SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ 412 ભક્તામર સુભ્ય નમઃ | તમરુતાનિતાવનેન આવે છે. નિગ્રંથ દર્શનમાં, કાલચક્ર દર્શનમાં ત્વ' શબ્દના સ્થાને વિશેષ કરીને આરા' શબ્દનો પ્રયોગ થાય છે અને સુખ, સમૃદ્ધિ, ચારિત્ર વગેરેની કાલગતિની દિશા અને આરાના ક્રમાનુસાર ન્યૂનતા અને અધિકતા માની છે. આમ પણ બની શકે છે કે સ્તોત્રકર્તા પૂર્વાશ્રમમાં પુરાણાનુસારી બ્રાહ્મણધર્મી હોય. પરંતુ એ પણ છે કે અન્ય આચાર્યોએ પણ પોતાની કતિમાં વેદ-ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ, આદિનાં વાક્યો ગૂંથ્યાં છે. આમ છતાં તેઓ બ્રાહ્મણ જાતિમાં જમ્યા ન હતા; ઉદાહરણ તરીકે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ વગેરે, છતાં એટલી વાત નિશ્ચિત કે શ્રી માનતુંગસૂરિ મહાવિદ્વાન હતા અને તેમણે જૈન ઉપરાંત જૈનેતર શાસ્ત્રોનો અભ્યાસ પણ બહુ સારો કર્યો હતો કે જેનું પ્રતિબિંબ આ સ્તોત્રમાં જોવા મળે છે. વળી કાવ્યશક્તિ તો તેમને પ્રારંભથી જ વરેલી હશે, નહિ તો આવું અદ્ભુત સ્તોત્ર રચાયું ન હોત. મહાકવિ દામોદર ભારવિની કૃતિ કે જે કિરાત' નામથી પ્રસિદ્ધ છે તેની મલ્લિનાથની બીજના ચંદ્રને નમન કરવાની વાતને પુષ્ટિ મળે છે. માનતુંગસૂરિજી એ સંપ્રદાયના પરમારાધ્ય દેવોના ચરિત્રગ્રંથોમાં એમના મન ડગવાની વાત વાંચી ચૂક્યા હશે. એમ લાગે છે કે તેથી જ તેમણે ચિત્ર મિત્ર ઇત્યાદિ પંદરમા પદ્યમાં ભગવાન આદિનાથને નિર્વિકાર, અડગ મનના જણાવી મેરુશિખરની ઉપમા આપી છે. આ કલ્પનાની પુષ્ટિ પ્રસ્તુત સ્તોત્રના તમામનન્તિ' ઇત્યાદિ ત્રેવીસમા પદ્યના આધાર પર પણ કરી શકાય છે, જે માનતુંગને વેદાભ્યાસી સિદ્ધ કરે છે. કેમકે ઉક્ત પદ્યની રચના શુક્લ યજુર્વેદના મંત્રને મળતી ઝૂલતી છે. આટલી સમાનતા અકસ્માત કેવી રીતે હોઈ શકે ? હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજી વણિક જ્ઞાતિના હતા. પરંતુ તેઓ ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિ કરતાં ઘણાં પાછળથી થયા છે. હેમચંદ્રાચાર્ય લગભગ ૫૦૦ વર્ષ પછી અને યશોવિજયજી તો લગભગ ૧૧૦૦ વર્ષ પછી થયા છે. તે બંનેની સમક્ષ ભક્તામર સ્તોત્ર રહ્યું હતું અને બંને પર જો સિદ્ધસેન દિવાકર અને સમન્તભદ્રની રચનાઓનો પ્રભાવ પડી શકતો હોય તો શું ભક્તામરનો પ્રભાવ ન પડી શકે ? ભક્તામર કારના સમયની અને હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીના સમયની એતિહાસિક અને સામાજિક સ્થિતિ વચ્ચે ઘણું અંતર થઈ ચૂક્યું હતું. જ્યાં સમાન ભૂમિકાનો જ અભાવ છે ત્યાં બંનેને એક જ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કોઈ પણ ફળદાયી પરિણામ ન લાવી શકે. મધ્યયુગમાં ગૃહસ્થાવસ્થામાં વણિક જાતિમાં જન્મેલા અનેક મુનિ સારા સારસ્વત હતા એનાં અનેક ઉદાહરણો મળી આવે છે. - શ્રી માનતંગસૂરિ વેદમાર્ગ છોડીને શ્રમણ માર્ગમાં આવ્યા હતા, એટલા માટે એમના વિચારોમાં વેદમાર્ગી વિચારધારા જોવા મળે છે. શ્રી હીરાલાલ કાપડિયા ૨૦-૨૧મા પદ્ય વિશે જણાવે છે કે “સ્તોત્રનાં આ બે પદ્યોમાં સાંપ્રદાયિકતા છે. તે યથાર્થ જણાય છે. આમાંથી ૨૦મું પદ્ય “જ્ઞાન યથા ત્વયિ છે. જેમાં સૂરિજીએ હરિહરાદય કરતાં પ્રભુને વિશિષ્ટ કહ્યા છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy