SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 140 ભક્તામર તુલ્યું નમઃ | ભક્તામરકાર માનતુંગસૂરિએ જો પોતાનો સંપ્રદાય બદલી જ લીધો હોત તો શ્વેતામ્બર સંપ્રદાયમાં ૧૧મી સદીથી લઈને લગભગ ૧૫મી સદી સુધીના માનતુંગ નામધારી મુનિઓની હારમાળા કદાચિત ન મળી આવત. તઉપરાંત માનતુંગના બે અક્ષર ‘તુંગના ઉત્તરાર્ધવાળા બીજાં પણ નામ શ્વેતામ્બર સંપ્રદાયમાં મધ્યકાળમાં મળે છે. જેમકે ૧૧મી-૧૨મી સદીમાં થયેલા વિજયતંગ, ૧૩મી-૧૪મી સદીમાં મેરૂતુંગ, ૧૪મી-૧૫મી સદીમાં થયેલા “ભુવનતંગ' વગેરે નામો ગણાવી શકાય. જે નામની અંદર માનતુંગના નામનું પ્રતિબિંબ જોવા મળે છે. બૃહદ્ ગચ્છીય માનતુંગનો ઉલ્લે મલયપ્રભની ઈ. સ. ૧૨૦૪ની જયન્તી ચરિત ટીકા, જયંતિ પ્રશ્નોત્તરી સંગ્રહ અથવા સિદ્ધ જયંતિની પ્રશસ્તિમાં મળે છે. ૧૬ સર્વદેવ જયસિંહ ચન્દ્રપ્રભ ધર્મઘોષ શીલગણ માનતુંગ મલયપ્રભ ૧૨મી શતાબ્દીના પૂર્વાર્ધમાં પણ માનતુંગ નામનો ઉલ્લેખ મળી આવે છે. તાત્પર્ય કે અજિતકુમાર શાસ્ત્રીથી લઈને પ્રાચીન આચાર્ય વિદ્વાનો શ્રી માનતુંગસૂરિનો સંપ્રદાય કયો હતો તે નક્કી કરી શકતા નથી. પટ્ટાવલીઓના આધારે પણ આ સ્થિતિનું ચોક્કસ સ્પષ્ટીકરણ મળતું નથી. ક્રિયાકલાપના ટીકાકાર આચાર્ય પ્રભાચંદ્ર પહેલાં તેમને શ્વેતામ્બર કહે છે પછી દિગમ્બર, પણ આ દિગમ્બરાચાર્યના નામનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે બીજી બાજુ પ્રભાવકચરિતકાર પ્રભાચન્દ્રસૂરિએ પ્રથમ તેમને દિગમ્બરમુનિ માન્યા અને પાછળથી જિતસિંહ નામના આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી હોવાનું કહ્યું છે. મહાન આચાર્ય સિદ્ધષિએ સ્તોત્ર શબ્દના ઉદાહરણમાં “ભક્તામર સ્તોત્ર'ને લીધું છે. મુનિશ્રી કલ્યાણવિજયે ચન્દ્રકુલની પાટ પરંપરા આપી છે પણ તેમાં સમયકાળમાં તફાવત જોવા મળે છે. અષ્ટમહાભય અને મહાપ્રતિહાર્ય સંબંધિત
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy