SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર 257 પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રગટવાનું કારણ એ દરેકને માટે સહજ છે જેને મુક્તિમાર્ગે ચાલવું છે, જેણે મૃત્યુ પર વિજય મેળવવો છે, મહામૃત્યુંજય મંત્ર મેળવવો છે. તે દરેકના હૃદયમાં પ્રભુ પ્રત્યે અનન્યભક્તિ પ્રગટે છે – જેવી સૂરિજીને પ્રગટી છે. જેને સૂરિજીએ મુનીન્દ્ર કહ્યા છે. આ મુનિઓમાં ઇન્દ્ર સમાનની જે સ્તુતિ કરે છે તે મુક્તિ મેળવે છે. અને મુક્તિ મેળવવા માટે આ મુનીન્દ્ર અર્થાતું પ્રભુની ભક્તિ કરવાથી પ્રભુને પમાય છે અને પ્રભુને પામતાં મુક્તિ મેળવાય છે. પ્રભુનું સાંનિધ્ય પામીને જીવાત્મા ખરેખર મૃત્યુને જીતી લે છે. ત્યારે ભક્તિ કરનાર ભક્ત અમર થઈ જાય છે. આત્મા-પરમાત્મા સ્વરૂપ ધારણ કરે છે. પ્રભુની ભક્તિ વગર મોક્ષની પ્રાપ્તિનો અન્ય કોઈ કલ્યાણકારી માર્ગ નથી મૃત્યુનો અંત ભવભ્રમણની ભ્રમણામાંથી મુક્તિ મેળવવાનો માત્ર એક જ માર્ગ છે. એક જ ઉત્તમ ઉપાય છે અને તે છે પ્રભુનું સાનિધ્ય ને સામીપ્ય. શ્લોક ૨૪મો त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं, ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।।२४।। સંતો માને પ્રભુજી તમને આદિ ને અવ્યયી તો. બ્રહ્મા જેવા અનવધિ પ્રભુ કામકેતુ સમા છો; યોગીઓના પણ પ્રભુ બહુ એક રૂપે રહ્યા છો, જ્ઞાની રૂપે વળી વિમળતા પૂર્ણ તત્ત્વ ભર્યા છો. (૨૪) શબ્દાર્થ સન્ત: – સત્પરુષો, વામ્ – આપને, અવ્યયમ્ - અક્ષય, અવ્યય, વિમૂમ – વિભુ વન્ય – અકલ સ્વરૂપી . અચિંત્ય, સંરથમ – અસંખ્ય ગુણોવાળા, ગાદ્ય – આદિ પુરુષ, ગ્રામ્ - બ્રહ્મા, શ્વરમ્ – ઈશ્વર-એશ્વર્યવાળા, મનત્તમ્ – અનન્ત-અંતરહિત-મૃત્યુરહિત, સનાતુમ્ - કામદેવને જીતવામાં કેતુ સમાન, કામવિજેતા, સોશ્વરમ - યોગીઓના સ્વામી, વિલીયમ - યોગને સારી રીતે જાણનારા, યોગવિશારદ, મને– અનેક, કમ્ – એક જ જ્ઞાનસ્વરૃપમ્ - જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનમય, કમલમ્ – નિર્મલ, પ્રવત્તિ – કહે છે - સંબોધે છે ભાવાર્થ : હે પ્રભુ! સત્પરુષો આપને જુદાં જુદાં નામોથી સંબોધે છે. જેમકે અક્ષય, વિભુ, અકળસ્વરૂપી, અસંખ્ય, આદિપુરુષ, બ્રહ્મા, ઈશ્વર, અનન્ત, કામવિજેતા, યોગીશ્વર, યોગવિશારદ, અનેક, એક જ જ્ઞાનસ્વરૂપ, નિર્મલ વગેરે.”
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy