SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ 504 તે ભક્તામર તુલ્યું નમઃ | (૧) દેવચંદ્રના શિષ્ય મુનિ નાગચંદ્રએ લગભગ ઈ. સ. ૧૪૭૫માં પક્ષ-સ્તોત્ર ટીકા અંતર્ગત ભક્તામર સ્તોત્ર' ટીકા રચી છે. (૨) દિગમ્બર વિદ્વાન ભટ્ટારક સોમસેને આ સ્તોત્ર પર લગભગ ઈ. સ. ૧૪૮૪માં ભક્તામરવ્રતોદ્યાપન'ની રચના કરેલી છે. ૩) તેવી જ રીતે બીજા દિગમ્બર વિદ્વાન શ્રી ભટ્ટારક જ્ઞાનભૂષણે પણ વિ. સં. ૧૬૩૭ અને ઈ. સ. ૧૫૮૦માં “ભક્તામરવ્રતોદ્યાપન'ની રચના કરી છે. (૪) દિગમ્બર સંપ્રદાયમાં વાદિચંદ્રમુનિના શિષ્ય બ્રહ્મરાયમલ્લે લગભગ ઈ. સ. ૧૬૧૦માં આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે અને તેમાં પ્રચલિત મંત્ર-યંત્રનો સંગ્રહ આપેલો છે. (૫) શ્રી ભૂષણના શિષ્ય બ્રહ્મજ્ઞાન સાગરે લગભગ ઈ. સ. ૧૬૧૦માં ભક્તામર સ્તોત્રપૂજા'નું નિર્માણ કરેલું છે. (૬) દિગમ્બર સંપ્રદાયના ભટ્ટારક લક્ષ્મીચંદ્રના શિષ્ય બ્રહ્મ જ્ઞાનસાગરે લગભગ ઈ. સ. ૧૬૨૬માં ભક્તામરસ્તવ પૂજાની રચના કરી છે. (૭) શ્રી રત્નચંદગણિએ લગભગ ઈ. સ. ૧૬૨૭માં ભક્તામરસ્તવની રચના કરેલી છે. (૮) અનંતભૂષણના શિષ્ય ભટ્ટારક શ્રી વિશ્વભૂષણે ઈ. સ. ૧૬૬૫માં વિક્રમ સંવત ૧૭૩૨માં ‘ભક્તામરચરિત' તેનું બીજું નામ “ભક્તામર કથાની રચના કરી છે. (૯) કવિ વિનોદીલાલે ઈ. સ. ૧૬૯૧માં અને વિક્રમ સંવત ૧૭૪૭માં ભક્તામર ચરિત' કથા રચેલી છે. (૧૦) વિક્રમ સંવત ૧૮૭૦ દિગમ્બર સંપ્રદાયના શ્રી જયચંદ્ર આ સ્તોત્ર પર સંસ્કૃત તથા હિન્દી ટીકા રચેલી છે. ઘણાં બધાં સ્તોત્રો પર વૃત્તિઓ રચાયેલી જોવા મળે છે. પરંતુ ભક્તામર સ્તોત્ર પર રચાયેલી વૃત્તિ કદાચ સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. આના ઉપરથી તેની લોકપ્રિયતાને અને મહાભ્યને જાણી શકાય છે. 'ભક્તામર સ્તોત્ર' વિષયક પાદપૂર્તિઓ પાદપૂર્તિરૂ૫ કાવ્યો રચવાની શરૂઆત ક્યારથી થઈ એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. એ તો જાણીતી હકીકત છે કે, જે કાવ્યરચના કરવામાં આવે છે તેમાં વર્ણવેલા અલંકારોમાંથી પાદપૂર્તિ પણ એક અલંકાર જ છે. તેથી પાદપૂર્તિરૂપ કાવ્યો રચવા માટે આવા અલંકારનો પ્રયોગ કરવા તરફ સૌપ્રથમ કોનું ધ્યાન ખેંચાયું ? એ જાણવાનું મુશ્કેલ કારણ એ છે કે એક તો પ્રાચીનમાં પ્રાચીન અલંકારશાસ્ત્ર કયું છે અને તેની રચના કોણે કરી હતી. મુખ્યત્વે તે જાણવું જોઈએ. બીજી એક વાત પણ મહત્ત્વની છે કે પહેલવહેલું પાદપૂર્તિરૂપ કાવ્ય કોણે રચ્યું એનો પણ નિર્ણય કરવા
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy