SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર : 233 વગર પણ આ દીપક ત્રણે જગતમાં શાશ્વત સ્વરૂપે પ્રગટેલો છે. જગતમાં અનેકાનેક પ્રવૃત્તિઓ જોવા મળે છે તે જ્ઞાનનો જ મહિમા છે. આ શ્લોકના સંદર્ભમાં 'અષ્ટપાહુડ'માં એક અત્યંત ભક્તિભાવપૂર્વકની ગાથા છે ઃ ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહે; ત્રિભુવન ભવનના દીપ જિનવર ! બોધિ દો ઉત્તમ મને ।।૧૫૨॥ અર્થાત્ ‘ચાર ઘાતી કર્મથી મુક્ત, જન્મ-મરણાદિ અઢાર દોષથી રહિત, દેહમાં સ્થિર અને ત્રણ લોકરૂપી ભવનમાં દીપક સમાન હૈ જિનેશ્વરપ્રભુ ! મને બોધિ પ્રદાન કરો.' ‘ભક્તામર સ્તોત્ર’ની રચના પાછળ સ્તુતિકાર સૂરિજીના હેતુમાં આવા જ કોઈ અચિંત્ય ભાવો રહેલા જણાય છે. આ શ્લોકના માધ્યમ દ્વારા સૂરિજીએ મુક્તિનો મહામંત્ર પ્રદાન કર્યો છે. સામાન્ય દીવાને પ્રકાશિત થવા માટે સાધન-સામગ્રીની જરૂ૨ પડે છે. જ્યારે સૂરિજીએ કેવળજ્ઞાનરૂપી દીપકને ધુમાડો કે વાટ-તેલથી સર્વથા રહિત, ત્રણે લોકને તેનાથી પ્રકાશમાન થતા અને પ્રલયકાળના ઉદ્ધત પવન સામે પણ અવિચલ અને કદી બુઝાઈ નહિ તેવા શાશ્વત પ્રકાશમાન બતાવીને ત્રણે લોક સમક્ષ કેવળજ્ઞાનનું અદ્ભુત મહાત્મ્ય સૂરિજીએ બતાવ્યું છે. ચરમમાંથી ૫૨મમાં પરિવર્તન પામવાનો મહાન સિદ્ધાંત બતાવ્યો છે. શ્લોક ૧૭મો શબ્દાર્થ મુનીન્દ્ર ! હે મુનીશ્વર ! (હ્રમ્) – આપશ્રી વાવિત્ – કદી પણ અસ્તું ન ઉપયાસિ અસ્ત પામતા નથી. નૈ રાહુામ્ય અશિ – રાહુ વડે ગ્રહાતા નથી સ્પષ્ટ હોષિ સ્પષ્ટ કરો છો - પ્રકાશિત કરો છો સહસા – શીઘ્ર-જલદી યુાપત્ – એકીસાથે નન્તિ – ત્રણેય ભુવનને, ત્રણેય જગતને ૬ - નથી અમોધરોવર – વાદળોના વચ્ચે આવવાથી - આવરણથી નિરુદ્ધ महाप्रभावः મહાપ્રભાવનું રૂંધાવવું-અટકાવવું સૂર્યાતિશયિ મહિમા સૂર્યથી પણ અધિક = - नास्तं कदाचिदुपयासि न राहुगम्यः, स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः, સૂર્યાતિશાયિમદિયાસિ મુનીન્દ્ર ! તો ।|૭|| જેને રાહુ કદિ નવ ગ્રસે અસ્ત થાતો નથી જે, આપ સૌને પ્રભુરૂપ રવિ તે જ લોકો મહિં જે; જેની કાંતિ કદિ નવ હણે વાદળાંઓ સમીપે, એવો કોઈ અભિનવ રવિ આપનો નાથ દીપે. (૧૭) — — -
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy