SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 148 | ભક્તામર તુલ્ય નમઃ | પશ્વસ્તૃ-પાન્વય' સ્વામી વીરસેનના શિષ્ય ભગવર્જિનસેનનું આદિપુરાણનું પહેલું પર્વ ૭ર૯૩૩૧૧નું વર્ણન ભક્તામર સ્તોત્ર સાથે મળતું આવે છે. બીજું પંડિત અમૃતલાલ શાસ્ત્રીએ ભક્તામરના ૩૦મા શ્લોક વાવવાત વન વાર.. શાત કોમમ્ II” અને આદિપુરાણના ૭૨૯૬માં પદ્યનો ઉલ્લેખ કરીને બંને સ્તોત્રના આશયની સમાનતા પ્રત્યે અંગુલીનિર્દેશ કર્યો છે. આ બંને ઉદાહરણમાં આદિપુરાણ સાથે “ભક્તામર સ્તોત્ર'ને લેવામાં આવ્યું છે. અને તેના દ્વારા તેની પ્રાચીનતા પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમયનો નિર્ણય કરવામાં જો વિચારસામ્ય ધરાવતાં ઉદાહરણોનો આધાર માનવામાં આવી શકે તો આનાથી પણ પ્રાચીન અને સરખા હેતુ ધરાવતા ઉદાહરણો પણ જોઈ શકાય. જેમ કે ઈ. સ. ૭૭૫થી ૮૦૦ની વચ્ચે થયેલા ભદ્રકીર્તિ બપ્પભટ્ટસૂરિ)ની ચતુર્વિશતકના પ્રારંભના શ્લોકમાં ભક્તામરના પ્રથમ શ્લોકના પ્રભાવથી રચાયેલું હોય તેવું લાગે છે. અને તે પદ્ય પણ વસંતતિલકા છંદમાં જ રચાયેલું છે. नमेन्द्रमौलि गतितोत्रम पारिजात । ..(સ્તુતિ વાર્વિશતિ...૧) भक्तामर प्रणत मौलि मणि प्रभाणा । ...............મસ્તામર સ્તોત્ર ૨) આમ બંને સ્તુતિ-સ્તોત્રના ઉદ્દેશમાં શબ્દોને લઈને સમાનતા હોય તેવો ભાસ થાય છે. બપ્પભટ્ટસૂરિના સમયમાં પણ ભક્તામર પ્રચલિત અને પ્રસિદ્ધ હશે, એવું લાગ્યા વગર રહેતું નથી. તેથી કદાચ માનતુંગસૂરિ ભદ્રકીર્તિના સમય પહેલાં થયા હશે. લગભગ ઈ. સ. ૬૩૫–૬૮૦માં થયેલા શ્રી દેવનન્દિએ સમાધિતંત્રની રચના કરી હતી. દેવનન્દી એક ઉચ્ચ કોટિના લક્ષણશાસ્ત્રી હતા અને ઉત્તમ સમાસકાર પણ હતા. તેઓ હંમેશાં પોતાના વિચારો વિશિષ્ટ પ્રકારે સંક્ષેપણ કલાનો આશ્રય લઈ પ્રગટ કરતા હતા. તેમના સમાધિતંત્રના દ્વિતીય શ્લોકની ભક્તામરના રૂપમા શ્લોકની સાથે તુલના કરવાથી બંનેના અર્થ જ નહિ પણ ક્યાંક ક્યાંક શબ્દોમાં પણ સમાનતા જણાઈ આવે છે. છતાં આ બંનેની વચ્ચે સ્વરૂપ સંબંધિત અભિગમનો તફાવત ચોક્કસ જણાય છે. "बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धिबोधात् त्वं शंकरोऽसि भुवन त्रयशंकरत्वात् । घाताडसि धीर ! शिवमार्गविधेर्विधानात् વ્યાં ત્વમેવ ભવન ! પુરુષોત્તમોડસિ '' (મવતામર સ્તોત્ર - ૨૫)
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy