SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ 428 - || ભક્તામર તુન્યું નમઃ || ત્યાં જ રહેવા દીધી. તેમનો આવો અદ્ભુત પ્રભાવ જોઈને રાજા અને પ્રજા જિનશાસનના ભક્ત થયા અને શાસનનો મહિમા વિસ્તર્યો. પ્રભાવક કથા-૧૫ (શ્લોક ૨૩) આ કથા પણ આર્યખપુટાચાર્યની મહામંત્ર સિદ્ધિની જયગાથા છે. ભક્તામર સ્તોત્રની ત્રેવીસમી ગાથાની સાધના કરી તેમણે શ્રી ચક્રેશ્વરી દેવીની પાસેથી દુષ્ટ વ્યંતરને કન્જ કરવાનું વરદાન મેળવ્યું હતું. શ્રી આર્યખટાચાર્ય વિહાર કરતાં કરતાં “ઉજ્જયિની” નામની નગરીમાં આવ્યા. સાંજનો સમય થઈ જવાથી આચાર્ય મહારાજ રાત્રિ વિતાવવા માટે હિંસાપ્રિય ચંડિકાદેવીના મંદિરની નજીકની ભૂમિમાં રહ્યા. ચંડિકાદેવી આચાર્યજીને ધ્યાનસ્થ અવસ્થામાં જોઈને ક્રોધાયમાન થઈ ગઈ. તેમના ગળે નખ માર્યો. જે તેણીના કપાળમાં જ લાગ્યો. આ પ્રમાણે થવાથી દેવીએ ઉપસર્ગ કરવાનું છોડી દઈ આચાર્યજીના પગમાં પડી ક્ષમા માંગી અને કહ્યું કે આપ કોઈ આજ્ઞા આપો. શ્રી આયખપુટાચાર્યજીએ જીવહિંસા બંધ કરવાનું કહ્યું અને તેમના પર થતા ઉપસર્ગનું નિવારણ કર્યું. સવારે દેવી આચાર્યજીની પૂજા-વંદના કરી મંદિરમાં પાછી ગઈ. તેના કપાળમાં થયેલ નખરેખા તેવી ને તેવી જ કાયમ રહી. ચંડિકાદેવીને અહિંસક બનાવી આચાર્ય ખપૂટાચાર્ય જનમ્ જયતિ શાસનમુનો જયનાદ કર્યો. લોકોએ આ જાણ્યું તેથી તેઓએ આચાર્યજીનો ઉપદેશ શ્રવણ કરી સમ્યકત્વ અંગિકાર કર્યું. અને આમ જૈન શાસન જયવંતું બન્યું. આવા પ્રકારની કથાઓ દેવી દુનિયાની વાતો સ્પષ્ટ કરતાં હોય છે. જેનાચાર્યની મહાનતા હોય છે કે તેઓ પોતાના તપ દ્વારા અને ઉપદેશના પ્રભાવથી દેવીને પણ અહિંસક બનાવે છે. પ્રભાવક કથા-૧૬ (શ્લોક ૨૪-૨૫). શૌર્યપુર નગરના જિતશત્રુ રાજાની આ વાત છે. વસંત ઋતુમાં રાજા પોતાની રાણીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો ત્યાં અચાનક કોઈ વ્યંતર રાણીઓને વળગ્યો. આથી રાણીઓ ગાંડાની માફક ચેષ્ટા કરવા લાગી. રાજાએ તુરત જ મંત્ર-તંત્રને જાણનારાઓને વ્યંતરને કાઢવા માટે બોલાવ્યા. તેઓએ ખૂબ પ્રયત્નો કર્યા છતાં નિષ્ફળ ગયા. આ સમયે વિહાર કરતાં કરતાં શ્વેતામ્બરાચાર્ય શ્રી શાંતિસૂરિજી પધાર્યા. ભક્તામર સ્તોત્રની ૨૪માં શ્લોકની આરાધના કરવાથી તેઓ પર ચકેશ્વરી દેવી પ્રસન્ન થયેલાં હતાં. આ એક ચિંતામણિ મંત્ર છે. રાણીને વ્યંતર વળગ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે શાસનની પ્રભાવના વધે એ ઇચ્છાએ આચાર્યજીએ અવધૂતનો વેષ ધારણ કર્યો અને રાજા પાસે આવ્યા. કહ્યું કે હું રાણીઓને દોષમુક્ત કરી શકું તેમ છું. રાજાએ વિનંતીપૂર્વક તેમ કરવા કહ્યું. આચાર્ય મહારાજે શુદ્ધ નિર્મળ જળ મંગાવીને અભિમંત્રિત કરીને આપ્યું અને કહ્યું કે આ જળ દરેક રાણીની આંખ પર છાંટો અને તેનું પાન પણ કરાવો.' આ પ્રમાણે કરવાથી દુષ્ટ વ્યંતર તુરત જ પલાયન થઈ ગયો.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy