Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 272
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૧ ) કરવું પડશે અને ઉપર ચડવાના બદલે હેડલ ઉત્તરવું પડશે, માટે જિજ્ઞાસુઓને અત્ર ભલામણ કરી છે તે ધ્યાનમાં રાખવી. ઉત્તમ આત્મજ્ઞાનીની દશા પ્રમાણે પોતાના આત્માની દશા કરવા ઉદ્યમ કરવો, એમ પ્રસંગોપાત્ત અત્ર જણાવ્યું છે, હવે મૂળ વિષયપર આવીએ. આત્મજ્ઞાનિની આવી ઉત્તમ દશા થતાં તે ખાદ્ઘદષ્ટિથી પરાડ મુખ થાય છે અને મનને વશમાં રાખી ધર્મમાં પ્રવર્તે છે. આત્મજ્ઞાની આવી દશામાં ઉત્તમ સંકલ્પ કરે છે તે જણાવે છે. ડો. अन्तर्दृष्टिं समाधाय, वर्तिष्येऽहं प्रयत्नतः । धर्मकार्याणि कुर्वन् सन, भोग्यकर्म्मप्रवेदकः ॥ ९३॥ શબ્દાર્થ:—ભોગ્યકર્મને જાણતો છતો તેમજ ધર્મકાર્યોને કરતો છતો, હું અન્તર્દષ્ટ ધારણ કરીને વિશેષ પ્રયત્નથી વર્તીશ; એમ ઉત્તમ જ્ઞાની સંકલ્પ કરે છે. ભાવાર્થ: ભોગ્યકમને વિવેકથી જાણતાં તેમાં બંધાવાનું થતું નથી. જ્ઞાની, ભોગાવલીકમ ભોગવતો હતો તેમાં વૈરાગ્યભાવ ધારણ કરે છે. શ્રીતીર્થંકરોના ગૃહાવાસના ભોગકર્મનું દૃષ્ટાંત અત્ર સમજવું. પોતાની યથાશક્તિથી વ્યાવહારિક ધર્મકાર્યોને જૈનધર્મના ફેલાવા માટે તથા જૈનધર્મની પ્રભાવના માટે પ્રયત્ન કરે છે. બાહ્યમાં રાગ દ્વેષનો પરિણામ ન થાય તેમાટે વિશેષ જ્ઞાનોપયોગ, વૈરાગ્ય વગેરેનો પ્રયત્ન કરે છે અને તેવડે અન્તર્દષ્ટ ધારણ કરીને સર્વત્ર વિવેકદૃષ્ટિથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે વર્તે છે. જ્ઞાનિપુરૂષ આવોજ સંકલ્પ કરી પોતાના જીવનને ઉચ્ચ ભૂમિકાવાળું બનાવે છે અને ઉચ્ચ દૃષ્ટિ ઉચ્ચ સૃષ્ટિમાં પ્રવેશ કરે છે. નાટકીયો લીધેલા વેષને ભજવે છે પણ તેથી પોતાને ભિન્ન માને છે, તેમ જ્ઞાની પણ કર્મયોગે કાર્યને કરતો છતો પણ પોતાને તેથી ભિન્ન માને છે. અહુરૂપી જેમ અનેક વેષ લે છે પણ પહેરેલા વર્ષો એજ હું છું એમ માનતો નથી, તેમ જ્ઞાની પણ જે જે ખોલે છે, જે જે જુએ છે, જે જે સાંભળે છે, જે જે કરે છે, જે જે કરાવે છે, તે તે સર્વા હું છું અને તે મ્હારૂં છે, એમ માનતો નથી, તેથી તે અજ્ઞાનિયોના કરતાં કરોડો ઘણા ઉંચા પગથીએ ઉભો રહેલો છે અને પોતાની કાર્યપ્રવૃત્તિ ચલાવે છે એમ અવબોધવું. જ્ઞાનીનું દેખવું, ચાલવું, અને ઓલવું સર્વ આશ્ચર્યરૂપ છે. વ્યવહારે વ્યવહારનાં કાર્ય કરે છે અને નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. જ્ઞાની અધિકાર પ્રમાણે વ્યવહારનાં સર્વ કાર્યો કરે છે; ધર્મસૂત્રની આજ્ઞાનો તે લોપ કરતો નથી. બાળજીવોની દ્રષ્ટિ પ્રમાણે બાળજીવોને તેના અધિકાર પ્રમાણે બતાવે છે અને પોતાના અધિકાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290