SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 112 | ભક્તામર તુલ્યુ નમઃ (વ્યર્થી), ચતુર્વિશતિ જિન સ્તવન, શ્રીપાલમાં ત્રણ ૩૨, ૩ ભાષાસ્તવ આદિની રચના કરી છે. (૨૯) ન્યાયવિશારદ મહામોપાધ્યાય યશોવિજયજી : ૧૮મી સદીમાં થયેલા ન્યાય વિશારદ મહામોપાધ્યાય યશોવિજયજીએ અનેક સ્તોત્રોની રચના કરી છે. તેમણે જૈન સ્તોત્ર-સાહિત્યને વિશેષ સમૃદ્ધ બનાવ્યું છે. તેમણે મૂળભૂત પ્રાકૃત ભાષામાં, સંસ્કૃતમાં અને ગુજરાતી તેમજ હિંદી ભાષામાં સ્તોત્રોની રચના કરી છે. વિષયની દૃષ્ટિએ જોઈએ તો એમણે આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, યોગ, આધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયો ઉપર માર્મિક અને મહત્ત્વપૂર્ણ આલેખન કર્યું છે. એમણે અનેક નહીં પરંતુ સેંકડોની સંખ્યામાં કૃતિઓની રચના કરી છે. ઐન્દ્રસ્તુત આધ્યાત્મ મત પરીક્ષા, ન્યાયવાદાર્થ, શ્રી પૂજ્યલેખ, સપ્તભંગી પ્રકરણ, સ્યાદ્વાદરહસ્ય (લઘુ), દ્રવ્યગુણ પર્યાયનો રાસ, જંબુરાસ અને કાન્ત વ્યવસ્થા પ્રકરણ, નયપ્રદીપ પ્રકરણ, મહાવીર સ્તવન આદિ અનેકાનેક કૃતિઓની રચના કરી છે. વિવિધ વિષય અને અલગ અલગ ભાષાઓમાં તેમની રચના મળી આવે છે. એમનું મહાવીર સ્તવન (સ્તોત્ર) તત્ત્વજ્ઞાનપ્રધાન હોવા છતાં ભક્તિભાવપૂર્ણ છે જેમકે : એન્દ્ર જ્યોતિઃ કિમપિ કુનયધ્વાન્ત વિધ્વંસસક્યું, સોવિઘો જિઝતમનુભવે યત્સમાપત્તિપાત્રમ્ | તે શ્રી વીર ભુવનભવના ભોગ સૌભાગ્યશાલિ જ્ઞાનદર્શ પરમકરુણાકોમલ સ્તો,મહે I/૧/" અર્થાતુ “કુતર્ક (કુનય)ના અંધકારનો ધ્વંસ કરવામાં સજ્જ અને અવિધાને તત્કાળ દૂર કરનારા કોઈક (અપૂર્વ) આત્મજ્યોતિ (ઐન્દ્રજ્યોતિ) (છેવટના) અનુભવમાં જેમની સાથે તદાકારતાને પાત્ર છે તે સકલ ભુવનોના વિસ્તારનું મંગલ (સૌભાગ્ય) કરનાર અને જ્ઞાનના આબેહૂબ નમૂનારૂપ (આદ), પરમ કરુણાભાવ વડે કોમળ એવા શ્રી વીર (મહાવીર)ની સ્તુતિ કરવાની ઇચ્છા રાખું છું.” પોતાને શ્રી જિનેશ્વરદેવની કૃપાથી પ્રાપ્ત થયેલી પ્રતિભાનો સર્વાધિક ઉપયોગ પરમાત્માના ગુણગાન ગાવા માટે જ થવો જોઈએ. એવી પૂર્વાચાર્યોની ધારણાને ન્યાયવિશારદ મહામોપાધ્યાય યશોવિજયજીએ પ્રબળ પુરુષાર્થની પુષ્ટિ આપી છે. (૩૦) ભાવપ્રભસૂરિ : ૧૮મી સદીમાં થયેલા મહિમાપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિએ, માનતુંગસૂરિ વિરચિત “ભક્તામર સ્તોત્ર' અને સિદ્ધસેન દિવાકર વિરચિત “કલ્યાણમંદિર સ્તોત્ર'ને કેન્દ્રમાં રાખીને ભક્તામર પાદપૂર્તિરૂપ કાવ્ય નેમિ-ભક્તામર' (સટીક) અને કલ્યાણમંદિર સમસ્યા પૂર્તિ સ્તવન (સવૃત્તિ) રચ્યાં. આ પ્રત્યેકમાં મૂળ સ્તોત્રના પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ લઈને
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy