________________
270
।। ભક્તામર તુલ્યું નમઃ II
સૂઈ જતાં પહેલાં આપને જ નમસ્કાર કરી દિનચર્યા પૂરી કરે છે. માતાની કૂખમાં અવતરણ પામ્યાથી માંડીને જન્મ, બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, રાજ્ય-કારોબાર, મુનિપણું અને કેવલજ્ઞાન બાદ તીર્થંકર નામકર્મનો ઉદય થતાં સમવસરણમાં બેસી મોક્ષમાર્ગનો ઉપદેશ. આમ જેમની સમગ્ર જીવનચર્યા તેમજ જેમનાં બધાં કાર્યો અનુપમ, સર્વોત્કૃષ્ટ, આદર્શરૂપ જગતના સર્વ જીવોને હિતકારી તેમજ અનુકરણીય છે, એવા પૃથ્વીમંડળના ભૂષણ-અલંકારસ્વરૂપ હે જિનેશ્વરદેવ! આપને નમસ્કાર કરું છું.
પ્રભુ અલૌકિક ગુણો વડે ક્ષિતિતલ-પૃથ્વીના કાંતિમાન - તેજસ્વી અલંકારરૂપ છે. પ્રભુમાં જન્મથી લઈને તીર્થંકર નામકર્મનો ઉદય થાય ત્યાં સુધીમાં અનેક ગુણો વિકસ્વરે છે. તેમાં પણ ચાર ઘાતી કર્મનો ક્ષય ક૨વાથી અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, અનંતવીર્ય એવા અલોકિક ગુણો તેમને પ્રાપ્ત થયેલા હોય છે. તેના પરિણામસ્વરૂપ તેઓ પરમદિવ્યતા સંપન્ન હોય છે. સાથે સાથે સવિ જીવ કરું શાસન રસી’ એવી ભાવના તો સદાય વહેતી જ હોય છે. અર્થાત્ સમગ્ર સૃષ્ટિને કર્મરૂપી મલ રહિત કરવાની ભાવના હોય છે. તેથી આવા સ્વપર-કલ્યાણની ભાવના કરનાર શ્રી જિનેશ્વરદેવ આ પૃથ્વી પરના અલંકારસ્વરૂપ પુરુષ છે. જેના થકી સમગ્ર સૃષ્ટિ ઝળહળી ઊઠે છે, તેથી સૂરિજીએ પૃથ્વીના નિર્મળ-કાંતિવાન અલંકારરૂપ શ્રી જિનેશ્વ૨દેવને નમસ્કાર કર્યા છે.
ત્રીજી પંક્તિમાં સૂરિજીએ ત્રણ જગતના ૫રમેશ્વરને નમસ્કાર કર્યા છે. આ ત્રણ જગતના પરમેશ્વર કોણ હોઈ શકે. જેમણે ત્રણે જગતને વિશે પરમેશ્વરતા પ્રગટાવી છે અર્થાત્ પરમ એશ્વર્ય પ્રગટાવ્યું છે એવા પ્રભુને વંદન કર્યા છે. આદિનાથ પ્રભુએ સર્વજ્ઞપણું પ્રગટાવ્યું તે સાથે અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પણ પ્રગટાવ્યા હતા. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય એમનામાં એટલા અંશે સ્ફુર્યા હતા કે, જેનો જોટો જડવો પણ મુશ્કેલ ગણાય. ત્રણે જગત-સ્વર્ગ, પૃથ્વી અને નારકીને વિશે અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યના ચતુષ્ટરૂપ પરમ ઐશ્વર્ય પ્રગટ કરનાર તેઓ અનન્ય છે અને એ જ તેમનું પરમેશ્વરપણું છે.
સૂરિજીએ પ્રભુને પરમેશ્વર કહી તેમને પ્રણામ કર્યા છે. ન અપર કૃતિ પરમ્ - અર્થાત્ પરમેશ્વર. એ રીતે પરમેશ્વરનો અર્થ જગતમાં સર્વશ્રેષ્ઠ તેમજ તેમના જેવા જગતમાં બીજા કોઈ નહિ એવો થાય. સૂરિજી જણાવે છે કે, ‘હે પ્રભુ ! આપના શાસનકાળ દરમ્યાન આત્મિક ગુણો જે ઘાતી કર્મનો ક્ષય કરીને આપે મેળવ્યાં છે, જે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંત વીર્યરૂપે છે અને તે દ્વારા ત્રણે લોકમાં અનંતાનંત પદાર્થોના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવના જાણકાર છો તેથી પ્રભુ આપ પરમેશ્વર છો. તદ્ઉપરાંત આ અનંતગુણના વૈભવરૂપ ઐશ્વર્ય આપની પાસે જ છે, તથા દેહની સર્વાંગસુંદરતા પણ આપની પાસે જ છે તથા આપ જ પરમેશ્વર છો. એટલે કે પ્રભુ આપના શાસનકાળ દરમિયાન આપના આત્મિકગુણ કે દેહની સર્વાંગસુંદરતા આદિ