SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ હ 413 જે સમયમાં શ્રી માનતુંગસૂરિ થયા હતા એવી સાંપ્રદાયિક સ્પર્ધાનું વાતાવરણ રહ્યું જ હતું. ૨૫-૨૬મા પઘ પરથી અનુમાન કરી શકાય તેમ છે કે તેઓ એમ તો સમન્વયવાદી કવિ હતા. એમ જોવા જઈએ તો ભગવાન શંકરથી સંબંધિત પુરાણકથાઓમાં રાગ, રુદ્રતા અને સાફલ્યની કલ્પના કરવામાં આવી છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિથી તે ગુણાતીત, માયા રહિત, નિષ્ફળ ‘પરમ શિવ' અને મહેશ્વર' પણ માનવામાં આવ્યા છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવ વીતરાગ હોવાથી એમની પ્રતિમા કેવળ કર્મરહિત નિશ્ચલ સ્થિતિની જ કલ્પના કરવામાં આવી છે. ત્યાં પ્રશમરસને જ સ્થાન મળ્યું છે પરંતુ માત્ર આ કારણને લઈને હરિ-હરાદિ આદિ દેવોને ઊતરતી કક્ષાના માનવા મુશ્કેલ છે. દાર્શનિક દૃષ્ટિથી જોવા જઈએ તો બંનેમાં બહુ જ અંતર હોવા છતાં અનેકાંતની દૃષ્ટિથી એમની તાત્ત્વિક વિભાવનામાં વિશેષ અંતર નથી. ‘વાવ: વાવો મળિર્મળિ:’ની ઉક્તિ શ્રી માનતુંગસૂરિએ વીશમા શ્લોકમાં રજૂ કરી છે. ક્રમશઃ ૨૦-૨૧-૨૩ અને ૨૪મા પઘોમાં હરિહરાદિ દેવોથી પણ પ્રભુને શ્રેષ્ઠ વ્યક્ત કરવાની શૈલી એકાંત ભક્તિને આશ્રિત છે અને તે સર્વવ્યાપી છે. તેનું પ્રમાણ ચંડીશતકમાં બાણકવિએ પણ દેવીને શિવ, સૂર્ય, ઇન્દ્ર, ચંદ્ર, વાયુ, કુબેર વગેરે દેવોથી શ્રેષ્ઠ અભિવ્યક્ત કરી છે તે પરથી મળી રહે છે. મયૂર કવિએ સૂર્યશતકમાં સૂર્યદેવને (૮૮મા પદ્મમાં) બધા દેવોથી વિશિષ્ટ બતાવ્યા છે. તેમજ ૯૩ અને ૯૪ સંખ્યાનાં પઘોમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે દેવોથી મહાન અને મહત્ત્વશાળી તરીકે બિરદાવ્યા છે. બાણકવિની અપેક્ષાએ મયૂર ભટ્ટની રચના ભક્તામર સ્તોત્ર સાથે વધારે સામ્ય ધરાવે છે. કેમકે સૂર્યશતકમાં કવિના કુષ્ઠરોગની વાત ભક્તામરની બંધન અવસ્થાની જેમ જ આવી છે અને તેના આધારે જ સ્તોત્ર રચવાનું કારણ રજૂ કરાયું છે. આચાર્ય શ્રી માનતુંગસૂરિએ મહાકવિ ભારવિની ‘કિરાતાર્જુનીય ૨/૨૭’ પંક્તિઓને જ એક ઉત્તમ કાવ્યપદ્ધતિનો આદર્શ માની અન્ય પ્રપંચોમાંથી પોતાની રચનાને બચાવી છે. ભક્તામર સ્તોત્રના ૨૪મા શ્લોક -હ્રામવ્યય'માં આપેલાં ૧૫ વિશેષણો તે સમયે પ્રવર્તતાં જુદાં જુદાં દર્શનોની માન્યતા રજૂ કરે છે જે ‘શિવમહિમ્ન સ્તોત્ર' સાથે સામ્ય ધરાવે છે.‘ઉન્નિદ્રદેમ’ આદિ શ્લોકની શોભા કાલિદાસના ‘કુમારસંભવ’ ૧/૩૩ પઘમાં જ્યારે ઉમા-પાર્વતીના રૂપવર્ણનની છટા વર્ણવતાં તેના ચરણો પૃથ્વી ઉપર સ્થળકમળની શોભાને ધારણ કરતાં હતાં. તે આ શ્લોકમાં નિરૂપિત થાય છે. પ્રભુ જે સ્થળેથી વિહરવાના છે ત્યાં જ ભગવાનનાં ચરણો આગળ દેવો વડે કમળની રચના કરવામાં આવી લાગે છે. શ્રી માનતુંગસૂરિજી તેમના યુગના સમર્થ આચાર્ય હતા અને તેમણે પોતાની અદ્ભુત આધ્યાત્મિક શક્તિ તથા મંત્રશક્તિ વડે જૈન શાસનની મહાન પ્રભાવના કરી હતી. સમસ્ત સંસ્કૃત વાડ્મય ઉપર શ્રી માનતુંગસૂરિનું અગાધ વર્ચસ્વ હતું. શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે “સૂર્યદેવ પોતાનાં કિરણો વડે સમુદ્રનું જલ ખેંચી લે છે અને પછી તેને સુમધુર બનાવી વરસાવે છે. પણ તે આપણને નવું લાગે છે. તેમ જ કવિઓ પણ સ્વાધ્યાય અને અભ્યાસ વડે પ્રાચીન કવિઓના
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy