SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ 393 ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ ગર્વિતા બનેલી હતી. બાણની ખ્યાતિ ‘કવિ કુમ્ભિકુમ્ભભિદુર'ના રૂપમાં તો મયૂરની 'કવિતા તરુગહનવિ૨ણમયૂર'ના રૂપમાં વ્યાપ્ત હતી. તેથી જ વિદ્વાનો તેમને સાક્ષાત્ સરસ્વતીરૂપ માનતા હતા. ܀ શ્રી માનતુંગસૂરિએ મિથ્યાભિમાન રહિત પોતાના ઇષ્ટદેવની સ્તુતિ ક૨વા છતાં તેમાં ચંડીશતક અને સૂર્યશતક જે સધરાવૃત્તમાં રચાયેલાં છે. તેની છટા કોમલ છંદ વસંતતિલકામાં રજૂ કરી અને તેઓ જાણે તે બંને કવિઓને આ સરસ શૈલી પ્રત્યે લલકારતા હોય તેમ સ્તોત્રના છેલ્લા પદ્યમાં સ્તોત્રઋનં તવ બિનેન્દ્ર ! મુળનિવદ્ધાં કહી સ્રર્ શબ્દને સાભિપ્રાય પ્રસ્તુત કરે છે. એટલે એમ કહી શકાય કે શ્રી માનતુંગસૂરિએ ભટ્ટિસ્વામી, ઠંડી, મયૂર અને બાણના કાળમાં હોવા છતાં પૂર્વવર્તી કવિઓનું પ્રતિનિધિત્વ કરી વર્તમાન કવિઓની શૈલી સાથે સામ્ય ઉપસ્થિત કર્યું છે અને તેથી જ મહાકવિ ભારવિની ઉક્તિ પ્રમાણે નાતપુચર્મનાં પ્રસન્નાશ્મીરવવા સરસ્વતી અનુસાર તેઓ મહાન ઉત્કૃષ્ટ કોટિના કવિવર હતા. ભક્તામર સ્તોત્રની ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ સાહિત્ય, ભાષા, ભાવપ્રવીણતાને કારણે મુક્ત કંઠે પ્રશંસા કરી છે. આ સ્તોત્રમાં ભાષાની સ૨ળતા અને સૌંદર્યભાવોની કોમળતાભરી ભાવનાઓને કારણે શ્રી માનતુંગસૂરિનું ભક્તામર સ્તોત્ર સર્વાધિક લોકપ્રિય થયું છે. ભક્તિરસની ધારા : ભક્તિરસથી સભર ભાવભરી રચના ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિએ કરી છે. નિગ્રંથકારોએ કાવ્યશાસ્ત્રોમાં રસને કાવ્યનો આત્મા તરીકે વર્ણવ્યો છે. જ્યારે સ્તોત્રકાર કાવ્યની રચના કરે છે ત્યારે ભક્તિભાવ રૂપી ધારામાં એવા તો એકતાન થાય છે અને ત્યારે જે શબ્દો ઉચ્ચારે છે, અને પદોની રચના થાય છે, એ એવા તો ભક્તિપૂર્ણ હોય છે કે જે ભક્તના હૃદય સાથે સરળતાપૂર્વક તદ્પતા સાધે છે. કાવ્યશાસ્ત્રમાં આચાર્યોએ રસને જ આત્મા બતાવ્યો છે પણ આ રસસૃષ્ટિ કોઈ પ્રયત્નજન્ય ક્રિયા નથી, એટલે કાવ્યકર્તા ભાવધારામાં તલ્લીન થઈને જે શબ્દો ઉચ્ચારે છે, તે માનવીના હૃદયની સાથે તાદાત્મ્ય સ્થાપિત કરે છે. ભક્ત જ્યારે ભક્તિમાં તરબોળ થઈ જાય છે. પ્રભુના ગુણોમાં જ રમણભ્રમણ કરવા લાગે છે ત્યારે રસ આપોઆપ પ્રગટ થાય છે. સ્તોત્રસાહિત્યમાં આ વાત વધારે સરળ હોય છે. તેનું કારણ એ છે કે સ્તોત્રમાં સ્તુતિકારને કહેવાની છૂટ હોય છે તેની આગળ વિશ્વની મૂર્ત કે અમૂર્ત જે કાંઈ વસ્તુ હોય, તે ઇષ્ટની સમક્ષ ન્યૂન હોય છે, અથવા તો તે ઇષ્ટને આધીન હોય છે, આ દૃષ્ટિએ પ્રતિબંધ વગર કહેવામાં આવતા ભાવો પ્રભાવપૂર્ણ તો હોય જ, સાથે જ તેમના વડે હૃદયનું એકાગ્રપણું સહાયક બને છે. સ્તુતિઓમાં દેવાધિવિષયક રતિ હોય છે. તે રતિ નિર્વેદપ્રધાન હોવાને લીધે શમને સ્થાયીભાવમાં પરિણત કરતી શાંતરસને પોષે છે. અથવા આવા સ્તોત્રોને ભક્તિરસનાં કાવ્યો પણ કહી શકીએ. કેમકે પ્રાચીન આચાર્યો ભક્તિરસનો સ્થાયીભાવ અનુરાગને માને છે. એકાત્મતા, વિરક્તિ, ધ્યાનજન્ય, તન્મયતા,
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy