SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન 171 ત્રીજો આરો પૂરો થઈ ચોથો આરો બેસવાની તૈયારીમાં હતો. ત્યારે કલ્પવૃક્ષો સુકાવા માંડ્યાં હતાં. ફળદાન દેવાની શક્તિ દિન-પ્રતિદિન ઓછી થતી જતી હતી. પ્રભુ જાણતા હતા કે ભોગભૂમિનો કાળ પૂરો થઈ કર્મભૂમિનો કાળ શરૂ થઈ ગયો છે. એટલે તેમણે જીવનનિર્વાહ માટે અનાજ, વસ્ત્રાદિ ઉત્પન્ન કરવાનું. ઠંડી-ગરમી-વર્ષા વગેરેથી રક્ષણ માટે ગૃહનિર્માણ કરવાનું અને તે માટે આજીવિકાનાં સાધનો બનાવવાનું માર્ગદર્શન આપ્યું. આ રીતે નગરજનોને જીવનનિર્વાહના અને સુખપૂર્વક રહી શકે તે માટે બધા ઉપાય બતાવ્યા. આ પ્રકારના કર્મ- ઉપદેશપૂર્વક 'કર્મયુગ'નો પ્રારંભ થયો. તેથી શ્રી આદિનાથ ભગવાન ‘યુગકર્તા' નામથી જાણીતા થયા અને આ જ અર્થમાં બ્રહ્મા કહેવાયા. ܀ જ્યારે જીવનના ૮૩ લાખ પૂર્વનો કાળ પૂરો થયો અને એક લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુનું બાકી રહ્યું હતું. તેવામાં પ્રભુના જન્મદિવસ ફાગણ સુદ-૮ના દિવસે પ્રભુના જન્મકલ્યાણકનો ઉત્સવ ઊજવવાનું સૌધર્મેન્દ્ર આદિ દેવોએ નક્કી કર્યું. તેમણે નૃત્યનાટિકાનું આયોજન કર્યું હતું. આ નૃત્યનાટિકા જોઈ રહ્યા હતા. તેવામાં નૃત્યનાટિકાની દેવીઓમાંની એક નીલાંજના નામની દેવીનું આયુષ્ય પૂરું થતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું અને તેના દેહના પરમાણુઓ આકાશમાં વિલીન થઈ ગયા. ઇન્દ્રએ તરત જ એના જેવી જ બીજી દેવીને ત્યાં ગોઠવી દીધી. અન્યોને આની જાણ ન થઈ પરંતુ પ્રભુ બધો ભેદ પામી ગયા, ઉત્કૃષ્ટ વૈરાગ્યજનક આવું દશ્ય જોતાં પ્રભુ અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતવન કરવા લાગ્યા. નાટિકા ચાલુ હતી પણ પ્રભુ તો વૈરાગ્ય- ભાવનાઓમાં મગ્ન હતા. ત્યાં બેઠા બેઠા જ તેમણે ભગવતી દીક્ષા અંગીકાર કરવાનો મનમાં નિર્ણય લીધો. યોગ્ય સમય આવતાં માતા-પિતા અને કુટુંબીજનો સમક્ષ જિનદીક્ષા લેવાનો નિર્ણય પ્રકટ કર્યો. ભગવાનના હૃદયના ભાવ જાણી સ્વર્ગલોકમાંથી લોકાંતિક દેવો અયોધ્યા નગરીમાં આવ્યા. કલ્પવૃક્ષનાં સુંદર ફૂલ પ્રભુના ચરણોમાં મૂકી અત્યંત ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરી, પોતે કૃતાર્થ થયા હોય તેવું અનુભવ્યું. આ જ સમયે સૌધર્મેન્દ્રને સિંહાસન કંપાયમાન થતાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પૃથ્વી તરફ નીચે નજર કરતાં જણાયું કે શ્રી આદિનાથ ભગવાનની પારમેશ્વરી જિન દીક્ષાની તૈયારી ચાલી રહી છે. તુરત જ સૌધર્મેન્દ્ર સહપત્ની તથા બીજાં અનેક દેવ-દેવીઓ સહિત અયોધ્યા નગરીમાં નાભિરાજાના ‘સર્વતોભદ્ર' મહેલ પાસે આવી પહોંચ્યા. નગરીને ખૂબ સુંદર રીતે સુશોભિત ક૨વામાં આવી. સૌધર્મેન્દ્રએ પ્રભુને પાસુક પુષ્પ વડે પુષ્પાંજલી અર્પી અને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરી પોતાની સાથે લાવેલ ‘સુદર્શન’ પાલખીમાં બિરાજમાન કર્યા. દીક્ષા ગ્રહણ કરવા પહેલાંની રથયાત્રાની શરૂઆત થઈ. આગળ પ્રભુની પાલખી અને પાછળ પ્રભુનાં કુટુંબીજનો અને પ્રજાજનો ચાલતાં હતાં. તેમાં સૌથી આગળ પ્રભુની બંને પત્નીઓ યશસ્વતી અને સુનંદા ગંભીર મુખાકૃતિયુક્ત આંસુભરી આંખે ચાલી રહી હતી, તેમની સાથે પ્રભુના માતા મરુદેવી અને પિતા નાભિરાજા તેમજ ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને પ્રભુના ૯૮ પુત્રો સહિત અન્ય કુટુંબીજનો ચાલતાં હતાં. સર્વની આંખોમાં એક સુલભ સમન્વય જોવા મળતો હતો અને તે પ્રભુના વિયોગના આંસુ તેમજ તેમની દીક્ષાનો આનંદ, રથયાત્રા સિદ્ધાર્થવન પહોંચી જ્યાં પ્રભુની દીક્ષા વિધિ થવાની હતી. ઇન્દ્રોએ પ્રભુને
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy