SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 196 || ભક્તામર તુલ્ય નમઃ || પાન કરશે. તાત્પર્ય કે કોયલની સામે પોતાને અતિપ્રિય એવી રસદાર આંબાની મંજરીઓને જોઈને તેના સ્વરમાં મધુરતા આવી જાય છે. તેમ પ્રભુ ભક્તિના વિચારથી જ ભક્તની વાણીમાં મધુરતા આવી જાય છે. કોયલના મધુર ટહુકારથી ભક્તના હૃદયમાં ભક્તિનો રણકાર રણઝણી ઊઠે છે. શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરવાનું આરંભેલું કાર્ય કેટલું કઠિન અને કેટલું મહાન છે તે સમજાવવા જુદાં જુદાં ચાર ઉપમાનોનો તેમણે પ્રયોગ કર્યો છે. પાણીમાં રહેલું ચંદ્રનું પ્રતિબિંબ, મગરમચ્છોથી ભરેલો મહાસાગર, ગભરુ હરણી દ્વારા સિંહનો સામનો અને આ શ્લોકમાં વસંતઋતુમાં મધુર સ્વરે ટહુકા કરતી કોયલ. શ્લોક મો त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं पापं क्षणात् क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु, सूर्यांशुभिन्नभिव शार्वरमन्धकारम् ।।७।। જન્મોનાં જે બહુ બહુ કર્યા પાપ તો દૂર થાય, ભક્તો કેરી પ્રભુ ગુણમહિં ચિત્તવૃત્તિ ગુંથાય; વિંટાયું જે તિમિર સઘળું રાત્રિ ને વિશ્વમાંય, નાશ છે રે સૂરજ ઊગતાં સત્વરે તે સદાય. (૭) શબ્દાર્થ : વર્લ્સસ્તવન – તારા સંસ્તવન વડે, વૈત – તારું સંસ્તવ – સારું એવું સ્તવન-કીર્તન તે સંસ્તવેન – તેના વડે જે સ્તવનમાં પ્રભુના સદ્ભુત ગુણોનું કીર્તન હોય તેને સંસ્તવ સમજવું. શરીરમાનામ્ – પ્રાણીઓનાં વસન્તતિ – અનેક ભાવોની પરંપરા મત – ની સત્તતિ – પરંપરા સન્નિવ - બંધાયેલું તે મવસન્તતિસદ્ધિ - એટલે અનેક ભાવોમાં બંધાયેલાં પાપમ્ - પાપને પ્રાન્તનો – સમસ્ત લોકોમાં ફેલાયેલ માન્ત – ફેલાયેલાં તોવર – પર્યંત તે કાળાન્તનો ગતિની” – ભ્રમર સમાન કાળું મતિ – ભ્રમર તેના જેવું નીત – કાળું ते. अलिनील - સૂર્યામિન” – સૂર્યનાં કિરણો વડે ભેદાયેલ સૂર્ય નાં અંશુ – કિરણો વડે મન – ભેદાયેલ તે સૂર્યાસુ મિન; શાર્વરમ્ – રાત્રિવિષયક, રાત્રિનું શર્વરી – રાત્રિ, તે પરથી શાર્વર – એવું વિશેષણ બનેલું છે. અન્ય રમ્ – અંધારું રૂવ – જેમ શેષમ્ - સર્વ ક્ષIK – ક્ષણમાત્રમાં લયમ્ સંપતિ – નાશ પામે છે. ભાવાર્થ : હે પ્રભો ! ભ્રમર જેવું કાળું રાત્રિનું સમસ્ત અંધારું સૂર્યનાં કિરણોથી સંપૂર્ણપણે નાશ પામે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy