Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 257
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૬ ) જો કે વ્યવહારસમાધિ એકસરખી રહેતી નથી; અમુક વખત સુધી રહે, પશ્ચાત્ સંસારી બાબતોમાં લક્ષ્ય લગાડવામાં આવે છે તો તે વખતે વ્યવ હારદશામાં વર્તાય છે, પણ પુન: કેવલ કુંભક વગેરે પ્રાણાયામ કરી વ્યવહારસમાધિ પ્રાપ્ત કરી શકાય છે. શુકલધ્યાન પ્રાપ્યનિશ્ચય સમાધિના કેટલાક અંશને વર્તમાનકાળમાં અપ્રમત્ત દશાથી જ્ઞાનયોગયો. પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મરન્ત્રમાં ચિત્તની સ્થિરતા થવાથી ત્યાં નિશ્ચયસમાધિનો અનુભવ આવે છે. સૂર્ય ઉગતાં જેમ અરૂણોદય થાય છે, તેમ અત્ર પણ અરૂણોદયસમાન નિશ્ચયસમાધિનો ભાસ થાય છે. હાલમાં પણ જ્ઞાનયોગયોને નિશ્ચયસમાધિના કેટલાક અંશોનો લાભ મળે છે. સહજ જ્ઞાનયોગસમાધિ પ્રાપ્ત કરવા માટે સદ્ગુરૂ ઉપાસનાની અત્યંત આવશ્યકતા છે, સદ્ગુરૂવિના કંઇ પણ મળી શકે તેમ નથી. કેટલાક પૂર્વભવના એતાદૃશ સંસ્કાર વિહીન પુરૂષોને તો સમાધિ નામ ઉપરજ દ્વેષ આવે છે, તેનું કારણ એ છે કે હજી તે જીવોને ભવપરિણતિનો પરિપાક થયો નથી; આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી મહા મુશ્કેલ છે. ગમે તેટલાં પુસ્તકો વાંચો તો પણ સદ્ગુરૂની સેવાપૂર્વક ગુરૂગમ લીધાવિના સમાધિમાં પ્રવેશ થઇ શકતો નથી, ગુરૂગમપૂર્વક અનેલા જ્ઞાનયોગિયોવડે નિશ્ચયસમાધિને કેટલાક અંશે સાધી શકાય છે. હુયાગ અને રાજયોગનું પૂર્વે સ્વરૂપ દર્શાવ્યું તેમાં કેની વિશેષ ઉત્તમતા છે તે દર્શાવે છે. ડ્રો. उत्तमो राजयोग, हठः प्रोक्तः कनिष्ठकः । સાચ્ચેસાધનયોગેન, અપેક્ષાતો દૈઃ મૃતઃ || ૮૦ || શબ્દાર્થ:રાજયોગ ઉત્તમ છે અને હયોગ કનિષ્ઠ છે. ઉડયોગ સાધન છે અને રાજયોગ સાધ્ય છે એમ અપેક્ષાએ સમજી લેવું. ભાવાર્થ:—સર્વ દર્શનોમાં વિદ્વાનોએ રાજયોગની વિશેષતઃ ઉત્તમતા અતાવી છે. મનની પ્રવૃત્તિ બંધ પડે અને આત્મા પોતાના સ્વભાવે રમણતા કરે એજ રાજયોગનું લક્ષણ છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ ચારનો માહુલ્યથી હઠયોગમાં સમાવેશ થાય છે. જૈનદર્શનમાં પ્રતિક્રમણ વખતે કાર્યોત્સર્ગાદિનાં જે જે આસનો કરવામાં આવે છે, તેનો હઠયોગમાં સ માવેશ થાય છે. વ્રત, પચ્ચખાણ, તપ, યોગવહન, ઉપધાન, વિહાર, તીર્થયાત્રા, કેશલોચ, ખમાસમણાં દેવાં, સૂત્રો ખોલતી વખતે મુદ્રાઓને ધારવી, પ્રતિષ્ઠા વખતે અનેક મુદ્રાઓ ધારવી, એ વખતનું પ્રતિક્રમણ કરતાં બેસવું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290