SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 30 । ભક્તામર તુર્થ્ય નમઃ II છે.)૪ ઈ. સ. પૂર્વે બીજી સદીની આસપાસ તોબીત – એ શિક્ષાપ્રદ ધર્મકથા કોઈક પ્રવાસી યહૂદીએ લખી હતી, પરંતુ અત્યારે એ પ્રારંભિક મૂળ પાઠનો માત્ર થોડો અંશ જ ઉપલબ્ધ થઈ શક્યો છે. યૂનાની 'સપ્તતિ અનુવાદ'માં સંપૂર્ણ રચના સુરક્ષિત છે. તોબીત ગ્રંથના એ યૂનાની ભાષાંતરમાં ઘણા પાઠભેદો છે. તોબીત ગ્રંથથી એ શિક્ષા મળે છે કે પ્રભુ પોતાના દુઃખી ભક્તજનોને આશ્ચર્યજનક ઢંગથી સહાયતા કરે છે. તોબીન નામની વ્યક્તિની કથાના માધ્યમ દ્વારા યહૂદી લેખક પોતાની સમકાલીન પેઢીને માટે ભક્તિમય જીવનનો આદર્શ રજૂ કરે છે. નૈતિક મૂલ્યોના આ સજીવ ચિત્રણમાં ‘નવાં નિયમો'ના થોડા સમય પહેલાંના, યહૂદીઓના ધાર્મિક અને સામાજિક વાતાવરણની ઝાંખી થાય છે. જૈન સ્તોત્રો : જૈન ધર્મમાં સ્તોત્રોની રચના અનેક શાસ્ત્રકારો, આચાર્યો અને કવિઓએ કરી છે. અરિહંત પરમાત્માની ધર્મદેશના સમયે તેમણે આપેલી દેશનાના આધારે ગણધરોએ સ્તોત્રની રચના કરી છે અને ત્યારપછી થયેલા વિદ્વાનો, આચાર્યો અને શાસ્ત્રકારોએ સ્તોત્રની રચના કરેલી જોવા મળે છે. વિશ્વના વિવિધ ધર્મોમાં સ્તોત્રનું સ્વરૂપ જુદું જુદું જોવા મળે છે પરંતુ અંતે તો તેમાં પ્રભુનાં મહિમા, ગુણગાન, સ્વરૂપ આદિનું જ વર્ણન કરવામાં આવેલું હોય છે. ધાર્મિક ઉત્ક્રાંતિની ગૂંચવણોની સાંકળની એક અગત્યની કડી રૂપે આ સ્તોત્ર સાહિત્ય આવશ્યક છે અને સાથે સાથે તેની અનેકવિધ ઉપયોગિતા પણ છે. સ્તોત્ર થકી માનવી પાપભીરુ બનીને રહે છે. સ્તોત્રનાં પઠનપાઠન દ્વારા માનસિક મૂંઝવણોમાંથી માર્ગ મેળવે છે. સ્તોત્ર અનેક પ્રકારનાં હોય છે. પરંતુ તેની ફળસિદ્ધિ તો એક જ પ્રકારની હોય છે. પ્રભુ ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને તેની મનોવાંચ્છના પૂર્ણ કરે છે. ગમે તેવા દુઃખ, સંકટ, વિપદા, આફતોથી પીડાતો માનવી જ્યારે પ્રભુનું શરણ સ્વીકારે છે ત્યારે તે આ સર્વમાંથી મુક્તિ મેળવીને શાશ્વત સુખ મેળવે છે. શાશ્વત સુખનો સ્વામી બને છે, અથવા શાશ્વત સુખ-મોક્ષ મેળવવા માટેના માર્ગમાં અગ્રેસર બને છે. દરેક ધર્મોમાં આ પ્રકારનાં ભિન્ન ભિન્ન સ્વરૂપના સ્તુતિ-સ્તોત્ર ઉપલબ્ધ છે. પછી તે આદિ હોય કે અર્વાચીન. ખ્રિસ્તી ધર્મમાં ઈ. સ. પૂર્વેથી રાજા દાઉદ સુલેમાન આદિએ સ્તોત્રની રચના કરી છે. તો હિંદુ ધર્મનાં સ્તોત્રો જગતની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિમાં રચાયેલાં સ્તોત્રો છે. સ્તોત્રોની રચના કરવામાં સમય-સ્થળકાળ-ધર્મનું કોઈ બંધન હોતું નથી. ત્યાં તો ભક્તનું હૃદય ભક્તિમાં તરબોળ થતાં અનાયાસ જ કંઠમાંથી શબ્દો સ્ફુરવા લાગે છે. ભલે જુદા જુદા ધર્મો કે ભિન્ન ભિન્ન ભાષાઓમાં સ્તોત્રની રચના થતી હોય પરંતુ અંતે તો તે દરેકનો ઉદ્દેશ તો એક જ છે, કરુણામય, દયાળુ, પરમકૃપાળુ પરમાત્માની અમી નજર તેના પર પડે, તેના થકી તે પણ પ્રભુના માર્ગે ચાલી શાશ્વત સુખનો સ્વામી બને.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy