SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર 315 વિવેચન : ગાથા ૪૧ સૂરિજીએ અત્યાર સુધી બાહ્ય કષ્ટોનું વર્ણન કર્યું છે જ્યારે આ શ્લોકમાં તેમણે ભયંકર તેમજ અત્યંત ત્રાસદાયક અને જીવલેણ એવા જલોદરના રોગની, શરીરકષ્ટની વાત કરી છે. આ શ્લોક પણ એક અદ્ભુત રૂપક છે. શારીરિક કષ્ટ હોય તો પણ પ્રભુનું નામસ્મરણ કરવાથી સુંદર પરિણામ આવે છે. માનવશરીરને જ્યાંથી સંપૂર્ણ પોષક દ્રવ્ય મળે છે તે શરીરનું મુખ્ય અંગ પેટ છે. આથી શરીરનું અગત્યનું અંગ પણ છે. પેટની ખરાબી કોઈ પણ રોગનું જન્મસ્થાન છે. અર્થાત્ પેટની ખરાબી કોઈ પણ રોગના મૂળમાં કામ કરતી હોય છે. અહીં સ્તોત્રકાર સૂરિજીએ તેમના સમયના મહારોગો પૈકી જલોદર જેવા પેટના અસાધ્ય રોગની વાત કરી છે, જ્યારે અન્ય રોગો સુસાધ્ય હશે. આવા ભયંકર અને અતિ ત્રાસદાયક અને જીવલેણ જલોદર રોગથી પીડાતા જેના હાથપગ અતિ દુર્બળ અને પાતળા થયા છે, અંગેઅંગ વિકૃત થયા છે અને પેટમાં પાણી ભરાતું જાય અને તે કારણે વૃદ્ધિ પામતું જાય. આવા લોકો પણ પ્રભુના ચરણ-કમળની ૨જરૂપ અમૃત વડે પોતાના શરીરનું લેપન કરે તો તેની હાલતમાં ત્વરિત સુધારો થાય છે. અર્થાત્ તે રોગરહિત થઈ જાય છે. તદ્ઉપરાંત તે કામદેવના જેવો સ્વરૂપવાન બની જાય છે એટલે કે તે સંપૂર્ણ નિરોગી બની જાય છે. ડૉ. સરયૂ મહેતા આ શ્લોકને પરમાર્થ દૃષ્ટિએ સમજાવતાં જણાવે છે કે, “શરીરને વિકૃત ક૨વામાં જલોદર એ મુખ્ય દરદ છે. તેમ આત્માને વિકૃત કરવામાં કર્મ એ મુખ્ય દરદ છે. કર્મરોગથી પીડાતો જીવ ચોર્યાશી લાખ જીવયોનિના શરીરની વિકૃતિ ધારણ કરે છે. એટલે કે કર્મ. રોગને કારણે આત્માના અંગેઅંગ, પ્રદેશે પ્રદેશ વાંકા વળી ગયા છે; વિકૃત થઈ ગયા છે અને આવી દુઃખદ અવસ્થામાંથી પસાર થતાં, આ દરદથી છૂટવાની જેને કોઈ આશા રહી નથી એવો આત્મા પણ જો પ્રભુનું શરણું લે, પ્રભુના ચરણ-કમળની ૨જરૂપી અમૃતનું લેપન કરે અર્થાત્ સર્વભાવ પ્રભુને અર્પણ ક૨ી વર્તે તો, કામદેવ જેવા ઉત્તમ શરીરને અત્યુત્તમ અવસ્થાને મોક્ષ ગતિને પામે છે. પ્રભુના શરણે જતાં જેને જીવવાની આશા રહી નથી તેવો જીવ પણ અમર બને છે.’૫૬ કર્મનો ઉદય થતાં વિવિધ પ્રકારના ઉપસર્ગો થાય છે. રોગ એ પણ એક ઉપસર્ગ જ છે. જલોદર નામનો રોગરૂપી ઉપસર્ગ થતાં શરીર બેડોળ થાય છે. જ્યારે કર્મરૂપી ઉપસર્ગથી આત્મા વિકૃત બને છે. કર્મથી પીડાતો આત્મા ચોર્યાશી લાખ જીવયોનિમાં ભટકે છે ત્યારે શરીર અનેક વિકૃતિઓ ધારણ કરે છે. અર્થાત્ કર્મ રૂપી રોગના કારણે આત્માના એક એક પ્રદેશ વાંકા વળી જાય છે અને આવી દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની કોઈ આશા નથી હોતી એવા સમયે જો પ્રભુના ચરણ-કમળની ૨જરૂપી અમૃતનું લેપન કરવામાં આવે તો આત્મા મકરધ્વજ તુલ્યારૂપા' કામદેવ સમાન રૂપને અર્થાત્ કામદેવ સમાન ઉચ્ચ ગતિને મોક્ષગતિને પામે છે. તાત્પર્ય કે આત્મા પ્રભુના ચરણ-કમળનું શરણું લઈ તેની રજામૃતનું લેપન કરે તો મોક્ષ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy