________________
શ્રી ભક્તામર સ્તોત્ર 273 કરતાં જીવોની વાત કરી છે. આમ આ શ્લોકમાં મોક્ષમાર્ગના આરાધક તેમજ વિરાધક જીવોની વાત સૂરિજીએ કરી છે.
સૂરિજીએ અહીં ગુણ અને દોષનું વર્ણન કર્યું છે. ગુણ અને દોષ બંને એકસાથે જ જોવા મળે છે. જગતમાં ગુણી અને દોષી એમ બે પ્રકારના માણસો માનવામાં આવે છે. પરંતુ એવો કોઈ ગુણી કે દોષી માનવી નથી કે જેનામાં એકબીજાનાં વિરોધી તત્ત્વો ન હોય. એટલે કે કોઈ પણ માનવી એકલો ગુણી નથી હોતો અને કોઈ પણ માનવી એવો નથી કે જેનામાં એકલા દોષો જ હોય. બંને તત્ત્વો થોડાઘણા અંશે દરેક માનવીમાં હોય છે. અર્થાતુ બંને તત્ત્વો દરેક માનવીમાં આશ્રય પામેલાં હોય છે. ફક્ત શ્રી જિનેશ્વરદેવ જ એવા છે કે જેમાં ફક્ત ગુણોને આશ્રય મળેલો હોય છે. પ્રથમ બે પંક્તિમાં સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, “હે મુનીશ્વર ! હે ભગવાન! મને એમ લાગે છે કે ગુણોએ આશ્રય મેળવવા માટે આ વિશ્વમાં ઘણું પરિભ્રમણ કર્યું, પણ તેમને કોઈ સ્થળે આશ્રય મળ્યો નહિ, એટલે છેવટે તે બધા ગુણો આવીને આપનામાં રહ્યા, એમાં આશ્ચર્ય શું?” પછીની બે પંક્તિમાં જણાવે છે કે, જે દોષો હતા. તેને વિવિધ સ્થળે આશ્રય મળ્યો, એટલે કે તે લૌકિક દેવોમાં જામી પડ્યા અને તેથી તેમને ગર્વ થયો કે અમને સારો આશ્રય મળી ગયો છે, પછી તેઓ તમને શોધવાની કે તમને જોવાની પણ તસ્દી લે જ શા માટે ? એટલે કે તેમણે તમને કોઈ વખત સ્વપ્નમાં પણ જોયા નહિ. આમ થવું સ્વાભાવિક હોવાથી તેમાં પણ મને આશ્ચર્ય થતું નથી.'
હે પ્રભુ ! ગુણોએ પોતાનો આશ્રય મેળવવા માટે જગતમાં અનેકજનો અર્થાતુ લૌકિક દેવો આદિ પાસે ભ્રમણ કર્યું, પરંતુ તેઓને ક્યાંય પણ યથાયોગ્ય આશ્રય મળ્યો નહિ, આ ગુણોને જોઈતો આશ્રય આપનામાં મળી ગયો. તેથી જેટલા ગુણો છે તે તમામ ગુણો આપનામાં સમાઈ ગયા, તે ગુણો એ રીતે સમાઈ ગયેલા છે કે ક્યાંય કશો અવકાશ ન રહ્યો. આપે દોષોને માટે કોઈ અવકાશ રાખ્યો જ નહિ. જો થોડોઘણો પણ અવકાશ હોત તો દોષો કદાચ આવીને આશ્રય મેળવી લેત. પરંતુ તમામ ગુણોએ આપનો આશ્રય લઈ લીધો. તેથી દોષોને અવકાશ ન મળ્યો તેમાં આશ્ચર્ય શું ? અર્થાત્ ગુણોને અન્ય કોઈ જગ્યાએ આશ્રય ન મળતાં સઘળા ગુણો આપનામાં આવીને આપનામાં જ આશ્રય પામ્યા. અન્ય કોઈ જગ્યાએ તે ગુણો રહેલા નથી. તાત્પર્ય કે જે ગુણો તમારામાં રહેલા છે, તે ગુણો અન્યત્ર ક્યાંય રહેલા નથી. સઘળા ગુણોનું આશ્રયસ્થાન છે જિનેશ્વરદેવ ! એક માત્ર આપ જ છો.
ગુણો તો સઘળા પ્રભુમાં સમાઈ ગયા. જે દોષો હતા તેને આશ્રય આપનારા ઘણાં લોકો મળ્યાં. પ્રભુ તારા સિવાયના જે લૌકિક દેવો છે તેમણે તે દોષોને આશ્રય આપ્યો. એટલે કે દોષોને એક સિવાય અનેકોએ આશ્રય આપ્યો. આથી દોષોને અભિમાન થઈ ગયું કે અમને આશ્રય આપનારાં ઘણાં છે. કોઈ અમારી ઉપેક્ષા કે અવહેલના કરતું નથી, અમને સર્વત્ર આશ્રય અને