Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 271
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૦ ) જ્ઞાન પ્રાપ્ત કરીને દેખવા તથા જાણવામાં તેમજ આવશ્ય કાર્ય કરવામાં નિર્લેપતા સૂચવે છે. ઉત્તમ જ્ઞાનવિના નિર્લેપતા આવવી મહા દુલેમ છે. શ્રીતીર્થકરોએ ગૃહાવાસમાં આવી નિલપતા રાખી હતી. સર્વ દેખવાના પદા થી દૂર રહીને તે સર્વે રાગ અને દ્વેષથી દૂર રહે, સ્ત્રીને દેખ્યાવિને તે સર્વ રોગરહિત હોય, શત્રને જાણ્યા તથા દેખ્યા વિના તો રાવ દ્વેષ ન કરે, પણ સ્ત્રી, શત્રુ, વગેરે પદાર્થો દેખવામાં તથા જાણવામાં આવે ત્યારે ઉત્તમ જ્ઞાનવિના રાગદ્વેષથી નિર્લેપ રહી શકાય નહીં, એમ અનુભવ કરતાં જણાઈ આવે છે. રાગકારક અને દ્વેષકારક વસ્તુઓમાં રાગની અને પની ક૯૫નાનો ઉત્તમ આત્મજ્ઞાનવિના ક્ષય થતો નથી, એ ચોકકસ વાત છે. રાગ અને દ્વેષકારક વસ્તુઓ સામી દરરોજ દેખવામાં આવે, તેમજ જાણવામાં આવે, તેમજ તે વસ્તુઓ દરરોજ પાસે દખાય, કદાપિ સ્ત્રી વગેરે લલચાવે, તે પણ જે જ્ઞાનના પ્રતાપે મનમાં રાગ અને દ્વેષ ન થાય તે જ ઉત્તમ જ્ઞાન જાણવું. પાંચે ઈદ્રિયો, સુણવાનું, જોવાનું, રાંધવાનું, ચાખવાનું તથા સ્પર્શવાનું કાર્ય કરે તો પણ કોઈપણ વિષય પ્રતિ રાગ ન થાય, તેમજ કોઈ પણ વિષય પ્રતિ દ્વેષ ન થાય આજ ઉત્તમ જ્ઞાનની દશા છે; એવી દશાવાળાનું ઉત્તમ ચારિત્ર છે. રાગ અને દ્વેષકારક વસ્તુઓ દૂર હોય ત્યાં સુધી તો અનેક મનુષ્યો નિરાગી અને નિર્દૂધી માલુમ પડે, પણ તે વસ્તુઓ પાસે આવતાં રાગ અને દ્વેષના સરકાર જાગ્રત ન થાય ત્યારે તે વખતે દેખ્યું અને જાયું ઈત્યાદિ સર્વ રાગ અને દ્વેષમાં સહાયકાર થઈ પડે છે. મોહકારક વસ્તુઓ દૂર છતાં વેરાગી અને તે વસ્તુઓનો સંબંધ છતાં રાગી આવી જ્ઞાનદશાવાળ જીવોનો દરજજો નીચો હોય છે, તેઓ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિવિના રાગદ્વેષના સંસ્કારોનો ક્ષય કરી શકતા નથી, માટે તેવા પ્રકારના મનખ્યોએ આદર્શવત દશાધારક જ્ઞાનીનું વર્તન ગ્રહવું જોઈએ અને તેના વર્તનમાટે ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાનની એવી ઉત્તમ દશાને અન્ય અધિકારીયો પારખી શકતા નથી અને તે બાબતની પરીક્ષામાં પડવાથી તેને કંઈ તત્વ હાથમાં આવતું નથી. કહ્યું છે કે, મધુરાને ? અધુરાની પfક્ષા શી ? અધુરાને પરીક્ષા કરવાનો શો હક્ક છે? તેમજ અધુરાની પરીક્ષા શા માટે કરવી જોઈએ ? મુમુક્ષુઓએ તો એવી ઉત્તમ જ્ઞાનદશા પ્રાપ્ત કરવા માટે ઘટતા ઉપાયો આદરવા જોઈએ. જ્યાં સુધી દેખતાં, જાણતાં અને સર્વ કાર્ય કરતાં છતાં પણ નિલેપ ન રહેવાય ત્યાંસુધી સમજવું કે ઉપર્યુક્ત આત્મજ્ઞાનની ઉત્તમ દશા પ્રાપ્ત થઈ નથી અને જ્યારે લખ્યા પ્રમાણે અનુભવ આવે ત્યારે સમજવું કે એવી મારી દશા થઈ છે. અન્યોની એવી દશા છે કે નહીં તેની જે પંચાતમાં પડશે તો નિન્દા વગેરે દોષવાળું હૃદય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290