Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 287
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા અપ્રત્યાખ્યાની રાગ અને દ્વેષથી પ્રાયઃ લેપ નથી. સંસારમાં જડ પદાર્થોના સંબંધમાં આવે છે, પણ અન્તરમાં તે જડ પદાર્થોમાં અહં અને મમત્ત્વભાવથી બંધાતો નથી. પુરુષ સ્ત્રીના સંબંધમાં આવે છે, તેમ સ્ત્રી, પુરૂષના સંબંધમાં આવે છે, પણ અન્તર્થી મહદશામાં પરસ્પર મુંઝાવાનું થતું નથી, સંસાર વ્યવહાર ઉચિત ક્રિયાઓને તટસ્થષ્ટિથી નિલેપ ભાવે કરવામાં આવે છે. ઉત્સર્ગ અને અપવાદ માગેપૂર્વક શ્રતોને આદરવામાં આવે છે. દેવ, ગુરૂ અને ધર્મની સેવાભકિત કરી શકાય છે. આત્મજ્ઞાન પામીને કોઈ સાધુ થાય છે, તો તે સારી રીતે વિરતિધર્મનું આરાધન કરે છે. એ પ્રકારના કોઈ ધર્મમાં રહેલો મનુષ્ય, કમનો નાશ કરવા સમર્થ થાય છે. આત્મજ્ઞાનના પ્રકાશથી રાગદ્વેષ, અજ્ઞાન, અહં મમત્વ વગેરે સર્વ દોષોનો નાશ થાય છે અને આત્મા પોતાના સ્વાભાવિક સુખને સ્વાદ લેવા અધિકારી બને છે. કર્મનો નાશ કરવા માટે આતમજ્ઞાન હેતુના છે. આત્મજ્ઞાનથી આત્મા પિતાના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અનંત જીવો, આમજ્ઞાન પામીને મુક્તિ ગયા, જાય છે અને જશે. જ્યારે ત્યારે પણ આમરાન પામ્યાવિના પરભાવ છૂટવાનો નથી. મનમાં આમાથી ભિન્ન એવી જડ વસ્તુઓનું અહંમમત્ત્વ ટળવું તેજ પરભાવ ટળવાનું મુખ્ય લક્ષણ છે. આ ત્મજ્ઞાનથી મનમાં મનાયલો પરભાવ છૂટી જાય છે, માટે કર્મના નાશ માટે આત્મજ્ઞાનની શ્રેષ્ઠતા છે. ચારખંડની પ્રજાઓ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તે એકબીજાના દેશને કબજે કરવા, તેમજ લોભથી અન્ય પ્રજાને દબાવી દેવા માટે, જે પ્રપંચો થાય છે તે કદાપિકાળે થાય નહિ. આત્મજ્ઞાનવિના લોભથી એકબીજાની પ્રજ પરસ્પરને વશ કરવા, જીવહિંસા, જુક અને ચોરી વગેરે અનેક પાપ કરે છે; ચારે ખંડની અંદર સંપ, પ્રેમભાવ, ભ્રાતૃભાવ અને અંક્ય વધારનાર ખરેખર આત્મજ્ઞાન છે. પરસ્પરના આત્માનું એક્ય કરનાર આતમજ્ઞાન છે, માટે આત્મજ્ઞાન માટે સર્વ દેશના મનુષ્યએિ ઉદ્યમ કરવી. આત્મજ્ઞાનથી આત્માન્નતિ થાય છે, માટે મનુ ધાએ આત્મજ્ઞાનપૂર્વક આત્મોન્નતિ સાધવી જોઈએ. વા. उन्नतिद्रव्यभावाभ्यां, कर्तव्या तत्वकातिभिः । उद्यमेन सदा साध्या, शुद्धानन्दपदप्रदा ॥ १०६ ।। શબ્દાથ-દ્રવ્ય અને ભાવથી તત્વના આકાંકીઓએ આત્માની ઉન્નતિ કરવી. શુદ્ધ આનન્દ દેનારી એવી આત્મોન્નતિ ઉદ્યમવ સદા સાધવા યોગ્ય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290