________________
પદ્યસંખ્યાની સમસ્યા 377 પણ વર્ણન હોવું જોઈએ એટલે કે ચાર નહિ પણ ૩૭ પદ્યો અત્યારે ઉપલબ્ધ નથી એમ સમજવું જોઈએ. વળી ત્રુટિ હોવાની દલીલ કરનારાઓએ એ વાત પણ લક્ષ્યમાં રાખવી જોઈએ કે શ્રી બપ્પભટ્ટસૂરિએ પોતાની કૃતિ “ચતુર્વિશતિકામાં ચોવીસ દેવી-દેવતાની સ્તુતિના સ્થાને સોળ વિદ્યાદેવીઓ પૈકી ફક્ત સર્વસ્ત્રમહાવાલા સિવાયની બાકીની પંદર દેવીઓની સ્તુતિ કરી છે. જ્યારે અંબાદેવીની બે વાર અને શ્રુતદેવતાની તો ત્રણ વાર સ્તુતિ કરી અને સ્થાન હોવા છતાં સર્વસ્ત્રમહાજવાલા દેવીની સ્તુતિ ન કરી તો તે ન્યૂનતા ન ગણાય ?
અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે જે ચાર પ્રતિહાર્યોનું વર્ણન આ સ્તોત્રમાં કરવામાં આવ્યું છે તે ક્રમપૂર્વકનું નથી, જે ચાર પદ્યની અધિકતા દિગમ્બરો સૂચવે છે તેના સ્થાનનો વિચાર કરતાં વ્યતિક્રમ માટે વિશેષ અવકાશ જણાય છે. કેમકે તેમાં નીચે મુજબ પ્રતિહાર્યોનું વર્ણન છે :
(૧) અશોકવૃક્ષ (૨) સિંહાસન (૩) ચામર (૪) છત્ર (૫) દુદુભિ (૬) પુષ્પવૃષ્ટિ (૭) ભામંડળ અને (૮) દિવ્ય ધ્વનિ.
આથી સવાલ એ ઊભો થાય છે કે સૂરિજીને આઠે પ્રતિહાર્યોનું વર્ણન કરવું હોય તો તે ક્રમશઃ તેમ ન કરતાં ગમે તેમ શું કામ કરે ?
ભક્તામર સ્તોત્ર'માં અશોકવૃક્ષ, આસન, ચામર તથા છત્રનું વર્ણન કરેલું છે અને બાકીનાં પ્રતિહાર્યોનું વર્ણન કરેલું નથી તેથી રસમાં ક્ષતિ આવતી નથી. સૂરિજીના મનમાં જે જે ભવ્ય કલ્પનાઓ ઊઠતી જાય છે તેને તેઓ વાણીમાં ઉતારતા જાય છે અને તેથી જ સ્તોત્રમાં તેની સુંદરતા છે.
જો ક્રમની વાત કરીએ તો આ ચાર પદ્યોમાં પણ તેનો મૂળ ક્રમ નથી કારણ કે તેનો મૂળ ક્રમ તો નિમ્ન શ્લોકમાં સૂચવાયા મુજબનો છે. :
अशोकवृक्षः सुरपुष्पवृष्टि दिव्यध्वनि श्चामरमासनं च ।
भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यप्रतिहार्याणि जिनेश्वराणाम् ।। આ ક્રમ પ્રમાણે તો પ્રથમ ચામરનું અને પછી આસનનું વર્ણન કરવું જોઈતું હતું. પણ એમ થતું નથી. અહીં તો સૂરિજીએ અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર એ ક્રમમાં વર્ણન કર્યું છે. એ કવિકલ્પના પર નિર્ભર છે.
શ્રી ગુણાકરસૂરિએ ભક્તામર સ્તોત્રના ૩૧મા પદ્યની ટીકા કરતાં એવી સ્પષ્ટતા કરી કે જ્યાં અશોકવૃક્ષ હોય ત્યાં બાકીનાં બીજાં પ્રતિહાર્યો પણ હોય જ છે. તેથી બાકીનાં ચાર પ્રતિહાર્યોનું અહીં વર્ણન ન હોવા છતાં પોતાની જાતે સમજી લેવું જોઈએ.
પ્રતિહાર્યોના ક્રમ જુદા જુદા ગ્રંથોની અંદર જુદા જુદા ક્રમમાં જોવા મળે છે. લગભગ ૪૭૩માં નાગેન્દ્રવંશીય વિમલસૂરિ વિરચિત “પઉમરિયમાં અષ્ટ મહાપ્રતિહાર્યોને આ ક્રમમાં વર્ણવવામાં આવ્યાં છે.