________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) જોઈએ, આત્માની સેવાથી રાગદ્વેષ દશાનો નાશ થાય છે, ઉપશમાદિ ભાવે આત્માની શુદ્ધ સેવા કહાય છે.
આમદ્રવ્યની સેવાના અનેક ભેદ છે, પણ તે આમદ્રવ્યસેવાના ભેદનું જિનાજ્ઞાથી આરાધન કરવું જોઈએ. વ્યવહાર અને નિશ્ચયથી આત્મદ્રવ્યનું યથાશક્તિ સેવન કરવું જોઈએ. ઉપાદાન અને નિમિત્તના ભેદથી આત્મદ્રવ્યની સેવા કરવી જોઈએ. સાત નથી આમાની સેવા સમજીને વર્તનમાં મૂક્યાથી મંગલ વાજા વાગે છે અર્થાત સુખધામ આમા સ્વર્ય બને છે. સંગ્રહનયથી આમા પણ પ્રભુ ગણાય છે. તેની ઉપાદાનકારાથી સેવા કરવી એજ પરમાર્થ છે. બાકી સહુ બાદ્યાર્થ છે. આ જીવે અનંતવાર પુકદ્રવ્યના
છે કે જે અનેક આકારરૂપે પરિણમેલા, તેને સેવ્યા છે. તોપણ આમા તેથી તૃપ્તિ પામ્યો નહિ. કારણ કે જડ વસ્તુમાં કિંચિત પણ સુખ નથી ત્યારે તૃપ્તિ ક્યાંથી મળે ? જડ પુકલરૂપ જે ધન, દેહ, અને ઘર વગેરેની સેવા છે તે રાગ અને દેશના સંબંધે દુ:ખની કરનારી થાય છે. નિજાતિશુદ્ધદ્રવ્ય એવા પરમામાઓની સેવાથી અનનસુખ કે જે પોતાના આત્મામાં તિરોભાવે હોય છે તે આવિર્ભાવપણે થાય છે. અનન્તગુણપર્યાયમય એવું આમદ્રવ્ય પોતે છે. પોતાના સ્વભાવમાં રહેવું અને ક્રોધ, માન, અજ્ઞાન, અને કામાદિ દોષોથી દૂર રહેવું એજ ખરેખરી સેવા છે. આમ કહેવાથી એમ ન માનવું કે વ્યવહારથી જે જે સ રૂ, પ્રતિમા અને તીર્થયાત્રા આદિ સેવાના ભેદો છે તેનું અવલંબન ન લેવું જોઈએ, અલબત વ્યવહાર સેવારૂપ કારણનું સેવન કરવું જોઈએ, પણ ઉત્તમોત્તમ સેવાની સાધ્યતાએ વ્યવહારસેવાનું યોગ્યતા પ્રમાણે અવલંબન કરવું. આત્મામાં પટકારકની શક્તિ છે તેને પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઈએ. અનાદિકાળથી પરભાવકર્તા આદિ કારકો અવળી પરિણતિએ પરિણમ્યાં છે તેને સવળાં કરી આત્માની શુદ્ધતાર્થ પ્રગટાવવાં જોઇએ. ભેદજ્ઞાનથી આત્માની સેવા કરવી, આત્માની સેવા ઉપાદાનપણે હૃદયમાં સેવતાં સર્વ સેવાઓ સેવાઈ એમ માની લેવું. આત્માની શુદ્ધ પરિણતિશક્તિથી પોતે પોતાને સેવો. અરિહંતાદિ પંચપરમેષિની સેવાથી પણ આત્મા નિમલ થાય છે, માટે અવશ્ય સાધ્યબુદ્ધિએ પરમેષ્ઠિઓનું સેવન કરી આત્માને સેવ્ય બનાવવા પ્રયત્ન કરવો. પિતે સેવક બને તે તે જ્યારે ત્યારે પણ પરમાત્મા થવાથી અન્ય જીવોવડે સેવ્ય બની શકે. દ્રવ્યભાવથી આ પ્રમાણે સેવા છે તે મુક્તિપુરી જવાની છાપ છે એમ નિશ્ચય કરવો.
चतुर्थी वचनक्रियाभक्ति. આત્મપ્રેમ મનમાં ધારણ કરીને હે ભવ્ય જીવો! તમે વચનદ્વારા આત્માનું ગાન કરો. વચનભક્તિ મહિમા જગતમાં એટલો બધો મહાન છે કે
For Private And Personal Use Only