________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
માને છે. તેનામાં જગત્કર્તૃત્ત્વ વગેરેની ઉપાધિયોનો આરોપ કરે છે તેથી તે રાગદ્વેષરહિત સિદ્ધ થતો નથી. ત્યારે તે જ્ઞાનાતિશયથી યુક્ત શી રીતે હોઈશકે? અને જ્યારે જ્ઞાનાતિશયયુક્ત ન હોય ત્યારે પૂજતિશય અને વચનાતિશય સંયુક્ત શી રીતે હોઇ શકે? અર્થાત્ ન હોઈ શકે. કેટલાક અનાદિકાળથી ઈશ્વરને નિરાકાર માને છે તેનામાં વાણીના અભાવે ઉપદેશ ઘટી શકે નહિ. તેના મતમાં ઉપદેશ દેનાર ઈશ્વર સિદ્ધ ઠરી શકે નહીં ત્યારે તેમના દર્શનનાં પુસ્તકોનું પ્રામાણ્ય સિદ્ધ ઠરે નહિ એમ કહેવું યથાર્થ છે. કેટલાક જગત્નો બનાવનાર ઈશ્વર માને છે અને તેઓ સર્વે જીવોનું રક્ષણ કરનાર ઈશ્વરને કહે છે. ઈશ્વરકતૃત્વવાદીના મતમાં રક્ષણ કરનાર એ વિશેષણની સિદ્ધિ થતી નથી. જગો નાવનાર ઈશ્વર છે. તેના મતમાં અનેક દોષો આવે છે. પ્રથમ તો ઈશ્વરને જગત્ અનાવવાની જરૂર શું? કોઇને અંધ બનાવ્યા, કોઇને સુખી બનાવ્યા, ત્યારે દુઃખીનું રક્ષણ કરવું, ઇત્યાદિ સિદ્ધ થતું નથી. એકને મારવો એકને વૈભવ આપવો આવું વર્તન રાગદ્વેષ વિના હોઈ શકે નહિ, અને જેને રાગદ્વેષ હોય તે પરમાત્મા શી રીતે કહેવાય ? અલબત કહેવાય નહિ. આ સંબંધી વિશેષ અધિકાર જેવો હોય તો અફીયતવરમાĂર્શન ગ્રન્થ વાંચવો.
જે લોકો જગના સર્વ પદાર્થને ક્ષણે ક્ષણે ક્ષય સ્વભાવવાળા માને છે તેનાં મતમાં ઈશ્વર પણ ક્ષણે ક્ષણે નષ્ટ થવાનો. આત્મા પણ ક્ષણે ક્ષણે નષ્ટ થવાનો. ત્યારે કોઇ ઈશ્વર તેમના મતમાં સદાકાળ રહેનાર સિદ્ધ રે નહિ એ સ્વાભાવિક છે; માટે આ ચાર અતિશય વીતરાગદેવ વિના અન્યત્ર સિદ્ધ ઠરતા નથી. માટે શ્રીમહાવીરપ્રભુ તેજ ખરેખર દેવ છે. જે દેવો પોતાની પાસે સ્ત્રીઓ રાખે છે તેમનામાં રાગ છે અને જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે તેથી તે પણ દોષહિત વીતરાગ દેવ કહેવાય નહીં. કેટલાક મતવાળા, આત્મા અને કર્મનો સંબંધ માનતા નથી, તેથી તેમણે માનેલા દેવમાં સર્વજ્ઞપણું નથી એમ સિદ્ધ ઠરે છે. તેથી તે પણ ઈશ્વર કહેવાય નહીં. કેટલાક પશુ પંખીમાં આત્મા માનતા નથી એવાઓનાં પુસ્તકો જ્ઞાતિનાં બનાવેલાં નથી એમ સિદ્ધ થાય છે તેથી તેમના મતમાં પણ ચાર અતિશયસંયુક્ત ઈશ્વર સિદ્ઘ ડરતો નથી. કેટલાક નીતિધર્મનેજ માનનારા છે પણ સમજવાનું કે જ્યારે આત્મા અને કર્મની સિદ્ધિ ન માનવામાં આવે તો . નીતિધર્મની સિદ્ધિ ઠરતી નથી. આત્મા હોય તો નીતિ હોઈ શકે, પણ પુણ્યપાપાદિ માન્યા વિના તો નીતિનો મહેલ કલ્પનારૂપ કરે છે, અને તેથી તેમના મતમાં યથાર્થ ઉપદેષ્ટા સર્વજ્ઞ નહીં હોવાને લીધે તે મત પણ સિદ્ધ ડરતો નથી. જ્યારે યથાર્થ ઉપદેષ્ટા વીતરાગદેવ સિદ્ધ કરે છે ત્યારે સર્વ તત્ત્વની સિદ્ધિ થાય છે. આવા ઉક્ત ગુણવિશિષ્ટ શ્રી
For Private And Personal Use Only