SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર 329 દિગમ્બર પાઠાવલીના અતિરિક્ત ચાર શ્લોકો શ્લોક ૧લો गम्भीरताररवपूरिदृत दिग्विभागत्रैलोक्यलोक शुभसङ्गम भूतिदक्षः । सद्धर्मराज जय घोषण घोषकः सन् खे दुन्दुभिर्ध्वनति ते यशसः प्रवादी ।।१।। (દિગમ્બર અને સ્થાનકવાસી સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રમાં આ શ્લોક ૩૨મો છે.) પૂર્યા ભાગો સકળ દિશના ઉચ્ચ ગંભીર શબ્દ, આ આદર્શો ત્રિજગ જનને સૌખ્ય સંપત્તિ આપે; કીધાં જેણે બહુ જ વિજયો, રાજ સદ્ધર્મના ત્યાં, એ દુંદુભિ યશ નભમહિ ઘોષણાથી જ ગાજે. (૧) શબ્દાર્થ Tખ્ખીરતાપૂરત ફિવિમા: – ગંભીર-ધીરોદત્ત-મધુર ધ્વનિથી ગુંજાયમાન દિગુમંડલ જેણે એવા, નૈનોવચનો સુમસામ મૂતિવક્ષ: - ત્રણેય લોકના પ્રાણીઓને સત્સસમાગમ (શુભસંમેલન)નો વૈભવ પ્રાપ્ત કરવામાં સમર્થ એવા, સદ્ધર્મરાન નય ઘોષTઘોષ – સદ્ધર્મરાજ એટલે કે તીર્થકર દેવોના જયજયકારની ઉદ્ઘોષણા કરતાં કરતાં, કુન્તુમ – નગારા દુંદુભિ, તૈ– આપના યશ: – યશના, પ્રવાલી – વિશદ કથન કહેનારા, હે – આકાશમાં ગગનમાં, ધ્વનતિ – ગુંજારવ કરી રહ્યાં છે. ભાવાર્થઃ ઊંચા અને ગંભીર શબ્દ વડે જેણે દિશાઓના વિભાગ પૂરી દીધા છે; ત્રણે જગતના લોકોને શુભ સમાગમની સંપત્તિ આપવામાં જે કુશળ છે અને સત્યધર્મના રાજાના જયને, શબ્દને જે જાહેર કરે છે, એવો જે દુંદુભિ તે આકાશને વિશે તમારા યશની ગર્જના કરી રહ્યો છે. શ્રી જિનેશ્વરદેવના અતિશયરૂપ આઠ પ્રતિહાર્યોમાં દેવદુંદુભિ એ પાંચમું પ્રતિહાર્ય છે. આ શ્લોકમાં ધર્મરાજ્યની સ્થાપનાની ઘોષણા કરતાં દેવદુંદુભિ-વાજાં-નગારાં આકાશમાં દેવો વગાડે છે તેની વાત કરવામાં આવી છે. શ્રી જિનેશ્વરદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવો સમવસરણની રચના કરે છે. ધર્મદેશના આપવા માટે બિરાજમાન શ્રી જિનેશ્વરદેવના ધર્મરાજ્યની સ્થાપનાની જાણ અર્થે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy