Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 288
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૭) ભાવાર્થ –આત્માના ગુણોનો પ્રકાશ વધાર્યો કરે, તેજ આત્મોન્નતિ કહેવાય છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ આદિ ગુણો વડે આત્માની ઉન્નતિ થાય છે. જ્ઞાનાદિના હેતુઓને પ્રાપ્ત કરવા તે દ્રવ્યથી ઉન્નતિ જાણવી અને જ્ઞાનાદિ ગુણોને યોપશમાદિ ભાવે પ્રાપ્ત કરવા તે ભાવથી ઉન્નતિ ગણાય છે. આત્મજ્ઞાનથી, અજ્ઞાન, રાગદ્વેષ, વગેરે દોને ઉદ્યમવડે હણીને આત્મોન્નતિ કરવી જોઈએ. ભણવું, ગણવું, સત્યસંગત, વ્રત અને તપ, વગેરે સર્વ આત્માની ઉન્નતિ માટે છે. અને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં સંપૂર્ણ આત્મોન્નતિ પ્રાપ્ત થઈ એમ ગણાય છે. મનુષ્યો આત્મજ્ઞાનથી, ક્ષણેક્ષણે આત્મોન્નતિ કરતા રહે છે અને પ્રભુ પૂજા, ભક્તિ, વૈયાવચ, વિનય, તીર્થયાત્રા અને જ્ઞાનાભ્યાસ, વગેરેથી આત્માની ઉન્નતિ અધિકાર પ્રમાણે કરે છે. મનુષ્યો, આત્મજ્ઞાનથી પોતાનો અધિકાર તપાસી ધર્મક્રિયાઓની સેવા કરે છે, પોતાના આત્મા સમાન અન્યોના આત્માઓને ગણે છે, જ્ઞાન ધ્યાન સમાધિમાં જીવન ગાળીને આત્માની ઉન્નતિ કરે છે અને આત્માના સુખને ભોગવે છે. બાહ્ય શરીર ભગ્ય વસ્તુઓના અભાવે પણ આત્મસુખની ખુમારીની ઘેનમાં જીવન વ્યતીત કરે છે અને ક્ષણે ક્ષણે આ ત્માની ઉચ્ચતા કરે છે; તત્ત્વના અર્થ એ ક્ષણે ક્ષણે આત્માની ઉન્નતિ સાધવી જોઈએ. આત્મજ્ઞાન પામ્યાંથી આર્યપણું ગમે તે દેશના મનુષ્યોને પ્રગટે છે. સર્વથા સર્વ પ્રકારના જિજ્ઞાસુ મનુષ્યોને આત્મોન્નતિ કરવાનો અને ધિકાર છે. આ મોતિમાટે આમતવમાં રમણતા કરવી જોઈએ. આમોતિનેજ સાધ્ય બિંદુ તરીકે નિશ્ચયતઃ માનવી જોઇએ. પોતાના આ માના ઉદ્ધારમાટે જ્ઞાનદર્શન અને ચારિત્રનું જ્ઞાન મેળવવું જોઈએ. શ્રીસદ્દગુરૂની આજ્ઞાપ્રમાણે તત્વજિજ્ઞાસુઓએ પૂર્ણ શ્રદ્ધાથી વર્તવું જોઈએ. પોતાના આત્માના ગુણ સંબંધી કલાકોના કલાકો પર્યત ધ્યાન ધરવું જોઈએ. દરરોજ દોષોને હઠાવવા ખરા જીગરથી ચારિત્રરૂપ પ્રયત્ન કરવો જોઈએ, આમ પ્રવૃત્તિ કરવાથી નક્કી આત્મોન્નતિ થાય છે, આ પ્રમાણે આત્મોન્નતિનું સ્વરૂપ તથા તેના ઉપાયે બતાવીને ગ્રીકાર અન્ય મંગલ કરી ગ્રન્થની સમાપ્તિ કરતાં નીચે મુજબ જણાવે છે. શ્નોવા जनाः सर्वे सुखं यान्तु, जैनधर्मः प्रवर्द्धताम् । दोपाणां सर्वथा नाशो, मङ्गलानि पदे पदे ॥ १०७ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290