SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ 352 ।। ભક્તામર તુર્થ્ય નમઃ ।। ભાગલપુર વીર નિર્વાણ સંવત ૨૪૯૦માં પ્રકાશિત થયેલાં, वृष्टिदिधः सुमनसां परितः प्रयात (३५) दुषणामनुष्य सहसामपि कोटिसंख्या (३७) देव त्वदीयसकलामल केवलीप ( ३९ ) પદ્ય અધિક મુદ્રિત છે. વસ્તુતઃ આ સ્તોત્ર કાવ્યમાં ૪૮ જ મૂળ પદ્ય છે.’’૧૯ સૌપ્રથમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્વેતામ્બર સંપ્રદાય પ્રતિહાર્ય નિરૂપક ચાર વિશેષ શ્લોક જો મૂળભૂત હતા તો તેને કાઢી શું કામ નાખે ? આ વાત સમજમાં આવતી નથી. જ્યારે દિગમ્બર સંપ્રદાયમાં મૂળભૂત ૪૮ શ્લોકો હતા જ તો તે શ્વેતામ્બર સંપ્રદાય દ્વા૨ા કાઢી નાખવામાં આવેલ ૪ શ્લોકના સ્થાન પર નવા શ્લોકો રચીને પોતાની પ્રતોમાં ૪૮ શ્લોકોના સ્થાને ૫૨ (બાવન) શ્લોક કેમ કર્યા છે ? આવી ચેષ્ટા શાને માટે કરવામાં આવી એ પણ એક પ્રશ્ન છે. આ ઉપરાંત આવા એક જ ગુચ્છકની રચના નથી થઈ પણ આવા તો ચાર જુદા જુદા પ્રકારના પદ્ય-ગુચ્છક પણ રચાઈ ગયેલા મળી આવે છે. મૂળભૂત રીતે દિગમ્બર સંપ્રદાયના વિદ્વાન મુનિઓ, વર્ણનકારો અને ભટ્ટા૨કોની સામે પણ ૪૪ શ્લોકવાળી મૂળ પ્રત હતી અને તેને અષ્ટમહાપ્રતિહાર્યને બદલે ચાર પ્રતિહાર્યવાળી અપૂર્ણ માનીને તેને પૂર્ણ કરવાના અનેક ભિન્ન ભિન્ન પ્રયત્નો જુદા જુદા દેશ અને સમય દરમ્યાન થયા. ‘TMમ્મીતાર’” વાળું ગુચ્છક જ્યારે વિશેષ પ્રચાર અને પ્રસારમાં આવી ગયું ત્યારે અન્ય ગુચ્છકોને ભંડા૨ી દેવાને બદલે કોઈક કોઈક પ્રાશ્ચાત્યકાલીન પ્રતોમાં એમને ક્યાંક ને ક્યાંક વિશેષ પદ્યોના રૂપમાં સંગઠિત કરીને રાખી લેવામાં આવ્યા. જેના કારણે એવી કોઈક કોઈક પ્રતોમાં શ્લોકસંખ્યા પર (બાવન) બની ગઈ. શ્વેતામ્બર સંપ્રદાયના વિદ્વાનોમાં શ્રી અગરચંદ નાહટાની માન્યતામાં પણ ભક્તામર સ્તોત્રના મોલિક શ્લોકની સંખ્યા ૪૪ જ છે. અને ચાર ચાર શ્લોકવાળા ગુચ્છકો જે દિગમ્બર સ્તોત્રમાં મળી આવે છે એને તેઓ મૂળભૂત માનતા ન હતા. શ્રી અગરચંદ નાહટાની આ માન્યતા વિશે ટિપ્પણી કરતાં શ્રી જ્યોતિપ્રસાદ જૈન લખે છે કે ‘ઉપરોક્ત સંદર્ભમાં ઉલ્લેખિત બધા જ વિદ્વાનોએ ભક્તામરના શ્લોકની સંખ્યા ઉપર વિચાર કર્યો છે જ્યારે શ્રી અગરચંદ નાહટાનો આગ્રહ છે કે શ્વેતામ્બર પરંપરામાન્ય ૪૪ શ્લોકી પાઠ જ મૂળ અને પ્રાચીનતમ પાઠ જ છે. અન્ય બીજા વિદ્વાનોએ દિગમ્બર પરંપરામાન્ય ૪૮ શ્લોકી પાઠને જ મૂળ અને પ્રાચીનતમ સિદ્ધ કર્યો છે. જેના માટે તેઓએ પુરાવા અને યુક્તિઓનો સફળ પ્રયોગ કર્યો છે અને વિરોધી પક્ષ દ્વારા પ્રસ્તુત હેતુઓને નિષ્ફળ ગણ્યા છે. સ્વયં અમે પણ અન્યત્ર આ સમસ્યાઓ પર વિચાર કર્યો છે.'’૧૧ શ્રી ડૉ. જ્યોતિપ્રસાદ જેને જે બધા જ વિદ્વાનોનો ઉલ્લેખ કર્યો છે તે બધા’ દિગમ્બર સંપ્રદાયના જ વિદ્વાન હતા. જેમાં પંડિત અજિતકુમાર જૈન શાસ્ત્રી, અમૃતલાલ શાસ્ત્રી, શ્રી રતનલાલ કટારિયા, ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી આદિ વિદ્વાનોનો સમાવેશ થાય છે. આ બધા વિદ્વાનોએ આપેલા મંતવ્યોની
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy