Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫). લોભના ઉદયે અંધ થઈ ગમે ત્યાં ભટક્યા કરે છે. મૂઢ મનુષ્યો, મનુષ્યભવ પામ્યાનું પ્રયોજન પણ સમજી શકતા નથી. મૂઢ મનુષ્ય, પ્રવૃત્તિમાર્ગના પ્રોફેસરો બને છે અને આખી દુનિયાની બાહ્યલક્ષમી પોતાને ત્યાં ભેગી કરે છે, તોપણ રાત્રીદિવસ ભય, શોક, ચિન્તા, રોગ, કલેશ, ઈર્ષ્યા અને કુસંપ વગેરે દોષોથી મહા દુઃખી થાય છે. પ્રતિષ્ઠા, કીર્તિ, શાંતિ, સિથરતા વગેરેને મૂઢ મનુષ્યો હિસાબમાં ગણતા નથી. રાત્રીદિવસ, લોભના ઉદયથી અનેક પ્રકારની ઉપાધિમાં ઘેરાયેલો માલુમ પડે છે. મૂઢ મનુષ્યો પોતાના અમૂલ્ય જીવનને કાચના કકડાની પેઠે હારી જાય છે. લોભથી ગમે તે દેશનો રાજા ખરી શાંતિ લેવા ભાગ્યશાળી બન્યો નથી અને ભવિષ્યમાં કોઈ બનવાનું નથી. મૂઢ મનુષ્યો, લોભના ઉદયથી અનીતિના વ્યાપારો કરે છે. હિંસા, જૂઠ, સ્તયકર્મ વગેરે અનેક પ્રકારનાં પાપોને મૂઢ પુરૂષો આચરે છે. આ જગતમાં કઈ જડ વસ્તુઓ પોતાની માલિકીની છે ? અલબત એક ધૂળનો રજકણ પણ પોતાની સત્તા નથી. તેમ છતાં જડ વસ્તુઓને મનની કલ્પનાથી પોતાની સત્તામાં માની લેઈ, મૂઢ પુરૂષો ખરાબપોરે સત્ય વસ્તુને દેખી શકતા નથી. વિશે શું કહેવું? મૂઢ મનુષ્યો સમાન કોઈ જગમાં દુ:ખી નથી. મૂઢ દશાને ત્યાગ કયા વિના કદી આત્મિક સુખ પ્રાપ્ત થવાનું નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી મૂઢ દશા ટળે છે અને સર્વ દાને
નાશ થાય છે, તે પ્રસંશાનુસારે જણાવે છે.
ઋોવા
आत्मज्ञानेन दोषाणां, नाशः शीघ्रं प्रजायते ।
अतः कर्मविनाशाय, ह्यात्मज्ञानस्य हेतुता ॥ १०५ ॥ શબ્દાર્થ:–આતમજ્ઞાનવડે દોષોનો શીઘ્ર નાશ થાય છે. તેથી કર્મનો નાશ કરવા માટે આત્મજ્ઞાનની હેતુતા છે.
ભાવાર્થ-આત્માનું સ્વરૂપ જે જ્ઞાન જણાવે છે તેને મારમજ્ઞાન કહે છે, આત્મજ્ઞાનવડે સર્વ દોષોની શીત્ર નાશ કરી શકાય છે. “જ્ઞાની શ્વાસોચ્છાસમેં, કરે કર્મને ખેહ, પૂર્વકોડ વર્ષો લગે, અજ્ઞાને રહે તેહ” / ૧ | આત્મતત્ત્વવેત્તા પુરૂષ, એક શ્વાસોચ્છાસમાં જેટલા કર્મનો ક્ષય કરે છે, તેટલે પૂર્વ કોડ વર્ષ પર્યત પણ અજ્ઞાનથી તપશ્ચર્યા આદિ કરતાં કર્મને ક્ષય થતો નથી. માતા કે જે અન્ય દર્શનનો ગ્રન્થ છે તેમાં પણ કહ્યું છે કે, જ્ઞાનrfm સાર્વજ માત કુત્તેડન. જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મને બાળી ભસ્મ કરે છે. આત્મજ્ઞાન થવાથી મૂઢ દશાનો નાશ થાય છે. જ્ઞાની પુરૂષ, ભોગાવલી કર્મ (વિષય પ્રારબ્ધ)ના ઉદયથી ગૃહસ્થાવાસમાં દેશધર્મ સ્વીકારીને રહે છે, પણ તે વ્યવહારનાં સર્વ કાર્યોને કરતો હતો, તેમાં અનંતાનુબંધી
For Private And Personal Use Only

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290