SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ 254 છે | ભક્તામર તુલ્યું નમઃ ભગવાનને જન્મ આપીને તેમની માતા આ વિશ્વ પર નિર્વચનીય ઉપકાર કરે છે. જે ત્રિકાળજ્ઞાની છે, જેના વિના આ વિશ્વમાં વ્યાપેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવો અશક્ય છે. પ્રકૃતિમાં જે કાર્ય સૂર્ય કરે છે તે કાર્ય પરમાર્થમાં શ્રી તીર્થકર ભગવાન કરે છે. આવા ઉત્તમ પુત્રરત્નને જન્મ આપનારી જનેતાનો ઉપકાર અનન્યભાવે સૂરિજીએ આ શ્લોકમાં વ્યક્ત કર્યો છે. અને આવા સુંદર પુત્રરત્નની ભેટ આપનાર તીર્થકર ભગવાનની માતાની પ્રશંસા કરતાં સૂરિજી કહે છે કે, “હે દેવી ! જગતોદ્ધારક, પરમ હિતોપદેષ્ટા, ત્રિલોકનાથ તીર્થકરને જન્મ આપનાર તમે જગતની અદ્વિતીય માતા છો. આ ભાવિ તીર્થંકર પ્રભુ આપનો પુત્ર છે, પરંતુ અમારો તો નાથ છે. આવા પુત્રરત્નને જન્મ આપનાર હે જગતમાતા ! આવું અહોભાગ્ય જગતની બીજી કોઈ સ્ત્રીને પ્રાપ્ત નથી.” અહીં સૂરિજીએ ભગવાનની માતાની ગુણાત્મક વિશેષતાનું વર્ણન કર્યું છે. મરુદેવી માતાની કુક્ષિમાં શ્રી આદિનાથ ભગવાનનો ગર્ભ નવ મહિના અને સાત દિવસ રહ્યો હતો. આ ગર્ભાવસ્થા દરમ્યાન મરુદેવા માતાએ ૧૪ સ્વપ્ન જોયેલાં. આ સ્વપ્નોની ફળશ્રુતિ સંભળાવતાં ભગવાનના પિતાએ કહ્યું હતું કે, “હે કમલનયની ! ભાવિ તીર્થકર વૃષભદેવનો જીવ તમારી કૂખમાં અવતરણ પામેલ છે તેથી તમે “રત્નકૂખધારિણી' છો.' તીર્થકર ભગવાનની માતાની સ્તુતિ તો સર્વલોકમાં કરવામાં આવી છે. ઇન્દ્ર પણ પ્રભુની માતાની સ્તુતિ કરે છે, “હે માતા ! પ્રભુ એ તમારા તો પુત્ર છે, પણ અમારા અનાથોનો તો નાથ છે. સમગ્ર સૃષ્ટિનો તે નાથ છે. દરેક જીવોને મોક્ષમાર્ગ બતાવીને તેઓ તેનો ઉદ્ધાર કરશે. આપે તીર્થંકર પ્રભુને જન્મ આપીને અમારા ઉપર અનેરો ઉપકાર કર્યો છે. આવા પનોતા પુત્રની જન્મદાત્રી છો તેથી આપ પણ વંદનીય અને પૂજનીય છો.' પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવની માતાની અનન્યભાવે સૂરિજીએ આ શ્લોકમાં સ્તુતિ કરી છે. શ્લોક ૨૩મો त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु નાઃ શિવઃ શિવપવસ્ત્ર મુનીન્દ્ર ! પસ્થા: ર૩ | મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે, અંધારામાં રવિરૂપ સમા નિર્મળા આપ પોતે; સારી રીતે અમર બનતા આપને પામવાથી મુક્તિ માટે નવ કદિ બીજો માનજો માર્ગ આથી. (૨૩) શબ્દાર્થ મુનીન્દ્ર – હે મુનીશ્વર ! તામ્ – આપને મુના: – જ્ઞાની પુરુષો માહિત્યમ્ – સૂર્ય
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy