SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પ્રભાવિક સ્તોત્ર : 447 શ્વેતામ્બર પાઠ પ્રમાણેનાં પદ્મોનાં પ્રતીકો વર્ણવ્યા છે અને પછી જે ચાર અતિરિક્ત ચાર પદ્યોનું ગુચ્છક છે તે પ્રમાણે તેમણે ચાર પ્રતીકો વર્ણવ્યા છે. અષ્ટમહાભયો હાથીભય, સિંહભય, દાવાનલ-ભય, સર્પભય, સંગ્રામભય, સાગરભય, જલોદરભય (રોગભય) અને બંધનથી ઉત્પન્ન થયેલો ભય એ શ્લોક ૩૪થી ૪૨માં જે અષ્ટભયોનું વર્ણન છે તેને બાહ્ય દૃષ્ટિએ ન જોતાં આંતરિક, આધ્યાત્મિક દૃષ્ટિએ જોવાની, સમજવાની અને પરખવાની આવશ્યકતા છે. ૩૪મા શ્લોકમાં મદોન્મત્ત હાથીનો ઉલ્લેખ છે. જે ચાર પ્રકારના કષાયો છે – માન, માયા, ક્રોધ અને લોભ – એમાંથી હાથી એ માનકષાયનું પ્રતીક છે. બાહુબલીના જીવનનો એક પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે. જ્યારે તેમને ઉગ્ર તપશ્ચર્યા કરવા થકી પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ત્યારે તેમની બંને બહેનો બ્રાહ્મી અને સુંદરી તેમને કહે છે, ‘વીરા મોરા ગજ થકી ઊતરો' અર્થાત્ માનરૂપી હાથી ઉપરથી નીચે ઊતરો. અર્થાત્ માન છોડો તો જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. ચારે કષાયોમાં માન સૌથી ઉપર છે. તેથી સૂરિજીએ સૌ પ્રથમ માનને લીધો છે. જો માનને અંકુશમાં લેવામાં આવે તો વિનય આવે અને જો વિનય આવે તો ક્રોધ ન આવે. ક્રોધ એ બીજો કષાય છે. ૩૫મા શ્લોકમાં સિંહ એ ક્રોધનું પ્રતીક છે. જ્યારે ક્રોધ આવે છે ત્યારે વિવેક રહેતો નથી, અને મન પણ સંતુલિત રહેતું નથી અને સાધ્ય—સાધનની પવિત્રતા—અપવિત્રતા જોતું નથી. અહીંયાં સૂરિજીએ સાધ્ય–સાધન તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે. આવા પ્રકારના શ્લોકો આત્માવલોકન, આત્મનિરીક્ષણ કરવાની તક પૂરી પાડે છે. તેથી જ આ એક સર્વોત્તમ કાવ્ય છે. ૩૬મો શ્લોક દાવાનલ સાથે સંબંધિત છે. અગ્નિ એ માયાનું પ્રતીક છે. માયા અગ્નિની જેમ સર્વભક્ષી છે. દાવાનલ જ્યાં લાગ્યો હોય ત્યાં શું બચે ? કંઈ જ નહીં. પરન્તુ પ્રભુનું નામસ્મરણ ક૨વાથી દાવાનલ પર શીતલ જળરૂપી છંટકાવ થાય છે અને તે શાંત થઈ જાય છે. તેવી જ રીતે માયા પણ દાવાનલની જેમ પ્રસરેલી હોય છે. તેમાંથી છૂટવા માટે પણ પ્રભુનું નામસ્મરણ કરવામાં આવે તો મોહમાયારૂપી દાવાનલ પણ શાંત થઈ જાય છે અર્થાત્ તેનાથી મુક્તિ મળે છે. માન, ક્રોધ અને માયા આ ત્રણેયને જીતી લીધા પછી એક કષાય બાકી રહે છે અને તે છે લોભ. ૩૭મા શ્લોકમાં લાલ લાલ આંખોવાળો સાપ લોભનું પ્રતીક છે. તેને વશમાં કરવો અતિદુષ્કર કામ છે. જો જીવનમાં નિર્લોભ વૃત્તિનો વિકાસ થાય તો પછી કંઈ કરવાનું રહેતું નથી. લોભને પારંપરિક રૂપમાં પાપનો બાપ માનવામાં આવ્યો છે, અને એટલે જ કદાચ સૂરિજીએ આ શ્લોકમાં અંતિમ કષાયના રૂપક તરીકે સાપને લીધો છે અને કહ્યું છે કે આ ચારે કષાયો માન, ક્રોધ, માયા અને લોભનો નાશ પ્રભુના નામસ્મરણ માત્રથી થાય છે. તેના ફળ સ્વરૂપે મોહનીય કર્મનો નાશ થાય છે. વેદનીય કર્મ પર હવે પછીનાં ચાર પ્રતીકો આધારિત છે. ૩૮ અને ૩૯મા શ્લોકમાં યુદ્ધનું વર્ણન છે. આત્મા અને કર્મનું યુદ્ધ સનાતન છે. આ બંને શ્લોકમાં સંગ્રામને પ્રતીક માનવામાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy