________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર – યંત્ર- તંત્ર અને અષ્ટકો 475 પણ બને છે. તે કપડાં કે કાગળ પર ચિતરાયેલા હોય છે અને પૂજનના કામમાં લેવાય છે. એટલે તે પણ એક પ્રકારનાં પૂજનયંત્રો જ છે. આવાં પૂજનયંત્રોની મૂર્તિની માફક જ સંસ્કારવિધિ કે પ્રાણપ્રતિષ્ઠાનની વિધિ કર્યા બાદ જ તેનું પૂજન શરૂ થાય છે અને તેનું નિયમિત પૂજન-અર્ચન થાય છે. આવાં યંત્રોની સ્થાપના કર્યા પછી કોઈ પણ દિવસ અપૂજિત રાખી શકાય નહિ. હંમેશાં નિયમિત રીતે તેને ધૂપ, દીપ, વાસક્ષેપ વગેરે વડે પૂજા કરવી જોઈએ.
પ્રાયોગિક યંત્રો ભોજપત્ર કે કાગળ અથવા જે જે વસ્તુ પર લખવાનું વિધાન હોય તેના પર લખવામાં આવે છે. પ્રાયોગિક યંત્રનું લેખનકાર્ય પણ શુભ મુહૂર્તમાં સિદ્ધ તીર્થમાં પર્વત પર જઈને કે વનમાં જઈને સ્થાન નક્કી કરીને કરાય તો ઉત્તમ ગણાય છે. લેખનકાર્ય કરનાર બ્રહ્મચારી તથા સદાચારી હોવો જોઈએ. યંત્રલેખન માટેની સામગ્રી પણ શુદ્ધ હોવી આવશ્યક છે. યંત્ર-આસન પર બેસી, શાસનદેવીની પ્રાર્થના કરી, સરુને નમસ્કાર કરી યંત્રને બાજોઠ પર રાખીને લેખનકાર્ય શરૂ કરવું જોઈએ. મંત્રાક્ષરોનાં લેખનમાં જે નિશ્ચિત સ્થાન હોય ત્યાં જ બીજાક્ષરો લખવા. પ્રથમ નાના અંકો પછી છેલ્લે મોટા અંકો લખાવા જોઈએ. શ્રદ્ધાપૂર્વક લેખનકાર્ય થવું અતિ આવશ્યક છે.
યંત્ર લખ્યા પછી હાથે બાંધવાનું હોય તો તેને ચાંદી, સોના કે ત્રાંબાના માદળિયામાં મૂકી તેનું મૂળ બંધ કરી લાલ, કાળા કે પીળા રંગના ઊનમાં પરોવીને તેનો ઉપયોગ કરવો જોઈએ.
દેવ-દેવી, તેમનો પરિવાર, બીજાક્ષરો, અન્ય વર્ગો, અંકે કે વિશિષ્ટ આકૃતિઓ જ્યાં સ્થાપવાનું વિધાન હોય ત્યાં જ સ્થાપાવાં જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો યોગ્ય હોતો નથી. અર્થાત્ યંત્રમાં આ બધાની ગોઠવણ પણ અતિ મહત્ત્વની વસ્તુ હોય છે. અમુક યંત્રમાં જે બીજમંત્ર ન લખવા જોઈએ પણ જો ફેરફાર કરીને તે લખાઈ જાય તો ઉપદ્રવ પણ થાય છે.
મંત્રોની જેમ યંત્રોની સંખ્યા પણ બહું મોટી છે. કારણ કે જેટલાં મંત્ર છે. એટલાં યંત્ર પણ છે. અર્થાત્ મંત્રોની જેમ યંત્રોની સંખ્યા પણ ઘણી વિશાળ છે. પ્રાચીન કાળમાં તપસ્વી, મહાવિદ્વાન, યોગી પુરષો યોગ્ય વિધિથી મંત્રો દ્વારા યંત્રો સિદ્ધ કરીને યોગ્ય નીતિમાન ગૃહસ્થને આપતાં અને તેઓ તેનું વિધિપૂર્વક પૂજન કરી તેનું ફળ પ્રાપ્ત કરતા હતા. યંત્રો દ્વારા તેમના જીવનના અને લોકોપયોગી, કલ્યાણકારી કાર્યો થતાં હતાં.
યંત્ર એ મંત્રશાસ્ત્રનું એક મહત્ત્વનું અંગ છે. મંત્રદેવતાની પૂજા કરવી હોય ત્યારે તેનો વિશિષ્ટ પ્રકારે ઉપયોગ કરવો પડે છે. એ સિવાય મંત્ર ચૈતન્ય-જાગ્રત થતું નથી. પ્રા. સી. વી. રાવળ જણાવે છે કે “મંત્રવિશારદો કહે છે કે જેમ દેહ અને આત્મા ઓતપ્રોત હોવાથી તેમાં અભેદ પ્રવર્તે છે તેમ યંત્ર અને મંત્રદેવતાને પણ પરસ્પર સંબંધ છે. ઉદાહરણ તરીકે જૈન ધર્મમાં પંચપરમેષ્ઠીની (નવકાર મંત્રની પૂજા કરવી હોય તો નવપદજીના યંત્રની પૂજા કરવામાં આવે છે. સિદ્ધચક્રના મંત્રનું પૂજન પણ તેને સાક્ષાત્ મંત્રદેવતા માની કરવામાં આવી છે."
તાત્પર્ય કે જે યંત્ર છે, તે મંત્રદેવતા છે. મંત્રદેવતામાં અને મંત્રમાં કોઈ ભેદ નથી.