SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર ર 247 આત્મા પર જ્યારે ઘાતી કર્મોનું આવરણ લેપાયેલું હોય છે ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવી અશક્ય હોય છે. જેમ જેમ કર્મનાં પડળો ઓછાં થતાં જાય તેમ તેમ આત્મા નિર્મળ-નિજસ્વરૂપ ધારણ કરતો જાય ત્યારે જ્ઞાનની માત્રામાં વધારો થતો જાય. અર્થાત્ પાંચ પ્રકારના જ્ઞાનની એક પછી એક પ્રાપ્તિ થતી જાય. જ્યારે આત્મા તેનું શુદ્ધ નિજ-સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાની શ્રી જિનેશ્વરદેવનું શરણું સ્વીકાર્યા પછી અન્ય હરિહરાદય દેવોના શરણમાં જવાનો મનને મોહ થતો નથી. હે વિભુ ! ત્રણ લોકના ઇન્દ્ર જેને પૂજે એવું મહાન કેવળજ્ઞાન તો આપનામાં જ શોભે છે. આપના જેવી પવિત્રતા કે આપના જેવાં પુણ્ય બીજાને હોતાં નથી. પ્રભો ! અજ્ઞાનદશામાં કાંઈ ખબર ન હતી ત્યારે તો કાચના કટકા જેવા રાગી-દ્વેષી કુદેવોને મેં પૂજ્યા, પણ હવે ત્રણ લોકમાં તેજ પાથરનારા આપ સર્વજ્ઞ રત્નમણિ મને મળ્યા, મેં આપને ઓળખ્યા, હવે આપને છોડીને બીજે ક્યાંય મારું મન મોહતું નથી. અન્ય રાગી જીવોને ભલે જગતમાં કરોડો જીવો પૂજતા હોય પણ મારા ચિત્તમાં તો વીતરાગ એવા આપ જ વસ્યા છો. સાચો મણિ કોઈકને જ મળે છે. કાચના કટકા તો ચારેકોર રખડતા હોય છે, તેમ કુદેવોને માનનારા તો કરોડો જીવો હોય છે, પણ સર્વજ્ઞ-વીતરાગદેવને ઓળખનારા જીવો તો અતિ વિરલ હોય છે. હે દેવાધિદેવ ! આપના જેવું જ્ઞાન અને આપના જેવી વીતરાગતા જગતમાં બીજે ક્યાંય નથી. અતીન્દ્રિય સ્વસંવેદન-જ્ઞાનમાં અમને આપ ચૈત્યમણિ દેખાયો તેના ચૈતન્ય તેજ પાસે અન્ય તો કાચના કટકા જેવા લાગે છે તે મારા ચિત્તને આકર્ષી શકતા નથી. અજ્ઞાન દશામાં અન્ય દેવોના ચરણનું શરણ સ્વીકાર્યું હતું, પરંતુ હવે પ્રભુની સર્વજ્ઞતા અને કેવળજ્ઞાનનો મહિમા જાણ્યા પછી કોણ અન્ય દેવોના શરણમાં જાય. સર્વજ્ઞ કેવળજ્ઞાની જેવા ચિંતામણિ-રત્ન સમાન ચૈતન્યરત્નની પ્રાપ્તિ થયા પછી કાચના ટુકડા તરફ કોણ આકર્ષિત બને ? કોઈ જ નહિ. પ્રભુને પ્રાપ્ત થયેલું કેવળજ્ઞાન આત્માની વિશુદ્ધિ દર્શાવે છે તેથી જ સૂરિજીએ પ્રભુને કર્મમુક્ત શુદ્ધ રત્ન-મણિ સમાન ગણાવ્યા છે અને ત્યાં પ્રભુનું અનન્યપણું દર્શાવ્યું છે. અહીં પ્રભુ પ્રત્યે સૂરિજીનો અનન્ય પ્રેમ પ્રગટ થાય છે. શ્લોક ૨૧મો मन्ये वरं हरिहरादय एव दृष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येन नान्यः હશ્વિન્મનો હરતિ નાથ ! મવાન્તરેડપિ ||શા જોયા દેવો પ્રભુજી સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજ મહિં અહા ચિત્ત તો સ્થિર થાતું; જોયા તેથી મુજ મન મહિં ભાવના એ ઠરે છે, બીજો કોઈ તુજ વિણ નહિ ચિત્ત મારું હરે છે. (૨૧)
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy