SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 198 8 || ભક્તામર તુલ્યુ નમઃ | સંસારની પરંપરાનો નાશ કરનારું છે. માનવહૃદયમાં પ્રભુનાં અનંતા ગુણોના સ્મરણરૂપી સૂર્યના પ્રકાશ-પુંજોનો ઉદય થાય છે ત્યારે તેમાં છુપાઈ ગયેલાં સઘળાં પાપકર્મોનો તરત જ નાશ થાય છે. સૂરિજી એ સૂચવે છે કે પાપના ઉદયરૂપી અંધકારથી છવાયેલી રાત્રિ જેવા મારા જીવનમાં પ્રભુસ્મરણરૂપી સૂર્યનો ઉદય થયો છે. તેથી આ અશુભ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલો આ ઉપસર્ગરૂપી અંધકાર અવશ્ય નાશ પામવાનો છે. શ્રી જિનપતિસૂરિજીએ વિદૂરના સ્તોત્રમાં આવું જ ઉદાહરણ આપ્યું છે : विश्वव्यापितमो हिनस्ति तरणिर्बालोपि कल्याणकुरो । दरिद्राणि गजावली हरिशिशुः काष्ठानि वन्हे कणः ।। पीयुषस्य लवोऽपिरोगनिवह, युद्ध तथाते विभो : । भूर्तिः स्फुर्तिमतिसतिस्त्रिजगतिः कुष्टाणि हर्तु क्षणाः ।।६|| અર્થાત્ તરતનો ઉદિત સૂર્ય પણ અંધકારનો ક્ષણમાં નાશ કરી શકે છે. કલ્પવૃક્ષનો અંકુશ માત્ર પણ દરિદ્રતાનો નાશ કરી શકે છે. સિંહનું બચ્ચું પણ ગજપક્તિનો નાશ કરી શકે છે. અગ્નિનો કણ પણ કાષ્ઠ સમૂહનો નાશ કરી શકે છે. એ રીતે પરમાત્મા તારું સ્વરૂપ ત્રણે જાતનાં કષ્ટોનો તરત જ નાશ કરવામાં સમર્થ છે. સૂર્યરૂપી સર્વજ્ઞ પ્રભુની ભક્તિ સ્તવના વડે અલ્પજ્ઞ માનવીના પણ પાપરૂપી અંધકારનો નાશ થાય છે. શ્રી માનતુંગસૂરિજીએ પ્રભુભક્તિના સ્તુતિના આવા અદ્ભુત મહિમાથી પ્રભાવિત થઈને સ્તોત્ર રચનાનો આરંભ કર્યો છે. ભક્તિ એકલા રાગની વાત નથી. પરંતુ સર્વજ્ઞ સ્વભાવની દૃષ્ટિપૂર્વકની આ ભક્તિ છે. સ્તુતિ દ્વારા પ્રભુના સમ્યત્વ તેજથી ઘોર મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ થાય છે. શ્લોક ૮મો. मत्वेति नाथ ! तव संस्तवनं मयेद् - मारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु, मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ।।८।। એવું માની સ્તવનો કરવાનો થયો આજ ભાવ, તેમાં માનું મનમહીં ખરે આપનો છે પ્રભાવ; મોતી જેવું કમળપરનું વારિબિંદુ જ જે છે, તેવી સ્તુતિ મનહર અહા સજ્જનોને ગમે છે. (૮). રૂતિ મત્વા – એમ માનીને નાથ – હે નાથ ! હે સ્વામિનું! તનુથિયા ગ – મંદ બુદ્ધિવાળો હોવા છતાં તનુ – સ્વલ્પ-મંદ છે, ધી – બુદ્ધિ જેની તે તનુધી મયા – મારા વડે ફલમ્ – આ તવ – તારું તમારું સંરતવનમ્ – સંસ્તવન, સ્તોત્ર. ગુણકીર્તન સં – સારું, એવું સ્તવન – ગુણકીર્તન તે સંરતવન, મારમ્યતે – આરંભાય છે. તવ પ્રમાવત્ – તમારા પ્રભાવ વડે સતામ્ – સત્પરુષોનાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy