SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ જ 501, શ્રી ગુણાકરસૂરિની વૃત્તિથી થાય છે. એવી પણ શક્યતા છે કે આ પહેલાં પણ ભક્તામર સ્તોત્ર પર કેટલીક ટીકાઓ રચાઈ હોય, પરંતુ તે સંબંધી પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી અર્થાત્ સમયકાળના પ્રમાણભૂત પુરાવાની માહિતી ન મળવાને કારણે તેની પ્રાચીનતા સિદ્ધ થતી નથી. ભક્તામર સ્તોત્ર પર રચાયેલી વૃત્તિઓ જે મળી આવે છે તે નીચે પ્રમાણે છે : (૧) રુદ્રપલ્લીય ગચ્છના ગુણચંદ્રસૂરિના શિષ્ય શ્રી ગુણાકરસૂરિએ વિ.સં. ૧૪૨૬ અને ઈ. સ. ૧૩૭૦માં આ સ્તોત્ર પર ૧૭પર શ્લોકપ્રમાણ વૃત્તિ રચી છે. આ વૃત્તિ શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સુરત તરફથી વિ. સં. ૧૯૯૦માં પ્રકટ થયેલી છે. તેની પ્રશસ્તિમાં આ વૃત્તિ ગુણાકરસૂરિએ રચી હોવાનો ઉલ્લેખ નીચેનાં છ પદ્યો પરથી થાય છે. પ્રશસ્તિ गिरां गुंफधात्री कवीन्द्रेषु वाणी, चतुर्णवर्ण्यश्चतुर्वर्णङ्ग । गुरुश्चानुशास्ता सुधीः श्रोतृवर्गो, यजेयुर्जगत्याममी आसमुद्रम् ।।१।। श्रीचन्द्रगच्छेऽभयसूरिवंश्ये श्रीरुद्रपल्लीयगणाब्धिचन्द्राः । श्री चन्द्रसूरिप्रवरा बभुस्ते, यन्द्रातरः श्रीविमलेन्दुसंज्ञाः ।।२।। तत्पट्टे जिनभद्रसूरिगुरवः सल्लब्धिलब्धप्रभाः, सिद्धान्ताम्बुधिकुम्भसंभवनिमाः प्रेङ्गन्मनीषाशुभाः जात: श्रीगुणशेखराभिधगुरुस्तस्मात्तपोनिर्मलः, शीलश्रीतिलको जगत्तिलक इत्यासीगुरुगामणीः ||३|| सदद्यपद्यघसुकविः कवितत्त्वधाता, चारित्रचरुकरणः करणास्तकामः । तत्पट्टभूषणभणिर्गतषणोऽभुत् श्रीमान्मुनीन्द्रगुणचन्द्रगुरुर्गरिष्ठः ||४|| सम्प्रत्यवना जयिनां निर्देशादभयदेवसूरीणाम । गुणचन्द्रसूरिशिष्या-णुगुणाकरसूरिरल्पमतिः ।५।। अम्दुतमहनीर्दघती-बहुश्रुतमुखश्रुताः प्रभावकथाः । भक्तामरस्तवस्या-भिनवां वृत्तिं व्यधादेनाम् ।।६।। આ વૃત્તિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડના ૭૯મા મણકામાં પણ પ્રસિદ્ધ થયેલી છે. (૨) ખંડેલગચ્છીય શ્રી શાંતિસૂરિએ લગભગ ઈ. સ. ૧૪મી સદીના પૂર્વાર્ધ કે ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં આ સ્તોત્ર પર ૪૦૦ શ્લોકપ્રમાણ “ભક્તામર વૃત્તિ રચેલી છે. ઉપલબ્ધ પ્રતિની પ્રતિલિપિ જે શાંતિનાથ ગ્રંથભંડાર, ખંભાત ક્રમાંક ૨૭૮માં (અપ્રકાશિત) ઈ. સ. ૧૪મી સદીના ઉત્તરાર્ધ જણાવાયો છે. (૩) શ્રી રામચંદ્રસૂરિએ વિ. સં. ૧૪૭૨ અને ઈ. સ. ૧૪૦પમાં આ સ્તોત્ર પર પર્યાયરૂપ લધુવૃત્તિ રચેલી છે. (૪) અજ્ઞાન કર્તા દ્વારા વિ સં. ૧૪૮૨ અને ઈ. સ. ૧૪૨૫માં વિષમ પદ અવસૂરિ રચાયેલી છે. જે ગુણાકરસૂરિની વૃત્તિ પર આધારિત છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy