SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ 53 નિષ્કપટ ભક્તિમાં નિમગ્ન થઈને ઉક્ત દર્પણમાં પોતાનું મુખ જુએ છે, એને સુખદ સુમુખનાં દર્શન થાય છે. અને તે સ્વભાવથી વિમુખ થઈને – વિકૃત કરીને - એમાં પોતાનું મુખ જુએ તો એને દુઃખ જ પ્રાપ્ત થાય છે." તાત્પર્ય કે પ્રભુ તો દર્પણ જેવા નિર્મળ અને સ્વચ્છ છે. પરંતુ તેમાં પોતાના મુખનું પ્રતિબિંબ જોનારા પર આધાર છે કે તે કેવી રીતે પોતાનું મુખ જુએ છે. નિષ્કપટ ભક્તિથી મુખ સુંદર જ દેખાશે, પણ જો કપટ સહિત ભક્તિ હશે, ફળની આશા હશે તો મુખ સ્વચ્છ નહીં દેખાય તેમાં ફળરૂપી વિકૃતિઓની માંગ સમ્મિલિત થવાથી અને કદાચિત તેની પૂર્તિ ન થવાથી દુઃખ જ પ્રાપ્ત થાય છે. તેથી જ નિષ્કામ, નિચ્છલ, નિસ્વાર્થ અને ભાવપૂર્વકની ભક્તિ જ સાચી ભક્તિ છે. ભક્તિમાં અદ્ભુત શક્તિ હોય છે. તેથી જ તેનો મહિમા અચિત્ય અને અકથનીય છે એટલે કે ભક્તિની શક્તિનું વર્ણન કરવું અશક્ય છે, પરંતુ આવી ભક્તિ ત્યારે જ સફળ થાય છે જ્યારે જિનેશ્વરદેવના ચરણયુગલમાં સંપૂર્ણપણે સમર્પણ કરવામાં આવે. ભગવતું ભક્તિ દ્વારા ભૌતિક સુખસામગ્રી મળે તો એ સાચી ભક્તિ નથી કારણ કે તે તો એક પ્રકારની વિનિમય પદ્ધતિ થઈ ગઈ. એટલે કે એક પ્રકારનું આદાન-પ્રદાન થઈ ગયું. ભક્તિનું આ સાચું લક્ષણ નથી. ભક્તિ તો નિઃસ્પૃહ હોવી જોઈએ કે જેમાં દેવલોકનું સુખ પણ નકામું લાગે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં લીન, ભક્તની તો એક જ આશા હોય કે તેને સંસારના ભવભ્રમણના ફેરામાંથી મુક્તિ મળે અને મોક્ષરૂપી સુખની શાશ્વત પ્રાપ્તિ થાય. વિવેચકો સ્તોત્રકાવ્યને મુક્તકકાવ્યની કોટીમાં મૂકીને ધાર્મિક કાવ્ય કે ભક્તિકાવ્ય તરીકે ઓળખાવે છે. સ્તોત્રકારમાં ભક્ત અને કવિ આ બે રૂપોનો સમન્વય થાય છે. સ્તોત્રસર્જકનું મુખ્ય પ્રેરકબળ ભક્તિ છે. આચાર્ય સમન્તભદ્ર જ્ઞાનમૂલ્ય ભક્તિના પુરસ્કર્તા હતા. વિક્રમની છઠ્ઠી સદીના આચાર્ય પૂજ્યપાદે જિનેન્દ્ર પ્રત્યેના અનુરાગને ભક્તિ કહી છે. ભક્તિનો મહિમા બતાવતાં સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે કે ભક્તિભાવ વિનાનાં શ્રવણ, દર્શન, પૂજન ઇત્યાદિ ક્રિયાઓ નિષ્ફળ છે. આકર્ણિતાડપિ મહિડપિ, નિરીક્ષિતોડપિ. નૂન ન ચેતસિ મયા, વિતોડસિ ભત્યા; જાતોડમિ તેન જનબાન્ધવ ! દુઃખપાત્ર, યસ્માતક્રિયાઃ પ્રતિફલત્તિ ન ભાવશૂન્યા !! (કલ્યાણમંદિર સ્તોત્ર : શ્લોક ૩૮) ભક્તિભાવથી પ્રેરિત ભક્તકવિ ઇષ્ટદેવતા કે તીર્થંકરાદિ સમક્ષ ઉપસ્થિત થાય છે તે પ્રસંગે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy