SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્યસંખ્યાની સમસ્યા છે 373 નથી કરી શકતા. દિગમ્બર સંપ્રદાયમાં આ યોગ્ય નથી. એવું નથી. પૂજ્યપાદ શ્રી દેવનંદિએ સમાધિ શતકમાં તીર્થકર ભગવાનને માટે ઘાતા વગેરે શબ્દોનો પ્રયોગ કર્યો છે. બીજું જોઈએ તો દિગમ્બર સંપ્રદાયમાં પણ અષ્ટ મહાપ્રતિહાર્યોની કલ્પના કરવામાં આવી જ છે. એમાં અશોકવૃક્ષ, સિંહાસનછત્ર અને ચામર જેવી નિકટવર્તી પ્રતિહાર્યો પ્રત્યે સદ્ભાવ ન હતો. એવું કહી શકાય ? કારણ કે સિંહાસન, ચામરધર, ભામંડળ અને છત્રત્રય યુક્ત અનેક પ્રાચીન દિગમ્બર જિન પ્રતિમાઓ આજે પણ મળી આવે છે. દિગમ્બર સંપ્રદાયમાં તીર્થકરના શરીરનો સિંહાસન સાથે સંબંધ ન હોય એવો સ્પષ્ટ ઉલ્લેખ “તિલોયણાપચ્છતિ વગેરે શાસ્ત્રોમાં કે પ્રાચીન ચરિતોમાં મળતો નથી. અભિષેક, પુષ્પમાલા, આંગીરચના અને રક્ષારોહણ વગેરેની સિંહાસન, અશોકવૃક્ષ છત્ર અને ચામર સાથે તુલના કરીને આ ચાર ક્રિયાઓને પણ પ્રતિહાર્યો માનીને એકસાથે રાખી દેવી. અયોગ્ય છે. વીતરાગ જિનેશ્વરને બંને સંપ્રદાય અચલ જ માને છે. લગભગ ઈ. સ. પાંચમી સદી સુધી તો ઉત્તરની નિગ્રંથ પરંપરામાં પણ તીર્થકર ભગવાનની પ્રતિમાઓ નિર્વસ્ત્ર જ બનતી હતી. આ વાત મથુરા અને અહિચ્છત્રાદિથી મળી આવતા શીલાલેખ તથા કુશાન અને ગુપ્તકાલીન પ્રતિમાઓ પરથી સ્પષ્ટ થાય છે. જિનેશ્વરદેવ જ્યારે સમવસરણમાં દેશના દેતા હતા, ત્યારે તેમના માથે મુગટ, બાજુબંધ, ગળામાં હાર, કમરે કટિમેખલા, જરકસી જામા વગેરે પણ આવી જતા હતા. એવું શ્વેતામ્બર અગમ અને પ્રાચીન કથાસાહિત્યમાં પણ ક્યાંય નથી. શ્વેતામ્બર પરંપરામાં તીર્થકર ભગવાનની પ્રતિમાઓને અલંકારો આદિથી શૃંગારિક કરવાની વાતો ચન્દ્રગચ્છના અભયદેવસૂરિની લગભગ ઈ. સ. ૧૦મી સદીના ઉત્તરાર્ધમાં શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત સન્મતિપ્રકરણની વૃત્તિમાં આવે છે. પ્રતિમાને નિર્વસ્ત્ર ન દર્શાવતાં, ધોતી સહિત દર્શાવવાની પ્રથા લાટ દેશમાં વિશેષ કરીને ચૈત્યવાસી શ્વેતામ્બરો દ્વારા લગભગ પાંચમી સદીના અંતમાં શરૂ થઈ ગઈ હતી. એવું પ્રાચીન પિત્તળની મોટી પ્રતિમા પરથી સિદ્ધ થઈ ચૂક્યું છે. જિનબિંબોની આવી પ્રથા પાછળ બંને સંપ્રદાયોની જિન પ્રતિમાઓ જુદી પાડવાનો આશય રહ્યો હશે. પરંતુ વિશેષ કરીને સિંહાસન પર બિરાજમાન પ્રતિમાઓ, હાર અને કટિમેખલાથી અલંકૃત દેખાડવાની શ્વેતામ્બરીય પ્રથા મધ્યકાલીનથી વધુ પ્રાચીન નથી. વિવિધ પ્રકારની જિનપ્રતિમાઓ અને વિભૂતિઓને જોઈને ભક્તામર સ્તોત્રમાં નિકટવર્તી ચાર પ્રતિહાર્યોના વર્ણનથી અંગપૂજા કેવી રીતે સબળ પાસું બની શકે ? એમ તો દિગમ્બર સંપ્રદાયમાં પણ સિંહાસન, છત્ર, ભામંડળ, ચામર આદિ વિભૂતિઓથી યુક્ત અનેક પ્રાચીન જિન પ્રતિમાઓ ઉપલબ્ધ છે. પરંતુ વીતરાગની અભિષેક વગેરે પ્રકારની અંગપૂજા, અલંકારની સજાવટ જેવી સરાગભક્તિ ત્યાં આગળ સામાન્ય ન હતી. તીર્થકર ભગવાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જ્યારે વિહાર કરે છે. ત્યારે દેવકૃત કમળોની રચના આપોઆપ થઈ જાય છે. તે વાત સ્તોત્રના ૨૯મા શ્લોકમાં કરી છે. એવું શ્રી દર્શનવિજયજી જણાવે છે. વાસ્તવમાં એ ૩૦મા શ્લોકમાં કરવામાં આવી છે. પરંતુ ત્યાં ભૂમિ પર પ્રભુનું ચરણ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy