SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ 360 | ભક્તામર તુલ્યુ નમઃ | પૂજ્યપાદ કોણ હતા ? છતાં પણ મોટા ભાગે અહીંયાં દેવનંદિને પૂજ્યપાદ' તરીકે વર્ણવ્યા હશે, એવું માની શકાય તેમ છે. શ્રી પંડિત નથુરામ પ્રેમીનું કહેવું છે કે “આ કોઈ પૃથક રચના જ હોવી જોઈએ કારણ કે દશભક્તિના શ્લોકોમાંથી નિર્વાણભક્તિના પ્રારંભિક ૨૦ શ્લોકો તો જિનવરના પંચકલ્યાણક સાથે જ સંબંધિત છે અને તે પછીના ૨૧મા શ્લોકથી લઈને ૩૨મા શ્લોક સુધીનો ભાગ જ વાસ્તવમાં નિર્વાણભૂમિથી સંબંધિત છે. જેની શૈલી અને છંદ વીર પંચકલ્યાણક સ્તોત્ર'માં જોવા મળતી શૈલી ભિન્નતાના આધાર પર તથા વિશિષ્ટ અને અપૂર્વ લાલિત્યની ઉપસ્થિતિના કારણે એને દેવનંદિની રચના માની શકાય તેમ છે.” અન્ય રચનાઓમાં પૂર્વોક્ત મહાવીર સ્તોત્ર'ના ૧૪મા શ્લોકમાં કેવળજ્ઞાનપ્રાપ્તિ પછી ભાવકગિરિ પર ભગવાનની પ્રથમ ધર્મદેશનાના ઉપલક્ષમાં અષ્ટ પ્રતિહાર્યોનો અનુસંધાનમાં થયાનું ઉલ્લેખિત છે, જે આ પ્રમાણે છે : છત્રાશોવી ઘોષ સિંહાસનવુંમિ યુસુમવૃષ્ટિ | वर चामरभामंडल दिव्यान्यन्यानि यावायत् ।।" શૈલી અને ભાષાના આધાર પર આ સ્તોત્ર સાતમી સદીના પૂર્વાર્ધનું હોય એવું જણાય છે. નિર્વાણભક્તિ ઉપરાંત નંદીશ્વરભક્તિમાં પણ અષ્ટ મહાપ્રતિહાર્યોનો ઉલ્લેખ મળી આવે છે. આ બંને ભક્તિ જુદી જુદી પરંતુ કદાચ બંને એક જ કર્તાની રચનાઓના મળતા આવતા સ્વરૂપને દર્શાવે છે. આમાં પ્રથમ શ્લોકથી લઈને ૩૭મા શ્લોક સુધીમાં દેવકલ્પોથી પ્રારંભ કરીને સકળ લોકમાં રહેતાં શાશ્વત જિનચૈત્યોની જાણકારી આપવામાં આવી છે. જેમાં નંદીશ્વર દ્વીપ પણ છે અને ત્યારબાદના ૩૮મા શ્લોકથી લઈને ૬૦મા શ્લોક સુધીમાં પહેલાં તો તીર્થકર ભગવંતના ૩૪ અતિશયો અને ત્યારપછી અષ્ટ-મહાપ્રતિહાર્યોનું વિવરણ છે. નિર્વાણભક્તિ અને નંદીશ્વર-ભક્તિ બંનેની શૈલી એક જેવી જ છે. એટલું જ નહીં પરંતુ આ બંને રચનાઓની શૈલી વીર-પંચકલ્યાણક સ્તોત્ર' સાથે ઘણી મળતી આવે છે. એવો પણ સંભવ છે કે આ ત્રણે રચનાઓના રચનાકાર કદાચ એક જ હોય. નંદીશ્વર ભક્તિ પણ અતિશયો અને પ્રતિહાર્યોનું વર્ણન કરવાવાળી અત્યંત મધુર અને લાલિત્યપૂર્ણ રચના છે અને આ રચના પણ પ્રાયઃ મધ્યકાલીન સમય પહેલાંની હશે એવું જણાઈ આવે છે. આ સ્તોત્રના રચનાકાર નિશ્ચિત રૂપે કોઈ ઉચ્ચકક્ષાના કવિ હશે એમ લાગ્યા વિના રહેતું નથી. અહીંયાં ૩૪ અતિશયોનું વર્ણન અત્યંત સુંદર રીતે અને મધુર પદાવલિઓમાં ગુંફિત કરવામાં આવ્યું છે. અષ્ટ-મહાપ્રતિહાર્યો સંબંધિત આવાં સુંદર પદ્યો આ પ્રમાણે છે : वरपद्मरागकेसरमतुलसुखस्पर्शहेममयदलनिचयम् । पादन्यासे पद्मं सप्त पुरः पृष्ठतश्च सप्त भवंति ।। एतेनेति त्वरितं ज्योतिर्यंतरदिवौकसामृतभुजः । कुलिशभृदाज्ञापनया कुर्वत्यन्ये समन्ततो व्याव्हानम् ।।
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy