી બતાવ્યો છે તેમજ જેન ધર્મની પતાકાને ફરકતી રાખવા માટે સ્તુતિ કરી ચમત્કાર બતાવ્યો છે અને આ વ્યવહારક્રિયાની પરિકૃતિ માટે સ્તોત્રના પ્રત્યેક પદમાં સંસારની નશ્વરતા તથા પ્રભુચરણોમાં આશ્રયની સમસ્ત વિપદાઓ દૂર
Page #409
--------------------------------------------------------------------------
________________
390 - || ભક્તામર તુલ્યુ નમઃ | થાય છે. એવી અતૂટ શ્રદ્ધા ઉપજાવનારા ભાવો ગૂંથ્યા છે."
સૂરિજીએ સ્તોત્રની શરૂઆતથી અંત સુધી ભક્તિરસની અવિરત ધારા અસ્મલિત ગતિથી પ્રવાહિત કરી છે. સ્વહિતાર્થે કરવામાં આવેલી ભક્તિ-ભાવપૂર્વકની રચનામાં સર્વહિત સમાયેલું રહે છે. આવી મનોહારી અલૌકિક વાણી જ્યારે કવિના કંઠમાંથી સ્ફરે છે ત્યારે તે વિશાળ રૂપ જ ધારણ કરે છે. ભક્તામર સ્તોત્રમાં કવિરાજ શ્રી માનતુંગસૂરિએ પોતાની પ્રબળ શક્તિથી અનુરાગી બનીને શ્રી જિનેશ્વરદેવના ગુણગાનનું મનોરમ્ય, ચિત્તાકર્ષક, અલૌકિક આલેખન કર્યું છે. વસંતતિલકા છંદ
શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના માટે વસંતતિલકા છંદને પસંદ કર્યો છે. આ છંદ સંસ્કૃત ભાષાનો એક અતિસુંદર છંદ છે. તે મધુમાધવીના અપરનામે પણ ઓળખાય છે. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રની રચના પણ આ જ છંદમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કરી છે. જૈન સાહિત્યમાં ઘણાં સ્તોત્રો આ છંદમાં રચાયેલાં છે. ઉદાહરણ તરીકે “સંસાર દાવાનલ' સ્તુતિની બીજી ગાથા અને પુફખર વરદીવઢ' સૂત્રની ત્રીજી ગાથા આ છંદમાં રચાયેલ છે.
“વૃત્તરત્નાકરમાં વસંતતિલકાનું બીજું નામ મધુમાધવી બતાવ્યું છે. ચૌદ અક્ષરના આ વર્ણવૃત્તમાં રચના કરવાની પ્રવૃત્તિ મહારાજા હર્ષવર્ધનના કાળમાં વધારે પડતી હતી. શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવે મહાકવિ કાલિદાસનો દેશકાલ અને તેમની કૃતિઓ વિશે પરાક્રમની પ્રભુતા'ની ભૂમિકામાં પદ્યબંધનની પરીક્ષા કરતાં જણાવ્યું છે કે – ભાસના કાલમાં અનુષ્ટ્રપ વધારે ચાલતું, કાલિદાસે ગાથા જેવાં વૃત્તોના પ્રયોગને માન્યતા આપી, શ્રી કંઠભવભૂતિએ વસંતતિલકાને આદર્યું અને મહારાજા હર્ષવર્ધને પોતાની ત્રણ કૃતિઓ – પ્રિયદર્શના, નાગાનંદ તથા રત્નાવલી–માં ક્રમશ: વસંતતિલકા, માલિની અને શિખરિણીને માન આપ્યું એટલે કદાચ શ્રીમાનતુંગસૂરિએ જે વસંતતિલકાની પસંદગી કરી તેમાં એ પણ હેતુ હોઈ શકે. બીજું એક કારણ એ પણ હોઈ શકે કે વસંતતિલકા છંદ “શકવરી' જાતિનો છંદ છે. શકવરી એટલે બળવાન બળદ, ઋષભ શ્રી આદિનાથ ભગવાનનું લાંછન ઋષભ છે. કદાચ આ સૌથી મહત્ત્વપૂર્ણ કારણ રહ્યું હોય. એ ઉપરાંત ભારત કૃષિપ્રધાન દેશ છે અને એની જીવાદોરી પણ વૃષભ—બળદ પર અવલંબિત છે. વૃષભનો સંબંધ શિવ સાથે પણ છે. કદાચ આ બધી બાબતો તરફ સૂરિજીનું ધ્યાન ગયું હશે અને તેને કારણે તેમણે વસંતતિલકા છંદની પસંદગી કરી હશે. એક શક્યતા એ પણ હોઈ શકે છે કે આ છંદમાં ચૌદ અક્ષર છે. પૂર્વ પણ ચૌદ છે. અર્થાતુ ચૌદ પૂર્વના સારરૂપ આ છંદની પસંદગી તેમણે કરી હોય.
શાસ્ત્રકારોએ છંદને કાવ્યનું શરીર પણ કહ્યું છે અને તેથી જ ઉપર્યુક્ત છંદ અગર ભાવોનો ઉત્તમ વિકાસ થઈ શકતો નથી. છદિ ધાતુનો અર્થ આફ્લાદ છે અને તે આલાદ ગણબદ્ધ વર્ણસંયોજન, નિયમિત યતિ, વેગ, વિરામ, ચરમ વિસ્તાર, વર્ણમંત્રી, વર્ગમૈત્રી, સજાતીયતા, સ્થાનમૈત્રી, નાદસોંદર્ય વગેરે ઉત્તરોત્તર સુખાનુભૂતિ-રસાનુભૂતિમાં સહાયક બને છે. ભક્તામર સ્તોત્રમાં
Page #410
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ છે 391 પણ આ વિશેષતાઓ સ્થળે સ્થળે જોવા મળે છે. જેમકે સાગરની ગંભીરતા માટે ‘વક્ત ગુણાનું ગુણસમુદ્ર ! શશાંકકાન્તાનમાં ક-વર્ગની મૈત્રી, પ્રારંભમાં સંક્ષિપ્ત અને મધ્યમાં સુદીર્ઘ વર્ણોની યોજના અને છેડે ‘ભુજાભ્યાં પદ વડે માનવીની ક્ષીણ શક્તિનું નિદર્શન સહેજે મળી રહે છે. કોઈક ઠેકાણે લાંબા સમાસવાળાં પદોની યોજના, તો અન્યત્ર બબ્બે, ત્રણ-ત્રણ વર્ણોના શબ્દો કવિવરની છંદોવિદગ્ધતા સ્પષ્ટ કરી આપે છે. - શ્રી માનતુંગસૂરિના દેશકાળ સમયે વસંતતિલકા છંદમાં કૃતિઓ રચાતી હશે તેથી જ તેમણે આ છંદમાં આટલી સુંદર નયનરમ્ય કૃતિની રચના કરી.
આ વસંતતિલકા છંદમાં કુલ ચૌદ અક્ષરો છે. તેમાંથી સાત અક્ષરો ગુરુ અને સાત અક્ષરો લઘુ છે. નિગ્રંથકારો માને છે કે જેમ છંદમાં લઘુ-ગુરુની સમતા છે, તેમ આ છંદમાં રચાયેલ સ્તોત્ર પણ સાધકને ખૂબ જલ્દી સમતાભાવમાં લઈ જઈ શકે છે.
આ છંદનું લક્ષણ તજા જગ ગ મનાયેલું છે. એટલે પ્રથમ ત ગણ પછી ભ ગણ પછી બે જ ગણ અને છેલ્લે બે ગુરુ એ રીતે ચૌદ અક્ષરોથી તેનું સ્વરૂપ ઘડાય છે. લઘુ-ગુરુના સંકેત પ્રમાણે તેની તાલિકા આ પ્રમાણે બને :
ગુગલ ગુલલ લગુલ લગુલ ગુગુ
તગણ ભગણ ગણ ગણ ગુરુ ભક્તામરની પંક્તિને આ લક્ષણો કેવી રીતે લાગુ પડે છે તે જોઈએ.
ભક્તામ રપ્રણ તમૌલિ મણિપ્ર ભાણાં ગુગુલ ગુલલ લગુલ લગુલ ગુગુ
તગણ ભગણ ગણ ગણ ગુરુ સાત લઘુ અને સાત ગુરુ દ્વારા સમાનતા પ્રાપ્ત કરેલો વસંતતિલકા છંદ છે. વસંતતિલકા છંદમાં વસંત એક ઋતુ છે. આ ઋતુમાં કુદરત સોળે કળાએ ખીલી ઊઠે છે. ધરતી પર રંગબેરંગી ફૂલો અને લીલા ઘાસનો ગાલીચો પથરાઈ જાય છે અર્થાત્ કુદરતની કળા પૂર બહારમાં ખીલી ઊઠે છે. વસંતતિલકા વિશેની માહિતી આચાર્ય શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ આ પ્રમાણે આપે છે, હેમત-શિશિર-વસંત-ગ્રીષ્મ-વર્ષા અને શરદ આ છ ઋતુઓમાં ‘વસંત ઋતુ અધિપતિનું સ્થાન ધરાવે છે. ક્યારેક વસંત ઋતુને ‘ઋતુરાજ વસંત' કહેવાય છે તો તુઓને સ્ત્રી સમજવામાં આવે છે ત્યારે વસંતને ઋતુરાણી માનવામાં આવે છે. આ છંદ વસંતતિલકા છે એટલે વસંત માટે પણ અલંકાર જેવો છે. વસંતઋતુને પણ સુશોભિત કરનારો છે. વસંતતિલકા છંદની પ્રાસાદિકતા અદ્વિતીય છે. છંદનું વિધિવત્ ઉચ્ચારણ કરનારને હિંડોળો ચાલી રહ્યો હોય તેવો ભાસ થાય છે. આ છંદમાં નિબદ્ધ કાવ્ય લગભગ દરેક રોગમાં સરળતાથી ગાઈ શકાય છે. લગભગ ચુમ્માલીશ (૪૪) જુદા શાસ્ત્રીય રાગમાં આ ભક્તામર ગવાયું છે. આમ માનવહૃદયમાં ઉત્પન્ન થતી ભક્તિ
Page #411
--------------------------------------------------------------------------
________________
392 ભક્તામર સુભ્ય નમઃ | લહરીઓની અભિવ્યક્તિ માટે આ છંદ સર્વોત્તમ છે. એના ચૌદ અક્ષરને ચૌદ રાજલોકનું ગુણસ્થાનકનું પ્રતીક સમજીને ચૌદ રાજલોકના અગ્રભાગ પર સાધકે જવાનું છે અને ચૌદ ગુણસ્થાનકને પાર કરીને આત્મિક પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે. આ છંદમાં સિંહોન્નતા', મધુમાધવી”, “ઉદ્ધર્મિણી વગેરે પણ નામો છે.
વસંતતિલકા જેવા સુંદર છંદમાં ભક્તામર સ્તોત્રની રચના સૂરિજીએ કરી છે. તેથી તે સ્તોત્ર પણ અતિ ઉત્કૃષ્ટ પ્રકારનું કાવ્ય બન્યું છે. પ્રસન્નગંભીર પદાવલીઃ
શ્રી માનતંગસૂરિએ પોતાની સાચી શ્રદ્ધાભક્તિ અને ઉચ્ચકક્ષાની સાહિત્યિક પ્રતિભાનો સમાવેશ ભક્તામર સ્તોત્રમાં કર્યો છે. દાસ્યભાવથી કરવામાં આવેલી ભક્તિ હોવાને કારણે શરૂઆતથી અંત સુધી એમની નમ્રતા અને પ્રભુ સમક્ષની લઘુતા પ્રકટ થતી જોવા મળે છે.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે ભક્તામર સ્તોત્રની રચનામાં જે હેતુ છે તે સર્વવિદિત છે. પણ ખરેખર જે શ્રુત અને યત્નથી ઉપાસિત વાગુદેવીનો અનુગ્રહ કવિશિરોમણિને પ્રાપ્ત થયો છે તે ઘણો ચડિયાતો છે. પદે પદે પ્રાસાદિક ભાષા, પ્રવાહ, વિચારોને વળગી રહેલા વર્ષોની સ્વાભાવિક મૈત્રી, વિષયવસ્તુને વાસ્તવિક રીતે રજૂ કરનારી વાક્યરચના, અનિર્વચનીય રસપરિપાક, રસાનુભૂતિને આભાસિત કરનારું સંગીત ઉપર્યુક્ત છંદની સાથે શબ્દોનો મધુર ઝંકાર અને અર્થની ઉજ્વલતાને પ્રત્યક્ષ કરાવનારી વચનભંગિમાંથી પૂર્ણ અલંકારો આ સ્તોત્રની લોકપ્રિયતાની સાથે જ કાવ્યરસિકોને પણ રસાસિક્ત કરનાર છે.
આ સુંદર સાહિત્યિક કાવ્યકૃતિઓનો ભક્તિભાવ જેટલો ઉત્કૃષ્ટ છે તેટલી જ તેની કાવ્યકલા, પણ સમૃદ્ધ છે. કોઈ પણ સાહિત્ય તરફ આકર્ષિત થવા માટે બે બાબત મહત્ત્વની હોય છે. એક તો સ્તોત્રની રચનાનો આત્મા તેનો ભક્તિભાવ હોય છે તો શરીર એની ભાષા હોય છે. કોઈ પણ પ્રકારની અનુભૂતિનું સૌંદર્ય તેની ભાષા દ્વારા જ ખીલે છે.
શ્રી માનતુંગસૂરિએ સ્તોત્રરચના સમયે આરાધના કરતાં કરતાં જે ભાવો હૃદયમાં આવ્યા તેને અનુકૂળ ભાષાનો પ્રયોગ સ્તોત્રરચનામાં કર્યો છે. જે ભાવોને ગતિમાન કરીને સુંદર સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્રમાં સૂરિજીએ ભાષાની લક્ષણા અને વ્યંજના શક્તિનો સુંદર પ્રયોગ કર્યો
શ્રી માનતુંગસૂરિના સમકાલીન કવિઓ સંસ્કૃત ભાષાના મહાપંડિતો, મહામહોપાધ્યાયો હતા. તેઓએ અનેક સુંદર રચનાઓ સંસ્કૃત ભાષામાં કરી હતી. શ્રી માનતુંગસૂરિના સ્થિતકાળમાં બાણ અને મયૂર જેવા કવિઓ સંસ્કૃત ભાષાના વિશારદ હતા. તે જ પ્રતિભા તેમનાં પદ્યોમાં પણ પ્રસરેલી હતી. મહાકવિ કાલિદાસ અને અશ્વઘોષની કોમલકાત્ત પદાવલી તે વખતે મીરથીરવિતાવાટવીવાતુરીયારી કવિઓના હસ્તે અક્ષરાડમ્બર છતાં રુચિરસ્વર પદો તથા અલંકારની
Page #412
--------------------------------------------------------------------------
________________
393
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ ગર્વિતા બનેલી હતી. બાણની ખ્યાતિ ‘કવિ કુમ્ભિકુમ્ભભિદુર'ના રૂપમાં તો મયૂરની 'કવિતા તરુગહનવિ૨ણમયૂર'ના રૂપમાં વ્યાપ્ત હતી. તેથી જ વિદ્વાનો તેમને સાક્ષાત્ સરસ્વતીરૂપ માનતા
હતા.
܀
શ્રી માનતુંગસૂરિએ મિથ્યાભિમાન રહિત પોતાના ઇષ્ટદેવની સ્તુતિ ક૨વા છતાં તેમાં ચંડીશતક અને સૂર્યશતક જે સધરાવૃત્તમાં રચાયેલાં છે. તેની છટા કોમલ છંદ વસંતતિલકામાં રજૂ કરી અને તેઓ જાણે તે બંને કવિઓને આ સરસ શૈલી પ્રત્યે લલકારતા હોય તેમ સ્તોત્રના છેલ્લા પદ્યમાં સ્તોત્રઋનં તવ બિનેન્દ્ર ! મુળનિવદ્ધાં કહી સ્રર્ શબ્દને સાભિપ્રાય પ્રસ્તુત કરે છે. એટલે એમ કહી શકાય કે શ્રી માનતુંગસૂરિએ ભટ્ટિસ્વામી, ઠંડી, મયૂર અને બાણના કાળમાં હોવા છતાં પૂર્વવર્તી કવિઓનું પ્રતિનિધિત્વ કરી વર્તમાન કવિઓની શૈલી સાથે સામ્ય ઉપસ્થિત કર્યું છે અને તેથી જ મહાકવિ ભારવિની ઉક્તિ પ્રમાણે નાતપુચર્મનાં પ્રસન્નાશ્મીરવવા સરસ્વતી અનુસાર તેઓ મહાન ઉત્કૃષ્ટ કોટિના કવિવર હતા.
ભક્તામર સ્તોત્રની ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ સાહિત્ય, ભાષા, ભાવપ્રવીણતાને કારણે મુક્ત કંઠે પ્રશંસા કરી છે. આ સ્તોત્રમાં ભાષાની સ૨ળતા અને સૌંદર્યભાવોની કોમળતાભરી ભાવનાઓને કારણે શ્રી માનતુંગસૂરિનું ભક્તામર સ્તોત્ર સર્વાધિક લોકપ્રિય થયું છે. ભક્તિરસની ધારા :
ભક્તિરસથી સભર ભાવભરી રચના ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિએ કરી છે. નિગ્રંથકારોએ કાવ્યશાસ્ત્રોમાં રસને કાવ્યનો આત્મા તરીકે વર્ણવ્યો છે. જ્યારે સ્તોત્રકાર કાવ્યની રચના કરે છે ત્યારે ભક્તિભાવ રૂપી ધારામાં એવા તો એકતાન થાય છે અને ત્યારે જે શબ્દો ઉચ્ચારે છે, અને પદોની રચના થાય છે, એ એવા તો ભક્તિપૂર્ણ હોય છે કે જે ભક્તના હૃદય સાથે સરળતાપૂર્વક તદ્પતા સાધે છે.
કાવ્યશાસ્ત્રમાં આચાર્યોએ રસને જ આત્મા બતાવ્યો છે પણ આ રસસૃષ્ટિ કોઈ પ્રયત્નજન્ય ક્રિયા નથી, એટલે કાવ્યકર્તા ભાવધારામાં તલ્લીન થઈને જે શબ્દો ઉચ્ચારે છે, તે માનવીના હૃદયની સાથે તાદાત્મ્ય સ્થાપિત કરે છે. ભક્ત જ્યારે ભક્તિમાં તરબોળ થઈ જાય છે. પ્રભુના ગુણોમાં જ રમણભ્રમણ કરવા લાગે છે ત્યારે રસ આપોઆપ પ્રગટ થાય છે. સ્તોત્રસાહિત્યમાં આ વાત વધારે સરળ હોય છે. તેનું કારણ એ છે કે સ્તોત્રમાં સ્તુતિકારને કહેવાની છૂટ હોય છે તેની આગળ વિશ્વની મૂર્ત કે અમૂર્ત જે કાંઈ વસ્તુ હોય, તે ઇષ્ટની સમક્ષ ન્યૂન હોય છે, અથવા તો તે ઇષ્ટને આધીન હોય છે, આ દૃષ્ટિએ પ્રતિબંધ વગર કહેવામાં આવતા ભાવો પ્રભાવપૂર્ણ તો હોય જ, સાથે જ તેમના વડે હૃદયનું એકાગ્રપણું સહાયક બને છે. સ્તુતિઓમાં દેવાધિવિષયક રતિ હોય છે. તે રતિ નિર્વેદપ્રધાન હોવાને લીધે શમને સ્થાયીભાવમાં પરિણત કરતી શાંતરસને પોષે છે. અથવા આવા સ્તોત્રોને ભક્તિરસનાં કાવ્યો પણ કહી શકીએ. કેમકે પ્રાચીન આચાર્યો ભક્તિરસનો સ્થાયીભાવ અનુરાગને માને છે. એકાત્મતા, વિરક્તિ, ધ્યાનજન્ય, તન્મયતા,
Page #413
--------------------------------------------------------------------------
________________
394
॥ ભક્તામર તુથ્થું નમઃ ।
ઉદાસીનતા, પરમાત્મા પ્રત્યેની ૫૨મ આસક્તિ વગેરેના કા૨ણે તથા શ્રવણ, કીર્તન, સેવન, અર્ચન આદિ રતિભાવનાં ઉપાંગોને લીધે દાસ્ય અથવા આત્મનિવેદનરૂપ રતિભાવનાં અંગોનું પોષણ થવાથી આ સ્તોત્ર પણ ભક્તિરસનું ઉત્તમ ઉદાહરણ છે અને અલૌકિક ગુણગણસંપન્ન ભગવાન શ્રી આદિનાથને સર્વસ્વ અર્પણ કરવાની દૃઢ નિષ્ઠા તેમાં કારણભૂત છે. અર્થાત્ પ્રભુના ચરણયુગલમાં સંપૂર્ણ શરણાગતિ અને દાસ્યભાવે ભક્તિ કરી છે.
܀
જૈન ધર્મમાં મહાન આચાર્યોએ ભક્તિરસથી રચાયેલા સ્તોત્ર દ્વારા ભગવાનને સમર્પિત થવાની પ્રેરણા આપી છે. ભારતીય દર્શનોમાં ભક્તિ-યોગને સર્વાધિક મહત્તા આપવામાં આવી છે. ભગવાનને સમર્પિત થઈને વિવિધ પ્રકારે તેની ભક્તિ કરવામાં આવે છે. અર્થાત્ ભક્તિના પણ પ્રકારો છે અને જુદા જુદા પ્રકારે પ્રભુની ભક્તિ ક૨વામાં આવી છે. ભક્તિના ભેદો ઉપર વિચાર કરીએ તો શાસ્ત્રકારોએ તેના બે ભેદો બતાવ્યા છે. (૧) સાધનાભક્તિ અને (૨) રતિભક્તિ અથવા પ્રેમભક્તિ. સાધનાભક્તિમાં ભક્ત ઉપાસ્યની પ્રાપ્તિ માટે વિવિધ સાધનોનો આશ્રય લઈ ઇષ્ટને સાધ્ય કરવા પ્રયત્ન કરે છે. જ્યારે પ્રેમભક્તિમાં શાંતરતિ, દાસ્યરતિ, સખ્યરતિ, વાત્સલ્યરતિ અને મધુ૨૨તિના આધારે ઇષ્ટના ગુણોનું ચિંતન થાય છે. શાંતરિત એ જ શાંતરસ છે. શાંતરસમાં પોતાને વામન માની પરમાત્માના અનંત ગુણોનું વર્ણન મનન વગેરે થાય છે. પ્રભુની ભક્તવત્સલતા આદિ ગુણોના શ્રવણમાત્રથી જેમનું મન અવિરત રૂપે નદીનો પ્રવાહ જેમ સમુદ્રની તરફ જ વહે છે, તેમ વહેતું રહે છે તેને બીજા શબ્દોમાં અહેતુકી ભક્તિ કહેવાય છે તેવી જ ‘અહેતુકી ભક્તિ’ આચાર્યશ્રી માનતુંગસૂરિએ અભિવ્યક્ત કરી છે. કોઈ પણ સ્થળે એમ નથી કહ્યું કે તમે મારાં કષ્ટોને દૂર કરો. તેઓ તો પ્રભુના ગુણોને માળામાં પરોવવામાં જ તલ્લીન હતા.
શ્રી માનતુંગસૂરિએ ઉપર્યુક્ત જણાવેલ ભક્તિમાંથી દાસ્યભાવે ભક્તિ કરી છે. તેમાં તેમણે કોઈ પણ પ્રકારની યાચના કરી નથી. ‘અહેતુકી-ભક્તિ'ની જ અભિવ્યક્તિ કરી છે. અથ-થી ઇતિ સુધી ક્યાંય પણ કોઈ પણ જાતની યાચના-માગણી તેઓએ કરી નથી. ભલેને તેઓ રાજા દ્વારા કરવામાં આવેલા ઉપસર્ગોનો—કષ્ટોનો સામનો કરી રહ્યા હોય છતાં સમગ્ર સ્તોત્રમાં ક્યાંય પણ યાચકભાવ દૃષ્ટિગોચર થતો નથી.
તેમણે દર્શાવેલો ભક્તિરસ ત્યાં સુધી ન પ્રગટે જ્યાં સુધી પોતાની લઘુતા પ્રગટ ન કરે. આના સંદર્ભમાં ડૉ. શેખરચંદ્ર જૈન જણાવે છે કે “દાસ્યભાવની ભક્તિ હોવાને કારણે અથ-થી ઇતિ સુધી એમની નમ્રતા કે લઘુતા પ્રગટ થઈ છે, સ્વયંને અલ્પબુદ્ધિ માનવું એ સૂચિત કરે છે કે જ્યાં સુધી ભક્તિમાંથી ‘અહમ્' દૂર ન થાય ત્યાં સુધી ભક્તિનો સંભવ નથી. જ્ઞાનનો મદ જ ભક્તિમાં બાધક હોય છે. ત્યારે તો તેઓ સ્વયંને બુદ્ધિહીન કહે છે અને મહાન આદિનાથ પ્રભુના ગુણગાન કરવાને બાલચેષ્ટા માને છે. પોતાના પ્રયાસને તેઓ એવો જ માને છે જેમ કે કોઈ બુદ્ધિહીન પ્રલયકારી સાગરને હાથથી તરીને પાર કરવાને ઇચ્છે. બૃહસ્પતિ પણ જેના ગુણગાન નથી કરી શકતા. એના ગુણગાન કરવાની ધૃષ્ટતા કરવાની પ્રેરણા એમની અનંત ભક્તિ જ આપે છે.૪
Page #414
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ છે 395 વિવિધ પ્રકારની ભક્તિઓ હોવા છતાં પ્રાચીન કાળથી જ જૈન વિદ્વાન કવિઓ એકમાત્ર શાંતરસને રસરાજ માની તેની પુષ્ટિ રૂપે જીવનની નશ્વરતા, સંસારની અસારતા, નિર્વેદની પ્રધાનતા, આરાધ્ય ઇષ્ટદેવ પ્રત્યેની અસીમ શ્રદ્ધા, સંસાર પ્રત્યેની વિરક્તિ, શરીરની ક્ષણભંગુરતાનો શાશ્વત સિદ્ધાંત, આત્મા પર લાગેલાં કર્મનાં બંધનોનો વિનાશ, તપ-જપ વગેરેના આધારે થયેલી શમની પુષ્ટિનું પ્રધાનતાપૂર્વક વર્ણન કરેલું છે. ઉદાહરણ તરીકે “ત્તર/વિમિ પરમાણુfમ:' (શ્લોક ૧૨) જેવાં અન્ય પદ્યોને લઈ શકાય.
ભક્તામર સ્તોત્ર એ ઉત્કૃષ્ટ ભક્તિકાવ્ય છે. શ્રી માનતુંગસૂરિની કાવ્યકલા બાણભટ્ટ તથા મયૂર ભટ્ટની કાવ્યકલા કરતાં જરા પણ ઊતરતી કોટિની નથી. સાહિત્યના વિદ્વાનો માને છે કે સહજ બુદ્ધિ, વિશુદ્ધ શાસ્ત્રીય જ્ઞાન અને નિરંતર અભ્યાસ – આ ત્રણેય કાવ્યસંપત્તિનાં બહુમૂલ્ય કારણો છે.
સૂરિજીમાં આ ત્રણેય ગુણોનો સમન્વય હતો. તેથી જ આ સ્તોત્રમાં સરલ, સુંદર, બુદ્ધિગમ્ય ભાષાનો પ્રયોગ થયેલો છે. તેમાં કોઈ કોઈ સ્થાને સમાસ વિનાના અને અલ્પ સંધિવાળા નાના નાના શબ્દો છે; જેમ કે –
(૧) અન્ય: : રૂછતિ નન: સદસા પ્રક્રિતુન્ ? (૨) વક્ટોવિયત: નિ મધ મધુરં વિરોતિ |
तुल्या भवन्ति भवतो ननु तेन किं वा ? (४) स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् । (૫) પરી પલાનિ તવ યત્ર નરેન્દ્ર | ઘતા,
पद्मानि तत्र विबुधाः परिकल्पयंति । કોઈક સ્થાને વ્યંજન સંધિની છટા ખીલી ઊઠે છે; જેમ કે, (६) त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यम् (૭) યોગીશ્વરમ વિડિતયોરામનેમેમ્ |
ज्ञान स्वरूपममलं प्रवदन्ति सन्तः ।। કોઈ કોઈ સ્થળે લાંબા સમાસના પ્રયોગો પણ થયેલ છે, જેમ કે , (૮) નિદ્ર - ફ્રેમ . નવ . પંને - પુષ્પ ઝાંતિ.
पर्युल्ल सन्नख - मयूख - शिखाभिरामौ (૯) ક્યોતમન્ટાવિન - વિનોન - ષોતમૂન .
મત્ત - ભ્રમ - કમર . નાર વિવૃદ્ધ • મોજ |
Page #415
--------------------------------------------------------------------------
________________
396
।। ભક્તામર તુલ્યું નમઃ ।।
(૧૦) મિન્નેમ - છુ - ગલવુખ્વન શોખિતાવત્ત મુલ્તાન - પ્રર્ . મૂષિત - ભૂમિ . મા
(૧૧) છુન્તામ્ર - મિન્ન - રાખ - શોભિત - વરિવાદ વેળાવતાર - તરબાતુર - યોષ - ભીમે ।
આવી રીતે સમાસ દ્વારા બબ્બે પંક્તિઓના પદના એક એક પદ બનાવી દીધાં છે. છતાં એની વિશિષ્ટતામાં કોઈ સ્થળે અંતરાય આવ્યો નથી. વાંચતાં કે સાંભળતાં જ વસ્તુ સમજમાં આવી જાય તેવી સરળ છે. તેથી જ શબ્દો પર સૂરિજીનું અસાધારણ પ્રભુત્વ સિદ્ધ થાય છે.
ભક્તામર સ્તોત્ર ભક્તિનું કાવ્ય છે, જેના સ્તોત્રકારનો મૂળ ભાવ તો ભક્તિઆરાધના કે સેવા-અર્ચનાનો જ છે. એ દૃષ્ટિથી પણ આ શાંતરસનું કાવ્ય છે. શ્રી માનતુંગસૂરિએ વિવિધ ભાવનાઓની અભિવ્યક્તિમાં વિવિધ રસોનો ઉપયોગ પણ કર્યો છે. પદ્ય ૩૬માં કલ્પાન્તકાલવાળા સમુદ્ર અને ભયાનક જલચરનું વર્ણન કરે છે તેમાં ભયાનક રસનું વર્ણન છે. ૩૭મા પદ્યમાં ભયાનક, વીર, રૌદ્ર અને કરુણ ૨સ બધાને સમ્મિલિત કરતું ઉત્તમ ઉદાહરણ છે. ૪૧મા પદ્યમાં જલોદર નામના રોગ દ્વારા કરુણ રસ દૃષ્ટિગોચર થાય છે. આ બધા ભિન્ન ભિન્ન રસોને શાંત કરવા પ્રભુના મહિમાના શીતળ જળરૂપી છંટકાવથી શાંતિમાં પરિવર્તિત થઈ જાય છે. તેથી સંપૂર્ણ કાવ્યમાં જુદા જુદા નાના-મોટા સમાસો સમાવિષ્ટ કરીને ભક્તિરસથી સભર સ્તોત્રરચના કરી છે. વિવાદાસ્પદ પાઠો
ભક્તામર સ્તોત્રનો હાલ પ્રકાશિત પાઠ ઘણો વિશુદ્ધ જણાય છે. તેમ છતાં ભિન્ન ભિન્ન સ્થાન પર છપાયેલ પાઠમાં થોડું અંતર જોવા મળે છે. કદાચ તેનું કારણ એ પણ હોઈ શકે કે પ્રસિદ્ધકર્તાને મળેલો પાઠ એ જ પ્રકારનો રહ્યો હોય. હાલમાં શ્વેતામ્બર સંપ્રદાયમાં ઉપલબ્ધ પાઠ વિશેષ કરીને શ્રી ગુણાકરસૂરિએ તેમની વૃત્તિમાં આપેલા પાઠ પર આધારિત છે.
પાઠાંતરના સંદર્ભમાં શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે નદી વહેતી જાય છે અને એનાં રૂપો બદલાતાં જાય છે. તેમ સ્તુતિ, સ્તોત્ર કે આગમો બોલાતાં જાય છે તેમ પાઠના પાઠાંતરો થતાં જાય છે. આવાં પાઠાંતરો જ્યાં સુધી એક જ સરખો ભાવ જાળવી રાખે છે ત્યાં સુધી તો વાંધો નથી આવતો. પણ ક્યારેક ભાવાંતર સર્જે છે તો ક્યારેક મૂળગ્રંથ કર્તાના આશયને દૂર કરી દે છે. માટે આવાં પાઠાંતરો વધવા ન જ દેવાં જોઈએ. ઘણી વાર આવાં પાઠાંતરો પર કાબૂ રાખવો જોઈએ.'
આવાં પાઠાંતરોને દૂર કરવાના પ્રયત્નો બહુ ઓછા પ્રમાણમાં થયા છે. મોટા મોટા જ્ઞાનભંડારો કે જેમાંથી પ્રાચીન હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ શકે તેમ છે. જેવા કે ખંભાત, પાટણ, જેસલમે૨ના ભંડારોમાંથી પ્રાપ્ત કરીને તેને આદર્શ રૂપ ગણીને તેમાં આપેલ પાઠ પ્રમાણે પાઠ તૈયાર થવો જોઈએ. સર્વપ્રથમ શ્રી હીરાલાલ કાપડિયાએ પાદટીપો અને ક્યાંક ક્યાંક ટિપ્પણીઓની
Page #416
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ છે 397 સાથે પાઠાંતરો આપ્યાં છે. શ્રી રતનલાલ કટારિયાએ પણ સ્તોત્રમાં દિગમ્બર પ્રાંતોમાં મળેલાં પાઠાંતરોની સૂચિ તૈયાર કરી છે.
પાઠાંતરનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે. શ્લોક પાંચમાના ત્રીજા ચરણમાં આ પાઠ છે :
'પ્રીત્યાત્મવીર્ય વિચાર્ય મૃગો મૃગેન્દ્ર – આના સ્થાને
પ્રયાત્મવીર્ય વિચાર્ય મૃગી મુગેન્દ્ર આ પાઠ પણ પ્રચલિત થયો છે. શ્રી ભક્તામર સ્તોત્રના પ્રસિદ્ધ ટીકાકાર પૂ. ગુણાકરસૂરિજી મ. સા., પૂ. કનકકુશલગણિ, પૂ. મેઘવિજયજી ઉપાધ્યાય, પૂ. સિદ્ધિચંદ્રગણિ – એમ કોઈની પણ સમક્ષ આ પાઠની ચર્ચા ચાલી નથી. આ પાઠ પણ મોટે ભાગે દિગમ્બર પરંપરામાં આવ્યો છે. અહીં આ મૃગી' એવો પાઠ આપનારનો આશય હોઈ શકે છે કે પોતાનાં બચ્ચાં મૃગલાંને જેટલાં વહાલાં હોય તેના કરતાં મૃગલીને વધારે વહાલાં હોય છે અને તેથી જ મૃગલી પોતાના બચાવ માટે સિંહની સામે છલાંગ મારે તો વધારે આશ્ચર્ય ન કહેવાય. પણ આવા જ અર્થનો આગ્રહ રાખનારને કોઈ પૂછે કે મૃગલી હાજર હોય તો મૃગ હાજર ન હોય અને મૃગ હાજર હોય ત્યાં મૃગલી છલાંગ મારે તો મૃગ શું જોયા કરે ? આવું બને નહીં. મૃગ પુરુષ છે, વધારે શક્તિશાળી છે માટે પહેલાં એ જ છલાંગ મારે એ સ્વાભાવિક છે. માટે મૃગ' શબ્દથી મૃગ પણ સમજવો અને મૃગલી પણ સમજવી હોય તો સમજી શકાય. “મૃગ' શબ્દ પુંલિંગ હોવાની સાથે સામાન્યથી સમસ્ત મૃગજાતિનો વાચક છે.
મૃગ' પાઠ જ પ્રાચીન અને શુદ્ધ પાઠ છે. માટે મૃગી' પાઠ ન ભણતાં મૃગ પાઠ જ બોલવો જોઈએ. કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવું આવશ્યક કે યોગ્ય નથી.
શ્રી રતનલાલ કટારિયાએ શ્લોક ૬ના અંતિમ ચરણમાં તન્વી ચૂત નિવI ને “તવ્યારુ રામ તિ'માં બદલાયેલા પાઠ તરફ ધ્યાન દોર્યું છે. તેઓ જણાવે છે કે, “શ્લોક ૬માં તન્ચાર વામિ નિા પાઠ પ્રચલિત છે. આ પાઠ મૂળ ગ્રંથકાર કૃત નથી. પ્રાચીન પ્રતોમાં તથ્વી ચૂત
ત્નિા પાઠ જ મળી આવે છે. પ્રાણપ્રિય કાવ્ય જેમાં ભક્તામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકના અંતિમ ચરણને સમસ્યાપૂર્તિના રૂપમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. એમાં પણ તવાઇ ચૂત ના પાઠ જ ઉપલબ્ધ થાય છે. તેથી આ જ પાઠ મૂળ ગ્રંથકારકત જ જોવા મળે છે. પરંતુ આમાં “ચૂત' શબ્દને અશ્લીલ સમજીને તેની જગ્યાએ “વાગ્ય' પાઠનું પરિવર્તન કરી દેવામાં આવ્યું છે. આ પરિવર્તન પણ ૩૦૦-૪૦૦ વર્ષ પ્રાચીન પ્રતોમાં પણ જોવા મળે છે. પરંતુ વાઝ જે “ર' છે તે સમાસાદિની દૃષ્ટિએ સદોષ છે. અતઃ આજના યુગમાં એને પણ સંશોધન કરી બતાવ્યાગ્ર વાર નિકા' પાઠ બનાવી દેવામાં આવ્યો છે. આમાં “વામ' જે પહેલાં રાખી દીધું છે અને વારુને પછીથી. આમાં સમાસ સંબંધી દોષ તો દૂર થઈ ગયો છે. કિંતુ એમાં પણ શબ્દ વ્યર્થ રહી ગયો છે.
મૂળ સ્તોત્રકારે ચૂત શબ્દનો પ્રયોગ “ગાશ્રીના અર્થમાં કર્યો છે, કોઈ અશ્લીલ અર્થમાં નહીં
Page #417
--------------------------------------------------------------------------
________________
398 || ભક્તામર તુલ્ય નમઃ || તેથી કોઈ પ્રાંતીય અર્થને લઈ કોઈ શબ્દવિશેષમાં અશ્લીલતાનો આરોપ કરવો ઉચિત નથી."
ઉપર્યુક્ત અર્થ પરથી ફલિત થાય છે કે “ચૂત' શબ્દનો પ્રયોગ ‘સામ્રના અર્થમાં કર્યો છે. આથી તેનો અર્થ આંબાનું વૃક્ષ જ થાય છે તેથી આવું પાઠાંતર થવું ન જોઈએ. ‘ચકાર'ના પ્રાસને છોડીને “રાષ્ટ્ર' જેવા ક્લિષ્ટ શબ્દનો પ્રયોગ કરવો કોઈ પણ રીતે યોગ્ય નથી.
શ્રી કટારિયાજી જેવું જ અવલોકન શ્રી રમણલાલ શાહનું રહ્યું છે. તેઓ જણાવે છે કે, આ બંને પાઠમાં ફક્ત એક શબ્દ પૂરતો જ ફરક છે. “વૃત'ને બદલે “બામ્ર' શબ્દ કેટલાક બોલે છે. ચૂત શબ્દનો અર્થ આંબો થાય છે. ‘મા’ શબ્દનો અર્થ પણ આંબો થાય છે. પરંતુ કવિએ પ્રયોજેલો મૂળ શબ્દ તો “ચૂત' જ છે. બધી પ્રાચીન હસ્તપ્રતોમાં એ જ પ્રમાણે છે. સંસ્કૃતમાં “ચૂત' શબ્દ ઘણો પ્રચલિત છે. આંબાના અર્થમાં તે ઘણો વપરાયેલો છે અને સારી રીતે રૂઢ થયેલો છે. છેલ્લા એક-દોઢ સૈકાથી ચૂત' શબ્દ ગુજરાતી, હિંદી, મરાઠી વગેરે ભાષાઓમાં સ્ત્રીલિંગદર્શક શબ્દ તરીકે પ્રચલિત બની ગયો છે. એટલે વ્યવહારમાં, બોલવામાં અશિષ્ટ અને નિષિદ્ધ મનાય છે. એટલે એ શબ્દ કેટલાકને અશ્લીલ કે બીભત્સ લાગે એવો સંભવ છે. આથી કોઈક પંડિતે પોતાની મરજીથી “વૃત'ને બદલે તેના પર્યાયરૂપ ‘બાઝ' શબ્દ મૂકી દીધો છે. જે છંદની દૃષ્ટિએ પણ બંધબેસતો આવ્યો છે. પાઠશાળાઓમાં બાળકોને માટે પણ તે કેટલાકને ઉપયોગી લાગ્યો છે. પરંતુ આ એક અધિકાર ચેષ્ટા છે. કવિએ જે શબ્દ પ્રયોજ્યો છે તે શબ્દમાં પોતાની મરજી મુજબ લોકાચારને લક્ષમાં રાખી ફેરફાર કરવાનો અધિકાર કોઈને નથી. એવો ફેરફાર કવિને અભિપ્રેત પણ ન હોય. આરાધકોએ તો કવિના મૂળ શબ્દને જ વળગી રહેવું જોઈએ. વ્યવહારિક સૂગથી જે લોકો પર ન થઈ શકે તેમની આરાધના તેટલી કાચી સમજવી. વળી કવિનો શબ્દ મનીષીનો શબ્દ છે. આર્ષદ્રષ્ટાનો શબ્દ છે. કવિને “સામ્ર' શબ્દ નહોતો આવડતો માટે “નૂત' શબ્દ પ્રયોજ્યો એવું નથી. પરંતુ કવિની વાણીમાં જે શબ્દ અનાયાસે સરી પડ્યો છે. ને તેમના આત્માના અતલ ઊંડાણમાંથી આવેલો છે. માટે સાચા આરાધકોએ મૂળ શબ્દને જ વફાદારીપૂર્વક વળગી રહેવું જોઈએ. અને શાબ્દિક સૂગમાંથી ચિત્તને નિવૃત્ત કરી ઉત્તમ અધ્યવસાયમાં રમવું જોઈએ. હિંદુઓના ગાયત્રી મંત્રમાં પણ “પ્રયોદયાત' એવો એક શબ્દ આવે છે કે જે છેલ્લા કેટલાક સૈકાઓથી અશ્લીલ કે બીભત્સ શબ્દ તરીકે પણ વપરાય છે, તેમ છતાં એ મંત્રમાં હજુ સુધી કોઈ પંડિતોએ ફેરફાર કર્યો નથી. એવી અનાધિકાર ચેષ્ટા કોઈ કરે તો તે ચલાવી લેવાય નહીં.
કાલિદાસ જેવા મહાન કવિવરે અનેક સ્થાનો પર “ચૂત' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમના ત્રણ મહાન ગ્રંથ “માલવિકાગ્નિમિત્ર', “અભિજ્ઞાન શાકુંતલ' અને “કુમારસંભવમાંથી આવાં ઉદાહરણો મળી આવે છે. શ્રી રેવાપ્રસાદ દ્વિવેદી દ્વારા સંકલિત “કાલિદાસ ગ્રંથાવલિમાં તે નીચે મુજબ ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. मधुरवा परभृतिका भ्रमरी च विषुद्धचूतसंगिन्यौ ।
(માલવિકાગ્નિમિત્ર, ૪.૨)
Page #418
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ ♦ 399
चूतने संश्रतिवती नवमालिकेयम् अस्यामहं त्वयि च संप्रति वीत चिन्तः । (અભિજ્ઞાન શાકુંતલ, ૪.૧૨)
चूतनां थिरनिर्गतापि कलिका बदनाति न स्वं रजः (અભિજ્ઞાન શાકુંતલ, ૬.૪)
चूत प्रवातोष्ठमलचकार
(કુમારસંભવ, ૩.૩૦)
निवयेः सहकार मंजरी प्रियचूत प्रसवो हि ते सखा (કુમારસંભવ, ૪.૩૮)
કાલિદાસ જેવા વિદ્વાન કવિએ પણ ઘૂત” શબ્દનો છૂટથી ઉપયોગ કર્યો છે. શ્વેતામ્બર સંપ્રદાયના વૃત્તિકારોએ પણ ‘વૃત’ શબ્દને ગ્રહણ કરી પાઠમાં લીધો છે અને આ શબ્દ જ વધારે અનુકૂળ અને મૂળ કવિ દ્વારા પ્રયોજાયેલો છે. આથી તેમાં ફેરફાર દરેક વિદ્વાનોનું મંતવ્ય પણ છે. તે જ ‘વા', ‘શ્વેત' પાઠ જ યોગ્ય ગણાય.
શ્લોક ૮માંના બીજા ચરણમાં મારમ્યતે તનુધિયાપિ તવ પ્રમાવત્' આના સ્થાને મારમ્યતે તનુધિયાપિ પ્રસાવાત' પાઠ પણ અમુક પ્રતોમાં જોવા મળે છે.
હિન્દી સચિત્ર ભક્તામર રહસ્યના સંપાદક શ્રી રતનલાલજી ‘પ્રસ્તાવાત’ એ પાઠાંતર છે એમ નોંધ કરે છે અને મદ્રાસની એ. એમ. જૈન કૉલેજ તરફથી પ્રકાશિત તથા પ્રોફેસર એ. રામદાસ તરફથી સંપાદિત પુસ્તિકામાં તો ‘તવ પ્રસાવાત’ પાઠ મૂળ શ્લોકમાં લીધો છે. છતાં તેના ઇંગ્લિશ ભાષાંતરમાં ‘પ્રમાવાત્’ પાઠ પણ લીધો છે. આમ તો આ વાત નાની લાગે છે. પણ જિનેશ્વરનો પ્રભાવ એ જૈન તત્ત્વજ્ઞાન છે, શ્રમણસંસ્કૃતિ છે અને જિનેશ્વરનો પ્રસાદ માનવો એ વૈદિક સંસ્કૃતિ છે. ઈશ્વરકર્તૃત્વ સંસ્કૃતિ છે. માટે 'પ્રમાવત્' પાઠનો જ આદર કરવો ઉચિત છે.
તાત્પર્ય કે ‘પ્રમાવાત્’ પાઠ જ યોગ્ય છે અને ‘પ્રજ્ઞાવાત’ પાઠ બંધબેસતો પણ નથી તથા તેનું ઇંગ્લિશ પાઠમાં ભાષાંતર કરતી વખતે શક્ય છે કે કદાચ ભાષાંતરદોષ પણ રહી ગયો હોય. મૂળ પાઠ તરીકે ‘પ્રમાવત્'ને જ સ્વીકારવો જોઈએ. અર્થાત્ એ જ મૂળ પાઠ છે, મૂળકર્તાની રચના છે.
શ્રી રાજ્યશસૂરિ મહારાજ સાહેબ ભક્તામર દર્શન'માં ૨૦મા શ્લોકના ત્રીજા ચરણ વિશે જણાવે છે કે તેનઃ પુન્ મળિવુ યાતિ યથા મહત્ત્વ' પાઠ છે. એ સ્થાને કોઈએ જાણે ‘મકાર’નો પ્રાસ બેસાડવો ‘તેન: મહામળિપુ યાતિ યથા મહત્ત્વ' એવો પાઠ કર્યો છે. આ પાઠ પણ આદરવા જેવો નથી. મહામાંગલિક સ્તોત્રમાં આ ‘રત્ન' પાઠનો ' ચિંતામણિ મંત્રના બીજાક્ષરોનો
પ્રતિનિધિ છે. માટે મહામણિ જેવો પાઠ સ્વીકારવો નહીં.
અહીં ગુણાકરસૂરિ મ. સા. પોતાની ટીકામાં એક અદ્ભુત વાત નોંધે છે. તે બે પદોમાં
Page #419
--------------------------------------------------------------------------
________________
400 | ભક્તામર તુલ્ય નમઃ | એકવચન-બહુવચન જેવો વચનોનો દોષ આવે છે, છતાંય તેને દોષ ન માનતાં વચન વ્યભિચારરૂપ અલંકાર માને છે. કોઈ તો બે પંક્તિઓ જુદી જુદી હોવાનું પણ નોંધે છે. આ પંક્તિઓ છે .
તેની ઇથા નામની મહત્ત્વ, નેવે તુ શમતેષ વાવુકપુ !' આવી બે પંક્તિઓ તેઓ નોંધે છે.
વળી પૂ. મેઘવિજયજી ઉપાધ્યાય પણ આ બે પંક્તિના ઠેકાણે નીચે પ્રમાણે બે પંક્તિ આપે છે.
‘તેનો મળી સમુપયાતિ મહત્ત્વ વથા મહત્ત્વ નૈવ તથા વિશે નેવું વારે" " અહીં જોઈ શકાય છે કે જો મૂળ પાઠના ઠેકાણે થોડો પણ ફેરફાર કરવા જઈએ છીએ તો પાર વિનાના ફેરફાર થતા જ જાય છે. માટે એક જ ધ્યાન રાખવું : “સિદ્ધચ રાતિ ર્વિતનીયા' જે પૂર્વ પરંપરાથી ચાલ્યું આવે છે તે જ પરંપરાને અનુસરવું. શ્લોક ૩૬ના બીજા ચરણમાં પાઠ આ પ્રમાણે છે :
दावानलं ज्वलित मुज्ज्वलमुत्स्फुलिंगम् । અત્યારે ઘણાં પુસ્તકોમાં આ પાઠમાં સ્કુલિંગના સ્થાને ‘કુલિંગમ' પાઠ છે. આ પાઠ કોઈક પ્રતિઓમાંથી શ્રી સિદ્ધચંદ્ર ઉપાધ્યાયની સમક્ષ પણ આવ્યો હોવો જોઈએ. પોતાની ટીકામાં લખે છે કે –
'यधप्यत्र फुलिंग इति पाठः प्रामादिक एव प्रतिभाति सकरादित्पेन फुलिंगशब्दस्य नामकौशादो प्रतीतत्वात् । तथापि महाकवि प्रयुक्तप्रयोगत्वात् अस्य स्तोत्रस्य मंत्राक्षरमयत्वाच्च पठ्यमान एव पाठः प्रामाणिक इति पश्यामः । क्वचितु स्फुलिंगमिति दंत्यसकारसयुक्तोऽपि पाठो दृश्यते । तदंगीकारे तु न चाशंका, नचोत्तरमित्यपसेयं ।
ઉવસગ્ગહરં સ્તોત્રમાં ચિંતામણિ મંત્ર જેવા મંત્રમાં સ્કુલિંગ' શબ્દ આવતો હોવાથી સ્તોત્રકારે સ્ફલિંગ શબ્દ જ વાપર્યો હોય તો તે અંગે શંકા કરવા જેવું નથી. માટે ફલિંગ શબ્દ જો વાપરતા હોય તો તેના સ્થાને સ્ફલિંગ શબ્દ પાઠમાં બોલવો જોઈએ.
અત્યાર સુધી જોયેલા પાઠોમાં પાઠાંતર ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે પરંતુ શ્રી રતનલાલ કટારિયાએ પ્રચલિત પાઠમાં એક પાઠાન્તરના આધારે બહુ જ મહત્ત્વનો સુધારો સૂચિત કર્યો છે. તેઓ જણાવે છે કે “શ્લોક ૪રમા (શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૮માં) વનવતામણિ ભૂપતીનામ' પાઠ પ્રચલિત છે. જેનો અર્થ એ છે કે યુદ્ધમાં બળવાન રાજાઓની સેનાનો પણ આપના સ્તવનથી શીઘ વિનાશ થઈ જાય છે. આના પર સંભવતઃ આશંકા થાય છે કે બળવાન રાજા તો સ્વપક્ષમાં અને સ્વયં પણ થઈ શકે છે. તો સ્તુતિકાર તેનો વિનાશ કેવી રીતે ઇચ્છે ? એનું સમાધાન વિ. સં. ૧૫૬૩ના બસવા ગામના એક ગુટકથી થાય છે. એમાં “વનવતામરિ ભૂપતીના શુદ્ધ પાઠ આવી ગયો છે. જેનો શ્લોકાર્થ આ પ્રમાણે થાય છે કે યુદ્ધમાં બળવાન શત્રુ-રાજાઓની
Page #420
--------------------------------------------------------------------------
________________
401
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ સેનાનો આપના સ્તવનથી શીઘ્ર વિનાશ થઈ જાય છે. ‘અપિ’ની જગ્યાએ ‘અરિ’ શુદ્ધ પાઠ થવાથી શ્લોક કેટલો સુસંગત અને નિર્દોષ થઈ ગયો છે એ બતાવવાની જરૂરિયાત નથી. સુજ્ઞ પાઠક એની ખૂબીનો સ્વયં અનુભવ કરી શકે છે. તો પણ એક વાત હું અહીંયાં બતાવી દેવાનું ઉચિત માનું છું કે પ્રાકૃતમાં ૨૩ ગાથાત્મક એક ભયહ૨ સ્તોત્ર છે. જે શ્વેતામ્બરોનાં જૈન સ્તોત્ર સંદોહ’ના દ્વિતીય ભાગમાં પ્રકાશિત થયો છે. આ સ્તોત્રને પણ માનતુંગની જ કૃતિ બતાવવામાં આવી છે. કારણ કે ‘ભક્તામર સ્તોત્ર'ની જેમ જ આના પણ અંતિમ શ્લોકમાં માનતુંગ શબ્દ મળી આવે છે. ‘ભક્તામર સ્તોત્ર'માં જેવી રીતે આઠ ભયોનું વર્ણન છે એવી જ રીતે ભયહર સ્તોત્ર’માં પણ છે. એની ૧૭મી ગાથામાં ‘૨ણ’ ભયની ભક્તામર અંતર્ગત ‘રિઉણ રિન્ત' (રિપુણ રિન્દ્ર) શબ્દ મળે છે. જેનાથી ભક્તામર સ્તોત્રના અરિભૂપતીનામું' શુદ્ધ પાઠનું સમર્થન થાય છે.’
શ્રી કટારિયાજીએ ‘અપિ” અને અરિ' શબ્દનો ભેદ બતાવી પાઠમાં પાઠાંતર કરવાનું સૂચન કર્યું છે. કોઈ પણ પોતાનો નાશ તો ન જ ઇચ્છે. માટે વિ’ના સ્થાને અરિ’ અર્થાત્ શત્રુનો નાશ ક૨વાની જ સ્તવના કરે માટે અરિ પાઠ યોગ્ય લાગ્યો તેમ લાગે છે. સ્તોત્રકાર સૂરિજીએ પણ ‘અરિ’–નો નાશ કરવાની જ સ્તુતિ કરી હશે.
શ્રી મધુસૂદન ઢાંકી અને શ્રી જિતેન્દ્ર શાહ, શ્રી કટારિયાજીના આ સૂચન ૫૨ ટિપ્પણી કરતાં જણાવે છે કે “કટારિયાજી દ્વારા સૂચિત આ પાઠવિશુદ્ધિ બહુ જ મર્મયુક્ત એવી ઉપયોગી છે અને અહીંયાં અમે એનો સ્વીકાર કર્યો છે.”૮
આ સિવાયનાં અન્ય પાઠાંતરો પણ વિવિધ વિદ્વાનોએ જણાવ્યાં છે. શ્રી રતનલાલ જૈન, શ્રી પન્નાલાલ શાસ્ત્રી (વસંત), શ્રી પન્નાલાલ સાગર, શ્રી અમૃતલાલ શાસ્ત્રી, શ્રી કટારિયા, શ્રી હીરાલાલ કાપડિયા, શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આદિ માન્યવર વિદ્વાનોએ આ પાઠાંતરો નીચે પ્રમાણે જણાવ્યાં છે.
ભક્તામર સ્તોત્રનાં પાઠાંતરો :
શ્લોક પંક્તિ
૫
૩
૬
6
८
૧૦
૪
ર
૧ ૩ ~
પાઠાંતર
મૃગી
तच्चाम्रचारु
तच्चार, चाम्र
क्षणाद
क्षणक्षयमुपैति
प्रसादात् हरिष्यति ભૂવનમૂલળભૂત ! નાથ !
પુસ્તક-લેખક રતનલાલ જૈન,
જૈન સમાચાર અધિપતિ પન્નાલાલ (વસંત) (સાગર)
જૈન સમાચાર અધિપતિ
અમૃતલાલ શાસ્ત્રી
પન્નાલાલ (વસંત) કટારિયા
જૈન સમાચાર અધિપતિ
ગુણાકરસૂરિ
Page #421
--------------------------------------------------------------------------
________________
402 છે ભક્તામર તુલ્ય નમઃ | ૧૪ ૩
जगदीश्वरनाथमेकं
૧૬ ૨૦
૧ ૩
रपिवर्जित तेजो महामणिषु
અમૃતલાલ શાસ્ત્રી, પન્નાલાલ શાસ્ત્રી (વસંત); જૈન સમાચાર અધિપતિ, રસિકલાલ કાપડિયા કટારિયા કટારિયા, પન્નાલાલ જૈન (સાગર), તેનો વથા ડ્રગતિ નામની મહત્ત્વ – હીરાલાલ કાપડિયા કાવ્યસંગ્રહ (પાઠાંતર) કટારિયા, કાપડિયા, કાવ્યસંગ્રહ (પાઠાંતર)
૨૦
૪
काचोदभवेषु न तथैव विकासकत्वं शकलेषु रुयाकुलेषु पुरस्तात्
૨૩ ૨
૨૩
૨૫
पवित्रं विषुधाचिति ! बुधि त्रिजगती त्तविषुधाश्रय
ર
૩૧
प्रभावम् क्रमगताम्
3
કાપડિયા ફૂટનોટ, જૈન સમાચાર અધિપતિ; પન્નાલાલ શાસ્ત્રી (વસંત); પન્નાલાલ જૈન (સાગર) કટારિયા, રતનલાલ જૈન કાપડિયા (પાદ-ટિપ્પણી) કટારિયા કાપડિયા (પાદ-ટિપ્પણી), કટારિયા, દુર્ગાપ્રસાદ શાસ્ત્રી રતનલાલ જૈન પાઠાંતરમાં) કટારિયા, રતનલાલ જેના (પાઠાંતરમાં) કટારિયા રતનલાલ જૈન (પાઠાંતર) કટારિયા કાપડિયા, જેન સમાચાર અધિપતિ કટારિયા કટારિયા, દુર્ગાશંકર શાસ્ત્રી (પાઠાંતર) કટારિયા, રતનલાલ જૈન (પાઠાંતર)
૪૧
चलसंश्रतिान्स्ते चलसंश्रतिास्ते नागदमनो बलवपामति भूपतीनाम् स्मरंति चक्रे
૪૨
૪૩
૪૪
४४
४
चप संस्मणाद्
Page #422
--------------------------------------------------------------------------
________________
=
A =
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 403 ૪૫ ૧ માના:
કાપડિયા, રતનલાલ જૈન
(પાઠાંતર) મના:
દુર્ગાપ્રસાદ શાસ્ત્રી (પાઠાંતર) ૪૫ ૪ સદ્ય:
કટારિયા सद्यो
રતનલાલ જેન (પાઠાંતર) ૪૬ ૪ नाथ
કટારિયા ૪૭ ૩ तस्य प्रणाश
કટારિયા, પન્નાલાલ સાગર
(વસંત) (પાઠાંતર) ४७ ४ यस्तेऽनिशं
કટારિયા ૪૮ ૨
કટારિયા આવાં અલગ અલગ પુસ્તકોમાં ભિન્ન ભિન્ન પ્રતોમાંથી પ્રાપ્ત થતા પાઠોને આધારે જુદાં જુદાં પાઠાંતરો મળી આવે છે. મળી આવતાં પાઠાંતરો કેટલાં યોગ્ય છે તે જાણ્યા પછી જ પાઠનું પાઠાંતર કરવું યોગ્ય જણાશે. નહિતર તો શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબે જણાવ્યા અનુસાર સ્તોત્રકારના મૂળ પાઠમાં રહેલા આશયને દૂર કરી દે છે. આથી પાઠાંતરો થવા પર કાબૂ રાખવો જરૂરી છે તે યથાયોગ્ય જ છે.
रुचिर
અલંકારસૃષ્ટિ અલંકાર પણ કાવ્યકલાનું એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. ભાષાના ભૂષણરૂપ અલંકારો સામાન્યપણે ત્રણ પ્રકારના છે શબ્દાલંકાર, અર્થાલંકાર અને ઉભયાલંકાર, ભક્તામર સ્તોત્રમાં આ ત્રણે પ્રકારના અલંકારોનો પૂરો ઉપયોગ થયેલો છે. વિદ્વાન કવિઓ જ્યારે પોતાના ઇષ્ટદેવના ગુણોના મહિમાનું મનન કરે છે ત્યારે ભક્તિરસમાં તરબોળ બનીને પોતાના ભાવોને વિવિધ રૂપોમાં અભિવ્યક્ત કરે છે અને અલંકારોના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિ પણ પોતાના ઇષ્ટદેવની ભક્તિમાં એટલા બધા ધ્યાનમગ્ન હતા કે તેમના કંઠમાંથી જે શબ્દ સ્ફર્યા તે પ્રભુના ગુણોનું વર્ણન કરતા હોવાને લીધે ઉત્તમ શ્લોકો બન્યા. તેમાં તેમણે અલંકારોને પૂર્ણ રૂપથી સાધ્ય કર્યા હતા.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી અલંકારસૃષ્ટિ વિશે જણાવે છે કે “આચાર્યોએ અલંકારાદિની સૃષ્ટિ વિશે એક દષ્ટાંત રજૂ કરતાં જણાવ્યું છે કે જેમ પાણીના એક ઘડામાં ઊંચેથી પાણીની ધારા રેડાય અને તે પાણી ઘડામાં ભરાયા પછી આપોઆપ વહી નીકળે છે, ત્યારે તે કોઈ એક નિશ્ચિત રસ્તે નહીં વહેતાં જુદા જુદા રસ્તે જુદી જુદી ઢબે વહે છે તેમ જ આ અલંકારો પણ કાવ્યમાં વહી નીકળે છે. ૧૦
તાત્પર્ય કે સ્તોત્રકાર જ્યારે ઇષ્ટદેવનું ચિંતન કરતાં કરતાં ભક્તિભાવમાં લીન થઈ જાય
Page #423
--------------------------------------------------------------------------
________________
404 - I ભક્તામર તુલ્ય નમઃ | છે ત્યારે જે શ્લોકોની રચના થાય છે તેમાં જુદા જુદા અલંકારો જુદી જુદી રીતે શ્લોકોમાં વહી નીકળે છે.
શ્રી ડૉ. જ્યોતિ પ્રસાદ જેન આ સ્તોત્રની ગુણવત્તાનું વિહંગાવલોકન કરતાં જણાવે છે કે, “આ મનોમુગ્ધકારી સ્તોત્રરત્નમાં પરિષ્કૃત અને સહજગમ્ય ભાષાપ્રયોગ, સાહિત્યિક સુષમા, રચનાની ચારતા, નિર્દોષ કાવ્યકલા, ઉપર્યુક્ત શબ્દાલંકારો અને અર્થાલંકારોની રચના દર્શનીય છે. માનતુંગે
ક્લાસિકલ સંસ્કૃત કાવ્યની અલંકૃત શૈલીમાં રચના કરી છે તથા એમણે સ્વયંને એવી કલ્પનાની કાલ્પનિકતાઓ અને શાબ્દિક પ્રયોગોથી બચાવ્યા છે જેમાં કાવ્યરસ અલંકારોની જાળમાં ઢંકાઈ જાય છે.”
ભક્તામર સ્તોત્રની સંરચનામાં પ્રયુક્ત અલંકારોથી સંબંધિત વિચાર શ્રી જ્યોતિ પ્રસાદ જૈન પૂર્વે શ્રી હીરાલાલ કાપડિયાએ “ભક્તામર-કલ્યાણમંદિર-નમિ9ણ સ્તોત્ર યુગલમ્માં પોતાની ગુજરાતી પ્રસ્તાવનામાં સ્તોત્ર યુગલનું તુલનાત્મક પર્યાવલોચન' વિભાગમાં રજૂ કર્યા છે. આ વિભાગમાં કલ્યાણ મંદિર સ્તોત્રના દરેક શ્લોકની સાથે ભક્તામર સ્તોત્રના શ્લોકની તુલના કરતાં બંને સ્તોત્રોના આલંકારિક દૃષ્ટિકોણ પર પર્યાપ્ત વિચાર કરવામાં આવ્યો છે. કાલિદાસના કુમારસંભવ, અભિજ્ઞાન શાકુંતલ, રઘુવંશ અને માલવિકાગ્નિમિત્રના પદ્ય અને ભર્તુહરિકૃત નીતિશતક, પુષ્પદંતકૃત શિવમહિમ્ન સ્તોત્ર, માઘનું શિશુપાલવધ અને અમરુશતક આદિ સંસ્કૃત સાહિત્યની સુપ્રસિદ્ધ રચનાઓના સમાનાલંકૃત પદ્યની સાથે તેઓએ આ સ્તોત્રનાં પદ્યોની તુલના પણ રજૂ કરી છે. એ સિવાય સ્તોત્રનાં પદલાલિત્ય, પદમાધુર્ય, અનુપ્રાસની રમ્યતા, કલ્પના અને ચમત્કૃતિની સાથે સાથે ત્યાં પ્રયોજવામાં આવેલા અલંકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉદાહરણ તરીકે પ્રતિવસ્તુપમાં અનુમાન, વ્યતિરેક, નિંદાસ્તુતિ, કાલિંગ, દૃષ્ટાંત, શબ્દાનુપ્રાસ આદિ પ્રકારના અલંકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભક્તામર સ્તોત્રનો અલંકારપક્ષ સબળ છે. કવિએ અલંકારોને જબરદસ્તી ઘુસાડ્યા નથી પરંતુ સ્વાભાવિક ઢંગથી પ્રયુક્ત હોવાને કારણે ભાવનાસૌંદર્યને વધારે છે. કવિએ ઉપમા, રૂપક, ઉન્મેલા, વ્યતિરેક, વ્યાજ-સ્તુતિ, ઉદાહરણ દષ્ટાંત-શ્લેષ આદિ અલંકારોનો પ્રયોગ કર્યો છે.
સ્તોત્રમાં વર્ણવાયેલા શબ્દાલંકારમાં છેકાનુપ્રાસ અને વૃત્યાનુપ્રાસની રચના મનોહારિણી છે. અર્થાલંકરોમાં વ્યતિરેક, વિષમ, પૂર્ણાપમા, રૂપક, ફલોસ્પેક્ષા, ભ્રાંતિમાન, અતિશયોક્તિ, આક્ષેપ. પ્રતિવસ્તુરૂપમાં દૃષ્ટાંત, સમસોક્તિ આદિ અલંકારો પ્રયોજ્યા છે. સૂરિજીએ આ સ્તોત્રમાં ક્યાંય પણ યમકનો પ્રયોગ કર્યો નથી. આ વિષય પર ટિપ્પણી કરતાં શ્રી રુદ્રદેવ ત્રિપાઠીનું કહેવું છે કે યમકનાં દર્શન આ કાવ્યમાં થતાં નથી, એટલે તેઓ આચાર્ય ભામકની જેમ તેને રસમાં ગડુભૂત માનતા લાગે છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ એ સૌથી પ્રથમ વર્ણમૈત્રી, સ્થાનમંત્રી કે અનુકરણપ્રધાનતાથી યુક્ત છે. ભક્તામર સ્તોત્રનું કોઈ પણ પદ્ય અનુપ્રાસથી વિરહિત નથી. સ્થળ-સ્થળે છેકાનુપ્રાસ, નૃત્યનુપ્રાસ તો છે જ. તેની વર્ગ – મંત્રી અને સ્થાનમંત્રી વડે થયેલું નાદાનુસંધાન તેમાં જે પ્રાણ પૂરે છે તે પણ અદ્ભુત છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 405 શબ્દાલંકારોમાં અનુપ્રાસની મુખ્યતા છે કે આ સ્તોત્રની પ્રત્યેક પંક્તિમાં જોવા મળે છે. આસ્વાદ રૂપે કેટલીક પંક્તિઓ જોઈએ :
(१) आस्तां तव स्तवनमस्तसमस्तदोषम् (२) चित्रं किमत्र यदि त्रिदशाङ्गनाभिः
(૩) નાત્યમત મુવનમૂષણ ભૂતનાથ | સ્તોત્રમાં શબ્દાલંકારોના અનુપ્રાસની મુખ્યતાવાળાં અનેક ઉદાહરણો જોવા મળે છે. ક્યાંક ક્યાંક શ્લેષાલંકારનો આભાસ જોવા મળે છે. શ્લેષાલંકારની દૃષ્ટિએ કવિએ પોતે પ્રયત્ન કર્યો હોય કે નહિ તે કહી શકાય નહિ. પણ જો આપણે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો ઘણા શબ્દો એવા મળી જાય છે કે જેઓના આધારે શ્લેષાલંકારની રચના જોવા મળે છે. મૃગ = પશુ અને હરણ, મુનીશ = મુનિશ્રેષ્ઠ અને ઋષભ, ભૂત = વાસ્તવિક અને પ્રાણી, પય = દૂધ અને પાણી વગેરે શબ્દો તથા કેટલાક સ્થળે વિભક્તિ કે વચનોના વિપર્યયથી થતાં જુદા જુદા અર્થોના લીધે શ્લેષાલંકાર પણ માની શકાય. સ્તોત્રમાં વક્રોક્તિનો પ્રયોગ તો વધારે પડતો છે જ. પુનરુક્તવદાભાસ પણ ક્યાંક જડી આવે છે. એક સ્થળે ચિત્રાલંકારની પણ રચના થઈ શકે છે તે માટે છવીસમું પદ્ય “તુમ્ય નમ ત્રિભુવનાર્તિહરીય નાથ !' આદિ સંગ્રહણીય છે. આ પદ્ય “ચતુર્કલકમલ-બંધ, સ્વસ્તિક-બંધ, પુષ્પબંધ કે વૃક્ષબંધ” વગેરે ચિત્રબંધોની આકૃતિમાં બેસાડી શકાય છે.
આ રીતે સ્તોત્રની ભાષાનું માધુર્ય અનેક પ્રાસાદિક ગુણોથી યુક્ત છે. સૂરિજીએ સહજતાથી રચેલ સ્તોત્ર જેની બાનાત્મકતા અને સંગીતાત્મકતા મંત્રમુગ્ધ કરે છે. સૂરિજીની ભાષાની સર્વાધિક વિશેષતા એની ચિત્રાત્મકતા છે. સ્તોત્રનું ગાન કરવાવાળા ભક્ત આંખો મીંચીને ગાય છે, તે સમયે એવું પ્રતીત થાય છે કે દરેક શબ્દ મૂર્ત રૂપ ધારણ કરીને સજીવ થઈ ઊઠે છે અર્થાત્ ભક્ત જ્યારે ધ્યાનમાં મગ્ન બની આ સ્તોત્રનું ગાન કરે છે ત્યારે તેની નજર સમક્ષ તે શ્લોકને અનુરૂપ દશ્ય તાદશ્ય થાય છે. આ ભાષાની જ શક્તિ છે જે ભાવોનાં ચિત્રો ઊભા કરી દે છે. અને નજર સમક્ષ તે દૃષ્ટિગોચર થાય છે. આમ સૂરિજીએ પ્રયોજેલી ભાષાની વિશિષ્ટતાને લીધે ચિત્રાત્મકતા સાર્થક બની છે.
અર્થાલંકારોમાં ‘ઉપમા મુખ્ય અલંકાર છે અને તેથી જ ઉપમા અલંકારને બધા જ અલંકારનું મૂળ પણ કહ્યું છે. અપ્પયદીક્ષિત નામના મહાન વિદ્વાને ચિત્ર-મીમાંસા' નામક ગ્રંથમાં ઉપમા અલંકાર વિશે કહ્યું છે કે, “ઉપમા જ એક માત્ર નટી છે, જે વિભિન્ન, વિચિત્ર ભૂમિકાઓમાં કાવ્યરૂપી રંગમંચ પર નૃત્ય કરી કાવ્યવિદોનું મનોરંજન કરે છે.'
ભક્તામર સ્તોત્રમાં અન્ય અર્થાલંકારોની અપેક્ષાએ ઉપમા અલંકારે વધારે પ્રમાણમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૂરિજીએ દૃષ્ટાંત, વ્યતિરેક, વ્યાજસ્તુતિ, કાવ્યલિંગ, અર્થાપતિ, પ્રતિવસ્તુપમા, રૂપક
Page #425
--------------------------------------------------------------------------
________________
406 * || ભક્તામર તુલ્ય નમઃ | વગેરે અલંકારોનો સહયોગ પ્રાપ્ત કરીને સ્તોત્રના લગભગ વીસ જેટલાં પધોમાં આવતા ઉપમા અલંકારને વ્યક્ત કર્યો છે. ઉપર્યુક્ત અલંકારોમાંથી ઉપમાને વ્યક્ત કરવા માટે અર્થાન્તરવાસનો પ્રયોગ સૂરિજીએ સૌથી વધારે પ્રમાણમાં કર્યો છે. મહાન કવિ કાલિદાસે પોતાની રચનાઓમાં સૌથી વધારે આ અલંકાર પ્રયોજ્યો છે. તેથી એમ કહી શકાય કે કાલિદાસની જેમ જ આ અલંકાર શ્રી માનતુંગસૂરિને પણ અધિક પ્રિય હતો. વિવિધ પ્રકારનાં ઉદાહરણો દ્વારા પોતાના કથનને સચોટ પુરવાર કરવાની આવડત તેમની તાર્કિક બુદ્ધિમત્તાને દર્શાવે છે તેની સાથે સાથે જ પોતાની લઘુતા દ્વારા વિનમ્રતાને બતાવી આત્મપ્રેરણાપૂર્વક કરેલી સ્તવનામાં તેમની શ્રી આદિનાથ ભગવાન પ્રત્યેની કોઈ પણ પ્રકારના યાચનાભાવ વગરની અહેતુકી ભક્તિ જ સાબિત કરે છે. પ્રભુના ગુણોનું વર્ણન કરવા માટે ભાવોને મૂર્ત રૂપ આપવાથી તથા શબ્દોને કલાત્મક રીતે ગૂંથવાથી આ અલંકારોની સશક્ત રીતની અભિવ્યક્તિ જ સૂરિજીને કાવ્યકારોમાં કવિ-શિરોમણિ તરીકે સ્થાપિત કરે છે.
શ્રી માનતુંગસૂરિએ સ્તોત્રમાં પ્રયોજેલી ઉપમાઓ અનેક પ્રકારની છે. અહીં આપવામાં આવેલી ઉપમાઓમાં સૌથી વધારે ઉપમાઓ પ્રકૃતિને આશ્રિત છે. સૂર્ય, ચંદ્ર, પ્રકાશ-અંધકાર, સમુદ્ર, પર્વત, વસંતઋતુ, કમળપત્ર, મેરુ-પર્વત, વાયુ, પશુ-પક્ષી, વૃક્ષ, દીપક, વાદળ, રાહુ, મણિ-કાચ, ઇન્દ્ર જેવા દેવોને તેમણે ઉપમા તરીકે સમાવિષ્ટ કર્યા છે. શ્રી રુદ્રદેવ ત્રિપાઠીએ આ દરેકને ૭ વિભાગોમાં વિભાજિત કર્યા છે : (૧) આકાશી તત્ત્વો
(૨) દેવગણ - સ્વર્ગ્યુ તત્ત્વો (૩) આકાશ અને પૃથ્વીની મધ્યમાં રહેલાં તત્ત્વો (૪) પાર્થિવ તત્ત્વો (૫) પ્રાકૃતિક સંપદા
() પ્રાણીજગત (૭) સામાજિક, ધાર્મિક અને વ્યવહારિક ઉપમાનો.
(૧) આકાશી તત્ત્વો ઃ સ્તોત્રકાર મહર્ષિએ સૌથી વધારે ઉપમાનો આ તત્ત્વથી લીધેલાં છે, તેમાં સૂર્ય અને ચંદ્ર પ્રમુખ છે. પ્રાયઃ ૧૩-૧૪ પઘોમાં સૂર્ય-ચંદ્રની ઉપમાઓ છે. ચંદ્ર તેમની દૃષ્ટિમાં અગ્રાહ્ય છે (૩), કાંત છે (૪-૩૧), અતિનિર્મળ શ્વેત છે (૧૧-૩૦), કલંકયુક્ત અને પાકેલા પાન જેવો છે, (૧૩), પૂર્ણચંદ્ર અને તેની કલાઓ શુભ છે (૧), તે રાત્રિમાં ઉદય પામે છે તથા બાહ્યપ્રકાશી, ક્ષય, રાહુ વડે ગ્રસિત, મેઘ વડે આચ્છાદનીય અને અલ્પપ્રકાશી છે (૧૮-૧૯). સૂર્યને તેઓ રાત્રિના અંધકારનો નાશક (૭.૪૨), સહસ્ત્ર કિરણ અને કમલોનો વિકાસક (૯), સાંજે અસ્તગામી, રાહુનો ગ્રાસ, મધ્યલોકમાત્રપ્રકાશી, મેઘો વડે આચ્છાદ્ય (૧૭), પૂર્વ દિશામાં જન્મ લેનારો (૨૨), અમલ, તેજસ્વી અને અંધારાથી બહુ દૂર (૨૩), પયોધર પાર્થવ (૨૮), કનકાવદાત અને ઉન્નત શૃંગ પર સ્થિત (૨૯) માને છે. ગ્રહણોનું સ્મરણ કરતાં તેઓ તેને અલ્પ પ્રકાશી કહે છે.
સૂરિજીએ ચંદ્ર અને સૂર્ય જેવા ગ્રહોની સામે પ્રભુને ઉત્કૃષ્ટ ગણાવ્યા છે. ચંદ્રના અભ્યપ્રકાશથી
Page #426
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 407 લઈને તેને સંપૂર્ણ સોળે કળાએ ખીલેલા સુધીનું વર્ણન કર્યું છે. તેવી જ રીતે સૂર્ય રાત્રિના અંધકારનો નાશ કરનાર છે પરંતુ સાથે સાથે તે સાંજે અસ્ત થાય છે તેમ પણ જણાવ્યું છે. તે ઉપરાંત તે એક લોકને જ પ્રકાશિત કરે છે. જ્યારે પ્રભુ ત્રણે લોકને જાગ્રત કરનાર સ્વયંપ્રકાશી છે. બંને ગ્રહો રાહુ વડે ગ્રસિત છે. આમ બંને આકાશી તત્ત્વોની ઉપમા દ્વારા પ્રભુને તેની તુલનામાં સર્વોત્કૃષ્ટ વર્ણવ્યા છે. અહીં જગતને બાહ્ય રીતે પ્રકાશિત કરનારની ઉપમાનું સુંદર, સુરમ્ય, મૌલિક ભાષામાં સરળ શબ્દોમાં કવિવર શ્રી માનતુંગસૂરિએ વર્ણન કર્યું છે.
(૨) દેવગણ-સ્વર્ગ્યુ તત્ત્વો સૂરિજીએ દેવો અને દેવેન્દ્રોને અમર, મણિથી શોભતા મુકુટધારી, બુદ્ધિવંત શ્લોક ૧-૨-૩માં વ્યક્ત કર્યા છે. જ્યારે ૨૧મા શ્લોકમાં હરિહર, ૨૪માં બ્રહ્મા, કામદેવ, યોગેશ્વર અને રપમાં બુદ્ધ, શંકર, બ્રહ્મા વગેરેની ઉપમા આપી છે.
(૩) આકાશ અને પૃથ્વીની મધ્યમાં રહેલાં તત્ત્વોઃ સૂરિજીએ વાયુ કલ્પાન્તકાલનો પ્રચંડ પવન શ્લોક ૪-૧૫-૪૦માં વ્યક્ત કર્યો છે. વાદળાં જે સૂર્ય તથા ચંદ્રના પ્રભાવને આડે આવી રોકે છે તે શ્લોક ૧૭-૧૮માં વર્ણવ્યું છે. જ્યારે પાણીના ભારથી નમ્ર બનેલાં વાદળાં ૧૯મા શ્લોકમાં કહેલાં છે.
() પાર્થિવ તત્ત્વો સૂરિજીએ જલતત્ત્વની અભિવ્યક્તિ અગાધ સમુદ્રના રૂપમાં કરી છે અને જેમાં ભયંકર જલચર પ્રાણીઓ ઊછળી રહેલાં છે. તેને ભુજાઓ વડે તરવામાં દુઃશક્ય શ્લોક ૪માં, ક્ષીરસમુદ્ર, શ્લોક ૧૧માં અને અનેક જલચર પ્રાણીઓના આશ્રય રૂપે શ્લોક ૪૦માં વર્ણવ્યા છે. જ્યારે મેરુ પર્વતને સ્થિર, અવિચલ, ઉન્નત અને કઠોરતાના ભાવો દર્શાવવા માટે શ્લોક ૧૫માં ઉપયોગ કર્યો છે. મહારત્નમણિ જે તેજસ્વી રૂપે અને કાચ જે ક્ષણિક તેજ રૂપે શ્લોક ૨૦માં રજૂ કર્યા છે. અગ્નિતત્ત્વને પણ તેમણે તેમની રચનામાં સમ્મિલિત કર્યું છે. શ્લોક ૧૬માં દીપક રૂપે અને શ્લોક ૩૬માં દાવાનલના રૂપમાં અગ્નિતત્ત્વનું વર્ણન કરેલ છે.
(૫) પ્રાકૃતિક સંપદાઃ ભક્તામરકાર સૂરિજીને પ્રાકૃતિક સંપદા વિશેષ પ્રેરણાસ્ત્રોત હોય તેમ જણાય છે. તેથી જ સૂરિજીએ પદ્મ અર્થાત્ કમળને ઉપમાન તરીકે ઘણા શ્લોકોમાં વર્ણવ્યું છે. શ્લોક૮માં કમળ ઉપર પડેલું ઝાકળ મોતી જેવી કાંતિ ધારણ કરેલું હોય છે, કમળ સૂર્યના પ્રકાશ વડે દિવસમાં વિકસ્વર થાય છે તે શ્લોક ૯માં દેવો દ્વારા સુવર્ણકમળની રચના થાય છે. શ્લોક ૩૨માં કમલમાં પરાગરજ હોય છે એમ શ્લોક ૪૧માં વર્ણવ્યું છે જ્યારે મોગરાના અતિશ્વેત પુષ્પનું વર્ણન શ્લોક ૩૦માં કરેલ છે. ધાન્યનાં ખેતર-વન અને નાગદમની ઔષધિ અનુક્રમે શ્લોક ૧૯ અને ૩૭માં વર્ણિત કર્યા છે. વસંતતિલકા જેવા મધુર અને માદક, ચિત્તાકર્ષક છંદમાં આ સ્તોત્રરચના થઈ છે. તેવી જ વસંત ઋતુની માદકતાનું વર્ણન શ્લોક ૬માં કર્યું છે. સૂરિજીએ પ્રકૃતિની સંપદામાંથી જે જે તત્ત્વોને ઉપમાન તરીકે લીધાં છે તે દરેક તત્ત્વ સુગંધ અને માદકતાથી ભરપૂર ચિત્તાકર્ષક અને મનોહારી છે.
(૬) પ્રાણીજગત સૂરિજીએ શ્લોક ૫માં મૃગ-મૃગેન્દ્ર, શ્લોક ૬માં કોકિલા, શ્લોક ૭માં ભ્રમર,
Page #427
--------------------------------------------------------------------------
________________
408 ભક્તામર તુલ્ય નમઃ | શ્લોક ૩૪માં હાથી, ૩૫માં સિંહ, શ્લોક ૩૭માં સર્પ જેવી પ્રાણીઓની ઉપમા આપી છે.
(૭) સામાજિક, ધાર્મિક અને વ્યાવહારિક ઉપમાનો : કવિવરે રચનાને આદર્શરૂપ બનાવવા માટે સામાજિક તત્ત્વોનો સમાવેશ કરવામાં કાળજી રાખી છે. તેનાં ઉદાહરણ તરીકે બાલ્યકાળની અજ્ઞાનતા (૩), ભુજાઓ વડે સમુદ્રને તરવાની ઇચ્છાઓ (), પોતાના શિશુની રક્ષા માટે બળવાનની સાથે પણ લડવાની પ્રવૃત્તિ (૫), સ્વામીના મહાન ગુણો (૧૦), મધુરતા પ્રત્યેની રુચિ (૧૧), મહાનના આશ્રમમાં રહેલી નિર્ભયતા (૧૪), વગેરે સ્મરણીય છે. એક-બે સ્થળોમાં કિંવદંતીઓ પણ ફુરી આવે છે (૧૯-૨૨). ધાર્મિક તત્ત્વોમાં જૈનદર્શનની માન્યતાઓને આશ્રય આપતાં (૧૦ અને ૨૫મા) તથા સંપ્રદાયગત માન્યતાઓને અન્યાન્ય પદ્યોમાં પ્રસ્તુત કરી છે. વ્યવહારની દૃષ્ટિએ ગજ, સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, જલાયતું, રોગ અને બંધનના અષ્ટ ભયોથી બચવા માટે ક્રમશઃ ૩૪થી ૪૨ સુધી કરેલું પરમાત્માનું સ્મરણ લોકોને ભક્તિ માટે પ્રેરે છે.
ભક્તામર સ્તોત્રમાં આ રીતે ત્રણ પ્રકારના અલંકારો–શબ્દાલંકારો, અર્થાલંકાર અને ઉભયાલંકાર જોવા મળે છે. ક્યાંક શબ્દાલંકારનું વર્ચસ્વ છે તો ક્યાંક અર્થાલંકારનું પ્રાધાન્ય હોવા છતાં ઉભયાલંકારની ઉપસ્થિતિ પણ જોવા મળે છે.
ભક્તામર સ્તોત્રનું કોઈ પણ પદ્ય શબ્દાલંકારના અનુપ્રાસથી વિરહિત નથી. તેવી જ રીતે અર્થાલંકારોના ઉપમા-ઉપમાન આદિ જોવા મળે છે. આમ ભક્તામર સ્તોત્ર વસંતતિલકા છંદમાં આ ત્રણેય અલંકારોથી અલંકૃત થયેલું સ્તોત્ર છે. અન્ય કવિઓની કૃતિ સાથે તુલના :
શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્રની રચનામાં પ્રાચીનકાળથી ચાલી આવતી કાવ્યપરંપરાનું અનુસરણ કરી તેમાં પ્રસિદ્ધ છંદ, અલંકારો-ઉપમાનો-ઉપમેયો અને પોતાનાં પદોને રમણીય બનાવવાનાં ઉપાદાનોને જ આશ્રય આપ્યો છે. છતાં તેમના રચેલાં પદોની રચના, તેની ગૂંથણી અદ્ભુત થઈ છે. જેમ શાસ્ત્રકારોએ કહ્યું છે કે કાવ્યોમાં તેના તે પદવિન્યાસો હોય છે અને તેની તે જ અર્થની વિભૂતિઓ હોય છે છતાં કાવ્યકારના ગ્રંથનકૌશલ્યથી તેનું કાવ્ય નવું બની જાય છે. તેવી જ રીતે સૂરિજીની અદ્ભુત કૌશલ્યતાના પરિણામે સર્વાગ સુંદર સ્તોત્રની રચના થઈ છે. ભક્તામર સ્તોત્રનાં વિશિષ્ટ પદ્યોની પુષ્પદન્તના મહિમ્ન સ્તોત્રથી કાલિદાસના “રઘુવંશ અને કુમારસંભવની સાથે તથા માતૃગુપ્તની કોઈક અનુપલબ્ધ કૃતિના એક પદ્ય સાથે, અશ્વઘોષના સૌન્દરનંદ મહાકાવ્ય'ના પદ્યના ભાવથી અને બાણના ચંડીશતક' તથા મયૂરના “સૂર્યશતક' ઇત્યાદિ પદ્યો સાથે તુલના થઈ શકે છે.
ભક્તામર સ્તોત્રનાં પદ્યની અન્ય સ્તોત્રોનાં પદ્યો સાથે તુલના કરી શકાય. સ્તુતિ સાહિત્યમાં સ્તોત્રકાર પ્રાયઃ પોતાની અજ્ઞાનતા, અસમર્થતા અને સ્તોત્રવ્યની મહત્તાનું નિર્દેશન કરે છે. તે પદ્ધતિને અનુસરતાં ભક્તામર સ્તોત્રના ૧, ૨ અને ૩ સંખ્યાવાળાં પદ્યમાં જે કહેવાયું છે તેનું સામ્ય પુષ્પદન્તકૃત “મહિમ્નસ્તોત્રના પદ્ય ૧-૨-૩માં મળી આવે છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
HSHINR स्तोत्रनुं व्याव * 409 महिम्नः पारं ते परमविदुषो यद्यसदृशी, स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः । अथावाच्यः सर्वः स्वमतिपरिणामावधि गृणन्, ममाप्येषः स्तोत्रे हर निरपवादः परिकरः ।।१।। अतितः पन्थानं तव च महिमा वाङ्मनसयोस्तद्व्यावृत्यायं चकितमपि धत्ते श्रुतिरपि । स कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः, पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः ।।२।। मधुस्फीता वाचः परमममृतं निर्मितवतस्तव ब्रह्मन् ! किं वागपि सुरगिरोर्विस्मयपदम् । मम त्वेतां वाणी गुणकथनपुण्येन भवतः,
पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन ! बुद्धिर्व्यवसिता ।।३।। પ્રભુની ભક્તિવશતાને કારણે સ્તુતિ કરવામાં પ્રવૃત્ત માને છે. તેમજ, કાલિદાસે પણ पोताने 'तनुवाग्विभवोऽपि सन् तद्गुणैः कर्णमागत्य चपलाय प्रचोदितः ।' व्य७ अर्यु छ. वक्तुं गुणान् गुणसमुद्र ! (मताभ२-४) पद्यमा दृष्टि सूरि २~ रीछे पुष्पहत असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपाढेष, सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश ! पारं न याति ।। भेरीत पधमा २४ ४२री छे.
વિષ્ણુ પુરાણ, ભર્તુહરિનાં પઘો, શ્રીમદ્ ભગવદ્ ગીતા, કુમારસંભવમ્ અને ભારવિના કિરાતાર્જુનીય, શાકુંતલનાં પદો સાથે પણ રજૂ કરી શકાય. પ્રભુનું સ્તવન ભવસંતતિમાં બંધાયેલાં पापानी क्षय ७२ जे. मापात पुरामा मति प्रसिद्ध छ. त्या उपायुंछ 3, 'सकृत स्तुतोऽपि गोविन्दो नृणां जन्मशतैः कृतम् । पापराशिं दहत्याशु तूलराशिमिवानल: ।।' (विष्णुपु२।९, ६-७૭૪). અને સૂર્યનાં કિરણો વડે અંધકારનો નાશ પણ કાલિદાસની આ પંક્તિઓનું સ્મરણ કરાવ્યા १२ २४तो नथी : 'तमस्तपति धर्मांशोः कथमाविर्भविष्यति ? ||अथवा 'सूर्ये तपत्यावरणाय दृष्टे: कल्पेत लोकस्य कथं तमिस्रा ।।' मने तनुधी होवा छत प्रभुनी प्रभाव सूर 43 स्तवायद નાનકડા સ્તોત્રને પણ કમળપત્ર ઉપર પડેલાં ઝાકળનાં બુંદોને મુક્તાફળની સમાનતા આપવાની
म उत्तमता भण. तेनु साम्य मारना सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते इत्यादि ५चना पी0 य२९५ 'मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते'नुं ५२५॥ ४२रावे छे.
શ્રી માનતુંગસૂરિના મનમાં સ્તુતિ કરતાં કરતાં જે વિચાર આવે છે તેના સંદર્ભમાં શ્રીમદ્ ભાગવતના ગોપીગીત અને રઘુવંશના પદ્યની સરખામણી કરીએ તો જણાય છે કે જો સ્તવન નિર્દોષ ન થાય તો પ્રભુસ્તુતિ યથાર્થપણે થાય કે કેમ? આવો પ્રશ્ન કવિના મનમાં ઊઠે છે. પણ
Page #429
--------------------------------------------------------------------------
________________
410
।। ભક્તામર તુલ્યું નમઃ ।।
તેનું સમાધાન ‘ત્વત્ત્તથાપિ ખાતાં ટુરિતાનિ દન્તિ વડે કર્યું છે. તે વાત શ્રીમદ્ ભાગવતના गोपीगीतमां तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् । श्रवणमङ्गलं श्रीमदाततं भुवि વૃન્તિ તે મૂરિવા બનાઃ II માં વિસ્તારથી સમજાવી છે. આ નવમા પદ્યમાં સૂર્યની પ્રભાનું જ વૈશિષ્ટ્ય છે તે કાલિદાસે રઘુવંશના પમા સર્ગમાં જણાવી દીધું છે કે યાવત્ પ્રતાપનિધિરામતે ન માનુરનાય तावदरुणेन तमो निरस्तम् ।। ७१ ।।
܀
ભક્તામર સ્તોત્રના ૧૦મા અને ૧૧મા તથા ૧૩મા પઘની સરખામણી ‘કુમારસંભવ’, ભારવિના ‘કિરાતાર્જુનીય' અને માતૃગુપ્ત તથા શ્રીહર્ષના ‘નૈષધીય ચરિત'નાં પઘો સાથે કરી શકાય, જે આ પ્રમાણે છે : 'નાત્યમુક્ત મુવનમૂળ' ઇત્યાદિ પદ્યમાં સ્વામીની કૃપા મળ્યા પછી આત્મસ થવાની જે વાત સૂરિજીએ કરી છે તે કાલિદાસની આ પંક્તિમાં સાક્ષી પૂરે છે. दिवाकराद्रक्षति यो गुहासु लीनं दिवाभीतमिवान्धकारम् । क्षद्रेऽपि नूनं शरणं प्रपन्ने ममत्वमुच्चैः शिरसा સતીવ ।। (કુમારસંભવ ૧-૧૨) અને ભાવિના હિતાન્ત ય: સં‰નુતે સ પ્રમુઃ' ઇત્યાદિ (કિરાતાર્જુનીયની) પંક્તિઓ પ્રભુદર્શનના પિપાસુ ભક્તને માટે પરમતુષ્ટિદાયક છે તે માટે “વર્શન ટેવવેવસ્ય વર્શન પાપનાશનમ્' આદિ પણ પ્રસિદ્ધ છે જ. પણ ક્ષીરસમુદ્રનું પાણી પીધા પછી લવણસમુદ્રનું પાણી ક્યાંથી સારું લાગે ? આ વાતને મહાકવિ માતૃગુપ્તે પણ
नायं निशामुखसरोरुहराजहंसः कीरीकपोलतलकान्ततनुः शशाङ्कः । आभाति नाथ ! तदिदं दिवि दुग्धसिन्धुडिण्डीरपिण्डपरिपाण्डु यशस्त्वदीयम् ।।
વડે બીજી રીતે વ્યક્ત કરી છે તથા એક વાર ઉત્તમ જલ પીવા માટે મળી ગયું હોય તો પછી કેટલુંય સારું પીવા મળે તો પણ તે પ્રત્યે રુચિ થતી નથી. આ જ વાત ‘અપાં દિ તૃપ્તાય ન વારિધારા સ્વાદુઃ સુગન્ધિ: સ્વતે તુષારĪ'માં શ્રી હર્ષે ‘નૈષધીય ચરિત'માં કહી છે. તો અહીં જે ખારું પાણી પીવાની ઇચ્છા ન હોય તો તે નિશ્ચિત જ છે. દિવસમાં ચંદ્રમાનું બિંબ પાંડુપલાશ કલ્પમ્ થઈ જાય છે. તે કાલિદાસે શાકુંતલમાં તપતિ યથા શશા ન તથા મુદ્દત વિવસઃ વડે વ્યક્ત કરી છે.
ભક્તામર સ્તોત્રના ૧૪-૧૫મા પદ્યની સરખામણી કાલિદાસના ‘રઘુવંશ'નાં તથા અશ્વઘોષના સોન્દરનંદ મહાકાવ્યનાં પદ્યો સાથે કરી શકાય. કાલિદાસની આ પંક્તિ પર્વ દિ સર્વત્ર મુનિધીયતે ગુરુતાં નિયન્તિ હિ મુળા ન સંતિઃ' અને ભારવિની આ પંક્તિ મુળા: પ્રિયત્નેઽધિતા ન સંસ્તવઃ'માં ભક્તામરના ૧૪મા શ્લોકની બીજી પંક્તિ ‘શુદ્રા મુળાત્રિમુવનં તવ નફ્ફયન્તિની પુષ્ટિ થાય છે.
કલ્પાન્તકાલનો પવન મેરુશિખરને હલાવી શકતો નથી. આ વાત કાલિદાસે ૨ઘુવંશમાં ન પાવપોન્સૂનનશક્તિસંહઃ શિમોન્વયે મૂર્ચ્છતિ મારુતસ્ય વડે કહી છે. પ્રભુના મનને વિકારવાળું કરી
Page #430
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 411. શકાતું નથી, તેમાં શું આશ્ચર્ય છે ? આ કથનને અશ્વઘોષે સૌંદર્યલહરી'માં આ રીતે રજૂ કર્યું
तुं : तथा हि वीराः पुरुषा न ते मता, जयन्ति ये साश्वरयद्विपान् नरान् । यथा मता वीरतरा मनीषिणो जयन्ति लोलानि षडिन्द्रियाणि ॥ - શ્રી માનતુંગસૂરિ પૂર્વાશ્રમમાં વેદવાણી રહ્યા હશે એવા કંઈક સંકેત સ્તોત્રમાં યત્ર-તત્ર મળી આવે છે. અપૂર્વ દીપકત્વ, સૂર્યાતિશાયી, મહાભ્ય અને અનલ્પ કાંતિશાળી ચંદ્રનું વર્ણન ઇષ્ટ પ્રત્યેની અનન્ય ભક્તિનું ઉદાહરણ છે. જે વૈદિક સાહિત્યમાં આવેલા અથર્વશીર્ષોની પરંપરાને અનુસરેલા લાગે છે.
૨૧મા અને ૨૩મા પદમાં માનતુંગસૂરિ પોતાના હરિહરાદિ લક્ષિત પૂર્વદર્શનનો ઉલ્લેખ કરે છે, જે આ પ્રમાણે છે :
मन्ये वरं हरि-हरादय-एव दृष्टा ।
दृष्टेषु येषु हृदयं त्वायि तोषमेति ।। આના સિવાય સ્તોત્રના ૨૩મા પદ્યમાં શ્રતવાક્યનો ખંડ સમાવિષ્ટ થયો છે.
त्वामामनन्ति मुनयः परमं पुमांस मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वमेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु,
નાન્ય: શિવઃ શિવયસ્થ મુનીન્દ્ર ! પસ્થા: || આ પંક્તિની સરખામણી શુક્લ યજુર્વેદ (અધ્યાય-૩૧)ના પુરુષસૂક્તમાં પણ આ મુજબ જોવા મળે છે :
वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यपर्ण तमसः परस्तात् ।
तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यत्यऽयनाथ ।।१८।। ઋગ્વદમાં પણ આના અંતિમ શબ્દો નજરે પડે છે. કેમકે ત્યાં એવો ઉલ્લેખ છે કે -
ॐ नग्नं सुधीरं दिग्वाससं ब्रह्मगर्भ सनातनं उपैमि ।
वीरं पुरुषमर्हन्तमादित्यवर्ण तमसः परस्तात् स्वाहा ।। તથા શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૮માં પણ તે વાક્યાંશ પ્રાપ્ત થાય છે જે આ પ્રમાણે છે :
कविं पुराणमनुशासितार - मणोरणीयां समनुस्मरेत् यः ।
सर्वस्य धातारमचिन्त्यरूप - मादित्यवर्ण तमसः परस्तात् ।।९।। આ ઉપરથી અનુમાન થાય છે કે અંતિમ ચરણ એ શ્રુતવાક્ય છે અને તેને શ્લોકમાં શ્રી માનતુંગસૂરિએ ગુંફિત કરી લીધું છે.
૩૬મા પદ્યમાં પણ ઉત્પત્તિનપવનોઘનિત્પ' તથા ૧૫મા પદ્યમાં પણ બન્યાન્ત
Page #431
--------------------------------------------------------------------------
________________
412 ભક્તામર સુભ્ય નમઃ | તમરુતાનિતાવનેન આવે છે. નિગ્રંથ દર્શનમાં, કાલચક્ર દર્શનમાં ત્વ' શબ્દના સ્થાને વિશેષ કરીને આરા' શબ્દનો પ્રયોગ થાય છે અને સુખ, સમૃદ્ધિ, ચારિત્ર વગેરેની કાલગતિની દિશા અને આરાના ક્રમાનુસાર ન્યૂનતા અને અધિકતા માની છે. આમ પણ બની શકે છે કે સ્તોત્રકર્તા પૂર્વાશ્રમમાં પુરાણાનુસારી બ્રાહ્મણધર્મી હોય. પરંતુ એ પણ છે કે અન્ય આચાર્યોએ પણ પોતાની કતિમાં વેદ-ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ, આદિનાં વાક્યો ગૂંથ્યાં છે. આમ છતાં તેઓ બ્રાહ્મણ જાતિમાં જમ્યા ન હતા; ઉદાહરણ તરીકે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ વગેરે, છતાં એટલી વાત નિશ્ચિત કે શ્રી માનતુંગસૂરિ મહાવિદ્વાન હતા અને તેમણે જૈન ઉપરાંત જૈનેતર શાસ્ત્રોનો અભ્યાસ પણ બહુ સારો કર્યો હતો કે જેનું પ્રતિબિંબ આ સ્તોત્રમાં જોવા મળે છે. વળી કાવ્યશક્તિ તો તેમને પ્રારંભથી જ વરેલી હશે, નહિ તો આવું અદ્ભુત સ્તોત્ર રચાયું ન હોત.
મહાકવિ દામોદર ભારવિની કૃતિ કે જે કિરાત' નામથી પ્રસિદ્ધ છે તેની મલ્લિનાથની બીજના ચંદ્રને નમન કરવાની વાતને પુષ્ટિ મળે છે. માનતુંગસૂરિજી એ સંપ્રદાયના પરમારાધ્ય દેવોના ચરિત્રગ્રંથોમાં એમના મન ડગવાની વાત વાંચી ચૂક્યા હશે. એમ લાગે છે કે તેથી જ તેમણે ચિત્ર મિત્ર ઇત્યાદિ પંદરમા પદ્યમાં ભગવાન આદિનાથને નિર્વિકાર, અડગ મનના જણાવી મેરુશિખરની ઉપમા આપી છે. આ કલ્પનાની પુષ્ટિ પ્રસ્તુત સ્તોત્રના તમામનન્તિ' ઇત્યાદિ ત્રેવીસમા પદ્યના આધાર પર પણ કરી શકાય છે, જે માનતુંગને વેદાભ્યાસી સિદ્ધ કરે છે. કેમકે ઉક્ત પદ્યની રચના શુક્લ યજુર્વેદના મંત્રને મળતી ઝૂલતી છે. આટલી સમાનતા અકસ્માત કેવી રીતે હોઈ શકે ?
હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજી વણિક જ્ઞાતિના હતા. પરંતુ તેઓ ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિ કરતાં ઘણાં પાછળથી થયા છે. હેમચંદ્રાચાર્ય લગભગ ૫૦૦ વર્ષ પછી અને યશોવિજયજી તો લગભગ ૧૧૦૦ વર્ષ પછી થયા છે. તે બંનેની સમક્ષ ભક્તામર સ્તોત્ર રહ્યું હતું અને બંને પર જો સિદ્ધસેન દિવાકર અને સમન્તભદ્રની રચનાઓનો પ્રભાવ પડી શકતો હોય તો શું ભક્તામરનો પ્રભાવ ન પડી શકે ? ભક્તામર કારના સમયની અને હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીના સમયની એતિહાસિક અને સામાજિક સ્થિતિ વચ્ચે ઘણું અંતર થઈ ચૂક્યું હતું. જ્યાં સમાન ભૂમિકાનો જ અભાવ છે ત્યાં બંનેને એક જ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કોઈ પણ ફળદાયી પરિણામ ન લાવી શકે. મધ્યયુગમાં ગૃહસ્થાવસ્થામાં વણિક જાતિમાં જન્મેલા અનેક મુનિ સારા સારસ્વત હતા એનાં અનેક ઉદાહરણો મળી આવે છે. - શ્રી માનતંગસૂરિ વેદમાર્ગ છોડીને શ્રમણ માર્ગમાં આવ્યા હતા, એટલા માટે એમના વિચારોમાં વેદમાર્ગી વિચારધારા જોવા મળે છે. શ્રી હીરાલાલ કાપડિયા ૨૦-૨૧મા પદ્ય વિશે જણાવે છે કે “સ્તોત્રનાં આ બે પદ્યોમાં સાંપ્રદાયિકતા છે. તે યથાર્થ જણાય છે. આમાંથી ૨૦મું પદ્ય “જ્ઞાન યથા ત્વયિ છે. જેમાં સૂરિજીએ હરિહરાદય કરતાં પ્રભુને વિશિષ્ટ કહ્યા છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ હ 413 જે સમયમાં શ્રી માનતુંગસૂરિ થયા હતા એવી સાંપ્રદાયિક સ્પર્ધાનું વાતાવરણ રહ્યું જ હતું. ૨૫-૨૬મા પઘ પરથી અનુમાન કરી શકાય તેમ છે કે તેઓ એમ તો સમન્વયવાદી કવિ હતા. એમ જોવા જઈએ તો ભગવાન શંકરથી સંબંધિત પુરાણકથાઓમાં રાગ, રુદ્રતા અને સાફલ્યની કલ્પના કરવામાં આવી છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિથી તે ગુણાતીત, માયા રહિત, નિષ્ફળ ‘પરમ શિવ' અને મહેશ્વર' પણ માનવામાં આવ્યા છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવ વીતરાગ હોવાથી એમની પ્રતિમા કેવળ કર્મરહિત નિશ્ચલ સ્થિતિની જ કલ્પના કરવામાં આવી છે. ત્યાં પ્રશમરસને જ સ્થાન મળ્યું છે પરંતુ માત્ર આ કારણને લઈને હરિ-હરાદિ આદિ દેવોને ઊતરતી કક્ષાના માનવા મુશ્કેલ છે. દાર્શનિક દૃષ્ટિથી જોવા જઈએ તો બંનેમાં બહુ જ અંતર હોવા છતાં અનેકાંતની દૃષ્ટિથી એમની તાત્ત્વિક વિભાવનામાં વિશેષ અંતર નથી.
‘વાવ: વાવો મળિર્મળિ:’ની ઉક્તિ શ્રી માનતુંગસૂરિએ વીશમા શ્લોકમાં રજૂ કરી છે. ક્રમશઃ ૨૦-૨૧-૨૩ અને ૨૪મા પઘોમાં હરિહરાદિ દેવોથી પણ પ્રભુને શ્રેષ્ઠ વ્યક્ત કરવાની શૈલી એકાંત ભક્તિને આશ્રિત છે અને તે સર્વવ્યાપી છે. તેનું પ્રમાણ ચંડીશતકમાં બાણકવિએ પણ દેવીને શિવ, સૂર્ય, ઇન્દ્ર, ચંદ્ર, વાયુ, કુબેર વગેરે દેવોથી શ્રેષ્ઠ અભિવ્યક્ત કરી છે તે પરથી મળી રહે છે.
મયૂર કવિએ સૂર્યશતકમાં સૂર્યદેવને (૮૮મા પદ્મમાં) બધા દેવોથી વિશિષ્ટ બતાવ્યા છે. તેમજ ૯૩ અને ૯૪ સંખ્યાનાં પઘોમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે દેવોથી મહાન અને મહત્ત્વશાળી તરીકે બિરદાવ્યા છે. બાણકવિની અપેક્ષાએ મયૂર ભટ્ટની રચના ભક્તામર સ્તોત્ર સાથે વધારે સામ્ય ધરાવે છે. કેમકે સૂર્યશતકમાં કવિના કુષ્ઠરોગની વાત ભક્તામરની બંધન અવસ્થાની જેમ જ આવી છે અને તેના આધારે જ સ્તોત્ર રચવાનું કારણ રજૂ કરાયું છે.
આચાર્ય શ્રી માનતુંગસૂરિએ મહાકવિ ભારવિની ‘કિરાતાર્જુનીય ૨/૨૭’ પંક્તિઓને જ એક ઉત્તમ કાવ્યપદ્ધતિનો આદર્શ માની અન્ય પ્રપંચોમાંથી પોતાની રચનાને બચાવી છે.
ભક્તામર સ્તોત્રના ૨૪મા શ્લોક -હ્રામવ્યય'માં આપેલાં ૧૫ વિશેષણો તે સમયે પ્રવર્તતાં જુદાં જુદાં દર્શનોની માન્યતા રજૂ કરે છે જે ‘શિવમહિમ્ન સ્તોત્ર' સાથે સામ્ય ધરાવે છે.‘ઉન્નિદ્રદેમ’ આદિ શ્લોકની શોભા કાલિદાસના ‘કુમારસંભવ’ ૧/૩૩ પઘમાં જ્યારે ઉમા-પાર્વતીના રૂપવર્ણનની છટા વર્ણવતાં તેના ચરણો પૃથ્વી ઉપર સ્થળકમળની શોભાને ધારણ કરતાં હતાં. તે આ શ્લોકમાં નિરૂપિત થાય છે. પ્રભુ જે સ્થળેથી વિહરવાના છે ત્યાં જ ભગવાનનાં ચરણો આગળ દેવો વડે કમળની રચના કરવામાં આવી લાગે છે.
શ્રી માનતુંગસૂરિજી તેમના યુગના સમર્થ આચાર્ય હતા અને તેમણે પોતાની અદ્ભુત આધ્યાત્મિક શક્તિ તથા મંત્રશક્તિ વડે જૈન શાસનની મહાન પ્રભાવના કરી હતી. સમસ્ત સંસ્કૃત વાડ્મય ઉપર શ્રી માનતુંગસૂરિનું અગાધ વર્ચસ્વ હતું. શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે “સૂર્યદેવ પોતાનાં કિરણો વડે સમુદ્રનું જલ ખેંચી લે છે અને પછી તેને સુમધુર બનાવી વરસાવે છે. પણ તે આપણને નવું લાગે છે. તેમ જ કવિઓ પણ સ્વાધ્યાય અને અભ્યાસ વડે પ્રાચીન કવિઓના
Page #433
--------------------------------------------------------------------------
________________
414 // ભક્તામર તુર્થ્ય નમઃ |
સાહિત્યસમુદ્રનું અધ્યયન કરે છે અને તેને રસમાધુરી-ભાવમાધુરી વગેરે પોતાની પ્રતિભા વડે ઉત્તમ બનાવી કાવ્યોમાં ૨જૂ કરે છે. તેમ જ શ્રી માનતુંગસૂરિજીએ પણ પોતાની આર્યપ્રતિભાનો ઉપયોગ કરી ભક્તામર સ્તોત્ર' રૂપ અમૃત રેડ્યું છે.૧
સ્તોત્ર સાહિત્યમાં સંસ્કૃત ભાષામાં રચાયેલાં અનેક સ્તોત્રો છે. પરંતુ ભક્તામર સ્તોત્ર એક અમર રચના છે. આ અમર રચના શ્રી માનતુંગસૂરિની શ્રેષ્ઠ ભક્તિભાવના અને કવિ માનતુંગની ઉત્કૃષ્ટ સાહિત્યિક રચના છે. આ સ્તોત્ર એટલું ભક્તિભાવપૂર્ણ છે કે જે આપણા મનમાં શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રજ્વલિત કરે છે, તે સંસારરૂપી ક્ષાર સમુદ્રમાંથી ઉગારીને ક્ષીરસમુદ્રનું દુગ્ધપાન કરાવે છે. આ સ્તોત્રનો ભાવપક્ષ જેટલો ઉત્કૃષ્ટ છે એટલું જ તેનું કાવ્યત્વ સમૃદ્ધ છે. તેની સંરચના, તેની ભાષા એ તેનું શરીર છે. શરીરનું સૌંદર્યરૂપ જેટલું અધિક તેટલું અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર. આ સ્તોત્રની શરીર-સંરચના પણ એટલી જ સુંદર અને ચિત્ત-આકર્ષક છે કે દરેકના મનનું હરણ કરી લે છે. કવિએ પોતાના આરાધ્યદેવના મહિમાનાં ગુણગાન અને તેમના અતિશયોનું વર્ણન કરવામાં ભાષાની વ્યંજના અને લક્ષણાશક્તિનો અદ્ભુત ઉપયોગ કર્યો છે. કવિવરે જ્યાં અરિહંતની શક્તિ, ગુણ અને પ્રભાવની સામે પોતાની નિર્બળતા, વાચાળતા અને ઉત્સાહની ચર્ચા કરી છે ત્યાં દરેક શબ્દ બંનેના ભેદને સ્પષ્ટ કરે છે. શ્રી જિનેશ્વરદેવનાં જે વિશેષણોનો પ્રયોગ કર્યો છે, તે આ જ કક્ષાનાં છે. તેઓ ભુવનભૂષણ-ભૂતનાથ છે ત્યાં સંકટવિમોચક પણ છે. જ્યાં તેઓ મેરુશિખર જેવા દૃઢ છે ત્યાં તેઓને અતિસુંદર દેવાંગનાઓ પણ વિચલિત કેવી રીતે કરી શકે ? કવિએ અહીંયાં સુંદર પ્રાસ યોજ્યો છે. આવાં બીજાં દૃષ્ટાંતોમાં કવિએ પ્રત્યેક વિશેષણનો પ્રયોગ પ્રભુના ગુણોને અનુરૂપ જ કર્યો છે.
સ્તોત્રની ભાષા માધુર્ય અને પ્રસાદગુણોથી યુક્ત છે. આ સ્તોત્ર એટલું અદ્ભુત છે કે તેની ધ્વન્યાત્મકતા અને સંગીતાત્મકતા મનોમુગ્ધ કરી દે છે. શ્રી માનતુંગસૂરિએ રચેલા આ કાવ્યની સૌથી મોટી વિશેષતા એની ચિત્રાત્મકતા છે. કોઈ પણ ભક્ત જો ભક્તિભાવપૂર્વક પ્રભુ સાથે તાદાત્મ્ય સાધી લે, તેની ભક્તિની ગંગામાં વહી જાય તો તેની નજર સમક્ષ દરેક શબ્દ ચિત્રનું સ્વરૂપ ધારણ કરી લે છે. અર્થાત્ ભક્તની દૃષ્ટિ સમક્ષ જે પઘનું તે ગાન કરતો હોય તેનું સ્પષ્ટ ચિત્ર મૂર્ત સ્વરૂપ ધારણ કરી તેની સમક્ષ દૃષ્ટિગોચર થાય છે. આ પણ ભાષાની જ શક્તિ છે, જે ભાવો પ્રમાણેનાં ચિત્રોનું સમર્થન કરી દે છે.
સૂરિજીએ સ્તોત્રને અલંકારો દ્વારા સુંદર મનોગમ્ય રીતે અલંકૃત કરેલું છે તે આ સ્તોત્રની સૌથી મહત્ત્વની વિશેષતા છે. કવિના મુખમાંથી સ્વાભાવિક રીતે પ્રયોજાયેલા અલંકારોને કારણે ભક્તિભાવનું સૌંદર્ય અનોખી રીતે નીખરી ઊઠે છે. તેમણે શબ્દાલંકાર, અર્થાલંકાર અને ઉભયાલંકાર ત્રણેયનો સુંદર પ્રયોગ કર્યો છે. તેમાં પણ ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, દૃષ્ટાંત, શ્લેષ આદિ જુદા જુદા પ્રકારના અલંકારોનો પ્રયોગ કર્યો છે. સૂર્ય, ચંદ્ર દીપક, મણિ, સાગર આદિને ઉપમાનોના રૂપમાં વિશેષ રીતે પ્રયોજ્યાં છે. ભક્તામર સ્તોત્રમાંથી અનેક ઉદાહરણો રજૂ કરી શકાય તેમ છે. અનેક ઉદાહરણોમાંથી એકને જોઈએ તો શ્રી જિનેશ્વરદેવની કંચનવર્ણી કાયા સાથે
Page #434
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 415 મેરુશિખરની આભા અને જલપ્રપાતના પ્રતીક રૂપે શ્વેત ચામરના ધોધને રજૂ કરીને રૂ૫ક અલંકારની અદ્ભુત રજૂઆત કરી છે. સૂરિજી ઉપમા અલંકાર દ્વારા શ્રી જિનેશ્વરદેવના ગુણો પર પ્રકાશ પાડે છે. શ્લોક ૧૦માં અનુપ્રાસની રમ્યતા છે. શ્લોક ૧૧માં સ્તોત્રનું દૃષ્ટાંત સર્વગમ્ય છે અને સાથે સાથે પ્રતિવસ્તુપમાલંકારથી વિભૂષિત છે. શ્લોક ૧૩ પ્રતીપાલંકારથી શોભે છે. શ્લોક ૧૬માં વ્યતિરેકાલંકાર છે, શ્લોક ૨૦માં દૃષ્ટાંતાલંકાર અને શ્લોક ૨૧માંનો નિંદાસ્તુતિ અલંકાર અત્યંત તેજસ્વી અને વ્યંજક છે. શ્લોક ૨૨માં પ્રાસાદ અને દૃષ્ટાંતાલંકારની ચમત્કૃતિ અનુપમ છે. શ્લોક ૨૪માં વ્યતિરેકાલંકાર છે. શ્લોક ૩૨ શબ્દાનુપ્રાસ અલંકારથી શોભે છે. સૂરિજીએ કોયલ, હરણ ઇત્યાદિ ઉદાહરણો દ્વારા પોતાના ભાવોને ભાષામાં ગૂંથ્યા છે.
શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના કરવા અન્યો પાસેથી પ્રેરણા લીધી કે અન્યોએ તેમની પાસેથી પ્રેરણા લીધી એ કહેવું મુશ્કેલ છે. જેમ કે કાલિદાસે કહ્યું છે કે પાર્વતીએ પોતાનું સૌંદર્ય હરણિઓ પાસેથી લીધું અથવા હરણિઓએ પાર્વતી પાસેથી સૌંદર્ય લીધું એ કહી શકાતું નથી. તેવું જ સૂરિજીની બાબતમાં કહી શકાય. ભક્તામર સ્તોત્ર પર અનેક વૃત્તિઓ રચાયેલી છે અને એ વૃત્તિઓની દરેક સંખ્યા મૂળ સ્તોત્ર કરતાં અનેકગણી વધારે છે. તે ઉપરાંત તેના ઉપર અનેક પાદપૂર્તિરૂપ કાવ્યોની રચનાઓ દ્વારા પોતાનાં કાવ્યોને ગૌરવ અપાવ્યું છે. અને તેવાં કાવ્યોનો પ્રચાર પણ થયો છે. તાત્પર્ય કે કવિવર શ્રી માનતુંગસૂરિ સંસ્કૃત વાલ્મયના અગાધ જ્ઞાની હતા અને સંસ્કૃત સાહિત્યના પ્રખર અભ્યાસી હતા. તેથી કરીને તેમની આ સુંદર રચનામાં અન્ય કૃતિઓની ઝાંખી દૃષ્ટિગોચર થાય છે.
ઋગ્વદના પ્રથમ મંડલમાં આવતી અગ્નિ સ્તુતિઓ પણ આ સ્તોત્રકારને પ્રેરક નીવડી હોય એમ લાગે છે. ત્યાં –
'अग्नीमीडे पुरोहितं । यज्ञस्य देवमृत्विजं । होतारं रत्नधातमम् । अग्निः पूर्वेभिर्ऋषिभिरीड्यो नूतनैरुत । से देवां एह वक्षति ।।
अग्निना रयिं मे श्नवत् पोषमेव दिवे दिवे । यशसं वीरवत्तमम् ।।१-२-३|| ઇત્યાદિ નવ મંત્રોના આ સૂક્તમાં યજ્ઞના પુરોહિત, દીપ્તિમાન, દેવોને બોલાવનાર, ઋત્વિક અને રત્નધારી અગ્નિની હું સ્તુતિ કરું છું. પ્રાચીન ઋષિઓએ જેની સ્તુતિ કરી છે. આધુનિક ઋષિગણ જેની સ્તુતિ કરે છે તે અગ્નિદેવને આ યજ્ઞમાં બોલાવીએ. અગ્નિના અનુગ્રહથી યજમાનને ધન મળે છે. અને તે ધન અનુદિન વધે છે તથા કીર્તિકર થાય છે. જે કહેવાયું છે તે પ્રસ્તુત સ્તોત્રમાં ઘણાં સ્થળે આવી જાય છે.
સ્તુતિસાહિત્ય ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી ચાલ્યું આવ્યું છે અને તે સાહિત્યિક રચનાઓમાં દિવ્યપ્રકાશ જેવું છે. તેની રચનાઓમાં સુગંધિત સુમન ખીલેલાં છે. શ્રી માનતુંગસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર'ના માધ્યમથી પોતાના પ્રભુનાં ચરણોમાં જે ભાવપુષ્પો ચઢાવ્યાં છે તે શ્રદ્ધાસુમન વિશિષ્ટ ગુણોથી યુક્ત છે અને તેની ભાષામાં ગૂંથાયેલાં જુદાં જુદાં વર્ણો, શબ્દો, પદો, શ્લોકો
Page #435
--------------------------------------------------------------------------
________________
416
।। ભક્તામર તુણ્યું નમઃ ।
પ્રભુના ગુણોથી રચાયેલાં છે. ‘સ્તોત્રĀનં’ અર્થાત્ આ ભાવપુષ્પો જે મનોહર અક્ષરોરૂપી અને વિચિત્ર પુષ્પોવાળાં છે, જે વિવિધ પ્રકારનાં સુગંધિત પુષ્પોની યાદ અપાવે છે, જેનાં રૂપ-રંગઆકાર જુદી જાતનાં છે તેવી જ રીતે સૂરિજીએ રચેલ સ્તોત્ર પણ વિવિધ પ્રકારના પ્રભુના ગુણોનું સુગંધિત પુષ્પોની માળા જેવું વર્ણન કરે છે. જે આજે પણ લોકમાનસને પોતાની સુગંધથી સુવાસિત કરે છે.
આવા સુંદર, અનુપમ, અલૌકિક, મધુર મનોહારી કાવ્યની રચના શ્રી માનતુંગસૂરિએ કરી અને લોકોત્તરને પ્રાસાદ આપ્યો (તે બદલ) તેમનાં ચરણોમાં કોટિ કોટિ વંદના.
પાદટીપ
૧. ‘ભક્તામર રહસ્ય’, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૫૭-૪૫૮
ર. ‘ભક્તામર દર્શન', શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૬
૩.
‘ભક્તામર રહસ્ય’, ધીરજલાલ ટોકરશી શાહ પૃ. ૪૫૮
૪.
‘ભક્તામર ભારતી-ભૂમિકા’, પં. કમલકુમાર શાસ્ત્રી, પૃ. ૭
૫. ‘ભક્તામર-સ્તોત્ર', જૈન નિબંધ રત્નાવલિ, રતનલાલ અને મિલાપચંદ્ર કટારિયા, પૃ. ૩૩૬
૬.
'પ્રબુદ્ધજીવન', ભક્તામર સ્તોત્ર - કેટલાક પ્રશ્નો, ૧૬-૪-૮૭, ૨મણલાલ શાહ, પૃ. ૨૦૫ ૭. 'ભક્તામર-સ્તોત્ર', જૈન નિબંધ રત્નાવલિ, રતનલાલ અને મિલાપચંદ્ર કટારિયા, પૃ. ૩૩૪-૩૩૫
૮. માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ. ૬૮
૯. ‘માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ. ૧૨૫-૧૨૬
૧૦. ‘ભક્તામર રહસ્ય’, ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૬૩-૪૬૪
૧૧. ‘સચિત્ર ભક્તામર', પ્રસ્તાવના, પૃ. ૨૭
૧૨. ‘ભક્તામર રહસ્ય', ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૬૭
૧૩. ‘ભક્તામર રહસ્ય', ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૭૭
Page #436
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ
ભક્તામર સ્તોત્રના પ્રભાવને લગતી કથાઓમાં સૌથી પ્રાચીન કથાઓ ગુણાકરસૂરિની ટીકા “ભક્તામર સ્તોત્ર વૃત્તિમાંથી મળી આવે છે. આ પ્રભાવક કથાઓની સંખ્યા ૨૮ છે. આ જ કથાઓનું શબ્દ શબ્દનું અનુકરણ બ્રહ્મરાયમલ્લજીએ ભક્તામર કથા સંગ્રહ નામની પોતાની રચનામાં કર્યું છે. રાયમલ્લજીએ રચેલી કથાઓમાં ક્યાંક રાજાનું નામ તો ક્યાંક ગામનું નામ અથવા તો શેઠનું નામ કે મહારાજ સાહેબનું નામ બદલી નાખવામાં આવ્યું છે. બંને રચનાકારોની કથાઓને સાથે રાખીને વાંચન કરવામાં આવે તો તરત જ વાસ્તવિકતા જણાઈ આવે છે કે કેટલાંક નામોની જ માત્ર બદલી કરવામાં આવી છે તે સિવાય અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આથી રાયમલ્લજીએ કોઈ નવીન કથાઓની રચના કરી જ નથી એવું સહેજે જણાઈ આવે છે.
| વિક્રમ સંવત ૧૯૧૪માં હિન્દી જેન સાહિત્ય પ્રસારક કાર્યાલય, મુંબઈ તરફથી પ્રસિદ્ધ થયેલ ભક્તામર કથા' નામના ગ્રંથમાં હિન્દી ભાષામાં બ્રહ્મરાયમલ્લજી રચિત ભક્તામર કથાસંગ્રહ જ છપાયેલી છે. તથા વિક્રમ સંવત ૧૯૭૮માં સ્વ. પૂ. લાધાજી સ્વામી ગ્રંથમાળાના પાંચમા મણકામાં શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ તરફથી ગુજરાતી ભાષામાં ‘શ્રી ભક્તામર મંત્ર મહાત્મા નામના પુસ્તકની બીજી આવૃત્તિમાં શ્રી ભક્તામર કથાસંગ્રહમાં જે કથા છપાયેલી છે તેની સાથે રાખીને જોઈએ તો ખ્યાલ આવે છે કે બંને પ્રકાશકોએ નામોનો ફેરફાર કર્યો છે.
શ્રી ગુણાકરસૂરિજીની ટીકાની કથાઓમાં આપેલાં નામો એતિહાસિક દૃષ્ટિએ પુરવાર થઈ શકે છે. આ કથાઓ તે સમયકાળ
Page #437
--------------------------------------------------------------------------
________________
418
|| ભક્તામર તુભ્યે નમઃ ||
દરમ્યાન ઘટના ઘટી હશે. જ્યારે અન્ય બંને પ્રકાશકોની કૃતિઓમાં નામો ઐતિહાસિક દૃષ્ટિકોણથી જુદા પડતાં જણાય છે.
܀
શ્રી ભક્તામર સ્તોત્રની સૌથી પ્રાચીન ટીકા ઈ. સ. ૧૩૭૦માં ભક્તામર સ્તોત્રના રહસ્યના જાણકાર, મહાજ્ઞાની શ્રી ગુણાકરસૂરિજીએ પોતાના ગ્રંથ ભક્તામર સ્તોત્ર વૃત્તિ'માં લખી છે જે જેમાં તેઓએ પોતાનાથી પૂર્વે થઈ ગયેલા સુજ્ઞાનીઓના મુખેથી સાંભળેલી ભક્તામર સ્તોત્રના અદ્ભુત પ્રભાવની કથાઓ જણાવી છે. ભક્તામર સ્તોત્રના આરાધનથી શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં લીન બનેલા અનેક આત્માઓને થયેલા લાભોનું નિરૂપણ આ કથાઓમાં કર્યું છે. સાધના અને આરાધનાનાં અનેક રહસ્યો આ કથાઓ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.
શ્રી આદિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી શાસનદેવી ચક્રેશ્વરી આ સ્તોત્રની મહાન અધિષ્ઠાયિકા છે. જે ભક્તામર સ્તોત્રના સાધક પર પ્રસન્ન થઈને આવેલી મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે. દેવી ચક્રેશ્વરી પોતે હાજર થાય છે અથવા પોતાની સેવિકા દેવીઓ દ્વારા ચમત્કાર સર્જે છે. પ્રભાવક કથા-૧ (શ્લોક ૧-૨)
શ્રી હેમ શ્રેષ્ઠીની આ કથા છે. તેમને રાજા ભોજના સમયના માનવામાં આવે છે. રાજાને ભક્તામર સ્તોત્રના પ્રભાવ વિશે શંકા થઈ તેથી તેમણે ભક્તામર સ્તોત્રના જાણકાર અને શ્રદ્ધા ધરાવનાર હેમ શ્રેષ્ઠીને બોલાવ્યા. તેમને નાગપાશના બંધનથી બાંધી પાણી વગરના અંધારા કૂવામાં ઉતાર્યા અને બહાર નીકળી ન જાય માટે આજુબાજુ ચોકીપહેરો ગોઠવી દીધો. હેમ શ્રેષ્ઠીએ સ્તોત્રના પ્રથમ બે શ્લોકની આરાધના કરી. ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં. શેઠને બંધનમુક્ત કર્યા. પછી દેવી બોલ્યાં કે, “સવારમાં રાજા તને બોલાવશે અને તે વખતે મારા બનાવેલા નાગપાશથી બંધાયેલા એવા તેને ભક્તામરના પ્રથમ બે શ્લોકથી પાણી મંત્રીને છાંટવાથી તે બંધનમુક્ત થશે.'' શ્રેષ્ઠીએ પ્રથમ બે શ્લોક પાણી મંત્રી રાજા પર છાંટ્યું ને રાજાને બંધનમુક્ત કર્યો.
આ બનાવથી રાજા અને નગરજનો આશ્ચર્ય પામ્યા. રાજાએ હેમ શ્રેષ્ઠીની ક્ષમા માંગી અને ભક્તામર પ્રત્યે શ્રદ્ધા, ભક્તિભાવ અને પૂજ્યભાવ ઊપજ્યો. રાજા જૈનધર્મી થયો અને સર્વત્ર જૈન ધર્મનો પ્રભાવ વિસ્તર્યો,
પ્રભાવક કથા-૨ (શ્લોક ૩-૪)
ઉજ્જયિની નામની નગરીમાં સુરભિ નામનો નિર્ધન જૈન વણિક રહેતો હતો. જૈન મુનિરાજનો ઉપદેશ શ્રવણ કરી તેમને વંદન કર્યા અને કહ્યું કે, 'હે મહાત્મન ! મને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી દરિદ્રતારૂપી પાપિણી મારો કેડો છોડે.' મુનિરાજે સુમતિને ભક્તામરનો ત્રીજો અને ચોથો શ્લોક આપ્યો. એક વખત સુમતિ કોઈક વણિક પુત્રની સાથે વહાણમાં બેસી ધન-ઉપાજનાર્થે ૫૨દેશ જવા નીકળ્યો. અચાનક દરિયો તોફાને ચઢ્યો. જોતજોતામાં વહાણ ભાંગી પડ્યું. સુમતિ ત્રીજાચોથા શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો. થોડી વારમાં ચક્રેશ્વરી દેવી મોકલાવેલ દેવીએ સુમતિને મધદરિયેથી ઉપાડી સમુદ્રકિનારે મૂક્યો અને તેને કીમતી રત્નો અને વસ્ત્રાલંકારો અર્પણ કર્યાં.
Page #438
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ* 419 દેવીએ આપેલ રત્નોમાંથી કરોડોનું નાણું પ્રાપ્ત કરી સુમતિ ધનાઢ્ય બન્યો. આમ ભક્તામરના ત્રીજા-ચોથા શ્લોકના પ્રભાવથી તે શાંતિમય જીવન ગુજારવા લાગ્યો.
શ્રી ગુણાકરસૂરિએ જણાવેલ આ બીજી પ્રભાવક કથામાં ત્રીજા-ચોથા શ્લોકનો પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે જે દ્વારા સંસારસમુદ્રની સાથે સાથે ભવસમુદ્રને પણ તરી શકાય છે. પ્રભાવક કથા-૩ (શ્લોક ૫-૬-૭)
પાટલીપુત્ર નામના શહેરમાં સુધન નામનો એક શેઠ રહેતો હતો, ત્યાંનો રાજા ભીમ હતો. આ બંને જૈનધર્મી હતા. એક સમયે તે શહેરમાં ધૂલીપ નામનો કાપાલિક આવ્યો. તેણે ચેટક સાધ્ય કરેલો હોવાથી ત્યાંના લોકોને ચમત્કાર બતાવી પોતાની તરફ આકર્ષી લીધા. ગામ આખામાંથી ફક્ત સુધન શેઠ અને રાજા ભીમ ધૂલીપ પાસે જતા ન હતા. તેઓ માનતા હતા કે, નમસ્કાર મંત્ર જેવો મંત્ર, શત્રુંજય પર્વત જેવો પવિત્ર પર્વત અને વીતરાગ સમાન દેવ ભૂતકાળમાં થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ.'
સુધન શેઠ અને રાજા પોતાને પાખંડી, ધૂર્ત, મિથ્યાત્વી માને છે, તેવું સાંભળીને ધૂલીપ એકદમ ક્રોધાયમાન થયો અને ક્ષુદ્ર ચેટકદેવની સહાયથી તેણે શેઠ અને રાજાના ઘરમાં ધૂળ અને પથ્થરોની વૃષ્ટિ કરાવી. આ વૃષ્ટિ એટલી તીવ્ર હતી કે ગૂંગળાઈને મરી જવાય, પરંતુ બંનેના ધર્મજ્ઞાને તેમના પર આવી પડેલી ચિંતાથી તેમને મુક્ત કર્યા. ભક્તામર સ્તોત્રના સાતમા શ્લોકનું શુદ્ધ, શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવા લાગ્યા. સ્તોત્રના પ્રભાવથી શ્રી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં. ચક્રેશ્વરી દેવીએ જૈન શાસનની પ્રભાવના વધારવા માટે રાજા અને શેઠના ઘરમાંથી ધૂળ અને પથ્થરો દૂર કરી, ધૂલીપ યોગીના સ્થાનકમાં મૂક્યાં. ધૂલીપના જાણવામાં આવતાં તેણે ઘણો પ્રયત્ન કર્યા પણ કોઈ પણ દેવી-દેવતાથી ધૂળ-પથ્થર દૂર થઈ શક્યાં નહીં.
આથી કાપાલિક પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યો. સમ્યક્ ભાવે ધર્મ સાંભળવાથી ધૂલીપ યોગી સુધન શેઠને ગુરુ તરીકે માનવા લાગ્યા. આ પ્રસંગના પરિણામરૂપ લોકો ભક્તામર સ્તોત્ર અને જૈન ધર્મ પ્રત્યે વિશેષ શ્રદ્ધાવાન થયા.
પ્રભાવક કથા-૪ (શ્લોક ૮-૯)
વસંતપુર નામના નગરમાં કેશવ નામનો નિર્ધન વણિક રહેતો હતો. દરિદ્રતાના કારણે તે અનેક જાતનાં પાપકર્મ કરી પોતાની આજીવિકા ચલાવતો હતો. એક દિવસ તે જૈન મુનિની ધર્મદેશના સાંભળવા અર્થે ગયો. ધર્મોપદેશથી કેશવના મનમાં અહિંસા પ્રત્યે શ્રદ્ધા જાગી અને તેણે મુનિ પાસેથી ભક્તામર સ્તોત્ર શીખી લીધું અને નિત્ય પાઠ કરવા લાગ્યો. ધનપ્રાપ્તિ માટે તે પરદેશ ૨વાના થયો. માર્ગમાં ભૂલો પડ્યો અને સામે ગર્જના કરતો સિંહ જોયો. તેથી તે ભય પામ્યો અને શ્લોક ૮-૯નો પાઠ કરવા લાગ્યો. શ્લોકના પ્રભાવથી સિંહ નાસી ગયો.
ત્યાંથી કેશવ આગળ ચાલ્યો. રસ્તામાં એક કાપાલિક મળ્યો. તેણે કહ્યું કે આ રસકૂપિકામાં
Page #439
--------------------------------------------------------------------------
________________
420 ભક્તામર સુભ્ય નમઃ | એક એવો રસ છે કે જે લોઢા પર પડતાં સોનું થઈ જાય. કેશવ દોરડું બાંધી રસકૂપિકામાં ઊતર્યો. તુંબડી ભરી રસ લઈ આવ્યો, કાપાલિકે રસ લઈ લીધો અને દોરડું કાપી કેશવને કૂવામાં ધકેલી દીધો. કુવામાં પડ્યા પડ્યા તેણે શ્લોકો ૮-૯નું સ્મરણ કર્યું. સ્તોત્રના પ્રભાવથી શ્રી ચક્રેશ્વરી દેવી હાજર થયાં. કેશવને કૂવામાંથી બહાર કાઢ્યો અને નિર્ધનતા નિવારણાર્થે મહામૂલ્યવાન આઠ રત્નો આપ્યાં.
કેશવની લોભવૃત્તિ હજી નષ્ટ નહોતી પામી. તેણે આગળ મુસાફરી લંબાવી. રસ્તામાં સાર્થવાહનની વૃત્તિ કેશવ પાસેનાં રત્નો પડાવી લેવાની થઈ. તે કેશવને દુઃખ દેવા લાગ્યો. આવે વખતે કેશવે અનન્ય શ્રદ્ધાથી એકાસણા કરી શ્લોકોનો પાઠ કરવો શરૂ કર્યો. તેના પ્રભાવથી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને પેલા ઠગ-સાર્થવાહનને પોતાના પ્રભાવ બતાવી ભગાડી મૂક્યા અને કેશવને વિપત્તિમાંથી છોડાવ્યો. આ વિપત્તિમાંથી મુક્ત થઈ કેશવ આગળ વધ્યો. વિષમ જંગલમાં મધ્યાહ્નકાળે સૂર્યનો તાપ સખત પડી રહ્યો હતો. કેશવને પાણીની તરસ લાગી. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેને લાગ્યું હવે થોડા જ સમયમાં તે મૃત્યુ પામશે. આથી શુદ્ધ અધ્યવસાયથી સ્તોત્રનો એક ચિત્તે પાઠ કરવા લાગ્યો. પ્રભુના ધ્યાનમાં એવો એકાકાર થઈ ગયો કે પોતાની તૃષા પણ ભૂલી ગયો. દેવી પ્રગટ થયાં. તેને પીવાને મીઠું પાણી આપ્યું. જંગલમાંથી ઉપાડી કેશવને વસંતપુર નજીક મૂક્યો.
કેશવે એક સુંદર જિનમંદિર બંધાવી લક્ષ્મીનો સચ્ચય કર્યો. યમ અને નિયમનું પાલન સંકલ્પબળ વધારે છે અને સાથે સાથે પ્રભુની આજ્ઞાના પાલનરૂપ હોય છે. તે પુણ્યાયમાં વૃદ્ધિ કરે છે. યમ અને નિયમ વિના કોઈ પણ મંત્ર ફળતો નથી. સ્તોત્રના દરેક આરાધકે પોતાના જીવનને નિયમવાળું બનાવવું જોઈએ. વિશેષ આરાધનાર્થે ઓછામાં ઓછું એકાસણ કરવું જોઈએ. લોભ-કષાયનો ત્યાગ કરવાથી ઘણી આપત્તિમાંથી મુક્તિ મેળવી શકાય છે તે આ કથાનો બોધપાઠ છે. પ્રભાવક કથા-૫ (શ્લોક ૧૦-૧૧)
શ્રી અણહિલપુર પાટણ નામના શહેરમાં કુમારપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો. શ્રી હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી રાજા પરમ જેનધર્મી બન્યો હતો. તે જ નગરમાં કપર્દી નામનો એક ગરીબ વણિક રહેતો હતો. તે આચાર્યજીની પાસે ધર્મોપદેશ સાંભળવા આવ્યો હતો. તે દિવસે વ્યાખ્યાનમાં પ્રભુસ્તુતિનો મહિમા વર્ણવ્યો. કપર્દીએ આચાર્યજીને પૂછ્યું કે પ્રભુસ્તુતિ કેવી રીતે કરવી જોઈએ ?” તેના જવાબમાં આચાર્યજીએ કદÍને ભક્તામર સ્તોત્ર શીખવી અને વિધિપૂર્વક નિત્ય પાઠ કરવા કહ્યું.
કપર્દી પ્રભાતના સમયે એકાગ્ર ચિત્તે હંમેશા વર્ણમાત્રાની શુદ્ધિપૂર્વક ભક્તામર સ્તોત્રનો પાઠ કરવા લાગ્યો. એક દિવસ ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને કપર્દીને કામધેનુ ગાય આપી. આ ગાયનું દૂધ કોરા ઘડામાં દોહી લેવા જણાવ્યું અને તે સુવર્ણનું બની જશે એમ કહ્યું. કપર્દીએ ૩૧ કોરા ઘડા કામધેનુ ગાયના દૂધથી ભર્યા જે સુવર્ણના બની ગયા.
Page #440
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ 421 કપર્દીએ રાજા અને આચાર્યજીને બોલાવી ૩૧ સુવર્ણ ઘડા બતાવ્યા. આ મહા આશ્ચર્ય જોઈને સર્વ લોકો ભક્તામર સ્તોત્ર ગણવા લાગ્યા અને જૈન ધર્મનો મહાઉદ્યોત થયો.
આ કથા પરથી ફલિત થાય છે કે પ્રભુનું નામસ્મરણ શ્રદ્ધાભક્તિથી લેવામાં આવે તો દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે.
પ્રભાવક કથા-૬ (શ્લોક ૧૨)
અંગદેશની રાજધાની ચંપા નામની નગરીમાં કર્ણ નામનો પ્રજાપાલક રાજા હતો. તે રાજાને બુદ્ધિશાળી અને જૈન ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળો સુબુદ્ધિ નામનો પ્રધાન હતો. એક વખત રાજસભામાં કોઈ બહુરૂપી જાદુગર આવ્યો. તેણે જાદુઈ વિદ્યાથી લક્ષ્મી સાથે વિષ્ણુ, શિવ અને બ્રહ્માનું સ્વરૂપ બનાવ્યાં. જે જોઈ આખી સભા આશ્ચર્યમુગ્ધ થઈ ગઈ.
આ પ્રમાણે દેવ-દેવીઓના કૃત્રિમ વેશ કાઢી તેમની મશ્કરી કરતો જોઈ સુબુદ્ધિએ તેને દેવદેવીની મશ્કરી ન કરવા જણાવ્યું; પરંતુ જાદુગર બીજાને ખુશ કરવા આવ્યો હોવાથી મંત્રીનું કહેવું નહિ ગણકારતાં છેવટે તીર્થંકરનું રૂપ બનાવવા પણ તૈયાર થયો.
સુબુદ્ધિ પ્રધાન આ સહન ન કરી શક્યો. તેને બીજો ઉપાય નહીં મળતાં ભક્તામર સ્તોત્રના ૧૨મા શ્લોકનું સ્મરણ કરવા માંડ્યું. ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને તીર્થંકરનું રૂપ બનાવનાર જાદુગરને ત્યાં જ તમાચો માર્યો. તેની સર્વ કલા નષ્ટ થઈ ગઈ અને તેનું મોઢું વાંકું થઈ ગયું. ઘણા પ્રયત્નો કરવા છતાં સીધું થયું નહિ. આખી સભા હસવા લાગી. જાદુગર ગભરાઈ ગયો. દેવીએ કહ્યું, જીવવાની આશા રાખતો હોય તો તું સુબુદ્ધિની ક્ષમા માંગ. જાદુગરે સુબુદ્ધિની ક્ષમા માંગી. પ્રધાને પણ દેવીને પ્રાર્થના કરવાથી તેનું મોઢું સીધું કરી દીધું અને રાજા તથા સભાજનોને જૈન ધર્મ અને સ્તોત્રનો પ્રભાવ કહી સંભળાવ્યો. આ વૃત્તાંત નજરે જોઈને રાજા તથા સભાજનો જૈન ધર્મ તથા ભક્તામર સ્તોત્ર તરફ પૂજ્યભાવ ધારણ કરવા લાગ્યા.
આ કથાની સમાપ્તિમાં લખ્યું છે કે, સર્વે પરમ વેવતામેય સ્તોત્ર પેવું:' આવા ચમત્કાર બાદ બધા લોકો પ૨મ દેવતા હોય તેમ આ સ્તોત્ર ભણવા માંડ્યા. અહીં સ્તોત્રની સરખામણી મંત્ર સાથે થઈ છે.
ક્યાંક કહ્યું છે કે, “યાવૃશી ભાવના યસ્ય સિદ્ધિ: મવત્તિ તસ્ય તાવૃશી’. જેવી જેની ભાવના હોય છે તેવી જ તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ કથા દ્વારા પ્રભુના અદ્ભુત સ્વરૂપનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. પ્રભુના જેવી અનુપમ, શાંતરસવાળી મુખમુદ્રા અન્ય કોઈની હોઈ જ ન શકે. આથી રમતમાં પણ તેમના જેવું રૂપ ધારણ કરવું તદ્દન અશક્ય છે.
પ્રભાવક કથા-૭ (શ્લોક ૧૩-૧૪)
શ્રી અણહિલપુર પાટણમાં સત્યક નામનો એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. તેને બધી કલાઓમાં નિષ્ણાત અને ગુણિયલ ડાહી નામની એક ચતુર પુત્રી હતી. સત્યકના ગુરુનું નામ
Page #441
--------------------------------------------------------------------------
________________
422 . || ભક્તામર તુલ્યું નમઃ | શ્રી હેમચંદ્રાચાર્ય હતું. ગુર મહારાજે બંનેને આત્મહિતકરબોધ આપ્યો અને ભક્તામર સ્તોત્રનું મહાભ્ય બતાવ્યું. તે દિવસથી ડાહી અશુદ્ધિ ટાળીને સ્તોત્રનો નિયમિત પાઠ કરવા લાગી. ડાહી યૌવન વયને પ્રાપ્ત થઈ ત્યારે તેનાં લગ્ન થયાં. ડાહી ભરૂચ સાસરે જવા નીકળી. રસ્તામાં બધાએ ભોજન કર્યું. પણ ડાહીબહેને ન કર્યું. કારણ કે તેને જિનેશ્વરદેવ અને ગુરુને વંદન તથા ભક્તામર સ્તોત્રનું પઠન કર્યા પછી જ ભોજન કરવાનો નિત્ય નિયમ હતો. રસ્તામાં રાત્રિના સમયે બધાં સૂઈ ગયાં ત્યારે તેણીએ ૧૩મા અને ૧૪મા શ્લોકનો એકચિત્તે પાઠ શરૂ કર્યો. તુરત જ ચકેશ્વરી દેવી પ્રગટ થયાં અને બોલ્યાં કે, “ભદ્ર ! ભોજન કર. તને શું ન્યૂનતા છે ?” ડાહી બોલી કે મારા વ્રતને પૂરણ કર.' પછી દેવીએ ચંદ્રથી પણ ઉ લ અને ઝેરનું હરણ કરનાર એવો હાર તથા બીજો દિવ્ય પુષ્પોથી બનેલો હાર આપ્યા. તથા ગુરુની પાદુકા આપી. આચાર્ય પ્રવર ગુણાકરસૂરિજી મહારાજ સાહેબ આ શ્લોકોનો બે વિદ્યાઓ સાથે સંબંધ જોડે છે. એક વિષાયહારિણી વિદ્યા અને બીજી ત્રિભુવન સ્વામીની વિદ્યા. આમ તો આ શ્લોકમાં વિદ્યાની સૂચના શોધવી મુશ્કેલ છે પણ ત્રિભુવન” શબ્દ ૧૪મા શ્લોકના બીજા પદમાં છે. આ બંને શ્લોકોનો એક જ સાથે મેળ કરવો જોઈએ. શ્રી ગુણાકરસૂરિજી કહે છે કે “જિનાઃ તુલ્યગુણાઃ, તુલ્ય ફલદાઃ સર્વે” – બધા જ જિનેશ્વર ભગવંતો તુલ્ય ગુણવાળા અને તુલ્ય જ ફળ આપવાવાળા હોય છે.
ડાહીબહેનની ભક્તિથી પ્રસન્ન થઈ ચક્રેશ્વરી દેવીએ જે હાર આપ્યો તેના મધ્ય મણિમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રતિબિંબ હતું. આ દિવ્ય હાર ડાહીબહેને ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના કંઠમાં આરોપિત કર્યો અને હાર ન કરમાતાં એવો ને એવો જ રહ્યો. ગુરુપાદુકાને તે હંમેશાં વંદન કરતી. હારથી તેણે અનેકનાં ઝેર ઉતાર્યા. તેના શ્વસુર પક્ષના બધા માણસો પણ દઢ જૈનધર્મી બન્યા અને ભક્તામર સ્તોત્રના આરાધક બન્યા. પ્રભાવક કથા-૮ (શ્લોક ૧૫)
ભરતક્ષેત્રમાં આવેલ કોશલ દેશની રાજધાની અયોધ્યા નામની નગરીમાં પોતાના નામ પ્રમાણે ગુણવાળો સજ્જન નામે રાજા રાજ્ય કરતો હતો. એક વખત રાજાને દુષ્ટ યોગિની વળગી અને તેથી રાજા ઘણોખરો સમય બેભાન અવસ્થામાં રહેવા લાગ્યો.
રાજાના મંત્રી સામતો જૈન ધર્મી હતા તેથી ત્યાં બિરાજમાન શ્રી ગુણસેનસૂરિ નામના જૈનાચાર્ય પાસે તેઓ ગયા અને વિનંતીપૂર્વક કહેવા લાગ્યા કે “મહાત્મન ! અમારા રાજાને સ્વસ્થ કરી દોષમુક્ત કરવાનો ઉપાય બતાવો.”
તેમની વિનંતીને માન આપીને શ્રી ગુણસેનસૂરિજીએ ભક્તામર સ્તોત્રના ૧૫મા શ્લોકનું તથા તેના મંત્રનું એકચિત્તે ધ્યાન ધર્યું જેના પ્રભાવથી શ્રી ચકેશ્વરી દેવી પ્રગટ થયાં તેમણે કહ્યું કે ગુર્જરદેશમાં હંમેશાં કાયોત્સર્ગમાં રહેતા મોટી લબ્ધિવાળા એવા મલ્લમુનિના ચરણોદકથી રાજા યોગિનીના દોષથી મુક્ત થશે.
મલ્લર્ષિ મુનિના ચરણોદકનું જળ છાંટવાથી રાજા યોગિનીના વળગાડમાંથી મુક્ત થયો.
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ - 423 પૂ. ગુણસેનસૂરિજી એ પંદરમા શ્લોકનો જાપ કરતાં ચક્રેશ્વરી દેવીએ આવીને મલ્લષિ મુનિનો પ્રભાવ જણાવ્યો. મલ્લષિ મુનિને ચકેશ્વરી દેવી આદિ ઘણાં દેવદેવીઓની સહાય હતી. આચાર્ય ગુણાકરસૂરિજી એ તથ્ય ધ્યાનમાં લાવે છે કે મહામુનિનાં ચરણજળથી પણ ઘણાં દેવદેવીઓ પ્રભાવિત થયાં હોય છે.
શ્રી ચક્રેશ્વરી દેવી ભક્તામર સ્તોત્રની જ અધિષ્ઠાયિકા રૂપે નહીં પણ તપોનિષ્ઠ સાધુ ભગવંતોની પણ અધિષ્ઠાયિકા રૂપે મહાન શાસનસેવા કરે છે.
આ શ્લોકમાં બંધમોક્ષિણી વિદ્યા અને સ્વપ્નવિદ્યા એ બે વિદ્યાઓ રહેલી છે. પ્રભાવક કથા-૯ (શ્લોક ૧૬-૧૭)
સોળમા અને સત્તરમા શ્લોકમાં અનુક્રમે શ્રી સંપાદિની અને શ્રી અરવિદ્યોચ્છેદિની વિદ્યા સમાયેલી છે. આ કથા તો જૈનશાસનના મહાન કાણિક મહાપુરુષોનો ઇતિહાસ છે, જે આ પ્રમાણે જાણવો.
સંગરપુર નામના શહેરમાં સંગર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના ગુરુનું નામ ધર્મદેવાચાર્ય હતું. રાજાને એક પુત્ર હતો. તેનું નામ કેલિપ્રિય હતું. કાળાનુક્રમે તે યોવનાવસ્થાને પામ્યો.
રાજા જેટલો શ્રદ્ધાળુ અને નીતિમાન હતો તેટલો જ કેલિપ્રિય, નાસ્તિક અને ક્રૂર હતો.
એક વખત કેલિપ્રિય તેના મિત્રો સાથે જંગલમાં શિકાર કરવા માટે ગયો તે વખતે ઉદ્યાનમાં ગુરુ ભગવંત ધર્મદેવાચાર્ય બિરાજમાન હતા. તેમણે રાજકુમારને ધર્મોપદેશ આપવા માંડ્યો પણ તે રાજકુમાર સ્વચ્છંદપણે ગમે તેમ બોલવા લાગ્યો. ગુરુભગવંતને લાગ્યું કે આ દુર્લભબોધિ જણાય છે, તેથી તેમણે ભક્તામરની ૧૬મી-૧૭મી ગાથાનું એકચિત્તે ધ્યાન ધર્યું, જેના પ્રભાવથી ચક્રેશ્વરી દેવી હાજર થયાં. ગુરુદેવે દેવીને કહ્યું કે આ રાજકુમારને નારકી દુઃખો દેખાડી પ્રતિબોધ પમાડો. તેમ જ થયું ! ચક્રેશ્વરી દેવીએ રાજકુમારને બેભાન બનાવી નરકનાં દારુણ દુઃખોનો આભાસ કરાવ્યો. જે દશ્યો જોઈને કેલિપ્રિય ઘણો જ ભય પામ્યો અને પાપના ફળ દેખી ધ્રૂજી ઊઠ્યો. પછી દેવીએ તેને હોશમાં આણ્યો.
કેલિપ્રિય હોશમાં આવતાં જ ગુરુદેવનાં ચરણોમાં પડ્યો અને ધર્મનું રહસ્ય સમજાવવા વિનવવા લાગ્યો. ધર્મનું રહસ્ય સમજાતાં જ નૂતન જીવન જીવવાની પ્રતિજ્ઞા સાથે કેલિપ્રિય પાછો ફર્યો.
ભક્તામર સ્તોત્રના ગુણગાન ગવાયા; જૈન ધર્મનો જયઘોષ થયો. નાસ્તિકને પણ આસ્તિક બનાવે એવો પ્રભાવ આ ૧૬મા-૧૭મા શ્લોકમાં રહેલો છે.
Page #443
--------------------------------------------------------------------------
________________
424 ॥ ભક્તામર તુલ્યું નમઃ II પ્રભાવક કથા-૧૦ (શ્લોક ૧૮)
અણહિલપુર પાટણ શહે૨માં કુમારપાળ નામનો રાજા રાજ્ય કરતો હતો. શ્રી ઉદયન મંત્રીના પુત્ર આંબડને તેની સેવાના બદલામાં ‘લાટ' દેશ બક્ષિસમાં આપેલ હતો. તે હંમેશાં ભક્તામર સ્તોત્રનો નિયમિત પાઠ કરતો હતો.
એક વખત ભૃગુકચ્છ નગરથી નીકળી કામ પ્રસંગે બહાર જવા નીકળ્યો. જતાં જતાં રસ્તામાં એક ગિરિ ગુફાઓવાળી અટવીમાં તે આવી ચડ્યો. તેણે ભક્તામર સ્તોત્રના ૧૮મા શ્લોકનું એક ચિત્તે પઠન કર્યું જેના પ્રભાવથી ચક્રેશ્વરી દેવી હાજર થયાં અને પ્રસન્ન થઈ તેને વિષનું વિહરણ કરનાર તથા વિઘ્નનું નિવારણ કરનાર ચંદ્ર સમાન તેજસ્વી એવા ચંદ્ર પ્રભુનું બિંબ આપ્યું અને બીજું જે કાંઈ જોઈતું હોય તે માંગવા કહ્યું.
ત્યારે આંબડે હંમેશાં અનિષ્ટ ફળને મારવાવાળી નાગવલ્લી માગી જે આપીને ચક્રેશ્વરી દેવી અદશ્ય થઈ ગયા.
દેવીએ આપેલી મૂર્તિની આંબડ રોજ પૂજા કરવા લાગ્યો. રાજઆજ્ઞાથી કોંકણ દેશના મલ્લિકાર્જુનને હણીને તેની આઠ વસ્તુઓ પ્રાપ્ત કરી રાજાના ચરણમાં ધરી તેથી રાજાએ આંબડને રાજપિતામહનું બિરુદ આપ્યું.
ત્યારપછી માતાના પગમાં પડી નમસ્કાર કર્યા પણ માતાને નારાજ જોઈ તેમને કારણ પૂછ્યું તો માતાએ કહ્યું ઃ રાજહત્યાના લાગેલા પાપના નિવારણ માટે તું ભૃગુકચ્છમાં ‘શકુનિ વિહાર’ વગેરેનો જીર્ણોદ્ધાર કરાવે નહીં તો હું શી રીતે પ્રસન્ન થાઉં ?
આંબડે આ સાંભળી શ્રી હેમચંદ્રાચાર્યના સાન્નિધ્યમાં જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠા સમયે તેણે દીધેલા ઉત્કૃષ્ટ દાનને જોઈ આચાર્યશ્રી બોલ્યા કે આ કલિયુગમાં તારો જન્મ થયો હોવા છતાં તેં કલિયુગને ભુલાવી દીધો છે.’ અને ભક્તામર સ્તોત્રનો જયજયકાર થયો.
આ રીતે ૧૮મા શ્લોકમાં ‘દોષ નિર્નાશિની’ મહાવિદ્યા વિદ્યમાન છે. જેનાથી આંબડને રાત્રિના સમયે લાગતા ભયનું નિવારણ પણ થયાનો ઉલ્લેખ પણ છે.
પ્રભાવક કથા-૧૧ (શ્લોક ૧૯)
વિશાલા નામની નગરીમાં જૈનધર્મી લક્ષ્મણ નામનો શ્રેષ્ઠી હતો. તેણે ગુરુ રામસુરિ પાસેથી આમ્નાય સહિત ભક્તામર સ્તોત્ર શીખેલું હતું. જેનો હંમેશાં શુદ્ધ ભાવથી જાપ કરતો હતો.
એક વખત રાત્રિના સમયે એકચિત્તે ભક્તામર સ્તોત્રના ૧૯મા શ્લોકનું શેઠ ધ્યાન ધરતા હતા. તે સમયે ચક્રેશ્વરી દેવી પધાર્યાં અને તેમણે શેઠને તેજોમય મણિ આપ્યો. એમ કહ્યું કે જ્યારે કોઈ પણ ઠેકાણે ભયંકર અંધકાર હોય ત્યારે તું આ ૧૯મા શ્લોકનું સ્મરણ કરજે અને મણિને આકાશમાં ઉછાળજે જેનાથી ચંદ્ર જેવો પ્રકાશ ફેલાશે. તારી ઇચ્છા હોય ત્યાં સુધી મણિ આકાશમાં રહેશે પછી પાછો તે ણિ તારી પાસે આવી મૂળ સ્થિતિમાં રહેશે.' આમ કહીને દેવી અદૃશ્ય થઈ ગયા.
Page #444
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ 425 એક વખત માલવાનો રાજા મહીધર પોતાના સમર્થ શત્રુને જીતવાને અને જીવતો પકડવા માટે સૈન્ય લઈને નીકળ્યો. રસ્તામાં ગાઢ જંગલ આવ્યું અને તે સમયે રાત્રિ પડી ગઈ. સૈન્યને આગળ વધવું મુશ્કેલ થઈ ગયું. આ વખતે લક્ષ્મણ શેઠ પણ રાજા સાથે હતા. તેમણે રાજાને કહ્યું કે, “હે રાજન ! આપ આજ્ઞા આપો તો પૂર્ણ ચન્દ્ર આપને દેખાડું અને સૈન્ય માટે રાત્રિને દિવસ જેવી કરી દેખાડું.”
રાજાએ સંમતિ આપતાં કહ્યું, જો તે પ્રમાણે તું મારા ઉપર ઉપકાર કરીશ તો હું તારું મનોવાંછિત પૂર્ણ કરીશ.'
લક્ષ્મણ શેઠે ભક્તામર સ્તોત્રના ૧૯મા શ્લોકનું ધ્યાન ધરી મણિ ઉછાળી કૃત્રિમ ચન્દ્રમાં ઉત્પન્ન કર્યો અને સૈન્ય શત્રુ રાજા ઉપર સવાર થતાં સુધીમાં હલ્લો કર્યો અને રાજાએ શત્રુ રાજાની રાજધાની કબજે કરી. લક્ષ્મણ શ્રેષ્ઠીને રાજાએ અઢળક ધન આપી સૌથી વધુ ધનવાન બનાવી દીધો. શ્રેષ્ઠીએ કહ્યું કે આ બધો પ્રભાવ ભક્તામર સ્તોત્ર અને તેના ૧૯મા શ્લોકનો છે.
આ શ્લોકના રૂપાંતરમાં કહેવાયું છે કે આકાશમાં રહેલા મણિને પાછો ખેંચવામાં પણ ૧૯મા શ્લોકનું પાછું સ્મરણ કર્યું. આમ પુનઃ આકર્ષણની શક્તિ આ શ્લોકમાં માનવામાં આવેલ છે.
આ શ્લોકમાં અશિવોપશમની વિદ્યાથી મુક્ત જણાવી છે. એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આ શ્લોકના સાતમા, ચોત્રીસમા, છત્રીસમા, સાડત્રીસ અને આડત્રીસમા અક્ષરોને એકસાથે વાંચવામાં આવે તો શિવશાની નિં એવો શબ્દ વાંચી શકાય છે. જેનો અર્થ અશિવને દૂર કરનાર એવો થાય છે. પ્રભાવક કથા-૧૨ (શ્લોક ૨૦)
શ્રી નાગપુર નામના નગરમાં મહીપતિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને માનીતો સોમદેવ નામનો પુરોહિત હતો. તે નગરમાં વિહાર કરતાં કરતાં શ્રી વિજયસેનસૂરિ નામના જૈનાચાર્ય પધાર્યા. તેઓ હંમેશાં રાત્રિના સમયે ભક્તામર સ્તોત્રનો પાઠ કરતા હતા. ૨૦મા શ્લોકનું ચિંતન કરતાં હતાં તે વખતે શ્રી ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઈને બધી જ જાતના પ્રશ્નોના ઉત્તર જાણવાની વિદ્યા આપી.
મહીપતિ રાજા એક દિવસ દરબાર ભરીને બેઠો હતો તે વખતે તેની રાણીના ગર્ભ સંબંધી સભામાં બેઠેલા રાજપુરોહિતને અને અન્ય જ્યોતિષીઓને પ્રશ્ન કર્યો કે . અમારે ત્યાં પુત્ર થશે કે પુત્રી ? તથા તેના જન્મથી મારે ત્યાં શું થશે ?”
રાજાના આ પ્રશ્નના જવાબમાં રાજપુરોહિત અને અન્ય જ્યોતિષીઓ મૌન રહ્યા. તેથી શ્રી વિજયસેનસૂરિને માનવપૂર્વક દરબારમાં બોલાવી રાજાએ આ જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે - “આવતી કાલે તમારાં પટ્ટરાણીને ત્રણ નેત્રવાળો એક પુત્ર જન્મશે અને પછી તે બારમા દિવસે આપના મુખ્ય હસ્તિનું મરણ થશે.”
Page #445
--------------------------------------------------------------------------
________________
426*
// ભક્તામર તુભ્યે નમઃ ।
આ સાંભળી બ્રાહ્મણો હાંસી કરવા લાગ્યા. પરંતુ બીજે દિવસે પટ્ટરાણીએ ત્રણ નેત્રવાળા પુત્રને જન્મ આપ્યો. અને બારમા દિવસે પટ્ટ હસ્તિનું મરણ થયું. આમ ગુરુ મહારાજે કહેલાં વચનો સત્ય થયાં.
મહીપતિ રાજાએ ગુરુ મહારાજને બોલાવીને રાજ્ય સિંહાસન ઉપર બેસાડવા. જે બ્રાહ્મણો ગુરુના વચનની હાંસી કરતા હતા તેમના મુખ ઝાંખાં પડી ગયાં. તેઓ ગુરુદેવને વંદન કરવા લાગ્યા. ત્યારે પ્રસન્ન મુખે ગુરુ મહારાજ આશીર્વચન આપતાં બોલ્યા કે,
“જે ત્રણે લોકનો આધાર છે; જેનાથી સમુદ્ર, મેઘ, સૂર્ય અને ચંદ્ર નિયમ મુજબ ચાલે છે; જેની કૃપાથી સુર-અસુર મનુષ્યો અને રાજાઓ વડે તેને સંપદા ભોગાવવા દે; જેના આદેશ પ્રમાણે ચિંતામણિ રત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષાદિ વર્તે છે તે શ્રી જિનેન્દ્ર કથિત ધર્મ તમોને શાશ્વત લક્ષ્મી આપો.'
આમ હંમેશાં સુખ આપનાર જૈન ધર્મના મહિમાનું શ્રવણ કરી રાજાએ અને બીજાઓએ જૈન ધર્મ સ્વીકાર્યો.
આ શ્લોક સૂરિમંત્ર છે.
પ્રભાવક કથા-૧૩ (શ્લોક ૨૧)
શ્રી વાયક નામના ગામની અંદર પરકાયાપ્રવેશ વિદ્યાના જાણકાર શ્રી જીવદેસૂરિએ ભક્તામર સ્તોત્રના ૨૧મા શ્લોકનો આમ્નાય સહિત જાપ કરીને ચક્રેશ્વરી દેવી પાસેથી સર્વ દેવોને પ્રગટ કરવાની શક્તિ પ્રાપ્ત કરી હતી.
શ્રી જીવદેવસૂરિ વિહાર કરતાં કરતાં સોરઠ દેશમાં શ્રી દેવપત્તનું (પ્રભાસ પાટણ) નગરમાં પધાર્યા. શ્રી સોમનાથ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ત્યાં આવેલું હતું.
પહેલાં આ ગામમાં જૈનોની ઘણી વસ્તી પણ હાલમાં એક પણ જૈન મંદિર નહિ જોવાથી સૂરિજીને ગામમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે મુનિ મહારાજના વિહાર વિના અને ગામમાં બ્રાહ્મણોનું પ્રસિદ્ધ તીર્થસ્થાન હોવાને કારણે ઘણાં જૈનો બ્રાહ્મણધર્મી થઈ ગયા અને તેથી અત્યારે કોઈ જેન નાંમને પણ જાણતું નથી.
આ સાંભળી સૂરિજીને ખૂબ જ દુઃખ થયું અને જૈનોને ફરીથી જૈન બનાવવાનો વિચાર થયો. આથી તેઓ પોતાના શિષ્યો સાથે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ગયા. આ વાત લોકોમાં ફેલાઈ કે કોઈ જૈન સાધુ શિવ મંદિરમાં ગયા છે. તેથી લોકો એકત્રિત થવા લાગ્યા. સૂરિજીએ ચક્રેશ્વરી દેવી પાસેથી મેળવેલી વિદ્યાના પ્રભાવના આધારે સોમેશ્વરને બોલાવ્યા પછી બ્રહ્મા તથા વિષ્ણુને પ્રાસાદમાંથી આવતા બતાવ્યા. સૂર્ય, ગણેશ, સ્કન્ધ વગેરેને પણ બતાવ્યા. આમ બધા દેવોને એક સાથે પ્રગટ થયેલા જોઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા. વળી શિવને ચંદ્રપ્રભુના જિન મંદિર તરફ જતા,
Page #446
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ - 427 નમન કરતા, નમન કરી પ્રભુનો હાથ - આંગળા અને પ્રભુને તેમનો હાથ પકડતા બતાવ્યા. આ પ્રમાણે બતાવીને પછી હરિહરાદિને અદશ્ય થતા પણ બતાવ્યા.
આ પ્રમાણે લોકોએ જેને મહાત્માનો પ્રભાવ જોયો અને જૈન ધર્મની સાચી મહત્તા લોકો સમજી ગયા. જૈન શાસનની ઉન્નતિ થઈ. સાધુ મહારાજો પણ ચાતુર્માસ કરવા અહીં આવવા લાગ્યા. અને જૈન ધર્મની મહત્તાનો સંચારવ લોકો પર થતો રહ્યો.
આ શ્લોકમાં ચંદ્રપ્રભુસ્વામીનો ઉલ્લેખ થયો છે. શ્રી ચંદ્રપ્રભુસ્વામીનો અચિંત્ય પ્રભાવ મનાયો છે. જૈન ધર્મ અને દેવ પાસે અન્ય ધર્મ અને દેવોનું કોઈ વજૂદ નથી, તેમનું રૂપ ધારણ કરી શકાય છે. અથવા તેમને હાજર કરી શકાય છે. વસ્તુતઃ જૈન ધર્મ બેજોડ ધર્મ છે. પ્રભાવક કથા-૧૪ (શ્લોક ૨૨).
શ્રી ભક્તામર સ્તોત્રની ૧૪મી કથામાં મહાન વિદ્યાસિદ્ધ આયખપુટાચાર્યની આ કથા છે. આ આચાર્ય ભગવતનું નામગ્રહણ પણ મહાન સિદ્ધિને આપનારું મનાયું છે. આ શ્લોકોનો આરાધ્ય મંત્ર સૂરિમંત્ર જ કહેવાયો છે. આર્યખપુટાચાર્ય પણ સૂરિમંત્ર સિદ્ધ કરેલ મહાત્મા છે. એમણે પણ ભક્તામરના આ શ્લોક(૨૨)ની આરાધના-સાધના કરી તેવો ઉલ્લેખ ખૂબ જ ભાવના પ્રેરે તેવો છે. આ આચાર્ય ભગવંતે પોતાની આ મહાન સાધનાથી ગુડશસ્ત્રપત્તન મંદિરના યક્ષની મૂર્તિને અને બે મહાન કુંડીઓને પણ પાછળ ચલાવી હતી. મંત્ર-ચમત્કાર દ્વારા જિનશાસનનો મહાન પ્રભાવ કર્યો હતો.
પ્રસંગ કંઈક આ રીતે બન્યો હતો.
શ્રી ગુડશસ્ત્રપત્તન નામના નગરમાં વૃદ્ધકર નામના બૌદ્ધાચાર્યને શાસ્ત્રાર્થમાં ભુવનમુનિએ હરાવ્યો હતો. તે બૌદ્ધાચાર્ય મરીને યક્ષ તરીકે ઉત્પન્ન થયો. અને યક્ષના ભવમાં જૈન સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. તેનું દમન કરવા જૈન સંઘે જેણે ૨૨મા શ્લોકની સાધના કરી છે તેવા વિદ્યાસિદ્ધ આર્યખપુટાચાર્યને વિનંતી કરી ગુડશસ્ત્રપત્તન બોલાવ્યા.
આર્યશ્રી યક્ષના મંદિરે જઈ તેના કાન પર પગ રાખી ચોતરફ વસ્ત્ર લપેટી કપટ નિદ્રામાં સૂઈ ગયા. પૂજારીએ ઉઠાડ્યા પણ તે ન ઊઠ્યા. રાજાને ફરી યાદ કરી, રાજાએ કોપાયમાન થઈને હુકમ કર્યો કે તેને પથ્થર અને લાકડી વતી ખૂબ માર મારીને પણ ઉઠાડો. આર્યશ્રીને તો કંઈ અસર ન થઈ પણ રાજાના અંતઃપુરમાં રહેલી સ્ત્રીઓને તે માર પડવા લાગ્યો. આથી રાજા સમજી ગયો કે આ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ છે. તેથી રાજાએ મધુર વચન દ્વારા આર્યશ્રીને શાંત કર્યા.
ત્યારે કપટ નિદ્રા ત્યજીને આર્યખપુટાચાર્ય જાગ્રત થયા પછી તેમણે યક્ષને કહ્યું કે તું મારી સાથે ચાલ. ત્યારે તે સાથે ચાલ્યો અને શિવ-વિનાયક વગેરે દેવમૂર્તિઓ પણ ચાલવા લાગી. વળી ખૂબ વજનદાર પથ્થરની મૂંડી જ એક હજાર પુરુષો ઉઠાવી શકે તેવી હતી તે પણ આર્યશ્રીએ પોતાની પાછળ પાછળ ચલાવી. રાજાની વિનંતીથી આર્યશ્રીએ યક્ષને પાછો મોકલ્યો અને કુંડીઓ
Page #447
--------------------------------------------------------------------------
________________
428 - || ભક્તામર તુન્યું નમઃ || ત્યાં જ રહેવા દીધી. તેમનો આવો અદ્ભુત પ્રભાવ જોઈને રાજા અને પ્રજા જિનશાસનના ભક્ત થયા અને શાસનનો મહિમા વિસ્તર્યો. પ્રભાવક કથા-૧૫ (શ્લોક ૨૩)
આ કથા પણ આર્યખપુટાચાર્યની મહામંત્ર સિદ્ધિની જયગાથા છે. ભક્તામર સ્તોત્રની ત્રેવીસમી ગાથાની સાધના કરી તેમણે શ્રી ચક્રેશ્વરી દેવીની પાસેથી દુષ્ટ વ્યંતરને કન્જ કરવાનું વરદાન મેળવ્યું હતું.
શ્રી આર્યખટાચાર્ય વિહાર કરતાં કરતાં “ઉજ્જયિની” નામની નગરીમાં આવ્યા. સાંજનો સમય થઈ જવાથી આચાર્ય મહારાજ રાત્રિ વિતાવવા માટે હિંસાપ્રિય ચંડિકાદેવીના મંદિરની નજીકની ભૂમિમાં રહ્યા. ચંડિકાદેવી આચાર્યજીને ધ્યાનસ્થ અવસ્થામાં જોઈને ક્રોધાયમાન થઈ ગઈ. તેમના ગળે નખ માર્યો. જે તેણીના કપાળમાં જ લાગ્યો. આ પ્રમાણે થવાથી દેવીએ ઉપસર્ગ કરવાનું છોડી દઈ આચાર્યજીના પગમાં પડી ક્ષમા માંગી અને કહ્યું કે આપ કોઈ આજ્ઞા આપો. શ્રી આયખપુટાચાર્યજીએ જીવહિંસા બંધ કરવાનું કહ્યું અને તેમના પર થતા ઉપસર્ગનું નિવારણ કર્યું. સવારે દેવી આચાર્યજીની પૂજા-વંદના કરી મંદિરમાં પાછી ગઈ. તેના કપાળમાં થયેલ નખરેખા તેવી ને તેવી જ કાયમ રહી. ચંડિકાદેવીને અહિંસક બનાવી આચાર્ય ખપૂટાચાર્ય જનમ્ જયતિ શાસનમુનો જયનાદ કર્યો. લોકોએ આ જાણ્યું તેથી તેઓએ આચાર્યજીનો ઉપદેશ શ્રવણ કરી સમ્યકત્વ અંગિકાર કર્યું. અને આમ જૈન શાસન જયવંતું બન્યું.
આવા પ્રકારની કથાઓ દેવી દુનિયાની વાતો સ્પષ્ટ કરતાં હોય છે. જેનાચાર્યની મહાનતા હોય છે કે તેઓ પોતાના તપ દ્વારા અને ઉપદેશના પ્રભાવથી દેવીને પણ અહિંસક બનાવે છે. પ્રભાવક કથા-૧૬ (શ્લોક ૨૪-૨૫).
શૌર્યપુર નગરના જિતશત્રુ રાજાની આ વાત છે. વસંત ઋતુમાં રાજા પોતાની રાણીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો ત્યાં અચાનક કોઈ વ્યંતર રાણીઓને વળગ્યો. આથી રાણીઓ ગાંડાની માફક ચેષ્ટા કરવા લાગી. રાજાએ તુરત જ મંત્ર-તંત્રને જાણનારાઓને વ્યંતરને કાઢવા માટે બોલાવ્યા. તેઓએ ખૂબ પ્રયત્નો કર્યા છતાં નિષ્ફળ ગયા.
આ સમયે વિહાર કરતાં કરતાં શ્વેતામ્બરાચાર્ય શ્રી શાંતિસૂરિજી પધાર્યા. ભક્તામર સ્તોત્રની ૨૪માં શ્લોકની આરાધના કરવાથી તેઓ પર ચકેશ્વરી દેવી પ્રસન્ન થયેલાં હતાં. આ એક ચિંતામણિ મંત્ર છે. રાણીને વ્યંતર વળગ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે શાસનની પ્રભાવના વધે એ ઇચ્છાએ આચાર્યજીએ અવધૂતનો વેષ ધારણ કર્યો અને રાજા પાસે આવ્યા. કહ્યું કે હું રાણીઓને દોષમુક્ત કરી શકું તેમ છું. રાજાએ વિનંતીપૂર્વક તેમ કરવા કહ્યું.
આચાર્ય મહારાજે શુદ્ધ નિર્મળ જળ મંગાવીને અભિમંત્રિત કરીને આપ્યું અને કહ્યું કે આ જળ દરેક રાણીની આંખ પર છાંટો અને તેનું પાન પણ કરાવો.' આ પ્રમાણે કરવાથી દુષ્ટ વ્યંતર તુરત જ પલાયન થઈ ગયો.
Page #448
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ - 429 શ્રી શાંતિસૂરિ મહારાજે રાજા-રાણીને ઉપદેશ આપતાં કહ્યું કે “સમ્યક દર્શન, જ્ઞાનચરિત્ર, ત્રણ કોટ યુક્ત અને અઠાર હજાર શીલના અંગો વડે યુક્ત, ઉત્તમ સૂત્રરૂપ કાંગરા વડે સહિત, દયા આદિ રૂપ દરવાજાવાળો, ક્ષમા આદિ યશ પ્રકારના યતિધર્મરૂપ યંત્રવાળો અને શમરૂપી પાણીનો ભંડાર એવા સધર્મરૂપ – કર્મ રૂ૫ શત્રુથી ભયભીત થયેલા છેમનુષ્યો ! તમે આશ્રય કરો”
આમ જૈન ધર્મના તત્વજ્ઞાનની બોધવાર્તા સરળ ભાષામાં કહી આવો ધર્મોપદેશ સાંભળી રાજા-રાણી જેનધર્મી બન્યાં. જેન શાસનની પ્રભાવના વધી. અનેક ભવ્ય જીવો જૈનધર્મી બન્યા.
કેટલાક આચાર્ય ભગવંતો ગાથા ૨૦થી ૨૫ એમ છ ગાથાઓ ને આરાધ્યમંત્ર, સૂરિમંત્ર માને છે. તેમ કેટલાક આચાર્યો ભગવંતો આ છ ગાથાને આરાધ્યમંત્ર તરીકે ચિંતામણિ મંત્રને માને છે.
શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની અન્ય કૃતિ ભયહર સ્તોત્ર, નમિઊણ સ્તોત્રમાં આજ ચિંતામણિ મંત્રનો મહિમા છે. ચિંતામણિ મંત્ર જૈન શાસનનો મહાન મંત્ર છે. તેથી આ શ્લોકોનો પ્રભાવ વિશેષ છે.
શ્રી નમિઊણ સ્તોત્રમાં તો ક્રમથી ગોઠવેલો મળી આવે છે. તેમ આ ચિંતામણિ મંત્ર ભક્તામરથી ગાથા ૨૧ અને ૨૨માં સૂચનરૂપ પ્રાપ્ત થતો લાગે છે. ૨૧મી ગાથાનો ૩.૨૬-૪૭ મો અક્ષર અનુક્રમે “વ - ૫ - હ’ છે. પ્રાકૃતમાં બધા “સ' એક જ હોવાથી તેને “વસહ' રૂપે વાંચી શકાય છે. અને આટલા અક્ષરોથી ચિંતામણિ મંત્રનું સૂચન જરૂરી સમજી શકાય. આ જ રીતે આ જ ગાથા ૨૧ ના ૩૮-૨૬-૪૭ અને ૪૮ અક્ષરોમાંથી ‘વિષહર' પણ વાંચી શકાય છે. તે જ રીતે ગાથા રરમાં ૨૨-૪૩-૩૮મા અક્ષરોને વાંચતાં “પ્રાસ' એટલે લગભગ પાસ' શબ્દનું સૂચન માની શકાય છે. હવે થોડી જ અક્ષરોમાં તોડ-મરોડ થાય તો આ જ બાવીસમી ગાથામાંથી
સ્કુલિંગ' શબ્દ પણ બેસાડી શકાય તેમ છે. અને નિમિઊણ' શબ્દ પણ બેસાડી શકાય તેમ છે. આમ આ ગાથાઓ પરથી કથાઓનું અનુપમ મહત્ત્વ છે. પ્રભાવક કથા-૧૭ (શ્લોક ૨૬)
અણહિલપુર પાટણમાં ચણા વેચીને જીવન પૂર્ણ કરનાર ચનિક નામનો એક નિર્ધન વાણિયો રહેતો હતો. એક સમયે ફેરી માટે જતાં રસ્તામાં તેને ઉદ્યોતનસૂરિ નામના જૈન સાધુનો મેળાપ થયો. સાધુએ તેને પૂછ્યું કે, “કંઈ ધર્મકરણી કરો છો કે કેમ ?”
ઉત્તરમાં ચનિકે કહ્યું કે ધર્મકાર્ય કેવી રીતે કરી શકું? હું તો નિર્ધન છું. પંથ સમાન કોઈ ઘડપણ નથી, દારિદ્રય સમાન કોઈ પરભાવ નથી, મરણ સમાન કોઈ ભય નથી અને સુધા – ભૂખ સમાન કોઈ વેદના નથી.”
ગુરુએ કહ્યું કે ધર્મથી ધન મળે છે. ધનથી જ સઘળાં કામભોગના સાધનો પ્રાપ્ત થાય છે
Page #449
--------------------------------------------------------------------------
________________
430 4 // ભક્તામર સુભ્ય નમઃ | કામથી ઇન્દ્રિયજન્ય સુખ ઉત્પન્ન થાય છે. કાર્યના અર્થે કારણનો વિચાર કરવો જોઈએ. આ બધાનું કારણ ધર્મ છે. માટે જ તત્ત્વવેત્તાઓ કહે છે કે ધર્મ સેવવો જોઈએ.’
તેમણે ચનિકને આરાધના માટે ભક્તામરનો ર૬મો શ્લોક આપ્યો. આચાર્યજીએ ચનિકને આરાધના કરવા માટે કહ્યું કે
(૧) તુમ્ય નમસ્ત્રિભુવનાર્તિહરીય નાથ ! (૨) ૧૦૮ નવકાર મંત્ર, (૩) પંચાસરા પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી આદિનાથ ભગવાનની ભક્તિ (૪) શ્રી મહાલક્ષ્મીની પ્રતિમાની આરાધના. આ મહા સહાયક સાધના છે.
ભક્તામરની આરાધના કરનાર ઉપરને શ્રી ચકેશ્વરી દેવી પ્રસન્ન થાય છે. ચક્રેશ્વરી દેવી અને મહાલક્ષ્મી દેવી આ બંને સખીઓ છે. જો ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થાય તો તે પોતાની સખીને ભક્તનું દારિદ્રય દૂર કરવા સૂચવી શકે છે. માટે થઈને ર૬મા શ્લોકમાં મહાલક્ષ્મીની આરાધના છે.
ચનિક મહાલક્ષ્મીની આરાધના કરતો હતો. તેમાં તેને પરસ્ત્રીગમન વર્યુ હતું. તેથી તેની પરીક્ષા મહાલક્ષ્મીએ કરી હતી અને પોતાના વ્રતથી ચલાયમાન ન થતાં મહાલક્ષ્મી સાક્ષાત્ પ્રગટ થયાં હતાં અને તેના દારિદ્રયનો નાશ કરવા તેના ઘરમાં રહેલા ત્રણ કોઠી ચણા સોનાના બનાવી દીધા હતા. અનિકે પણ શ્રી ચક્રેશ્વરી દેવી સહિત શ્રી આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું તથા શ્રી મહાલક્ષ્મી દેવીની મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
આ શ્લોકમાં ચાર વાર “તુલ્ય શબ્દ આવતાં ધં' શબ્દ ચાર વાર આવ્યો. માત્ર થકાર' માટે જ કહેવાય છે કે યકાર મિત્રમિલન, ઈષ્ટપ્રાપ્તિ, ધ્યાન-સાધના અને સાત્વિકતાની જાગૃતિ માટે ઉપયોગી બીજાક્ષર છે. અત્રે લક્ષ્મી પ્રાપ્તિ અર્થ કોઈ પણ જાતની ઇષ્ટ પ્રાપ્તિ એવો કરવો એવું શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબનું માનવું છે. આ શ્લોકમાં ત્રણ ભુવનના નાથની વંદના કરવામાં આવી છે. તેથી તેનું મહાભ્ય પણ વિશેષ છે. આ શ્લોકના જપ દ્વારા થતા પ્રભાવને આ કથા દ્વારા શ્રી ગુણાકરસૂરિ મ.સા.એ રજૂ કર્યો છે. પ્રભાવક કથા-૧૮ (શ્લોક ૨૭)
ગોદાવરી નદીના કાંઠે આવેલા પ્રતિષ્ઠાનપુર નગરના રાજા હાલની આ કથા છે. પુત્રપ્રાપ્તિ માટે તેણે શંકર આદિ દેવોની પૂજા, આરાધના, તપસ્યા કરી પણ કંઈ ફળી નહિ. ત્યાં કોઈ જૈન સાધુ વિહાર કરતાં આવેલા તેને રાજાને પૂછ્યું કે “મને પુત્ર થશે કે નહિ.'
મુનિરાજે કહ્યું કે હે રાજન ! તપસ્યાપૂર્વક એકચિત્તે ભક્તામર સ્તોત્રની આરાધના કરો કે જેનાથી ચક્રેશ્વરી દેવી તમારી મનોકામના પૂર્ણ કરશે.'
Page #450
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ છે 431 આ જાપના પ્રભાવથી ત્રણ દિવસમાં શ્રી ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થયાં. દેવીએ એક અપૂર્વ પુષ્પમાળા શ્રી હાલ રાજાને આપી અને પુષ્પમાળા રાણીના કંઠમાં પહેરાવવા કહ્યું. આ માળાના પ્રભાવથી રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. તે પુત્રનું નામ ચક્રદાસ રાખવામાં આવ્યું.
અહીં જે ત્રણ દિવસની આરાધના કરી છે તે ભક્તામર સ્તોત્રનો ત્રણ દિવસ મંત્રસાધના માટે અગત્યનો સમય છે. માટે હાલ રાજાએ ત્રણ દિવસનો ભક્તામરનો અખંડ જાપ કર્યો હશે. પ્રભાવક કથા-૧૯ (શ્લોક ૩૧)
શ્લોક ૨૮, ૨૯, ૩૦મા શ્લોકમાં કોઈ કથા આપવામાં આવી નથી. શ્લોક ૩૧ની ટીકામાં ગોપાલક–ગોપાલની કથા આપવામાં આવી છે.
સિંહપુર નામના નગરમાં ગોપાલ' નામનો એક સરળ પ્રકૃતિવાળો ક્ષત્રિય રહેતો હતો. નિર્ધનતાને કારણે લીધે, લોકોની ગાયો ચરાવતો હતો. ભદ્ર પ્રકૃતિના ગોવાલને જેન મુનિ મહારાજે ધર્માશિષ આપ્યા કે જેના પ્રતાપ વડે પ્રાણીઓ ગ્રહમાં લક્ષ્મી મુખમાં ભારતી, બે બાહુમાં શૌર્ય, હાથમાં ત્યાગ, હૃદયમાં સબુદ્ધિ, શરીરમાં સૌભાગ્યની શોભા, દિશાઓમાં યશ, ગુણીજનોમાં પક્ષપાત થાય છે. તે ઇષ્ટ અને મંગળની પરંપરાને કરનારા ધર્મલાભ તમને હો.'
ધર્મદેશના આપતાં મુનિ મહારાજે ગોપાલને શ્રી ભક્તામર સ્તોત્ર અને શ્રી નવકાર મંત્ર ભણાવ્યો અને કહ્યું કે, ‘આનો જાપ કરવાથી આ ભવ અને પરભવમાં તું સુખનો ભોક્તા થઈશ. અને વાવ મોક્ષ સુખને પામીશ.'
ગોપાલે લાંબા સમય સુધી દરરોજ નવકાર મંત્ર અને ભક્તામર સ્તોત્રનો પાઠ કર્યો અને જૈનાચારનું પાલન કર્યું. એક રાત્રે સ્વપ્નમાં તેણે ત્રણ છત્ર વગેરે પ્રતિહાર્યો સહિત શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન થયાં. બીજે જ દિવસે સવારે ગોચર ભૂમિમાં શ્રી ઋષભદેવ ભગવાનના જિનબિંબ પ્રગટ થયેલું જોયું. ગોપાલે ઝૂંપડી બાંધીને પ્રતિમાની સ્થાપના કરીને છ માસ સુધી શ્રી ભક્તામર સ્તોત્ર અને નવકાર મંત્રનો ત્રણે કાળ જાપ કર્યો. ૩૧મા શ્લોકનું સ્મરણ કરતાં શ્રી ચકેશ્વરી દેવીએ પ્રસન્ન થઈને ગોપાલને રાજા થવાનું વરદાન આપ્યું.
સિંહપુરના રાજા અકસ્માતું નિઃસંતાન મરણ પામ્યા. સર્વએ મળીને નક્કી કર્યું કે મહારાજની એક હાથણી કળશ જળથી જેના ઉપર અભિષેક કરે તેનો રાજ્યાભિષેક કરી રાજા બનાવવો અને હાથણી ફરતી ફરતી જંગલમાં ગોપાલ જ્યાં એક ઝાડ નીચે બેઠો હતો ત્યાં આવી કળશમાંનું જળ ગોપાલ પર ઢોળી અભિષેક કર્યો. ગોપાલને નગરમાં લાવવામાં આવ્યો અને રાજ્યાભિષેક
કર્યો.
રાજા થયા પછી ગોપાલે તેનું નામ દેવદત્ત રાખ્યું. એક વખત દુશ્મનનું સૈન્ય યુદ્ધ માટે ચઢાઈ કરી આવ્યું ત્યારે ચકેશ્વરી દેવીનું નામસ્મરણ કર્યું. યુદ્ધ શરૂ થતાં જ દુશ્મનનું લશ્કર ચિત્રની માફક હલનચલનની ક્રિયા વગરનું ખંભિત – જડ થઈ ગયું.
Page #451
--------------------------------------------------------------------------
________________
432 છે |ભક્તામર તુલ્ય નમઃ |
ગોપાલ દેવદત્તે શ્રી ઋષભદેવ ભગવાનનું એક ગગનચુંબી જિન મંદિર બનાવ્યું અને જૈન શાસનને જયવંતું બનાવ્યું. છ માસ સુધી ત્રિકાળ ભક્તામર સ્તોત્રનો જાપ લાભદાયક છે. પ્રભાવક કથા-૨૦ (શ્લોક ૩૩)
ગજરાતના ભીમદેવના સેનાધિપતિ જિણહાકની જૈન વીરતાની આ કથા છે. આ મહાન દંડાધિપતિએ ધવલપુર(ધોળકા)ના સમસ્ત ક્ષેત્રને ચોરોથી મુક્ત કરાવ્યું હતું. આ કથા અન્યત્ર પણ પ્રસિદ્ધ છે. આ મહાન શ્રાવકની ઉપર નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ કૃપા કરી હતી. મુશ્કેલીઓથી પોતાનો જીવનનિર્વાહ ચલાવતા, જિણહાક શ્રાવકને શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિમા, શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર—ાય આપ્યો. આ કલિકુંડ મંત્રને જ આ ગાથાનો મંત્ર ગણાવ્યો છે અને આ મંત્ર સાથે શ્રી ભક્તામર સ્તોત્ર રોજ ગણવાની સલાહ આપી.
જિણહાક રોજ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી ઋષભદેવ ભગવાનની પૂજા કરીને ત્રણેય કાળ ભક્તામર અને કલિકુંડ મંત્ર ગણતો હતો. આ આરાધનાથી તુષ્ટ થયેલી ચક્રેશ્વરી દેવીએ જ્યારે જિણહાકને ૩૩મો શ્લોક ગણતો હતો ત્યારે પોતાની પ્રતિહારીને તેની સામે પ્રગટ કરી. આ સેવિકા પ્રગટ થઈ જોઈને બોલી કે, “અમારી સ્વામિની શ્રી ચક્રેશ્વરી દેવી તારા પ્રત્યે પ્રસન્ન થઈ છે અને તેથી તેણીએ તારા માટે આ રત્ન મોકલાવ્યું છે તે તારી ભુજા પર બાંધવાથી તું સર્વને વશ કરી શકીશ.'
આ રન બાંધ્યા પછી જ તેણે ચોરોને મારી ભગાડ્યા હતા અને પોતાનું અને પોતાના માલનું રક્ષણ કર્યું હતું. ભીમસેન રાજાએ તેને સમગ્ર ગુર્જર ભૂમિકામાંથી ચોરો તથા ચોરોનું નામોનિશાન કાઢી નાખવા કહ્યું હતું. આ કાર્ય જિણહાકે પૂર્ણ કર્યું હતું અને અનુક્રમે તે ભીમસેન રાજાના મહાન દંડાધિપદને પામ્યો હતો.
શ્રી ધવલપુરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ જિનમંદિર બનાવ્યું અને કસોટી રત્નમાંથી શ્યામ વર્ણવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બનાવી. આ મહાન જિનાલયમાં પૂ. આ. દેવ શ્રી અભયદેવસૂરીશ્વરજી મસા.ના હાથે પ્રતિષ્ઠા કરાવી શ્રી ચકેશ્વરી દેવીનું પણ મંદિર બનાવ્યું તેણે સૂરિજી પાસે નવાંગી વૃત્તિની સેંકડો પ્રતો લખાવી. આ શહેરમાં અત્યારે પણ પોટલીવાળાનું દાન કોઈ લેતું નથી જે જિણહાકે માફ કરાવ્યું હતું. તે રિવાજ હજુ પણ ચાલુ છે.
ત્રિકાળ ભક્તામરના જાપથી કેટલો લાભ થાય છે તેની એક કથા વધુ જાણવા જેવી છે. ઘણી વાર મુખ્ય આરાધ્યદેવી પોતાની સહાયિકા દેવી દ્વારા પણ કાર્ય કરે છે. તે પણ જાણી શકાય છે. પ્રભાવક કથા - ૨૧ (શ્લોક ૩૪)
પ્રસ્તુત કથામાં શ્રી પાટલીપુત્રના સોમરાજા રાજવીની વાત છે. તે રાજપુત્ર નિર્ધનાવસ્થાને લીધે તેને દૂર કરવા માટે દેશાંતરે ગયો હતો. રસ્તામાં શ્રી વર્ધમાનસૂરિ નામના જૈન સાધુના
Page #452
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ 433 તેને દર્શન થયાં. આચાર્યશ્રીનો ધર્મોપદેશ સાંભળી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. અને તેમણે સોમરાજને શ્રી ભક્તામર સ્તોત્ર તથા શ્રી નવકારમંત્રના આમ્નાયો વિધિપૂર્વક બતાવ્યા, જેનું તે નિત્ય પઠન કરવા લાગ્યો. અનુક્રમે ફરતાં ફરતાં તે હસ્તિનાપુર નગરે આવી પહોંચ્યો. ત્યાંની રાજકુમારી મનોરમા પર મદોન્મત્ત હાથીનો ઉપસર્ગ થયો. આવી પડેલા ઉપસર્ગ વખતે સોમરાજે ૩૪મી ગાથાનું સ્મરણ કર્યું અને શ્રી ચકેશ્વરી દેવીના સાંનિધ્યથી હાથીને વશમાં લઈને રાજકુમારીને છોડાવી. રાજાએ ઇનામમાં સારું દ્રવ્ય આપી વિદાય કર્યો. સોમરાજે બીજી વખત રાજકુમારીને વ્યાધિમાંથી મુક્ત કરી જેના હૃદય સિંહાસન પર સોમરાજ બિરાજતો હતો. રાજાએ પોતાના ઢંઢેરા પ્રમાણે પોતાની પુત્રી મનોરમાને સોમરાજ સાથે પરણાવી અને રાજ્યનો ચોથો ભાગ આપ્યો. આમ સોમરાજ રાજ્ય તેમજ રાજકન્યાનો ભોક્તા થયો.
ભયનિવારણના વર્ણનવાળી આ ગાથાના મંત્રો અંગે શ્રી ગુણાકરસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટ જણાવે છે કે
“एषु वृतेषु वक्ष्यमाणा: तत् तत् भाहरवृतवणा एव मंत्रा पुन: पुन: स्मर्तव्या: अतो नापर मंत्र નિમ્ II”
શ્રી ગુણાકરસૂરીશ્વરજીના ઉપરોક્ત ઉલ્લેખનો સ્પષ્ટ અર્થ થાય છે કે શ્લોક ૩૪થી શ્લોક ૪૨ સુધીના શ્લોકમાં અનુક્રમે -
(૧) હાથીનો ભય દૂર કરનાર (૨) સિંહનો ભય દૂર કરનાર (૩) અગ્નિનો ભય દૂર કરનાર (૪) સર્પનો ભય દૂર કરનાર ૫) યુદ્ધનો ભય દૂર કરનાર (૬) જલનો ભય દૂર કરનાર (૭) વ્યાધિ રોગનો ભય દૂર કરનાર (૮) બંધનનો ભય દૂર કરનાર
શબ્દોનો ઉલ્લેખ છે. આ શબ્દો – આ વર્ણ – આ અક્ષરો જ મંત્ર છે. માટે બીજા કોઈ મંત્રોની આ શ્લોકના આરાધ્ય મંત્ર રૂપે જરૂર નથી. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પોતાની ટીકામાં અન્ય મંત્રો આ શ્લોક માટે સંબંધિત બતાવ્યા છે.
શ્રી ભક્તામર સ્તોત્રના શ્લોકોના પ્રભાવો વાંચવામાં આવે છે. આ શ્લોકોનો પ્રભાવ શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબને થયો હતો. તેમણે પોતાના ભક્તામર દર્શન' પુસ્તકમાં એ પ્રસંગ વર્ણવતા જણાવ્યું છે કે, “ઉટીના હાથીના વિકરાળ જંગલમાં મેં આ ગાથાના ચમત્કારોનો પણ અનુભવ કરેલો છે. અમારી તથા મુનિરાજ નંદિયશવિજયની પાછળ હાથી દોડીને આવ્યો હતો. હાથીની ભયંકર દોડથી અમને આશ્ચર્ય થયું હતું. આખરે અંતિમ સમય સમજી રસ્તાની એક બાજુમાં ગયા. ત્યાં નવકારમંત્ર અમારો ઇષ્ટ મંત્ર અને આ ભક્તામરની ગાથાન પાઠ કરતાં જ હાથી શાંત થઈ ગયો હતો. તેણે અમારા ચરણોનો સૂંઢથી બે-ત્રણ વાર સ્પર્શ કર્યો હતો. અને ખૂબ જ આનંદપૂર્વકની ગર્જના કરી હાથી પસાર થઈ ગયો હતો.'
Page #453
--------------------------------------------------------------------------
________________
॥ ભક્તામર તુલ્યું નમઃ ।।
અર્થાત્ આજના યુગમાં પણ આવા અનુભવો થાય છે. ભક્તામર સ્તોત્રનો આ શ્લોક જ મહાન મંત્રસમાન છે.
પ્રભાવક કથા-૨૨ (શ્લોક ૩૫)
શ્રીપુર નામના એક સમૃદ્ધ શહેરમાં દેવરાજ નામનો એક નિર્ધન શ્રાવક રહેતો હતો. નિર્ધન હોવા છતાં મનથી સમૃદ્ધ હતો. આરાધના તેના અંતરને ધનવાન બનાવી રહી હતી. જ્યારે જીવનની દશા બદલવાની હોય છે ત્યારે તેની દિશા સ્વયં બદલાઈ જતી હોય છે. દેવરાજ વ્યાપાર માટે કેટલાક વ્યાપારી સાથે સાતેકપુર જવા નીકળ્યો. જંગલમાં થઈને રસ્તો પસાર થતો હતો. જંગલ ભયાનક હતું અને સાંજ પડી જવાથી રાત્રિ ત્યાં જ વિતાવવાની હતી. થોડી વારમાં ભયંકર ગર્જના કરતો સિંહ આવી પહોંચ્યો. ગભરાયેલા સાથીઓ બધા દેવરાજની નજીક આવી પહોંચ્યા. દેવરાજે પરમ શ્રદ્ધાથી ૩૫મા શ્લોકનું સ્મરણ કર્યું. તેના પ્રભાવથી વિકરાળ સિંહ વશમાં આવી ગયો. હિંસક ક્રોધી સિંહ દેવરાજના ચરણમાં વંદન નમસ્કાર કરતો હોય તેમ શાંતિથી બેસી ગયો. તે સિંહે પોતાના પંજામાંથી ત્રણ મૌક્તિકો દેવરાજની આગળ ધર્યા. સાથી વ્યાપારીઓ સમજી ગયા કે આ બધી કરામત દેવરાજની છે. દેવરાજે પણ ધર્મોપદેશ આપી સાથી વ્યાપારીઓને ધર્મ પમાડ્યો. કીમતી મોતીની પ્રભાવથી જ દેવરાજ સુખ-સમૃદ્ધિનો સ્વામી બની ગયો. ધર્મથી સઘળું પ્રાપ્ત થાય છે.
434
܀
=
માત્ર ભય વખતે જ સ્તોત્ર સ્મરણ કરવું એવો ભાવ ન રાખતાં નિત્ય અનન્ય ભાવે સ્મરણ કરવું.
અર્થાત્ સ્તોત્ર પાઠ અનન્ય ભાવથી દ૨૨ોજ ક૨વો અને તેથી જ તેનો પ્રભાવ પણ અનન્ય હોય છે.
પ્રભાવક કથા-૨૩ (શ્લોક ૩૬)
પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં લક્ષ્મીધર નામનો ધનવાન વ્યાપારી જૈન ધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી હંમેશાં ભક્તામર સ્તોત્રનું ધ્યાન કરતો હતો. એક વખત વ્યાપારાર્થે પરદેશ જવા નીકળ્યો, ચાલતાં ચાલતાં જંગલના મધ્યમાં આવી પહોંચ્યો. ગ્રીષ્મ ઋતુને કારણે વનસ્પતિઓ સુકાઈ ગઈ હતી. આવા વખતે ખૂબ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. વૃક્ષો અને વાંસનાં ઝુંડો પરસ્પર અથડાવવાથી તેના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થયો. અને ચારે બાજુ પ્રચંડ અગ્નિ-શિખાઓ નીકળવા લાગી. અનેક ઉપાયો કર્યા પરંતુ સર્વ નિષ્ફળ નીવડ્યા.
આ સમયે લક્ષ્મીધર શેઠને ભક્તામર સ્તોત્રનો ૩૬મો શ્લોક યાદ આવ્યો અને તેનું શુદ્ધ મનથી ચિંતન કરવા લાગ્યા. આવી ભક્તિથી તુષ્ટિમાન થઈને ચક્રેશ્વરી દેવીએ પોતાના સેવક દેવને દાવાનલ શાંત કરવા મોકલ્યો. અગ્નિ શાંત થઈ ગયો. બીજા લોકો આશ્ચર્ય પામ્યા.
આ પ્રમાણે ઋષભદેવ સ્વતનનો અને જૈન ધર્મનો પ્રભાવ પ્રત્યક્ષ જોઈને બધા જે સાથે હતા તેઓએ જૈન ધર્મ અંગીકાર કર્યો.
Page #454
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ ( 435 એક વખત પ્રતિષ્ઠાનપુર નગરમાં જ પ્રચંડ અગ્નિ ઉત્પન્ન થયો ત્યારે શેઠે ૩૬મા શ્લોકનું અભિમંત્રિત જળ છાંટ્યું અને અગ્નિ શાંત થયો. રાજા આ વાત સાંભળી ખુશ થયો. તેણે લક્ષ્મીધર શેઠનું બહુમાન કર્યું અને જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શેઠે આ પ્રમાણે જેન શાસનની પ્રભાવના કરી. પ્રભાવક કથા-૨૪ (શ્લોક ૩૭)
નર્મદા નદીના કાંઠા પર આવેલા નર્મદપુર નામના નગરમાં મહેભ્ય નામના શેઠ જે જૈનધર્મી હતો તેને દઢવ્રતા નામની પુત્રી હતી, જે હંમેશાં એકાગ્રચિત્તે ભક્તામર સ્તોત્રનું સ્મરણ કરતી હતી, તેનાં લગ્ન કર્મણ નામના શ્રેષ્ઠી સાથે થયાં હતાં જે અન્ય ધર્મી હતો.
સાસરે જઈને પણ દઢવ્રતા જૈન ધર્મ પાળતી હતી. આથી કર્મણનાં કુટુંબીઓ તેના પર દ્વેષ કરતાં હતાં. તેને કષ્ટ આપવા લાગ્યા છતાં દઢવ્રતાએ જન ધર્મ ન છોડતાં કર્મણ બીજી સ્ત્રીને પરણ્યો, જે તેના જ ધર્મની હતી. નવી સ્ત્રીએ દઢવ્રતા વિરુદ્ધ કર્મણના કાન ભંભેર્યા અને દઢવ્રતાને મારી નાખવા માટે કાવત્રુ કર્યું. ભયંકર ઝેરી સર્પ ઘડામાં પૂરીને લાવ્યો. દૃઢવ્રતાને કહ્યું કે ઘડામાં ફૂલની માળા છે તે લઈ આવ. દઢવ્રતાએ ભક્તામરના ૩૭મા શ્લોકનું સ્મરણ કરી ઘડામાંથી ફૂલની માળા કાઢી. આથી કર્મણ અને તેની નવી સ્ત્રી બંનેને આશ્ચર્યનો પાર ન રહ્યો. દઢવ્રતાએ પોતે ફૂલની માળા પહેરી પાછી કર્મણને પહેરાવવા જાય છે, ત્યાં ચકેશ્વરી દેવી પ્રગટ થાય છે, અને તેને તેમ કરતી રોકે છે. કારણ કે સ્તોત્રના પ્રભાવથી સાપમાંથી માળા થઈ છે. તે દઢવ્રતાને કંઈ ન કરે પણ કર્મણને આ ભયંકર સાપ દંશ આપે જેનાથી કર્મણ મૃત્યુ પામે અને દઢવ્રતાને વૈધવ્યનું દુઃખ આવે અને તે દુઃખ ન આવે માટે ચક્રેશ્વરી દેવીએ તેનો હાથ પકડી લીધો. આ વાત જાણી કર્મણ અને તેની નવી સ્ત્રીએ દઢવ્રતાની ક્ષમાપના માંગી અને જૈન ધર્મ અંગીકાર કર્યો. આમ દઢવ્રતાએ જૈન ધર્મનો મહિમા વધાર્યો. પ્રભાવક કથા-૨૫ (શ્લોક ૩૮-૩૯)
મથુરા નામની નગરીમાં રણકેતુ નામનો મહાપરાક્રમી અને બલવાન રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણવર્મા નામનો જન ધર્માનુરાગી ભક્તામર સ્તોત્રના ધ્યાનમાં આસક્ત, દાનેશ્વરી અને પ્રભુ પ્રત્યે અતિશય શ્રદ્ધાવાળો નાનો ભાઈ હતો. રાજાએ પોતાની પટ્ટરાણીની ચઢામણીથી અને રાજ્ય લોભના કારણે નાના ભાઈ ગુણવર્માને રાજ્ય બહાર ચાલ્યા જવાનો હુકમ આપ્યો. ગુણવર્મા જંગલમાં જઈને ગુફામાં રહીને ફળાદિનો આહાર કરી જીવન ગુજારવા લાગ્યો. ગુફામાં રહીને તે પંચ પરમેષ્ઠી મહામંત્રનો તથા ભક્તામરના ૩૮-૩૯મા શ્લોકનો હંમેશાં જાપ કરતો હતો. એક દિવસ શ્રી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાને રાજ્ય આપવાનું વરદાન આપ્યું.
એક વખત રણકેતુ શત્રુ પર વિજય મેળવવા જતો હતો. રસ્તામાં જતાં જંગલ આવ્યું. અંધારું થઈ ગયું અને તેણે ત્યાં જ પડાવ નાખ્યો. ગુફા જોતાં જ તેને લાગ્યું કે શત્રુ ગુફામાં ભરાઈ બેઠો છે. આથી તેણે ગુફાને ઘેરો ઘાલ્યો. અને તોપો છોડવા માંડી. ગુણવર્માએ આ અવાજ સાંભળતાં
Page #455
--------------------------------------------------------------------------
________________
436 4 || ભક્તામર તુલ્ય નમઃ || જ બહાર આવ્યો અને ઘેરી વળેલા ભાઈના સૈન્યને જોતાં કેસરી સિંહની માફક એકલો સૈન્યમાં ઘૂમી વળ્યો. અને તેણે રણકેતુના સૈન્યને ચક્રેશ્વરી દેવીના વરદાનના પ્રભાવથી અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું અને વિજય થયો. આ રીતે તેણે રાજ્ય પ્રાપ્ત કર્યું. રણકેતુએ તેને રાજા તરીકે પ્રસ્થાપિત કર્યો અને પોતે વૈરાગ્ય ધારણ કર્યો.
ગુણવર્મા રાજા તરીકે જૈન ધર્મની શાસનપ્રભાવના વધારવા લાગ્યો. પ્રભાવક કથા-૨૬ (શ્લોક ૪૦)
તામ્રલિપિ નામની નગરીના ધનાવહ શેઠ શ્રી જિનેશ્વરસૂરિની ધર્મોપદેશના સાંભળીને જેને ધર્મનો સ્વીકાર કર્યો હતો. તેઓએ કોઈ પણ નિરપરાધી જીવને હણવો નહિ કે હણાવવો નહિ તેવા અહિંસા વ્રતને ધારણ કર્યું હતું અને હૃદયમાં કરુણા સ્થાપી હતી. હંમેશાં શ્રદ્ધાપૂર્વક ભક્તામર સ્તોત્રનું ચિંતન કરતા હતા. વ્યાપાર અર્થે વધુ ધન મેળવવા માટે તેઓ સિંહલદ્વીપ બંદરે ગયા. ઘણું ધન ઉપાર્જન કર્યા પછી પોતાના વતન પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં અચાનક વહાણ અટકી ગયા વિકટાક્ષી દેવીના ઉપસર્ગથી વહાણો અટકી ગયાં હતાં. આ હિંસક દેવીએ પશુનું બલિદાન માગ્યું પણ ધનાવહ શેઠ જે અહિંસક હતાં તેમણે આ વાત સ્વીકારી નહિ. તેમણે શ્રી ભક્તામર સ્તોત્રનો પાઠ શરૂ કર્યો અને માત્ર એ સ્તોત્રના 80મા શ્લોકના પાઠથી જ વિકટાક્ષી દેવીના બધા ઉપદ્રવ નિષ્ફળ ગયા. દેવી પણ ધનાવહ શેઠના વ્રતપાલનથી ખુશ થઈ અને શેઠને વચન માંગવા કહ્યું. શેઠે દેવીને જીવહિંસાનો ત્યાગ કરવા કહ્યું અને દેવીએ શેઠને વચન પ્યું અને હંમેશા માટે જીવ હિંસા છોડી દીધી.
ધનાવહનાં વહાણો ચાલવા લાગ્યાં. પોતાના વતનમાં કુશળતાથી આવી પહોંચ્યો. ત્યાં તેણે શ્રી ઋષભદેવ ભગવાનનું સુંદર ગગનચુંબી જિનાલય, શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ સહિત બંધાવ્યું. પ્રભાવક કથા-૨૭ (શ્લોક ૪૧)
ઉજ્જયિનીપતિ રાજશેખર પરાક્રમી અને પ્રજાપ્રિય રાજા હતો. તેને વિમળા નામની પટ્ટરાણી હતી. રાજહંસ નામના એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યા બાદ તે થોડા જ સમયમાં મૃત્યુ પામી હતી. એટલે કમલા નામની બીજી રાણી પટ્ટરાણીનું સ્થાન ભોગવવા લાગી.
આ કમલા પટ્ટરાણીને પણ એક પુત્ર હતો પરંતુ તે રાજહંસ જેવો બુદ્ધિશાળી, તેજસ્વી કે ચાલક ન હતો. વળી રાજાના તેના પર ચાર હાથ હતા. એટલે તેણે વિચાર્યું કે “મારા પુત્રને ગાદી મળે એ અસંભવિત છે અને તેને ગાદી ન મળે તો તેની અને મારી દુર્દશા થાય એ નિશ્ચિત છે. માટે મારે કોઈ પણ હિસાબે રાજસને દૂર કરવો જોઈએ પણ જો તેને એકાએક મારી નાખીશ તો લોકોમાં મારી નિંદા થશે અને કદાચ મુશ્કેલીમાં પણ ઊતરવું પડશે. એના કરતાં એવો ઉપાય કરું કે જેથી તે રિબાઈ રિબાઈને પોતાની મેળે જ મરી જાય અને મારું કાર્ય સિદ્ધ થાય.'
એક વખત રાજા શત્રુઓને વશ કરવા દૂર નીકળી ગયો. ત્યારે કમળા પટ્ટરાણીએ રાજહંસને
Page #456
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ × 437 ભોજનમાં વિષ ખવરાવી દીધું. પરિણામે તેનું શરીર વ્યાધિગ્રસ્ત બન્યું. જલોદર નામનો મહારોગ લાગુ પડ્યો. રાજકુમારને તપાસ કરતાં જાણવા મળ્યું કે સાવકી માના કારણે પોતાની આવી દુર્દશા થઈ છે. હવે જો અહીં રહીશ તો જરૂરથી મરણ પામીશ.
તેથી તે એક દિવસ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યો. ત્યાંથી ફરતાં ફરતાં હસ્તિનાપુર આવ્યો અને ત્યાં એક સ્થાને શાંતિથી રહેવા લાગ્યો.
આ સમયે હસ્તિનાપુરમાં માનગિરિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને કલાવતી નામની એક રૂપવતી-ગુણવતી પુત્રી હતી જે જૈન ધર્મી હતી. સાધ્વીજી પાસે તેણે ભક્તામર સ્તોત્રનું મહાત્મ્ય જાણીને એ સ્તોત્ર કંઠસ્થ કરી લીધું હતું તેમજ તેનો નિત્ય પાઠ કરતી હતી.
એક વખત કલાવતી પિતાની સાથે રાજસભામાં બેઠી હતી. ત્યારે રાજાએ હસતાં હસતાં પૂછ્યું કે, ‘હે પુત્રી ! તારું સુખ અમારા હાથમાં કે કર્મના હાથમાં ?”
કલાવતીએ કહ્યું કે, ‘પિતાજી ! કર્મના હાથમાં.' આ જવાબ સાંભળી રાજા અત્યંત ક્રોધાયમાન થયો અને સુભટોને આદેશ આપ્યો કે “આ નગરમાં જે સહુથી વધારે ગરીબ અને રોગિષ્ઠ હોય
તેને અહીં પકડી લાવો.'
રાજાની આજ્ઞા થતાં સુભટો નગરમાં ફરીને જેના હાથ-પગ દોરડી અને પેટ ગાગરડી છે એવા રાજહંસને પકડી રાજસભામાં રાજા પાસે લાવ્યાં. કલાવતીને રાજહંસ સાથે પરણાવી દીધી અને બંને જ્હાને નગરનો ત્યાગ કરવાનો હુકમ આપ્યો.
રસ્તે જતાં પાંદડાંની પથારી પર રાત્રિ પસાર કરી સવારે તેઓ આગળ ચાલ્યાં. મધ્યાહ્ન સમયે વડના ઝાડ નીચે મુકામ કર્યો. કલાવતીએ પવિત્ર થઈને પતિનો રોગ મટાડવા માટે ભક્તામર સ્તોત્રના ૪૧મા શ્લોકનું સ્મરણ કરવા માંડ્યું. થોડી વાર સ્મરણ ચાલ્યું કે પોતાના પતિની નાભિમાંથી એક સર્પનું મુખ નીકળેલું જોયું. વળી નજીકમાં એક રાફડો હતો તેમાંથી બીજા સર્પનું મુખ નીકળેલું જોયું. આ બંને સર્પો ચક્રેશ્વરી દેવીના અધિષ્ઠિતપણાથી એકબીજાનો મર્મ સામસામે કહેવા લાગ્યાં.
રાફડાવાળો સર્પ કહેવા લાગ્યો, સત્પુરુષના રૂપનો નાશ કરનાર હે દુષ્ટ ! જો કોઈ બહુ જ ખાટી છાશમાં રાઈ નાખીને આ પુરુષને પાઈ દે તો તને ખબર પડે. તારે એનું પેટ છોડ્યે જ છૂટકો.'
એટલે નાભિમાંથી નીકળેલો સર્પ કહેવા લાગ્યો કે, “અરે અધમ ! તું દરિદ્રતાનો કાકો છે, કે જે ધનના ઢગલા પર બધો વખત પડ્યો રહે છે. જો કોઈ તેલ ઉકાળીને તારા રાફડા પર નાખે તો તને ખબર પડે ! પછી તારે એ દર છોડ્યે જ છૂટકો.'
આ દશ્ય જોઈને તથા સાંભળીને કલાવતી સમજી ગઈ કે આ ચમત્કાર ચક્રેશ્વરી દેવીનો છે. પ્રથમ તેણે ગામમાંથી ખાટી છાશ લાવી તેમાં રાઈ મેળવીને રાજહંસને પાઈ કે તરત જ તેના
Page #457
--------------------------------------------------------------------------
________________
438 || ભક્તામર તુલ્યું નમઃ | પેટમાંથી સર્પ નીકળી ગયો. અને ગરમ તેલ રાફડા પર નાખતાં ત્યાં રહેલો સર્પ બહાર નીકળી ભાગ્યો. અને રાફડામાં રહેલું અઢળક ધન તેમણે પ્રાપ્ત કર્યું. ત્યારબાદ રાજહંસે પોતાની સાચી ઓળખાણ આપી આથી કલાવતીને ખૂબ આનંદ થયો.
આ તરફ રાજહંસના પિતા રાજશેખર જ્યારે શત્રુ સાથે યુદ્ધ કરીને પાછા ફર્યા ત્યારે તેણે રાજહંસની દુર્દશાના સમાચાર સાંભળ્યા. તે ખૂબ દુઃખી થયો અને રાજહંસને શોધી કાઢવા માટે પોતાના વિશ્વાસુ માણસોને ચારેબાજુ દોડાવ્યાં. તેમાંના કેટલાક માણસો જ્યાં રાજહંસ અને કલાવતી હતાં ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજશેખરના પુત્ર-વિયોગની વેદના કહી સંભળાવી. બંનેને ઉજ્જયિની પાછા ફરવાની વિનંતી કરી.
બંને ઉજ્જયિની આવ્યાં. રાજાએ બંનેનું સ્વાગત કર્યું અને રાજહંસને ગાદી સોંપી.
હસ્તિનાપુરના રાજા માનગિરિને ખબર પડી કે પેલો રોગિષ્ઠ, નિર્ધન પુરુષ નિરોગી થઈને મહારાજા થયો અને પોતાની પુત્રી કલાવતી મહારાણી થઈ છે. એટલે તેણે નિશ્ચય કર્યો કે, મનુષ્યને જે સુખદુઃખ પ્રાપ્ત થાય છે તે શુભાશુભ કર્મનું જ પરિણામ છે.' પછી તેણે પોતાની પુત્રી કલાવતીને બોલાવી પોતાના અપરાધ માટે ક્ષમા માંગી.
રાજહંસ અને કલાવતી જૈન ધર્મની સુંદર આરાધના કરી અનંત સુખના અધિકારી બન્યા. પ્રભાવક કથા-૨૮ (શ્લોક ૪૨)
શ્રી અજમેર દુર્ગની ફરતાં ઘણાં ગામડાંઓ રણપાલ નામના રાજપુત્રના તાબામાં હતાં. કોઈ જૈન સાધુના સહવાસથી તે નિરંતર ભક્તામર સ્તોત્ર તથા પંચ પરમેષ્ઠી મંત્રનો પાઠ કરતો હતો.
ભક્તામર સ્તોત્રના પ્રભાવથી અને શ્રી આદિનાથ ભગવાનની ભક્તિથી તે મુસલમાનોથી જીતી શકાતો ન હતો. એક વખત છલથી અજમેરના અમીરે તેને તેના પુત્ર સહિત બાંધી લીધો.
રણપાલને તથા તેના પુત્રને બાંધીને તે વખતે દિલ્હીના પાયતખ્ત પર રાજ્યકર્તા સુલતાન જલાલુદ્દીન ખીલજી પાસે લઈ જવામાં આવ્યાં. રણપાલને તેના પુત્ર સાથે જૂના દિલ્હીમાં આવેલા કેદખાનામાં આખા શરીરે લોખંડની બેડીઓ જકડી પૂરી દેવામાં આવ્યો.
કેદખાનામાં રહીને રણપાલે ભક્તામર સ્તોત્રના ૪રમા શ્લોકનું નિરંતર સ્મરણ કરવાનું શરૂ કર્યું. જ્યારે તે શ્લોકનું ૧૦,000 વખત સ્મરણ થઈ ગયું તે વખતે રાત્રિના સમયે પગમાં નૂપુરના ઝણકાર કરતી તથા સોળે શણગાર સજેલી સુંદર યુવતી આવીને બોલી કે, “હે વત્સ ! જલદી ઊભો થા અને તારા નગરે જા.'
રણપાલ બોલ્યો કે, માતા, તમે કોણ છો ? દેવી છો, માનુષી છો, કે કોઈ વિદ્યાપારી છો ?” તેણીએ કહ્યું કે ગરુડના વાહનવાળી, શ્રી આદિનાથ ભગવાનની ભક્તિ તથા ભક્તામર
Page #458
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક કથાઓ 439 સ્તોત્રનું સ્મરણ ક૨વાવાળાઓનું રક્ષણ કરવાવાળી દેવી ચક્રેશ્વરી છે. તે મારી સ્વામિની ચક્રેશ્વરીની આજ્ઞાથી અને પ્રેરણાથી તેણીની દાસી એવી હું તને કેદખાનામાંથી છોડાવવા આવી છું.'
રણપાલે જવાબ આપ્યો કે, દેવી ! તમે જ મારે મન તો ચક્રેશ્વરી છો, પરંતુ હાથ અને પગમાંની બેડીઓથી જકડાયેલો એવો હું શી રીતે ઊઠી શકું ?”
દેવી બોલી, હાથ અને પગનો સ્પર્શ કર !'
પોતાના હાથ અને પગ બંધન વગરના જોઈ, પોતાના પુત્રને પણ બંધ વગરનો જોઈ બંને ઊભા થયા અને કેદખાનાના દરવાજા ઉઘાડવા જતાં દેવીએ નિષેધ કર્યો કારણ કે ઊઘડવાના અવાજથી ચોકીદારો જાગી જાય. પછીથી દેવીએ બતાવેલાં પગથિયાંઓના રસ્તે કોટ ઉપર ચઢીને નીચે બિછાવેલી કોમળ શય્યા પર કૂદકો મારી નીચે આવ્યાં પછી પોતાના વતનનો રસ્તો લીધો અને તેઓ ક્ષેમકુશળ પોતાના વતનમાં પહોંચી ગયા.
પછી પોતાના વતનને જોખમી સમજી છોડી દીધું અને ચિત્રકૂટમાં વસવાટ કર્યો. ત્યાં તેમણે સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કર્યું.
ગુણાકરસૂરિ વિરચિત ‘ભક્તામર વૃત્તિ’માં દર્શાવેલ ૨૮ પ્રભાવક કથાઓ ઉપર્યુક્ત છે. આ કથાઓ ભક્તામર સ્તોત્રના શ્લોકોનું મહાત્મ્ય દર્શાવે છે. આ પ્રત્યેક શ્લોક મંત્ર સમાન છે અને તેનું સ્મરણ માત્ર આવી પડેલી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે.
પ્રભાવક કથાઓ ૨૮ જ છે. જોકે કોઈ પણ વિદ્વાનો કે નિગ્રંથકારોએ પ્રભાવક કથાઓ વર્ણવી છે, તેની સંખ્યા પણ ૨૮ જ છે. પરંતુ અમુક વિદ્વાનોથી મૂળ કથામાં આપવામાં આવેલા સ્થળ ભગવાનનું નામ, રાજાનું નામ, મુનિશ્રીનું નામ, ભક્તનું નામ આદિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તે સિવાય અન્ય કોઈ ફેરફાર બધી કથામાં જોવા મળતો નથી. પરંતુ કથા ૭ જે શ્લોક ૧૩મા અને ૧૪માનો પ્રભાવ દર્શાવે છે, તેમાં અમૃતલાલ સુખલાલ વહોરા દ્વારા પ્રકાશિત ‘શ્રી ભક્તામર સ્તોત્ર સાર્થ'માં અને હિન્દી – જૈન સાહિત્ય પ્રસારક કાર્યાલય દ્વારા પ્રકાશિત ભક્તામર
=
કથા'માં કથાનો ઉત્તરાર્ધ જુદો જણાવ્યો છે. તેવી જ રીતે કથા – ૧૦ જે શ્લોક ૧૮માનું મહાત્મ્ય સમજાવે છે તેમાં પણ ભક્તામર સ્તોત્ર સાર્થ'માં આંબડે કાઢેલા છ'રી પાળતા સંઘ પર સંકટ આવી પડ્યું ત્યારે તેની માતાના કહેવાથી સકળ સંઘે ૧૮મા શ્લોકનું સ્મરણ કર્યું અને સંકટમાંથી મુક્તિ મેળવી. જ્યારે ‘ભક્તામર કથા'માં આંબડે માતાના વચન ખાત૨ પૃથ્વીસેન નામના રાજાને હરાવ્યાનો ઉલ્લેખ છે. કથા – ૧૧ જે શ્લોક ૧૯માનો પ્રભાવ દર્શાવે છે. ભક્તામર સ્તોત્ર સાર્થ'માં મણિપ્રાપ્તિનો પ્રસંગ મૂળ કથા કરતાં જુદી રીતે વર્ણવાયો છે, જ્યારે ભક્તાર કથામાં' મૂળ કથાના ઉત્તરાર્ધ કરતાં જુદો વર્ણવાયો છે.
ગુણાકરસૂરિએ રચેલ વૃત્તિમાં દરેક કથાને અંતે મંત્રામ્નાય પણ આપવામાં આવ્યા છે. ૨૮ કથાના ૨૮ મંત્રામ્નાયો છે અને શ્લોકના સ્મરણ સાથે મંત્રામ્નાયોનો પણ જાપ કરવો જોઈએ, એવું વિદ્વાનોનું માનવું છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
મ) ૪ | મનાય (એ નWil
પ્રભાવક ઘામોમાં જણાવવામાં આવ્યું છે કે જે ભક્ત ભક્તિભાવપૂર્વક ભગવાનના નામનું સસ કરે છે તેને શ્રી આદિનાથ ભગવાની અધિકાધિકા પડવાહનના ચોપરી ની કે તેની
સેવિકામો ચમત્કાર સર્ષ છે. જરી દેવી એ જિન શાસનની શરૂઆત કરનાર શદિ અર્થાત - શ્રી આદિનાથ ભગવાનની અધિયિકા છે તેથી તે જૈન શાસનની શાસનદેવી પણ છે શાસનો પ્રભાવ પણ વધારે છે.
આ રીતે ભક્તામર સ્તોત્રનું નિત્ય પાઠ-પઠન અણી કરવામાં આવે તો તેનો પ્રભાવ પરથી જોવા મળે છે એમ કી શકાય
Page #460
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિ સ્તોત્ર
જૈન ધર્મમાં અનેક પ્રકારનાં સ્તોત્ર રચાયેલાં જોવા મળે છે. આ સ્તોત્રસાહિત્યમાં પ્રતિભાસંપન ભક્તકવિ શ્રી માનતુંગસૂરિ દ્વારા વિરચિત “ભક્તામર સ્તોત્રનું અનેક દૃષ્ટિએ સર્વોપરી સ્થાન છે. ભક્તામર સ્તોત્ર સ્તોત્રસાહિત્યમાં અનેરી ભાત પાડે છે. આ સ્તોત્ર માનતુંગસૂરિની કાવ્યકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તો છે જ, પરન્તુ તેની સાથે સાથે આશ્ચર્ય પૂર્ણ ગુણોનું નિધાન પણ કરે છે.
ભક્તામર સ્તોત્ર ભક્તિનો અમૂલ્ય ખજાનો છે. શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ નિમિત્તે રચાયેલાં સર્વ સ્તોત્રોમાં આ સ્તોત્રનું સ્થાન મૂર્ધન્ય છે, જિનભક્તિનું એક અમર કાવ્ય છે અને તેણે જન અને જેનેતર વિદ્વાનોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. શાશ્વત સુખની ભ્રમણામાં ભટકતો સાધક ભક્તિપૂર્વક પોતાના આરાધ્યદેવ શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિમાં ભાવવિભોર બની કર્મસમૂહનો ક્ષય કરી, સત્યમ્, શિવમ્ સુંદરમ્ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. આવી જ ભક્તિપ્રધાન ઉચ્ચકોટિની કાવ્યરચના એટલે ભક્તામર સ્તોત્ર.
અનેક જૈન અને જૈનેતર વિદ્વાનોએ શ્રી માનતુંગસૂરિની આ અમરકૃતિથી પ્રભાવિત થઈને પોતાના ગ્રંથોમાં આ સ્તોત્રનાં પોનું ઉદ્ધરણ કર્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનની સ્વોપજ્ઞટીકામાં તેના અગિયારમા પદ્યનું ઉદ્ધરણ કરેલું છે; સમર્થ શાસનપ્રભાવક શ્રી જિનપ્રભસૂરિજીએ ઉવસગ્ગહર સ્તોત્રની અર્થકલ્પલતાટીકામાં તેના દશમા પદ્યનું ઉદ્ધરણ કરેલું છે. તથા વાભદાલંકારની સિંહદેવગણિ કૃત સંસ્કૃત ટીકામાં તેના છવ્વીશમા પદ્યનું ઉદ્ધરણ દષ્ટિગોચર થાય છે. તેમજ આશાધર રચિત સદસનામ
Page #461
--------------------------------------------------------------------------
________________
442 ૨ // ભક્તામર તુલ્યુ નમઃ || સ્તોત્રની શ્રતસણરી ટીકામાં તથા વૃત્તરનાકરની એક જેન ટીકામાં તેનાં ભિન્ન ભિન્ન પડ્યો ઉદ્ધરાયેલાં છે, સંભવ છે કે આ રીતે અન્ય કૃતિઓમાં પણ તેનાં અવતરણો લેવાયાં હોય. બૃહજ્યોતિષાર્ણવ નામના જૈનેતર ગ્રંથમાં આ સ્તોત્રનો ઉલ્લેખ થયેલો છે. તે એમ દર્શાવે છે કે આ સ્તોત્રનો કીર્તિકલાપ જેન સંઘની સીમાઓ ભેદીને બહાર પણ વિસ્તાર પામ્યો હતો.
આચાર્ય માનતુંગસૂરિના આ સ્તોત્રથી અનેક ભક્ત જીવાત્માઓના અધ્યાત્મમાર્ગ મોકળા થયા છે. તેનો એક એક શબ્દ, વાક્ય અને શ્લોક મનના તાપને દૂર કરે છે. તેનો પ્રત્યેક પદવિન્યાસ ગૂઢમંત્ર રહસ્યથી સભર છે. તમામ શ્લોક ભિન્ન ભિન્ન મનોરથનો પૂર્ણ કરે છે. જૈન ધર્મમાં, ખાસ કરીને મૂર્તિપૂજક સંપ્રદાયમાં અનેક સ્તોત્ર છે, પરંતુ શ્રી ભક્તામર સ્તોત્રની સમકક્ષ કોઈ સ્તોત્રને મૂકી શકાય તેમ નથી.
સ્તોત્ર પ્રભાવિક અને ચમત્કૃત તો છે જ, પણ સાથે સાથે જે કોઈ જીવાત્મા તેનું પાઠનપઠન કરે છે તેને આધ્યાત્મિક માર્ગની સોપાનશ્રેણીઓ સર કરવાની મોકળાશ મળે છે.
ભક્તિના ખજાનારૂપ અદ્ભુત શબ્દસૌષ્ઠવપૂર્ણ આ સ્તોત્રના એક એક અક્ષરમાં હિલોળા લેતા ભક્તિસુધાના સાગરમાં ઉગાતા જ નહીં, શ્રોતાઓના પણ ત્રિવિધ તાપનું શમન કરે છે અને તેને અનિર્વચનીય આનંદ પ્રદાન કરે છે. મનના તારને પ્રભુ સાથે જોડવાની આ સ્તોત્રમાં અદ્ભુત ક્ષમતા છે. આ સ્તોત્રના માધ્યમથી મનના તાર અનંત શક્તિશાળી, અક્ષય, અવ્યાબાધ, અંત સુખના ધામ જિનેશ્વર પ્રભુની સાથે જોડી દેતાં મનમંદિર દિવ્ય જ્યોતથી ઝગમગી ઊઠે છે. સાધક જો નિમેષ માત્ર પણ પોતાના મનના તાર પ્રભુ સાથે જોડી રાખે તો અવશ્યમેવ સ્વયં પણ પ્રભુમય બની જાય છે.
ખરેખર ભક્તામર સ્તોત્ર' ઘણું જ પ્રભાવક અને ચમત્કારપૂર્ણ છે. આજે જૈન જગતમાં જેટલાં સ્તોત્ર પ્રચલિત છે તેમાં સર્વાધિક લોકપ્રિય આ સ્તોત્ર છે.
ભક્તામરની ભક્તિ કરવાથી જીવ શિવ બને છે, નર નારાયણ થાય છે અને ભક્ત ભગવાન પણ બની શકે છે. તેથી વધારે ભક્તામર ભક્તિનું બીજું શું વધારે મૂલ્ય હોઈ શકે ? ખરેખર ભક્તામર સ્તોત્ર ભક્તિનો અમૂલ્ય ખજાનો છે.
સ્તોત્રકારે પોતાના ઇષ્ટદેવમાં કર્તુત્વનો તો કદાચિત્ આરોપ કર્યો છે. કિન્તુ ક્યાંય પણ કોઈ યાચના ભાવ નથી, તેના દ્વારા કંઈ કરવા કે કરાવવાની તરફ પણ ઇશારો નથી કર્યો. માત્ર પ્રભુનાં ગુણગાન જ કર્યો. જિનેન્દ્ર ભગવાનનાં રૂપ-સૌંદર્યનું, એમના અતિશયો અને પ્રતિહાર્યોનું તથા નામસ્મરણના માહાસ્યથી સ્વયં નિવારિત ભયો, ઉપદ્રવો વગેરેનું વર્ણન કર્યું છે. અનાવશ્યક પાંડિત્ય પ્રદર્શનથી સ્તોત્રને ભારરૂપ નથી બનાવ્યું કે ન તેમાં તાર્કિકતા, દાર્શનિકતા, વૈરાગ્ય કે આધ્યાત્મિકતાની જ રટ લગાવી. દિગમ્બારાચાર્ય પ્રભાચન્દ્ર (૧૧મી સદી) આ સ્તોત્રને મહાવ્યાધિનાશક' જણાવ્યું તો શ્વેતામ્બરાચાર્ય પ્રભાચંદ્રસૂરિ(૧૩મી સદી)એ આને સર્વઉપદ્રવહર્તા જણાવ્યું છે. વસ્તુતઃ આ સ્તોત્ર માન્ટિક શક્તિના અદ્ભુત રૂપથી સંપન્ન છે. આના પ્રત્યેક પદ્યની
Page #462
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર - 443 સાથે એક એક ઋદ્ધિ મંત્ર, તંત્ર અને મહાભ્ય સૂચક આખ્યાન સંબંધિત છે. આના પૂજન-પાઠ અને ઉદ્યાપન પણ રચવામાં આવ્યાં છે. સ્તોત્રની ઉત્પત્તિ વિષયક કથાઓ પણ તેના ચમત્કારિત્વની ઘાતક છે. જૈન પરંપરાના બધા જ સંપ્રદાયો, ઉપસંપ્રદાયોમાં આ સર્વાધિક લોકપ્રિય સ્તોત્ર છે. અગણિત જૈન સ્ત્રી-પુરુષો તો આનો નિત્ય નિયમિત પાઠ ભક્તિપૂર્વક કરે છે. અનેક જૈનેતર વ્યક્તિ પણ આનાથી પ્રભાવિત છે. આમાં જે અમૃત ભરેલું છે. તેનું પાન કરીને જુદા જુદા ધર્મી પંડિતગણ વારંવાર માથું ખંજવાળે છે અને મુગ્ધ થઈ જાય છે. સ્તોત્રનો પાઠ કે આરાધના ક્યારે અને કેવી રીતે કરવામાં આવે તેના માટે નિયમો પણ પ્રચલિત થઈ ગયા છે.
પ્રાચીન કાળમાં ભક્તામર સ્તોત્રનાં પઠન, જપમાલનું જેટલું મહત્ત્વ હતું તેટલું જ કદાચ વર્તમાન સમયમાં પણ છે. નિત્ય ગણવામાં આવતાં નવસ્મરણોમાં સાતમા સ્થાને ભક્તામર સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. નિત્ય સવારે દેરાસરોમાં સ્તોત્રનો સમૂહપાઠ થતો જોવા મળે છે. દિગમ્બર સંપ્રદાયમાં પર્વોત્સવ પ્રસંગે આ સ્તોત્રનો અખંડ જાપ કરવામાં આવે છે.
ઉપાધ્યાય યશોવિજયજીના જીવનકાળનો એક પ્રસંગ જોઈએ તો એ સિદ્ધ થાય છે કે ભક્તામર સ્તોત્રનો પાઠ નિત્યક્રમમાં સાંભળવાની-સંભળાવવાની પરંપરા પૂર્વકાળમાં પણ ચાલી રહી હતી. આ પ્રસંગ આ પ્રમાણે છે.
એક વૃદ્ધા નિત્ય પ્રાતઃકાલમાં ઉપાશ્રયે જઈને ભક્તામર સ્તોત્રનો પાઠ સાંભળ્યા પછી જ ભોજન લેતી હતી. એક વાર ત્રણ દિવસ સુધી ખૂબ મુશળધાર વરસાદ પડવાને કારણે તે ઉપાશ્રય જઈ શકી નહિ, એટલે તેને અઠ્ઠમની તપશ્ચર્યા થઈ. તેના છ વર્ષના પુત્રને જ્યારે પોતાની માતાના આ ઉપવાસોનું કારણ જાણવામાં આવ્યું, ત્યારે તેણે પોતાની માતાને ભક્તામર સ્તોત્રનો પૂરો પાઠ સંભળાવી દીધો. તેથી પ્રસન્ન થયેલી માતાએ તેને છાતીસરસો દબાવી દીધો. ભોજન કર્યા પછી જ્યારે તને પૂછવામાં આવ્યું કે, “આટલું મોટું સ્તોત્ર શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણ સાથે તે કેવી રીતે યાદ કરી લીધું ?, ત્યારે તેણે કહ્યું કે, “હે માતાજી ! હું તમારી સાથે રોજ ઉપાશ્રયે આવતો હતો. ત્યાં જે સ્તોત્રપાઠ થતો હતો, તે સાંભળતાં સાંભળતાં મને કંઠસ્થ થઈ ગયો.”
આ પ્રતિભાશાળી બાળક આગળ જતાં ‘ઉપાધ્યાય યશોવિજયજી'ના નામથી પ્રખ્યાત થયો.
આચાર્ય આનંદ ઋષિ ભક્તામર વિષે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવે છે કે, “ભક્તામર જૈન જગતનું શક્તિશાળી સ્તોત્ર છે. આચાર્ય માનતુંગની આ બેજોડ રચના છે. ભક્તિયુક્ત રસપૂર્ણ કાવ્ય છે. તેનું નિર્માણ ત્યારે થયું જ્યારે આચાર્ય એક કાળકોટડીમાં બેઠા હતા. રાજાનો હઠાગ્રહ હતો. પરંતુ શાંત, દાન્ત ભાવમાં આત્મરમણ કરનાર આચાર્ય પોતાની મસ્તીમાં મસ્ત બનીને પ્રભુ ઋષભદેવનું સ્મરણ કરી રહ્યા છે. ના તો આપત્તિમાંથી બહાર નીકળવાની ભાવના છે, ના તો લોકેષણાની.
એવા સમયે આ સ્તોત્રરત્નનું સર્જન થયું હતું. એ જ સ્તોત્રનો આજે તમામ જેનો નિર્વિવાદપણે પાઠ કરે છે."
Page #463
--------------------------------------------------------------------------
________________
444 ભક્તામર તુલ્યું નમઃ |
ભક્તામરકાર શ્રી માનતંગસૂરિને લોકેષણાની પડી ન હતી, ન તો કોઈ જાતની સ્પર્ધા તેમણે કરી હતી. જ્યારે પ્રાચીન કાળમાં તો આચાર્યોની રચનાઓનું મહત્ત્વ વધારવા માટે આવી સ્પર્ધા થઈ હોવાથી કથાઓ બહુ જ પ્રચલિત હતી. ઉદાહરણ તરીકે તેમાં માનતુંગસૂરિના સમકાલીન કવિઓને લઈ શકાય. સૂર્યશતકની રચના વડે મયૂરકવિના કુષ્ઠરોગના નિવારણની કથા, ચંડીશતકની રચના દ્વારા બાણ કવિના કપાયેલા હાથ-પગનું પુનઃ સંઘટન, તે ઉપરાંત સિદ્ધસેન દિવાકર વિરચિત કલ્યાણ મંદિર સ્તોત્રને મહાકાલેશ્વરની સમક્ષ ભણવાથી શિવની મૂર્તિનું ફાટવું અને ત્યાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનું પ્રગટવું, અગિયારમી સદીના અભયદેવસૂરિ વડે રચિત જય તિહુયણ સ્તોત્ર દ્વારા તેમના રોગનું નિવારણ થવું અને પાર્શ્વનાથ ભગવાનની ગુપ્ત મૂર્તિનું પ્રગટવું વગેરે સ્પર્ધા-કથાઓ પ્રચલિત છે.
આવા કંઈ કેટલાં સ્તોત્ર છે જેના નિર્માણ દ્વારા પોતાનાં કષ્ટ દૂર થયાં હોય અથવા તો પોતાનાં કષ્ટોને દૂર કરવા માટે સ્તોત્રની રચના કરી હોય. ભક્તામર સ્તોત્ર સ્પર્ધાજન્ય સ્તોત્ર નથી પરતુ ભક્તિભાવપૂર્વકનું સ્તોત્ર છે.
આ સ્તોત્ર સ્પર્ધાજન્ય નથી એવું જણાવતાં શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “ભક્તામર સ્તોત્રની રચનામાં પણ સ્વયં સ્તોત્રકારે અમર-પ્રણત, અને ભવજલમાં પડેલાને આલંબનરૂપ હોવાને લીધે ભક્તિવશ થઈ તેની પ્રેરણાથી જ સ્તુતિ કરું છું.' એમ સ્પષ્ટ જણાવ્યું છે. પાપનો ક્ષય, અજ્ઞાનાંધકારનો નાશ પણ એમાં અન્ય હેતુઓ છે. તથા આ સ્તોત્ર બરાબર ન થાય તો પણ તારું નામસ્મરણ અને ગુણચિંતન-સંકથા પણ દુરિતનિવારણ કરે છે, તે માટે આ સ્તોત્રની રચના થઈ છે. એટલે આ સ્તોત્ર સ્પર્ધાજન્ય કાવ્ય નથી.”
શ્રી રુદ્રદેવ ત્રિપાઠીના મંતવ્ય પ્રમાણે માનતુંગસૂરિએ એ સ્તોત્રની રચના પાપનો અને અંધકારનો નાશ કરવા માટે અને ભવભ્રમણમાંથી છુટકારો મેળવવા માટે કરી છે. એવું તેમનું માનવું છે. આ ઉપરાંત શ્રી માનતુંગસૂરિના મનોભાવને વ્યક્ત કર્યા છે કે જો રચના યોગ્ય ન થાય તો પણ તારું નામ-સ્મરણ અને ગુણચિંતન જ સર્વ પાપોનું નિવારણ કરનાર છે. આમ ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદમાં શ્રી આદિનાથ ભગવાન પ્રત્યે માનતુંગસૂરિની અસીમ-અગાધ આત્મશ્રદ્ધા વ્યક્ત થઈ રહી છે. તેમને કોઈ પણ પ્રકારની લોકેષણા ન હોવા છતાં અને કોઈ સ્પર્ધક તરીકે તેમની રચના ન હોવા છતાં તેમની અમીટ આત્મશક્તિથી સ્ફરેલા સ્તોત્ર દ્વારા, પ્રભુના ગુણોનું ગુણગાન કરવાની પ્રબળ ભાવના દ્વારા બેડીઓ તથા તાળાં તૂટવાનો અદ્ભુત ચમત્કાર લોકમાનસને વગર પ્રયત્ન ચકિત કરી રહ્યો છે.
ભક્તામર સ્તોત્રનું પ્રાગટ્ય આ પ્રમાણે થયું છે. આવી સુંદર રીતે થયેલી રચના અત્યંત મધુર, મનોરમ અને અલૌકિક છે. તેમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણભાવ સમાયેલો છે. ભક્તામર સ્તોત્રની રચના ચોક્કસ કયા સમયે થઈ તે કહી શકાતું નથી એ જ રીતે આ સ્તોત્રનો મહિમા હવે પછી કેટલા યુગો પર્યત રહેશે તેની પણ ચોક્કસ આગાહી શક્ય નથી. દિન-પ્રતિદિન ભાવિક ભક્તજનો ભક્તામર પ્રત્યે અધિકાધિક આસ્થાવાન બનતા રહે છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર 445 ભક્તામર સ્તોત્ર' જેનો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો જેનેતરો માટે કુતૂહલનું કેન્દ્ર છે. ભાવસભર આ ભવ્ય રચના કવિઓ માટે કલાનો ઉત્તમ આવિષ્કાર છે. તો વિવેચકો માટે વિસ્મયનો મહોદધિ છે. આ સ્તોત્ર સાથે સંકળાયેલ ચમત્કારની ઘટના મારે મન ગૌણ છે, પરંતુ એમાં વ્યક્ત થયેલ ભક્તહૃદયની શ્રદ્ધા-સુરભિત આરત મહત્ત્વની છે. એના પ્રત્યેક શબ્દમાં મોહિની છે. એના લયમાં લાલિત્ય છે, એના ભાવમાં માધુર્ય છે અને તેના સર્જનમાં અપૂર્વ સમર્પણભાવ છે.
ભક્તામર ઉપમા, ઉપમેય, શબ્દાનુપ્રાસ જેવા વિવિધ અલંકારોથી સુશોભિત સ્તોત્ર છે. તેનું લાવણ્ય, માધુર્ય, વર્ણનશક્તિ અલૌકિક છે. આ સ્તોત્રની સાથે ચમત્કારની ઘટના સંકળાયેલી છે. શ્રદ્ધા અને ચમત્કાર બંને ક્યારેક એકબીજામાં એવાં તો ઓતપ્રોત થઈ જાય છે કે તેમને અલગ પાડવાનું કઠિન બની જાય છે.
ભક્તામર સ્તોત્રનું જેમ જેમ મનોમંથન કરતા જઈએ તેમ તેમ તેનો મર્મબોધ સમજાય છે. ભક્તામર માત્ર જિનભક્તિનું આધારરૂપ સ્તોત્ર નથી, પરંતુ તે જૈન ધર્મના, જેનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોને પણ રજૂ કરે છે. સ્તોત્રકાર માનતુંગસૂરિએ સ્તોત્રના પ્રારંભમાં અને માધ્યમાં એવી શબ્દાવલીનો પ્રયોગ કર્યો છે જે સંપૂર્ણ સ્તોત્રને જેને અધ્યાત્મના મૂળ સાથે જોડી દે છે. ઉદાહરણ તરીકે આપણે “સમ્યક શબ્દને જોઈએ તો – ‘સમ્યક શબ્દ સંપૂર્ણ ભક્તામરમાં બે વાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને તે પણ બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાને ઉપયોગમાં લેવામાં આવ્યો છે. પ્રથમ શ્લોકમાં રચનાકાર કહે છે કે, “સમ્યક્રપ્રણમ્ય જિનપાદયુગ” શ્રીમાનતુંગસૂરિને ખરેખર પ્રણામ કરવા છે, માત્ર દેખાડો કરવા માટે માથું નથી નમાવવું. ખરેખર પ્રણામ કરવા એટલે મન અને તન બંનેને સાથે રાખીને કરવામાં આવતું હૃદયપૂર્વકનું પ્રણામ. જ્યારે આપણે જાણતા હોઈએ છીએ કે આપણે કોને, કેમ અને કેવી રીતે પ્રણામ કરીએ છીએ, આપણું નમેલું મસ્તક કોના ચરણોમાં પ્રણામ કરે છે, ત્યારે કરેલું પ્રણામ સાર્થક પુરવાર થાય છે. સમ્યફ શબ્દ એ જૈન શાસનનું પાયાનું વિશેષણ છે. તત્ત્વાર્થસૂત્રનું પ્રથમ સૂત્ર છે : “સયતન જ્ઞાન વારિત્રાળ મોક્ષમા”. અહીંયાં પણ સૂરિજીએ સમ્યક્ શબ્દ પ્રયોજ્યો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ પ્રણામ. આમ ભક્તામર સ્તોત્રના સમ્યક્ શબ્દને જ્યારે તત્ત્વાર્થસૂત્રના પ્રથમ સૂત્ર જે જેનદર્શનના અંતરાત્મા સાથે જોડી લેવામાં આવે છે ત્યારે તેની અધિક વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે.
સમ્યક શબ્દ ત્રેવીસમા શ્લોકમાં ફરીથી પ્રયોજવામાં આવ્યો છે. સૂરિજી જણાવે છે કે, તમારા સમ્યક રૂપ આરાધનામાં મૃત્યુને જીતવાનું રહસ્ય છુપાયેલું છે. આ શ્લોકનું ત્રીજું ચરણ આ પ્રમાણે છે, “વાવ સમાપનમ્ય નયત્તિ મૃત્યુ અર્થાત્ તમને જ સારી રીતે પૂર્ણ રૂપથી) પ્રાપ્ત કરીને મૃત્યુને જીતે છે કારણ કે આપ પ્રભુ સ્વયં મૃત્યુંજય જ છો). અહીં પ્રશ્ન એ થાય છે કે આ મૃત્યુને જીતવું એ શું છે ? માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્ર દ્વારા શું આપણને મૃત્યુથી આગળ નીકળી જવાનો માર્ગ નથી બતાવ્યો ? શું તે લોકો જ આપણને મૃત્યુંજયનો માર્ગ નથી બતાવતા કે જેણે સ્વયં મૃત્યુ પર અતિક્રમણ કર્યું છે ? આ રીતે સૂરિજીએ ભક્તામર સ્તોત્ર દ્વારા મૃત્યુ પર વિજય મેળવવા માટેનો મંત્ર આપ્યો છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે તો સમ્યફ પહેલેથી જ જોડાયેલું હતું
Page #465
--------------------------------------------------------------------------
________________
446 છે // ભક્તામર તુલ્યુ નમઃ | પરંતુ ભક્તિ સાથે સમ્યફને જોડી આપણા જીવનને એક નવો વળાંક આપ્યો છે. જે દ્વારા આપણે મૃત્યુ પર વિજય મેળવી શાશ્વત સુખ મેળવી શકીએ અર્થાત્ મોક્ષને પામવાનો સુંદર માર્ગ સૂરિજીએ બતાવ્યો છે.
પ્રતીકો
ભક્તામર સ્તોત્ર શ્રી માનતુંગસૂરિની અમર-સુંદર-સૌમ્ય મનોહારી, લોકહિતકારી રચના છે. શ્રી જિનેશ્વરદેવનાં નામનો જ મહિમા એટલો અદ્ભુત છે કે દર્શન માત્રથી એમના ચરણમાં વ્યક્તિ નતમસ્તક થઈ જાય છે. મુખમાંથી પ્રભુસ્તુતિ માટેના શબ્દો કંઠમાંથી આપોઆપ સ્ફરવા લાગે છે. કવિવર ને યત્ર-તત્ર-સર્વત્ર પ્રભુનો મહિમા જ દૃષ્ટિગોચર થાય છે. ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રમાં અનેક પ્રતીકોનો ઉપયોગ કર્યો છે. આ પ્રત્યેક પ્રતીકો અત્યંત મહત્ત્વનાં છે. આ પ્રતીકોના માધ્યમથી જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોનું વિવેચન તો છે જ, પણ સાથે સાથે આત્મબોધનો માર્ગ પણ આના દ્વારા ખુલ્લો થતો જોવા મળે છે.
માનતુંગસૂરિજીએ જ્યાં આરાધ્યના નામ-સ્મરણ અને પ્રભાવની ચર્ચા કરી છે ત્યાં તેઓએ નવાં પ્રતીકોના માધ્યમથી પોતાની વાત કરી છે. આ જે કથન છે કે સૂરિજીને બેડીઓથી જકડીને તાળાંના ઓરડામાં બંધ કરી દેવામાં આવ્યા હતા અને ભક્તામર સ્તોત્રની રચનાના એક-એક શ્લોકની સાથે એક એક તાળું તૂટતું ગયું, આ પ્રતીક છે કે કર્મ પ્રકૃતિ કે શુભ કર્મ કોઈને નથી છોડતાં. આ સૂરિજીનો ઉપસર્ગકાળ જ હતો. સૂરિજીએ મીઠા અને ખારા પાણીનાં પ્રતીકો દ્વારા વીતરાગી અને સરાગીદેવોની તુલના કરી છે. સમાધિમાં દઢ સાધક સુમેરુ પર્વતનું પ્રતીક છે, જેને સંસારના કામરૂપી-વાસનારૂપી સોંદર્ય ડગાવી નથી શકતા. ભક્તિરસમાં ડૂબેલા સૂરિજીએ આદીનાથ પ્રભુને બુદ્ધ, શંકર, બ્રહ્મા, વિષ્ણુ આદિ વિશેષણોથી સંબોધિત કર્યા છે. આ સંબોધનોમાં પણ એમનો આશય કોઈ અવતારથી નથી, પરંતુ ગુણવાચક વિશેષણોથી છે. બુદ્ધ શબ્દ કેવળ જ્ઞાનરૂપી બોધિથી છે. શંકર શબ્દ કલ્યાણકર્તા અને આત્માને પવિત્ર બનાવવાનું પ્રતીક છે. બ્રહ્મા યોગમાર્ગને દેખાડનારના રૂપમાં છે, તો વિષ્ણુ જ્ઞાન-દર્શનચારિત્રની દઢતા લઈને આત્મસ્વરૂપના જ્ઞાતા-દૃષ્ટાર્થી છે.
અષ્ટપ્રતિહાર્ય પણ પ્રતીકાત્મક છે. અશોકવૃક્ષ, શોકમુક્તિનું પ્રતીક છે, તો સિંહાસન નિર્ભયતાનું પ્રતીક છે. ઘાતી કર્મોને જીતીને જે સિંહની સમાન નિર્ભય છે તે જ એના અધિકારી
છે. ચોસઠ પ્રકારના ચામર તે ચોસઠ કલાઓનાં પ્રતીક છે જે પ્રભુને વિશ્વને જીવન જીવવા માટે શિખવાડી. ત્રણ છત્ર જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીનાં પ્રતીક છે જે સૂચિત કરે છે કે રત્નત્રયીના ગુણોનો ધારક સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે.
ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિએ ઉપર્યુક્ત પ્રતીકો વર્ણવ્યાં છે. આ પ્રતીકયોજના દ્વારા દરેક પદ્યનાં પ્રતીકો જાણવા મળે છે. અષ્ટમહાપ્રતિહાર્યોનાં પ્રતીકોમાં તેમણે ચાર પ્રતિહાર્યો વર્ણવ્યાં છે. દિગમ્બર પાઠ પ્રમાણે આઠ પ્રતિહાર્યોવાળાં આઠ પ્રતીકો વર્ણવ્યાં છે. પ્રથમ ચાર પ્રતીકો
Page #466
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર : 447 શ્વેતામ્બર પાઠ પ્રમાણેનાં પદ્મોનાં પ્રતીકો વર્ણવ્યા છે અને પછી જે ચાર અતિરિક્ત ચાર પદ્યોનું ગુચ્છક છે તે પ્રમાણે તેમણે ચાર પ્રતીકો વર્ણવ્યા છે.
અષ્ટમહાભયો હાથીભય, સિંહભય, દાવાનલ-ભય, સર્પભય, સંગ્રામભય, સાગરભય, જલોદરભય (રોગભય) અને બંધનથી ઉત્પન્ન થયેલો ભય એ શ્લોક ૩૪થી ૪૨માં જે અષ્ટભયોનું વર્ણન છે તેને બાહ્ય દૃષ્ટિએ ન જોતાં આંતરિક, આધ્યાત્મિક દૃષ્ટિએ જોવાની, સમજવાની અને પરખવાની આવશ્યકતા છે.
૩૪મા શ્લોકમાં મદોન્મત્ત હાથીનો ઉલ્લેખ છે. જે ચાર પ્રકારના કષાયો છે – માન, માયા, ક્રોધ અને લોભ – એમાંથી હાથી એ માનકષાયનું પ્રતીક છે. બાહુબલીના જીવનનો એક પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે. જ્યારે તેમને ઉગ્ર તપશ્ચર્યા કરવા થકી પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ત્યારે તેમની બંને બહેનો બ્રાહ્મી અને સુંદરી તેમને કહે છે, ‘વીરા મોરા ગજ થકી ઊતરો' અર્થાત્ માનરૂપી હાથી ઉપરથી નીચે ઊતરો. અર્થાત્ માન છોડો તો જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. ચારે કષાયોમાં માન સૌથી ઉપર છે. તેથી સૂરિજીએ સૌ પ્રથમ માનને લીધો છે. જો માનને અંકુશમાં લેવામાં આવે તો વિનય આવે અને જો વિનય આવે તો ક્રોધ ન આવે. ક્રોધ એ બીજો કષાય છે.
૩૫મા શ્લોકમાં સિંહ એ ક્રોધનું પ્રતીક છે. જ્યારે ક્રોધ આવે છે ત્યારે વિવેક રહેતો નથી, અને મન પણ સંતુલિત રહેતું નથી અને સાધ્ય—સાધનની પવિત્રતા—અપવિત્રતા જોતું નથી. અહીંયાં સૂરિજીએ સાધ્ય–સાધન તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે. આવા પ્રકારના શ્લોકો આત્માવલોકન, આત્મનિરીક્ષણ કરવાની તક પૂરી પાડે છે. તેથી જ આ એક સર્વોત્તમ કાવ્ય છે.
૩૬મો શ્લોક દાવાનલ સાથે સંબંધિત છે. અગ્નિ એ માયાનું પ્રતીક છે. માયા અગ્નિની જેમ સર્વભક્ષી છે. દાવાનલ જ્યાં લાગ્યો હોય ત્યાં શું બચે ? કંઈ જ નહીં. પરન્તુ પ્રભુનું નામસ્મરણ ક૨વાથી દાવાનલ પર શીતલ જળરૂપી છંટકાવ થાય છે અને તે શાંત થઈ જાય છે. તેવી જ રીતે માયા પણ દાવાનલની જેમ પ્રસરેલી હોય છે. તેમાંથી છૂટવા માટે પણ પ્રભુનું નામસ્મરણ કરવામાં આવે તો મોહમાયારૂપી દાવાનલ પણ શાંત થઈ જાય છે અર્થાત્ તેનાથી મુક્તિ મળે છે.
માન, ક્રોધ અને માયા આ ત્રણેયને જીતી લીધા પછી એક કષાય બાકી રહે છે અને તે છે લોભ. ૩૭મા શ્લોકમાં લાલ લાલ આંખોવાળો સાપ લોભનું પ્રતીક છે. તેને વશમાં કરવો અતિદુષ્કર કામ છે. જો જીવનમાં નિર્લોભ વૃત્તિનો વિકાસ થાય તો પછી કંઈ કરવાનું રહેતું નથી. લોભને પારંપરિક રૂપમાં પાપનો બાપ માનવામાં આવ્યો છે, અને એટલે જ કદાચ સૂરિજીએ આ શ્લોકમાં અંતિમ કષાયના રૂપક તરીકે સાપને લીધો છે અને કહ્યું છે કે આ ચારે કષાયો માન, ક્રોધ, માયા અને લોભનો નાશ પ્રભુના નામસ્મરણ માત્રથી થાય છે. તેના ફળ સ્વરૂપે મોહનીય કર્મનો નાશ થાય છે.
વેદનીય કર્મ પર હવે પછીનાં ચાર પ્રતીકો આધારિત છે. ૩૮ અને ૩૯મા શ્લોકમાં યુદ્ધનું વર્ણન છે. આત્મા અને કર્મનું યુદ્ધ સનાતન છે. આ બંને શ્લોકમાં સંગ્રામને પ્રતીક માનવામાં
Page #467
--------------------------------------------------------------------------
________________
448 // ભક્તામર તુલ્ય નમઃ | આવ્યું છે. અર્થાતુ ઇન્દ્રિયોનો સમૂહ યુદ્ધરત છે અને તેમાંથી મુક્તિ મેળવવા માટે પણ પ્રભુ નામસ્મરણરૂપ મંત્રનો ઉપયોગ કરવાનું સૂરિજી જણાવે છે.
૪૦મા શ્લોકમાં સાગર એ સંસારનું પ્રતીક છે. સંસારમાં વેદનીય કર્મને હિસાબે કર્મો ભોગવવાના હોય છે. સંસારમાં મોટા મોટા મગરમચ્છરૂપી ભારે કર્મોને પણ ભોગવવાં પડે છે પરન્તુ જો પ્રભુના નામસ્મરણરૂપ આ શ્લોકને મંત્ર રૂપે ગણવામાં આવે તો આ કર્મો થોડાં હળુ કર્મ બની જાય છે. અર્થાત્ કર્મનો આવેશ ધીમો પડી જાય છે.
૪૧મા શ્લોકમાં જલોદર નામના પેટના રોગને પ્રતીક માનવામાં આવ્યો છે. કારણકે આખા શરીરમાં પેટનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. બધા જ રોગોની શરૂઆત પેટથી જ થાય છે. સારા ડૉક્ટરનું સૌપ્રથમ ધ્યાન પેટ પર જ જાય છે અને જલોદરને પેટનો અસાધ્ય રોગ માનવામાં આવ્યો છે. જેવી રીતે પેટના અસાધ્ય રોગ જલોદર છે, તેવી જ રીતે આત્માની વિકૃતિઓમાં કર્મ સૌથી મોટો શત્રુ છે. જેવી રીતે શરીરના રોગમાંથી મુક્તિ મેળવવા માટે પેટ પર અંકુશ મેળવવો જરૂરી છે; તે મેળવ્યા પછી બીજી કોઈ આવશ્યકતા નથી રહેતી તેવી જ રીતે કર્મ પર નિયંત્રણ મેળવી લીધા પછી આત્મા મુક્ત થઈ જાય છે અને શાશ્વત સુખ પામે છે.
૪૧મા શ્લોકમાં બંધનને કર્મનું પ્રતીક માનવામાં આવ્યું છે. સાંસારિક બંધનમાંથી મુક્તિ આત્માને અનંત સુખની પ્રાપ્તિ કરાવે છે. આ બંધનમાંથી મુક્તિ ભક્તિ દ્વારા મેળવી શકાય છે. જિનભક્તિ દ્વારા સર્વ પ્રકારનાં બંધનોને સહજ રીતે તોડી શકાય છે. શ્રેષ્ઠ ભક્તિ ભક્તને સંસારમાંથી વિભક્ત કરી દે છે.
ઉપર્યુક્ત આઠ ભયો માટે સૂરિજીએ આઠ પ્રતીકો વર્ણવ્યાં છે. આ આઠ ભયો છે ગજ (હાથી), સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, તોફાની સમુદ્ર, જલોદર અને બંધન શ્રી માનતુંગસૂરિની અન્ય એક રચના “ભયહરસ્તોત્ર' (નમિઊણ)માં પણ આઠ ભયોનું વર્ણન છે. પણ તેની ક્રમબદ્ધતામાં અને નામાન્તર તથા પ્રકારાન્તરથી આઠમાંથી છ ભયો તો ભક્તામર સ્તોત્રના જ છે, પરન્તુ બે ભયમાં ફરક છે. આ સ્તોત્રમાં બંધનના સ્થાને અટવી અને જલોદરના સ્થાને કુષ્ઠરોગ છે.
ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના દ્વારા ગાગરમાં સાગર ભરવાનો પ્રયત્ન કર્યો છે. એક એક શબ્દ દ્વારા અનેક મંત્રોની રચના થઈ શકે છે. સ્તોત્રનો પ્રત્યેક અક્ષર મંત્રસ્વરૂપ છે. તેથી જ તેને મંત્રશાસ્ત્ર પણ કહેવામાં આવેલ છે. તેથી જ શ્રી માનતુંગસૂરિ માત્ર એક મહાવિદ્વાન કવિ ન હતાં, પરન્તુ ભાષા પર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. સહજ તેમ જ બુદ્ધિગમ્ય સંસ્કૃત ભાષાનો જેવો પ્રયોગ ભક્તામર સ્તોત્રમાં થયો છે, તેવો અન્યત્ર મળવો દુર્લભ છે. સ્તોત્રની દૃષ્ટિએ તો એ ભવ્ય રચના છે જ પરતુ આત્મવિદ્યાની દૃષ્ટિએ પણ એનું ઘણું મહત્ત્વ છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર ૪ 449 ભક્તામર સ્તોત્રમાં પંચ કલ્યાણ તરફ નિર્દેશ (૧) ગર્ભકલ્યાણક : શ્રી માનતુંગાચાર્યે રરમા શ્લોકમાં ભગવાનની માતાને અદ્વિતીય માતા કહી છે.
(૨) જન્મકલ્યાણક : શ્રી માનતુંગાચાર્ય ૧૧મા શ્લોકમાં કહે છે કે હે ભગવાન ! આપને એકીટશે જોયા બાદ બીજે ક્યાંય મનને સંતોષ ઊપજતો નથી અને દૃષ્ટાંતમાં ક્ષીરસમુદ્રના સફેદ દૂધ જેવા મીઠા પાણીની વાત કરીને ભગવાનના જન્મકલ્યાણક તરફ નિર્દેશ કરેલ છે.
૩) તપકલ્યાણક : આચાર્યશ્રીએ ૧૫મા શ્લોકમાં હે ભગવાન ! તમારું મન દેવાંગનાઓ વડે પણ વિકારભાવને ન પામ્યું એમ કહી ભગવાનના તપકલ્યાણક તરફ નિર્દેશ કર્યો છે.
(૪) જ્ઞાન કલ્યાણક : આચાર્યશ્રી ૧૬મા શ્લોકમાં દીપકના પ્રકાશનું દૃષ્ટાંત લઈ જ્ઞાન-કલ્યાણક તરફ નિર્દેશ કરે છે.
(૫) નિર્વાણ કલ્યાણક: ૩૮મા શ્લોકથી શરૂ કરી ૪૮મા (શ્વેતામ્બર સંપ્રદાયમાં ૩૪થી ૪૪મા) શ્લોક સુધી એટલે કે ભક્તામર સ્તોત્રના અંત સુધી દરેક શ્લોકમાં ભગવાનના નામસ્મરણરૂપ સમ્યક્ દર્શન અને ભગવાનના ચરણશરણરૂપ સમ્યફ ચારિત્રની વાત કરી છે અને તેમાં ભગવાનના નિર્વાણ કલ્યાણક તરફનો નિર્દેશ કરે છે.
૬૩ શલાકા પુરષોનો સમાવેશ શ્રી માનતુંગાચાર્યે ૨૨મી ગાથામાં ભગવાનની માતાને તીર્થંકર પ્રભુને જન્મ આપનારી અદ્વિતીય માતા કહી. ૨૦મી તથા ૨૧મી ગાથામાં કહ્યું કે હરિહરાદિ નાયકોને જોયા તે સારું થયું જેથી મનમાં કોઈ શલ્ય ન રહી જાય, એ વાત કરી, હરિહરાદિ નાયકોમાં ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ મળી ૩૯ થાય તેમાં ચોવીશ તીર્થકરોનો સમાવેશ કરતાં ૬૩ શલાકા પુરુષો આવી જાય અને ૨૪ તીર્થકરો સિવાયના બાકીના શલાકા પુરુષોમાં ઉત્તમ કહી ભગવાનનું પુરુષોત્તમ નામ સાર્થક બતાવ્યું.
સૂરિજીએ ભક્તિભાવપૂર્વક વહેવડાવેલી જ્ઞાનગંગા કેટલી વિશાળ છે કે જેનું મહાત્ય આંકવું આ પામર જીવ માટે ખરેખર અલ્પબુદ્ધિ પુરવાર થાય છે. હર્મન યાકોબી, કીથ, મેકસમુલર, વેબર, વિન્ટરનિટ્સ જેવા વિદેશી વિદ્વાન પંડિતોએ અને પંડિત દુર્ગાપ્રસાદ શર્મા, ગૌરીશંકર ઓઝા જેવા સંસ્કૃતજ્ઞ ભારતીય વિદ્વાનો તથા વર્તમાન સમયના વિદ્વાનો શ્રી હીરાલાલ કાપડિયા, ડૉ.
જ્યોતિપ્રસાદ જૈન, ધીરજલાલ ટોકરશી શાહ, અમૃતલાલ શાસ્ત્રી જેન, મિલાપચંદ કટારિયા, રતનલાલ કટારિયા, નેમિચંદ્ર શાસ્ત્રી, કાનજી સ્વામી, ડો. સરયૂબહેન મહેતા, સાધ્વી ડૉ. દિવ્યપ્રભા, ડાહ્યાભાઈ સોમચંદ શાહ, ડૉ. કુમારપાળ દેસાઈ, મધુસૂદન ઢાંકી, જિતેન્દ્ર શાહ, રમણભાઈ પારેખ આદિ વિદ્વાન અને અન્ય અનેક ગ્રંથકારો અને નિગ્રંથકારોએ શ્રી માનતુંગસૂરિની અમર કૃતિની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. સ્તોત્રકારે સ્વયં જ સ્તોત્રમાં પ્રભુના ગુણ, પ્રતિહાર્યો, અતિશયોનું તથા
Page #469
--------------------------------------------------------------------------
________________
450
।। ભક્તામર તુલ્યું નમઃ ।
તેમના નામસ્મરણના મહાત્મ્યથી ભય, ઉપદ્રવો આદિનું સ્વયં નિવારણ થઈ જાય છે. નામસ્મરણનું આટલું અપૂર્વ મહાત્મ્ય જણાવ્યું છે. બીજા અનેકોએ સ્તોત્રનું મહાત્મ્ય વર્ણવ્યું છે.
જર્મન વિદ્વાન હર્મન યકોબીએ ઈ. સ. ૧૮૭૬માં ભક્તામર અને કલ્યાણમંદિર સ્તોત્રનો જર્મન ભાષામાં અનુવાદ તેમજ સંપાદન કર્યું હતું તેમજ ઈ. સ. ૧૯૩૨માં પ્રો. હીરાલાલ કાપડિયા દ્વારા સંપાદિત આ સ્તોત્રયુગલના અંગ્રેજી સંસ્કરણની પ્રસ્તાવના પણ લખી હતી. હર્મન યકોબીનું કહેવું છે કે સ્તોત્રસાહિત્ય જૈન ભારતીનું અતિ વિસ્તૃત અંગ છે. વિભિન્ન ભાષાઓ અને વિવિધ શૈલીઓમાં રચાયેલાં અગણિત જૈન સ્તોત્રોમાં માનતુંગકૃત ભક્તામર સ્તોત્રે અનેક શતાબ્દીઓથી સર્વોપરિ સ્થાન પ્રાપ્ત કરેલું છે અને આ સંબંધમાં બધા જૈનો એકમત છે. વસ્તુતઃ પોતાની ભક્તિભાવપૂર્વકની પ્રવીણતા અને રંગ-સૌંદર્યના કારણે આ સ્તોત્ર એ મહાન લોકપ્રિયતાનો સંપૂર્ણ અધિકારી છે - જો કે માનતુંગે ક્લાસિકલ સંસ્કૃત કાવ્યથી અલંકૃત શૈલીમાં રચના કરી છે. તથા તેઓએ સ્વયંને એવી કાલ્પનિક ઉડાનો અને શાબ્દિક પ્રયોગોથી બચાવ્યા છે કે જેમાંથી કાવ્યનો ૨સ અલંકારોના જાળ નીચે દબાઈ જાય છે. અતઃ સંસ્કૃત કાવ્યના અભ્યાસી પાઠકોને માટે માનતુંગના પઘ સરળ અને સહેલાઈથી સમજાય તેવા છે. એક ઉત્તમ ભક્તિકાવ્ય હોવા ઉપરાંત, ભક્તામર સ્તોત્ર પ્રાર્થનાનું એક એવું સ્વરૂપ છે કે જેનો આશ્રય આવેલી મુશ્કેલી, ભયથી ત્રસ્ત માનવી પોતાની સહાયતાર્થે લે છે. સંભવતઃ આ વિશેષતાને કારણે જ ભક્તામર સ્તોત્ર વિશેષ રૂપથી ભક્તોનું આવું પ્રિય કંઠહાર બન્યું.
અન્ય એક વિદેશી વિદ્વાન પ્રો. વિન્ટરનિટ્સનું મંતવ્ય પણ કંઈક આવું જ છે. શ્રી જ્યોતિપ્રસાદ જૈન જણાવે છે કે, “પ્રો. વિન્ટરનિટ્સના અનુસાર ધાર્મિક ભક્તિ એવું માંત્રિક શક્તિ બંને દૃષ્ટિએથી માનતુંગકૃત ભક્તામર એક સર્વાધિક પ્રસિદ્ધ સ્તોત્ર છે. શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયોમાં આની વિપુલ ખ્યાતિ છે. આ વિદ્વાને સ્તોત્રનાં ઘણાં પઘોનો સુંદર અંગ્રેજી પદ્યાનુવાદ કરીને એની કાવ્યસુષમા અને ભાવગાંભીર્યને ચરિતાર્થ કર્યા છે તથા બતાવ્યું છે કે ૧૪મી સદીમાં પણ લોકો આ સ્તોત્રનો માંત્રિક પ્રયોગ કરતા હતા, અને સ્તોત્રના અનુકરણ પર અન્ય અનેક સ્તોત્ર પણ રચાઈ ગયાં.’૩
ઉપર્યુક્ત વિદ્વાનોનાં મંતવ્યો તો ભકતામર સ્તોત્રનું મહાત્મ્ય વર્ણવે છે પરંતુ તે ઉપરાંત વૃત્તિઓ, ટીકાઓ, અવસૂરિઓ, ચૂર્ણિઓ, પાદપૂર્તિરૂપ (સમસ્યાપૂર્તિ) કાવ્યો, અનુકરણરૂપ રચાયેલાં કાવ્યો, પદ્યાનુવાદ, ગાથાર્થ, વિવેચન, મંત્ર-યંત્ર-તંત્ર, કથાઓ છેલ્લા એક હજાર વર્ષમાં એટલા વિશાળ પ્રમાણમાં ભક્તામર સ્તોત્રને લઈને રચવામાં આવ્યાં છે જેટલા અન્ય કોઈ સ્તોત્ર પર રચવામાં નથી આવ્યાં.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “આચાર્ય માનતુંગસૂરિ મહાન માંત્રિક, જ્યોતિષાદિ અનેક વિદ્યાઓના જ્ઞાતા અને પરમ ઉપાસક હતા. આ વાત તેમનાં સ્તોત્રના આધારે નિતાંત સ્પષ્ટ થઈ જાય છે. ‘ભત્તિમ્બર સ્તોત્ર'માં તેમણે આવા અનેક ચમત્કારિક વિષયોનો સમાવેશ કર્યો છે અને તંત્ર સાહિત્યને લગતી ઘણી-ઘણી માહિતીઓ તેની ગાથાઓમાં રજૂ કરી છે, તેથી જ ભક્તામર
Page #470
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર ( 451 સ્તોત્રના ટીકાકારોએ પોતાના બુદ્ધિબળે અથવા વૃદ્ધ સંપ્રદાયના આધારે જુદા જુદા પ્રયોગો, જાતજાતની કથાઓ અને તેના પદ્યોની સાથે જોડવાના મંત્રો ગોઠવીને સહુને ભારે આશ્ચર્યમાં મૂકી દીધા છે. શ્રી માનતુંગસૂરિના કાળમાં મંત્રવાદ પુરજોશથી ચાલુ હતો, તેમાં કોઈ સંશય નથી. તે પછી પણ શંકરાચાર્યે “સૌંદર્યલહરીમાં મંત્ર, યંત્ર, તંત્ર, યોગ અને ભક્તિ વગેરે વિષયોને ચમત્કારપૂર્ણ પદ્ધતિએ ગોઠવ્યા છે.
મયૂર કે બાણભટ્ટે સૂર્યશતક અને ચંડીશતકમાં તેવી પદ્ધતિ અપનાવી નથી. ત્યાં તો પાંડિત્યદર્શનનું લક્ષ્ય જ વધારે પડતું હતું એમ જણાય છે. તેથી જ આજે સૂર્યશતક કે ચંડીશતકના અનુકરણ કે પાદપૂર્તિમાં એક પણ સ્તોત્ર રચાયેલું મળતું નથી. એટલે કાલિદાસના મેઘદૂત કાવ્ય પછી પહેલી જ રસપૂર્ણ રચના આ ભક્તામર સ્તોત્ર છે. એમ કહેવાય છે.”
ભક્તામર સ્તોત્ર પર રચાયેલી ટીકાઓ, વૃત્તિઓની સંખ્યા ૨૨થી ૨૩ જેટલી છે. તેમાં સૌથી પ્રથમ વૃત્તિ શ્રી ગુણાકરસૂરિની વિક્રમ સંવત ૧૪૨૬માં રચાયેલી છે. તે પછી અનેક વૃત્તિઓ વિદ્વાનોએ રચી છે. તેવી જ રીતે ભક્તામર સ્તોત્ર પર અનેક પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે જેની સંખ્યા પણ ૨૨થી ૨૩ જેટલી છે. આ પાદપૂર્તિરૂપ કાવ્યો અર્થાત્ સમસ્યાપૂર્તિરૂપ કાવ્યો ભક્તામર સ્તોત્રના દરેક શ્લોકના પ્રથમ કે ચતુર્થ ચરણને લઈને પાદપૂર્તિ કરેલી છે. શ્રી ગિરિધર શર્માએ ભક્તામર સ્તોત્રના ૪૮ પદ્યોના ૧૯૨ ચરણો પર “ભક્તામર સ્તોત્રમ્-પાદપૂર્યાત્મકમ્ નામની પાદપૂર્તિ કરેલી છે. પંડિત લાલારામ શાસ્ત્રીએ ભક્તામર સ્તોત્રના પ્રત્યેક ચરણ પર તથા વિશેષ આઠ પદ્યોમાં “ભક્તામર-શતદ્વયી' કાવ્ય રચેલું છે.
ભક્તામર સ્તોત્રનાં પદોને લઈને સમસ્યાપૂર્તિરૂપ કેટલાંક કાવ્યો રચ્યાં છે તેવી જ કેટલીક અન્ય કૃતિઓ પણ મળી આવે છે, જેમ કે :
(૧) આદિનાથ સ્તુતિ પ્રાચીનાચાર્ય – ૪ પદ્ય, પ્રથમ પઘોનાં ચરણોની પૂર્તિ. (૨) ભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ – ? કાવ્યમાલા ગુચ્છક ૧માં પ્રકાશિત. (૩) લઘુભક્તામર
આ ઉપાંત જયમાલા, ભક્તામરોઘાપન, ભક્તામર પૂજા, ભક્તામર ચરિત, ભક્તામરમહામંડલ પૂજા અને ભક્તામર કથા વગેરેની પણ રચના થઈ છે, તે આ સ્તોત્રની લોકપ્રિયતા અને મહત્તાને પુરવાર કરે છે.
ભક્તામર સ્તોત્ર પર રચાવેલા મંત્ર-યંત્ર-તંત્રની સંખ્યા પણ ઓછી નથી. સૌથી પ્રાચીન શ્રી ગુણાકરસૂરિની વૃત્તિમાં તેમણે ૨૮ પ્રભાવક કથાની સાથે ૨૮ મંત્રાસ્નાયો આપ્યા છે. ભક્તામરનો દરેક શ્લોકનો પ્રત્યેક અક્ષર મંત્ર સમાન છે, પરંતુ ગુણાકરસૂરિએ ૨૮ કથાઓ સાથે આપેલા મંત્રો તે શ્લોકની વિશિષ્ટતા પુરવાર કરે છે. તે ઉપરાંત વૃદ્ધ સંપ્રદાય દ્વારા પણ અલગ મંત્રો આપવામાં આવ્યા છે. તેવી જ રીતે હરિભદ્રસૂરિકત યંત્રાવલી, વિજયપ્રભસૂરિફત યંત્રાવલીઓ અને બીજી અનેક યંત્રાવલીઓ ભક્તામર સ્તોત્ર પર રચાયેલી મળી આવે છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
452 4 | ભક્તામર સુભ્ય નમઃ |
આ સ્તોત્ર પર રચાયેલ વૃત્તિઓ, અવચૂરિઓ કે ચૂર્ણિઓનું પઘપ્રમાણ અલગ-અલગ છે. ગુણાકરસૂરિએ આ સ્તોત્ર પર ૧૫૭૨ શ્લોકપ્રમાણ વૃત્તિ રચી છે. શ્રી અમરપ્રભસૂરિએ ઈ. સની ૧૫મી સદીમાં ૪૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. ચૈત્રીગચ્છીય શ્રી ગુણાકરસૂરિએ સંવત ૧૫૨૪માં ૧૮૫૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી મળી આવે છે, હીરવિજયસૂરિના શિષ્ય કનકકુશલ ગણિએ સંવત ૧૬૫રમાં ૭પ૮ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. મેઘવિજય ઉપાધ્યાયે આ સ્તોત્ર પર ૧૮મી સદીમાં ૧૦૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે તથા મેરુસુંદરસૂરિએ આ સ્તોત્ર પર ૭૮૫ શ્લોકપ્રમાણ વાર્તિક રચેલું છે.
આટલી વિશાળતામાં રચાયેલ શ્લોકપ્રમાણ જ આ સ્તોત્રના મહાભ્યને સિદ્ધ કરે છે.
આ સ્તોત્રના પદ્યાનુવાદો વિવિધ ભાષામાં અને વિવિધ પ્રકારે, વિવિધ છંદોમાં થયેલા છે. શ્રી કમલકુમાર શાસ્ત્રી કુમુદ સંપાદિત “ભક્તામર-ભારતી' નામના દળદાર ગ્રંથમાં ભક્તામર સ્તોત્રના ૧૨૧ પદ્યાનુવાદ સંકલિત કર્યા છે. તેમાં ઈ. સ. ૧૬૭૦થી લઈને ૧૯૯૨ સુધીના પ્રકાશિત અને અપ્રકાશિત વિવિધ ભાષાના પદ્યાનુવાદો સંકલિત કરવામાં આવ્યા છે. જેમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, મેવાડી, રાજસ્થાની, અવધી, બાંગલા, કન્નડ, તામિલ, ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી જેવી ભાષામાં થયેલા પદ્યાનુવાદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિન્દી ભાષામાં અનુવાદિત થયેલા સૌથી વધારે પદ્યાનુવાદો મળી આવે છે. આ પુસ્તકમાં તેની સંખ્યા ૯૪ની છે. મરાઠી ભાષામાં તેની સંખ્યા ૯ની છે. ગુજરાતીમાં ૮ની છે. મેવાડીમાં એક જણે, રાજસ્થાનમાં ર જણે, અવધી, બાંગલા, કન્નડ, તાલીમ, ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી ભાષામાં અનુવાદિત થયેલા એક એક પદ્યાનુવાદો આ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યા છે.
જુદા જુદા કાવ્યકારોએ જુદા જુદા સમયે, અલગ-અલગ ભાષામાં પદ્યાનુવાદ કર્યો છે. તેમાંથી કેટલાંક ઉદાહરણ રૂપે જોઈએ તો : – શ્રી પંડિત હેમરાજ પાંડેએ ઈ. સ. ૧૬૭૦માં, શ્રી દેવવિજયે ૧૬૭૩માં, શ્રી પંડિત વિનોદીલાલે ૧૬૮૪માં, શ્રી પંડિત નથુરામ પ્રેમીએ ૧૯૦૭માં, ડૉ. શેખરચંદ જૈને ૧૯૭૪માં, ડૉ. નેમીચંદ જૈને ૧૯૮૧માં, શ્રી રાજમલ પવૈયાએ ૧૯૮૨માં, શ્રી મુનિનરેન્દ્ર વિજય નવલએ ૧૯૮૫માં, આદિ કવિગણોએ હિન્દી ભાષામાં પદ્યાનુવાદ કરેલ છે.
જ્યારે મરાઠી ભાષામાં ૧૭મી સદીમાં શ્રી શતકાતીલ કવિ જિનસાગરે, ૧૮૬૭માં શ્રી શિવદાસ કેળકરે, ૧૯૬૯માં શ્રી મોતીચંદ હીરાચંદ ગાંધીએ, ૧૯૮૬માં શ્રી પ્રેમચંદ માનકેએ ભક્તામર સ્તોત્રનો પદ્યાનુવાદ કરેલ છે. ગુજરાતી ભાષામાં ભક્તામર સ્તોત્રનો પદ્યાનુવાદ સૌપ્રથમ ઈ. સ. ૧૮૯૧માં શ્રી શેઠ હરજીવનદાસ રાયચંદે કરેલ છે. ૧૯૬૮માં શ્રી ધર્મધુરન્ધરસૂરિજીએ, ૧૯૭૭માં શ્રી માવજી દામજી શાહે, ૧૯૮૧માં ભંવરલાલ નાહટાએ કરેલ છે. આ સિવાય ઘણાં લોકોએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જૈન સિદ્ધાંત ગ્રંથમાળા મણકો–૩જો, પ્રાતઃસ્મરણ અને સ્વાધ્યાય-ભાગ રજામાં વસંતતિલકા છંદમાં શ્રી નગીન ગિરધરલાલ શેઠ દ્વારા કરવામાં આવેલ ગુજરાતી પદ્યાનુવાદ છપાયેલ છે. હરિગીત છંદમાં પણ ભક્તામર સ્તોત્રનો પદ્યાનુવાદ થયેલ છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર - 453 મેવાડી ભાષામાં શ્રી પંડિત ગિરધારીલાલ શાસ્ત્રીએ ઈ. સ. ૧૯૮૧માં ભક્તામર સ્તોત્રના પદ્યાનુવાદ કરેલ છે.
રાજસ્થાની ભાષામાં ખરતરગચ્છીય જ્ઞાનમેરુજીએ અને શ્રી વિપીન જાલોરીએ, અવધીમાં શ્રી ઓમપ્રકાશ કશ્યપે. બાંગ્લાભાષામાં ગણેશ લલવાનીએ ઈ. સ. ૧૯૮૨માં, કન્નડ ભાષામાં શ્રી કે. એલ. ધરણેન્દ્રએ ઈ. સ. ૧૯૪૦માં, તામિલ ભાષામાં શ્રી જંબુકુમાર જૈને ઈ. સ. ૧૯૯૧માં, ઉર્દૂ ભાષામાં શ્રી લાલા દિગમ્બર પ્રસાદે ઈ. સ. ૧૯૬૯માં, ફારસી ભાષામાં શ્રી ભોલાનાથ દરજ્ઞાએ ઈ. સ. ૧૯૨૫માં અને અંગ્રેજી ભાષામાં શ્રી ભગવાનદાસ જેને ૧૯૫૭માં ભક્તામર સ્તોત્રનો પદ્યાનુવાદ કરેલ છે.
બીજા અન્ય પણ પદ્યાનુવાદો હશે, જેની ગણના કદાચ માહિતી ન મળવાને કારણે રહી ગઈ હશે. પરંતુ આટલી મોટી સંખ્યામાં કોઈ પણ સ્તોત્રના અનુવાદો થયા હોવાનો ઉલ્લેખ નથી. ઉપર્યુક્ત ભાષાઓ અતિરિક્ત હર્મન યાકોબીએ જર્મન ભાષામાં પણ આનો પદ્યાનુવાદ કર્યાનો ઉલ્લેખ પ્રો. હીરાલાલ કાપડિયા સંપાદિત, ભક્તામર-કલ્યાણંદિર-નમઊણ સ્તોત્રત્રયમ્ ગ્રંથમાં મળી આવે છે.
ભક્તામર સ્તોત્ર વિશે પ્રશસ્તિકાવ્યો ભક્તામર સ્તોત્રના મહિમા ઉપર અને શ્રી માનતુંગસૂરિ પર પણ પ્રશસ્તિકાવ્યો રચાયાં છે. શ્રી પંડિત હીરાલાલ કૌશલ’ એ ભક્તામર–મહિમા' નામનું પ્રશસ્તિકાવ્ય રચ્યું છે જે આ પ્રમાણે છે :
શ્રી ભક્તામર કા પાઠ કરો નિત પ્રાત, ભક્તિ મન લાઈ | સબ સંકટ જાયે નશાઈ ! જો જ્ઞાન-માન મતવારે થે. મુનિ માનતુંગ સે હરે થે ! ઉન ચતુરાઈ સે નૃપતિ લિયા બહકાઈ સબ સંકટ જાયે. | મુનિશ્રી કો નૃપતિ બુલાયા થા. સૈનિક જા હુકમ સુનાયા થા | મુનિ વીતરાગ કો આજ્ઞા નહીં સુનાઈ કે સબ સંકટ જાયે. // ઉપસર્ગ ઘોર તબ આયા થા, બલપૂર્વક પકડ મગાયા થા | હથકડી બેડિયોં સે તન દિયા બંધાઈ / સબ સંકટ જાય. / મુનિ કારાગૃહ ભિજવાયે થે. અડતાલીસ તાલે લગાયે થે / ક્રોધિત નૃપ બાહર૫ હરા દિયા બિઠાઈ || સબ સંકટ જાયે. II મુનિ શાન્ત ભાવ અપનાયા થા, શ્રી આદિનાથ કો ધ્વાયા થા !
Page #473
--------------------------------------------------------------------------
________________
454
।। ભક્તામર તુર્થ્ય નમઃ ।।
હો ધ્યાન મગ્ન ભક્તામર દિયા બનાઈ I સબ સંકટ જાયે. ॥ સબ બંધન ટૂટ ગયે મુનિકે, તાલે સબ સ્વયં ખૂલે ઉનકે | રાજાનત હોકર આયા થા, અપરાધ ક્ષમા કરવાયા થા || મુનિ કે ચરણો મેં અનુપમ ભક્તિ દિખાઈ I સબ સંકટ જાયે. I જો પાઠ ભક્તિ સે કરતા હૈ, નિત ઋષભ ચરણ ચિત ધરતા હૈ । જો ઋદ્ધિ-મંત્ર કા વિધિવત્ જાપ કરાઈ ॥ સબ સંકટ જાયે. I ભય વિઘ્ન ઉપદ્રવ ટલતે હૈ, વિપદા કે દિવસ બદલતે હૈ | સબ મન વાંછિત હો પૂર્ણ શાન્તિ છા જાઈ I સબ સંકટ જાયે. II
જો વીતરાગ આરાધન છે, આતમ ઉન્નતિકા સાધન હૈ । ઉસસે પ્રાણી કા ભવ બંધન કટ જાઈ | સબ સંકટ જાયે. II
‘કોશલ’ સુ-ભક્તિ કો પહિચાનો, સંસાર દૃષ્ટિ બંધન જાનો । લો ભક્તામર સે આત્મ જ્યોતિ પ્રકટાઈ || સબ સંકટ જાયે. I
શ્રી પંડિત હીરાલાલ કોશલની ભક્તામર સ્તોત્રના મહિમાને વર્ણવતી સુંદર કાવ્યકૃતિ છે. સૌપ્રથમ જ તેમણે જણાવી દીધું છે કે જો ભક્તામર સ્તોત્રનો નિત્ય સવારે, ભક્તિભાવપૂર્વક પાઠ કરવામાં આવે તો સર્વ સંકટો દૂર નાસી જાય છે. ત્યાર પછીના શ્લોકોમાં માનતુંગસૂરિએ કેવી રીતે ભક્તામર સ્તોત્રની રચના કરી તેનું વર્ણન છે. છેલ્લાં ચાર પદ્યોમાં સ્તોત્રનું મહાત્મ્ય સમજાવ્યું છે. જે ઋષભનું શરણ ચિત્તમાં ધરે, ભક્તિપૂર્વક પાઠ કરે અને જો ઋદ્ધિમંત્રનો વિધિવત્ જાપ કરવામાં આવે તો સર્વ સંકટ દૂર થાય છે. ભય, વિઘ્ન, ઉપદ્રવ ટળે છે અને મુશ્કેલીઓના દિવસો બદલાય છે, બધી આશાઓ પૂર્ણ થાય છે અને શાંતિ સ્થપાય છે. વીતરાગ પ્રભુની જે આરાધના છે તે આત્માની ઉન્નતિ અર્થેનું સાધન છે અને એનાથી પ્રાણીના ભવોભવના ફેરાનું બંધન ઓછું થાય છે. સુભક્તિને ઓળખી સંસારને બંધનરૂપ માનો અને ભક્તામરથી આત્મજ્યોતિ પ્રકટાવો કે જેથી બધાં જ પ્રકારનાં સંકટો દૂર નાસી જાય. કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ છે કવિને ભક્તામર સ્તોત્ર પર તે આ કાવ્ય દ્વારા વર્ણવવામાં આવેલા મહાત્મ્યથી પુરવાર થાય છે.
પંડિત નથુરામ પ્રેમીએ ‘ભક્તામર સ્તોત્ર - આદિનાથ સ્તોત્ર’માં માનતુંગસૂરિની પ્રાર્થના કરી છે. તેમણે ‘ભાષાકાર કી પ્રાર્થના'માં ચાર પઘોમાં આ પ્રાર્થના કરી છે જે આ પ્રમાણે છે :
ભાષાકાર કી પ્રાર્થના
માનતુંગ અતિ તંગ કવિ, પુનિ તિન ભક્તિ ઉતંગ । સપ્તભંગિવાની ગહન ઉછરત વિવિધ તરંગ ||૧||
Page #474
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર : 455
તાપે નાનાર્થમય, દેવયાનિ વિસ્તાર ।
સબ પ્રકાર યો કઠિન અતિ, જિન ગુન-વિરદ વિચાર ॥૨॥ બિન પ્રતિભા વ્યુત્પતિબિન, બિન અભ્યાસ કવિત્ત ।
કીન્હોં કેવલ ભક્તિવશ “પ્રેમી' કરિ એકચિત્ત ||૩||
યા મેં જો કછૂ ન્યૂનતા હોવાહિ મૂલ વિરુદ્ધ ।
સો સુધારિ પઢિ હૈ સુજન, કરિ નિજભાવ વિશુદ્ધ ॥૪॥
શ્રી નથુરામ પ્રેમીએ માનતુંગસૂરિનાં ગુણગાન કર્યાં છે. માનતુંગ ઉચ્ચ કવિ છે પણ એમની ભક્તિ ઉતંગ છે. અર્થાત્ તેમની કાવ્યશક્તિ કરતાં પણ તેમની ભક્તિ સવિશેષ પણે ચઢિયાતી છે. પ્રભુનાં ગુણગાન કરવાં એ અતિ વિષમ વિષય છે. તેના માટે વિશિષ્ટ પ્રતિભા, કવિતાનો બૃહદ્ અભ્યાસ જરૂરી છે. પરંતુ માનતુંગ તો માત્ર ભક્તિવશ થઈને, એકચિત્ત બનીને સ્તોત્રની રચના કરી છે. તે કદાચ ન્યૂન કક્ષાનું હોય અથવા મૂળ તત્ત્વથી વિરુદ્ધનું હોય તો સુજ્ઞજન તેને વિશુદ્ધ ભાવ કરીને સુધારીને વાંચશે.
શ્રી હીરાલાલ પાંડે ‘હી૨ક' એ એક સુંદર કાવ્યકૃતિની રચના કરી છે, ‘આચાર્ય માનતુંગ કે ચરણોં મેં' કાવ્યનું શીર્ષક જ જણાવે છે કે માનતુંગસૂરિના ચરણોમાં સમર્પિત.
શ્રી કુમુદકુમાર શાસ્ત્રી આ કાવ્ય વિષે જણાવે છે કે, “કવિએ આ રચનામાં ‘દોરાહા'થી ‘શાન્તિનગર ભોજપુર’ સુધીના ઐતિહાસિક સ્થળોના ઉલ્લેખ સાથે આચાર્ય માનતુંગની જીવનસાધનાની કલાત્મક ભવ્ય ઝાંખી પ્રસ્તુત કરી છે.'
'આચાર્ય માનતુંગ કે ચરણોં મેં'
માન હૈ ચેતન્ય કા ઉંચાઈ કિતની, કહ નહીં સકતા | સ્વપ્ન મેં આકાશ કો, કોઈ છૂ નહીં સકતા । અધ્યાત્મ કા હી ધ્યાન સચ્ચા માન હૈ,
માન કે તુમ વિશ્વ કો વરદાન હો ।
તુમ અકામી ઔર નિષ્કામી સરલ,
માન કી ઉંચી શિખર કો હૂ રહે ।
માનસે તુમ તુંગ ફિર ભી, વિનંત પ્રથમ જિનેન્દ્ર કો,
ભક્ત અમરો, વિબુદ્ધ ઇન્દ્રો કે સ્તવન કો,
આત્મ કી અનુભૂતિ-૨સ મેં ખો રહે |
Page #475
--------------------------------------------------------------------------
________________
456
| ભક્તામર તુલ્ય નમઃ |
રૂપ પરિવર્તન કી કલાને, વિશ્વ કો નવ રૂપ દે ભક્તિ કે શુચિ ક્ષીરસાગર મેં ડૂબાયા છે ! દ્વિમુખી દોરાહી વિષધર રાશિ પર, પા વિજય કો. વિશ્વ મેં સમતા-સરિત-અમૃત બહયા છે / કહ રહા દોરાહા' જગ કી રાહ દો છે. મુક્તિ કી તો રાહ રત્નોં સે જડી | જી રહા જો આત્મા કે વિશ્વાસ પર, સફલતા વરમાલ લે ઉસકો ખડી રે ! પ્રકૃતિ કી સુષમા બડી પ્યારી ચાંદ તારો કી છટા ન્યારી, ચન્દ્રમુખિયોં સૂર્યમુખિયોં કી, કથાર્થે ગૂંજતી સારી ! આ ગયા ‘તકિયા ભયાનક યુદ્ધ કી યાદ દે ઉષા સદા બિસરા ગયા ! મત બનો અબ તો ધરા કે બોજ તુમ, કાયર ને કબ ધરા કા પ્યાર સહલાયા | યહ પહાડો ઇસકે નીચે તાલ પ્યારા છે, રૂ૫ વર્ષાને સુહાગિન સા તુમ્હારા છે ! જિંદગી કી નવ કલાઓ ને સબ બલાઓ મેં બચાયા છે તે યહ “કુરાના' હે જહ આચાર્ય ને, આદિ જિનવર કા મનોરમ રૂપ ધ્યાયા છે ‘ટેકરી પર ટેક લેકર રમ ગયે – ભવ્ય જીવો કો ગુનાહોં સે બચાયા છે ! ભોજપુર' મેં શાંતિચરણોં મેં – જ્યોતિ પા, લેકર સમાધિ યુગ યુગોં કી વ્યાધિયોં કા તમ હટાયા છે ! સિદ્ધિ કી પાવન શિલા હૈ સિદ્ધ શિલા પ્રાણિયોં કે પાપ કો હરતી રહેગી |
Page #476
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર 457
તીન રત્નોં કી ત્રિવેણી, અનિંગનત કલપાન્ત તક,
શાંતિ કી આકાશ ગંગા મેં,
આત્મા શીતલ બનાતી હી રહેગી |
કાવ્ય ‘ભક્તામર' અનોખા, વિશ્વ મેં બેજોડ હૈ ઇસલિયે સ્તોત્ર રચના કી, અભી તક હોડ હૈ ||
શ્રી હીરાલાલ પાંડેએ માનતુંગસૂરિની પ્રશસ્તિ કરતા ઉપર્યુક્ત સુંદર કાવ્ય દ્વારા માનતુંગનો અર્થ સમજાવી તેમના જીવનની ઝાંખી કરાવી છે. છેલ્લી પંક્તિમાં ભક્તામર સ્તોત્રનો મહિમા પણ વર્ણવ્યો છે. કવિ કહે છે કે, “ભક્તામર સ્તોત્ર અનોખું કાવ્ય છે, વિશ્વમાં તેની જોડ સખામણી કરી શકે તેવું કોઈ કાવ્ય નથી માટે તેને બેજોડ કહ્યું છે, અને તેથી કરીને જ સ્તોત્ર રચવાની હજી સુધી હરીફાઈ ચાલુ છે. (જેથી કોઈક એવું સ્તોત્ર બને કે જે ભક્તામર સ્તોત્રની સરખામણી કરી શકે.)''
ભક્તામર સ્તોત્રને બેજોડ કહ્યું છે. કેટલી સત્ય હકીકત કવિએ સહજતાથી કહી દીધી છે. ભક્તામર સ્તોત્ર અને માનતુંગ વિષયક આવાં સુંદર પ્રશસ્તિકાવ્યો પણ રચાયાં છે, જે તેની વિશેષતા, મહત્તા, મહાત્મ્ય પુરવાર કરે છે.
સિદ્ધર્ષિ જેવા મહાન વિદ્વાને, ધર્મદાસગણિની ‘ઉપદેશમાલા'ની ૨૩૦મી ગાથાના ‘થવત્યુઇ’ શબ્દની વ્યાખ્યામાં ઉદાહરણ રૂપે ભક્તામર સ્તોત્રનો ઉપયોગ કર્યો છે.
‘બૃહદ્ જ્યોતિષાર્ણવ’ નામના જૈનેતર ગ્રંથમાં આ સ્તોત્રનો ઉલ્લેખ થયેલો છે, તે એમ દર્શાવે છે કે આ સ્તોત્રનો કીર્તિકલાપ જૈન સંઘની સીમાઓ ભેદીને બહાર પણ વિસ્તાર પામ્યો હતો.
વર્તમાન સમયમાં પણ ભારતનાં અનેક જિનમંદિરો મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રના નાદથી ગુંજતા રહ્યા છે. પ્રાતઃ કાળના સમયમાં અને ભાવિકો ભક્તિભાવપૂર્વક ભક્તામર સ્તોત્રના પઠન દ્વારા પ્રભુભક્તિથી ધન્ય બનતાં હોય છે. કેટલાંક જિનમંદિરો, ઉપાશ્રયોમાં સમૂહમાં ભક્તામર સ્તોત્રનું પઠન થાય છે. તે સમયનું વાતાવરણ એકચિત્તે પઠન કરનાર ભક્તને ભક્તિમાં તદાકાર બનાવી દે છે.
શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ ભક્તામર વિષે જણાવે છે કે, “ભક્તામરમાં કાંઈક એવું છે કે જે જનસામાન્યથી માંડીને જૈન વિશેષને કે વિશિષ્ટ જૈન સહુને એકસરખી રીતે આકર્ષિત કરે છે.''
આમ, ભક્તામર સ્તોત્રમાં કંઈક એવી દિવ્ય શક્તિ છે કે જેના તરફ મન આપોઆપ આકર્ષાય છે. એક વાર સાંભળનારને વારંવાર સાંભળવાનું મન થાય છે. દરેકે દરેક દેરાસરોમાં પ્રાતઃકાળે ભક્તામર સ્તોત્રના સમૂહ પાઠનો નિયમ થઈ ગયો છે. તે અર્થે ભક્તામર મંડળોની સ્થાપના પણ
Page #477
--------------------------------------------------------------------------
________________
458
।। ભક્તામર તુર્થ્ય નમઃ ॥
થયેલી જોવા મળે છે. આ મંડળો વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. ‘ભક્તામર પૂજનો' પણ મોટી સંખ્યામાં ભણાવા લાગ્યા છે, અને તે દ્વારા પણ ભક્તામરનું મહાત્મ્ય વધતું જતું જોવા મળે છે.
ભક્તામર સ્તોત્રનો પ્રભાવ દિન-પ્રતિદિન વધતો જતો જોવા મળે છે. ઘણાં ભકતોને ભક્તામરના પ્રભાવો-ચમત્કારો થયાં છે. ઘણાં આચાર્ય મહારાજોને પણ અનુભવો થયા છે. શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબે સ્વઅનુભવની ભક્તામર સ્તોત્રની ગુણગાથા ગાઈ છે. આ સ્તોત્ર દ્વારા કંઈક કેટલા અનુભવો લોકોને થયેલા જોવા મળે છે. શ્રી વિક્રમસૂરિ મહારાજ સાહેબે ચેન્નઈ(મદ્રાસ)ના વિવાદમય ચાતુર્માસમાં વિવાદથી વિજય મેળવી સુંદર ધર્મપ્રભાવના કરવા ૩૯મી ગાથાનો જાપ વિશેષ કર્યો હતો. તેવી નોંધ શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબે કરી છે. સાધ્વી શ્રી ડૉ. દિવ્ય પ્રભાશ્રીજી તથા શ્રી કનૈયાલાલજી મહારાજ સાહેબ આદિને પણ ભક્તામર સ્તોત્રના ઘણા બધા અનુભવો થયા છે.
શ્રી જિનેશ્વરદેવમાં સંપૂર્ણ શ્રદ્ધા, તેના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારનાર, તેને સમર્પિત થઈ જઈને જે કોઈ ભક્તામર સ્તોત્રનું પઠન-પાઠન કરે છે, વિકટની ઘડીએ તેનો જપ-ધ્યાન કરે છે તે અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. આવાં તો અનેક ઉદાહરણો મળે છે. તે સર્વનો સમાવેશ કરવામાં આવે તો ફક્ત ભક્તામર સ્તોત્ર મહાત્મ્ય' નામનો દળદાર ગ્રંથ તૈયાર થાય. આવા ઉત્તમ, અનુપમ, મધુર, મનવાંચ્છિત ફળ આપનાર, અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવનાર ઉત્કૃષ્ટ ભક્તામર સ્તોત્રનો મહિમા, મહાત્મ્ય, ચમત્કાર કે પ્રભાવશાળી ઘટનાઓનું અર્થઘટન કરવું મારા જેવી અલ્પજ્ઞ, મંદબુદ્ધિવાળીને માટે અશક્ય છે.
ભક્તામર સ્તોત્રના શ્લોકોનો જુદો જુદો પ્રભાવ પડે છે અને તે વિષે વિદ્વાનોએ એ શ્લોકોનો પ્રભાવ નીચે પ્રમાણે દર્શાવ્યો છે :
શ્લોક-૧ : પ્રભાવ :
મુનિશ્રી ગુણભદ્ર વિજયજીએ પ્રથમ બંને શ્લોકને સર્વવિઘ્ન હ૨ના૨ ગાથા તરીકે વર્ણવ્યા
છે.
મુનિશ્રી લલિતસેન વિજયે જણાવ્યું છે કે પ્રથમ શ્લોકનો જાપ કરવાથી સુખ, સૌભાગ્ય, સંપત્તિ અને લક્ષ્મીનો લાભ થાય છે.
શ્લોક–૨ : પ્રભાવ :
શ્રી રાજયશસૂરિ જણાવે છે કે આ શ્લોકના પ્રભાવથી બધા જ રોગ, શત્રુ શાંત થાય તથા માથાનો દુઃખાવો દૂર થાય છે.
જ્યારે લલિતસેન વિજય આનાથી નજરબંધી થાય છે તેમ જણાવે છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર - 459. શ્લોક–૩ : પ્રભાવ : શ્રી રાજયશસૂરિ જણાવે છે કે દૃષ્ટિરોગ દૂર થાય અને જયની પ્રાપ્તિ થાય છે. જ્યારે લલિતસેન વિજય : દુશ્મનની નજરબંધી થાય અને દુશ્મન કંઈ કરી શકે નહીં. શ્લોક-૪ : પ્રભાવ : જાળમાં માછલી ફસાતી નથી અને જળનો ભય દૂર થાય છે. શ્લોક-૫ : પ્રભાવ : આંખના સર્વ રોગો દૂર થાય છે. શ્લોક–૬ : પ્રભાવ : અનેક વિદ્યાઓ સરળતાથી આવડી જાય છે અને વાણીનો દોષ દૂર થાય છે. શ્લોક–૭ : પ્રભાવ :
(૧) સર્પ મંત્રમુગ્ધ થઈ જાય છે અને બધાં પાપ, સંકટ અને નાનામોટા ઉપદ્રવો દૂર થઈ જાય છે.
(૨) સર્પનું ઝેર ચડે નહીં.
શ્લોક-૮ : પ્રભાવ : (૧) બધા અરિષ્ટયોગ દૂર થઈ જાય છે. (૨) ચામડી વગેરેના રોગ મટે છે.
શ્લોક-૯ : પ્રભાવ : (૧) ચોરોનો ભય દૂર થાય છે. (૨) ચોર ચોરી કરી શકે નહીં ચોરી કરનાર ચોર થંભી જાય. શ્લોક-૧૦ : પ્રભાવ : (૧) કૂતરાએ બટકું ભર્યું હોય તો ઝેરરહિત થઈ જાય છે. (૨) હડકાયા કૂતરાનું ઝેર ચડે નહીં. પીડા શાંત થાય.
શ્લોક-૧૧ : પ્રભાવ : (૧) ઇચ્છિતને આકર્ષિત કરે છે. વર્ષાને વિવશ કરે છે. (૨) જે સાધના કરવા ધારીએ તે થાય છે. (૩) સર્વ સિદ્ધિકર શ્લોક-૧૨ : પ્રભાવ :
Page #479
--------------------------------------------------------------------------
________________
460
* । ભક્તામર તુર્થ્ય નમઃ ।
(૧) હાથીનો મદ ઊતરી જાય છે અને જે વ્યક્તિને મળવાની અભિલાષા હોય તે મળી જાય છે.
(૨) સરસ્વતી વિદ્યા માટે
શ્લોક-૧૩ : પ્રભાવ :
(૧) ચોર ચોરી ન કરી શકે, માર્ગમાં કોઈ ભય નથી રહેતો તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. (૨) ચોર ચોરી કરવા આવે નહીં. ભૂત-પ્રેત આદિનો ભય રહે નહીં.
શ્લોક-૧૪ : પ્રભાવ :
(૧) લક્ષ્મી પ્રાપ્ત થાય છે, આધિ-વ્યાધિ-શત્રુ વગેરેનો આતંક-ભય દૂર થઈ જાય છે. સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે, ગુણની વૃદ્ધિ થાય છે.
(૨) શત્રુનો ભય ટળે તેમ જ જુદા જુદા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૩) સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે.
શ્લોક-૧૫ : પ્રભાવ :
(૧) પ્રતિષ્ઠા અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. નિર્મળ બ્રહ્મચર્યપાલન કરવાની શક્તિ મળે છે. (૨) સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય તથા ફરિયાદમાં જીત થાય તેમજ રાજદરબારમાં માન મળે.
(૩) દરેક રીતે ફળદાયી છે. મન મજબૂત થાય છે.
શ્લોક-૧૬ : પ્રભાવ :
(૧) બધા પ્રકારની સફળતાઓ તથા પ્રતિસ્પર્ધી પર વિજય પ્રાપ્ત થાય છે.
(૨) દુશ્મનનો પરાજય થાય અને રાજદરબારમાં જય થાય.
(૩) દરેક સ્થાને જીત થાય છે.
શ્લોક-૧૭ : પ્રભાવ :
પેટના બધા રોગો દૂર થાય છે.
શ્લોક-૧૮ : પ્રભાવ :
(૧) શત્રુ-સૈન્ય સ્થંભિત થાય છે, ધર્મમાં મતિ સ્થિર થાય છે તથા હંમેશાં ઉત્સવ થતા રહે છે. (૨) શત્રુ સ્થંભિત થાય અને ફરિયાદમાં જીત થાય.
શ્લોક-૧૯ : પ્રભાવ :
Page #480
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર : 461 કોઈક દ્વારા કરવામાં આવેલા મંત્ર, જાદુ, ટોના, ટુચકા, મૂઠ, ઉચ્ચાટન આદિનો ભય રહેતો
નથી.
શ્લોક-૨૦ : પ્રભાવ :
(૧) સંપત્તિ, સૌભાગ્ય, બુદ્ધિ, વિવેક અને વિજય પ્રાપ્ત કરવામાં સામર્થ્ય પ્રાપ્ત થાય છે. (૨) દુશ્મન જૂઠો પડે છે અને રાજદરબારમાં જીત થાય.
શ્લોક-૨૧ : પ્રભાવ :
(૧) બધા વશીભૂત થાય છે અને સુખ-સૌભાગ્ય વધે છે.
(૨) સર્વ સિદ્ધિયોગ થાય છે.
(૩) સર્વજન વશ કરવા માટે.
શ્લોક–૨૨ : પ્રભાવ :
(૧) ડાકણ, શાકિની, ભૂત, પિશાચ, ચુડેલ આદિ ભાગી જાય છે. (૨) વળગાડ દૂર કરવા માટે.
શ્લોક-૨૩ : પ્રભાવ :
(૧) પ્રેત-બાધા દૂર થાય છે.
(૨) શરીરની રક્ષા થાય તેમજ ભૂત-પિશાચનું દુઃખ દૂર થાય.
શ્લોક-૨૪ : પ્રભાવ :
માથાની પીડા મટે છે.
શ્લોક-૨૫ : પ્રભાવ :
(૧) દૃષ્ટિદોષ દૂર થાય છે. સાધક પર અગ્નિની અસર થતી નથી.
(૨) અગ્નિનો ભય ટળે છે.
શ્લોક–૨૬ : પ્રભાવ :
(૧) આધાશીશીની પીડાનું નિવારણ થાય છે.
(૨) આધાશીશી દૂર થાય તેમજ મસ્તકદોષ દૂર થાય.
(૩) રોગનિવારણ અને લક્ષ્મીપ્રાપ્તિ.
શ્લોક-૨૭ : પ્રભાવ :
Page #481
--------------------------------------------------------------------------
________________
462
* ॥ ભક્તામર તુલ્યું નમઃ ।
(૧) શત્રુનો પરાભવ થાય છે. આરાધકને કોઈ ક્ષતિ પહોંચતી નથી.
(૨) શત્રુનો ભય દૂર થાય છે.
શ્લોક-૨૮ : પ્રભાવ :
(૧) બધા મનોરથ સિદ્ધ થાય છે. સૌભાગ્ય, કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
(૨) વ્યાપારમાં લાભ થાય, ઝઘડા-ટંટા દૂર થાય. સ્ત્રીસોભાગ્ય પ્રાપ્ત થાય. દરેક પ્રકારે સુખ
થાય.
શ્લોક–૨૯ : પ્રભાવ :
(૧) નેત્રપીડા દૂર થાય, કોઈ પણ સ્થાવર વિષ લાગતું નથી.
(૨) સર્વ પ્રકારનાં ઝેરો નાશ પામે.
શ્લોક-૩૦ : પ્રભાવ ઃ
(૧) શત્રુનો પરાભવ થાય છે અને યાત્રા નિર્વિઘ્ન સંપન્ન થાય છે.
(૨) ચોર, મૂઠ વગેરે અસર ન થાય તેમજ સિંહ, વાઘ વગેરેનો ભય ન થાય.
શ્લોક–૩૧ : પ્રભાવ :
(૧) રાજ્ય માન્યતા મળે છે.
(૨) રાજદરબારમાં સન્માન પામે.
શ્લોક-૩૨ : પ્રભાવ :
(૧) સંપત્તિનો લાભ થાય છે.
(૨) રાજદરબારમાં જય થાય અને વિવિધ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય.
શ્લોક-૩૩ : પ્રભાવ :
(૧) દુર્જન વશીભૂત થાય છે અને એનું મોઢું બંધ થઈ જાય છે.
(૨) દુર્જનની બીક ટળે. તેનો કોઈ ઉપદ્રવ કામ ન આવે.
શ્લોક–૩૪ : પ્રભાવ :
(૧) હાથીનો મદ ઊતરે અને સમૃદ્ધિ વધે છે.
(૨) દ્રવ્યનો સંચય થાય તેમજ હાથીને વશ કરી શકાય. શ્લોક–૩૫ : પ્રભાવ :
Page #482
--------------------------------------------------------------------------
________________
(૧) સિંહનો ભય ટળે છે. (૨) સર્પ અને સિંહનો ભય ટળે છે.
મહાન પ્રભાવિક સ્તોત્ર 463
શ્લોક-૩૬ : પ્રભાવ :
અગ્નિનો ભય અને સંકટ દૂર થાય છે.
શ્લોક-૩૭ : પ્રભાવ :
(૧) સર્પના ઝેરનો ભય ઉપસ્થિત થતો નથી.
(૨) રાજદરબારમાં જય થાય.
શ્લોક-૩૮ : પ્રભાવ :
યુદ્ધનો ભય ટળે છે.
શ્લોક-૩૯ : પ્રભાવ :
(૧) યુદ્ધનો ભય મટી જાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. યુદ્ધમાં શસ્ત્રનો માર લાગતો નથી. રાજ્યથી ધન લાભ થાય છે.
(૨) મહાભય ટળે તથા રાજદરબારમાંથી દ્રવ્યની પ્રાપ્તિ થાય. યુદ્ધનો ભય ટળે.
શ્લોક-૪૦ : પ્રભાવ :
સમુદ્રનો ભય દૂર થાય છે.
શ્લોક-૪૧ : પ્રભાવ :
સર્વ રોગ નષ્ટ થાય છે તથા ઉપસર્ગો દૂર થાય છે.
શ્લોક–૪૨ : પ્રભાવ :
(૧) જેલમાંથી જલ્દી મુક્તિ મળે છે.
(૨) જેલનો ભય ટળે. રાજ્ય તરફથી ભય ન થાય.
(૩) બંદીખાનામાંથી છુટકારો થાય.
શ્લોક-૪૩ : પ્રભાવ :
(૧) શત્રુ પરાસ્ત થાય છે અને શસ્ત્રાદિનો ઘાવ શરીરમાં થતો નથી.
(૨) ૧૦૮ વાર ભણીને ઘોડેસવારી કરવામાં આવે તો જે માટે સવારી કરી હોય તેમાં જ્ય
મળે. વૈરી વશ થાય, શસ્ત્રનો ઘા લાગે નહીં.
શ્લોક-૪૪ : પ્રભાવ :
Page #483
--------------------------------------------------------------------------
________________
*।। ભક્તામર તુર્થ્ય નમઃ ।।
(૧) બધી જ મનોકામનાઓ સિદ્ધ થાય છે તથા મનમાં નિશ્ચિત થયેલ વ્યક્તિ વશમાં થાય છે. (૨) ૧૦૮ વાર નિત્ય જપવામાં આવે તો ૪૫ દિવસમાં સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. વિવિધ વિદ્વાનોએ શ્લોક પ્રમાણે તેનો પ્રભાવ યંત્ર-મંત્ર સાથે જણાવેલ છે. ઉપર્યુક્ત ત્રણેય વિદ્વાનોએ જણાવેલ પ્રભાવ તે પ્રમાણે જ છે.
464
શ્રી પદ્મસાગરસૂરિ મહારાજ સાહેબના શિષ્ય શ્રી અજય સાગર મહારાજ સાહેબે વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૫મો શ્લોક અને ૨૫મો શ્લોક બંને સાથે, માથા પર હાથ રાખી ગણવાથી કોઈ પણ પ્રકારના રોગનું નિવારણ થાય છે. તે અનુભવસિદ્ધ છે.
શ્રી ગુણાકરસૂરિએ રચેલ અનેક પ્રભાવક કથાઓ પ્રચલિત છે. પરન્તુ જૈન શાસનમાં વર્તમાન કાળમાં પણ અનેક સ્તોત્રોની જેમ ‘ભક્તામર સ્તોત્ર'નો પ્રભાવ ભક્તોના જીવનમાં થતો રહ્યાનું મનાય છે. કેટલાક ભક્તોને આ સ્તોત્રના જાપથી કે તેની નિત્ય આરાધના કર્યાથી લૌકિક સુખો પ્રાપ્ત થયાનું, સમયની સાથે આવતાં અનેક વિઘ્નો દૂર થયાનું કે કેટલીક પ્રતિકૂળતાઓ દૂર થઈને સાનુકૂળતા થયાનું જાણવા મળે છે. ધાર્મિક પરિભાષામાં કહીએ તો ભક્તામર સ્તોત્રના નિત્ય પઠનથી દુષ્કર્મોનાં બંધન તૂટી ગયાં હોય અને જીવનમાં સુખશાંતિની પ્રાપ્તિ થઈ હોય તેવું અનેક લોકો માને છે.
આ રીતે ભક્તામર સ્તોત્ર'નો નિત્ય પાઠ, જાપ સાચા હૃદયથી ક૨ના૨ને વિશેષ ફળદાયી છે એમ કહી શકાય અને આજના યુગમાં પણ તેનો પ્રભાવ જોઈ શકાય – જાણી શકાય – અનુભવી શકાય છે.
જૈનદર્શન મહાન છે અને વિશ્વમાં તેનું અનોખું યોગદાન રહેલું છે. મંત્ર-સ્તોત્ર અથવા કોઈ પણ ધાર્મિક વિધિ એટલી વૈજ્ઞાનિક અને રહસ્યભરી પણ છે. જૈન ધર્મ જેટલો ભાવમય છે એટલો જ વૈજ્ઞાનિક છે.
શ્રી માનતુંગસૂરિએ ધ્વનિ દ્વારા બેડીઓ તોડવાનો વૈજ્ઞાનિક સિદ્ધાંત સાબિત કર્યો હતો, શ્રી માનતુંગાચાર્યે રાજા દ્વારા લદાયેલી લોખંડની બેડીઓમાં બંધનમાં બંધન-ભેદની કલા સિદ્ધ કરી અને પરમાત્મામાં એકાકાર બન્યા. આ એકાગ્રતામાં અભેદથી નાદ પ્રગટ્યો; નાદથી આશ્રાવ્ય ધ્વનિ પ્રગટ્યો અને તે વિશિષ્ટ ધ્વનિતરંગોથી ઉત્પન્ન સ્તોત્રથી લોખંડની બેડીઓનાં બંધન તૂટ્યાં. એક એક શ્લોકનું સર્જન થતું ગયું અને એક એક બેડી તૂટતી ગઈ.
આપણને વિચાર આવે કે, સૂરિજીના શ્લોકસર્જન દ્વારા લોખંડની બેડીઓ શી રીતે તૂટે ? શું શબ્દો દ્વારા લોખંડની બેડીઓ તૂટી શકે ખરી ?
આ પ્રશ્નોનો સચોટ અને તાર્કિક ઉત્તર આજનું વિજ્ઞાન આપે છે કે, આપણો અવાજ અઢાર હજાર સાયકલ ઉપર જાય છે ત્યારે અશ્રાવ્ય થઈ જાય છે. જેવી રીતે અશ્રાવ્ય ધ્વનિને ઉત્પન્ન કરાવનાર ultrasonic drill વડે સેકન્ડના હજારમાં ભાગમાં અતિઘન મનાતો પદાર્થ (હીરો) તૂટી
Page #484
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર : 465 જાય છે. જો અશ્રાવ્ય ધ્વનિ વડે હીરો તૂટી શકે તો, અશ્રાવ્ય શક્તિ વડે લોખંડની બેડી કેમ ના તૂટી શકે ? Ultrasound Technologyનો આ સિદ્ધાંત વિજ્ઞાનના ક્ષેત્રમાં આશીર્વાદ સમાન છે. રોગીને બેહોશ કર્યા વગર Lithotripter પણ શક્તિસંપન્ન ધ્વનિસંકેતો દ્વા૨ા પથરી (Stone) તોડવાનું કામ કરે છે. રોગીને સીધો સુવડાવીને તેની કમર નીચે રાખેલી Hydrolic Tankમાં ગુદા ઉપર સીધો પ્રવાહ થાય છે. તેમાં ન તો દર્દીને કોઈ પીડા થાય છે અને ન તો કિરણોત્સર્ગનો કોઈ ભય રહે. એટલું જ નહિ, પથરી તોડવાની આ પ્રક્રિયા Lithotripter Monitoring Unitમાં પડદા ઉપર જોઈ શકાય છે.
તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ એમ માની શકાય કે સૂરિજીના આવા અપૂર્વ સર્જન વડે તેમની લોખંડની બેડીઓનાં બંધનો તૂટી ગયાં. પરમાત્મા સાથે ભક્તિપૂર્વક એકાગ્રતામાં તેમનું નિજાત્મસ્વરૂપ પ્રગટ થયું હતું. પરિણામે લોખંડની બેડીઓની સાથે ૫૨માર્થમાં અવરોધક એવી કર્મોની બેડીઓ પણ તૂટતી જતી હતી.
ધ્વનિ નાદની આવી અપાર શક્તિ છે કે જેના દ્વારા લોખંડની બેડીઓ પણ તુટી જાય છે. આ એક અદ્ભુત ચમત્કાર છે જેને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સાબિત કરી શકાયો છે.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ભક્તામર સ્તોત્ર આપણામાં પરિવર્તન લાવી શકે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભક્તામરને Healing Process Therapyની માન્યતા આપી શકાય. Healing Therapyનું વિજ્ઞાન એક એવી ચિકિત્સા આપે છે કે જ્યાં આપણા પ્રાણ, પ્રવાહ રુદ્રઅવરુદ્ધ બની ગયા હોય તેના દ્વારા પ્રાણઊર્જા આંદોલિત કરવામાં આવે છે. આ પ્રાણઊર્જા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ વિભાગમાં વિભક્ત છે. મનની શક્તિ દ્વારા એ પ્રાણઊર્જા એ દશેય વિભાગોમાં નિરંતર રચનાત્મક કાર્ય કરે છે. સ્તોત્રની વર્ણમાળા હકારાત્મક તેમજ રચનાત્મક આંદોલનો જગાવે છે. આ કારણે આ માનસિક અથવા શારીરિક કોઈ પણ રોગ અથવા પ્રતિક્રિયાથી મુક્તિ અપાવે છે. ભક્તામર સ્તોત્રમાં ભક્તિ દ્વારા ઊર્જાન્વિત સાધકની પિચ્યુટરી ગ્રંથિમાંથી A.C.T.H. નામના હોર્મોન્સ નીકળવાના શરૂ થાય છે. પરિણામે તેની પ્રાણઊર્જામાં આલ્ફા તરંગો આંદોલિત થાય છે અને તેને કારણે તે સઘળી માનસિક પીડાઓથી મુક્ત થઈ જાય છે. સ્વયં આનંદથી ભરપૂર બની જાય છે અને તેના ઓરા પણ એટલા જ પ્રભાવશાળી બની જાય છે કે તેની પાસે જે આવે છે તે પ્રસન્ન થઈ જાય છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આ સ્તોત્રમાં વિશિષ્ટતા રહેલી ણાય છે. દરેક વ્યક્તિ માનસિક રીતે અશાંત હોય છે ત્યારે પ્રભુના ચરણ-યુગલમાં શરણાગતિ સ્વીકારે છે અને જ્યારે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા પછી ચિત્તમાં એકાગ્રતા આવે છે. ત્યારે પ્રભુ સાથે તાદાત્મ્ય સંધાય છે. તે સમયે માનસિક તાણ, અશાંતતા આપોઆપ દૂર થઈ જાય છે. આમ, આ સ્તોત્રમાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ રહેલો છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
॥ ભક્તામર તુન્યં નમઃ ||
ભક્તામર સ્તોત્ર પ્રત્યેક પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ સંજોગોમાં પરિવર્તિત ક૨વાની ગજબનાક શક્તિ ધરાવે છે. યંત્ર-મંત્ર, તંત્ર ઋદ્ધિમંત્ર દ્વારા સાધક તેમના અધિષ્ઠાયક દેવને સિદ્ધ કરીને તેમની પાસે પોતાની મનોવાંચ્છના પૂર્ણ કરાવે છે. ભક્તામર સ્તોત્રમાં પરમ આરાધ્ય શ્રી જિનેશ્વરદેવના ચરણ-યુગલમાં સમર્પિત થઈ જઈને તેમનો જ યંત્ર-મંત્ર-તંત્ર રૂપમાં સ્વીકાર કરીને આવી પડેલી આપત્તિનો સાર્થક પ્રયોગ બતાવવામાં આવ્યો છે. આ સ્તોત્રના અક્ષરે અક્ષરમાં મંત્ર યુક્ત ગૂઢાર્થો સમાયેલા છે. આવા મંત્રગર્ભિત સ્તોત્રમાં પ્રભુના ગુણોનું ગાન, યશગાથા ગાવામાં આવી છે અને પ્રભુને કરવામાં આવેલા નમસ્કારને સવિશેષ મહાત્મ્ય આપવામાં આવ્યું છે. તે દ્વારા સાધકને પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે મોક્ષગામી બનવામાં પ્રવૃત્ત કરે છે. તેથી જ આ સ્તોત્રનો એક એક અક્ષર મહામંત્ર છે. અનેક મંત્ર-યંત્ર-તંત્રો જેમાં અનેકાનેક શાસ્ત્રો સ્થાપિત થયેલાં છે એવા ભક્તામર સ્તોત્રમાં અક્ષર-અક્ષરમાં મંત્રત્વ ધ્વનિત થાય છે. તેથી જ તેનું સ્મરણ ક૨વાથી શાશ્વત સુખના સ્વામી બનવાની વાંચ્છના પણ પરિપૂર્ણ થાય છે.
466
܀
ભક્તામર સ્તોત્રના રચનાકાર શ્રી માનતુંગસૂરિની આ અનુભવ સિદ્ધિ સ્વરૂપ છે કે સંપૂર્ણ એકાગ્રતા પૂર્ણ ભાવોની સાથે નાભિમાંથી નીકળેલો સ્વર મહામંત્ર સ્વરૂપ બન્યો છે. તેના પ્રત્યેક અક્ષરના ઉચ્ચારણમાં મંત્રના આંદોલન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આ ધ્વનિ પ્રતિધ્વનિ આંદોલનથી વિશિષ્ટ વાતાવરણ અને વિશિષ્ટ પ્રકારના વાયુમંડળનું સર્જન થાય છે. તે દ્વારા કોઈ પણ પ્રકારની વિપદામાંથી મુક્તિ મેળવી શકાય છે.
ભક્તામર સ્તોત્રની મૂળ સંરચના જ એવા વિશિષ્ટ પ્રકારની છે કે ત્યાં મંત્ર-યંત્ર-તંત્રની જરૂર પડતી નથી. સાધકે પોતાના ચિત્ત-તંત્રને વિશુદ્ધ કરીને તેમાં પરમાનંદસ્વરૂપ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન ધરીને સમસ્ત પ્રકારની વિકૃતિઓથી વિમુખ થઈ જવું એ જ આ સ્તોત્રનો પરમાર્થ છે. સાથે સાથે સાધકની સફળતાનું રહસ્ય પણ આમાં જ રહેલું છે.
ભક્તામર સ્તોત્ર સ્વયં સિદ્ધ મંત્ર-યંત્ર છે. પરમ શક્તિસ્રોત છે. પ્રભુ શ્રી જિનેશ્વરદેવના ચરણયુગલમાં પૂર્ણ સમર્પણના ભાવોમાં આ સઘળું સમાયેલું છે. તેથી જ તેના માટે કોઈ યંત્ર-મંત્રતંત્રનું વિધિ-વિધાન કરીને તે દ્વારા દેવી-દેવતાઓનું આહ્વાન કરવાની આવશ્યકતા નથી, તેઓ સ્વયં જ ઉપસ્થિત થઈ જાય છે. માત્ર ચિત્તની એકાગ્રતા અને ભક્તિભાવપૂર્વક સ્તોત્રનો જાપ કરવાથી તે સ્વયં સિદ્ધ થાય છે.
અહીં મને થયેલો સ્વ-અનુભવ જણાવું છું. ભક્તામર સ્તોત્ર છેલ્લાં સાત વર્ષથી દરરોજ ગણવાનો નિયમ છે. તેમાં જ્યારથી ભક્તામર સ્તોત્ર પર આ સંશોધનકાર્ય શરૂ કર્યું ત્યારથી તેના પ્રત્યેની આસ્થા-શ્રદ્ઘા દિન-પ્રતિદિન વધુ સદઢ બનવા લાગી. પછી તો આ શ્રદ્ધા અતૂટ વિશ્વાસમાં પરિણમી. ૧૯૯૮માં આવેલ જર્મન બહેન મિસ એલિઝાબેથ ફાનખાઉઝરના નિમંત્રણને માન આપીને સ્વિટ્ઝરલૅન્ડ ગઈ. અજાણ્યો દેશ અજાણી ભાષા - અજાણ્યા લોકોની વચ્ચે સાવ એકલી. પરંતુ મનમાં એક દૃઢ શ્રદ્ધા કે મારી સાથે મારા દાદા શ્રી આદિનાથ ભગવાન છે. જ્યારે જ્યારે હું કોઈક કારણસર મૂંઝવણ અનુભવતી, જ્યાં મન અકળાય ત્યાં ભક્તામર સ્તોત્રનું પઠન
Page #486
--------------------------------------------------------------------------
________________
મહાન પ્રભાવિક સ્તોત્ર - 467 કરવા લાગ્યું. મને લાગે કે કોઈ અગોચર શક્તિ આવીને સહાય કરે છે. મને મારો માર્ગ મળી જતો. ત્યાંથી હું હોલેન્ડ ગઈ અને પછી લંડન ગઈ. બધે જ એકલી હોવા છતાં એટલો બધો બધાનો પ્રેમ-ઉમળકાભર્યો આવકાર પ્રાપ્ત થયો કે ક્યારેક તો હર્ષાશ્રુ આવી જતાં.
લંડનમાં લેસ્ટરના દેરાસરમાં એક બહેનશ્રી મળ્યાં જેઓ ત્યાંની કાઉન્સિલના અધિકારી છે. તેમણે મને પૂછ્યું કે અહીં કયાં પ્રયોજનસર આવવાનું થયું ? મેં કારણ જણાવ્યું કે હું ભક્તામર સ્તોત્ર પર સંશોધનકાર્ય કરી રહી છું અને અહીં આવી છું. તેથી દેરાસરના ગ્રંથાલય અને ડી. મોન્ટફર્ડ યુનિવર્સિટીની મુલાકાતે આવી છે. ડી-મોન્ટફર્ડ યુનિવર્સિટીમાં જેનિઝમનો કોર્સ વર્ષોથી ચાલે છે. તો તેઓ પૂછ્યું આ સિવાયની તમારી ઇત્તર પ્રવૃત્તિ વિષે જણાવો. મેં કહ્યું, મારી અન્ય પ્રવૃત્તિ છે એક્યુપ્રેશર થેરાપી. આ સાંભળીને તેઓએ તરત જ મને કહ્યું, હું તમારું પ્રેશર થેરાપી વિષે વ્યાખ્યાન બે દિવસ પછી યોજવા માગું છું. તમારો અનુભવ જણાવો. પછી તો ૧૦ મિનિટમાં મુલાકાત લીધી, બીજી ૧૫ મિનિટમાં આમંત્રણ પત્રકો કોમ્યુટરમાં છપાઈ ગયાં. ત્યાંના બેલગ્રેવ નેબરહુડ સેન્ટરમાં સાંજના ૭થી ૯ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ બે કલાકને બદલે સાડા ત્રણ કલાક ચાલ્યો. આવા તો કંઈક નાના-મોટા અનુભવો પ્રવાસ દરમ્યાન થયાં.
દરરોજ ભક્તામર સ્તોત્રનો પાઠ કરવાનો નિયમ. તેમાં પણ છેલ્લાં ત્રણેક વર્ષથી મનમાં સતત કોઈક ને કોઈક શ્લોકનું સ્મરણ ચાલુ જ હોય. સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભાજીને ઍક્યુપ્રેશરની સારવાર તેમના બોરીવલીના ચાતુર્માસ દરમ્યાન આપતી હતી. તેઓ ઘણીવાર કહેતાં, રેખાબહેન, તમે જ્યારે મને સ્પર્શ કરી સારવાર આપો છો ત્યારે મારામાંથી સતત ભક્તામર ઊભરાય છે.' અને અમે સમગ્ર સારવાર દરમ્યાન ભક્તામર સ્તોત્ર વિષે જ વાત કરતાં રહેતાં.
એક દિવસ સવારથી જ મારા મનમાં ભક્તામર સ્તોત્રનો ૩૯મો શ્લોક “જ્ઞામિન નશોગિતવારિવા'નો જાપ ચાલુ હતો. અવિરતપણે આના સિવાય અન્ય શ્લોક મનમાં કે મોઢામાં આવતો ન હતો. તે દિવસે બપોરે ગ્રાંટરોડ (મુંબઈ)થી બોરીવલી આવવા માટે એક નંબરના પ્લેટફોર્મ પરથી દોડીને ટ્રેન પકડી, બોરીવલી જવાની ખૂબ ઉતાવળ હતી. તેથી ટ્રેન ચાલુ થયે ત્રણ નંબરના ઇન્ડિકેટર પર નજર કરી બરાબર બે મિનિટ પછી વિરાર તરફની ફાસ્ટ ટ્રેન હતી. તેથી મુંબઈ સેન્ટ્રલ આવતાં જ ઝડપભેર ટ્રેનમાંથી ઊતરી આજુબાજુ જોયા વિના બે નંબરના પ્લેટફોર્મ પરથી નીચે કૂદકો માર્યો. ત્યાં તો ગાડીનું હોર્ન વાગ્યું, ગાડી જોરદાર બ્રેક મારતાંની સાથે ઊભી રહી ગઈ. તે ગાડી મારાથી માત્ર ત્રણથી ચાર ફૂટ દૂર ઊભી હતી. પરંતુ આ બધું જ મને મોટરમેન અને પ્રવાસ કરતાં પ્રવાસીઓને બૂમાબૂમ કરતાં ખબર પડી. ત્યાં સુધી મને કંઈ જ ખબર ન હતી. ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બન્યું ? પરંતુ મને તો તે જ ઘડીએ જાણ થઈ ગઈ કે આ તો સતત ચાલતાં ભક્તામર સ્તોત્રના શ્લોકનો જ પ્રભાવ છે.
તાત્પર્ય કે જેના અક્ષરે અક્ષરમાં ગૂઢાર્થ અને પરમાર્થ સ્વરૂ૫ રહસ્ય ભરેલું છે, જે તેનું પ્રગટ અને અપ્રગટ રૂપ છે. તેનું જેટલું મહાભ્ય અનુભવમાં લાવીએ તેટલું ઓછું છે. તેના દ્વારા થયેલ ચમત્કારપૂર્ણ પ્રસંગોના માધ્યમથી મૂલ્યાંકન ક્યારેય થઈ શકે નહીં. અહીં તો એક જ વાત
Page #487
--------------------------------------------------------------------------
________________
468 .|| ભક્તામર સુભ્ય નમઃ || યથાર્થતાપૂર્વક કહી શકાય કે, મહાન પરમાર્થક શ્રી માનતુંગસૂરિએ ગૂઢાર્થપૂર્વક જેની સંરચના કરેલી છે તે ભક્તામર સ્તોત્ર દ્વારા શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવાનો સુઅવસર આજના કળિયુગમાં મેળવવો એ જ સૌથી મોટો ચમત્કાર છે, અને તેથી વિશેષ આ મહાન પ્રભાવિક સ્તોત્રની પ્રાપ્તિ થઈ છે તે જ સૌથી ચમત્કારિક ઘટના છે.
પાદનોંધ ભક્તામર : એક દિવ્ય દૃષ્ટિ – સંદેશ, આનંદઋષિ ડૉ. દિવ્યપ્રભા ૨. ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના – ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૧૮ ૩. ભક્તામર ભારતી', પ્રસ્તાવના – જ્યોતિ પ્રસાદ જેન, પૃ. ૩૦ ૪. “ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના – ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૨૧-૨૨
Page #488
--------------------------------------------------------------------------
________________
'ભક્તામર સ્તોત્રમાં મંત્ર - યંત્ર -
તંત્ર અને અષ્ટકો
ના ગ્રંથોમાં જે ;
ની વિભૂતિઓ , નવા છે તે તે
વેદ, ઉપનિષદ, પુરાણ, જૈન તેમજ બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં જે કાંઈ મંત્ર – યંત્ર – તંત્રની વિદ્યા છે તે તે ગ્રંથની વિદ્યાના આધારે, તે તે યુગની વિભૂતિઓ પોતાની સ્વાયામાં આધ્યાત્મિક ચેતન્યની શક્તિ જન્માવી શક્યા હતા. આંખો મીંચીની વિશ્વના કયા ભાગમાં શું બની રહ્યું છે કે હવે પછી ભવિષ્યમાં શું બનવાનું છે તે નિહાળી શકનાર તપસ્વી ઋષિમુનિઓ અને આર્ષદ્રષ્ટાઓની પરંપરા ભારતભૂમિ ઉપર પ્રાચીનકાળથી ચાલી જ આવે છે.
સમગ્ર બ્રહ્માંડની શક્તિના ભાગને માનવ ધારણ કરી શકે છે, કારણ કે માનવદેહમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોય છે. આમ તંત્રવિદ્યાને માનવદેહ સાથે સંબંધ છે. માનવદેહને બ્રહ્માંડ સાથે જોડીને બ્રહ્માંડમાં વિહરતી સૂર્યશક્તિને પોતાની કાયામાં સમાવીને મંત્ર-યંત્ર અને તંત્ર રૂપી સાધના દ્વારા પોતાની કાયામાંથી આત્મદીપક પ્રગટાવી શકાય તેનું સંપૂર્ણ જ્ઞાન સંસ્કૃત ગ્રંથોમાં પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અર્થાતુ માનવદેહની સમગ્ર કાયામાં મંત્રની અસર ઝીલતા અને તંત્રમાં પરિવર્તન બનતાં સ્થાનો છે. આ સ્થાન એવા તો અદ્ભુત છે કે જેમાં સમગ્ર બ્રહ્માંડની સૂર્યશક્તિને ઝીલી લઈને અલૌકિક પરિવર્તન લાવીને માનવદેહમાં વામનતામાંથી વિરાટતાને પ્રગટાવી શકાય છે.
આદિવાસી લોકોમાં પણ મંત્ર-પરંપરા જોવા મળે છે. તેવી જ રીતે ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું પણ મંત્રશાસ્ત્ર છે. પ્રત્યેક આત્મામાં અનંત અખૂટ શક્તિ અને જ્ઞાનનો ભંડાર છે. તેવું શાસ્ત્રવચન છે. આત્મામાં રહેલી આ અનંત શક્તિની અભિવ્યક્તિ તે મન-વચન-કાયા
Page #489
--------------------------------------------------------------------------
________________
470 | ભક્તામર સુભ્ય નમઃ દ્વારા કરે છે. જેને પરિપાટીની એક મહાન ભેટ છે કે તેમાં મનને, વચનને અને તેનાથી આગળ વધીને આત્માને લાગેલાં કર્મને સંપૂર્ણ ભૌતિક માને છે. વચન દ્વારા મંત્રોનું ઉચ્ચારણ થાય છે. યંત્ર દ્વારા તેમાં પ્રતિષ્ઠિત થયેલાં દેવ-દેવીઓને નમસ્કાર-પૂજા-અર્ચના થાય છે અને શરીર દ્વારા મંત્ર અને યંત્રની જે વિધિ થાય છે તે તંત્ર છે. મંત્ર-યંત્ર અને તંત્ર ત્રણે એકબીજા સાથે સંલગ્નિત થયેલા છે.
મંત્ર-યંત્ર અને તંત્ર વિદ્યાનું જ્ઞાન ગુપ્તજ્ઞાન તરીકે, રહસ્યમય વિદ્યા તરીકે ભારતના સંસ્કૃત સાહિત્યના રોમરોમમાં ફેલાયેલું જોવા મળે છે. જૈન શાસ્ત્રના સાહિત્યમાં તેનો અખૂટ ભંડાર છે. જૈન ધર્મના પાયાનું મૂળભૂત સ્તોત્ર “નવકાર મંત્ર' એ મહામંત્ર છે, પ્રાણમંત્ર છે. તેને ચોદ પર્વનો સાર ગણવામાં આવ્યો છે અને તેનો સીધો સંબંધ પંચપરમેષ્ઠિના ગુણોની ઉપાસના સાથે છે. આ નમસ્કાર મહામંત્રના વિસ્તાર રૂપે અનેક બીજા મંત્રો રચાયા છે જેને “નવસ્મરણ" ગણવામાં આવ્યા છે. તે નવકાર મંત્ર સિવાયનાં બીજાં આઠ સ્મરણ ઉવસગ્ગહર સ્તોત્ર, સંતિકર, સ્તોત્ર, નમિઊણ સ્તોત્ર, તિજ્યપહુક્ત સ્તોત્ર, અજિતશાંતિ સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર સ્તોત્ર અને બૃહદ્ શાંતિ સ્તોત્ર. આ સર્વે નવકાર મંત્રના વિસ્તારરૂપ સ્તોત્ર છે. જેમાં પંચ પરમેષ્ઠિમાંથી કોઈ પણ એકને લઈને તેના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત બધા જ સ્તોત્રમાં મંત્ર – યંત્ર – તંત્રનો સમાવેશ થયેલો છે અને તેની આરાધના કરવાથી કર્મની નિર્જરા થાય છે. આત્મા પર લાગેલાં કર્મનાં આવરણોને દૂર કરવામાં આ ત્રણે મદદરૂપ થાય છે. તેમજ મંત્રોની ઉપાસના દ્વારા સર્વ કાર્ય સિદ્ધ થાય છે અને તેમાં યંત્ર અને તંત્ર મદદરૂપ થાય છે.
મંત્ર મંત્ર શબ્દ સંસ્કૃત ભાષાનો છે. મંત્ર શબ્દ “મનું ધાતુમાં ખૂન (ત્ર) તથા ધમ્ પ્રત્યય લાગીને બને છે. આ વ્યુત્પત્તિ અનુસાર એનો અર્થ થાય છે. જેના દ્વારા આત્માના આદેશનો સાક્ષાત્કાર કરવામાં આવે તે મંત્ર છે. બીજી વ્યુત્પત્તિમાં મનું ધાતુનો વિચાર પરક એવો અર્થ કરવામાં આવે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે, જેના દ્વારા આત્માની વિશુદ્ધતા પર વિચાર થઈ શકે છે, તે મંત્ર છે. ત્રીજી વ્યુત્પત્તિમાં મનુ ધાતુને સત્કારાર્થમાં લેતાં તેનો અર્થ થાય છે, જેના દ્વારા મહાન આત્માઓનો સત્કાર કરવામાં આવે છે, તે મંત્ર છે. ચોથા અર્થમાં જ્યારે મનુને શબ્દ માનીને ‘ત્ર' પ્રત્યય લગાવીને મંત્ર' શબ્દ બનાવવાથી એ અર્થ પ્રગટે છે કે મંત્ર એ શબ્દશક્તિ છે જેનાથી માનવીને લૌકિક-પરલૌકિક રક્ષણ મળે છે.
ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી મંત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “અતીન્દ્રિય-શક્તિની પ્રેરકશક્તિ અને સૂક્ષ્મશક્તિ ઉપર સ્વામિત્વ ધરાવવાની પ્રક્રિયા મંત્ર કહેવાય છે. માત્ર – ગુપ્ત પરિમાણો ધાતુ વડે મંત્ર શબ્દની નિષ્પત્તિ મનાય છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ પોતાની ઇષ્ટ સિદ્ધિ માટે જે શબ્દ કે શબ્દરાશિનું ફરી ફરીને ગુહ્ય રીતે આવર્તન કરાય છે તે મંત્ર છે. વર્ણનસમૂહ અથવા તો
Page #490
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર – તંત્ર અને અષ્ટકો જ 471 શબ્દસમૂહમાં નિશ્ચિત આવર્તનથી જીવ, બ્રહ્મ અને બ્રહ્માંડનું એક્ય જાણવાની શક્તિ મંત્ર વડે મળે છે. જેના મનનથી સંસારના પાશબંધનથી પ્રાપ્ત થનારી જીવદશાની મુક્તિ સાધ્ય બને છે તે મંત્ર' છે અને જેના જયથી ધર્મ, અર્થ, કામ તથા મોક્ષાદિ ચતુર્વર્ગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે પણ મંત્ર છે."
માનવીનું મન અતિશય ચંચળ છે તેની વૃત્તિઓને કાબૂમાં લઈ એકાગ્ર કરવાનું કામ મંત્ર કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સાથે મંત્રશક્તિનો સીધો સંબંધ છે. ગુપ્તપણે કહેવાય છે તે મંત્ર છે. ડૉ. શિવશંકર અવસ્થી લખી છે કે “ચિત્ત જ્યારે બાહ્યસમૂહને ઉપસંહ્નત કરીને, અન્તર્મુખ થઈને ચિદ્રુપતા સાથે અભેદ વિમર્શ પ્રાપ્ત કરે છે, તે જ તેની ગુપ્ત મંત્રણા છે, જેને કારણે તેને મંત્રની અભિધા મળે છે તેથી મંત્રદેવતાના વિમર્શમાં તત્પર તથા દેવતા સાથે જેણે સામંજસ્ય પ્રાપ્ત કરી લીધું છે. એવા આરાધકનું ચિત્ત જ મંત્ર છે. માત્ર વિચિત્ર “વર્ણ સંઘટના
જ નથી."
મંત્રોની રચના કેવી રીતે થાય છે? એના ઉત્તરમાં એમ માનવામાં આવે છે કે દરેક અક્ષર એ મંત્ર સમાન છે. દરેક અક્ષરમાં મંત્રબીજ છુપાયેલો હોય છે. શ્રી સારાભાઈ નવાબ જણાવે છે કે “મંત્ર એટલે અમુક પ્રકારના અક્ષરોની સંકલના. જેમ આકર્ષણશીલ વિદ્યુતના સમાગમથી તણખો ઉત્પન્ન થાય છે તેમ જુદા જુદા સ્વભાવવાળા અક્ષરોની યથાયોગ્ય રીતે સંકલના-ગૂંથણી કરવાથી કોઈ અપૂર્વ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે.”
અર્થાત્ મંત્ર એવું વિજ્ઞાન છે, જેનાથી શક્તિનો ઉદ્ભવ થાય છે. જેનાથી મનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. મંત્ર એવી મનોભૂમિ તૈયાર કરે છે જેમાં ભગવાનની સત્તા કેન્દ્રીભૂત થાય છે અને આ મંત્રશક્તિ દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. અર્થાત્ મંત્રમાં એટલી દિવ્યશક્તિ રહેલી છે કે ભક્તને ભગવાન સાથે તદાભ્યતા સાધવામાં અને તેમાં એકાકાર થવામાં મદદ કરે છે.
મંત્ર હંમેશાં ગુરુ પાસેથી ગ્રહણ કરવામાં આવે છે. મંત્ર ગ્રહણ કરવા માટે સાધકની કેટલી તીવ્ર ઇચ્છા કે ભક્તિ છે તે પરથી મંત્રનું ફળ મળે છે. જે મંત્ર ગ્રહણ કરવામાં સાધકની પ્રબળ ઇચ્છા અને દૃઢ ભક્તિ હોય તે મંત્ર સાધકને માટે ઉત્તમ છે... પછી સિદ્ધાદિચક્રનું શોધન કરતાં ભલે તે અરિના–શત્રુના કોઠાને પ્રાપ્ત થયેલો હોય, મંત્ર, તીર્થ, બ્રાહ્મણ, દેવ, જ્યોતિષી, ઓષધ અને ગુરુની બાબતમાં જેની જે પ્રકારની ભાવના હોય તેને તે પ્રકારની સિદ્ધિ થાય છે.
મંત્રને મનના ભાવ સાથે સંપૂર્ણ સંબંધ ગ્રાહ્ય છે. જેવા મનના ભાવ હોય છે તેવો મંત્રનો પ્રભાવ જોવા મળે છે. અથવા તો મનના જેવા ભાવ હોય, જે પ્રમાણે મંત્રનું મનન-જાપ જે ભાવથી કરવામાં આવે તે પ્રમાણનું મંત્રફળ પ્રાપ્ત થાય છે. જો મંત્રનું વિશુદ્ધ ભાવપૂર્વક આરાધન કરવામાં આવે તો તે ચોક્કસ ફળે છે. જે સૂત્રનું વારંવાર મનન કરવામાં આવે છે તેને મંત્ર કહેવાય છે. અને આવા મંત્રનું વારંવાર મનન ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તેની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લેવામાં આવે છે. સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વકની શરણાગતિ સ્વીકારી લેવાનું મુખ્ય કારણ એ છે કે પહેલાંના
Page #491
--------------------------------------------------------------------------
________________
472 ભક્તામર સુભ્ય નમઃ જ્ઞાની પુરષો એવા ન હતા કે જેઓ મંત્રના નામે લોકોને છેતરે. મહાન પુરુષોએ કલ્પવૃક્ષથી પણ અધિક મહિમા, જે શબ્દરૂપ સંપુટને સુઆયોજનપૂર્વક ગુંફિત કરવામાં આવ્યા છે, તેવા મંત્રોનો અધિક મહિમા ગાયો છે, તે પણ વાસ્તવિક છે, તેમાં લેશમાત્ર સંદેહને સ્થાન નથી. કારણ કે મહાન પુરુષોના મુખમાંથી વિશુદ્ધ ભાવથી નીકળેલા શબ્દો સર્વથા ભૂલ વગરના પૂર્વાપર વિરોધ વગરના અને પ્રમાણભૂત હોવાથી અત્યંત માનનીય છે.
મંત્રનું પૂર્ણ ભક્તિ, દઢભક્તિ અને સંપૂર્ણ ઉત્સાહ સાથે જો મનન, ધ્યાન કે જાપ કરવામાં આવે તો ચોક્કસ ફળ આપે છે. મંત્રોની આરાધનાના સંબંધમાં ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત એ છે કે મંત્રની આરાધના બહુ જ શુદ્ધિપૂર્વક કરવી જોઈએ. અક્ષરના ઉચ્ચારણમાં હૂર્ત, દીર્ઘ આદિનો સંપૂર્ણ વિચાર કરીને ઉચ્ચાર કરવો જોઈએ. અર્થાત્ શબ્દનું ઉચ્ચારણ ખૂબ જ ચોખું હોવું જોઈએ. કારણ અશુદ્ધ મંત્રથી કોઈ પણ જાતનું કાર્ય સિદ્ધ થતું નથી.
ભારતમાં ધર્મશાસ્ત્રો, પુરાણો, કથાગ્રંથો, પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રતો અને મહાપુરુષોનાં ચરિત્રોમાંથી કોઈ પણ વિષયનું પુસ્તક જોઈએ તો તેમાં મંત્ર કે તેના પ્રભાવ વિશે કંઈ ને કંઈ લખાયેલું ચોક્કસ મળી આવે છે. પ્રાચીન કાળના ભારતમાં મંત્રનો પ્રભાવ અને પ્રચાર ઘણા વિશાળ પ્રમાણમાં હતો. મંત્રશાસ્ત્ર વિષેનું વિવેચન બૌદ્ધ સાધુઓએ ઘણું બહોળા પ્રમાણમાં લખ્યું છે. પાંચમીથી દસમી સદી સુધીનાં પાંચસો વર્ષ દરમ્યાન આ વિષય ઉપર બેથી અઢી હજાર જેટલા નાનામોટા ગ્રંથો એકલા બોદ્ધોએ જ લખ્યા હતા.
જૈન ધર્મની મંત્રની પ્રાચીનતા બૌદ્ધ ધર્મ પહેલાંની જોવા મળે છે. “શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ નામના ગ્રંથની પ્રસ્તાવનામાં વિદ્વાન લેખક શ્રી મોહનલાલ ભગવાનદાસ સોલિસિટર જેનાગમોમાંથી પુરાવાઓ આપીને સાબિત કરવાના છે કે જૈન સંપ્રદાયમાં બૌદ્ધ સંપ્રદાયની અસર પહેલાં પણ જૈનાચાર્યો આ વિદ્યાથી અનભિજ્ઞ ન હતા.
જૈન ધર્મની અંદર મંત્રશક્તિ વિશે ઘણું લખાયું છે. મંત્રો પણ વિશાળ પ્રમાણમાં મળી આવે છે. મંત્રની વ્યાખ્યા જૈન ધર્મમાં થોડી વિશિષ્ટ રીતે આપવામાં આવી છે. ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે “મંત્ર શબ્દની પરિભાષા કરતાં જૈન ગીતાર્થોએ મૂળ ધાતુઓ તો તે જ માન્ય રાખ્યા છે. પણ અર્થમાં એક વિશિષ્ટતા આણી છે. યથા જેનાથી આત્માનો આદેશ નિજાનુભવ જ્ઞાત થાય તે મંત્ર, જેના વડે પરમપદમાં બિરાજમાન પાંચ ઉચ્ચ આત્માઓનો અથવા યજ્ઞાદિ શાસન દેવતાઓનો સાક્ષાત્કાર થાય તે મંત્ર.
જેન સમાજમાં મંત્રનો આદર થતો હતો. અન્ય ધર્મમાં મંત્રનો નાની નાની બાબતોમાં ઉપયોગ થતો હતો. ધર્મના આવશ્યક કર્તવ્ય તરીકે તેનો સ્વીકાર કરવામાં આવતો હતો. જ્યારે જૈન ધર્મમાં મંત્રશાસ્ત્રનો અભ્યાસ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે થતો હતો. અને તેનો ઉપયોગ શાસનની રક્ષા નિમિત્તે જ કરાતો. જેને સમાજમાં અનેક મંત્રવાદીઓ થયા છે જેમાં માનવદેવસૂરિ, સિદ્ધસેન દિવાકરસૂરિ, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ, આચાર્ય ખપૂટાચાર્ય, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનદત્તસૂરિ
Page #492
--------------------------------------------------------------------------
________________
473
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકો આદિની ગણના થાય છે. જેનાચાર્યોનો મંત્રજપનો મુખ્ય હેતુ કર્મનિર્જરાનો હતો. જ્યારે બીજા લોકો ઐહિક ફળની આશાથી જ મંત્ર જપતા. જૈનોના મંત્ર તદ્દન પવિત્ર અને નિર્દોષ વિધિસાધ્ય હોવાથી મંત્રવાદ જૈન આચારોમાં વિકૃતિ ઉત્પન્ન કરી શક્યો નથી.
જૈન ગ્રંથકારોએ બે પ્રકારે મંત્ર અને વિદ્યાનો ભેદ બતાવ્યો છે. સ્ત્રીદેવતાધિષ્ઠિત તે વિદ્યા અને પુરુષાધિષ્ઠિત તે મંત્ર અથવા જેનો પાઠ કરવા માત્રથી જ કાર્યની સિદ્ધિ થાય તે મંત્ર અને જપ-હોમાદિવિધિ સાધ્ય તે વિદ્યા, એમ બે પ્રકારે મંત્ર અને વિદ્યાનો ભેદ જૈન ગ્રંથકારોએ બતાવ્યો છે.
વિદ્યા એ સ્ત્રીદેવીની ઉપાસના અર્થે છે, જ્યારે મંત્ર એ પુરુષ–દેવની ઉપાસના અર્થે છે. આવા મંત્ર કે વિદ્યાનું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેનું સતત મનન કરવામાં આવે છે. આ મનન કે જપ કેવી રીતે કરવો જોઈએ ? શ્રી રાજયશસૂરિ મહારાજ જણાવે છે કે “પુદ્ગલોની અનંતશક્તિ, સંકલ્પની મહાન શક્તિ અને આત્માની અનંત શક્તિ એક ધારામાં ગોઠવાય છે ત્યારે મંત્રો અગમ્ય અને અશક્ય કાર્ય કરી શકે છે.’૪
મંત્રશક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. આચાર્યોએ બનાવેલા એક એક અક્ષર મંત્ર સમાન હોય છે. આવા મંત્રનો પાઠ કરવાથી વાતાવરણની અંદર જે આંદોલનો ફેલાય છે. તેના પરિણામે એક વિશિષ્ટ પ્રકારની અસર ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાની દેવતાઓને પોતાના જ્ઞાનના કારણે સ્વર્ગમાં બેઠા બેઠા ખબર પડે છે કે કોઈ સાધક મંત્રનો પાઠ કરે છે અને મદદ માટે મને યાદ કરે છે. સાધકના યાદ કરતાં દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને સાધકની મનોવાંચ્છના પરિપૂર્ણ કરે છે.
ધર્મના બીજરૂપ મંત્ર છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અને જે માનવીનું મન સદાય સતત ધર્મમાં લીન હોય છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
જૈન શાસ્ત્રમાં મંત્રોનું અનાદિકાલથી પ્રચલન છે. મંત્રો ભક્તિ અને મુક્તિ, શ્રેય અને પ્રેયની સાધના–આરાધના કરી આપનારા હોવાથી જૈન શાસ્ત્રમાં ગૌરવભર્યું અને વિશિષ્ટ સ્થાન પામ્યા છે. તેથી કરીને કહેવાય છે કે જૈન આગમો જ મંત્રમય છે એવું વિધાન સત્ય પુરવાર થાય છે.
યંત્ર
જેટલા મંત્રો રચાયા છે તેટલાં જ યંત્રો પણ રચાયાં છે. ‘યમ્' ધાતુ અને ત્ર’ પ્રત્યય મળીને ‘યંત્ર' શબ્દ બન્યો છે. થમ્' એટલે સીમા અને ત્ર' એટલે રક્ષણ કરનાર. પ્રો. સી. વી. રાવળ યંત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે યંત્ર ઇચ્છિત વસ્તુ આપે છે અને રક્ષણ પણ કરે છે. એક અર્થ એવો પણ થાય છે કે જે તેજ કે શક્તિઓનો પ્રાણોમાં સંચય થયેલો છે તેની વૃદ્ધિ કરવી તેને મુક્ત કરી યોગ્ય રસ્તે અને યોગ્ય રીતે વહેવા દેવી. યંત્ર શક્તિઓનો ભંડાર છે અને સાધક પોતાની સાધનાના બળ ઉપર તેમાંથી ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.”પ
Page #493
--------------------------------------------------------------------------
________________
474 છે તે ભક્તામર તુલ્યું નમઃ ||
યંત્ર દ્વારા દેવ-દેવીઓની પૂજા થાય છે. ત્યાં દેવ કે દેવીની મૂર્તિ કે ફોટા નથી રાખવામાં આવતાં પરંતુ યંત્રની આકૃતિમાં તેમનું સ્થાપન કરવામાં આવે છે. અર્થાત્ યંત્ર એટલે દેવ-દેવીનું નગર, ઘર કે શરીર માનવામાં આવે છે. યંત્રની એવી વિધિવત્ રચના કરવામાં આવે છે કે જે દેવ-દેવીનું યંત્ર હોય તે દેવ-દેવી યંત્રમાં સાક્ષાત્ નિવાસ કરે છે અને તે અર્થે જ મંત્રોની પૂજાઅર્ચના થતી હોય છે. યંત્ર અને દેવ કે દેવીનો સંબંધ એ પ્રકારનો હોય છે કે જેવી રીતે શરીરથી આત્માને જદો ન કરી શકાય તેવી રીતે દેવી-દેવતાને અને યંત્રને જુદાં ન કરી શકાય. અર્થાત. દેવી-દેવતા અને યંત્ર એક જ હોય છે, અભિન્નતાથી જોડાયેલાં હોય છે. દેવી-દેવતાઓ યંત્રને આધીન હોય છે. યંત્ર-મંત્રને આધીન હોય છે અને મંત્ર મંત્રકર્તાને આધીન હોય છે. આમ દેવીદેવતા, યંત્ર અને મંત્ર ત્રણે એકબીજા સાથે જોડાયેલાં છે. આથી માનવના ઉદ્ધારાર્થે દેવી-દેવતાઓએ વિવિધ યંત્રોની વિધિ કહી છે.
યંત્ર અને મંત્ર બંને એકબીજા સાથે સંલગ્ન છે. તેથી કરીને મંત્રોની જેમ યંત્રો પણ કાર્યસિદ્ધિનું સાધન મનાય છે. માત્રમાં શબ્દનું પ્રાધાન્ય હોય છે. જ્યારે યંત્રમાં આકૃતિ અને તેની ગોઠવણની પ્રધાનતા હોય છે. યંત્રમાં જેટલાં યંત્રો લગભગ તેટલા પ્રકારની આકૃતિ જોવા મળે છે. યંત્રમાં આકૃતિઓનો પાર નથી. પરંતુ તેમાં સૌથી વધારે ભૌમિતિક પ્રકારના ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળનો આકારની પ્રધાનતા જોવા મળે છે. આકૃતિરૂપ યંત્રોનો આધાર કયા મંત્ર કે દેવી-દેવતાનું યંત્ર છે, તેના પર રહેલો છે. જુદા જુદા આકારો જુદાં જુદાં યંત્રો માટે હોય છે.
જૈન સંપ્રદાયમાં વર્ધમાન વિદ્યાનું યંત્ર, વિજયપતાકા યંત્ર તથા ભક્તામર સ્તોત્ર વગેરેને લગતાં ઘણાં યંત્રો ચતુષ્કોત્મક છે. શુક્રનું યંત્ર પંચકોણાત્મક હોય છે અને નરનારી મારણયંત્ર પણ પાંચ પાંખડીનું જોવામાં આવ્યું છે. ગુરુ અને શનિનાં યંત્રો પકોણાત્મક હોય છે. શ્રી પદ્માવતીજીનું યંત્ર પણ ષટ્કોણાત્મક હોય છે અને દિવ્યસ્તંભનાદિ બીજાં પણ કેટલાંક યંત્રો ષટ્કોણાત્મક હોય છે. બુધનું યંત્ર અષ્ટકોણાત્મક હોય છે અને કેટલાક વરનાશક યંત્રો પણ અષ્ટકોણાત્મક હોય છે. સૂર્યનું યંત્ર દ્વાદશકોણાત્મક હોય છે અને ચંદ્રનું યંત્ર ષોડશકોણાત્મક હોય છે.
જૈન સંપ્રદાયમાં શ્રી સિદ્ધિચક્રજી તથા શ્રી ઋષિમંડળજીનાં યંત્ર વર્તુળમાં હોય છે.
આ ઉપરાંત પણ વિવિધ પ્રકારનાં યંત્રોની આકૃતિઓ જોવા મળે છે. કમલાકૃતિ, વૃક્ષની આકૃતિ, સર્પાકાર આકૃતિ, અંડાકૃતિ, પશુઓની આકૃતિ અને મનુષ્યની આકૃતિના રૂપે પણ યંત્રો જોવા મળે છે.
સંપૂર્ણ ક્રિયાશુદ્ધિને લીધે પ્રતિષ્ઠિત કરેલાં યંત્રો ઘણાં ફળદાયી હોય છે અને આ અંગે ખાસ વિધિ-વિધાન નક્કી થયેલાં હોય છે. આવાં યંત્રો જુદા જુદા મંત્રો અને દેવી-દેવતાઓ પ્રમાણે, ગ્રહ પ્રમાણે જુદી જુદી આકૃતિમાં અને ધાતુ કે અન્ય કોઈ પદાર્થ પર દોરેલાં રેખાચિત્રો હોય છે. યંત્ર મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (૧) પૂજનયોગ્ય યંત્ર, (૨) પ્રાયોગિક યંત્ર.
પૂજનયોગ્ય યંત્રો સોના, ચાંદી, કાંસા કે પંચધાતુનાં બનાવવામાં આવે છે. આ સિવાય યંત્રપટો
Page #494
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર – યંત્ર- તંત્ર અને અષ્ટકો 475 પણ બને છે. તે કપડાં કે કાગળ પર ચિતરાયેલા હોય છે અને પૂજનના કામમાં લેવાય છે. એટલે તે પણ એક પ્રકારનાં પૂજનયંત્રો જ છે. આવાં પૂજનયંત્રોની મૂર્તિની માફક જ સંસ્કારવિધિ કે પ્રાણપ્રતિષ્ઠાનની વિધિ કર્યા બાદ જ તેનું પૂજન શરૂ થાય છે અને તેનું નિયમિત પૂજન-અર્ચન થાય છે. આવાં યંત્રોની સ્થાપના કર્યા પછી કોઈ પણ દિવસ અપૂજિત રાખી શકાય નહિ. હંમેશાં નિયમિત રીતે તેને ધૂપ, દીપ, વાસક્ષેપ વગેરે વડે પૂજા કરવી જોઈએ.
પ્રાયોગિક યંત્રો ભોજપત્ર કે કાગળ અથવા જે જે વસ્તુ પર લખવાનું વિધાન હોય તેના પર લખવામાં આવે છે. પ્રાયોગિક યંત્રનું લેખનકાર્ય પણ શુભ મુહૂર્તમાં સિદ્ધ તીર્થમાં પર્વત પર જઈને કે વનમાં જઈને સ્થાન નક્કી કરીને કરાય તો ઉત્તમ ગણાય છે. લેખનકાર્ય કરનાર બ્રહ્મચારી તથા સદાચારી હોવો જોઈએ. યંત્રલેખન માટેની સામગ્રી પણ શુદ્ધ હોવી આવશ્યક છે. યંત્ર-આસન પર બેસી, શાસનદેવીની પ્રાર્થના કરી, સરુને નમસ્કાર કરી યંત્રને બાજોઠ પર રાખીને લેખનકાર્ય શરૂ કરવું જોઈએ. મંત્રાક્ષરોનાં લેખનમાં જે નિશ્ચિત સ્થાન હોય ત્યાં જ બીજાક્ષરો લખવા. પ્રથમ નાના અંકો પછી છેલ્લે મોટા અંકો લખાવા જોઈએ. શ્રદ્ધાપૂર્વક લેખનકાર્ય થવું અતિ આવશ્યક છે.
યંત્ર લખ્યા પછી હાથે બાંધવાનું હોય તો તેને ચાંદી, સોના કે ત્રાંબાના માદળિયામાં મૂકી તેનું મૂળ બંધ કરી લાલ, કાળા કે પીળા રંગના ઊનમાં પરોવીને તેનો ઉપયોગ કરવો જોઈએ.
દેવ-દેવી, તેમનો પરિવાર, બીજાક્ષરો, અન્ય વર્ગો, અંકે કે વિશિષ્ટ આકૃતિઓ જ્યાં સ્થાપવાનું વિધાન હોય ત્યાં જ સ્થાપાવાં જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો યોગ્ય હોતો નથી. અર્થાત્ યંત્રમાં આ બધાની ગોઠવણ પણ અતિ મહત્ત્વની વસ્તુ હોય છે. અમુક યંત્રમાં જે બીજમંત્ર ન લખવા જોઈએ પણ જો ફેરફાર કરીને તે લખાઈ જાય તો ઉપદ્રવ પણ થાય છે.
મંત્રોની જેમ યંત્રોની સંખ્યા પણ બહું મોટી છે. કારણ કે જેટલાં મંત્ર છે. એટલાં યંત્ર પણ છે. અર્થાત્ મંત્રોની જેમ યંત્રોની સંખ્યા પણ ઘણી વિશાળ છે. પ્રાચીન કાળમાં તપસ્વી, મહાવિદ્વાન, યોગી પુરષો યોગ્ય વિધિથી મંત્રો દ્વારા યંત્રો સિદ્ધ કરીને યોગ્ય નીતિમાન ગૃહસ્થને આપતાં અને તેઓ તેનું વિધિપૂર્વક પૂજન કરી તેનું ફળ પ્રાપ્ત કરતા હતા. યંત્રો દ્વારા તેમના જીવનના અને લોકોપયોગી, કલ્યાણકારી કાર્યો થતાં હતાં.
યંત્ર એ મંત્રશાસ્ત્રનું એક મહત્ત્વનું અંગ છે. મંત્રદેવતાની પૂજા કરવી હોય ત્યારે તેનો વિશિષ્ટ પ્રકારે ઉપયોગ કરવો પડે છે. એ સિવાય મંત્ર ચૈતન્ય-જાગ્રત થતું નથી. પ્રા. સી. વી. રાવળ જણાવે છે કે “મંત્રવિશારદો કહે છે કે જેમ દેહ અને આત્મા ઓતપ્રોત હોવાથી તેમાં અભેદ પ્રવર્તે છે તેમ યંત્ર અને મંત્રદેવતાને પણ પરસ્પર સંબંધ છે. ઉદાહરણ તરીકે જૈન ધર્મમાં પંચપરમેષ્ઠીની (નવકાર મંત્રની પૂજા કરવી હોય તો નવપદજીના યંત્રની પૂજા કરવામાં આવે છે. સિદ્ધચક્રના મંત્રનું પૂજન પણ તેને સાક્ષાત્ મંત્રદેવતા માની કરવામાં આવી છે."
તાત્પર્ય કે જે યંત્ર છે, તે મંત્રદેવતા છે. મંત્રદેવતામાં અને મંત્રમાં કોઈ ભેદ નથી.
Page #495
--------------------------------------------------------------------------
________________
476 । ભક્તામર તુલ્યું નમઃ ।।
તંત્ર
મંત્ર-યંત્રની સાથે ત્રીજો તંત્ર શબ્દ પણ જોડાયેલો જોવા મળે છે. ‘તંત્ર’ શબ્દનો એક વેદથી અને બીજો મંત્રથી એમ બે પ્રકારે ભેદ પાડવામાં આવે છે. તંત્ર માટે નિગમથી અલગ એવો આગમ શબ્દ વપરાય છે. આગમ એટલે સ્મૃતિ અને નિગમ એટલે શ્રુતિ એવો પણ એક અર્થ થાય છે.
ડૉ. રુદ્રદેવ ત્રિપાઠીના મતે તંત્રનો અર્થ “કામિક આગમમાં તંત્ર શબ્દનો અર્થ જણાવવા માટે તેની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે તત્ત્વ અને મંત્ર સહિત વિપુલ અર્થોને વિસ્તારથી સમજાવે છે અને તે વડે સાધકનું રક્ષણ કરે છે. તેથી તે તંત્ર કહેવાય છે. કાલિકાવૃત્તિમાં તંત્ર શબ્દની વ્યુત્પત્તિ દર્શાવતાં કહ્યું છે કે તનુ વિસ્તારે ધાતુથી ‘ત્ર’ પ્રત્યય જોડવાથી આ શબ્દ બન્યો છે અને તેનો વિગ્રહ છે, તંથ વડે જ્ઞાનનો વિસ્તાર થાય છે. તેથી તેને તંત્ર કહેવાય છે. વ્યાકરણ ધાતુ પાઠમાં ૧૦મા ગણમાં તનુ શ્રદ્ધોયારને ધાતુ પણ આવે છે. તેનાથી પણ આ શબ્દની સિદ્ધિ સ્વીકારતાં તેનો વિગ્રહ ‘તાનયતિ શ્રદ્ધામેતિ ઉપરળપેન ચ સાધનાં વધયતીતિ - તંત્રમ્' થાય છે એટલે કે તંત્ર મનમાં શ્રદ્ધા જગાડે છે. એટલું જ નહિ, વિવિધ ઉપાસનારૂપ સાધનો વડે સિદ્ધિ સુધી પહોંચાડે છે. તેથી તે ‘તંત્ર’ કહેવાય છે.
૭
વેદમાં જે ક્રિયાઓ જણાવવામાં આવે છે તે સિવાયની પુરાણકાળમાં ઉત્પન્ન થયેલી ક્રિયા તો તાંત્રિક ક્રિયા કહેવાય છે તેમ પણ કહી શકાય કે તંત્ર એટલે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની રીતિ છે. મંત્રમાં જે ગૂઢાર્થ રહસ્ય ઘૂંટાયેલું હોય છે એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે.
અનેક તંત્રશાસ્ત્રમાં તંત્ર શબ્દના વિવિધ અર્થો જણાવવામાં આવ્યા છે. તેમાં તેના અર્થો સિદ્ધાંત, વેદની એક શાળા, શાસન, શિવશક્તિની પૂજા, આગમ, નિયમ, વ્યવહાર, કર્મકાંડ, પ્રબંધ, યુદ્ધાદિ વિશે વિવિધ ઉદ્દેશોનો પૂરક ઉપાય અથવા યુક્તિ વગેરેને જણાવ્યા છે. જૈન નિગ્રંથકારોએ યોગને તંત્રની સંજ્ઞા આપે છે.
પ્રો. સી. વી. રાવળ તંત્રનો અર્થ સમજાવતાં જણાવે છે કે “તંત્રનું મૂળ તન્ ધાતુમાં એટલે કે ‘પ્રસરવું’ના અર્થમાં છે, એમ ઘણા વિદ્વાનો માને છે. તેઓ એનો તાણાવાણાની ગૂંથણી (વણાટ) એવો અર્થ ઘટાવે છે. તંત્ર શબ્દનો અર્થ ‘ક્રિયાયોગ’ એવો થાય છે અને તે ઉ૫૨થી તેનું નિરૂપણ કરનારા ગ્રંથો પણ તંત્ર કહેવાય છે. વર્તમાન હિંદુ ધર્મમાં તંત્રોક્ત ઘણી ક્રિયાઓ ચાલે છે. તંત્ર તે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ ક૨વાની ગતિ છે. મંત્રમાં જે મનનાર્થ ૨હસ્ય સમાયેલું હોય છે એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે.''
શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેના વડે બધા મંત્રાર્થી, અનુષ્ઠાનોનો વિસ્તારપૂર્વક વિચાર જ્ઞાત થાય અને જેના આધારે કર્મ ક૨વાથી લોકોની ભયથી રક્ષા થાય તે તંત્ર છે, અર્થાત્ જેના આધારે
Page #496
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર - તંત્ર અને અષ્ટકો 477 લોકો પાપભીરુ થાય તે તંત્ર છે. તંત્રશાસ્ત્રના મર્મજ્ઞાનું પણ કથન એવું જ છે. વિસ્તારપૂર્વક તત્ત્વોને પોતાને આધીન બનાવવા તેમજ પ્રકૃતિ અને પરમાત્માને સ્વાધીન બનાવવાના ભાવને ધ્યાનમાં રાખી દેવતાઓની પૂજા આદિ ઉપકરણો વડે અનુકૂળતા પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર તંત્ર છે.
પ્રભુભક્તિ – તેની આરાધના કરવા માટે જે જે સાધનો ઉપયોગી થાય છે તેને પણ તંત્ર માનવામાં આવે છે.
તંત્રનો સમાન અર્થી શબ્દ આગમ છે. તંત્ર સાહિત્ય આગમગ્રંથોના ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. તંત્ર શબ્દનો પર્યાય આગમ પણ હોય છે જે શિવના મુખથી આવવું, પાર્વતીના મુખમાં જવું તથા વિષ્ણુ વડે અનુમોદન મળવું. એવા ત્રણ ભાવોને “આ-ગ-મ' એવા ત્રણ અક્ષરો દ્વારા સિદ્ધ કરે છે. એ રીતે તંત્રોના પ્રથમ વક્તા શિવ છે તથા સંમતિ આપનાર વિષ્ણુ છે. જ્યારે પાર્વતી તેનું શ્રવણ કરી જીવો ઉપર કૃપા કરી તેનો ઉપદેશ કરે છે. એટલે ભોગ અને મોક્ષના ઉપાયોને બતાવનાર શાસ્ત્ર “તંત્રશાસ્ત્ર' કહેવાય છે. તે સ્પષ્ટ છે.
તંત્રશાસ્ત્રમાં પણ દરેક સાધન-સામગ્રી તેમજ આત્મા, મંત્ર માહિતી શુદ્ધિને આવશ્યક માનવામાં આવી છે. આ શાસ્ત્રમાં ગુરુ, દીક્ષા અને મંત્રની ખાસ આવશ્યકતા દર્શાવવામાં આવી છે. તંત્ર દ્વારા આત્માની આધ્યાત્મિક ઉન્નતિ થાય તેવી તાંત્રિક સાધના છે. તંત્રમાં તત્ત્વજ્ઞાન અને યોગશાસ્ત્રનું પણ મિશ્રણ વિવિધ રીતે જોવા મળે છે. તંત્રયોગનું મૂળ હક્યોગ કે પ્રાણોપાસનામાં રહેલું છે. આ શાસ્ત્રમાં ચાર પદો સ્વીકારેલ છે: જ્ઞાનપદ, યોગપદ, ક્રિયાપદ અને ચર્ચાપદ. તેવી જ રીતે તંત્રોક્ત આરાધના પણ ચાર પ્રકારે થાય છે : બ્રહ્મભાવ, ધ્યાનભાવ, જાપ અને પૂજા દ્વારા થાય છે.
તંત્રમાં બ્રહ્મ અને શક્તિ એ બંનેને સ્વીકાર કરવામાં આવ્યો છે.
મનુષ્યની પ્રકૃતિનું ક્રમે ક્રમે બ્રહ્મની શક્તિમાં રૂપાંતર કરવું એ તંત્રનો સિદ્ધાંત છે અને તંત્ર માર્ગમાં પ્રકૃતિના અમુક કરણનું જ નહિ પરંતુ સમગ્ર પ્રકૃતિનું જ રૂપાંતર કરવામાં આવે છે. તંત્રમાર્ગની સાધનામાં હઠયોગની કઠિન ક્રિયાઓનો સમાવેશ થાય છે અને તેમાં પણ મૂલાધારમાં રહેલી કુંડલિની શક્તિને જાગ્રત કરી બ્રહ્મરંધ્રમાં લઈ જઈ ત્યાં રહેલા ચૈતન્ય જોડે એક થતાં ષડુચક્રનું સૂક્ષ્મ પ્રાણાયામ કોષોમાં આવી રહેલાં છ ચક્રોનું ભેદન કરવામાં આવે છે.
મંત્ર, યંત્ર અને તંત્ર એકબીજા સાથે જોડાયેલાં છે. મંત્ર પર યંત્ર આધારિત હોય છે અને એ યંત્ર પર કરવાની વિધિ એ તંત્ર છે. ડૉ. રવીન્દ્રકુમાર જૈનના જણાવ્યા પ્રમાણે, ““મંત્ર કંઈક વિશિષ્ટ પરમ પ્રભાવી શબ્દોનિર્મિત વાક્ય છે. કોઈ કોઈ વાર તે માત્ર શબ્દરૂપ પણ હોય છે.
યંત્ર તે એવું પાત્ર (ધાતુનિર્મિત, પત્ર અથવા કાગળ) છે, જેમાં સિદ્ધ મંત્ર તંકિત, અંકિત અથવા વેષ્ટિત રહે છે. એ એક સાધન છે.
‘તંત્રનો અર્થ છે વિસ્તાર કરનાર અર્થાત્ મંત્રની શક્તિને રાસાયણિક પ્રક્રિયા જેવો વિસ્તાર અને ચમત્કાર આપનાર.
Page #497
--------------------------------------------------------------------------
________________
478 8 // ભક્તામર તુલ્ય નમઃ |
મંત્ર, યંત્ર અને તંત્ર એ ત્રણે અંદરથી બહાર આવવાની પ્રક્રિયા છે. બિંદુમાંથી સિંધુમાં પરિવર્તિત થવાનો ક્રમ છે.
મનમાં રહેલો મંત્ર મુખમાં આવીને યંત્રસ્થ થઈ જાય છે અને વાણીમાં પ્રગટ થઈને તાંત્રિક થઈને) મુદ્રિતીપ્રકાશિત થઈ જાય છે.”
જેટલા મંત્રો તેટલાં યંત્રો એ ઉક્તિ પ્રમાણે મંત્રોની સંખ્યા પ્રમાણે યંત્રો છે. કહેવાય છે કે મહામંત્રોની સંખ્યા સપ્તકોટિ' અર્થાત્ સાત કરોડની છે અને અન્ય મંત્રી પણ અનંત કોટિ સંખ્યામાં છે.
જૈન શાસ્ત્રોમાં મંત્રોની પ્રાચીન અને વિશાળ પરંપરા છે તેમાં વિવિધ પ્રકારના મંત્ર, યંત્ર અને તંત્ર પ્રધાન ગ્રંથો મળી આવે છે. ઉદાહરણ તરીકે સૂરિમંત્ર કલ્પ, મંત્ર કલ્પ, શ્રી વિદ્યાકલ્પ, રોગાપહારિણી કલ્પ, પદ્માવતી કલ્પ, ચક્રેશ્વરી કલ્પ વગેરે પ્રકારના મંત્રોક્ત ગ્રંથોનો સમાવેશ થાય છે.
જૈન ધર્મમાં નવકાર મહામંત્ર ગણવામાં આવ્યો છે.
જૈન ધર્મનું સર્વસ્વ નમસ્કાર મહામંત્રી તેમાં સમગ્ર દ્વાદશાંગ વાણીનો સાર છે. સમસ્ત શ્રુતજ્ઞાનની અક્ષરસંખ્યા તેમાં નિહિત છે. જૈન દર્શનમાં તત્ત્વ, પદાર્થ, દ્રવ્ય, ગુણ, પર્યાય, નય. નિક્ષેપ – આદિ નમસ્કાર મહામંત્રમાં વિદ્યમાન છે. વળી સમસ્ત મંત્રશાસ્ત્રની ઉત્પત્તિ પણ આ મહામંત્રથી જ થઈ છે.
સમસ્ત શાસ્ત્રોનો સાર નમસ્કાર મહામંત્રમાં સમાવિષ્ટ થયેલો છે. જૈન ધર્મમાં જેટલા પણ મંત્રો છે, તે સર્વ મંત્રોનું ઉદ્ગમસ્થાન પણ નમસ્કાર મહામંત્ર જ છે. તેથી જ કહ્યું છે કે, “નમસ્કાર જેવો મંત્ર, શત્રુંજય જેવો તીર્થ, મેરુ જેવો પર્વત, વિતરાગ જેવો દેવ અન્ય કોઈ થયો નથી અને થશે પણ નહિ',
"ભક્તામર સ્ત્રોતમાં મંત્ર – યંત્ર – તંત્ર ભક્તામર સ્તોત્રનો પ્રત્યેક શ્લોક પ્રભાવશાળી છે. આ દરેક શ્લોક જ મંત્રરૂપ છે. છતાં તેના દરેક શ્લોકો પર મત્રો રચાયેલા મળી આવે છે. જો ભક્તામર સ્તોત્રને વિધિપૂર્વક વિશિષ્ટ રીતે ગણવામાં આવે તો તે પોતાનો પ્રભાવ અવશ્ય બતાવે છે. આ વસ્તુની પ્રતીતિ કરાવવા માટે જ પૂર્વના નિગ્રંથકારોએ આ સ્તોત્રનાં ઘણાખરાં પદ્યો માટે મહિમાદર્શક કથાઓનું સંકલન કહેલું છે. કેટલાક પંડિતો-મંત્રવિશારદોએ ભક્તામર સ્તોત્રના અમુક શ્લોકોનું અમુક વાર સ્મરણ કરીને વિવિધ પ્રકારનાં ફળો મળ્યાનું પુરવાર કર્યું છે. ઉદાહરણ તરીકે :
ભક્તામર સ્તોત્રનો પ્રથમ શ્લોક ભવત્તામર તમૌનિમાણમા' અને દ્વિતીય “ સંસ્તુત: સનવામયતત્ત્વ વધા” આ બંને શ્લોકનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાથી હેમશ્રેષ્ઠી શેઠ કે જેમને રાજાએ બંધનગ્રસ્ત બનાવીને અંધારા કૂવામાં કેદ કર્યા હતા તેઓ આ બંધનમાંથી મુક્ત થયા
Page #498
--------------------------------------------------------------------------
________________
479
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકો હતા. અને રાજા પોતે નાગપાશથી બંધાઈ ગયો હતો. હેમશ્રેષ્ઠીએ આ બે શ્લોક વડે પાણી અભિમંત્રિત કરી છંટકાવ કરતાં રાજા બંધનમુક્ત થયો હતો.
શ્રી આર્યખપુટાચાર્ય કે જેમણે ભક્તામર સ્તોત્રના બાવીશ શ્લોકની સાધના કરીને અપૂર્વ સિદ્ધિ મેળવેલી હતી. તેમણે યક્ષ, શિવ, વિનાયક વગેરેની મૂર્તિઓને ચલાવી હતી. આવા અદ્ભુત ચમત્કાર જોઈ રાજાઓ તથા નગરજનોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો.
વિરાજ નામના શ્રાવકે ભક્તામર સ્તોત્રના પાંત્રીસમા શ્લોકનું સ્મરણ કરી વિકરાળ અને ગર્જના કરતા સિંહને શાંત અને સૌમ્ય રૂપ કરી જાણે તે ધ્યાનસ્થ દેવરાજ ને નમસ્કાર કરતો હોય તેમ નતમસ્તક બનાવ્યો હતો.
ધનાવહ શેઠે દેવી દ્વારા થંભાવી દીધેલાં વહાણોને ભક્તામર સ્તોત્રના ચાલીશમા શ્લોકનું સ્મરણ કરીને ફરીથી ચાલતાં કરી દીધાં હતાં.
આવા પૂર્વમાં સિદ્ધ થયેલાં અનેક ઉદાહરણો ભક્તામર સ્તોત્ર સાથે જોડાયેલા મળી આવે છે. આધુનિક કાળે પણ કેટલાક પંડિતો, મંત્રવિશારદો ભક્તામર સ્તોત્રના અમુક પદ્યનું અમુકવાર સ્મરણ કરીને કોઈ વ્યક્તિને ઝાડો મારે છે તો તે ભૂત-પ્રેત વ્યંતરાદિના વળગાડોથી મુક્ત થાય છે અથવા તો ત્યારથી તેનો રોગ મટવા માંડે છે, કે તેને ઇષ્ટ લાભ થવા લાગે છે.
એક પંડિતે અમુક દિવસ સુધી આ સ્તોત્રની ૪૨મી ગાથાનો પાઠ કરીને એક વ્યક્તિને જેલ થતી અટકાવી હતી તે વ્યક્તિ જેલમાં જાય તેવા સર્વ સંજોગો ઉત્પન્ન થયા હતા. અને સહુ કોઈ માનતું હતું કે હવે તેને જેલમાં અવશ્ય જવું પડશે. વળી તે વ્યક્તિ પણ એમ જ માની રહી હતી કે હવે મારે માટે જેલ નિશ્ચિત છે. એવા પ્રસંગે આવો ચમત્કાર બન્યો હતો.
ભક્તામર સ્તોત્રના શ્લોકોના શબ્દોની ગૂંથણી વિશિષ્ટ પ્રકારની હોઈ તે દરેક શ્લોક મંત્રતુલ્ય છે અને તે મંત્રના જેવું જ ફળ આપવાનું કામ કરે છે.
શ્રી સારાભાઈ નવાબ જણાવે છે કે “ભક્તામર સ્તોત્રનું બીજું નામ મંત્રશાસ્ત્ર પણ છે. મંત્રશાસ્ત્રના વિદ્વાનોને મત છે કે ભક્તામરના દરેક શ્લોકમાં ભારે ખૂબીની સાથે મંત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તે સમાવેશ કેવી રીતે કરવામાં આવ્યો છે. તેનું નામ નહિ હોવાથી તે બતાવી શકવા હું અસમર્થ છું પરંતુ એટલું તો નિર્વિવાદ કહી શકું છું કે ગુજરાતના દરેકે દરેક શ્વેતામ્બર જૈન ભંડારોમાં તેનાં યંત્રોની હસ્તલિખિત પ્રતિઓ મળી આવે છે. જેની સંખ્યા સો ઉપરની છે.'
મહાન વિદ્વાન નિર્પ્રન્થાચાર્યો, પૂર્વાચાર્યો, પંડિતોએ પોતાની ભક્તામર સ્તોત્ર પરની ટીકા, અવસૂરિ, બાલાવબોધ, ચૂર્ણિ આદિમાં વિવિધ મંત્રો-યંત્રો દરેક શ્લોકનાં આપ્યાં છે. દરેક વિદ્વાનોના મતે આ સ્તોત્ર જ સંપૂર્ણ રીતે મંત્રગુંફિત છે. વર્તમાનના મહાન આચાર્ય શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ ભક્તામર સ્તોત્રને મંત્રના ખજાનારૂપ વર્ણવતાં જણાવે છે કે, “શ્રી ભક્તામર સ્તોત્રથી
Page #499
--------------------------------------------------------------------------
________________
480 છે ભક્તામર તુલ્ય નમઃ | પૂજ્ય આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મ. સા.એ ચુમ્માલીશ બેડીઓ તોડી હતી. ('પ્રબંધ ચિંતામણિ ગ્રંથ પ્રમાણે). તેઓને શ્રી આદિનાથ પ્રભુના મંદિરની પાછળ બાંધીને રાખ્યા હતાં. પણ સ્તોત્રપાઠ બાદ મંદિર આખું બદલાઈ જઈને તેમની સન્મુખ થઈ ગયું હતું વગેરે અનેક ચમત્કારો થયા હતા અને ભક્તામરની કથાઓમાં આવા અનેક ચમત્કારોનું વર્ણન છે. અત્યારના કાળમાં પણ ભક્તામરથી અનેક ચમત્કારો થઈ રહેલા દેખાય છે. માટે શ્રી ભક્તામર સ્તોત્ર એ ચમત્કારિક મંત્રના ખજાના જેવું દેખાય છે.”
આવું જ કંઈક શ્રી ઉદયલાલ કાલીવાલા પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવે છે કે જૈન સમાજમાં ભક્તામર સ્તોત્ર મંત્ર-શાસ્ત્રના નામથી પણ પ્રતિષ્ઠિત છે. થોડા વિદ્વાનોનો મત છે કે આના પ્રત્યેક શ્લોકમાં ઘણી ખૂબીપૂર્વક મંત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બની શકે છે પણ કેવી રીતે ? આ વાતને જણાવવાને માટે અમે સર્વથા અયોગ્ય છીએ. કારણ અમારી મંત્રશાસ્ત્રમાં બિલકુલ ગતિ નથી. પરંતુ એટલું કહી શકીએ છીએ કે એવી ઘણી પ્રાચીન હસ્તલિખિત પ્રતો મળે છે. જે સો સો બસો બસો વર્ષ પહેલાં લખાયેલા છે અને તેમાં મંત્ર વગેરે બધું લખેલું છે. મંત્રની સાથે જ તે લોકોની કથાઓ પણ છે. જેઓએ મંત્રોનું ફળ પ્રાપ્ત થયું છે. આવી કથાઓ શ્વેતામ્બર અને દિગમ્બર બંને સમાજોમાં મળી આવે છે.”
શ્રી માનતુંગસૂરિ વિરચિત ભક્તામર સ્તોત્રમાં અનેક ગૂઢ મંત્રો, રહસ્યો છુપાયેલા છે. ભક્તામરની રચનામાં તેમણે અનેક ગ્રંથોમાંથી સામગ્રી એકઠી કરી હશે, તેવું જણાય છે. આ સ્તોત્રનાં મૂળ ઋગ્વદની રચના સુધી પહોંચેલાં જણાય છે. તેથી એમ જણાય છે કે સમગ્ર સંસ્કૃત વાગુમયનું દોહન કરીને ભક્તામર સ્તોત્રની રચના શ્રી માનતુંગસૂરિએ કરી છે.
શ્રી અનુભવાનંદજી, ભક્તામર સ્તોત્રની રચના કેવી રીતે થઈ હશે તે વિશે જણાવતાં કહે છે, “જે રીતે સૂર્યદેવતા પોતાના રવિરશ્મિને ખારા સમુદ્રના જલની ઉપર ફેંકીને, ધુવા સરજીને વાદળાં દ્વારા મીઠા જળને નિપજાવે છે અને તેની વર્ષા પૃથ્વીની ઉપર વરસાવે છે તે રીતે અનેક સંસ્કૃત રચનાઓનું દોહન કરીને રહસ્યમય એવી શક્તિઓને મંત્રબદ્ધ કરીને તેનાં યંત્ર અને તંત્ર ભક્તામર ગ્રંથમાં રચાયાં છે. યંત્ર એટલે મશીન, મત્ર એટલે દેવસાધના માટેનો તંત્રયુક્ત શબ્દ અથવા કાર્યસિદ્ધિનું ગુપ્ત વાક્ય અને તંત્ર એટલે આયોજનપદ્ધતિ.
તંત્ર અને મંત્ર ભેગાં મળે એટલે અજાયબ કરતું એવું જાદુ એટલે કે મેજિક જન્મે.
અને આ તંત્ર અને મંત્રમાં આયોજનની સહાયવાળું યંત્ર ભળે એટલે કે યંત્ર, મંત્ર અને તંત્રનો માનવી જો સમન્વય સાધે તો ધારેલાં કાર્યો સફળતાથી પાર પાડી શકે.
આ વ્યાખ્યાઓથી નિહાળતાં ભક્તામર ગ્રંથ એ જે ભક્તને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય તેવા ભક્તો માટેનો મંત્ર, તંત્ર અને તંત્ર દ્વારા સાધના કરવાનો માર્ગદર્શક ગ્રંથ છે.”
ઋગ્વદથી લઈને અન્ય સંસ્કૃત ગ્રંથોની ફળશ્રુતિ રૂપે ભક્તામર સ્તોત્રરૂપ રહસ્યગ્રંથ શ્રી
Page #500
--------------------------------------------------------------------------
________________
481
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકો માનતુંગસૂરિએ રચ્યો છે. જૈન નિગ્રંથકારે આ સ્તોત્ર રચ્યું હોવા છતાં માત્ર એકલાં જૈનોને જ નહીં પરંતુ પ્રત્યેક ધર્મના માનવીને ઉપયોગી થઈ શકે તેવું સ્તોત્ર છે.
શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્ર જેવા નાનકડા ગ્રંથમાં સંસ્કૃત સાહિત્યના અનેક તાંત્રિક ગ્રંથોનો સાર આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. ઉપનિષદના ૐ (ઓંકાર)થી લઈને શક્તિપૂજાના ચંડીપાઠના ૐ એ હ્રીં ક્લીં આદિ મંત્રશક્તિવાળા મંત્રબીજોનો ઉપયોગ તેઓએ કર્યો છે. અનેક પ્રકારના મંત્રો દ્વારા જુદા જુદા પ્રકારની ફળસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ દરેક મંત્ર પર યંત્રો રચાયાં છે અને તેના પર રચાયેલાં તંત્રોની રચના પણ વિવિધ પ્રકારની જોવા મળે છે.
ચક્રેશ્વરી દેવીનું નામ ભક્તામર સ્તોત્રની મહિમા-કથાઓમાં અનેક સ્થળે મળી આવે છે. દરેકે-દરેક તીર્થંકર ભગવંતના શાસનકાળમાં શાસનની રક્ષા કરનાર યક્ષ-યક્ષિણી હોય છે. ચોવીસ તીર્થંકરના શાસનકાળમાં ઉત્પન્ન થયેલાં આ યક્ષ યક્ષિણીને શાસનદેવ અને શાસનદેવી કહેવામાં આવે છે. જે તીર્થંકર ભગવાનનાં તે શાસનદેવ-દેવી હોય તે જિનેશ્વરદેવની ભક્તિ કરનાર ભક્તને તેઓ અનેક રીતે સહાય કરે છે તેથી તે પણ વંદનીય અને પૂજનીય મનાય છે. દેરાસરમાં જે તીર્થંકર ભગવાન મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત થયા હોય તેમના શાસનદેવ-દેવીની તે દેરાસરના ગર્ભગૃહની બહાર પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
ભક્તામર સ્તોત્રમાં પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ-સ્તવના કરવામાં આવી છે. તેમના શાસનની રક્ષા કરનાર શાસનદેવનું નામ ગોમુખ યક્ષ અને શાસનદેવીનું નામ અપ્રતિચક્રા અર્થાત્ ચક્રેશ્વરી દેવી છે. નિર્વાણ કલિકામાં શ્રી ચક્રેશ્વરી દેવીના સ્વરૂપને વર્ણવતાં કહ્યું છે કે તે જ તીર્થને વિશે અપ્રતિચક્રા નામની યક્ષિણી ઉત્પન્ન થયેલી છે, જેનો વર્ણ સુવર્ણ જેવો (પીળો) છે, જેનું વાહન ગરુડ છે અને જે આઠ ભુજાવાળી છે આ આઠ ભુજાઓ પૈકી તેની જમણી ભુજાઓમાં અનુક્રમે વરદમુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે તથા ડાબી ભુજાઓમાં ધનુષ્ય, વજ્ર, ચક્ર અને અંકુશ છે. તેની બંને બાજુની ભુજાઓમાં ચક્ર હોઈ તે ચક્રેશ્વરી કહેવાય છે.
ભક્તામર સ્તોત્રના અમુક શ્લોકો અનન્ય ભક્તિભાવપૂર્વક જાપ કરવામાં આવે તો ચક્રેશ્વરી દેવી કે તેની સેવિકા ઉપસ્થિત થાય છે અને ભક્તને અદ્ભુત રીતે સહાય કરે છે. ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થયાના અનેક દાખલાઓ તેની પ્રભાવક કથાઓમાં મળી આવે છે.
શ્રી ગુણાકરસૂરિના મંત્રો
સૌથી પ્રાચીન પ્રતોમાં રુદ્રપલ્લીય ગચ્છના શ્રી ગુણચંદ્રસૂરિના શિષ્ય શ્રી ગુણાકરસૂરિએ વિક્રમ સંવત ૧૪૨૬માં ભક્તામર સ્તોત્ર ૫૨ ૧૭૫૨ શ્લોકપ્રમાણ વૃત્તિ રચી છે. આ સૂરિનું બીજું નામ ગુણસુંદર હતું. આ વૃત્તિ શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સૂરત તરફથી વિક્રમ સંવત ૧૯૯૦માં પ્રકટ થયેલી છે અને શ્રી હીરાલાલ કાપડિયા સંપાદિત શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વારક ફંડના ૭૯મા મણકામાં પણ પ્રસિદ્ધ થયેલ છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
।। ભક્તામર તુલ્યું નમઃ ।।
ગુણાકરસૂરિની વૃત્તિમાં આપેલા મંત્રામ્નાયોની સંખ્યા ૨૮ની છે તે મંત્રો અને તેની વિધિ નીચે પ્રમાણે છે. “પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ' નામનો ગ્રંથ જે શ્રી સારાભાઈ નવાબે સંપાદિત કર્યો તેમાંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે. (જે તેમણે દે. લા. પુ. ફંડના ૭૯ના મણકામાંથી લીધા છે.)
482
મંત્રો – ગુણાકરસૂરિ વૃત્તિ અનુસાર
(૧) પ્રથમ અને દ્વિતીય શ્લોક પછી શ્રી ગુણાકરસૂરિએ પોતાની વૃત્તિમાં આ પ્રમાણે મંત્રામ્નાય જણાવ્યો છે :
“ॐ नमो वृषभनाथाय मृत्युज्जयाय सर्वजीवशरणाय परमपुरुषाय चतुर्वेदाननाय अष्टदशदोषरहीताय अजरामराय सर्वज्ञाय सर्वदर्शिने सर्वदेवाय अष्टमहाप्रतिहार्य चतुस्त्रिंशदतिशय सहिताय श्रीसमवसरणे द्वादशपर्षद्वेष्टिताय दानसमर्थाय ग्रह नाग भूत यक्ष राक्षस वशङ्कराय સર્વશાન્તિરાય મમશિવં રુ છુરુ સ્વાહા ! આ મંત્રનો જાપ કરવાથી સર્વ જાતની વિપત્તિનો નાશ થાય છે.
(દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારણ ફંડ ગ્રંથાક ૭૯માં શંરાય પા છે પરંતુ તે શ્રી સારાભાઈ નવાબને અશુદ્ધ હોય તેમ લાગે છે.)''
આ સાથે ઋદ્ધિ અને મંત્ર આપવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છે :
ऋद्धि : ॐ ह्रीं अर्ह णमो अरिहंताणं णो जिणाणं हाँ ह्रीं हूँ ह्रौ ह्रः असिआउसा अप्रतिचक्रे फट् विचक्राय झौं झौं स्वाहा.
मंत्र : ॐ ह्रीँ ह्रीं हूँ श्रीं क्लीं ब्लू क्रों ॐ ह्रीं नमः स्वाहा ।।
(૨) ત્રીજા અને ચોથા શ્લોક માટે ગુણાકરસૂરિ વૃત્તિમાં મંત્રામ્નાય આ પ્રમાણે છે :
अत्रापि मन्त्रः प्राक् कथित एव !
मंत्र: ॐ ह्रीँ ह्रीं हूँ श्रीं क्लीं ब्लू क्रों ॐ ह्रीं नमः स्वाहा ।।
પ્રથમ મંત્ર પ્રમાણે જ છે.
(૩) ત્રીજી કથાના અંતે શ્લોક ૫–૬–૭ના અંતમાં ગુણાકરસૂરિએ આપેલ મંત્રામ્નાય આ પ્રમાણે છે :
ॐ हूँ ह्रीं हूँ ऋषभशान्तिधृतिकीर्त्तिकान्तिबुद्धिलक्ष्मी ह्रीं अप्रतिचक्रे ! फुट् विच क्राय स्वाहा शान्त्युपशान्तिसर्वकार्यकारी भव देवि! अपराजिते ! ॐ ठः ठः ! राजकुले विवादे कटकादिषु स्मर्यते !
(૪) ચોથી કથાના અને શ્લોક ૮–૯ના અંતમાં ગુણાકરસૂરિ વૃત્તિમાં મંત્રામ્નાય આ પ્રમાણે છે જે સર્વ ૨ક્ષાકારી ભગવતી (વિદ્યા) માટે છે. તેની વિધિ પણ આપવામાં આવી છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકો ફ્ર 483
ॐ ह्रीं क्लीं श्रीचक्रेश्वरी मम रक्षां कुरु स्वाहा ||
(દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડ ૭૯ ગ્રંથાંકમાં ‘ખૂં’ પાઠ છે. પરંતુ શ્રી સારાભાઈ નવાબને અહીંયાં વી પાઠ જ વાસ્તવિક લાગે છે.
વિધિ : દિવાળીની રાત્રિએ આ મંત્ર યક્ષકર્દમથી લખવો (કપૂર, કસ્તૂરી, કેસર, ગોરુચંદન, સંગરફ (અગર?) આ પાંચ વસ્તુઓને યક્ષકર્દમ કહે છે), આ મંત્ર રૂપાની કલમથી યક્ષકર્દમ વડે પાતળા સારા ભોજપત્ર અથવા કાગળ ઉપર લખી રૂપાના માદળિયામાં મઢાવી પાસે રાખવાથી જ્યાં જઈએ ત્યાં ફત્તેહ પમાય, જય થાય, ભૂતપ્રેતનો ભય હોય નહિ, તાવ વગેરેનો નાશ થાય.'' (૫) કથા પાંચમી અને શ્લોક ૧૦–૧૧માં ગુણાકરસૂરિજીએ આપેલો મંત્રામ્નાય અને વિધિ આ પ્રમાણે છે :
ॐ ह्री अरिहंताणं सिद्धांणं सूरीणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु
સ્વાહા ||
(દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડ ૭૯ ગ્રંથાંકમાં લ્ ાઁ પાઠ છે) અને ૨ - અહંતાનું પાઠ છે જેનો સારાભાઈ નવાબે અનુક્રમે સુધારો કર્યો છે.)
વિધિ : સવારમાં ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ પચરંગી ધોતી પહેરીને મૂંગાની માલાથી જાપ કરવો. અગર ઉખેવવો, ૩,૨૦૦ (બત્રીશસો) જાપ કરવાથી મનોકામના સિદ્ધ થાય છે.
(૬) કથા છ અને શ્લોક ૧૨માં ગુણાકરસૂરિએ તેમની વૃત્તિમાં આ પ્રમાણે મંત્રામ્નાય અને વિધિ આપેલ છે :
ॐ ह्रीं चउद्दसपुवीणं ॐ ह्रीं पयाणुसारीणं ॐ ह्रीं एगारसंगधारीणं ॐ ह्रीं उज्जुमईणं ॐ ह्रीं વિપત્નમર્રનું નમ: સ્વાહા || આ સરસ્વતી વિદ્યા છે.
વિધિ : સવારમાં ઊઠીને, સ્નાન કરીને સફેદ રેશમી ધોયેલું – સ્વચ્છ વસ્ત્ર પહેરીને પવિત્ર અંગે સ્ફટિકની માલાથી દરરોજ ૧૦૮ જાપ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે અને વિદ્યા ચઢે છે.
(૭) ગુણાકરસૂરિએ તેમની વૃત્તિમાં શ્લોક ૧૩નો મંત્રામ્નાય જે રોગાપહારિણી વિદ્યા માટે છે અને તેની વિધિ નીચે પ્રમાણે આપેલ છે :
ॐ ह्रीं पूर्वे आमोसहिलद्वीणं विप्पोसहिलद्वीणं खेलोसहिलद्वीणं जल्लोसहिलद्वीणं સવોસહિલદ્વીનું નમઃ સ્વાહીં || રોગાપહારિણી વિદ્યા અથવા
ॐ ह्रीं श्रीं क्लीं इयं रोगापहारिणी विद्या ।।
વિધિ : આ મંત્રથી સર્વ રોગ જાય. સવારે, મધ્યાહ્ને અને સાંજે (ત્રિકાળે) ૧૦૮ વખત સ્મરણ કરવાથી સર્વ રોગ મટે.
(૮) કથા ૭ અને શ્લોક ૧૩-૧૪ માટે ગુણાકરસૂરિએ બે મંત્રો આપ્યા છે. પ્રથમ મંત્ર
Page #503
--------------------------------------------------------------------------
________________
484 . || ભક્તામર તુષં નમઃ || વિષાપહારિણી વિદ્યાનો છે અને સાથે વિધિ પણ આપેલ છે. જ્યારે બીજો મંત્ર ત્રિભુવન સ્વામિની વિદ્યાનો છે અને સાથે વિધિ પણ આપેલ છે.
પ્રથમ મંત્ર : . ॐ हीं आसीविसलद्धीणं ॐ हीं खीरासवलद्धीणं ॐ हीं महुयासवलद्धीणं ॐ ह्रीं अमिआसक्लद्धीणं नमः स्वाहा ।।
- વિષાપહારિણી વિદ્યા | વિધિ : જ્યારે કોઈ પણ માણસને ઝેર ચડ્યું હોય ત્યારે આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રી પાવાથી ઝેર ઊતરી જાય છે. | (૯) બીજો મંત્ર :
ॐ ह्रीं श्रीं क्लीं असिआउसा चुलु चुलु कुलु कुलु मुलु मुलु इच्छियं मे कुरु कुरु સ્વાહા ||
- ત્રિભુવનસ્વામિની વિદ્યા | વિધિઃ પ્રભાત સમયે ઊઠીને સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી મૂંગાની (પ્રવાલની) જપમાલાથી નિત્ય ૩,૦૦૦ (ત્રણ હજાર) જાપ કરીએ તો મનોવાંછિત સિદ્ધ થાય.
(૧૦) કથા ૮ અને શ્લોક ૧૫માં પણ ગુણાકરસૂરિએ બે મંત્રા—ાય અને વિધિ આપ્યા છે જે આ પ્રમાણે છે :
પ્રથમ મંત્ર :
चउवीस तीर्थंकरतणी आण, पञ्चपरमेष्टीतणी आण, चउवीस तीर्थंकरतणइ तेजि पञ्चपरमेष्टीतणइ तेजि ॐ ह्रीं अर्हे उत्पत्तये स्वाहा ।।
વિધિ : પુષ્પાર્કનો યોગ આવે થકે સંધ્યાના સમયે સ્નાન કરી, સુગંધી તેલ, ચૂવા, ચંદન વગેરેનું શરીરે વિલેપન કરી, પવિત્ર ગાત્ર કરી, સુગંધીદાર ફૂલની માળા પહેરી, જ્યાં સ્ત્રીનો સંઘટ્ટોસંસર્ગ થાય નહિ એવા એકાંત સ્થાનમાં આવી પવિત્ર લીંપણ લીંપાવી તેના ઉપર ઊભા રહી પૂર્વ દિશા સન્મુખ ઊભા રહી સ્ફટિકની માલાથી ૧૦૮ વાર મંત્ર ભણી, પછી દક્ષિણ દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણી પછી પશ્ચિમ દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણી, પછી ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણવો. આ પ્રમાણે વિધિ સંપૂર્ણ કરી જે કાર્ય હોય તે મનમાં ચિંતવીને સંથારે અડધી રાત્રે વીતી ગયા પછી સૂઈ રહેવું. પાછલી રાત્રિની ઘડી બે બાકી રહે ત્યારે સ્વપ્ન દેખે, સ્વપ્નમાં જે કાર્ય ચિંતવ્યું હોય તેનું શુભાશુભ ફળ દેખીને જાગી જવું. સ્વપ્ન આવ્યા પછી સૂઈ રહેવું નહિ.
(૧૧) બીજો મંત્ર આ પ્રમાણે છે :
ॐ ह्रीं पूर्व जिणाणं ओहिजिणाणं परमोहिजिणाणं अणंतोहिजिणाणं सामन्नकेवलीणं भवत्थकेवलीणं अभवत्थकेवलीणं नमः स्वाहा ।।
- ઘોક્ષિનો વિદ્યા |
Page #504
--------------------------------------------------------------------------
________________
485
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકોઃ પ્રભાવ : કોઈ પણ સંકટ ઉપસ્થિત થાય અથવા ભૂત, પ્રેત, ડાકણ, શાકિનીના ઉપદ્રવ હોય તો તેનો નાશ થાય.
(૧૨) શ્લોક ૧૬નો મંત્રામ્નાય ગુણાકરસૂરિએ આપ્યો છે તે શ્રી સંપાદિની વિદ્યાનો છે જે આ પ્રમાણે વિધિ સહિત જણાવ્યો છે :
ॐ ह्रीं पूर्वं बीयबुद्धीणं कुट्ठबुद्धीणं संभिन्नसोआणं अक्खोणमहाणसीणं सव्वलद्वीणं नमः સ્વાહા ।
વિધિ : સવારમાં ઊઠીને સ્નાન કરી પવિત્ર શરીરે પીળી ધોતી પહેરીને કપૂરની (કેરબાની) માલાથી જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય, ધન-ધાન્યની કમીના ન હોય.
(૧૩) કથા ૯ અને શ્લોક ૧૬–૧૭નો મંત્રામ્નાય પરિવિદ્યાઅેદિની વિદ્યા માટે અને તેની વિધિ ગુણાકરસૂરિએ આ પ્રમાણે આપેલ છે :
ॐ ह्रीं उग्गतवचरणचारीणं ॐ ह्रीं दित्ततवाणं ॐ ह्रीं तत्ततवाणं ॐ ह्रीं पडिमापडिवन्नाणं नमः સ્વાહા || परिविद्याच्छेदिनी विद्या ।
-
વિધિ : આ મંત્ર આખો મોઢે કરીએ પછી જે કોઈને ભૂતપ્રેતનો દોષ લાગ્યો હોય તેને આ મંત્રથી મોરપીંછા વડે ૧૦૮ વાર ઝાડો દીજે – ઉંઝીએ તો દોષ ટળે. શીતજ્વર, ઉષ્ણજ્વર પ્રમુખ સર્વજ્વરનો નાશ થાય. વળી આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રીને ચારે બાજુની ભીંતોએ તે મંત્રેલું પાણી છાંટીએ તો મરકી વગેરે ઉપદ્રવનો નાશ થાય.
(૧૪) કથા ૧૦ અને શ્લોક ૧૮નો ગુણાકરસૂરિએ આપેલા મંત્રામ્નાય અને તેની વિધિ આ પ્રમાણે છે :
ॐ ह्रीं जङ्घाचारणाणं ॐ ह्रीं विज्जाचारणाणं ॐ ह्रीं वेउव्विइड्डिपत्ताणं ॐ ह्रीं आगासगामीणं નમ: સ્વાહા ||
વિધિ : રવિવારના દિવસે આ મંત્રાક્ષરોને ભોજપત્ર પર યક્ષકર્દમથી લખી માદળિયામાં તે ભોજપત્રને મૂકી, પાસે રાખીએ તો આપણા ઉપર કોઈ પણ વ્યક્તિએ કામણટૂમણ કર્યાં હોય તેની અસર થાય નહિ; અને દિવસે દિવસે આપણી કીર્તિ તથા પ્રતાપમાં વધારો થતો રહે.
(૧૫) કથા ૧૯ અને શ્લોક ૧૯નો મંત્રામ્નાય અને વિધિ ગુણાકરસૂરિએ આ પ્રમાણે જણાવ્યાં છે :
ॐ ह्रीं पूर्वे मणपज्जवनाणीणां सीयलेसाणं तेउलेसाणं आसीविसभावणाणं दिट्टीविसभावणाणं चारणभावणाणं महासुमिणभावणाणं तेयग्गिनिसग्गाणं नमः स्वाहा ।।
अशिवोपशमनी विद्या ।
વિધિ : રવિવારના દિવસે આ મંત્રાક્ષરોને ભોજપત્ર પર યક્ષકર્દમથી લખી, માદળિયામાં તે
Page #505
--------------------------------------------------------------------------
________________
486 ।। ભક્તામર તુલ્યું નમઃ ।
ભોજપત્રને મૂકી પાસે રાખીએ તો આપણા ઉપર કોઈ પણ વ્યક્તિએ કામણઝૂમણ કર્યાં હોય તેની અસર થાય નહિ, અને દિવસે દિવસે આપણી કીર્તિ અને પ્રતાપમાં વધારો થતો રહે તથા બધા ઉપદ્રવનું નિવારણ થાય અને ચક્રેશ્વરી દેવી પ્રત્યક્ષ થાય.
(૧૬) કથા ૧૬ અને શ્લોક ૨૪-૨૫ની નીચે ગુણાકરસૂરિએ જણાવેલ મંત્રામ્નાય અને વિધિ શ્લોક ૧૯થી ૨૫ મંત્રાક્ષર એક જ છે, જે ભયહર વિદ્યા માટે આ પ્રમાણે છે :
ॐ ह्रीं श्रीं अर्हं नमिउण पास विसहर वसह जिणं फुलिंग ॐ ह्रीं श्रीं अर्हं नमः ।।
વિધિ : કેશર, ગોરુચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી તાંબાના ભાજનમાં પતરા ઉપર અથવા ભોજપત્ર પર આ યંત્ર લખીને શ્વેત વસ્ત્ર, શ્વેત આભૂષણ, શ્વેત પુષ્પની માળા, ચંદનનું વિલેપન વગેરે કરીને એકાંત શુચિ પ્રદેશે સાધકે નાસિકા પર ચક્ષુઓ સ્થાપન કરીને ત્રિકાળ (સવાર બપોરે – સાંજ) ૧૦૮ (એકસો આઠ) વખત મૂળમંત્રનું ધ્યાન કરીને ઉત્તમ સુગંધીવાળા અને કરમાયા વગરનાં શ્વેત ૧૦૮ ફૂલથી પૂજન કરવું. આ પ્રમાણે વિધિપૂર્વક પૂજન તથા ધ્યાન ક૨વાથી સાધકને સર્વ સંપદાની પ્રાપ્તિ થાય છે. દરેક જાતના રોગોનો નાશ, સર્વ પ્રકારના કુષ્ટભયોનું નિવારણ, કીર્તિયશ તથા સારા ભાગ્યની પ્રાપ્તિ અને ઇચ્છિત ફલની પ્રાપ્તિ નિશ્ચયે કરીને થાય છે. વળી કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી ભોજપત્ર પર લખીને ગળામાં ધારણ કરવાથી તથા સુગંધીદાર (સફેદ) ૧,૦૦૦ ફૂલોથી જાપ કરવાથી ૨ાજા, અગ્નિ, ચોર, શાકિની વગેરે ત૨ફથી ઉપસ્થિત થતાં સર્વ પ્રકારના ક્ષુદ્દોપદ્રવોમાં રક્ષણ થાય છે.
(૧૭) કથા ૧૭ અને શ્લોક ૨૬નો મંત્રામ્નાય અને વિધિ ગુણાકરસૂરિએ આ પ્રમાણે આપેલ છે :
ॐ श्रीं ह्रीं क्लीं महालक्षमैय नमः ।
વિધિ : પંચમ નક્ષત્ર (મૃગ) અને ગુરુવાર જે દિવસે હોય તે દિવસે જાપ શરૂ કરવા, જાપ શરૂ કરતાં પહેલાં જે ઘરમાં અગર જે જગ્યાએ જાપ કરવા હોય તે જગ્યાની ભીંતોને ધોળાવવી અને જમણી તરફ લક્ષ્મી દેવીની મૂર્તિની સ્થાપના કરવી.
(૧૮) કથા ૧૮ અને શ્લોક ૨૭નો મંત્રામ્નાય અને તેની વિધિ ગુણાકરસૂરિએ તેમની વૃત્તિમાં આ પ્રમાણે જણાવી છે :
ॐ नमो ऋषभाय मृत्युंजयाय सर्वंजीवशरणाय परमब्रह्मणेऽष्टमहाप्रतिहार्यसहिताय नागभूतयक्षवशंकराय सर्वशान्तिकराय मम शिवं कुरु कुरु स्वाहा ।। वार २१ स्मरणात् क्षुद्रोपद्रवनाशो वाञ्छितलाभश्च ।।
—
વિધિ : અજવાળી ચૌદશના દિવસે આ મંત્રના ૩,૦૦૦ (ત્રણ હજાર) જાપ કરીએ તો સર્વ કાર્યની સિદ્ધિ થાય; દુષ્ટ, ભૂત, વ્યંતર, દૈત્ય તથા ખવીસ કોઈને વળગ્યો હોય તો ત્રણ દિવસ ૨૧ (એકવીસ) વાર આ મંત્રથી ઝાડવાથી ત્રણ દિવસમાં વળગાડવાળો માણસ વળગાડથી મુક્ત
Page #506
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર – યંત્ર - તંત્ર અને અષ્ટકો છે 487 થાય. જેને પુત્ર ન હોય તેને આ મંત્રનો હંમેશાં જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય, બીજી પણ જે કોઈ જાતની ચિંતા હોય તેનો પણ નાશ થાય.
(૧૯) કથા ૧૯ અને શ્લોક ૩૧મો મંત્રા—ાય અને તેની વિધિ ગુણાકરસૂરિની વૃત્તિમાં આ પ્રમાણે આપેલ છે :
अरिहंतसिद्धआयरियउवज्झायसव्वसाहूसव्वधम्मतित्थयराणं ॐ नमो भगवईप सुअदेवयाए संतिदेवयाणं सव्वपवयणदेवयाणं दसण्हं दिसापालाणं पंचण्हं लोगपालाणं ॐ ह्रीं अरिहंतदेवं (वाय) નમ:
વિધિ : જ્યારે શીખીએ ત્યારે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી આ મંત્ર વડે કેસરથી કાન પૂજી, ગુરુ પાસે આવીને જ્યારે ગુરુ શિખવાડે ત્યારે ઉત્તર દિશા તરફ મુખ રાખી ગુરુને નમસ્કાર કરી મંત્રાલર શીખવો. ગુરુને સારાં વસ્ત્રો આપીને ગુરુની પૂજા સારી રીતે કર્યા પછી આ મંત્ર શીખવો. ત્યાર પછી ત્રણ મહિના સુધી આ મંત્રનો હંમેશાં ૧૦૮ વખત જાપ કરવો. જાપ હંમેશાં સવારમાં ઊઠીને કરવો. જાપ જપીને બંને હાથ મોં ઉપર ફેરવવા, ત્યારપછી ઊઠીને જ્યાં કાંઈ કામ હોય ત્યાં જવાથી ધારેલું કામ નિશ્ચય કરીને સફળ થાય છે, મનોકામના સિદ્ધ થાય, રણસંગ્રામમાં સ્મરણ કરીએ તો જીત થાય, વેરી-દુશ્મન નાસી જાય. આ મંત્ર બહુ ઉચ્ચ કોટિનો છે.
(૨૦) કથા ૨૦ અને શ્લોક ૩૭માં ગુણાકરસૂરિએ આ પ્રમાણેના મંત્રા—ાય અને વિધિ જણાવેલ છે :
ॐ ह्रीं श्री कलिकुण्डदण्डस्वामिन् । आगच्छ आगच्छ आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम सर्वसमीहितं कुरु कुरु हुं फट् स्वाहा । एतज्जापात् सकलसम्पदो भवन्ति जापः सहस्र १२ रक्तश्वेतपुष्पैः कार्यः ।।
વિધિ : પોષ વદિ ૧૦(ગુજરાતી માગશર વદિ ૧૦)ના દિવસે રવિવાર હોય ત્યારે આ મંત્રની સાધના કરવી, ગુરુ પાસે મંત્ર શીખી લઈને સવારમાં સ્નાન કરી ગુરુની પૂજા કરી પૂર્વ દિશા સન્મુખ બેસી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ આગળ રાખી, અષ્ટ દ્રવ્યનો હોમ કરીને પાસે શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પણ રાખીને હંમેશાં ૧૦૮ જાપ કરવાથી છ મહિનામાં ચક્રેશ્વરી દેવી પ્રત્યક્ષ થાય અથવા સ્વપ્નમાં વરદાન આપે.
(૨૧) કથા ૨૧મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૪ અને દિગમ્બર પાઠ પ્રમાણે ૩૮મા શ્લોકનો મંત્રા—ાય ગુણાકરસૂરિએ ગજભય નિવારણાર્થે આ પ્રમાણે જણાવેલ છે :
ॐ हुँ फट् स्वाहा જ્યારે કોઈ હાથીનું સંકટ ઉપસ્થિત થાય ત્યારે આ મંત્રનો જાપ કરવાથી સંકટ દૂર થાય છે. (૨૨) કથા ૨૨મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૫ દિગમ્બર પાઠ પ્રમાણે ૩૯મા શ્લોકનો મંત્રા—ાય ગુણાકરસૂરિએ સિંહભય નિવારણ અર્થે આ પ્રમાણે આપેલ છે :
Page #507
--------------------------------------------------------------------------
________________
488
।। ભક્તામર તુર્થ્ય નમઃ ॥
ॐ ठः ठः सिंहभयं हर हर स्वाहा
(૨૩) કથા ૨૩મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૬ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૦માનાં મંત્રામ્નાય ગુણાકરસૂરિએ અગ્નિ ભય નિવારણાર્થે જણાવેલ છે જે આ પ્રમાણે છે. ॐ ह्रीं हूँ त्रिपुरसुंदरि जातवेद भयनिवारण क्लीं नमः
(૨૪) કથા ૨૪મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૭ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૧માંનો મંત્રામ્નાય ગુણાકરસૂરિએ સાપભય નિવારણાર્થે આ પ્રમાણે જણાવેલ છે. ॐ हं हं हंसः जं जा हंसः जा गुं हंसः શ્રી સારાભાઈ નવાબને આ મંત્રામ્નાય અશુદ્ધ હોય એવું લાગે છે.
(૨૫) કથા ૨૫મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૮-૩૯ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૨-૪૩માં ગુણાક૨સૂરિએ આપેલ મંત્રામ્નાય યુદ્ધસંગ્રામભય નિવારણાર્થે છે જે આ પ્રમાણે
છે :
ૐ અટ્ટી (દે?) મટ્ટી (દે?) સાં (વૈં) પિશુાં વનનું ઘટ્ટી ખો સમરે (રે) પંચવટ્ટી તારું() अरि पर उंघावट्टी ॐ ठः ठः) स्वाहा ।
(૨૬) કથા ૨૬મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૯ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૪મા ગુણાકરસૂરિએ જણાવેલ મંત્રામ્નાય ગણવાથી ડૂબતાં વહાણ બચે અને ક્ષેમકુશળ પોતાના સ્થાનકે પાછા આવે છે. તે અર્થે આપેલ છે જે આ પ્રમાણે છે :
ॐ ह्रीं थंमेउ जल जलणं दुठ्ठे थमेउ स्वाहा ।।
(૨૭) કથા ૨૭મી શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૧ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૫મા ગુણાકરસૂરિએ આપેલ મંત્રામ્નાય સર્વરોગના કષ્ટના નિવારણાર્થે છે, જે આ પ્રમાણે છે : ॐ ह्रीँ ह्रीं हिलि हिलि चुलु चुलु स्वाहा ।।
(૨૮) કથા ૨૮મી શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૨ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૬મા ગુણાકરસૂરિએ જણાવેલ મંત્રામ્નાય બંદીખાનેથી મુક્ત થવા અર્થેનો છે જે આ પ્રમાણે છે.
ॐ ऋषभाय नमः १३
આ મંત્રનો એક લાખ જાપ કરવાથી બંદીખાનેથી માણસ મુક્ત થાય છે.
શ્રી ગુણાકરસૂરિ મહારાજ સાહેબે લખેલ પ્રાચીન વૃત્તિમાં આ પ્રમાણેની ૨૮ પ્રભાવક કથાઓની સાથે ૨૮ મંત્રામ્નાયો આપવામાં આવેલ છે. અહીં જણાવેલ મંત્રામ્નાયો અર્થે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના ગ્રંથાક ૭૯માં છપાયેલી “ભક્તામર કલ્યાણમંદિર – નમિઊણ
Page #508
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર – યંત્ર- તંત્ર અને અષ્ટકો 489 સ્તોત્ર ત્રયમ્' નામના પુસ્તકમાં ગુણાકરસૂરિની વૃત્તિનો તથા શ્રી સારાભાઈ નવાબના પોતાના સંગ્રહની એક હસ્તપ્રતો ઉપયોગ તેઓએ કર્યો છે અને સાથે આપવામાં આવેલી વિધિ માટે આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભસૂરિજીના સંગ્રહની નવ પાનાંની “ભક્તામર વિધિ નામની હસ્તપ્રતનો ઉપયોગ કરવામાં આવેલ છે. વૃદ્ધ સંપ્રદાય અનુસાર જાણ મંત્રો.
વૃદ્ધ સંપ્રદાય અનુસાર જે મંત્રોનો જાપ કરવા અર્થે યોગ્ય છે તે શ્રી ધીરજલાલ ટોકરશી શાહે પોતાના પુસ્તક “ભક્તામર રહસ્યમાં જણાવેલ છે. તેમાં વિપત્તિ દૂર કરનારો મંત્ર, જય મેળવવાનો મંત્ર, સર્વરક્ષાકારી વિદ્યા, સર્વસિદ્ધકાર મંત્ર, સારસ્વત વિદ્યા, રોગાપહારિણી વિદ્યા, વિષાપહારિણી વિદ્યા, ત્રિભુવન સ્વામીની વિદ્યા, સ્વપ્ન દ્વારા શુભાશુભ જાણવાનો મંત્ર, બંધમોક્ષિણી વિદ્યા, શ્રી સમ્માદિની વિદ્યા, પરવિદ્યોચ્છેદિની વિદ્યા, દોષનિર્નાનિશાની વિદ્યા, અશિવોપશમની વિદ્યા, સૂરિ મંત્ર, મહાલક્ષ્મીનો મંત્ર સુદ્રોપદ્રવનાશક મંત્રો, સર્વસિદ્ધિકર વિદ્યા, શ્રી કલિકુંડ સ્વામીનો મંત્ર અને અષ્ટભય અર્થે શ્લોકને જ મંત્ર રૂપે જણાવેલ છે. આ મંત્રો શ્રી ગુણાકરસૂરિએ વૃદ્ધ સંપ્રદાય તરીકે આ સ્તોત્રની ટીકામાં ઉદ્ધાર્યા છે.
આ મંત્રો આ પ્રમાણે છે : (૧) વિપત્તિ દૂર કરનારો મંત્ર :
આ મંત્ર પહેલા અને બીજા શ્લોકનો પૂરક મંત્ર છે. એટલે સૌ પ્રથમ આ બે શ્લોક બોલીને પછી નીચે જણાવેલ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
મંત્ર : __ “ॐ नमो वृषभनाथाय, मृत्युञ्चयाय, सर्वजीवशरणाय परमपुरुषाय, चतुर्वेदाननाय, अष्टाशदोषरहिताय, अजारामराय, सर्वज्ञाय सर्वदर्शिने सर्वदेवाय, अष्टमहाप्रतिहार्यचतुत्रिंशदतिशयसहिताय, श्रीसमवसरणे द्वादसपर्षदेष्टिताय, दानसमर्थाय, ग्रह - ના ભૂત – યક્ષ – રાક્ષસ – શ રાય, સર્વશાંતિ રાય, નમશ4 5 વાણી ”
ત્રીજા અને ચોથા શ્લોક પણ આ જ પૂરક મંત્ર છે. એટલે સૌ પ્રથમ ૩–૪ શ્લોક બોલી પછી ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરવો.
શાંતિ–તુષ્ટિ–પુષ્ટિમાં શ્વેત વસ્ત્ર અને સ્ફટિકની માળા ઇષ્ટ છે. આસન પણ શ્વેત જ રાખવું. (૨) જય મેળવવાનો મંત્ર:
આ મંત્ર સાતમા શ્લોકની પૂર્તિ રૂપે અપાયેલો છે. તેથી તેમાં સૌપ્રથમ સાતમા શ્લોકની માળા ગણી, પછી આ મંત્રની માળા ગણવી.
રાજ્યસભામાં જવાનો પ્રસંગ હોય કે લશ્કર ચડી આવ્યું હોય ત્યારે આ મંત્રનો જાપ કરવાથી
Page #509
--------------------------------------------------------------------------
________________
490 // ભક્તામર સુભ્ય નમઃ લાભ થાય છે.
"ॐ ह्रां ह्रीं ह्रीं ऋषभशान्तिधृतिकीर्तिकान्तिबुद्धि लक्ष्मी ही अप्रतिचक्रे। फट विचक्राय स्वाहा । शान्त्युपशान्तिसर्वकार्यकारी भव देवी । अपराजिते ॐ ठः ठः ।" (૩) સર્વરક્ષાકારી વિદ્યા :
આ વિદ્યા ૮–૯મા શ્લોકની પૂર્તિ રૂપે અપાયેલી છે એટલે સૌપ્રથમ આ બે શ્લોકની માળા ફેરવીને પછી આ વિદ્યામંત્રનો ૧૦૮ વાર જાપ કરવો. આ મંત્ર જાપ કરવાથી વિકટ પ્રસંગોમાં રક્ષા થાય છે.
"ॐ हीं जूं श्री चक्रेश्वरी मम रक्षां कुरु कुरु स्वाहा ।"
સામાન્ય રીતે જે પુરષદેવતાથી અધિષ્ઠિત હોય તે મંત્ર કહેવાય છે અને સ્ત્રી દેવતાથી અધિષ્ઠિત હોય તે વિદ્યા કહેવાય છે અથવા પાઠસિદ્ધિ હોય તે મંત્ર કહેવાય અને ક્રિયા (અનુષ્ઠાન) સિદ્ધ હોય તે વિદ્યા કહેવાય છે. આમ છતાં વ્યવહારમાં મંત્ર અને વિદ્યાનો પર્યાય શબ્દ તરીકે પણ પ્રયોગ થાય છે. અહીં વિદ્યા શબ્દનો પ્રયોગ એ રીતે થયેલો જણાય છે. () સર્વસિદ્ધિકાર મંત્ર :
૧૧મા શ્લોકની પૂર્તિ રૂપે આ મંત્ર અપાયેલો છે. તેથી સૌપ્રથમ તેની માળા ફેરવવી. પછી આ મંત્રનો શુદ્ધિપૂર્વક ૩૨ વાર જાપ કરવો. સાયંકાળે પણ આ મંત્રનો ૩૨ વાર જાપ કરવો જરૂરી છે.
"ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरीणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरु રુ સ્વET'' (૫) સારસ્વત વિદ્યા :
૧૨મા શ્લોકની પૂર્તિ રૂપે આ વિદ્યા અપાયેલી છે એટલે સૌપ્રથમ તેની માળા ફેરવવી અને પછી શ્વેત શુદ્ધ રેશમી વસ્ત્રો પહેરીને સ્ફટિકની માળાથી આ વિદ્યાનો ૧૦૮ વાર જાપ કરવો. તેથી સરસ્વતી પ્રસન્ન થાય છે અને વિદ્યાની વૃદ્ધિ થાય છે.
"ॐ ह्रीं चक्रद्वसपुवीणं ॐ ह्रीं पयाणुसारीणं ॐ ह्रीं एगारशंगधारीणं ॐ ह्रीं उज्जुमईणं ॐ ह्रीं विउलमईणं ॐ नमः स्वाहा'
સામાન્ય રીતે જ વખતે નમઃ અને હોમ વખતે સ્વાહા આવે છે પરંતુ કેટલાક મંત્રોમાં આ બંને પદો સાથે પણ બોલવાના હોય છે. (૬) રોગાપહારિણી વિદ્યા :
૧૩મા શ્લોકની પૂર્તિ રૂપે રોગપહારિણી વિદ્યા અપાયેલી છે તેથી સૌપ્રથમ તેનો ૧૦૮ વાર જાપ કરવો અને પછી આ વિદ્યામંત્રનો ત્રિસંધ્ય (સવાર – બપોર – સાંજ) ૧૦૮ વાર જાપ કરવો.
Page #510
--------------------------------------------------------------------------
________________
'ભક્તામર સ્તોત્રમાં મંત્ર- યંત્ર તંત્ર અને અષ્ટકો 491 “ॐ ह्रीं आमोसहिलद्धीणं ॐ हीं विप्पोसहिलद्धीणं ॐ हीं खेलोसहिलद्धीणं ॐ ह्रीं जल्लोसहिलद्धीणं ॐ ही सव्वोसहिलद्धीणं नमः स्वाहा ।।"
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ મંત્રમાં આવતાં ૐ હૂ પાઠ વિશે જણાવે છે કે “અહીં તથા દશમા, અગિયારમા અને ચૌદમા મંત્રમાં ૐ હું પછી પૂર્વ એવો પાઠ આવે છે. પણ તે વિધિસૂચક હોવાથી મૂળ મંત્રનો પાઠ નથી. તેનાથી એવું સૂચન થાય છે કે આનું દરેક પદ ૐ હું પૂર્વક બોલવું. એટલે અહીં તેવો પાઠ આપેલો છે. ઉપર જણાવેલ સારસ્વત વિદ્યાનો તથા બારમો અને તેરમો મંત્ર આ પ્રમાણે જ તથા દશમ, અગિયારમા અને ચૌદમાં મંત્રમાં એટલે પ્રત્યેક પદને 3ૐ તથા હૂ જોડીને જ બોલાય છે." (૭) વિષાપહારિણી વિદ્યા :
૧૪મા શ્લોકની પૂર્તિ રૂપે આ વિદ્યા અપાયેલી છે. તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરવો અને પછી વિષાપહારિણી વિદ્યા મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
"ॐ ही आसीविसलद्धीणं ॐ ही खीरासवलद्धीणं ॐ ह्रीं महुसायवलद्धीणं ॐ ह्रीं માસવર્ણદ્વી નમ: રવET ||''
કોઈ પણ મનુષ્યને ઝેર ચડ્યું હોય તો આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રીને પાવાથી તે ઊતરી જાય છે. (૮) ત્રિભુવન સ્વામીની વિદ્યા :
૧૪મા શ્લોકની પૂર્તિરૂપે આ બીજી ત્રિભુવનસ્વામીની વિદ્યા પણ અપાયેલી છે તેથી પ્રથમ ૧૪મા શ્લોકનો ૧૦૮ વાર જાપ કરી પછી આ વિદ્યાનો જાપ કરવો. પ્રવાલની માળાથી નિત્ય આ મંત્રનો ૩,૦૦૦ વાર જાપ કરતાં સર્વ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ___“ॐ ह्रीं श्रीं क्लीं असिआउसा चुलु चुलु कुलु कुलु मुलु मुलु इच्छियं मे कुरु कुरु સ્વાહા” (૯) સ્વપ્ન દ્વારા શુભાશુભ જાણવાનો મંત્ર :
૧૫મા શ્લોકની પૂર્તિ રૂપે આ મંત્ર અપાયેલો છે. તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરીને આ મંત્રનો જાપ કરવો. તેનો વિધિ આ પ્રમાણે જણાવ્યો છે.
પુષ્પાર્કનો યોગ આવે ત્યારે સંધ્યા સમયે સ્થાન કરીને સુગંધી તેલ-ચંદન વગેરેથી શરીરે વિલેપન કરી શરીરને પવિત્ર કરવું અને સુગંધી પુષ્પોની માળા ધારણ કરવી. પછી જ્યાં સ્ત્રીનો સંસર્ગ થાય નહિ એવા એકાંત સ્થાનમાં જઈને ગોમય(ગાયનું છાણ)થી લીંપેલી ભૂમિ પર ઊભા રહીને સ્ફટિકની માળાથી પૂર્વાભિમુખ ૧૦૮ વાર જાપ કરવો. તે પછી દક્ષિણ દિશા ભણી ઊભા રહીને એ જ મુજબ ૧૦૮ જાપ કરવા. તે પછી પશ્ચિમ અને ઉત્તર દિશા ભણી ઊભા રહીને
Page #511
--------------------------------------------------------------------------
________________
॥ ભક્તામર તુર્થ્ય નમઃ ||
૧૦૮–૧૦૮ જાપ કરવા. ત્યારપછી જેનો ઉત્તર જોઈતો હોય તે પ્રશ્ન મનમાં ચિંતવીને અર્ધી રાત્રિ પછી સંથા૨ે સૂઈ રહેવું એટલે પાછલી રાત્રિની બે ઘડી બાકી રહે ત્યારે સ્વપ્ન દેખાશે અને તેમાં જે કાર્ય ચિંતવ્યું હોય તેનું શુભાશુભ ફળ દેખાશે. સ્વપ્ન આવ્યા પછી સૂઈ રહેવું નહિ.
"चउवीस तीर्थंकर तणीआण । पञ्चपरमेष्ठितणी आण चवीस तीर्थंकर तणई तेजि । पञ्चपरमेष्ठि तेजि ।। “ૐ અર્હ ઉત્પત્તય સ્વાહા''
492
܀
(૧૦) બંધોમોક્ષિણી વિદ્યા :
૧૫મા શ્લોકની પૂર્તિ રૂપે આ બીજી બંધમોક્ષિણી વિદ્યા પણ અપાયેલી છે તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરવો અને પછી આ વિદ્યામંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
"ॐ ह्रीं जिणाणं ॐ ह्रीँ ओहिजिणाणं ॐ ह्रीं परमोहिजिणाणं ॐ ह्रीं अणंतोहिजिणाणं ॐ ह्रीं सामन्नकेवलिणं ॐ ह्रीं भवत्थकेवलिणं ॐ ह्रीं अभवत्थकेवलिणं नमः स्वाहा ।"
આ વિદ્યામંત્રનો જપ કરવાથી ભૂત, પ્રેત, ડાકણ, શાકિની વગેરેનો ઉપદ્રવ દૂર થાય છે. (૧૧) શ્રીસમ્પાદિની વિદ્યા :
૧૬મા શ્લોકની પૂર્તિ રૂપે શ્રી સમ્પાદિની વિદ્યા અપાયેલી છે. તેથી સૌ પ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરવો પછી આ વિદ્યામંત્રનો કેરબાની માળાથી ૧૦૮ વાર જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
"ॐ ह्रीं वीयबुद्धीणं ॐ ह्रीं कुट्ठबुद्धीणं ॐ ह्रीं सम्मिन्नसोआणं ॐ ह्रीं अक्खीणमहाणसीणं ॐ ह्रीं सव्वलद्धिणं नमः स्वाहा ।"
(૧૨) પરવિદ્યોઅેદિની વિદ્યા :
૧૭મા શ્લોકની પૂર્તિ રૂપે પરવિઘોચ્છેદિની વિદ્યા અપાયેલી છે તેથી સૌપ્રથમ ૧૦૮ વાર આ શ્લોકોનો જાપ કરવો પછી આ વિદ્યામંત્રનો જાપ કરવો.
“ॐ हूँ उग्गतवचरणाणं ॐ ह्रीं दित्ततवाणं ॐ ह्रीं तत्ततवाणं ॐ ह्रीं पडिमापडिवन्नाणं नमः સ્વાહા ।''
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ આ મંત્રપાઠના શુદ્ધીકરણ માટે જણાવે છે કે “કેટલીક પ્રતિઓમાં ‘ઉગ્ર’ પાઠ આવે છે પણ ‘ઉગ્ગ’ પાઠ શુદ્ધ છે.''
આ મંત્રનો જાપ કરીને મોરપીંછ વડે ૧૦૮ વાર ઝાડો દેવાથી બીજાએ કરેલા અનિષ્ટ વિદ્યાપ્રયોગની અસર દૂર થાય છે; ભૂતપ્રેતનો દોષ પણ દૂર થાય છે. શીત જ્વર (ટાઢિયો તાવ), ઉષ્ણ જ્વર વગેરે જ્વરનો નાશ થાય છે. વળી આ મંત્રથી ૧૦૮ વાર પાણી અભિમંત્રિત કરીને
Page #512
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર - તંત્ર અને અષ્ટકો 493 છાંટવાથી મરકી વગેરેનો ઉપદ્રવ દૂર થાય છે. (૧૩) દોષનિર્નાશિની વિદ્યા :
૧૮મા શ્લોકની પૂર્તિ રૂપે આ દોષનિર્નાશિની વિદ્યા અપાયેલી છે. તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરીને આ વિદ્યામંત્રનો ૧૦૮ વાર જાપ કરવો. રવિવારના દિવસે આ મંત્રાલરોને યક્ષકદમથી ભોજપત્ર પર લખીને માદળિયામાં મૂકી પોતાની પાસે રાખે તો કોઈ કામણટ્રમણની અસર થાય નહિ તેમજ દિવસે દિવસે કીર્તિ અને પ્રભાવમાં વધારો થાય.
"ॐ हीं जंघाचरणाणं ॐ हीं विज्जाचरणाणं ॐ ही वेउव्वियइढिपत्ताणं ॐ ह्रीं आगासगामीणं નમ: વીણા'' (૧૪) અશિવોપશમની વિદ્યા :
૧૯મા શ્લોકની પૂર્તિ રૂપે આ અશિવોપશમની વિદ્યા અપાયેલી છે તેથી સૌપ્રથમ ૧૦૮ વાર જાપ કરવો. તેના પ્રભાવથી બધી જાતના ઉપદ્રવોનું નિવારણ થાય છે. ___ "ॐ हीं मणपज्जवनाणीणं ॐ ह्रीं सीयलेसाणं ॐ हीं तेउलेसाणं ॐ ही आसीविसभावणाणं ॐ ह्रीं दिट्ठीविसभावणाणं ॐ हीं चारणभावणाणं ॐ हीं महासुमिण भावणाणं ॐ ह्रीं तेयग्गि निसग्गाणं સ્વEી |" (૧૫) સૂરિમંત્રઃ
૨૦માથી ૨૫મા શ્લોક સુધીની પૂર્તિ સૂરિમંત્ર વડે થાય છે. કેટલાકના અભિપ્રાયથી આ છ શ્લોકની પૂર્તિ ચિંતામણિ મંત્ર વડે થાય છે તે મંત્ર આ પ્રમાણે છે.
“ॐ ह्रीं श्रीं नमिउण पासविसहर वसह जिमफुलिंग ॐ ह्रीं श्रीं अहँ नमः ।" આ મંત્ર ભયહર વિદ્યા તરીકે પણ પ્રસિદ્ધ છે. (૧૬) મહાલક્ષ્મીનો મંત્રઃ
ર૬મા શ્લોકની પૂર્તિ રૂપે આ મહાલક્ષ્મીનો મંત્ર અપાયેલો છે તેથી સૌપ્રથમ તેનો ૧૦૮ વાર જાપ કરીને પછી આ મંત્રનો જાપ કરવો.
8 £ વ7 મહીના નમ: " જે દિવસે મૃગશીર્ષ નક્ષત્ર અને ગુરુવાર હોય તે દિવસે આ મંત્રનો જાપ શરૂ કરવો. પરંતુ તે પહેલાં જે ઘર કે જે જગ્યામાં જાપ કરવો હોય તેને ધોળાવીને જાપસ્થાનની જમણી બાજુએ લક્ષ્મીદેવીની મૂર્તિ પધરાવવી પછી તેની સામે બેસી રોજ ૧૦૦૮ મંત્રનો જાપ કરવો અને તેટલાં જ સોનચંપાનાં ફૂલ ચડાવવાં. આ રીતે એક લાખ જાપ કરતાં મહાલક્ષ્મી પ્રસન્ન થઈને સાક્ષાત્ દર્શન આપે છે અને સાધકના સર્વ મનોરથ પૂરા કરે છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
494 // ભક્તામર તુ નમઃ |
મહાલક્ષ્મીનો વર્ણ પીળો છે. તેના બે હાથમાં પાણીનો ભરેલો કળશ છે અને ચોથા હાથમાં અંકુશ છે. વળી બંને બાજુ હાથી સૂંઢમાં ચામર લઈને ઢાળી રહેલ છે.
મૂર્તિ બનાવવાના જાણકાર પાસે આવી મૂર્તિ બનાવવી જોઈએ અથવા આવા પ્રકારની મૂર્તિ મળી જાય તો તેજ ગ્રહણ કરવી જોઈએ. (૧૭) શુદ્રોપદ્રવનાશક મંત્ર :
૨૭મા શ્લોકની પૂર્તિ રૂપે આ મુદ્રોપદ્રવનાશક મંત્ર અપાયેલો છે તેથી સૌપ્રથમ તેનો ૧૦૮ વાર જાપ કરીને પછી આ મંત્રનો ૨૧ વાર જાપ કરવો. તેથી શુદ્ધ ઉપદ્રવોનો નાશ થાય છે તથા મનોવાંછિતની પ્રાપ્તિ થાય છે. ___ “ॐ नमो ऋषभाय मृत्युजयाय सर्वजीवशरणाय परमब्रह्मणेऽष्टप्रातिहार्यसहिताय नागभूतयक्षवशंकराय सर्वशान्तिकराय मम शिवं कुरु कुरु स्वाहा ।" (૧૮) સર્વસિદ્ધિકર વિદ્યા :
૩૧મા શ્લોકની પૂર્તિ રૂપે આ સર્વસિદ્ધિકર વિદ્યા અપાયેલી છે તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરીને પછી આ વિદ્યા મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો તેથી વાદમાં વ્યાખ્યાનમાં અન્ય કાર્યમાં સર્વસિદ્ધિ થાય છે તથા સંગ્રામમાં જય મળે છે. વિશેષમાં સર્પ અને ચોરનો ભય દૂર થાય છે.
"अरिहंतसिद्धआयरियउवज्झायसव्वसाहुसव्वधम्मतित्थयराणं ॐ नमो भगवईए सुयदेवयाए संतिदेवयाणं सव्वपवयणदेवयाणं दसण्हं दिसापालाणं पंचण्हं लोगपालाणं ॐ हीं अरिहंतदेवं નમ: I'”
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ મંત્રમાં શબ્દફેર હોવા વિશે જણાવે છે કે “અહીં નમ:ના યોગમાં વેવાય' પદ હોવું ઘટે છે. પણ મંત્રમાં સંપ્રદાય બળવાન છે. (૧૯) શ્રી કલિકુંડ સ્વામીનો મંત્ર :
૩૩મા શ્લોકની પૂર્તિ રૂપે આ શ્રી કલિકંઠ સ્વામીનો મંત્ર અપાયેલો છે. તેથી પ્રથમ તેનો ૧૦૮ વાર જાપ કરીને પછી આ મંત્રનો જાપ કરવો. ૧૨,૦૦૦ શ્વેત કે રક્ત વર્ણવાળા પુષ્પથી જાપ કરતાં સર્વ સિદ્ધિ મળે છે.
"ॐ ह्रीं श्रीं कलिकुण्डस्वामिन् ! आगच्छ आगच्छ आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम सर्वसमीहितं कुरु कुरु हुं फट् स्वाहा ।"
આ મંત્રનો વિશેષ વિધિ એવો છે કે પોષ વદિ ૧૦ ગુજરાતી માગસર વદિ ૧૦ના દિવસે રવિવારે હોય ત્યારે પ્રારંભ કરવો. આ મંત્રનો જાપ કરતી વખતે શ્રી પાર્શ્વનાથ ભગવાનની તથા શ્રી ચકેશ્વરી દેવીની મૂર્તિ પોતાની સમક્ષ રાખવી. આ પ્રમાણે કરવાથી છ મહિનામાં ચકેશ્વરી દેવી પ્રત્યક્ષ થાય છે કે સ્વપ્નમાં વરદાન આપે છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
'ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર– તંત્ર અને અષ્ટકો જ 495
વિશેષ
(૨૦) ૩૪મા શ્લોકનો જાપ કરતાં હાથીનો ભય દૂર થાય છે. (૨૧) ૩૫મા શ્લોકનો જાપ કરતાં સિંહનો ભય દૂર થાય છે. (૨૨) ૩૬મા શ્લોકનો જાપ કરતાં દાવાનલ શમી જાય છે. અગ્નિભય દૂર થાય છે. (૨૩) ૩૭મા શ્લોકનો જાપ કરતાં સર્પનો ભય દૂર થાય છે.
(૨૪) ૩૮ અને ૩૯મા શ્લોકનો જાપ કરતાં રણભય દૂર થાય છે અને ભયંકર યુદ્ધમાં પણ વિજય પ્રાપ્ત થાય છે.
(૨૫) ૪૦મા શ્લોકનો જાપ કરતાં સમુદ્રનું તોફાન શમે છે અને જલભય દૂર થાય છે.
(ર૬) ૪૧મા શ્લોકનો જાપ કરતાં બધાં બંધનો છૂટી જાય છે અને બંદીખાના(જેલ)માંથી છુટકારો થાય છે.
આ રીતે ૩૪મા શ્લોકથી ૪રમા શ્લોકના પદ્યનું સ્મરણ જ કાર્ય સિદ્ધ કરનારું હોઈ અહીં તેની પૂર્તિ રૂપે કોઈ મંત્ર આપેલ નથી.
ભક્તામર સ્તોત્રના શ્લોકોની સાથે અમુક મંત્રનો જાપ કરવાથી તેનું પરિણામ શીધ્ર અને સચોટ આવે છે. તેવા મંત્રો શ્રી ગુણાકરસૂરિએ વૃદ્ધ સંપ્રદાય તરીકે આ સ્તોત્રની વૃત્તિમાં જણાવ્યા છે. તેની શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઉપર્યુક્ત રજૂઆત કરી છે. આમાં તેમણે અષ્ટભયમાંથી સાત ભયના શ્લોકો જ જણાવ્યા છે. આઠમો ભય જલોદર રોગ કે કોઈ પણ પ્રકારના રોગ મટે જે ૪૧મા શ્લોકને જાણવામાં આવ્યો છે. તેને સ્થાને તેમણે ૪૧મા શ્લોકમાં કોઈ પણ ભય માટે ગણવાનું જણાવ્યું નથી. તેમના પુસ્તક “ભક્તામર રહસ્યની પ્રથમ અને દ્વિતીય બંને આવૃત્તિમાં આ જ પ્રમાણેની વિગત પ્રાપ્ત થાય છે. તેથી કદાચ એ પ્રિન્ટિગ ભૂલ ના પણ હોઈ શકે. (પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૭૧ પાના નં. ૩૫૧ અને તૃતીય આવૃત્તિ ૧૯૮૩માં પાના નં. ૪૨૧ બહાર પાડવામાં આવી છે.)
શ્રી સારાભાઈ નવાબે ૨૮ પ્રભાવક કથા સાથે ૨૮ મંત્રો જણાવેલ છે જ્યારે શ્રી ધીરજલાલ ટોકરશી શાહે તે પ્રમાણે મંત્રો જણાવેલ નથી. તેમણે ૧૯ મંત્રો અને સાત ભયના સાત શ્લોક મંત્ર રૂપે જણાવ્યા છે. આમ મિત્રોની સંખ્યા ૨૭ થાય છે. (પ્રથમ મંત્ર બે વાર જણાવાયો છે. તેથી સંખ્યા ૨૭ થાય છે.) સારાભાઈ નવાબે જે શ્લોકસંબંધી મંત્ર જણાવ્યો છે તે શ્રી શાહે જણાવેલ નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો ૪૧મા શ્લોક માટે શ્રી નવાબે જણાવેલ મંત્ર શ્રી શાહે જણાવેલ નથી. તે ઉપરાંત પૂર્વ પાઠ શ્રી નવાબ જણાવે છે જ્યારે શ્રી શાહ આ પાઠને અયોગ્ય જણાવી તે મૂળ મંત્રનો પાઠ નથી તેમ જણાવી તેના સ્થાને ૐ હૂ પાઠ બોલવા જણાવે છે. શ્રી નવાબે અષ્ટભયમાં દરેક શ્લોક ઉપરાંત દરેકનો એક એક મંત્રા—ાય આપ્યો છે. જ્યારે શ્રી શાહે તેમ કરેલ નથી.
Page #515
--------------------------------------------------------------------------
________________
496 ॥ ભક્તામર તુભ્યે નમઃ ।
ભક્તામર સ્તોત્રમાં સમાયેલાં અષ્ટકો :
ભક્તામર સ્તોત્રનું બીજું નામ મંત્રશાસ્ત્ર પણ છે. શ્રી સારાભાઈ નવાબનું આ મંતવ્ય યથાર્થ છે. ભક્તામર સ્તોત્રનો એક એક શબ્દ શ્રી માનુતંગસૂરિએ ગૂઢાર્થથી ભરેલો છે અને દરેક શબ્દ, દરેક અક્ષર બીજમંત્ર સમાન છે.
શ્રી નમસ્કાર મહામંત્રના વિસ્તાર રૂપે રહેલું આ ભક્તામર સ્તોત્ર જૈન શાસનના અતિપ્રાચીન અને પ્રસિદ્ધ તથા શક્તિશાળી ‘સૂરિમંત્ર’ સાથે પણ સંકળાયેલું છે. જૈન ધર્મ-શાસનની ધુરા સંભાળનારા તમામ આચાર્ય ભગવંતો સૂરિમંત્રની નિત્યક્રમ રૂપે આરાધના, સાધના તથા જાપ કરતા જ હોય છે. આ સૂરિમંત્રની મહાન શક્તિનો અર્થાત્ વિદ્યાષ્ટકોનો સમાવેશ ભક્તામર સ્તોત્રના શ્લોક ૧૨થી ૧૯ સુધીમાં શ્રી માનતુંગસૂરિએ કરેલો છે. આ સૂરિમંત્ર માત્ર પૂજ્ય આચાર્ય ભગવંતો દ્વારા જ સાધી શકાય છે. સૂરિમંત્ર જેવું જ ફળ પ્રાપ્ત થઈ શકે તેવી ઘણી અદ્ભુત શક્તિઓ શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્રમાં ગૂઢાર્થ રીતે ગુંફિત કરી છે. આથી એક સામાન્ય માણસ જો ભક્તામર સ્તોત્રનો પાઠ કરતો હોય તો તે પણ સૂરિમંત્રનો પ્રસાદ પામી શકે છે અને સૂરિમંત્રની આરાધનાથી જે ફળો પ્રાપ્ત કરી શકાતાં હોય તેને મેળવી શકે છે.
સૂરિમંત્ર કલ્પમાં ભક્તામર સ્તોત્રની ૧૨મા થી ૧૯મા શ્લોક સુધી મહાવિદ્યાઓ હોવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિંહતિલકસૂરિ વિરચિત મંત્રરાજરહસ્યની ૧૩થી ૩૯મા શ્લોક સુધીમાં આઠ મહાવિદ્યાઓની સાધના-વિધિ બતાવવામાં આવી છે. તેમણે આ વિદ્યાઓને વિદ્યાષ્ટકોના નીચેના અનુક્રમથી આપી છે.
(૧) બંધ મોક્ષિણી (૨) પરવિઘા ઉચ્છેદિની (૩) સારસ્વત વિદ્યા (૪) રોગપહારી વિદ્યા (૫) સ્થાવર વિષાપહારી તેમજ સર્વોપસર્ગહારી (૬) શ્રી સંપાદિની વિદ્યા (૭) દોષનિર્નાશી (૮) સકલ અશિવોપમની વિદ્યા.
આમ આઠ પ્રકારની વિદ્યાનું વિદ્યાષ્ટક બતાવ્યું છે.
ભક્તામર સ્તોત્ર પ્રમાણે શ્રી ગુણરતિસૂરિજીએ આ વિદ્યાષ્ટકવાળી આઠ વિદ્યાઓને અનુક્રમે નીચે પ્રમાણે જણાવી છે.
(૧) શ્રી સારસ્વત વિદ્યા ભક્તામરનો ૧૨મો શ્લોક
(૨) શ્રી રોગપહારી વિદ્યા ભક્તામરનો ૧૩મો શ્લોક (૩) શ્રી વિષાપહારી વિદ્યા ભક્તામરનો ૧૪મો શ્લોક (૪) શ્રી બંધમોક્ષિણી વિદ્યા ભક્તામરનો ૧૫મો શ્લોક
(૫) શ્રી સંપાદિની વિદ્યા ભક્તામરનો ૧૬મો શ્લોક
(૬) શ્રી પવિઘા ઉચ્છેદિની વિદ્યા ભક્તામરનો ૧૭મો શ્લોક
Page #516
--------------------------------------------------------------------------
________________
"ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર- તંત્ર અને અષ્ટકો છે 497. (૭) શ્રી દોષનિર્નાશિની વિદ્યા ભક્તામરનો ૧૮મો શ્લોક (૮) શ્રી અશિવોપશમની વિદ્યા ભક્તામરનો ૧૯મો શ્લોક
આચાર્ય જિનપ્રભસૂરિકૃત બૃહદ્ શ્રી સૂરિમંત્ર કલ્પના વિવરણમાં પણ ઉપર્યુક્ત ક્રમ જ આપવામાં આવેલ છે.
શ્રી ગુણાકરસૂરિજીએ રચેલ ભક્તામર વૃત્તિમાં તેમણે વૃદ્ધ સંપ્રદાય તરીકે ઉદ્ધરેલા મંત્રોમાં પણ ઉપર્યુક્ત ક્રમ જ જોવા મળે છે. તેમાં માત્ર એક વધારે જોવા મળે છે. જે ત્રીજી વિદ્યા ૧૪મા શ્લોક અર્થે જણાવવામાં આવી છે તે શ્રી વિષાપહારી વિદ્યા સાથે ત્રિભુવનસ્વામીની વિદ્યા પણ જણાવવામાં આવી છે.
શ્રી સિંહતિલકસૂરિ, શ્રી ગુણરત્નસૂરિ અને શ્રી જિનપ્રભસૂરિજીએ જણાવેલ લબ્ધિપદોમાં ખાસ કોઈ ફરક નથી. જે ફરક છે તે આ પ્રમાણે છે. શ્રી સંપાદિની અને દોષનિનશીની આ બંને વિદ્યાઓમાં ગુણાકરસૂરિજી અને સિંહતિલકસૂરિજી કરતાં જિનપ્રભસૂરિજી એક એક વૃદ્ધિ પદ ઓછું આપે છે. જ્યારે અશિવોપશમની વિદ્યામાં સિંહતિલકસૂરિજી નવ ઋદ્ધિપદો આપે છે. ગુણાકરસૂરિજીએ પણ આઠ પદો સંમત હશે તેવું લાગે છે. કારણ તેઓ જણાવે છે કે અશિવોપશમનીની પ્રત્યેક વિદ્યાનો સંબંધ પ્રતિહાર્યો સાથે કરવો. પ્રતિહાર્યો તો આઠ છે. એ પ્રસિદ્ધ જ છે.
ઉપર્યુક્ત ત્રણે ગ્રંથકારોએ આઠ મહાવિદ્યાઓ એકસરખા ક્રમમાં જ જણાવી છે અને તેના લબ્ધિપદોમાં જ થોડો તફાવત જોવા મળે છે. ૧૯મા શ્લોકમાં શ્રી અશિવોપશમની વિદ્યા માટે ગુણાકરસૂરિએ આઠ ઋદ્ધિપદ આપ્યાં છે અને તેને જિનપ્રભસૂરિજીએ આઠ પ્રતિહાર્યો સાથે કરવાનું સૂચન કર્યું છે.
બીજા પણ ઘણા નિગ્રંથકારોએ પણ આઠ મહાવિદ્યાઓનો ક્રમ આપ્યો છે. આચાર્ય શ્રી રાજશેખરસૂરિજી જણાવે છે કે “સારસ્વત, રોગપહારિણી, વિષાપહારિણી, બંધમોક્ષિણી, શ્રી સંપાદિની, પરવિદ્યા ઉચ્છેદિની, દોષનિર્નાશિની, અશિવોપશષમની આ આઠ મહાવિદ્યાઓ સ્વ અને પર માટે સાધી શકે છે. તેઓ જણાવે છે કે શ્રીમાન માનતુંગસૂરીશ્વરજી મ. સા. એ શાંતર/T:
fમઃ ઇત્યાદિથી ખતમારના અંત સુધીની અગિયારથી ઓગણીસ ગાથા સુધીની આઠ ગાથાઓ આઠ મહાવિદ્યાથી ગર્ભિત કાવ્યરૂપે રચી છે. આ આઠ ગાથા “જ્ઞાન' તથા ત્વયિ વિમાતિ નાવાશે એ નવમા કાવ્ય સહિત જે રોજ પ્રાતઃ વેળામાં ભણશે, સ્મરણ કરશે તે સ્વયં સારસ્વતાદિ પૂર્વોક્ત આઠ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને બીજાને પણ આઠ સિદ્ધિઓ પમાડી શકશે.
અનેક નિગ્રંથકારોએ આ વિદ્યાષ્ટકનું મહત્ત્વ વર્ણવ્યું છે. આ આઠ શ્લોક અને તે ઉપરાંત નવમો શ્લોક અર્થાતુ ૧૨થી ૧૯ અને ૨૦મો શ્લોક. માત્ર એ નવ જ શ્લોકનો પાઠ કરનારે સવારે બાર વાગ્યા પહેલાં જ આ પાઠ કરી લેવો અવશ્યક છે. | વિઘાષ્ટક સિવાય ભયાષ્ટક પણ ભક્તામર સ્તોત્રમાં સમાયેલું છે. શ્રી માનતુંગસૂરિએ
Page #517
--------------------------------------------------------------------------
________________
498 || ભક્તામર તુલ્ય નમઃ | નમિઊણ સ્તોત્રમાં પણ ભયોનું વર્ણન કર્યું છે. આ સ્તોત્રમાં તેમણે અષ્ટમહાભય આ પ્રમાણે વર્ણવ્યા
(૧) રોગભય (૨) જલભય (૩) જ્વલનભય (૪) સર્પભય (૫) ચૌરભય (૬) સિંહભય (૭) ગજભય (૮) રણભય.
ભક્તામર સ્તોત્રમાં સૂરિજીએ ૩૪થી ૪રમા શ્લોક સુધીમાં આઠ પ્રકારના ભયોના નિવારણનો ઉપાય બતાવ્યો છે. તે આ પ્રમાણે છે : (૧) ગજભય
- ભક્તામરનો ૩૪મો શ્લોક (૨) સિંહભય
ભક્તામરનો ૩૫મો શ્લોક (૩) દાવાનલનો ભય
ભક્તામરનો ૩૬મો શ્લોક () સર્પનો ભય
ભક્તામરનો ૩૭મો શ્લોક (૫) સંગ્રામભય
ભક્તામરનો ૩૮ અને ૩૯મો શ્લોક (૬) સમુદ્રનો ભય
ભક્તામરનો ૪૦મો શ્લોક (૭) જલોદરનો ભય
- ભક્તામરનો ૪૧મો શ્લોક (૮) બંધનથી ઉત્પન્ન થયેલો ભય . ભક્તામરનો ૪૫મો શ્લોક
ઉપર્યુક્ત ગમે તે ભયમાં મનુષ્ય જ્યારે સપડાય ત્યારે તે પ્રમાણેના શ્લોકનું સ્મરણ જાપ કરવામાં આવે તો તરત જ તે ભયમાંથી મુક્તિ થાય છે.
ભક્તામર સ્તોત્ર જ મંત્રશાસ્ત્ર છે એમ શ્રી સારાભાઈ નવાબનું કહેવું જરાપણ અતિશયોક્તિપૂર્ણ નથી. તેમણે યથાયોગ્ય વિધાન જ કરેલું છે. આ સ્તોત્ર પર આટલા મોટા પાયામાં મંત્રો રચાયેલા છે અને તે આધારે યંત્રો અને તંત્રો રચાયેલાં છે એટલાં કદાચ અન્ય કોઈ સ્તોત્ર પર નહીં રચાયાં હોય એવું વિદ્વાનોનું માનવું છે. દરેકે દરેક શબ્દ, અક્ષર બીજમંત્ર સમાન છે. ગ્રહોને લગતા મંત્રો પણ આ સ્તોત્રમાં ગૂઢાર્થ રીતે ગૂંથાયેલા છે.
પાદટીપ ૧. મંત્ર અને માતૃકાઓનું રહસ્ય'. ડૉ. શિવશંકર અવસ્થી, પૃ ૧૯૦-૯૧
‘પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ', સારાભાઈ નવાબ, પૃ. ૨૧ ૩. શ્રી પાર્શ્વનાથોપસર્ગ હારિણી શાસનદેવી શ્રી પદ્માદેવી માતા તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ, ડૉ. રુદ્રદેવ
ત્રિપાઠી, પૃ. ૧૩૫ ૪. “ભક્તામર દર્શન', રાજયશસૂરિ મહારાજ સાહેબ, પૃ. ૨૫૫ ૫. શ્રી પાર્થનાથોપસર્ગહારિણી શાસનદેવી શ્રી પદ્માદેવી માતા – મંત્ર – તંત્ર – યંત્ર', પ્રો. સી. વી. રાવળ,
Page #518
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર- તંત્ર અને અષ્ટકો છે 499 પૃ. ૧૫૪-૧૫૫ ૬, શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી શાસનદેવી શ્રી પદ્માદેવી માતા – મંત્ર – તંત્ર – યંત્ર
“શ્રી પાર્શ્વનાથોપસર્ગારિણી શાસનદેવી શ્રી પદ્માદેવી માતા – તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ ,
ડો. રુદ્રદેવ ત્રિપાઠી, પૃ. ૧૩૨ ૮. શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી શાસનદેવી શ્રી પદ્માદેવી માતા મંત્રતંત્ર-યંત્ર', પો. સી. વી. રાવળ, પૃ.
૧૫૪ પૂવાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ', પ્રસ્તાવના સારાભાઈ નવાબ, પૃ. ૧૨
‘ભક્તામર દર્શન, શ્રી રાજયશસૂરિ મ. સા., પૃ. ૨૫૪ ૧૧. “ભક્તામર સ્તોત્ર વૃત્તિ', પ્રસ્તાવના ઉદયલાલ કાશલીવાલ, પૃ. ૧૧ ૧૨. ભક્તામર સ્તોત્ર તંત્રવિદ્યા : ગુપ્ત જ્ઞાનનો ગેબી ભંડાર', અનુભવાનંદજી. પૃ. ૩-૪ ૧૩. પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિનવસ્મરણ'. સારાભાઈ નવાબ
Page #519
--------------------------------------------------------------------------
________________
૧૪
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ
‘ભક્તામર સ્તોત્ર’ નિગ્રંથકારો, કવિઓ ભક્તો અને સમાલોચક ટીકાકારોને સમાન રૂપે વહાલું તથા ભિન્ન ભિન્ન રીતે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલું છે. શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી જેવા જેન ધર્મના અનુયાયીઓ જ આ સ્તોત્રનો પાઠ કરતા હોય તેમ નથી, પરંતુ જૈનેતરો પણ આ સ્તોત્રપાઠમાં રસ લેતા જોવા મળે છે. શ્રી હર્મન યકોબી, શ્રી વિન્ટરનિટસ, કીથ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ આ સ્તોત્ર પર ટીકા-ટિપ્પણ કરી છે. અનેક ભાષાઓમાં તેનો તરજુમો થયેલો પણ જોવા મળે છે. તાત્પર્ય કે ભક્તામર સ્તોત્ર ભક્તિભાવનાને પુષ્ટ કરવામાં પૂર્ણતયા સમર્થ છે, એવું કથન સર્વથા યથાયોગ્ય છે.
શ્રી માનતુંગસૂરિકૃત મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર'ને લગતું સાહિત્ય વિશાળ પ્રમાણમાં મળી આવે છે. આ સાહિત્ય મુખ્યત્વે બે પ્રકારનું છે : (૧) વૃત્તિરૂપ (૨) પાદપૂર્તિરૂપ
વૃત્તિરૂપ
સૌ પ્રથમ ભક્તામર સ્તોત્ર પર રચાયેલું વૃત્તિરૂપ સાહિત્ય વિશે જોઈએ તો આ વૃત્તિઓ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. ભક્તામર સ્તોત્રના ભક્તગણોને તેનો અર્થાવબોધ કરાવવા માટે શ્વેતામ્બર સંપ્રદાય અને દિગમ્બર સંપ્રદાયના વિદ્વાન નિગ્રંથકારો, કવિવરોએ તેના પર અવસૂરિઓ, બાલાવબોધો, ચૂર્ણિઓ, વૃત્તિરૂપ ટીકાઓ આદિ વિશાળ પ્રમાણમાં રચાયેલી મળી આવે છે. આવા વૃત્તિરૂપ સાહિત્યનો પ્રારંભ ઈ. સ. ૧૩૭૦ અર્થાત્ વિ. સં. ૧૪૨૬માં રુદ્રપલ્લીય ગચ્છના
Page #520
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ જ 501, શ્રી ગુણાકરસૂરિની વૃત્તિથી થાય છે. એવી પણ શક્યતા છે કે આ પહેલાં પણ ભક્તામર સ્તોત્ર પર કેટલીક ટીકાઓ રચાઈ હોય, પરંતુ તે સંબંધી પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી અર્થાત્ સમયકાળના પ્રમાણભૂત પુરાવાની માહિતી ન મળવાને કારણે તેની પ્રાચીનતા સિદ્ધ થતી નથી. ભક્તામર સ્તોત્ર પર રચાયેલી વૃત્તિઓ જે મળી આવે છે તે નીચે પ્રમાણે છે :
(૧) રુદ્રપલ્લીય ગચ્છના ગુણચંદ્રસૂરિના શિષ્ય શ્રી ગુણાકરસૂરિએ વિ.સં. ૧૪૨૬ અને ઈ. સ. ૧૩૭૦માં આ સ્તોત્ર પર ૧૭પર શ્લોકપ્રમાણ વૃત્તિ રચી છે. આ વૃત્તિ શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સુરત તરફથી વિ. સં. ૧૯૯૦માં પ્રકટ થયેલી છે. તેની પ્રશસ્તિમાં આ વૃત્તિ ગુણાકરસૂરિએ રચી હોવાનો ઉલ્લેખ નીચેનાં છ પદ્યો પરથી થાય છે. પ્રશસ્તિ
गिरां गुंफधात्री कवीन्द्रेषु वाणी, चतुर्णवर्ण्यश्चतुर्वर्णङ्ग । गुरुश्चानुशास्ता सुधीः श्रोतृवर्गो, यजेयुर्जगत्याममी आसमुद्रम् ।।१।। श्रीचन्द्रगच्छेऽभयसूरिवंश्ये श्रीरुद्रपल्लीयगणाब्धिचन्द्राः ।
श्री चन्द्रसूरिप्रवरा बभुस्ते, यन्द्रातरः श्रीविमलेन्दुसंज्ञाः ।।२।। तत्पट्टे जिनभद्रसूरिगुरवः सल्लब्धिलब्धप्रभाः, सिद्धान्ताम्बुधिकुम्भसंभवनिमाः प्रेङ्गन्मनीषाशुभाः जात: श्रीगुणशेखराभिधगुरुस्तस्मात्तपोनिर्मलः, शीलश्रीतिलको जगत्तिलक इत्यासीगुरुगामणीः ||३||
सदद्यपद्यघसुकविः कवितत्त्वधाता, चारित्रचरुकरणः करणास्तकामः । तत्पट्टभूषणभणिर्गतषणोऽभुत् श्रीमान्मुनीन्द्रगुणचन्द्रगुरुर्गरिष्ठः ||४||
सम्प्रत्यवना जयिनां निर्देशादभयदेवसूरीणाम । गुणचन्द्रसूरिशिष्या-णुगुणाकरसूरिरल्पमतिः ।५।। अम्दुतमहनीर्दघती-बहुश्रुतमुखश्रुताः प्रभावकथाः ।
भक्तामरस्तवस्या-भिनवां वृत्तिं व्यधादेनाम् ।।६।। આ વૃત્તિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડના ૭૯મા મણકામાં પણ પ્રસિદ્ધ થયેલી છે.
(૨) ખંડેલગચ્છીય શ્રી શાંતિસૂરિએ લગભગ ઈ. સ. ૧૪મી સદીના પૂર્વાર્ધ કે ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં આ સ્તોત્ર પર ૪૦૦ શ્લોકપ્રમાણ “ભક્તામર વૃત્તિ રચેલી છે. ઉપલબ્ધ પ્રતિની પ્રતિલિપિ જે શાંતિનાથ ગ્રંથભંડાર, ખંભાત ક્રમાંક ૨૭૮માં (અપ્રકાશિત) ઈ. સ. ૧૪મી સદીના ઉત્તરાર્ધ જણાવાયો છે.
(૩) શ્રી રામચંદ્રસૂરિએ વિ. સં. ૧૪૭૨ અને ઈ. સ. ૧૪૦પમાં આ સ્તોત્ર પર પર્યાયરૂપ લધુવૃત્તિ રચેલી છે.
(૪) અજ્ઞાન કર્તા દ્વારા વિ સં. ૧૪૮૨ અને ઈ. સ. ૧૪૨૫માં વિષમ પદ અવસૂરિ રચાયેલી છે. જે ગુણાકરસૂરિની વૃત્તિ પર આધારિત છે.
Page #521
--------------------------------------------------------------------------
________________
502 છે || ભક્તામર સુભ્ય નમઃ
(૫) ખરતરગચ્છીય સર્વસુંદરસૂરિ શિષ્ય મેરુસુંદર ઉપાધ્યાયે ઈ. સ. ૧૪૫૯થી થોડાં વર્ષ પૂર્વે ૭૮૫ શ્લોકપ્રમાણ વાર્તિક અને વૃત્તિ આ સ્તોત્ર પર રચી છે અને તેમાં કથાઓ અને આમ્નાય પણ દર્શાવેલાં છે.
(૬) અજ્ઞાન રચનાકાર દ્વારા ઈ. સ. ૧૪૬૫થી થોડાં વર્ષ પૂર્વે આ સ્તોત્ર પર અવસૂરિ રચાયેલી છે.
(૭) ધનેશ્વરસૂરિની પરંપરામાં થયેલા ચૈત્રગચ્છીય શ્રીગુણાકરસૂરિએ વિ. સં. ૧૫૨૪ અને ઈ. સ. ૧૪૬૮માં ૧૮૫૮૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચવાનો ઉલ્લેખ સમ્યકત્વકૌમુદી કથાઓમાં થયેલો છે. આ વૃત્તિ ૨૮ દૃષ્ટાંત યુક્ત છે.
(૮) કોઈક અજ્ઞાન કર્તાની ઈ. સ. ૧૫૭રથી થોડાં વર્ષ પૂર્વેની આ સ્તોત્ર પર રચાયેલી અવચૂરિ મળી આવે છે.
૯) ઈ. સ. ૧૫૮૪થી થોડાં વર્ષ પૂર્વે વાચનાચાર્ય ઉપાધ્યાય શ્રી દેવસુંદરની વિજ્ઞપ્તિથી અજ્ઞાતગચ્છીય શ્રી અમરપ્રભસૂરિએ ૪૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. સુખબોધ પંજિકા જે સુખબોધિકા'ના નામે જાણીતી છે. જૈન ગ્રંથાવલિના પાના નં. ૨૮૫માં આ વૃત્તિ શ્રી દેવસુંદરે રનો ઉલ્લેખ છે. તે ભ્રાંત છે, કારણ કે પ્રસ્તુત વૃત્તિમાં નીચેનાં ત્રણ પદ્યો દૃષ્ટિગોચર થાય છે.
શ્રીગમરમરસૂરીશા, વૈદુષ્યાગમૂપિતા: | भक्तामरस्तवी(वे)वृत्ति-मकार्षुः सुखबोधिकाम् ।। रीत्यभङ्गोऽन्वयाभङ्गः, समासव्यत्ययः क्वचित् । कथितो विपरीतार्थो, विबुद्धैः शोध्यतामयम् ।। साधुश्रीवाचनाचार्यदेवसुन्दरसद्यतेः ।
तस्याभ्यर्थनतोऽप्येवं गुणरत्न महोदधेः ।। (૧૦) નાગપુરીય તપાગચ્છના શ્રી ચંદ્રકીર્તિના શિષ્ય શ્રી હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૫૦ અને ઈ. સ. ૧૫૯૪માં સપ્તસ્મરણટીકાની અંતર્ગત આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે. તે પ્રો. હીરાલાલ કાપડિયાએ સંપાદિત કરેલ સપ્તસ્મરણાનિ ગ્રંથમાં પ્રકટ થયેલ છે.
(૧૧) તપાગચ્છીય ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રગણિના શિષ્ય મહોપાધ્યાય શ્રી સિદ્ધચંદ્રગણિએ ઈ. સ. ૧૬મી સદીના અંતમાં (અકબરના સમયમાં) આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે તે શ્રાવક ભીમશી માણેક તરફથી વિ. સં. ૧૯૬૫માં શ્રી માનતુંગાચાર્ય વિરચિત મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર' નામના ગ્રંથમાં પ્રકટ થયેલી છે.
(૧૨) ખરતરગચ્છીય શ્રી અભયસુંદરે ઈ. સ. ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે.
(૧૩) તપાગચ્છીય શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય શ્રી કનકકુશલગણિએ વિ. સં. ૧૬૫ર
Page #522
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ છે 503 અને ઈ. સ. ૧૫૯૬માં ૭૫૮ શ્લોકપ્રમાણ આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે. તેનું નામ બાલહિતષિણી' રાખેલું છે. આ વૃત્તિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના ૭૯મા મણકામાં પ્રસિદ્ધ થયેલી છે. આ પણ અકબરના સમયની રચના છે.
(૧૪) તપાગચ્છીય મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રના શિષ્ય શ્રી રત્નચંદ્રગણિએ ઈ. સ. ૧૭મી સદીના પૂર્વાર્ધમાં આ સ્તોત્ર પર વૃત્તિ રચવાનો ઉલ્લેખ પ્રદ્યુમ્નચરિત્રમાં પ્રાપ્ત થાય છે. તેમણે કલ્યાણમંદિર, વીરસ્તવ, શ્રી ઋષભવીર સ્તવ આદિ બીજી પણ અનેક કૃતિઓ પર વૃત્તિ રચેલી
(૧૫) તપાગચ્છીય શ્રી લાભવિજય-શિષ્યએ વિ. સં. ૧૬૨૭ અને ઈ. સ. ૧૫૭૦માં આ સ્તોત્ર પર અવસૂરિ રચેલી છે.
(૧૬) ધર્મદાસ મુનિએ ઈ. સ. ૧૭મી સદીના અંતમાં આ સ્તોત્ર પર વૃત્તિ રચી છે.
(૧૭) તપાગચ્છીય શ્રી વિજયપ્રભસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી મેઘવિજયે આ સ્તોત્ર પર ઈ. સ. ૧૮મી સદીના પૂર્વાર્ધમાં ૧૦૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. તે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડના ૭૯મા મણકામાં પ્રસિદ્ધ થયેલી છે.
(૧૮) શ્રી ક્ષેમદેવે આ સ્તોત્ર પર અવચૂરિ રચેલી છે. તેઓ અજ્ઞાતકાલીન છે. પરંતુ તેઓ કદાચ ૧૫મી સદીની આસપાસ થયા હશે, કારણ કે ક્ષેમદેવ, ધનદેવ, સિંહદેવ જેવાં નામો આ સમયમાં મળી આવે છે.
(૧૯) શ્રી પદ્મવિજયમુનિએ આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે. અમદાવાદ ડેલાના ભંડારમાં તેની પ્રતિ છે.
(૨૦) શ્રી હરિતિલકગણિએ આ સ્તોત્ર પર વૃત્તિ રચ્યની નોંધ મળી આવે છે. ઈડરના ભંડારમાં તેની પ્રતિ ઉપલબ્ધ છે.
(૨૧) શ્રી લક્ષ્મીકીર્તિએ આ સ્તોત્ર પર બાલાવબોધ રચેલો છે. (૨૨) શ્રી શુભવર્ધને પણ આ સ્તોત્ર પર બાલાવબોધ રચેલો છે. (૨૩) શ્રી સુધાનંદનસૂરિના શિષ્ય ઇન્દ્રરત્ન-ગણિએ આ સ્તોત્ર પર અવચૂરિ રચેલી છે.
(૨૪) શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય શ્રી શુભશીલગણિએ વિ. સં. ૧૫૯૦ની આસપાસ શ્લોકબદ્ધ ભક્તામર સ્તોત્ર માહાસ્ય રચેલું છે. તેની પ્રતિ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર, પૂનામાં ઉપલબ્ધ છે. આ શુભાશીલગણિએ અનેક ગ્રંથો રચ્યા છે જેમાં વિક્રમચરિત્ર, પૂજા પંચાશિકા', શત્રુજય કલ્પવૃત્તિ', ભરતેશ્વર બાહુબલિવૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે.
દિગમ્બર સંપ્રદાયમાં પણ અનેક વૃત્તિઓ આ સ્તોત્ર પર મળી આવે છે જેમાંની કેટલીક નીચે પ્રમાણે છે :
Page #523
--------------------------------------------------------------------------
________________
504 તે ભક્તામર તુલ્યું નમઃ |
(૧) દેવચંદ્રના શિષ્ય મુનિ નાગચંદ્રએ લગભગ ઈ. સ. ૧૪૭૫માં પક્ષ-સ્તોત્ર ટીકા અંતર્ગત ભક્તામર સ્તોત્ર' ટીકા રચી છે.
(૨) દિગમ્બર વિદ્વાન ભટ્ટારક સોમસેને આ સ્તોત્ર પર લગભગ ઈ. સ. ૧૪૮૪માં ભક્તામરવ્રતોદ્યાપન'ની રચના કરેલી છે.
૩) તેવી જ રીતે બીજા દિગમ્બર વિદ્વાન શ્રી ભટ્ટારક જ્ઞાનભૂષણે પણ વિ. સં. ૧૬૩૭ અને ઈ. સ. ૧૫૮૦માં “ભક્તામરવ્રતોદ્યાપન'ની રચના કરી છે.
(૪) દિગમ્બર સંપ્રદાયમાં વાદિચંદ્રમુનિના શિષ્ય બ્રહ્મરાયમલ્લે લગભગ ઈ. સ. ૧૬૧૦માં આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે અને તેમાં પ્રચલિત મંત્ર-યંત્રનો સંગ્રહ આપેલો છે.
(૫) શ્રી ભૂષણના શિષ્ય બ્રહ્મજ્ઞાન સાગરે લગભગ ઈ. સ. ૧૬૧૦માં ભક્તામર સ્તોત્રપૂજા'નું નિર્માણ કરેલું છે.
(૬) દિગમ્બર સંપ્રદાયના ભટ્ટારક લક્ષ્મીચંદ્રના શિષ્ય બ્રહ્મ જ્ઞાનસાગરે લગભગ ઈ. સ. ૧૬૨૬માં ભક્તામરસ્તવ પૂજાની રચના કરી છે.
(૭) શ્રી રત્નચંદગણિએ લગભગ ઈ. સ. ૧૬૨૭માં ભક્તામરસ્તવની રચના કરેલી છે.
(૮) અનંતભૂષણના શિષ્ય ભટ્ટારક શ્રી વિશ્વભૂષણે ઈ. સ. ૧૬૬૫માં વિક્રમ સંવત ૧૭૩૨માં ‘ભક્તામરચરિત' તેનું બીજું નામ “ભક્તામર કથાની રચના કરી છે.
(૯) કવિ વિનોદીલાલે ઈ. સ. ૧૬૯૧માં અને વિક્રમ સંવત ૧૭૪૭માં ભક્તામર ચરિત' કથા રચેલી છે.
(૧૦) વિક્રમ સંવત ૧૮૭૦ દિગમ્બર સંપ્રદાયના શ્રી જયચંદ્ર આ સ્તોત્ર પર સંસ્કૃત તથા હિન્દી ટીકા રચેલી છે.
ઘણાં બધાં સ્તોત્રો પર વૃત્તિઓ રચાયેલી જોવા મળે છે. પરંતુ ભક્તામર સ્તોત્ર પર રચાયેલી વૃત્તિ કદાચ સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. આના ઉપરથી તેની લોકપ્રિયતાને અને મહાભ્યને જાણી શકાય છે.
'ભક્તામર સ્તોત્ર' વિષયક પાદપૂર્તિઓ પાદપૂર્તિરૂ૫ કાવ્યો રચવાની શરૂઆત ક્યારથી થઈ એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. એ તો જાણીતી હકીકત છે કે, જે કાવ્યરચના કરવામાં આવે છે તેમાં વર્ણવેલા અલંકારોમાંથી પાદપૂર્તિ પણ એક અલંકાર જ છે. તેથી પાદપૂર્તિરૂપ કાવ્યો રચવા માટે આવા અલંકારનો પ્રયોગ કરવા તરફ સૌપ્રથમ કોનું ધ્યાન ખેંચાયું ? એ જાણવાનું મુશ્કેલ કારણ એ છે કે એક તો પ્રાચીનમાં પ્રાચીન અલંકારશાસ્ત્ર કયું છે અને તેની રચના કોણે કરી હતી. મુખ્યત્વે તે જાણવું જોઈએ. બીજી એક વાત પણ મહત્ત્વની છે કે પહેલવહેલું પાદપૂર્તિરૂપ કાવ્ય કોણે રચ્યું એનો પણ નિર્ણય કરવા
Page #524
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ ક 505 તેના કર્તાનો સમય નિર્ણિત હોવો જોઈએ. એ ઉદાહરણ તરીકે જોઈએ તો, મેઘદૂતની પાદપૂર્તિરૂપ કાવ્ય રચવાના કાર્યની શરૂઆત જૈનોએ કરી છે એવો જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા તરફથી બહાર પડેલ જૈન મેઘદૂતની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે.
ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય સૌપ્રથમ કોણે રચ્યું ? એ પ્રશ્નના ઉત્તર માટે આ સ્તોત્રની પાદપૂર્તિરૂપ કયાં કયાં કાવ્યો રચાયાં છે તેની સંપૂર્ણ જાણકારી મળવી જરૂરી છે. કારણ કે પ્રમાણ વગર પુરવાર કરવું શક્ય નથી કે સૌપ્રથમ કયું પાદપૂર્તિરૂપ કાવ્ય રચાયું હશે.
પાદપૂર્તિરૂપ કાવ્યો રચવાનો ઉદ્દેશ શો હોઈ શકે ? એ વિશે વિચારતાં એમ લાગે છે કે, માનવીનો મૂળભૂત સ્વભાવ છે અન્યનું અનુકરણ કરવું. પછી ભલે તે વાસ્તવિક હોય કે અવાસ્તવિક હોય છતાં પણ તેમ કરવાને, સામાન્ય માનવી હોય કે મહાન વિદ્વાન બુદ્ધિશાળી માનવી હોય તે તેમ કરવાને લલચાય છે. અર્થાત્ અનુકરણ એ માનવીનો સહજ સ્વભાવ છે. જે માધ્યમ દ્વારા એક માનવી માન-કીર્તિ, ધન-દોલત, વિદ્યા પ્રાપ્ત કરતો દૃષ્ટિગોચર થાય છે, તે માધ્યમને અનુલક્ષીને તે અનુસાર વર્તન કરવા માટે અન્ય માનવી તૈયાર થઈ જાય છે. જે કવિઓ સરસ્વતી કૃપા દ્વારા વિદ્યા મેળવી સુંદર-મનોહારી કાવ્યોની રચના કરી કીર્તિને પામ્યા છે તેમના અનુસરણરૂપ અનેક માનવીએ તેવાં જ કાવ્યો રચવાની કોશિશ કરી છે જેને પાદપૂર્તિરૂપ કહી શકાય. આવાં પાદપૂર્તિરૂપ કાવ્યોમાં મૂળ સ્તોત્રકાવ્યના એક ચરણને લઈને (જે પ્રથમ ચરણ કે અંતિમ ચરણ પણ હોઈ શકે) રચના કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જેન રચનાઓમાં શાકુંતલ, કુમારસંભવના રચિયતા મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત’ની મોહિનીમાં મુગ્ધ બનીને તેના જેવું દૂતકાવ્ય રચી, તેમના જેવી કીર્તિ મેળવવા કેટલાક જૈન અને અજૈન કવિઓએ પ્રયત્ન કર્યો છે. આવા જૈન કવિઓની વાદિચંદ્ર વિરચિત ‘પવન-દૂત’, જમ્બુકવિ રચિત ‘ચંદ્ર-દૂત’, વિનયવિજયગણિ રચિત ‘ઇન્દુ-દૂત’, ઉપાધ્યાય શ્રી મેઘવિજયે ‘મેઘદૂત-સમસ્યા' લેખ લખ્યો છે, સાંગણસુત વિક્રમ વિરચિત ‘નેમિ-દૂત’ વગેરે રચનાઓ છે.
જ્યારે અજૈન કવિઓની ‘ઉદ્ધવ-દૂત’ના કર્તા માધવ, ‘મનોદૂત’ના કર્તા તેલાંગ વ્રજનાથ, ‘હંસદૂત'ના કર્તા રૂપગોસ્વામી આદિની રચનાઓ છે.
તેવી જ રીતે કેટલાકે ભર્તૃહરિના વૈરાગ્યશતકને ધ્યાનમાં રાખી તેવાં જ શતકો રચ્યાં છે. જ્યારે કેટલાકે જયદેવના જેવું ગીતગોવિંદ રચીને પોતાની જયગાથા ગવડાવવાનો પ્રયત્ન કર્યો છે.
જૈન કાવ્યોમાં પણ આવાં પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે. ઉદાહરણ તરીકે, પ્રસાદતા અને સરળતાથી વિભૂષિત સિન્દૂર-પ્રકર જે શ્રી સોમપ્રભસૂરિ વિરચિત છે. તેની પાદપૂર્તિ રૂપે કાવ્યો રચાયાં છે. જેમાં હરિસાધુ રચિત ‘કપૂર-પ્રક૨’ છે. આ ઉપરાંત ‘કસ્તૂરી-પ્રકર’ અને ‘હિંગુલ-પ્રકર’ પણ રચવામાં આવ્યાં છે.
આવાં તો અનેક ઉદાહરણો છે કે જેમાં જૈન કે અર્જુન કાવ્યોની છાયા રૂપે કે પાદપૂર્તિ રૂપે વિપુલ પ્રમાણમાં કાવ્યો રચાયાં છે. આવાં પાદપૂર્તિરૂપ કાવ્યો રચવામાં માનવીની અનુકરણરૂપ
Page #525
--------------------------------------------------------------------------
________________
506 હ // ભક્તામર સુભ્ય નમઃ | સહજવૃત્તિ કારણભૂત હોય અને કદાચ એ પણ સંભવી શકે છે કે અનુકરણનો મુખ્ય હેતુ મૂળ રચનાકાર કરતાં પણ વધારે માન-કીર્તિ, ઉચ્ચ પદ કે વર્ચસ્વ પ્રાપ્ત કરવાની અભિલાષા પણ હોઈ શકે.
જૈન સ્તોત્ર-સાહિત્યમાંથી અનેક પ્રચલિત અને પ્રસિદ્ધ સ્તોત્ર પર પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે. શ્રી સિદ્ધસેન દિવાકરનાં શબ્દલાલિત્ય અને અર્થગૌરવથી અલંકૃત કલ્યાણ મંદિર સ્તોત્ર'ના તેમજ શ્રી માનતુંગસૂરિ વિરચિત મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રનાં અંતિમ પદ લઈને અનેક પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે. આ કાવ્યો રચવાનો મુખ્ય ઉદ્દેશ રચનાકારથી વધારે કીર્તિ સંપાદન કરવાનો ન પણ હોઈ શકે. એ સંદર્ભમાં શ્રી હીરાલાલ કાપડિયા જણાવે છે કે, “ફક્ત અનુકરણ કરવાના ઉદ્દેશથી અને તે પણ આ પ્રખર કવીશ્વરોની પ્રતિભાને પહોંચી વળવાના બધે તેથી પણ વિશિષ્ટ પ્રકારનું પાણ્ડિત્ય પ્રકટ કરવાના હેતુથી જૈન કવિઓએ પાદપૂર્તિરૂપ કાવ્યો રચ્યાં છે એમ માનવા મારું મન તો ના પાડે છે, કેમકે પાદપૂર્તિરૂપ કાવ્યો રચવાનો ઉદ્દેશ તો તે કૃતિઓ પ્રતિ બહુમાન હોવાને લીધે તેને ચિરસ્થાયી બનાવવાનો હોય એમ પણ સંભવી શકે.""
શ્રી હીરાલાલ કાપડિયાનું માનવું છે કે દરેક પાદપૂર્તિરૂપ કાવ્યો કીર્તિમાન કે પાંડિત્ય પ્રકટ કરવાના ઉદ્દેશથી નથી રચાતું. જૈન સ્તોત્રસાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયેલું હતું. આજે તેમાંથી અનેક અમૂલ્ય ગ્રંથો અદશ્ય થઈ ગયા છે. ભારતની પવિત્ર ભૂમિ પર અનેક દેશી અને પરદેશી રાજાઓ રાજ કરી ગયા. પરંતુ અર્જુન અને પરદેશી રાજાઓના હુમલા દરમ્યાન અને તેમના શાસનકાળ દરમ્યાન વૈરભાવને લઈને ધર્માધોના હાથે કેટલાયે જૈન જ્ઞાનભંડારો અગ્નિદેવના બલિદાનરૂપ થયા છે. કેટલુંક સાહિત્ય ભોમાં ભંડારી દેવામાં આવ્યું હતું. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે કોઈ પણ અદ્ભુત અલૌકિક કાવ્યને શાશ્વત રાખવા માટે તેના પર પાદપૂર્તિરૂપ કાવ્યો રચાવવાં જોઈએ. કદાચ આ જ કારણે ભક્તામર સ્તોત્ર પર રચાયેલાં પાદપૂર્તિરૂપ કાવ્યો લગભગ ૧૬મી સદીનાં છે. આ સમય મોગલ સામ્રાજ્યનો હતો. આ પણ એક કારણ હોઈ શકે.
મહાન સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય રચવાં એ બાળસહજ રમત નથી. પરંતુ મૂળ કાવ્યમાં જે પ્રકારની ભાષાશૈલી – મધુરતા – નર્તનતા હોય તેવી મૌલિકતા અને તેને જે ગુણોથી વિભૂષિત કરવામાં આવ્યું હોય તેને સંગોપીને તેવું જ કાવ્ય રચવું એ મહાન વિદ્વાન પ્રતિભાશાળી માનવી જ કરી શકે, કોઈ સામાન્ય બુદ્ધિના માનવીનું તે કાર્ય હોઈ શકે નહીં. જે પાદપૂર્તિ તરીકે લીધેલા ચરણમાંથી નીકળતા અર્થ સાથે આગળના ચરણોનું અનુસંધાન સુયોગ્ય રીતે થાય તે રીતે તેને ગુંફિત કરવાનું કાર્ય અતિ કઠિન હોય છે. કોઈ મહાન કાવ્યકારની કૃતિનું અનુકરણ કરી રચના કરવી એ કવિની પ્રતિભાની પરાકાષ્ઠા સૂચવે છે.
અનેક પ્રભાવશાળી સ્તોત્રો પર પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયેલાં છે. શ્રી માનતુંગસૂરિ વિરચિત મહાપ્રભાવશાળી ભક્તામર સ્તોત્ર' પર પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે – જેવી રીતે કાલિદાસના મેઘદૂત કાવ્યની પાદપૂર્તિ રૂપે દૂત સંજ્ઞાવાળાં બીજાં અનેક કાવ્યો રચાયાં હતાં, તેમ માનતુંગસૂરિ કૃત ભક્તામર સ્તોત્ર લોકપ્રિય બનતાં ભક્તામર સંજ્ઞાવાળાં કેટલાંક કાવ્યો રચાયાં. આ કાવ્યો
Page #526
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ 507 પાદપૂર્તિરૂપ છે. તેમાં ઘણાખરા કવિઓએ મૂળ ભક્તામરનું ચતુર્થ ચરણ લઈને પાદપૂર્તિ કરેલી છે, તો કોઈએ પ્રથમ ચરણ લઈને પણ પાદપૂર્તિ કરેલી છે. ભક્તામર સ્તોત્ર'ને આધાર રાખી પાદપૂર્તિરૂપ જે કાવ્યો રચાયાં છે તેની સંખ્યા પણ આશ્ચર્યકારક છે. તેમાંથી વીર-ભક્તામર' અને નેમિ-ભક્તામર' પાદપૂર્તિરૂપ કાવ્યો આ પ્રમાણે છે. (૧) વીર-ભક્તામર
ખરતરગચ્છીય શ્રી વિજયહર્ષવાચકના શિષ્ય શ્રી ધર્મવર્ધનગણિએ વિક્રમ સંવત ૧૭૩૬માં ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ ૪૪ પદ્યવાળા આ કાવ્યની રચના કરેલી છે. આ કાવ્યોનો પ્રારંભ રાજયદ્ધિવૃદ્ધિ પદથી થતો હોવાથી તેના કર્તા તેને રાજયદ્ધિવૃદ્ધિ સ્તોત્ર' એ નામથી ઓળખાવે છે. આમ કરવામાં તેમણે ઉવસગ્ગહરસ્તોત્ર નમુર્ણ-સ્તોત્ર, સંસાર-દાવાનલની સ્તુતિ, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિર સ્તોત્ર આદિ નામો રાખવામાં જે હેતુ સમાયેલો છે તેનું અહીં અનુકરણ કર્યું હોય એવું લાગે છે. પરંતુ પાદપૂર્તિરૂપ કાવ્યનો વિષય શ્રી વીરપ્રભુનું ચરિત્ર હોવાથી તે “શ્રી વીર-ભક્તામર'ના નામથી પ્રસિદ્ધ થયેલ છે. આ કાવ્ય પર સ્વોપજ્ઞ ટીકા છે.
આ પાદપૂર્તિરૂપ કાવ્ય વીરપ્રભુના જીવનના મહત્ત્વના પ્રસંગો પર પ્રકાશ પાડે છે. આ કાવ્યમાં વીર પ્રભુના પૂર્વના ર૭ ભવો, તેમના વર્ધમાન નામની સાર્થકતા, વીર પ્રભુની બાલક્રિીડા વખતનું અલૌકિક પરાક્રમ, તેમનો નિશાળપ્રવેશનો પ્રસંગ પ્રભુએ દીક્ષા લીધી તે પૂર્વે તેમણે કરેલું સાંવત્સરિક વરસીદાન, તેમણે ચંડકૌશિકને કરેલો પ્રતિબોધ, ગૌશાળક ઉપર તેમણે શીતલેશ્યા મૂકીને કરેલો ઉપકાર, સંગમે કરેલા ઉપસર્ગોને ધૈર્યપૂર્વક સહન કરવાની શક્તિ, પ્રભુએ પ્રાપ્ત કરેલું કેવલજ્ઞાન, તેમનો ઉપદેશ-મહિમા, તેમની વાણીની મધુરતા, તેમનું અસાધારણ રૂપ, તેમની ભામંડળ આદિ વિભૂતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ વીર-ભક્તામર કાવ્ય શ્રી માનતુંગસૂરિએ રચેલા ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય હોવાથી તે સ્તોત્ર પણ વસંતતિલકા છંદમાં રચવામાં આવ્યું છે તેમજ આ કાવ્યમાં પાદપૂર્તિરૂપ અલંકારનું સ્થાન મુખ્ય છે. આમાં કર્તાએ અર્થાન્તરન્યાસ, વ્યતિરેક વગેરે અલંકારોનો પ્રયોગ પણ કર્યો છે. સાથે-સાથે અવ્યય, ઉપમાન અને ઉપમેય બંને લાગુ પડતાં પદોથી આ કાવ્ય અલંકૃત થયેલું છે.
આ સ્તોત્રના રચનાકાર શ્રી ધર્મવર્ધનગણિએ શ્રેણિક ચતુષ્પદી, લબ્ધિસ્વાધ્યાય, ચતુર્દશગુણસ્થાન વિચારગર્ભિત સુમતિજિનસ્તવન, સુરસુંદરીરાસ આદિ બીજી કૃતિઓ પણ રચી છે. (૨) શ્રી નેમિ-ભક્તામર
પૂર્ણિમા ગચ્છના શ્રી મહિમાપ્રભસૂરિના શિષ્યવર્ય શ્રી ભાવપ્રભસૂરિજીએ વિક્રમ સંવત ૧૭૮૪માં ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય સ્વોપજ્ઞ ટીકા સહિત રચેલું છે. તેઓનું સૂરિપદ પૂર્વેનું નામ “ભાવરત્ન' હતું. પાછળથી જ્યારે તેઓ સૂરિપદ પામ્યા ત્યારે તેમનું ભાવપ્રભ' નામ રાખવામાં આવ્યું હતું.
Page #527
--------------------------------------------------------------------------
________________
508 *
॥ ભક્તામર તુર્થ્ય નમઃ II
આ કાવ્યના રચનાકારે અવતરણના દ્વિતીય શ્લોકમાં સૂચવ્યા મુજબ આ કાવ્યનું નામ નેમિસંબોધન' છે. પરંતુ જે ભક્તામર પાદપૂર્તિરૂપના કાવ્યમાં જે તીર્થંકરના ગુણગાન હોય તેનું નામ ભક્તામર સાથે જોડીને તેનું નામ ‘નેમિ-ભક્તામર' રાખવામાં આવ્યું છે.
આ સ્તોત્રનો પ્રારંભ શ્રી નેમિનાથ પ્રભુ રાજિમતી સાથે લગ્નગાંઠથી જોડાવાને માટે શ્રીકૃષ્ણ અને અનેક યાદવો સાથે વરઘોડો જોડીને આવે છે પરંતુ પશુઓનો પોકાર થતાં લગ્નમંડપ સુધી આવી તોરણેથી પોતાનો રથ પાછો ફેરવી લે છે, તે પ્રસંગથી થાય છે. તેમાં વિરહિણી રાજિમતી ઉદ્ગારો દર્શાવેલા છે. પછી પ્રભુના સર્વજ્ઞતાના પ્રભાવની વાત, રાજિમતીનું નેમિનાથ પાસે ગમન, રાજિમતીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને મુક્તિગમન એ આ કાવ્યનો મુખ્ય વિષય છે.
આ સમસ્ત કાવ્ય પણ શ્રી માનતુંગસૂરિ વિરચિત ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ હોવાથી તે વસંતતિલકા છંદમાં રચવામાં આવ્યું છે. પાદપૂર્તિરૂપ અલંકાર વડે આ કાવ્યને મૂળભૂત રીતે અલંકૃત કરવામાં આવ્યું છે. તેની સાથે બીજા અલંકારો પણ દૃષ્ટિગોચર થાય છે.
આ કાવ્યના રચનાકાર શ્રી ભાવપ્રભસૂરિએ અન્ય કૃતિઓ પણ રચી છે. જેમાં વિક્રમ સંવત ૧૭૯૧માં કલ્યાણમંદિર સ્તોત્રના ચતુર્થ ચરણને લઈને પાદપૂર્તિરૂપ કાવ્ય રચ્યું છે, જે અભિનવ કલ્યાણમંદિર સ્તોત્ર કે જૈનધર્મવર સ્તોત્ર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત શ્રી પાર્શ્વચન્દ્ર રચિત મહાવીર સ્તોત્ર ઉપર વૃત્તિ રચેલી છે, તથા શ્રી યશોવિજયજીકૃત પ્રતિમાશતક અને નયોપદેશ પર પણ અવસૂરિ રચેલી છે. આના સિવાય હુતાશિની કથા વગેરેની પણ રચના કરેલી છે. (૩) શ્રી સરસ્વતી
ભક્તામર
શ્રી ખેમકર્ણમુનિના અંતેવાસી શ્રી ધર્મસિંહસૂરિએ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્યની રચના કરેલી છે. આ ધર્મસિંહસૂરિ કયા ? તેનો નિર્ણય થઈ શક્યો નથી. આ કાવ્યમાં સરસ્વતીની સ્તુતિ હોવાથી તે ‘શ્રી સરસ્વતી ભક્તામર' તરીકે ઓળખાયું છે. તેના પર સ્વોપશ ટીકા છે. અને તે ગુજરાતી ભાષાંતર સહિત કાવ્યસંગ્રહ ભાગ બીજામાં પ્રસિદ્ધ થયેલું છે. (૪) શ્રી શાન્તિ-ભક્તામર
શ્રી કીર્તિવિમલના શિષ્ય શ્રી લક્ષ્મીવિમલે ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય બનાવેલું છે. તેમાં શ્રી શાન્તિનાથ ભગવાનનું ચરિત્ર હોવાથી તે ‘શ્રી શાન્તિ-ભક્તામર’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ લક્ષ્મીવિમલ મુનિ આચાર્યપદપ્રાપ્તિ પછી વિબુધવિમલસૂરિ તરીકે ઓળખાયેલ છે. તેમણે સમ્યક્ત્વ પરીક્ષા, ઉપદેશ શતક આદિ ગ્રંથોની રચના કરેલી છે. આ કાવ્ય ભક્તામર પાદપૂર્તિ કાવ્યસંગ્રહ' ભાગ બીજામાં ગુજરાતી ભાષાંતર સહિત પ્રકટ થયેલું છે.
(૫) શ્રી પાર્શ્વ.ભક્તામર
ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રી વિનયપ્રમોદના શિષ્ય શ્રી વિનયલાભગણિએ આ કાવ્ય રચ્યું છે. તેમાં ૪૪ શ્લોકો ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે છે અને ૪૫મો શ્લોક પ્રશસ્તિરૂપ છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ છે 509 કાવ્યનો મુખ્ય વિષય શ્રી પાર્શ્વપ્રભુનું ચરિત્ર હોઈ તે શ્રી પા.ભક્તામર' તરીકે ઓળખાય છે. આ કાવ્યસંગ્રહ ભાગ બીજામાં ગુજરાતી ભાષાંતર સહિત પ્રસિદ્ધ થયેલું છે. (૬) શ્રી ઋષભ ભક્તામર
શ્રી ભાનુચંદ્રવાચકના શિષ્ય શ્રી વિવેકચંદ્રગણિએ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય રચેલું છે. આ કાવ્યનો વિષય શ્રી ઋષભદેવનું ચરિત્ર હોવાથી અને ભક્તામરની પાદપૂર્તિરૂપ કાવ્ય હોવાથી બંને શબ્દો ઋષભ અને ભક્તામર જોડી દઈને શ્રી ઋષભ ભક્તામર' તરીકે પ્રસિદ્ધ થયું છે.
શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડના ૭૯મા મણકા તરીકે પ્રસિદ્ધ થયેલ બૃહસ્પ્રંથની સંસ્કૃત ભૂમિકામાં પાના નં. ૧૪ પર આ કાવ્યકૃતિને શ્રી સમયસુંદરજીની રચના ગણાવી છે તેમાં કહ્યું છે કે, શ્રી ઋષમમવત્તામરમ્ ! મચ પુછતારો વી5 શ્રી સમયસુન્દરી : શબ્દનક્ષાર્થી (અર્થરત્નાવતી) પ્રમુરઝી . પ્રણેતા: | તત્રાદ્ય પર્વ યથા, તે પછી કાવ્યના પ્રથમ શ્લોકનું અવતરણ કરવામાં આવ્યું છે જે આ પ્રમાણે છે :
नमेन्द्रचन्द्र । कृतभद्र ! जिनेन्द्रचन्द्र ! ज्ञानात्मदर्शयरिदृष्ट विशिष्ट विश्व । त्वन्मूर्तिरर्तिहरणी तरणी मनोज्ञे
बालम्बनं भवजले पततां जनानाम् ।।१।। આ પાદપૂર્તિરૂપ કાવ્યના અંતે નીચેનો શ્લોક રચાયેલો છે, તે આ પ્રમાણે છે :
શ્રી मुनीन्द्रवाचक भानुचन्द्र पादाब्जसेवकविवेक निशाकरेण । भक्तामरस्तवचतुर्थपदं
समस्या काव्येः स्तुतः प्रथमतीर्थपतिगृहीत्वा ।।४५।। આ શ્લોક પરથી સ્પષ્ટ થાય છે કે આ રચના શ્રી વિવેકગણિની જ છે. (૭) શ્રી પ્રાણપ્રિય ભક્તામર
શ્રી ધર્મસિંહસૂરિના શિષ્ય શ્રી રત્નસિંહસૂરિએ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય રચેલું છે. તેનો પ્રથમ શબ્દ પ્રાપ્રિય હોવાથી તે પ્રાણપ્રિય-મત્તામર તરીકે ઓળખાયેલ છે. તેમાં ભક્તામરની ૪૮ ગાથાઓ લઈને પૂર્તિ કરવામાં આવી છે. (૮) શ્રી દાદા પાર્થ ભક્તામર
મુનિરાજ શ્રીમતું પદ્મસાગરના શિષ્ય શ્રી રાજસુંદરમુનિએ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય રચેલું છે. તેમાં વડોદરાના શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. અન્ય પાદપૂર્તિઓ
Page #529
--------------------------------------------------------------------------
________________
510 | ભક્તામર સુભ્ય નમઃ | ભક્તામરના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે, ત્યારે આ ભક્તામરના પ્રથમ ચરણની પાદપૂર્તિરૂપ છે. એટલી તેમાં વિશેષતા છે. (૯) શ્રી જિન ભક્તામર
Fાડવામં તુ વિવાનનનું સુરક્યું' પદથી શરૂ થતા ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ આ કાવ્યના કર્તા શ્રી રત્નવિમલ છે. (૧૦) શ્રી ઋષભદેવ જિનસ્તુતિ
ભક્તામર સ્તોત્રની એક પાદપૂર્તિ શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલાના બીજા વિભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. તેમાં પ્રથમ પદ પરથી અન્ય ત્રણ પઘોની પૂર્તિ કરવામાં આવી છે. તેના કર્તાનું નામ જાણવામાં આવ્યું નથી. (૧૧) શ્રી ભક્તામર સ્તોત્રમ્ પાદપૂર્યાત્મક
ઝાલરાપત્તન નિવાસી નવરત્ન શ્રી ગિરિધર શર્માએ ભક્તામર સ્તોત્રના ૪૮ પદ્યોના ૧૯૨ ચરણો પર પાદપૂર્તિ કરેલી છે. તેની નકલ શ્રી અગરચંદજી નાહટા તરફથી જોવા મળેલી છે. તેનો પ્રારંભ –
नाथ ! त्वदीय पदपद्मनख प्रभाऽसा ।
वन्तस्तमो हरति भक्तिरसप्लुतानाम् ।। એ શબ્દોથી થાય છે.
ગિરિધર શર્માએ ૧૯૨ શ્લોકવાળા આ પાદપૂર્તિરૂપ કાવ્યની રચના કરી છે જે કદાચ સૌથી મોટું પાદપૂર્તિરૂપ કાવ્ય છે. (૧૨) શ્રી નેમિવીર ભક્તામર
શ્રી નેમિવીર-ભક્તામરની રચના શ્રી બાબુરામ જૈનશાસ્ત્રી (અધ્યાપક – હુકમચંદ્ર જેને નસિયા સંસ્કૃત વિદ્યાલય – ઇન્દોર)ની છે.
આ પૂર્તિમાં લેખકે એક નવી પદ્ધતિ અપનાવી છે, જેમાં પ્રથમ પદ્યમાં પ્રથમ ચરણ, બીજા પઘમાં બીજું ચરણ, ત્રીજા પદ્યમાં ત્રીજું ચરણ અને ચોથા પદ્યમાં ચોથું ચરણ ભક્તામરની સમસ્યા રૂપે લીધેલાં છે.
આ રીતે મૂળ સ્ત્રોતની સમસ્યાપૂર્તિ સાથે જ પ્રત્યેક પદ્યમાં શ્રી નેમિનાથ અને ભગવાન મહાવીરનાં ચારિત્રનું પણ સંયોજન કર્યું છે, જે દ્વિસંધાન પદ્ધતિને વરી લે છે.
યમક અને અન્ય અલંકારોની સાથે વ્યંજન ક્રમિક નિર્વાહ પણ આમાં દર્શનીય છે. તેનાં કેટલાંક પદ્યો “અનેકાન્ત' માસિકમાં છપાયાં છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ ક 511
(૧૩) શ્રી વલ્લભ-ભક્તામર
આ પાદપૂર્તિ પંજાબદેશોદ્ધારક યુગવીર આ. શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્ય મુનિવર્ય શ્રી વિચક્ષણવિજયજીએ બનાવેલી છે અને તે શ્રી વિજયવલ્લભસૂરિજીના ચારિત્રમાં પ્રકટ થયેલી છે. (૧૪) સુરીન્દ્ર-ભક્તામર
આ પાદપૂર્તિ દક્ષિણ વિહારી મુનિરાજ શ્રી અમરવિજયજીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી ચતુરવિજયજીએ બનાવેલી છે. તેનો પ્રારંભ “મત્તામરેશગુરુ તયરાશથયાનાં'' એ શબ્દોથી થાય છે. (૧૫) શ્રી આત્મ-ભક્તામર
પંડિત હીરાલાલ હંસરાજે બનાવેલું છે.
(૧૬) શ્રી હરિ-ભક્તામર
શ્રી કવીન્દ્ર સાગરજીએ રચેલું છે. .
(૧૭) શ્રી ચન્દ્રામલક-ભક્તામર
શ્રી જયસાગરસૂરિજીએ રચેલું છે.
(૧૮) શ્રી નેમિ(ગુરુ)-ભક્તામર
શ્રી જયસાગરસૂરિજીએ રચેલું છે.
આ પાદપૂર્તિ પીયૂષપાણિ આચાર્ય વિજયઅમૃતસૂરિજી મહારાજના શિષ્ય આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજીએ પોતાના પ્રદાદા ગુરુ શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની સ્તુતિ રૂપે બનાવેલ છે.
(૧૯) શ્રી કાલુ-ભક્તામર
આ પાદપૂર્તિ તેરાપંથી મુનિ શ્રી સોહનલાલજી(ચુરુવાળા)એ કરેલી છે. તેમાં તેરાપંથના આઠમા આચાર્ય શ્રી કાલુરામજી મહારાજની સ્તુતિ છે.
(૨૦) શ્રી કાલુ-ભક્તામર (બીજું)
આ પાદપૂર્તિ તેરાપંથી મુનિ શ્રી કાનમલજી સ્વામીએ કરેલી છે. તેમાં તેરાપંથના આઠમા આચાર્યશ્રી કાલુરામજી મહારાજની સ્તુતિ છે.
(૨૧) કર્તવ્યત્રિંશિકા
આ રચના તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજીએ કરેલી છે. તેમાં ભક્તામરના ચરણોનો ઉપયોગ કરીને છત્રીશ કાવ્યોમાં મનુષ્યનાં કર્તવ્યોનું નિદર્શન કરવામાં આવ્યું છે. છે. આ પાદપૂર્તિ ક્રમાનુસારી નથી, છતાં તેમાં ભક્તામરનાં બધા ચતુર્થ ચરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Page #531
--------------------------------------------------------------------------
________________
512 પ / ભક્તામર તુર્થ્ય નમઃ (૨૩) ભક્તામર શતદ્વયી
શ્રીમાન ધર્મરત્ન' પ. લાલરામ શાસ્ત્રીએ ભક્તામરના પ્રત્યેક ચરણ પર તથા વિશેષ આઠ પદ્યોમાં આ કાવ્ય રચેલું છે અને તે ઉદયપુરનિવાસી જોહરી રૂપલાલ મોતીલાલ મીંડાએ પ્રસિદ્ધ કરેલું છે.
ભક્તામર સ્તોત્ર વિષયક અનેક પ્રકારનું સાહિત્ય રચાયેલું જોવા મળે છે. ઉપર્યુક્ત રર ભક્તામરની પાદપૂર્તિરૂપ કાવ્યો જાણવામાં આવ્યાં છે. પરંતુ કદાચ આનાથી પણ વધારે કાવ્યો પ્રાચીન કાળમાં રચાયાં હોય, તેવી સંભાવનાને નકારી કાઢી ન શકાય. દરેક પાદપૂર્તિરૂપ કાવ્યો ભક્તામર સ્તોત્રના પહેલા કે ચોથા ચરણને લઈને રચાયાં છે, છતાં પણ લગભગ દરેક પાદપ્રતિરૂપ કાવ્યનો વિષય અલગ-અલગ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ઉપર્યુક્ત વિસ્તૃત ચર્ચા કરેલા નેમિ.ભક્તામર અને વીરભક્તામર બંને સ્તોત્ર તે સિવાય સરસ્વતી ભક્તામરમાં સરસ્વતીની સ્તુતિ છે. શાંતિ ભક્તામરમાં શાંતિનાથ ભગવાનનું જીવનચરિત્ર શ્રી લક્ષ્મી વિમલે રજૂ કર્યું છે. શ્રી પાર્શ.ભક્તામરમાં શ્રી વિનયલાભગણિએ પાર્શ્વનાથ ભગવાનના જીવનચરિત્રનું નિરૂપણ કરેલ છે. આમ દરેક પાદપૂર્તિરૂપ કાવ્યમાં વૈવિધ્ય જોવા મળે છે. આમાં શ્રી ગિરિધર શર્માનું ૧૯ર શ્લોકપ્રમાણ શ્રી ભક્તામરસ્તોત્રમ્ પાદપૂર્યાસ્કમ્ સૌથી વિશાળ અને વિશેષતાપૂર્ણ કાવ્ય છે. તેવી જ રીતે પંડિત શ્રી લાલારામ શાસ્ત્રીએ રચેલ પાદપૂર્તિરૂપ કાવ્ય “ભક્તામર શતી 'માં દરેક ચરણ પર એક શ્લોકની રચના કરી છે અને તે ઉપરાંત આઠ શ્લોકની રચના કરી છે. આ પણ ભક્તામર અને તેના પાદપૂર્તિરૂપ કાવ્યોની ગૌરવગાથા સમાન જણાય છે.
- પાદટીપ
૧. “શ્રી ભક્તામર સ્તોત્ર'ની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહનો પ્રથમ વિભાગ, પ્રસ્તાવના, પ્રો. હીરાલાલ
કાપડિયા, પૃ. ૪
Page #532
--------------------------------------------------------------------------
________________
સાધનાની કેડીએ
પદલાલિત્ય તથા ભક્તિરસથી ભરપૂર કાવ્યાત્મક અને સાધના માટેના સંકેતો પૂરા પાડતા આ સ્તોત્રનો મહિમા પ્રખ્યાત છે. તેની ભાવથી સ્તુતિ કરનારનું કલ્યાણ અવશ્ય થાય છે, મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે સાધક બને છે તેની તો આધ્યાત્મિક ઉન્નતિનું તે મહાન કારણ બને છે. તે હેતુથી તેની રચના મંત્રાત્મક અને અનેક ઉપદ્રવોનું નિવારણ કરનાર પણ છે. ભક્તામર એટલે ભક્ત, અમર એવો પ્રકાશ પામે તે માટેના મંગળ ઉપાયરૂપ આ સ્તોત્ર છે. પરંતુ ભક્તિ કેવી રીતે કરવી ? કામના એટલે કે ઇચ્છારહિત, પ્રેમ વગર ભક્તિ ઉત્પન્ન થતી નથી. ભક્તિભાવ વગર અને ચિત્તની એકાગ્રતા થયા વગર ધ્યાન ઉત્પન્ન થતું નથી. ધ્યાન વગર ભગવાન સાથે તાદાત્મય સાધી શકાતું નથી. તાદાત્મ વગર ભગવાનના સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કે તેની ઓળખ થતી નથી. આવા અનુભવનો ઉપકાર જીવ ઉપર થાય તે પરમાત્માની કૃપાથી જ શક્ય બને છે. સાધના અને ઉપકાર વગર સિદ્ધિ નથી. ભક્તિભાવ વગરની સ્તુતિ ફળ આપતી નથી. તે માત્ર વાણીનો વિલાસ બને છે અને ભાવપૂર્ણ રીતે કરવામાં આવેલી સ્તુતિનું ફળ નિશ્ચિત હોય છે. છેવટે પાપનો નાશ તો ભાવથી જ થાય છે. ઉલ્લસિત હૃદય અને એકાગ્ર શાંત ચિત્ત સાધના માટે પ્રાણ સમાન છે.
ડૉ. રમણલાલ શાહ જણાવે છે કે, “ભક્તામરના પઠન વખતે ભાવપૂર્ણ હર્ષોલ્લાસ હોવો અને તીર્થંકર પરમાત્માના સ્વરૂપ સાથે તદ્રુપતા હોવી એ જ સૌથી મહત્ત્વની વાત છે. એનું પઠન કરતી વખતે આંખમાં હર્ષાશ્રુ આવે એ એની એક સાચી કસોટી છે.”
Page #533
--------------------------------------------------------------------------
________________
514 ભક્તામર તુલ્ય નમઃ |
આ ભક્તામર સ્તોત્રનું પઠન શુદ્ધ ઉચ્ચારથી જ થવું જોઈએ. શબ્દોનાં આંદોલનો વ્યવસ્થિત હોય તો તેનો લાભ મળે છે. આવી રીતે પઠન થતું હોય છે તેના લાભ છે, પરંતુ અલ્પ છે. અર્થસહિત સ્તોત્ર શીખવું તે જરૂરી છે. અર્થનું જ્ઞાન મળે પછી પ્રત્યેક શ્લોકનો ઉચ્ચાર કરતી વખતે અર્થને સ્મરણમાં લાવવો જોઈએ. તેનો ઘણો લાભ છે, અને તેનાથી કોમળ ભાવો જાગ્રત થાય છે. સંગીતના સૂરોમાં ગાન થાય તો તેમાં માધુર્ય ભળે છે અને ભાવો વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે ભક્તામર કે કોઈ પણ સ્તોત્રનું પઠન થવું જોઈએ, તેવો આદર્શ દરેક ભક્તના હૃદયમાં હોવો જોઈએ.
આ સ્તોત્રમાં દરેક શ્લોકનો અર્થ સ્પષ્ટ કરવા માટે ઘણાં સચિત્ર પુસ્તકોમાં તેનું અનુરૂપ ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રનો ધ્યાન માટે ઉપયોગ થઈ શકે છે. મનમાં ચિત્રની કલ્પના કરવી તે કલ્પનાશક્તિનો પ્રયોગ છે. કલ્પના કરીને મન સમક્ષ ચિત્ર લાવી શકાય, તો ચિત્રનો ભાવ ઉત્પન્ન થાય જ છે. દીર્ઘ કાળના પ્રયાસથી કલ્પનાશક્તિ જાગ્રત થતાં ચિત્ર ખરેખર મન સમક્ષ ઊપસી આવે છે. પરંતુ સાધના માટે તેમ થવું જરૂરી નથી. સાધકે શ્રી આદિનાથ ભગવાનનું ચિત્ર મન સમક્ષ કલ્પને સ્તોત્ર બોલવું જોઈએ. શત્રુંજય ઉપર દાદાના દરબારમાં આપણે આ સ્તોત્ર દાદા સમક્ષ ગાઈ રહ્યાં છીએ તેવું ભાવચિત્ર ઊભું કરવું જોઈએ. આ સાધનાનો પ્રારંભ છે. પ્રત્યેક શ્લોકનું અલગ ભાવચિત્ર ઊભું થઈ શકે છે. મનમાં શ્લોકની સાથે તેનો અર્થ, તે અર્થને સ્પષ્ટ કરતું સ્તોત્રમાં આપવામાં આવેલાં વિવેચનોના આધાર લઈને મનમાં થતું અર્થચિંતન, તેને અનુરૂપ કોમળ ભાવોનો ઉદય તથા તે અર્થનું ભાવચિત્રમાં સંકલન થવું એટલે કે, સાધકે પોતાની જાતને ભૂલીને, સ્તોત્રમાં તન્મય થવું તે સાધનાનો આદર્શ છે.
સાધનામાં પ્રત્યેક શ્લોકમાં રહેલો સ્તુતિનો ભાવ અને શબ્દશક્તિ તથા ભાવચિત્ર નિર્માણ કરવાની શક્તિ આપણામાં રહેલી સુષુપ્ત ચિંતન કરવાની શક્તિને જાગ્રત કરે છે અને ચિત્તને ભાવનામાં એકાગ્ર કરે છે. પ્રત્યેક જીવના ઊંડાણમાં અને ગુપ્ત આત્મવિકાસ કરવાની ઝંખના પડેલી છે જેને અભીપ્સા કહેવાય છે. અભીપ્સાનું મંદ ફુરણ થાય ત્યારે ભક્તિનો ઉદય થાય અને સ્તોત્રપઠન કરવાની ઇચ્છા જાગે છે. આત્મવિકાસની એક યોજના આપણા માટે પ્રત્યેક જન્મમાં નિર્માણ થયેલી હોય છે તે વિશિષ્ટ અને આપણા સ્વભાવને અનુરૂપ હોય છે. પરંતુ અજ્ઞાનને વશ હોવાથી સાધના કર્યા વગર તે આપણાથી જાણી શકાતી નથી. પરંતુ કોઈ અજ્ઞાત પ્રેરણા આપણી પાસે વિકાસ માટે છૂટાછવાયા અધૂરા પ્રયાસો કરાવે છે. મંદ ઇચ્છા બળ ગ્રહણ કરે એટલે આતુરતા અને આતુરતામાં રહી ન શકાય તેવી પ્રભુમિલનની ઝંખનામાં પરિણમે છે. આ ઝંખના ઉત્કૃષ્ટ બને ત્યારે ભક્તિ કરનાર પવિત્ર થઈને ખરો ભક્ત બને છે. આતુરતા એ ભાવ છે, પ્રાર્થના એ તેની ભાષા છે. પ્રાર્થનામાં આપણા મનની ઊંડી ઇચ્છા એટલે કે પ્ર-અર્થ-ના આપણે પ્રભુને જણાવીએ છીએ. આ સ્તોત્ર આ દૃષ્ટિએ પ્રભુજી સાથે અંતરવાણીમાં થયેલો વાર્તાલાપ છે – પ્રાર્થના છે. તે આપણા માટે આવો વાર્તાલાપ, આપણી ભાષામાં, આપણી રીતે, આપણી કાલીઘેલી ભાષામાં કરવા માટેની પ્રેરણા અને સાધના છે. ભાવચિત્ર નિર્માણ કરીને તેમાં
Page #534
--------------------------------------------------------------------------
________________
સાધનાની કેડીએ કે 515 આંતરવાણી વહેતી મૂકવાની શક્તિ અભ્યાસ, પુરુષાર્થ, ધીરજ અને સૌથી વિશેષ તો પ્રભુકૃપા માગી લે છે. પ્રાર્થના એ પુરુષાર્થ છે. પ્રભુકૃપા તેનું ફળ છે.
પરમાત્માની કૃપા સતત વહેતી હોય છે. તેના પ્રભાવથી મનુષ્યને શુભ કાર્ય માટે પ્રેરણા મળે છે, એમાં તે જોડાઈ શકે છે. ધર્મ કરવામાં પુરુષાર્થનું મહત્ત્વ છે. પુરુષાર્થ કરનારના ઉપર પરમાત્માની કરુણા કૃપા રૂપે પ્રગટ થાય છે. કૃપા એટલે પરમાત્માની સક્રિય થયેલી શક્તિ. આ કૃપા તેના નિયમાનુસાર કામ કરે છે; પરંતુ તે અનંત છે એટલે ભક્તને તે ફળ આપશે અને તેને શું અનુભવ કરાવશે તે કલ્પનાતીત છે.
મનન કરે તે મનુ અથવા માનવ. મનુનો માનતુંગમાં શ્રેષ્ઠ માનવામાં વિકાસ કરવો એ સ્તોત્રમાં સૂરિજીએ છેલ્લા શ્લોકમાં જણાવ્યું તેમ, મહાન આશય છે.
શ્રી આદિનાથ ભગાવન પ્રત્યેની અખૂટ શ્રદ્ધાભક્તિથી શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના કરી છે. જગતમાં કોઈનું પણ શરણું સ્વીકારવાનું યોગ્ય નથી, કારણ કે તેનાથી કદાચિત ભૌતિક સુખસામગ્રીની પ્રાપ્તિ થયા પરંતુ શાશ્વત સુખની પ્રાપ્તિ તો માત્ર શ્રી જિનેશ્વરદેવના ચરણોમાં સંપૂર્ણપણે સમર્પિત થવાથી ચોક્કસ થાય છે. જ્યાં પ્રેમ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, આત્મીયતા છે, વીતરાગી જેવો રાગ છે, ત્યાં સમર્પણ અતિ આવશ્યક છે. જેને પ્રાપ્ત કરવાની ઝંખના છે તેને પ્રાપ્ત કરવા માટે સતત તેના સાનિધ્યમાં, તેના ધ્યાનમાં, તેના ગુણગાનમાં મન-વચન-કાયાથી લીન રહેવું જોઈએ, તો અવશ્ય તેની પ્રાપ્તિ થાય છે.
શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં લીન રહેવાથી તો સર્વ પ્રકારના ઉપસર્ગો દૂર થાય છે. ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિ પણ અહીં એ જ સમજાવે છે કે પ્રભુની ભક્તિ કરવાથી અવશ્ય ભવભ્રમણના અંતિમ સ્થાનકે પહોંચી શકાય છે, જ્યાં મન શાંત – પ્રસન્ન રહે છે. ભક્તામર સ્તોત્રના ભાવને વ્યક્તિ કરતી આવી જ એક ગાથા જયવીરાય' સૂત્રમાં છે :
उपसर्गाः क्षयान्ति छिद्यते विघ्नवल्लयः ।
मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वर ।। અર્થાત્ જિનેશ્વરપ્રભુની ભક્તિથી ઉપસર્ગો દૂર થાય છે. વિદ્ધરૂપી લતાઓનો છેદ થાય છે અને મન પ્રસન્ન રહે છે.'
આત્માના નિજ સ્વરૂપને સાચી પ્રસન્નતા તો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે અનંત સુખના સ્વામી બને છે. આ અનંત સુખના સ્વામી બનવા માટેનો માર્ગ શ્રી અરિહંત પરમાત્માએ આપણને જ્ઞાન-દર્શન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ દ્વારા પ્રરૂપેલો છે. ખરેખર જિનેશ્વર ભગવંત દ્વારા પ્રરૂપેલા ધર્મની જેને પ્રાપ્તિ થાય છે તેના અંતઃકરણમાંથી આવા ભાવ પ્રગટ થાય છે કે, અત્યંત વિકટ આ સંસારમાં અનંતાનંત ભાવો ધારણ કરી ભવભ્રમણ કરતાં આ આત્માને અર્થાતું મને શ્રી જિનેશ્વરદેવ દ્વારા સમવસરણમાં ઉપદેશ કરવામાં આવેલા શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ થઈ છે તેનું સતત ચિંતન કરવું. પ્રભુની ચંદ્રમાં સરખી સૌમ્ય અને સૂર્યથી પણ અધિક પ્રકાશમાન મુખમુદ્રાનાં દર્શન
Page #535
--------------------------------------------------------------------------
________________
516
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
મનમાં ભૌતિક સુખના વિષયોનો દાહ અને કષાયાગ્નિના શમન માટે સુખરૂપી સમુદ્રની ભરતી સમાન અને ધર્મરૂપ અમૃતની શીતલ વર્ષા સમાન છે. એવા પ્રભુના ચરણમાં સર્વસ્વ સમર્પણનો ભાવ હોવો અતિ આવશ્યક છે.
શ્રી માનતુંગસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર' દ્વારા પ્રભુના અનંતારૂપનાં દર્શન કરાવ્યાં છે અને પ્રભુએ પ્રરૂપેલા જ્ઞાન-દર્શન-ચારિત્ર્યરૂપી રત્નત્રયી જે મોક્ષમાર્ગ છે તેનું સુંદર રીતે આલેખન કર્યું છે. સૂરિજીની આ રચના માટે મારા જેવી અલ્પ બુદ્ધિ, અલ્પજ્ઞાની વિદ્વાનોની વાડ્મયતામાં ઘણી લઘુ છે. છતાં એટલું તો ચોક્કસ કહીશ જ કે માનતુંગસૂરિજીની આ રચના સમુદ્રમાં દેવો દ્વારા કરવામાં આવેલા અમૃતમંથન જેવી છે, જૈન સ્તોત્ર-શિરોમણિ સમાન છે. શ્રી આદિનાથ ભગવાનના ચરણોમાં સમર્પિત આ સ્તોત્ર સૂરિજીની અદ્ભુત રચના છે. તેમની વર્ણનશક્તિ અર્પણનીય છે. જો તેમના મનઃચક્ષુ સમક્ષ જે ભાવચિત્રો ઉપસ્થિત થતાં હતાં તેવાં ભાવચિત્રો આપણને પણ તાદ્દશ્ય થાય તો અવશ્ય આપણે પણ મોક્ષરૂપી લક્ષ્મી પામી શકીએ.
આ અદ્ભુત અને અહોભાવભર્યા સ્તોત્રમાં પણ સૂરિજીએ સ્તોત્રની સાહિત્યિક રચનાનો ક્રમ જાળવી રાખ્યો છે, જે સ્તોત્રને વધુ અદ્ભુતતાથી અભિભૂત કરે છે. સૌપ્રથમ મંગલાચરણ, પોતે ઉપાડેલા કાર્યની મહત્તા, પ્રભુ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા દ્વારા તેમાંથી પાર ઊતરવાની સંપૂર્ણ ખાતરી આ કાર્યનો હેતુ, પ્રભુના ગુણગાન જ સ્તોત્રની મુખ્ય રચના, કાર્યની ફળસિદ્ધિ એ દરેક વિષયવસ્તુને તેમણે ક્રમબદ્ધ રીતે સ્તોત્રમાં વણી લીધું છે.
ભક્તિભાવપૂર્વક રચેલા સ્તોત્ર દ્વારા સૂરિજીના ભાવો પ્રગટ થાય છે. ભક્ત હૃદયને ભક્તિ કરતાં કેવા અનરા આનંદની પ્રાપ્તિ થાય છે, તેનું સુંદર ઉદાહરણરૂપ આ સ્તોત્ર છે. જે શ્રદ્ધાભક્તિ-પ્રેમથી આ સ્તોત્રની રચના થઈ છે તે પરથી ફલિત થાય છે કે રચનાકારનાં સર્વ બંધનો, સઘળા ઉપસર્ગો દૂર થવા જ જોઈએ અને સ્તોત્રના અંતિમ ચરણોમાં તેમના પર થયેલા ઉપસર્ગ પ્રભુભક્તિથી આપોઆપ દૂર થાય છે.
સૂરિજીએ આ સ્તોત્રના અક્ષરેઅક્ષરમાં ગૂઢ રહસ્ય ભરેલું છે. તેના ગૂઢાર્થને સમજીએ તો આપણે પણ શિવરમણીરૂપ શાશ્વત સુખ આપનારી લક્ષ્મીને પ્રાપ્ત કરી શકીએ.
જય જય શ્રી આદિનાથ
Page #536
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
ગુજરાતી
(૧)
දි ම ම ම ම
ම මට
(૧૦) (૧૧) (૧૨)
આગમ અને આગમિક સાહિત્ય : કાલક્રમાનુસાર અષ્ટપાહુડ : કુંદકુંદાચાર્ય અથર્વવેદ આવશ્યક નિયુક્તિ, ભાગ ૧-૨ : મુંબઈ, વિ. સં. ૨૦૩૮, ઈ. સ. ૧૯૮૨ આવશ્યકચૂર્ણિ : સંપાદક - આનંદસાગરસૂરિ, રતલામ, ઈ. સ. ૧૯૨૮ આદિપુરાણ, ભાગ ૧: દ્વિતીય સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ મૂર્તિદેવી જેન નિગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથાંક-૮, સંપાદક – પન્નાલાલ જૈન, કાશી, ૧૯૬૩ ઉત્તરાધ્યયનસૂત્ર : ઉત્તરાઝયાણાઇ સુરા, સંપાદક - પુણ્યવિજય મુનિશ્રી, મહાવીર જૈન વિદ્યાલય, જૈન આગમ ગ્રંથમાલા, ગ્રંથાંક-૧૫, મુંબઈ, ૧૯૭૭ ઉપદેશમાલા (વૃત્તિ સહિત) : કર્તા - સંઘદાસગણિ વૃત્તિ, સિદ્ધર્ષિ, મૂલ સંપાદક મુનિ ચંદ્રવિજય, મુંબઈ, ૧૯૯૧ ઉવસગ્ગહર : અમૃતલાલ કાલિદાસ દોશી કલ્યાણમંદિર : ડૉ. સરયૂ આર. મહેતા કલ્યાણલહરી : સંપાદક - Foreword – શંભુ ભટ્ટ કુવલયમાલાકહા કર્તા ઉદ્યોતનસૂરિ, ભાગ – ૧, સંપાદક. એ. એન. ઉપાધ્ય, સિંધી જેનશાસ્ત્ર શિક્ષાપીઠ, મુંબઈ, ૧૯૫૯, કાલિદાસ ગ્રંથાવલિ : સંપાદક - રેવાપ્રસાદ દ્વિવેદી, વારાણસી, ૧૯૮૬ ગુર્વાવલી : કર્તા . મુનિસુંદરસૂરિ, શ્રી યશોવિજય ગ્રંથમાલા–૪, કાશી, વિ. સં. ૨૪૩૧, ઈ. સ. ૧૯૦૪ ચઉપૂનમહાપુરિસચરિયું : કર્તા - નિવૃત્તિ કુલીન શીલાચાર્ય, સંપાદક . પંડિત અમૃતલાલ મોહનલાલ ભોજક, પ્રાકૃત ગ્રંથ પરિષદ, ગ્રથાંક-૩, વારાણસી, ૧૯૬૧ ચંડીશતક: કર્તા - બાણ ભટ્ટ, કાવ્યમાલા ગુચ્છ–૪, સંપાદક પંડિત દુર્ગાપ્રસાદ અને કાશીનાથ પાંડુરંગ પરબ, મુંબઈ, ૧૯૩૭ જેન નિબંધરત્નાવલી : લેખક શ્રી મિલાપચંદ્ર અને રતનલાલ કટારિયા, વારાણસી, કલકત્તા, ઈ. સ. ૧૯૬૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ – ૨; ધાર્મિક સાહિત્ય ઉપખંડ - ૧ : હીરાલાલ કાપડિયા, લલિત સાહિત્ય, શ્રી મુક્તિ કમલ મોહનમાલા, પુષ્પ-૬૪, વડોદરા, ઈ. સ. ૧૯૬૮
(૧૩) (૧)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮).
Page #537
--------------------------------------------------------------------------
________________
518
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
(૩૪)
(૩૫)
(૩૬)
(૩૭)
(૩૮)
(૩૯)
(૪૦)
(૪૧)
*
ભક્તામર તુલ્યું નમઃ ।
જૈન કૃતિઓની પાદપૂર્તિ, ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યો : હીરાલાલ કાપડિયા જૈન સ્તોત્ર સંદોહ, ભાગ – ૨ : : ચતુરવિજયમુનિ, પ્રાચીન સ્તોત્રસંગ્રહ, અમદાવાદ, ઈ. સ. ૧૯૩૬ જૈન રત્નચિંતામણિ : સંપાદક - નંદલાલ બી. દેવલુક, શ્રી અરિહંત પ્રકાશન, ભાવનગર, ઈ. સ.
૧૯૮૫
જૈન સ્તોત્ર સંગ્રહ, ભાગ – ૧ : યશોવિજયજી ગ્રંથમાલા, વારાણસી, ઈ. સ. ૧૯૦૫ જૈન સ્તોત્ર સંદોહ, ભાગ – ૧ : સં. - મુનિ ચતુરવિજય, પ્રાચીન જૈન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલિ, પ્રથમ પુષ્પ, અમદાવાદ, ઈ. સ. ૧૯૩૨
જૈન સ્તોત્ર સંદોહ મંત્રાધિરાજ ચિંતામણિ, ભાગ – ૨ : સંપાદક - મુનિ ચતુરવિજય, અમદાવાદ,
૧૯૩૬
જૈન ગ્રંથ અને ગ્રંથકાર : સંપાદક - ફત્તેચંદ્ર બેલાની
તત્ત્વાર્થસૂત્ર : આચાર્ય ઉમાસ્વાતિ, સંપાદક - પંડિત કૈલાશચંદ્ર
ત્રિલોક પ્રજ્ઞપ્તિ, ભાગ – ૧ : તિલોયણાપણત્તિ, ભાગ – ૧ : ઉપાધ્યે અને હીરાલાલ જૈન, જીવરાજ ગ્રંથમાલા-૧, સોલાપુર, ૧૯૪૩
દશભક્ત્યાદિ સંગ્રહ : સંપાદક - સિદ્ધસેન ગોયલીય
દશવૈકાલિક સૂત્ર : દસવેયાલિક સુત્ત, આવસ્સયસુત્ત, સંપાદક - પુણ્યવિજય મુનિ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, જૈન આગમ ગ્રંથમાલા, ગ્રંથાંક-૧૫, મુંબઈ, ૧૯૭૭
દ્વાત્રિંશિકા : કર્તા - સિદ્ધસેન દિવાકર, સંપાદક - વિજયસુશીલસૂરિ, અમદાવાદ, ૧૯૭૭ દશભક્તિ : કુંદકુંદાચાર્ય
દશભક્તિ : આચાર્ય પૂજ્યપાદ
નવકાર સિદ્ધિ : ગોવિંદજીભાઈ લોડાયા
પ્રભાવકચરિત (ગુજરાતી ભાષાંતર) : કલ્યાણ વિજય મુનિ, શ્રી આત્માનંદ ગ્રંથમાલા નં. ૬૩, ભાવનગર, સં. ૧૯૮૭, ઈ. સ. ૧૯૩૧
પ્રબુદ્ધ જીવન : રમણલાલ શાહ, મુંબઈ, ૧૯-૪-૧૯૮૭
પ્રભાવકચરિત : કર્તા - રાજગચ્છીય પ્રભાચંદ્રચાર્ય, સંપાદક - જિનવિજયજી મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક–૧૩, અમદાવાદ; કલકત્તા ૧૯૪૦, ‘માનતુંગચરિત'
પ્રબંધચિંતામણિ : કર્તા - નાગેન્દ્રગચ્છીય મેરુત્તુંગાચાર્ય, સંપાદક - જિનવિજયજી મુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, શાંતિનિકેતન, ૧૯૩૩, માનતુંગાચાર્ય પ્રબંધ
પુરાતન પ્રબંધ સંગ્રહ : સંપાદક જિનવિજયજી મુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક-૨, કલકત્તા, ૧૯૩૬, શ્રી માનતુંગાચાર્ય પ્રબંધ
પટ્ટાવલી સમુચ્ચય : પ્રથમ ભાગ, સંપાદક - મુનિ દર્શનવિજય, વીરમગામ, ૧૯૩૩ પટ્ટાવલી સમુચ્ચય : બીજો ભાગ, સંપાદક - મુનિ જ્ઞાનવિજય, અમદાવાદ, ૧૯૫૦ પઉમચરિયમ્ ઃ કર્તા - નાગેન્દ્રકુલીન વિમલસૂરિ, મૂળ સંપાદક હર્મન યકોબી, સંપાદક - મુનિ પુણ્યવિજય, પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક-૬, વારાણસી, ૧૯૬૨
Page #538
--------------------------------------------------------------------------
________________
(૪૨) (૪૩) (૪૪)
(૪૫) (૪૬) (૪૭) (૪૮)
(૫૦) (૫૧) (૫૨) (૫૩) (૫૪) (૫૫) (૫૬) (૫૭) (૫૮) (૫૯) (૬૦) (૬૧) (૬૨) (૬૩) (૬૪) (૬૫) (૬૬) (૬૭) (૬૮). (૬૯) (૭૦) (૭૧) (૭૨)
સંદર્ભસૂચિ - 519 પ્રવચનસારોદ્ધાર : કર્તા . નેમિચંદ્રસૂરિ, સંપાદક - વજસેન વિજય, અમદાવાદ, ૧૯૯૨ પ્રથમ ગુચ્છક : દિગમ્બર જૈન ભંડાર, કાશી, પ્ર. પન્નાલાલ ચૌધરી, વિ. સં. ૧૯૮૨ પાર્શ્વનાથચરિત્ર: કર્તા ખંડેલગચ્છીય ભાવદેવસૂરિ, સંપાદક. પંડિત હરગોવિંદદાસ બેચરદાસ, યશોવિજય જૈન ગ્રંથમાલા – ૩૨, વારાણસી, વિ. સં. ૨૪૩૮ - ઈ. સ. ૧૯૧૧ પંચપરમેષ્ઠી નમસ્કાર : ભદ્રંકરવિજયગણિ પંચપ્રતિક્રમણ સૂત્ર : શ્રી દેવસૂર સંઘ, પાયધુની. મુંબઈ પવિત્ર બાઇબલ : જ્યુબિલી એડિશન ભક્તામર સ્તોત્ર વૃત્તિ : રાયમલ્લ બ્રહ્મ ભક્તામર સ્તોત્ર વૃત્તિ : મુનિ કનકકુશલ ભક્તામર સ્તોત્ર ટીકા : મુનિ મેરુસુંદર ભક્તામર સ્તોત્ર ટીકા : પંડિત સિદ્ધિચંદ્ર ભક્તામર સ્તોત્ર વૃત્તિ : ઉપાધ્યાય મેઘવિજયગણિ ભક્તામર સ્તોત્ર ટીકા : આચાર્ય અમરપ્રભસૂરિ ભક્તામર સ્તોત્ર વૃત્તિ : ઉપાધ્યાય રત્નસુંદરગણિ, ગ્રથાંક-૪૮૧ ભક્તામર સ્તોત્ર ટીકા કા પદ્યાનુવાદ : કવિ ગિરધરજી શર્મા ભક્તામર સ્તોત્ર પદ્યમય ભાષાનુવાદ : ચંદુલાલ શકરચંદ શાહ ભક્તામર સ્તોત્ર અનુવાદ : માવજી દામજી શાહ ભક્તામર સ્તોત્ર પદાર્થ : સરયૂબહેન આર. મહેતા ભક્તામર સ્તોત્ર વિવેચન : સરયૂબહેન આર. મહેતા, ભક્તામર સ્તોત્ર શબ્દાર્થ . ગાથાર્થ વિશેષાર્થ : રાજયશસૂરિ મહારાજ સાહેબ ભક્તામર સ્તોત્ર અર્થ : મુનિ યતીનચંદ્ર વિજયજી ભક્તામર સ્તોત્ર અનુવાદ : રતનલાલ જૈન ભક્તામર સ્તોત્ર બાલાવબોધ : મુનિ મેરુસુંદર ભક્તામર સ્તોત્ર અનુવાદ : ડાહ્યાલાલ દેસાઈ ભક્તામર સ્તોત્ર પદ્યાનુવાદ : દુર્લભજી ભક્તામર સ્તોત્ર પદ્યાનુવાદ : કાનજીભાઈ ભક્તામર સ્તોત્ર અર્થ : ગુલાબચંદ મહેતા ભક્તામર સ્તોત્ર પદ્યાનુવાદ : પંડિત હેમરાજજી ભક્તામર સ્તોત્ર પદ્યાનુવાદ : હરજીવન રાયચંદ શાહ ભક્તામર સ્તોત્ર વિવેચન : મનુભાઈ દોશી ભક્તામર સ્તોત્ર પદ્યાનુવાદ : નથુરામ પ્રેમી ભક્તામર દર્શન : રાજયશસૂરિ મહારાજ સાહેબ
Page #539
--------------------------------------------------------------------------
________________
(૮૨)
520 છે તે ભક્તામર સુભ્ય નમઃ | (૭૩) ભક્તામર સ્તોત્ર કથા રૂપાંતર : પંડિત ઉદયલાલ કાસલીવાલ (૭) ભક્તામર સ્તોત્ર સમીક્ષા : આચાર્ય મહાપ્રજ્ઞ (૭૫) ભક્તામર સ્તોત્ર સમીક્ષા : રોહિત શાહ (૭૬) ભક્તામર સ્તોત્ર સટીક : રુદ્રદેવ ત્રિપાઠી (૭૭) ભક્તામર સ્તોત્ર ટીકા : ગુણગણ સુંદર (૭૮) ભક્તામર સ્તોત્ર ટીકા : આચાર્ય શાંતિસૂરિ, ખંડેલગચ્છીય (૭૯) માનતુંગસૂરિ વિરચિત ભક્તામર સ્તોત્ર વિવેચન : ડાહ્યાભાઈ સોમચંદ શાહ (૮૦) ભક્તામર અંતસ્તલનો સ્પર્શ : આચાર્ય મહાપ્રજ્ઞા (૮૧) ભક્તામર : એક દિવ્યદૃષ્ટિ : સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા
ભક્તામર સ્તોત્ર ટીકા (હસ્તપ્રત) : ગુણાકરસૂરિ (૮૩) ભક્તામર સ્તોત્ર વૃત્તિ : ઉપાધ્યાય મેઘવિજય ગણિ (૮૪) ભક્તામર સ્તોત્ર : ભીમજી માણેક (૮૫) ભક્તામર સ્તોત્ર : મુનિદેવ વિજય (૮૬) ભક્તામર સ્તોત્ર અનુવાદ : મુનિ કલ્પયશ વિજય (૮૭) ભક્તામર સ્તોત્ર : મુનિ જિનેન્દ્ર વિજય (૮૮) ભક્તામર સ્તોત્ર : કવિ મકરંદ (૮૯) ભક્તામર સ્તોત્ર (મરાઠી) અર્થ : જિનદાસ તાત્યા જબડે (૯૦) ભક્તામર સ્તોત્ર ભાષાંતર : મુનિ અકલંક વિજયજી મ. સા. (૯૧) ભક્તામર સ્તોત્ર : સુરેન્દ્ર બોધરા
ભક્તામર સ્તોત્ર : શ્રીચંદ સુરાના સરલ' (૯૩) ભક્તામર સ્તોત્ર સહ : પંન્યાસ વિબુધરુચિ ગણિ (૯૪) ભક્તામર સ્તોત્ર : કાનજી સ્વામી (૯૫) ભક્તામર સ્તોત્ર ભારતી : કમલકુમાર શાસ્ત્રી (૯૬) ભક્તામર સ્તોત્ર વૃત્તિ : કર્તા - રુદ્રપલ્લીય ગુણાકરસૂરિ, સંપાદક - હીરાલાલ કાપડિયા,
ભક્તામર કલ્યાણમંદિર, નમિઊણસ્તોત્રત્રય, દેવચંદ લાલભાઈ જેન, પુસ્તકોદ્ધાર ગ્રંથાંક૭૯, સૂરત, ૧૯૩૨
ભગવદ્ગોમંડળ, ભાગ – ૨ : સંપાદક ભગવતસિંહજી (૯૮) ભગવદ્ગીતા (૯૯) ભક્તિનો ભાગ : શ્રી કિંજવડેકર (૧૦૦) ભક્તામર સ્તોત્ર રહસ્ય : પ્રકાશક – શ્રી શાસ્ત્ર સાધ્યાય પ્રચાર ટ્રસ્ટ, મુંબઈ, ૧૯૯૯ (૧૦૧) ભક્તામર સ્તોત્ર વિવેચન : પન્યાસ શ્રી પદ્ધસેન વિજયજી (૧૦૨) ભક્તામર સ્તોત્ર પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ, ભાગ ૧-૨ : હીરાલાલ કાપડિયા, આગમોદય
સમિતિ, મુંબઈ, ૧૯૨૬–૧૯૨૭
Page #540
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ - 521 (૧૦૩) ભક્તામર સ્તોત્ર : હીરાલાલ કૌશલ, સંપાદક - ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી, દિલ્હી, ૧૯૫૬ (૧૦૪) ભક્તામર સ્તોત્ર (ગુજરાતી) : ત્રિપુટી મુનિ, જૈન સત્ય પ્રકાશન, અંક ૧, વર્ષ ૮, ઈ. સ. ૧૯૪૨ (૧૦૫) ભક્તામર સ્તોત્ર (પ્રસ્તાવના) : નથુરામ પ્રેમી, જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય (૧૦૬) ભક્તામર સ્તોત્ર અને શ્રી માનતુંગાચાર્ય (ગુજરાતી) : પોપટલાલ કેવળચંદ શાહ, જૈન યુગ,
પુસ્તક - ૪, વિ. સં. ૧૯૮૫ (ઈ. સ. ૧૯૨૯) (૧૦૭) ભક્તામર રહસ્ય : ધીરજલાલ ટોકરશી શાહ, મુંબઈ, ૧૯૭૧ (૧૦૮) માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર સ્તોત્રમ્ (સંસ્કૃત) : સંપાદક - દુર્ગાપ્રસાદ અને કાશીનાથ
પરબ, કાવ્યમાલા ગુચ્છક - ૭, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૮૯૬ (૧૦૯) માનતુંગાચાર્ય વિરચિત ભક્તામર સ્તોત્ર વિવેચન : સરયૂ આર. મહેતા (૧૧૦) મૂલાચાર : વફ્ટવેર (૧૧૧) મહાપ્રભાવક ઉવસગ્ગહરની જયગાથા : ધીરજલાલ ટોકરશી શાહ (૧૧૨) યતિક્રિયાસંગ્રહ : સંપાદક - મેનાબાઈ જૈન, નાગપુર. ૧૯૮૨ (૧૧૩) યજુર્વેદ (૧૧) વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, ભાગ – ૧ : સંપાદક - જિનવિજયજી મુનિ, સિંઘી ગ્રંથમાલા,
ગ્રંથાંક–૫૩, મુંબઈ, ૧૮૫૩ (૧૧૫) વિશેષાવશ્યક ભાષ્ય ભાગ - ૨ : કર્તા - જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સંપાદક - દલસુખ
માલવણિયા, લાલભાઈ દલપતભાઈ શ્રેણી ક્રમાંક–૧૪, અમદાવાદ, ૧૯૩૮ (૧૧૬) વાસુદેવદિંડી (વાસુદેવચરિત) : કર્તા - સંઘદાસગણિ, સંપાદક : મુનિ ચતુરવિજય અને
પુણ્યવિજય, શ્રી આત્માનંદ ગ્રંથમાલા, રત્ન – ૮૦, ભાવનગર, ૧૯૫૦ (૧૧૭) વસુનંદિ શ્રાવકાચાર : આચાર્ય વસુનંદિ, સંપાદક - હીરાલાલ જૈન (૧૧૮) વાચસ્પત્યમ્ : સંપાદક ગ્રંથમાલા વારાણસી, બનારસ હિંદુ યુનિવર્સિટી (૧૧) વેદિક કોશ : સંપાદક - સૂર્યકાંત (૧૨) હરિવંશ પુરાણ : ર્તા - પુનારસંઘીય જિનસેન, સંપાદક. પન્નાલાલ જૈન, જ્ઞાનપીઠ, માતૃદેવી
જૈન ગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથાંક-ર૭, દિલ્હી–વારાણસી, ૧૯૭૮ (૧૨૧) હીરસૌભાગ્ય મહાકાવ્ય : કર્તા - તપાગચ્છીય દેવવિમલસૂરિ, સંપાદક. પંડિત શિવદત્ત અને
પંડિત કાશીનાથ શર્મા, કાલન્દી, ઈ. સ. ૧૯૮૫ (૧૨૨) સાગર સમાધાન ભાગ – ૧ (ગુજરાતી): આનંદસાગરસૂરિ, આવૃત્તિ-૨, સૂરત, વિ. સં. ૨૦૨૮,
૧૯૭૨ (૧૨૩) સ્તુતિ-સ્તોત્રનું પર્યાવલોચન : હીરાલાલ કાપડિયા, જેન યુગ, વૈશાખ, ૧૯૮૩ (૧૨) સ્તુતિ ચતુર્વિશત્રિકા : કર્તા - શોભનમુનિ, સંપાદક - હીરાલાલ કાપડિયા, ભાગ્યોદય સમિતિ,
સૂરત, ૧૯૨૭ (૧૨૫) સ્થાનાંગસૂત્ર : Ed. Walter schubring. એલ. ડી. સિરીઝ-૪૫, અમદાવાદ, ૧૯૭૪
Page #541
--------------------------------------------------------------------------
________________
522 . || ભક્તામર તુલ્યુ નમઃ | (૧૨૬) સમવાયાંગસૂત્ર : Ed. Walter Schubring. એલ. ડી. સિરીઝ-૪૫, અમદાવાદ, ૧૯૭૪ (૧૨૭) સૂયગડાંગ સુતં નિર્યુક્તચૂર્ણિ સહિત) ભાગ – ૧ : પ્રાકૃત ગ્રંથ પરિષદ, ગ્રથાંક–૧૯,
અમદાવાદ–વારાણસી, ૧૯૭૫ (૧૨૮) સધર્મપુંડરિક : સદ્ધર્મપુંડરિક સૂત્ર, બુદ્ધિસ્ટ સંસ્કૃત ટેસ્ટ-૩, નં. ૬, સંપાદક પી. એસ.
વૈદ્ય, દરભંગા, ૧૯૬૦ (૧૨) સૂર્યશતક : કર્તા - મયૂર ભટ્ટ, સંપાદક – રમાકાંત ત્રિપાઠી, વિદ્યાભવન, સંસ્કૃત ગ્રંથમાલા
- ૧૦૬, વારાણસી, ૧૯૬૪ (૧૩૦) સ્તુતિવિદ્યા : કર્તા - સમન્તભદ્ર, સંપાદક - જુગલકિશોર મુખ્તાર, યુગવીર, વીર સેવા મંદિર,
સરસાવા, ૧૯૫૧ (૧૩૧) સગ્ધરા સ્તોત્ર : કર્તા . યશોમિત્ર, આર્યતારા, સ્ત્રગ્ધરા સ્તોત્રમ્, સંપાદક - જનાર્દન શાસ્ત્રી,
પાંડ્યું, અલ્હાબાદ, ૧૯૯૫ (૧૩૨) સ્તુતિતરંગિણી ભાગ ૧ – ૨ : સંપાદક - વિજયભદ્રકરસૂરિ, મદ્રાસ, ૧૯૮૩ અને ૧૯૮૭ (૧૩૩) સિત્તેજ-કપ્પો : કર્તા - તપાગચ્છીય ધર્મઘોષગણિ, સંપાદક લાભવિજયગણિ, આગમોદ્ધારક
ગ્રંથમાલા, રત્ન–૪૧, કપડવંજ, વિ. સં. ૨૦૩૬ (ઈ. સ. ૧૯૭૦) (૧૩) સિદ્ધાંત સારાદિ સંગ્રહ : સંપાદક - પંડિત પન્નાલાલ સોની, દિગમ્બર જૈન ગ્રંથમાલા, ગ્રંથ
૨૧, મુંબઈ, વિ. સં. ૧૯૭૯ (ઈ. સ. ૧૯૩૩) (૧૩૫) સ્તોત્રાવલી : સંપાદક . યશોદેવસૂરિ મહારાજ સાહેબ (૧૩૬) સ્તોત્ર સમુચ્ચય : સંપાદક ચતુરવિજય (૧૩૭) સર્વતોભદ્ર : સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા (૧૩૮) સવાર્થસિદ્ધિ : આચાર્ય પૂજ્યપાદ સં. પંડિત ફૂલચંદ (૧૩૯) શાંડિલ્યભક્તિસૂત્ર : પંડિત રામનારાયણ દત્ત (૧૪૦) સીમીચીન ધર્મશાસ્ત્ર : આચાર્ય સમન્તભદ્ર, સંપાદક . પંડિત જુગલકિશોર (૧૪૧) સામવેદ (૧૪૨) સુરેન્દ્ર ભક્તામરદર્શન (સચિત્રસંપાદક - પીયૂષભદ્રવિજય, પ્રકાશક - સુયશ પીયૂષવાણી
ટ્રસ્ટ, મુંબઈ (૧૪૩) સચિત્ર ભક્તામર સ્તોત્ર : શશીકાંત મહેતા, મહેન્દ્ર મહેતા (૧૪૪) શ્રી સપ્ત સ્મરણ સ્તવઃ શ્રી જિનદત્તસૂરિ, પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ (સૂરત), ગ્રથાંક-૪૬, ૧૯૪૨ (૧૪૫) શ્રી વિમલભક્તિ સંગ્રહ : શ્રી સ્યાદ્વાદ વિમલ જ્ઞાનપીઠ, પુષ્પ-૨૭, સોનાગિર (૧૪૬) શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી શાસનદેવી પદ્માવતી માતા : સં. યશોદેવસૂરિ મહારાજ સાહેબ (૧૪૭) શ્રી ભક્તામર સ્તોત્ર પ્રાર્થના અને ભક્તિયોગ : લેખક - જેસુખલાલ કે. બાટવિયા, ૧૯૭૯ (૧૪૮) શ્રી ભક્તામર ધ્યાન-સાધના : પંડિત અરણવિજય મહારાજ, પ્રકાશક - મહાવીર રિસર્ચ
ફાઉન્ડેશન, વીરાલયમ્. પૂના, ઈ. સ. ૨૦૦૧
Page #542
--------------------------------------------------------------------------
________________
REME 523 English (986) An Unknown Form of TARA in the Sakti cult & Tara : D. C. Bhattacharya, Ed. D.
C. Sarkar, Calcutta, 1967 (940) Ashtamahabhaya Tara : Mitra Debala, Journal of the asiatic society, Letters & Science,
Vol. XXIII, No. 1, Culcutta, 1957 (949) A History of Sanskrit Literature : Keith, A., Reprint, London, 1962 (942) A History of Indian Literature : Vinteritz Maurice, Vol. II, Delhi, 1977 (943) Bhaktamar Divine Yantras-Mantras-Stotras : Philosophical Writings & Poems by Shri
Makrand Dave (948) Descriptive Catalogue of Manuscripts : Govt. Manuscripts Literary, Vol. XIX, Sec. I,
Hymnology, Poona, 1962 (944) Dictionary of World Literary terms : Joseph T. Shipley (945) Evolution of Jaina Iconography & Symbolism : Shah U. P., Aspects of Jain Art,
Ed. U. P. Shah and M. A. Dhaky, Ahmedabad, 1975 (949) Encyclopaedia of Britannica (940) Eathics & Religion (946) Encyclopaedia of Americana : St. Augestain (950) Foreword in the Bhaktamar Kalyanmandir and Namiyuna Stotratrayam: Herman Jacobi,
Ed., H. R. Kapadia, Surat, 1932 (989) Grosset and Dunlap : Lyod Edwin Smith, New York (962) Indische Studien : Herman Jacobi, 14, 1876
(953)
Marco Polo : Ed. H. Yule
(958) (954) (955)
Religion of China : J. Legge Siddhasena's Nyayavatara and Other Works : A. N. Upadhye, Bombay, 1971 The Origin of TARA : M. K. Dhavlikur, Bulletin of the Deccan College, Vol. XXIV, Poona, 1963 The Rock-Hewn Temples of Aurangabad : Their Sculpture and Architecture : Yazdani G., London, 1937 The Great Teacher : Confucius : G. G. Alexander Vedic Index of Name and Subjects: Macdonnell and Keith, Vol. II
(959)
(956) (956)
Page #543
--------------------------------------------------------------------------
________________
(१७५)
524 * ॥ मतभर तुभ्यं नमः ॥ हिन्दी (१७०) आचार्य मानतुंग अनेकान्त : वर्ष - २८, किरण - ६, फरवरी, १९६६ (१७१) आचार्य श्री मानतुंग दिगम्बर शास्त्र कैसे बने ? : प्रकरण-११, दर्शनविजय मुनि, जैन साहित्य
प्रकाश, पुष्प-२, अंक - ६०, १९३७ (१७२)
कविवर मानतुंग : सागर, प्रथम खंड, १९८२ (१७3) कल्याणमंदिर स्तोत्र : कमलकुमार शास्त्री, कुमुद (१७४) जैन साहित्य का बृहद इतिहास : डॉ. गुलाबचन्द चौधरी, भाग-६, पार्श्वनाथ विद्याश्रम, ग्रंथमाला
२०, वाराणसी, १९७३
जैन साहित्य और इतिहास : मुखतार - पंडित जुगलकिशोर, कलकत्ता, १९५६ (१७६) भक्तामर की श्लोक संख्या : जैन संदेश, २९, भाग ४१, संख्या ८०, शोधकण-३, मथुरा, १९७१ (१७७) भक्तामर के श्लोकों की संख्या ४४ या ४८ ? : श्रमण, वर्ष-२१, अंक-१००, ऑगस्ट, १९७० (१७८) भक्तामर के ४-४ अतिरिक्त पद्य : जैन संदेश, शोधांक २९, मथुरा, १९७१ (१७८) भक्तामर स्तोत्र के पादपूर्तिरूप स्तव काव्य : श्रमण, वर्ष २१, अंक ११, १९७० (१८०) भक्तामर कल्याणमंदिर उभय पादपूर्तिरूप पार्श्वनाथ स्तोत्र : जैन सिद्धांत भास्कर, भाग ३२,
किरण-२, १९७९ (१८१) भक्तामर स्तोत्र और वैदिक स्तुतियों का तुलनात्मक अध्ययन : सन्मति वाणी, वर्ष ८, अंक
१६, मे १९७९, इन्दौर (१८२) भक्तामर स्तोत्र : पंडित नथुराम प्रेमी, जैन ग्रंथ रत्नाकर कार्यालय, मुंबई, १९१६; और जैन
साहित्य और इतिहास, मुंबई, १९५६ (१८3) भक्तामर स्तोत्र : अनेकान्त, वर्ष २, किरण-१, नई दिल्ली, १९३८ (१८४) भक्तामर स्तोत्र परिचय : संपादक - हीरालाल जैन, कौशल, दिल्ली, १९५६ (१८५) भक्तामर स्तोत्रम् : राज विद्यामंदिर, प्रकाशन-१, द्वितीय संस्करण, वाराणसी, १९६९ (१८६) मानतुंगाचार्य और उनके स्तोत्र : मधुसूदन ढांकी, जितेन्द्र शाह (१८७) सचित्र भक्तामर रहस्य : संपादक - कमलकुमार शास्त्री कुमुद, बृहद् संस्करण, दिल्ली, १९७७ (१८८) संस्कृत काव्य के विकास में जैन कवियों का योगदान : ज्ञानपीठ, मूर्तिदेवी ग्रंथमाला, ग्रंथांक
१८, दिल्ली, १९७१ (१८८) सुरेन्द्र भक्तामर दर्शन (सचित्र) : संपादक - पीयूषभद्रविजय, प्रकाशक - सुयश पीयूषवाणी
ट्रस्ट, मुंबई
Page #544
--------------------------------------------------------------------------
________________ આ ગ્રંથનો ઉપક્રમ પ્રત્યક્ષ અર્થની સાથોસાથ એની અંદર રહેલી અનુભૂતિ દર્શાવવાનો છે. અહીં પ્રભુની સ્તુતિ અને ભક્તના હૃદયના ઊર્ગારોહણનું આલેખન ( CCCR - 09 ) છે. ' ગ્રંથના પ્રારંભે જૈન સ્તોત્રસાહિત્યનો અભ્યાસ (ઇતિહાસ) આપેલો છે, જેથી આ સ્તોત્ર વિશેની ભૂમિકા વાચકના મન:પ્રદેશ, ઉપર ઊપસી આવે. એના રચયિતા શ્રી માનતુંગસૂરિના જીવનચરિત્રની સાથે સાથે આ મહાન સ્તોત્રની સર્જનકથા પણ વણી. લીધી છે. જેમની સ્તુતિ માટે આ સ્તોત્ર રચાય છે તે શ્રી આદિનાથ પ્રભુનું જીવનચરિત્ર પણ આલેખ્યું છે. આ ગ્રંથમાં વાચ્યાર્થ અને ગૂઢાર્થ દર્શાવ્યો છે. સર્વગ્રાહી ગ્રંથ લખવાનો આશય હોવાથી તેની પધસંખ્યા, પ્રભાવક કથાઓ, મહાભ્ય, વૃત્તિ, પાદપૂર્તિઓ એ બધાંનો સમાવેશ કર્યો છે અને એ જ રીતે એમાં રહેલાં મંત્ર, યંત્ર, તંત્ર અને અષ્ટકો વિશે પણ માહિતી છે. સાહિત્યરસિકો, અધ્યાત્મપ્રેમીઓ અને મુમુક્ષુઓનાં હૃદયમાં અને કંઠમાં આ સ્તોત્ર વસે છે અને તેથી વસંતતિલકા છંદમાં રચાયેલા આ સ્તોત્રના પ્રત્યેક શબ્દમાં નીતરતું કાવ્યત્વ અને એના અર્થમાંથી થતો મુક્તિપંથનો રમણીય. ઉઘાડ દર્શાવ્યો છે. तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ ! तुभ्यं नमः क्षितितलामलभूषणाय / तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय ! तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय //