________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ
23
આમાં પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. તે ત્રણે લોકમાં વિદ્યમાન છે અને પોતાના તેજથી પ્રકાશિત કરે છે.
(૨) તત્ સવિતુર્વરેળ્યમ્ મળે તેવસ્ય ધીમહિ 1
આ પદમાં પાપનાશક જ્યોતિપુંજનું એકાગ્ર ચિંતન અને ધ્યાન છે.
(૩) ધિયો યોન: પ્રોદ્યાત્ |
આ પદમાં મંત્રશક્તિ દ્વારા બુદ્ધિને સાચી દિશામાં સંચાલિત કરવા અને શાશ્વત સુખરૂપી મોક્ષની પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે.
આ આધ્યાત્મિક સ્વરૂપની વાત થઈ. ગાયત્રી મંત્રનું વૈજ્ઞાનિક સ્વરૂપ કંઈક આવું છે. ગાયત્રી મંત્રના ઉપાસકો માને છે કે આ મંત્રનો જાપ કરવાથી અપમૃત્યુ થતું નથી, હૃદયરોગનો હુમલો રોકવા માટેનો રામબાણ ઇલાજ છે, તેથી જ ગાયત્રી મંત્રને એક રક્ષક મંત્ર તરીકે પણ માનવામાં આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિનું દિવ્ય પ્રકાશમાન એવું આપણું સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય ઘણા પ્રાચીન કાળથી ચાલ્યું આવ્યું છે. તેમાં અનેક દેવો-દેવીઓની સ્તુતિ કરવામાં આવી છે. હિંદુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી-દેવતાની માન્યતા પ્રચલિત છે અને તેના પર અઢળક સાહિત્ય રચાયેલું જોવા મળે છે. આ સાહિત્યમાં પ્રાર્થના, સ્તુતિ, ધ્યાન, જપ દ્વારા અનંત સુખની પ્રાપ્તિને કવિપુંગવોએ વર્ણવ્યા છે અને તે દ્વારા પોતાના ઇષ્ટદેવના ચરણોમાં ભાવપુષ્પો ચઢાવ્યાં છે. સુંદર ભાવમાધુરી અને રસમાધુરી દ્વારા પ્રભુ પ્રત્યેના અનન્ય ભક્તિભાવને રજૂ કર્યો છે.
બૌદ્ધ ધર્મના સ્તોત્ર :
બૌદ્ધ ધર્મમાં સ્તોત્ર જેવો શબ્દપ્રયોગ તેમનાં ધર્મપુસ્તકોમાં લગભગ નહીંવત્ જોવામાં આવે છે. સ્તોત્રનો ખરેખરો અર્થ પ્રશસ્તિ, કાવ્ય કે ધાર્મિક ઉચ્ચકોટિનું ઊર્મિકાવ્ય એમ થાય. જે દેવદેવીને સંબોધીને કહેવાયું હોય. અથવા તો એક કાવ્ય જે માણસોના સમૂહમાં સાથે મળીને દેવળોમાં ગવાતું હોય. જ્યારે બોદ્ધ ધર્મમાં આવા અર્થમાં દેવળોમાં સમૂહમાં કોઈ કાવ્યોનું પઠન થતું હોવાનું મનાતું નથી. કારણ કે તેમનાં કોઈ મંદિરો, દેવળો કે એવાં કોઈ દેવ-દેવીઓનાં સ્થાનક હોતાં જ નથી કે જેથી તેમને કોઈ ધાર્મિક સ્તોત્રો ઉચ્ચારવાનાં હોય. છતાં પણ બીજી રીતે જોતાં ગતાનુગતિક રીતે તેઓના અન્ય ગ્રંથો Nikayaમાં આવા ધાર્મિક ન કહી શકાય એવા ઉત્તમ પ્રકારના સાહિત્યમાંથી લીધેલાં ૧૦-૧૨ પુસ્તકો છે જે ગદ્ય-પદ્યમાં બોલી-ગાઈ શકાય તેવાં જણાય છે.
ઉદાહરણાર્થે ‘સુત્ત નિપત્તા' (Sutta Nipatta)માં જે અતિપ્રાચીન ગણી શકાય તેવાં ઊર્મિકાવ્યો સમાયેલાં છે. જેમાં ૧૬-૧૬ કાવ્યખંડોનાં લગભગ ૭૦-૭૧ ઊર્મિકાવ્યો આવેલાં છે. આ કાવ્યોને પાંચ ગ્રંથોમાં સમાવાયેલાં છે. આમાંથી કોઈમાં પણ આ કાવ્યો કોને ઉદ્દેશીને અથવા કયા આશયથી બન્યાં છે તે સ્પષ્ટ રીતે જાણી શકાતું નથી, એથી જુદી જ રીતે ‘ધમ્મ પદ'માં સંકલ્પ, સુવિચાર,